________________
ધર્મ એટલે જીવનનો પ્રાણવાયુ
વર્તમાનયુગના અનેક અનિષ્ટોમાંનું એક અને મુખ્ય અનિષ્ટ વિજ્ઞાન છે, એમ માની વિજ્ઞાનની ઉપેક્ષા કરે નહિ ચાલે. વિકૃતજ્ઞાનને સ્થાને વિમલજ્ઞાનની સ્થાપના કરવી પડશે. એકાંગી બુદ્ધિને સમ્યબુદ્ધિ બનાવવી પડશે.
માનવદેહમાં મસ્તિષ્ક અને હૃદય અને અગત્યનાં છે. ભાવના વિનાની બુદ્ધિ અપંગ છે. બુદ્ધિ વિનાની ભાવના અંધ છે.
જીવનમાં ધર્મની અનિવાર્ય અગત્ય છે. ધર્મશ્રદ્ધાવિહોણું જીવન પશુતુલ્ય બની જશે. હૈયામાં સુદેવ, સુગુર, સદ્ધર્મને સ્થાન નહિ હોય તો અનેક પ્રકારનાં દુઃખો સહન કરવાની તાકાત નહિ પ્રગટે. હૃદયમાં સર્વના હિતનો ભાવ નહિ હોય, તો ક્રોધાદિ કષાયો થયા સિવાય નહિ રહે.
| સર્વના હિતનો ભાવ ડોલર અને સ્ટર્લિંગ વડે પ્રગટતો નથી. કૃતજ્ઞતા અને પરોપકારવૃત્તિ ફુટનિક વડે જાગતી નથી.
જો જીવનમાં ધર્મ નહિ આવે તો શરીર સ્વસ્થ નહિ રહે, માનસિક વ્યગ્રતા નહિ ટળે, આધ્યાત્મિક આનંદ નહિ પ્રગટે.
જો જીવનમાં પાણી અને હવાની અગત્યતા છે, તો ધર્મની તેથી પણ વિશેષ અગત્યતા છે. શ્વાસોચ્છવાસ લોહીને શુદ્ધ કરે છે, ધર્મ વિચારો તથા વૃત્તિઓને શુદ્ધ કરે છે.
જીવનમાં ધર્મ ઉતારવા માટે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યચ્યથી હૃદયને ઓતપ્રોત કરવું પડશે. તે માટે “માત્ર હું જ સુખી થાઉં” એવી કનિષ્ટ ઇચ્છાનો ત્યાગ કરવો પડશે. “જગતના સર્વ જીવો સુખી થાઓ” એ ભાવથી હૈયાને ભરવું પડશે.
અને ત્યારે જ સમજાશે કે વિજ્ઞાન એટલે વિમલજ્ઞાનના પાયા ઉપર ધર્મનું ચણતર થયું છે અને ધર્મ એટલે ચિત્તની શુદ્ધિ અને પુષ્ટિ વડે જ વિશિષ્ટજ્ઞાનઅનુભવાત્મકજ્ઞાન પ્રગટે છે.
“સ્વ” અને “સર્વના સંબંધના શ્રેષ્ઠતમ માધ્યમરૂપ શ્રીનવકારને અપાયેલો ભાવ કોઈ પણ સંયોગોમાં નિષ્ફળ થતો નથી.
૩૮૨૦ ધર્મ અનુપ્રેક્ષા