________________ પોતાની વસ્તુ પોતાની પાસે હોવા છતાં મિથ્યાત્વના કારણે આત્માએ એનો સ્વીકાર જ નથી કર્યો. આત્માપર અનંત પુલ પરાવર્તકાળ સુધી મિથ્યાત્વનો ઉદય રહ્યો છે. ચરમાવર્તિમાં જીવ આવે પછી મિથ્યાત્વ મંદ પડે અને સમ્યગ્દર્શન અર્ધપુદ્ગલ પરાવર્તકાળમાં પણ કાંઈક ન્યૂન થાય ત્યારે પ્રગટે છે. ત્યારે પરમાં જે મારાપણાનો આરોપ છે તે ઉઠતો નથી પણ હેય માને છે અને ત્યારથી જ ધર્મની શરુઆત અને સંસારના વિસર્જનપણાની શરુઆત થાય છે બાકી ઔચિત્ય વ્યવહાર કરવાનો છે. નટની જેમ માયાથી તમામ વ્યવહાર કરવાનો છે. માયાનો ઉદય 9 માં ગુણઠાણા સુધી રહેવાનો છે. "ધર્મે માયા નો માયા" એમ શાસ્ત્ર કહ્યું છે. સામાના પરિણામ ન બગડે માટે જ માયા કરવાની છે. દા.ત. પત્નીનું ચિત્ત પરમાં ન જાય માટે પતિ બહારથી રાગ બતાવે. પરમાત્મા આપણા માટે ઉત્કૃષ્ટ આલંબન છે. તેમનું આલંબન લઈને એ સાધનામાં આગળ વધશે ત્યારે પરમાત્મા પણ છૂટતા જશે. ધ્યાતા - ધ્યેય - ધ્યાનની અભેદતા આવશે અને પોતાનું પરમાત્મ-સ્વરૂપ પ્રગટ થશે. આ બધું ત્યારે જ શક્ય બનશે જ્યારે સૌ પ્રથમ આત્મા નિર્ણય કરશે કે મારામાં જ પરમાત્મ - સ્વરૂપ રહેલું છે. ત્યાર પછી જ આ પ્રશસ્ત ઝંખના જાગશે અને આત્મા સંસારના વિસર્જન ભણી ડગ માંડશે. સાધુ જીવન કષ્ટ વેઠવા માટે નહીં પણ ગુણોના અનુભવનો આનંદ લૂટવા માટે જ છે. માટે સાધુ હવે પાલેમિ અર્થાત્ પંચાચાર રૂપ આચારના પાલન વડે આત્મરમણતારય ચારિત્રના કારણ રૂપ ક્રિયા યોગ અપ્રમત્તપણે પાળે અને અનુપાલેમિ એટલે આત્મરમણતા રૂપ ચારિત્રના કારણરૂપ વ્યવહાર ચારિત્રનો નિશ્ચયના લક્ષ પૂર્વકના અભ્યાસ વડે સામર્થ્ય યોગરૂપ ચારિત્રનું અનુપાલનના સ્ટેજ પર આવે. માટે - સજઝાયમાં જો એણે ગુણોના આનંદને અનુભવ્યો નથી તો એનું મિચ્છામિ દુક્કડં કરવાનું કહ્યું છે. ૪થે ગુણઠાણે આત્માનુભૂતિ રૂપ રુચિ-૫મે દેશથી અનુભૂતિ અને જ્ઞાનસાર // 35