________________
બા નાની-નાની બાબતમાંય અંબાલાલભાઈને પૂછે. તે બા મોટી ઉંમરના હતા એંસી વર્ષના, અંબાલાલભાઈ ચુમાલીસ વર્ષના તોયે પૂછતા. કહેતા કે સ્ત્રીએ ફાવે એવું ના કરાય. નાનો છોકરો હોય તોય ઘરધણી કહેવાય, એને પૂછવું પડે.
આફ્રિકા જવાના સંજોગ ઊભા થયેલા પણ બાનો અંબાલાલ પર પ્રેમ તે ના જવા દીધા. અને મધરનેય હતું કે પરદેશ નથી મોકલવો. તે પોતાને ફાવતું આવ્યું કે ત્યાં ગયા હોત તો પૈસા કમાત પણ પાછું લોકોની ગુલામી કરવી પડે. એ ના પોસાય ! અહીં રહ્યા તે છેવટે ભગવાન ખોળી કાઢવાની ઈચ્છા હતી, તે એમનો ધ્યેય અંતે સિદ્ધ થઈ ગયો !
ફ્રેન્ડને ત્યાં જાય વડોદરામાં, તો એ જમવા બેસાડે. બીજા ઓળખાણવાળા મળે તો એમને ત્યાં જમવા ખેંચી જાય, ત્યાંય થોડું જમે. પાછા ઘરે આવીને તો મધર સાથે જમવાનું જ. મધર જોડે ના જમે તો મધરને દુઃખ થાય, એટલે આમ એક જ ટાઈમે ત્રણ-ત્રણ વખત જમેલા. બધાના મનનું સમાધાન કરવા માટે પોતે આવા એડજસ્ટમેન્ટ લીધેલા.
મધરની છોંતેર વર્ષની ઉંમરે એ પછીના છેલ્લા આઠ વર્ષ બાની પાસે જ રહેલા. મધરને એમના પ્રત્યે બહુ જ અટેચમેન્ટ હતું, મારો અંબાલાલ. કર્યા કરે. એમના મધર એમને કહેતા કે મારી જિંદગીમાં તો હું એક તને જ માનું છું કે દર્શન કરવા જેવો હોય તો તું એકલો જ છું. તું જ મારો ભગવાન છું.” બા આવું માનતા હતા પણ આવી બીજા લોકોને શી રીતે સમજણ પડે ?
છેલ્લા દિવસોમાં તેઓ બાને ભક્તિ કરાવે, સહજાત્મ સ્વરૂપનો મંત્ર બોલાવે. ત્યારે એવું બન્યું કે એક વખત રાતે બાર-એક વાગે બા બોલતા હશે ને અંબાલાલભાઈ જાગી ગયા. એમણે સાંભળ્યું કે “હે ભગવાન, મને હવે તું લઈ લે. છૂટાય તો સારું.” તે પોતે સમજી ગયા કે બાએ સહી કરી આપી હવે. શરીરમાં દુ:ખ ઊભા થાય તે સહન થાય નહીં, તેથી આવી સહી કરી નાખી. માટે હવે દસ-પંદર દહાડામાં ઊપડવાના. સહી કર્યા પછી જ મૃત્યુ આવે. એટલે નિયમરાજ છે, યમરાજ નથી આ જગતમાં !
33