________________ અપૂર્ણ હોય ત્યાં માંગહોય, પૂર્ણતામાં ક્યારેય માંગ ઉભી થતી નથી. રાગાદિ ભાવોની જે વાસના છે એ મનને ચંચળ બનાવે છે. “મન માત્ર જ્ઞાનનું સાધન છે” વાસના એને ચંચળ બનાવે છે તેનાથી તે જ્યારે મુક્ત બને ત્યારે તે ચિદાનંદ - સ્વરૂપને પામે. 'ચિદાનંદ કેરી પૂજા જ્યાં, નહિ જડનો યોગ રે' નિર્વિકલ્પપણાની શરુઆત 4 થા ગુણઠાણાથી થાય અને ૧૨મા ગુણઠાણાને અંતે કષાયો જવાથી પૂર્ણતા આવશે. જેમ જેમ મોહનો પરિણામ ઘટતો જાય તેમ તેમ આત્માનિ સંગ દશા તરફ આગળ વધશે, તેથી નિર્વિકલ્પતા આવીને જ રહેશે. પરથી આત્માને વેદના (પીડા) થાય છે, અને “સ્વ” થી આત્માને સંવેદન થાય છે. આત્મા પાંચમા-છઠ્ઠા ગુણઠાણાના પરિણામમાં આવે ત્યારે જ આ અનુભવ થાય છે તે સિવાય નહિ, દ્રવ્યના ત્યાગથી અનુભૂતિ ન થાય પણ દ્રવ્યના ત્યાગની સાથે પર દ્રવ્ય પ્રત્યેના મોહનો ત્યાગ થાય તો જ આત્માની અનુભૂતિ થાય, નહીં તો સર્વસંગના ત્યાગી એવા કોઈ પણ મુનિ કદી દુર્ગતિમાં ન જાય 0 આત્માની ત્રણ અવસ્થા બહિરાત્મા - પર પુગલમય જ બની ગયો છે - સતત પાપનો બંધ કરે છે. અંતરાત્મા - કાયામાં જે સાક્ષી ભાવે રહ્યો છે અને જેને નિર્ણય થઈ ગયો છે કાયામાં રહેવાય નહી અને કાયામાંથી છૂટવા યથાશક્તિ પ્રયત્ન પણ જે શરૂ કરે તે “અંતરાત્મા છે. પરમાત્મા - “અષ્ટ-મહાપ્રાતિહાર્ય રૂ૫ ગુણવૈભવ પ્રગટ કર્યો છે. કાયામાં રહેવા છતાં સાક્ષીભાવે જોઈ રહ્યા છે અર્થાત્ કાયાથી પર થઈને રહેલા છે. કાયા સળગી જાય તો પણ કેવલિને અસર ન થાય અને તે વખતે પણ કાયાને જોયા કરે છે. સમતાના પરિણામમાં કશો જ ભેદ ન પડે. આવો મોહનીય કર્મનો ક્ષય કરેલો છે. તેથી “પર” થી “પર'રહેનારા પરમાત્મા છે. જ્ઞાનસાર || 21