________________
માનવભવનું મહત્ત્વ
જીવનમાં ધર્મ પ્રગટાવવા માટે માનવભવનું મહત્ત્વ સમજાવું જોઈએ.
ધર્મનો પરિપૂર્ણ પ્રયોગ માત્ર માનવભવમાં જ શક્ય છે અને તેથી જ સર્વ ભારતીય ધર્મશાસ્ત્રોએ મનુષ્યભવનો ઘણો મહિમા ગાયો છે.
શાસ્ત્રમાં કહ્યું છે કે—
कम्माणं तु पहाणाए, आणुपुव्वीकयाइउ । जीवा सोहिमणुपत्ता, आययन्ति मणुस्सयं ॥
-
શ્રીઉત્તરાધ્યયન સૂત્ર અનેક યોનિઓમાં ભયંકર દુઃખ ભોગવતાં ભોગવતાં જ્યારે અશુભ કર્મ ક્ષીણ થાય છે અને આત્મા નિર્મળ બને છે, ત્યારે મનુષ્યપણાને પ્રાપ્ત કરે છે.
ફરી ફરીને મનુષ્યપણું પામવું સુલભ નથી. માનવભવ એક વિશિષ્ટ તક છે. આત્માની સર્વ શ્રેષ્ઠ શક્તિઓ પ્રગટાવવા માટે આ તક આપણને મળી છે. પ્રત્યેક મનુષ્ય આ તકનો સંપૂર્ણ સદુપયોગ કરી લેવો જોઈએ.
પશુ અને માનવીમાં જમીન અને આકાશ જેટલું અંતર છે.
માનવીને વિચારશક્તિ મળી છે બીજા કેટલાક પ્રાણીઓને પણ વિચારશક્તિ મળી છે પરંતુ માનવીની વિચારશક્તિ ઉચ્ચ પ્રકારની છે. માત્ર માનવી વિચારને આચારમાં ઉતારી શકે છે.
અન્ય પ્રાણીઓની અપેક્ષાએ ઘણું ઓછું શરીરબળ મનુષ્યને પ્રાપ્ત થયું છે, કારણ કે માનવીનો આધાર શરીરબળ નહિ, વિચારબળ છે. માનવીએ શ૨ી૨શક્તિ નહિ, વિચારશક્તિ કેળવવાની છે. શરીરસુખ નહિ, વિચારસુખ મેળવવાનું છે.
પશુ શરીરસુખ દ્વારા પ્રગટતા ભોગનો આનંદ માણે છે. વિચારસુખ દ્વારા પ્રગટતા જ્ઞાનનો આનંદ માણવાનો અધિકાર માનવીનો છે.
પશુ કરતાં માનવીની વિશિષ્ટતા દાનમાં હોય, શીલમાં હોય કે તપમાં હોય— સાચી વિશિષ્ટતા ‘ભાવ’માં છે. આ ભાવ વિશિષ્ટ વિચારશક્તિ છે. માત્ર કોરી કલ્પના નહિ. સભ્યચારમાંથી પ્રગટેલી સમ્યક્ વિચારશક્તિ.
માનવ જીવનની શ્રેષ્ઠતાનું વૈજ્ઞાનિક સત્ય
ચંડિદાસ કહે, “સુનરે માનુષભાઈ,
સબાર ઉપરે માનુષ સત્ય, તાહાર ઉપરે નાઈ.’
કવિ ચંડિદાસ કહે છે, ‘હે માનવ બંધુ ! સાંભળ. સર્વની ઉપર મનુષ્ય સત્ય છે,
ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૮૩