________________
સગુણ નામાવલિ . (જુદા જુદા સદગુણોના માત્ર નામો જ આપવામાં આવે છે. તેમાંથી સાધકે પોતાની પ્રકૃતિને માફક આવે તેવા સદ્ગણોને પુનઃ પુનઃ અભ્યાસ દ્વારા પોતાના અંતઃકરણમાં ભાવિત કરવા પ્રયત્ન કરવો. લે.)
સદ્ગુણોનો અભ્યાસ શરૂ કર્યા બાદ તેમાં પ્રગતિ સાધવા માટે ચારે બાજુનો પ્રયત્ન ચાલુ રાખવો જરૂરી છે. કોઈ પણ વિષયમાં ઔચિત્યનો ભંગ ન થાય તેવી રીતે સદ્ગણોના અભ્યાસમાં રચ્યાપચ્યા રહેવું જોઈએ. સાધકે બધી પ્રવૃત્તિને એવી રીતે ગોઠવવી કે તે દ્વારા સાહજિક રીતે સગુણ સાધનામાં પુષ્ટિ મળતી રહે જે સગુણોનો અભ્યાસ શરૂ કર્યો હોય તે સદ્ગણોને પુષ્ટ કરે તેવા સાહિત્યનું વાંચન, મનન અને પરિશીલન વધારવું જોઈએ. શરૂ કરેલ સદ્ગણના સંસ્કારને અંતઃકરણમાં વધારે પુષ્ટ કરવા માટે તે વિષયના વિશેષ જાણકારો પાસેથી યુક્તિ, દલીલો અને દૃષ્ટાંતો તથા તેમના સ્વાનુભવો જાણવા માટે નમ્ર બનીને પ્રયાસ કરવા જોઈએ. અનુભવી પુરુષોના સાન્નિધ્યમાં સહજભાવે એક ક્ષણમાં જે મળે છે તે બીજી રીતે વર્ષો સુધીના સેંકડો પ્રયત્નોથી પણ સુલભ થતું નથી. તેથી સદ્દગુણની પ્રાપ્તિમાં સૌથી શ્રેષ્ઠ અને સરળ ઉપાય સગુણી પુરુષોના સાન્નિધ્યમાં જિજ્ઞાસુભાવે વસવું તે છે. તેમને પરતંત્ર થવું. તેમની હિતશિક્ષા પ્રેમપૂર્વક સ્વીકારવી અને યથાશક્તિ અમલમાં પણ મૂકવી. સદ્ગણોની પ્રાપ્તિ અને તેના સંસ્કારોને હૃદયમાં દઢ કરવા માટે આ બધી અનુકૂળ સામગ્રી ગણાય. સર્વ સામગ્રી સહિત વસ્તુ ફળદાયક બને છે. '' અંતે તો જીવનમાં ઉતારેલા સદ્ગુણો જ મનુષ્યને દિવ્ય બનાવે છે. એમ માની નીચે લખેલા કોઈ પણ સદ્ગુણને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવો. મિષ્ટાન્નના માત્ર નામ ગણી જવાથી તેના સ્વાદનો અનુભવ થતો નથી કે પેટ ભરાતું નથી, પણ તેને પેટમાં ઉતારવાથી તેના સ્વાદની ખબર પડે છે. પેટ ભરાય છે અને તૃપ્તિ અનુભવાય છે. સદ્ગણોના વિષયમાં પણ એમ જ છે. સદ્ગણોને માત્ર ગણી જવાથી સદ્ગુણ આવી જતા નથી પણ તેને પ્રયત્નપૂર્વક હૃદય સુધી ઉતારવા પ્રયત્ન કરવાનો હોય છે. હૃદય સુધી ઉતારવા આપણે યોગ્ય પ્રયત્ન કરવાનો છે અને પછી સગુણ પોતે જ આપણું રક્ષણ કરશે. “ધ રક્ષતિ ક્ષતઃ” એ જ વાત સદ્ગણના વિષયમાં સમાન રીતે લાગુ પડે છે. સદ્ગુણો એ ધર્મના જ અલગ અલગ પ્રકારો છે. હૃદયમંદિરમાં તેને પ્રેમપૂર્વક પધરાવવાથી તે જરૂર રક્ષણ કરે છે. સદ્દગુણો અનંત છે. તે બધા લખી શકાય નહિ છતાં કેટલાક સદ્ગુણોના નામ માત્ર અહીં જણાવવામાં આવે છે. પ્રત્યેક સદ્દગુણોનો જો વિસ્તાર કરવામાં આવે તો તેનું એક મોટું પુસ્તક થાય. તેથી અહીં તો જીવનવિકાસમાં ઉપયોગી સદ્ગુણોના માત્ર નામ જ જણાવવામાં આવ્યા છે.
ધર્મ અનપેક્ષા • ૫૫