________________ આત્મસુખથી પૂર્ણ બનેલા મુનિને ઈંદ્રની 28દ્ધિ પણ તુચ્છ ભાસે છે. પહેલા વિચાર બગડે પછી આચાર બગડે માટે વિચારથી જ અટકી જવાનું છે. જે આત્મામાં વ્યાકુળતા ઉત્પન્ન થઈ છે તે સમતા પરિણામ ગુમાવે છે. મોહઆત્માને મૂંઝાવે છે. મિથ્યાત્વ અને લોભ કષાયનો પરિણામ એ હંમેશા જીવને મૂંઝાવવાનું જ કામ કરશે. પર' વસ્તુ કે વ્યક્તિ સાથે મોહનો વ્યાપ જેટલો મોટો, એટલી મૂંઝવણ મોટી. સમકિત મન પર અંકુશ ધરાવે છે. કોણ પોતાની જાતને જૂન જોનારા છે? જે “પરની સંપત્તિ જોનારા છે તે. પર”વસ્તુમાં સંપત્તિપણાનો આભાસ થવો એ મિથ્યાત્વનું કારણ છે. જેથી તે સંપત્તિ તેને પોતાના આત્માના ગુણો કરતાં કિંમતી લાગે છે તેથી તેને મેળવવા માટે પુરુષાર્થ કરે છે. (લોભ મોહનીયનો ઉદય) જો આત્મ-ગુણો મેળવવા જેવા લાગી ગયા તો તે સંસારની પ્રવૃત્તિમાં ઉદાસીન રહેશે - કર્મની નિર્જરા કરશે તેથી અનુબંધ એવા પડશે કે આવતા ભવે જ મોક્ષ થાય. વર્તમાનમાં પણ મોક્ષની અનુભૂતિ થઈ શકે. સમ્યક્ત કે મિથ્યાત્વબંનેની હાજરીમાં રુચિનો પરિણામ તો છે જ, પણ એકમાં સમ્યકત્વમાં આત્મ ગુણમાં ઉપાદેયની રુચિ રહેશે અને બીજામાં મિથ્યાત્વમાં પુદ્ગલ ગ્રહણની રુચિ રહેશે. જ્ઞાનસાર એ મહોપાધ્યાયજી ના જીવનનો અને શાસ્ત્રનો અનુભવ નિચોડ છે. તૃપ્તિ-પોતાનાં ગુણોમાં તૃપ્ત થવું એ જ સાચો તપ. દોષોને સમજીને દોષોને કાઢવાનો પ્રયત્ન કરશો એટલે અંદર ગુણો પડ્યાં જ છે એનું પ્રગટીકરણ થશે જ. પરના સંગથી ને મિથ્યાત્વના રંગથી આત્મામાં ઉન્માદ પ્રગટ થયો તેથી જે મળે તેમાં ન્યૂનતા જ લાગે છે. જ્ઞાનસાર / 31