________________ છે તેને પરની જરૂર પડતી નથી. આથી જ તેઓને વીંછીના ડંખ જેવી દીનતા કદાપિ પડતી નથી. બહારની વસ્તુ મેળવવાની ઈચ્છા હોય અને એ ન મળે ત્યારે દીનતા આવે છે. અરતિ - શોકની પીડારૂપદીનતાથી તે પીડાય છે. ક્ષયોપશમના ભાવમાં મિથ્યાત્વનો પ્રદેશોદય ચાલુ જ છે પણ જો જાગૃત ન રહ્યા તો પ્રદેશોદયને વિપાકોદયમાં આવતા વાર નહીં લાગે. માટે જ એને શુભ આલંબનો, સત્સંગાદિમાં રહેવાનું છે. જેટલો તત્ત્વ નિર્ણય નિર્મળ એટલું આગળ બધું બરાબર ચાલશે, નહી તો ઊડે ઊંડે બેઠેલો મોહઆપણને છેતરશે. અંદરના આનંદથી જપૂર્ણતા થશે. મોહરાજાના કોઈ પદાર્થોથી કદી પૂર્ણ આનંદ મળશે જ નહી. વિના પ્રયાસ અંદરનો જ આનંદ મળશે તે માટે અંદર પેસીને બહારનું બધું છોડવું પડે. ગારૂડીમંત્ર સ્વરૂપ જે જ્ઞાન છે તે જ આત્મામાં શાંતિ લાવી શકે છે. જ્ઞાનદૃષ્ટિ, તત્ત્વપ્રતિપત્તિ અને તત્ત્વ-સંવેદનવાળુ જ્ઞાન તે જ્ઞાનદેષ્ટિ કહી. આત્માના અસંખ્ય પ્રદેશો જ્ઞાનાદિ ગુણથી તાદામ્ય સંબંધવાળા છે. જ્ઞાનદેષ્ટિ આવે તો વિવેક આવે કે હું શું? “મારું શું? “પર” શું? એનો વિવેક આવે પછી પોતાનું જે છે એ મેળવવાનો પ્રયત્ન કરશે. હવે મારા ગુણોને કેમ મેળવું? કઈ રીતે એનું રક્ષણ કરું?' “કઈ રીતે એ સ્થાયી બને?” એ જ તત્ત્વમાં મગ્ન બનશે એટલે ક્ષાયોપથમિક ભાવ ક્ષાયિક બનશે અને આનંદ પ્રગટ થશે એટલે ક્યારેય દીનતા નહી આવે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વિના કેવળજ્ઞાન થવાનું નથી માટે એ લક્ષ્ય રાખી ભણવાનું છે. ચંડકૌશિકની દૃષ્ટિ જ્યાં પડે ત્યાં બધુ જ બળીને ભસ્મીભૂત થઈ જાય તેમ તત્ત્વદેષ્ટિ જ્યાં જ્યાં પડે ત્યાં કર્મબળીને ભસ્મીભૂત બને એમાં નવાઈ શું? ચંડકૌશિકમાં તો ઝેર છે જ્યારે આમાં તો અમૃત છે. આપણા સંક્લેશનું કારણ શું? મોહદૃષ્ટિ જ ફરી નથી. પ્રથમ ચાર ગુણસ્થાનક, દૃષ્ટિ -પ્રધાન છે અને પ માં ગુણસ્થાનકથી જીવ તત્ત્વ દૃષ્ટિ પ્રમાણે આચારમય બનવાનો પુરુષાર્થ આદરે. દષ્ટિ અને આચાર બંનેથી યુક્ત આત્માનો જ વિકાસ થાય છે. જ્ઞાનસાર || 24