Book Title: Dharm Anupreksha
Author(s): Vajrasenvijay
Publisher: Bhandrankar Prakashan

Previous | Next

Page 437
________________ સામાયિક સૂત્ર નીચે પ્રમાણે છે करेमिभंते । सामाइयं, सावज्जं जोगं पच्चक्खामि । जाव नियमं पज्जुवासामि, दुविहं तिविहेणं, मणेणं वायाए काएणं, न करेमि न कारवेमि । तस्स भंते । पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि ॥ હે ભગવંત ! હું સામાયિક, સાવઘયોગનું પ્રત્યાખ્યાન કરું છું. જ્યાં સુધી હું નિયમને સેવું, ત્યાં સુધી મન, વચન, કાયા વડે અશુભ પ્રવૃત્તિ કરીશ નહિ કે કરાવીશ નહિ, હું સાવદ્યયોગનો ત્યાગ કરું છું. અત્યાર સુધી જે કંઈ સાવદ્યયોગો થયા હોય તેનું હું પ્રતિક્રમણ કરું છું, આત્મા સમક્ષ તેની નિંદા કરું છું, ગુરુ સમક્ષ તેની ગહ કરું છું અને સાવદ્ય પ્રવૃત્તિ કરનાર મારા (તે કષાયાત્મા) આત્માનો હું ત્યાગ કરું છું. પંચનમસ્કાર કરીને સામાયિક કરવાનું છે. નવકારના ફળ બે પ્રકારના છે. આલોકના ફળ અને પરલોકના ફળ. જેમાં પરલોકના ફલ સિદ્ધિગમન કે દેવલોક છે. અથવા ઉત્તમકુળમાં જન્મ અને બોધીલાભની પ્રાપ્તિ છે. નવકાર એ સામાયિકનું અંગ છે. સામાયિક સૂત્ર એ સામાયિકની પ્રતિજ્ઞારૂપ સૂત્ર છે. સૂત્રનું પ્રથમ પદ “ ' એટલે કરવાને ઇચ્છું છું, સ્વીકાર કરું છું. કોઈ પણ કાર્ય કરવા માટે પોતાના હૃદયમાં જાગેલી ઇચ્છા શિષ્ય ગુરુ પાસે નિવેદન કરવી જોઈએ. ત્યાર પછી તેમની આજ્ઞા પ્રાપ્ત થયા પછી જ તે અંગે પ્રવૃત્તિ થઈ શકે. પ્રથમપદના આ અર્થમાં વિનયગુણનો યોગ્ય ઉપચાર છે. “ભંતેના ત્રણ અર્થ છે. ભદંત એટલે કલ્યાણ કરનાર. ભયાત એટલે ભયનો અંત કરનાર. ભવાન્ત એટલે ભવનો અંત કરનાર. આ શબ્દ પૂજયભાવનો બોધક છે. સામા”િ એટલે સામાયિકને. જ્ઞાનદર્શન ચારિત્રરૂપી જે ભાવ “સમ' તેનો “આય એટલે લાભ, તે સામાયિક. ૪૨૦ • ધર્મ અનુપ્રેક્ષા

Loading...

Page Navigation
1 ... 435 436 437 438 439 440 441 442