________________ ગાથા -5 પૂર્યને યેન કૃણાસ્તદુપેલૈવ પૂર્ણતા પૂર્ણાનંદ સુધા સ્નિગ્ધા, દષ્ટિરેષા મનીષિણા આપા ગાથાર્થઃ જે કૃપણ હોય તે બહારના ઢગલાથી પોતાને પૂર્ણ માને છે અને જે ખરા જ્ઞાની છે તે એની ઉપેક્ષાથી પૂર્ણ બને છે. જ્ઞાન અમૃતથી જેની દૃષ્ટિસ્નિગ્ધ બની ગયેલી છે તેને તુચ્છ વિષયોમાં તૃપ્તિ નથી થતી. તે વિષયોથી પરાડમુખ બને છે. સમ્યગ્દષ્ટિને પર વસ્તુ મેળવવાની ઈચ્છા થાય, કારણ લોભનો ઉદય હોય પણ આ વસ્તુ બરાબર નથી એમ સતત જ જાણતો હોય છે માટે અનુબંધ ન પડે. સાધનામાં સંવેગવધારે તીવ્ર એટલા અશુભ અનુબંધ અને રસતૂટતા જાય, એટલે ગોવાળીયાએ જ્યારે કાનમાં ખીલા ઠોક્યા તે વખતે પરમાત્મા સમતામાં રહી શક્યા અને ખીલા બહાર કાઢ્યા ત્યારે દ્રવ્ય વેદના રૂપ ચીસ નીકળી હતી પણ ભાવ વેદના નહતી કેમ કે અનુબંધ તૂટી ગયા હતા. પર વસ્તુથી જે પૂર્ણતા માને છે તેમાં અસંતોષનો પરિણામ રહે છે. ભય પણ લાગે છે, સગા-સંબંધીઓને શંકાની નજરે જોશે અને સતત ઉપાધિમાં જ રહેશે. બહારથી મળેલી પૂર્ણતા ઉપાધિવાળી છે માટે એની ઉપેક્ષા કરો એ જ અંદરની પૂર્ણતા મેળવવાનો ઉપાય છે. આત્માના ગુણ મેળવી આપવાની તાકાત પુણ્યમાં નથી એ માત્ર સાધન - સામગ્રી મેળવી આપે છે.ગુણ તો પુરુષાર્થથી જ મળશે. આનંદ જ્યારે પૂર્ણ બની જાય છે ત્યારે તેમાં કદી ઓટ આવતી નથી એ જ અમૃતથી સ્નિગ્ધ દૃષ્ટિ છે. પૂર્ણ એવો આત્મા - જેમાં એકાંતે સુખ જ છે અને તે સુખ પણ કંદ વિનાનું છે. વર્તમાનમાં આપણા સુખો ઢંઢ વાળા છે જ્યારે આનંદ નિર્લેન્દ્ર છે. તત્ત્વથી થાય અને પોતે વિભાવમાં છે તો તે કયા પર્યાયમાં છે? ક્રોધ - માન જ્ઞાનસાર || 26