________________
ભાવ ગઈ એટલે ગુરુ પાસે જઈને વિનયપૂર્વક અંજલિ કરી જેમ પોતાની જાત પાસે નિંદા કરે તેમ ગુરુ પાસે અંતરથી નિવેદન કરે.
સામાયિકની પ્રતિજ્ઞા એટલે બે ઘડી માત્ર પણ સમભાવમાં રહેવાની પ્રતિજ્ઞા છે.
ત્રણ યોગ, ત્રણ કરણ વડે સાવદ્ય વ્યાપાર એટલે મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ, તેનો ત્યાગ, પૂર્વે સેવેલા સાવદ્ય વ્યાપારની નિંદા, વર્તમાનનો ત્યાગ, ભવિષ્યમાં નહિ કરવાની ભાવના તેમાં ભરી છે.
પડિક્કમામિ એ વૈરાગ્ય વાચક છે. અહીં વૈરાગ્ય એ વિવેચન તુલ્ય છે. નિંદા એ જ્ઞાનવાચક છે, જ્ઞાન કુપથ્ય ત્યાગના અધ્યવસાયરૂપ છે. ગાહ એ શ્રદ્ધાવાચક છે. શ્રદ્ધા એ પથ્ય સેવનની લાલસારૂપ છે. વ્યુત્સર્ગ એ ચારિત્રવાચક છે ચારિત્ર એ રસાયન સેવન તુલ્ય છે.
પડિક્કમામિ, નિંદામિ, ગરિયામિ, અપ્પાણે વોસિરામિ આ ચારે પદો ભાવશુદ્ધિ માટે, ચિત્ત વિશુદ્ધિ માટે અત્યંત આવશ્યક છે.
અનુપયોગ હોય તે દ્રવ્ય કાયોત્સર્ગ છે અથવા ધર્મના અનુષ્ઠાનમાં પ્રવૃત્ત હોય, કાઉસ્સગ્નમાં રહેલો હોય અને આર્તરૌદ્ર ધ્યાન સહિત હોય તે દ્રવ્ય કાયોત્સર્ગ છે.
ભાવ કાયોત્સર્ગમાં આત્મા, કાયાનું ભાન છોડી દઈને અંતરાત્મભાવમાં પ્રવેશે છે અને ત્યાં રહીને પરમાત્માનું સ્મરણ કરે છે. ત્યારે અંતરાત્મભાવને પણ ભૂલીને પરમાત્મભાવમાં તલ્લીન થાય છે. એ તલ્લીનતાથી આત્મ પ્રદેશોમાં વ્યાપેલા અશુભ કર્મોનો ઘાત થાય છે.
સામાયિકની જનેતા અષ્ટ પ્રવચન માતાઓ છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ અષ્ટ પ્રવચન માતા છે, સમ્યફ પ્રવર્તનમાં સમિતિ છે અને નિગ્રહમાં ગુપ્તિ છે.
સામાયિકનું મૂળ આ અષ્ટ પ્રવચન માતા છે.. સામાયિકમાં મોક્ષસાધક સર્વ યોગ માર્ગનો સંગ્રહ છે..
નવકાર અને કરેમિભંતે ધર્મના આરંભ અને સમાપ્તિ હોવાથી નવકારને શ્રુતનો સાર અને કરેમિભંતેને શ્રુતનો સંક્ષેપ કહ્યો છે.
સંક્ષેપ એટલે ટુંકો અર્થ અને સાર એટલે ફળ.
સામાયિકરૂપ દ્વાદશાંગીના ટુંકા અર્થની સાચી સાધના વડે પરમેષ્ઠિપદની પ્રાપ્તિ થાય છે.
૪૨૪ • ધર્મ અનપેક્ષા