________________
જ્ઞપરિક્ષાથી જાણવું અને પ્રત્યાખ્યાન પરિક્ષાથી પરિહરવું, છોડવું.
સંસારના કારણભૂત સર્વ મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિના વ્યાપારને જાણીને તેનાથી હું વિરમું છું, તે છોડી દઉં છું. તેનો ત્યાગ કરું છું, નિષેધ કરું છું.
સામાયિક એ સમભાવને સાધવાની ક્રિયા છે. તેનો સંબંધ મુખ્યત્વે ચિત્તની શુદ્ધિ સાથે છે.
ચિત્તની શુદ્ધિ આર્દ્રધ્યાન અને રૌદ્રધ્યાન છોડવાથી તથા ધર્મધ્યાન અને શુક્લધ્યાન ધારણ કરવાથી થાય છે. તેવું ધ્યાન એક જ વિષય પર એક અંતર્મુહૂર્ત કે બે ઘડીથી વધારે વાર ટકી શકતું નથી, તેથી સામાયિક વ્રતનો કાલ એક મુહૂર્ત કે બે ઘડીનો ઠરેલો છે.
શ્રીપાર્શ્વદેવે શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે—
‘व्रतावस्थानकालश्च जघन्येनापि किल मुहूर्तः ।'
વ્રતોનો અવસ્થાન-કાલ ઓછામાં ઓછો મુહૂર્ત જેટલો હોય છે, એક મુહૂર્તની ૪૮ મિનિટ થાય છે.
જ્યારે મુમુક્ષુ સંવેગ પામીને, સંસારના સ્વરૂપથી તથા કામભોગો પ્રત્યે નિર્વેદ અનુભવીને સાધુ જીવનની પવિત્ર દિક્ષા ગ્રહણ કરે છે ત્યારે જે પાઠ બોલે છે ત્યાં નાવગ્નીવાર્ બોલે છે, એટલે તેનું સામાયિક જીવનભરનું બની જાય છે.
વળી તે સામાયિક ત્રિવિધ-ત્રિવિધ ઉચ્ચારવામાં આવે છે, એટલે કે તેમાં સાવઘયોગનું પ્રત્યાખ્યાન મન, વચન અને કાયાથી કરવું નહિ, કરાવવું નહિ અને અનુમોદવું નહિ, એ રીતે નવ કોટિથી થાય છે, તેથી તેને સર્વવિરતિ સામાયિક કહેવાય છે. જ્યારે શ્રાવક-શ્રાવિકાઓ જે સામાયિક કરે છે, તે દેશવિરતિ સામાયિક કહેવાય છે. શાસ્ત્રમાં સામાયિક ચાર પ્રકારના કહ્યા છે.
શ્રુતસામાયિક એટલે જિનોક્ત તત્ત્વોનું સંક્ષેપથી કે વિસ્તારથી જ્ઞાન અને તેથી ઉપજતો અવિપરીત બોધ.
સમ્યક્ત્વ સામાયિક એટલે મિથ્યાત્વમલનો અપગમ અને તેથી ઉપજતી જિનવચનમાં શ્રદ્ધા.
દેવરિત સામાયિક એટલે પાપની આંશિક નિવૃત્તિરૂપ પ્રયત્ન.
સર્વવિરતિ સામાયિક એટલે પાપથી સર્વંશ નિવૃત્તિરૂપ પ્રયત્ન.
શ્રુતસામાયિક અમુક સમય સુધી શાસ્રપાઠ ભણવાના નિયમરૂપ છે, સમ્યક્ત્વ સામાયિક શ્રદ્ધાગુણની શુદ્ધિરૂપ છે, દેશવિરતિ સામાયિક બે ઘડી પ્રમાણ સાવઘ
૪૨૨ • ધર્મ અનુપ્રેક્ષા