________________
સામ, સમ અને સમ્મ એ ત્રણ સામાયિકના પર્યાય શબ્દો છે. परदुःखाकरणपरिणामो भावसामः ।
અન્યને દુઃખ નહિ ઉપજાવવાનો આત્મપરિણામ એટલે
ભાવસમ.
‘“અહવા સામે મિત્તી ।'
સામ,
અહિંસા એટલે
અથવા સામ એટલે મૈત્રી.
આ પ્રકારના ‘સામનો જે લાભ તે સામાયિક.
સામ એટલે મધુર પરિણામ. સર્વ જીવો સાથે મૈત્રીના પરિણામ, શાંતિ, નમ્રતા. સમ એટલે ત્રાજવા જેવા માન પરિણામ, રાગદ્વેષમાં મધ્યસ્થપણું, સર્વ સંયોગો અને વિયોગો પ્રત્યે સરખા પરિણામ.
સમ એટલે સમસ્થિતિ, વિષમતાનો અભાવ, સ્વરૂપલીનતા કે સ્વરૂપમાં મગ્નતા. અનાદિકાળથી આત્માની સ્થિતિ વિષમ છે, તે મટાડીને સમ કરવી.
સમ એટલે સમભાવ, મિત્રતા કે બંધુત્વ, અન્ય સર્વ જીવોને પોતાના આત્માતુલ્ય માની તેમની સાથે સમાન રીતે વર્તવું.
7
સમ એટલે રાગદ્વેષ ‘રહિત અવસ્થા, મધ્યસ્થતા કે વીતરાગતા. આસક્તિના કારણે પદાર્થોમાં કરેલી મનોજ્ઞ અને અમનોજ્ઞ અથવા ઇષ્ટ અને અનિષ્ટ કે પ્રિય અને અપ્રિયની કલ્પના દૂર કરવી.
સમ્મ એટલે ખી૨ખાંડની જેમ પરસ્પર મળી જવાના પરિણામ જ્ઞાન, દર્શન, ચારિત્રની એકતાના પરિણામ, ચારિત્રરૂપી ખીરની સાથે જ્ઞાન દર્શનરૂપી ખાંડનું એકત્ર મળી જવું તે સમ્મ પરિણામ છે.
સામાયિક એ સર્વ પાપ વ્યાપારોના ત્યાગની અને નિષ્પાપ વ્યાપારોના સેવનની પ્રતિજ્ઞારૂપ છે, તેથી તેમાં સર્વ જીવોની મૈત્રી, સર્વ સંયોગોમાં માધ્યસ્થ્ય અને સર્વ સદ્ગુણોના પાલન પ્રત્યેનો ઉત્સાહ તે રૂપ પ્રશસ્ત અધ્યવસાય રહેલા છે.
હે પૂજ્ય ! જ્ઞાન દર્શન ચારિત્રના લાભને હું સ્વીકાર કરું છું. મોક્ષના સાધનરૂપ જ્ઞાનાદિ પ્રવૃત્તિઓનો હું સ્વીકાર કરું છું.
સાવદ્ય એટલે અવઘથી, પાપથી સહિત.
મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ આ ત્રણ અવઘ છે.
યોગ એટલે પ્રવૃત્તિ, વ્યાપાર.
સાવદ્ય યોગના, પાપવાળી અશુભ પ્રવૃત્તિના હું પચ્ચક્ખાણ કરું છું.
ધર્મ અનુપ્રેક્ષા ૦ ૪૨૧