________________ ગોશાળો પરમાત્માની સાથે હોવા છતાં તેમ જ પરમાત્માના નામે ચરી ખાતો હોવા છતાં, પરમાત્માને કોઈ સંક્લેશ નથી કેમ કે પરમાત્મા તેને સત્તાએ સિદ્ધ-સ્વરૂપી તરીકે જુએ છે.જીવો કર્મ-કષાયને આધીન છે. દરેકની સમજણ અલગ અલગ છે તેથી આપણે દુઃખી થવાની જરૂર નથી. - વિરતિ વિના જેને ચાલે નહી, પણ વિરતિ લઈ શકતા નથી તેને જ અવિરત સમ્યગ્દષ્ટિ કહ્યા. વિરતિ એટલે શું? પાપોથી અટકવું. માન્યતા, સ્વીકાર અને રુચિમાં ભેદ ન આવે પણ અંતરાયકર્મના કારણે આત્મામાં પરિણામ ન આવે. સત્વનફોરવી શકે. આસક્તિને કારણે એને પોતાના આત્મા પર અનુકંપાનો ભાવ આવે, પશ્ચાતાપની અગ્નિ જ્વાલા પણ પ્રજ્વલિત થાય છે અને તે દ્વારા તેના અંતરાય કર્મમાં ગાબડા પડે છે અને અનુબંધ સુધરે છે. સમ્યગ્દષ્ટિ દર્શન -સતક (4 અનંતાનુબંધી અને ૩દર્શનમોહનીય) નો ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમ થવાને કારણે એને વસ્તુ જેવી છે તેવી દેખાય છે.દર્શનમોહનીય દૃષ્ટિને (વિચાર) બગાડવાનું ને ચારિત્રમોહનીય આચારને બગાડવાનું કાર્ય કરે છે. દર્શન મોહનીયના ઉદયથી હેય વસ્તુ ઉપાદેય લાગે છે અને ચારિત્ર મોહનીયના ઉદયથી મેળવવાનો ભાવ આવે છે. લોભ મોહનીયના ઉદયથી લેવા પ્રેરાય છે. લીધા પછી છોડવાનું મન ન થાય. અનંતાનુબંધીનો ઉદય એકસરખો આત્મામાં લાવ-લાવનો - મેળવવાનો પરિણામ પ્રવર્તાવે - વ્યવહારમાં કદાચ પ્રવૃત્તિ ન પણ હોય પણ મનમાં પરિણામ તો 24 કલાક ચાલુ રહે. અનંતાનુબંધીના ઉદયવાળાને પશ્ચાતાપનો પરિણામ આવે જ નહીં. જ્યારે અવિરત - સમ્યગ્દષ્ટિ કર્મની પ્રબળતાને કારણે પ્રવૃત્તિ કરશે પણ પશ્ચાતાપને કારણે અનુબંધ નહી પડે અને સંસાર વધારશે નહી અને તેને મેળવવાનો પરિણામ એક સરખો નહી થાય. તેમ જ તેને સંતોષનો પરિણામ પણ થાય છે.