________________ જેમ વૃધ્ધિ પામે તેમ શુક્લ પાક્ષિક જીવ ઉત્તરોત્તર પ્રગતિ કરનાર બને છે. આત્મા સમ્યગ્દર્શનને પામ્યો એટલે જ્ઞાન શુદ્ધ બન્યું. એટલે એની ચેતનાને શોભાયમાન કહી. શુદ્ધ થયેલા જ્ઞાનના કણિયાની તાકાત તમામ કર્મોનો ખાત્મો બોલાવી શકે છે. જેમ અગ્નિનો કણિયો ઘાસની ગંજીને સળગાવવા સમર્થ છે. પૂર્વનું જ્ઞાન પણ મિથ્યાત્વી ને (અભવ્ય ને) શોભતું નથી, એ સંસાર-વર્ધક જ છે. અને સમકિતનું અષ્ટ પ્રવચન માતાનું જ્ઞાન પણ એને ૧૩મે ગુણઠાણે લઈ જવા સમર્થ છે. જ્ઞાનના ક્ષયોપશમ વિના જ્ઞાન કદી પણ પ્રગટ થતું નથી અને વિર્યાન્તરાયના ક્ષયોપશમ વિના આત્મા પ્રવૃત્તિ કરી શકતો નથી. 0 0 0 જ્ઞાનસાર || 40