________________ આપણા મનને “મર્કટ (વાંદરા) ની ઉપમા આપી છે. મન ચંચળ છે એમ કહીને આપણે મનને ગુનેગાર બનાવીએ છીએ. પરંતુ વાસ્તવમાં તેવું નથી. માટે જ તો કહેવાય છે કે “મનથી જ સંસાર અને મનથી જ મોક્ષ” એમ કેમ? મનમાં જ્યારે મોહ ભળે છે ત્યારે જ તે વિહવળ અને ચંચળ બને છે. અને તે જ મોહથી મન દૂર થઈ જાય તો તે “ક્ષીરોદધિ જેવું સ્થિર અને નિર્મળ બની જાય છે. ગાથા - 4 જાગતિ જ્ઞાનદષ્ટિક્ષેત, તૃષ્ણાકુણાતિજગુલી ! પૂર્ણાનંદસ્ય તત્ કિ, સ્ટાન્ય વૃશ્ચિક વેદના 4 ગાથાર્થઃ જો તૃષ્ણારૂપ કાળા નાગનું ઝેર ઉતારવામાં ગારૂડી -મંત્ર સમાન તત્ત્વજ્ઞાન દૃષ્ટિ પ્રગટે છે તો પૂર્ણાનંદ ભગવાનને દીનતારૂપ વીંછીની કે તેના ડિંખની વેદના કેમ હોય? તૃષ્ણા રૂપી જે ભોરિંગ સર્પ છે તેને માટે જ્ઞાન દૃષ્ટિ ગારૂડી મંત્ર સમાન છે. મુનિ જ્ઞાનદશાને કારણે 8 પ્રહર જાગતો હોય. સમ્યગ્દષ્ટિ ઊંધમાં પણ નિર્જરા કરે કેમ કે સર્વજ્ઞ કથિત તત્ત્વ-દૃષ્ટિથી ચિત્તવૃત્તિ રંગાયેલી હોય. સિદ્ધો - સર્વચક્ષુવાળા છે, સમગ્ર જીવ અને અજીવ સૃષ્ટિને સ્વ આત્મ પ્રદેશોથી જુએ છે, સાધુ ભગવંત - શાસ્ત્ર ચક્ષુથી જોનાર છે, દેવો અવધિજ્ઞાન રૂપ - ચક્ષુથી જોનારા છે, બાકીના બધા ચર્મચક્ષુથી જોનારા છે. તીર્થંકરનો આત્મા છઘસ્થ અવસ્થામાં ગૃહવાસમાં રહેલો હોય, અને અનુત્તર દેવલોકનો આત્મા - બન્નેમાં વીતરાગભાવ સમાન છે પણ ભોગ ભોગવતાં પરમાત્માનો આત્માનિર્જરા કરે છે જ્યારે દેવનો આત્માનિકાચિત શાતાવેદનીય કર્મના કારણે નિર્જરા કરી શકતો નથી. પોતાનું સ્વરૂપ જેને પ્રગટ થાય છે અને તેનો જે આસ્વાદ કરે છે–માણે જ્ઞાનસાર // 23