________________
સામાયિક ધર્મની સાધના
પરિચય
શ્રીભગવતી સૂત્રના પ્રથમ શતકના નવમા ઉદેશમાં શ્રી પાર્શ્વનાથ ભગવંતના ચાતુર્યામ ધર્મને અનુસરનારા શ્રીકાલાસ્યવેષિ અણગારે શ્રમણ ભગવંત શ્રીમહાવીર સ્વામીના પાંચ મહાવ્રતધારી સ્થવિરોને કેટલાક પ્રશ્નો પૂક્યા હતા.
આ પ્રશ્નો પૈકીનો એક પ્રશ્ન એવો હતો કે :“ મો ! સામારૂ ? મળ્યો ! સામાફિયરલ ગદ્દે ?' હે આર્ય ભગવંતો ! આપનું સામાયિક શું? અને “સામાયિકનો અર્થ શો ? તેના પ્રત્યુત્તરમાં તે સ્થવિરોએ જણાવ્યું હતું કે“મા અજ્ઞો ! સામારૂ, માયા ને મળ્યો ! સામાફિયસ મટ્ટે '
હે આર્ય ! આત્મા એ અમારું “સામાયિક છે અને આત્મા એ જ “સામાયિક'નો અર્થ છે.
નિશ્ચય દષ્ટિએ આત્મા એ જ સામાયિક છે, એટલે સામાયિકની ક્રિયા આત્મતત્ત્વને પ્રગટાવનારી છે, આત્મતત્ત્વનો અનુભવ કરાવનારી છે.
વ્યવહાર દષ્ટિએ આત્માની સ્વાભાવિક સ્થિતિ પ્રત્યે લઈ જનારાં તમામ સાધનો, ક્રિયાઓ કે અનુષ્ઠાનો એ સામાયિક છે.
સામાયિકને અર્થથી કહેનારા શ્રીઅરિહંત ભગવંતો છે અને સૂત્રથી ગૂંથનારા ગણધર ભગવંતો છે.
કહ્યું છે કે :
“અરિહંતો અર્થને કહે છે, શાસનના હિત માટે, ગણધરો તેને નિપુણ રીતે સૂત્રમાં ગૂંથે છે અને તેથી સૂત્ર પ્રવર્તે છે.”
સામાયિકથી માંડીને ચૌદમું પૂર્વ બિંદુસાર સુધી શ્રુતજ્ઞાન છે. તે શ્રુતજ્ઞાનનો સાર ચારિત્ર છે અને ચારિત્રનો સાર નિર્વાણ એટલે મોક્ષસુખ છે.
મોક્ષસુખ પ્રાપ્ત કરાવનારા સામાયિક માટે આવશ્યક સૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે'केण कयं सामायिकं ? अर्थं समाश्रित्य जिनवरैः सुत्तं गणहरेहिं !' (પ્રશ્ન) સામાયિક કોણે કર્યું?
૪૧૮ - ધર્મ અનુપેક્ષા