________________
લોકોમાં મોટાભાઈની વેલ્યુ ઉતરવા માંડી. પર્સનાલિટીવાળો માણસ પીવે એટલે આબરૂ ખલાસ થઈ જાય !
મોટાભાઈ સ્ટ્રોંગ મનના, કોઈને ગાંઠે નહીં. છેવટે એમની જાતે જ દારૂ છોડી દીધેલો. એના બે વર્ષ પછી “શરીરમાંથી દારૂના પરમાણુ સાફ કરવા છે મારે એટલા માટે એમણે ઉપવાસ કરેલા એકત્રીસ દિવસ સુધી, પોતાના પાપને ધોવા માટે. પણ ઉપવાસ છોડાવતા ના ફાવ્યા. ભૂલમાં પારણામાં છાશ પીવડાવી, તે વિકાર થઈ ગયો. તબિયત બગડવાથી એમનું મૃત્યુ થયું પછી.
મોટાભાઈ મૃત્યુના છેલ્લા ચોવીસ કલાક વખતે એવું જ બોલતા હતા કે “હું છું પૂર્વભવનો યોગી, કંઈ પાપબળે હું આવ્યો.” અને એ પોતે યોગી જ હતા.
દાદાશ્રી કહેતા કે “અમે બહુ માણસો જોયેલા. દરેકમાં શું વિશેષતા છે, તે હું માર્ક કરતો.” એટલે મોટાભાઈમાં પણ સ્ટડી કરેલ, કે છે તો ખરેખર યોગી પુરુષ જ, અને યોગી એટલે કેવા કે ધારે એવું કરી શકે એવા સ્ટ્રોંગ માઈન્ડના ! નક્કી કરે કે મારે છ મહિના માત્ર દૂધ ઉપર જ રહેવું છે, તો એવું રહી શકે !
[૮] ભાભી [૮.૧] ભાભી સાથે કર્મોનો હિસાબ દાદાશ્રીના ભાભી દિવાળીબા, એમના મોટાભાઈ મણિભાઈના બીજીવારના વાઈફ હતા. આમ દેખાવડા, પ્રભાવશાળી, વટવાળા. વડોદરાની જોગીદાસ વિઠ્ઠલની પોળમાં રહે. તે મોટાભાઈને લીધે એમનોય રોફ આખી પોળમાં. મોટાભાઈ રાજા જેવા, ત્યારે ભાભીને લોક “મહારાણી જેવા” કહેતા. લગ્નના વીસ વર્ષ પછી વિધવા થયેલા.
મોટાભાઈ જમવા બેસે ત્યારે ભાભી મીઠું મીઠું બોલે કે “તમે ના હો તો મારાથી જીવાય નહીં, મારાથી રહી શકાય નહીં.” તે મોટાભાઈ સાચું માની લે અને મનમાં એમ માને કે આવી વાઈફ મળે નહીં ફરી. આમ ધીમે ધીમે ભાભીએ કબજો જમાવી દીધેલો ભાઈ પર. તે અંબાલાલ
37