________________
નથી. માત્ર પોતાનાં જ સુખના અર્થીપણામાં મનુષ્યત્વ નથી.
મનુષ્યત્વ એટલે સર્વના હિતની જવાબદારીનું ભાન.
મનુષ્યત્વ એટલે ધર્મમહાસત્તાના વિશ્વઉત્ક્રાંતિ (Cosmic Evolution)ના મહાકાર્યનું પ્રવેશદ્વાર.
મનુષ્યત્વ એટલે જેમાં સમય સમયની જાગૃતિ છે, એવા સમ્યગ્દર્શન અને સર્વવિરતિની પૂર્વભૂમિકા.
જેનો ન્યાયસંપન્ન વૈભવ છે, તે મનુષ્ય છે. દીન-દુઃખી પ્રત્યે જેના હૈયામાં અનુકંપા છે, તેમનાં દુઃખ દૂર કરવાનો શક્ય એટલો પ્રયત્ન છે, ઉપકારીના નાના સરખા ઉપકારને કદી નહિ ભૂલવારૂપ જેનામાં કૃતજ્ઞતા છે, આપત્તિમાં જેને દીનતા નથી, સુખના સમયમાં જે ગર્વિષ્ઠ નથી તે મનુષ્ય છે.
જો લોભ, ભય, સ્વાર્થ અને કપટ ઓછાં નહિ થાય, તો મનુષ્યત્વ ક્યાંથી પ્રગટશે ?
પશુથી વિશિષ્ટ એવું માનવીમાં કંઈક છે. માનવી કંઈ સુધરેલું પશુ (Advanced Animal) નથી. પશુમાં સ્વાર્થ છે. માનવીમાં પરાર્થ છે. પારકાનું હિત કરવાની શક્તિ મનુષ્યમાં છે.
સર્વ વિરતિનો અધિકાર માત્ર માનવીનો
એમર્સન કહે છે કે ટેલીરેન્ડ સદા મુખ્ય પ્રશ્ન જ પૂછે છે. તે એમ પૂછતો નથી કે અમુક માણસ શ્રીમંત છે ? તેની લાગવગ ક્યાં સુધી છે ? તેની માલમિલ્કત કેટલી છે ? પરંતુ ટેલીરેન્ડ માત્ર એટલો જ પ્રશ્ન પૂછે છે કે શું તે મનુષ્ય છે ? તેનામાં મનુષ્યત્વ છે?
સાદી સમજણ ધરાવનાર પ્રત્યેક વ્યક્તિએ મનુષ્યત્વની અપેક્ષા રાખવી જોઈએ. ચરમવિકાસ મનુષ્ય માટે જ શક્ય છે, અન્ય જીવો માટે નહિ. સંસાર અને મોક્ષ વચ્ચેનો પુલ મનુષ્ય છે.
સ્વાર્થને ઓળંગી પરમાર્થમાં પહોંચાડનારું પરાર્થપણું એટલે મનુષ્યત્વ.
માનવી ધર્મને વિચારમાં પ્રગટાવી શકશે, આચારમાં પાળી શકશે. માનવી સર્વના માત્ર સુખનો નહિ, સર્વના હિતનો વિચાર કરે છે.
માનવીની સાધનામાં મહાન સત્ય માનવી પોતે જ છે—દેવતાઓ નહિ. તેથી
ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૮૫