________________ માને છે તે પૂર્ણતાને પામે છે, અને જે મોહથી આચ્છાદિત છે તે બહાર ધનાદિ સંપત્તિથી જ પોતાને પૂર્ણ માને છે એ અંદર ગુણોથી અપૂર્ણ બને છે. આ જગતનું એક આશ્ચર્ય છે. સકલ પુગલોના ત્યાગની રુચિનો પરિણામ પોતાનામાં થવો જોઈએ. નિર્ણય થવો જોઈએ, કે મારો આત્મા મારા આત્માના ગુણોથી જ પૂર્ણતાને પામશે. આત્માના ગુણોની પૂર્ણતા માટે શું જરૂરી? સમ્યગદર્શનના ચાર પરિણામો:(૧) સદુહામિ-સર્વજ્ઞ પરમાત્માએ આત્મા અને આત્માના જ્ઞાનાદિ ગુણો સિવાય સર્વ પર સંયોગોહેય કહ્યાં છે. કારણ “પરલક્ષણ દુઃખકહીએ નિજ વશતે સુખ કહીએ” સર્વ સંયોગો આત્માને દુઃખના કારણ છે. અને આત્માના ગુણો જ આત્માને સુખના કારણ છે. એ પ્રમાણે શ્રધ્ધા થવી જોઈએ. પત્તિયામિ = જેમ અગ્નિ બાળવાના સ્વભાવવાળો છે એવી પ્રતીતિ અગ્નિમાં સહજ છે, તેમ સંસારના સુખો આત્માને પીડાકારી છે, તેવી પ્રતીતિ થવી જરૂરી છે. રોએમિ - ઢચિનો પરિણામ. સર્વ સંયોગોના ત્યાગની ઢચિનો પરિણામ થવો જોઈએ. ફાસેમિ - તીવ્ર ઝંખના - આત્માને હેય એવા સર્વ કર્મ કેમ જલદી છોડી અને મારા આત્માના ગુણોને હું જલદી અનુભવું, તેવી તીવ્ર ઝંખના જરૂરી. ચારિત્રના બે પરિણામ - પાલેમિ - સર્વજ્ઞએ કહેલા ચારિત્રના સર્વ વ્યવહાર યોગોને (આચારોને) અપ્રમત્ત પણે નિશ્ચયના પરિણામ પૂર્વક પાલન કરવું અર્થાત્ આત્મગુણને અનુભવવાનો લક્ષ. જ્ઞાનસાર // 28