________________ વિગેરે એ એને જણાય છે. શાસ્ત્ર વડે અધ્યાત્મને જાણીને પોતાના આત્મામાં એ પરિણમન ન પામે માત્ર બીજાને જણાવામાં ગર્વ અનુભવે તો તે પંડિતાઈ જાણવી. પંડિત પુરુષો પીદ્ગલિક વિષયોને ઉપાધિ જ માને છે. એનાથી શાંતિ મળવાની નથી માટે તે એને રાખવાની વાત જ નહી કરે, કદાચ તેને તેમાં રહેવું પડે તો કઈ રીતે રહે? સાવધાની પૂર્વક! ઈન્દ્રિયોથી જે વસ્તુ ભોગવે તેમાં તેને સુખની ભ્રાંતિ છે માત્ર વસ્તુ પોતાની પાસે છે એનું એને સુખ છે. એ સુખ શેને?માનનું. હું કંઈક છું અને મારી પાસે કંઈક છે તે “મમત્વનું સુખ છે. આ હું નું ભૂત ધૂણ્યા કરે તે માન કષાય છે. મારાપણાનું લેબલ લાગે એ જ ઉપાધિ. “પર” વસ્તુથી પોતાની જાતને મહાન માનવી, તે પ્રમાણે લાગવી એ બંને પરિણામ ભિન્ન છે. માનવું એ મિથ્યાત્વનું કાર્ય છે. સંપત્તિ કિંમતી છે એ માન્યતામિથ્યાત્વથી આવે છે. પોતે મહાન છે - મોટો છે એ માનનો પરિણામ છે. મિથ્યાત્વની હાજરીમાં કષાયો ફૂલે ફાલે છે. ભૌતિક દષ્ટિએ ઈંદ્ર મહારાજા એ કિંમતી પદ છે. છતાં સૌધર્મેન્દ્ર પોતાની જાતને બળદીયા તરીકે માને છે. તેની પાસે સમ્યગ્દર્શન છે સમ્યગ્દર્શન વિના આગળનું ગુણઠાણું આવે નહી. ગાથા-૬ અપૂર્ણઃ પૂર્ણતામેતિ, પૂર્યમાણતુ હોય તે, પૂર્ણાનંદ સ્વભાવોડયં, જગદભુતદાયકઃ II ગાથાર્થ ત્યાગના પરિણામ વડે ધનાદિ પદ્ગલિકપદાર્થોથી અપૂર્ણ થતો આત્મા જ્ઞાનાદિ ગુણોથી પૂર્ણ બને છે અને બહાર પુદ્ગલોથી પૂર્ણ થતો આત્મા જ્ઞાનાદિ ગુણોથીહીન બને છે. પૂર્ણાનંદ આત્માનો આસ્વભાવજગતને આશ્ચર્યકરનારો છે. જે આત્મા અંદર ગુણોથી અપૂર્ણ છે પણ પોતાની પૂર્ણતા ગુણમાં જ જ્ઞાનસાર // 27