Book Title: Dharm Anupreksha
Author(s): Vajrasenvijay
Publisher: Bhandrankar Prakashan

Previous | Next

Page 440
________________ વ્યાપારના ત્યાગના નિયમરૂપ છે. સર્વવિરતિ સામાયિક જીવન પર્યંત નિરવ વ્યાપારના પાલનની પ્રતિજ્ઞારૂપ છે. • શ્રુતસામાયિક શાસ્ત્રાભ્યાસ વડે થઈ શકે છે. સમ્યત્વ સામાયિક શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય આદિ ગુણોના આસેવન વડે થઈ શકે છે. દેશવિરતિ સામાયિક સ્થૂલ હિંસા, સ્થૂલ અસત્ય વગેરે પાપ વ્યાપારોને તજવા વડે થઈ શકે છે. | સર્વવિરતિ સામાયિક હિંસાદિક પાપ પ્રવૃત્તિઓનો સર્વથા ત્યાગ કરવા વડે થઈ શકે છે. શ્રુતસામાયિક એટલે સર્વ આત્માઓને જિનવચનાનુસારે આત્મસ્વૈન સમાન જાણવા ઇત્યાદિ. સમત્વ સામાયિક એટલે સર્વ આત્માઓને આત્મસ્વૈન સમાન સહવા ઇત્યાદિ.. દેશવિરતિ સામાયિક એટલે સર્વ આત્માઓને નિષ્કારણ અપીડવા ઇત્યાદિ. સર્વવિરતિ સામાયિક એટલે સર્વ આત્માઓને સર્વથા અપીડવા ઇત્યાદિ. તિવિહં તિવિહેણું એટલે ત્રણ યોગ, ત્રણ કરણ વડે મનથી કરું નહિ, કરાવું નહિ અને અનુમોદું નહિ, ત્રણ પ્રકાર–વચનથી કરું નહિ. કરાવું નહિ, અને અનુમોદું નહિ, ત્રણ પ્રકાર કાયાથી કરું નહિ, કરાવું નહિ, અને અનુમોદુ નહિ. મન, વચન, કાયાથી વર્તમાન સમયથી માંડીને મારું આયુષ્ય છે ત્યાં સુધી સાવઘ કરું નહિ, કરાવું નહિ, કરનારને સારો માનું નહિ. હે ભગવંત ! પૂર્વે જે કંઈ પાપ કર્યું હોય, કરાવ્યું હોય અને અનુમોડ્યું હોય તેને સારું માનું નહિ, તે પાપનું હું પ્રતિક્રમણ કરું છું. અપરાધની વિશુદ્ધિ માટે આત્મ સાક્ષીએ નિંદા કરું છું, પર સાક્ષીએ ગહ કરું છું, અને મારા કષાયાત્માને વોસિરાવું છું. . નિંદા એટલે આત્મસંતાપ. નિંદા કરીને પણ તેનું આસેવન કરે તે દ્રવ્ય નિંદા. ભાવનિંદા એટલે આ મેં દુષ્ટ કર્યું, આ મેં દુષ્ટ કરાવ્યું, આ મેં દુષ્ટનું અનુમોદન કર્યું, આ પ્રમાણે પશ્ચાત્તાપ કરતો અંતરમાં ગ્લાનિ અનુભવે. ગઈ એટલે બીજાની પાસે પ્રગટ કરે છે. દ્રવ્ય ગઈ એટલે બીજાની સાક્ષીમાં બાહ્ય આલોચન કરે. ધર્મ અનપેક્ષા • ૪૨૩

Loading...

Page Navigation
1 ... 438 439 440 441 442