________________
વત્થલહાવો ધબ્બો ' વસ્તુસ્વભાવ તે ધર્મ છે. • ઉપરની બધી વ્યાખ્યાઓ દૃષ્ટિ વિશેષની અપેક્ષાએ કરવામાં આવી છે, એ બધાનું તાત્પર્ય શ્રીચિદાનંદજીએ એક જ પદમાં સુંદર રીતે સમજાવ્યું છે–
મૂરખ કુલ આચારકું, માનત ધર્મ સજીવ, વસ્તુસ્વભાવ ધર્મ શુદ્ધ, કહત અનુભવી જીવ.”
સામાન્ય માણસો કુલાચારને જ ધર્મ માને છે, કિંતુ અનુભવી મહાપુરુષો વસ્તુસ્વભાવને ધર્મ કહે છે.
આપણે બધા આત્મ-વસ્તુ છીએ. એ વસ્તુના ધર્મ દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. તેથી દર્શન-જ્ઞાન-ચારિત્ર તે જ ધર્મ છે. વિવેકી પુરુષો દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધનામાં તત્પર રહે છે.
કેવલી ભગવંતો દર્શન-જ્ઞાન-ચારિત્રને ધર્મ કહે છે. દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ધર્મ તે ચરાચર વિશ્વનો આધાર છે. ચર વિશ્વ એટલે સમસ્ત જીવાસ્તિકાય અને અચર વિશ્વ એટલે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાલ. વિશ્વ એટલે જીવાસ્તિકાયાદિ છ દ્રવ્યો, તે દ્રવ્યોના સર્વ ગુણો અને તે દ્રવ્યોના સર્વ પર્યાયો. એથી એ પ્રતિફલિત થાય છે–કે સર્વ દ્રવ્યો, સર્વ ગુણો અને સર્વ પર્યાયોનો આધાર ધર્મ છે અને તે પણ કેવલી ભાષિત ધર્મ. ન ધર્મ પર ગહન વસ્તુ છે. તેના સ્વરૂપને, મારા જેવા તદ્દન અબૂઝ, શબ્દોમાં શી રીતે લાવી શકે ? અહીં તો ધર્મના તે મહાન રૂપને વ્યક્ત કરવાનો અલ્પ પ્રયાસ છે. અહીં એ યાદ રાખવું જોઈએ કે આ કથન અપેક્ષા વિશેષ છે.
હવે “ધર્મબિંદુ' ગ્રંથમાં દર્શાવેલ ધર્મ પદના અર્થને વિચારીએ.
“ધર્મબિંદુમાં આગમોક્ત અનુષ્ઠાનને ધર્મ કહેવામાં આવ્યો છે. તે અનુષ્ઠાન મૈત્ર્યાદિભાવોથી સંયુક્ત હોવું જોઈએ. જૈનેતર ધર્મોમાં પણ જે દયાદિ અનુષ્ઠાન શ્રીજિનવચનથી અવિરુદ્ધ હોય અને મૈચાદિથી સંયુક્ત હોય તે પણ ધર્મ છે. અનુષ્ઠાન એટલે પ્રવૃત્તિ. શાસ્ત્ર જે અર્થોને હેય કહ્યા છે, તેમનું હાન અને શાસ્ત્ર જે અર્થોને ઉપાદેય કહ્યા છે, તેમનું ઉપાદાન તે અહીં પ્રવૃત્તિનું લક્ષણ સમજવું, એ પ્રવૃત્તિ પણ શાસ્ત્રોક્ત રીતિએ હોવી જોઈએ. આવી પ્રવૃત્તિ તે ધર્મ છે.
ધર્મ અનુપ્રેક્ષા • ૩૨૫