________________
હોય તો અંબાલાલને નાટક જોવા જવું હોય તો ફાધરને છેતરીને જાય. બાને કહી દે સાચી હકીકત. બધા સૂઈ જાય ત્યારે છૂપાઈને નાટક જોઈ આવે. ફાધરથી છુપાઈને આવા ગુના કરેલા. તે પછી બધાના પ્રતિક્રમણ કર કર કરેલા.
એમની વીસ વર્ષની ઉંમરે ફાધરનો દેહવિલય થયેલો. ત્યારે તે ફાધર પાસે હતા. મોટાભાઈ વડોદરાથી આવીને, મળીને આગલે દહાડે નીકળી ગયેલા. જેના ખભે ચઢવાનું લખ્યું હોય તેના જ ખભે ચઢાય. આમ ફાધરના ઋણાનુબંધ પૂરા કર્યા. ફાધરની આટલી જ સેવા થયેલી અને મધરની સેવા છેલ્લા આઠ વર્ષ જોડે રહીને થયેલી.
[૭] મોટાભાઈ એમના મોટાભાઈ પર્સનાલિટીવાળા હતા. દેખાવડા, રાજવંશી પુરુષ લાગે ! કપડાંના શોખીન, કપડવંજ પાસે બસ્સો વીઘા જમીન, ત્યાં ઘોડી રાખે. ફેંટો પહેરીને ઘોડી ઉપર બેસીને ફરે ! આમ રાજકુંવર જેવા લાગે ! એમની આંખો ભારે પ્રતાપી, પચ્ચીસ-પચાસ માણસ તો એમને દેખીને આઘુંપાછું થઈ જાય. અમુક પ્રકારનું શીલ, આમ યોગીપણું કહેવાય એવા પ્રભાવશાળી હતા.
તેર વર્ષના અંબાલાલ ઘોડી પર બેસવા ગયેલા, તે ઘોડીએ પાડી નાખેલા. તે ભાઈને કહેતા, “ઘોડીએ મને પાડી નાખ્યો.” તો ભાઈ કહે છે, ઘોડી આટલી બધી કિંમતી તે તને પાડી નાખતી હશે ? તને બેસતા નહીં આવડ્યું હોય.” આ વાત ઉપર એમને બહુ વિચાર આવી ગયા. વાતેય સાચી છે, પોતાને બેસતા ના આવડ્યું ! વાંક પોતાનો જ.
પોતે સરળતાથી પોતાની ભૂલ સ્વીકારી લેતા અને એ ઉપદેશ આખી જિંદગી એમની જાગૃતિમાં રહેતો.
મોટાભાઈ આકરા સ્વભાવના હતા. ઘરે એક ફેરો મહેમાન આવેલા ને ભાભીને ચા મૂકવા કહ્યું. સંજોગવશાત્ સ્ટવ સળગ્યો નહીં ને ચા માટે મોડું થયું. મોટાભાઈ અકળાયા. પછી તો ગુસ્સામાં આવીને સળગતો સ્ટવ ફેંકી દીધો ને પ્યાલા-રકાબીય ફેંકી દીધા.
પોળમાં જૈનો-પટેલોના ઘરે લગ્ન પ્રસંગે મોટાભાઈને જમવા
35