________________ (6) અણુ પાલેમિ:-શાસ્ત્રમાં કહેલા ચારિત્રાચારનો નિશ્ચયના લક્ષ પૂર્વક વ્યવહાર યોગોનો એવો અભ્યાસ કરે છે જેથી સામર્થ્ય યોગ પ્રગટ કરવા દ્વારા ક્ષેપક શ્રેણી માંડી કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરવા વડે ગુણોની પૂર્ણતાને પામે. જેમ જેમ આત્મા બાહ્ય પુદ્ગલોથી ભરાતો જાય તેમ તેમ આત્મામાં રહેલો આનંદ હીન થતો જાય અને અહંકાર અને મમત્વ થી ભરાય છે. જેમ જેમ બહારની ઉપાધિ છોડતો જાય તેમ તેમ અંદર આનંદથી ભરાતો જાય (ગુણવૃદ્ધિ થાય). જેમ જેમ જ્ઞાનવૃદ્ધિ પામે ને મોહથી છૂટતો જાય તેમ તેમ જ્ઞાન શુદ્ધ બનતું જાય ને આનંદની અનુભૂતિ થાય. અંદરથી ને બહારથી અસત્ થી ખાલી થતા જાઓ તેમ તેમ વિશુદ્ધ આનંદથી ભરાતાં જાઓ. સાધુ નિગ્રંથ બને તો પરમાનંદની પ્રાપ્તિ અહીં જ - અત્યારે જ થશે. જેમ જેમ આત્મા પર’ - સંગથી છૂટતો જાય તેમ તેમ આનંદની વૃદ્ધિ થતી જાય. સર્વમાં સર્વની સાથે રહીને પણ નિઃસંગ - એકલા રહેવાનું છે. જીવ જેમ જેમ સ્વભાવથી પૂર્ણ થશે તેમ તેમ તે પરમાનંદની મસ્તીને માણશે. * સત્સંગનિશ્ચયથી શું? પોતાના જ્ઞાનાદિ ગુણોનો સંગ કરવો એ જ નિશ્ચયથી સત્સંગ છે. (જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિય) પુગલના ભોગમાં જે આનંદનો અનુભવ કરે છે તે તુચ્છ છે. જ્યારે તેને આત્માના અનુભવનો લાભ થશે, તેમ પૂર્ણતાને પામવાનો લોભ થશે. માટે આત્માએ રત્નત્રયની સાધના માટે વિશેષથી પ્રયત્ન કરવો. નિર્વિકલ્પ સાધનાનો પહેલો પાયો દેવ-ગુરુના વચનનો સ્વીકાર એ જ સમર્પણ છે. જગતને બહારનું મળે ત્યારે આનંદ થાય છે અને મુનિને અંદરનો જ્ઞાનસાર // ર૯