________________
તાત્ત્વિક સ્વરૂપ છે. આવી જ્ઞાનચેતના સમ્યગ્દષ્ટિ આત્માઓને જ હોય છે. કર્મચેતના એટલે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ હેતુદ્વારા જીવનું રાગદ્વેષરૂપે પરિણમન અને કર્મફલચેતના એટલે શુભાશુભ કર્મદ્વારા સુખ-દુઃખનો અનુભવ. કર્મચેતના અને કર્મફલચેતના યથાસંભવ એકેન્દ્રિયાદિ સર્વ જીવોને હોય છે.
જ્ઞાનચેતનાનો વિકાસથી સર્વ જીવો સાથે આત્મસમદર્શિત્વભાવ અને પોતાનો આત્મા પરમાત્મા સમાન છે એવો ભાવ પ્રગટ થાય છે. એ ભાવ પ્રગટ થવાથી વિશ્વના જીવો સાથે અને પરમાત્મા સાથે સાચો સંબંધ બંધાય છે. જ્ઞાનચેતનાથી જીવ પોતાનું શું અને પારકું શું ? ઉપાદેય શું અને તેય શું ? એનો વાસ્તવિક નિર્ણય કરી શકે છે.
કુશળ ભગવાન (માળી) જેમ પોતાના બગીચામાં સારા સારા છોડવાઓ બહારથી લાવીને રોપે છે, તેમ જ્ઞાનચેતનાવાળો જીવ જ્યાં જ્યાં ગુણો દેખાય ત્યાં તે તે ગુણોની ઔચિત્યતાપૂર્વક અનુમોદના અને પ્રશંસા કરીને પોતાના આત્મામાં ગુણોના બીજો વાવે છે.
જેમ કુશળ વ્યક્તિ ઘઉં વીણતી વખતે ઘઉંમાં રહેલા કાંકરાને વીણી વીણીને બહાર ફેંકી દે છે, તેમ જ્ઞાનચેતનાવાળો જીવ પોતામાં આવી ગયેલા દોષોને વીણી વીણીને કાઢી નાંખવા સતત પ્રયત્ન કરે છે. અજ્ઞાનચેતનાથી જીવ સ્વાર્થપરાયણ બને છે, પોતાના માની લીધેલા સ્વાર્થ ખાતર જીવો સાથે વૈર-વિરોધ કરે છે અને જડપદાર્થોને સુખનું કારણ માની તેને જ મેળવવા, વધારવા, ભોગવવા અને સાચવવામાં અમૂલ્ય માનવભવ કે જે કર્મોની બાદબાકી કે ભાગાકાર કરવા માટે મળ્યો છે, તેને કર્મના સરવાળા કે ગુણાકાર કરી નિષ્ફળ બનાવી ચાર ગતિઓમાં પરિભ્રમણ કર્યા કરે છે. ૧૫ તીર્થંકરદેવના કલ્યાણક વખતે સાતે નરકે કેટલું અજવાળું હોય?
પહેલી નરકે સૂર્ય સમાન. બીજી નરકે વાદળાથી ઢંકાયેલા સૂર્યસમાન. ત્રીજી નરકે પૂનમના ચન્દ્ર સમાન, ચોથી નરકે વાદળાથી ઢંકાયેલ ચંદ્ર સમાન, પાંચમી નરકે ગ્રહોના પ્રકાશ સમાન, છઠ્ઠી નરકે નક્ષત્રના પ્રકાશ સમાન અને સાતમી નરકે તારાના પ્રકાશ સમાન.
૩૨ • ધર્મ અનુપ્રેક્ષા