________________ જાતિ સ્મરણજ્ઞાન એ મતિજ્ઞાનનો ભેદ છે. જો સમકિત સાથેનું જાતિ સ્મરણ જ્ઞાન હોય તો જ લાભકારી ગણાય અને મિથ્યાત્વ સાથેનું જાતિ સ્મરણ જ્ઞાન હોય તો વેર - ઝેર વધારે. સ્વાત્માની શુદ્ધ અને અશુદ્ધ અવસ્થા સમજાઈ જાય ત્યારે પોતાના આત્માના શુદ્ધ આંતરરૂપમાં જ ઉપાદેય પરિણામ આવે અને પર'માં હેય પરિણામ આવે તો જ ચોથે ગુણસ્થાનકે છે. ચોથે નથી તો, મિથ્યાત્વ મોહનો ત્યાગ નથી, તો સમતાનો અનુભવ નથી. ફક્ત દ્રવ્યથી હેય- ઉપાદેય માનવાથી કાંઈ ન વળે. મારે “પર” ને છોડી દેવું જોઈએ “પર” એ બધુ હેય જ એ નિર્ણય કાયમ માટેનો જોઈએ અને 48 મિનિટ માટે તો સામાયિકમાં પર’ને છોડવું જ છે. એવો દઢ વિચાર જોઈએ છતાં જો નબળો વિચાર આવે તો તેનો તીવ્ર પશ્ચાતાપ થવો જોઈએ તો જ એક દિવસ હેયને છોડવાની અંતરથી સમર્થતા આવશે. આપણને ક્યારેય વિષ્ટા’ ઉપાદેય લાગે છે?તેની પાસે આપણે બેસીએ? તરત જ “છી' એમ કહીએ છીએ કેમ કે વિષ્ટા હેય જ છે. એવો નિર્ણય થઈ ગયો છે. અગ્નિમાં હાથ નખાય? ના, અગ્નિ બાળનાર જ છે. એ જ રીતે જ્ઞાની ભગવંતોનો નિર્ણય હોય છે કે “પર” વસ્તુ એ એકાંતે હેય જ છે, કેમ કે તે આત્માની પીડા વધારે છે. ચાર ઘાતી ગયા છે, એટલે શું? અહીં શરીરમાં ગરબડ થાય અર્થાત્ મરણાંત કષ્ટ આવે તો પણ આત્મામાં જરા પણ ગરબડ થતી નથી. અરિહંત પરમાત્માને બાહ્ય સમૃદ્ધિ પુણ્યના ઉદયથી મળે છે. કેવલીને અત્યંતર ઐશ્ચર્યઅનંત જ્ઞાનાદિ ગુણોની સંપદા પુરુષાર્થથી મળે છે. જાણપણું - સર્વશપણું તો બન્નેમાં સરખું જ છે. અત્યંતર ઐશ્ચર્ય = કેવલજ્ઞાન રૂપી લક્ષ્મીનું ઐશ્ચર્ય. શાંત એવો સમુદ્ર સોહામણો લાગે છે તે જ રીતે પરમાત્માની મુખમુદ્રા હંમેશા પ્રશાંત મનોહર -રમ્ય હોય છે, તેમાં ફેરફાર થતો નથી કેમ કે રાગદ્વેષ રૂપ મોહનુંનિર્ગમન થઈ ગયું છે. જ્ઞાનસાર || 22