________________ 6 હેપુરુષાર્થપ્રમાણે જે રુચિથઈ છે તેને જપૂર્ણપ્રગટ કરવાની છે. અનુત્તરવાસી દેવને પૂર્વે સાધુપણામાં છઠ્ઠનો તપ અથવા ૭લવ નું આયુષ્ય ખૂટ્યું પણ તેમનો સમ્યગ્દર્શનનો પરિણામ નિર્મળ હોવાના કારણે પુણ્યના વિપાકમાં પણ હેયનો ઉદાસીનતાનો પરિણામ હોય છે, પણ નિકાચિત ભોગાવલીકર્મના ઉદયને કારણે એ છોડી શકતા નથી, પણ ત્યાં આસક્તિનો પરિણામ નથી. કર્મોનો બંધ થાય, ઉદય અને સત્તારૂપ-આ ૩એ અવસ્થા આત્માની વિભાવ અવસ્થા છે. એ ત્રણેમાં વધારે દારુણ કોણ? ઉદય વધારે દારુણ છે. કેમ કે કર્મ, બંધમાં અને સત્તામાં હોય ત્યારે એટલા નડતા નથી પણ ઉદયમાં આવે ત્યારે આત્માના ગુણને આવરે છે. માટે ઉદયનેવિપાક કહ્યો છે. વિપાક= વિપરીત પાક. પછી તે ભલે પાપનોવિપાક હોય કે પુણ્યનો. સુંદર રૂપપુણ્યના ઉદયે કર્મસત્તાએ આપ્યું પણ આત્માના અરૂપીપણાને ઢાંક્યું. માટે જ મહોપાધ્યાયજી સંપૂર્ણ આગમના સાર-નિચોડરૂપે કહે છે કે તું તારા આત્માને જ જાણ, એની જ રુચિકર અને એને જ માણ તો તને સ્વના ઘરનો આનંદ પ્રાપ્ત થશે. સંગમેદાન આપ્યું તે વખતે નિરાશંસ ભાવહોવાના કારણે પુણ્યાનુબંધી - પુણ્યનો બંધ થયો. ગુણનો પક્ષપાત હતો તેથી પુણ્યાનુબંધી પુણ્યના ઉદયે અનાસક્ત ભાવ ગુણના અનુબંધના કારણે આવ્યો. તેના ઉદયમાં મળશે તો બાહ્ય સામગ્રી જપણ આશંસા ભાવ ન હોવાના કારણે અનાસક્ત રહી શકે છે. પુણ્યાનુબંધી પુણ્યના ઉદયને પણ અપેક્ષાએ દારુણ જ કહ્યો છે કારણ ત્યાં સુધી તે ભોગવવા સંસારમાં રહેવું પડે. આત્મા ગમેતેદશામાં, ગમે તેવી અવસ્થામાં હોય તો પણ તેનો નિર્ધાર એવો હોય કે કોઈપણ ઘટનાએનેવિચલિત ન કરી શકે. અર્થાત્ આત્મા પોતાની, આત્માની સ્વભાવદશાને ન છોડે. યોગીઓ સદાનિત્ય નું ધ્યાન કરે છે. જે સ્વરૂપે શાશ્વત છે અને કદી ચલાયમાન થવાનું નથી તેનું જ ધ્યાન ધરે છે. જ્ઞાનસાર || 36