________________ જેને પોતાના આત્માની સંપત્તિ પ્રાપ્ત થાય છે એને ઓછાશ લાગતી નથી. બહારમાં જ ઓછાશ લાગે છે, કારણ મોહકૃત સ્વભાવ છે, તેથી જીવોને સંતોષ ન થાય. ગુણમાં તૃતિ હોય ત્યારે પરવસ્તુનો અભિલાષ થતો નથી. | ઉચ્ચપદને પદ પ્રમાણેની સામગ્રી લાભાંતરાયના (કર્મ) ક્ષયોપશમથી મળે અને અંદરના ગુણોની સામગ્રી પણ લાભાંતરાય કર્મના ક્ષયોપશમથી જ મળે કારણ દાન, લાભ, ભોગ, ઉપભોગ એ આત્માના ગુણો છે. મોહની હાજરીમાં બાહ્ય સામગ્રીનો ભોગવટો આત્મા કરી શકે છે પણ ગુણોના અનુભવ માટે તો મોહની ગેરહાજરી જ (ક્ષયોપશમ) જોઈશે. તીર્થકર નામકર્મપણ શુભ પ્રશસ્ત ભાવોથી બંધાય છે. આત્મગુણોના ભોગવટા માટે ‘ભોગાંતરાય અને ઉપભોગવંતરાય એ બે કર્મોનો ક્ષયોપશમ જોઈશે. બાહ્ય સામગ્રી માટે ચારિત્ર મોહનીયના લયોપશમની જરૂર નથી. સાધુને જે મળ્યું એમાં રાગ નથી - વૈરાગ્ય છે માટે પ્રશમનું સુખ ભોગવે છે. દ્રવ્યથી જિન સાધુપણું પાળે તો પણ૯મા ગ્રેવેયકમાં જવાય છે. તાપસો વિગેરે ત્યાં જઈ શકતા નથી. જે જે અનુષ્ઠાનથી રાગ-દ્વેષ ઓછા થાય ત્યાં જ મોક્ષમાર્ગ છે. અન્ય લિંગથી કેવળજ્ઞાન થાય પણ અન્ય દર્શનથી કેવળજ્ઞાન ન થાય. જે આત્મા પોતાના ગુણોનો અંશ ભોગવે છે એ અમૃતને ભોગવે છે. અને તે નિયમા પરિપૂર્ણતાને ભોગવશે. જ્યારે અનંતાનુબંધી લોભ મોહનીયનો ક્ષયોપશમ થવાથી જ સંતોષ આવે. પરમાત્મા ગૃહવાસમાં નિકાચિત પુન્યોદયને કારણે 4 થા ગુણઠાણે જ છે ને જ્યાં ચારિત્ર-ગ્રહણ કર્યું કે તરત જ ૭મા ગુણઠાણાની સ્પર્શના થાય છે. પુણ્યના ઉદયને ફગાવી દીધો. ભોગાવલી પુન્યનો ઉદયકાળ આત્મગુણ પર આવરણ કરે છે માટે દારુણ છે. માટે આત્મગુણનો જ અનુભવ કરવા જેવો છે. જેમતૃષ્ણાનો છેડો નથી તેમ આત્માના સુખનો પણ છેડો નથી. તૃષ્ણામાં જ્ઞાનસાર || ૩ર