Book Title: Dharm Anupreksha
Author(s): Vajrasenvijay
Publisher: Bhandrankar Prakashan
Catalog link: https://jainqq.org/explore/005782/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શિવમસ્તુ સર્વ જગતઃ ધર્મ-આપણા ધર્મચક્રમાસિકમાં ચિંતકોના આવેલા નમસ્કાર-મૈત્રાદિભાવો-કાઉસ્સગ-ધ્યાન અંગેના લેખોનો સંગ્રહ : પ્રેરણા પુંજ : પરમ પૂજ્ય અધ્યાત્મયોગ સંપન્ન પન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય : સંપાદન-સંકલન : પરમપૂજ્ય પંન્યાસ શ્રી વજસેનવિજયજી ગણિવર્ય Page #2 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અપેક્ષા ધર્મચક્ર માસિકમાં ચિંતકોનાં આવેલા નમસ્કારમૈચાદિભાવો-કાઉસ્સગ્ન-ધ્યાન અંગેના લેખોનો સંગ્રહ • પ્રેરણાના પુંજ • પરમપૂજ્ય, અધ્યાત્મયોગ સંપન્ન પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય • સંપાદક : પરમપૂજ્ય, પંન્યાસ શ્રીવજસેનવિજયજી ગણિવર્ય ૦ પ્રકાશક ૦ ભદ્રંકર પ્રકાશન C/o. ફકીરચંદ મણીલાલ શાહ ૪૯/૧, મહાલક્ષ્મી સોસાયટી, શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪. ફોન : (૦૭૯) ૨૨૮૬૦૭૮૫ Page #3 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકનું નામ છે ધર્મ અનુપ્રેક્ષા આવૃત્તિ પ્રથમ - સં. ૨૦૬૮ નકલ ૧OOO • પ્રેરક પરમપૂજ્ય, સકલાગમરહસ્યવેદી, આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમપૂજ્ય, સિદ્ધાંતમહોદધિ, આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમપૂજ્ય, કલિકાલકલ્પતરુ, આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમપૂજ્ય, અધ્યાત્મયોગમાર્ગસાધક, પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય કિંમત રૂા.૨૫૦-૦૦ • પ્રાપ્તિસ્થાન (૧) સરસ્વતી પુસ્તક ભંડાર ૧૧૨, હાથીખાના રતનપોળ, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન : (૦૭૯) ૨૫૩૫૬૬૯૨ (૨) શ્રી પાર્શ્વનાથ જૈન પુસ્તક ભંડાર આનંદભુવન સામે, તળેટી રોડ, પાલીતાણા - ૩૬૪૨૭૦ ફોન : (૦૨૮૪૮) રપ૩૩૨૩ • મુદ્રક , વર્ધમાન પુસ્તક પ્રકાશન શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪. મો. ૯૨૨૭૫૨૭૨૪૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય પરમપૂજ્ય, નમસ્કાર મહામંત્રના સાધક, મૈત્રાદિભાવોથી ભાવિત આત્મા પરમાત્મભાવ સંપન્ન, પંન્યાસપ્રવર શ્રીભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીના રગેરગમાં, રૂંવાડે રૂંવાડે, પરમાત્મા પ્રત્યેની અવિહડભક્તિનાં કારણે-પરમાત્માને ભાવથી નમસ્કાર કરાવતો મંત્રસૂત્ર નવકારમંત્ર-તેમજ શુભભાવનાઓ વર્તમાનના જૈન સમાજને અધ્યાત્મભાવમાં પ્રવેશ કરાવી શકે તે માટે તે-તે વિષયોના ચિંતક-લેખક-અનુભવી મહાત્માઓપુણ્યાત્માઓના ચિંતનો-લેખો-અનુભવો લઈને દરમહિને ભાવિકોને ચિંતન-અમૃતનું આચમન થતું રહે તે માટે વિચારતા હતા. તે માટે કેટલાક અધ્યાત્મજીજ્ઞાષ પુણ્યાત્માઓની માંગ થઈ કે, ભગવન્! આવું કિંઈક થાય તો સારું અને એક શ્રાવકરત્ન સુશ્રાવક મફતલાલ સંઘવીએ શ્રીધર્મચક્ર નામે માસિક ચાલું કર્યું. તેનાં તે તે અંકોમાં આવેલા પૂજ્યોના ચિંતનો ખૂબ જ ઉપકારક બન્યા. અંકોમાં રહેલા ચિંતનો એક વોલ્યુમમાં જો વાંચવા મળે તો ખૂબ જ આનંદ થાય તેવી વિચારણાથી મદ્રાસ રહેતા સૌરીલાલજી જૈન વ્યાવરવાળાના કલ્યાણ મિત્ર સુશ્રાવક શાંતિભાઈ ઘાણેરાવવાળાએ પૂજ્ય પંન્યાસ શ્રીવજસેનવિજયજી મહારાજ પાસે રાજસ્થાન-પીંડવાડા મુકામે સ્વાધ્યાય માટે ગયા અને ત્યાં તેમણે વિનંતિ કરી. પૂજ્યશ્રીની નાદુરસ્ત તબીયત હોવા છતાં પણ પૂજ્યશ્રીએ પોતાના લઘુગુરુબંધુ આચાર્ય શ્રી મનમોહનસૂરિજી તથા આચાર્ય શ્રીહેમપ્રભસૂરિજીને ભલામણ કરી અને બન્ને પૂજ્યોએ લેખોને સેટ કરી આપ્યા. જે આજે આપણે એક ગ્રંથરૂપે પામી શક્યા છીએ, બસ, આ ચિંતનોના વાંચન દ્વારા આત્મા-કલ્યાણ સાધીએ...એજ. આ લેખોના બે વિભાગ કર્યા :પ્રથમ ધર્મ અનુપ્રેક્ષામાં પૂજ્ય-ગુરુભગવંતોના વિશેષ લેખો છે. દ્વિતીય ધર્મચિંતનમાં પૂજ્ય પંન્યાસજી શ્રીભદ્રંકરવિજયજી મહારાજના બાકીના લેખો તેમજ સાધક પુણ્યાત્માઓના લેખો છે, તેમજ પરિશિષ્ટમાં ઉપયોગી સામગ્રી છે. ભદ્રંકર પ્રકાશન Page #5 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય ધર્મકલ્પદ્રુમસ્યતા, મુલે મૈત્યાદિ ભાવના, યૅર્ન જ્ઞાતા ન ચાલ્પસ્તાસ તેષામતિ દુર્લભઃ ધર્મકલ્પવૃક્ષનું મૂળ મૈત્યાદિ ભાવનાઓ છે, એ જેણે નથી જાણ્યું અને જેણે અભ્યાસ નથી કર્યો તેના માટે ધર્મ આવવો કઠીન છે. આ શાસ્ત્રીય પંક્તિને નજરમાં રાખીને જૈનજગત મૈત્રી-પ્રમોદ-કરુણા અને માધ્યસ્થ ભાવનાના ભાવોથી ભાવિત બને, તે માટે નમસ્કાર મહામંત્ર તેનું મુખ્ય સાધન છે. તે ચિંતવીને અમારા પરમ ઉપકારી, પરમ ગુરુદેવ, પંન્યાસ પ્રવર શ્રીભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીએ નમસ્કાર મહામંત્રની ઉપાસના કરી, આરાધના-સાધના કરી અને તેના ફળસ્વરૂપે મૈત્યાદિ ભાવોથી ભાવિત બન્યા. મહાપુરુષની મહાનતા કે મને જે પદાર્થ મળ્યો તે હું યોગ્ય આત્માઓને આપું. તે માટે કોઈ આલંબન જોઈએ અને આરાધનાસાધનાને પામેલા ભાવવાળા ઉત્તમ શ્રાવકોની વિનંતીને લક્ષ્યમાં રાખીને અંતરના આશીષ આપ્યા કે, નમસ્કાર મહામંત્રની અનુપ્રેક્ષા તેમજ મૈત્રાદિ ભાવનાનું વિવેચન લેખનમાં કર્યું અને સાથો-સાથ કેટલાક પૂજ્ય-શ્રાવકોને શ્રાવકો દ્વારા વિનંતી કરાઈ અને તે પૂજ્યોસાધકોમાંથી કેટલાક જ્ઞાનના ક્ષયોપશમથી ચિંતનો-લેખો લખીને મોકલ્યા અને તે બધા ધર્મચક્રઅંકમાં પ્રકાશિત કરાયા. ૨૨ અંકો થયા ત્યારબાદ કેટલાક કારણોસર એ સામાયિક બંધ થયું. વચ્ચે ૫૦-૫૦ વર્ષથી વધુ વર્ષોનો કાળ-સમય પસાર થઈ ગયો. પણ જુના અંકોની ફાઈલ-અમારા ગુરુદેવ, હાલારના હીરલા, આચાર્યદેવ શ્રીમદ્વિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજાએ સંગ્રહી રાખેલી. આરાધના-સાધનાના ચાહક તથા પૂજ્યપા, અધ્યાત્મયોગ સંપન્ન પંન્યાસપ્રવર શ્રીભદ્રંકરવિજયજી મહારાજા પ્રત્યે અત્યંત ભક્તિવંત મદ્રાસ-ચેન્નાઈ રહેતા રાજસ્થાનનાં ઘાણેરાવ ગામનાં અત્યંત ભાવુક આરાધક-સાધક-ચિંતક સુશ્રાવક શાંતિભાઈ જૈનની ભાવના રહેતી. જે અમને બે-ત્રણ વખત ભાવનાની ટકોર કરી કે, “સાહેબ! ધર્મચક્રના લેખો ફરીથી છપાવવા છે. અમે થોડો ટાઈમ તો ધ્યાન ન આપ્યું પણ પીંડવાડા સ્વાધ્યાય માટે આવ્યા અને ત્યારે ભક્તિપૂર્વક આગ્રહ રાખ્યો કે, “સાહેબજી...! હવે..આપ કૃપા કરીને આ લેખોનો સંગ્રહ પ્રકાશિત કરીને આવું ચિંતનાત્મક સાહિત્ય જૈન જગતને ભેટ ધરો.” Page #6 -------------------------------------------------------------------------- ________________ એમની અત્યંત નિર્મળ ભાવનાના કારણે સાહિત્ય-ફાઈલો મંગાવી કાગળ જીર્ણ હોવાથી ઝેરોક્ષ કરાવી અને મારા લઘુગુરુબંધુ આચાર્ય શ્રીહેમપ્રભસૂરિજીએ ઘણી બધી જવાબદારીની વચ્ચે આ જવાબદારી લીધી અને કાર્ય આરંભાયું. બધા લેખકોના-તે-તે પૂજ્યોના લેખો એકત્રિત કરીને એકદમ સુંદર સંકલના કરી અને તેમાં મુખ્ય વાંચન સરલ સ્વભાવિ, આચાર્ય વિજય મનમોહનસૂરિજીએ કરી આપ્યું અને બે ભાગ થાય તેટલું મેટર તૈયાર થયું અને તે આજે આપના હાથમાં બે ભાગમાં વિશિષ્ટ દળદાર ગ્રંથ તરીકે પ્રકાશિત થયું છે. મારી તો નાદુરસ્ત તબીયતના કારણે મેં તો ફક્ત સલાહ-સૂચન આપી છે. બાકી ધર્મચક્રના માધ્યમે સુશ્રાવક મફતભાઈ ડીસાવાળાના તંત્રી સ્થાનેથી પ્રગટ થયેલા પૂજ્યો અને સાધકો દ્વારા કરાયેલા ચિંતનો અને લેખો છે. પૂજ્યોની શુભ-ઉત્તમ ભાવનાઓ ભરપૂર આ લેખોનું વાંચન-ચિંતન-મનન કરીને આપણા જીવનમાં નમસ્કાર પ્રત્યે નિષ્ઠા મૈત્રાદિ ભાવોથી ભાવિત કરવા દ્વારા પરમપદ તરફ પ્રયાણ કરતા વહેલી તકે પરમપદને પામવા સદ્ભાગી બનીએ. પંન્યાસ વજસેન વિજય Page #7 -------------------------------------------------------------------------- ________________ ધન્યભક્તિ ધન્યદાતા પરમ પૂજ્ય અધ્યાત્મયોગ સંપન્ન પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીના ધર્મચક્ર માસિકમાં આવેલા નમસ્કાર-મૈત્ર્યાદિભાવો કાઉસ્સગ્ગ-ધ્યાન અંગેના લેખોના સંગ્રહરૂપ ધર્મ-અનુપ્રેક્ષા’ ગ્રંથના પ્રકાશનનો સંપૂર્ણ લાભ - લેનાર Shri Shantilal D. Jain Gee Gee Complex, 3rd Floor, 42, Mount Road, Chennai-600002 Mobile-9382285666 Page #8 -------------------------------------------------------------------------- ________________ પરાવાણીના સમવતાર પંન્યાસજી મહારાજ ભક્તિયોગ સાધક પૂજ્યપાદ આચાર્યદેવ યશોવિજયસૂરીશ્વરજી મહારાજા મહામહિમાવંતા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના સ્તવનમાં મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજે ગાયું છે કે, તુમ બિન કોઈ ચિત્ત ન સુહા” પરમાત્માની સાથે એવા પ્રકારનું અનુસંધાન થઈ ગયું છે કે હવે એમના વિના બીજું કાંઈ જ ગમતું નથી. ભક્ત પુરુષની આવી શ્રેષ્ઠ વાણીના સમવતાર પૂજ્યપાદ અધ્યાત્મપૂર્તિ પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મહારાજાના પુસ્તકોમાં જ્યાં ત્યાં સર્વ જગ્યાએ દેખવા મળે મહાભક્તો દ્વારા પ્રવાહિત પરમાત્મભક્તિની ધારાને ગ્રહણ કરીને સ્વયં આત્મસાત કરી એક નવીન ધારાને પ્રવાહિત કરવી એ જ તો યોગીઓનું કામ છે ને ! પૂજય પંન્યાસજી મહારાજ એ યુગમાં શ્રેષ્ઠતમ ભક્તિયોગીઓમાંના એક હતા. પૂજય મોહનવિજયજી કહેતા હતા કે, “પ્રભુ પાખે ક્ષણ એક મને ન સુહાય જો.” પરમાત્માએ પોતાની ઉપર કરેલા અનંત-અનંત ઉપકારોનું ભાન થયા બાદ પ્રભુ વિના એક ક્ષણ પણ કેવી રીતે રહી શકાય? ભક્તને માટે બીજું કાંઈ પણ પ્રતિકૂળ સહન કરી શકાય છે પણ ભગવાન વિના રહેવું પડે એ સ્થિતિ અસહ્ય છે. “તુજ વિરહો કિમ વેઠિયે - પૂજય પંન્યાસજી મહારાજે ““તત્ત્વદોહન”માં કહ્યું છે કે, ““સાક્ષાત્ અરિહંત પરમાત્માના વિરહમાં પણ શ્રી અરિહંત પરમાત્માના ગુણોમાં ઉપયોગવાળા સાધકના દેહમાં ઉપયોગરૂપ ભાવ અરિહંત રહે છે. આથી શ્રી અરિહંત પરમાત્માનો વિરહ સાધકને થતો નથી. (પાના નં. ૧૪૫). મન મંદિર આવો રે” આ પ્રાર્થનાને સાકાર કરવા માટે એમણે કેટલો સુંદર માર્ગ બતાવ્યો છે. મનમંદિરમાં પ્રભુને પ્રતિષ્ઠિત કરવા જોઈએ કારણકે, જ્યાં સુધી હૃદય મંદિરમાં પરમાત્માનો વાસ થતો નથી ત્યાં સુધી સર્વ શૂન્ય છે. આનંદઘનજી મહારાજાની આ વાણી છે કે, “આનંદઘનજી કહે. જસ નો બાતો, એહી મિલે તો મેરો ફેરો ટલે રે” બસ, પ્રભુ મળી જાય તો જનમ-જનમના બંધન તૂટી જાય. Page #9 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય પંન્યાસજી મહારાજે પરમાત્મ-મિલનના પરમાત્મત્વની પ્રાપ્તિમાં પરિણત, થાય છે, અને “પ્રભુ ! મારે તારા જેવું થાવું છે.” નો સંકલ્પ સાકાર બને છે. પૂજ્ય પંન્યાસજી મારાજાના આ શબ્દો છે કે, ‘સાધક જ્યારે ભાવ અરિહંતના ધ્યાનમાં પોતાની મનોવૃત્તિ તદાકાર બનાવે છે. ત્યારે તે પરમાત્મ-સ્વરૂપમાં પરિણત થાય છે. ભાવથી ભાવની ઉત્પત્તિ થાય છે. જેમ પ્રકાશિત દીપકના પ્રકાશની સાથે એકમેક થવાથી અન્ય દીપક પણ પ્રકાશિત થઈને અન્ય દીપકને પણ પોતાની સમાન બનાવવાનું સામર્થ્ય રાખે છે. તેમ જ કેવલજ્ઞાન રૂપ જ્યોતિથી પ્રકાશમાન પરમાત્માની સાથે તન્મય . બની અંતરાત્મા પણ પરમાત્મ-જ્યોતિ પ્રાપ્ત કરે છે. (તત્ત્વદોહન પૃષ્ઠ-૧૪૩) ૫રમાત્મ-જ્યાતિનો સુરજ પ્રગટ થવાની પહેલા જે અરુણોદય પ્રગટ થાય છે તે પણ અંદરની દુનિયામાં કઈ ગણો પ્રકાશ પેદા કરે છે. “બિસર ગઇ દુવિધા તન મન કી, અચિરાસુત ગુણ ગાન મેં.” એક બાજુ પ્રભુના ગુણગાન અને બીજી બાજુ દુવિધાટેન્શનનો લોપ, ટેન્શન ગ્રહને શાંત કરવાનો આ કેવો સરસમંત્ર છે ને ! ‘‘બિસર ગઈ દુવિધા’”નો પ્રતિઘોષ દેવાવાળી ભદ્રંકરવાણી ‘શ્રી અરિહંતપરમાત્માના બિંબ ને ચૈત્ય એટલે કહેવાય છે કે પરમાત્માની મૂર્તિને કરેલ વંદનાદિ પ્રશસ્ત સમાધિબાળું ચિત્ત કરે છે. “ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કહ્યું રે” પરમાત્માની પૂજા ચિત્તની પ્રસન્નતામાં વૃદ્ધિ કરે છે. આરાધક ભાવ અર્થાત્ આત્મ રતિ, આત્મ તુષ્ટિ ! સાચી પ્રસન્નતા અંદરથી જ પેદા થાય છે. બહારથી થતી પ્રસન્નતા ખરી પ્રસન્નતા નથી. તે આનંદ નહિ પણ આનંદભાસ છે. પરમાત્માની ભક્તિ કરવાથી ચિત્ત હલક બને છે. એનું કારણ છે કે પાપથી ભારે બનેલ વ્યક્તિમાં પાપનાશ દ્વારા થયેલું હલકાપણું. પરમાત્માની પાસે શું માંગવું જોઈએ ? પૂજય પંન્યાસજી મહારાજ કહેતા કે, ‘‘છોડવા યોગ્ય પાપથી, હે પ્રભુ ! તમે મને મુક્ત કરો.'. આ માંગણી પ્રભુ પાસે કરવી. દુન્યવી પદાર્થોની માંગણી કરવા માટે પ્રભુ નથી પ્રભુ તો અચિંત્યશક્તિના સાગર છે. આથી એમની પાસે દુન્યવી પદાર્થોની તુચ્છ માંગણી કરવી તે તો ચક્રવર્તી પાસે કાણા પૈસાની માગણી કરતા પણ વધુ બદતર કૃત્ય છે. (તત્ત્વ દોહન-પૃષ્ઠ-૨૮૫). ચક્રવર્તી રાજા એક બ્રાહ્મણ ઉપર પ્રસન્ન થયા અને કહ્યું. માંગ ! માંગ જે માંગીશ તે આપીશ. બ્રાહ્મણે માંગ્યું. તમારા રાજ્યમાં મને વારાફરતી દરેક ઘરમાં ભોજન મળે અને ઉપર થોડી દક્ષિણા, એક સોનામહોર મળે તો ઘણો ઉપકાર ! ચક્રવર્તી જેવો ચક્રવર્તી પ્રસન્ન થયા, તો પણ માંગતા ન આવડ્યું. પ્રભુ પાસે શું માંગવું જોઈએ. ? એ વાત Page #10 -------------------------------------------------------------------------- ________________ ‘પ્રાર્થના સૂત્ર” જયવીયરાયમાં બતાવ્યું છે. ' ભવ નિવેઓ મગ્ગાણુસારિઆ” પૂજય પંન્યાસજી મહારાજ કહે છે કે ભવનિર્વેદથી ગુરુસેવા સુધીના પદાર્થ પાપવર્જનના શ્રેષ્ઠ ઉપાયભૂત હોવાથી માંગવામાં આવ્યા છે. આમ પાપવર્જનના ઉપાયભૂત જેટલા પદાર્થો છે તે સર્વની માંગણી પ્રભુની પાસે વિહિત છે. પાપવર્જનને ઈશ્વર-પ્રાર્થનાનો વિષય બનાવો. પણ દુઃખ વર્જનને નહીં. આ સંબંધમાં પૂજ્યશ્રીએ એક અકાઢ્ય તર્ક આપ્યો છે. “ઈશ્વર પ્રાર્થનાનો વિષય મે પાપવર્જન ન રહે તો ઈશ્વરનું મહત્ત્વ નહી રહે. કારણકે, દુઃખોથી છૂટકારો તો શેઠ. સાહુકાર આદિની સહાયતા પણ થઈ શકે છે. પાપવર્જનની માંગણી એ તો મોક્ષની માંગણીનું જ એક બીજ છે. કેમકે, અકર્મ એટલે કે નિષ્પાપ બન્યા સિવાય મુક્તિ કેવી રીતે થાય ? | મુક્તિ ભક્તિથી જ મળે છે. “અમે ભક્ત મુક્તિને ખેંચશું.” ભક્તની શું વાત કરવી? ભક્તની દુનિયા ન્યારી છે. પૂજય માનવિજયજી મહારાજની વાણી છે કે, “નિરાગી પ્રભુ પણ ખેંચીયા, ભગતે કરી મેં સાત રાજ.” અને એના પછી ખૂબ જ મજાની વાત કરી છે કે, મનમાં હિ આણી વસીયા, હવે કિમ નિસરવા દઈએ?” ભક્ત પ્રભુને પોતાના હૃદયમાં સ્થાપિત કરી લીધા છે. ધન્યવાણી ! પ્રભુનું આ આગમન હવે હંમેશ માટે થઈ જાય. “જો ભેદરહિત મુજ શું મિલે તો પલક માંહે છૂટાય.” મોક્ષ દીધા વિના હવે કેમ ચાલશે? ભગવાન હવે આધીન થયા છે. કબજે આવ્યા સ્વામી હવે કિમ છૂટશો, દીધા વિણ કવણ કૃપાલ !” પૂજ્ય માનવિજયજી મહારાજની આ અમૃતવાણીનો પ્રતિઘોષ સંભળાવનારી પૂજય પંન્યાસજી મહારાજની વાણી, “સર્વ તેજોમાં પ્રધાન જયોતિરૂપ શ્રી અરિહંત પરમાત્માનું શિવસુખની પ્રાપ્તિ માટે ધ્યાન કરવું જોઈએ. એ વીતરાગ હોવા છતાં પણ ધ્યાતા મુમુક્ષુઓને સ્વર્ગ અને અપવર્ગ રૂપ ઉત્તમ ફળ આપે છે. (તત્ત્વદોહન પૃષ્ઠ-૧૪૯). “જો ભેદરહિત મુજ શું મિલો.” અભેદ મિલન કેવા પ્રકારનું છે? પૂજય પંન્યાસજી મહારાજ આ મિલનના માર્ગ તરફ સૂચન કરતા કહે છે કે, “આગમમાં નિર્દિષ્ટ શ્રી તીર્થકર સ્વરૂપમાં ઉપર કહેલ સાધક વસ્તુતઃ તીર્થંકર સ્વરૂપ છે. કારણકે, આ ઉપયોગની સાથે આની અભેદ-વૃત્તિ છે. (તસ્વદોહન પૃષ્ઠ-૧૪૬). Page #11 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મ શક્તિ અચિંત્ય મહિમાવાળી છે. પરમાત્માનું નામ, એમનું શરણ વ્યક્તિને જીવમાંથી શિવ બનાવે છે. આત્મા પરમાત્મા બને છે. પૂજ્ય પદ્મવિજયજી મહારાજાએ સુપાર્શ્વનાથ પરમાત્માના સ્તવનમાં પરમાત્માની તારક શક્તિને સ્પષ્ટ કરવા માટે એક સુંદર પ્રશ્નોત્તરી લખી છે. “તારનારો તું હિ કિમ પ્રભુ હૃદયમાં ધરે લોક રે, ભવસમુદ્રમાં તું જ તારે, એ તુજ અભિધા ફોક રે.” હે પ્રભુતમે તારક કેવી રીતે? અમે તમને હૃદયમાં ધારણ કરીએ છીએ, ભજીએ છીએ. અને ભવપાર ઉતરીએ છીએ તો તમે તારક કેવી રીતે ? પણ તરત જ કહે છે નહીં, પ્રભુ, નહીં, આ તો મિથ્યા પ્રલાપ છે. તમારા વિના તમારી શક્તિ વિના હું કેવી રીતે કરી શકું ? “નીરમાં દતિ દેખી તરતી, જાણીયું એ સ્વામ રે, તે અનિલ અનુભાવ જિમ તિમ, ભવિક તારે નામ રે.” હવાને પોતાની અંદર રાખીને મશક પાણીમાં તરે છે. ત્યાં મશક હવાને નથી તારતી પણ પવન તેને તારે છે. તે જ પ્રકારે ભવ્ય લોક પરમાત્માને હૃદયમાં ધારણ કરીને ભવસાગર તરે છે આ ચમત્કાર કેવલ પરમાત્મ-શક્તિનો જ છે. “યદ્ વા તિસ્તરતિ યજ્જલમેષ જૂન-મન્તર્ગતમ્ય મંતઃ સ કિલાનુભાવ:.” પૂજ્ય પંન્યાસજી મહારાજા કહે છે કે, શ્રી અરિહંત પરમાત્માનું નામ મંત્રાત્મક દેહ છે. મોક્ષગમનની પહેલા શ્રી અરિહંત પરમાત્મા પોતાનો મંત્રાત્મક દેહ આ જગતમાં છોડીને જાય છે. જેના દ્વારા તેમની (અનુપસ્થિતિ) ગેરહાજરીમાં પણ સાધક એમનું આલંબન લઈને સર્વ પાપોનો ક્ષય કરી મુક્તિપદને પ્રાપ્ત કરે છે. (તત્ત્વદોહન પૃષ્ઠ૧૪૦). મુક્તિ મેળવવા માટે ભક્તિને સ્થાન આપવું જ પડશે. “ભક્તિ કરીએ શિવપદ વરીએ.” ભક્તિની ગહનતા પ્રગટ કરવાવાળો મહાનગ્રંથ “લલિતવિસ્તરામાં પૂ.પંન્યાસજી મહારાજે લખ્યું છે કે શ્રી તીર્થંકર પરમાત્માનું વાત્સલ્ય કોઈ એક જીવ માટે નથી સર્વ જીવો માટે છે. પ્રત્યેક જીવનું સ્થાન તેઓના હૃદયમાં છે. આ વાસ્તવિકતા આપણને ‘લલિતવિસ્તરા” ગ્રંથ વિના કોણ સમજાવે ? પરમાત્માની કૃપા રૂપી ઝરણું પોતાની તરફ વહી રહ્યું છે આ કૃપાનું અવતરણ આપણામાં થાય એવી પાત્રતા પ્રગટ કરવી. આપણે સદ્ભાગી છીએ કે દુષમકાળમાં આધાર સમાન જ બે તત્ત્વ. આપણી પાસે ૧૦. Page #12 -------------------------------------------------------------------------- ________________ છે. “વિષમ કાળ જિનબિંબ જિનાગમ ભવિયણ હું આધારા.” - પૂજ્ય પંન્યાસજી મહારાજની વાણી “શ્રી અરિહંતના બિંબમાં જે પ્રભાવ છે તે - ભાવ અરિહંતમાંથી આવ્યો છે, એમ જ માનવું જોઈએ. પ્રતિષ્ઠા દ્વાર જાગૃત બનેલા પરમાત્મ-શક્તિ રૂપ ચૈતન્ય આપણા હૃદયમાં અપૂર્વ શક્તિનો સંચાર કરે છે. પરમાત્માનું સામીપ્ય, અદ્દભુત શક્તિનું સંચારણ એ ભવવનમાં ભમતાં અટકાવે છે. પરમાત્મા વિરહ, એમનો અદર્શન ભવવનમાં ભટકાવે છે. પરમાર્હત્ શ્રી કુમારપાળરાજા કહે છે કે, “સંસાર સમુદ્રમાં અનાદિકાળથી ભવભ્રમણ કરતા તમે ક્યારેય મારા દૃષ્ટિપથમાં ન આવ્યા. એવું હું માનું છું અન્યથા અત્યંત કષ્ટદાયી આવી નાશકની ભયંકર વેદના હું કેવી રીતે અનુભવું ? પરમાત્માના દર્શન એવા કરીએ જે અનાદિકાળના વિરહ રૂપ દુઃખને દૂર કરે. વાચક જસની અનુભવ ટંકારવાળી વાણી. “લહીએ રે સુખ દેખી મુખ ચંદ, વિરહ વ્યથાના દુઃખ સહુ મેટશુંજી.” મહર્ષિઓની ભક્તિવાણીના સહારે સહારે અમૃતત્ત્વની શોધ કરો. ૧૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ૧૮ ૨) જ ૨૭ અનુક્રમણિકા પ.પૂ. પંન્યાસ શ્રીકાંતિવિજયજી ગણિવર્યશ્રી જીવનમાં શ્રી નવકાર સમરો મંત્ર ભલો નવકાર શિવમસ્તુ સર્વજગતઃ પરહિત પરાયણતા આત્મતુલ્ય દૃષ્ટિ સુખનું બીજ શ્રીજિનેશ્વરદેવની પૂજ્યતા ધર્મમહાસત્તાનું સામર્થ્ય જિનાજ્ઞા અને પરમેષ્ઠિ જપ ગુરુઉપાસના જૈન દર્શનનું મૌલિકસ્વરૂપ ભાવનિધાન પૂ. પંન્યાસ શ્રીભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રી નમસ્કાર મહામંત્ર અનુપ્રેક્ષા ભાવરત્નાકર પરમહિતકર મંત્ર અમાપ મંત્રશક્તિ શક્તિનું મહાગીત નમસ્કાર પ્રભા નવકારની અગાધ શક્તિ નમસ્કાર કળા વિશ્વપ્રાણ નવકાર અભુત પ્રકાશ ભાવવર્ધક શક્તિ નમોની શક્તિ અચિંત્ય ક્ષમતા છે જ જ ટ ૫૫ ૫૮ જ છે W ઇ છે ૧૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ સર્વપાપ પ્રણાશક ગુણસંબંધ- નવકાર કૃતજ્ઞતાગુણ ધર્મપ્રતિતી પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજા ‘સ્વ-પર’ની સાચી ઓળખ અનુપ્રેક્ષાશક્તિની અગાધ મહત્તા ધર્મકથકની યથાર્થ જવાબદારી માર્ગાનુસારી ન્યાય સંપન્નતા-૧ ન્યાય સંપન્નતા-૨ ન્યાય સંપન્નતા-૩ ન્યાય સંપન્નતા-૪ શિષ્ટાચાર પ્રશંસા-૧ શિષ્ટાચાર પ્રશંસા-૨ શિષ્ટાચાર પ્રશંસા-૩ શિષ્ટાચાર પ્રશંસા-૪ શિષ્ટાચાર પ્રશંસા-૫ શિષ્ટાચાર પ્રશંસા-૬ શિષ્ટાચાર પ્રશંસા-૭ · આર્યજીવન વ્યવસ્થા-૧ આર્યજીવન વ્યવસ્થા-૨ આર્યજીવન વ્યવસ્થા-૩ આચારપાલન પૂ. પંન્યાસ શ્રીઅભયસાગરજી મહારાજા નવકાર અને ઉપમા શ્રીનવકારમહામંત્રના જાપની શાસ્ત્રીય મર્યાદા મુક્તિનો સત્પુરુષાર્થ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા નવકારની પૂર્વ ભૂમિકા ૧૩ ૮૭ ૯૧ ૯૪ ૯૭ ૧૦૧ ૧૦૨ ૧૦૭ ૧૧૧ ૧૧૪ ૧૧૮ ૧૨૨ ૧૨૬ ૧૩૧ ૧૩૬ ૧૪૩ ૧૪૬ ૧૫૧ ૧૫૫ ૧૬૧ ૧૬૫ ૧૬૯ ૧૭૨ ૧૭૬ ૧૮૧ ૧૮૫ ૧૮૬ ૧૮૭ ૨૦૫ ૨૦૮ ૨૦૯ Page #15 -------------------------------------------------------------------------- ________________ નવકારની અણમોલ, તાત્ત્વિક વચનોની મહેક ધ્યાનયોગ પરોપકારના શાસ્ત્રીય પ્રમાણો પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજા મહામંત્ર નવકારની સાધના મહામંત્રની સાધનામાં પથ્યા પથ્ય શ્રાવકોના કર્તવ્યો સદ્ગુણ મીમાંસા માનસિકરોગ ટાળવાનો રામબાણ ઉપાય પાત્રતા કેળવવાના ઉપાયો સુખકારક શ્રીનવકાર સાધનામાં સાધક-બાધકતત્ત્વો સદ્ગુણ નામાવલિ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય મિત્રાનંદસૂરીશ્વરજી મહારાજા શ્રીપંચપરમેષ્ઠિ નમસ્કાર પદ્ધતિ મંત્રાધિરાજની ઉપાસના લોકોત્તર ધર્મની પ્રાપ્તિ ધર્મની પ્રાપ્તિ યોગ્યતા સાધકને માર્ગદર્શન આત્મનિરીક્ષણ સાધના પ્રક્રિયા પ.પૂ. મુનિરાજ શ્રીતત્વાનંદવિજયજી મહારાજ મન્ત્રાધિરાજ-ઉપનિષદ્ ધર્મનું હૃદય ધર્મનું સ્વરૂપ ધર્મની પરિણામિકારણતા ‘મો' પદ શ્રીઅરિહંત પરમાત્માની ભક્તિ શ્રીનવકારનો સંક્ષેપાર્થ શ્રીનવકારનો વિસ્તાર્થ ૧૪ ૨૧૩ ૨૧૭ ૨૨૦ ૨૨૨ ૨૨૩ ૨૩૨ ૨૪૦ ૨૪૩ ૨૪૬ ૨૪૭ ૨૪૯ ૨૫૨ ૨૫૫ ૨૫૯ ૨૬૦ ૨૬૪ ૨૬૮ ૨૭૫ ૨૮૨ ૨૮૭ ૨૯૩ ૩૦૧ ૩૦૨ ૩૧૯ ૩૨૪ ૩૨૭ ૩૩૧ ૩૩૪ ૩૩૬ ૩૪૨ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ ૩૪૮ ૩૫૦ ૩૫૩ પૂ.આચાર્યશ્રી ભદ્રગુપ્તવિજયજી મ. પૂ.આચાર્યશ્રી ભદ્રગુપ્તવિજયજી મ. ૩૫૫ ૩૬૦ નિશ્ચય અને વ્યવહારનું રહસ્ય પ્રસન્ન બનો ! પ્રતિષ્ઠાનું હાર્દ શરણ માટે સમર્પણ ભાવનો પ્રભાવ ચિંતક શ્રીજિનાજ્ઞાનું સ્વરૂપ પૂ. મુનિરાજશ્રી કલ્યાણપ્રભવિજયજી મ. ધર્મનો વાસ્તવિક પ્રારંભ કેવી રીતે? ગીત ગા પરમેષ્ઠિઓના પૂર્ણની ઝંખના “ શ્રી કાંતિલાલ મોહનલાલ પારેખ (કિરણ) એટમયુગનો માનવી વિજ્ઞાન અને ધર્મ માનવભવનું મહત્ત્વ . ' વિશ્વશાસન સામાયિક ધર્મ એટલે શું? સામાયિક ધર્મનો પાયો સમત્વભાવ રિસાધિરાજ શાંતરસ સામાયિક ધર્મનું વિજ્ઞાન સામાયિક ધર્મની સાધના ૩૬૨ પૂ. મુનિરાજશ્રી મહાપ્રભવિજયજી મ. ૩૬૪ પૂ. મુનિરાજશ્રી જયન્તવિજયજી મ. ૩૬૭ પૂ. મુનિરાજશ્રી ચંદ્રપ્રભસાગરજી મ. ૩૭૦ ૩૭૨ ૩૭૩ 3७८ ૩૮૩ ૩૮૮ ૩૯૨ ૩૯૭ ૪૦૨ ४०८ ૪૧૪ ૪૧૮ ૧૫ Page #17 --------------------------------------------------------------------------  Page #18 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય, સમતા સાધક વર્ધમાન તપોનિધિ, પંન્યાસ પ્રવરશ્રી કાંતિવિજયજી મહારાજા કે જેઓનું સંયમગ્રહણ સંઘર્ષ પૂર્ણ હતું...તો અંતિમ સમય-કેન્સર જેવા અસાધ્ય વ્યાધિ વખતે ભયંકર વેદના પૂર્ણ હતું. છતાં પણ બન્ને ઉગ્ર સમયે સ્વયં પરમ-પરમ સમતામાં સ્થિર હતા. કહેવાય કે સ્થિતપ્રજ્ઞા હતા. આ એવા પૂજય પંન્યાસજી ભગવંતે ધર્મચક્ર માસિકમાં આપેલા મૌલિક ચિંતનો. અહીં એકત્રિત કરીને પ્રકાશિત કરાયા છે. જીવનમાં શ્રી નવકાર સમરો મંત્ર ભલો નવકાર શિવમસ્તુ સર્વજગતઃ પરહિત પરાયણતા આત્મતુલ્ય દૃષ્ટિ સુખનું બીજ શ્રીજિનેશ્વરદેવની પૂજ્યતા ધર્મમહાસત્તાનું સામર્થ્ય જિનાજ્ઞા અને પરમેષ્ઠિ જપ ગુરુઉપાસના જૈન દર્શનનું મૌલિકસ્વરૂપ ભાવનિધાન ધર્મ અનુપ્રેક્ષા - ૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં શ્રીનવકાર (શ્રીનમસ્કાર મહામંત્રના સ્વભાવ-સિદ્ધ સ્થાન અંગે ચાંય બે-મત છે જ નહિ. જીવનમાં શ્રીનવકાર મોખરે રહે એટલે શ્રીજિનેશ્વરભગવંતની આજ્ઞાનું પૂરેપૂરું પાલન થાય જ, તે પછી ન શ્રીજિનાજ્ઞા મુજબના અનુષ્ઠાનનું ગૌરવ ઘટે કે ન કોઈનાય ધર્મપુરુષાર્થમાં મંદતા આવે. ગંભીર ચિંતન તત્ત્વદર્શી ભગવંતોના મહામંત્ર પ્રત્યેના ભાવ સાથે અનુષ્ઠાનો પ્રત્યેના પરંપરાગત આપણા યથાર્થભાવને સ્પષ્ટપણે વ્યક્ત કરે છે. તેમ જ શ્રીનવકાર અને ધર્માનુષ્ઠાનો ઊભયની આવશ્યકતાને સરળ છતાં ભાવવાહી શૈલીમાં બીરદાવે છે.) શ્રીજૈન શાસનમાં સાધુ અને શ્રાવક બન્નેયના જીવનમાં શ્રીનમસ્કાર મહામંત્રનું કેવું અને કેટલું અગત્યનું સ્થાન છે એ હકીકત આપણે બહુ જ ટુંકમાં અહીં વિચારવી છે. જૈનકુળમાં જન્મ પામવાની કોઈ પણ વિશેષતા હોય તો તે ખાસ કરીને એ જ છે કે, એને જન્મતાંની સાથે જ સર્વપાપપ્રણાશક નમસ્કાર મહામંત્રના અડસઠ અક્ષરો સાંભળવા મળે છે, જીવન દરમિયાન પ્રતિદિન અહોરાત્રીની અનેકવિધ આધ્યાત્મિક ચર્ચા વય અને યોગ્યતા પ્રમાણે સહજ રીતે પ્રાપ્ત થાય છે, તેમાંય જાગતાની સાથે નવકાર, દિવસમાં પણ અનેકવાર નવકાર, સૂતી વખતે પણ નવકા૨ અને મરણ વખતે છેલ્લા શ્વાસોચ્છવાસ પણ એ નવકારના શ્રવણ સાથે જ પૂરા થાય છે. જેના પ્રતાપે નિયમા દેવલોક અને જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી એ પુણ્યાત્માને નરક અને તિર્યંચગતિના દ્વાર સર્વથા બંધ થઈ જાય છે. જો જીવનમાં આ મહામંત્રનું ગૌરવભર્યું સ્થાન ન રહે, તો બીજી અનેક ક્રિયાઓ કરવા છતાં, તેનો સાચો લાભ મળી શકતો નથી અગર એ ક્રિયાઓ નિષ્ફળ જાય એમ પણ બને એમ મહાપુરુષો જણાવે છે. સાધુ જીવનની શરૂઆત પણ એ જ મહામંત્રના સ્મરણથી જ થાય છે. દીક્ષિત થનારને ઉપાશ્રયમાં આવતાની સાથે જ સૌ પ્રથમ નમસ્કાર મહામંત્રની એક માળા ગણવાની શાસ્ત્રીય પ્રણાલિકા છે. જે આજે પણ ચાલુ જ છે. સાધુને પોતાની પ્રતિદિન સામાચારીમાં પણ પ્રાતઃકાળથી માંડી શયન કરે ત્યાં સુધી એક જ દિવસમાં એ ૧. નાર્ વિ નો વૃઢિપ્નદ્ (નમસ્કાર ફલ પ્રકરણ શ્લો. ૫) २. जेणेस नमुक्कारो पत्तो पुन्नाणुबंधिपुन्नेणं । નારય-તિરિયાઓ તસ્ત્રાવસ્સું વિરુદ્ધાઓ ॥ (બૃહદ્ નમસ્કાર ફલસ્તોત્ર-૫૫) ૩. નામિનિ પચ્છિમનામે, સબ્વે નાતિ વાતવુડ્ડારી । પરમિટ્ટિપરમમંત જાંતિ સત્તદુવારાઓ ॥ (યતિદિનચર્યા) ૨૦ ધર્મ અનુપ્રેક્ષા Page #20 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રનું સ્મરણ અનેકવાર વ્યવસ્થિપણે ગોઠવાયેલું છે. સાધુને અંતિમ સમયે પણ-પછી તે ચૌદપૂર્વે પણ કાં ન હોય—એ જ મહામંત્ર યાદ કરવાનો યા તો સાંભળવાનો હોય છે. સાધુ લાંબા કાળ સુધી તપશ્ચર્યા કરે, સુંદર ચારિત્ર પાળે અને ઘણાં શાસ્ત્રો ભણી જાય, પણ જો તેને નવકારને વિષે રતિ-પ્રેમ ન હોય તો તે સઘળું ય નિષ્ફળ છે. આ ઉપરથી એ ફલિત થાય છે કે, શ્રાવક અને સાધુજીવનમાં શ્રીનમસ્કાર મહામંત્રનું એક ન ભૂલાય તેવું અતિ મહત્ત્વનું સ્થાન છે. કદાચ એક અપેક્ષાએ એમ પણ કહી શકાય કે–બીજા બધાય કરતાં એનો લાભ મહાન છે, કારણ કે એ મહામંત્રના સ્વાધ્યાયથી અપેક્ષાએ ચૌદપૂર્વના સ્વાધ્યાયનો લાભ થાય છે. કેમકે એ મહામંત્ર ચૌદપૂર્વનો અર્થ અથવા સાર છે. એ મહાન લાભ પ્રાપ્ત કરવા માટે શરત એટલી જ છે (૧) એ શ્રીનમસ્કાર મહામંત્ર ચૌદપૂર્વનો સાર છે એવી શ્રદ્ધાપૂર્વક ગણાવો જોઈએ. (૨) પોતપોતાની ભૂમિકાના પ્રત્યેક અનુષ્ઠાનની આરાધના ચૂક્યા વિના ગણાવો જોઈએ (૩) નિશ્ચિત સમયે ગણાવો જોઈએ. (૪) એકાગ્રતાપૂર્વક ગણાવો જોઈએ. (૫) શાસ્ત્રીય વિધિના આદર-બહુમાનપૂર્વક ગણાવો જોઈએ. (૬) મોક્ષપ્રાપ્તિ માટે જ ગણાવો જોઈએ. આ મહામંત્રના ધારક આરાધક કે સાધક ભાગ્યશાળીઓ નીચેની વસ્તુ ઉપર ધ્યાન આપશે તો આ લેખનો આશય સહેલાઈથી સમજાઈ જશે. નમસ્કાર-મહામાની આરાધનાના વિષયમાં પદાર્થ, વાકયાર્થ, મહાવાક્ષાર્થ અને ઐદત્પર્યાયાર્થ "भोअणसमये सयणे, विबोहणेपवेसणे भये वसणे । पंच नमुक्कारं खलु समरिज्जा सव्वकालं पि ॥१॥" (૧) પદાર્થ : ભોજન વખતે, સૂતી વખતે, જાગતાં, પ્રવેશ કરતાં, ભયમાં, કષ્ટમાંથાવત્ ४. सुचिरं पि तवो तविअं, चिन्नं चरणं सुयं च बहु पढियं । નટ્ટુ તા નમુધારે છું તો તું યં વિદ« II (વૃદ્ધ નમસ્કાર ફલસ્તોત્ર-૬૫) ધર્મ અનુપ્રેક્ષા • ૩ Page #21 -------------------------------------------------------------------------- ________________ સર્વકાલે પંચપરમેષ્ઠિ નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવું જોઈએ. (૨) વાક્યાર્થઃ ઉપરના શ્લોક–સર્વકાલે નમસ્કાર મહામત્રાના સ્મરણનું વિધાન કરવાથી સ્વાધ્યાય, પ્રતિલેખના, વૈયાવચ્ચ આદિ અને દર્શન, પૂજન, સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ આદિ સાધુ તથા શ્રાવકના અનુષ્ઠાનો નહિ થઈ શકે, કે જે તે તે સમયે અવશ્ય કર્તવ્યરૂપ છે અને તે તે સમયે અવશ્ય કર્તવ્યરૂપ અનુષ્ઠાન કરશે તો ઉપર્યુક્ત શ્લોકમાં સર્વકાલ નમસ્કાર-સ્મરણના વિધાનનું પાલન નહિ થઈ શકે, તેથી ઉપરના શ્લોકમાં જણાવેલ સર્વકાલે નમસ્કાર સ્મરણનું વિધાન અયુક્ત કરશે. (૩) મહાવાક્યાર્થ: ઉપર્યુક્ત સર્વકાલે નમસ્કાર મહામ7 સ્મરણના વિધાનનો ” અર્થ નથી કે– અવશ્ય કર્તવ્યરૂપ સ્વાધ્યાયાદિ અને દર્શન પૂજન આદિ સાધુ અને શ્રાવકના સર્વ અનુષ્ઠાનોને તજી દઈને સર્વકાલે ફકત નમસ્કાર–મહામંત્રનું જ સ્મરણ કરવું, કિન્તુ તે તે સમયે વિહિત અનુષ્ઠાનો કરવાપૂર્વક બાકીના સમુચિત સમયમાં અવશ્ય નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવું એવો અર્થ છે. તેથી તે તે સમયે અવશ્ય કર્તવ્યરૂપ અનુષ્ઠાનો કરતી વખતે નમસ્કાર મહામંત્રનું સ્મરણ બંધ રહે–તે દોષરૂપ નથી પરંતુ તે સિવાયના સમુચિત સમયમાં પણ તે મહામંત્રનું સ્મરણ ચૂકી જવાય અને પ્રમાદમાં પડી જવાય તે દોષરૂપ છે. આ અંગે ઉપદેશપદ ગ્લો.-૮૯૭ની ટીકામાં જણાવ્યું છે કે "श्रमणोपासकानां शेषविहितानुष्ठानाबाधया समुचितसमये युक्तमेव नमस्कारादिध्यानमिति" ભાવાર્થ-શ્રાવકોએ સઘળાય વિહિત અનુષ્ઠાનને બાધ ન પહોંચે તે રીતે યોગ્ય સમયે નમસ્કારાદિનું ધ્યાન અવશ્ય) કરવું જોઈએ અને એ યોગ્ય જ છે. (૪) ઐદમ્યપર્યાયાર્થઃ આ પ્રમાણે સર્વત્ર જિનાજ્ઞાને બાધ ન પહોંચે તે રીતે વર્તવું એ જ એક સાર છે– ઉપાદેય છે. આ ઐદત્પર્યાયાર્થ છે. “મદ્રુપન્ન મા ધર્મામિ સાથે ઉત્ત' (ઉપદેશપદ-ગા. ૮૬૮) ૪૦ ધર્મ અનુપ્રેક્ષા Page #22 -------------------------------------------------------------------------- ________________ સમરો મંત્ર ભલો નવકાર (ભવ-અટવીના અનેકવિધ ભયો વચ્ચે ઘેરાયેલા માનવજીવનને શ્રીનવકારની ભાવપૂર્વકની મૈત્રી, નિર્ભયપણે આગળ વધવામાં અમાપ સહાય બક્ષે છે.) (૧) અલ્પ પરિશ્રમથી, અલ્પ સમયથી અને ધનના વ્યય વિના સાધ્ય કોઈ પણ શુભ ક્રિયા હોય તો તે શ્રીપરમેષ્ઠિ નમસ્કારમહામંત્રના જાપની ક્રિયા છે, અલ્પ પરિશ્રમઅલ્પ સમયથી સાધ્ય અને ધનવ્યય બિલકુલ ન હોવા છતાં પણ એનો લાભ મહાન છે. સર્વ પાપનો નાશ કરનાર અને સર્વ મંગળોમાં પ્રથમ મંગળ પણ એ જ નમસ્કાર મહામંત્ર છે. અનંત જ્ઞાનીઓની દષ્ટિમાં સઘળાય મંગલો આવી ગયાં હતા, તે સર્વમાં નમસ્કાર મંત્રને સૌથી વધારે મહત્ત્વનું સ્થાન આપ્યું છે. બીજા શાસ્ત્રોને શ્રુતસ્કંધ કહ્યાં છે. જ્યારે નવકારને મહાશ્રુતસ્કંધ કહેલ છે. નવકાર એ શબ્દથી નાનો હોવા છતાં અર્થથી અતિ મહાનું છે અને તેનું ફળ તો ગજબ છે. તેથી જ પ્રત્યેક કાર્યોની શરૂઆતમાં જ્ઞાનીઓ તેનું સ્મરણ કરવાનું વિધાન કરે છે. ઉઠતાં નવકાર, બેસતાં નવકાર, સુતાં નવકાર, જાગતાં નવકાર, પ્રયાણ કરતાં કે પ્રવેશ કરતાં, પચ્ચખાણ પારતાં કે ભોજન કરતાં, જન્મ વખતે કે મરણ વખતે, દુઃખમાં કે સુખમાં, માંદગીમાં કે આરોગ્યમાં, વ્રતોચ્ચારમાં નંદી સંભળાવવામાં, સૂત્ર ભણતાં, પમ્પીસૂત્ર બોલતાં કે સામાયિકાદિ ઉચ્ચરતાં, અટવીમાં કે કોઈપણ સંકટમાં યાવત્ જરૂર પડે તો અશુચિ વખતે પણ નવકારના સ્મરણનો નિષેધ કર્યો નથી. શાસ્ત્રની આજ્ઞા છે કે બાળક કે બાળકના જન્મ વખતે પણ નવકાર સંભળાવવો જોઈએ. ન્હાનું-મોટું કોઈ પણ કાર્ય કરવું હોય ત્યારે પ્રથમ નવકારનું સ્મરણ કરીને પછી તે કાર્ય શરૂ કરવું જોઈએ, તેથી જ વ્યાખ્યાનમાં સૌથી પ્રથમ નવકાર બોલાય છે. સામાયિક લેતાં પહેલાં પણ નવકાર ગણવામાં આવે છે. સાધુને આહાર વાપરવા પહેલાં પણ નવકાર ગણવાનું શાસ્ત્રીય વિધાન છે. પ્રયાણ વખતે અપશુકન કે દુર્નિમિત્તાદિના પ્રતિઘાત માટે નવકારનું સ્મરણ કરીને પ્રયાણ કરવાનું શાસ્ત્રીય વિધાન છે. આ રીતે માણસ ઉઠે ત્યારથી સુઈ જાય ત્યાં સુધી વારંવાર શ્રીનવકારનું વિધાન છે. એ પ્રમાણે મનુષ્યના જીવન વ્યવહારની સાથે નવકારનું સ્મરણ ઓત-પ્રોત રહેલું : ૧. પંચકવસ્તુ-ગાથા-૩૫૫. ૨. વ્યવહારસૂત્ર-ટીકા. ધર્મ અનુપ્રેક્ષા ૫ Page #23 -------------------------------------------------------------------------- ________________ છે. આવી રીતે જ્ઞાનીઓની આજ્ઞા મુજબની બીજી પણ જે જે પ્રણાલિકાઓ ચાલે છે તે પણ એકાંતે કલ્યાણ કરનારી હોઈ અવશ્ય સબહુમાન આદરણીય છે. મરણ વખતે શ્રુતકેવલી ચૌદપૂર્વધરો જયારે બધુંય શ્રુત યાદ કરી શકતા નથી ત્યારે એકલા નવકારને જ યાદ કરે છે. આ નવકાર પણ જેને યાદ ન રહી શકે તેને માટે એ પાંચે પદના આદિ-આદિ અક્ષરોનો બનેલો “સિગાડી' આટલો નાનો મંત્ર પણ ગણવાનું વિધાન છે, એ પણ યાદ ન રહી શકે તેને માટે એ પાંચ પદના પહેલા પહેલા અક્ષરના સંયોગથી વ્યાકરણના નિયમ મુજબ સંધિ થઈને બનેલો મંત્રાક્ષર પણ જ્ઞાનીઓએ બતાવ્યો છે. એટલું પણ જે ન કરી શકે તેને સ્વજનાદિ દ્વારા શ્રીનવકારમંત્ર સાંભળવો જોઈએ. યાવતુ છેલ્લા શ્વાસોચ્છવાસ પૂર્ણ કરતી વખતે કોનમાં એ નવકારમંત્રના જ પડઘા પડવા જોઈએ, એથી જૈનકુળમાં મરણપથારીએ પડેલાને આજે પણ સૌ શ્રીનવકારમંત્ર જ સંભળાવે છે, કારણ કે પરલોકમાં જવા માટેનું સાચું અને અખૂટ ભાતું તેના સિવાય બીજું એક પણ નથી. | (૨) નમસ્કાર એ પંચપરમેષ્ઠિ પ્રત્યે આદર સૂચવનારી પવિત્ર ક્રિયા છે. એ ક્રિયાનો વિષય પરમેષ્ઠિઓ એ મહાન છે. એટલે એનું ફળ પણ મૂહાન છે. આ નમસ્કારની ક્રિયા પુણ્યરૂપી શરીરને ઉત્પન્ન કરનાર, તેની વૃદ્ધિ કરનાર અને પુષ્ટ કરનાર એક મહાપવિત્ર ક્રિયા છે. ઉત્પત્તિ વખતે પુણ્યરૂપી શરીરની હાલત અતિ નાજુક હોય છે. જેમ માતાના ઉદરમાં બાળકનું શરીર સૌથી પ્રથમ સાત દિવસ કલારૂપે, પછી સાત સાત દિવસ અબ્દ, પેશી અને માંસખંડ, પહેલે મહિને કર્ષ (૮૦ રતીભાર), બીજે મહિને ઘન, માંસપેસી-સમચતુરસ્ત્ર માંસખંડ, ત્રીજે મહિને દોહલા થાય છે, ચોથે મહિને માતાના અંગોમાં પીડા થાય છે. પાંચમે મહિને હાથ પગ અને મસ્તક ફુટે છે–પ્રગટે છે, પાવતુ આઠમે મહિને સંપૂર્ણ શરીર તૈયાર થાય છે. માતાના ઉદરમાં એવી તાકાત હોય છે કે એ કલબ-અબૂદ-માંસપેસી આદિમાંથી સર્વાગ સુંદર બાળક બની શકે છે. એ જ રીતે પુણ્યરૂપી શરીરની સ્થિતિ પણ ઉત્પત્તિ વખતે નાજુક હોય છે, તેને આ નમસ્કારની ક્રિયા પુષ્ટ બનાવે છે. માતાના ઉદરમાં શરીર રચના થાય છે તે વખતે જીવને ત્રણ શરીર હોય છે : (૧) ઔદારિક, (૨) તૈજસ અને (૩) કાર્મણ. તેમાં ઔદારિક શરીર આહારથી વૃદ્ધિ 3. जीयात् पुण्याङ्गजननी पालनी शोधनी च मे । હંસવિશ્રામમિતશ્રી: નમસ્કૃતિ: || નમસ્કાર માહાભ્ય) ૬• ધર્મ અનુપ્રેક્ષા Page #24 -------------------------------------------------------------------------- ________________ પામે છે અને કાશ્મણ શરીરની (પુણ્ય શરીરની) પુષ્ટિ પરમેષ્ઠિ-નમસ્કારની ક્રિયા દ્વારા થાય છે. તે સિવાયની (સાંસારિક) ક્રિયાઓથી એ કામણ શરીર વિકૃત બને છે. અર્થાત પાપની પુષ્ટિ સ્વરૂપ બને છે. નમસ્કારની ક્રિયા દ્વારા એ કામણ શરીરમાં પુણ્ય પરમાણુઓની પુષ્ટિ થવાથી સઘળાંય સુખો એની મેળે આવી મળે છે. જેમ શરીરમાં શક્તિવર્ધક ઔષધિ અને પથ્ય ખોરાક આદિ જવાથી શરીરની પુષ્ટિ-વૃદ્ધિ આદિ થાય છે અને શરીર દ્વારા સુખ-તંદુરસ્તી બળ વગેરે પ્રાપ્ત થાય છે, એ જ રીતે પરમેષ્ઠિ નમસ્કાર ક્રિયાથી પુણ્યરૂપ કામણ શરીરની પુષ્ટિ થવાથી સર્વ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે. પછી એ નમસ્કાર કરનાર કોઈપણ હોય, જૈન હોય કે અજૈન, તિર્યંચ હોય કે મનુષ્ય પણ પરમેષ્ઠિ નમસ્કારના પ્રભાવથી તે અવશ્ય સુખી બને છે. સુંદર શરીર, વિપુલ ધન, દીર્ઘ આયુષ્ય, અનુકૂળ કુટુંબ-પરિવાર, માનપાન સારું ભોજન આદિ વસ્તુઓ સૌને ગમે છે, પણ તે શાથી મળે ? પુણ્યરૂપી શરીરથી. એ જ રીતે રોગી શરીર દરિદ્રતા, ટૂંકું આયુષ્ય, પ્રતિકૂળ પરિવાર, આ બધું આરંભ સમારંભ આદિની ક્રિયાઓ દ્વારા પુષ્ટ થયેલા પાપરૂપી શરીરથી પ્રાપ્ત થાય છે. સંસારમાં સુખપ્રાપ્તિ અને દુ:ખનાશની સૌની એક સરખી ઇચ્છા હોવા છતાં સૌને સુખ-દુઃખ એક સરખું હોતું નથી, એથી સિદ્ધ થાય છે કે એની અંદર કોઈ અદશ્ય વસ્તુ કાર્ય કરી રહેલ છે. તેનું જ નામ પુણ્ય અને પાપ. પુણ્ય પ્રાપ્તિની અનેક ક્રિયાઓ છે. તેમાં સૌથી શ્રેષ્ઠ અને સહેલી ક્રિયા આ પંચપરમેષ્ઠિના નમસ્કારની છે. તે ક્રિયાને જો રસપૂર્વક અને એકાગ્રચિત્તે કરવામાં આવે તો સમજવું કે કાર્ય સિદ્ધ થઈ ગયું. ભોજનની ક્રિયામાં જેવી એકાગ્રતા, અસ્મલિતતા, લયલીનતા અને એકમેકતા અનુભવાય છે, તેવી એકાગ્રતા વગેરે જો આ ક્રિયામાં આવી જાય, તો આત્માને પારાવાર લાભ થાય. ભોજન ક્રિયામાં મન પરોવાઈ જાય છે, તેથી ત્યાં અવિધિ થતી નથી. કોળીયો સીધો મોઢામાં જ જાય છે, કાંકરો આવે તો ફેંકી દેવાય છે. માખીનો ખ્યાલ રહે છે. આમ શાથી બને છે ? ભોજન દ્વારા તૃપ્તિ થાય છે અને શરીર પુષ્ટ બને છે, એ વાત બરાબર હૃદયથી સમજાઈ ગઈ છે તેથી. એ જ રીતે જ્ઞાનીઓ કહે છે કે–જગતમાં સૌથી શ્રેષ્ઠ સામગ્રી પંચપરમેષ્ઠિના નમસ્કારથી પ્રાપ્ત થાય છે. જન્મથી જ ધનવાન-નિર્ધન વગેરે જે તફાવતો પડે છે તેમાં પુણ્ય કે પાપ સિવાય બીજું કોઈપણ કારણ નથી. આજ વાતને શાસ્ત્રની ભાષામાં જણાવતાં જ્ઞાનીઓ એમ કહે છે કે નવકાર એ સર્વ પાપોનો નાશ કરનાર છે અને સર્વમંગલમાં પહેલું મંગલ છે. જેઓ દરેક વાતમાં યુક્તિને જ માગે છે. તેઓને પણ શ્રીપંચપરમેષ્ઠિ નમસ્કારની ક્રિયા કેવી ઉચ્ચકોટિની છે તે વાત સમજાવી શકાય તેમ છે. બીજી સઘળીય ક્રિયાઓનું ધર્મ અનુપ્રેક્ષા • ૭ Page #25 -------------------------------------------------------------------------- ________________ ફળ એકત્ર કરીએ અને એની સાથે શ્રીપંચપરમેષ્ઠિ નમસ્કારની ક્રિયાનું ફળ મેળવીએ, તો તરત જ જણાશે કે નમસ્કારનું ફળ ઘણું જ મોટું છે. જેમ કે—કોઈ માણસ સઘળીએ ધર્મક્રિયાઓ કરી શકે, એ બનવું તદ્દન અશક્ય છે. એટલે સ્વયં કરાતો ધર્મ હંમેશાં થોડો જ હોય છે. જ્યારે બીજાઓને કરાવવા દ્વારા થતો ધર્મ એનાથી કંઈ ગુણો વધારે હોય છે. કારણ કે અનેકને કરાવાતા ધર્મનું પ્રમાણ પોતે કરેલા ધર્મ કરતાં વધારે હોય છે. તેના કરતાં પણ અનુમોદના દ્વારા થતો ધર્મ સૌથી વધારે હોય છે. દાખલા તરીકે દાનધર્મ કરવા માટેનું ક્ષેત્ર પોતાની સંપત્તિ અને ભાવના જેટલું જ હોય છે, કરાવવાનું ક્ષેત્ર જ્યાં જ્યાં પોતાની લાગવગ લાગતી હોય તે દરેકની સંપત્તિના સરવાળા જેટલું જ હોય છે, જ્યારે અનુમોદનાનું ક્ષેત્ર તો જગતભરના ભૂતભવિષ્ય અને વર્તમાનકાળના દાતારોની દાન ક્રિયા જેટલું અતિ વિશાળ હોય છે. એ જ રીતે શીલ, તપ અને ભાવ વગેરે સર્વ ધર્મક્રિયા માટે પણ સમજી લેવું. હવે જો આપણે ધર્મક્રિયાઓ માત્ર કરવાનું જ રાખીએ, પણ કરાવવાનું અને અનુમોદવાનું ન કરીયે તો આપણે અસંખ્ય ભવોના સંચિત કર્મોનો નાશ કદી ન કરી શકીએ. શાસ્ત્રમાં જેમ કરવાનું ફળ કહ્યું છે તેમ કરાવવાનું અને અનુમોદનાનું ફળ પણ કહ્યું છે. કરી શકાય થોડું, કરાવી શકાય તેથી વધારે અને અનુમોદના તો જગતભરના તમામ ધર્માત્માઓની થઈ શકે છે, એમ અનુમોદના દ્વારા જીવ અનંત પુણ્ય ઉપાર્જન કરી શકે છે. દાનાદિ પ્રત્યેક ધર્મ, શક્તિ આદિના કારણે ઓછો-અમુક પ્રમાણમાં થવાનો, કરાવવામાં પણ કીર્તિમહત્વાકાંક્ષા વગેરે દોષોનો સંભવ છે, દાન દેતાં કીર્તિમાન-પાન અભિમાન આદિ, શીલ પાળતાં મહત્ત્વાકાંક્ષાદિ, તપ કરનારને તેનું અજીર્ણ ક્રોધ અને અહંકાર આદિ થઈ જવાનો સંભવ છે, પણ કોઈના કરેલા ધર્મની અનુમોદના કરવામાં તો તેવો કોઈ પણ દોષ થવાનો સંભવ નથી. અનુમોદનામાં યથાશક્તિ પણ નહિ, કારણ કે—સારાય જગતના જીવોના ત્રણે કાળના સુકૃતની અનુમોદના થઈ શકે છે. અહીં શ્રીનવકા૨ના જાપથી પાંચેય પરમેષ્ઠિનું ત્રણેય કાળનું સુકૃત અનુમોદાય છે અને તે સુકૃત ઘણું મોટું હોવાથી શ્રીપંચપરમેષ્ઠિને નમસ્કાર કરનાર પુણ્યાત્મા મોટામાં મોટા ફળનો ભોક્તા બને છે. વર્તમાન ચોવીશીમાંથી માત્ર પહેલા શ્રીઋષભદેવ સ્વામીનું જ સુકૃત લઈએ તો તે પણ ઘણું જ મોટું છે. તો આ રીતે અનંતા તીર્થંકરો, અનંતા સિદ્ધ પરમાત્માઓ, અનંતા આચાર્ય ભગવંતો, અનંતા ઉપાધ્યાય ભગવંતો અને અનંતા સાધુ ભગવંતોને ભક્તિ-ભાવપૂર્વક નમસ્કાર કરવાનું કાર્ય એ એક એવી વિશિષ્ટ આરાધના છે કે આ એક નમસ્કાર મહામંત્રના જાપથી ત્રણે કાળના અનંત શ્રીપંચપરમેષ્ઠિના સુકૃતોની અનુમોદના થાય છે. તેથી પુણ્યરૂપી શરીર પુષ્ટ થાય છે અને ૮ • ધર્મ અનુપ્રેક્ષા Page #26 -------------------------------------------------------------------------- ________________ પાપ પરમાણુઓનો ક્ષય થાય છે. એમ અનંત જ્ઞાનીઓએ જોયું છે. પુણ્યથી બધી જ બાહ્ય-જડ સામગ્રી મળે, પણ તેથી કાંઈ જીવને શાન્તિ કે સુખ ન મળે, વીંછી કરડ્યો હોય ત્યારે મખમલની ગાદી, મિષ્ટાન્નના થાળ, ગુલાબની સુગંધ, રમણીનાં રૂપો કે વાજિંત્રના નાદો તેને શાન્તિ આપી શકે નહિ, જીવને આ જગતમાં શાન્તિ આપનારા સાધનો બહુ થોડાં છે. સંસારના જડ પદાર્થોમાં સાચી શાન્તિ આપવાની શક્તિ નથી. તેથી જ વાતવાતમાં એમ કહેવાય છે કે “કુટુંબીઓ મારો જીવ ખાય છે, શરીર પીડી રહ્યું છે, સમ્પત્તિ જ વિપત્તિ છે.” ઇત્યાદિ. માટે જીવરૂપી હંસને જો શ્રીપંચપરમેષ્ઠિરૂપી કમલની શ્રેણિમાં લીન બનાવવામાં આવે તો સાચી શાન્તિ મળી શકે છે. મહાજ્ઞાનીઓ પણ આત્મવિશ્રાન્તિ માટે આ મંત્રનું જ વારંવાર ધ્યાન ધરે છે. એ મંત્રના ધ્યાનમાં જીવ પરોવાઈ જાય તો પછી વિશ્રાન્તિ માટે બાહ્ય સાધનોની જરૂર રહેતી જ નથી. આ મહામંત્રના ધ્યાનના પ્રતાપે જંગલમાં પણ મંગલ થાય છે. માટે ઘર આંગણે રહેલા કલ્પવૃક્ષને છોડીને બીજે ક્યાંય ભટકવાની જરૂર નથી. સર્વ શ્રેષ્ઠ એવા નવકારમંત્રની પ્રાપ્તિ થયા પછી પણ જે આત્માઓ બીજા બીજા મંત્રોની ઇચ્છા રાખે છે, તેઓની કરુણ દશાનો ચિતાર આપતાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રીપરમેષ્ઠિ ગીતામાં ફરમાવે છે કે— “તજે એ સાર નવકારમંત્ર, જે અવરમંત્ર સેવે સ્વતંત્ર, કર્મ પ્રતિકૂળ બાઉલ સેવે, તેહ સુરતરુત્યજી આપ ટેવે.” એક નવકારમંત્રમાં ચિત્ત પરોવવાથી બધું જ સુખ મળે છે, પણ ધ્યાનમાં રાખવું કે તેની પાસે તુચ્છ સુખની માગણી ન કરાય, કેવલ મોક્ષના ઈરાદે જ એનું ધ્યાન ધરવું હિતાવહ છે. નવકારમાં પાંચને જ સ્થાન કેમ ? એનું પણ કારણ છે. અઢીદ્વીપમાં જેમ મેરુ પાંચ છે, હાથની આંગળીઓ પાંચ છે, પ્રમાણભૂત વચન પાંચ માણસના સમૂહનું ગણાય છે, તેમ આ વિશ્વમાં પૂજનીય તરીકે પણ આ પાંચનો સમુદાય જ છે. આ પાંચમાં જગતનો તમામ પૂજ્ય વર્ગ સમાઈ જાય છે. એમને નમવાથી શુભ પુણ્યરૂપી શરીર ઉત્પન્ન થાય છે અને એના જ પ્રતાપે જીવને સર્વત્ર સઘળીયે અનુકૂળ સામગ્રી મળી રહે છે. નમન ક્રિયા પણ યોગ્ય સ્થાને જ થાય પણ અયોગ્ય સ્થાને ન થાય. નમવાની ક્રિયા પરમેષ્ઠિઓ પ્રત્યે થાય તો શોભે પણ એ જ ક્રિયા સ્ત્રી-પુત્રાદિ સામે કરે તો હાંસીપાત્ર ઠરે. એ જ રીતે યોગ્યને કરેલો નમસ્કાર પૂલનું કામ કરીને વર્તમાનમાં અયોગ્ય દેખાતા આત્માને પણ યોગ્ય બનાવે છે, ગુણાનુરાગી બનાવે છે. યોગ્યને · નમવાથી જેમ ગુણપ્રાપ્તિ અને પુણ્યની પ્રાપ્તિ થાય છે તેમ યોગ્યને ન નમવાથી તથા ધર્મ અનુપ્રેક્ષા • ૯ Page #27 -------------------------------------------------------------------------- ________________ અયોગ્યને નમવાથી દુર્ગુણ અને પાપની પુષ્ટિ થાય છે. શ્રીપરમેષ્ઠિને નમવાની ક્રિયા એવી અદ્ભુત છે કે—સામર્થ્યયોગનો માત્ર એક જ નમસ્કાર થઈ જાય તો તુરત મોક્ષ થઈ જાય છે. હવે એ પણ વિચારવું કે કોઈની પાસેથી કામ લેવું હોય તો નમ્રતા, પ્રણામ, નમસ્કાર, સલામ આદિ કરવું પડે છે. મનુષ્યનો ઘણો ખરો વ્યવહાર નમ્રતા-નમસ્કાર આદિથી ઓત-પ્રોત છે. બાળકો માતા-પિતાને અને શિક્ષકને નમન કરે છે. નોકર શેઠને, ગરીબ તવંગરને. એમ દરેક સ્થળે નમનક્રિયા દેખાય છે અને તેથી જ તેઓ પોતપોતાનું ઇષ્ટ કાર્ય સાધી શકે છે. પરમાત્મામાં રહેલા ગુણો જો આપણે મેળવવા ઇચ્છતા હોઈએ તો આપણે તેમને વારંવાર નમસ્કાર કરવો જોઈએ. તેથી જ્ઞાનીઓ જ્યાં શ્રીઅરિહંતનું મંદિર આદિ હોય તે સ્થાનમાં શ્રાવકોને વસવું યોગ્ય માને છે. કારણ કે— જ્યાં અરિહંતનું બિંબ હોય તે સ્થાનમાં સિદ્ધ પરમાત્માનું બિંબ પણ હોય અને એ બન્ને ૫૨મેષ્ઠિના દર્શન માટે આચાર્યોનું આગમન પણ થાય. આચાર્યો આવે એટલે તેમની સાથે ઉપાધ્યાય અને સાધુ ભગવંતો પણ આવે, આ રીતે પંચે પરમેષ્ઠિનો સમાગમ થાય છે. ઉપરાંત આચાર્ય ભગવંતો દ્વારા જિનવાણીના શ્રવણનો, તેમના અનુભવજ્ઞાનનો, આરાધનાની પ્રેરણાનો અને આહારાદિ દેવાદ્વારા સુપાત્ર દાનનો પણ અપૂર્વ લાભ મળે છે. તે દરેકથી પુણ્યરૂપી શરીર એવું પુષ્ટ થાય છે કે સંસારમાં જ્યાં સુધી રહેવું પડે ત્યાં સુધી પણ સુખ, શાન્તિ, સમાધિમરણ, સદ્ગતિ—અને આરાધનાની ઊંચામાં ઊંચી સામગ્રી વગેરે પ્રત્યેક ભવમાં મળ્યા જ કરે છે અને અંતે દુઃખ માત્રનો સર્વથા નાશ થતાં અનંત કાળ સુધી શાશ્વતસુખના અનુભવરૂપ મોક્ષ સ્થાનની પ્રાપ્તિ થાય છે. આ સઘળાયની પાછળ પરમેષ્ઠિ નમસ્કાર એ મુખ્ય કારણ છે. માટે પોતાના કલ્યાણની ઇચ્છાવાળા સૌ કોઈએ આ મહાફળ આપનારી પવિત્ર ક્રિયામાં તત્પર બની જવું જોઈએ. નમસ્કાર મહામંત્રના એક અક્ષરના સ્મરણથી સાત સાગરોપમનાં પાપ ટળી જાય છે, એક પદના ઉચ્ચારથી પચાસ સાગરોપમનાં પાપ ટળી જાય છે અને નવે પદના સ્મરણથી ૫૦૦ સાગરોપમનાં પાપ ટળી જાય છે, એમ જ્ઞાની ભગવંતો ફરમાવે છે. નવકારનો આ પ્રભાવ જાણી સૌ કોઈ તેની આરાધનામાં લીન બનો, એ જ એક શુભાભિલાષા. ४. नवकार एक अक्खर पावं फेडेइ- सत्तअयराणं । पन्नासं च पण्णं सागर पणसय समग्गेणं ॥ १ ॥ ૧૦ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #28 -------------------------------------------------------------------------- ________________ શિવમસ્તુ સર્વજગતઃ (જગતના સર્વ જીવોના કલ્યાણની ભાવનાના મહા છંદ સરખો આ લેખ, જગતના સર્વ જીવો સાથે આત્મભાવ કેળવવામાં સુંદર માર્ગદર્શન કરાવે છે. સં.) અનાદિ, અનંત એવા આ સંસારમાં આપણે અનાદિકાળથી ચારગતિરૂપ સંસારમાં વિષય-કષાયને આધીન બનીને પરિભ્રમણ કરી રહ્યા છીએ. આજ સુધીમાં આપણે જીવવાને માટે, આપણા દુઃખના નિવારણના આશયથી અને આપણે માનેલા સુખની આપણને પ્રાપ્તિ થાય એ હેતુપૂર્વક, કદાચ અનંતાનંત જીવોનો સહારો લીધો હશે. એ અનંતા જીવોમાંથી મોટા ભાગના જીવોને તો આપણે મોટે ભાગે દુઃખ જ દીધું હશે. એ વખતે તો આપણને ભાન પણ નહોતું કે આપણે આપણા ક્ષણિક અને કલ્પિત સ્વાર્થને માટે આ શું કરી રહ્યા છીએ ? પણ આજે આપણને એ વાતનું ભાન થયું છે, કારણ કે આપણને આપણી સુંદર ભવિતવ્યતાના યોગે અને આપણાથી થઈ ગયેલા સુંદર પુણ્યના ઉદય આદિના યોગે શ્રીજિનેશ્વર ભગવંતોએ પ્રવર્તાવેલા પરમતારક શાસનની નિકટતા પ્રાપ્ત થઈ છે. અને એથી જ આપણને એ વિચાર આવે છે કે, અત્યાર સુધી આપણે જે જે જીવોનો જીવવા વગેરે માટે સહારો લીધો અથવા તો આપણે આપણા સ્વાર્થથી પ્રેરાઈને જે જે જીવોને અત્યાર સુધીમાં દુ:ખી કર્યા, તે તે જીવો પ્રત્યે આપણું કર્તવ્ય શું છે ? હવે આપણે સમજુ બન્યા પછી તો અણસમજુની જેમ વર્તી શકીએ જ નહિ, પણ સમજુ બન્યા પછી તો આપણું વર્તન એવું હોવું જોઈએ કે જે વર્તનથી સુજ્ઞજન જાણી શકે કે, ‘આ સમજુ છે.’ એટલે આપણામાં જો કૃતજ્ઞતા હોય તો આપણને એમ થાય કે આજ સુધીમાં આપણે તો જગતના જીવ માત્રના ઋણી-દેવાદાર બની ગયા છીએ. અને આપણને એ ઋણને અદા કરવાનો હવે મોકો મળી ગયો છે. કૃતજ્ઞતા એ ધર્મની પ્રાપ્તિ અને પ્રાપ્ત ધર્મની સ્થિરતા માટે પ્રાથમિક ગુણ છે. પણ એ એવો ગુણ છે કે તેના વિના મહાધર્મીને પણ ચાલે નહિ. એટલે આ ગુણની અપેક્ષાએ પણ આપણને એમ થવું જોઈએ કે—સારાય જગતના જીવો નિરુપદ્રવ દશાને પામો ! અને મેં જેમ સ્વાર્થરક્ત બનીને અનંતા જીવોને હાનિ કરી તેમ તેઓ સ્વાર્થરક્ત બનીને અનંતા જીવોને હાનિ ન કરો, પણ પરહિતરત બનીને જીવ માત્રના હિતની કામનામાં રક્ત બનો, અને એ કામનાને અનુકૂળ એવી શક્ય તથા શિષ્ટ પ્રવૃત્તિમાં રક્ત બનો. આપણે જો વિચાર કરીએ તો આપણને લાગશે કે આપણા આજ પર્યંતના ધર્મ અનુપ્રેક્ષા - ૧૧ • Page #29 -------------------------------------------------------------------------- ________________ અનંતકાલીન જીવનમાં ભાગ્યે જ કોઈ જીવ એવો હશે કે જેની સાથે આપણે માતાપિતાદિક કોઈ પ્રકારનો સંબંધ નહિ બાંધ્યો હોય. આ વાત ધ્યાનમાં આવે એટલે અન્ય સર્વ જીવોને આપણા સંબંધી તરીકે જોવાની અનુપમ નિર્મળ દૃષ્ટિ આપણને પ્રાપ્ત થાય અને એથી એમ થાય કે, આ સર્વ જીવો નિરુપદ્રવી બનો, પરહિતકર બનો, દોષરહિત બનો. અને એમ કરીને સર્વ પ્રકારે સુખી બનો ! બીજી પણ એક દૃષ્ટિ છે. પરહિતરતપણું એ એક પ્રકારે પ્રાયશ્ચિત્તરૂપ છે. આજ પર્યંત આપણે જગતના જીવોને જે દુઃખ ઉપજાવ્યું, ક્લેશ ઉપજાવ્યો, ત્રાસ આપ્યો, એ વગેરેને જવાબ મળે એવું આપણે શું કરી શકીએ ? આપણે કાંઈ એવા જ્ઞાની તો નથી કે ક્યારે, કોનું, શું આપણે બગાડ્યું છે તે બધું જાણી શકીએ. અને આપણે એવા શક્તિશાળી પણ નથી કે એ જાણીને એ જીવોનું બધું જ ભલું કરી શકીએ. પણ આપણામાં એક સામર્થ્ય તો રહેલું જ છે અને તે છે માનસિક. એ જીવો ક્યાંય પણ હોય, એ જીવો કોઈ પણ હોય. પણ આપણે એ જીવોના હિતની-ભલાની ભાવના તો ભાવી જ શકીએ છીએ અને સાચા હૃદયની ભાવના એ તો સર્વશ્રેષ્ઠ પરિબલને ધરનારી વસ્તુ છે. આ સંસારમાં જીવે વચન અને કાયાથી જેટલાં પાપ ઉપાĒ છે તે કરતાં અનંતગુણાં પાપ મનથી ઉપાĒ. છે. એમ ભલું પણ વચન અને કાયાથી જે થઈ શકે છે તેનાથી અનન્તગણું ભલું મનથી થઈ શકે છે. મનને જો કેવળ સ્વ-પરના ભલામાં યોજવું હોય તો આપણે શું કરવું જોઈએ ? સૌથી પહેલાં તો આપણે એ ઇચ્છીએ કે જીવ માત્રને સર્વદેશ અને સર્વકાલે સર્વ પ્રકારનું નિરૂપદ્રવપણું પ્રાપ્ત થાઓ ! પછી ઇચ્છીએ કે—જીવ માત્ર પરહિતને વિષે રત બનો ! પછી થાય કે, એટલાથી એ સુખી થાય ? ના, માટે ઇચ્છીએ કે, જીવ માત્ર દોષથી (પાપથી) મુક્ત બનો. અને જ્યાં દોષ (પાપ) નથી ત્યાં દુ:ખ નથી અથવા દુ:ખ રહી શકવાનું નથી એ નિશ્ચિત વાત છે. જો આ વાત આપણે આપણા આત્માની સાથે વિચારીએ તો આપણને થાય કે—હું શું ઇચ્છું છું ? હું જે કાંઈ પણ મને મળે એમ ઇચ્છું છું, તે જીવ માત્રને મળે તો સારું એમ મારે ઇચ્છવું જોઈએ. એટલા જ માટે શાસ્ત્રકાર પરમર્ષિએ શ્રીબૃહત્કલ્પમાં ફરમાવ્યું છે કે– जं इच्छसि अप्पणतो जं च ण इच्छसि अप्पणतो । તે ફચ્છ પરÆ વિ યા, પુત્તયાં નિાસામળયું ॥ (બૃહત્કલ્પ-ભા. ૪-ગા. ૪૫૮૪) આ ગાથામાં શ્રીજિનશાસનનો સાર છે. આટલામાં તો આખું શ્રીજિનશાસન સમાઈ જાય છે. આપણે જે સુખાદિકને ઇચ્છતા હોઈએ તે સુખાદિક જગતના જીવ માત્રને મળે એવું ઇચ્છીએ અને જે દુઃખાદિકને આપણે ઇચ્છતા ન હોઈએ તે દુઃખાદિક જગતના જીવ માત્રને ન મળે એવું ઇચ્છીએ, એ જ આપણે શ્રીજૈનશાનને પામ્યાનો ખરો પરમાર્થ છે. ૧૨ • ધર્મ અનુપ્રેક્ષા Page #30 -------------------------------------------------------------------------- ________________ પરહિત પરાયણતા (પરહિત પરાયણતા એ શક્તિશાળી અને ઉપકારક આત્મગુણ છે સં.) ‘શિવમસ્તુ સર્વજ્ઞાતિઃ ' અંગેની એક વિચારધારા પ્રગટ થઈ છે. એના જ અનુસંધાનમાં આ બીજી વિચારધારા વાચકો સમક્ષ રજૂ કરવામાં આવે છે. ખરેખર મૈત્રી આદિ આ ભાવનાનો વિષય જ એવો છે કે–એને અંગે જેમ જેમ વિચારણા કરવામાં આવે, તેમ તેમ નવી નવી વિચારધારાઓ ફરે અને જેમ જેમ નવી નવી વિચારધારાઓ સ્ફરતી જાય તેમ તેમ મન વધુ ને વધુ પ્રફુલ્લ બને. કૃતજ્ઞતાની દૃષ્ટિએ, પરસ્પર થયેલ સંબંધોની દષ્ટિએ અને માનસિક પ્રાયશ્ચિત્તની દષ્ટિએ જીવ માત્રના હિતની અભિલાષા સેવવી જોઈએ. એ વાત તો આપણે ગત અંકમાં વિચારી ગયા પણ એથીય આગળ વધીને વિચારીએ તો આપણે આપણા પોતાના પણ ભલા માટે જીવ માત્રના હિતની જ અભિલાષા સેવવી જોઈએ. જીવ માત્રના હિતની અભિલાષાએ જ શ્રીઅરિહંત પરમાત્માને સર્યા છે. એ અભિલાષા વિના નથી તો સિદ્ધ થવાતું, નથી તો આચાર્ય થવાતું, નથી તો ઉપાધ્યાય થવાતું નથી તો સાધુ થવાતું, નથી તો દેશવિરતિધર થવાતું–કે નથી તો સમ્યગ્દષ્ટિ થવાતું. જરૂર ! એ ભાવની માત્રામાં તારતમ્ય હોય. જ સમ્યગ્દષ્ટિથી માંડીને વાવતુ અરિહંતપણાની પ્રાપ્તિમાં કોઈ બીજભૂત ભાવના હોય તો તે “જીવ માત્રના હિતના અભિલાષી બનવું'-તે છે. આપણે અરિહંત પરમાત્માથી માંડીને ઉચ્ચ કોટિના સમ્યગ્દષ્ટિ જીવોના ચરિત્રો વાંચીએ અને વિચારીએ તો આપણને જણાશે કે—સૌથી પહેલાં એ પુણ્યપુરુષો પરહિતના અભિલાષી બન્યા હતા અને જ્યારથી તેઓ પરહિતના અભિલાષી બન્યા ત્યારથી તેમનામાં વિશિષ્ટ ગુણોના પ્રગટીકરણનું એક સુંદર ચીજ નંખાયું હતું. અનાદિકાળથી જીવ કર્મના બંધનમાં જકડાયેલો છે. એમાં પણ અજ્ઞાન અને મિથ્યાત્વનું બંધન સૌથી ભારે બંધન છે. મોહ જેટલો જોરદાર એટલું જ અજ્ઞાન અને . મિથ્યાત્વનું બંધન જોરદાર. મોહ જીવને કેવી રીતે ફસાવે છે? “ગÉ' અને “'' - આ બે મંત્ર મોહ જીવને આપે છે અને જે જીવ એ બે મંત્રને ગ્રહણ કરે છે તે જીવ ભાવ અંધાપાનો ભોગ બને છે. આ બે મંત્રની અસર નીચે દબાયેલો જીવ વસ્તુને યથાર્થ રીતે જોવા માટે અંધ બની જાય છે. એટલે એ જીવ બહું' તરીકે પોતાના આત્માને માનવાને બદલે પોતાની શરીરને માને છે અને “મમ' તરીકે એ જીવ આત્મિક ગુણોને માનવાને બદલે મનગમતા ધર્મ અનુપ્રેક્ષા - ૧૩ Page #31 -------------------------------------------------------------------------- ________________ પૌદ્ગલિક પદાર્થો અને સ્ત્રી પુત્રાદિને માને છે. એમ માનીને એ જીવ શરીર આદિ વસ્તુઓ ૫૨ મમત્વભાવને ધારણ કરે છે. આથી એ જીવની સઘળીય પ્રવૃત્તિઓ પોતાના શરીરના સુખ તરફ, પોતાના માનેલા સ્ત્રી પુત્રાદિ તરફ અને પોતાને મનગમતી પૌદ્ગલિક ચીજો તરફ જ રહે છે. આ કારણે એ પોતાના માનેલા સુખને મેળવવા માટે બીજાના સુખને હાનિ પહોંચે તો પણ તે તરફ જોતો જ નથી. આવા મોહાન્ધ આપણે પણ એક કાળે હતા. એને લીધે હું આત્મા છું, સદાજીવી છું અને મારા કર્યાં મારે પોતાને જ ભોગવવાનાં છે, એ વાતો તરફ આપણે લક્ષ્ય પણ આપ્યું નહોતું. પણ આપણા સારા પુણ્યોદયે આજે આપણામાં એ સમજણ આવી છે કે– આપણે શરીરરૂપ નથી પણ આ શરીર તો આપણા આત્માના વિકાસનું એક સાધન છે અને આપણે તો સચ્ચિદાનંદ સ્વરૂપ સદાજીવી આત્મા છીએ. એટલે આપણને લાગે છે કે આપણા ગુણો—આત્માના ગુણો એ જ આપણી સાચી સંપત્તિ છે અને પૌદ્ગલિક સંપત્તિ એ આપણી સંપત્તિ નથી. આથી આપણને આપણું એટલે કે આપણા આત્માનું હિત કેમ થાય એનો વિચાર આવે છે અને એ કારણે જ આપણને એમ થાય છે કે—આપણો આત્મા નિર્મળ બને—અર્થાત્ આપણા આત્મામાં ગુણો પ્રગટે એવો પ્રયત્ન આપણે કરવો જોઈએ. આવો પ્રયત્ન કરવા માટે શ્રીઅરિહંત પરમાત્માનું જીવન આપણા સૌ માટે— દીવાદાંડી સમાન છે. આપણા આત્માને સન્માર્ગે લાવવા માટે મોટામાં મોટી દીવાદાંડી શ્રીઅરિહંત પરમાત્માનું જીવન છે. એમના જીવનમાં સૌથી પ્રથમ અને સૌથી પ્રધાન વસ્તુ કઈ હતી ? પોતાના સ્વાર્થને ગૌણ કરવાની અને પાર્થને પ્રધાન બનાવવાની ! આમ તો ધર્મ પામવા માટે અને ધર્મ પાળવા માટે અંતર્મુખ બનવાનું છે, પણ એ અંતર્મુખપણું લાવવા માટે પહેલાં બહિર્મુખપણાનું પરિવર્તન કરવું પડે છે. બહિર્મુખપણું એટલે—જગતમાં જે કાંઈ સુખ છે અને સારી સારી ભૌતિક વસ્તુઓ છે તે બધી મને જ મળો—અને મને મળેલું એ બધું માત્ર મારા જ ઉપભોગમાં આવવું જોઈએ. આ વિચારનું પરિવર્તન થયા વિના અન્તર્મુખ બનાય નહિ. એ દૃષ્ટિકોણને બદલવા માટે એમ વિચારવું જોઈએ કે—જગતમાં જેમ હું છું તેમ બીજા પણ અનન્તાનન્ત જીવો છે. હું જેમ દુઃખને ઇચ્છતો નથી અને સુખને જ ઇચ્છું છું તેમ બધાય જીવો દુઃખને ઇચ્છતા નથી અને સુખને જ ઇચ્છે છે. તો મારે કોઈનાય દુઃખમાં કારણ બનવું નહિ અને કોઈનાય સુખમાં અંતરાય કરનારા બનવું નહિ. બહિર્મુખપણાનું આ ભાવનાથી પરિવર્તન થઈ જાય છે અને આ પરિવર્તનમાંથી અન્તર્મુખપણું આવવાનો માર્ગ ઉઘડે છે. હજુ તો અજ્ઞાન અને મિથ્યાત્વ સાથે છે, પણ એ બે નબળા પડ્યા હોય તો જ આ વિચાર આવે, અને આ વિચારમાંથી ક્રમે કરીને સમ્યગ્દષ્ટિપણું વગેરે પણ આવે. આ તો ભૂમિકાની વાત છે. આના ઉપર વધુ વિચાર આપણે હવે પછી કરીશું. ૧૪ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #32 -------------------------------------------------------------------------- ________________ આત્મતુલ્ય દૃષ્ટિ (પોતા પ્રત્યેનો રાગ, પર પ્રત્યેના દ્વેષમાં પરિણમે છે અને ‘શિવમસ્તુ સર્વજ્ઞાત:'ની ઉદાત્ત, મંગલ ભાવનાનાં આંતર્ પરિણામ ડહોળાઈ જાય છે. પરિણામનાં તે ડહોળાણને ટાળવાનો તેમ જ સર્વજીવહિતકર ભાવનામાં રમણતા કેળવવાનો અનુભવસિદ્ધ બોધ અહીં છે. સં.) ‘સારાય જગતનું કલ્યાણ થાવ'—આ ભાવના એ માત્ર બોલવાની વસ્તુ નથી, પણ અંતરમાં પરિણવવાની અતિ ઉદાત્ત ભાવના છે. જ્યાં સુધી જગતના જીવ માત્ર પ્રત્યે મૈત્રીભાવ જન્મે નહિ, ત્યાં સુધી એ ભાવના સર્વાંગીણ બને નહિ. મૈત્રીભાવને પ્રગટાવવા માટે જીવ માત્રને આત્મતુલ્યદૃષ્ટિથી જોતાં શીખવું જોઈએ.૧ આત્મતુલ્યદૃષ્ટિ એટલે પોતાને અંગે જે જાતની લાગણી તેવી જ લાગણી જીવ માત્ર પ્રત્યે. જગતના સર્વ જીવો પ્રત્યે હિતની લાગણી અને દ્વેષનો અભાવ એ આ ભાવનાની નક્કર ભૂમિકા છે. ઉ૫૨ મુજબની ભૂમિકા તૈયાર થયા પછી ‘શિવમસ્તુ સર્વજ્ઞાતઃ' આ ભાવનાને ક્રિયાત્મક બનાવવા માટે આપણે અનુકંપાશીલ બનવું જોઈએ. અર્થાત્ દુઃખ દેખાય કે હૈયું દ્રવે, એવું થવું જોઈએ. પોતાના દુઃખથી તો સૌનું હૈયું દ્રવે છે. જીવને દુઃખ તો એટલું બધું અપ્રિય છે કે—તેના આવવાની સંભાવના માત્રથી પણ વિદ્ઘલતા થઈ જાય છે. આમ છતાં દુઃખ ન જ આવે એવું તો સંસારમાં કદી બનતું જ નથી અને જ્યાં દુઃખ આવ્યું કે તરત જ એને દૂર કરવાના વિચારો કરાય છે. પછી એને ટાળવા માટે ઠીક લાગે તેવી પ્રવૃત્તિ પણ સૌ કોઈ કરે છે. એમાં ઘણી વા૨ સારાસારનો વિવેક પણ ભૂલાઈ જવાય છે. દુ:ખ પ્રત્યે આટલો બધો અણગમો છે એ જીવને પોતાને અનુભવની વાત છે. આ અનુભવના આધારે જીવ વિચારે કે—જેમ મને દુઃખ પ્રત્યે આટલો બધો અણગમો છે, તેમ જીવ માત્રને દુઃખ પ્રત્યે તીવ્ર અણગમો છે. આ વિચાર આવ્યો, એટલે હૈયું દ્રવ્યા વિના રહે નહિ. કોઈને પણ દુઃખી જુવે અને હૈયું વે. હૈયું દ્રવે એટલે દયા પ્રગટે. હજુ દુ:ખ શાથી આવે છે અને એનાં મૂળ કારણો કયા છે એટલી સૂક્ષ્મતા સુધી ન પહોંચવા છતાં–પરને સ્વતુલ્ય જોવાની દૃષ્ટિ પ્રાપ્ત થવાથી—આટલું તો અવશ્ય થાય જ કે—પરના દુઃખને જોઈને દયાભાવ પ્રગટે અને હૈયું દ્રવે દયા પ્રગટે અને હૈયું દ્રવે એટલે જીવ પોતાની શક્તિ-સામગ્રી અને અનુકૂળતા મુજબ પરના દુઃખના નિવારણનો પ્રયત્ન કર્યા વિના રહી શકે નહિ. આ દયામાં જો પક્ષપાત હોય તો એ દયા એ દયા નથી. ૧. આયતુલ્લે પયાનું (સૂત્રીતાં) २. अनुकम्पा - दुःखितेषु अपक्षपातेन दुःखप्रहाणेच्छा दुःखप्रतीकारेण भावतः आद्रहृदयत्वेन (योगशास्त्र) ધર્મ અનુપ્રેક્ષા • ૧૫ - सा च द्रव्यतः शक्तौ सत्यां Page #33 -------------------------------------------------------------------------- ________________ સ્વાર્થ કે સંબંધની અપેક્ષા વિનાની દયા એ જ ગુણરૂપદયા છે. આ રીતે દયાળુ બનેલા જીવને સમ્યત્ત્વની પ્રાપ્તિ ઘણી સુલભ બને છે. જે જીવ કોઈનાય દુઃખને સહન કરી શકે નહિ, તે જીવ પોતે એવું કરવાને ઇચ્છે જ નહિ કે–જે કરવાથી બીજાને દુઃખ થાય. એટલે એ જીવ પોતાના નિમિત્તે બીજાને દુઃખ ન થાય એવા જીવનને અને એવું જીવન જેનાથી પ્રાપ્ત થાય એવા માર્ગને શોધે. હું જીવું અને મારા નિમિત્તે કોઈ પણ જીવને દુઃખ ઉત્પન્ન થવા પામે નહિ એ રીતે જીવું. આ પ્રકારની ઈચ્છાને શાસ્ત્રીય પરિભાષામાં મોક્ષાભિલાષ કહી શકાય. આ અભિલાષા જાગ્યા પછી એવા જીવનની પ્રાપ્તિનો ઉપાય શોધવાનું મન થાય. એમાં વળી જીવ લઘુકર્મી હોય અને સદ્ગુરુનો યોગ થઈ જાય, તો એ સગુરુ પાસેથી ધર્મોપદેશ સાંભળતાં સમ્યક્ત્વ આદિ ગુણને પામતાં પણ એ જીવને વાર લાગે નહિ. ચરમાવર્સમાં આવેલા ભવ્ય જીવો, જ્યારે તેમના ભાવમળનો ઠીક ઠીક પ્રમાણમાં ક્ષય થાય છે અને સુંદર ક્ષયોપશમ પ્રગટવા માંડે છે, ત્યારે જ મોક્ષના આશયવાળા બને છે, મોક્ષના આશયવાળા બન્યા પછી પણ સારા પ્રમાણમાં કર્મનો હ્રાસ થયાં બાદ જીવો શુદ્ધ મોક્ષમાર્ગ પ્રત્યે શ્રદ્ધાવાળા બની શકે છે અને શુદ્ધ મોક્ષમાર્ગના આરાધક બની શકે છે. આવા જીવો આ પ્રગતિના પ્રારંભકાળમાં દુઃખી માત્ર પ્રત્યે દયાળુ બને છે અને ગુણવાળા પ્રત્યે દ્વેષવાળા બને છે. ગુણવાન પ્રત્યે રાગ તો પછી પ્રગટે છે, પણ તે પહેલાં અદ્વેષ પ્રગટે છે અને એ જીવો સર્વત્ર અવિશેષપણે અર્થાત્ મારા-તારાના વિભાગ પાડ્યા વિના ઔચિત્યનું સેવન કરે છે. કૃતજ્ઞતા અને પરાર્થવ્યસનિતા ગુણની ખીલવટ માટે આપણે બીજાના સુખને ઇચ્છવાની પણ જરૂર છે, પરંતુ તે પહેલાં તો દુઃખી માત્ર પ્રત્યે દયાળુ બનવાની જરૂર છે, એ દયા દ્રવ્યથી દુઃખીની પણ ખરી અને ધર્મહીનની પણ ખરી ! એક વર્તમાનમાં દુઃખી છે માટે દયાપાત્ર છે અને બીજા (ધર્મહીન) ભવિષ્યમાં દુઃખી થવાનો છે માટે દયાપાત્ર છે. સમ્યકત્વનું ચોથું લક્ષણ અનકમ્પા છે. પ્રશમ, સંવેગ અને નિર્વેદને પ્રગટ કરનારી અનુકંપા આવ્યા વિના આસ્તિક્ય આવ્યા પછી–નિર્દયતા ટકી શકતી નથી. કહ્યું મસ્તિત્ર્ય દિ મન્દ્રવૃત્તિમયનિમિત્તમ્ (ધર્મપરીક્ષા) આ સંકલના વિચારવાથી સમજાશે કે–જીવે સમ્યકત્વાદિ ગુણોની પ્રાપ્તિ માટે १. दुखितेषु दयात्यन्त-मद्वेषो गुणवत्सु च । ગૌવિત્યાસેવન વૈવ, સર્વવાવિશેષતઃ II (યોગદષ્ટિસમુચ્ચય–શ્લો. ૩૨) ૧૬ • ધર્મ અનુપ્રેક્ષા Page #34 -------------------------------------------------------------------------- ________________ અનુકંપાશીલ બનવું જોઈએ અને એ માટે સર્વજીવ પ્રત્યે મૈત્રીભાવ બન્યો રહે અને દ્વેષભાવ ન આવી જાય તેની કાળજી રાખવી જોઈએ. ધ્યાનમાં રાખવું જોઈએ કે–પોતાના દુઃખનો ડર અને પોતાના સુખનો લોભ એ આર્તધ્યાન છે અને કોઈ કોઈ વાર તો એ રૌદ્રધ્યાનનું પણ કારણ બની જાય છે. જ્યારે બીજા જીવોના દુઃખને દૂર કરવાની લાગણી અને એને સુખ આપવાની ભાવના પરાર્થકરણ નામના મહત્ત્વકોટિનો ગુણ છે. આવો પરાર્થકરણ ગુણ વાસ્તવિક રીતે ત્યારે જ આવે છે, કે–જ્યારે બીજા જીવો પ્રત્યે આત્મતુલ્ય દૃષ્ટિ આવે. જેનામાં બીજા જીવો પ્રત્યે આત્મતુલ્યદૃષ્ટિ પ્રગટ થાય છે તેનામાં બીજા અનેક ગુણો સહજ રીતે આવવા માંડે છે અને એ જ આત્મા સારી રીતે ‘શિવમસ્તુ સર્વનતિઃ' એ ભાવનાને ભાવી શકે છે. માટે આ ભાવનાને આત્મસાત્ કરવા માટે સૌ કોઈ જીવો મૈત્રીભાવને પામો અને મૈત્રીભાવને પામવા માટે આત્મતુલ્ય દૃષ્ટિવાળા બનો એ જ એક શુભાભિલાષા. સાંભળતાં શીખો તમને તમારી વાત બીજાને સંભળાવવી ગમે છે. એ જ પ્રમાણે બીજાને પોતાની વાત તમને સંભળાવવી ગમે છે. તમે તમારું જ ગાયા કરો અને બીજાનું સાંભળો નહિ–સાંભળી શકો નહિ–કે સાંભળતા આવડે નહિ એ કેટલું અજુગતું ગણાય ! અન્ય કળાઓની જેમ સાંભળવાની પણ એક કળા છે. એ કળામાં આલશ કે પ્રમાદ ન આવે એ રીતે બેસવું જરૂરી છે. જેનું સાંભળવાનું છે તેને એવી પ્રતીતિ થાય કે આ રસપૂર્વક સાંભળે છે. તે પ્રમાણે જે કાંઈ કરવું જોઈએ તે કરવું આવશ્યક છે. પિપાસાભરી દૃષ્ટિ વક્તા સન્મુખ રાખવી. મન સ્થિર અને વ્યક્તવ્યમાં પરોવાયેલું રહે તે પ્રમાણે કેળવવું. જે જે કાંઈ આપણે સાંભળીએ છીએ તે સર્વ આપણને ગમતું જ હોય છે, એમ નહિ, ભલે આપણને એ ગમતું ન હોય છતાં સાંભળવું તો પડે જ છે. તો પછી શા માટે રસપૂર્વકન સાંભળવું. બીજાનું કથન રસપૂર્વક સાંભળવાથી જે સાંભળવામાં આવે છે, તેમાં રહેલી કટુતા દૂર થઈ જાય છે અને મિષ્ટતા વૃદ્ધિ પામે છે. સામાન્ય રીતે દરેક વાત સાંભળવા માટે આ પ્રમાણેની સ્થિતિ જરૂરી છે, પણ જ્યારે આપણા ભલાની વાત હોય-હિતની વાત હોય ત્યારે તો સાંભળેલી વાત ધારણ કરી રાખવી, ભૂલી ન જવી એ પણ જરૂરી છે. વ્યવહારના લાભ ને હિતની વાતો ઉપેક્ષાભાવે સાંભળનારા ભૂલી જાય છે ને પછીથી નુકશાન વેઠે છે ને પસ્તાય છે. આથી વિશેષ અગત્ય તો આત્મ-હિતની વાત સાંભળવા માટે પોતાના સર્વ સાધનોને તૈયાર કરવાની છે આત્મા એ શ્રવણથી ટેવાયેલો નથી એટલે તેને તૈયાર કરવાનો છે. રુચી સ્થિરતા, સમજણ ધારણા અને અનુસરણ એ પ્રમાણે અનુક્રમે કેળવવાથી આત્મહિતશ્રવણ યોગ્ય અને સફળ બને છે. સાંભળતા શીખો ને સુખી બનો. પ.પૂ.પં. શ્રીધુરંધરવિજય ગણિવર. ધર્મ અનપેક્ષા • ૧૭ Page #35 -------------------------------------------------------------------------- ________________ સુખનું બીજ (સ્વાર્થની શોધમાં ભૂલા પડેલા જીવોને સન્માર્ગ ચીંધવામાં આ લેખ, શરદ પુનમના ચન્દ્રની ગરજ સારે તેવો છે, કારણ કે એવા નિર્મળ મંગલમય હૃદયમાંથી જ તેનો જન્મ થયો છે. સુખી થવાની સાચી કળાનું લેખમાં સ્પષ્ટ માર્ગદર્શન છે. સં.) આપણે સૌ જાણીયે છીએ કે જીવસૃષ્ટિનો મોટો ભાગ અને આપણે સુદ્ધાંય પોતાના જ સુખ-દુઃખની ચિંતાના ચીલા પર ચાલી રહ્યા છીએ અને આપણા પ્રત્યેક સત્કાર્યનું ફળ આપણને પોતાને જ મળે અગર વધુ તો આપણા પોતાના લાગતા વળગતાને મળે એવી જ મનોવૃત્તિથી ટેવાઈ ગયા છીએ. આવી મનોવૃત્તિ જો પશુસૃષ્ટિમાં અગર અશિક્ષિત–બીનકેળવાયેલ કે અનાત્મવાદી માનવસૃષ્ટિમાં જ હોત તો તે અસહ્ય ન ગણાત બલ્ક ક્ષન્તવ્ય ગણાત, પણ જયારે એવી વૃત્તિની પકડ. પોતાની જાતને શિક્ષિત-કેળવાયેલ અને આત્મવાદી માનનાર માનવગણમાં પણ દેખાય છે, ત્યારે સહેજે વિચાર થાય છે કે–આમ કેમ ? જીવનના પ્રત્યેક વ્યવહારમાં બારિકાઈથી આ વાત સ્પષ્ટ સમજાઈ જાય તેવી છે, એટલે એની સ્પષ્ટતા કરવાની જરૂર નથી. આવી વૃત્તિના કારણે જ સુખપ્રાપ્તિ માટે અને ' દુઃખનાશ માટે અનેક જાતની દોડધામ કરવા છતાં આપણને સુખ મળતું નથી અને દુઃખ ટળતું નથી. એમ બનવામાં કારણ આપણી દિશાચૂક છે. - સુખનું બીજ સુખની અભિલાષામાંય નથી અને સુખના ભોગવટામાંય નથી. કહ્યું છે કે-“1 મુઠ્ઠી#મતે સુરમ્' અર્થાત્ સુખથી સુખ નથી મળતું. દશવૈકાલિક-સૂત્રના आयावयाही चय सोगमल्लं, कामे कमाही कमियं खु दुक्खं ।। છિવાઈ તો વિફ઼ઝ રાજ, પુર્વ સુધી રોહિતિ સંપરીછે (અ. ૨-ગા. ૫). આ શ્લોકમાં સંસારમાં પણ સુખી કઈ રીતે રહી શકાય છે. એનું ટૂંકમાં માર્ગદર્શન કરાવતાં જણાવ્યું છે કે-ઉનાળામાં આપના લે, સુકુમારતાનો ત્યાગ કર, અભિલાષાના તરંગોને ઓળંગી જા, દ્વેષને છેદી નાંખ અને રાગને દૂર કર, આમ કરવાથી દુઃખ ચાલ્યું જશે અને સંસારમાં પણ તું સુખી થઈશ. સુખનું બીજ. મળેલા સુખના ત્યાગમાં અને વળતર લેવાની ઇચ્છા વિના પ્રાપ્ત સુખ સામગ્રીને પરાર્થે અર્પણ કરવામાં છે. એ જ રીતે દુ:ખનાશનું બીજ દુઃખથી અકળાઈ જવામાં કે દુઃખ ટાળવા માટે મનમાન્યા ઉપાયો યોજવામાં નથી, પણ દુઃખના ૧૮ ધર્મ અનુપ્રેક્ષા Page #36 -------------------------------------------------------------------------- ________________ વાસ્તવિક કારણોને જાણી તેનો ત્યાગ કરવામાં અને બીજાના દુઃખને દૂર કરવાની વૃત્તિ તથા શક્ય પ્રવૃત્તિમાં છે. - ભૂતકાળના વિશાળ સંસારમાં એવા અનેક આત્માઓ થઈ ગયા છે કે–જેમણે પોતાના બાહ્ય સુખ-દુઃખની ચિંતાને ત્યજી દઈ અગર ગૌણ બનાવી સર્વના સુખ-દુઃખની વિચારણાને જીવનસ્પર્શી બનાવી હતી. અને પોતાના સત્કાર્યનું સર્વજીવોને ફળ મળો એવી ઉદાત્ત ભાવના આત્મામાં વણી લીધી હતી. શ્રી તીર્થંકરદેવોની સકલસત્ત્વહિતદષ્ટિ પરાકાષ્ઠાએ પહોંચેલી હતી, અને એથી જ—એ મહાપુરુષોના શ્રીસંઘમાં એ દષ્ટિ વિકાસ પામેલી જોઈ શકાય છે. સૂરિપુરન્દર શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના–પંચવસ્તુકવિંશતિવિંશિકા આદિ ગ્રંથોના પ્રાંત ભાગમાં આજે પણ એના દર્શન થાય છે. કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે સકલાસ્તિોત્રના (I) “તનોત્વમમતાનિ વ' (I) Tળતુ વૈ: શ્રિયમ્' (II) ‘ડિતુ વ:' (III) “પાર્શ્વનાથઃ શ્રિયેસ્તુ વ:' ઉપર્યુક્ત શ્લોકોમાં વશબ્દનો પ્રયોગ કરીને બીજાના હિતની ભાવના વ્યક્ત કરી છે. તે તેમની જાગ્રત સર્વસત્વહિતદષ્ટિનું પ્રતીક છે. આપણે પણ આપણું હિત ઈચ્છતા હોઈએ તો એ મહાપુરુષોની ઉદાત્ત ભાવનાને પ્રગટાવવા તથા વિકસાવવા સતત પ્રયત્ન કરવો જોઈએ. દેવાધિદેવનું ધ્યાન એ મહાસુકત છે. એની અનુમોદના પણ થવા લાગે તો એ ધ્યાનનો આનંદ ઉત્તરોત્તર ઉત્સાહ વધારતો જાય અને એ રીતે સુકતો સેવવાની પરંપરા ચાલે, એટલે જીવનનું અવળું ચક્ર સવળી ગતિ પકડી લે છે–એ પરોપકારી પરમાત્માનું શરણ એટલે શ્રીઅરિહંતદેવનું જ શરણ નહિ, કિન્તુ એ અરિહંતદેવોએ જેને નમસ્કાર કર્યા એવા શ્રી સિદ્ધ ભગવંતોનું શરણ, એમના માર્ગને અવિચ્છિન્નપણે ચલાવી રહેલા શ્રી સાધુભગવંતોનું શરણ, અને સંસારના નગ્ન સ્વરૂપને, માયાવી સુખોને, વિનશ્વર ભાવોને ખુલ્લા કરી દઈને સન્માર્ગે ચડાવી દેનાર સદ્ધર્મનું પણ શરણ પ્રાપ્ત થઈ જાય છે. ધર્મ અનપેક્ષા • ૧૯ Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રીજિનેશ્વરદેવની પૂજ્યતા (પરમાત્માની અચિન્ય તારક ક્ષમતાનું સચોટ પ્રતિપાદન આ લેખમાં થયું છે. તેનું વારંવાર ચિંતન કરવાથી જીવનમાં પ્રભુભક્તિનો અપૂર્વ ભાવ જાગે છે. સં.) અભિમતફલની સિદ્ધિનો ઉપાય સમ્યજ્ઞાન છે અને સમ્યજ્ઞાનનો ઉપાય સન્શાસ્ત્ર છે. એ સન્શાસ્ત્રની ઉત્પત્તિ આપ્તપુરુષથી થાય છે. આપ્ત-પુરુષ તે કહેવાય છે કે–જેના રાગ, દ્વેષ અને મોહ સર્વથા ક્ષય થઈ ગયા હોય. શાસ્ત્રની ઉત્પત્તિ અર્થરૂપે શ્રીજિનેશ્વરદેવથી થાય છે એટલે અહીં પ્રાપ્ત તરીકે તેમને જ સમજવાના છે. આથી જ અભિમત ફલ સિદ્ધિના ઉપાયભૂત સમ્યજ્ઞાનના આદ્યપ્રરૂપક શ્રીજિનેશ્વરદેવો સૌ કોઈ માટે હરહંમેશ ત્રિકાળ પૂજવા યોગ્ય છે અને હરઘડી સ્મરણ કરવા યોગ્ય છે. આવા પરમ ઉપકારીઓનું દર્શન, પૂજન, વન્દને અને સ્મરણ કરવાનું પવિત્ર કર્તવ્ય કૃતજ્ઞ પુરુષો કદી પણ ન ભૂલે. “ર દિ ઋતમુારે સાધવો. વિસ્મરન્તિ' - અર્થાત્ સાધુ પુરુષો–સજ્જન પુરુષો કોઈએ પોતા ઉપર કરેલા ઉપકારને કદી પણ ભૂલતા નથી. સારાંશ કે–ઉપકારીને યાદ કરવા એ કૃતજ્ઞતા તથા સજ્જનતા છે અને ભૂલી જવા એ કૃતજ્ઞતા અને દુર્જનતા છે, ભગવાનનો અનુગ્રહ–૧ઉપમિતિમાં શ્રીસિદ્ધર્ષિગણિ જણાવે છે કે “ભગવાનના અનુગ્રહ વિના માર્ગાનુસારિતા પણ પ્રાપ્ત થતી નથી. ભગવાનના અનુગ્રહથી જ ભાવપૂર્વક ભગવાન ઉપર બહુમાન થાય છે, તે વગર બહુમાન પણ થતું નથી. યદ્યપિ પોતાના કર્મનો ક્ષયોપશમ વગેરે કારણો છે, પણ તે અપ્રધાન કારણ છે, પ્રધાન કારણ તો ભગવાનનો અનુગ્રહ જ છે. તે પરમાત્મા જ અચિન્ય શક્તિસંપન્ન હોવાથી અને પરાર્થકરણમાં મગ્ન હોવાથી જીવની મોક્ષમાર્ગની પ્રવૃત્તિના પરમ હેતુ છે. આ પરમાત્માનું નિરાકાર સ્વરૂપ પણ સર્વ જીવોનું કલ્યાણ કરી શકે એટલી શક્તિવાળું છે. એ સૂક્ષ્મબુદ્ધિથી વિચારવું. કદાચ શંકા થાય કે–ભગવાનને અનુગ્રહ તો સર્વ જીવ ઉપર એક સરખો છે–તો સર્વની મુક્તિ એક સાથે થઈ જવી જોઈએ. તેના સમાધાનમાં સિદ્ધર્ષિગણિ જણાવે છે કે-જીવની મુક્તિમાં ભગવાન જ પ્રધાન કારણ હોવા છતાં १. यदा अयमात्मा निजभव्यत्वादिपरिपाकवशादेतावती कोटिमध्यारूढो भवति तदा अस्य भवत्येव भगवदनुग्रहः, न तदव्यतिरेकेण यतो मार्गानुसारिता सम्पद्यते, तदनुग्रहेणैव भवति भावतो भगवति बहुमानो नान्यथा, स्वकर्मक्षयोपशमादीनां शेषहेतूनां अप्रधानत्वात् । ★★★ स एव परमेश्वरोऽचिन्त्यशक्ति-युक्ततया परमार्थकरणैकतानतया चास्य जीवस्य मोक्षमार्गप्रवृत्तेः परमो हेतुः इत्युक्तं भवति, समस्तजगदनुग्रहप्रवणं हि भगवतो निष्कलमपि रूपमिति परिभावनीयम् । केवलं तथापि जीवभव्यतां कर्मकालस्वभावनियत्यादिकं च सहकारिकारणकलापं अवेक्ष्य जगदनुग्रहे व्याप्रियते तेन न यौगपद्येन समस्तप्राणिनां संसारोत्तार इति । आलोचनीयमेतदागमानुसारेण इति । ૨૦ • ધર્મ અનપેક્ષા Page #38 -------------------------------------------------------------------------- ________________ પણ—જીવનું ભવ્યત્વ, કર્મ, કાળ, સ્વભાવ અને નિયતિ વગેરે સહકારિ કારણ સામગ્રીની અપેક્ષાપૂર્વક જ ભગવાન મોક્ષ પ્રાપ્તિમાં હેતુ બને છે, તેથી એક સાથે સર્વ પ્રાણીઓ મોક્ષે જઈ શકતા નથી. આગમાનુસારે આ બધી હકીકત વિચારવી.” શ્રીદેવચન્દ્રજી મહારાજ શ્રીચન્દ્રાનન જિનના સ્તવનમાં ભગવાનની કરુણા અંગે જણાવે છે કે— “તુજ કરુણા સહુ ઉપરે રે, સરખી છે મહારાય, પણ અવિરાધક જીવને રે, કારણ સફલો થાય રે. ચન્દ્રાનન જિન.” પૂજ્યપાદ ઉપાધ્યાયજી શ્રીયશોવિજયજી મહારાજ પણ ચિન્તામણિ પાર્શ્વનાથના સ્તવનમાં જણાવે છે કે– “કાલ સ્વભાવ ભવિતવ્યતા એ સઘળા તુજ દાસો રે, મુખ્ય હેતુ તું મોક્ષનો એ મુજને સબલ વિશ્વાસો રે.’– આજ મહાપુરુષ એક બીજા સ્તવનમાં જણાવે છે કે— “ઇતની ભૂમિ પ્રભુ તુમહી આન્યો, પરિ પરિ બહુત બઢાઈ મામ, અબ દુ ચાર ગુનઠાણ બઢાવત, લાગત હે કહા તુમ કો દામ.”— કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા વીતરાગસ્તોત્રમાં જણાવે છે કે— भवत्प्रसादेनैवाहमियतीं प्रापितो भुवम् । ઔવાસીન્થેન નેવાની તવ યુહ્રમુપેક્ષિતુમ્ ॥ (પ્રકાશ-૧૬ શ્લો૦ ૮) આ શ્લોકની ટીકામાં ટીકાકાર લખે છે કે : "हे भगवन् ! अहं भवत्सम्बन्धिना प्रसादेन अनुग्रहेणैव इयतीं त्वदुपास्ति स्तुतिविज्ञप्तियोग्यं भुवं = सुदशां प्रापितः सभानीतोऽस्मि तद् इदानीमपि विश्वैकवत्सलस्य तव औदासीन्येन-माध्यस्थ्येन उपेक्षितुं न युक्तं आश्रितोपेक्षणं हि न सुस्वामिधर्म इति ।" ભાવાર્થ :—à ભગવાન્ ! હું આપના અનુગ્રહ વડે જ–આપની ઉપાસના, સ્તુતિ અને વિજ્ઞપ્તિને યોગ્ય સુંદર દશાને પામ્યો છું, તો હવે વિશ્વવત્સલ એવા આપે મારી ઉપેક્ષા કરવી યોગ્ય નથી, કારણ કે—આશ્રિતની ઉપેક્ષા કરવી એ સુસ્વામીનો ધર્મ નથી. - આ સ્તુતિમાં આત્માના ઉત્તરોત્તર વિકાસમાર્ગમાં શ્રીતીર્થંકરદેવ પુષ્ટ હેતુ છે એ વાત જણાવી છે. કેવળ ભક્તિ જગાડવા માટેના જ આ વચનો નથી, પણ પરમાત્માના અનુગ્રહરૂપી નિમિત્તના અભાવમાં ઉપાદાન પોતે કારણપણે પરિણમતું નથી. એ રહસ્ય એમાં છુપાયેલું છે. એ સૂક્ષ્મબુદ્ધિથી વિચારવા જેવું છે. આ જાતની વિચારણાથી પરમાત્મા ઉપર સાચી ભક્તિ જાગશે. ધર્મ અનુપ્રેક્ષા - ૨૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ ધર્મમહાસત્તાનું સામર્થ્ય (ધર્મમહાસત્તાના અચિંત્ય સામર્થ્યને યથાર્થ અંજલિરૂપ આ લેખમાં, કર્મસત્તાની પરાધીનતામાંથી સદાને માટે મુક્ત થવાના સાચા માર્ગનું હૃદયંગમ નિરુપણ છે. સં.) સામાન્ય રીતે એમ કહેવાય છે કે—સુખ-દુ:ખ, સંપત્તિ-વિપત્તિ, ઐશ્વર્ય-દારિદ્ર, માન-અપમાન, આરોગ્ય-રોગ અને સદ્ગતિ-દુર્ગતિ આ બધું શુભાશુભ કર્મને અનુસારે થાય છે. યદ્યપિ અપેક્ષાએ આ વાત સાચી હોવા છતાં એમાં મુખ્યતા ધર્મમહાસત્તાની જ છે. કર્મસત્તાનું કામ ધર્મમહાસત્તાની આજ્ઞા પ્રમાણે ચાલનારને સુખ આપવાનું છે અને ધર્મ મહાસત્તાની આજ્ઞાથી વિરુદ્ધ વર્તનારને દુઃખ આપવાનું છે. અર્થાત્ કર્મસત્તા એ ધર્મમહાસત્તાને આધીન છે. કર્મસત્તા સ્વતંત્રપણે કશું જ કરી શકતી નથી. કર્મવર્ગણામાં જીવને વળગવાની શક્તિ છે, પણ તે તે જ જીવને વળગી શકે છે કે—જે જીવ ધર્મમહાસત્તાની આજ્ઞા વિરુદ્ધ વર્તતો હોય. જો એનામાં બધાયને વળગવાની શક્તિ હોત તો એક પણ જીવ મોક્ષે જઈ શકત નહિ અને મોક્ષે ગયેલાને પણ સંસારમાં પાછા લાવી શકત. પણ એવું કદી બનતું જ નથી. બીજી વાત એ છે કે—કર્મવર્ગણા વળગ્યા પછી પણ જીવ જો ધર્મમહાસત્તાને શરણે ચાલ્યો જાય અને એની આજ્ઞા પ્રમાણે વર્તે તો એવું પણ બને કેવળગેલી કર્મવર્ગણા માત્ર પ્રદેશોદયથી જ ભોગવાઈ જાય. વિપાકોદય ન ભોગવવો પડે, દુ:ખ આપે તેવા પણ કર્મો સુખનો અનુભવ કરાવીને ભોગવાઈ જાય, જે કર્મપ્રકૃતિ ગાઢ બંધવાળી હોય તેને શિથિલબન્ધવાળી કરે, લાંબી સ્થિતિવાળીને ટુંકી સ્થિતિવાળી કરે, તીવ્ર રસવાળીને મંદ રસવાળી કરે અને બહુ પ્રદેશવાળીને અલ્પ પ્રદેશવાળી કરે; આ સઘળોય પ્રભાવ ધર્મમહાસત્તાનો જ છે. નિકાચિત કર્મોનો ભોગવટો યદ્યપિ કરવો પડે, પણ ધર્મમહાસત્તાને શરણે રહેલો આત્મા, એ નિકાચિત કર્મોનો ભોગવટો એવી રીતે કરે છે કે–કાંતો કર્મવર્ગણાના દેરાતંબુ સર્વથા ઉપડી જાય અગર ઉદયમાં આવેલા નિકાચિત કર્મો શાન્તિથી ભોગવાઈ જાય, નવા અશુભ કર્મો બંધાય નહિ, બંધાય તે કર્મો શુભ જ બંધાય અને જ્યારે એ શુભકર્મો પાછા ઉદયમાં આવે ત્યારે એ શુભકર્મોના પ્રતાપે મળેલી સામગ્રી આત્માને કર્મક્ષયમાં મદદગાર બને. આ બધું જ સામર્થ્ય ધર્મમહાસત્તાનું જ છે. આથી સૂચિત થાય છે કે—ધર્મમહાસત્તા એ એક અતિ બળવાન અને જીવનું ૫૨મહિત કરનારી સત્તાં છે. આ સંસારમાં ગમે તેવો ભયંકર કાળ પ્રવર્તતો હોય તો પણ અસંખ્યાતા ૨૨ • ધર્મ અનુપ્રેક્ષા Page #40 -------------------------------------------------------------------------- ________________ આત્માઓ તો જીવનભર ધર્મમહાસત્તાને વફાદાર રહેનારા હોય જ છે. કારણ કે– સમ્યક્ત્વ અને દેશવિરતિધર આત્માઓ હંમેશને માટે અસંખ્ય હોય છે. એ જ રીતે વીસ અબજ સર્વવિરતિધર મુનિવરો, બે કરોડ કેવળજ્ઞાની અને વીસ તીર્થંકરદેવો સર્વદા હોય છે. ઉત્કૃષ્ટ કાળમાં તો—–નેવું અબજ સાધુઓ, નવ કરોડ કેવળજ્ઞાની અને એકસો સીત્તેર તીર્થંકરદેવો હોય છે. કર્મસત્તા કરતાં ધર્મમહાસત્તાનું સામર્થ્ય વધારે છે એને બીજી રીતે વિચારીએ. આજ સુધીમાં અનંતા આત્માઓને ધર્મમહાસત્તાએ કર્મની દખલગીરીમાંથી સર્વથા મુક્ત બનાવ્યા છે અને અનંતા આત્માઓને થોડા જ કાળમાં મુક્ત બનાવશે, કારણ કે સમકિતથી પડેલા જીવો અનંતા છે (પાંચમા અનંતે છે.) અને એ બધા જીવો વધારેમાં વધારે અર્ધપુદ્ગલપરાવર્ત્તમાં અવશ્ય મોક્ષે જવાના જ, અનંતપુદ્ગલપરાવર્તની અપેક્ષાએ અર્ધપુદ્ગલપરાવર્ત્ત કાળ સાવ અલ્પ જ ગણાય. સમ્યક્ત્વ પહેલાંના કાળને સમુદ્ર કહીએ તો સમકિત પામ્યા પછીના કાળને બિન્દુ કહી શકાય. ધર્મમહાસત્તાનો ઉપકાર કેવો ચાલી રહ્યો છે એ જરા શાસ્ત્રદૃષ્ટિએ વિચારીએ. સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ અને મોક્ષપ્રાપ્તિનું જઘન્ય અંતર એક સમયનું છે અને ઉત્કૃષ્ટ અંતર : (૧) સમ્યક્ત્વનું સાત દિવસ. (૨) દેશવિરતિનું બાર દિવસ. (૩) સર્વવિરતિનું પંદર દિવસ. અને (૪) મોક્ષપ્રાપ્તિનું છ મહિના. અર્થાત્ આ સંસારમાં વધારેમાં વધારે સાત દિવસ પછી તો કોઈ જીવ નવું સમ્યક્ત્વ પામે જ. એ જ રીતે બાર દિવસે (મતાન્તરે ચૌદ દિવસે) તો કોઈ જીવ દેશવિરતિ ગુણસ્થાનક પામે જ, પંદર દિવસે કોઈ જીવ સર્વવિરતિપણું પામે જ, અને છ મહિને કોઈ જીવ મોક્ષે જાય જ. પોતાનું વિસ્મરણ એટલે પોતાના તુચ્છ સ્વાર્થની ચિંતાનું વિસ્મરણ વિસ્મરણની એ ભૂમિકાનું ઘડતર શ્રીનવકાર સાથેના લાંબા કાળના સહવાસ પછી એવું સુદૃઢ બની રહે છે કે ઇન્દ્રનું વજ પણ તેના એક પરમાણુને હલાવવામાં નિષ્ફળ નીવડે. ધર્મ અનુપ્રેક્ષા ૦ ૨૩ Page #41 -------------------------------------------------------------------------- ________________ જિનાજ્ઞા અને પરમેષ્ઠિ જપ (પુણ્યાત્માઓને બંધબેસતો થાય તેવો સ્વ-પરકલ્યાણનો સુગમ માર્ગ આ લેખમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યો છે. સં.) આત્માને ધર્મીનું બિરુદ ગમે છે. અધર્મીની છાપ કોઈનેય ગમતી નથી. તેથી નિશ્ચિત છે કે ઉડે ઉડે પણ જીવ ધર્મનો પક્ષપાતી છે. છતાં પોતાના એ પક્ષપાતને જીવ સાચવી શકતો નથી, એટલે જ એ જીવ અધર્મ કરે છે, જરૂર પડે અધર્મનો પક્ષ પણ કરે છે અને ધર્મની સામે મોરચા પણ માંડે છે ! આમ બનવામાં કારણ એ લાગે છે કે જીવ ઉપર વિષય-કષાયનું જબ્બર આક્રમણ છે. એ આક્રમણ ન હોય ત્યાં સુધી જ એ જીવ બુદ્ધિમાન છે. નિમિત્ત મળતાં બિલાડીને દેખીને જેમ કબૂતર ગભરાઈ જાય છે, તેમ જીવ પણ વિષય-કષાયના આકર્ષણોથી મુંઝાઈ જાય છે. આત્માની આ એક જુગજૂની નબળાઈ છે. આ નબળાઈ દૂર કરવા માટે વિષય-કષાયની સામે અડગ ઊભા રહી શકાય તેવું બળ જીવે મેળવવું જોઈએ. એ બળ આપવાની તાકાત જો કોઈનામાં હોય તો તે એક માત્ર જિનાજ્ઞાના પાલનમાં છે, પરંતુ તે પાલનની શક્તિ જીવમાં ઓછી છે. તેનું કારણ એ છે કે એને જિન તથા જિનાજ્ઞાના પાલકો સાથે સંબંધ નથી. કોઈ કોઈ ભવમાં સંબંધ થાય છે, પણ તે માત્ર નામનો જ થાય છે, પણ કામનો નહિ. વળી જિનાજ્ઞા વિરુદ્ધની વસ્તુઓ સાથેનો સંબંધ ગાઢ બની ગયો છે, એ પણ એક ખાસ કારણ છે. એ તો સૌ કોઈ જાણે છે કે જેની સાથે અંતરનો સંબંધ બંધાય છે, તેની આજ્ઞા પાળવાનું બળ સહજ રીતે પ્રગટે છે. જો એક વાર જીવને જિનાજ્ઞા સાથે અંતરનો સંબંધ થઈ જાય તો એના ઉપર હલ્લો મચાવનારા વિષય-કષાયોનું જોર તદ્દન નરમ પડી જાય. આજે આપણે સૌ વચન દ્વારા “દેવગુરુપસાય-ધર્મનો પ્રતાપ” વગેરે વગેરે શબ્દો બોલીયે છીએ. અર્થાત્ દેવગુરુ અને ધર્મ સાથે વાણી દ્વારા આપણો સંબંધ આ રીતે જળવાઈ રહેલો હોવા છતાં અંતરાત્માથી તે સંબંધ જાણે બિલકુલ કપાઈ ગયો ન હોય તેમ આપણું વર્તમાન શુષ્ક જીવન જોતાં જણાઈ આવે છે તે સંબંધ મન-વાણી-ક્રિયાએ ત્રણેથી દઢપણે સ્થપાય તે માટે આજથી જ આ ઘડીથી જ પ્રયત્ન શરૂ કરી દેવાની આપણી સૌની પરમ ફરજ છે એમાં જ આપણું અને સર્વ જીવોનું કલ્યાણ છે. એ સંબંધ બાંધવા માટે શ્રીનવકાર મંત્ર એ સારામાં સારું સાધન છે. નવકારમાં રહેલા પંચપરમેષ્ઠિ એ પિતાના સ્થાને છે. તો તમને કરેલો નમસ્કાર એ માતાના સ્થાને છે. માતાના સંબંધથી જ પિતાની ઓળખાણ થાય છે. પિતા પુત્રને માટે પરોક્ષ છે, માતાને પ્રત્યક્ષ છે. તેથી પુત્રે પિતાને ઓળખવા માટે માતાનો જ આશ્રય લેવો પડે છે. માતા પ્રત્યેની ભક્તિ સ્વયંભૂ છે. એ પણ જેનામાં ન હોય તે પશુતુલ્ય છે, એવા ૨૪ • ધર્મ અનુપ્રેક્ષા Page #42 -------------------------------------------------------------------------- ________________ પશુતુલ્ય જીવોને છોડીને બીજાઓ કે જે સહજ સ્વભાવથી જ માતૃભક્ત છે, તેને જેમ માતા દ્વારા પિતાની પ્રતીતિ થાય છે, તેમ આપણે પણ પરમેષ્ઠિરૂપ પિતાની પ્રતીતિ કરવી હોય, તો તેમને નમસ્કાર કરવારૂપ માતાનો આશ્રય અવશ્ય લેવો જોઈએ. આ સિવાય પરમેષ્ઠિરૂપ પિતાની પ્રતીતિનો બીજો કોઈ સહેલો ઉપાય છે જ નહિ. નમસ્કારરૂપે માતાના ખોળે બેસીને જ આપણા પરમાત્મારૂપ પિતાને આપણે ઓળખી શકીશું. પરમેષ્ઠિ નમસ્કારમાં પરમાત્મસ્વરૂપ દેવ અને અંતરાત્મસ્વરૂપ ગુરુ એ બંને આવી જાય છે. તેમને નમસ્કાર કરવાવડે તેમના પરિચયમાં રહેવાથી આપણને આપણું અંતરાત્મસ્વરૂપ અને શુદ્ધ પરમાત્મસ્વરૂપ શું છે, તેની ઝાંખી થતી જાય છે અને જેમ જેમ એ ઝાંખી વધતી વધતી સ્પષ્ટ રૂપને ધારણ કરતી જાય છે તેમ તેમ દેહના માતાપિતાના સંબંધની જેમ જ આત્માના માતાપિતાનો સંબંધ સ્થાપિત થાય છે અને સ્થપાયેલો એ સંબંધ જ આપણા દુર્ઘટ કાર્યોને પણ સુઘટ બનાવનાર થાય છે. સંસારની વિષમતાનો કોઈ પાર નથી, તેનો પાર પામવા માટે બળવાન સાથ વિના, સબળની સહાય વિના માર્ગ કાપવો એ ભલભલા ભડવીરને માટે પણ દુષ્કર છે. એ સાથ અને સહાય પરમેષ્ઠિ નમસ્કાર વડે આપણને પ્રાપ્ત થાય છે, તેથી તેના બળે કોઈ પણ એવું દુર્ઘટ કાર્ય રહેતું નથી જે આપણે ન કરી શકીએ ! આ રીતે પરમેષ્ઠિ નમસ્કારના પ્રભાવનો વિચાર કરીને એના મહિમાને હૃદયમાં સ્થાપિત કરીને તેના પ્રત્યે પરમ ભક્તિવાળા બનવું એ સંકલ સંઘનું પ્રથમ કર્તવ્ય છે. નમસ્કાર માહાભ્યમાં શ્રીસિદ્ધસેનસૂરિજીએ ફરમાવ્યું છે કે 'जीयात् पुण्यांगजननी पालनी शोधनी च मे ।। हंसविश्रामकमलश्रीः सदेष्टनमस्कृतिः ॥' આ પંચપરમેષ્ઠિ નમસ્કાર, પુણ્યરૂપી શરીરની જનની છે, પાલની છે અને શિૉધની છે અને જીવરૂપી હંસની વિશ્રાન્તિ માટે કમલશ્રી છે, માટે એ જયવંત રહો. વળી આજે લગભગ સારોય સંસાર ભૌતિકતાથી, અનૈતિકતાથી અને પાશવતાથી હદ ઉપરાંત પતિત થઈ રહ્યો છે, તેવા સમયે પતિતને પાવન કરનાર પરમેષ્ઠિ નમસ્કારનો આશ્રય અનિવાર્ય બન્યો છે. આજે સંઘની અંદર, માનવ-માનવની અંદર, ઘર-ઘરની અંદર પરસ્પર પ્રેમના બદલે ધૃણા, સહિષ્ણુતાને બદલે ઉગ્રતા છે અને સ્નેહને બદલે વિરોધનું વાતાવરણ માઝા મૂકી રહ્યું છે, તેવા સમયે બધાનું માનસિક વલણ એક એવી દિશામાં વાળવું જોઈએ જેથી કોઈ જાતની પ્રેરણા કર્યા વિના જ સહજ રીતે પ્રેમ, વિશ્વાસ અને વાત્સલ્યનું વાતાવરણ ફેલાય. પરમેષ્ઠિ નમસ્કાર પ્રત્યે સહુ કોઈને એક સરખો આદર છે. તેથી તેના પ્રત્યે સમર્પણના ભાવ ખીલવવા માટેના કાર્યમાં સૌને એક સરખો સહકાર રહેવાનો અને તેથી સાચું ધર્મબન્ધત્વ ખીલી ધર્મ અનુપેક્ષા • ૨૫ Page #43 -------------------------------------------------------------------------- ________________ નીકળવાનું. સંઘમાં બબ્ધભાવ ખીલવવા માટે આ એક સુલભ અને સૌને માન્ય થાય તેવો માર્ગ છે. તેથી તેના પર વધારે પ્રેમ જાગે એ માટે એને અંગે ઊંડો વિમર્શ કરીને તેનું આંદોલન પ્રત્યેક ગામ-નગર-શહેર-ઘર અને અંતરમાં જાગે તેમ થવાની ખાસ જરૂર છે. તપ વિનાનો જપ શુષ્ક છે તેમ જપ વિનાનો તપ પણ શુષ્ક છે. તેથી તપ અને જપના મિલનની સાથે જિનાજ્ઞાના પ્રેમને જગાડવાની જરૂર છે. જિનાજ્ઞાના ખીલે બંધાઈને આપણે તપ કરીએ, જપ કરીએ, સંયમ પાળીએ, વ્રતનિયમ કરીએ, સંઘ, સાધુ, સમાધિ, વૈયાવચ્ચ વગેરે ધર્મકરણી કરીએ તો આપણું અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય. ૧૦૮ની સંખ્યાનું મહત્ત્વ ૧૦૮નો આંક મહત્ત્વનો છે. તેના કારણો નીચે મુજબ છે :- શ્રીપંચપરમેષ્ઠિના ગુણો ૧૦૮ છે : શ્રીઅરિહંતના ૧૨ ગુણ, શ્રીસિદ્ધના ૮ ગુણ, શ્રીઆચાર્યના ૩૬ ગુણ, શ્રીઉપાધ્યાયના ૨૫ ગુણ, શ્રીસાધુના ૨૭ ગુણ એ પ્રમાણે સર્વ મળી ૧૦૮ ગુણ છે. • નવકારવાળીના મણકા (પારા) ૧૦૮ છે. • ઉત્તમ પુરુષોના લક્ષણ ૧૦૮ હોય છે. • ૧૦૮ની સંખ્યાનો સરવાળો કરીએ તો ૯ થાય છે. નવનો આંક અખંડ • એક સરખી ઉંમરના ૧૦૮ માણસો જે કુળમાં હોય છે તે કુળકોટિ કહેવાય છે. • ૧૦૮ આંગળ ઊંચો હોય તે ઉત્તમ પુરુષ કહેવાય છે. • ૧૦૮ પૂજાનું સ્નાત્ર અષ્ટોતરી સ્નાત્ર છે. આમ ૧૦૮ની સંખ્યા મહત્ત્વની છે. એ સંખ્યા જો સિદ્ધ થઈ જાય તો ફરી ભ્રમણ કરવું ન પડે. - પ. પૂ. પં. શ્રીધરરવિજયજી ગણિવર ૨૬ • ધર્મ અનુપ્રેક્ષા Page #44 -------------------------------------------------------------------------- ________________ ગુરુઉપાસના (આ લેખમાં ગુરુભક્તિની અમાપશક્તિ અને શાસ્ત્રજ્ઞાનની અનિવાર્યતા સંબંધી સરળ છતાં સ્પષ્ટ અને મૌલિક પ્રતિપાદન થયું છે. સં.) શાસ્ત્રજ્ઞાનની જરૂર શાથી ? (૧) જગતમાં દુ:ખ ન હોત તો શાસ્ત્રજ્ઞાનની જરૂર ન રહેત. (૨) દુ:ખ હોત પણ એનો નાશ ઇષ્ટ ન હોત તો પણ શાસ્ત્રજ્ઞાનની જરૂર ન રહેત. (૩) દુઃખનો નાશ ઇષ્ટ હોત પણ શક્ય ન હોત—અશક્ય જ હોત તો પણ શાસ્ત્રજ્ઞાનની જરૂર ન રહેત. (૪) દુઃખનો નાશ અન્ય ઉપાયથી શક્ય હોત તો પણ શાસ્ત્રજ્ઞાનની જરૂર ન રહેત. પરંતુ દુ:ખ છે, દુઃખનો નાશ સૌને ઇષ્ટ છે, દુઃખનો નાશ શક્ય છે પણ અશક્ય નથી અને તેનો નાશ શાસ્ત્રજ્ઞાન સિવાય અન્ય ઉપાયથી શક્ય નથી માટે શાસ્ત્રજ્ઞાનની જરૂર છે. શાસ્ત્રપ્રતિપાદિત તત્ત્વોમાં મુખ્ય આત્મતત્ત્વ છે. આત્માના જ્ઞાનથી જ આત્મગત દુઃખની આત્યન્તિક અને ઐકાન્તિક નિવૃત્તિ થાય છે. માટે જ કહ્યું છે કે– आत्माज्ञानभवं दुःखमात्मज्ञानेन हन्यते (યોગશાસ્ત્ર પ્રકાશ ૪ શ્લો૦ ૩) ‘આતમ અજ્ઞાને કરી જે ભવદુઃખ લહિયે, આતમજ્ઞાનને તે ટળે એમ મન સહિયે,’ અન્યત્ર પણ કહ્યું છે કે—‘તતિ શો આત્મવિત્' ‘7 સ પુનરાવર્ત્તત-’ અર્થાત્ આત્માને જાણનાર શોકને તરી જાય છે અને તે શોક પુનઃ આવતો નથી. ઉપર્યુક્ત શાસ્રવચનોથી સમજી શકાશે કે આત્મગત દુ:ખની આત્યન્તિક અને ઐકાન્તિક નિવૃત્તિ આત્મજ્ઞાનથી થાય છે અને આત્મજ્ઞાન શાસ્ત્રજ્ઞાનથી થાય છે. માટે શાસ્ત્રજ્ઞાનની જરૂર છે. ગુરુ ઉપાસનાની જરૂર શાસ્ત્રજ્ઞાન ગુરુને આધીન છે. માટે દુઃખની નિવૃત્તિ કરવા ઇચ્છનારે શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરવા ગુરુની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. કહ્યું છે કે— ધર્મ અનુપ્રેક્ષા • ૨૭ Page #45 -------------------------------------------------------------------------- ________________ गुर्वायत्ता यस्माच्छस्त्रारम्भा भवन्ति सर्वेऽपि । તસ્માત્ પુર્વારાધનપોળ હિતાંક્ષિળા માવ્યમ્ ॥ (પ્રશમરતિ) અર્થાત્ શાસ્ત્રજ્ઞાનની શરૂઆત ગુરુને આધારે જ થઈ શકે છે, માટે હિતની ઇચ્છાવાળાએ ગુરુની આરાધનામાં સદા જાગ્રત રહેવું જોઈએ. વિનયપૂર્વક કરેલી ગુરુસેવાથી ગુરુની કરુણા પ્રાપ્ત થાય છે. ગુરુકરુણાથી આપણી યોગ્યતા મુજબ આપણને શાસ્ત્રજ્ઞાન મળતું જાય છે. શાસ્ત્રજ્ઞાનથી જીવન વ્રત અને ત્યાગપ્રધાન બને છે. વ્રત અને ત્યાગના પ્રતાપે કર્મોનો બન્ધ રોકાઈ જાય છે. કર્મબન્ધ રોકવાથી સંવર થાય છે. સંવર થવાથી તપ કરવાનું બળ વધે છે. તપના પ્રતાપે કર્મની નિર્જરા થાય છે. કર્મની નિર્જરા થવાથી મન-વચન-કાયાના યોગની પ્રવૃત્તિનો રોધ થાય છે. યોગની પ્રવૃત્તિ બંધ થવાથી અયોગીપણું પ્રાપ્ત થાય છે. અયોગીપણાથી ભવપંરપરા નાશ પામે છે અને ભવપરંપરાના નાશથી મોક્ષ પ્રાપ્ત થાય છે. અર્થાત્ દુઃખની આત્યન્તિક અને ઐકાન્તિક નિવૃત્તિ થાય છે. આ સઘળાય આત્મગુણો વિનયપૂર્વક ગુરુની ઉપાસના દ્વારા પ્રાપ્ત થયેલ શાસ્ત્રજ્ઞાનથી જ થાય છે. ઉપર જણાવેલા ગુણોમાં પૂર્વપૂર્વના ગુણો કારણ છે અને પછીના ગુણો કાર્ય છે એ દૃષ્ટિએ વિનયગુણ સઘળાય ગુણોનું મૂળ છે. દુઃખ સર્વ જીવોને અનિષ્ટ છે એટલે એનો નાશ પણ સૌને ઇષ્ટ છે. શાસ્ત્રજ્ઞાન દ્વારા જ એવો સાર્વત્રિક અને સંપૂર્ણ નાશ થઈ શકે છે. યદિપ દુઃખનો નાશ અન્ય સાધનોથી થાય છે એવો અનુભવ કેટલાક જીવોનો હોય છે, પણ તે નાશ આત્યન્તિક અને ઐકાન્તિક હોતો નથી. જેમ ભોજનથી ભૂખરૂપી દુઃખનો નાશ થાય છે પણ તે માત્ર કામચલાઉ હોય છે, કારણ કે પાછું થોડી જ વારમાં ભૂખનું દુ:ખ ઉત્પન્ન થાય છે. વળી કોઈને ભોજનથી ભૂખના દુઃખનો નાશ ન થતાં અજીર્ણાદિનું દુઃખ ઉત્પન્ન થાય છે. એટલે શાસ્ત્રજ્ઞાન સિવાયના બીજા બીજા સાધનોથી થતી દુઃખનિવૃત્તિ આત્યન્તિક હોતી નથી. અર્થાત્ પુનઃ દુઃખનો ઉત્પાદ ન થાય તેવી હોતી નથી અને એ દુઃખનિવૃત્તિ એકાન્તિક પણ હોતી નથી. અર્થાત્ એ બીજા સાધનોથી ૨૮ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #46 -------------------------------------------------------------------------- ________________ દુઃખ નિવૃત્તિ અવશ્ય થાય જ એવું પણ બનતું નથી. એ તાકાત તો માત્ર શાસ્ત્રજ્ઞાનમાં જ રહેલી છે. શાસ્ત્ર શબ્દનો અર્થ જણાવતાં જ્ઞાનસારમાં કહ્યું છે કે— “शासनात् त्राणशक्तेश्च बुधैः शास्त्र निरुच्यते । વચન વીતાવાસ્ય તત્તુ નાન્યસ્ય ચિત્ ॥'' (શાસ્રાષ્ટક) અર્થાત્ જેમાં હિતનો ઉપદેશ કરવામાં આવ્યો હોય અને જેનામાં સંસારથી ભય પામેલા, કર્મથી ઘેરાયેલા અને વિભાવથી પીડિત થયેલા સર્વ જીવોનું રક્ષણ કરવાનું સામર્થ્ય હોય તેને જ વિદ્વાનો શાસ્ત્ર કહે છે અને તેવું શાસ્ત્ર તો વીતરાગનું વચન જ છે પણ અન્ય કોઈનું વચન તેવા શાસ્ત્રરૂપ નથી. આથી હિતેચ્છુએ પોતાની સર્વ પ્રવૃત્તિમાં સર્વજ્ઞકથિત શાસ્ત્રને જ આગળ રાખવું જોઈએ. માટે જ કહ્યું છે કે ‘માધવ: શાસ્ત્રવક્ષુષ:’ અર્થાત્ સાધુપુરુષો શાસ્ત્રરૂપ ચક્ષુવાળા હોય છે. શાસ્ત્રને આગળ કરવાથી તેના આદ્ય પ્રરૂપક શ્રીતીર્થંકરદેવ હૃદયસ્થ બને છે અને શ્રીતીર્થંકરદેવ હૃદયસ્થ બનવાથી જીવને સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. કહ્યું છે ङे "शास्त्रे पुरस्कृते तस्माद् बीतरागः पुरस्कृतः । પુરષ્કૃતે પુનસ્તસ્મિન્ નિયમાત્ સર્વસિદ્ધયઃ ।'' (જ્ઞાનસાર) શ્રીવીતરાગ પરમાત્માને હૃદયમાં વિરાજમાન કરવાથી આત્મામાં અનાદિકાળથી રહેલા ક્લિષ્ટ કર્મો નાશ પામે છે અને એ ક્લિષ્ટ કર્મોનો નાશ થવાથી જીવને સર્વ પ્રકારની સુવિધા પ્રાપ્ત થાય એ સમજી શકાય તેવી વાત છે. ભગવાન હૃદયમાં વિરાજમાન થયા પછી ક્લિષ્ટ કર્મો—સંસારનો અનુબંધ ચલાવનાર કર્મો—ટકી શકતા નથી. કહ્યું છે કે— 'हृदि स्थिते भगवति क्लिष्टकर्मविगमः ' કારણ કે ‘ઞજ્ઞાનવિવનયોવિરોધાત્' અર્થાત્ જળ અને અગ્નિની જેમ પરસ્પર એક જ સ્થાનમાં (એક જ ચિત્તમાં) ભગવાનના અવસ્થાનનો અને ક્લિષ્ટ કર્મના અવસ્થાનનો વિરોધ છે. ધર્મ અનુપ્રેક્ષા • ૨૯ Page #47 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનનું મૌલિકસ્વરૂપ (જૈન દર્શનના મૌલિક સ્વરૂપને ટુંકમાં સ્પષ્ટ કરતી અનેક ઉપકારક હકીકતો સરળભાષામાં લખાયેલા આ લેખમાં રજૂ કરવામાં આવી છે. સં.). ૧. શ્રીતીર્થકર ભગવંતનું ચ્યવન કલ્યાણક એટલે દેવ, તિર્યંચ અને નરક-એ ત્રણ ગતિના બન્ધથી મુક્તિ. જન્મકલ્યાણક એટલે ગર્ભવાસથી મુક્તિ. દીક્ષા કલ્યાણક એટલે ગૃહસ્થાવાસથી મુક્તિ. કેવલજ્ઞાન કલ્યાણક એટલે રાગદ્વેષ આદિ સર્વ અત્યંતર સંસારથી મુક્તિ અને નિર્વાણ કલ્યાણક એટલે મન-વચન અને કાયારૂપ ત્રણે યોગોથી સંપૂર્ણ અને સાર્વદિક મુક્તિ. ૨. શ્રીઅરિહંત પરમાત્માને જન્મ નથી, કારણ કે ઘાતકર્મો નથી, સિદ્ધ પરમાત્માને જન્મ અને મરણ બંને નથી, કારણ કે–ઘાતી અઘાતી બંને કર્મો નથી, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતોને જન્મ-મરણની પરંપરા નથી, કારણ કે મિથ્યાત્વ, અવિરતિ, અપ્રશસ્ત કષાયો અને અશુભ યોગો નથી. ૩. પરમાત્મભાવ પ્રાપ્તવ્ય છે, તેનું સાધન રત્નત્રયીરૂપ યોગ છે, એ યોગ પરવૈરાગ્યને આધીન છે, પરવૈરાગ્ય અપરવૈરાગ્યને આધીન છે, અપરવૈરાગ્યનો પાયો મૈત્રયાદિ ભાવો છે અને મૈત્રાયાદિ ભાવો ધર્મરૂપી કલ્પવૃક્ષનું બીજ છે.. ૪. અનંતા આત્માઓ મુક્તિએ ગયા, સંખ્યાબંધ આત્માઓ મુક્તિએ જઈ રહ્યા છે અને હું હજી સંસારમાં કેમ ભટક્યા કરું છું ? આવી હિતચિંતા એ પોતાના આત્માની સાચી મૈત્રી છે. ૫. દોષો ખટકે, દોષો દૂર કરવા શક્ય પ્રયત્નો થાય, ગુણના અભાવનું દુઃખ થાય અને ગુણો મેળવવા શક્ય પ્રયત્નો થાય એ સક્રિય મૈત્રી છે. ૬. સર્વ દોષ રહિત અને સર્વગુણસંપન્ન શ્રીઅરિહંત પરમાત્માની સર્વજીવહિતકર આજ્ઞાને મન-વચન-કાયા સોંપી દેવાથી દોષો દૂર થવા માંડે છે અને ગુણો પ્રગટ થતા જાય છે, જેના પરિણામે આત્મા પરમાત્મા બને છે. ૭. જેને ધર્મ ઉપર શ્રદ્ધા નથી, ધર્મ જ સઘળાય સુખનો દાતા છે અને ધર્મથી જ સર્વ દુઃખો નાશ પામે છે, એવું જે માનતો નથી, તે સુખ અને શાંતિ અપાવનાર એક મહાન શક્તિથી સાવ અજાણ છે, એ અજ્ઞાનતાથી જ જીવ દુઃખ અને અશાન્તિમાં સબડ્યા કરે છે. ૮. ધર્મ એ સ્વભાવિક અને આત્મિક છે જ્યારે પુણ્ય-પાપ એ વૈભાવિક (કર્મજનિત) અને પૌગલિક છે. ધર્મ ઉપાદેય છે અને પુણ્ય વ્યવહારથી ઉપાદેય છે પણ ૩૦ • ધર્મ અનુપ્રેક્ષા Page #48 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચયથી હેય છે. ધર્મ એ નિર્વિકલ્પદશામાં પ્રવર્તે ત્યારે પ્રગટ થાય છે અને સંકલ્પ વિકલ્પ દશામાં શુભાશુભ કર્મ બંધાય છે. ૯. પાપથી અશાતા, પુણ્યથી શાતા, કર્મથી સંસાર અને ધર્મથી મોક્ષ થાય છે. ૧૦. પાપ અને કર્મબંધની ચતુર્ભગી : ૧. પાપ ઘણું અને કર્મબંધ ઓછો–સમ્યગ્દષ્ટિ ચક્રવર્તીઓને. ૨. પાપ ઘણું અને કર્મબંધ ઘણો–મિથ્યાદષ્ટિ રાજાઓ આદિને. ૩. પાપ ઓછું અને કર્મબંધ ઓછો–પુણિયા શ્રાવક આદિને. ૪. પાપ ઓછું અને કર્મબંધ ઘણોતંડલિયા મચ્છ આદિને. ૧૧. વેદના તથા નિર્જરાની ચતુર્ભાગી : ૧. અલ્પ વેદના અને અલ્પ નિર્જરા–દેવતાઓને. ૨. મહાવેદના અને અલ્પ નિર્જરા–નારકીઓને ૩. મહાવેદના અને મહા નિર્જરા–ગજસુકુમાલઆદિ મુનિવરોને. ૪. અલ્પ વેદના અને મહા નિર્જરા–ચૌદમા ગુણસ્થાનકવર્તી જીવોને. ૧૨. ઉપાદાન અને નિમિત્તની ચતુર્ભગી : ૧. ઉપાદાન સત્ય ભવ્ય અને નિમિત્ત સત્ય અરિહંત–મોક્ષરૂપી કાર્ય થાય. ૨. ઉપાદાન સત્ય ભવ્ય અને નિમિત્ત અસત્ય રાગીદેવ-સંસારરૂપ કાર્ય થાય. ૩. ઉપાદાન અસત્ય અભવ્ય અને નિમિત્ત સત્ય અરિહંત–સંસારરૂપ કાર્ય થાય. 1. ૪. ઉપાદાન અસત્ય અભવ્ય અને નિર્મિત્ત અસત્ય રાગીદેવ–સંસારરૂપ કાર્ય થાય. ૧૩. આત્મા દ્રવ્યાર્થિકનયે તુંબી-મૃત્તિકાત્યાયકર્મની સાથે મળેલો છે, એટલે જેમ તુંબડી ઉપર માટીનો થર લાગ્યો હોય પણ તુંબડીની અંદર કોઈ પણ જાતનો બગાડ ન હોય તેમ. તથા પર્યાયાર્થિકનયે આત્મા ક્ષીરનીરન્યાયે અગર લોહાગ્નિ ન્યાયે કર્મની સાથે એકરૂપે લોલીભૂત થઈને ચારે ગતિમાં પરિભ્રમણ કરે છે. ૧૪ ચેતના બે પ્રકારની છે : (૧) જ્ઞાનચેતના અને (૨) અજ્ઞાનચેતના. અજ્ઞાન ચેતના બે પ્રકારની છે : (૧) કર્મચેતના અને (૨) કર્મફલચેતના. જ્ઞાનચેતના આત્માના શુદ્ધ ઉપયોગરૂપ છે. પદાર્થને સામાન્ય વિશેષરૂપે યથાર્થ જોવા અને જાણવારૂપ જ્ઞાનચેતના એ જ જીવનું ધર્મ અનુપેક્ષા • ૩૧ Page #49 -------------------------------------------------------------------------- ________________ તાત્ત્વિક સ્વરૂપ છે. આવી જ્ઞાનચેતના સમ્યગ્દષ્ટિ આત્માઓને જ હોય છે. કર્મચેતના એટલે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ હેતુદ્વારા જીવનું રાગદ્વેષરૂપે પરિણમન અને કર્મફલચેતના એટલે શુભાશુભ કર્મદ્વારા સુખ-દુઃખનો અનુભવ. કર્મચેતના અને કર્મફલચેતના યથાસંભવ એકેન્દ્રિયાદિ સર્વ જીવોને હોય છે. જ્ઞાનચેતનાનો વિકાસથી સર્વ જીવો સાથે આત્મસમદર્શિત્વભાવ અને પોતાનો આત્મા પરમાત્મા સમાન છે એવો ભાવ પ્રગટ થાય છે. એ ભાવ પ્રગટ થવાથી વિશ્વના જીવો સાથે અને પરમાત્મા સાથે સાચો સંબંધ બંધાય છે. જ્ઞાનચેતનાથી જીવ પોતાનું શું અને પારકું શું ? ઉપાદેય શું અને તેય શું ? એનો વાસ્તવિક નિર્ણય કરી શકે છે. કુશળ ભગવાન (માળી) જેમ પોતાના બગીચામાં સારા સારા છોડવાઓ બહારથી લાવીને રોપે છે, તેમ જ્ઞાનચેતનાવાળો જીવ જ્યાં જ્યાં ગુણો દેખાય ત્યાં તે તે ગુણોની ઔચિત્યતાપૂર્વક અનુમોદના અને પ્રશંસા કરીને પોતાના આત્મામાં ગુણોના બીજો વાવે છે. જેમ કુશળ વ્યક્તિ ઘઉં વીણતી વખતે ઘઉંમાં રહેલા કાંકરાને વીણી વીણીને બહાર ફેંકી દે છે, તેમ જ્ઞાનચેતનાવાળો જીવ પોતામાં આવી ગયેલા દોષોને વીણી વીણીને કાઢી નાંખવા સતત પ્રયત્ન કરે છે. અજ્ઞાનચેતનાથી જીવ સ્વાર્થપરાયણ બને છે, પોતાના માની લીધેલા સ્વાર્થ ખાતર જીવો સાથે વૈર-વિરોધ કરે છે અને જડપદાર્થોને સુખનું કારણ માની તેને જ મેળવવા, વધારવા, ભોગવવા અને સાચવવામાં અમૂલ્ય માનવભવ કે જે કર્મોની બાદબાકી કે ભાગાકાર કરવા માટે મળ્યો છે, તેને કર્મના સરવાળા કે ગુણાકાર કરી નિષ્ફળ બનાવી ચાર ગતિઓમાં પરિભ્રમણ કર્યા કરે છે. ૧૫ તીર્થંકરદેવના કલ્યાણક વખતે સાતે નરકે કેટલું અજવાળું હોય? પહેલી નરકે સૂર્ય સમાન. બીજી નરકે વાદળાથી ઢંકાયેલા સૂર્યસમાન. ત્રીજી નરકે પૂનમના ચન્દ્ર સમાન, ચોથી નરકે વાદળાથી ઢંકાયેલ ચંદ્ર સમાન, પાંચમી નરકે ગ્રહોના પ્રકાશ સમાન, છઠ્ઠી નરકે નક્ષત્રના પ્રકાશ સમાન અને સાતમી નરકે તારાના પ્રકાશ સમાન. ૩૨ • ધર્મ અનુપ્રેક્ષા Page #50 -------------------------------------------------------------------------- ________________ ભાવનિધાન (‘મેળવવા જેવા તો નવ ભાવનિધાન છે.' એ સત્યને મનનીય આ લેખમાં સચોટ રીતે સ્પષ્ટ કરવામાં આવ્યું છે.સં.) આ સંસારમાં નિધાન મેળવવાની ઇચ્છા કોને નથી ? જેમને નિધાનની સમજ નથી, તેવા જીવોની વાત બાજુએ રાખીએ, કેમ કે એ જીવો એવા અશુભ કર્મોથી પીડાય છે કે—આપણા દિલમાં તેમને માટે ગમે તેટલી દયાની લાગણી હોય તો પણ આપણે આપણી દયાને એ જીવો માટે ફલવતી બનાવી શકીએ તેવી તત્કાલ શક્યતા નથી. એટલે એવા જીવો માટે તો આપણે એવી જ ભાવના ભાવી શકીએ કે—એ જીવો મનુષ્યપણું પામી ભાવનિધાનને પ્રાપ્ત કરો. પણ જે જીવો નિધાન વિષે કાંઈક સમજ ધરાવે છે અને એથી પોતાને નિધાન મળે તો તો સારું એમ ઇચ્છે છે, તેવા જીવોની સમજને અને ઇચ્છાને જો સારા અને સાચા માર્ગે દોરવાનો પ્રયત્ન કરીએ, તો તે પ્રયત્ન તેવા જીવો માટે સફળ બનવાનો ઘણો સંભવ છે.. બીજાઓને સારા અને સાચા માર્ગે દોરવાની ઇચ્છાવાળાએ અને એ જાતિનો પ્રયત્ન કરવાની ભાવનાવાળાએ, સૌથી પહેલાં તો પોતે સારા અને સાચા માર્ગે છે કે કેમ ? એ તપાસી લેવું જોઈએ. આપણે કોઈને સારાં અને સાચા માર્ગે ન દોરી શકીએ એ જેટલું દુ:ખદ નથી, તેનાથી અધિક દુઃખદ એ છે કે આપણે આપણી અણસમજથી, બીજાને સારા અને સાચા માર્ગના નામે ખોટા અને ખરાબ માર્ગે દોરી જઈએ. એટલે આપણે આપણી જાતને પહેલાં તપાસી લઈએ કે આપણને નિધાન મળે એવી ઇચ્છા છે ? છે, તો કેવા પ્રકારના નિધાનને મેળવવાની આપણી ઇચ્છા છે ? આપણે જો સારા અને સાચા માર્ગ વિષે શુદ્ધ સમજ ધરાવતા હોઈશું, તો આપણને લાગશે કે—ખુદ આત્મા પોતે જ સર્વ નિધાનોનો સ્વામી છે. પૂ. ઉપાધ્યાયજી શ્રીયશોવિજયજી મ. જ્ઞાનસારમાં જણાવે છે કે : वत्स ! चञ्चलस्वान्तो, भ्रान्त्वा भ्रान्त्वा विषीदसि । निधिं स्वसन्निधावेव, स्थिरता दर्शयिष्यति ॥ ભાવાર્થ :- હે વત્સ ! ચલચિત્તવાળો થઈ ઠામ ઠામ ભમી ભમીને તું કેમ ખેદ ધર્મ અનુપ્રેક્ષા • ૩૩ Page #51 -------------------------------------------------------------------------- ________________ પામે છે ? જો તું નિધાનનો અર્થી છે, તો સ્થિરતા તારી પાસે જ રહેલ નિધાનને દેખાડશે. આત્માના સ્વાભાવિક એવા જે જ્ઞાનાદિ ગુણો, એ એવા નિધાનરૂપ છે કે—એ નિધાનોની તુલનામાં જગતનો કોઈ પણ પદાર્થ મૂકી શકાય તેમ નથી. આ ઉપરાંત આપણને એમ પણ લાગશે કે—આપણો આત્મા ગુણ નિધાનોનો સ્વામી હોવા છતાં, આજે આપણા એ ગુણરૂપી નિધાનો કર્મરૂપી કચરા નીચે દબાઈ ગયા છે. પણ આપણે એ ગુણરૂપી નિધાનોને પ્રગટ કરવા છે. એ ગુણરૂપી નિધાનો તો જ પ્રગટ થઈ શકે કે જો આપણે એના ઉપર જે કર્મરૂપી કચરો પડ્યો છે તેને દૂર કરી શકીએ. એ કચરાને દૂર કરવાનો સહેલો અને પહેલો ઉપાય એ છે કે—જેમણે એ કચરો સર્વથા દૂર કર્યો છે અને જેઓ એ કચરાને દૂર કરવાનો તનતોડ પ્રયત્ન કરી રહ્યા છે—એ પંચપરમેષ્ઠિ ભગવંતોની શરણાગતિ સ્વીકારવી. એમની શરણાગતિ સ્વીકાર્યા વિના કોઈ પણ જીવ પોતાના ગુણોને પ્રગટ કરી શક્યો નથી અને પ્રગટ કરી શકશે પણ નહિ. એમની શરણાગતિ સ્વીકારવી એટલે, એમની આજ્ઞા મુજબ પોતાની ભૂમિકાને અનુરૂપ જીવન જીવવું. આવી સમજના કારણે આપણને એમ થશે કે—જગતનો મોટો ભાગ અણસમજથી નાશવંત અને કર્મરૂપી કચરાને વધારે તેવા નિધાનની પૂંઠે પડીને દુ:ખી દુ:ખી થઈ રહ્યો છે. આથી તે લોકોને હું સાચા નિધાન વિષે કાંઈ સમજ આપું. જગતમાં મોટામાં મોટા જે નવ નિધાન ગણાય છે, તે નવેય નિધાનો ચક્રવર્તી થનારા દરેક જીવને પ્રાપ્ત થાય છે. એ નવે નિધાનોને દ્રવ્યનિધાન કહેવાય છે. એ નવેય દ્રવ્યનિધાન જેમને મળે છે, તેઓ જો એ નિધાનમાં આસક્ત બનીને પોતાનું જીવન પૂરું કરે તો એ નિધાનના ઉપભોગના પ્રતાપે અને એની આસક્તિના કારણે તેમને જે ફળ મળે છે, તે ફળ શાસ્ત્રોમાં બતાવ્યું છે. જો એ ફળ આપણા જાણવામાં આવે તો આપણને દ્રવ્યનિધાનની ઇચ્છા પણ ભયંકર નુકશાન કરનારી છે એમ લાગે. આપણને કદાચ સંજોગવશાત્ કોઈ દ્રવ્યનિધાનની ઇચ્છા થઈ પણ જાય, તોય આપણને લાગે કે—આ ઇચ્છા પણ મારું ભૂંડું કરનારી છે, તો પછી એ દ્રવ્યનિધાનના ભોગ આદિના ફળની તો વાત જ શી કરવી ? અને એથી આપણી દ્રવ્યનિધાનની ઇચ્છા પહેલાં તો પાંગળી બની જશે અને પછી એ ઇચ્છા સર્વથા નામશેષ થઈ જશે. શાસ્ત્ર ફરમાવે છે કે દરેક ચક્રવર્તી નવે નિધાન પ્રાપ્ત કરે છે અને જો એ ચક્રવર્તી એ નિધાનોનો ભોગવટો કરતે કરતે મરણ પામે તો મર્યા બાદ નિયમા નરકે જાય છે. આટલા વિવેચન ઉપરથી દ્રવ્યનિધાનના ભોગવટાનો કેવો બૂરોં નતીજો આવે ૩૪ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #52 -------------------------------------------------------------------------- ________________ છે, તે આપણે સારી રીતે સમજી શકીએ છીએ. શાસ્ત્રકારોએ ઉ૫૨ની વાત ફરમાવવા સાથે એમ પણ ફરમાવ્યું છે કે–જો એ ચક્રવર્તીઓ જીવતે જીવતે એ નવ નિધાનોનો ત્યાગ કરી દે અને ભાવનિધાનનોને પ્રગટ કરવા માટે જિનેશ્વરદેવનું સાધુપણું સ્વીકારી, આજ્ઞાપૂર્વક તેનું પાલન કરે તો એ ચક્રવર્તીનો જીવ આઠે કર્મોનો ક્ષય કરીને મોક્ષે જાય અને જેઓ તે ભવમાં આઠે કર્મનો ક્ષય થાય તેવો પુરુષાર્થ ન કરી શકે તેઓ દેવલોકમાં જાય અને દેવલોકમાંથી ચ્યવ્યા બાદ એ જીવ ભાવનિધાનોને પ્રગટ કરવા એવો પુરુષાર્થ કરે કે—અલ્પકાળમાં તેના સર્વકર્મો ક્ષય થઈ જાય. શાસ્ત્રકાર મહર્ષિઓએ કહેલી આ બે વાતો ઉપર શ્રદ્ધા થઈ ગયા પછી આ દેવદુર્લભ મનુષ્યભવ પામીને કયા નિધાન માટે મહેનત કરવા જેવી છે, તે વાત આપોઆપ સમજાઈ જશે. વર્તમાન અવસર્પિણીમાં આ ભરતક્ષેત્રના બાર ચક્રવર્તીઓ પૈકી દશ ચક્રવર્તીઓએ દ્રવ્યનિધાનનો ત્યાગ કરી દઈને ભાવનિધાનોને પ્રગટ કરવાનો પુરુષાર્થ આદર્યો હતો, એથી એ દસમાંથી આઠ તો એ જ ભવમાં મોક્ષે ગયા છે અને બે ચક્રવર્તીઓ આરાધના અધૂરી રહેવાથી દેવલોકે ગયા છે. જ્યારે સુભૂમ અને બ્રહ્મદત્ત ચક્રવર્તી મરતાં સુધી દ્રવ્યનિધાનનો ત્યાગ નહિ કરી શકવાથી મરીને સાતમી નરકમાં ઉત્પન્ન થયા છે. આમ દ્રવ્યનિધાન એ દુર્ગતિનું કારણ છે અને ભાવનિધાન એ મોક્ષનું અને સદ્ગતિનું કારણ છે. હવે ક્યા નિધાનને ઇચ્છવું તે આપણે પોતે જ વિચારી લેવાનું રહે છે. સંસારમાં દુ:ખથી સંતપ્તપણે જો ભટકયા જ કરવું હોય તો દ્રવ્યનિધાનની ઇચ્છામાં અને તે મેળવવા ભોગવવા વગેરેની મહેનતમાં પડવું, પણ જો સંક્લેશરહિત સુખની ઇચ્છા હોય તો ભાવનિધાન પામવાની અને તેને સેવવાની મહેનતમાં રહેવું. જીવે આ વિચાર વારંવાર કરવો કે જેથી સંસારના સુખની ઇચ્છા સતાવી જાય નહિ અને મોક્ષની ઇચ્છા મંદ બની જાય નહિ. હવે આપણે એ વિચારીએ કે ભાવનિધાન ક્યા છે અને કેટલા છે ? કેવળજ્ઞાનીની અપેક્ષાએ વિચારીએ તો નવ પ્રકારની ક્ષાયિક લબ્ધિઓ એ એમના નવ નિધાન છે : ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૫ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧. કેવળજ્ઞાન, ૨. કેવળદર્શન, ૩. ક્ષાયિક સમ્યત્વ, ૪. ક્ષાયિક ચારિત્ર, ૫. ક્ષાયિક દાન, ૬. ક્ષાયિક લાભ, ૭. ક્ષાયિક ભોગ, ૮.ક્ષાયિક ઉપભોગ. અને ૯. ક્ષાયિક વીર્ય. આ નવ ક્ષાયિક લબ્ધિઓ તે તે પ્રકારના કર્મના ક્ષયથી પ્રગટ થાય છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી કેવળજ્ઞાન, દર્શનાવરણીય કર્મના ક્ષયથી કેવળદર્શન, દર્શનમોહનીયના ક્ષયથી ક્ષાયિક સમ્યકત્વ, ચારિત્ર મોહનીયના ક્ષયથી ક્ષાયિક ચારિત્ર અને દાનાન્તરાયાદિસ્વરૂપ અન્તરાય કર્મના ક્ષયથી દાનાદિ પાંચ ક્ષાયિક લબ્ધિઓ પ્રગટ થાય છે. આ ઉપરથી સમજી શકાશે કે આત્માના ગુણો એ જ નિધાનસ્વરૂપ છે. આપણા એ ગુણો આજે કર્મરૂપી કચરાથી દબાઈ ગયા છે, એ કર્મરૂપી કચરાને જિનાજ્ઞાના પાલનથી દૂર કરી, દબાઈ ગયેલા ગુણો પ્રગટ કરી શકાય છે. ઉપર જણાવેલા ભાવનિધાનને પ્રગટ કરવાનો પુરુષાર્થ કરનારો આત્મા પણ છદ્મસ્થપણે જે નવભાવનિધાનનો સ્વામી બને છે, તે ક્યા અને તેનાથી જીવને શો લાભ તે હવે જોઈએ. (૪) પાંચ ઇન્દ્રિયોના વિષયોનો વિરાગ અને (૫) ચાર કષાયોનો જય એ છદ્મસ્થ જીવની અપેક્ષાએ નવ ભાવનિધાન છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોનો વિરાગ અને ચાર કષાયોનો જય એ ક્રમશઃ આગળ વધતાં વધતાં આત્માને ક્ષાયિક નવ લબ્ધિઓ પમાડવામાં કારણ બને છે. એટલે એ નવ પણ ભાવ નિધાન ગણાય છે. (૧) શ્રોત્રેન્દ્રિયનો વિકાર શમે એટલે વિકારોત્તેજક શબ્દોના શ્રવણનું આકર્ષણ ઘટે અને જિનવાણીનું શ્રવણ પ્રેમપૂર્વક થાય. (૨) ચક્ષુ ઇન્દ્રિયનો વિકાર શમે એટલે વિકારોત્તેજક રૂપો જોવાનું આકર્ષણ ઘટે અને પરમાત્માની મૂર્તિ ઉપર આંખ ઠરે. (૩) ધ્રાણેન્દ્રિયનો વિકાર શમે એટલે પુગલની સુગંધ-દુર્ગધમાં રાગ-દ્વેષ ઘટે અને આત્મિક ગુણની સુવાસ પ્રગટે. (૪) જીહાઇન્દ્રિયનો વિકાર શમે એટલે પુદ્ગલના રસો બાકસબુક્સ જેવા લાગે અને આત્મિક ગુણોનો રસાસ્વાદ અમૃત તુલ્ય લાગે. ૩૬ • ધર્મ અનુપ્રેક્ષા Page #54 -------------------------------------------------------------------------- ________________ (૫) સ્પર્શનેન્દ્રિયનો વિકાર શમે એટલે આત્મપ્રદેશે જે વિભાવ પરિણતિ પરિણમી છે, તે ઘટવા માંડે અને સ્વભાવ પરિણિત જે દબાઈ ગઈ છે તે પ્રગટ થવા માંડે. ખીલે. (૬) ક્રોધનો વિકાર શમે એટલે વૈરવૃત્તિ ઘટે, ક્ષમા ગુણ વધે અને મૈત્રીભાવના (૭) માનનો વિકાર શમે એટલે અહંવૃત્તિ ઘટે, નમ્રતા વધે અને પ્રમોદભાવના (૮) માયાનો વિકાર શમે એટલે દંભપ્રપંચ આદિ દોષો ઘટે, સરળતા વધે, નિઃશલ્યતા પ્રાપ્ત થાય, સ્રીવેદ આદિ અશુભ પ્રકૃતિઓ બંધાય નહિ અને સર્વત્ર વિશ્વસ્તતા પ્રાપ્ત થાય. ખીલે. (૯) લોભનો વિકાર શમે એટલે તૃષ્ણા ઘટે અને સંતોષ વધે. ઇન્દ્રિયોનો અને કષાયોના વિકાર શમ્યા વિના ભાવનિધાનની પ્રાપ્તિ થતી નથી. માટે સૌ કોઈ ઇન્દ્રિય અને કષાયોના વિકારની નાગચૂડથી બચી ભાવનિધાનને પ્રાપ્ત કરો એ જ શુભાભિલાષા. શ્રી નવકાર માહાત્મ્ય पणव हरिया रीहा इह मंतह बीयाणि सप्पहावाणि । सव्वेसिंतेसिं मूलो, इक्को नवकार वरमंतो ॥ અર્થ :- ૐ હ્રીઁ, અર્હ વગેરે સર્વ પ્રભાવવાળા જે જે મંત્ર બીજો છે, તે બધાનું મૂળ એક શ્રીનમસ્કાર મહામંત્ર છે. અર્થાત્ તેના પહેલા પદમાં રહેલા સાત વર્ણો છે. આ રીતે આ સાત વર્ષોમાં સૂર્યનાં કિરણોની સર્વ શક્તિ તો શું પણ સંગીતના સાત વર્ણોમાં રહેલી સર્વ શક્તિ, સર્વ સ્વર-વ્યંજનોમાં, સર્વ પ્રકારના યંત્ર-મંત્ર અને તંત્રોમાં રહેલી શક્તિ પણ રહેલી છે. પ્રાચીન ગ્રંથોમાં પણ કહ્યું છે કે, નવકારના પ્રત્યેક અક્ષરે એક હજાર આઠ વિદ્યાઓ રહેલી છે. ધર્મ અનુપ્રેક્ષા • ૩૭ Page #55 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય, અધ્યાત્મયોગ નિષ્પન્ન પંન્યાસપ્રવ૨શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રી કે, જેઓના શ્વાસોશ્વાસમાં નમસ્કારમહામંત્ર ૨મી રહ્યો હતો. જેમના રૂવાડે-રૂવાડે નમસ્કારમહામંત્રના ભાવો પ્રસરી રહ્યા હતા. જેમના જીવનમાં નમસ્કાર મહામંત્ર સ્વરૂપ બની ચૂક્યો હતો. તે પૂજ્યશ્રીની પરમકૃપાથી ધર્મચિંતન સ્વરૂપ ધર્મચક્રમાં નમસ્કાર મહામંત્ર ઉપર ચિંતન-મનન અનુપ્રેક્ષા થઈ. તે લેખો તેમજ ધર્મ સંબંધી-મૈત્ર્યાદિ ભાવો સંબંધી લેખોનું સંપૂટ અહીં પ્રકાશિત થઈ રહ્યો છે. પૂ. પંન્યાસ શ્રીભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રી નમસ્કાર મહામંત્ર અનુપ્રેક્ષા ભાવરત્નાકર પરમહિતકર મંત્ર અમાપ મંત્રશક્તિ શક્તિનું મહાગીત નમસ્કાર પ્રભા નવકારની અગાધ શક્તિ નમસ્કાર કળા વિશ્વપ્રાણ નવકાર અદ્ભુત પ્રકાશ ભાવવર્ધક શક્તિ નમોની શક્તિ અચિંત્ય ક્ષમતા સર્વપાપ પ્રણાશક ગુણસંબંધ નવકાર કૃતજ્ઞતાગુણ ધર્મપ્રતિતી ૩૮ ૦ ધર્મ અનુપ્રેક્ષા ૩૯. ૪૨ ૪૬ ૪૯ પર ૫૫ ૫૯ ૬૨ ૬૬ ૬૯ ૭૩ ૭૭ ૬ ૩ ૪ ક્રુ છુ Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રીનમસ્કાર મહામંત્ર અનુપ્રેક્ષા * (પરમમંગલમય શ્રીનવકાર એ જેઓશ્રીના હૃદયનું હૃદય છે, એ પ.પૂ. પંન્યાસજી મહારાજશ્રીના, મહામંત્ર શ્રીનવકાર સંબંધી હૃદયગત ભાવોનું સત્ત્વ, તેની આરાધનાની શ્રીજિનાજ્ઞા-મૂલક ઊંડી સૂઝ સાથે આ લેખમાં ઝળહળી રહ્યું છે. સં.) શ્રીનવકાર અને શ્રી સિદ્ધચક્રનો સંબંધ શ્રીનવકાર એ શ્રુતરૂપ છે શ્રુતજ્ઞાન એ પાંચ જ્ઞાનમાં સ્વપર પ્રકાશક છે. તેથી મુખ્ય મંગળ છે. પાંચ જ્ઞાન મંગળરૂપ છે, ભાવ-મંગળરૂપ છે, તેથી ભાવસંવર અને કર્મક્ષય થાય છે. જ્ઞાનને મંગળારૂપ શ્રી નંદીસૂત્રમાં માન્યું છે. કારણ કે તે આત્મગુણરૂપ છે. આત્મગુણનું ધ્યાન એ આત્માનું જ ધ્યાન છે. આત્મધ્યાનથી આત્મજ્ઞાન થાય છે અને આત્મજ્ઞાન એ કર્મક્ષય અને મોક્ષનો હેતુ બને છે. શ્રી સિદ્ધચક્ર એ નવપદો અને તેના પરિવારરૂપ સકલ લોકમાં રહેલ શ્રેષ્ઠ પદાર્થોનો વ્યવસ્થિત ચક્કાર સંગ્રહ છે. તેથી તેનું ધ્યાન શ્રીનવકારરૂપી કૃત વડે અસ્પષ્ટપણે ઓળખાયેલા પંચ પરમેષ્ઠિ ભગવંતો અને તેમના મહિમાનો સ્પષ્ટપણે બોધ કરાવે છે. શ્રુતજ્ઞાન એ પરોક્ષ પ્રમાણ છે, તેથી થતો બોધ એ અસ્પષ્ટ અને ઝાંખો હોય છે. શ્રુતનો વિષય સામાન્ય છે. વિશેષનો બોધ માત્ર શાબ્દિક જ્ઞાનથી નહિ પણ વસ્તુના ધ્યાનથી થાય છે. ધ્યાન વડે શાબ્દિક બોધ સ્પષ્ટ થાય છે. સામાન્ય ધર્મનું જ્ઞાન હતું તે મટીને વિશેષ ધર્મનું ભાન કરાવે છે. ક્રમ આ પ્રમાણે છે. પ્રથમ મતિજ્ઞાન ઇન્દ્રિય અને મન વડે, પછી શ્રુતજ્ઞાન કેવળ મન વડે, પછી અનુભવજ્ઞાન અને તેનો ઉપાય ધ્યાન છે. - શ્રત વડે જાણેલા પદાર્થોને અનુભવ ગોચર કરવા માટે ધ્યાન અનિવાર્ય છે. ધ્યાન વિનાનું એકલું જ્ઞાન અકાર્યકારી છે. જ્ઞાનને કાર્યકારી કરવા માટે ધ્યાનની આવશ્યકતા છે. જ્ઞાનની સામગ્રી નવકાર વડે પૂરી પડે છે. ધ્યાનની સામગ્રી સિદ્ધચક્ર વડે પુરી થાય છે. જ્ઞાન વડે સામાન્ય બોધ થાય છે. તે જ બોધ ધ્યાન વડે વિશેષ બને છે, સ્પષ્ટ થાય છે, અપરોક્ષપણે અનુભવાય છે. શ્રીનવકાર એ ભાવ મંગળ છે, તેની સમજ ભાવમંગળ એ આત્મપરિણામરૂપ છે. દ્રવ્યનમસ્કાર જ્ઞાન, શબ્દ, અને ક્રિયા વડે થાય છે. ભાવ નમસ્કાર જ્ઞાન, શબ્દ, અને ક્રિયાના એકત્ર મિલનવડે અંતરાત્મામાં પ્રગટ થાય છે. જ્ઞાનવડે નમસ્કારનો જે આકાર અંતરમાં પ્રતિભાસિત થાય છે, તે સ્થાપના નમસ્કાર છે, કેમકે જ્ઞાન એ વિષયાકાર બનીને શેયને જણાવે છે. શબ્દના ધર્મ અનપેક્ષા • ૩૯ Page #57 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચારણરૂપ “નો' એ “નામ” નમસ્કાર છે. ક્રિયારૂપ નમસ્કાર એ દ્રવ્ય નમસ્કાર છે. દ્રવ્યથી ભાવ ઉપજે છે. નામ અને સ્થાપના અભિધાન અને આકાર વડે ભાવની સાથે સંબંધ ધરાવે છે. અભિધાન અને અભિધેય વચ્ચે વાચ્ય વાચક સંબંધ છે. આકારને ભાવ સાથે સ્થાપક સંબંધ છે. એક સંબંધીનું જ્ઞાન અપર સંબંધીનું સ્મારક બને છે. એ ન્યાયથી નામ અને સ્થાપના ભાવનું સ્મરણ કરાવે છે. દ્રવ્ય સ્વયં ભાવસ્વરૂપ બને છે. દ્રવ્ય એ કારણ અવસ્થા છે, ભાવ એ કાર્ય અવસ્થા છે. નામ અને સ્થાપના કાર્યને ચિત્તની અંદર લાવે છે, ભાવનું પ્રણિધાન કરાવે છે. પ્રણિધાનપૂર્વકની થયેલી ક્રિયા એ ભાવનું કારણ બને છે. ક્રિયા એ દ્રવ્ય છે. તેમાંથી ભાવ પેદા કરવા માટે એ ક્રિયાની પાછળ ક્રિયાકારકને ભાવનું જ્ઞાન થવું જોઈએ, એવું ચોક્કસ જ્ઞાન નામ અને સ્થાપનાથી થાય છે. નમસ્કાર એક પ્રકારની શરણાગતી છે. નમસ્કાર એ સમુદ્રમાં નદીને મળી જવાની ક્રિયા છે. ભગવદ્ ભાવમાં આત્મવિસર્જન છે. નમસ્કારનું પ્રયોજન પ્રેમ છે. પ્રેમની પૂર્વાવસ્થાનું નામ ભાવ અથવા રતિ છે. ભાવ એ મનની અવસ્થા વિશેષ છે. પરમેષ્ઠિ ભગવંતો પ્રત્યે રતિભાવ નમસ્કાર વડે કેળવાય છે. અનાદિકાલીન મંત્ર જૈનોનો અનાદિકાલીન એક માત્ર મૂળ મંત્ર શ્રીનવકાર છે. ક્રોડો શ્લોકોવાળા દૃષ્ટિવાદથી જે કાંઈ સાધી શકાય છે, તે આ પાંચ પદવાળા નાના નવકારમાં રહેલ વિશાલ અર્થના ચિંતન દ્વારા સહજ પ્રાપ્ત થઈ જાય છે. એ કારણે એને ૧૪ પૂર્વનો સાર અને સર્વ સ્મરણોમાં પ્રથમ માનેલ છે. નવકારના, મનન, ચિંતન અને ધ્યાનથી પ્રમોદભાવના જાગૃત થાય છે અને તેની વૃદ્ધિ થવાથી કોઈને કોઈ ભવમાં નવકારના કોઈ એક પદમાં બેસવાવાળાની શ્રેણિમાં અવશ્ય આવી શકાય છે. શુભ ભાવોની સાધના અને સિદ્ધિનું કારણ હોવાથી શ્રીનવકાર મંત્ર સર્વોત્તમ મંત્ર અને પ્રથમ મંગલ મનાય છે. જ્ઞાનીઓના કથન મુજબ આ મંત્ર પાપમૂલનો અથવા પાપ માત્રનો નાશક છે. આ પવિત્ર મંત્રની સ્મૃતિ માટે ઘરમાં એક ચિત્રપટ પ્રત્યેક ભાગ્યશાળીએ રાખવું જોઈએ. ભક્તિનો સંચાર વિશ્વમાં સૌ કોઈ પોતાનું મંગલ અને કલ્યાણ ઇચ્છે છે. નમસ્કાર મંત્ર પરમ મંગળરૂપ છે. તેના સ્મરણાદિથી કાર્યની આદિથી અંત સુધી આવનારાં વિઘ્નો ટળી જાય ૪૦ • ધર્મ અનુપ્રેક્ષા Page #58 -------------------------------------------------------------------------- ________________ છે. ચિત્ત પ્રસન્ન રહે છે. અશુભ વિચારો શમી જાય છે. જેટલા શ્વાસોશ્વાસ આ મંત્રથી ભરાય છે, તેટલા આત્મહિતકારી છે એમ શ્રીવીતરાગનું વચન છે. આ મંત્ર જગતના સર્વગુણી પુરુષો પ્રત્યે નમ્રતાનો સૂચક છે. ગુણી પુરુષોની ગુરુતા અને તેમની અપેક્ષાએ પોતાની લઘુતાનું સતત ભાન કરાવે છે. પરમેષ્ઠિઓ સર્વથી મહાન છે. તેમની આગળ હું અતિઅલ્પ, લઘુ, તુચ્છ છું, આ રીતે પોતાનું લઘુત્વ અને પરમેષ્ઠિઓનું ગુરુત્વ સ્થાપિત થતું હોવાથી આ મંત્ર વડે અવિદ્યા અહંકાર અને તજ્જન્ય જન્માદિ દોષો નાશ પામે છે. અવિદ્યા–અહંકાર ટળવાથી બુદ્ધિ નિર્મળ થાય છે. નિર્મળ બુદ્ધિથી થયેલું કાર્ય સફળ થાય છે. સફળતા મેળવવાનો પ્રથમ ઉપાય બુદ્ધિની નિર્મળતા છે. નમસ્કાર વડે તે સિદ્ધ થાય છે. નમસ્કાર વડે નમ્રભાવ આવે છે. ગુરુની ગુરુતા અને પ્રભુની પ્રભુતાનું ચિંતવન થાય છે. તેમની મહત્તા અને પોતાની અલ્પતાનું ભાન થતાં હૃદયમાં ભક્તિનો સંચાર થાય છે. ભક્તિના પ્રભાવે ભવસમુદ્ર સુતર બને છે. - સિદ્ધિનું બીજ પાપ વિમુક્તિ માટે પાપ રહિત પુરુષોને કરાતો નમસ્કાર અંતઃકરણની શુદ્ધિ કરાવી સકલ પુરુષાર્થની સિદ્ધિનું બીજ બને છે. . જીવત્વનું બહુમાન જડ પ્રત્યેના આદર, આકર્ષણ, પ્રીતિ, બહુમાન, પરિચય, પ્રમોદ, અનુમોદન વગેરે પાપપ્રકૃતિનો રસ નિકાચે છે. તેમાંથી બચવા માટે શ્રીનવકારનો આશ્રય અનિવાર્ય છે. એક નવકાર જ જડત્વના બહુમાનથી જીવને બચાવી લઈ જીવત્વના બહુમાન માર્ગે જીવનને દોરી જાય છે. તેથી તેનું પુનઃ પુનઃ રટણ, સ્મરણ, પઠન, ચિંતન, ભાવન, ગુણન એકાંત હિતકર છે. અમૂલ્ય ભેટાણું - શ્રીનવકાર એ સારની પોટલી છે. શ્રીનવકાર એ રત્નની પેટી છે. શ્રીનવકાર એ ભવાટવીનો ભોમિયો છે. ભવસમુદ્રની દીવાદાંડી છે. શ્રીનવકાર એ ધ્રુવનો તારો છે. - શ્રીનવકાર એ તીર્થંકરદેવોનું અમૂલ્ય ભેટયું છે. તીર્થંકરદેવો તરફથી જગતના જીવોને માત્ર એક નવકારનું જ ભેટછું એવું છે કે તે જ્યાં સુધી રહેશે ત્યાં સુધી તેઓનો સંસાર ઉપર અનન્ય ઉપકાર, બીજાઓના સર્વ ઉપકાર એકત્ર મળીને પણ જે લાભ ન કરે તેટલો મોટો લાભ કરે છે. ધર્મ અનુપેક્ષા • ૪૧ Page #59 -------------------------------------------------------------------------- ________________ ભાવરત્નાકર નમો'નો અર્થ જયાં સુધી હું કોઈનો હથિયાર છું, એવો ખ્યાલ ન આવે ત્યાં સુધી માનવના દુઃખનો ભાર જરા પણ ઓછો થતો નથી. નમસ્કાર એટલે દાસત્વ, આત્મદાન, આત્મસમર્પણ, સ્વામી પ્રત્યે સેવકનો નિર્ભર કૃતજ્ઞતાભાવ. ખરો મનુષ્ય પોતાની પૂર્ણતા તેમાં જ શોધે છે. સોનાની વીંટી નમો' એ સોનાની વીંટી છે. અરિહંતો એ હીરાના નંગ છે. અરિહંતો એ. સાચા ભાવ હીરા છે. અમૂલ્યમૂલ્યવાનું છે. તેથી ભવ્યજીવોની અત્યંત પ્રીતિને પાત્ર છે. તીર્થકરો ઉપર પ્રીતિ બતાવનારો. ન હોય તો પેદા કરનારો અને હોય તો વધારી આપનારો મંત્ર તે શ્રીનવકાર મહામંત્ર છે. પ્રીતિ એ વીંટી છે. “નમો’ એ પ્રીતિ વાચક પદ છે. નવકારમાં ચિત્ત, વિત્ત અને પાત્ર, ત્રણે ઉત્તમ પ્રકારના મળેલા છે. ત્રણેનો દુર્લભ યોગ નવકારમાં રહેલો છે. નવકાર એ સર્વશ્રેષ્ઠ દાન છે એ દાનમાં પાત્ર તરીકે સર્વશ્રેષ્ઠ તીર્થંકરદેવો અને પરમેષ્ઠિ ભગવંતો છે. માટે આટલું અવશ્ય કરો. તમારો ઉપયોગ નવકારમાં પરોવો. યોગ અને ઉપયોગ બને નવકારમાં લીન બને, તેવું જીવન જીવો. મન, વચન, કાયાના યોગો નવકારની સાથે તાદાભ્ય ભાવને પામે તેવો અભ્યાસ કરો. યોગ અને ઉપયોગ નવકારના સ્મરણ વખતે ઉપયોગવીર્ય અને કરણવીર્ય ઉભય શુદ્ધ હોય છે. ઉપયોગવીર્યને અશુદ્ધ બનાવનાર મહોદય છે. નવકારના ગણનારને મોહોદય હોવા છતાં તેનો નાશ કરવાનો સંકલ્પ હોવાથી સંસારના કારણભૂત કર્મબંધનો હેતુ તે થતો નથી. નવકારને ગણનારા ૧થી ૬ ગુણસ્થાન સુધીના જીવો હોય છે. ૧-૩ સુધી દર્શનમોહ અને ચારિત્રમોહનો તીવ્ર ઉદય હોય છે. તેથી દષ્ટિ વિપરીત અને ઉપયોગ વીર્ય સર્વથા અશુદ્ધ હોય છે. છતાં નવકારના પ્રશસ્ત આલંબનથી ક્રમશઃ યોગ અને ઉપયોગની વિશુદ્ધિ થતી જાય છે. તેથી દર્શન મોહ અને ચારિત્રમોહ નિર્બળ પડે છે. ચતુર્થ ગુણસ્થાને દૃષ્ટિ નિર્મળ છે, તો પણ ચારિત્ર મોહનો ઉદય છે. તેટલી આત્માની નિર્બળતા છે. તેટલા અંશે ઉપયોગ અશુદ્ધ છે. દૃષ્ટિમાં સ્થિરત્વ નથી. નવકારના અવલંબને સ્થિરત્વ વધે છે, ચારિત્રમોહ નિર્બળ બને છે પાંચમે ગુણસ્થાને દૃષ્ટિની સ્થિરતા એક આની જેટલી અને છકે ગુસ્સથાનકે સોળ આની જેટલી આવે છે, છતાં ૪૨• ધર્મ અનપેક્ષા Page #60 -------------------------------------------------------------------------- ________________ અનુકૂળ-પ્રતિકૂળ નિમિત્તોની હાજરીમાં ઉપયોગની સ્થિરતા ચલિત થઈ જાય છે. આટલી પણ ઉપયોગ-વીર્યની અશુદ્ધિ આત્માને અમુક સમય પર્યંત સંસારમાં રખડાવે છે. નવકારના આલંબનથી યોગ અને ઉપયોગની સ્થિરતા અને પ્રશસ્તા વધતી જાય છે. તેથી તેનો આશ્રય જીવને અત્યંત હિતકર છે. દર્શન અને ચારિત્ર યોગની શુદ્ધિ માટે નમો પદ છે. ઉપયોગની શુદ્ધિ માટે અરિહંતાદિ પદો છે. અરિહંતાદિ પદોમાં ઉપયોગ જોડવાથી દર્શન-મોહ અને ચારિત્ર-મોહ ઘટતાં જાય છે મોહ ઘટવાથી દષ્ટિ-દોષ અને ૫રભાવ-રમણતા ઘટે છે. પરમાં હુંપણાની બુદ્ધિ એ દૃષ્ટિ દોષ છે અને હુંપણાની બુદ્ધિ ન હોવા છતાં સંસ્કારવશ પરભાવમાં ૨મણ કરવાની બુદ્ધિ જાગે છે, એ ચારિત્ર-મોહનો દોષ છે. શ્રીનવકા૨થી પરભાવ-રમણતારૂપ ઉપયોગવીર્ય પલટાઈ સ્વભાવ-૨મણતારૂપ બને છે. આ રીતે પરંપરાએ યોગ-સ્વૈર્ય અને ઉપયોગ શુદ્ધિનો જનક હોવાથી નવકાર આદરણીય સ્મરણીય, અનુકરણીય છે. જેમ જેમ તેનો આશ્રય લેવાય તેમ તેમ આત્માના જ્ઞાન ગુણની શુદ્ધિ, દર્શન ગુણની શુદ્ધિ ચારિત્ર ગુણની શુદ્ધિ અને વીર્ય ગુણની શુદ્ધિ થાય છે. યુંજનકરણ મટી ગુણકરણનો અધિકા૨ી જીવ થાય છે. તેમાં મુખ્ય કારણ જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગના વિષયોની ઉચ્ચતા, શ્રેષ્ઠતા અને પવિત્રતા છે. ઉપયોગને સુધારનાર હોવાથી યોગ પણ સુધરે છે. ઉપયોગ એટલે જ્ઞાન-દર્શન અને ઉપયોગવીર્ય એટલે તેમાં વપરાતી શક્તિ, તેમાં અશુદ્ધતા એટલે દર્શન-મોહ અને ચારિત્રમોહનો સંબંધ. નવકાર મોહને ઘટાડનાર અને ઉપયોગને સુધારનાર હોવાથી યોગને સકરણવીર્યને પણ પ્રશસ્ત બનાવનાર થાય છે. ભાવના અને ધ્યાન નવકારનું જ્ઞાન ઉપયોગરૂપ છે. નવકારનું ધ્યાન યોગરૂપ છે. નવકારના અક્ષરોમાં કારણોનો સુદૃઢ વ્યાપાર હોવાથી તે ધ્યાન છે. નવકારના અર્થનું ચિંતન એ ભાવના છે. ભાવના ચંચળ ચિત્તે થાય છે. ધ્યાન સ્થિર ચિત્તે થાય છે. જ્ઞાન અને ક્રિયા નામ નમસ્કાર અને બુદ્ધિના આકારરૂપ સ્થાપના નમસ્કાર જ્ઞાન માટે થાય છે. દ્રવ્ય નમસ્કાર ભાવ માટે થાય છે. ભાવ નમસ્કારનું સાક્ષાત્ કારણ દ્રવ્ય નમસ્કાર છે. મન, વચન, કાયાની એકાગ્રતાથી થતો નમસ્કાર એ દ્રવ્ય નમસ્કાર છે. દ્રવ્ય સ્વયં ભાવમાં પલટાય છે. જ્ઞાન સહાયક બને છે. જ્ઞાન એ ભાવ નમસ્કારનું સહકારી કારણ છે, નિમિત્ત કારણ છે. ઉપાદાન કારણ દ્રવ્ય. ક્રિયા વિનાનું કોરું જ્ઞાન ભાવરૂપ બનતું ધર્મ અનુપ્રેક્ષા ૦ ૪૩ Page #61 -------------------------------------------------------------------------- ________________ નથી. જ્ઞાન વિનાની એકલી ક્રિયા પણ ભાવરૂપ બનતી નથી. તેથી એક બાજુ નવકારનું જ્ઞાન અને બીજી બાજુ નવકારની ક્રિયા મળીને ભાવ-નમસ્કાર થાય છે. ભાવનમસ્કાર એટલે આત્માના શુદ્ધ પરિણામ, નમસ્કારના ભાવરૂપ શુદ્ધ પરિણામ. તે પરિણામ બોધરૂપ છે, શ્રદ્ધારૂપ છે અને આશ્રવ નિરોધરૂપ હોવાથી કથંચિત્ ચારિત્રરૂપ પણ છે. ભવનાશક ભક્તિ બીજામાં રહેલા ગુણોનું દર્શન લઘુતાની સાથે કૃતજ્ઞતા પણ શીખવાડે છે. એ ગુણો જોવાથી પોતાને તે ગુણો મેળવવાની પ્રેરણા જાગે છે. પ્રેરણા જગાડનાર હોવાથી ઉપકાર થાય છે. ઉપકાર કરનાર પ્રત્યે કૃતજ્ઞતાભાવ મનુષ્યને સહજ છે. એકપણ ભૂલરહિત અને સર્વ કોઈ ગુણ સહિત જીવન પરમાત્માનું છે. તેથી તેમનું સ્મરણ નમ્રતા અને કૃતજ્ઞતાની સાથે ભક્તિ પણ જગાડે છે. એ ભક્તિ ભવનો નાશ કરનારી થાય છે. નવકાર એ ભક્તિ જગાડનાર છે, તેથી ભવનો નાશક છે. ભક્તિ એક પ્રકારનો શુભ ભાવ છે. જીવ અને કર્મ ભાવ નમસ્કારની આરાધનાથી કષાયોનો નિર્મૂળ ક્ષય થાય છે, નમસ્કારનું ‘નમો’ પદ કર્મના બળને સૂચવે છે. અરિહંતપદ જીવના બળને સૂચવે છે. નવકારમાં નમ્રતા અને નિર્ભયતા ઉભય રહેલા છે. નમ્રતા માટે કર્મના સ્વરૂપનો વિચાર અને નિર્ભયતા માટે જીવના સ્વરૂપનો વિચાર આવશ્યક છે. જ્ઞાન અને ધ્યાન નવકારનું ચિંતન શ્રુતજ્ઞાનરૂપ છે. શ્રુતજ્ઞાન એ પાંચે જ્ઞાનમાં સ્વરૂપ પ્રકાશક હોવાથી પ્રધાન છે. જ્ઞાન આત્માનો ગુણ છે, નવકારના ધ્યાનથી શ્રુતજ્ઞાનના આધારરૂપ આત્માનું ધ્યાન થાય છે. ગુણ ગુણી કથંચિત્ અભિન્ન છે. આત્મધ્યાન આત્મજ્ઞાનનું કારણ છે તેથી નવકાર એ પરંપરાએ આત્માના જ્ઞાનનો હેતુ છે. કૃતજ્ઞતા અને નિરીહતા નમસ્કાર એ કૃતજ્ઞતા અને નિરીહતાનું પ્રતીક છે. લોકમાં પણ કૃતજ્ઞ અને નિરીહ જ આદરને પાત્ર બને છે. ધર્મના આદ્ય પ્રકાશક, આઘપ્રચારક અને આચારક પરમેષ્ઠિઓ પ્રત્યે કૃતજ્ઞતા ભાવ હોવો અને એના બદલામાં એમની આજ્ઞાના પાલન સિવાય કંઈ ન ઇચ્છવું, એ સાચો નમસ્કાર છે. નમસ્કારનો બીજો પર્યાય નમવું, ઝૂકવું, નમસ્કાર્થે જે કર્યું, જે કહ્યું તે પ્રત્યે આદર, તે કરવાની વૃત્તિ તેને સૂચવનાર પદ તે નમસ્કાર. રાગી દોષ જોતો નથી, દ્વેષી ૪૪ • ધર્મ અનુપ્રેક્ષા Page #62 -------------------------------------------------------------------------- ________________ ગુણ જોતો નથી, ગુણ દોષને યથાર્થપણે જાણવા માટે વીતરાગ થવું જોઈએ, તે થવા માટે વીતરાગને નમવું જોઈએ. વીતરાગ પ્રત્યેની ભક્તિ કેળવવાથી જ વીતરાગ થવાય છે. રાગ દ્વેષ રહિત થવાની ઈચ્છા એ જ વીતરાગની ભક્તિનું પ્રેરક તત્ત્વ છે. એકાંતમાં પ્રાર્થના નમસ્કાર એ ભગવદ્ભાવમાં આત્મ વિસર્જન છે. સમુદ્રમાં નદીને મળી જવાની ક્રિયા છે. નમસ્કાર એ ઉપાસ્યની અભિમુખતા છે. અનુકૂળતાનો સંકલ્પ છે. પ્રતિકૂળતાનું વિસર્જન છે. અસહાયતાનું પ્રકટન છે સંરક્ષણનો વિશ્વાસ છે. આત્માનું સમર્પણ છે. આત્મરક્ષણ માટે એકાંતમાં પ્રાર્થના છે. * પ્રેમની પ્રથમાવસ્થા નમસ્કારનું પ્રયોજન પ્રેમ છે. પ્રેમની પૂર્વાવસ્થા ભાવ અથવા રતિ છે. આ ભાવ મનની અવસ્થા વિશેષ છે. વિષયરસમાં નિમગ્ન ચિત્ત જ્યારે ભગવદ્ અભિમુખ થાય છે, ભગવાનનું ચિન્તન કરવામાં રસ લે છે, ભગવદ્ભાવથી પ્રભાવિત થાય છે, ત્યારે તેની અંદર ભાવ ઉત્પન્ન થયો મનાય છે. ભાવ ચિત્તને રંજિત કરે છે. મનને કોમળ બનાવે છે. પ્રેમની આ પ્રથમાવસ્થા છે. ત્યાર બાદ રતિ પેદા થાય છે. गुह्यातिगुह्यगोप्ता त्वं, गृहाणास्मत्कृतं जपं । - सिद्धिः श्रयति मां येन त्वत्प्रसादात् त्वयि स्थितम् ॥५॥ હે પ્રભુ ! ધર્મતત્ત્વગુહ્ય છે. એ અમારું રક્ષણ કરે છે અને આપ એ ધર્મતત્ત્વના સંરક્ષક છો. અર્થાતુ આપ ગુહ્યાતિગુહ્યગોપ્તા છો. અમોએ કરેલા જપનો આપ સ્વીકાર કરો. જેથી આપને અવલંબીને રહેલા-આપને વિષે રહેલા મને, આપની કૃપાથી સિદ્ધિ પ્રાપ્ત થાય. – જિન સહસ્ત્રાનમ મંત્ર. ધર્મ અનપેક્ષા • ૪૫ Page #63 -------------------------------------------------------------------------- ________________ પરમ હિતકર મંત્ર બુદ્ધિ અને ચારિત્ર ગાયત્રી મંત્ર એ બુદ્ધિનો મંત્ર છે અને નવકારમંત્ર એ ચારિત્રનો મંત્ર છે. બુદ્ધિમાન થવું હોય તો તેણે ગાયત્રી કે જે વેદમાતા છે, તેને જપવાથી કાર્ય સરે છે. પરંતુ ચારિત્રવાનું બનવું હોય તેણે નવકારમંત્ર કે જે ચૌદપૂરવનો સાર છે, તેને જપવો જોઈએ. નિર્જરા અને પુણ્ય નવકારમાં નિર્જરા અને પુણ્ય ઉભય છે. ગુણી પ્રત્યે નમ્રતારૂપી વિનય એ અભ્યતર તપ હોવાથી નિર્જરા સ્વરૂપ છે અને ગુણીને સન્માનનું દાન થાય છે, તેથી તે પુણ્યબંધનો હેતુ છે. આચારવાનને અને અભયદાન દાતારને સન્માન આપવું એ જ બુદ્ધિનું સાચું ફળ છે. એ દૃષ્ટિએ નવકારમંત્ર ગાયત્રીમંત્રથી ચઢી જાય છે. માતા અને પિતા નવકાર એ માતાની જેમ શ્રદ્ધા અને વિશ્વાસનું ભાજન છે. પિતાની જેમ ભક્તિ અને બહુમાનનું પાત્ર છે. મિત્રની જેમ અનુમોદના અને પ્રમોદનું સાધન છે. યોગ્યોને યોગ્ય દાન અને આત્માનું સમર્પણ છે, બહિરાત્મભાવનું વિસર્જન છે. બંધુની જેમ પ્રેમ અને પ્રીતિનું સ્થાન છે. નવકાર એ માથાનો મુગુટ, હૈયાનો હાર, આંગળીની મુદ્રિકા, ધનુષ્યનું બાણ, ભયનું ત્રાણ, રોગની ચિકિત્સા, વિષનો અપહાર, ચંદનનું ઘર્ષણ, ગુણ અને ગુણી ઉપરનો અનુરાગ, મનરૂપી ભ્રમરનું કમળ, મનરૂપી પતંગનો દીપક, મનરૂપી હરિણનો સ્વર, મનરૂપી હાથીનો સ્પર્શ, મનરૂપી દીવાની દીવેટ છે તથા શબ્દાનુવિદ્ધ અને દેશ્યાનુવિદ્ધ સમાધિનો હેતુ છે. નિશ્ચય અને વ્યવહાર નમસ્કારમંત્ર' નિશ્ચય સાપેક્ષ વ્યવહારનું પાલન છે. કરેમિ ભંતે સૂત્ર વ્યવહાર સાપેક્ષ નિશ્ચયનું આરાધન છે. પ્રભુને ઉભયનય સમ્મત છે. ચતુર્વિધ શ્રીસંઘની ભક્તિ પ્રથમ પદમાં સર્વ જીવો પ્રત્યે નિષ્કામ પ્રેમ અને નિષ્કારણ કરુણા રોકનારા સર્વજિનેશ્વર ભગવંતોને નમસ્કાર છે. તેમણે સર્વ જીવોના હિત માટેનું શાસન સ્થાપ્યું છે. ૪૬ • ધર્મ અનુપ્રેક્ષા Page #64 -------------------------------------------------------------------------- ________________ તેમનો સર્વ જીવો ઉપર તો ઉપકાર છે જ, સર્વ ઉપકારીઓ ઉપર પણ ઉપકાર છે. બીજા પદમાં સર્વ જીવો પ્રત્યે સમત્વ સંપૂર્ણપણે પ્રગટાવીને સર્વ કર્મથી મુક્ત થનાર સિદ્ધ ભગવંતોને નમસ્કાર છે. ત્રીજા પદમાં સર્વ જીવોનું હિત કરનારા આચારોનું પાલન સ્વયં કરનારા અને ઉપદેશાદિથી અન્યને કરાવનારાને નમન છે. ચોથા પદમાં સર્વ જીવોના હિતનો માર્ગ જેમાં દર્શાવ્યો છે, તે શ્રીજિનેશ્વરદેવોના શાસ્ત્રોનું પોતે અધ્યયન કરનાર અને બીજાને કરાવનાર સર્વ સત્ત્વના હિતના ઉપાયો સ્વયં સમજનાર અને બીજાને સમજાવનારને નમસ્કાર છે. પાંચમા પદમાં સર્વ જીવોના કલ્યાણનો જે મહામાર્ગ છે તેને અનુસરનારા મહાવ્રતધારી સાધુઓને નમસ્કાર છે. આ પાંચ નમસ્કારમાં તન્મય થવા માટે સર્વ જીવોનું હિત હૈયામાં ધરવું જોઈએ. અહંને ઓગાળવો જોઈએ. આરાધક પોતે સર્વ કરતાં ચઢિયાતો છે એમ નહિ પણ સર્વ પ્રત્યે સમાન ભાવથી જોનારો અને સર્વનું હિત અને શ્રેય થાય એવી બુદ્ધિથી આરાધના કરનારો હોવો જોઈએ. • - શ્રીનવકારના આરાધકે ઓછામાં ઓછું પોતાની જાતને અને પોતાના સ્વાર્થને ગૌણ કરવો જોઈએ. જેના હૈયામાં સ્વાર્થ ભર્યો હોય, બીજા કોઈનો વિચાર જ ન હોય, સર્વ જીવોના હિતની ચિંતા ન હોય અને એવી ચિંતા ધારણ કરનાર ચતુર્વિધ શ્રીસંઘ, સાધર્મિક કે શાસનની હૃદયમાં ભક્તિ ન હોય, તેને નવકારની સાથે સંબંધ કેમ થાય ? તે નવકાર - ગણે તો પણ તેને ફળ કેવી રીતે? વિશાળ હૈયું - શ્રીનવકારમંત્રની આરાધક શ્રીતીર્થકર ભગવંતનો દાસ હોય, ભગવંતના દાસનો પણ દાસ હોય, સકલ જીવના હિતનો ચિંતક હોય, પોતાના અપરાધી કે વિરોધી પ્રત્યે પણ મનથીએ અથવા સ્વપ્નમાંએ અહિત ચિંતવનાર ન હોય. શ્રીનવકારમંત્રના આરાધક થવા માટે સર્વને હૈયામાં સમાવવા જેટલું વિશાળ હૈયું બનાવવું જોઈએ. ધર્મ અનુપ્રેક્ષા • ૪૭ Page #65 -------------------------------------------------------------------------- ________________ બે મુખ્ય ભાવનાઓ શ્રીનવકા૨ની આરાધનાને સફળ બનાવનાર બે મુખ્ય ભાવનાઓ છે. એક “લ્રામેમિ સવ્વનીવે” બીજી “શિવમસ્તુ સર્વનાતઃ' પહેલી ભાવના પાકેલા ગુમડામાંથી ૨સી દૂર કરવા બરાબર છે. બીજી ભાવના રસી દૂર થયા પછી મલમની પટ્ટી ચોઢવા બરાબર છે. એ બંને ભાવનાપૂર્વક થતું શ્રીનવકારમંત્રનું આરાધન ભાવ તંદુરસ્તી બક્ષ્યા સિવાય રહે નહિ. પરાર્થ વ્યસનિતા-સ્વાર્થ ઉપસર્જનતા શ્રીનવકારમાં તન્મય થવું એટલે નવકારના બનવું, એટલે નવકાર વિના વિહ્વળ થવું, સ્મરણ માત્રથી હૈયું ભીંજાઈ જવું ? નવકારના સ્મરણ માત્રથી હૈયું ક્યારે ભીંજાય ? શ્રીતીર્થંકરદેવોની વિશિષ્ટતા ખ્યાલમાં આવે તો, એ વિશેષતા તેમની પરાર્થવ્યસનિતા અને સ્વાર્થઉપસર્જનતામાં રહેલી છે. પ્રેમામૃતમાં સ્નાન પ્રભુ પ્રેમથી ભરેલા છે. સર્વ જીવોને આત્મસમ જોનારા છે. નવકારના આરાધકે પોતામાં પણ એ દૃષ્ટિ કેળવવી જોઈએ. શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોમાંથી પ્રાણી માત્રના કલ્યાણની ભાવનારૂપ પ્રેમામૃત વરસી રહ્યું છે, એમ જુઓ. તેમાં આપણે સ્નાન કરી રહ્યા છીએ, એમ વિચારો. બાહ્ય-અત્યંતર નમસ્કાર શ્રીપંચપરમેષ્ઠિઓ એ આત્માની જ પાંચ શક્તિઓ છે. એક જ શક્તિ અનેક રૂપે આવિર્ભાવ પામે છે. એમાં આ પાંચ આવિર્ભાવો પૂજનીય અને સૌમાં શ્રેષ્ઠ અનુકરણીય છે. અરિહંતાદિ પંચપરમેષ્ઠિ પણ સ્વઆત્માની જુદી જુદી પાંચ અવસ્થાઓ (છઠ્ઠાથી ચૌદમા ગુણસ્થાનક સુધીની) સમજવાની છે. તત્ત્વથી તેને જ નમસ્કાર થાય છે. તાત્ત્વિક નમસ્કાર પામવા માટે પરમેષ્ટિપદને પ્રાપ્ત પુરુષોને નમવાનું છે. તેમના નમસ્કારદ્વારા નિશ્ચયથી સ્વઆત્માને જ નમસ્કાર કરવાનો છે. બાહ્યનમસ્કાર આંત૨ નમસ્કારનું કારણ બને છે. દ્રવ્યથી ભાવ, બાહ્યથી આંતર, એમ નમસ્કારના બે બે પ્રકાર છે. બાહ્ય નમસ્કારને વ્યવહાર નમસ્કાર અને અત્યંતર નમસ્કારને નિશ્ચિય નમસ્કાર કહેવાય છે. ૪૮ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #66 -------------------------------------------------------------------------- ________________ અમાપ મંત્રશક્તિ શબ્દોના તરંગો હોય છે. તે તરંગોમાંથી હૃદય આસપાસ કુંડાળું નિર્માણ થાય છે. તેમાંથી બીજું-ત્રીજું કુંડાળું રચાય છે અને કુવિચારોના કુંડાળાં નાશ પામે છે. જેમ જેમ હૃદય શુદ્ધ બને તેમ તેમ અપવિત્ર વિચારો નાશ પામે છે અને પવિત્ર વિચારોનો કિલ્લો નિર્માણ થાય છે. પાપનું કુંડાળું જાય અને પવિત્ર કુંડાળું નિર્માણ થાય જેથી ‘સવ્વ પાવપ્પણાસણો' થાય છે. આ વસ્તુનો અનુભવ થશે પછી આપણી ચારે બાજુ ‘નમો અરિહંતાણં'નો ધ્વનિ સંભળાશે. પછી એકાગ્રતા આવે. આ પ્રાથમિક અવસ્થા છે. શ્રીનવકાર એ માત્ર પાપનો નહિ પણ પાપી વિચારોનો નાશ કરે છે. શ્રીઅરિહંતના ૧૨ ગુણો છે. તો હૃદયમાં ૧૨ વખત તો તે શબ્દો જરૂર વાંચવા. જપ કરતાં ધ્યાનમાં હજારો ગુણી તાકાત હોય છે. અક્ષરો સફેદ અને તેજસ્વી વાંચવા. હૃદયમાં તે અક્ષરો લખ્યા છે, તેમ કલ્પવું. હૃદયમાં કમલ કે અવયવની કલ્પના કરી તેમાં નવકારને સ્થાપો. દરેક જીવને કાંઈને કાંઈ ખુટે છે. ઇન્દ્ર કે ચક્રવર્તીને પણ કાંઈક ખૂટે છે, એવું છૂપું છૂપું પણ જ્ઞાન હોય છે. માત્ર ખૂટતી ચીજ શું છે ? અને ક્યાંથી મળે ? તેનું જ્ઞાન હોતું નથી. અને તે ચીજ ન મળે ત્યાં સુધી કોઈ સંયોગોમાં શાંતિ મળતી નથી. શ્રીઅરિહંતદેવોએ સર્વ જીવો પ્રત્યે અભેદભાવ સાધ્યો હતો. જ્યાં સુધી જગતના જીવો આપણા છે અને હું તેઓનો છું, તેવો ભાવ ન આવે, ત્યાં સુધી કોઈ સાધના વેગવતી થતી નથી. માત્ર શ્રીઅરિહંત સાથે નહિ, પણ શ્રીઅરિહંત જેના સંબંધમાં છે, તે સર્વ જીવોની સાથે સંબંધ થાય છે, તેનો આનંદ અવર્ણનીય છે. મૈત્રી તૂટે પણ મૈત્રીભાવ ન તૂટે—નવકાર મૈત્રીભાવ લાવી આપે છે. નમસ્કાર એ સિદ્ધ મંત્ર છે કારણ કે તે યોગસિદ્ધ મહાપુરુષોનો કહેલો છે અને કદી નિષ્ફળ જતો નથી. માનસશાસ્ત્ર કહે છે કે જે વસ્તુનું પ્રથમ ગ્રહણ અને ધારણ થયું હોય તેનું જ ઉદ્બોધન થઈ શકે છે. આ રીતે ગૃહીત-ધારિત વસ્તુનું ઉદ્બોધન થવું તે જ સ્મૃતિ કે સ્મરણ છે. જે મંત્ર મનની વૃત્તિઓથી જ સ્વ-સંવેદનરૂપે જપાય છે, તે માનસ જપ છે. સાધનાનો ક્રમ (૧) સ્મરણ (૨) જપ (૩) ધ્યાન, મંત્રની એ ત્રણ ભૂમિકા છે. પદસ્થ પછી પિંડસ્થનો અધિકાર છે અથવા પિંડસ્થ પછી પદસ્થનો અધિકાર છે. અક્ષર ચિંતનનો અભ્યાસ કરતાં કરતાં સાધકે પાંચે પરમેષ્ઠિઓનું વર્ણો પ્રમાણે ધ્યાન ધર્મ અનુપ્રેક્ષા ૦ ૪૯ Page #67 -------------------------------------------------------------------------- ________________ ધરવું. અને તેમાં ચિત્તવૃત્તિઓને તદાકાર બનાવી દેવી. તે તે મૂર્તિઓના દર્શન સિવાય બીજો વિચાર કે વિકલ્પ મનમાં ઉઠવા દેવો નિહ. ધ્યાનના પ્રારંભમાં અરિહંત અને હું, સિદ્ધ અને હું, આચાર્ય અને હું, ઉપાધ્યાય અને હું, તથા સાધુ અને હું, એવો ચૈતભાવ હોય છે. પણ ધ્યાનમાં પ્રગતિ થતાં એ દ્વૈતભાવ ભુંસાઈ જશે, અને ‘મારો આત્મા જ અરિહંત છે,’ ‘મારો આત્મા જ સિદ્ધ છે,’ ‘મારો આત્મા જ આચાર્ય છે,’ ‘મારો આત્મા જ ઉપાધ્યાય છે,’ ‘મારો આત્મા જ સાધુ છે,' એવો અદ્વૈતભાવ ઉત્પન્ન થઈ આત્મતત્ત્વનો સંપૂર્ણ સાક્ષાત્કાર થશે, કે જે ધર્મનું અંતિમ ધ્યેય છે, યોગનો અંતિમ આદર્શ છે, સાધનાનું અંતિમ ફળ છે. આ રીતે નવકારનું ધ્યાન, ચૈતન્ય અને આનંદની પરમ સીમાએ પહોંચાડનારું છે. ત્યાં અવાંતર ફળ અને અવાંતર સિદ્ધિઓની ગણના કરવા ક્યાં બેસીએ ? યોગથી જે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, તે બધી મહામંત્રના ધ્યાનથી પ્રાપ્ત થાય છે, કારણ કે તે શ્રેષ્ઠ પ્રકારનો યોગ પણ છે. શ્રીનવકારમાં સર્વ વસ્તુ આપવાની તાકત છે. નવકાર ગણે ત્યારે આગલા વિચારનું અનુસંધાન ચાલે છે. જેથી નવકાર ગણતાં શાંતિમંત્ર ભણવાનો હોય છે. તે મનથી વિચાર કરે કે, ‘આકાશ, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ વગેરે તત્ત્વોમાં શાંતિ થાઓ' શાંતિનો વિચાર કરવાથી અનુભવ થશે કે વિકલ્પો નષ્ટ થાય છે. આત્મા શાંતિસાગરમાં ડૂબી ગયો છે. એવો અનુભવ થાય છે. પછી નવકાર ગણવો. સ્થાન અને કાળ નિયત હોય તો શાંતિ વિશેષ થાય છે. એક આસન ઉપર બેસવાથી કાર્ય સિદ્ધ થાય છે. જ્યોતિષીઓ પોતાના મૂળ આસન પર બેસીને ઉત્તર આપે છે. શાંત ચિત્તે નવકાર ગણવાથી આ ભવની સંપત્તિ મળશે અને તે સંપત્તિ વૈરાગ્ય ઉત્પન્ન કરાવશે. સાધકે બધું નવકાર ઉપર છોડી દેવું. શ્રીનવકાર પાપનો, અજ્ઞાનનો, મોહનો નાશ કરે છે. તેથી આત્મા પરમાત્મા બને છે. ‘નમો’ એ પ્રેમનું પ્રતીક છે. શ્રી પંચ પરમેષ્ઠિઓને ત્રણ જગત પર અખંડ પ્રેમ છે, કરુણા છે, વાત્સલ્ય છે, નિઃસ્વાર્થ સ્નેહ છે, નિષ્કારણ પ્રીતિ છે તેમની તે પ્રીતિ અકારણ હોવાથી પ્રકૃષ્ટ શુભ છે, ઉત્કૃષ્ટ બલવતી છે, સર્વ અશુભનો નાશ કરવા સમર્થ છે. અશુભની સામે શુભનું બળ ઘણું છે. વિશ્વમાં અશુભ ઘણું છે, પરંતુ શુભ પણ ઘણું ૫૦ • ધર્મ અનુપ્રેક્ષા Page #68 -------------------------------------------------------------------------- ________________ છે. પરમેષ્ઠિઓનો શુભ ભાવ એટલો બધો પ્રબળ છે કે તેની સામે અનંતાનંત જીવોનું અશુભ એકઠું થાય તો પણ પ્રચંડ દાવાનલની આગળ ઘાસના તૃણતુલ્ય છે. પરમેષ્ઠિઓના શુભમાં આપણું શુભ મેળવીએ તો અશુભથી ડરવાનું કોઈ કારણ નથી, એ રીતે પરમેષ્ઠિઓ અભયને આપનારા છે. માત્ર એમના શુભ પ્રત્યે, અકારણ સ્નેહ પ્રત્યે આપણે નજર દોડાવવી જોઈએ. તેમના અત્યંત શુભમાં આપણું અતિઅલ્પ પણ શુભ ભેળવી લેવું જોઈએ. એનું જ નામ “નમો અરિહંતાન' “નમો સિદ્ધાળ' ઇત્યાદિ છે. એક ને એક કેટલા?” એક ને એક કેટલા?' એ પ્રશ્ન ગણિતનો છે એ પ્રમાણે વ્યવહારનો પણ છે. ગણિતનો સામાન્ય વિદ્યાર્થી પણ તુરત જ ઉપરના પ્રશ્નનો જવાબ આપી શકે કે એક ને એક બે પણ એ જવાબ એક અપેક્ષાએ સાચો છે પણ બીજી અપેક્ષાએ સાચો નથી. એક ને એક અગિયાર એવો પણ જવાબ બીજી અપેક્ષાએ આવે છે. એકની નીચે એક મૂકીએ તો બે થાય પણ એકની બાજુમાં એક મૂકીએ તો ૧૧ (અગિયાર) થાય, એક ને એકે ગુણીએ તો એક જ જવાબમાં આવે અને એક ને એક ભાગીએ તો ૦ (શૂન્ય) વ્યવહારમાં કોઈ પણ બીજા એકને નીચે રાખીને સરવાળો કરશો તો કાર્યફળ બમણું થશે. બીજા એકને તમારી સમાન ગણી તમારી બાજુમાં બેસાડશો. તો તમે એક હશો છતાં તમારી સાથે બેઠેલા બીજા એકની સહાયથી તમે અગિયાર જણ જેટલું કાર્ય સાધી શકશો. તમે બન્ને એક બીજા સામસામા ગુણાકારમાં ઉતરશો તો કાર્ય–એક જેટલું થશે અને સ્પર્ધા-ખોટી ઈર્ષ્યાથી એક બીજાનું કાર્ય ભાંગી નાખવા તત્પર થશો તો પરિણામ શૂન્ય આવશે હવે વિચાર કરીને વર્તન કરજો ને જવાબ આપજો કે એક ને એક કેટલા? - પ. પૂ. પં. શ્રીધરધરવિજયજી ગણિવર. ધર્મ અનુપ્રેક્ષા • ૫૧ Page #69 -------------------------------------------------------------------------- ________________ શક્તિનું મહાગીત અરિહંતનો નમસ્કાર શ્રીઅરિહંતના નમસ્કારને જે એક લાખનાર ગણે અને વિધિપૂર્વક તીર્થકર પરમાત્માની પૂજા કરે, તે તીર્થંકર નામગોત્રને બાંધે એમાં કોઈ જાતનો સંદેહ નથી. નમો અરિહંતાન' એ પદના ૭ અક્ષરો જે જપે છે, તે શીધ્રપણે ભવરૂપી દાવાનલનો ઉચ્છેદ કરે છે. કારણ કે તેમાં આત્મા પરમાત્મા છે, એવી ભાવના સતત થયા કરે છે. એટલું જ નહિ પરંતુ આવી ઉચ્ચકોટિનું જ્ઞાન જેમના તરફથી આપણને મળ્યું છે, તેમના પ્રતિ કૃતજ્ઞતાનો ભાવ સતત કેળવાય છે. કૃતજ્ઞતા એક એવો સદ્ગુણ છે કે જેના વડે જીવ પોતાની પાત્રતાનો વિકાસ કરી અનંત સંપત્તિનો અધિકારી બની શકે છે. નમો અરિહંતાઈ' આ પદમાં સર્વ વૈરીનો નાશ કરનારા ચક્રવર્તી તેમને નમસ્કાર થાઓ, એમ તેમના સેવકોનું વચન છે. સેવ્ય સેવકભાવ, સ્વામિ-સેવકભાવ, પૂજ્ય પૂજકભાવ પ્રગટ કરનારું વાક્ય છે. આ વાક્ય વડે બોલનાર પોતાનો દાસ ભાવ બતાવે છે અને અરિહંતો ધર્મચક્રવર્તીઓનો સ્વામિભાવ જણાવે છે. પોતે કિંકર છે અને પરમાત્મા પોતાના માલીક છે, એમ પ્રદર્શિત કરે છે. પૂજય એવા અરિહંતોને નમસ્કાર થાઓ અથવા “ગગઃ પૂર્વેગો નમ:' પૂજ્યતા પવિત્રતામાં છે, પવિત્રતા પ્રેમમાં છે. પ્રેમ અહિંસામાં છે, અહિંસા ક્ષમામાં છે, ક્ષમા અનુકંપામાં છે. અનુકંપા ભવનિર્વેદમાં છે. ભવનિર્વેદ મોક્ષાભિલાષામાં છે. મોક્ષાભિલાષ આસ્તિકતામાં છે. આસ્તિકતા નમસ્કારમાં છે. સાધુનો નમસ્કાર સાધુનાં હૃદયમાં સર્વ જીવોનું પોતાના આત્મા જેટલું જ સ્થાન છે, તે કારણે જ તે સાધુ છે. પોતાના હૃદયમાં તે સ્થાન નથી તે લાવવા માટે સાધુનો નમસ્કાર છે. સાધુ કરતાં ઉપાધ્યાય અને તેના કરતાં આચાર્ય પોતાના હૃદયમાં સમગ્ર વિશ્વને અધિકને અધિક સમાવે છે. છેલ્લે અરિહંતો એ વિષયમાં સર્વથી વિશેષ છે. તેથી તેમનું પદ સર્વથી ઊંચું છે. નમસ્કારના પદોમાં છેલ્લું સ્થાન સાધુઓનું છે. તેથી ઉતરતા જીવો પૂજ્ય નહિ પણ પૂજક છે. માટે તે નમસ્કાર્ય બની શકે નહિ, તો પણ નમસ્કાર્યના પર • ધર્મ અનુપેક્ષા Page #70 -------------------------------------------------------------------------- ________________ અંતઃકરણમાં રહેલી વૃત્તિને પોતાના અંતરમાં ભાવથી સ્થાપી શકાય તે હેતુએ નમસ્કાર, કરવાનો છે: • મૂળમંત્રના પહેલા પાંચ પદો શ્રીપરમેષ્ઠિ ભગવંતોની પ્રશંસારૂપ છે. પાછળના ચાર પદો ચૂલિકાના છે. તેમાં શ્રીપરમેષ્ઠિ ભગવંતોને નમસ્કાર કરનારાઓની પ્રશંસા છે. ચૂલિકા સહિત મૂળમંત્ર નિશ્ચય દૃષ્ટિથી સર્વ જીવોમાં રહેલ જીવત્વની અને એમાં છુપાયેલા સિદ્ધત્વની પ્રશંસારૂપ છે, તેથી તે સર્વોત્તમ મહામંત્ર છે. સહાય કરે તે સાધુ સહાય કરે તે સાધુ, સહાય તે જ કરે કે જે પ્રેમથી ભરપૂર હોય, ઈર્ષ્યા અસૂયાથી રહિત હોય. દ્વેષના લેશથી મુક્ત હોય. સાધુનું મુખ્ય લક્ષણ ક્ષમા છે. ક્ષમા ધર્મ પ્રેમથી જ શક્ય છે. પ્રેમ કરવામાં ન્યાયબુદ્ધિ છે, વિશિષ્ટ મતિ છે, નિરાગ્રહવૃત્તિ છે. તત્ત્વમાર્ગે દઢ ટકી રહેવાની આત્મશક્તિ છે, પ્રેમધર્મ જેવી મહાન્ વસ્તુ સાધવા માટે જે વિશિષ્ટ શક્તિઓ જોઈએ, તે ચાર છે. (૧) નિરાગ્રહવૃત્તિ (૨) વિશિષ્ટમતિ (૩) ન્યાયબુદ્ધિ (૪) ધ્યેય પ્રત્યે નિશ્ચળ ટકી રહેવાની આત્મશક્તિ. - નિરાગ્રહ વૃત્તિમાંથી એક શક્તિ પેદા થાય છે. જે પ્રેમ માર્ગે જીવને ટકાવે છે. એ જ રીતે મતિની નિપુણતામાંથી એક શક્તિ પેદા થાય છે, જે જીવને પ્રેમ તત્ત્વનું મહત્ત્વ સમજાવવામાં સહાય કરે છે. ન્યાય બુદ્ધિની પણ તેટલી જ આવશ્યકતા છે. કે જેના વિના પ્રેમનું મહત્ત્વ અંકિત થવું અશક્ય છે. એ બધું હોવા છતાં દઢતા ન હોય તો પણ આ માર્ગ પર ટકી શકાતું નથી. તેથી એ ચાર પ્રકારની શક્તિઓ જે જે ઉપાયોથી વિકસિત થતી હોય તે સઘળા ઉપાયોને શાસ્ત્રકારોએ ધર્મમાર્ગ તરીકે સંબોધેલા છે. એ ધર્મ એ જ અમૃત છે કેમ કે તેના પરિણામે પ્રેમરૂપી અમૃતના પરિપૂર્ણ પાન માટે અધિકારી થવાય છે. દ્વેષ એ મૃત્યુ છે. પ્રેમ એ જીવન છે. જીવનની ઇચ્છાવાળાએ પ્રેમરૂપી અમૃતનું સતત પાન કરવું જોઈએ. એ અમૃતનાં પાન વડે મૃત્યરૂપી વિષનું મારણ થાય છે. સર્વપદની સાર્થકતા १. सर्वग्रहणं च सर्वेषां गुणवतां विशेष नमनीयता प्रतिप्रादनार्थं इदं चार्हपदेष्वपि વોદ્ધવ્ય, ન્યાયસ્થ સમાનવાવિતિ | ધર્મ અનુપ્રેક્ષા • ૫૩ Page #71 -------------------------------------------------------------------------- ________________ २. सर्वेभ्यो जीवेभ्यो हिताः सार्वास्ते च ते साधवश्च । રૂ. સાર્વસ્થ વા બહતો ન તુ બુદ્ધાવે: સાધવઃ । ४. सर्वान् वा शुभयोगान् साधयन्तिकुर्वन्ति । ५. सर्वान् वा अर्हतः साधयन्ति तदाज्ञाकरणादाराधयन्ति प्रतिष्ठापयन्ति वा दुर्नयनिराकरणादिति सर्व साधवः सार्व साधवो वा । ६. श्रव्येषु श्रवणार्हेषु वाक्येषु साधवः श्रव्यसाधवः । ७. सव्येषु वा सव्यानि दक्षिणानि अनुकूलानि यानि कार्याणि तेषु निपुणाः सव्य साधवः । ८. अपरिशेषसर्वतोपदर्शनार्थमुच्यते लोके, मनुष्यलोके नतु गच्छादौये सर्वसाधवस्तेभ्यो નમઃ । ९. सम्यग् ज्ञानदर्शनचारित्रादिभिरात्मशक्तिभिः साधयन्ति मोक्षमार्गमिति साधवः । જ્ઞાનશક્તિ એટલે વિશિષ્ટમતિ, દર્શનશક્તિ એટલે નિરાગ્રહવૃત્તિ, ચારત્રશક્તિ એટલે ન્યાયબુદ્ધિ અને તપશક્તિ એટલે તિતિક્ષાવૃત્તિ. આ ચાર પ્રકારની આત્મશક્તિઓ વડે ધર્મને, પ્રેમને, આત્મૌપમ્યભાવને, પરમાત્મતત્ત્વને, બ્રહ્માત્મકયલક્ષ્યને સાધનારા માટે સાધુ-સાધુનો ધર્મ, દાન-દયા-જ્ઞાન અને ધ્યાન, દાન અને દયા આત્મૌપમ્યવૃત્તિને ટકાવનારા છે. જ્ઞાન અને ઘાન બ્રહ્માત્મઐક્યભાવને પુષ્ટ કરે છે, અનુસંધાન કરી આપે છે. ભાવનમસ્કાર નમો એ ધનુષ્ય છે. આત્મા એ બાણ છે. અરિહંત એ લક્ષ્ય છે. અપ્રમત્ત બનીને નવકારરૂપી ધનુષ્ય વડે આત્મપ્રયત્નરૂપી બાણથી પરમેષ્ઠિરૂપી લક્ષ્યને વીંધવું જોઈએ, તો સાચો ભાવનમસ્કાર થાય. સર્વજીવો સુખ પામો અને દુઃખથી મુક્ત થાઓ. બધા જીવો-મુક્ત થાઓ. અવ્યાબાધ સુખ પામો. એ ભાવનાપૂર્વક નવકારમંત્રનો જાપ માંદગીમાં કે મરણ વખતે જે કોઈ કરે, તે સદ્ગતિ અવશ્ય પામે અથવા નિરોગી અને દીર્ઘાયુષી બને એમાં કોઈપણ જાતનો સંદેહ નથી. ૫૪ • ધર્મ અનુપ્રેક્ષા Page #72 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર પ્રભા અરિહંતનો ઉપયોગ એ આગમથી ભાવનિક્ષેપે અરિહંત સ્વરૂપ છે. શ્રીઅરિહંત ભગવંતનું ધ્યાન કરવું તે વિશ્વોપકારક તેમના બારગુણો અને બારગુણોનું કારણ તેમની સર્વોત્કૃષ્ટ કોટીની સર્વજીવવિષયક કરુણા તેનું ધ્યાન કરવું તે છે. પરમેષ્ઠિના પાંચ વર્ણો શ્રીઅરિહંતનો શ્વેત વર્ણ સત્ત્વગુણ ઉપ૨નો વિજય સૂચવે છે કેમ કે ક્ષાન્તિ, દયા, સમતા, આદિ ગુણો હોવા છતાં તેનો અહંકાર નથી. સિદ્ધનો રક્ત વર્ણ રજોગુણ ઉ૫૨ના વિજયને સૂચવે છે સંસારી જીવનું કર્તૃત્વ કર્મના કારણે છે સિદ્ધોનું કર્તૃત્વ અર્થક્રિયાકારિત્વ સ્વતંત્ર છે. માત્ર આત્મદ્રવ્યના કારણે જ છે. આચાર્યનો પીત વર્ણ રજોગુણ અને સત્ત્વગુણના મિશ્રણરૂપ છે. રક્ત અને શ્વેત મળવાથી પીત વર્ણ થાય છે. આચાર પ્રધાન હોવાથી રજોગુણ છે છતાં તેના અહંકારથી મુક્ત થવા પ્રયત્નશીલ છે. ઉપાધ્યાયનો હરિત વર્ણ તમોગુણ અને સત્ત્વગુણના મિશ્રણથી છે. શ્યામ અને શ્વેત વર્ણ મળે ત્યારે રિત વર્ણ થાય છે. સત્ત્વગુણનો આશ્રય લઈને નિદ્રા, આલસ્ય, પ્રમાદ આદિ તમો ગુણને જીતવા માટે સ્વાધ્યાય વડે સતત પ્રયત્નશીલ છે. સાધુનો શ્યામ વર્ણ તમોગુણનો સૂચક છે. નિદ્રાદિ દોષોને જીતીને અપ્રમત્તભાવ પામવા માટે સાધુ સતત પ્રયત્નશીલ છે. અરિહંત અને સિદ્ધ સત્ત્વગુણ અને રજોગુણના વિજેતા છે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તેમના પગલે ચાલીને તમોગુણનો વિજય કરવા માટેની સાધનામાં રક્ત છે. લીલા, પીળા અને શ્યામ બનીને ત્રણ ગુણની પકડમાંથી છૂટવા માટે સતત ઉદ્યમશીલ છે. ધર્મ અનુપ્રેક્ષા • ૫૫ Page #73 -------------------------------------------------------------------------- ________________ ભાવ જોડાણનું માધ્યમ શ્રીનવકાર એ ભાવ જોડાણનું અન્યતમ માધ્યમ છે. આત્મ દ્રવ્ય કરતાં અધિક ભાવ તેના પર્યાયને આપવાથી અસમાન આત્મદષ્ટિને વધુ પોષણ મળે છે. પર્યાયના ભેદ અને પ્રકાર ઘણા હોવાથી બધે એક સરખો ભાવ રહી શકતો નથી. સારા પર્યાયને અધિક ભાવ આપવાની અને સામાન્ય પર્યાયને તુચ્છકારી નાંખવાની વૃત્તિ જીવને સહેજે થઈ જાય છે. નવકાર એ સમાન ભાવ શીખવનાર હોવાથી ભાવ જોડાણનું માધ્યમ બને છે. અરિહંતભાવનું શરણ શ્રીનવકારનું પ્રથમ પદ આત્મભાવના ભાવ શત્રુઓને હણનારા શ્રીઅરિહંત પરમાત્માના અરિહંતભાવને શરણે જવાનો બોધ આપણને સહુને આપે છે. અરિહંતભાવની આરાધના સિવાય જીવે જુદા જુદા ભવને વિષે જે તે જીવો પ્રત્યે દર્શાવેલો શત્રુભાવ સર્વથા નિર્મૂળ થઈ શકતો નથી તેમ જ તેના હૈયામાં આત્મભાવનું અમીબિંદુ પણ ટપકી શકતું નથી. આત્મભાવની લહેરનો જે પુણ્યશાળી આત્માને એકવાર પણ સ્પર્શ થાય છે, તેને તેના ભોગે સાંપડતા સ્વર્ગીય વૈભવો પણ કડવા ઝેર જેવા લાગે છે. શુભભાવના પ્રણિધાનની જે સર્વોત્તમ સાનુળકૂતા મહામંત્ર શ્રીનવકાર પુરી પાડે છે, તેના અનુભવે નમ્રપણે કહી શકાય કે રવિ તેજ સામે ઝાકળ ન ટકી શકે તેમ શ્રીનવકારના એકનિષ્ઠ આરાધકના આત્મભાવ સામે અહંભાવ ન ટકી શકે, અશુભ ધ્યાનને યોગ્ય કર્મના અણુઓ ન ટકી શકે. પ્રથમપદનો મહિમા 'नमो अरिहंताणं ।' सत्तक्खरपरिमाणं, अणंतगम - पज्जवत्थपसाहगं, सव्वमहामंतपवरविज्जाण परमबीअभूअं। નમો અરિહંતાણં !' આ પ્રથમ અધ્યયન સાત અક્ષરના પરિમાણવાળું, અનંત ગમ-પર્યવ અને અર્થને પ્રકર્ષપણે સાધનારું તથા સર્વ મહામંત્રી અને પ્રવ વિદ્યાઓના પરમ બીજભૂત છે. સાત અક્ષરનું ધ્યાન સર્વ મહામંત્રો અને સર્વ શ્રેષ્ઠ વિદ્યાઓના પરમ બીજભૂત તથા અનંત ગમ, અનંત પર્યવ અને અનંત અર્થને પ્રકર્ષપણે સાધી આપનાર એવા સાત અક્ષરોનું ૫૬ • ધર્મ અનપેક્ષા Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રણિધાન સર્વ જીવો પ્રત્યે ભાવ મૈત્રીને પ્રગટાવી ક્રોધાદિ સર્વ આંતરશત્રુઓનો, પાપ ભાવોનો અંને વૃત્તિઓનો નાશ કરે છે. તેથી તે મંત્રાધિરાજ પદને યોગ્ય છે. અનાત્મભાવનો નાશ કરી આત્મભાવને પ્રગટાવે છે. આત્મભાવ પ્રગટાવવો, સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્ય ભાવ પેદા કરવો, એ જ સર્વ પુરુષાર્થોમાં પરમ પુરુષાર્થ છે. એ વડે શુદ્ધ થયેલી ચિત્તભૂમિમાં નિર્મળ આત્મસ્વરૂપનું દર્શન થાય છે. અવિદ્યા ભસ્મીભૂત થાય છે, મિથ્યાત્વમળ નાશ પામે છે. સ ત્વરૂપ સૂર્ય જાણે સહસ્ત્રકિરણો વડે પ્રકાશિત થાય છે. પ્રથમ પદનો અર્થ સર્વ જીવોની હિત ચિત્તારૂપ મૈત્રીભાવવડે સર્વ ભાવશત્રુઓનો પોતામાં રહેલા અન્ય જીવ પ્રત્યેના શત્રુભાવનો સર્વથા નાશ કર્યો છે. તેથી જ શ્રીઅરિહંત ભગવંતો ત્રણ જગતને અવલંબન લેવા લાયક બન્યા છે. તેમનો તે ભાવ પોતામાં ઉતારવા માટે કરવામાં આવતો નમસ્કાર એ સર્વ પાપ ભાવોનો નાશ કરી સર્વમંગળ ભાવને પ્રગટાવનાર થાય છે. પરહિતચિંતા - પોતાના જ ધ્યાનમાં રોકાવાની અનાદિકાળથી વળગેલી લાલસાઓ પરહિતચિંતાથી દૂર રાખે છે. નિષ્કારણ કરુણાસિંધુ શ્રીઅરિહંત પરમાત્માની કરુણાના પ્રણિધાનના પ્રભાવે સ્વાર્થનું ધ્યાન જેમ જેમ નાનું થતું જાય છે, તેમ તેમ આત્મભાવ આગળ આવતો જાય છે અને આત્મભાવ આગળ આવતો જાય છે, તેમ તેમ પાપકર્મો અને કષાયોનું જોર ઘટતું જાય છે. કષાયોનું જોર ઘટે છે એટલે જીવનમાં સમરસતા ફેલાય છે. તે સમરસતામાં જીવમાત્રના કલ્યાણની ભાવનાના મૃદુ સૂર સ્વભાવિકપણે ગૂંજતા હોય છે. આત્માને વળગેલો “હું” એ તેના ભવભ્રમણનું કારણ છે. સર્વજીવના ' હિતને ભાવ આપવાથી આત્મા ઉપરની “હુંની પકડ ઢીલી પડવા માંડે છે. આત્મભાવનું દાન શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતો આપણને આત્મભાવનું દાન કરે છે. અનાત્મવસ્તુઓને આત્મા માની તેના પર આસક્તિભાવ કરી આ જીવ અનાદિકાળથી ચાર ગતિમાં રખડી રહ્યો છે અને અનંત આપત્તિઓને ભોગવી રહ્યો છે. શ્રીપંચપરમેષ્ઠિ નમસ્કાર કે જેનો સમાવેશ એક પ્રથમ પરમેષ્ઠિ નમસ્કારમાં પણ થઈ જાય છે, તેનો આશ્રય લેવાથી, તેનું ધર્મ અનપેક્ષા • ૫૭ Page #75 -------------------------------------------------------------------------- ________________ આલંબન સ્વીકારવાથી તેમાં જ ચિત્તને પુનઃ પુનઃ પરોવવાથી આત્મભાવ જાગ્રત થાય છે. અનાત્મભાવના અયોગ્ય આકર્ષણરૂપી વિષનો નાશ થાય છે. આત્મભાવની પ્રાપ્તિ થવાથી જીવ અનુપમ શાંતિનો અને નિરૂપમ સુખનો અનુભવ કરે છે. સર્વે આત્માઓ આત્મ તુલ્ય છે અને પોતાનો આત્મા પરમાત્મા તુલ્ય છે. તથા પ૨માત્મપદ શાશ્વતશાંતિનું ધામ છે. સર્વને સુખ કરનારું મંગળકરનારું, કલ્યાણ કરનારું પદ છે, તે ભાવ ૫૨મેષ્ઠિ નમસ્કાર-અરિહંત નમસ્કાર જગાડી આપે છે. અરિહંતો પોતે જ સિદ્ધ થાય છે. પોતે જ ગણધરોને ઉપદેશ આપનારા હોવાથી આચાર્ય પણ છે તેમને જ ત્રિપદી સંભળાવવાથી ઉપાધ્યાય છે અને સ્વયં સર્વજીવો સાથે મન-વચન-કાયાથી મૈત્રી સાધવા વડે સાધુ-સાચા સાધક છે. અરિહંતો આ રીતે પોતે જ સિદ્ધ, પોતે જ આચાર્ય, પોતે જ ઉપાધ્યાય અને પોતે જ સાધુ હોવાથી તેમનો નમસ્કાર પાંચેનો નમસ્કાર બને છે, એક નમસ્કારમાં પાંચે નમસ્કારનો સંગ્રહ થઈ જાય છે. તેથી તે બધાનો રાજા ગણાય છે. રાજારૂપ અરિહંતોનો નમસ્કાર માત્ર સાત અક્ષરોનો હોવા છતાં સાત ભયને ટાળનારો, સાત (ભૂમિ) ક્ષેત્રની જેમ શાશ્વત, અને સાત (સુપાત્ર) ક્ષેત્રની જેમ અનંત ફળનો દાયક બને છે. આત્મભાવને પ્રગટાવનાર અરિહંત નમસ્કારનો ઉપકાર નિઃસીમ છે. તેથી તેમાં : ૧. તચ્ચિત્ત, ૨. તમન, ૩. તદ્દેશ્ય, ૪. તઅધ્યવસાય, ૫. તત્તીવ્રધ્યવસાન, ૬. તદર્થોપયુક્ત, ૭. તદર્પિતકરણ; ૮. તદ્ભાવનાભાવિત થવું જોઈએ. એ રીતે આત્મભાવને વિકસાવવાના હેતુથી થતો પ્રથમ પરમેષ્ઠિ નમસ્કાર પાંચે નમસ્કારમાં મળી જઈ અચિત્ત્વ ફળને આપનારો થાય છે. જીવત્વનું મૂલ્ય . કોઈ પણ અવસ્થામાં રહેલો જીવ તેના જીવત્વના કારણે તેટલો મૂલ્યવાન્ છે, જેટલો સિદ્ધ ભગવંતનો જીવ. એ રીતે જીવતત્ત્વની ઓળખાણ થયા પછી તેના પ્રત્યેનો ભાવ કદીપણ ઓછો થતો નથી. અરિહંતપરમાત્માઓ જીવદ્રવ્યનું મૂલ્યાંકન કરનારા હોવાથી તેમને સર્વજીવો સરખા મૂલ્યવાળા, સરખા માનને યોગ્ય લાગતા હોય છે એ દૃષ્ટિ પરમેષ્ઠિ નમસ્કાર વડે વિકસે છે. ૫૮ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #76 -------------------------------------------------------------------------- ________________ નવકારની અગાધશક્તિ - અરિહંતનો વર્ણ શ્વેત કેમ કે કર્મમલ રહિત છે. સોળ અંગુલ એટલા માટે કેન્દ્ર પ્રાતિહાર્ય+૪ મૂલાતિશય+૪ ઘાતિ કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલ (૪) ગુણ કુલ અંગુલ. સ્વાદ કષાયેલો કારણ કે સમ્યક્ત્વરહિતજીવોને તેમના વચનરૂપી જળમાં અરુચિ થાય છે અને સમ્યકત્વસહિતજીવને તેમના વચનરૂપી જળ મીઠું લાગે છે. હરડે અથવા કેરીની શેકેલી ગોટલી ખાધા પછી પાણી પીએ તો મીઠું લાગે છે. જળતત્ત્વ તત્ત્વથી મીઠું છે. છતાં અન્યવહુના સંયોગથી જળને કષાયેલું કહેવાય છે. તેથી અરિહંતનો સ્વાદ મીઠો છે. અરિહંતનો વટવૃક્ષ કે જળધારાની જેમ વર્તુલાકાર છે. મુખારવિંદમાંથી ત્રીપદી નીકળવાથી ગણધરાદિ શિષ્યરૂપી જમીન પર દ્વાદશાંગિરૂપે વિસ્તાર પામી વિશ્વમાં ફેલાઈ જાય છે. - સિદ્ધનો વર્ણ લાલ, તે અગ્નિની જેમ કર્મરૂપી વસ્તુને બાળી નાંખે છે. તેથી સિદ્ધમાં કે અગ્નિમાં વાસ્તવિક કોઈ રંગ નથી. માત્ર અલંકારની જેમ લાલ રંગ બંનેમાં કહ્યો છે. ચાર અંગુલ પ્રમાણ એટલા માટે કે સિદ્ધમાં મુખ્યતયા ૪ ગુણ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય. જીવાત્મા અને પરમાત્મામાં વાસ્તવિક કોઈ ભેદ નથી, ઉપાધિથી ભેદ છે. તે જણાવવા માટે પણ ચાર આંગળ પ્રમાણ છેટું કહ્યું. સ્વાદ તીખો તીક્ષ્ણ-સૂક્ષ્મ, દુર્જય. ત્રિકોણાકાર એટલા માટે કે અવગાહનામાં એક તૃતીયાંશ ઘટી જવું, ઘટીને બે ભાગ રહેવું. ત્રણ ભાગની અપેક્ષાએ ત્રિકોણ કહ્યો. આચાર્યનો વર્ણ પીળો, અંગુલ ૧૨, તીર્થકરોના મુખથી ત્રીપદી સાંભળી ગણધરો દ્વાદશાંગીની રચના કરે છે. રસ સ્વાદ મીઠો, સમુદાયને વિશ્વાસ આપી માર્ગ ચંલાવે છે, આકાર સમચતુસ્ત્ર. ચતુર્વિધ શ્રીસંઘ ઉપર સદશ ભાવ છે. માટે આચાર્ય ચતુષ્કોણ કહ્યા. ન ઉપાધ્યાય તત્ત્વનો વર્ણ લીલો, ૮ અંગુલ પ્રમાણ, સ્વાદ ખાટો, આકાર ધ્વજાના જેવો. સાધુ તત્ત્વનો વર્ણ કાળો. તેના ઉપર બીજો રંગ ન ચઢી શકે. કાબરચીતરો-ઘણા રંગ એટલા માટે કે સાધુ ગુરુચરણ સેવાથી વિદ્યાધ્યયન કરે, પછી અધ્યાપન કરાવે, પછી આચાર્યપદ પ્રાપ્ત કરે. અનુક્રમે અરિહંતપદ અને સિદ્ધપદ પ્રાપ્ત કરે છે. રસ કડવો કેમ કે કડવી ચીજથી મન બગડે છે, પણ છે ગુણદાયક, તેમ સાધુપણામાં અનેક પરિષહ સહવા પડે છે. પરંતુ પરિણામે સુખકારક થાય છે. આકાશ તત્ત્વ સર્વ વ્યાપક. બધા દ્રવ્યો ધર્મ અનુપ્રેક્ષા • ૫૯ Page #77 -------------------------------------------------------------------------- ________________ આકાશમાં સમાય, તેમ સાધુમાં બધા પદો સમાય. સાધુ સર્વ પદોમાં વ્યાપક, આકાર શૂન્ય. શ્રીનવકારની અગાધશક્તિ શ્રીનવકા૨ની આરાધના એટલે આત્મભાવની આરાધના. આત્મભાવ આવે એટલે સર્વાત્મભાવ આવે જ. શ્રીઅરિહંત પરમાત્માની આજ્ઞામાં તેઓશ્રીનો સર્વાત્મભાવ ઝળહળે છે. તેઓશ્રીએ પ્રકાશેલા નાના-મોટા પચ્ચક્ખાણો અને અનુષ્ઠાનોમાં સર્વાત્મભાવ ભરેલો છે. જેનામાં સ્વર્ગનાં સુખો આપવાની કે નરકનાં દુઃખો કાપવાની કોઈ વાતને સ્થાન નથી મળ્યું, માત્ર પાપનો નાશ અને મંગળનું પ્રદાન કરવાની અચિંત્ય શક્તિ રહેલી છે, તે શ્રીનવકારની અનન્યતમ વિશિષ્ટતા સમજવા જેવી છે. વિશ્વના ગૂઢતમ રહસ્યોની ચાવી શ્રીનવકારમાં છે. સર્વ જીવો ઉ૫૨ના સમત્વભાવ વિના સાચો નવકાર ન હોઈ શકે, સમત્વવાન્ પંચપરમેષ્ઠિ ભગવંતો પ્રત્યે આત્મભાવ ન પ્રગટે, સર્વ જીવોના હિતની-આત્મસમભાવમૂલક હિતચિંતામાંથી જ સર્વેશ્વરપણું પ્રગટે છે. તે સર્વેશ્વરતા પ્રગટ કરવાની અગાધ શક્તિ શ્રીનવકારમાં છે. આપણી સમગ્રતાનો પંચપરમેષ્ટિ ભગવંતોને નિષ્કામભાવે હવાલો સોંપી દેવો તે છે ‘નમો'નો ભાવાર્થ. મનવચન-કાયા ઉપરના આપણા સઘળા હક્કો રાજીનામું આપે અને ત્યાં પંચપરમેષ્ઠિ ભગવંતોના સર્વજીવહિતચિંતકત્વનો મહાભાવ બેસીને પોતાનું કામ કરતો થાય, ત્યારે જ નમો શબ્દનો જાપ સાર્થક થયો ગણાય. મન પોતાનામાં સમાયેલું,ન રહે તેનું નામ ન મન. શ્રીનવકારનો ભાવ એટલે શ્રીઅરિહંતોની અસીમ કરુણાનો ભાવ. કેવળ પોતાના જ સુખનો વિચાર કરનારો આરાધક વિશ્વહિતની ભાવના ધરાવતા શ્રીતીર્થંકરદેવ કે તેઓશ્રીના જ માર્ગે અપ્રમત્તપણે ચાલનાર પંચપરમેષ્ઠિ ભગવંતો સાથે ભાવ સંબંધ બાંધી શકતો નથી. સ્વ અને સર્વના વિચાર વચ્ચે રહેલો તફાવત સ્પષ્ટ થયા વિના પંચપરમેષ્ઠિ ભગવંતની સાચી ઓળખાણ થવી શક્ય નથી. અંતરાયનો નાશ શ્રીનવકારનો જાપ શરૂ થાય છે એટલે મન આસ્તે આસ્તે તેના ભાવમાં સમાઈ જવા માંડે છે. એટલે કે મનનું સ્થાન શ્રીનવકારના ભાવને મળી જાય છે. મન ભાવ નમસ્કારમાં પરિણત થાય છે. એટલે મનને આધીન વિચારોમાં પણ મહાસત્ત્વ ઝળહળવા માંડે છે. વિચારોનું તે મહાસત્ત્વ આપણી સમગ્રતાને પવિત્ર કરતું કરતું વર્તનરૂપે બહાર આવે છે અને સર્વપાપપ્રણાશક ભૂમિકા આત્મા પ્રાપ્ત કરે છે. આપણી સમગ્રતા વાટે શ્રીનવકાર જાપજન્ય જે આંદોલન વિસ્તરે છે, તેમાં એટલું બધું ઓજસ હોય છે, કે તેની ૬૦ • ધર્મ અનુપ્રેક્ષા Page #78 -------------------------------------------------------------------------- ________________ સામે ગમે તેવો ભૌતિક અંતરાય એક ક્ષણવાર પણ ટકી શકતો નથી, પછી ભલે તે હિમવંત પર્વત જેવડો હોય કે સોનાના મેરુ જેટલો મોટો હોય. નમોરૂપી સરિતા નમો'રૂપી સરિતા અરિહંતરૂપી સાગરમાં ભળે, ત્યારે નમસ્કાર સાર્થક થયો કહેવાય. નમસ્કારને ગણનાર પ્રત્યેક સમ્યગ્દષ્ટિજીવ મોક્ષરૂપી સાગરમાં પોતાની જીવરૂપી નદીને ભેળવી દઈ સ્વયં સાગરરૂપ થવાનો અભ્યાસ કરે છે. ઉદકબિંદુ સાગરમાં ભળે તો સાગર થઈ જાય છે. નમસ્કારરૂપી ઉદબિંદુ અરિહંતરૂપી સાગરમાં ભળી જાય તો અક્ષય બની જાય. સાધુ અને શ્રાવકોનું જીવન અરિહંતાદિ પરમેષ્ઠિને નમસ્કાર ન કરનાર, વિષયોને, કષાયોને, અવિરતિ, પ્રમાદ અને અશુભ યોગોને અને તે બધાના કારણરૂપ અષ્ટ કર્મને નમી રહ્યો છે. એ નમસ્કાર અને સંસાર સાગરમાં ડૂબાડે છે. ચતુર્ગતિ પરિભ્રમણ કરાવે છે. પંચપરમેષ્ઠિને નમસ્કાર કરનાર પ્રત્યેક જીવ મોક્ષસાગર તરફ ધસે છે અને તે નમસ્કારનો ભાવ જેમ જેમ વિકસતો જાય છે, તેમ તેમ પોતાના આત્માને મોક્ષસુખના સાગરમાં ભેળવતો જાય છે. સંસાર દુઃખરૂપી ખારાજળનો સાગર છે. મોક્ષ એ સુખરૂપી મીઠા જળનો મહાસાગર છે. “નમો” એ સર્વ જીવોને આત્મતુલ્ય ગણવાનો ભાવ સિદ્ધ કરવા માટેનો શુભભાવ છે. નમો ભાવ જેને નથી મળ્યો, તેનો ભાવ સર્વ જીવોથી પોતાને જુદો પાડી અહંકારમમકાર પોષવાનો અત્યંત અશુભ હોય છે. જીવ જીવ વચ્ચે ભેદ પડાવનાર કર્મના બંધનોને મૂળમાંથી ઉખેડવા માટે જીવ-જીવ વચ્ચે અભેદ ભાવ સધાવનાર સામાયિકરૂપી સમતાભાવ અને નમસ્કારરૂપી બહુમાનનો ભાવ લાવવા સિવાય બીજો ઉપાય નથી. સમતાભાવને નમસ્કારરૂપી નમસ્કારભાવ સહિત સમતાભાવ કેળવવો એ જ ચૌદપૂર્વ અને બાર અંગના ઉપદેશનો સાર છે. સમતાભાવ પામવામાં આવતાં વિઘ્નોને વિદારવા માટે સમતાભાવને નમસ્કાર જરૂરી છે. એ રીતે અંતરાયોના નિવારણ માટે અને સમતાભાવનો અભ્યાસ કેળવવા માટે સાધુ અને શ્રાવકોનું જીવન છે. ધર્મના ત્રણ હેતુ ભક્તિપૂર્વક પંચપરમેષ્ઠિનું સ્મરણ, ભાવથી સર્વ જીવોનું હિતચિંતન અને સર્વ પદાર્થો ઉપર મારાપણાની બુદ્ધિનો ત્યાગ એ ત્રણ ધર્મના હેતુ બને છે. ધર્મ અનુપ્રેક્ષા • ૬૧ Page #79 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર કળા શ્રીનવકારમાં છ વાર નમો પદનું ઉચ્ચારણ છે. તે સહેતુક છે. પાંચ ઇંદ્રિય અને છઠું મન એ જ્ઞાનનાં સાધન છે. તે સર્વ વડે પરમેષ્ઠિઓનું જ્ઞાન, સર્વ પાપના હેતુભૂત દુષ્ટ મન અને અશુદ્ધ ઇંદ્રિયોને ટાળી શુભમન અને ઇંદ્રિયોને ઉત્પન્ન કરે છે. દુષ્ટ મનનો નાશ તે પાપ ક્ષય છે અને શુભ મનની ઉત્પત્તિ તે મંગળનું આગમન છે. નવકારના પ્રત્યે “નમો' પદને બોલતી વખતે એકેક ઇંદ્રિય અને છઠ્ઠા પદનો નમસ્કાર બોલતી વખતે મનને નિર્મળ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, એમ વિચારવું. “નમો” પદમાં પોતાની અલ્પજ્ઞતા અને અલ્પશક્તિમત્તાનો સભાન સ્વીકાર છે. એ સ્વીકારવામાં જ પરમાત્માની સ્તુતિ છુપાયેલી છે. નમો અરિહંતાણં' એ પદમાં વિવેક, વૈરાગ્ય, શમ-દમ સંતોષ-શ્રદ્ધા, ઉપરતિ, સમાધિ-મુમુક્ષતા વગેરે સઘળાં સાધનોનો એક સામટો સમાવેશ જ્ઞાનીને દેખાય છે. પ્રભુકૃપા માટે જરૂરી યોગ્યતાને તે વિકસાવે છે અને અયોગ્યતાને નિવારી આપે છે. દા. ત. નમો એ દુષ્કૃત ગવાચક છે. રિર્દ એ સુકૃતનુમોદનવાચક છે અને તાળું એ ચતુદશરણ ગમનવાચક છે. વળી નો રિહંતાનું પદ ધર્મકાય વાચક, નમો અરિહંતા પદ કર્મકાય વાચક અને નમો અરિહંત+નાનું પદ તત્ત્વકાય વાચક બને છે. ‘નમો’ પદથી દુષ્કૃત ગઈ ‘મહૂિં' પદથી સુકૃતાનુમોદના અને ‘તા' પદથી પ્રધાન શરણગમન વ્યક્ત થાય છે. દુષ્કત ગહ માટે કહ્યું છે કે, “ગપ્રતિદતેય વર્માનુવશ્વાનનેકર્મનો અનુબંધ દૂર કરવા માટે આ અમોઘ છે. સુકૃત અનુમોદન માટે કહ્યું છે, 'महदेतत्कुशलाशयनिबन्धनम्' કુશળ આશયનો અનુબંધ પાડવા માટે આ સમર્થ છે. પ્રધાન શરણાગમ માટે કહ્યું છે કે, ૬૨• ધર્મ અનુપ્રેક્ષા Page #80 -------------------------------------------------------------------------- ________________ 'महानयं प्रत्यपायपरिरक्षणोपायः' પ્રત્યપાયોથી બચાવી લેવા માટે આ મહાન ઉપાય છે. “તાળ'='ત્રાળ'માં સાક્ષાત્ શરણ પદ . ‘રિહં પદમાં ત્રિભુવનપૂજયતા મહાન કુશળ કર્મને ઘોતિત કરે છે. ત્રિભુવનતારક તીર્થનું ઉત્પાદકપણું અને તે માટે ત્રણ ભુવનના સકલ જીવોને દુઃખ મુક્ત કરવાનો અધ્યવસાય તેમાં રહેલો છે. “નમો' પદ વડે દુષ્કતથી પાછા ફરીને સુકૃત તરફ ગમન કરવાની ઇચ્છા અભિવ્યક્ત થાય છે. રિહંતા ધર્મકાય અવસ્થા કે જે અવસ્થામાં મૈત્યાદિભાવો અને તદનુરૂપ આચરણ વડે ક્રોધાદિ ભાવ શત્રુઓને પ્રભુએ હણી નાંખ્યા છે, તેનો બોધ થાય છે. રિહંતાનું પ્રભુની સમવસરણસ્થ કર્મકાય અવસ્થાનો બોધ થાય છે. રિહંત-૩માં પ્રભુની તત્ત્વકાય અવસ્થા કે જે અવસ્થામાં પ્રભુ જગતના જીવોને તારવા માટે આજ્ઞાના આરાધન વડે આજ્ઞા સ્વરૂપ બની ગયા છે. ભક્તિ કરનારને અનુગ્રહ કરવા વડે સ્વયં આજ્ઞા સ્વરૂપ બની ગયા છે, તેનો બોધ થાય છે. શ્રીનવકાર એ વિભાવને નમાવવાની અને સ્વભાવને નમવાની ક્રિયા છે. વિભાવ એટલે કષાય અને તેને પેદા કરનારા વિષયોનો અનુરાગ. તેને નમાવવા એટલે તેની અસારતાનું, નિર્ગુણતાનું, પરિણામ કટુતાનું વારંવાર પરિશીલન કરી તેના પ્રત્યે અનુરાગને ઉતારવાની ક્રિયા એ અર્થમાં “નો' પદ પરિપૂર્ણ વૈરાગ્યને સૂચવનારું પદ છે અને ‘રિહંતાઈ' પદ એ સ્વભાવને ઓળખાવી, તેના પ્રત્યે ભાવને વધારનારું, ભક્તિને પેદા કરનારું, સુદઢ સ્નેહને જગાડનારું પદ છે. સ્વભાવ તરફ વલણ પેદા કરવાની ક્રિયા તે અભ્યાસ છે. વિભાવ પ્રત્યે અવલણ, અરુચિ, અભાવ પેદા કરવો તે વૈરાગ્ય છે. વૈરાગ્ય અને અભ્યાસ વડે ચિત્તવૃત્તિનો નિરોધ થાય છે, વૈરાગ્ય ચિત્તની શુદ્ધિ કરે છે, અભ્યાસ ચિત્તને એકાગ્ર બનાવે છે. વિભાવ સાથે અને વિજાતીય તત્ત્વ સાથે તાદાભ્ય સાધી શકવાની શક્તિને ધારણ કરનાર ચેતન, જો પ્રયત્ન આરંભે તો, સ્વભાવ અને સજાતીય તત્ત્વની સાથે સુતરાં તાદાભ્ય સાધી શકે, એમાં કોઈ શંકા નથી. અરિહંતના નમસ્કારમાં સ્વભાવને નમસ્કાર છે અને વિભાવનો તિરસ્કાર છે. વિભાવનું તુચ્છત્વ, ધર્મ અનુપ્રેક્ષા • ૬૩ Page #81 -------------------------------------------------------------------------- ________________ અને સ્વભાવનું મહત્વ ચિત્તવૃત્તિ ઉપર સ્થાપિત કરવાનું કાર્ય અરિહંતના નમસ્કારથી થાય છે. સ્વરૂપનો અનુભવ લેવા માટે અરિહંતનો નમસ્કાર અનિવાર્ય છે. શાસ્ત્રો સ્વરૂપ તરફ આંગળી ચીંધે છે. મંત્ર સાથે રહીને સ્વરૂપનો અનુભવ કરાવે છે. શાસ્ત્ર એ માર્ગદર્શક છે. મંત્ર એ માર્ગ સાથી છે. સ્વરૂપ એ પહોંચવાનું સ્થાન છે. ત્યાં પહોંચાડવા માટે મંત્ર મિત્રની જેમ સહાય કરે છે તથા શાસ્ત્ર દીપકની જેમ સહાય કરે છે, મંત્ર એ સુતેલી ચેતનાને જગાડે છે. શાસ્ત્ર એ ચેતનાનું મહત્ત્વ સમજાવે છે. શાસ્ત્ર શાસન વડે ત્રાણ કરે છે, મંત્ર મનન વડે ત્રાણ કરે છે. ત્રાણ ક૨વાનું સામર્થ્ય બંનેમાં છે. શાસ્ત્રનું અધ્યયન-અધ્યાપન કરવાનું હોય છે, મંત્રનું ચિંતન-મનન કરવાનું હોય છે. ચિંતન અને મનન વડે મંત્ર મનનું રક્ષણ કરે છે. અધ્યયન અને અધ્યાપન વડે શાસ્ર બુદ્ધિનું શાસન રક્ષણ કરે છે. બુદ્ધિને શુદ્ધ કરવા માટે શાસ્ત્ર છે. મનને વિકલ્પ રહિત બનાવવા માટે મંત્ર છે. શાસ્ત્ર વડે બુદ્ધિ શુદ્ધ અને સ્થિર થાય છે, પણ તેથી મનની ચંચળતા સર્વથા મટતી નથી. મંત્ર વડે મનનું સ્થિરત્વ પ્રાપ્ત. નમો =માતાના સ્થાને અને અરિહંતાળું =પિતાના સ્થાને છે. બંનેના સંયોગથી થતો જે શુભભાવ-ક્ષયોપશમભાવ તે ગર્ભધારણ ગણાય અને અને તેમાંથી કાલક્રમે ક્ષાયિક ભાવની પ્રાપ્તિ થાય તે પુત્ર જન્મ ગણાય. શ્રી વીરવિજયજી મહારાજે શ્રીવીર પ્રભુના સ્તવનમાં કહ્યું છે કે, “ક્ષય ઉપશમ તે ક્ષાયિક થાય, ગર્ભવતી પ્રિયા પુત્ર જણાય' ક્ષાયિક ભાવરૂપી પુત્રની પ્રાપ્તિ માટે ક્ષયોપશમ ભાવરૂપી ગર્ભના ધારણની અપેક્ષા છે અને ક્ષયોપશમ ભાવરૂપી ગર્ભધારણ માટે પિતાના સ્થાને ઉપાસ્ય અને માતાના સ્થાને ઉપાસક એ બેનો ઉચિત સંબંધ જોઈએ છે. ઉચિત સંબંધ એટલે એકાંતમાં ભાવપૂર્વક મિલન. ઉપાસ્યનો અનુગ્રહભાવ અને ઉપાસકનો અનુરાગભાવ મળવાથી મોહનીયના ક્ષયોપશમરૂપી ગર્ભધારણ અને અનુક્રમે મોહનીયના ક્ષયરૂપી પુત્ર જન્મ થાય છે. ‘નમો' ના સ્પષ્ટ અર્થને જણાવનારું નીચેનું સુભાષિત શ્રીવીતરાગસ્તોત્રના છેલ્લા પ્રકાશમાં છે. तव प्रेष्योऽस्मि दासोऽस्मि सेवकोऽस्म्यस्मि किंकरः । ओमिति प्रतिपद्यस्व नाथ ! नातः परं ब्रुवे ॥१॥ ૬૪ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #82 -------------------------------------------------------------------------- ________________ હે નાથ ! હે અરિહંત પરમાત્મન્ ! હું તારો પ્રેષ્ય છું, દાસ છું, સેવક છું, કિંકર છું, એ વાતમાં તમે હા પાડો, એ સિવાય હું બીજું કાંઈ માગતો નથી. નવકારના પ્રથમ પદનો જ આ ભાવાર્થ છે. વળી “નમો” “મોનું ઉલટું “” “નમો' શબ્દમાંથી “ર' કાઢી નાખી “નોને ઉલટો કરવામાં આવે તો ‘ગો' બની જાય છે. “ન'થી હું બીજું કાંઈ માગતો નથી, એમ સૂચવાય છે અને ‘ગો'થી આપ મારા દાસ્ય ભાવનો સ્વીકાર કરો, એમ પ્રાર્થાય છે. અરિહંત એ નાથવાચક છે. “નમો' ના યોગે ચતુર્થી વિભક્તિનો પ્રત્યય દાસભાવને સૂચવે છે. એ રીતે પ્રથમ પદ વડે પ્રભુના દાસભાવનો આગ્રહ અને તે સિવાય બીજા કિશાનો અનાગ્રહ સૂચવાય છે. નમો'નું ઉલટું રૂપ જોન' પણ થાય છે. મોન=મૌન એટલે મુનિપણું. અરિહંતોનું મુનિપણું મને પ્રાપ્ત થાઓ એવી ભાવના પણ નમો અરિહંતાણં' પદમાંથી નીકળી શકે છે. સમ'ના પ્રથમ અક્ષર “'માંથી “તો અને દ્વિતીય અક્ષર “T'માંથી “સમન' પદ નીકળે છે. “નH'ના પ્રથમ અક્ષર “ર'માંથી “નાડછું' અને દ્વિતીય અક્ષર “ઘ'માંથી ‘નમમ' નીકળે છે. “અરિહ’ શબ્દ ઉચ્ચ કોટીના ‘મહું એટલે આત્મભાવને સૂચવે છે અને “તાણે” રક્ષક ભાવને સૂચવે છે. ઉચ્ચ કોટીનો ‘માં’ એટલે શુદ્ધાત્મા એ જ ત્રાણ એટલે રક્ષક છે, શરણ્ય છે, એવો ભાવ પણ શ્રીનવકારના પ્રથમ પદમાંથી નીકળે છે. . “દ્ધિ' “મટું ‘મર' એ ત્રણ રૂપો ઉપરથી અરિહંતાણં | મહંતાનું અરહંતા | પદો થયા છે. ઘાતી કર્મોને જીતવાથી જેઓ જન્મને જીતી ગયા છે. આઠ કર્મનો ક્ષય કરવાથી જેઓ જન્મ અને મરણ ઉભયને જીતી ગયા છે તથા જન્મ અને મરણ જીતવાની સાથે જેઓ જીવનમાં પણ ઉત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિનો ઉપભોગ કરીને જીવનને પણ જીતી ગયા છે, તે સર્વને શ્રીનવકારના પ્રથમ પદમાં નમસ્કાર છે. જન્મ, મરણ અને જીવન - એ ત્રણેને જીતી જનારને નમસ્કાર થાઓ. ધર્મ અનુપ્રેક્ષા • ૬૫ Page #83 -------------------------------------------------------------------------- ________________ વિશ્વપ્રાણ નવકાર (પોતાના શરણાગતને “વિશ્વપુરુષ'નો અભિષેક કરનારા વિશ્વપ્રાણ શ્રીનવકારની અચિંત્ય તારક ક્ષમતાના વિવિધ પાસાઓનું સચોટ પ્રતિપાદન તથા પંચપરમેષ્ઠિ ભગવંતોની સતત કલ્યાણભાવ મહેંકતી દિશામાં વાળનાર આ લેખ છે. સં.) મહામંત્રનો ભાવાર્થ પરમેષ્ઠિઓને નમસ્કાર એ વિશ્વપ્રેમના મહાસિદ્ધાન્તોને અર્પલી અંજલી છે. નમો અરિહંતાણં !', અરિતાને મિત્રતા વડે હણનારા, “નમો અરહંતાણં !” સર્વેને મિત્રતા વડે શત્રુતાને હણવાનું શીખવાડનારા માટે સર્વ પૂજય નમો અરુહંતાણં મિત્રતા વડે શત્રુતાનો નાશ કરી તથા કરાવી ભવમાં નિાં ઉત્પન્ન થનારાઓને જન્મજરા-મૃત્યુને જીતી જનારાઓને નમસ્કાર. કર્મ શત્રુને હણનારા, દ્રવ્ય કર્મ જ્ઞાનવરણાદિ અને ભાવકર્મ અશુભ રાગ-દ્વેષાદિ, માન-મત્સરાદિ, વિષય-કષાયાદિ તેનો નાશ કરનારાઓને નમસ્કાર. શુભ ભાવો વડે દ્રવ્ય કર્મ અને ભાવ કર્મનો નાશ થાય છે. આ મહામંત્રનો ભાવાર્થ છે. પંચપરમેષ્ઠિમાં નવતત્ત્વનું ધ્યાન સિદ્ધનું ધ્યાન જીવતત્ત્વનું સ્થાન છે. અજીવ તત્ત્વનું વિરોધી છે. અરિહંતનું ધ્યાન પુણ્યતત્ત્વનું ધ્યાન છે. પાપતત્ત્વનું નાશક છે. આચાર્યનું ધ્યાન સંવરતત્ત્વનું ધ્યાન છે. આશ્રવતત્ત્વનું પ્રતિબંધક છે. ઉપાધ્યાયનું ધ્યાન નિર્જરાતત્ત્વનું સ્થાન છે. બંધતત્ત્વનું નાશક છે. સાધુનું ધ્યાન મોક્ષતત્ત્વનું ધ્યાન છે. સંસારતત્ત્વનું નાશક છે. વર્તમાન શ્રીજૈન સંઘ વર્તમાન શ્રીન સંઘ પંચપરમેષ્ઠિ ઉપર પૂર્ણ ભક્તિવાળો બનો. શ્રીઅરિહંત પરમાત્મા વિશ્વનું કલ્યાણ કરનારા છે. તેમનો બતાવેલો ધર્મ વિશ્વનું કલ્યાણ કરવા માટે છે અને તે ધર્મનું પાલન કરનારા તે હેતુ માટે એટલે વિશ્વ કલ્યાણના હેતુ માટે ધર્મ કરી રહ્યા છે, આવી જાણ જીવમાત્રને થાઓ. તેના પરિણામે અરિહંત પરમાત્મા તેમનું શાસન અને તેમના શ્રીસંઘ પ્રત્યે જીવ માત્ર આદર બહુમાનવાળા બનો. ત્રિકાળ સ્મરણ મલીન મનને નિર્મળ બનાવીને શિવમસ્તુની ભાવનાની પરકાષ્ઠાએ પહોંચેલા શ્રીપંચપરમેષ્ઠિનું ત્રિકાળ, વિશુદ્ધ ભાવથી સ્મરણ કરવામાં આવે તો તે સ્મરણમાં કષાય, ૬૬ • ધર્મ અનપેક્ષા Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદ અશુભયોગ અને તુચ્છ વિષયો પ્રત્યેની આસક્તિ નિવારણ કરવાનું અચિંત્ય સામર્થ્ય છુપાયેલું છે. • ત્રણે કાળ ત્રણ ત્રણ વખત ‘શિવમસ્તુ સર્વજગતઃ' એ ભાવનાપૂર્વક બાર બાર નવકાર ગણનાર વ્યક્તિની, વ્યક્તિના બનેલ સમૂહની અને સંઘના સ્થાપક શ્રીજિનેશ્વરદેવની, તીર્થની, આજ્ઞાની અને પ્રવચનની કેટલી મોટી ઉન્નતિ અને તેના પ્રભાવની વૃદ્ધિ થાય અને પરંપરાએ કેટલાએ આત્માઓ બોધિબીજની પ્રાપ્તિ કરી સદ્ગતિની પરંપરાએ મુક્તિ સુખના અધિકારી બને, તે હકીકત વિચારશીલ પ્રત્યેક વ્યક્તિ વડે સહેલાઈથી સમજી શકાય તેવી છે. શ્રીઅરિહંતમાં પંચપરમેષ્ઠિ શ્રીઅરિહંત પંચપરમેષ્ટિમય છે પંચપરમેષ્ઠિની સ્તુતિ એ અપેક્ષાએ અરિહંતની સ્તુતિ છે. શ્રીઅરિષ્કૃતમાં અરિહંતપણું તો છે જ ઉપરાંત સિદ્ધપણું છે. ગણધરોને ‘ઉપન્નેઈવા' ઇત્યાદિ ત્રિપદીરૂપ સૂત્રની દેશના આપનારા હોવાથી ઉપાધ્યાયપણું પણ છે. કંચન-કામિનીના રાગથી અલિપ્ત, નિર્વિષય ચિત્તવાળા નિર્મળ, નિસંગ અને અપ્રમત્તભાવવાળા હોવાથી સાધુપણું ધારણ કરનારા પણ છે. એ રીતે પાંચે પરમેષ્ઠિમય હોવાથી અરિહંતની સ્તુતિ પંચપરમેષ્ઠિની સ્તુતિરૂપ છે અને પંચપરમેષ્ઠિની સ્તુતિ અરિહંતની સ્તુતિ રૂપ છે. અરિહંતમાં પંચપરમેષ્ઠિ અને પંચપરમેષ્ઠિમાં અરિહંત કંચિત્ રહેલા છે. એ જ ન્યાય આગળ લંબાવતાં સમગ્ર વિશ્વમાં અરિહંત અને અરિહંતમાં સમગ્ર વિશ્વ રહેલું છે. જ્ઞાનના અને કરુણાના વિષયરૂપે સમગ્ર અચેતન-સચેતન વિશ્વ અરિહંતના ઉપયોગમાં રહેલું છે કહ્યું છે : जिनो दाता जिनो भोक्ता, जिनः सर्वमिदं जगत् । जिनो जगति सर्वत्र, यो जिनः सोऽहमेव च ॥ १ ॥ વિશ્વના આત્મા શ્રીઅરિહંત એ વિશ્વના આત્મા છે. સમગ્ર વિશ્વ તેમના આત્મામાં જ્ઞાનરૂપે, કરુણારૂપે, મૈત્રીરૂપે, પ્રમોદરૂપે, માધ્યસ્થરૂપે પ્રતિબિંબિત છે, તેથી અરિહંતની સ્તુતિમાં સમગ્ર વિશ્વની સ્તુતિ અને સમગ્ર વિશ્વની સ્તુતિમાં અરિહંતની સ્તુતિ સમાઈ જાય છે. આ નિશ્ચયની વિચારણા છે. નિશ્ચયનય અભેદનું અવલંબન લે છે. અરિહંતમાં આત્મા અને આત્મામાં અરિહંત, અરિહંતમાં પંચપરમેષ્ઠિ અને પંચપરમેષ્ઠિમાં અરિહંત અરિહંતમાં સમગ્ર વિશ્વ અને સમગ્ર વિશ્વમાં અરિહંત એ સંગ્રહનયનો વિષય છે. અરિહંતની નિશ્ચય સ્તુતિ પંચપરમેષ્ઠિની સ્તુતિ, આત્માની સ્તુતિ, એ સમગ્ર વિશ્વની સ્તુતિરૂપ છે. અરિહંતની ધર્મ અનુપ્રેક્ષા • ૬૭ Page #85 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર સ્તુતિ કેવળ અરિહંતના આત્માની, આઠ મહાપ્રાતિહાર્યોની સમવસરણાદિ ઋદ્ધિની સ્તુતિરૂપ છે, એ રીતે ન વિભાગ સમજવો. વાસક્ષેપ પાંચે આંગળી ભેગી કરીને વાસક્ષેપ નંખાય છે. વાસ એટલે સુગંધ, સર્વજીવો સુખી થાઓ એવી શ્રીપંચપરમેષ્ઠિની ભાવનાનો લેપ કરવો, તેનું નામ વાસક્ષેપ અથવા પંચપરમેષ્ઠિ ભગવંતો દ્વારા ભવનિસ્તારની આશિષ આપવી, તે વાસક્ષેપ. ચતુર શરણનો પ્રભાવ ચતુદશરણ વડે ચાર કષાયોનો ક્ષય થાય છે. મૈથ્યાદિ ચાર ભાવો પોષાય છે. ક્ષમાદિ ચાર ગુણો પ્રગટે છે. અરિહંતનું શરણ—ક્રોધનો નાશ કરે છે, તથા મૈત્રીભાવ અને ક્ષમાગુણ વિકસાવે છે. સિદ્ધનું શરણ—માનનો નાશ કરે છે. તથા પ્રમોદ ભાવ અને નમ્રતા ગુણ વિકસાવે છે. સાધુનું શરણ માયાનો નાશ કરે છે. તથા કારુણ્યભાવ અને સરળતાગુણ વિકસાવે છે. ધર્મનું શરણ લોભનો નાશ કરે છે. તથા માધ્યસ્થભાવ અને સંતોષગુણ વિકસાવે છે. - પાંચ આચારની શુદ્ધિ પરમેષ્ઠિનમસ્કાર વડે પાંચ આચારની શુદ્ધિ થાય છે. અરિહંત નમસ્કારથી જ્ઞાનાચારની શુદ્ધિ થાય છે. સિદ્ધનમસ્કારથી દર્શનાચારની શુદ્ધિ થાય છે. આચાર્યનમસ્કારથી ચારિત્રાચારની શુદ્ધિ થાય છે. ઉપાધ્યાયનમસ્કારથી તપાચારની શુદ્ધિ થાય છે. સાધુનમસ્કારથી વીર્યાચારની શુદ્ધિ થાય છે. અથવા પાંચે નમસ્કાર વડે પાંચે આચારોની શુદ્ધિ થાય છે. અરિહંતની પૂજા અરિહંતના પૂજનથી રાગદ્વેષ આદિ માનસિક દુર્ભાવો દૂર થઈ ચિત્ત નિર્મળ બને છે. ચિત્ત નિર્મળ-નિર્વિકાર થવાથી સમાધિ, ધ્યાન યા ચિત્તની એકાગ્રતા સિદ્ધ થાય છે. ચિત્તની સમાધિ અને એકાગ્રતા વડે કર્મની નિર્જરા અને નિર્વાણ સુખની પ્રાપ્તિ થાય છે. માટે અરિહંતની પૂજા ન્યાયપ્રાપ્ત છે. અરિહંતોની પૂજા કુશલાનુબંધ કર્મ છે. અરિહંતની પૂજાથી પવિત્ર ગુણોનું સ્મરણ અને તે વડે પરિણામોની કલ્મષતાનું અપહરણ થાય છે. મનની નિર્વિકારતા અને નિર્વિકલ્પતા સિદ્ધ થાય છે. પરંપરાએ પરમપદની પ્રાપ્તિ થાય છે. ૬૮ • ધર્મ અનુપ્રેક્ષા Page #86 -------------------------------------------------------------------------- ________________ અભુત પ્રકાશ . (બહુ પાર્શ્વવંતા અણમોલ હીરા શા મહામંત્ર શ્રીનવકારનો અદ્ભુત પ્રકાશ આ લેખમાં ઝળહળી રહ્યો છે, પરિણામને અમૃતનો અભિષેક કરનારા શ્રીનવકારને ત્રિવિધ સમર્પિત થવાની પવિત્ર પ્રેરણાના વ્યક્તસ્વરૂપતુલ્ય આ લેખ છે. સં.) સન્માનનું દાન ભાવ નમસ્કાર એટલે સર્વોત્કૃષ્ટ પુરુષોને તેમના સર્વોત્કૃષ્ટ ગુણોનો ખ્યાલ રાખીને આપવામાં આવતું સન્માનનું દાન. એ દાન કેવળ અન્નવસ્ત્રાદિ ભૌતિક વસ્તુઓ પુરી પાડવારૂપ જ નહિ, પણ પોતાને મળેલ મોંઘી જીંદગીની દરેક ક્ષણ તેમની આજ્ઞાને પાળવા ખાતર પસાર કરવાની વૃત્તિરૂપ છે. દ્રવ્ય નમસ્કાર દ્રવ્ય નમસ્કાર એટલે સંશય, વિપર્યય અને અનધ્યવસાયપૂર્વક થતો નમસ્કાર, ઉપયોગશૂન્યપણે થતો સમ્યગ્દષ્ટિનો નમસ્કાર અનધ્યવસાયરૂપ છે. ફલના સંશયપૂર્વક થતો નમસ્કાર મિથ્યાષ્ટિનો છે. લૌકિક ફળના લોભે લોકોત્તર પુરુષોને થતો અને લોકોત્તર લાભ માટે લૌકિક પુરુષોનો નમસ્કાર એ વિપર્યયરૂપ છે. ભાવ નમસ્કાર ભાવ નમસ્કારમાં એ ત્રણ દોષ નથી, કારણ કે તે લોકોત્તર ફળ માટે લોકોત્તર પુરુષોને લોકોત્તર ફળ મળવાની અચૂક શ્રદ્ધા અને ઉપયોગ સહિત હોય છે. ભાવ નમસ્કારની ક્રિયા કરતી વખતે તેનો ઉપયોગ નમસ્કારને છોડીને અન્યત્ર હોતો નથી. વળી તેમાં ઉપાદેય બુદ્ધિ હોવાથી શ્રદ્ધા સહિત હોય છે. મુક્તિરૂપી પરમ અને ચરમ ફળ મેળવવાનો મનોરથ હોવાથી ઉત્સાહ અને વીર્યોલ્લાસ અપૂર્વ હોય છે. ચિન્તામણિ અને કલ્પવૃક્ષના સેવન કરતાં પણ નમસ્કારની ક્રિયાના સેવનમાં વધુ આદર હોય છે. ઘર આંગણે કલ્પવૃક્ષ વાવવાની કે કામધેનુ ગાયને બાંધવાની ક્રિયા કરતાં પણ આ ક્રિયા વધુ મહત્ત્વની લાગે છે, ત્યારે તે ભાવનમસ્કાર બને છે. સર્વદાનમાં સર્વોત્તમ ચાહના સત્કાર-સન્માનની છે. નમસ્કાર સત્કાર-સન્માનરૂપ હોવાથી સર્વોત્તમદાન છે. આચારની પૂજ્યતા નવકારમાં પુણ્ય અને નિર્જરા ઉભય છે. સન્માનનું દાન એ પુણ્યનો હેતુ છે, ગુણી પ્રત્યે નમ્રતારૂપી વિનય એ અત્યંતર તપ છે, તેથી નિર્જરાનો હેતુ છે. નમસ્કારના દાનથી માયામૃષા અને મિથ્યાત્વશલ્ય ટળે છે. મસ્તકથી ચરણને નમવાનું એનો અર્થ ધર્મ અનપેક્ષા • ૬૯ Page #87 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનને આચરણમાં મૂકવાનું. જે જ્ઞાન આચરણમાં મૂકાય એ જ સાર્થક છે. તેથી જ્ઞાન અને શ્રદ્ધાથી પૂર્ણ છતાં જૈનશાસનમાં પૂજનીય તો આચાર છે. પરમેષ્ઠિઓ માત્ર જ્ઞાન અને શ્રદ્ધાના કારણે જ નહિ, કિન્તુ જ્ઞાન શ્રદ્ધાસહિત આચારના કારણે પૂજનીય છે. ગુણાનુરાગ મોહનીયના વૈભાવિક સંસ્કારોને નાશ કરવાનું સ્વાભાવિક સામર્થ્ય ગુણાનુરાગમાં રહેલું છે. તેથી તેને જગાવનાર શ્રુત મહાશ્રુત છે. નવકા૨વડે દરેક સાધક પોતાની યોગ્યતાનુસાર વિવેકશક્તિનો વિકાસ કરી શકે છે અને ગુણાનુરાગ કેળવી શકે છે. મોહનો પ્રતિપક્ષી મિથ્યાત્વમોહનીય જ્યાં ગુણ નથી ત્યાં ગુણભાવ પેદા કરે છે. તથા જ્યાં ગુણ છે, દોષ નથી ત્યાં અરુચિભાવ પેદા કરે છે. ધર્મ પ્રત્યે અરુચિભાવ અને અધર્મ પ્રત્યે રુચિભાવ, મોક્ષ પ્રત્યે ઉપેક્ષાભાવ અને સંસાર પ્રત્યે આદરભાવ. મોક્ષમાર્ગ, તેના સાધક અને સાધન તરફ અનાદરભાવ, સંસારમાર્ગ તેના સાધક અને સાધન તરફ આદરભાવ. સમ્યક્ત્વ, વિરતિ, અપ્રમાદ, અકષાય, અયોગ પ્રત્યે ઉદાસીનભાવ અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ પ્રત્યે આકર્ષણભાવ એ વગેરે મિથ્યાત્વ મોહનીયનું વિલસિત છે. નવકાર તેનો પ્રતિપક્ષી છે, તેથી મિથ્યાત્વમોહનીયનો નાશક છે અને સમ્યક્ત્વગુણને પ્રગટાવનાર છે. નમસ્કારનું ફળ રાગાદિને વશ કરવા અથવા તેમનો સમૂળનાશ ક૨વો તે નમન છે. એ નમનગુણથી અરિહંતો નમસ્કારને યોગ્ય છે. ભાવથી કરાતો અરિહંતનો નમસ્કાર જીવને હજારો ભવથી છોડાવે છે અને પુનઃ બોધિલાભ માટે થાય છે. અરિહંતો રાગાદિને નમાવનારા હોવાથી અરિહંતોને નમનારા પણ પરંપરાએ રાગાદિને નમાવનારા થાય છે. રાગાદિને નમાવવા, વશ કરવા એ અરિહંતના નમસ્કારનું પારમાર્થિક ફળ છે. શ્રીઅરિહંત શ્રીઅરિહંતો ૧૮ દોષ રહિત છે. ચોત્રીસ અતિશય સહિત છે. પાંત્રીસવાણી ગુણથી અલંકૃત છે. અષ્ટમહાપ્રાતિહાર્યથી વિભૂષિત છે. ૬૪ ઈંદ્રો વડે પૂજિત છે. શાંત, પ્રશાંત, ઉપશાંત છે. કારુણ્યસાગર છે, ગુણના ભંડાર તથા પુણ્યના આગર છે, ત્રણ જગતની પીડા હરવાને સમર્થ છે. ત્રણ જગતના નાથ છે. ત્રણ જગતના સ્વામી છે. ત્રણ જગતના ગુરુ છે. ત્રણ જગતના પિતામહ છે. વજઋષભના૨ાચસંઘયણ, સમચતુરસ્ર સંસ્થાન ૧૦૦૮ લક્ષણોથી લક્ષિત, અનુપમ રૂપ, લાવણ્ય, બળ, વીર્ય, ૭૦ • ધર્મ અનુપ્રેક્ષા Page #88 -------------------------------------------------------------------------- ________________ યશ, જ્ઞાન અને ચારિત્રગુણના ધારક છે. શ્રીસિદ્ધ • પરમપુરુષ, પરમેશ્વર, પરમાત્મા, પરમબંધુ, જગત મુકુટ, જગતતિલક, જગતશરણ, જગન્નાયક, જગન્નાથ, જગતગુરુ, નિરંજન, નિરાકાર, નિર્વિકાર, નિર્મળ, નિર્મમ, નિરીહ, નિરામય, કેવળ તેજ:પુંજાકાર, રૈલોક્યસાર સિદ્ધ પરમેષ્ઠિ અવિનાશીભાવે મુખ્ય ૮ ગુણોથી, અપેક્ષાએ એકત્રીસ ગુણોએ અથવા અનંતાનંત ગુણોથી શોભે છે. પ્રકાશ અને ઉષ્મા નવકારનો જાપ અને સામાયિકનો અભ્યાસ એક બીજાના પૂરક છે. શ્રીનમસ્કાર દ્વારા મિથ્યાત્વ દૂર થાય છે, સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે અથવા નિર્મળ થાય છે. સામાયિક દ્વારા અવિરતિ દૂર થાય છે, વિરતિ પ્રાપ્ત થાય છે. શ્રીનવકાર દ્વારા જ્ઞાનનો પ્રકાશ (Light) પ્રાપ્ત થાય છે સામાયિક દ્વારા ચારિત્રની ઉષ્મા (Heat) પ્રાપ્ત થાય છે. બંને દ્વારા ઓજસ્ પ્રાપ્ત થાય છે. આ ઓજસ્ એ કર્મમળનો હ્રાસ થતાં પ્રગટ થતી આત્મગુણોની વિશુદ્ધિ છે.' 1. શ્રીનવકાર અને સામાયિક શ્રીનવકારનો સંબંધ જ્ઞાન સાથે, દર્શન સાથે છે, જે દ્વારા સમ્યફ જણાય છે, સમ્યફ જોવાય છે. સામાયિકનો સંબંધ ક્રિયા સાથે છે, ચારિત્ર સાથે છે. જે દ્વારા સમ્યફ અનુભવાય છે. જે માર્ગ શ્રીનવકાર દ્વારા દેખાય છે, તે માર્ગે સામાયિક દ્વારા જવાય છે. આત્મશુદ્ધિના અને મોક્ષ પ્રાપ્તિના જે મહાન કાર્યની જવાબદારી માનવીના માથે રહેલી છે, તેને સફળ કરવાનાં આ બંને સાધનો છે. વાસ્તવિક રીતે બે નથી, એક જ છે. એક બીજાના પૂરક (Complimentary) છે. સાધ્ય અને સાધક વચ્ચેનો તફાવત (Gap) શ્રીનવકાર દર્શાવે છે, પણ આ તફાવતને દૂર કરવાની ઓછો કરવાની તાકાત શ્રીસામાયિકમાં છે. વિદ્યુત અને આકર્ષણ શ્રીનવકારનું જબ્બર બળ એ છે કે તે આપણા દુમનનો નાશ કરે છે અને વાસ્તવિક રીતે આપણા પોતાના દુષ્ટ મન સિવાય આપણો બીજો કોઈ દુશ્મન નથી. શ્રીનવકાર મહામંત્ર છે કારણ કે તે વડે મનની દુષ્ટતા દૂર થાય છે. અન્ય જીવોને આત્મતુલ્ય ન માનવા એ મનની મોટી દુષ્ટતા છે. શ્રીનવકારની આરાધના વડે, તે દૂર થતી જાય છે. ધર્મ અનુપ્રેક્ષા • ૭૧ Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રીનવકાર મહામંત્ર છે. કારણ કે તેમાં અનેક શક્તિઓ રહેલી છે. પાપકર્મનો નાશ કરનારી વિદ્યુત શક્તિ (Electricity) અને પુણ્ય પ્રાપ્ત કરાવવાની આકર્ષણ શક્તિ (Magnetism) તેમાં રહેલી છે. ઉપરાંત વિવિધ શુભ શક્તિઓનો અચિંત્ય પુંજ તેમાં છે. તેથી તેની આરાધના એ મનુષ્ય જન્મનો અપૂર્વ લહાવો છે. જેણે ચતુરશું ગોઠી ન બાંધી રે, તેણે તો જાણે ફોકટ વાધી રે. સુગુણ મેલોવેરે જેહ ઉછાપો રે, મણુઅ જન્મનો તેહી જ લાહો રે. પૂ. ઉપા. શ્રીયશોવિજયજી મહારાજ “ત્રિસંધ્ય જાપનો મહિમા” આ પંચપરમેષ્ઠિ નમસ્કાર સર્વ પાપોનો નાશ કરનાર છે. અને સર્વ મંગલોમાં શ્રેષ્ઠ મંગલ છે. પાંચ સમિતિને વિષે સમ્યક પ્રયત્નવાળો અને ત્રણગુપ્તિથી પવિત્ર થયેલો જે આત્મા આ પરમેષ્ઠિ નમસ્કારનું ત્રિકાળ-ત્રિસંધ્ય ધ્યાન કરે છે, તેને શત્રુ મિત્રરૂપ થાય છે, વિષ પણ અમૃતરૂપે પરિણમે છે, શરણરહિત મોટું જંગલ પણ રહેવા લાયક ઘર જેવું બની જાય છે, સર્વ ગ્રહો અનુકૂળ થઈ જાય છે, ચોરો યશ આપનારા થાય છે, અનિષ્ટ સૂચક અપશુકનાદિ પણ શુભફળને આપનારા થાય છે, બીજાએ પ્રયુક્ત કરેલા મંત્ર-તંત્ર-યંત્રાદિ પરાભવ કરી શકતા નથી, સર્વ પ્રકારની શાકિની પણ માતાની જેમ રક્ષણ કરનારી થાય છે, સર્પો તેની પાસે કમળના નાળ જેવા થઈ જાય છે, અગ્નિ ચણોઠીના ઢગલારૂપ બને છે, સિંહ શિયાળ જેવા થાય છે, હાથી હરણ જેવા બને છે. રાક્ષસો પણ તેનું રક્ષણ કરે છે, ભૂતોનો સમૂહ પણ તેની ભૂતિ (આબાદી) માટે થાય છે. પ્રેત પણ પ્રાયઃ પ્રીતિ કરનારો થાય છે, ચેટક (વ્યંતર) પણ તેનો ચેટ (દાસ) બની જાય છે, યુદ્ધ પણ ધનના લાભ માટે, રોગો ભોગ માટે, વિપત્તિ સંપત્તિ માટે અને સર્વ પ્રકારનું દુઃખ સુખ માટે થાય છે, જેમ ગરુડનો ધ્વનિ સાંભળી ચંદનના વૃક્ષો સર્પોના બંધનથી મુક્ત થાય છે. તેમ પંચનમસ્કારનો ગંભીર અને મંગલધ્વનિ સાંભળવાથી માણસ સર્વકર્મના બંધનોથી મુકાય છે જેનું ચિત્ત એક નમસ્કારમાં જ એકતાન છે, તેઓને જલ, થલ, સ્મશાન, પર્વત, દુર્ગ અને તેવા બીજા સ્થાનોમાં ઉત્પન્ન થતાં કષ્ટો મહોત્સવરૂપ બની જાય છે. - શ્રીસિદ્ધસેનસૂરિ (નમસ્કાર મહાભ્ય) ૭૨ • ધર્મ અનુપ્રેક્ષા Page #90 -------------------------------------------------------------------------- ________________ ભાવવધક શક્તિ (પોતાના સ્વાર્થને પ્રભુજીની આજ્ઞામાં વિલીન કરવારૂપ નમસ્કારનું તાત્ત્વિક નિરુપણ આ લેખની પ્રત્યેક પંક્તિમાં–શુભભાવવધક શક્તિરૂપે–ઓતપ્રોત છે. પ્રભુજીની આજ્ઞાને સમર્પિત થવાની પવિત્ર ભાવના ઉત્પન્ન કરનાર આ લેખ છે. સં.) નમસ્કાર વડે રક્ષણ તા' =રક્ષણ તેનું કારણ ‘રિહં' = યોગ્યતા અને તે યોગ્યતાનું કારણ “નમો’ =નમસ્કાર છે. નમસ્કાર વડે યોગ્યતા અને યોગ્યતા વડે રક્ષણ, એ પ્રથમ પદનો સુઘટિત અર્થ છે. નમસ્કાર એ પુણ્યના પ્રકર્ષથી અને શ્રીઅરિહંત પરમાત્માની કૃપાથી પ્રાપ્ત થાય છે. તેથી બધાનું મૂળ પરમાત્માની કૃપા છે. પરમાત્માની કૃપાથી પુણ્યનો પ્રકર્ષ, પુણ્યના પ્રકર્ષથી પરમેષ્ઠિ નમસ્કાર, પરમેષ્ઠિ નમસ્કારથી જીવમાં પાત્રતા યોગ્યતા અને યોગ્યતા વડે રક્ષણ યોગ્યને નમવાથી યોગ્યતા આવે છે. અયોગ્યને નમવાથી અયોગ્યતા આવે છે. વિષયો નમવાને અયોગ્ય છે. છતાં જીવ સહજમળના દબાણથી અનાદિકાળનો વિષયોને નમતો આવ્યો છે. તેથી તેની અયોગ્યતા વધતી રહી છે. હવે કોઈ પ્રબળ પુણ્યના યોગે તેને યોગ્યને નમવાનો અવસર મળ્યો છે. નમવાને ખરેખર યોગ્ય પંચપરમેષ્ઠિ ભગવંતો છે, તેથી તે યોગ્યને નમસ્કાર છે. યોગ્યને નમવાથી જીવની યોગ્યતામાં આપોઆપ વધારો થાય છે. તેથી શ્રીનમસ્કારમંત્ર જીવને પરમાર્થરક્ષણનો મહામંત્ર સાબીત થાય છે. સ્વાર્થનું વિલીનીકરણ - ' નો+તાનં=નમસ્કાર એ રક્ષણ કરે છે. જે પોતાની જાતને ભૂલે, તેને આખું જગત યાદ કરે છે. જે જગતને ભૂલે અને પોતાને જ યાદ રાખે, તેને આખું જગત ભૂલી જાય છે નમો પદ વડે પોતાની જાતનું વિસ્મરણ કરવામાં આવે છે, તેથી આખું વિશ્વ તેને સ્મરણ કરવા તૈયાર થાય છે. પોતાની જાતનું તુચ્છ સ્વાર્થનું અરિહંતમાં વિલીનીકરણ કરવામાં આવે ત્યારે અવશ્ય રક્ષણ થાય છે, એવો કોલ શ્રીનવકારનું પ્રથમ પદ આપે છે. પોતાની જાતને તુચ્છ સ્વાર્થને ભૂલો પણ પરમાત્માને કદી ન ભૂલો તો તમારું રક્ષણ અવશ્ય થશે. પરમાત્માને ભૂલ્યા અને કેવળ જાતને જ નમ્યા, તુચ્છ સ્વાર્થને ન ભૂલ્યા તો ત્રાણ કે રક્ષણ છે નહિ. ત્રાણ કે રક્ષણનો ઉપાય જાતને ભૂલી પરમાત્માને યાદ કરવા તે છે. ધર્મ અનપેક્ષા ૦ ૭૩ Page #91 -------------------------------------------------------------------------- ________________ આઠ અક્ષરનો જાપ ‘મો'માં પશ્ચાનુપૂર્વી ઉચ્ચાર કરતાં ‘તળ' થાય છે તેનો અર્થ “ૐ મિતી પ્રતિપદ્યસ્વ નાથ નાતઃ પરં ધ્રુવે" -કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્ય અર્થાત્ હું તારો દાસ છું એમ સ્વીકાર કર. એ સિવાય હું બીજું કાંઈ માંગતો નથી. અથવા પશ્ચાનુપૂર્વીથી ‘મો'નું ઉચ્ચારણ કરીને પછી પૂર્વાનુપૂર્વી ઉચ્ચારણ કરવામાં આવે તો સાત અક્ષરના બદલે ૮ અક્ષરનો નવો મંત્ર બને છે. જેમકે-“નમો અરિહંતાન' વળી ‘ૐનમો' એ ‘નમો'નું સંપુટ બને છે. રક્ષાનો હેતુ શત્રુને હણનારા, માટે પૂછ્યું, અને તેથી રક્ષણ કરનારા, તેને નમસ્કાર થાઓ એટલે તેમની આજ્ઞા જ મને પ્રમાણભૂત હો. તેમની આજ્ઞા એટલે ‘આત્મસમર્શિત્વ’ જેના મૂળમાં છે એવા ૫૨મધર્મનું આચરણ. અહિંસાદિ ક્ષમાદિ અને તપસંયમાદિનું જીવનમાં સેવન કરવાથી ‘આત્મસમદર્શિત્વ'નો ભાવ જળવાઈ રહે છે. મન-વચનકાયાની એકતા અને જ્ઞાન દર્શન ચારિત્રનો અભેદ સચવાય છે. નમસ્કાર વડે ભાવશત્રુ-કષાય-રાગદ્વેષ-હણાય છે. શત્રુ-હણાવાથી પૂજ્યતા પ્રાપ્ત થાય છે. પૂજ્યતા પ્રાપ્ત થવાથી પૂજકની રક્ષા થાય છે. તેથી પૂજ્યની પૂજારૂપ નમસ્કાર રક્ષાનો હેતુ બન્યો. પૂજ્યની પૂજા પૂજ્યની આજ્ઞા પ્રત્યે પ્રેમભાવ પેદા કરે છે અને તેથી તે આજ્ઞાનું પ્રેમપૂર્વક પેદા કરે છે અને તેથી તે આજ્ઞાનું પ્રેમપૂર્વક પાલન થાય છે. પ્રભુની આજ્ઞાનું પ્રેમપૂર્વક પાલન થાય છે. પ્રભુની આજ્ઞાનું પ્રેમપૂર્વક પાલન કરવાથી સર્વ જીવો સાથે મૈત્રી સધાય છે અને સર્વ જીવોની મૈત્રી રાગદ્વેષનો ક્ષય કરાવી પરમપદની પ્રાપ્તિ કરાવી આપે છે. આ રીતે શ્રીનમસ્કારમંત્ર ભવ્ય જીવોના માટે સર્વ મંગળમાં પ્રથમ મંગળરૂપ, મૂળ મંગળરૂપ બને છે. સર્વ સમર્પણ નમો =ન મમ, મારું નથી. અરિહંતાણં =અરિહંતોનું છે. અર્થાત્ મારું કાંઈ નથી, બધું અરિહંતોનું છે, એ રીતે બધું સિદ્ધોનું છે. બધું આચાર્યોનું છે, બધું ઉપાધ્યાયોનું છે અને બધું સાધુ ભગવંતોનું છે. મારું કાંઈ નથી. મને પ્રાપ્ત થયેલ ક્ષયોપશમભાવ પણ મારો નથી, અરિહંતાદિનો છે. કેમ કે તેમના આલંબને મળેલો છે. મને પ્રાપ્ત થયેલ શુભ ઔદિયક ભાવ-પુણ્યપ્રકૃતિના ઉદય પણ મારાં નથી. જેમના આરાધનના અને આલંબનના પ્રભાવે તે પ્રાપ્ત થયા છે, તેમના છે. તેથી ઔયિકભાવ કે. ક્ષયોપશમભાવ ૭૪ • ધર્મ અનુપ્રેક્ષા Page #92 -------------------------------------------------------------------------- ________________ પર “હુંપણાની કે “મારાપણાની બુદ્ધિનો હું ત્યાગ કરું છું અને તે જેમના પ્રભાવે પ્રાપ્ત થયેલાં છે, તેમને મન-વચન-કાયાથી સમર્પણ કરું છું. પાંચ આજ્ઞાઓને નમસ્કાર નમો + રિહંત + માં | શ્રી અરિહંતોની આજ્ઞાને નમસ્કાર. નમો સિદ્ધ+ | શ્રીસિદ્ધોની આજ્ઞાને નમસ્કાર. નમો+ગારિય+માં | શ્રીઆચાર્યોની આજ્ઞાને નમસ્કાર. નમો+૩વાય+મi | શ્રીઉપાધ્યાયોની આજ્ઞાને નમસ્કાર. નમો+નો+સહૂિ+ગાળ ! લોકમાં રહેલા સર્વ સાધુઓની આજ્ઞાને નમસ્કાર. એ પાંચ જ્ઞાને કરેલો નમસ્કાર સર્વપાપનો સમૂળ નાશ કરે છે. સર્વ મંગળોમાં પહેલું મંગળ છે. આજ્ઞા તે આજ્ઞા છે, તેમાં તર્ક કે દલીલને અવકાશ નથી. એ આજ્ઞાની મર્યાદામાં રહે તેનું કલ્યાણ છે. એ આજ્ઞાનો ભંગ કરનારને શિક્ષા છે, શાસન છે. - આજ્ઞા ત્રાણ પણ કરે છે અને શાસન-શિક્ષા પણ કરે છે. આજ્ઞા પાલન કરનારનું ત્રાણ કરે છે અને વિરુદ્ધ વર્તનારનું શાસન કરે છે. આજ્ઞા અકૃત્રિમ છે. અનાદિનિધન છે, ભૂતહિતકર છે, ભૂતભાવન છે, સત્ય છે, અવિતથ છે, અમિથ્યા છે, તેનાથી સર્વ પદાર્થો જણાય છે, યથાયોગ્ય આચરણ થાય છે, અજ્ઞાનને આધીન સમગ્ર વિશ્વ છે, ઇન્દ્રાદિ દેવોને પણ નમનીય છે, આજ્ઞા પ્રત્યેનો આદર પણ પાપનાશક છે, અનાદરનો અંશ પણ ઘાતક છે, આજ્ઞાની આધીનતાથી સૂર્યચંદ્ર નિયમતિ ફરે છે, પૃથ્વી નિરાધાર ટકી છે. શ્રીનમસ્કાર એટલે એ આજ્ઞાનો આદર. આજ્ઞાનો આદર એટલે શ્રીનમસ્કાર. આજ્ઞાનો આદર અરિહંતોની આજ્ઞા વિશ્વમૈત્રીભાવની છે. ધર્મ અનુપ્રેક્ષા • ૭૫ Page #93 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધોની આજ્ઞા પરમાત્મસમદર્શિત્વની છે. આચાર્યોની આજ્ઞા સદાચાર પાલનની છે. ઉપાધ્યાયોની આજ્ઞા શ્રાધ્યયનની છે. સાધુઓની આજ્ઞા આચારપાલન અને શ્રુતાધ્યયનમાં સહાય કરવાની છે. એ પાંચ પ્રકારની આજ્ઞાના પાલનમાં મંગળ છે, વિરુદ્ધ વર્તનમાં અમંગળ છે, પાપ છે, દુર્ગતિ અને ભવભ્રમણ છે. એ આજ્ઞા અનાદિસિદ્ધ છે. કોઈ તેમાંથી છટકી શકતું નથી. આજ્ઞાની સિદ્ધિમાં મુક્તિ છે, અસિદ્ધિમાં બંધન છે. તેમાં તર્ક કે દલીલને અવકાશ નથી. કાં તો આરાધન કરો અને સુખ પામો કાં તો વિરાધન કરો અને દુઃખ પામો. ત્રીજો કોઈ માર્ગ નથી. આજ્ઞામાં મધ્યસ્થ રહેવું તે પણ ગુન્હો છે, આજ્ઞાની સામે થવા જેવું છે. તેને તો નમે જ છુટકો. ન નમ્યો તે ગયો, નમ્યો તે રહ્યો. એ રીતે સનાતન અને શાશ્વત આજ્ઞા પ્રત્યે સદા નમનશીલ રહેવાનું શીખવનાર મંત્ર મહામંત્ર છે. એ આજ્ઞાનું સ્વરૂપ નીચે મુજબ છે : सुनिउणमणाइनिहणं भूयहिअं भूयभावणमणग्धं । મિયનિયં મહત્થ મહાનુભાવં મહાવિષN Iઝા ધ્યાન-શતક અર્થ :- (આજ્ઞા) સુનિપુણ, અનાદિ અનંત, ભૂતહિતકર, ભૂતભાવન, અર્થ, અમિત, અજિત, મહાર્થ, મહાનુભાવ અને મહાવિષય યુક્ત છે. • વિરલ જન 'नागुणी गुणिनो वेत्ति गुणी गुणिषु मत्सरी । गुणी गुणानुरागी च सरलो विरलो जनः' ॥१॥ અર્થ :- ગુણહીન મનુષ્ય ગુણી પુરુષને જાણી શકતો નથી. ગુણી પુરુષ ગુણીજનોનો મત્સરી હોય છે. પોતે ગુણી અને બીજાના ગુણોનો અનુરાગી એવો સરળ પુરુષ આ જગતમાં વિરલ હોય છે. ૭૬ • ધર્મ અનપેક્ષા Page #94 -------------------------------------------------------------------------- ________________ નમોની શક્તિ (મંત્રાધિરાજ શ્રીનવકારના ‘નમો' શબ્દમાં રહેલી અમાપશક્તિનું હૃદયસ્પર્શી વિવેચન તથા મંત્રાધિરાજના મેરુતુલ્ય ‘નમો'માં ઇન્દ્રિયાભિમુખ મનને ઓગાળી નાખવાની સ્વ-પરહિતકર પ્રક્રિયાનું સુગેય પ્રતિપાદન આ લેખમાં થયું છે. સં.) નમોરૂપી ધનુષ્ય નમો રૂપી ધનુષ્ય ઉપર ચઢેલું મનરૂપી બાણ ‘અરિહંત’રૂપી બ્રહ્મને લક્ષ્ય કરીને અપ્રમત્તપણે વીંધવામાં આવે તો ‘તાણ’રૂપી તન્મયતાને પામે છે. प्रणवो धनुः शरोह्यात्मा, ब्रह्मतुल्लक्ष्यमुच्यते । अप्रमत्तेन वेद्धव्यं शरवत् तन्मयो भवेत् ॥१॥ નમો પ્રણવ સ્વરૂપ પણ છે. પ્રણવ એટલે પ્રકૃષ્ટ સ્તુતિ. નો પ્રકૃષ્ટ સ્તુતિરૂપ હોવાથી પ્રણવ જ છે. પરમાત્માની સ્તુતિરૂપ બનાવવા માટે નોના છેલ્લા અક્ષરને ઉલટાવવાથી ‘ઑ' પરમાત્મવાચક બની જાય છે. તેથી ૐ નમો એ ધનુષ્ય બન્યું. એ જ રીતે ‘મનસ્' ને ઉલટાવવાથી ‘નમસ્’ બને છે. ‘મનસ્’ એ ઇન્દ્રિયાભિમુખ મન છે. તેને ‘નમસ્’ વડે પરમાત્માભિમુખ બનાવાય છે. એટલે નમસ્કારાકાર મનોવૃત્તિ કરવાનું સાધન ‘મનસ્' પદની સાથે ‘નમસ્' પદને જોડવું તે છે. નમો એ મનને ઉલટાવવાની ક્રિયા છે. મનવડે જીવ ઇન્દ્રિયાભિમુખ થઈને કર્મ બાંધતો હતો, તે જ મન વડે આત્માભિમુખ બત્તી જીવ કર્મ નિર્જરે છે. એ પ્રભાવ નમો પદનો છે. તેથી નમો પદ એકલું પણ મહામંત્ર સ્વરૂપ છે. મંત્ર શબ્દની વ્યુત્પત્તિ મંત્ર શબ્દની ત્રણે વ્યુત્પત્તિ નો પદને લાગુ પડે છે. નમો મનન વડે ત્રાણ કરવાની શક્તિ ધરાવે છે અથવા પરમાત્મા સાથે જીવાત્માને તન્મય થવાની ગુહ્ય મંત્રણા કરાવે છે. અથવા સર્વ પ્રકારના શ્રેષ્ઠ પુરુષાર્થોને આમંત્રણ આપે છે. નમો એ મોક્ષ સુખનું આમંત્રણ છે. ઇન્દ્રિયો અને તેના વિષયો સાથે અથવા દેહ અને તેના ધર્મો સાથે જોડાયેલું, એકમેક થયેલું મન આત્મા અને તેના ધર્મો સાથે અથવા પરમેષ્ઠિઓ અને તેમના ગુણો સાથે નમો પદવડે જોડાઈ શકે છે, તેથી નમો મહાયોગ સ્વરૂપ છે. નમો પદનો પુનઃ પુનઃ જાપ જીવને ભોગી મટાડીને યોગી બનાવે છે, સંસારી મટાડીને સિદ્ધ બનાવે છે, જીવ મટાડીને શિવ બનાવે છે. બે અક્ષરનું ‘મન’ બે અક્ષરના ‘નમ’ વડે વશ થાય છે. ધર્મ અનુપ્રેક્ષા • ૭૭ Page #95 -------------------------------------------------------------------------- ________________ સૂર્ય અને ચંદ્રવાચી નમો પદ ‘ન' સૂર્યવાચી છે ‘મો' ચંદ્રવાચી છે ‘7'રૂપી સૂર્ય અર્થાત્ આત્મામાં ‘મો’રૂપી ચંદ્રમા અર્થાત્ મન વિલીન થાય છે. એટલે ‘અહં=અહં' રૂપ બની જાય છે અને ‘દં’ ત્રાણરૂપ બની જાય છે. ‘ૐ’ પરમાત્મ-વાચક છે. ‘ન' સૂર્ય આત્મવાચક છે ‘મો' ચંદ્ર-મનવાચક છે. સૂર્યરૂપી આત્મામાં ચંદ્રરૂપી મન મળી જાય તો તે આત્મા પોતે જ પરમાત્મરૂપ બની જાય છે. મળી જવાની ક્રિયા ‘ત્રાણ'રૂપ છે અને મળી જવાથી આત્મા પરમાત્મસ્વરૂપ બની જાય છે. મનને આત્મામાં વિલીન કરવાની ક્રિયાનું નામ નમો છે. નમો એ મનનું ત્રાણ છે—શરણ છે—આશ્રયસ્થાન છે. મનરૂપી હંસને વિશ્રાન્તિ લેવા માટે કમલની શ્રેણી છે. મનરૂપી બાણ નોરૂપી ધનુષ્ય વડે, અદંરૂપી લક્ષ્યને વીંધીને ‘ત્રાણ’રૂપ બને છે. ‘ત્રાણ' એટલે મનનું આત્મામાં વિલીન થઈ જવું, સંકલ્પ-વિકલ્પ રહિત થવું, નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિરૂપ બની જવું. તે સમાધિ માટે ‘અરહં'ના આલંબન—લક્ષ્યની અને નમોરૂપી ધનુષ્યની જરૂર પડે છે. નમોરૂપી ધનુષ્ય ઉપર મનરૂપી બાણને ચઢાવવાથી ‘અરહં'રૂપી લક્ષ્યને વીંધીને ‘ત્રાણ’રૂપી નિર્વિકલ્પ અવસ્થા સાધી શકાય છે. મનની અવળી ક્રિયા છોડાવીને તેને સવળી ક્રિયામાં જોડવા માટે નમો પદની આવશ્યકતા છે. નમો પોતે જ ‘અરહં' અને ‘ત્રાણ' `વાચક બની જાય છે. કેમ કે તેમાં ૐ એ ‘અરહં’ વાચક છે અને નમો ‘ત્રાણ’ વાચક છે. ત્રાણ એટલે મનનું આત્મામાં વિલીન થઈ જવું, આત્માકાર બની જવું મોરૂપી મન, નરૂપી આત્મામાં વિલીન થવાથી રૂપી પરમાત્મા પ્રગટ થાય છે. તેથી મંત્રનું ઉચ્ચારણ આ પ્રમાણે થયું : ‘નમો-મોં-અરદું-તા'' ‘નમો’નો ‘મ’રૂપી ચંદ્ર ‘ન’રૂપી સૂર્યમાં મળી ગયો એટલે અહં પ્રગટ થયા. તે પ્રગટ થવાથી હંમેશ માટે ભવભય ગયો અને આત્મભાવરૂપી શરણું પ્રાપ્ત થયું. એટલે સાત અક્ષરમાંથી માત્ર ૐ અક્ષર બચ્યો. બીજા બધા અક્ષરો પોતાની ભાવના સાથે પ્રણવાક્ષરમાં મળી ગયા. પ્રણવાક્ષર મૂળ મંત્ર કાયમ રહ્યો. મંગલપદની વ્યુત્પત્તિ “પઢમં હવદ્ મંગત” માં લયતિ મવાત્, સ્વાર્થાત્ અ ંત્વ-મમત્વ-ભાવાત્ તિ મંતં। જે મને ભવથી, સ્વાર્થથી, અહંતા-મમતાથી દૂર કરી આપે તે પ્રથમ મંગળ છે, ૭૮ • ધર્મ અનુપ્રેક્ષા Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રધાન મંગળ છે, શ્રેષ્ઠ મંગળ છે, નિત્ય વૃદ્ધિ પામતું મંગળ છે, શાશ્વત મંગળ છે અહંત્વ ને અર્હત્વથી- અને મમત્વ ને સમત્વથી ગાળી આપે છે, ટાળી આપે છે, દૂર કરી આપે છે, તેથી મંગળ છે, અર્હત્વ પરમાત્મતુલ્યતાનો અને સમત્વ સર્વાત્મતુલ્યતાનો બોધ કરાવી આપે છે. એ બોધની દૃઢતા પરમેષ્ઠિ નમસ્કાર કરી આપે છે. કેમ કે તેમાં અર્હત્વને નમસ્કાર છે અને અર્હત્વ એ સમત્વથી ભરપૂર છે. તેથી સમત્વ સહિત અર્હત્વનું ધ્યાન જેમાં છે, તે પરમેષ્ઠિ નમસ્કાર મમત્વ અને મહંત્વને દૂર કરી આપે છે એમાં કોઈ શંકા નથી. સમત્વ સર્વ જીવો સાથે એકતા સાધી આપે છે અને અર્હત્વ પરમાત્મા સાથે પોતાના આત્માની એકતા સાધી આપે છે. મંત્રનો તાત્વિક અર્થ મનનવડે રક્ષણ છે. એટલે મંત્રદ્વારા દેવતા, ગુરુ અને આત્માનું ઐકચ સ્થાપન કરવું તે છે. મંત્ર મનને અને પવનને આત્મા સાથે ઐકચ કરી આપે છે અને આત્મા તેના મનનદ્વારા ગુરુ અને દેવતા સાથે ઐક્ય કરી લે છે. મંત્રના અક્ષરો મન અને પવન સાથે સંબંધ રાખે છે. મંત્રનો અર્થ દેવતા અને ગુરુ સાથે સંબંધ રાખે છે. આ રીતે દેવતા, ગુરુ અન મંત્રની એકતા સાધવાદ્વારા મંત્રચૈતન્ય પ્રગટે છે અને મંત્રચૈતન્ય પ્રગટ થવા દ્વારા યથેષ્ટ ફળની સિદ્ધિ થાય છે. દેવતા, અને ગુરુનો સંબંધ સકલ જીવસૃષ્ટિ સાથે છે, તેથી મંત્રચૈતન્ય વિશ્વવ્યાપી બની જાય છે. સમત્વનો લાભ એ તથાભવ્યત્વનો વિકાસ છે, મમત્વનો નાશ એ સહજમળનો હ્રાસ છે. સમત્વનો વિકાસ અર્હત્વની સાથે સંબંધ કરાવી આપે છે અને મમત્વનો એ વિજાતીય કર્મદ્રવ્યના સંબંધથી મન:કલ્પિત હતાં તે કલ્પના સમત્વ અને અર્હત્વની સાધનાદ્વારા ગળી જાય છે. વિકલ્પ કલ્પિત અહંત્વ અને મમત્વની કલ્પના ઓસરવા માંડે છે, તેમ તેમ વિજાતીય દ્રવ્યના સંબંધમાં આવવાની જીવની યોગ્યતા પણ ઘટતી જાય છે. વિજાતીય દ્રવ્યના સંબંધને અને અ ંત્વ-મમત્વની કલ્પનાને કાર્યકારણ ભાવનો સંબંધ છે. એકના ઘટવાથી બીજાનું ઘટવું અવશ્યમેવ થાય છે. જ્ઞાન અને ક્રિયા ઉભય મળીને મોક્ષનો માર્ગ બને છે, એવું શાસ્ત્રકાર ભગવંતોનું ફરમાન છે, વ્યવહા૨ કાળમાં ક્રિયા અને ધ્યાન કાળમાં જ્ઞાનમુખ્ય બનીને કર્મ-દ્રવ્ય અને અહંત્વમમત્વને ઘટાડનાર થાય છે. નમો પદનું માહાત્મ્ય ‘નમો' – દુષ્કૃત-ાઈ । ‘અહિં’– સુતાનુમોલના । ‘તાળ’. શરોપમન । ધર્મ અનુપ્રેક્ષા • ૭૯ Page #97 -------------------------------------------------------------------------- ________________ નમો વડે યોગ્યતા અને યોગ્યતાવડે રક્ષણ, એ અર્થ પણ થાય છે. ‘અરિ’ને હણનારા, યોગ્યતાને આપનારા અને તે વડે રક્ષણને કરનારા, એવો અર્થ પણ થાય છે. ‘આળું તાળું પ્રમાĪ'' અરિહંતોની આજ્ઞા એ જ રક્ષણ કરનારા છે, એ વાત મને પ્રમાણ છે, સંપૂર્ણ માન્ય છે. પ્રભુની આજ્ઞા સર્વજીવોને આત્મતુલ્ય ગણવાની છે અને આત્મતુલ્ય વર્તન કરવાની છે. તે આજ્ઞા મને પ્રમાણ છે. એમ નમો પદથી સ્વીકારાય છે. નમો નું ઔં + 7 એવું ઉલટું રૂપ થાય છે. ૐ સ્વીકાર અર્થમાં છે એટલે પ્રભુને કહે કે, તારો હું સ્વીકાર કરું છું અને 7 નિષેધ અર્થમાં છે. એટલે સંસારનો, સ્વાર્થનો, મોહનો હું નિષેધ કરું છું, એવો અર્થ પણ થાય છે. ‘નમો' એ મનરૂપી માથાનો મુગુટ છે. ‘નમો’ એ મનરૂપી કંઠનો હાર છે. ‘નમો' એ મનરૂપી અંગુલીની મુદ્રિકા છે. ‘નમો' એ મનરૂપી ધનુષ્યનું બાણ છે. ‘નમો' એ મનરૂપી અરણિનું ઉત્તર કાષ્ઠ છે. ‘નમો’ એ મનરૂપી સોયનો દોરો છે. તેથી તેનું શ્રવણ-મનન અને નિદિધ્યાસન અનુક્રમે સર્વિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિ સુધી પહોંચાડે છે. સમાધિ સુધી પહોંચવું એ જીવને અત્યંત હિતકર છે. વળી નમો એ– મનરૂપી સમ્યગ્દષ્ટિનો દેવ છે. મનરૂપી સમ્યગ્લાનિનો ગુરુ છે. મનરૂપી સમ્યક્ચારિત્રનો ધર્મ છે. નમસ્કારભાવ સિવાય માનસિક ભેદ-ભાવ ન ટળે અને તે ન ટળે ત્યાં સુધી અહંકાર-મમકાર ન ઓગળે. અહંકારનું અને મમકારનું ઓગળવું એટલે ભેદ-ભાવનું ટળવું. અભેદભાવ સિવાય જીવ જીવને જીવરૂપે કદીયે ન ઓળખે, ન આવકારી શકે, ” ન ચાહી શકે. તે અભેદભાવને સાધવા માટે નમો એ અદ્વિતીય સાધન છે. ૮૦ • ધર્મ અનુપ્રેક્ષા Page #98 -------------------------------------------------------------------------- ________________ અચિંત્ય ક્ષમતા 0 (જીવને શિવરૂપ બનાવવાની શ્રીનવકારની અચિત્ય ક્ષમતાનું અદ્ભુત નિરુપણ– ચિંતનાત્મક આ લેખમાં થયેલું છે. સં.) સુકૃતાનુમોદન પહેલાં પાંચ પદનો મૂળ મંત્ર છે, તે ચતુઃ શરણગમનાત્મક છે. ચૂલિકાના પહેલાં બે પદો દુષ્કૃતગર્ધાત્મક છે અને છેલ્લા બે પદો સુકતાનુમોદનાત્મક છે. એ રીતે ભવ્યત્વપરિપાકના ત્રણે ઉપાયો ચૂલિકાસહિત મૂળમંત્રમાં અંતર્ભાવ પામી જાય છે. - પાપનું મૂળ અજ્ઞાન અને મિથ્યાત્વ છે. મંગળનું મૂળ જ્ઞાન અને સમ્યક્ત્વ છે. શ્રીપંચપરમેષ્ઠિ નમસ્કારવડે પાપનું, સંસારનું મૂળ મિથ્યાત્વ બળી જાય છે અને ધર્મનું, મોક્ષનું મૂળ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. સમ્યક્ત્વ ગુણાનુરાગરૂપ, સુકૃતાનુમોદનરૂપ છે. મિથ્યાત્વગુણશ્લેષરૂપ, દુષ્કતાનુમોદનરૂપ છે. શ્રીનવકારવડે દુષ્કૃતનો રાગ નાશ પામે છે અને સુકૃતનો રાગ જાગે છે–શરણ આપવા લાયક ચાર–અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ–પ્રથમના પાંચ પદમાં આવી જાય છે. શરણ એટલે ગતિ, મતિ, આશ્રય, અલંબન, પ્રાણ, ત્રાણ, જીવન, આધાર ઇત્યાદિ કોઈ પણ અર્થ લઈ શકાય છે. પ્રથમ પદમાં પણ “નમો' એ દુષ્કતગહ અર્થમાં, ‘રિહું એ સુકૃતાનુમોદન અર્થમાં અને “તાળ' એ શરણગમન અર્થમાં લઈ શકાય છે. આત્મજ્ઞાનનું કારણ શ્રીપરમેષ્ઠિ નમસ્કાર એ પરમાત્મજ્ઞાનદ્વારા આત્મજ્ઞાન કરાવનાર હોવાથી અને આત્મજ્ઞાન કર્મક્ષયનું કારણ હોવાથી મુમુક્ષુઓનો મહામંત્ર છે. સ્વાધ્યાય અને ધ્યાનરૂપી અત્યંતર તપનું કારણ હોવાથી તથા પ્રાયશ્ચિત્ત અને વિનયરૂપ હોવાથી તથા વૈયાવચ્ચ અને કાયોત્સર્ગનું પણ પ્રબળ અને અંતરંગ કારણ હોવાથી શ્રીનમસ્કાર મહામંત્રના . જાપનું અનુષ્ઠાન અભ્યતર તપના છએ છ પ્રકારોનો સંગ્રહ કરનારું છે. શ્રીનમસ્કાર મહામંત્રના જાપનું અનુષ્ઠાન આ રીતે આત્માને એકાંત હિતકારી છે. સાધુને સૂત્રાર્થ કરવાના કહ્યા છે, તે પણ અવસ્થા વિશેષે મહામંત્રના જાપથી અને અર્થની ભાવનાથી સિદ્ધ થાય છે. ચૌદપૂર્વીઓને પણ આ મહામંત્ર આલંબનરૂપ કહ્યો છે. તેનું મુખ્ય કારણ તે આત્માની જ ભિન્ન ભિન્ન અવસ્થાઓનો સ્મારક અને પ્રતિપાદક હોવાથી ધર્મ અનપેક્ષા ૦ ૮૧ Page #99 -------------------------------------------------------------------------- ________________ આત્મજ્ઞાનમાં અસાધારણ કારણ બને છે. મનરૂપી શલ્ય શ્રીનમસ્કાર મહામંત્ર એ મનવડે સાધ્ય હોવાથી અને મન એ “દેહલી દીપક ન્યાયે એક બાજુ પ્રાણ અને શરીરને તથા બીજી બાજુ બુદ્ધિ અને આત્માને સુધારનાર હોવાથી શ્રીનમસ્કાર મહામંત્રવડે આત્માની સમગ્રતા શુદ્ધ થાય છે. બીજી રીતે વિચારતાં મન એ જ શલ્યની જેમ, કાંટાની જેમ આત્માને દુઃખદાયી છે. તે મનરૂપી કાંટાને કાયા અને વચનરૂપી ચીપિયાવડે પકડીને, સ્થિર કરીને, મંત્ર જાપરૂપી ક્રિયાવડે કાઢીને દૂર ફેંકી દેવામાં આવે છે. મંત્રની ક્રિયા મુખ્યત્વે મન ઉપર થાય છે, મનવડે થાય છે, મનથી થાય છે. મન માટે થાય છે મન અને મંત્રને અંતરંગ સંબંધ છે. જેવો મંત્ર તેવું મન બને છે જેવું મન તેવો મંત્ર ફળે છે. તેથી મંત્રના આરાધકે મનને સુધારવું જોઈએ અને મનને સુધારવા માટે મંત્ર સર્વ શ્રેષ્ઠ પસંદ કરવો જોઈએ. મંત્ર અક્ષરરૂપ હોઈ, અક્ષર–અવિનાશી એવા આત્માને મનવડે પકડી શકે છે અથવા મન જેમ સૂક્ષ્મ છે, તેમ તેને પકડવા માટે સાધન પણ સૂક્ષ્મ જોઈએ. બીજા બધાં સાધનો કરતાં અક્ષરો સૂક્ષ્મ હોવાથી મનને પકડવા માટે તે વધારે અસરકારક છે. પવિત્રતાનો હેતુ . કલિકાલસર્વજ્ઞ વિરચિત શ્રીયોગશાસ્ત્રમાં કહ્યું છે કે, , न्याय्ये काले ततो देवगुरुस्मृतिपवित्रितः । . निद्रामल्पामुपासीत प्रायेणऽब्रह्मवर्जकः ॥१॥ યોગશાસ્ત્ર–પ્રકાશ ૩–શ્લો. ૧૩૦ टीका:-"उपलक्षणं चैतच्चतु ऽरणगमन दुष्कृतगर्हासुकृतानुमोदना-पंचनमस्कारस्मरण प्रभृतीना, नह्येतत्स्मरणमन्तरेण पवित्रता भवति । स्मृतिर्मनस्यारोपणं तया पवित्रितो निर्मलीમૂતાત્મા !” અર્થ ત્યાર બાદ યોગ્ય અવસરે દેવ-ગુરુના સ્મરણથી પવિત્ર થયેલો શ્રાવક અલ્પ નિદ્રાને કરે. મોટે ભાગે અબ્રહ્મનો વર્જક હોય. આ શ્લોકની ટીકામાં લખ્યું છે કે–અહીં દેવ-ગુરુના સ્મરણથી પવિત્ર થવાનું કહ્યું, તેના ઉપલક્ષણમાં ચતુઃશરણગમન, દુકૃતગર્તા, સુકૃતાનુમોદના, પંચનમસ્કાર સ્મરણ વગેરે સમજવાં. કારણ કે એ બધાનાં સ્મરણ વિના પવિત્રતા થતી નથી. સ્મરણ એટલે મનને વિષે આરોપણ, તે વડે પવિત્ર એટલે નિર્મળ થયેલો અંતરઆત્મા છે. ૮૨૦ ધર્મ અનપેક્ષા Page #100 -------------------------------------------------------------------------- ________________ 'પ્રકાશક ૩–શ્લો. ૧૩૦ સ્વોપજ્ઞટીકા "नाऽहं न मम"सोऽहं स मम' નમો' એ મમત્વના ત્યાગપૂર્વક સમત્વનો સ્વીકાર છે. સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્ય ભાવ લાવવા માટે “નમો અરિહંતાઈ'નો જાપ કર્તવ્ય છે. ચૈતન્યની ઉપાસના ચૈતન્યના એક અંશની પણ હીલના અનંત ચૈતન્યની આશાતના છે. ચૈતન્યના એક અંશનું પણ બહુમાન સર્વ ચૈતન્યની ભક્તિરૂપ છે. પરમેષ્ઠિઓનું બહુમાન પણ ચૈતન્યના બહુમાનના કારણે છે. કેમ કે પરમેષ્ઠિ ભગવંતોને પરમેષ્ઠિ પદની પ્રાપ્તિ ચૈતન્યની ભક્તિના પરિણામે છે. પરમેષ્ઠિઓની અભક્તિ, અબહુમાન, ઉપેક્ષા કે માધ્યચ્ય એ ચૈતન્યની જ અભક્તિ, અબહુમાન, અવજ્ઞા કે આશાતનારૂપ છે. “મિ પૂરૂં સળે તે પૂરૂ દક્તિ ' . “મિ હીતિ, સળે તે રાત્રિ રોત્તિ '' આ ન્યાય તીર્થકરો, સિદ્ધો, સાધુઓ કે ધર્મના કોઈ પણ અંગને લાગુ પડે છે. એકની હલનાથી સર્વની હીલના અને એકની પૂજાથી સર્વની પૂજા તેની પાછળ પણ રહસ્ય તો ચૈતન્યના બહુમાનનું જ છે. વિષયોને નમવાનું છોડીને પરમેષ્ઠિઓને નમવું તે જડને નમવાનું છોડીને ચૈિતન્યભાવને નમવાનું છે ચૈતન્ય તત્ત્વની ઉપાસના એ મુક્તિનું કારણ છે. જડ તત્ત્વની ઉપાસના જીવના બંધનનું કારણ છે. એકમાં વિવેક છે, બીજામાં અવિવેક છે. વિવેક એ પ્રકાશ છે, અવિવેક એ અંધકાર છે. વિવેકી આત્મા ચેતનને નમે છે. અવિવેકી આત્મા જડને નમે છે. વિવેક એ વિચારથી જન્મે છે અને વિચાર એ સત્યની શોધ છે. સત્ય તે છે કે જડ સુખ રહિત છે, ચેતન સુખનો આધાર છે. ચેતન તત્ત્વ સુખરૂપ છે, જડ અતત્ત્વ–સુખરહિત છે. ચેતનની ઉપાસનાથી હૃદયશુદ્ધિ થાય છે. હૃદયશુદ્ધિ એટલે જીવો પ્રત્યે આત્મતુલ્ય ભાવ અને જડ પ્રત્યે આત્મભિન્ન ભાવ. ચૈતન્યની ભક્તિ, જડનીઅનાસક્તિ ઉપાદેય છે. ચૈતન્યની સ્પૃહા, જડની અસ્પૃહા એ કર્તવ્ય છે. ધર્મ તેનું નામ છે કે જેનાવડે ચૈતન્ય તત્ત્વનું ધારણ, પોષણ અને શોધન થાય, એ ધર્મ સૌને સુખકારી છે. કોઈ એકને પણ અસુખકારી નથી. ધર્મ એ સાર્વજનિક (સર્વ નેગો હિત રૂતિ સાર્વનિ:) વસ્તુ છે. જે સર્વને પણ સુખ કરે, તે ધર્મ છે. કોઈ એકને કરે અને એકને ન કરે તે ધર્મ નથી પણ પાપ છે. ધર્મ અનુપ્રેક્ષા ૦ ૮૩ Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રીનવકારનું ફળ મનરૂપી મિલન જળમાં ‘નમો અરિહંતાણં'ના જાપરૂપી કતકચૂર્ણ નિર્મલીચૂર્ણ સતત પડતું રહેવાથી તે સ્વચ્છ થતું જાય છે. મનને સ્વચ્છ કરવાની પ્રક્રિયા એ જ પ્રથમ પદના જાપનો પ્રધાન હેતુ છે. શ્રીનવકારમાં ચિત્તનું ચોંટવું એ જ મોટું ફળ છે. કહ્યું છે કે– महीयसामपि महान् महनीयो महात्मनाम् । अहो मे स्वतः स्वामी स्तुतेर्गोचरमागतः ॥ અર્થ :- અહો ! આશ્ચર્યની વાત છે કે સ્તુતિ કરતા એવા મને મોટાથી પણ મોટા અને પૂજ્યોના પણ પૂજ્ય એવા આપ સ્તુતિના વિષય બન્યા છો. વીતરાગસ્તોત્ર–મહિમાસ્તવ શ્લો૦ ૮ जन्मवानस्मि धन्योऽस्मि कृतकृत्योऽस्मि यन्मुहुः । जातोऽस्मि त्वद्गुणग्रामरामणीयकलम्पटः ॥ અર્થ :- મારો જન્મ સફળ છે, હું પુણ્યવાન છું, હું કૃતાર્થ છું, કારણ કે મારું મન જ પ્રભુના અગણિત ગુણોના સમૂહની મનોહરતામાં વારંવાર લંપટ-લાલચુ બન્યું છે. વીતરાગસ્તોત્રં—ભક્તિસ્તવ શ્લો૦ ૯ આ વગેરે વાક્યો શ્રીનવકારના સાચાં ફળને જણાવનારાં છે. પ્રભુમાં ચિત્ત લાગવું એ જ મોટું ફળ છે. પછીનું કાર્ય આપણે કરવાનું નથી, તેના સ્વભાવથી જ થાય છે. આપણો પુરુષાર્થ તો શ્રીનવકારના અક્ષરોમાં અને અર્થમાં આપણાં ચિત્તને પરોવવામાં છે. એક વખત ચિત્ત જો તે અક્ષરોના સ્મરણમાં અને અર્થના ધ્યાનમાં લીન થયું, તો પછી જન્મ કૃતાર્થ થઈ ગયો. આ જન્મમાં મેળવવા લાયક મળી ગયું. શ્રીઅરિહંતના નમસ્કારમાં ચિત્તનો પ્રવેશ થવો એ જ અરિહંત બનવાની પ્રક્રિયા છે. વિવિધ ઉપમાઓ ‘નમો’રૂપી અગ્નિનો આત્મસુવર્ણની સાથે યોગ થતાં જ મલિનતા બળી જાય છે અને શુદ્ધિ, ઉજ્જવળતા વગેરે વિકસતાં જાય છે. અથવા મન તે તામ્ર છે અને ‘નમો’ તે અગ્નિ અથવા પારસમણિ છે. અગ્નિથી મલસંકોચ અને મણિથી ઉજવલીકરણ થાય છે. તેથી બંને ઉપમાઓ સાર્થક છે. મનરૂપી જળમાં ‘નમો’રૂપી તૈલબિંદુ પડવાથી અરિહંતભાવવડે મન વ્યાપ્ત થઈ જાય છે. ૮૪ • ધર્મ અનુપ્રેક્ષા Page #102 -------------------------------------------------------------------------- ________________ ‘નમો' એ છત્રનો દાંડો છે. ‘અરિહંતાણં' એ મસ્તક ૫૨ છત્ર છે. શ્રીનવકારના અક્ષરો એકદેશવ્યાપિ છે. શ્રીનવકારનો ભાવ સર્વદેશવ્યાપી છે. પોતાના જ સ્વાર્થને પ્રણામ કરવો તે માનવદેહનું અપમાન છે. મનમાં રાગદ્વેષને રમવા દેવા તે વિશ્વહિતનું અપમાન છે. નમસ્કાર એટલે સ્વાર્થને નમાવવો અને ૫૨માર્થને નમવું, ‘હું'ને સાથે લઈને કોઈ મોક્ષમાં ગયું નથી, જવાનું નથી. કેવળ સ્વાર્થના વિચારો પ્રાણોને દૂષિત કરે છે. દૂષિત થયેલા તે પ્રાણો ‘ભાવદયા અને ભાવદાન' માટેની પાત્રતા ગુમાવી દે છે. પાપને વધારનારો સ્વાર્થ છે, તેથી તે ઘટવો જોઈએ. ભવ્યત્વનો વિકાસ કરનાર પરમાર્થ છે, તેથી.તે વધવો જોઈએ. વિષયકષાયને નમવાથી સહજમળનું બળ વધે છે. શ્રીપંચપરમેષ્ઠિઓને નમવાથી ભવ્યત્વભાવનું બળ વધે છે. ભાવથી અદરિદ્ર શ્રીનવકાને ગણનારો ભાવથી દરિદ્ર ન હોય. દરિદ્ર એટલે કૃપણ, કૃપણ એટલે પોતાની પાસે હોય તે વસ્તુને ભોગવે પણ નહિં અને આપે પણ નહિં. સર્વ જીવો સુખી થાઓ એવો ભાવ આપવા માટેનું મન મળેલું હોવા છતાં તેનો ઉપયોગ કરે જ નહિં, તે ભાવ-કૃપણ છે—ભાવથી દરિદ્ર છે. શ્રીનવકારના ગણનારમાં તે દરિદ્રતા ટકતી નથી કેમ કે શ્રીપંચપરમેષ્ટિ ભગવંતો મૈત્યાદિ ભાવથી ભરેલા છે. શ્રીઅરિહંતો મૈત્યાદિ ભાવોના આદ્ય પ્રચારક છે, ઉત્પાદક છે, વિશ્વમાં વહેતા મૂકનારા છે. શ્રીસિદ્ધભગવંતો તે ભાવને સિદ્ધ કરનારા છે. શ્રીઆચાર્ય ભગવંતો તે ભાવને આચરણમાં મૂકવા તથા મૂકાવવા પ્રયત્નશીલ છે. શ્રીઉપાધ્યાય ભગવંતો તે ભાવને વિકસાવનારા શાસ્ત્રોને ભણનારા તથા ભણાવનારા છે. શ્રીસાધુ ભગવંતો તે ભાવને મન, વચન અને કાયાથી સાધનારા છે. મૈત્ર્યદિ ભાવથી વાસિત જેનું અંતઃકરણ હોય તેને પુણ્ય ખૂટતું જ નથી. નવું પુણ્ય ધોધબંધ આવ્યા જ કરે છે. તેથી તેનું દ્રવ્ય દારિદ્ર પણ ટકતું નથી. દ્રવ્યથી અને ભાવથી, ઉભયથી તે સદા સમૃદ્ધ રહે છે. તેથી જ કહેવાય છે કે શ્રીનવકા૨ને ગણનારો કદી દરિદ્ર હોતો નથી. ધર્મ અનુપ્રેક્ષા ૦ ૮૫ Page #103 -------------------------------------------------------------------------- ________________ મંત્રની ગૂઢ શક્તિ ‘ૐ શ્રીં નમઃ' એ સાત અક્ષરો “નમો અરિહંતાનું' પદનું જ સંસ્કૃત રૂપાન્તર છે. વળી “નમો અરિહંતાણ' પદના ગર્ભમાં ‘મયમાત્મા બ્રહ્મ' “તત્વમસિ' “મટું વ્રશ્મિ ' સર્વ રત્વટું બ્રહ્મ' “પ્રજ્ઞાનમાનન્દ્ર બ્રહ્મ' વગેરે વેદના મહાવાક્યો પણ અંતભૂત થઈ જાય છે. મંત્રાક્ષરો ગૂઢ સાંકેતિક પદોથી યુક્ત હોય છે. તેને યોગ્ય અધિકારી જીવો આગળ જ ખોલવામાં આવે છે. અથવા દેવભક્તિ અને ગુરુભક્તિના પ્રભાવે સાધકના અંતઃકરણમાં તે તે અર્થો આપોઆપ પ્રગટ થાય છે. બધાં શાસ્ત્રોના અધ્યયનનો સાર અંતે દેહાત્મબુદ્ધિ ટાળી પરમાત્મબુદ્ધિ પેદા કરવી તે છે અને તેના ઉપાય તરીકે અંતરાત્મબુદ્ધિનો અધિકાર પ્રાપ્ત કરવાનો છે હૃદય શુદ્ધિ થવાથી તે અધિકાર આવે છે. નમો રિહંતા' પદ દેહાત્મબુદ્ધિ ટાળી અંતરાત્મબુદ્ધિ જગાડી. પરમાત્મબુદ્ધિ પ્રાપ્ત કરાવી આપે છે, તેથી તે મહામંત્ર છે. ચૌદ પૂર્વધરોને પણ બધું છોડીને અંતે શરણે લેવા લાયક છે. એ જ એક મહામંત્રની આરાધનાથી તેઓ કૃતકૃત્ય થઈ જાય છે. પ્રભુની આજ્ઞાનું પાલન એટલે પરમેષ્ઠિ નમસ્કારનું સતત ધ્યાન અને સામાયિકની ક્રિયાનું સતત સેવન, એથી પ્રભુ પ્રસન્ન થાય છે. અર્થાત્ પ્રભુપ્રસન્નતાથી મળનારા પરમપદની પ્રાપ્તિ થાય છે. શ્રીનવકારમાં વૃત્તિની ક્રાન્તિ છે, દર્શનનાં રૂપાંતર છે, દૃષ્ટિનું પરાવર્તન છે. શ્રીનવકારવડે પોતાના અહંકારની ક્ષુલ્લકતા, ક્ષુદ્રતા, તુચ્છતા, હનતા, લઘુતા દેખાય છે. પરમતત્ત્વની મહત્તા, ભવ્યતા, સારરૂપતા, ગુરુતરતા, ઉચ્ચતમતાનો ખ્યાલ આવે છે. અહંતાનો ફોડો ફૂટી જાય છે અને મમતાનું પરુ નીકળી જાય છે એટલે જીવને શાન્તિ થાય છે. જ્ઞાનની અનંતતા, અપારતા અને ગંભીરતા સમજાય છે. નમસ્કાર આદરજન્ય ક્રિયા છે. સાચા પ્રણામમાં પ્રણમ્યની મહત્તાનો અને પોતાની અલ્પતાનો ભાનપૂર્વક સ્વીકાર હોય છે. અહંભાવ ઓગળે એટલે પ્રણામ થઈ જય. દ્રવી ગયેલો અહંકાર જયારે શૂન્યવત્ થઈ જાય. ત્યારે પરમેશ્વરની પ્રેયસી નમ્રતા પ્રગટે છે. આ નમ્રતા હૃદયમાં પરમેશ્વરની ગ્રાહક બને છે. તેથી સાત્ત્વિક પ્રસન્નતા પેદા થાય છે. સાત્ત્વિક પ્રસન્નતા, પવિત્રતા. નિર્મળતા એકાર્થક છે. ૮૬ • ધર્મ અનુપેક્ષા Page #104 -------------------------------------------------------------------------- ________________ સર્વપાપ પ્રણાશક (મંત્રાધિરાજ શ્રીનવકારના “નમો' પદની અચિંત્ય શક્તિ, “નમો અરિહંતાણં પદના સાત અક્ષરોમાં રહેલી સર્વપાપ પ્રણાશક ક્ષમતા અને આખા શ્રીનવકારની ભવજળતારક પ્રતિભાનું મનનીય નિરૂપણ આ લેખમાં થયેલું છે. સં.) - ત્રણ પ્રકારના યોગ સર્વાત્મભાવની આરાધના એ કર્મયોગ છે, તેથી ચિત્તની મળદોષ દૂર થાય છે. પરમાત્મભાવની આરાધના એ ભક્તિયોગ છે, તેથી ચિત્તના વિક્ષેપદોષ દૂર થાય છે. બ્રહ્માત્મmભાવની આરાધના એ જ્ઞાનયોગ છે, તેથી આત્મા ઉપરના આવરણ દોષ દૂર થાય છે. | નમો ના “નમ' પદાર્થવડે “મમ' ભાવ જાય છે. અરિહંતના સર્વ ભાવવડે સમભાવ આવે છે. “નમભાવવડે “મમભાવ દૂર કરીને અને મર્દ ભાવવડે “સમભાવ પ્રાપ્ત કરીને આત્મા રાગદ્વેષથી મુક્ત થાય છે, વીતરાગભાવને પામે છે. “મમભાવ એ સ્વાર્થભાવ છે; તેનો “નમભાવવડે તિરસ્કાર કરી સમભાવ કે જે સર્વાર્થભાવ છે, તેને પ્રાપ્ત કરી શકાય છે. સર્વાર્થભાવવડે સ્વાર્થભાવ ટળે છે. સ્વાર્થભાવ ટળવાથી સહજમળ કે જે પાપનું મૂળ છે, તે જાય છે. સર્વાર્થભાવ વિકસવાથી મુક્તિગમયોગ્યતા કે જે મંગળનું મૂળ છે, તે વિકસે છે. “નમો અરિહંતા” એ એક જ પદમાં કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ ત્રણેની આરાધના થઈ જાય છે, ચિત્તના મળ, વિક્ષેપ અને આવરણ દોષ હટી જાય છે. આત્માની સહજઅયોગ્યતા ટળે છે અને સહજયોગ્યતા | વિકસે છે. એ વિકાસની પરાકાષ્ઠા એ જ સકલકર્મમુક્તિરૂપી મોક્ષનામનો પદાર્થ છે. જેને મોક્ષનો ખપ છે, તેને માટે શ્રીનવકારનું પ્રથમ પદ અને તેનું આરાધન અપરિહાર્ય છે. નમો પદની સાથે ૐકારને સંબંધ 3ૐમાં નમો અને નમોમાં 3ૐ સમાઈ જાય છે. નમો અને 3ૐ બે સંજ્ઞા અને વ્યંજના ઉભયથી સમાન છે. મો અક્ષરને ઉલટાવવાથી 3% ધ્વનિ પેદા થાય છે. ૐ ધ્વનિને આલેખવાથી નમોપદ પ્રકટે છે. કેમ કે ન+ગૌ મળીને ૐ આકૃતિ થાય છે, તેથી ૐ અને નમો એ બે પદાર્થ એક જ છે. “ૐ નમ:' મંત્ર પણ તેમાંથી જ ઉત્પન્ન થાય છે. ૐ એ શ્રીપંચપરમેષ્ઠિવાચક પદ છે. તેને નમસ્કાર, તેમની આજ્ઞાને નમસ્કાર એ જ કર્મના ભીષણ બંધનમાંથી છૂટવાનો અનન્ય ઉપાય છે. શ્રીનવકારમાં અધ્યાત્મ શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોની આજ્ઞાને નહિ માનવાથી જ જીવ ભવભ્રમણ કરે છે. ધર્મ અનુપ્રેક્ષા • ૮૭ Page #105 -------------------------------------------------------------------------- ________________ તેમની આજ્ઞા એટલે સર્વાત્મભાવ અને પરમાત્મભાવને પામવાના ઉપાયરૂપ આચાર અને જ્ઞાનને જીવનમાં સાધવા તત્પર રહેવું. સર્વ જીવો આત્મતુલ્ય છે, એવા પરમેષ્ઠિ ભગવંતના જ્ઞાન અને ઉપદેશ મુજબ જીવનમાં વર્તન કરવું, તેથી સર્વાત્મભાવ સ્થિર થાય છે. તે સ્થિર થતાં જ પોતાના આત્મામાં પરમાત્માના દર્શન થાય છે. પછી સર્વ આત્મા સ્વરૂપથી પરમાત્મતુલ્ય દેખાય છે. એ જ્ઞાન અને એ દર્શન પાછું પોતાના આત્મામાં રમણ કરાવનારું વર્તન લાવી આપે છે. “માત્માનપત્ય : પવીવીરવારિમા' આત્માને ઉદ્દેશીને પંચાચારના પાલનરૂપી અધ્યાત્મને મેળવી આપે છે. સર્વ જીવોને આત્મતુલ્ય માનીને તેમની સાથે આત્મતુલ્ય વર્તનરૂપી વ્યવહાર એ ઋજુસૂત્ર નયનું અધ્યાત્મ છે. પોતાનો અને સર્વનો આત્મા પરમાર્થથી પરમાત્મતુલ્ય છે, એમ માનીને પોતાના આત્મામાં જ પંચાચારનું પાલન તે શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નયનું અધ્યાત્મ છે. અધ્યાત્મમાં ચિત્તવિશુદ્ધિ જોઈએ અને યોગવિશુદ્ધિ પણ જોઈએ. ચિત્તની વિશુદ્ધિ જેમાં પ્રધાન છે અને યોગની વિશુદ્ધિ તેના કારણરૂપે થઈને ગૌણ છે, તે વ્યવહાર અને ઋજુસૂત્ર નયનું અધ્યાત્મ છે. ચિત્તની વિશુદ્ધિ જેમાં કારણ થઈને ગૌણ છે અને યોગની વિશુદ્ધિ જેમાં મુખ્ય છે. તે શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતનયની દૃષ્ટિએ અધ્યાત્મ છે. આ રીતે ન વિભાગને યથાર્થપણે સમજીને સ્યાદ્વાદ દૃષ્ટિથી સમન્વય સાધીને, જે કોઈ સ્વરૂપમાં વિશ્રાન્ત થવા માટેના પ્રયત્નમાં લીન છે, તે અધ્યાત્મનું ભાજન થાય છે. સર્વ જીવોનો ઉપકાર , સર્વ જીવો હિતચિંતા માટેનું આલંબન પૂરું પાડે છે, માટે નિશ્ચયથી માનનીય છે, આદરણીય છે. તેમની હયાતિ માત્ર જ્ઞાનીને સ્વકલ્યાણમાં નિમિત્ત બને છે, તેથી ઉપકાર દૃષ્ટિથી ગુણ દૃષ્ટિથી જોવાલાયક છે. ગુણ કરનારા છે, છતાં ગુણ દૃષ્ટિએ ન જોવાય તો કૃતજ્ઞતાગુણ હણાય છે. અજ્ઞાની ઉપકાર કરનારને પણ ઉપકારી તરીકે જાણતો નથી. જ્ઞાની ઉપકાર ન કરનાર છતા ઉપકારમાં નિમિત્ત બનનારને પણ ઉપકારી તરીકે જાણે છે. નમો રૂપી તેલનું ટીપું નમો પદવડે મનરૂપી તેલનું ટીપું અરિહંતભાવરૂપી જળની અંદર ફેલાઈને વિશ્વહિતની ભાવનાવાળું બની જાય છે. નમો પદ વિષયવાસનાને સંકોચ પમાડનારું અને ધર્મભાવનાને વિસ્તારનારું છે. નમ: એ પદ સ્નેહને સૂચવનારું હોવાથી અહીં તેને તેલના બિંદુની ઉપમા આપી છે. નમો પદને અન્ય ઉપમાઓ નમો પદ એ મનરૂપી મસ્તકનો મુકુટ, મનરૂપી કંઠનો હાર, મનરૂપી અંગુલીની ૮૮ • ધર્મ અનપેક્ષા Page #106 -------------------------------------------------------------------------- ________________ મુદ્રિકા, મનરૂપી બાણનું ધનુષ્ય, મનરૂપી અરણિનું મંથન અને મનરૂપી સોયનો દોરો છે. મન એ બાણ છે, નમો એ ધનુષ્ય છે. મન એ અરણિનું કાષ્ઠ છે, નમો એ મંથન માટે ઉત્ત૨ા૨ણીના સ્થાને છે. મન એ સોયનું નાકું છે, નો એ તેમાં પરોવવાનો દોરો છે. મનરૂપી સોયના નાકામાં નમો રૂપી સૂત્રનો દોરો પરોવવાથી તે ભવમાં ખોવાઈ જતું નથી: ‘મન’રૂપી અરણિને નમોરૂપી અરણિવડે મંથન કરવાથી જે જ્ઞાન પ્રકાશ પ્રગટે છે, તે વડે પાપનું મંથન થાય છે એ આત્મદેવના દર્શન થાય છે. નમોરૂપી ધનુષ્ય ઉપર ‘મન’રૂપી બાણ ચઢાવવાથી અરિહંતરૂપી લક્ષ્યનો વેધ થાય છે. પૂજા, દાન અને આત્મભોગ યન્ to worship. પૂજા, દાન અને ભોગ એ ત્રણ અર્થ યજ્ ધાતુના થાય છે, તેમાં છેલ્લો અર્થ મહત્ત્વનો છે. નમો પદ પણ પૂજા અર્થમાં હોવાથી દાનાર્થે, પૂજનાર્થે અને આત્મત્યાગાર્થે યોજી શકાય છે. નમો પદવડે શ્રીપ૨મેષ્ઠિઓની ભાવપૂજા, પરમેષ્ઠિઓને સન્માનનું દાન, અને પરમેષ્ઠિઓમાં આત્માનું વિસર્જન સધાય છે. એક સાચો નમસ્કાર ત્રણે અર્થોની સિદ્ધિ કરે છે. નમો પદ અને તેની પુનઃ પુનઃ ભાવનાવડે બહારથી નાના બનાય છે અને અંદરથી મોટા થવાય છે. બહારથી નાના થનારને વિષયોનાં આકર્ષણ નથી અડતાં. અંદરથી મોટા થનારને કષાયોના હુમલા નથી નડતા. એ રીતે જે શ્રીનવકારને ભાવિત કરવા પ્રયત્ન કરશે. તેને તેના પ્રથમ પદના સાત અક્ષરોમાં અપૂર્વ ચમત્કાર દેખાશે, સર્વ તીર્થંક૨ ગણધરોના આંતર્દર્શન થશે, સર્વ મંત્ર અને વિદ્યાઓની સિદ્ધિ થશે. પ્રથમ પદના સાત અક્ષરો પ્રથમ પદના સાત અક્ષરોનું શ્વેતવર્ણે ધ્યાન કરવાનું છે. તેમાં શ્વેતવર્ણમાં સાત રંગ રહેલા છે. તે સૂર્યના સાત ઘોડા સ્વરૂપ છે. એટલે પ્રથમ પદના જાપથી તે પદના સાત અક્ષરો સાત ઘોડારૂપ બનીને આત્મરૂપી સૂર્યનો સંબંધ કરાવે છે. આત્મા એ સૂર્ય છે. તેના જ સાત ઘોડા એ સાત વર્ષો છે. તેને સાત અક્ષરોમાં જાણે વર્ણવ્યા છે. પ્રથમ પદનું ધ્યાન એ સાત અશ્વવાળા સૂર્યનું ધ્યાન છે. સૂર્ય એ આત્માનું પ્રતીક હોવાથી શુદ્ધ ધર્મ અનુપ્રેક્ષા • ૮૯ Page #107 -------------------------------------------------------------------------- ________________ આત્માનું જ ધ્યાન છે. શુદ્ધ આત્માનું ધ્યાન કરાવનાર હોવાથી પ્રથમ પદનો મહિમા અવર્ણનીય છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી ફરમાવે છે કે, 'यदिच्छेद भवदावाग्नेः, समुच्छेदं क्षणादपि । મોત્ તાલિમંત્રણ્ય, વUસપ્તમાલિમમ્ શો' યોગશાસ્ત્ર પ્રકાશ–૮ જો ભવરૂપી દાવાનળનો એક ક્ષણમાં જ સમૂળ ઉચ્છેદ કરવાની ઇચ્છા હોય તો પહેલા પદના સાત અક્ષરોનું સ્મરણ કરો. સૂર્ય અને ચંદ્ર ન =સૂર્ય મન્ =ચંદ્ર (એકાક્ષરી કોષ) ન+મો એ સૂર્ય અને ચંદ્રનું પ્રતીક છે. મહું એ સૂર્ય છે અને એ ચંદ્ર છે. શુદ્ધ અહં એટલે આત્મા અને શુદ્ધ મમ એટલે તેના કેવળજ્ઞાનાદિગુણો, એ બેનું ધ્યાન એક નમો પદવડે થાય છે. નો એ પદ અશુદ્ધ અહં અને અશુદ્ધ મમનો ત્યાગ કરાવી શુદ્ધ અહં અને શુદ્ધ મમનું ધ્યાન કરાવનાર હોવાથી સ્વયં મહામંત્ર બને છે. મહામંત્રની વિશેષતાઓ શ્રીનમસ્કાર મહામંત્ર એ દેવાધિદેવ શ્રીઅરિહંતદેવનું ભેટશું છે, સારની પોટલી છે, રત્નની પેટી છે, ભવાટવીનો ભોમિયો છે, ભવસમુદ્રની દીવાદાંડી છે. તથા મોક્ષ તરફ જવામાં સહાયક ઉત્તર ધ્રુવનો તારો છે. શ્રીનમસ્કાર મહામંત્રના પુનઃ પુનઃ ઉચ્ચારણથી સહજમળનો હ્રાસ થાય છે, તથાભવ્યત્વભાવનો વિકાસ થાય છે, ભવભયનું ત્રાણ થાય છે, કર્મરોગની ચિકિત્સા થાય છે, મોહવિષનો અપહાર થાય છે, વિષયરસથી વિમુખતા થાય છે, પરમતત્ત્વની સન્મુખતા થાય છે, જીવ માત્ર પ્રત્યે અનુકૂળતાનો સંકલ્પ થાય છે, જીવ માત્ર પ્રત્યે પ્રતિકૂળતાનું વિસર્જન થાય છે, પોતાની અસહાયતાનું પ્રકટન થાય છે, આત્મસંરક્ષણનો વિશ્વાસ થાય છે, સર્વસ્વનું દાન તથા અંતરાત્માનું સમર્પણ થાય છે. વળી તે સાધકના મન મતગંજનો અંકુશ છે, મન તુરંગમની લગામ છે, મન વાનરની સાંકળ છે, મને મીનનું જળ છે, મન ભ્રમરનું કમળ છે, મન પતંગનો દીપક છે, મન હરિણનો સ્વર છે, મન ચકોરનો ચંદ્ર છે, મન ચક્રવાકનો સૂર્ય છે, મન ગરુડનો ગોવિંદ છે, મન મયૂરનો મેઘ છે તથા મન સરિતાનો સાગર છે. ૯૦ • ધર્મ અનપેક્ષા Page #108 -------------------------------------------------------------------------- ________________ ગુણસંબંધ નવકાર (શ્રીનવકારનો સંબંધી પોતાની જાતને રાગ-દ્વેષના સંબંધી તરીકે ઓળખાવતાં ખૂબ જ દુઃખ અનુભવે. તેને તો સંબંધ ગમે કૃતજ્ઞતા અને પરોપકારગુણનો. એ મહાન ગુણો સાથેનો પવિત્ર સંબંધ દઢ બનાવવા સંબંધી હૃદયસ્પર્શી વિવેચન આ લેખમાં કરવામાં આવ્યું છે. સં.) કૃતજ્ઞતા અને પરોપકારનો મહામંત્ર કૃતજ્ઞતા વિનાનો પરોપકાર એ અહંકાર છે અને પરોપકાર વિનાની કૃતજ્ઞતા એ માયાચાર છે. પરોપકારને નિરહંકાર બનાવવા માટે કૃતજ્ઞતાભાવની જરૂર છે. કૃતજ્ઞતા ગુણને કેવળ શિષ્ટાચારરૂપ ન બનાવવા માટે અથવા મિથ્યાચારરૂપ બનતાં અટકાવી લેવા માટે પરોપકારગુણની આવશ્યકતા છે. પરોપકારથી કૃતજ્ઞતા ચરિતાર્થ થાય છે અને કૃતજ્ઞતાથી પરોપકાર ધર્મરૂપ બને છે. તુગંત્રિભુવનતિહાય નાથ !' ત્રણ ભુવનના જીવોની પીડાને હરનારા હે નાથ ! તમને નમસ્કાર થાઓ. એ સ્તુતિ પ્રભુની તો જ સાર્થક થાય કે પ્રભુના ધર્મ વડે ત્રણ ભુવનના જીવોની પીડા ઓછી થતી હોય. જો પ્રભુના સેવેલા કે ઉપદેશેલા ધર્મથી અન્ય જીવોની પીડા દૂર થાય તો તે જ ધર્મનું સેવન કરનાર બીજાઓના ધર્મથી પણ એ કાર્ય થવું જોઈએ. કેમ કે ધર્મપણું સરખુ છે. આપણા ધર્મથી યોગ્યતા મુજબ સાક્ષાત્ કે પરંપરાએ ત્રણે લોકના જીવોને સુખ થાય છે અને ત્રણ લોકના જીવોનાં દુઃખોનો ઘટાડો થાય છે. એવી સમજણ ઉગે તો ધર્મ કરતી વખતે કરનારમાં અનેરું બળ પ્રગટે. પોતાના ધર્મથી પોતાને જ લાભ અને બીજાને કાંઈ નહિ, એ વિચાર જીવને કૃતજ્ઞતા ગુણ અને પરોપકારગુણ, એ બે ગુણથી વંચિત બનાવે છે. બીજાના ધર્મથી થયેલા પોતા ઉપરના ઉપકારનો તેમાં અપલોપ થાય છે અને બીજા ઉપર ઉપકાર કરવાના પોતાના પરિણામનો અભાવ થાય છે. બધાના ઉપકાર લેવાનું રહે છે, કરવાનું રહેતું નથી, તેથી એકલી સ્વાર્થવૃત્તિ દઢ થાય છે અને સ્વાર્થ વૃત્તિ જ બધા પાપોનું મૂળ છે. - કૃતજ્ઞના ગુણથી સહજમળનો હ્રાસ થાય છે. પરોપકારગુણથી તથાભવ્યત્વ પરિપાક થાય છે. સહજમળના કારણે જીવ કર્મના સંબંધમાં આવે છે અને કર્મનો સંબંધ તેને વિષયોન્મુખ બનાવે છે. વિષયોમુખતા એ સ્વાર્થવૃત્તિનું બીજું નામ છે. તથાભવ્યત્વનો પરિપાક જીવને ધર્મની સાથે સંબંધ કરાવે છે. ધર્મનો સંબંધ સમત્વભાવને વધારે છે, સમત્વભાવની વૃદ્ધિ એ પરોપકારવૃત્તિને ઉત્તેજીત કરે છે. ધર્મ અનુપ્રેક્ષા • ૯૧ Page #109 -------------------------------------------------------------------------- ________________ કૃતઘ્નતા દોષ સહજમળની વૃદ્ધિ કરે છે. પરાપકારની વૃત્તિ ભવ્યત્વભાવનો વિકાસ થતાં અટકાવે છે. મુક્તિગમનની યોગ્યતા એટલે સ્વાર્થવૃત્તિમાંથી મુક્ત થવાની યોગ્યતા અને તે પરોપકારપરાયણતાથી વિકસિત થાય છે. સ્વાર્થવૃત્તિમાંથી પરા૫કા૨૫રાયણતા જન્મે છે અને તે જીવના નિર્મળ સ્વભાવને પ્રગટ થતાં અટકાવે છે. જીવનો નિર્મળ સ્વભાવ પ્રાપ્ત કરવા માટે, પરોપકારપરાયણ થવું જોઈએ. અને પરોપકારપરાયણ થવા માટે કૃતજ્ઞતા ગુણને વિકસાવવો જોઈએ. બીજાથી થયેલા પોતાના ઉપરના ઉપકારોનું જ્ઞાન થયા વિના થતી પરોપકાર ક્રિયા અહંકારભાવ અને સ્વાર્થભાવને પોષે છે. તેથી સ્વાર્થનું વિસર્જન થવાને બદલે ઉલટું દઢીક૨ણ થાય છે. મેં પારકા ઉપર ઉપકાર કર્યો એ વિચાર જ હું પણાને મજબૂત કરનાર છે. તેથી ‘હું’પણામાંથી છૂટવા માટે પરોપકારભાવ કૃતજ્ઞતાગુણમાંથી પ્રગટેલો હોવો જોઈએ. મારા ઉપર સર્વના ઉપકારો થઈ રહ્યા છે. તેના સમ્યજ્ઞાનમાંથી થતો પરનો ઉપકાર– પરનું કાર્ય એ અહંકારપોષક નહિ બને, પણ નમસ્કારપોષક બનશે, જેટલા ઉપકાર પરના મારા ઉપર થઈ રહ્યા છે, તેનો એક અંશ પણ પ્રત્યુપકાર મારાથી થઈ શકતો નથી એવો સ્પષ્ટ ખ્યાલ તેને ૨હેશે. અને તે નમસ્કારપોષક બનશે. ‘કૃતજ્ઞતા' પરના ગુણનું સતત સ્મરણ કરાવનાર હોવાથી સ્વાર્થના વિસ્મરણમાં ઉપકારક થાય છે અને પરોપકારના કાર્યમાં પ્રવેશ પામતાં અહંકારભાવને રોકનાર થાય છે. સહજમળ એટલે અનાદિ સ્વાર્થવૃત્તિને પોષક મળ, તે સ્વાર્થવૃત્તિ પરાર્થવૃત્તિથી જીતાય છે. પરાર્થવૃત્તિ બે પ્રકારની છે. એક બીજાએ કરેલા ગુણોની સ્મૃતિથી થતી નમ્ર વૃત્તિ અને બીજી બીજાના ઉપકાર ઉપર પ્રતિ-ઉ૫કા૨ ક૨વારૂપ પોતાના કર્તવ્યના સ્મરણથી ઉત્પન્ન થતી ઉદારવૃત્તિ. ઉદારતા સ્વને ભૂલાડવારૂપ છે અને નમ્રતા પરને યાદ રાખવારૂપ છે. સ્વને ભૂલવા માટે પરાર્થતા અને પરને યાદ રાખવા માટે કૃતજ્ઞતા અનુક્રમે ભવ્યત્વનો પરિપાક કરે છે અને સહજમળનો હ્રાસ કરે છે. સહજમળનો નાશ કરવા માટે નમ્રતા અને ભવ્યત્વનો પરિપાક કરવા માટે ઉદારતા અનિવાર્ય છે. તે બંને ગુણોનું સેવન એક સાથે નમસ્કારના પ્રથમપદના આરાધનથી થાય છે. ‘નમો’ એ કૃતજ્ઞતાનું અને ‘રિહંતાળ’ એ ઉદારતાનું પ્રતીક છે. ૫૨નો ગુણ સ્વીકારવાથી યોગ્યતા વિકસે છે. પ૨ને ગુણ કરવાથી અયોગ્યતા નાશ પામે છે. યોગ્યતા વિકસવાથી તથાભવ્યત્વનો પરિપાક થાય છે અને અયોગ્યતા જવાથી સહજમળનો હ્રાસ થાય છે. નવકારમાં ‘નમો' પદના સ્મરણથી પરના ગુણનો સ્વીકાર થાય છે અને ‘અરિહંતાણં’ પદના સ્મરણથી પરને ગુણ કરવાની વૃત્તિ થાય છે, ૯૨૦ ધર્મ અનુપ્રેક્ષા Page #110 -------------------------------------------------------------------------- ________________ એ રીતે શ્રીનવકાર મંત્ર એ કૃતજ્ઞતા અને પરોપકારનો મહામંત્ર બને છે. પરની કિંમત જ્યાં સુધી સ્વતુલ્ય સ્વીકારમાં ન આવે, ત્યાં સુધી સ્વની કિંમતી વધતી નથી એટલું જ નહિં પણ કૃતજ્ઞતા અને પરોપકાર નામના મહાગુણો વિકસતા નથી. પ૨ને સ્વતુલ્ય માન્યા પછી કૃતજ્ઞતા અને પરોપકાર સહજ બને છે. કૃતજ્ઞતા અને પરોપકાર એ બે ગુણો ૫૨ને સ્વતુલ્ય સમજવા અને સ્વીકારવાનાં અભ્યાસરૂપ જ છે. પોતે જેના ઉપર ગુણ કરે તે જો કૃતઘ્ન બને તો તેની ઉન્નતિ થાય નહિ. એ જ ન્યાયથી પોતાના પર જે ગુણ કરે તેનો ઉપકાર ન માનવામાં આવે તો પોતાની ઉન્નતિ થાય નહિં. એ સમજમાંથી કૃતજ્ઞતા અને પરોપકારગુણનું પાલન થઈ શકે છે. શ્રીતીર્થંકરભગવાન ભગવાન બન્યા છે, કારણ કે તેમણે ૫૨ના ગુણને સ્વીકાર્યા છે અને પ૨ને ગુણ કરવા માટે પુરુષાર્થ સેવ્યો છે. અયોગ્યતાને ટાળવા અને યોગ્યતાને વિકસાવવા જે બે ગુણની જરૂર છે, તેનું જ નામ કૃતજ્ઞતા અને પરોપકાર છે જેને પરોપકારની પડી નથી તેની અયોગ્યતા એટલે સ્વાર્થપરાયણતા જતી નથી. જેને બીજાથી પોતાને થયેલા ગુણની કદર નથી, તેની પણ સ્વાર્થપરાયણતા ટળતી નથી. સ્વાર્થપરાયણતાનેં પુષ્ટ કરનાર કૃતઘ્નીપણું અને પરાપકારતા મુખ્ય છે. પોતાને પરાપકાર ગમતો નથી પણ પરોપકાર ગમે છે. તથા પરનું કૃતઘ્નીપણું ગમતું નથી પણ કૃતજ્ઞપણું ગમે છે, માટે આત્મતુલ્ય પરનું જ્ઞાન જેને સિદ્ધ કરવું છે, તેણે ‘કૃતજ્ઞતા અને પરોપકાર' એ બે ગુણોને અપનાવવા જોઈએ. જો એ બે ગુણોનો સ્વીકાર અને વિકાસ કરવામાં ન આવે તો અનંત એવા પરની વિરાધનાનું મહાપાપ તેને પળે પળે લાગ્યા કરે. પરની કિંમત જેટલી ઓછી આંકે તેટલી પોતાની કિંમત પણ ઘટતી જ જાય. કારણ કે જેટલી પરની કિંમત આપણે આંકી શકીએ છીએ તેટલી જ આપણી કિંમત થાય છે. આત્મરૂપ વડે સઘળા આત્મા સરખા હોવાથી જ્યાં સુધી સ્વપરની (આત્મદૃષ્ટિએ) તુલ્ય કિંમત ન અંકાય. ત્યાં સુધી જ્ઞાન-દર્શનમાં મિથ્યાપણું ટળતું નથી અને એ મિથ્યાત્વ જીવને અનંતકાળ પર્યંત સંસારમાં ભટકાવ્યા સિવાય રહેતું નથી. તેમાંથી છૂટવાનો સક્રિય ઉપાય કૃતજ્ઞતા અને પરોપકારગુણનું પાલન છે. તે બે ગુણોના પાલનનો સતત અભ્યાસ વિકસાવવા માટે શ્રીપંચપરમેષ્ઠિ નમસ્કાર મહામંત્રનો આશ્રય અવશ્ય લેવો જોઈએ. એ મહામંત્રના પ્રભાવે કૃતજ્ઞતા અને પરોપકારભાવ વિકસે છે અને સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્યભાવનું સક્રિય પાલન થાય છે. એ પાલન જીવને કર્મના સંબંધમાંથી છોડાવીને મુક્તિની સાથે સંબંધ કરાવી આપે છે. ધર્મ અનુપ્રેક્ષા • ૯૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ કૃતજ્ઞતાગુણ (કૃતજ્ઞતાગુણને પ્રગટ કરવા સંબંધી મનનીય પ્રતિપાદન કરવામાં આવ્યું છે સાધનાના બીજા સ્વરૂપ કૃતજ્ઞતાના અભાવમાં થતો પરોપકાર પણ અહંકારની પુષ્ટિમાં કેવી રીતે પરિણત થાય છે, તેનું સચોટ દર્શન આ લેખ કરાવે છે. સં.) કૃતજ્ઞતા અને પરોપકારનો મહામંત્ર કૃતજ્ઞતા ‘કૃત નાનાતિ સ તન્ન:' પોતાના ઉપર કરેલા ઉપકારને જે જાણે તે કૃતજ્ઞ, એટલે કૃતજ્ઞ બનનારે પરોપકારને ગુણ તરીકે સ્વીકારી જ લીધો. જો પરોપકાર એ સદ્ગુણની વિશ્વમાં હયાતી જ ન હોય, તો કૃતજ્ઞતા ગુણનું પણ અસ્તિત્વ નથી. કૃતજ્ઞતાને અસ્તિત્વમાં લાવનાર પરોપકૃતિ છે અને પરોપકૃતિને પ્રેરનાર કૃતજ્ઞતા છે. કૃતજ્ઞતા પરોપકારની પ્રેરક છે. કૃતજ્ઞતા જેવો ગુણ ન હોય તો પરોપકાર સંભવતો જ નથી. કેવળ અહંકાર જ રહે છે. પર ઉપર ઉપકાર કરવો હોય ત્યારે સ્વાર્થને સ્વને ભૂલવો જ જોઈએ. સ્વને જ મુખ્ય માનનાર અને પરોપકાર વડે પણ સ્વનું માન વધારવા માટે પ્રયત્ન કરનાર જે પરોપકાર કરે છે, તે ગુણ નહિ પણ ગુણાભાસ છે. દેખાય છે પરોપકાર પણ કાર્ય છે અહંકારનું અને ત્યાં સુધી પરોપકારગુણ વડે જે સ્વાર્થરૂપી મલનો નાશ કરવો છે, તે સિદ્ધ થઈ શકતો નથી. સ્વાર્થવૃત્તિ એ મલ તે ‘મલ’ એટલા માટે છે કે તેની પાછળ ભારોભાર મોહ અને અજ્ઞાન છે. બધા આત્માઓ સ્વસમાન છે. એ મૌલિક જ્ઞાનના અભાવે જ મોટે ભાગે રાગદ્વેષ અને તેનાં ઇર્ષ્યા, અમર્ષ આદિ ફરજંદો પેદા થાય છે. વિષયાશક્તિ પણ એમાંથી જન્મે છે અને વધે છે. સર્વદોષોની જનની મમતાની પણ માતા એ મૌલિક અજ્ઞાનતા છે. અજ્ઞાન-સ્વાર્થ વગેરે દોષોને પોષનાર હોવાથી તે મૂળમલ કહેવાય છે, સહજમલ શબ્દથી ઓળખાય છે. તેનું નિવારણ અહંકાર માટે થતા પરોપકારથી થતું નથી પણ પરને આત્મતુલ્ય સમજીને સ્વના ઉપકાર જેટલો જ ઉપકારનો અધિકારી ‘પર' છે, એમ ધારીને સ્વાર્થવૃત્તિરૂપી મલને નિવારવા માટેના આલંબનરૂપે થતો પરોપકાર સદ્ગુણ ગણાય છે. પરોપકારભાવ વડે અનાદિ સ્વાર્થવૃત્તિરૂપી સહજમળનો વિગમ થાય છે અને કૃતજ્ઞતા ગુણ વડે સ્વાર્થવૃત્તિમાંથી મુક્ત થવાની જીવની સહજયોગ્યતાનો વિકાસ થાય છે. કૃતજ્ઞતા એ પરોપકાર માટેની પૂર્વભૂમિકા પૂર્વ તૈયારી છે. પરોપકાર ગુણના માલીક બનવા માટેની તે પૂર્વ તાલીમ છે. તેથી થયેલો યોગ્યતાનો વિકાસ પરોપકાર ગુણમાં પરિણમે છે. પરોપકારને સારો ૯૪ • ધર્મ અનુપ્રેક્ષા Page #112 -------------------------------------------------------------------------- ________________ માનનાર કૃતજ્ઞ કહેવાય છે. જેને જે સારો માનતાં શીખે તેને તે કાલક્રમે પણ કર્યા વિના ન રહે. • પરોપકાર કૃતજ્ઞતા ગુણ જેમ “કૃત' એટલે કરેલાનું, બીજાએ આપણા ઉપર કરેલા ઉપકારોનું અર્થાત પરોપકારનું સ્મરણ કરાવે છે, તેમ પરોપકાર પણ પરના આપણા ઉપર થતાં ઉપકારોનું સ્મરણ એટલે કૃતજ્ઞતાનું સ્મરણ કરાવે છે. પરોપકાર એ સ્વોપકારનું અણમોલ સાધન છે જેમ પરોપકાર સ્વપકારનું કારણ છે. એટલે પરોપકાર વડે પરનો નહિ પણ સ્વનો ઉપકાર સધાય છે, “પર” તેના પર થતા ઉપકાર વડે ઉપકાર કરનારના “સ્વ”ને તારનાર થાય છે. એ તત્ત્વજ્ઞાનના આધારે પરોપકાર એ સ્વઉપકારને જણાવનાર હોવાથી કૃતજ્ઞતાને-પુષ્ટ કરે છે અને કૃતજ્ઞતા એ પરના થયેલા ઉપકારનું વૈશિસ્ય જણાવનાર હોવાથી પરોપકારને પુષ્ટિ આપે છે. આમ પરોપકાર અને કૃતજ્ઞતા એ બે ગુણ પરસ્પર સંબંધવાળા હોઈને જીવની યોગ્યતા વિકસાવે છે અને અયોગ્યતા ટાળે છે. પરને ઉપકારક ન માનવો એ અયોગ્યતા છે–અપાત્રતા છે. પરને ઉપકારક માનવો એ યોગ્યતા છે–પાત્રતા છે. ઉપકાર માનવાથી કૃતજ્ઞતા અને ઉપકાર કરવાથી પરોપકાર એ બે ગુણ વડે ભવ્યત્વભાવનો વિકાસ અને સહજભાવમળનો હ્રાસ થાય છે. આત્મસમદર્શિત | ગૃહસ્થોને જેમ ન્યાયોપાર્જિત વિત્ત એ મૂળ ગુણ છે, તેમ મુમુક્ષુઓને આત્મસમદર્શિત્વ એ મૂળ ગુણ છે. આત્મસમદર્શિત્વ એ ન્યાયબુદ્ધિનું જ ફળ છે. મનુષ્યને યોગ્યાયોગ્યનો વિભાગ કરવા માટે જે બુદ્ધિ મળી છે, તે બુદ્ધિ તેને નીચેનો વિભાગ કરી આપે છે. ભક્ષ્યાભઢ્ય, પેયાપેય, કૃત્યાકૃત્ય અને ગમ્યાગમ્ય, અથવા “માતૃવત્ પરાપુ, પરબ્યપુ નોકવન્ ! आत्मवत् सर्वभूतेषु यः पश्यति स पश्यति ॥' મનુષ્યને વિવેકદર્શન શક્તિ મળી છે, તેના ફળરૂપે ગમ્યાગમ વિભાગમાં માતૃવત્ પારેવું કૃત્યાકૃત્ય વિભાગમાં ‘પદ્રવ્યપુ તોછવ' તેમ એ બધા કર્તવ્યના ધારમાં સ્વપર તુલ્યતાની દૃષ્ટિ પણ આવશ્યક છે. તેથી ‘નાત્મવત્ સર્વભૂતેષુ' પણ કહ્યું છે. જો “આત્મસમદર્શિત્વ' નામનો ગુણ ન હોય તો કૃત્યાકૃત્ય, ગમ્યાગમ્ય, કે ભક્ષ્યાભઢ્યાદિ વિભાગના વિવેકની કોઈ આવશ્યકતા જ રહેતી નથી, તેથી બધા સદ્ગણોના આધારભૂત આત્મસમદર્શિત્વનો ભાવ માનવ માત્રમાં હોવો જોઈએ. એ ધર્મ અનપેક્ષા • ૫ Page #113 -------------------------------------------------------------------------- ________________ હોય તો જ તેના ઉપર જ્ઞાન-ધ્યાન-તપ-જપની સફળતા છે. અન્યથા અહંકાર-મમકાર પોષક બનીને ભવવૃદ્ધિનો હેતુ થાય છે. માર્ગાનુસારીબુદ્ધિ જેમ ન્યાસંપન્નવૈભવાદિ ગુણોમાં હેતુભૂત છે, તેમ તે જ માર્ગાનુસારીબુદ્ધિ આત્મસમદર્શિત્વમાં, માતૃવત્ પરદારબુદ્ધિમાં, લોવત્ પરધનબુદ્ધિમાં હેતુભૂત છે અને એ બુદ્ધિ જ આગળ વધીને આત્મજ્ઞાનમાં પણ કારણભૂત થાય છે. આત્મા દેહાદિથી ભિન્ન છે. ઉપયોગાદિ લક્ષણવાળો છે, ચેતન અને અવિનાશી પદાર્થ છે. આ બધું શાસ્ત્રીય જ્ઞાન ‘પરજ્ઞાન'-૫૨ તરફથી મળેલું જ્ઞાન છે. તેને ‘સ્વજ્ઞાન’ બનાવવા માટે, તે જ્ઞાનને પોતાનું અનુભવાત્મક બનાવવા માટે એ જ્ઞાન આપનાર મહાપુરુષો પ્રત્યે કૃતજ્ઞ બનવું જોઈએ, અને એ જ્ઞાન જેઓમાં નથી તેઓને પમાડવા માટે નિઃસ્વાર્થ પ્રયત્ન કરવો જોઈએ, એમ કરવાથી તે જ્ઞાન પોતાનું બનાવી શકાય છે. અન્યથા તે પારકું જ રહે છે. જેમ બીજાની ભોજન ક્રિયાને જાણવાથી પોતાને તૃપ્તિ થતી નથી, તેમ બીજાની જ્ઞાનક્રિયાને જાણવા માત્રથી પોતાને તે જ્ઞાન ફળદાયી બનતું નથી. ભોજન ક્રિયાની જેમ તે જ્ઞાનને પોતાનું બનાવવા પ્રયત્ન કરવો જોઈએ. એ પ્રયાસનું નામ જ જ્ઞાનદાતા પ્રત્યે નમ્ર અને કૃતજ્ઞ બનવું તે છે. તેથી તે જ્ઞાનનું પાચન થાય છે, તે જ્ઞાન અનુભવાત્મક બને છે અને આત્માના રૂપ-ગુણ-બળની વૃદ્ધિ કરનારું થાય છે. કૃતજ્ઞતા જેમ જ્ઞાનસ્વરૂપ છે, તેમ પરોપકારવૃત્તિ પણ નિપુણબુદ્ધિગમ્ય હોવાથી કથંચિત્ જ્ઞાનસ્વરૂપ માનેલ છે. પરોપકાર જેમ સ્વોપકારમાં નિમિત્ત બને છે, તેમ પરોપકાર એ સ્વોપકારમાં નિમિત્ત થાય છે. એ એક પ્રકારનું વિશેષ જ્ઞાન છે અને તે નિપુણબુદ્ધિગમ્ય છે અને પરહિતચિંતા એટલે ‘પરસ્માત્ મમ હિત મવતિ રૂતિ વિન્તા રૂપિ અર્થી યુòઃ ।' બીજાથી મારું હિત થાય છે એવી વિચારણા, આ અર્થ પણ વ્યાજબી છે. સર્વ જીવો ઉપર આત્મદૃષ્ટિ રાખ્યા વિના કોઈ પણ આત્મા કદી ચિત્તશાંતિ યા ભાવસમાધિ પામી શકતો નથી. आत्मवत् सर्वजीवेषु, दृष्टिः सर्वोन्नतिकारिका । भावशान्तिप्रकाशार्थं देया भक्तिपरायणैः ॥ १ ॥ સર્વ જીવો આત્મ સમાન છે, એવી દૃષ્ટિ સર્વની ઉન્નતિ કરનારી છે, તેથી ભક્તિપરાયણ પુરુષોએ ભાવશાંતિને પ્રગટ કરવા માટે તે દૃષ્ટિ ધરાવવી જોઈએ. ૯૬ • ધર્મ અનુપ્રેક્ષા Page #114 -------------------------------------------------------------------------- ________________ ધર્મપ્રતીતિ A (સર્વજ્ઞ પ્રભુજી કથિત ધર્મની આરાધનાના ત્રણ અંગો, ધર્મની આરાધનાનું મૂળ અને સાચું અનુમોદન એ મુદ્દાઓ ઉપર ચિંતનાત્મક આ લેખ ઉપકારક પ્રકાશ ફેંકે છે. સં.) આત્મા, ગુરુ અને શાસ્ત્ર જૈનશાસન સર્વજ્ઞકથિત છે. તેની પ્રતીતિ ત્રણ પ્રકારે થઈ શકે છે. આત્મા, ગુરુ અને શાસ્ત્ર. શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે, . आया गुखो सत्थं तिपश्चया वाऽऽदिमो च्चिय जिणस्स । सपच्चवखत्तणओं सेसाण उ तिपयारो वि ॥१॥ અર્થ :- આત્મા, ગુરુ અને શાસ્ત્ર એ ત્રણ પ્રત્યયો છે. એમાં પહેલો આત્મલક્ષણ પ્રત્યય તીર્થકર ભગવંતોને હોય છે. તેઓ સર્વજ્ઞ હોવાથી આત્મપ્રત્યક્ષ કરીને ધર્મને કહે છે. ગણધરભગવંત અને તેમના શિષ્ય-પ્રશિષ્યો આદિને પણ ત્રણ પ્રકારે ધર્મની પ્રતીતિ હોય છે. આત્મપ્રતીતિ, ગુરુપ્રતીતિ અને શાસ્ત્રપ્રતીતિ. તેમાં પ્રથમ આત્મપ્રતીતિ એટલે કોઈ પણ પ્રેક્ષાવાન પુરુષ “આ વ્યાજબી છે,” એમ ધારીને જ ધર્મને અંગીકાર કરે છે ગુરુપ્રતીતિ એટલે ગણધર ભગવંતના ગુરુ તીર્થકર ભગવંત છે. તેમના ઉપરના વિશ્વાસથી ગણધરો ધર્મનો અંગીકાર કરે છે. તેઓ વિચારે છે કે અમારા આ ગુરુ પ્રત્યક્ષ અનુભવસિદ્ધ સર્વજ્ઞ છે. કેમ કે તેઓ અમારા સર્વ સંશયોને છેદનારા છે તથા રાગદ્વેષ અને ભયરહિત પણ છે. તે ત્રણ દોષોનું એક પણ ચિહ્ન તેમનામાં દેખાતું નથી. એમ સર્વજ્ઞ તથા રાગ-દ્વેષ-ભયથી રહિત હોવાથી તેઓ કદાપિ અસત્ય બોલે નહિ, તેથી તેમનું વચન શ્રદ્ધેય છે. તેઓ સામાયિકધર્મનો જે ઉપદેશ આપે છે, તે યથાર્થ છે–સત્ય છે. વળી તેઓ અનુપકૃત પરાનુગ્રહપર છે. કૃતકૃત્ય હોવાથી આત્મોપકારથી નિરપેક્ષપણે પરને ઉપકાર કરનારા છે. તેથી ત્રિભુવનને તેમનું વચન માન્ય છે–પ્રમાણ છે. તેઓ જે સામાયિકધર્મનો ઉપદેશ આપે છે, તે અમારે માટે શ્રદ્ધેય છે. તે રીતે ગણધર ભગવંતના શિષ્ય-પ્રશિષ્યો પણ પોતપોતાના ગુરુઓના ગુણોનો પ્રત્યક્ષ અનુભવ કરવાથી ધર્મશ્રદ્ધાવાળા બને છે. આત્મપ્રતીતિ અને ગુરુપ્રતીતિની જેમ ત્રીજી પ્રતીતિ શાસ્ત્રપ્રતીતિ છે. શાસ્ત્ર સર્વ જીવને હિતકર છે, તથા પૂર્વાપર અવિરુદ્ધ છે. આ શાસ્ત્ર જે સામાયિકધર્મને ઉપદેશે છે, તે સામાયિકધર્મ સર્વ ગુણી પુરુષોને ગ્રહણ કરવા યોગ્ય છે. તેથી અમને ઉપાદેય છે. એ રીતે શાસ્ત્રની પ્રતીતિથી પણ ધર્મનો સ્વીકાર થાય છે. એ રીતે આત્મા, ગુરુ અને શાસ્ત્ર ધર્મ અનપેક્ષા • ૯૭ Page #115 -------------------------------------------------------------------------- ________________ અને ત્રણ પ્રત્યયથી ધર્મમાર્ગ અને તેની આરાધના વિશ્વમાં પ્રચલિત છે. આરાધનાના ત્રણ અંગો સર્વ દર્શનોમાં, ધર્મોમાં શ્રી જિનશાસન પ્રધાન છે, એની પ્રતીતિ શ્રીજિનશાસને બતાવેલ આરાધનાના ત્રણ મુખ્ય પ્રકારો વડે થઈ શકે છે. શ્રીજિનશાસનને બતાવેલા આરાધનાના ત્રણ મુખ્ય પ્રકારોનાં નામ દુષ્કૃતગહ, સુકૃતાનુમોદના અને ચતુદશરણગમન છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ નીચેના એક જ શ્લોકમાં એ ત્રણ સાધનોને વર્ણવે છે. स्वकृतं दुष्कृतं गर्हन्, सुकृतं चानुमोदयन् । नाथ ! त्वच्चरणौ यामि, शरणं शरणोज्झितः ॥२॥ અર્થ :- હે નાથ ! મેં કરેલા દુષ્કતોની ગહ કરતો અને સુકૃતોની અનુમોદના કરતો શરણ રહિત એવો હું આપના ચરણોના શરણને સ્વીકારું છું. (વીતરાગસ્તોત્ર પ્ર. ૧૭. શ્લોક ૧.) દુષ્કૃતની ગહપૂર્વક દુષ્કૃત ન કરવું, સુકૃતની અનુમોદનાપૂર્વક સુકૃત કરવું અને પોતાને અન્ય સર્વ વસ્તુઓના શરણથી રહિત અશરણ માનીને પ્રભુના શરણે જવું, એ શ્રી જિનશાસનની આરાધનાનું ઉંડામાં ઉંડું રહસ્ય છે. દુષ્કૃત ન કરવાનો ઉપદેશ તો ઘણા આપે છે. સુકૃત કરવાનો તથા પ્રભુના શરણે જવાનો ઉપદેશ પણ સર્વત્ર મળે છે. કિન્તુ દુષ્કૃત-માત્રની ટકાલિક ગહ, સુકૃત માત્રાની સાર્વદેશિક અનુમોદના અને અન્યશરણરહિત પ્રભુના અનન્ય શરણનો ઉપદેશ વ્યાપક રીતે માત્ર એક શ્રીજૈનશાસનમાં જ મળે છે. જૈનશાસનની આરાધનાનો પાયો દુષ્કતની ગર્તામાં છે, સુકૃતની અનુમોદનામાં છે અને પ્રભુની અનન્ય શરણાગતિમાં છે. ગર્તાના પરિણામ વિના દુષ્કૃત ઘણીવાર જીવે છોડ્યું છે, અનુમોદનાના પરિણામ વિના સુકૃત ઘણીવાર જીવે કર્યું છે, પ્રભુને અનન્ય–આધાર માન્યા વિના પ્રભુને ઘણીવાર ભજયા છે, પરંતુ તેટલા માત્રથી ભવનો અંત આવ્યો નથી, પાપના અનુબંધ તુટ્યા નથી, પુણ્યના અનુબંધ પડ્યા નથી. ભવનો અંત લાવવા માટે, પાપના અનુબંધ તોડવા માટે અને પુણ્યના અનુબંધ પાડવા માટે શ્રી જિનશાસને બતાવેલા આરાધનાના ત્રણ પ્રકારો જીવનમાં લાવવા જોઈએ. અરિહંતાદિચારની અનન્ય શરણાગતિ ભવનો અંત લાવે છે, દુષ્કૃત માત્રની ગહ પાપના અનુબંધોને તોડે છે અને સુકૃત માત્રની અનુમોદના પુણ્યના અનુબંધોને સરજે છે. શ્રીનમસ્કાર મહામંત્રમાં આરાધનાના એ ત્રણે અંગોનો એક સાથે ૯૮ • ધર્મ અનપેક્ષા Page #116 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ થયેલો છે, તેથી તે મહામંત્ર છે. તેનું સતત સ્મરણ, ચિન્તન અને મનન અનુપમ સુખનો હેતુ છે. આરાધનાનું મૂળ નમ્રવૃત્તિ સઘળી આરાધનાનું મૂળ નમ્રવૃત્તિ છે. પ્રભુએ સપ્રતિક્રમણ ધર્મ કહ્યો છે, તેની પાછળ પણ એ જ રહસ્ય છે. જીવો પ્રત્યે આક્રમણ એ અધર્મ છે. આક્રમણ અનુપયોગો પણ થઈ ગયું હોય તો તેનાથી પાછા ફરવું, પ્રતિક્રમણ કરવું તે ધર્મ છે. ધર્મના સાધકે આક્રમણ નહિં પણ પ્રતિક્રમણ—સ્વસંરક્ષક બનવાનું છે. સ્વ-એટલે આત્મા, તેનું સરંક્ષણ તો જ થાય કે સદા નમ્રવૃત્તિ ટકી રહે. ધર્મનો વિરાટ મહિમા જેઓના ખ્યાલમાં સહજપણ આવે, તેઓ નમ્ર બન્યાં સિવાય રહી શકે જ નહિ, ધર્મનો પ્રતિપક્ષી અધર્મ છે. અધર્મના માર્ગે ચાલવામાં રહેલી આપત્તિ અને ધર્મમાર્ગે ચાલવામાં રહેલી સંપત્તિ તેનું જ્ઞાન અને સંવેદન જેઓને થાય છે, તેઓ હંમેશાં નમ્ર રહે છે. માળાના મણકાઓમાં રહેલા દવ૨ક–દોરાની જેમ—ધર્મના પ્રત્યેક અનુષ્ઠાનો, અહિંસા, સંયમ, તપ વગેરે મણકાઓમાં નમ્રતારૂપી દવ૨ક પરોવાયેલો રહે, તો જ તે માળા સ્વરૂપ બની શકે, અને કંઠ ઉ૫૨ ધા૨ણ ક૨વાને લાયક થાય, જો નમ્રતારૂપી દોરો ખસી ગયો કે તૂટી ગયો, તો છૂટા પડેલા બધા મણકા પહેરવા માટે અયોગ્ય બને છે. નમ્રતામાં ક્ષમા છે, નમ્રતામાં ઔદાર્ય છે, નમ્રતામાં દાક્ષિણ્ય છે. નમ્રતામાં સૌજન્ય છે અને નમ્રતામાં શમ, દમ અને સંતોષ છે. ગુણમાત્રની જનની નમ્રવૃત્તિ છે. એ નમ્રવૃત્તિ વડે ગણધર ભગવંતો ગણધરો બને છે અને ત્રિભુવનપતિ શ્રીજિનેશ્વર ભગવંતો જિનેશ્વરો બને છે. સર્વ પ્રકારની શુભપ્રકૃતિઓનો એકી સાથે સંચય કરાવનાર વૃત્તિનું નામ નપ્રવૃત્તિ છે. કેમ કે તે મૈત્રી સ્વરૂપ છે. પ્રમોદ સ્વરૂપ છે, કારુણ્યમય છે અને માધ્યસ્થ્યથી ભરપૂર છે. નીચે રહેલાને ઊંચે જવા માટે નમવું પડે છે, તેમ આધ્યાત્મિક સાધનામાં પણ ઘણી નીચી સપાટીએ રહેલા જીવોને ઊંચે ચઢવા માટે નમ્રવૃત્તિ સહાયક બને છે. નમવું એટલે માન છોડીને બીજાને માન આપવું એટલે પોતાની જાતને (પાપી હોઈ) તૃણતુલ્ય ગણવી અને (કર્મથી બદ્ધ હોઈ) સર્વ પ્રકારના પરીસહ—ઉપસર્ગને યોગ્ય માનવી. નમવું એટલે સકલ વિશ્વના જીવોમાં પ્રચ્છન્નપણે રહેલા પ્રભુત્વને જોવું અને પોતામાં પ્રગટપણે રહેલા ક્ષુદ્રત્વને નિહાળવું, અને નામ તાત્ત્વિક નમ્રવૃત્તિ છે. સાચું અનુમોદન ધર્મ સર્વનું કલ્યાણ કરે છે, એ ધર્મ પછી પોતાનો કરેલો હોય કે પરનો. ધર્મમાં સર્વનું કલ્યાણ કરવાની શક્તિ રહેલી ન હોય તો એકના ધર્મનું બીજો અનુમોદન કરે, અનુપ્રેક્ષા . ૯૯ ધર્મ Page #117 -------------------------------------------------------------------------- ________________ તેમાં અનુમોદન કરનારને તેનો લાભ કેવી રીતે મળે? ધર્મમાં સર્વકલ્યાણકર શક્તિ છે, માટે અનુમોદન કરનારને તેનો લાભ મળે છે, નહિ કે અનુમોદન કરે છે માટે જ લાભ મળે છે. અનુમોદન ન કરનાર તેનો લાભ મેળવી શકતો નથી એ વાત સત્ય છે, પરંતુ તેટલા માત્રથી અનુમોદનામાં જ શક્તિ છે અને ધર્મમાં નહિ, એમ સાબિત થઈ શકતું નથી. શક્તિ તો ધર્મમાં જ છે, તેનો લાભ અનુમોદન કરે તો મળે, ન કરે તો ન મળે, અનુમોદનામાં પ્રેરક પણ ધર્મની તારક શક્તિ છે એ ન હોય તો અનુમોદન થાય કોના બળે ? માટે ધર્મમાં તારક શક્તિ ન માને અને માત્ર અનુમોદનામાં જ તારક શક્તિ માને, તો તે સાચું અનુમોદન નથી. અનુમોદન ધર્મનું કરવાનું છે, નહિ કે ધર્મમાં શક્તિ ન માનનારની કોરી અનુમોદના માત્રનું. ધર્મમાં સર્વકલ્યાણકર શક્તિ રહેલી છે, પછી તે ધર્મ સ્વનો હોય યા પરનો, એ વિશ્વાસ ઉપર જ સાચું અનુમોદન થઈ શકે છે. તળાવમાં પાણી છે, તો જ પાઈપ દ્વારા ઘરમાં લાવી શકાય છે. પાઈપની જગ્યાએ અહીં અનુમોદન છે. પાણીથી ભરેલા તળાવના સ્થાને સ્વ કે પરકૃત ધર્મ છે. ધર્મમાં એક એવી અચિંત્ય શક્તિ છે કે જે તેને કરનાર, કરાવનાર કે અનુમોદન કરનાર, સૌને સરખી રીતે તારવાની તાકત ધરાવે છે. કહ્યું છે કે वीतरागोऽप्यं देवो ध्यायमानो मुमुक्षुभिः ।। स्वर्गापवर्गफलदो शक्तिस्तस्य हि तादृशी ॥१॥ અર્થ - આ દેવ વિતરાગ હોવા છતાં મુમુક્ષુઓ વડે ધ્યાન કરાતાં સ્વર્ગ અને અપવર્નરૂપી ફળને આપનારા થાય છે કેમ કે તેમની શક્તિ જ તેવા પ્રકારની છે. શ્રીતત્ત્વનુશાસન. વળી પણ કહ્યું છે કે, स देवो परमात्माख्यः शुद्धबोधप्रभावकः । . अशरीरोडप्यनन्तेन वीर्येण भवमोचकः ॥१॥ અર્થ :- તે વીતરાગ પરમાત્મા નામના દેવ, શુદ્ધ જ્ઞાનરૂપી પ્રકાશને ફેલાવનારા (સ્વય) શરીર રહિત હોવા છતાં અનંત વીર્ય વડે (જીવોને) સંસારથી મુકાવનારા છે. શ્રીઉપમિતિ ભવપ્રપંચા કથા. ૧૦૦૦ ધર્મ અનુપ્રેક્ષા Page #118 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય, બાપજી મહારાજના સમુદાયના તત્ત્વચિંતક-ધર્મસંગ્રહ-દશવૈકાલિક જેવા ગ્રંથોનું ભાષાંતર કરીને ચતુર્વિધ સંઘને પરમાત્મમાર્ગમાં પ્રેક્ટીકલ ચાલવાનો બોધ આપનારી, પરમ પૂજ્ય, આચાર્યદેવ શ્રીમદ્વિજય ભદ્રંકરસૂરીશ્વરજીમહારાજા એ વર્ષો પૂર્વે ધર્મચક્રમાં અનુપ્રેક્ષા શીર્ષક હેઠળ પત્રાત્મક લેખો આપેલા તે લેખો અહીં પ્રગટ થઈ રહ્યા છે. ‘સ્વ-પર’ની સાચી ઓળખ ૧૦૨ અનુપ્રેક્ષાશક્તિની અગાધ મહત્તા ૧૦૭ ધર્મકથકની યથાર્થ જવાબદારી ૧૧૧ માર્ગાનુસારી ૧૧૪ ૧૧૮ ૧૨૨ ૧૨૬ ૧૩૧ ૧૩૬ ૧૪૩ ૧૪૬ ૧૫૧ ૧૫૫ ૧૬૧ ૧૬૫ ૧૬૯ ૧૭૨ ૧૭૬ ૧૮૧ ન્યાય સંપન્નતા-૧ ન્યાય સંપન્નતા-૨ ન્યાય સંપન્નતા-૩ ન્યાય સંપન્નતા-૪ શિષ્ટાચાર પ્રશંસા-૧ શિષ્ટાચાર પ્રશંસા-૨ ‘ શિષ્ટાચાર પ્રશંસા-૩ શિષ્ટાચાર પ્રશંસા-૪ શિષ્ટાચાર પ્રશંસા-૫ શિષ્ટાચાર પ્રશંસા-૬ શિષ્ટાંચાર પ્રશંસા-૭ આર્યજીવન વ્યવસ્થા-૧ આર્યજીવન વ્યવસ્થા-૨ આર્યજીવન વ્યવસ્થા-૩ આચારપાલન ધર્મ અનુપ્રેક્ષા ૦ ૧૦૧ Page #119 -------------------------------------------------------------------------- ________________ ‘સ્વ-પર’ની સાચી ઓળખ (ચિંતનાત્મક આ પત્ર-લેખ, મનને-બુદ્ધિને મંગલનું ઘર-સર્વ મંગલનું મહાકેન્દ્ર કેમ બનાવાય તે અતિ અગત્યના મુદ્દા ઉપર સુંદર પ્રકાશ ફેંકે છે. કેવળ ‘સ્વ’ (ભવ) પ્રત્યેનો મોહ એટલે શ્રીજિનાજ્ઞાનો દ્રોહ એ તાત્ત્વિક વાત દર્શનશુદ્ધિ સિવાય ‘સ્વ પર’ની સાચી ઓળખ ન થાય તે હકીકતનું દર્શન ખરેખર સ્પષ્ટ છે, મૌલિક છે, હૃદયસ્પર્શી છે. તે શુદ્ધિના કારણભૂત શ્રીનવકાર પ્રત્યેનો ભાવ સારો ઘુંટાયો છે. સં.) મહાનુભાવ સુમન ! આજે તું ઘણા લાંબા કાળે મળ્યો. હમણાં શું કરે છે ? તું જાણે છે ને, કે માનવજીવન મોંઘુ અને દુર્લભ હોવા સાથે ઘણું આવશ્યક છે. એને જ્ઞાનીઓએ ચિંતામણી વગેરેથી પણ અધિક કહ્યું છે, તેનો ક્ષણ પણ પ્રમાદમાં વીતાવવા જેવો નથી. પ્રભુ મહાવીરદેવે સ્વમુખે શ્રી ગૌતમ જેવા જ્ઞાનીને કહ્યું હતું કે– 'गोयमा समयं मा पमायह' હે ! ગોતમ ક્ષણ પણ પ્રમાદ કરવો યોગ્ય નથી. સુમન, આ પ્રમાદ શું છે ? તે જાણવા જેવું છે. લોકોની સામાન્ય બુદ્ધિ એવી છે કે દેવદર્શન, વંદન, પૂજન, સામાયિક, પ્રતિક્રમણ વગેરે કરવું તે અપ્રમાદ અને ખાવું, પીવું, ઊંઘવું, આરામ કરવો, વાતો કરવી, વેપાર કરવો ઘરનાં કામકાજ કરવાં, વગેરે વગેરે પ્રમાદ. પણ એવો એકાન્ત નથી. દેવદર્શન, વંદન, પૂજનાદિ ધર્માનુષ્ઠાનો પણ પ્રમાદરૂપ હોય છે અને ખાવું, પીવું, ઊંઘવું વગેરે ક્રિયાઓ પણ અપ્રમાદરૂપ હોય છે. સુમન ! તું બુદ્ધિશાળી છે. જરા ચિંતન કરવાથી આ મર્મને’સમજી શકીશ. જો જેનાથી સંસાર વધે. ભાવિ કષ્ટો વધે, તે બધુંય પ્રમાદ અને જેનાથી ભાવિ સુખ વધે, સંસાર ટૂંકો થાય, મુક્તિ નજીક થાય તે સઘળુંય અપ્રમાદ-પ્રમાદ-અપ્રમાદની આ જ્ઞાનીઓએ કરેલી વ્યાખ્યા વ્યાપક છે. અમુક ક્રિયા પ્રમાદરૂપ અને અમુક ક્રિયા અપ્રમાદરૂપ, એમ માનવું એ અધૂરી સમજ છે. જિનવચનાનુસારિણી અમૂઢ બુદ્ધિથી જે જે કાર્યો થાય તે દરેક અપ્રમાદ ગણાય અને મૂઢ—મોહાધીન બુદ્ધિથી જે જે કરીએ તે બધુંય પ્રમાદ ગણાય. શું તું એમ કહી શકીશ કે સંસારમાં જરૂરી ધન-પુત્ર-પરિવાર કે એવું બીજું પણ જે જે મેળવવા માટે ધર્મકાર્યો કરીએ તેને અપ્રમાદ કહેવાય ? કીર્તિ કે લોકરંજન વગેરે ૧૦૨ • ધર્મ અનુપ્રેક્ષા Page #120 -------------------------------------------------------------------------- ________________ માટે ધર્મક્રિયા કરીએ તે પણ ધર્મ કહેવાય ? શ્રેયસ્ ! તો પછી આપણે લૌકિક પ્રત્યેક કાર્યો કરતાં પહેલાં દેવદર્શન, ગુરુવંદન, જ્ઞાનપૂજન વગેરે કરીએ છીએ, ગુરુનો વાસક્ષેપ લઈએ છીએ, તેઓશ્રીના મુખે માંગલિક સ્તોત્રાદિ સાંભળીએ છીએ, દુકાન તરફ પગલું ભરતાં નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરીએ છીએ, લગ્નાદિ પ્રસંગે પ્રભુભક્તિના મહોત્સવો ઊજવીએ છીએ, વગેરે ઘણું ઘણું કરીયે છીએ. આપણે સાંસારિક કયાં કાર્યોમાં ધર્મને આગળ નથી કરતા ? પ્રાયઃ આપણી શ્રદ્ધા છે કે જીવનનું કોઈપણ કાર્ય કરતાં ધર્મનું મંગળ કરીએ તો આપણું કાર્ય નિર્વિઘ્ને સિદ્ધ થાય, સુખ મળે, ધન-દોલત મળે, પુત્ર-પરિવાર મળે, વગેરે વગેરે. શું આ બધો પ્રમાદ છે ? અને પ્રમાદ છે તો આપણા જ્ઞાની ગુરુઓ તેવા પ્રસંગે આપણને વાસક્ષેપ કરે છે, માંગલિક સંભળાવે છે, તે બધું કેમ કરી શકે ? તેઓ આપણા હિતસ્વી છે, મહા ઉપકારી છે, તે આપણને પ્રમાદથી રોકે કેમ નહિ ? સુમન ! કોઈપણ ધર્મક્રિયા કરનારની સમજણ ઉપર તેનું સારા-નરસાપણું રહેલું છે. ધર્મ અને ધર્મક્રિયા બે ભિન્ન છે, તેનો વિચાર આપણે આગળ ઉપર કરીશું. અત્યારે તો પ્રાયઃ લોક ધર્મક્રિયાને ધર્મ સમજે છે. તેથી હું પણ ધર્મક્રિયાને ધર્મ તરીકે માની આ વાત કરું છું. ધર્મનું કાર્ય મુખ્યતયા બુદ્ધિને શુદ્ધ કરવાનું છે, મૂઢતાને દૂર કરવાનું છે અને એ કારણે ધર્મ તો કરવા યોગ્ય છે જ. માત્ર આપણે બીજી બીજી વસ્તુસિદ્ધિ કરવાની બુદ્ધિએ ધર્મ કરીએ છીએ ત્યાં ભૂલ થાય છે. લૌકિક કે લોકોત્તર કાર્યો તો સૌને પોત-પોતાના જીવનની પરિસ્થિતિ પ્રમાણે કરવાનાં જ હોય છે, તે ન કરવાથી જીવન વ્યવહાર અટકી પડે છે અને આગળ જતાં ધર્મ કરવાની સગવડ પણ નાશ પામે છે. માટે સંસારમાં રહેલા જીવને સાંસારિક કાર્યો તો અનિવાર્ય છે. પણ એ કાર્યોમાં ‘બુદ્ધિ નિર્મળ અને અમૂઢ રહે એ માટે ધર્મ ક૨વાનો છે.' સુમન ! અમૂઢ મોહરહિત બુદ્ધિથી ભોજન કરનાર કુરગ ુ ઋષિને ભોજન કરતાં કરતાં પણ કેવળજ્ઞાન નહોતું થયું ? એમ લગ્નની ચોરીમાં કન્યાનો ક૨ પકડીને બેઠેલા ગુણસાગરને કેવળજ્ઞાન નથી થયું ? નાટક કરતાં શું શ્રીઆષાઢાભૂતિજી કેવળી નહોતા થયા ? સુમન ! શુદ્ધ-અમૂઢ બુદ્ધિથી કરેલું કોઈપણ કાર્ય અપ્રમાદ છે, એનાથી ધર્મ અનુપ્રેક્ષા ૦ ૧૦૩ Page #121 -------------------------------------------------------------------------- ________________ આત્માનો સંસાર ઘટે છે. ભલે, દેખાવમાં તે સાંસારિક હોય. એથી વિપરીત મૂઢબુદ્ધિથી કરેલું કાર્ય પ્રમાદ છે, એનાથી સંસાર વધે છે, ભલે પછી દેખાવમાં તે ધાર્મિક હોય. આ કારણે જ શ્રીજિનેશ્વરદેવોએ સમ્યગ્દર્શનને મહત્ત્વ આપ્યું છે. એના વિના મોક્ષ ન જ થાય એમ કહ્યું છે. ‘અણગાર બન્યા વિના’ કે ‘ભોગ તજ્યા વિના મુક્તિ ન થાય એમ ન કહ્યું,' ‘જૈનશાસ્ત્રોને ભણ્યા વિના મુક્તિ ન થાય' એમ ન કહ્યું, પણ ‘સમ્યગ્ દર્શન વિના મુક્તિ ન થાય' એમ કહ્યું તેની પાછળ ક્યું તત્ત્વ છૂપાયેલું છે. સુમન ! વસ્તુતઃ સંસાર અને મુક્તિનું મૂળ બુદ્ધિ છે. એથી જ કહ્યું છે કે “મન ડ્વ મનુષ્યાળાં જારનું વધમોક્ષયોઃ' - અર્થાત્ મનુષ્યોનું મન એ જ સંસારનું અને મુક્તિનું કારણ છે. આ મન એટલે બુદ્ધિ. જો તે મૂઢ હોય તો સંસારમાં રખડાવે અને અમૂઢ હોય તો સંસારથી છોડાવે. કલિકાલ સર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિજીએ પણ કહ્યું જ છે કે– અયમાભૈવ સંસારઃ, વષાયેન્દ્રિયનિનિતઃ । तमेव तद्विजेतारं मोक्षमाहुर्मनिषिणः ॥ કષાયો અને ઇન્દ્રિયોથી જીતાયેલો આ મૂઢ આત્મા એ જ સંસાર છે અને તેનો વિજય કરનારા અમૂઢ તે આત્માને જ જ્ઞાનીઓ મોક્ષસ્વરૂપ કહે છે. સુમન ! તને સમજાયું હશે કે ધર્મનો આધાર અમૂઢ બુદ્ધિ છે અને અમૂઢ– શુદ્ધબુદ્ધિનું કારણ લૌકિકલોકોત્તર સર્વ ઉત્તમ અનુષ્ઠાનો છે. આ જ કારણે લૌકિક કાર્યોમાં પણ દેવદર્શન, વંદન, પૂજન વગેરેને મોખરે રાખવાનાં છે. ધન કમાવા માટે દુકાને તો જવું જ પડે. પણ ત્યાં ગયા પછી ધનના લોભે અન્યાય અનીતિ કરવાની દુષ્ટ બુદ્ધિ ન થાય, એ ઉદ્દેશથી આપણે શ્રીનવકારનું સ્મરણ કરીને પગલું ભરીએ છીએ. અહીં ધન મેળવવા શ્રીનવકારનું સ્મરણ કરીએ તો પ્રમાદ અને અન્યાય-અનીતિથી બચવા દુકાને જતાં પણ શ્રીનવકારને આગળ કરીએ તો અપ્રમાદ. બ્રહ્મચર્ય પાલન કરવાનું સામર્થ્ય ન પ્રગટે, ત્યાં સુધી લગ્ન અનિવાર્ય છે, તેથી કરવું પડે, પણ લગ્ન પછી ભોગના કીડા બની સંસાર વધારવા જેવી આસક્તિમાં ન સપડાઈએ, બુદ્ધિમાં વૈરાગ્ય ટકી રહે, એ માટે લગ્નાદિ પ્રસંગોમાં પણ પ્રભુભક્તિ વગેરેના મહોત્સવો ઊજવીએ છીએ. અહીં પણ ભોગસુખ માણવા મહોત્સવો ઊજવીએ ૧૦૪ • ધર્મ અનુપ્રેક્ષા Page #122 -------------------------------------------------------------------------- ________________ તે પ્રમાદ અને લગ્ન કરવા છતાં ભોગાસક્તિથી બચવા મહોત્સવો ઊજવીએ તે અપ્રમાદ. • - એમ ભોજન ભાવે, શરીર પુષ્ટ બને, ખાધેલું પચી જાય, વગેરે ઇચ્છાથી ભોજન પહેલાં શ્રીનવકારનું સ્મરણ કરવું તે પ્રમાદ અને સ્વાદિષ્ટ ભોજન લેવા છતાં તેના રસમાં ન લપટાવા માટે શ્રીનવકારનું સ્મરણ કરવું તે અપ્રમાદ. સુમન ! મોહમૂઢ બનનારી સાંસારિક ક્રિયાઓથી આપણે એકાએક નહિ છૂટી શકીએ, એ માટે તો ઘણી ઘણી શુદ્ધિ કરવી પડશે. માટે જયાં સુધી આપણે એવું યોગબળ ન પામીએ, ત્યાં સુધી ક્રિયાઓ કરતાં પણ આપણે મૂઢ બની નવો નવો કર્મોનો બંધ ન કરી બેસીએ, અમૂઢ લક્ષ્યવાળા રહી શકીએ અને સાંસારિક કાર્યો કરતાં પણ કર્મનો ભાર ઓછો કરી શકીએ, એ કારણે પ્રત્યેક કાર્યોમાં ધર્મને આગળ રાખવો જરૂરી છે. - સુમન, ગૃહસ્થજીવનમાં અનેક પાપકાર્યો અનિવાર્ય છે, સાધુપુરુષો જ એનો ત્યાગ કરી શકે છે. જો આ કાર્યોમાં આપણે ધર્મનું શરણ ન લઈએ તો આપણી શું દશા થાય ? સાધુ જીવનની શુભ પ્રવૃત્તિ સ્વરૂપે શુભ છે, છતાં સાધુપુરુષો પ્રત્યેક કાર્યોમાં શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોનું શરણ કરે છે, તો ગૃહસ્થને પ્રત્યેક કાર્યમાં ધર્મને આગળ રાખ્યા વિના કેમ ચાલે ? એક તો ઘણું ખરું સાવદ્ય જીવન અને તેમાં ધર્મનું શરણ ન લઈએ તો પરિણામ શું આવે ? ' ' સુમન, ધર્મનું બળ પામ્યા વિના બુદ્ધિ શુદ્ધ થતી નથી, અમૂઢ લક્ષ્યતા પ્રગટતી નથી. માટે તો જ્ઞાની ભગવંતો બેસતાં-ઉઠતાં, ઊંધતાં-જાગતાં, ખાતાં-પીતાં, લેતાં-દેતાં કે જતાં-આવતાં, સર્વ કાર્યોમાં શ્રીનવકારમંત્રનું મંગળ કરવાનું કહે છે. પ્રત્યેક કાર્યમાં બુદ્ધિને નિર્મળ અને અમૂઢ રાખવાના ઉદ્દેશથી સાધુભગવંતો પણ ભોજન, વિહાર, નિદ્રા, વગેરે કાર્યો પહેલાં શ્રીનવકારસ્મરણાદિ મંગળ કરે છે. કદાચ તેઓ ન કરે તો ચાલે કારણકે તેઓની પ્રત્યેક પ્રવૃત્તિ શુભ હોય છે. ગૃહસ્થને તો પ્રત્યેક પ્રવૃત્તિ પ્રાય: સાવદ્ય હોવાથી તેમાં ધર્મને આગળ રાખવો જ પડે. અન્યથા તેનું ગુણસ્થાનક ટકે જ નહિ. વધે જ નહિ. લૌકિક કાર્યોમાં ધર્મની સહાય લેવી, એ પ્રમાદ એવું તું સમજે છે તે યથાર્થ નથી. વસ્તુતઃ લૌકિક કે લોકોત્તર કોઈપણ કાર્યમાં બુદ્ધિને અમૂઢ લક્ષ્યવાળી રાખવા માટે મંગળ તરીકે ધર્મની સહાય તો લેવી જ જોઈએ. સર્વ શુભ કાર્યોનો આધાર શુદ્ધ બુદ્ધિ છે અને બુદ્ધિને શુદ્ધ કરનાર એક જ ધર્મરૂપ ઔષધિ છે. જેમ મેલા પાણીમાં પડેલું કતકનું ચૂર્ણ પાણીને શીધ્ર નિર્મળ બનાવે છે, તેમ મોહમલિન બુદ્ધિને પણ ધર્મરૂપ ધર્મ અનુપેક્ષા • ૧૦૫ Page #123 -------------------------------------------------------------------------- ________________ ઔષધિ નિર્મળ અને સ્વચ્છ બનાવે છે. એવી બુદ્ધિથી કરાયેલાં લૌકિક લોકોત્તર સર્વ કાર્યો અપ્રમાદરૂપ હોઈ આત્માને હિતકર બને છે. સુમન, ગૃહસ્થ પોતાના પ્રત્યેક કાર્યમાં ધર્મની સહાય સ્વીકારે તો તેની બુદ્ધિ નિર્મળ-અમૂઢ થવાથી ગૃહસ્થાશ્રમમાં તે ડૂબી જતો નથી પણ તે તે લૌકિક કાર્યો કરવા છતાં બુદ્ધિ શુદ્ધ રહેવાથી વૈરાગ્ય ટકી રહે છે અને સંસારને છોડી સંયમી પણ બની શકે છે. ગૃહસ્થજીવનનાં પ્રત્યે કાર્યોમાં બુદ્ધિ શુદ્ધ કરવા ધર્મ ક૨ણીય છે અને સાધુજીવનમાં બુદ્ધિ શુદ્ધ અને અમૂઢ હોવાથી પ્રત્યેક કાર્યોમાં આત્માને શુદ્ધ ક૨વા ધર્મ કરણીય છે. એથી જ ગૃહસ્થનાં ધર્મકાર્યોમાં પુણ્યબંધ મુખ્ય છે અને સાધુને નિર્જરા મુખ્ય છે. સુમન, આ અને આવું બીજું પણ ઘણું સમજવા યોગ્ય છે, તે પુનઃ આપણે મળીશું ત્યારે વિચારીશું. હાલ તો આજે મેં જે કહ્યું તેનું ચિંતન કરજે, એથી બીજી વાતો સમજવી સરળ થશે. ધર્મમિત્ર ‘શ્રેયસ્’ મહામૂલો બોધ સાધનાની પૂર્ણતાને વરેલા અને સાધનાના માર્ગે ચાલી રહેલા શ્રીપંચપરમેષ્ઠિઓના નામ અને નમસ્કારને સૂચવતા અક્ષરો મંત્રરૂપ બની જાય છે. પછી, એ બારાખડીના અક્ષરો રહેતા નથી પણ મંત્રદેવતા બને છે. ભવોષિતારક તીર્થનું સ્વરૂપ ધારણ કરે છે. गुरौ मानुष बुद्धिं च मन्त्रे चारबुद्धिकं । प्रतिमासु शिलाबुद्धिं कुर्वाणो नरकं व्रजेत् ॥ ગુરુમાં એક સામાન્ય માનવી તરીકેની કલ્પના, મંત્રમાં બારાખડીના અક્ષરની માન્યતા અને દેવમૂર્તિમાં પથ્થરની બુદ્ધિ કરનાર આત્મા નરકે જાય છે. ગુરુને દેવતુલ્ય માનવાથી—મંત્રાક્ષરોનું વારંવાર મનન કરવાથી અને પ્રતિમામાં પરમાત્મ બુદ્ધિ રાખવાથી તેમાં રહેલી અજબ શક્તિઓનો સાધકને અનુભવ થાય છે. ગુરુમાં શિષ્યના તત્ત્વવિષયક સંદેહોને ટાળવાની, મંત્રમાં મનના અશુભ વિકલ્પોથી સંરક્ષણની અને ભગવાનની પ્રતિમામાં આત્મદર્શન કરાવવાની શક્તિ રહેલી છે. ૧૦૬ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #124 -------------------------------------------------------------------------- ________________ અનુપ્રેક્ષાશક્તિની અગાધ મહત્તા | (સ્વની અધિક ચિંતાને કારણે, સ્વ-પર ઉપકારક શાસ્ત્રોના અર્થ અને ભાવ સંબંધી આપણી અનુપ્રેક્ષા (મૌલિક ચિંતન) શક્તિ ખરેખર ઘટી છે. તે શક્તિની અગાધ મહત્તા આ લેખની પંક્તિએ પંક્તિએ ઝળહળે છે. દાંત સિવાય ઊંચો, સાત્ત્વિક આહાર પણ ભાગ્યે જ ચાવી શકાય, તેમ અનુપ્રેક્ષાભાવ સિવાય, શ્રીજિનેશ્વર ભગવાનના અનંત ઉપકારક વચનનો યથાર્થ મર્મ ભાગ્યે જ ઝીલી શકાય, જીવનના અંગભૂત બનાવી શકાય. સં.) સુમન ! ગઈ વખતે કરેલી વાતો ઉપર તેં ચિંતન કર્યું હશે. તને સમજાયું હશે કે ગૃહસ્થજીવનનાં પ્રત્યેક કાર્યોને ધર્મસ્વરૂપ બનાવવા માટે જિનવચનનો આશ્રય લીધા વિના ચાલે તેમ નથી. સાંભળ ! એ માટે જરૂરી એક વાત હું તને સમજાવું છું. જ્ઞાનાવરણીયાદિ કર્મોના ઉદયથી સંસારી જીવ માત્ર છદ્મસ્થ એટલે અજ્ઞ છે. તેથી તે સુખના પ્રયત્નો કરે તો પણ પ્રાયઃ વિપરીત થાય છે. એ કારણે તો આપણે અનંત કાળથી પ્રત્યેક જન્મમાં સુખ માટે ઘણું ઘણું કર્યું, પણ સુખ ન મળ્યું, દુઃખ વધતું જ રહ્યું. શું કોઈ કાર્ય તેને કરવાની આવડત વિના સિદ્ધ થાય? આ જ્ઞાન આપણે જ્યાં સુધી પ્રકાશમાં ન આવે, ત્યાં સુધી બીજાના જ્ઞાનનો આશ્રય લેવો જ રહ્યો. તે પણ જે તે જ્ઞાનનો નહિ, પણ જ્ઞાનસંપૂર્ણ એવા શ્રી તીર્થકર ભગવંતના જ્ઞાનનો જ. . એ કારણે કે તેઓ પોતાના જ્ઞાનનો સંપૂર્ણ પ્રકાશ કરીને પછી જગતના જીવોને માર્ગ બતાવી ગયા છે. એમ છતાં સુમન ! જગતના ત્રણે કાળના ભાવો એટલા બધા છે કે તેને શબ્દોથી પૂર્ણતયા શ્રીતીર્થકરો પણ ન સમજાવી શકે. - એથી તો તેઓએ કહ્યું છે કે સમજવા યોગ્ય ભાવોને પૂર્ણતયા સમજવા છતાં તેનો અનંતમો ભાગ જ વાણીથી સમજાવી શકાય તેમ છે. શું ઘઉં, જુવાર, બાજરો વગેરેના લોટનો સ્વાદ ચાખીને, સમજવા છતાં તેમાં રહેલું અંતર યથાર્થરૂપમાં બીજાને શબ્દોથી સમજાવી શકાય ? એમ ભિન્ન ભિન્ન ભાવોમાં રહેલું તારતમ્ય પણ શબ્દોથી પૂર્ણતયા કદી ન સમજાવી શકાય. ધર્મ અનપેક્ષા • ૧૦૭ Page #125 -------------------------------------------------------------------------- ________________ અને સુમન ! જેટલું વાણીથી જે રીતે સમજાવી શકાય તેટલું લખીને તે રીતે . સમજાવી શકાય ? કદી નહિ, એ કારણે બોલી શકાય તેવા ભાવોનો પણ અનંતમો ભાગ જ સૂત્રરૂપે ગૂંથાયો છે. સુમન ! તને પ્રશ્ન થશે કે જો સૂત્રોમાં અનંતમાંથી પણ અનંતમા ભાગનું લખાયું છે, તો તેને પૂર્ણ કેમ મનાય ? પણ એ બરાબર નથી. સંક્ષિપ્ત પણ આગમ પરિપૂર્ણ છે. કારણ કે તેના પ્રત્યેક વાક્યો અમુક જ અર્થનાં વાચક નથી, વિવિધ અપેક્ષાઓથી યુક્ત છે. શાસ્ત્રો કહે છે કે—સૂત્રના એક એક અક્ષરના ભિન્ન ભિન્ન અપેક્ષાએ અનંતા અર્થ થઈ શકે છે. તું એવું ન સમજતો કે તો પછી ગમે તે સૂત્રનો ગમે તે અપેક્ષાનાં બળે ગમે તે અર્થ કરી શકાય. કારણ કે એનો કોઈપણ અર્થ સ્વ-પર આત્મશુદ્ધિકા૨ક બને તેવો જ કરવો જોઈએ. અન્યથા ઉત્સૂત્ર થઈ જાય છે. એ કારણે તો શબ્દાર્થ, વાક્ચાર્થ, મહાવાક્યાર્થ અને અઁદંપર્યાયાર્થ, એમ અર્થના ચાર પ્રકારો કહ્યા છે અને તેમાં ચોથો પ્રકાર પૂર્ણ છે, શેષ પ્રકારોને, અધૂરા કહ્યા છે. એ ચારનું સ્વરૂપ વળી કોઈવાર વિચારીશું. આજે તો તું એટલું સમજી લે કે શાસ્ત્રોનું અને તેના પ્રરૂપક તથા રચિયતાનું ધ્યેય જીવોની રાગ-દ્વેષાદિ મૂઢ પરિણતિને દૂર કરી, આત્માની શુદ્ધિ કરીને મુક્તિમાં પહોંચાડવાનું છે. એ ધ્યેયથી વિપરીત અર્થ કરવાથી શાસ્ત્રોની તથા તેના પ્રણેતા અને રચયિતાની આશાતના થાય છે. ઉપરાંત જગતના અજ્ઞ વિશ્વાસુ જીવોને ઉન્માર્ગે દોરવારૂપે દ્રોહ થાય છે. સુમન ! આ કારણે શાસ્ત્રોના અર્થ શોધવા એ ઘણું ગહન કાર્ય છે. એક અર્થ કરતાં બીજાને ગૌણ કરાય ત્યાં સુધી વાંધો નથી, પણ બીજાનો વિરોધ થઈ જાય તો મહાહાનિ સર્જાય છે. માર્ગ ઉન્માર્ગ બની જાઈ છે. એ કારણે તો નિર્વેદી, વૈરાગી, સંવેગી એવા ગીતાર્થો શાસ્રાર્થને યથાર્થરૂપમાં સમજી-સમજાવી શકે, એમ કહ્યું છે. સુમન ! વૈદ્યક ગ્રંથો ભણવા સરળ છે. ભણવા છતાં રોગનિદાન દુષ્કર છે. એથી પણ રોગનો પ્રતિકાર કરનારા ઔષધનો નિર્ણય અધિક દુષ્કર છે. સુમન ! એવા વૈદ્યો વિરલ અને એ વિષયનું યથાર્થ સાહિત્ય રચનારા તો કોઈક જ. સુમન ! ભણવું સહેલું છે, ગણવું દુષ્કર છે. તેમ અહીં પણ શાસ્ત્ર રહસ્યોને સૂત્રોમાંથી શોધવાં અને સમજાવવાં દુષ્કર છે. એથી તો સકળશાસ્ત્રોના મર્મને-ઐદંપર્યને જાણનારા પ્રાવચનીને શાસનપ્રભાવક કહ્યા છે. ઉપરાંત જે જીવને જે રીતે જે કાળમાં, જે ૧૦૮ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #126 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રમાં, જે પરિસ્થિતિમાં આત્મશુદ્ધિ થાય, અજ્ઞાન, મૂઢતા અને અસદાચાર ઘટે, તે રીતે સમજાવનારા ધર્મકથીને તેથી પણ અધિક પ્રભાવક કહ્યા છે. સુમન ! શાસ્ત્રો વિના આજે આપણું અંધારું ટાળનાર કોઈ નથી.અને શાસ્ત્રોનું ગાંભીર્ય સ્વયંભૂરમણ સમુદ્ર કરતાંય ઘણું છે. તેના ઊંડાણમાં પહોંચી તત્ત્વોને શોધવાં એ ઘણું જ દુષ્કર છે. એથી તો જ્ઞાનીઓએ સ્વાધ્યાયના પાંચ પ્રકારો જણાવ્યા છે. તેનો પહેલો પ્રકાર છે વાચના. વાચના એટલે ગ્રંથના આલંબનથી સૂત્રોનું અદ્યયન કરવું અને અધ્યાપન કરાવવું. બીજો પ્રકાર છે પૃચ્છના. નહિ સમજાયેલું કે વિસ્તૃત થયેલું બીજાને પૂછવું તેને પૃચ્છના કહેવાય ‘છે. ત્રીજો પ્રકાર છે પરાવર્તના. ભણેલું વિસરી ન જાય, એ માટે ઉચ્ચાર શુદ્ધિપૂર્વક વારંવાર ગણવું તે પરાવર્તના કહેવાય છે. આ ત્રણ પ્રકારોને દ્રવ્યશ્રુત કહ્યું છે. કારણ કે તે ચોથા પાંચમા પ્રકારના કારણભૂત છે. ચોથો પ્રકાર છે અનુપ્રેક્ષા ‘અનુ’ =સૂત્રને અનુસરીને, પ્ર+ક્ષા =પ્રકૃષ્ટતયા જોવું, શોધવું, તેને ‘અનુપ્રેક્ષા' કહેવાય. સુમન ! આ અનુપ્રેક્ષા શાસ્ત્રોનાં ગૂઢ રહસ્યોને શોધવાની દિવ્યચક્ષુ છે. જેનાં નેત્રો નિર્મળ અને તેજસ્વી હોય તે તેટલું સ્પષ્ટ અને દૂર પણ જોઈ શકે, તેમ જેનો દર્શનમોહનીય રોગ ટળવાથી બુદ્ધિ માર્ગાનુસારિણી થઈ હોય અને જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થવાથી સતેજ થઈ હોય તે શાસ્ત્રોનાં ઊંડાં સત્ય તત્ત્વોને શોધી શકે. સુમન ! હવે તને સમજાશે કે માત્ર ભાષાજ્ઞાનથી શાસ્રગત ગૂઢ રહસ્યોને પામી ન શકાય. દેવ-ગુરુને સમર્પિત થઈને તેઓની વિધિ પૂર્વક ઉપાસના કરી હોય, અને તે દ્વારા આવરણોનો ક્ષયોપશમ થવાથી જીવનમાં નમસ્કારનો સ્પર્શ થયો હોય, અહંકાર અને મમકાર ઘટ્યા હોય, ત્યારે આ યોગ્યતા પ્રાપ્ત થાય છે. સુમન ! અનુપ્રેક્ષાનું બળ પ્રાપ્ત કરવું અનિવાર્ય છે. તેના અભાવે શાસ્ત્ર શસ્ત્ર બની જાય છે. સૂત્રગત અપ્રગટ ભાવોને એ સૂત્રના આધારે શોધ્યા વિના સાચું ધર્મ અનુપ્રેક્ષા • ૧૦૯ Page #127 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વજ્ઞાન પામી શકાય તેમ નથી. સુમન ! શાસ્ત્રવિરુદ્ધ બોધ હાનિકારક છે તેમ શાસ્ત્રોના ઔદંપર્યને શોધ્યા વિનાનો અધૂરો બોધ પણ હાનિકારક છે. એથી ઉસૂત્રનો ભય એવો ન જોઈએ કે જે શાસ્ત્રોનાં રહસ્યો શોધતાં મુંઝવે. શબ્દાર્થમાં બંધાઈ રહેવું અને ટુંકા અને પૂર્ણ માની લેવો એ વિકાસમાં રોધક છે. સુમન ! અનુપ્રેક્ષા આત્મવિકાસનો પાયો છે. શાસ્ત્રો આત્માના ગુણોરૂપ ઝવેરાતની પેટી છે–તિજોરી છે. સ્યાદ્વાદ એને ઉઘાડવાની કુંચી છે, માર્ગાનુસારિણી બુદ્ધિ એને ઉઘાડવાની આવડત છે અને અનુપ્રેક્ષા ઝવેરાતને જોવાની આંખ છે, પ્રકાશ છતાં આંખ વિના અંધારું ન ટળે તેમ શાસ્ત્રો છતાં અનુપ્રેક્ષા વિના અજ્ઞાન ન ટળે. સુમન ! શાસ્ત્રોને સમજવા માટે પૂ. હરિભદ્રસૂરિજી મહારાજે સ્વકૃત અષ્ટકપ્રકરણમાં સૂક્ષ્મબુદ્ધિનું અને માર્ગાનુસારિણી બુદ્ધિનું જે મહત્ત્વ વર્ણવ્યું છે તે કેટલું ઉપયોગી છે તે તને હવે સમજાશે. માર્ગાનુસારિણી બુદ્ધિ સ્યાદ્વાદની ભૂલભૂલામણીમાંથી માર્ગ આપે છે અને સૂક્ષ્મબુદ્ધિ અનુપ્રેક્ષામાં ઊંડા ઉતરવા સહાય કરે છે. શાસ્ત્રોને જગતનો આરીસો કહ્યો છે. કારણ કે તેમાં જગતના સૈકાલિક સર્વ ભાવોનું વાસ્તવિક પ્રતિબિંબ છે અને તેને જોવાની આંખ આ અનુપ્રેક્ષા છે. સુમન ! જ્ઞાનીઓએ બાર પ્રકારના તપમાં સ્વાધ્યાયને સર્વશ્રેષ્ઠ તપ કહ્યો છે, તે શ્રેષ્ઠતા આ અનુપ્રેક્ષા અને પાંચમા ધર્મકથા સ્વાધ્યાયને યોગે છે એ વાત હવે પછી વિચારીશું. આપણે જે કંઈ સમજવું જરૂરી છે, તેમાં અનુપ્રેક્ષા વિના ચાલે તેમ નથી માટે એ સંબંધી આજે તને થોડુંક સમજાવ્યું છે. તેનું ચિંતન-મનન કરજે અને ન સમજાય તે વિના સંકોચે પૂછજે. ધર્મમિત્ર, શ્રેયસુ. ૧૧૦ • ધર્મ અનપેક્ષા Page #128 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથકની યથાર્થ જવાબદારી (આ પત્ર-લેખમાં સ્વ-ઉપકારક પાંચમા સ્વાધ્યાય-ધર્મકથાનું સરસ-સુંદર શબ્દ-ચિત્ર છે. ધર્મકથકની યથાર્થ જવાબદારીનું આ લેખ સ્પષ્ટ દર્શન કરાવે છે. સં.) સુમન ! પહેલાં આપણે અનુપ્રેક્ષા સ્વાધ્યાય અંગે જે વાતો કરી હતી, તેનું તે ચિંતન કર્યું હશે. તને સમજાયું હશે કે અનુપ્રેક્ષાના બળ વિના શાસ્ત્રોક્ત ગૂઢ તત્ત્વોની સમજ પ્રાપ્ત થઈ શકે તેમ નથી. સુમન ! અનુપ્રેક્ષાનો મહિમા ઘણો જ છે. ચિલાતીપુત્ર જેવો મહાપાપી માત્ર ગુરુમેખે એક જ વાર સાંભળેલા ઉપશમ, સંવેગ અને વિવેક એ ત્રણ પદોથી, શિથિલાચારમાં ડૂબી ગયેલા શ્રી સોમપ્રભસૂરીજી એક માત્ર પ્રમાદ' શબ્દથી, અઈમુત્તા નામના બાળમુનિ માત્ર ઇરિયાવહિસૂત્રના એક માત્ર ‘દગમટ્ટી' પદથી કલ્યાણ સાધી ગયા, તેમાં આ અનુપ્રેક્ષાનું જ બળ કારણભૂત હતું. સુમન ! એ ઉપરાંત પણ જે કોઈ મુક્તિને વર્યા છે, વરે છે અને વરશે, તે સર્વને ક્ષપકશ્રેણીમાં શુક્લધ્યાનના દ્વિતીય ચરણ સુધી પણ આ અનુપ્રેક્ષાનું બળ ઉપકાર કરે છે. સુમન ! અનુપ્રેક્ષાનું બળ મેળવવા જીવનમાં સાધના કરવી પડે છે. વિષયકષાયોનાં આકર્ષણ તજવાં પડે છે. તે પછી જ અનુપ્રેક્ષાનું બળ પ્રગટ થાય છે. સુમન ! બીજાની પાસેથી કંઈ મેળવવું હોય તો તેની ઇચ્છાને અનુસરવું પડે છે, તે શાસ્ત્રગત રહસ્યોને મેળવવા શાસ્ત્રોને સમર્પિત થવું પડે છે. તેના પ્રત્યે બહુમાન ધરાવીને શંકાદિ દોષોથી દૂર રહી તત્ત્વને શોધવાં પડે છે. એ માટે સુમન ! શાસ્ત્રપ્રણેતા પ્રત્યે ઘણો સદુભાવ જોઈએ, તેઓના ઉપકારોને ઓળખી તેઓ પ્રત્યેની કૃતજ્ઞતાથી હૈયું ભરી દેવું જોઈએ. સુમન ! અનુપ્રેક્ષા પછી પાંચમો સ્વાધ્યાય ધર્મકથા છે. અનુપ્રેક્ષા સ્વ ઉપકારક છે, જયારે ધર્મકથા સ્વ-પર ઉપકારક છે. એ કારણે સ્વાદ્યાયનો એ સર્વશ્રેષ્ઠ અને છેલ્લો પ્રકાર છે. સુમન ! અનુપ્રેક્ષાનું બળ પ્રગટ્યા પછી જ ધર્મકથાનો વાસ્તવિક અધિકાર પ્રાપ્ત થાય છે. ધર્મકથામાં અનુપ્રેક્ષા ઉપરાંત બીજા પણ ઘણા ગુણોની જરૂર રહે છે. કારણ કે અનુપ્રેક્ષા રોગના નિદાન જેવી છે અને ધર્મકથા ઔષધ આપવા જેવી છે. ઔષધ આપવામાં રોગીના શરીર સાથે બીજી પણ અનેક બાબતોને સમજવી પડે છે. એ માટેનાં પુસ્તકો હોતાં નથી, જગતના પ્રાપ્ત થયેલા અનુભવોથી તે સમજી શકાય છે. સુમન ! ધર્મકથામાં પણ એમ જ છે. ધર્મકથકે શ્રોતાને સર્વપ્રકારે સમજવા પડે છે. તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ સાથે શ્રોતાની બુદ્ધિ, રુચિ, સંયોગ, સંપત્તિ વગેરે ધર્મ અનપેક્ષા • ૧૧૧ Page #129 -------------------------------------------------------------------------- ________________ અનેક બાબતોનો ખ્યાલ રાખવો પડે છે. સુમન ! દરજી જેમ કપડું સીવવામાં સોય કાતર બન્નેનો ઉપયોગ કરે છે, તેમ ધર્મકથામાં ખંડન-મંડન ઉભય પદ્ધતિની જરૂર રહે છે. પણ કાતરનો ઉપયોગ સીવવાના લક્ષ્યને અનુસરીને થાય છે તેમ ખંડન પણ મંડનના લક્ષ્યપૂર્વક કરવાથી હિત થાય છે. સુમન ! ખંડન ઓપરેશન જેવું છે, તે શાણો હિતસ્વી, બુદ્ધિમાન ડૉક્ટર નિરુપાય કરે છે અને તેમાં ખૂબ સાવધ રહે છે. તેમ ખંડન પણ નિરુપાય કરવા જેવું છે અને તે પણ મંડનની પુષ્ટિ થાય તેવી કાળજી અને કળાપૂર્વક. અન્યથા લાભને બદલે હાનિનો સંભવ વિશેષ છે. સુમન ! જેની પાસેથી કામ લેવું હોય તેને રીઝવીને કામ લેવું તે સર્વશ્રેષ્ઠ ઉપાય છે. ઠપકો વિશેષ કારગત નીવડતો નથી. તેમ શ્રોતાને પણ ગુણો પ્રત્યે સન્માન પેદા કરાવી ને તેનામાં ધર્મરસ જગાડવો હિતાવહ છે. બહુધા જીવો વિષય કષાયો પ્રત્યે આદરવાળા હોય છે, તેઓને ગુણોનું મહત્ત્વ સમજાવીને ધર્મમાર્ગે ચઢાવવા એ નિર્ભય ઉપાય છે. સુમન ! તત્ત્વથી તો દોષો ટાળવાનો ઉપાય અન્ય જીવો પ્રત્યે બહુમાન પ્રગટાવવું તે છે. જેમ જેમ શરીરબળ વધે તેમ તેમ રોગનું બળ ઘટે છે, એ રીતે જીવોના જીવત્વ પ્રત્યેનું બહુમાન પ્રગટ થતાં સ્વાર્થ, અહંકાર, હિંસા, જૂઠ, અનીતિ, અસદાચાર, અસત્યનો પક્ષ, ક્રોધાદિ કષાયો, નિંદા, ઇર્ષ્યા, વૈશુન્ય વગેરે સર્વ પાપો સ્વયં ઘટવા માંડે છે. પાપાચરણ જીવોના જીવત્વની કિંમત ન સમજવાને કારણે થાય છે. જીવત્વ પ્રત્યે સન્માન જાગ્યા પછી પાપાચરણ થઈ શકતું નથી. સુમન ! એ કારણે ધર્મકથા મુખ્યતયા બાળબુદ્ધિ, મધ્યમબુદ્ધિ અને પંડિતબુદ્ધિ, એ ત્રણ પ્રકારમાં શ્રોતા કયા પ્રકારનો છે તે જાણીને પ્રથમ સામાન્ય ગુણાનુરાગ વધે, ઉપશમ પ્રગટે, મૈત્રી, પ્રમોદ, કરુણા, ઉપેક્ષાદિ ભાવો જન્મે તેવી રીતે કરવી હિતકર છે. સુમન ! ધર્મકથા સંવેગ પ્રગટ થાય તે રીતે વૈરાગ્ય પ્રધાન કરવાથી સ્વપરહિતકર થાય છે. સુમન ! વૈરાગ્ય એટલે સ્વાર્થવૃત્તિને તોડીને પરાર્થવૃત્તિ પ્રગટાવવી. સ્વાર્થવૃત્તિથી સર્વ પાપો વધે છે અને પરાર્થવૃત્તિથી સર્વ પાપો ઘટે છે. આ પરાર્થવૃત્તિ પણ નિરાધાર નહિ, કૃતજ્ઞતાપૂર્ણ હોવી જોઈએ. એ માટે સુમન ! શ્રોતામાં બીજાના ઉપકારોને ઓળખવાની અને કૃતજ્ઞભાવે તેનો બદલો આપવાની વૃત્તિ પેદા કરવી એ ધર્મકથાનું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ. સુમન ! આ વૃત્તિ સહજ પ્રાપ્ય નથી, તે માટે ક્રમિક ઉપાયો સમજાવવા જોઈએ. ૧૧૨ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #130 -------------------------------------------------------------------------- ________________ લોકોત્તરગુણોની પ્રાપ્તિ માટે લૌકિકગુણ કેળવવા એ પાયાનો ધર્મ છે. સુમન ! મીંડાની કોઈ કિંમત નથી પણ એકડા માટે તે અનિવાર્ય છે. મીંડા વિના એકડો થઈ શકે શી રીતે ! એકડાની દશ દશ ગુણી કિંમત વધારવાની શક્તિ પણ મીંડામાં છે. એ રીતે સુમન ! લોકોત્તર ગુણો માટે લૌકિકગુણો અનિવાર્ય છે. તે ગુણો જ આગળ વધીને લોકોત્તરસ્વરૂપને ધારણ કરે છે. એટલું જ નહિ, લોકોત્તર ગુણોની મહત્તા વધારવામાં પણ લૌકિક ગુણો કારણ બને છે. સુમન ! એ કારણે શાસ્ત્રકારોએ માર્ગાનુસારિતાને પ્રથમ આવશ્યક માની છે. તેના અભાવે આત્મિક ગુણો પ્રગટ થતા નથી, ટકતા નથી, વૃદ્ધિ પામતા નથી અને સફળ થતા નથી. એ કારણે સુમન ! પ્રથમ તે ગુણોનું મહત્ત્વ સમજાવવું એ ધર્મકથકનું કર્તવ્ય છે. સુમન ! ધર્મકથાનું સમ્ય-સ્વરૂપ સમજનારા અને વિધિપૂર્વક ધર્મકથા કરનારા ઉપકારીઓને પ્રવચનપ્રભાવક કહ્યા છે. | મોહાવૃત્તજીવોના અજ્ઞાનને દૂર કરી તેઓ સર્વત્ર પ્રશમભાવને પ્રગટાવતા રહે છે. ક્લેશ, કંકાસ, સંતાપ, શોક વગેરે મનના રોગો તેમના એક આશીર્વાદથી જ ભાગવા માંડે છે. તેઓ જ્યાં જ્યાં વિચરે છે ત્યાં ત્યાં જીવોની વિષયતૃષ્ણાના તાપને દૂર કરી મૈત્રી અને પ્રશમભાવનો આલ્હાદ પ્રગટ કરે છે. સુમન ! ભિન્ન ભિન્ન રુચિ અને ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળા અનેક શ્રોતાઓને એક સમાન ધર્મકથાથી ધર્મ સમજાવવો તે ઘણું અઘરું છે. એ માટે ધર્મકથકને પોતાની યોગ્યતા, પુણ્યબળ અને બુદ્ધિબળ વગેરે પ્રગટાવવા વિશિષ્ટ સાધના કરવી પડે છે, અનુગ્રહબુદ્ધિ પ્રગટાવવી પડે છે. વચનવિલાસ અને ધર્મકથામાં મોટું અંતર છે. સુમન ! આવા ધર્મકથકોનો ઉપકાર જગત ઉપર અમાપ છે. જગતના ઉત્પાતોને શિમાવવામાં તેઓનો ફાળો મુખ્ય છે. ધર્મકથાની યોગ્યતાને પામેલા ધર્મકથકના યોગે વૈર-વિરોધ થતા નથી, હોય તે પણ શમી જાય છે. વગેરે ધર્મકથા અને ધર્મકથકનો મહિમા ઘણો છે. સુમન ! જે અનુપ્રેક્ષાથી આપણે ધર્મતત્ત્વને સમજવું છે, તે માટે અનુપ્રેક્ષાને સમજવી આવશ્યક હોવાથી પ્રસંગને પામીને સ્વાધ્યાયના પાંચ પ્રકાર અંગે આપણે થોડી વાતો કરી છે. હવે આપણે આત્માના વિકાસમાં પ્રથમ આવશ્યક માર્ગાનુસારિતાનું મહત્ત્વ કેવું છે તે વિચારીશું. ધર્મમિત્ર શ્રેયસુ. ધર્મ અનપેક્ષા • ૧૧૩ Page #131 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારી (અગાધ ચિંતનના પરિપાક સ્વરૂપ આ પત્ર-લેખમાં ઉપકારક શાસ્ત્રોની ગંભીર વાતો ખૂબ જ મનનીય તેમ જ બોધક શૈલીમાં રજૂ થઈ છે. માનવભવ, શુભાશુભ કર્મોનું સ્વરૂપ, માર્ગાનુસારિતા અને ગુણસ્થાનકો વિષેનું જે સ્પષ્ટ વિવરણ આ પત્ર-લેખમાં થયું છે તે અનંતકરુણાનિધાન શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞાના રહસ્યને પાત્ર બનવામાં આપણને ખૂબ પ્રેરક થાય તેવું છે. સં.) સુમન ! અનુપ્રેક્ષાનું મહત્ત્વ તને સમજાયું હશે, કોઈ પણ વિષયના યથાતથ્ય જ્ઞાન માટે અનુપ્રેક્ષા ઘણી જરૂરી છે. સુમન ! આજે હું તને ધર્મ કે જેના વિના ભવભ્રમણ ટળે તેમ નથી જ, તે ધર્મનો માર્ગાનુસારિતા સાથે અને માર્ગાનુસારિતાનો મનુષ્યભવ સાથે કેવો સંબંધ છે, તે અંગે સમજાવીશ. એક વાત તો તારે સમજી લેવી જોઈએ કે, ધર્મ એ આત્માનો સ્વભાવ છે. કહ્યું છે કે, “વત્થલાહવો ધો' અર્થાત્ પ્રત્યેક પદાર્થના સ્વભાવને ધર્મ કહેવાય છે. એ કારણ ધર્મ” એ બહારથી મેળવવાની વસ્તુ નથી, આત્મામાં છે, તેને પ્રગટ કરવાનો છે. પણ તેને પ્રગટ કરવામાં અચેતન એવી પર (બાહ્ય) વસ્તુઓની સહાય વિના ચાલે તેમ નથી. સુમન ! ચાલવાની શક્તિને પ્રગટાવવા ચાલુણગાડીની, ચઢવાની શક્તિ પ્રગટાવવા નિસરણીની, પાચનશક્તિ પ્રગટ કરવા આહારની જરૂર પડે છે, તેમ આત્માના સ્વભાવને પ્રગટ કરવા બીજી બહારની વિવિધ વસ્તુની જરૂર પડે છે. ચારે ગતિમાં મનુષ્યની ગતિને ધર્મ માટે મુખ્ય કહી છે, મનુષ્ય જન્મને ચિંતામણીથી પણ અધિક દુર્લભ, મૂલ્યવાન અને આવશ્યક કહ્યો છે, તેનું કારણ ધર્મને પ્રગટ કરવા માટે જોઈતી બાહ્ય સામગ્રી મનુષ્યભવમાં જ મળી શકે છે. માટે આપણે પ્રથમ એ સંબંધી વિચાર કરીએ. સુમન ! વસ્તુસ્વભાવ છે કે જેને આજના વૈજ્ઞાનિકો (Positive) પોઝીટીવ અને (Negative) નેગેટીવ કહે છે, તેવાં બે તત્ત્વોનો પરસ્પર યોગ મળ્યા વિના કોઈ કાર્ય થતું નથી. નદીની પવિત્ર રેતીમાં પાણીનું પોષણ જોઈતા પ્રમાણમાં હોવા છતાં વનસ્પતિના અંકુરા ઊગતા નથી. ખેતરમાં પણ ધોવાઈ ગયેલી ભૂમિમાં વારંવાર ખાતર મેળવવું પડે છે. ખાતર વિનાની શુદ્ધભૂમિ કે ભૂમિવિનાનું કેવળ ખાતર ધાન્ય પકાવવામાં અસમર્થ છે. એ રીતે ધર્મને પ્રગટ કરવા માટે પણ પોઝીટીવ-નેગેટીવ જેવાં બે તત્ત્વોની જરૂર પડે છે. સુમન ! મનુષ્યની જ મુક્તિ થાય, અન્યગતિએ મુક્તિ ન જ થાય, તેમાં પણ ૧૧૪ • ધર્મ અનુપ્રેક્ષા Page #132 -------------------------------------------------------------------------- ________________ આ જ કારણ છે. અન્યગતિમાં આ બે તત્ત્વોની માફકસરનો પ્રામાણિક યોગ જીવને પ્રાપ્ત થઈ શકતો નથી. - દિવસ અને રાત્રિનો વિભાગ મનુષ્યલોકમાં જ હોય છે. અન્યત્ર કેવળ પ્રકાશ કે કેવળ અંધકાર હોય છે. માતા-પિતાનો કે સ્વજનાદિનો સંબંધ પણ મનુષ્યને જ મળે છે. દેવો, નારકોને માતા પિતા કે સ્વજનો હોતા નથી, તિર્યંચોને માતા પિતાનો સંબંધ હોવા છતાં પ્રામાણિક કાર્યસાધક હોતો નથી, એ અને એવી કેટલીય વિશેષતાઓ મનુષ્યજીવનમાં હોય છે. તેથી તેનો મુક્તિ સાથે ઘનિષ્ટ સંબધ છે તે આપણે પ્રસંગે પ્રસંગે વિચારીશું. સુમન ! ધર્મ અંગે પોઝીટીવ અને નેગેટીવની કાર્યસાધકતા જરા ઊંડાણથી સમજવી પડશે. તે માટે આત્મા, તેને લાગેલી કર્મની વર્ગણાઓ અને શરીર વગેરે ધર્મસાધક બાહ્ય સામગ્રી, એ ત્રણનો પારસ્પરિક સંબંધ કેવો છે ? તે જાણવું પડશે. - સુમન ! ગરમીથી રક્ષણ કરવા શીત ઉપચારોનો અને ઠંડીથી બચવા માટે પ્રમાણોપેત ઉષ્ણતાનો આશ્રય લેવો પડે છે. આહારને પચાવવા માટે પાચનશક્તિની જરૂર રહે છે, તેમ આત્માના પ્રતિ પ્રદેશ લાગેલાં વિવિધ કર્મોના આક્રમણથી બચવા માટે પણ કોઈ રક્ષણની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. : સુમન ! આત્માના પ્રત્યેક પ્રદેશો સાથે અનંતાનંત કર્માણુઓ દૂધ-પાણીની જેમ મળેલા છે. ઉપરાંત આત્માના પ્રદેશો પણ શરીરના અણુઓ સાથે એ જ રીતે મળીને રહ્યા છે. - સુમન ! આત્મા સ્વરૂપે ક્રોધી નથી, પણ ક્રોધ મોહનીય નામનું તેને લાગેલું કર્મ ઉદયને પામીને જ્યારે આક્રમણ કરે છે ત્યારે તેને વશ બનીને જીવ મન, વચન કે કાયાથી ગુસ્સો કરે છે. જો તે પ્રસંગે તેના જીવનના આધારભૂત ઔદારિક શરીરના અથવા બીજા શબ્દોમાં કહું તો તેના મન, વચન અને કાયાના અણુઓ એ ક્રોધની અસરવાળા ન બનતાં ક્રોધનો પરાભવ કરી શકે તેવાં પુણ્ય-પવિત્ર હોય તો જીવ ક્રોધના આક્રમણથી ઉત્તેજીત ન થાય, ગુસ્સો ન કરે. પરિણામ એ આવે કે ઉદય પામેલો ક્રોધ નિષ્ફળ બને અને આત્માના સ્વભાવરૂપ ક્ષમાધર્મ પ્રગટ થાય. એ રીતે વેદમોહનીય નામનું કર્મ ઉદયમાં આવીને આક્રમણ કરે ત્યારે પણ તેનાં મન વચન કાયાનું બળ જો તેનો સામનો કરી શકે તો ઉદયમાં આવેલું વેદમોહનીય કર્મ તેને વિકાર ન કરી શકે. પરિણામ એ આવે કે આત્માનો સ્વભાવગત બ્રહ્મચર્યધર્મ પ્રગટ થાય અને ઉદયમાં આવેલું કર્મ નિષ્ફળ બની છૂટી જાય. સુમન ! બધાં કર્મોને તોડવાનો આ એક જ સાચો ઉપાય છે. માટે તો મન વચન કાયાને યોગ કહ્યા છે. કર્મનો સામનો કરી મોક્ષ સાથે આત્માનો યોગ કરાવે તેને યોગ કહેવાય. ધર્મ અનપેક્ષા • ૧૧૫ Page #133 -------------------------------------------------------------------------- ________________ સુમન ! સમગ્ર શાસ્ત્રમાં કર્મના વિવિધ સ્વભાવનું અને તેનો સામનો કરી શકે તેવા પ્રકારનું મન વચન કાયાનું યોગબળ પ્રગટ કરવાના ઉપાયોનું વર્ણન છે. આ યોગબળથી કર્મોને પરાસ્ત કરવાં, તેને વશ ન થવું એ જ ચારિત્ર છે. એ માટે જ સર્વવિરતિ છે. એ જ મનુષ્ય જન્મ પામેલા આત્માનું મુખ્ય કર્તવ્ય છે. સુમન ! ચોરોથી રક્ષણ કરવા ચોરની જાતિના પણ ચોરનો સામનો કરી શકે તેવા ચોકીદારોની સહાય લેવી પડે છે, તેમ આત્મધનને લૂટનારાં કર્મોના આક્રમણથી બચવા માટે મન વચન કાયાના બાહ્યયોગબળની સહાય લેવી જ પડે. એ રીતે કર્મોને તોડવા માટે તેના આક્રમણને સહી શકે અને કર્મોને નિષ્ફળ બનાવી શકે તેવું મન વચન કાયાનું પુણ્યપવિત્ર યોગબળ આવશ્યક છે. સુમન ! નિશ્ચયથી તો આત્માના જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ એ મુક્તિનો ઉપાય છે, પણ ચોરોથી બચવા ચોકીદારની જરૂર પડે છે તેમ વ્યવહારનયથી કર્મોના શુભાશુભ આક્રમણથી બચવા માટે પ્રારંભમાં બાહ્યયોગબળની મુખ્યતા જણાવી છે. એટલું જ નહિ, સુમન ! સમ્યજ્ઞાનાદિ ગુણોને પ્રગટાવવા માટે પણ આ બાહ્યયોગબળ આવશ્યક છે. એ કારણે તો જૈનાગમમાં બહુધા વિધિનિષેધો બાહ્યયોગબળના પ્રગટીકરણ માટે કરેલા છે. સુમન ! જે વાત તારી બુદ્ધિમાં સ્લરી જ ન હોય, સમજવી દુષ્કર હોય, છતાં સમજયા વિના ચાલે નહિ તેમ ન હોય, તેને સમજાવવા માટે તે તાત્ત્વિક ઊંડાણમાં ઉતર્યા વિના ન ચાલે. આપણે માર્ગાનુસારિતા સંબંધી વિચાર કરવાનો છે, તેનું મહત્ત્વ સમજવું છે, પણ તે કેવો ઉપકાર કરે છે ? કેવી રીતે કરે છે? વગેરે સમજ્યા વિના તેની મહત્તા, ઉપકારકતા અને આવશ્યકતા શી રીતે સમજી શકાય ? ' સુમન ! માર્ગાનુસારિતાનો એકએક પ્રકાર આત્માને કર્મોના આક્રમણથી બચાવી લેનાર એક સફળ બખ્તર તુલ્ય છે. તેની સહાયથી કર્મોને પરાસ્ત કરી શકાય છે. તું સ્થિરબુદ્ધિથી વિચાર કરીશ તેમ તેમ આ તત્ત્વ તને વધુ સ્પષ્ટ સમજાશે. સુમન ! કર્મોને બાંધીને આપણે અહીં આવ્યા છીએ, તેનો ઉદય પણ પ્રતિસમય ચાલુ છે. હવે આપણું કર્તવ્ય તો તેના આક્રમણથી બચવાનું છે. અર્થાત તેને માટે પુણ્યપવિત્ર યોગબળ પ્રગટ કરવું તે છે. સુમન ! કર્મોના આક્રમણનો સામનો કરવો કેવો દુષ્કર છે અને તે કેવી રીતે કરી શકાય, વગેરે સમજવું પડશે. સુમન ! માર્ગે ચાલવું કઠીન નથી, માર્ગે ચડવું ઘણું કઠીન છે. માર્ગ ભૂલેલા મુસાફરને ઉજ્જડ માર્ગે એક ફલાંગ ભૂમિકા પસાર કરતાં જે મુશ્કેલી નડે છે તે માર્ગે ચઢ્યા પછી અનેક ગાઉ સુધી ચાલવામાં પડતી નથી. જે મોટર સીધી સારી સડક ઉપર ૧૧૬ • ધર્મ અનુપ્રેક્ષા Page #134 -------------------------------------------------------------------------- ________________ સેંકડો માઈલ દોડી જાય છે તે પણ ખાડા-ટેકરાવાળી જમીનમાં ભાંગી જાય છે. સુમન ! મુક્તિનો માર્ગ પ્રાપ્ત કરવો દુર્લભ છે. પ્રાપ્ત થયા પછી તેટલી મુશ્કેલી નડતી નથી. રોગીને પાશેર દૂધ પચાવવું દુષ્કર છે. નિરોગીને તે એક પાન ચાવવા જેવું સરળ છે. સુમન ! બાળકને એક રતલ બોજો ભારરૂપ બને છે, યુવાન તેને પગની ઠોકરે ઉડાડી શકે છે. એમ અનાદિ મિથ્યાત્વી જીવને પ્રથમતઃ મોક્ષમાર્ગનો પક્ષ કરવો, અર્થાત્ માર્ગાનુસારિતાનું પાલન કરવું ઘણું દુષ્કર છે. એ માટે મનુષ્યભવ, આર્યદેશ અને ઉત્તમકુળ સાથે ચ૨માવર્તકાળનો સહકાર મેળવવો પડે છે. અનંતા અચરમપુદ્ગલ પરાવર્તનો એટલે અંધનેત્રે માર્ગ વિનાની પર્વતોની આકરી ખીણોમાં પરિભ્રમણ. ચરમપુદ્ગલ પરાવર્ત એટલે મુક્તિમાર્ગનું સામીપ્ય. પણ તેમાં ય પ્રથમ ગુણસ્થાનક એટલે ખીણોમાંથી માર્ગે પહોંચવા માટેની આકરી કેડી. આને માર્ગાનુસારિતા કહી શકાય. તે કેડીને નિર્વિઘ્ને પસાર કરવાથી કાચો રેતાળ ભૂલભૂલામણીવાળો મોક્ષમાર્ગ મળે એને સમ્યગ્દર્શન કહી શકાય. સુમન ! અવિરતિની બેડીઓ પહેરીને રણનો રસ્તો કાપવા જેવો પ્રયત્ન છતાં માર્ગ મળી જવાથી સમ્યગ્દર્શન પામેલો જીવ આખરે મુક્તિને પામે છે. સુમન ! ત્રીજું ગુણસ્થાનક એટલે ઉત્સાહ-નિરુત્સાહનાં ઝોલાં, બીજું ગુણસ્થાનક એટલે થાકેલા જીવનું ભય પામીને પુનઃ ખીણો તરફ પાછું ફરવું. પાંચમું ગુણસ્થાનક એટલે બેલગાડીની કાચી સડકે મુસાફરી. છઠ્ઠું ગુણસ્થાનક એટલે પર્વતનું ચઢાણ. સુમન ! અહીં સુધી તો પ્રમાદના આંચકારૂપ ખાડા-ટેકરા, કાંટા-કાંકરા, ભૂલભૂલામણી, ચોર શ્વાપદોનો ભય વગેરે વિવિધ વિઘ્નો નડે છે. સાતમા ગુણસ્થાનકથી ચૌદમા સુધીનાં અપ્રમત્તદશાનાં ગુણસ્થાનકો એટલે કોઈ પણ વિઘ્નવિનાની સુંદર સીધી પાકી સડક ઉપર ચારિત્રધર્મરૂપ મોટરની મુસાફરી. કોઈ જીવ તો અંતર્મુર્ભૂતમાં જ મુક્તિ મંદિરમાં પહોંચી જાય. વચ્ચે ઉપશમ શ્રેણિનો ઉન્માર્ગ છે; પણ આખરે સાચો માર્ગ મળી જાય છે એટલે એ બહુ જોખમરૂપ નથી. સુમન ! ઘરમાંથી નીકળવું કઠીન છે, નીકળ્યા પછી ચાલવું તેટલું કઠીન નથી. અનાદિકાળથી સ્વાર્થમાં રસીયા બનેલા જીવને સ્વાર્થ છોડવો કઠીન-અતિકઠીન છે. ઉપવાસ ક૨ના૨ને પણ આા-બીડીની આદત છોડવી કઠીન પડે છે, તેમ ૫૨માર્થના કાર્યો કરનારને પણ સ્વાર્થ છોડવો ઘણો કઠીન છે. સુમન ! માર્ગાનુસારિતાના બળે અનાદિ વ્યસનરૂપ બની ગયેલા સ્વાર્થને છોડવાનું સામર્થ્ય પ્રાપ્ત કરી શકાય છે. એ તને હવે પછી સમજાવીશ. આજે તો આટલું પર્યાપ્ત છે. તું આજની વાતોને ચિંતન મનનપૂર્વક વારંવાર અનુપ્રેક્ષા કરીશ તો તને ઘણું જાણવા મળશે. - ધર્મમિત્ર શ્રેયસ્. ધર્મ અનુપ્રેક્ષા • ૧૧૭ Page #135 -------------------------------------------------------------------------- ________________ ન્યાય સંપન્નતા-૧ (ઉન્માર્ગગામિની બુદ્ધિને માર્ગાનુસારિણી બનાવીને શ્રીજિનેશ્વર ભગવાનની આજ્ઞામાં સ્થિર કરવામાં “ન્યાય” કેટલો ઉપકારી છે તેમ જ “અન્યાય” કેટલો અનર્થ જન્માવે છે તે હકીકતનું હૃદયસ્પર્શી વિવેચન આ પત્ર-લેખમાં સરળ તેમ જ બોધક શૈલીમાં કરવામાં આવ્યું છે. સં.). સુમન ! અનુપ્રેક્ષા તને રૂચિકર બની છે, એમ તારી વધતી જતી જિજ્ઞાસાથી સમજી શકાય છે. વસ્તુતઃ જીવનો સમ્યગ્બોધ જેમ જેમ વધે છે, તેમ તેમ જિજ્ઞાસા પણ વધે છે. જાણેલું અલ્પ લાગે, પોતાની અજ્ઞાનતા ઓળખાતી જાય અને મિથ્યા અહંકાર મંદ પડતો જાય, તો સમજવું કે જ્ઞાન પચ્યું છે. લીધેલો આહાર પચવાથી સ્વાથ્ય સુધરે છે અને સાચી ભૂખ જાગે છે તેમ જ્ઞાન પણ પચે છે ત્યારે ઉપશમભાવ પ્રગટે છે અને જિજ્ઞાસા વધે છે. સુમન ! જિજ્ઞાસાની સાચી પૂર્તિ તો પોતાનો જ પ્રકાશ કરી શકે. કિન્તુ એ પ્રકાશ માટે બીજાની પાસેથી જાણવું જરૂરી છે. શ્રીજિનેશ્વરદેવ અને જિનવચનો પ્રત્યે જેટલું બહુમાન વધે તેટલો પ્રકાશ શીધ્ર થાય અને તેટલું જિનવચનનું ગાંભીર્ય સમજાય. સુમન ! સર્વ શાસ્ત્રોનો સાર એ છે કે મિથ્યા અહંકારમાંથી જન્મેલી સ્વાર્થવૃત્તિ સર્વ અનર્થોનું મૂળ છે અને નમસ્કારભાવમાંથી પ્રગટ થયેલી પરાર્થવૃત્તિ સર્વ સંપત્તિનું મૂળ છે. તે સ્વાર્થવૃત્તિને ટાળવા અને પરાર્થવૃત્તિ પ્રગટ કરવા માટેના પ્રારંભિક ઉપાયોને માર્ગાનુસારિતા કહી છે. તેને સમજતાં પહેલાં તેનું મહત્ત્વ જાણવું અનિવાર્ય છે. સુમન ! પરસ્પર અનુવિદ્ધ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમગુ ચારિત્ર એ આત્મગુણો મુક્તિનો માર્ગ છે. એ જ યોગબળ છે, તત્ત્વથી એ જ જાય છે, એ જ ચારિત્ર છે. એ જ આત્મા છે અને એ જ મુક્તિ છે. તેને પ્રાપ્ત કરવા માર્ગાનુસારિતા અતિ આવશ્યક છે. સુમન ! પાયો આગળ વધીને જેમ મકાન બને છે અને બીજ આગળ વધીને વૃક્ષ બને છે, તેમ ક્રમશઃ આત્મશુદ્ધિ સાથે વધતી આ માર્ગાનુસારિતા એ જ મોક્ષમાર્ગ બની જાય છે અને પરાકાષ્ટાએ પહોંચેલી તે જ મુક્તિ બને છે. સુમન ! એ રીતે માર્ગાનુસારિતાનો સુખ (મુક્તિ) સાથે એવો સંબંધ છે કે નાના મોટા, બાહ્ય અત્યંતર કોઈ પણ સુખને પ્રાપ્ત કરવા માટે તેનું પાલન અનિવાર્ય છે. શાસ્ત્રકાર ભગવંતોએ તેનું પાલન કરવાના પાંત્રીસ પ્રકારો જણાવ્યા છે, તેને શાસ્ત્રીય પરિભાષામાં માર્ગાનુસારિતાના પાંત્રીસ ગુણો કહેવાય છે અને તે સર્વમાં “ન્યાયસંપન્ન વૈભવ' એ પહેલો ગુણ છે. ૧૧૮• ધર્મ અનપેક્ષા Page #136 -------------------------------------------------------------------------- ________________ સુમન ! આ “ન્યાયસમ્પન્નવૈભવ” ગુણનું વિધાન કરવામાં શાસ્ત્રકારોનો મુખ્ય ઉદ્દેશ વૈભવ- પ્રાપ્ત કરાવવાનો નહિ, કિન્તુ અન્યાયના ત્યાગપૂર્વક ન્યાયનું પાલન કરાવવાનો છે. સુમન ! સાથે રહેતી એક જ રાજ્યની પ્રજાનું કર્તવ્ય છે કે પોતાના જીવનથી બીજાને બાધા ન પહોંચાડતાં શક્યતા પ્રમાણે સહાય કરવી. બાધા પહોંચાડનાર રાજયનો ગુન્હેગાર બને છે અને યથાશક્ય બીજાને સહાય કરનારો રાજાની મહેરબાનીનું પાત્ર બને છે, પ્રજામાં પણ તે આદર સન્માન પૂજા વગેરેને પામે છે. તેમ જૈનશાસનની પ્રજારૂપે જગતના સર્વ જીવોનું કર્તવ્ય છે કે પોતાના સ્વાર્થને કારણે બીજાને કષ્ટ નહિ આપતાં શક્તિ સામગ્રી અનુસારે બીજાને સુખી કરવા પ્રયત્ન કરવો. બીજાને કષ્ટ આપનાર ધર્મશાસનનો ગુન્હેગાર બને છે તેથી તેના ગુન્હાને અનુસારે કર્મ તેને નાની મોટી શિક્ષા કરે છે. એથી વિપરીત બીજાને યથાશક્ય સુખ આપનારો ધર્મશાસનની મહેરબાની મેળવી શકે છે અને સર્વત્ર આદર સન્માન પૂજા વગેરેને પામે છે. સુમન ! એ કારણે અન્ય જીવને કોઈ પ્રકારે દુઃખમાં નિમિત્ત બનવું તે અન્યાય છે અને સુખમાં નિમિત્ત બનવું તે ન્યાય છે. સુમન ! સકળ જન્તના કલ્યાણ માટેના શુદ્ધ આત્મપરિણામપૂર્વકનું સર્વથા પ્રાણાતિપાતવિરમણ, અર્થાત. અહિંસા, તેને પરમ એટલે સર્વશ્રેષ્ઠ ધર્મ કહ્યો છે અને કોઈ પણ જીવને થોડું પણ દુ:ખ ઉપજાવવું તેને હિંસારૂપ અધર્મ કહ્યો છે, તેનું કારણ એ છે કે હિંસા એ અન્યાય છે અને અહિંસા એ ન્યાય છે. ન્યાય એ સમ્પત્તિ છે એ અન્યાય એ વિપત્તિ છે. સુમન ! કોઈ પણ તને અન્યાય કરે તો તને ઇષ્ટ નથી તેમ કોઈને પણ તું અન્યાય કરે, તેને તે ઈષ્ટ ન જ હોય. સુમન ! સામાન્યતયા તો સર્વ કોઈ ન્યાયને કર્તવ્ય અને અન્યાયને અકર્તવ્ય સમજે છે, પણ ન્યાય શું અને અન્યાય શું ? એ વિવેક દુષ્કર છે. જેની બુદ્ધિ ઉપર અહંકારનું સામ્રાજય વર્તે છે તે પ્રાયઃ ન્યાય-અન્યાયનો સાચો વિવેક કરી શકતો નથી. એ કારણે ન્યાયને સમજવા માટે માર્ગાનુસારિણી બુદ્ધિની જરૂર રહે છે. આ બુદ્ધિ જીવમાં નમસ્કાર મહામંત્રની આરાધનાથી પ્રગટે છે, માટે જ્ઞાનીઓએ સર્વ કાર્યો કરતાં પહેલાં શ્રીનવકારમંત્રના ઉચ્ચારણનો વિધિ જણાવ્યો છે. સુમન ! કોઈ પણ કાર્ય અનેક નિમિત્તોનું બળ મળવાથી સિદ્ધ થાય છે, તે સર્વ નિમિત્તોને બે ભાગમાં વહેંચીએ તો અંતરંગ નિમિત્ત અને બાહ્ય નિમિત્ત એમ બે વિભાગમાં તે વહેંચી શકાય છે. ધર્મ અનુપ્રેક્ષા • ૧૧૯ Page #137 -------------------------------------------------------------------------- ________________ સુમન ! સમજવા માટે જરા ધ્યાન દઈને સાંભળ. એક ગુરુ અને શિષ્ય છે. ગુરુ શિષ્યને ભણાવે છે અને શિષ્ય ભણે છે. આ કાર્યમાં બીજા કારણોને ગૌણ કરીયે તો પણ શિષ્યનો ઉદ્યમ અને બુદ્ધિ તથા ગુરુનો ભણાવવાનો પ્રયત્ન ત્રણ કારણોને માનવા જોઈએ. ત્રણેના યોગ વિના ભણવું દુઃશક્ય છે. સુમન ! આ કાર્યમાં ભણનારનો પ્રયત્ન અને બુદ્ધિ બન્ને કા૨ણ છતાં ‘ગુરુ કૃપાથી હું ભણી શક્યો' એમ માનનાર શિષ્યની બુદ્ધિ માર્ગાનુસારિણી ગણાય છે અને ગુરુની કૃપા ભલે હોય, પણ મારી બુદ્ધિ વિના ગુરુ શી રીતે ભણાવે ? માટે મારી બુદ્ધિથી હું ભણી શક્યો.' એમ માનનારની બુદ્ધિ ઉન્માર્ગગામિની કહી છે. પહેલી બુદ્ધિમાં ન્યાય છે, બીજી બુદ્ધિમાં અન્યાય છે. આ દૃષ્ટાન્તમાં ગુરુ પણ જો શિષ્યના ઉદ્યમ અને બુદ્ધિને મુખ્ય માને અને પોતાના પ્રયત્નને ગૌણ માને તો ગુરુની બુદ્ધિ માર્ગાનુસારિણી અને ‘પોતે ભણાવ્યો માટે જ શિષ્ય ભણી શક્યો' એમ માને તો તે બુદ્ધિ ઉન્માર્ગગામિની ગણાય. કારણ કે તે અહંકારવર્ધક છે. સુમન ! એ જ રીતે સમજ, કે ભણવા-ભણાવવાનો પ્રયત્ન કરવા છતાં શિષ્ય ન ભણી શક્યો. ત્યારે જો શિષ્ય માને કે ગુરુએ તો મારા પ્રત્યે ઘણો ઉપકાર કર્યો, પણ મારી બુદ્ધિ મંદ હોવાથી હું ન ભણી શક્યો, તો તે બુદ્ધિ માર્ગાનુસારિણી અને પોતાની મંદબુદ્ધિને ગૌણ, કરી ‘ગુરુએ ભણાવવામાં લક્ષ્ય ન આપ્યું, માટે હું ન ભણી શક્યો', એમ માને તો તે બુદ્ધિ ઉન્માર્ગગામિની સમજવી. ગુરુ પણ એમ માને કે ‘શિષ્ય જડ હોવાથી ન ભણી શક્યો, મેં તો ઘણા પ્રયત્નો કર્યા'. તો તે બુદ્ધિ ઉન્માર્ગગામિની છે. તેને બદલે એમ માને કે ‘મારી ભણાવવાની કળામાં ત્રૂટિ હોવાથી શિષ્ય ન ભણી શક્યો, કળાવંત ગુરુઓ તો પત્થરને પણ, પલ્લવિત કરી શકે છે, મારામાં એ શક્તિ નથી માટે તે ભણી ન શક્યો' તો એ બુદ્ધિ માર્ગાનુસારિણી છે. એમ સુમન ! માની લે કે એક માણસે કંઈ કુપથ્ય કર્યું અને બિમાર પડ્યો. તેમાં જો તે પોતાની ભૂલને બદલે કુપથ્યનો દોષ આગળ કરે તો તેની બુદ્ધિ ઉન્માર્ગગામિની ગણાય અને ‘મારી લોલુપતા કે અજ્ઞાનતાને કારણે હું બિમાર પડ્યો' એમ માને તો તે માર્ગાનુસારિણી ગણાય. સુમન ! સામાન્યતયા કોઈ પણ શુભ-અશુભ કાર્યમાં પોતે અને બીજા નિમિત્ત હોય છે, તેમાં શુભ કાર્યનો યશ બીજાને આપવો અને અશુભ કાર્યનો દોષ પોતાનો માનવો, એ ન્યાય છે તેથી વિપરીત શુભકાર્યનો યશ પોતે ઉપાડી લેવો અને અશુભનો દોષ બીજાને શિરે મૂકવો તે અન્યાય છે. એક સઘુક્તિ છે, બીજી અસઘુક્તિ છે. એક બુદ્ધિ અહંકારપ્રભાવિત છે. બીજી નમસ્કારપ્રભાવિત છે. એક ભાવશુદ્ધિરૂપ છે બીજી ૧૨૦ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #138 -------------------------------------------------------------------------- ________________ ભાવઅશુદ્ધિરૂપ છે. એક ધર્મ છે. બીજી અધર્મ છે. એક જિનાજ્ઞારૂપ છે, બીજી મોહની આજ્ઞારૂપ છે. સુમન ! અનાદિકાલીન અહંકાર પ્રેરિત બુદ્ધિને કારણે જીવ વિવિધ પ્રકારે અન્યાય સેવતો આવ્યો છે. તેથી જ કર્મનાં બંધનો ચાલુ રહ્યાં છે તેને તોડવાનો એક જ ઉપાય છે ન્યાય ! તેનો આશ્રય લીધા વિના કદાપિ તે સુખી થાય તેમ નથી. માટે સર્વ કાર્યોમાં ન્યાયનો આશ્રય અનિવાર્ય છે. એ કારણે આ ગુણને પ્રથમ નંબરે પ્રરૂપ્યો છે. સુમન ! ન્યાયનાં કાર્યભેદે અને કર્તાનાં ભેદે વિવિધરૂપો છે. તેમાં પ્રથમ સંપત્તિ મેળવવામાં અન્યાયને તજી ન્યાયનો આશ્રય લેવાનું આ ગુણનું વિધાન એ કારણે છે કે ગૃહસ્થજીવનમાં સ્વશ૨ી૨-કુટુંબ-સ્વજન સંબંધીઓ વગેરેના પાલન-પોષણ-૨ક્ષણ કે સુખ માટે ધન મેળવવામાં આવે છે તેને તે દુઃખી કરે છે. ન્યાયથી મેળવેલું જ ધન સુખનું સાધન બની શકે છે માટે તેનું પાલન જરૂરી છે. સુમન ! જે માનવદેહ સર્વયંત્રોનું એક જ યંત્ર છે, અન્ય કોઈ શરીરથી અશક્ય એવાં ધર્મનાં કાર્યો કરવાની જેમાં શક્તિ છે, તેથી જ જેને ધર્મનું મુખ્ય સાધન માન્યું છે, તે શરીરને ન્યાંયી બનાવ્યા વિના અન્ય કાર્યોમાં ન્યાયની રક્ષા કદાપિ શક્ય નથી. સુમન ! તને લાગશે કે જે શરી૨ જડ છે અને સદાય આત્માને ઉન્માર્ગે લઈ જવાના સ્વભાવવાળું છે, તેને ન્યાયી કેમ બનાવી શકાય ? શું તે જડ મટીને ચેતનાવાળું બની શકે ? તેનું સમાધાન એ છે કે ચોરીની વ્યસનવાળો પણ ભીલ જેમ શ્રીમંતની બુદ્ધિને યોગે શ્રીમંતનો પક્ષકાર બની તેની રક્ષા અને તેનાં કાર્યો પણ કરે છે તેમ આત્માનું વિરોધી જડ પણ શરીર (શરીરગત મન અને ઇન્દ્રિયો) માર્ગાનુસારિણી બુદ્ધિવાળા આત્માના પક્ષમાં રહીને તેની રક્ષા અને તેનાં કાર્યો કરી શકે છે. આ કારણે જ મન અને ઇન્દ્રિયોના પ્રશસ્ત-અપ્રશસ્ત એવા ભેદ શાસ્ત્રમાં કહ્યા છે. આત્માનો પક્ષ કરે તેને પ્રશસ્ત અને વિરોધ કરે તેને અપ્રશસ્ત કહેવાય છે. સુમન ! ન્યાયસંપન્નવૈભવનું તત્ત્વથી એ ફળ છે કે તેનાથી પોષાયેલી ઇન્દ્રિયો અને મન આત્માનો પક્ષ કરે છે. આત્માની આજ્ઞાને વશ રહી તેનાં કાર્યો કરી આપે છે. આ વાત સમજવા માટે સૂક્ષ્મબુદ્ધિનો આશ્રય લેવો પડશે. તે તને હવે પછી સમજાવીશ. આજે કરેલી વાતોનું ત્યાં સુધી ચિંતન કરવાથી આગળ સમજવું સરળ થઈ પડશે. આજે તો આટલું બસ છે. ધર્મ અનુપ્રેક્ષા ૦ ૧૨૧ - ધર્મમિત્ર શ્રેયસ્. Page #139 -------------------------------------------------------------------------- ________________ ન્યાય સંપન્નતા-૨ સુમન ! માનવનું શરીર સર્વમંત્રોનું એક અલૌકિક યંત્ર છે. જીવન માટે જરૂરી લૌકિક લોકોત્તર સર્વ કાર્યો કરવાની તેમાં શક્તિ છે, આવડત છે. બીજા કોઈ શરીરથી અશક્ય એવાં ધર્મનાં કાર્યો કરવાની તેની શક્તિને કારણે જ્ઞાનીઓએ તેને ધર્મનું મુખ્ય સાધન માન્યું છે. સુમન ! આ શરીરનું સંચાલક મન છે. મનની પ્રેરણાને આધીન બનેલી ઇન્દ્રિયો તે તે પ્રવૃત્તિ કરે છે. તેથી મનને વશ કરવું જરૂરી છે. મનને વશ કરવું એટલે ન્યાયના પક્ષકાર બનાવવું. સુમન ! મનને ન્યાયના પક્ષમાં જોડવા માટે ન્યાયસંપન્નવૈભવની કેટલી અને કેવી જરૂર છે તે આપણે વિચારીએ. સુમન પ્રત્યેક સંસારી જીવને ત્રણ કુટુંબ હોય છે. એક બાહ્ય અને બે આંતર. તેમાં પ્રત્યક્ષ દેખાતું ભવધારણીય શરીર અને તે શરીર સાથે સંબંધ ધરાવતાં ધન-દોલત, માતા-પિતા, પતિ-પત્ની, ભાઈ-બહેન અને સઘળા સ્વજન-સંબંધીઓ વગેરે જીવનું બાહ્ય કુટુંબ છે. તેનો સંબંધ જીવને એક જ ભવ પૂરતો હોય છે. કારણ કે પ્રત્યેક ભવમાં તે બદલાય છે. સુમન ! તત્ત્વથી જીવનું હિત-અહિત કરવામાં આ કુટુંબ ગૌણ છે. કારણ કે પ્રત્યેક પ્રસંગમાં તે મનને આધીન રહે છે અને મન બે આંતર કુટુંબોમાંથી કોઈ એકને આધીન રહે છે. છતાં સુમન ! મૂઢ પુરુષો આ કુટુંબને પોતાનું સર્વસ્વ માનીને ભૂલે છે. સુમન ! એ ઉપરાંત બે આંતરકુટુંબો પૈકી ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, જ્ઞાન-દર્શન-ચારિત્ર, વિનય, દયા વગેરે પરિવારવાળું એક આંતરકુટુંબ જીવનું હિતસ્વી છે. તે અનાદિ છે, અક્ષય છે, આત્માનાં સર્વહિતકર કાર્યો કરવાનો તેનો સ્વભાવ છે અને તે પ્રગટ-અપ્રગટરૂપે નિત્ય આત્માની સાથે રહે છે. તેને જ્ઞાનીઓ ધર્મકુટુંબ કહે છે. સુમન ! આ કુટુંબનો પ્રાણ ન્યાય છે. ન્યાયના પાલનથી તેનું પોષણ થાય છે અને પુષ્ટ થતાં તે પ્રગટ થઈ આત્માનું હિત સાધે છે. સુમન ! બીજું આંતરકુટુંબ ક્રોધ-માન-માયા-લોભ મોહ, મદ, ઈર્ષા, હિંસા, ભય વગેરે પરિવારવાળું છે. તે જીવનું અહિતકર છે. અનાદિકાળથી જીવનું સહચર છતાં અસ્વાભાવિક હોવાથી કેટલાક ભવ્યજીવો તેના સંબંધને તોડી શકે છે. જ્ઞાનીઓ તેને ૧૨૨ • ધર્મ અનપેક્ષા Page #140 -------------------------------------------------------------------------- ________________ પાપકુટુંબ કહે છે. સુમન ! આ પાપકુટુંબનો પ્રાણ અન્યાય છે.અન્યાય વૃત્તિથી તે પોષાય છે અને પુષ્ટ બનેલું તે આત્માનું અહિત કરે છે. સુમન ! બાહ્ય કુટુંબનું સંચાલક મન જે આંતર કુટુંબના પક્ષમાં જોડાય છે તેની સાથે બાહ્ય કુટુંબ પણ જોડાય છે અને ન્યાય-અન્યાય દ્વારા તે તે કુટુંબને જીવંત બનાવવાનું કાર્ય તે કરે છે. સુમન ! પાપકુટુંબના સંબંધથી છૂટવા માટે ધર્મકુટુંબને પુષ્ટ (જીવંત) કરવું જ પડે. ન્યાયના પાલનથી જ તે પુષ્ટ થાય, કારણ કે ન્યાય તેનો પ્રાણ છે. સુમન ! ન્યાય-અન્યાયનો આધારસ્તંભ મન છે, તેથી ન્યાયનું પાલન કરવા મનને અન્યાયથી રોકવું જ જોઈએ. સર્વ ધર્મશાસ્ત્રકારોએ મનને વશ કરવાનું, અન્યાય પક્ષમાં જતાં રોકવાનું વિધાન કર્યું છે તેનું કારણ તને હવે સમજાશે. સુમન ! મનને અન્યાયથી રોકવામાં આવે તો સર્વ પાપો રોકાઈ જાય છે અને જે પુરુષ મનને અન્યાયથી રોકતો નથી તેનાં સર્વ પાપો વધી જાય છે, એમ જ્ઞાનીભગવંતો કહે છે. * સુમન ! ન્યાયસંપન્નવૈભવ મનને વશ કરવામાં કઈ રીતે સફળ થાય છે, તે સમજવા માટે જડદ્રવ્યો ઉપર મનોવૃત્તિની કેવી અસર થાય છે તે જાણવું જરૂરી છે. સુમન ! મનોવૃત્તિની અસર અચિંત્ય થાય છે. શબ્દવર્ગણાનાં પુદ્ગલો જડ છે, બોલનારના મનોગત ભાવથી તે વાસિત થઈ શ્રોતામાં તેવો તેવો ભાવ પ્રગટ કરે છે. એક માણસ સદૂભાવથી બોલે છે ત્યારે તેના સર્ભાવથી વાસિત થયેલા શબ્દો કઠોર ન હોય તો પણ શ્રોતામાં સભાવ પ્રગટ કરે છે, તે જ માણસ જયારે અસદ્દભાવથી બોલે છે ત્યારે તેના અસદ્ભાવથી વાસિત થયેલા કોમળ પણ શબ્દો શ્રોતાને બાણપ્રહાર જેવી વ્યિથા કરે છે. આહારાદિનાં પુગલો જડ છે, છતાં સભાવથી પીરસાયેલો સૂકો રોટલો પણ મીઠો બને છે, અસદ્ભાવથી પીરસાયેલાં સુંદર પકવાન પણ બેસ્વાદ લાગે છે. આવા અનુભવો પ્રાયઃ સર્વને થાય છે. ઉદારતાથી આપેલો ઓટલો પણ આરામ આપે છે અને તિરસ્કારવૃત્તિથી વાસિત બનેલી કુસુમશૈયા પણ બેચેન બનાવે છે. સુમન ! એ કારણે બુદ્ધિમાન પુરુષો વસ્તુની કિંમત આપનારની મનોવૃત્તિને (ભાવને) અનુસરીને આંકે છે. વ્યાપારીઓ વેચવા-લેવાની વસ્તુના મૂલ્યને “ભાવ” કહે છે તેનું કારણ પણ આ જ છે. ધર્મ અનપેક્ષા • ૧૨૩ Page #141 -------------------------------------------------------------------------- ________________ સુમન ! “પુદ્ગલદ્રવ્ય ભાવનું વાહક છે' એ હવે તને સમજાયું હશે. પરસ્પરના શુભાશુભ ભાવની લેવડ-દેવડ પ્રાયઃ તે તે ભાવથી વાસિત કરેલાં પુદ્ગલ દ્રવ્યોદ્વારા થાય છે. સુમન ! આ પણ એકાંત નથી, કોઈ ઉત્તમ પુરુષને કુવાસના વાસિત પુદ્ગલો પણ દુર્ભાવ પેદા કરવામાં નિષ્ફળ નીવડે છે અને કોઈ નિકૃષ્ટ પુરુષને સદ્ભાવવાસિત પુગલો પણ દુર્ભાવ પ્રગટ કરે છે, પણ તેમાં તે તે જીવની ઉત્તમતા, અધમતા કારણભૂત હોય છે. વસ્તુસ્વભાવ તો સ્વાનુરૂપ અસર પ્રગટાવવાનો છે. એ રીતે સુમન ! ન્યાયવૃત્તિથી મેળવેલો વૈભવ ન્યાયવાસિત બને છે અને અન્યાયવૃત્તિથી મેળવેલો વૈભવ અન્યાયવાસિત બને છે. બીજી વાત એ પણ છે કે વૈભવ મેળવવા ન્યાયનો વિચાર માત્ર કરવાથી પણ પહેલાં કહ્યું તે ધર્મકુટુંબ સ્વસ્થ બને છે અને અન્યાયનો વિચાર કરવાથી પાપકુટુંબ પુષ્ટ બને છે. ધન મળે કે ન મળે પણ ન્યાય કે અન્યાયના પક્ષથી તે તે આંતર કુટુંબોને તો પોષણ મળે જ છે. સુમન ! પરિણામ એ આવે છે કે અન્યાયથી મેળવેલ વૈભવ અન્યાય વાસિત થાય છે, આંતર પાપકુટુંબ પોષાય છે અને તે વૈભવથી મળેલા ભોગો અન્યાય વાસિત હોવાથી ભોગવનારનું મન અને શરીર અન્યાય વાસિત બની પુનઃ પુનઃ અન્યાયનો પક્ષ કરી પાપકુટુંબને પોષે છે. જ્યારે ન્યાયથી મેળવેલો વૈભવ ન્યાયવાસિત બને છે, આંતર ધર્મકુટુંબ પોષાય છે અને ન્યાયવાસિત વૈભવથી મળેલા ભોગો ન્યાયવાસિત હોવાથી ભોગવનારનું મન અને શરીર ન્યાયવાસિત બનવાથી પુનઃ પુનઃ ન્યાયનું સેવન કરી ધર્મકુટુંબને પોષે છે. એ રીતે સુમન ! ન્યાયસંપન્નવૈભવ મનને ન્યાયમાર્ગે જોડવામાં સહાય કરે છે અને ન્યાયના માર્ગે ચઢેલું મન સર્વ કાર્યોમાં બાહ્ય શરીર વગેરેને ધર્મકુટુંબના પક્ષકાર બનાવી સર્વ શુભપ્રવૃત્તિઓનું સાધક બને છે. આ કારણે સુમન ! સર્વ ધર્મશાસ્ત્રકારોએ મનને વશ કરવાનું વિધાન કર્યું છે અને તેના વિવિધ ઉપાયો જણાવ્યા છે. તે સર્વ ઉપાયોનો મૂળભૂત ઉપાય “ન્યાયસંપન્નવૈભવ છે. એના અભાવે બીજા ઉપાયો પ્રાયઃ નિષ્ફળ નીવડે છે. સુમન ! સર્વ પાપવ્યાપારોનો ત્યાગ કરી કેવળ પાપકુટુંબનો સંબંધ તોડવા માટે જીવનને જિનાજ્ઞાથી બદ્ધ કરનાર પૂ. સાધુ-સાધ્વીવર્ગને પણ બેંતાલીસ દોષ રહિત નિર્દોષ (ન્યાય સંપન્ન) આહારાદિ મેળવવાનું વિધાન છે. તેઓ પણ અન્યાયસંપન્ન ૧૨૪ • ધર્મ અનપેક્ષા Page #142 -------------------------------------------------------------------------- ________________ (દોષિત) આહારાદિનો ઉપભોગ કરે તો મનનો વિજય કરી શકતાં નથી, તો વિવિધ પાપપ્રવૃત્તિઓમાં ગૂંથાયેલો ગૃહસ્થ ન્યાયસંપન્નવૈભવ વિના મનનો વિજય કઈ રીતે કરી શકે? અને મનનો વિજય કર્યા વિના પાપકુટુંબના પોષક મનથી કર્મનાં બંધનો કઈ રીતે તોડી શકે ? એ કારણે સુમન ! આજીવિકા મેળવવામાં ન્યાયનું પાલન અનિવાર્ય છે. સુમન ! આપણે ધર્મ-અધર્મ એવા શબ્દોને જાણીએ છીએ. પણ તેના આંતર સ્વરૂપથી અજ્ઞાત છીએ. તેથી આપણે ધર્મનાં કાર્યો કરીએ છીએ પણ ન્યાયનો પક્ષ કરતા નથી. અધર્મનાં કાર્યોથી ડરીએ છીએ પણ અન્યાયના પક્ષથી ડરતા નથી. સુમન ! ધર્મકુટુંબના પ્રાણભૂત ન્યાયની રક્ષા એ જ ધર્મની રક્ષા અને પાપકુટુંબના પ્રાણભૂત અન્યાયનો ત્યાગ એ જ પાપનો ત્યાગ, આ તત્ત્વને આપણે સ્વીકારવું પડશે. - સુમન ! દીક્ષા લીધા વિના મુક્તિ થઈ શકે છે, ન્યાયના પાલન વિના કોઈની મુક્તિ થઈ નથી અને થવાની પણ નથી. મેં કહ્યું હતું કે તત્ત્વદૃષ્ટિએ ન્યાય એ જ મુક્તિનો માર્ગ છે, એ જ યોગબળ છે, એ જ ચારિત્ર, એ જ આત્મા અને એ જ મુક્તિ છે. એ તત્ત્વને તું જેમ જેમ સમજીશ તેમ તેમ તને ન્યાય પ્રત્યે સન્માન જાગશે, અન્યાય પ્રત્યે તિરસ્કાર પ્રગટશે. જીવને અનાદિકાળથી સંસારમાં રખડાવનાર, પુણ્ય પ્રાપ્ત વિવિધ સુખ સામગ્રીને બરબાદ કરનાર, અને એ રીતે વિવિધ દુઃખોની પરંપરા સર્જીને જીવને પીડનાર એક અન્યાય આત્માનો અનાદિ વૈરી છે, એ સત્યને સમજવા માટે કર્મો, તેનો બંધ, બંધનાં કારણો, તેના વિપાકો, વગેરે ઘણું ઘણું જાણવા જેવું છે. તે હવે પછી - ધર્મમિત્ર શ્રેયસુ. ધાર્મિકતાની કસોટી શરીરના દુઃખ કરતાં મનનું દુઃખ વધારે કપરું છે. ધાર્મિકતાની કસોટી ત્રણ રીતે છે: (૧) ઈશ્વરમાં શ્રદ્ધા. (૨) વિષયો પ્રત્યે અનાસક્તિ - વૈરાગ્ય. (૩) જીવ માત્ર પ્રત્યે અનુકંપા. આ ત્રણ ગુણ જેનામાં હોય તેને ધાર્મિક માણસ માનવો. પછી ભલે તે નાનો | હોય કે મોટો. ધર્મ અનપેક્ષા • ૧૨૫ Page #143 -------------------------------------------------------------------------- ________________ ન્યાય સંપન્નતા-૩ (પોતાના સ્વાર્થનો પક્ષ એટલે અન્યાયનો પક્ષ. પરમાર્થનો પક્ષ એટલે ન્યાયનો પક્ષ અન્યાયથી મેળવેલું ધન કદીયે ધર્મ-ધ્યાનમાં સ્થિર ન બનવા દે. સર્વના હિતનો વિચાર ન સ્પર્શે ત્યાં સુધી અન્યાય બરાબર ન ખટકે. ન્યાયને નમવાનો આંતર્ભાવના કેળવવામાં તેમ જ અન્યાયને જાણતા-અજાણતાં પણ આવકાર ન આપી દેવાય તેવી જાગૃતિ ખીલવવામાં, ચિંતનાત્મક આ લેખ, સુંદર માર્ગદર્શન પૂરું પાડે છે. સં.) સુમન ! ન્યાયસંપન્નવૈભવ આત્મધર્મનો પાયો છે, એ આજ પૂર્વે કરેલી વિચારણાથી તને સમજાયું હશે. આત્માનો કટ્ટર શત્રુ અહંભાવ છે, તેના વશીકરણથી જીવ સ્વાર્થી બન્યો છે, જડ, અનિત્ય, પર વસ્તુઓમાં મમતા કરે છે અને એ મમતા જીવને અન્યાયના પંથે ઘસડી જાય છે. માટે અન્યાયથી બચવું હશે તેણે તેના મૂળ કારણને નાબૂદ કરવું પડશે. સુમન ! બાહ્ય શરીરના રક્ષણ-પોષણ માટે જડ પદાર્થોનો ઉપયોગ અનિવાર્ય છે, તેથી તેને મેળવવાનો નિષેધ ન કરી શકાય, પણ જીવને અન્યાયના પંથે દોરી જનારી તે પદાર્થો પ્રત્યેની મમતાને તજ્યા વિના ન્યાયનું પાલન શક્ય નથી અને ન્યાયના પાલન વિના તત્ત્વથી ધર્મ કે તજ્જન્ય સુખ કદી પ્રાપ્ત થઈ શકે તેમ નથી. સુમન ! જગતમાં કંચન અને કામિની એ બે એવાં મોહક તત્ત્વો છે કે સામાન્ય મનુષ્ય તેના સંગને તજી શકે તેમ નથી અને તેનો સંગ સત્ત્વહીન રાગ-દ્વેષી જીવોને ન્યાયથી ચલિત કર્યા વિના રહેતો નથી. પ્રથમ નજરે તો જીવનમાં ધનને અનિવાર્ય માનીને મનુષ્યનું મન ધન મેળવવા તરફ દોરાય છે, પણ પછી તેને મળેલું થોડું પણ ધન રાગ પ્રગટાવી તેના મેળવનારને ગુલામથીય હલકો બનાવી દે છે. તેના થોડા પણ સત્ત્વનો નાશ કરીને દીન બનાવી દે છે અને દીન બનેલો માનવ પછી જીવનમાં ન્યાયને બદલે અન્યાય ભરી દે છે. સુમન ! આ પરિસ્થિતિએ આપણને વારંવાર નીચે પટક્યા છે. કોઈ સુસંયોગને પામીને જીવ થોડું-ઘણું સત્કાર્ય કરે છે, તેનાથી પુણ્યબંધ થાય છે અને તે પુણ્યના ઉદયે તેને ધન વગેરેની પ્રાપ્તિ થાય છે. પણ પ્રાપ્ત થયેલું તે થોડું પણ ધન કે મળેલી બાહ્ય સુખ-સગવડો તેના જીવનમાં નમસ્કારભાવના અભાવે સ્વાર્થપરાયણતા પ્રગટ કરીને વિવિધ પ્રકારે અન્યાય કરાવે છે. એ કારણે સુમન ! નમસ્કારભાવ પ્રગટાવવો અતિ આવશ્યક છે. જ્ઞાનીઓએ એથી જ સર્વ સાધનાઓના સાધ્ય તરીકે નમસ્કારભાવને જણાવ્યો છે. શ્રીપરમેષ્ઠિ નમસ્કાર એ મહામંત્ર હોય, સર્વપાપપ્રણાશક હોય, કે સર્વ મંગળોમાં શ્રેષ્ઠ-પ્રથમ મંગળ ૧૨૬ ધર્મ અનુપ્રેક્ષા Page #144 -------------------------------------------------------------------------- ________________ હોય, તો તેનું કારણ તે તેના સાધકમાં નમસ્કારભાવને પ્રગટ કરે છે તે છે. સુમન ! ઔષધને આપણે રોગ નિવારણ માટે જરૂરી માનીને તેની માત્રામાં લઈએ છીએ અને લેતી વેળા પણ તેનાથી છૂટવાની વૃત્તિ અખંડ રાખીએ છીએ. એ નીતિ ધન મેળવવામાં પણ રાખવી જોઈએ. જીવનનિર્વાહ માટે ધનને અનિવાર્ય સમજીને તે જરૂર પૂરતું મેળવીએ અને મેળવતી વેળા પણ તેનાથી છૂટવાની વૃત્તિ રાખીએ તો અન્યાયથી બચી શકીએ. પણ સુમન ! મમતાના કારણે આપણી જરૂરીયાતોને કલ્પવામાં પણ આપણે અન્યાય કરતા હોઈએ છીએ. અહંભાવને વશ થઈ, “અમુક તો જોઈએ જ, અમુક વિના તો ન જ ચાલે એવી માન્યતા બાંધી આપણા પુણ્યથી પણ અધિક સુખ મેળવવા જ્યારે વલખાં મારીએ છીએ ત્યારે બહુધા આપણે સ્વ-પરને અન્યાય કરતા હોઈએ છીએ. અને છતાં આપણી કલ્પેલી ખોટી જરૂરીયાતોના બહાના નીચે એને ન્યાય માનીને-કર્તવ્ય સમજીને એ ચલાવ્યા કરીએ છીએ. સુમન ! તત્ત્વથી તો માનવ પોતાનાં બાંધેલાં શુભ-અશુભ કર્મોને ભોગવી શકે, સુખ અને દુઃખમાં અહંકાર કે દીનતા વિના જીવી શકે, તેવું શરીર વગેરે તેને મળ્યું હોય છે. માનવનું શરીર પ્રાયઃ એવું હોય છે કે તેને ઓછું કે વધારે, સાદું કે પૌષ્ટિક જે જેટલું આપીયે તેમાં તે ટેવાય છે અને નિર્વાહ કરી લે છે, પણ મોહમૂઢ મન તેમાં માનતું નથી. ગમતું મળવાથી અહંકાર અને ગમતું ન મળવાથી કે અણગમતું મળવાથી દીનતા કરીને તે અન્યાયને માર્ગે જાય છે. આપણી એક માન્યતા છે કે શરીરને અનુકૂળ આહારાદિ મળે તો આરોગ્ય સચવાય, પણ આ માન્યતા અધૂરી છે. ઘણા ભાગે અહંકાર કે દીનતાના અર્થાત્ યથેચ્છ ભોગોને ભોગવવાના મનના વિકલ્પો રોગને પ્રગટાવવામાં વિશેષ ભાવને ભજવે છે. સંતોષી સદા સુખી એ લોકોક્તિમાં આ તત્ત્વ છૂપાયેલું છે છતાં આપણે તેને સમજતા નથી, તેથી મનના વિકલ્પોને શાન્ત કરવાને બદલે ઉલટા તેવા પ્રસંગે વધારી મૂકીએ છીએ અને એમ કરીને અધિક અધિક આપત્તિને નોંતરીએ છીએ. - સુમન ! અનુકૂળતા-પ્રતિકૂળતા એ માત્ર માનસિક મોહજન્ય વિકલ્પો છે, તત્ત્વથી સત્ય નથી. આપણે જાણીએ છીએ કે એક કાળે વિપુલ સુખ સામગ્રી ભોગવનાર પણ પરિસ્થિતિ પલટાતાં પૂર્વની સ્થિતિને ભૂલીને નોકરી પણ પ્રસન્નતાથી કરી શકે છે. એક કાળે નોકરોના બળે જીવનાર નોકરી મળતાં પ્રસન્ન થઈ જાય છે. લેશ પણ ગરમી કે સંકડાશને ઘરમાં નહિ ચલાવી લેનાર પ્રસંગે સખત ભીડમાં ઊજાગરો કરીને ઊભા પગે ધર્મ અનપેક્ષા • ૧૨૭ Page #145 -------------------------------------------------------------------------- ________________ કલાકો સુધી રેલ્વે વગેરેની મુસાફરીમાં અગવડો ભોગવી શકે છે. વિવિધ વાનગીઓથી પણ સંતોષ નહિ અનુભવનાર પરિસ્થિતિને વશ સૂકા રોટલાને પણ પ્રસન્નતાથી આરોગે છે. એક દિવસ પણ પ્રિયજનનો વિયોગ નહિ સહન કરનાર વર્ષો સુધી સ્વજનોથી દૂર દેશાવરમાં જીવન ગુજારી શકે છે. કોઈ તો જેના સ્નેહથી ઘેલો બને છે તેનું મુખ પણ જોવા માગતો નથી. સુમન ! આવું આવું તો આપણે ઘણું જોઈએ છીએ અને અનુભવીયે પણ છીએ. એક કાળે અનુકૂળ હોય તે બીજા કાળે પ્રતિકૂળ બની જવાનાં દૃષ્ટાન્તો ઘણાં મળે છે. અણગમતું-ગમતું અને ગમતુ-અણગમતું બની જાય છે. શું આ બધું માનસિક કલ્પના માત્ર નથી ? અને આ કલ્પનાઓને વશ થઈ ઘણું ખરું આપણે અન્યાયને માર્ગે જતા નથી ? સુમન ! એ કારણે ન્યાયનું તાત્ત્વિક પાલન કરવા માટે આપણે વૈરાગ્યને પ્રગટાવવો પડશે. સ્વાર્થને ગૌણ કરી પરાર્થભાવને પ્રગટાવવો તે વૈરાગ્ય છે. સ્વાર્થને ગૌણ કરવા છતાં પરાર્થભાવને પ્રગટ નહિ કરીએ ત્યાં સુધી અન્યાયનું સર્વથા ઉન્મૂલન નહિ થાય. લોકાચાર કે કુળાચારથી આપણે વ્યવહારમાં ન્યાયનું પાલન કરીશું તો પણ અન્યજીવોના હિતની બુદ્ધિ નહિ પ્રગટે ત્યાં સુધી અન્યાય થવાનો. જે જે કાળે જે જે ક્ષેત્રમાં જે જે જીવમાં સ્વાર્થવૃત્તિ વધે છે અને પરાર્થવૃત્તિ ઘટે છે, તે તે કાળે તે તે ક્ષેત્રમાં તે તે જીવો એક યા બીજી રીતે અન્યાય કરતા હોય છે. એવું પણ જોવા મળે છે કે વ્યવહારમાં ન્યાયને પાળનારો એક સગો બાપ પણ જીવ્હાને વશ થઈ પોતાનાં પ્રિય સંતાનોથી ગુપ્ત રીતે સારી વસ્તુને ખાતો હોય છે. કોઈ પોતાનાં પૂજ્ય માતા-પિતાદિને રોતાં રાખીને યથેચ્છ મોજ કરતો હોય છે, વ્યવહારમાં ન્યાયને સાચવનારો પણ કોઈ નોકર-ચાકરોના નિઃસાસા લઈ પટારો ભરતો હોય છે, કોઈ છતી સંપત્તિએ રોતાંકરગરતાં દીન-દુઃખીયારાઓને તિરસ્કારતો હોય છે, કોઈ ભૂખ્યાં-તરસ્યાં પશુઓ પાસે બળાત્કારે કામ લેતો હોય છે, કોઈ અધિક કમાઈ કરનારો ઓછું રળનારા પોતાના ભાઈઓ વગેરે પ્રત્યે અનાદર કે તિરસ્કાર કરતો પોતાનું આધિપત્ય જમાવતો હોય છે, તો કોઈ નિપુણ્યક જેવો પોતે ન કમાવા છતાં હક્ક માની બીજાની કમાઈનો યથેચ્છ ભોગ કરતો હોય છે. સુમન ! એ સઘળો અન્યાય છે. પરાર્થવૃત્તિના અભાવે વ્યવહારમાં ન્યાયનું પાલન કરનારા પણ કેટલાય માનવોને અન્યાય આવાં વિવિધરૂપોને ધારણ કરીને પોતાને વશ કરે છે. સુમન ! લોભાદિના આભિમાનિક આનંદની ખાતર ન્યાયપૂર્વક પણ ધન મેળવવું તે અન્યાય છે. કુળ તથા ધર્મને અનુરૂપ જીવી શકાય તેટલું ધન હોવા—મળવા છતાં ૧૨૮ • ધર્મ અનુપ્રેક્ષા Page #146 -------------------------------------------------------------------------- ________________ અધિક જરૂરીયાતો કલ્પીને ધન મેળવવું તે પણ અન્યાય જ છે. ઘણી વાર જરૂરીયાતોને નક્કી કરવામાં આપણે આપણા આત્માને છેતરતા હોઈએ છીએ. કેવળ લોભવૃત્તિ અને વિષયોના રાગને પોષવા માટે જરૂરીયાતોનું આરોપણ કરીએ છીએ. તત્ત્વથી ઘણી જરૂરીયાતો આપણે કલ્પી લીધેલી હોય છે. મન ઉપર સંયમ કરીએ તો સંખ્યાબંધ એવી વસ્તુઓને આપણે ભોગવતા હોઈએ છીએ કે જેના વિના ચાલી શકે, વધારામાં મન અને શરીર નિરોગી રહી શકે. સુમન ! બચપણથી આપણને એવું શિક્ષણ મળ્યું છે કે “ધન વધારે તે ડાહ્યો” એથી પણ આપણી બુદ્ધિમાં ન્યાયનું મહત્ત્વ ઘટ્યું છે. વાંદરો અને નીસરણી મળી. એક તો અનાદિકાળથી આપણો અન્યાયનો પક્ષ અને બીજી બાજુ પ્રેરકો પણ અન્યાયના પક્ષકાર, એટલે ન્યાયનું મહત્ત્વ આપણે વિસરી ગયા. અનંત જ્ઞાન અને અનંત ચારિત્રનો (સત્ત્વનો) ધારક આત્મા તુચ્છ નાશવંત ધનને મેળવવા પાછળ ઘેલો બની જાય એ કેટલું અજ્ઞાન ? જ્ઞાની અને સત્ત્વશાળી આત્માને આમ રંક જેવો માની તુચ્છ વસ્તુઓને આધીન બનાવી દેવો તે નાનો-સુનો અન્યાય નથી. આત્માના સત્ત્વને ન જાણવાથી આપણે ધન વગેરેનું મહત્ત્વ આંકડ્યું અને અન્યાયને વશ થયા. તેનો પક્ષ કરીને આજે તો અન્યાય વિના જીવાય જ નહિ એવું મિથ્યા બોલતા થયા. આપણી આ મિથ્યા વાતો સાંભળીને મનુષ્યની સત્ત્વ અને સત્ય પ્રત્યેની શ્રદ્ધા ખૂટતી ગઈ અને અન્યાયે સર્વની ઉપર પોતાનો કબજો જમાવ્યો. એક કાળે અન્યાય પ્રત્યે અતિસૂગ ધરાવનાર આર્ય માનવી આજે અનાર્યની જેમ પ્રત્યેક પ્રવૃત્તિમાં અન્યાય કરીને આનંદ માનવા લાગ્યો. ચોવીસે કલાક ધન વગેરે મેળવવાની ધૂનમાં મનુષ્ય આર્ત અને રૌદ્રધ્યાનથી મનને એવું ભરી દીધું કે તેના મનમાં ધર્મધ્યાનનો અવકાશ જ ન રહ્યો. આત્માને અન્યાયથી બચાવી લેવામાં સમર્થ અને આવશ્યક એવા લોકાચાર, કુળાચાર અને સંયુક્તકુટુંબના વ્યવહારોને અગવડરૂપ માની આચારના અનાદર સાથે વિભક્તકુટુંબ તરીકે જીવવા માટે તે પ્રેરાયો, પરિણામે માતા-પિતાદિ ગુરુવર્ગની સેવા અને આશીર્વાદથી વંચિત રહ્યો અને એક વ્યાધિમાંથી અનેક વ્યાધિઓ પ્રગટે તેમ ધન અને ભોગની પરવશતાથી જીવન અન્યાયની ખાણરૂપ બની ગયું, માનવ માનવ મટીને દાનવ બનતો ગયો, એમ એક પરાર્થવૃત્તિના અભાવે અન્યાયે અગણિત અનર્થોને સરજ્યા. સુમન ! આ અન્યાયની ચૂડમાંથી છૂટવા માટે આપણે અહંભાવને તજવો પડશે. “હું કરું છું, મેં કર્યું વગેરે અહંવૃત્તિ એ જ તત્ત્વથી અન્યાય છે. તે જ વિવિધરૂપો સર્જીને ધર્મ અનપેક્ષા • ૧૨૯ Page #147 -------------------------------------------------------------------------- ________________ માણસને પરવશ કરી દે છે. એક માણસ ધન કમાય છે, તેમાં તેના પુણ્યનો પ્રભાવ કારણભૂત છે. તેથી કમાયેલું ધન વિશેષતયા પુણ્યકાર્યોમાં ખર્ચીને તેનું ઋણ ચૂકવવું જોઈએ. પુણ્યથી મળેલું ધન યથેચ્છ ભોગ-વિલાસમાં ખર્ચવાથી પુણ્યને અન્યાય થાય છે, પરિણામે પુણ્ય તેનો પક્ષ છોડે છે અને તેથી આ જન્મમાં કે અન્ય જન્મમાં તે નિપુણ્યક બની ધન વિના દરિદ્ર કે ભિક્ષુક બની જાય છે. કોઈ પોતાના ધનનો પુણ્યકાર્યમાં વ્યય કરે છે તો પણ અહંકાર કરીને જગતની માતાતુલ્ય ધર્મમહાસત્તાને અને તેને ઓળખાવનારા શ્રીઅરિહંત દેવાદિને અન્યાય કરે છે. જે ધર્મમહાસત્તાના બળે પુણ્યકાર્યો કરીને ધન મેળવ્યું તે જ ધનથી ધર્મમહાસત્તાના કટ્ટર વૈરી અહંકારને પોષવો તેને કોણ અન્યાય નહિ કહે ? એમ સુમન ! અહંકાર એ સર્વોપરિ અન્યાય છે. અથવા સર્વ અન્યાયોનું મૂળ છે. તેનો ત્યાગ કર્યા વિના અન્યાય દૂર નહિ થાય અને ન્યાયનું પાલન પણ નહિ થાય. પણ સુમન ! ન્યાય-અન્યાયની આ વાતો સાંભળીને ગભરાવાનું કોઈ કારણ નથી. અહંકારને તજવો એ દુષ્કર–અતિદુષ્કર છે. તથાપિ ન્યાયના પાલનથી ક્રમશઃ અહંકારનો સમૂલ નાશ કરીને જ આપણે આપણું કાર્ય પૂર્ણ કરવાનું છે. પ્રારંભમાં ભલે આપણે અહંકારને નાશ કરવા જેટલો ન્યાય ન પાળી શકીએ, પણ જ્ઞાનીઓએ કહેલા સ્વામિદ્રોહ, મિત્રદ્રોહ, કુલાચાર વિરુદ્ધ ધન મેળવવું વગેરે અન્યાયના પ્રકારોનો ત્યાગ કરવારૂપ પ્રાથમિક ન્યાયનું પાલન કરતાં ધીમે ધીમે આગળ વધીએ તો છેલ્લે સંપૂર્ણ ન્યાયનું પાલન કરીને–પરાર્થભાવને સાધીને આપણે અહંકારનો સર્વથા નાશ કરી શકીશું. સુમન ! સર્વ અન્યાયોના મૂળભૂત અહંકારનો નાશ કરવા માટે ન્યાયના આધારસ્તંભ પરાર્થભાવની પ્રરૂપણા જ્ઞાનીઓએ કરી છે. તેને લક્ષ્ય બનાવી આપણે ન્યાયનું પાલન કરીએ તો એક દિવસ અહંકારની સામે આપણો આખરી વિજય નિશ્ચિત છે. એથી જ જ્ઞાનીઓએ પ્રથમ ન્યાયસંપન્નવૈભવ ગુણદ્વારા આપણને આગળ વધવાનું ફરમાવ્યું છે. સુમન ! આ ન્યાયસંપન્નવૈભવગુણ આપણા ઉપર કેવા ઉપકારો કરે છે અને એનાથી ઉત્તરોત્તર આત્મશુદ્ધિ કઈ રીતે થાય છે તે પુનઃ આપણે મળીશું ત્યારે વિચારીશું. આજે તો મેં કહી તે વાતોનું પુનઃ પુનઃ ચિંતન કરજે, એટલે વિશેષ વાતો સમજવી સરળ થઈ પડશે. - ધર્મમિત્ર શ્રેયસુ. ૧૩૦ • ધર્મ અનુપ્રેક્ષા Page #148 -------------------------------------------------------------------------- ________________ ન્યાય સંપન્નતા-૪ (વૃત્તિ-અન્યાયના પક્ષમાં ભળે છે તેનાં કેવાં ભયંકર પરિણામ જીવને ભોગવવાં પડે છે તેનું તથા ન્યાયના પક્ષમાં રહે છે તેનું કેવું મંગલમય પરિણામ આવે છે તેનું આ પત્ર-લેખમાં સ્પષ્ટ વિવેચન છે. માર્ગાનુસારિતાના પ્રથમ ગુણરૂપ ન્યાયસંપન્નવૈભવનું ચિંતનાત્મક વિવેચન આ લેખમાં પૂરું થાય છે. સં.) સુમન ! આજ પૂર્વે અનુપ્રેક્ષારૂપે ન્યાયસંપન્નવૈભવ અંગે જે કંઈ વિચાર્યું એથી સારભૂત તને એટલું સમજાયું હશે કે લૌકિક લોકોત્તર કોઈ પણ પ્રવૃત્તિ જો ન્યાયવૃત્તિથી કરવામાં આવે તો તે ધર્મને-આત્મધર્મને (આત્માના સ્વરૂપને) પ્રગટ કરી જીવને નિરુપાધિક સુખનો ભોક્તા બનાવી શકે છે, એથી વિપરીત સારી ગણાતી પ્રવૃત્તિ પણ જો અન્યાયવૃત્તિપૂર્વક કરવામાં આવે તો તે અધર્મનું-મિથ્યાત્વનું (કામ-ક્રોધાદિ જડભાવોનું) પોષણ કરી જીવને ભવમાં ભટકાવે છે. આ કારણે જ જ્ઞાનીઓએ સુખનું મૂળ ન્યાય છે અને દુઃખનું મૂળ અન્યાય છે એમ કહ્યું છે. સુમન ! અન્યાયી પ્રવૃત્તિ કરતાંય અન્યાયવૃત્તિ ભયંકર છે. જ્યાં સુધી મનોવૃત્તિ અન્યાયનો પક્ષ કરશે ત્યાં સુધી બાહ્ય પ્રવૃત્તિમાં ન્યાય નહિ સચવાય, સચવાશે તો પણ થોડા કાળ માટે, અને તે પણ કોઈ કોઈ પ્રવૃત્તિમાં જ. સદૈવ સર્વપ્રવૃત્તિઓમાં ન્યાયનું પાલન કરવા માટે તો મનોવૃત્તિમાં ન્યાયનો પક્ષ જગડાવો પડશે અને તે માટે અહંકાર, સ્વાર્થ અને તેમાંથી પ્રગટેલા કામ, ક્રોધ, મદ, મોહ વગેરે અંતરંગ શત્રુઓને દૂર કરી તેના સ્થાને નમસ્કારભાવ, પરાર્થભાવ અને વૈરાગ્યમૂલક ક્ષમાદિ ધર્મોને પ્રગટાવવા પડશે. સુમન ! જીવનમાં શ્વાસોચ્છવાસ કરતાંય ન્યાયવૃત્તિની આવશ્યકતા ઘણી મોટી છેઃ 'કારણ કે એક શ્વાસોચ્છવાસમાં અસંખ્યાતા સમયો વ્યતીત થાય છે અને તે પ્રત્યેક સમયે જીવ મૂળ સાત કે આઠ કર્મો બાંધ્યા જ કરે છે. આ કર્મબંધ સમયે જો મન ન્યાયના પક્ષમાં હોય તો બંધાતાં તે દરેક કર્મો શુભ બંધાય અને અન્યાયના પક્ષમાં હોય તો તે દરેક કર્મો અશુભ બંધાય છે. એનું પરિણામ એ આવે કે બાંધેલાં તે શુભકર્મોના ઉદયથી જીવને સુખસામગ્રી મળે અને તેને ભોગવતાં સુખનો અનુભવ કરી શકાય. અશુભ કર્મો બાંધ્યા પછી તેના ઉદયે ન ગમે તો પણ દુઃખનાં નિમિત્તો આવે અને તે દુઃખનો અનુભવ કરાવે. સુમન ! એમ શ્વાસોચ્છવાસ બંધ થવાથી એક જ વર્તમાન ભવનો નાશ થાય છે, જ્યારે અશુભ કર્મોના બંધ અને ઉદયની પરંપરાથી વર્તમાન સાથે ભૂત-ભાવિ પણ અનેક જન્મો બરબાદ થાય છે. મહા મહેનતે લાંબા કાળે માનવભવ જેવી ઉચ્ચ કક્ષાને પામેલો ધર્મ અનુપ્રેક્ષા ૦ ૧૩૧ Page #149 -------------------------------------------------------------------------- ________________ જીવ પુનઃ ત્યાંથી નીચે ઉતરતો નારકી, તિર્યંચ અને છેક નિગોદ સુધી પણ પહોંચે છે. સુમન ! અન્યાયવૃત્તિથી જીવ પાંચ પ્રકારનું જ્ઞાનાવરણીય અને નવે પ્રકારનું દર્શનાવરણીય કર્મ બાંધે છે. તેના ઉદયથી તે અજ્ઞાન, મૂર્ખ, જડ, આંધળો-બહેરો, બોબડો-મુંગો, લુલો-પાંગળો-ઠુંઠો થાય છે. તે તે ઇન્દ્રિયો મળતી નથી અને મળે તો પણ તેનાથી શબ્દાદિ તે તે વિષયોનું યથાર્થ જ્ઞાન થઈ શકતું નથી. પરિણામે વિવિધ કષ્ટોને ભોગવતો તે જીવનને નિષ્ફળ પૂર્ણ કરે છે. અન્યાયવૃત્તિથી વેદનીય કર્મ અશાતારૂપે બંધાય છે, તેના ઉદયથી વિવિધ રોગાદિની પીડાઓ સહવી પડે છે. ઔષધોપચારો પણ અકિંચિત્કર બને છે અને ભારભૂત બનેલું જીવન દુઃખપૂર્ણ પસાર કરવું પડે છે. આયુષ્ય પ્રાયઃ નરકગતિનું બંધાય છે કે જે નરક વિવિધ યાતનાઓથી ભરેલી ઘણા લાંબા કાળની જેલ છે. ત્યાંના દુઃખોનું વર્ણન સાંભળતાં પણ હૃદય કંપે છે. કદાચ કોઈ ઉપરના ગુણસ્થાને વર્તતો હોવાથી નરકને બદલે તિર્યંચ, મનુષ્ય કે દેવગતિનું આયુષ્ય બાંધે તો પણ તે ટૂંકું બંધાવાથી તે તે ભવ મળવા છતાં સુકૃત્ય થઈ શકતું નથી, અલ્પ કાળમાં જ મરણને શરણ થવું પડે છે. મોહનીયની-મિથ્યાત્વ, કષાયો અને નોકષાયો એમ સર્વપ્રકૃતિઓનો બંધ થાય છે, તેનો ઉદય થતાં અન્ય શુભ કર્મના ઉદયનો પણ દુરુપયોગ કરાવી તે આત્માને વિવિધ પામવૃત્તિઓમાં ફસાવે છે, જીવની બુદ્ધિમાં વિપર્યાસ કરે છે અને તે વિપર્યાસને વશ તેને વિષયોનો દાસ બનાવી કષાયોનું બળ વધારી મૂકે છે. તેથી તે ઉપકારીઓનો પણ દ્રોહ કરે છે, જડ પ્રત્યે રાગ અને જીવ પ્રત્યે દ્વેષ કરી વેર વધારે છે. ઉપરાંત દેવ, ગુરુ અને ધર્મનો એવો વિરોધ અને વિયોગ કરાવે છે કે અનંતકાળ પછી પણ તેઓનો યોગ થતો નથી, યોગ થાય ત્યારે પણ તે ગમતા નથી, અને એ રીતે જીવનું સર્વદેશીય પતન થાય છે, નામકર્મની સર્વ અશુભ પ્રકૃતિઓનો બંધ થાય છે અને તેના ઉદયથી જીવને નરક જેવી અશુભગતિ, વિકલેન્દ્રિય કે એકેન્દ્રિય જેવી હલકી જાતિ, બધી રીતે ખરાબ-દુઃખદાયી શરીર, અને તેનાં કષ્ટો ઉપરાંત દુર્ભાગ્ય, દરિદ્રતા વગેરે અગણિત એવા દોષો પ્રગટે છે કે તેનાથી વિવિધ યાતનાઓ ભોગવતો જીવ ત્રાહિ ત્રાહિ પોકારતો સંસારમાં રુલે છે. ગોત્રમાં નીચગોત્રનો બંધ થાય છે અને તેના ઉદયથી મનુષ્ય થાય તો ભીલ, કોળી, વાઘરી, ચમાર, ભંગી, હજામ, મોચી, દરજી જેવા હલકા કુળમાં જન્મે છે, દેવ થાય તો પણ કિલ્બિષિક જેવો હલકટ દેવ થાય છે, તિર્યંચમાં પણ કુતરો, બિલાડો, ભૂંડ, ગધેડો, કાગડો, ઘૂવડ વગેરે જાતિમાં જન્મે છે અને સર્વત્ર તિરસ્કારનું પાત્ર બને છે અથવા તો નારકીમાં નારક થઈ અકથ્ય દુઃખો ભોગવે છે. અંતરાય કર્મની પણ પાંચ પ્રકૃતિઓનો બંધ થાય છે, એથી તેના ઉદયે નિધન, કૃપણ, તુચ્છ પ્રકૃતિવાળો બને છે. તેની ઇચ્છાઓ સદૈવ અધૂરી રહે છે, મળેલી પણ સુખસામગ્રીને ભોગવી શકતો નથી અને નિર્વીર્ય તથા નિઃસત્ત્વ બની કોઈ શુભ પુરુષાર્થ કરી શકતો નથી, સર્વત્ર ભયભીત અને ચિંતાતુર રહે છે. ૧૩૨ • ધર્મ અનુપ્રેક્ષા Page #150 -------------------------------------------------------------------------- ________________ સુમન ! અન્યાયવૃત્તિનાં આ પરિણામ તને સમજાવવા પૂરતાં ટૂંકમાં કહ્યાં. તત્ત્વથી તો એક ક્ષણ પણ અન્યાયનો પક્ષ કરનાર જે જે અશુભ કર્મોને બાંધે છે અને તેના ઉદયે જે વિવિધ કષ્ટો ભોગવે છે તેનું યથાર્થ વર્ણન કરી શકાય તેમ છે જ નહિ. જ્ઞાનીઓએ શાસ્ત્રમાં કહેલું વિવિધ કર્મોનું અને તેના વિપાકનું વિસ્તૃત વર્ણન પણ એક સૂચન માત્ર છે. ટૂંકમાં એમ કહી શકાય કે જગતના જીવો દશ્યમાન કે અદશ્ય જે જે દુઃખોને ભોગવે છે તે સર્વ એક અન્યાયવૃત્તિનો પક્ષ કરવાનું પરિણામ છે. એમ સુમન ! અન્યાયવૃત્તિથી મેળવેલા ભોગો અન્યાયવૃત્તિનો પક્ષ કરાવી તેના ફળરૂપે જીવને ઉપર કહા તેવાં દુ:ખદ પરિણામ સર્જે છે. ન્યાયવૃત્તિ અને ન્યાયસંપન્નવૈભવની એ કારણે આવશ્યકતા છે કે ન્યાયવૃત્તિ એ તત્ત્વથી આત્મીયવૃત્તિ છે, સ્વભાવ રમણતા છે, તેથી તેનો પક્ષ કરનારને બંધાતાં સર્વ કર્મો શુભ બંધાય છે. પૂર્વે બાંધેલાં પાપકર્મો પૈકી જ્ઞાનાવરણીયાદિ ઘાતી કર્મો તૂટે છે (ક્ષય-ક્ષયોપશમાદિ ભાવને પામે છે.) અને અશાતાવેદનીયાદિ અઘાતી કર્મો પણ શાતા વેદનીયાદિરૂપે પલટાઈને દુઃખદને બદલે સુખદ બને છે. ટૂંકમાં એમ કહી શકાય કે ત્રણેકાળમાં ત્રણે લોકમાં જગતના જીવો દશ્યમાન કે અદશ્ય જે કોઈ સુખ ભોગવે છે તે સર્વ એક ન્યાયવૃત્તિનું જ ફળ છે. ન્યાયવૃત્તિથી મળેલો ન્યાયસંપન્નવૈભવ અન્યાયવૃત્તિનો નાશ કરી મનશુદ્ધિ દ્વારા આત્માને પણ પવિત્ર બનાવે છે. કર્મોથી મુક્ત કરે છે. - સુમન ! જ્ઞાનીઓએ ધન-સંપત્તિની દાન ભોગ અને નાશ, એ ત્રણ ગતિ કહી છે. પણ તેમાં દાન એક જ તેની સદ્ગતિ છે. આ દાનમાં ન્યાયોપાર્જિતવૈભવનું મહત્ત્વ છે. અન્યાયોપાર્જિત દ્રવ્યના દાનની કિંમત નહિવત્ છે. અલ્પમાત્ર દાનનાં પણ વિશિષ્ટ અને અગણિત ફળો મળ્યાનાં વિવિધ દૃષ્ટાન્તો શાસ્ત્રમાં કહેલાં છે તે પ્રાય: ન્યાયસંપન્નવૈભવના દાનનાં, અથવા દાનવૃત્તિનાં (ન્યાયવૃત્તિનાં) છે. - સુમન ! ન્યાયસંપન્નવૈભવની એક વિશિષ્ટતા એ છે કે તે તેના માલિકને લેશ પણ ચિંતાનું કારણ બનતું નથી. તે સ્વયં પોતાનું રક્ષણ કરે છે, તેને કોઈ ચોરી શકતું નથી, ચોરનાર પોતે ચોરાય છે, અગ્નિ કે પાણીના ઉપદ્રવો પણ તેને નડતા નથી. રાજા તેનું હરણ કરી શકતો નથી, કોઈ અજ્ઞાનથી તેનું હરણ કરે છે તો પણ તેની બુદ્ધિ શુદ્ધ થાય છે અને તે પાછું આપવા પ્રેરાય છે. સાચા શેઠની પાંચશેરી એ કહેવત તેવા દષ્ટાન્તરૂપે સર્વત્ર પ્રચાર પામેલી છે. ઉપરાંત તે તેના માલિકની પણ રક્ષા કરે છે, તેની બુદ્ધિમાં ઔદાર્ય, સંતોષ, નીતિ, સદાચાર વગેરે વિવિધ ગુણોને પ્રગટ કરી જન્મ સુધારે છે અને સદ્ગતિ પ્રાપ્ત કરાવે છે. એથી વિપરીત અન્યાયનું દ્રવ્ય મેળવતાં અને મેળવ્યા પછી પણ ચિંતાનું કારણ બને છે. પોતાનો અને પોતાના માલિકનો પણ નાશ કરે છે. વિવિધ ઉપાયોથી તેની ધર્મ અનુપ્રેક્ષા • ૧૩૩ Page #151 -------------------------------------------------------------------------- ________________ રક્ષા કરવા છતાં કોઈ અગમ્ય રીતે તેના માલિકને નિર્ધન અને દરિદ્ર બનાવી તે ચાલ્યું જાય છે. ચાલ્યું ન જાય અને રહે તો પણ રહે ત્યાં સુધી તેના માલિકની બુદ્ધિમાં લોભ, કૃપણતા, અનીતિ, અસદાચાર વગેરે સ્વ-પર હાનિકારક અનેક દૂષણોને પ્રગટ કરી તેને જીવનભર દુઃખી કરે છે અને ભવાન્તરમાં દુર્ગતિ પમાડે છે. બીજાઓને પણ ચોરવાની, લૂંટવાની વગેરે પાપબુદ્ધિ પ્રગટ કરે છે. સુમન ! પ્રજામાં જ્યારે અન્યાયવૃત્તિ વધી જાય છે ત્યારે રાજ્ય અને રાજા પણ અન્યાયી બને છે. વિવિધ કરોના બહાને પ્રજાના ધનને તે લૂંટે છે અને પ્રજાની અધર્મથી રક્ષા કરવાનું સ્વકર્તવ્ય ચૂકીને અધર્મ વધે તેવા કાયદાઓ કરી પ્રજાના કુળધર્મ અને આત્મધર્મને પણ લૂંટે છે. ન્યાયપ્રિય પ્રજાનો રાજા પણ ન્યાયી બને છે અને તેના રક્ષણ તળે પ્રજા પોતાના ધન અને ધર્મનું રક્ષણ કરી લૌકિક લોકોત્તર ઉભય પ્રકારના હિતને સાધી શકે છે. એથી સુમન ! સુરાજ્યની પ્રાપ્તિ માટે પણ ન્યાયનું પાલન આવશ્યક છે. યથા રાજા તથા પ્રજા' એ લોકોક્તિની જેમ યથા પ્રજા તથા રાજા' એ પણ એક સત્ય છે. અન્યાયી પ્રજા અને ન્યાયી રાજાનો સુમેળ મળતો નથી. એ રીતે સુમન ! ન્યાયવૃત્તિ અને ન્યાયસંપન્નવૈભવ જગતના પ્રાણ છે, સુખ માત્રનો આધાર છે અને ધર્મનું મૂળ છે. તેનું યથાર્થ સંપૂર્ણ વર્ણન કરવું અશક્ય છે. સુમન ! જીવમાં જેમ જેમ સત્ત્વ ખીલે છે તેમ તેમ આ ન્યાયવૃત્તિ અને ન્યાયસંપન્નવૈભવ સુલભ બને છે. સ્વગુણોને જીવનમાં મહત્ત્વ આપવાથી સત્ત્વ ખીલે છે અને ધન વગેરે જડ વસ્તુઓની આવશ્યકતા ઉપર ભાર આપવાથી રજોગુણ અને તમોગુણ પોષાય છે. પરિણામે સત્ત્વગુણ નાશ પામે છે અને જીવ જડપદાર્થોનો દાસ બની અન્યાય કરતો થઈ જાય છે. સંભળાય છે કે એકદા રાજા વિક્રમ સામાન્ય નિદ્રામાં હતો ત્યારે મધ્યરાત્રે એક સ્ત્રી તેના શયનગૃહમાં આવી અને વિક્રમને જગાડ્યો. વિક્રમે પૂછ્યું, કેમ ? કોણ છો ? કેમ આવ્યાં છો ? સ્ત્રીએ કહ્યું, હું લક્ષ્મીદેવી છું, આપની પાસેથી જવા માટે અનુમતિ મેળવવા આવી છું. વિક્રમે કહ્યું, સુખેથી જ્યાં જવું હોય ત્યાં જાઓ ! અને પછી લેશ પણ ચિંતા કર્યા વિના તે પુનઃ નિદ્રાધીન થઈ ગયો. દેવી આશ્ચર્ય પામી, બહાર નીકળી અને વિચાર કરતી ઊભી રહી. થોડી વારે બીજી સ્ત્રી આવી, તેણે વિક્રમને જગાડ્યો અને પોતે કીર્તિ છે એમ કહી જવાની રજા માગી. લેશ પણ દુભાયા વિના વિક્રમે તેને પણ જવાની રજા આપી અને પોતે નિદ્રાધીન થયો. કીર્તિની દશા પણ લક્ષ્મીના જેવી બની ગઈ, તે પણ મુંઝાણી, બહાર નીકળી અને વિચાર કરતી લક્ષ્મીની બાજુમાં ઊભી રહી. વળી થોડી વારે એક દિવ્યવેષધારી પુરુષે વિક્રમના શયનગૃહમાં પ્રવેશ કર્યો. વિક્રમ જાગી ગયો અને સદ્ભાવપૂર્વક પૂછ્યું, કોણ ? સત્ત્વ. અત્યારે કેમ આવવું થયું ? ૧૩૪ • ધર્મ અનુપ્રેક્ષા Page #152 -------------------------------------------------------------------------- ________________ સર્વે ઉત્તર વાળ્યો, હવે આપની પાસેથી જવું છે, અનુમતિ લેવા આવ્યો છું, વિક્રમે કહ્યું, ભલે જાઓ, પણ એમ ન જવાય, થોડીવાર ઊભા રહો. એમ કહી ઓશિકા નીચેથી કટાર કાઢી પોતાના પેટમાં મારવા તૈયારી કરી. સત્ત્વ વિનાના જીવનની શું કિંમત ? એમ કહી જ્યાં મરવા માટે કટાર ઊગામી ત્યાં તુરત સર્વે તેની બે ભુજાઓ પકડી લીધી. પગમાં પડી વિક્રમની ક્ષમા માગી અને નહિ જવાની કબૂલાત આપી. એથી વિક્રમ પ્રસન્ન થયો ત્યારે લક્ષ્મી અને કીર્તિ બને પુનઃ શયનગૃહમાં આવી નમી પડ્યાં. રાજન્ ! ક્ષમા કરો ! સત્ત્વને છોડીને અમે ક્યાંય જઈ શકીએ તેમ નથી. કારણ કે સત્ત્વ જ્યાં રહે ત્યાં જ અમારો વાસ હોય છે, એમ કહી રહેવાની આજ્ઞા માગી. વિક્રમે કહ્યું, તમારી ઇચ્છા ! સુમન ! કહેવાનું તાત્પર્ય એ છે કે લક્ષ્મી અને કીર્તિને વશ પડેલા જીવો સત્ત્વને પોતાના ગુણોને મહત્ત્વ આપી શકતા નથી, તેનો અનાદર કરે છે અને તે જાય છે ત્યારે લક્ષ્મી અને કીર્તિ રાખવા છતાં રહેતી નથી. પછી તેના મોહમાં ફસાયેલો જીવ તેને રાખવા વિવિધ અન્યાયો કરી થાકે છે જીવન પાપથી ભરાઈ જાય છે. જ્યારે સત્ત્વશાળી આત્મા લક્ષ્મી અને કીર્તિની દરકાર ઓછી કરે છે, સત્ત્વને તત્ત્વ માની તેની રક્ષા કરે છે, સત્ત્વને છોડતાં પહેલાં પ્રાણને છોડવા તૈયાર થાય છે અને તેથી સત્ત્વની સાથે રહેનાર લક્ષ્મી અને કીર્તિ તેની દાસીઓ બનીને રહે છે. પરિણામે સમગ્ર લોક પણ તેની સેવા કરવા પ્રેરાય છે. સુમન ! જીવ જ્યારે પોતાના જીવનની સત્ત્વથી રક્ષા કરશે, લક્ષ્મી અને કીર્તિની મહત્તાને ઓછી સમજશે, ત્યારે તે મળશે તે ધન અને કીર્તિ પૂર્ણન્યાયસંપન્ન હશે. તે તેના સર્વ સુખોનું કારણ બનશે. માટે સત્ત્વને મહત્ત્વ આપી તેની રક્ષા કરવી જોઈએ, લક્ષ્મી અને કીર્તિનો મોહ તજવો જોઈએ. ન્યાયસંપન્નવૈભવની પ્રાપ્તિનો એ જ સાચો ઉપાય છે. સુમન ! ટૂંકમાં કહું તો ન્યાય એ જ્ઞાન છે, દર્શન છે અને ચારિત્ર છે. એ વિનય છે, તપ છે, જિનપૂજા છે અને ધર્મનું સર્વસ્વ છે. સત્ત્વથી ન્યાયનું પાલન કરીને મેળવેલું ધન સર્વ સુખોને પ્રાપ્ત કરાવે છે. માટે તેને માર્ગાનુસારિતામાં પ્રથમ ગુણ તરીકે વર્ણવ્યો છે. આ વિષયમાં તું જેમ સૂક્ષ્મબુદ્ધિથી મધ્યસ્થભાવે વિચારીશ તેમ તેમ તને ઘણું તત્ત્વજ્ઞાન પ્રગટ થશે. હવે પછી આપણે “શિષ્ટાચારપ્રશંસા' નામના માર્ગાનુસારિતાના બીજા ગુણ અંગે અનુપ્રેક્ષા કરીશું. - ધર્મમિત્ર શ્રેયસુ. ધર્મ અનુપ્રેક્ષા • ૧૩૫ Page #153 -------------------------------------------------------------------------- ________________ | શિષ્ટાચાર પ્રશંસા-૧ (માગનુસારિતાના બીજા પ્રકાર, શિષ્ટાચારપ્રશંસા વિષયક આ પત્ર-લેખમાં સર્વજીવહિતકર સ્વભાવવાળા ધર્મના સ્વરૂનું અદ્ભુત વર્ણન કરવામાં આવ્યું છે. “આચાર’ એટલે શું? તેની વિશદ છણાવટ છે. સં.) સુમન ! જીવ અનાદિકાળથી જે સુખ માટે પ્રયત્નો કરે છે તેની પ્રાપ્તિના પ્રથમ ઉપાયરૂપ માર્ગાનુસારિતાનો બીજો પ્રકાર શિષ્ટાચાર પ્રશંસા છે. આ ગુણ ન્યાયસંપન્નવૈભવનો અલંકાર છે. તેને સમજવા માટે શિષ્ટ-આચાર-પ્રશંસા એ ત્રણેને જુદા જુદા અને સમુદિત સમજવાની જરૂર છે. સુમન ! આ ગુણમાં “પ્રશંસા વિધેય છે અને શિષ્ટાચાર' અનુવાદ્ય છે. એથી તત્ત્વથી પ્રશંસાને સમજવાની છે, તો પણ જેની પ્રશંસા કરવી હોય તેનું મહત્ત્વ સમજયા વિના તેની પ્રશંસા યથાર્થરૂપમાં થઈ શકતી નથી, માટે પ્રશંસા પૂર્વે આપણે આચારનું મહત્ત્વ વિચારીએ. સંસ્કૃત ભાષાના નિયમ પ્રમાણે “વર' ધાતુને “વર્ગ પ્રત્યય તથા પૂર્વે ' ઉપસર્ગ આવવાથી ‘બા+વાર–નીવાર' શબ્દ બને છે. તેમાં ‘મા’નો અર્થ અભિવિધિ અને મર્યાદા છે, તેથી મર્યાદામાં અને પૂર્ણ ચાલવું તેને આચાર કહેવાય છે. આપણી ભાષામાં “ઇષ્ટ પ્રાપ્તિ સુધી માર્ગે ચાલ્યા કરવું' એ અર્થ થયો. અહીં ચાલવું એટલે વર્તન કરવું એમ સમજવું. કારણ કે આચાર, આચરણ, વર્તન, ચારિત્ર વગેરે શબ્દોનો સમાન અર્થ થાય છે. સુમન ! એ રીતે આચાર શબ્દમાં “માર્ગે-સતત-ચાલવું” એ ત્રણ અંશો છે તેથી અખંડ-સતત વિધિપૂર્વક શુભ વર્તન કરવું. તેને આચાર કહેવાય છે. ધીમી ગતિએ પણ શક્તિ-સંયોગ પ્રમાણે જે પ્રતિદિન માર્ગે ચાલતો રહે તે હજારો માઈલ દૂર રહેલા પણ ઇષ્ટ સ્થાને પહોંચે છે, તેમ પ્રતિદિન યથાશક્ય શુભ વર્તન કરતો રહે તે છેક મુક્તિ સુધી પહોંચી શકે છે. ચાલનાર ભૂલો ન પડે અને કાંટા-કાંકરાથી બચી સુખપૂર્વક ઈષ્ટસ્થળે પહોંચે તે માટે લોકો માર્ગનો આશ્રય લે છે, તેમ ભવમાં ભટકયા વિના નિર્વિદને સુખપૂર્વક મોક્ષમાં પહોંચવા માટે ચારનું પાલન કરવું જોઈએ. આચારના આશ્રય વિના કદી મુક્તિ થતી નથી. જ્ઞાનીઓએ સંસારને અટવી કહી અને તેમાંથી પાર ઉતારનાર આચારને માર્ગ કહ્યો છે. અર્થાત્ આચાર એ મુક્તિપુરીનો માર્ગ છે.' ૧૩૬ • ધર્મ અનુપ્રેક્ષા Page #154 -------------------------------------------------------------------------- ________________ સુમન ! આ આચારરૂપ મોક્ષનો માર્ગ એ જ જીવનું સર્વસ્વ છે. તેનું પાલન કરનારો, ઉપદેશદ્વારા દાન કરનારા, તેના પાલકને સહાય કરનારા જે કોઈ છે તે જ આ જગતમાં સાચા ઉપકારી છે. આપણે શ્રીઅરિહંતદેવ વગેરે પરમેષ્ઠિ ભગવંતોને કે તેઓની આજ્ઞાના પાલક બીજાઓને ઉપકારી માનીએ છીએ, તેનું કારણ તેઓ આ આચારનો ઉપદેશ, પાલન, દાન અને સહાય કરે છે તે છે. સુમન ! આત્માનો શુદ્ધ સ્વભાવ તે તેનો ધર્મ છે અને તેને પ્રગટ કરવાનું સાધન આચાર છે. તેથી કાર્યનો કારણમાં ઉપચાર કરીને આચારને પણ ધર્મ કહ્યો છે. શ્રીજિનેશ્વરદેવોએ જ્ઞાનાચારાદિ પાંચ આચારોનું અને બીજા લૌકિક આચારોનું પણ દાન જગતને કર્યું છે. તેમાં જ્ઞાનાચાર વગેરે પાંચને લોકોત્તર આચારો કહેવાય છે અને તે આચારોને આત્મસાત કરવાની શક્તિને પ્રગટ કરાવનારા દેશાચાર, કુળાચાર, લોકાચાર વગેરેને લૌકિક આચારો કહેવાય છે. પાલન કરનાર વ્યક્તિની અવસ્થાના ભેદે અને વિષયના ભેદે આચારના અનેક ભેદો કહ્યા છે, તો પણ તત્ત્વથી તે સઘળા આચારો મુક્તિના સાધનરૂપ હોવાથી એક જ ધર્મરૂપ છે. અર્થાત્ સઘળા સદાચારો તે ધર્મ છે. સુમન ! અહીં આપણે સદાચારને ધર્મ કહીશું અને એ આચારરૂપ ધર્મનો કેટલો ઉપકાર છે, વગેરે વિચારીશું. . સુમન ! આચારરૂપ ધર્મનો વિશ્વ ઉપર એટલો મોટો ઉપકાર છે કે તેનું વર્ણન પૂર્ણતયા કરી શકાય તેમ નથી. છતાં ટુંકમાં એમ કહી શકાય કે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જાતિમાં ઉત્પન્ન થતા જીવો તે તે જાતિમાં અને તે તે યોનિમાં જીવ્યા છે, જીવે છે, કે જીવશે, તે સર્વ પ્રત્યે ધર્મનો મોટો ઉપકાર છે. કારણ કે સર્વ જીવોને જીવન સામગ્રી આહાર-પાણી-વાયુ વગેરે ધર્મીઓના ધર્મના પ્રભાવે મળે છે અને તેથી આચારધર્મ સર્વ જીવોનો પ્રાણાધાર છે–પ્રાણ છે. સુમન ! કોઈ જીવ આહાર પાણી વાયુ વગેરે વિના જીવી શકે નહિ, પ્રત્યેકને તેની જરૂર રહે, યોગ્ય આહારાદિ ન મળે કે પ્રતિકૂળ મળે તો જીવનનો અંત આવે. ધન, સ્ત્રી, કુટુંબ, કે વસ્ત્ર-પાત્રાદિ વિના જીવી શકાય, પણ માફકસરના આહારાદિ વિના કોઈથી જીવી ન શકાય. સુમન ! પૃથ્વી ઉપર પ્રત્યેક જીવને યોગ્ય આહાર ઉત્પન્ન થાય છે અને મળી રહે છે, તથા લટકતી ખુલ્લી તલવારની જેમ મસ્તક ઉપર ઝઝુમી રહેલાં મરણાંત સંકટો પણ નડતાં નથી, તેમાં એક ધર્મ કારણ છે. જ્ઞાનીઓ કહે છે કે વિવિધ સંકટોથી ભરેલા આ સંસારમાં જીવોનું રક્ષણ કરનાર કોઈ હોય તો બંધુની જેમ સદા સાથે રહેનાર અતિવત્સલ ધર્મ અનુપ્રેક્ષા • ૧૩૭ Page #155 -------------------------------------------------------------------------- ________________ એક માત્ર ધર્મ છે. સુમન ! આ ધર્મના પ્રભાવથી પૃથ્વીની સપાટીથી ઊંચું રહેલું પણ સમુદ્રનું પાણી રેલાઈને પૃથ્વીને ડૂબાવતું નથી. અને તાપથી અતિ તપી જતી પૃથ્વીને વરસાદ આશ્વાસન આપી તૃપ્ત કરે છે. અર્થાત્ ધરમના પ્રભાવે જીવો પૃથ્વી ઉપર રહી શકે છે, જવું આવવું કરી શકે છે અને જીવી શકે છે. અગ્નિનો સ્વભાવ બાળવાનો છે, તે જો તિહુઁ ગમન કરે તો સઘળું બાળી મૂકે, છતાં તેમ થતું નથી અને અગ્નિ ઉર્ધ્વ દિશામાં ગમન કરે છે. વાયુ સ્વેચ્છાચારી છે, તેને રોકવાનું કોઈમાં સામર્થ્ય નથી, તે જો ઊંચે ચાલ્યો જાય તો કોઈ શ્વાસોચ્છવાસ પણ લઈ શકે નહિ, છતાં તેમ બનતું નથી અને વાયુ તિહુઁ ગમન કરે છે. નીચે આધાર વિના અને ઉપર આલંબન વિના પણ જગતનો આધાર પૃથ્વી સ્થિર ટકી રહી છે અને પ્રાણીઓને આધાર આપી રહી છે. જેના પરિભ્રમણથી અનાજ, ઔષધિઓ અને ઘાસ પાકે છે, આરોગ્ય સચવાય છે અને બીજા પણ વિવિધ લાભો જીવોને મળે છે, તે સૂર્ય-ચંદ્ર ધર્મના પ્રભાવે નિયમિત ઉદય પામે છે અને સતત પરિભ્રમણ કરે છે. સુમન ! જો ધર્મ ન હોય તો, તે તે સમુદ્ર, અગ્નિ, વાયુ વગેરેની સહાય મળવાને બદલે ઉપદ્રવો થાય. એક એકમાં એટલી તાકાત છે કે પૃથ્વીનો પ્રલય કરે, કોઈ બચી શકે નહિ. તેમ સૂર્ય-ચંદ્રનું પરિભ્રમણ ન હોય તો આહારાદિ જીવન સામગ્રી મળી શકે નહિ. ધર્મ અને ધર્મીઓનું અસ્તિત્વ અનાદિકાળથી છે અને તેના પ્રભાવે જીવોને તે તે જીવન સામગ્રી મળતી રહે છે, ઉપદ્રવોથી રક્ષણ થાય છે. સુમન ! તને પ્રશ્ન થશે કે અનેક ઉપદ્રવોથી ભરેલો સંસાર છે. જો ધર્મ સર્વના ઉપદ્રવો અટકાવતો હોય તો અગ્નિ, જળ કે દુષ્કાળ વગેરેના ઉપદ્રવો કેમ હોઈ શકે ? તેનું સમાધાન એ છે કે ધર્મ સદાય સર્વનું રક્ષણ કરતો હોય છે, પણ તેનો અનાદર કરીને જીવો પોતે પોતાના અજ્ઞાનથી-મૂઢતાથી ધર્મનો દ્રોહ કરીને સ્વયં દુ:ખી થાય છે. એવા જીવોને પણ તે તે પ્રસંગે ધર્મ તો ઉપકાર કરતો જ હોય છે. જીવ, અજ્ઞાન અને મોહથી ધર્મનો દ્રોહ કરે છે, તો પણ ધર્મ તેના પ્રત્યે ઉપકાર કરતો હોય છે. સુમન ! નવા નવા જન્મો અને નવા નવા કર્મોના ઉદય આખરે તેના જન્મોનો અને સર્વ કર્મનો નાશ કરવા માટે છે, એમ યોગીજ્ઞાની પુરુષો સમજે છે, તેથી ૧૩૮ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #156 -------------------------------------------------------------------------- ________________ તેઓ વિષમ કર્મોના ઉદયમાં અને મરણમાં પણ મુંઝાતા નથી, પ્રસન્ન રહે છે. સામાન્ય જીવો જ્ઞાન અને સત્ત્વરહિત હોય છે, એથી આપત્તિ-સંપત્તિ કે મરણ-જીવન સર્વ પ્રસંગોમાં ગભરાતા અને મુંઝાતા હોય છે. સુમન ! આજે ભલે આપણે ન કરી શકીએ, પણ આખરે તો આપણે એ સત્ત્વ કેળવવાનું જ છે. આપણી જવાબદારી આપણે છોડીને કર્મના ઉદયને શરણે જવાનું જ છે. કર્મ બાંધવા માટે મનસ્વી આપણે તેનો બદલો ભોગવવા તૈયાર નથી રહી શકતા એ આપણો ગુન્હો છે અને એ ગુન્હાની શિક્ષા ભોગવવા માટે આપણે નવા નવા જન્મો લેવા પડે છે. જ્યારે આપણે આપણાં બાંધેલાં કર્મોને સમતાપૂર્વક ગભરાયા કે મુંઝાયા વિના પ્રસન્નતાથી ભોગવી લઈશું ત્યારે આપણું ભવભ્રમણ અટકશે. સુમન ! હિતબુદ્ધિએ પણ શિક્ષા કરવી પડે છે, તેમ કર્યો પણ આપણને પીડે છે તેમાં એ તત્ત્વ સમાયેલું છે. જો એમ ન હોય તો કર્મના ઉદયનો વિરોધ કરવારૂપ આર્ત્તરૌદ્રધ્યાનને તજવાનું અને શુભાશુભ કર્મોના ઉદયમાં સમાધિ કેળવવારૂપ ધર્મધ્યાનને સેવવાનું વિધાન જ્ઞાનીઓ ન કરે. આપણે સૂક્ષ્મબુદ્ધિ અને માધ્યસ્થ્યભાવ કેળવીને તત્ત્વની શોધ કરીશું, ત્યારે આ રહસ્ય સમજાશે. અને ત્યારે જ પરખાશે કે હું મારા અજ્ઞાન અને મોહથી ધર્મનો દ્વોહં કરી રહ્યો છું, છતાં ધર્મ મારી રક્ષા કર્યા જ કરે છે. એમ સુમન ! ધર્મ એ તો ધર્મ જ રહે, કદી પણ આપણી રક્ષાને એ ન છોડે. આપણે ભલે તેનો વા૨ વા૨ દ્રોહ કરીને આપત્તિઓ ઊભી કરીયે, એ તો એનું કાર્ય કર્યા જ કરે છે અને કર્યા જ કરશે. આપણે માનવું જોઈએ કે અનાદિકાળથી ધર્મ મારું રક્ષણ કરી રહ્યો છે અને મને જીવાડી રહ્યો છે. મને ઊંચે લઈ જવાના-સુખી કરવાના પ્રયત્નો તે કરે જ છે. . સુમન ! એ રીતે ધર્મને નહિ પામેલા જીવોનું પણ રક્ષણ અન્ય જીવોના ધર્મથી થાય છે. શાસ્ત્રો કહે છે કે એક પર્યાપ્તા જીવની નિશ્રાયે બીજા અસંખ્યાતા અપર્યાપ્તા જીવો જીવે છે. લોકમાં પણ આપણે જોઈએ છીએ કે એક પુણ્યવંતના પુણ્યના પ્રભાવે અનેક નિપુણ્યક જીવો જીવતા હોય છે. એક જિનેશ્વરદેવની સિદ્ધ અહિંસાના પ્રભાવે જાતિવૈરવાળા જીવો પણ બૈર ભૂલી જાય છે. શ્રીજિનેશ્વરદેવના પુણ્યપ્રાબલ્યથી પ્રગટેલા અતિશયોથી સવાસો યોજન સુધી ઉપદ્રવો ટળે છે, રોગ-મારી-મરકી વગેરે થતાં નથી, વગેરે એક આત્માના ધર્મથી અન્ય આત્માઓને થતા ઉપકારોનાં દૃષ્ટાંતો છે. આ કારણે જ્ઞાની ભગવંતો કહે છે કે ધર્મ અનાથનો નાથ છે, અબન્ધુનો બન્ધુ છે, અમિત્રનો મિત્ર છે અને સમગ્ર વિશ્વ પ્રત્યે વાત્સલ્ય ધરાવે છે. જીવ અજ્ઞાન અને મોહથી આપત્તિઓ ધર્મ અનુપ્રેક્ષા ૦ ૧૩૯ Page #157 -------------------------------------------------------------------------- ________________ સરજે છે અને ધર્મ તે આપત્તિઓને દૂર કર્યા જ કરે છે. સુમન ! જીવ ભલે ગમે તેવા અપરાધ કરે, ગમે તેવી આપત્તિઓ સરજે, પણ ધર્મ એ જીવોમાંથી ઓછામાં ઓછા છ મહિને એક આત્માને તો પણ સુખી કરે જ છે. અર્થાત્ છ મહિને ઓછામાં ઓછો એક જીવ તો મોક્ષને પામે જ છે. સુમન ! સૂર્યની સામે ધૂળ ફેંકનારની આંખો ભલે ધૂળથી ભરાય, સૂર્ય તો તેને પ્રકાશ જ આપે છે. એમ અજ્ઞાની મૂઢ જીવો ભલે ધર્મનું કે ધર્મીઓનું અપમાન કરે, તે તો અપમાન કરનારનું પણ હિત ઇચ્છે છે અને હિત કરતો રહે છે. સુમન ! અપમાનને ગણીને ઉપકાર કરવો છોડી દે તે સાચો ઉપકારી નહિ, ધર્મ સાચો ઉપકારી છે, તે દ્રોહીનું પણ હિત જ કરે. તેની રક્ષા જ કરે. તેને સુધારવાનું કાર્ય કર્યા જ કરે. સુમન ! તને આશ્ચર્ય થશે, આ હકીકતની પાછળ અનેક વિકલ્પો અને તર્કો જાગશે. પણ આશ્ચર્ય પામવાનું કે વિકલ્પો અને તર્કો કરવાનું કોઈ કારણ નથી. એ માટે તારે વસ્તુના સ્વભાવને-સ્વરૂપને સમજવું પડશે. પ્રત્યેક વસ્તુ પોતાના સ્વભાવને છોડતી નથી. ધર્મનો સ્વભાવ જ એવો છે કે સર્વનું કલ્યાણ કરવું. હું તને પૂછું છું કે જે સમગ્ર વિશ્વનું કલ્યાણ ન કરે તે ધર્મ કહેવાય ? અને સર્વજીવોનો હિતકર કહેવાય ? તારે કહેવું જ પડશે કે ન કહેવાય, જો એમ છે તો શ્રીજિનેશ્વરદેવોને જગત્યિતામણિ, જગન્નાથ, જગદ્ગુરુ, જગદ્રક્ષણ, જંગબંધુ, વગેરે કહ્યા છે, તે તેઓ તેવા છે માટે કહ્યા છે અને એ બધાં વિશેષણો તેઓનો ધર્મ જગતને તે તે પ્રકારે ઉપકાર કરે છે માટે જ તેમને આપ્યાં છે. એ રીતે ધર્મ વિશ્વનો ઉપકારક છે. સુમન ! ધર્મનો સ્વભાવ જ એવો છે કે તેનાથી વિશ્વને ઉપકાર થાય. અપકાર ન કરવો તે પણ એક ઉપકારનો જ પ્રકાર છે. ધર્મ કોઈનો અપકાર કરતો નથી, ઉપરાંત અપકારીનો પણ ઉપકાર કરે છે. એ એનો સ્વભાવ છે. આ હકીકત જરા સ્પષ્ટ કરીએ. આપણે માર્ગે ચાલતાં બીજાઓથી બચવા તેને રસ્તો આપીએ છીએ તો જ ચાલી શકીએ છીએ. દાન બીજાને આપીએ છીએ. સેવા બીજાની કરીએ છીએ, અહિંસા માટે અન્ય જીવોને મારતા નથી, જીવાડવાના શક્ય પ્રયત્નો કરીએ છીએ, વીંછી કરડે અને પકડાય તો પણ મારતા નથી, કોઈ મારે તો મારવા દેતા નથી, મારે તો પાપ માનીએ છીએ. ક્રોધીને પણ ક્ષમા આપીએ છીએ, અભિમાનીની પણ દયા ચિંતવીએ છીએ, આપ્નો અનેક પ્રકારે આપણે ધર્મ કરીએ છીએ તેનાથી તે તે વ્યક્તિઓને ઉપકાર થાય છે કે નહિ ? થાય છે તો એ ઉપકાર આપણા ધર્મથી તેને થાય છે, એમ માનવું જોઈએ. ૧૪૦ • ધર્મ અનુપ્રેક્ષા Page #158 -------------------------------------------------------------------------- ________________ સુમન ! આ તો સામાન્ય હકીકત કહી. તત્ત્વથી ધર્મના પ્રાણસ્વરૂપ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ, એ ચારે ભાવનાઓ પરસાપેક્ષ છે. વિશ્વના સર્વજીવોના હિતની ચિંતા અને દુઃખમુક્ત કરવાની ભાવના તે મૈત્રી, યથાર્થ તાત્ત્વિક ગુણને પામેલા ગુણવંતોના ગુણનો પક્ષપાત તે પ્રમોદ, દુઃખીઓનાં દુઃખના પ્રતિકારની બુદ્ધિ તે કરુણા અને આરોગ્ય–સુધરી ન શકે તેવા જીવોની ઉપેક્ષા તે માધ્યચ્ય. આ ચારે ભાવનાઓ જો પરના હિતરૂપ છે અને એ ધર્મનો પ્રાણ છે તો ધર્મ સર્વ જીવોનું હિત કરનાર છે, એમ માનવું જ જોઈએ. સુમન ! અંધ સ્વયં સૂર્યના પ્રકાશને પામતો નથી, પણ દેખતા મનુષ્ય દ્વારા સૂર્યનો પ્રકાશ તેને ઉપકાર કરે છે. ઉદાહરણ તરીકે આપણને માર્ગે ચાલતાં કોઈ અંધ મળે, તે આપણને ન દેખી શકે, પણ આપણે સૂર્યના પ્રકાશના બળે તેને દેખી શકીએ, અને તેને તેના માર્ગે ચાલવા દેવા માટે બાજુના માર્ગે આપણે ચાલીએ. એથી એ અથડાતો બચી જાય. સુમન ! સૂર્યનો પ્રકાશ ન હોય તો આપણે તેને બચાવી ના શકીએ. એ રીતે જેમ આપણા દ્વારા સૂર્યના પ્રકાશથી તેને ઉપકાર થાય છે, તેમ ધર્મીદ્વારા ધર્મ અધર્મીઓને પણ ઉપકાર કરે છે. વળી સુમન ! મન વિનાના જીવોને ધર્મ હોય નહિ, કારણ કે ધર્મનો આધાર મન છે. છતાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના અસંજ્ઞી જીવો ઊંચે આવે છે, તેમાં કાળ, સ્વભાવ, ભવિતવ્યતાદિ કારણો છતાં ધર્મીઓના ધર્મનો પ્રભાવ વિશિષ્ટ કારણરૂપ છે. કારણ કે ધર્માજીવો અન્ય સર્વજીવોના કલ્યાણની ભાવનાવાળા હોય છે. તેઓની એ ભાવનારૂપ ધર્મના બળે અન્ય જીવો ઊંચા આવે છે. જો એમ ન હોય, એક ધર્મીની ભાવના બીજાને ઉપકાર ન કરતી હોય તો આપણે શ્રીઅરિહંત ભગવંત વગેરે પરમેષ્ઠિઓને કે બીજા પણ ધર્મ આરાધકોને ઉપકારી કઈ રીતે માની શકીએ ? એમ માતા-પિતાદિની પણ શુભ લાગણીઓ આપણા હિતને ન કરતી હોય તો તેઓનો ઉપકાર કયા કારણે માનીએ? - સુમન ! જિનભક્તિને મુક્તિની દૂતી કહી છે. એ ભક્તિના પ્રભાવે જીવ મોક્ષ માટે પ્રયત્ન કરી શકે છે અને જિનાજ્ઞાને પાળી શકે છે. ભક્તિ ન હોય તો તેઓની આજ્ઞા પાળી શકાય નહિ. આ ભક્તિ પણ જીવમાં તેઓની કલ્યાણકર વિશ્વહિતકર ભાવનાને બળે જાગે છે. તેઓની એ ભાવના એટલે વિશ્વને સર્વથા દુઃખમુક્ત કરી શાશ્વત સુખની પ્રાપ્તિ કરાવવાની ભાવના. ક્ષમાદિ ધર્મો અને આ ભાવનામાં ભિન્નતા નથી, અપેક્ષાએ તે બધા ધર્મસ્વરૂપ છે અને તે ભાવનાથી આપણને લાભ થયો જ છે. ધર્મ અનુપેક્ષા • ૧૪૧ Page #159 -------------------------------------------------------------------------- ________________ “હે જિનેશ્વરદેવ ! આપના પ્રસાદથી જ હું આટલે ઊંચે આવ્યો છું અને એ પ્રસાદથી જ આગળ વધી શકવાનો છું. માટે હવે મારી ઉપેક્ષા ન કરશો !” એમ શ્રીવીતરાગ સ્તોત્રમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજા પ્રભુને વિનવે છે.૧ સુમન ! એમ વિવિધ રીતે તું સમજી શકીશ કે ધર્મ વિશ્વનો આધાર છે, તેનો પ્રાણ છે તેનું સર્વસ્વ છે. એ ધર્મ આચારમાં રહેલો છે અને આચારનો વારસો ક્રમશઃ આપણા સુધી આવ્યો છે. પૂર્વ પુરુષોએ, શ્રીજિનેશ્વરદેવોએ સર્વ જીવના હિત માટે કરેલું આ આચારરૂપ ધર્મનું દાન, શક્ય પ્રયત્નોથી સાચવ્યું છે, આપણને વારસામાં આપ્યું છે અને આપણે તેનું પાલન કરી ભાવિ પેઢીને આપવાનું છે. મનુષ્ય જીવન પામીને કોઈ મુખ્ય કાર્ય કરવાનું હોય તો સર્વજીવોના પ્રાણસ્વરૂપ આ આચારોનું પાલન કરવાનું છે અને ભાવિ પેઢીને એ સોંપવાનું છે. તે માટે પ્રશંસાની કેટલી જરૂર છે, આચાર અને પ્રશંસાનો પરસ્પર કેવો સંબંધ છે, શિષ્ટપુરુષોનો આચારની રક્ષામાં કેવો ફાળો છે ? વગેરે હવે પછી વિચારીશું. તે પહેલાં આજે કરેલી વાતોનું ચિંતન કરીશ તો આચારનું મહત્ત્વ અને ઉપકારો કેટલા છે તે તને જરૂર સમજાશે. સુમન ! દરેક વસ્તુને સમજવામાં સમજનારની દૃષ્ટિની મુખ્યતા છે. એથી કદાચ તને આજની વાતોમાં તર્ક-કુતર્ક થશે પણ કૃતજ્ઞતા ભક્તિ વગેરે ગુણોને પ્રગટાવવા હશે, તો પ્રત્યેક ભાવોને ગુણાનુરાગની દષ્ટિએ સમજવા પડશે. ધર્મના ઉપકારોને સમજવા માટે અને કૃતજ્ઞતા કેળવવા માટે આપણી યોગ્યતાની વાતને ગૌણ કરીને ધર્મના પ્રભાવનું મહત્ત્વ સ્વીકારવું જ જોઈએ. આ જે વાતો કહી છે તેમાં સર્વત્ર જીવની યોગ્યતાને સ્થાન છે જ. છતાં સર્વજીવોના અનન્ય આધારરૂપ આચારને જગતમાં જીવતા રાખવા હોય તો જે જે અપેક્ષાએ તેનું મહત્ત્વ છે, તે તે અપેક્ષાને મુખ્ય બનાવીને તેનું મહત્ત્વ વિચારવું જોઈએ. અને એ દૃષ્ટિએ તું વિચારીશ તો મેં કહ્યું છે તેનાથી પણ કઈ ગુણું અધિક આચારનું મહત્ત્વ તને સમજાશે. - ધર્મમિત્ર શ્રેયસુ. ૧. મવપ્રસનૈવામિયત પ્રાપિતો મુવમ્ | औदासीन्येन नेदानीं तव युक्तमुपेक्षितुम् ॥ વી. સ્તોત્ર પ્ર. ૧૬ : શ્લો. ૮ ૧૪૨ • ધર્મ અનપેક્ષા Page #160 -------------------------------------------------------------------------- ________________ શિષ્ટાચાર પ્રશંસા-૨ (માર્ગાનુસારિતાનાં બીજા ગુણરૂપ “શિષ્ટાચારપ્રશંસાના “શિષ્ટ' શબ્દની અંશથી પણ જે સ્પષ્ટતા આ લેખમાં થઈ છે તે શિષ્ટપુરુષોના ઉપકારના સ્વીકારરૂપ કૃતજ્ઞતા અને ભક્તિરૂપ વિનય સંબંધી અગત્યની તાત્ત્વિક સામગ્રી પૂરી પાડે છે. સં.) સુમન ! ન્યાયસંપન્નવૈભવ શિષ્ટાચારના પાલનથી પ્રાપ્ત થાય છે. અથવા ન્યાયસંપન્નવૈભવનું ફળ શિષ્ટાચારની પ્રાપ્તિ છે. માટે માર્ગાનુસારિતાનો બીજો ગુણ શિષ્ટાચારની પ્રશંસા કહ્યો છે. તેમાં શિષ્ટાચારના પાલનરૂપ આચારધર્મનું મહત્ત્વ કંઈક માત્ર ગઈ વખતે તને જણાવ્યું હતું. તેનું ચિંતન તે કર્યું હશે અને આચારધર્મ એ જીવોનું સર્વસ્વ છે. એ તત્ત્વ તને સમજાયું હશે. સુમન ! દેવદુર્લભ માનવજીવનની સફળતા સર્વજીવોના એક માત્ર પ્રાણાધારરૂપ આચારધર્મની રક્ષામાં છે કારણ કે પ્રત્યેક સદાચારમાં જીવોનું કલ્યાણ કરવાની અચિંત્ય શક્તિ છૂપાયેલી છે અને તેથી સદાચારનો રક્ષક યા પાલક તત્ત્વથી અન્યજીવોનું કલ્યાણ કરે છે. એ જ તેનું મોટામાં મોટું અને શ્રેષ્ઠ કર્તવ્ય છે. મોટો ઉપકાર છે. સુમન ! આજે આપણે શિષ્ટાચારનું મહત્ત્વ સમજવા માટે “શિષ્ટ' અંશનો વિચાર કરીશું અહીં “શિષ્ટ' એટલે જેઓએ સદાચારી અને જ્ઞાનવૃદ્ધ (વિશિષ્ટ અનુભવી) એવા ગૃહસ્થ વડીલો જેવા કે માતા-પિતા વિદ્યાગુરુઓ કે જ્ઞાતિ-સમાજ વગેરેના અગ્રેસરો પાસેથી, તથા ત્યાગી વિરાગી જ્ઞાની પરહિતકારી એવા ધર્મગુરુઓ પાસેથી, તેઓનો વિનય અને સેવા કરવાપૂર્વક હિતશિક્ષા પ્રાપ્ત કરી હોય તેવા પુરુષો. આવા પુરુષોએ સદાચારનો વારસો મેળવ્યો છે અને પોતાની પછીના જીવોને આપ્યો છે. એમ સર્વ જીવોના સુખના એક અનન્ય સાધનરૂપ સદાચારોનો પ્રવાહ અખંડ વહેવડાવવામાં આ શિષ્ટ પુરુષોનો અમૂલ્ય ફાળો છે. - સુમન ! શ્રીજિનેશ્વરદેવો સુખ પ્રાપ્તિના ઉપાયોનો ઉપદેશ કરે છે. તેને શિષ્ટપુરુષો ઝીલે છે અને તેનું યથાશક્ય પાલન કરવા પૂર્વક અન્ય જીવોને વારસારૂપ આપે છે. એ રીતે શિષ્ટાચારનું અસ્તિત્વ શિષ્ટપુરુષોને આભારી છે, તેથી શિષ્ટાચારનું જેટલું મહત્ત્વ છે તેટલું કે અપેક્ષાએ તેથી પણ અધિક મહત્ત્વ શિષ્ટ પુરુષોનું છે. તેઓનો જગત ઉપર આ અસાધારણ ઉપકાર છે કે તેઓએ શિષ્ટાચારનું દાન કર્યું છે. આપણે સૌ ધર્મ અનુપ્રેક્ષા ૧૪૩ Page #161 -------------------------------------------------------------------------- ________________ તેઓના ઋણી છીએ. સુમન ! મનુષ્યના દેહની અપવિત્રતાના યોગે પ્રતિદિન ઊકરડા સર્જાય છે અને તેની દુર્ગંધથી હવામાન બગડતું રહે છે. તેની અસરમાંથી બચવા બીજી બાજુ બાગબગીચામાં ફૂલઝાડોનો ઉછેર કરવામાં આવે છે અને તેના આલંબનથી આરોગ્ય રક્ષણ કરાય છે. એ રીતે અનાદિકાળથી સંસારી જીવોની અપવિત્રતારૂપ કામ-ક્રોધ-મદ-મોહમાયા-લોભ-ઇર્ષ્યા-અહંકાર વગેરે દોષોથી જગતમાં દૂષિત વાતાવરણ સરજાતું રહે છે અને તેની અસરથી અન્યાન્ય જીવો પાપપ્રવૃત્તિમાં પ્રેરાય છે. તેની સામે શિષ્ટપુરુષોના આચારો—જેવા કે વૈરાગ્ય, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, પ્રેમ, વાત્સલ્ય, પરોપકારવૃત્તિ, વગેરેનું પવિત્ર વાતાવરણ અનેક જીવોને પાપપ્રવૃત્તિથી બચાવે છે. અપવાદ તરીકે અલ્પજીવોને બાદ કરતાં ત્રણે કાળમાં જે કોઈ જીવો સદાચારનું પાલન કરી શક્યા છે, કરે છે કે ક૨શે, તે સર્વના ઉપર આ શિષ્ટપુરુષોનો વિશિષ્ટ ઉપકાર છે. કારણ કે તેઓના જીવનનો અચિંત્ય પ્રભાવ તેમાં કારણભૂત છે. સુમન ! માતા-પિતા કે તેવા અન્ય પાલકની સહાય વિના જેમ બાળકનો ઉછેર થાય નહિ, તેમ શિષ્ટપુરુષોના આલંબન વિના કોઈ શિષ્ટાચારને પ્રાપ્ત કરી શકે નહિ. સુમન ! એ કારણે શિષ્ટપુરુષોના ઉપકારને સ્વીકારવો જોઈએ. તત્ત્વથી જે શિષ્ટપુરુષોના ઉપકારને માને છે, તેઓ પ્રત્યે કૃતજ્ઞતા ધારણ કરે છે અને તેઓના વિનય-બહુમાન-સેવા કરે છે, તે જ ધન્ય પુરુષ સદાચારને પ્રાપ્ત કરી શિષ્ય બની શકે છે. એ કારણે જ જ્ઞાનીઓએ વિનયને મોક્ષનું મૂળ કહેલ છે માર્ગાનુસારિતાનો પણ એક પ્રકાર ‘વૃત્તસ્થજ્ઞાનવૃદ્ધાનાં પૂનઃ' અર્થાત્ ‘સદાચારી જ્ઞાનવૃદ્ધ પુરુષોની સેવા-પૂજા કરવી’ એ પ્રમાણે કહ્યો છે. તેમાં પણ એ જ હેતુ છે કે કોઈ પણ ગુણની પ્રાપ્તિ ગુણીના વિનય બહુમાન અને સેવા વગેરેથી જ કરી શકાય છે. સુમન ! તત્ત્વથી આવા શિષ્ટપુરુષો એ માતા-પિતા-ગુરુ-બંધુ-મિત્ર વગેરેની ઉપમાને ધારણ કરે છે અને તેઓના આચારો એ જ મનુષ્યનું સાચું ધન છે. શિષ્ટપુરુષોના ઉપકારોનું શત-સહસ્રમુખે ક્રોડો કલ્પો સુધી વર્ણન ક૨વા છતાં પૂર્ણ થાય તેમ નથી. ચારે ગતિમાં મનુષ્યગતિને સર્વાધિક માન મળ્યું હોય, તેને કામધેનુ, કલ્પવેલી કે ચિંતામણિથી પણ અધિક મહત્ત્વ આપ્યું હોય તો તે આ શિષ્ટાચારને કારણે છે અને તેના દાતા શિષ્ટપુરુષો છે. જે શિષ્ટાચારોના અભાવે મનુષ્યભવ વિવિધ ૧૪૪ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #162 -------------------------------------------------------------------------- ________________ અનર્થોનું કારણ બને છે અને શિષ્ટાચારયુક્ત મનુષ્યભવ બાહ્ય-અત્યંતર સર્વ સંપત્તિનું કારણ બને છે. એ શિષ્ટાચારના પાલક અને દાતા શિષ્ટ પુરુષોના ઉપકારોનું વર્ણન સુમન ! કયા શબ્દોમાં કરી શકાય ? સુમન ! જે શિષ્ટાચારના બળે મનુષ્ય પોતાના જીવનને સ્વ-પર હિતકર બનાવી શકે છે, તે શિષ્ટાચારની પ્રાપ્તિ અને પાલન મનુષ્ય કરી શકે છે માટે જ તેનો મોક્ષ થઈ શકે છે. સુમન ! શિષ્ટાચારનું પાલન કરનારા શિષ્ટપુરુષો દાનાદિ ધર્મના પાલક અને પ્રચારક છે. કારણ કે શિષ્ટાચારનું પાલન એ સર્વશ્રેષ્ઠ દાન છે, એ શિયળ છે, એ તપ છે અને એ જ તત્ત્વથી ભાવ છે. શાસ્ત્રોમાં દાનાદિ ચાર પ્રકારના કે ક્ષમાદિ દશ પ્રકારના ધર્મનું જે કોઈ વર્ણન કર્યું છે તે સર્વ તત્ત્વથી શિષ્ટાચારરૂપ છે. - તો પણ અહીં લોકાપવાદનો ભય, દીન દુઃખીયાઓનો ઉદ્ધાર કરવાની વૃત્તિ, કૃતજ્ઞતા, સત્કાર્યોને અંગે દાક્ષિણ્ય, સર્વની નિંદાનો ત્યાગ, સાધુ-શિષ્ટપુરુષોની પ્રશંસા, આપત્તિમાં દીનતાનો અભાવ, સંપત્તિમાં સવિશેષ નમ્રતા, પ્રસંગે અલ્પભાષણ, વચનમાં પરસ્પર અવિસંવાદ, પ્રાણાન્ત પણ અંગીકાર કરેલી પ્રતિજ્ઞાનું પાલન, કુળાચારનું પાલન, અસદ્ વ્યયનો ત્યાગ, સર્વક્રિયા યોગ્ય દેશકાળે કરવી, ઉત્તરોત્તર શ્રેષ્ઠ કાર્યો કરવાનો આગ્રહ, પ્રમાદ-દુર્વ્યસનનો ત્યાગ, લોકાચારનું પાલન, સર્વત્ર ઔચિત્યનું પાલન અને પ્રાણાન્ત પણ ગહિત કાર્ય ન કરવું, વગેરે સર્વજન સામાન્ય શિષ્ટાચારોની પ્રશંસાને અંગે વિચારવાનું છે કે જે શિષ્ટાચારો સર્વ ગુણોના આધારભૂત છે. - સુમન ! આ શિષ્ટાચારો અને માર્ગાનુસારિતાના ગુણો તત્ત્વથી અભિન્ન છે. એટલે માર્ગાનુસારિતાના વર્ણનમાં એ સર્વ આચારોનું મહત્ત્વ સમજાશે. અહીં તેની પ્રશંસાને ગુણ કહ્યો છે. તેથી આપણે પ્રશંસાને અંગે વિચારવાનું છે. તે હવે પછી વિચારીશું. : - ધર્મમિત્ર શ્રેયસુ. ધર્મ અનપેક્ષા • ૧૪૫ Page #163 -------------------------------------------------------------------------- ________________ શિષ્ટાચાર પ્રશંસા-૩ (શિષ્ટાચારના દાનની વિશદ છણાવટવાળો આ પત્ર-લેખ દાનની ભાવનાને પકવવામાં આધ્યાત્મિક દરજ્જાની ઉષ્માતુલ્ય છે. આ લેખને ભાવપૂર્વક વાંચવા-વિચારવાની વિનંતી છે. સં.) સુમન ! જીવનના અનાદિ કુતૂહલપ્રિય સ્વભાવને કારણે તેને શિષ્ટાચારનું પાલન દુષ્કર કે દુઃખદ લાગે એ સંભવિત છે, છતાં શિષ્ટાચારની જીવનમાં એટલી મોટી આવશ્યકતા છે કે તેના પાલન વિના મનુષ્ય આ જન્મમાં પણ શારીરિક-માનસિકઆર્થિક-સામાજીક વગેરે સુખોની સામગ્રી મળવા છતાં તેનો આનંદ અનુભવી શકે તેમ નથી, પછી લોકોત્તર સુખની પ્રાપ્તિ તો સંભવે જ કઈ રીતે? કારણ કે લોકોત્તર ધર્મનીઆત્મધર્મની પ્રાપ્તિ શિષ્ટાચારના પાલન દ્વારા યોગ્યતા પ્રાપ્ત કરનારને જ થાય છે અને એ લોકોત્તર ધર્મથી જ લોકોત્તર સુખનો અનુભવ કરી શકાય છે. મનુષ્ય જયાં સુધી શિષ્ટાચારનું પાલન કરે નહિ, યોગ્યતા પ્રગટાવે નહિ, ત્યાં સુધી તેને અનાદિ જન્મમરણની કે વિષય-કષાયોની પીડાઓ છોડતી નથી, અને આત્મસુખનો સહજ આનંદ અનુભવવા મળતો નથી. એ કારણે સુમન ! દરેક મનુષ્ય પોતાની શક્યતા અને ભૂમિકાને અનુસાર શિષ્ટાચારનું પાલન અવશ્ય કરવા યોગ્ય છે. એટલું જ નહિ, બીજાઓને પણ તેનું દાન કરવું આવશ્યક છે. શ્રીમંત બીજા જીવોના હિતાર્થે જેટલો દ્રવ્યવ્યય કરે તેટલું જ દ્રવ્ય સફળ થાય છે, બીજું ભોગ કે નાશરૂપે નિષ્ફળ થાય છે, તેમ શિષ્ટાચાર માટે પણ છે. પોતે જ શિષ્ટાચાર પાળે, બીજાને તેનું દાન કરવાનો ઉદ્દેશ કે પ્રવૃત્તિ ન હોય તો તત્ત્વથી તેનું શિષ્ટાચારનું પાલન નિષ્ફળ નીવડે છે, આત્મવિકાસના માર્ગે તેને આગળ વધારી શકતું નથી, અને સંસારનાં બંધનોથી છોડાવી શકતું નથી. સુમન ! શ્રીજિનેશ્વરદેવોએ શાસનની સ્થાપના કરીને ઉપદેશ આપ્યો અને એનો પ્રવાહ આર્યાવર્તમાં ચાલુ છે, સર્વલોક અને સર્વદર્શનો ઉપદેશની આવશ્યકતા સ્વીકારે છે, તેનું કારણ શિષ્ટાચારનું-સદાચારનું દાન કરવું એ જ છે– સુમન ! ધર્મનું તત્ત્વ સુખ પામીને પ્રસન્ન થવાનું નથી, પણ સુખ આપીને પ્રસન્ન થવાનું છે. પોતાના સુખ માટે આ જગતમાં કોણ પ્રયત્ન નથી કરતું? જે પરના સુખ માટે જન્મે છે–જીવે છે કે પ્રયત્ન કરે છે, તે જ મહાન છે અને તે જ મહાત્માં બની પરમાત્મા પણ બની શકે છે. એટલે શિષ્ટાચારનું પાલન પોતે જ કરીને સંતોષ માનવો ૧૪૬ • ધર્મ અનપેક્ષા Page #164 -------------------------------------------------------------------------- ________________ ઉચિત નથી. જીવ માત્ર શિષ્ટાચારની ભૂમિકાને પામે, શિષ્ટાચારને પાળે અને સુખી થાય, એ ભાવનાપૂર્વક શિષ્ટાચારનું પાલન અને તેનું દાન પણ કરવું જ જોઈએ. * છતાં સુમન ! જે પોતાની જ ચિંતામાં ડૂબેલો છે, પરને સુખ આપવા જેટલી કે બીજાને સુખી જોઈ પ્રસન્ન થવા જેટલી વિશાળ દૃષ્ટિ જેની ઉઘડી નથી, માત્ર પોતાનાં જ સુખ માટે પ્રયત્નો કરે છે, તે સ્વાર્થપરાયણ જીવને પણ બીજાને સુખ આપ્યા વિના છૂટકો જ નથી. સુખ એક એવો ભાવ છે કે બીજાને આપવાથી જ તે આપણને મળે છે. ઘરમાં બીજા દુઃખી હોય, તો પોતે ભલે નીરોગી હોય, બુદ્ધિમાન હોય, રળતો કમાતો હોય, પણ સુખ ભોગવી શકતો નથી. બીજાના દુઃખની અસર તેને વ્યથા કરે છે. તેમ સર્વ વિષયમાં સમજવાનું છે. દાન ધર્મની, સેવા ધર્મની, પરોપકાર વગેરેની મહત્તા આ કારણે જ છે. જો એમ ન હોત તો વિશ્વવત્સલ જિનેશ્વર ભગવંતો કદાપી એકની સંપત્તિ બીજાને આપી દેવાની, કે એક સજ્જન સુખી આત્માને બીજા દુ:ખી વગેરે જીવોની સેવા કરવાની ભલામણ ન કરત ! અગર તો એ ભલામણ ધર્મરૂપ નહિ પણ અન્યાયરૂપ મનાત. સુમન ! જો એ રીતે છદ્મસ્થ જીવોનું સુખ પર સાપેક્ષ છે, બીજાના સુખે તેને સુખ મળે છે તો જ સુખનો અનુભવ કરી શકાય છે, તો જીવ માત્રના સુખના હેતુભૂત શિષ્ટાચારનું દાન અનિવાર્ય થઈ પડે છે. બીજાં દાન આપણે ગમે તેટલાં કરીએ, પણ સામાને સુખી કરવા માટેનું સર્વશ્રેષ્ઠ દાન એ તો માત્ર શિષ્ટાચારનું દાન જ છે. અન્ન, પાણી, વસ્ત્ર, પાત્ર, ધન, દોલત, આશ્રય, આપણે કેટલું ય આપીએ, પણ તે લેનારને અલ્પકાળ માટે અમુક પ્રકારનું જ સુખ આપી શકે. સર્વ કાળ માટે સર્વ પ્રકારનું સંપૂર્ણ સુખ તો જીવ પોતે જ સદાચાર દ્વારા પ્રાપ્ત કરી શકે. અને એવું સુખ પ્રાપ્ત થયા પછી જ એની સુખની ભૂખ ભાંગી શકે. માટે તેને સદાચારનું દાન કરવું એ શાશ્વત-સંપૂર્ણ-સર્વદેશીય સુખના દાનરૂપ છે. સુમન ! દરિદ્ર-દીન-દુ:ખી વગેરે લાચાર મનુષ્યોને કે પશુ-પક્ષી વગેરેને દાન કરીએ તેના કરતાં એ જ વસ્તુનું દાન સંત સાધુઓને કરીએ તો તેનું ફળ ધર્મશાસ્ત્રોમાં ઘણું મોટું કહ્યું છે, તેનું કારણ પણ એ છે કે સંતપુરુષોને દીધેલું દાન સદાચાર કે શિષ્ટાચારનું પોષક, વર્ધક અને પ્રચારક બને છે. એક સંતને દીધેલા દાનનું ફળ હજારો, લાખો, કે ક્રોડો અથવા અગણિત જીવોના હિત સુધી પહોંચે છે. પશુ પક્ષી કે લાચાર મનુષ્ય ને દીધેલું દાન પ્રાયઃ તેને જ અલ્પ ઉપકાર કરે છે. ધર્મ અનુપ્રેક્ષા • ૧૪૭ Page #165 -------------------------------------------------------------------------- ________________ એનો અર્થ એ નથી થતો કે દીન દુઃખીયાને દાન નહિ આપતાં કેવળ સંતસાધુઓને જ આપવું. સંતસાધુઓને દાન કરતાં પણ જગતના સર્વ દુઃખી જીવોને એનો લાભ મળશે એ ભાવના રાખવી અને પોતાની શક્તિને અનુસારે દીન-દુઃખીલાચાર વગેરે મનુષ્યોને કે અનાથ પશુ-પક્ષી આદિ જીવોને પણ દાન કરવું. સુમન કોઈ દર્દથી પીડાતું બાળક રડે છે અને રુદન દ્વારા પોતાની અવ્યક્ત વેદનાને જાહેર કરવા પ્રયત્ન કરે છે, ત્યારે તેના દર્દને નહિ સમજતી માતા પ્રથમ તો તેને સ્તનપાન કરાવીને કે રમકડાં આપીને રડતો અટકાવવાના પ્રયત્નો કરે છે, પણ જ્યારે દર્દથી પીડાતું બાળક સ્તનપાન કે રમકડાંની પણ અવગણના કરીને રડ્યા જ કરે છે, ત્યારે કોઈ રોગાદિનું અનુમાન કરીને વૈદ્ય-ડૉક્ટરની સલાહ લેવા દોડે છે અને રોગ થયો છે એમ સમજે છે ત્યારે તે શાણા-નિષ્ણાત વૈદ્ય-ડૉક્ટરને ધન આપીને તેના દ્વારા બાળકને સાજો કરવાના પ્રયત્નો કરે છે. એ રીતે સુમન ! પ્રાથમિક કક્ષાની દયામાં મનુષ્ય દીન-દુઃખી વગેરેને અન્નજળ વગેરે જીવનસામગ્રીનું દાન કરવામાં ઇતિકર્તવ્યતા સમજે છે, એને જ શ્રેષ્ઠધર્મ માને છે અને દીન-દુઃખી વગેરેને અન્ન-જળ વગેરેનું દાન કરી પોતાને કૃતકૃત્ય માની લે છે. એટલું જ નહિ, એની દૃષ્ટિએ શિષ્ટાચાર કે શિષ્ટાચારના પાલક–પ્રચારકોની સેવા કિંમત વિનાની દેખાય છે અને તેથી તેના પ્રત્યે કદાચ તે અણગમો પણ કરી નાખે છે. . પણ સુમન ! તે તેની અધૂરી સમજનું પરિણામ છે. એક દાંતનો ડૉક્ટર દાંતના રોગીની સેવા કરવામાં દાંતને અંગે ખૂટતાં કે સડતાં તત્ત્વોનો વિચાર કરી તેટલા જ પ્રયત્નો કરશે, પણ આયુર્વેદના નિષ્ણાતને તેથી સંતોષ નહિ થાય, તે તો દાંતના રોગના મૂળ કારણ સુધી પહોંચી તેના પેટને અને હોજરીને તપાસશે, તેમાં ખૂટતાં કે બગડતાં તત્ત્વોને પૂર્ણ કરવા કે સુધારવા પ્રયત્ન કરશે અને એ રીતે દાંતના રોગને મૂળમાંથી નાશ કરવા પ્રયત્નો કરશે. એ રીતે સુમન ! તાત્ત્વિક દયાને સમજનારો જ્ઞાની દીન-દુઃખીયાઓની અશરણ, અનાથ અને લાચાર દશાને જોઈ તેના મૂળ કારણો સુધી પહોંચે છે. પૂર્વે તેણે સેવેલા “અસદાચારો અને કરેલાં પાપોનું આ પરિણામ છે' એમ સમજે છે. તે પછી અન્નજળ વગેરે આપીને અટકતો નથી. તેના અસદાચારોને દૂર કરવા ઇચ્છે છે, અન્નાદિ આપતાં પણ તેનાં પાપોથી–અસદાચારોથી બચાવવાનો ઉદ્દેશ રાખે છે અને એ ઉદ્દેશથી તે સદાચારના પિતા શ્રીઅરિહંતદેવો તથા તેના પાલક અને પ્રચારક સંત-સાધુઓની ૧૪૮ • ધર્મ અનુપ્રેક્ષા Page #166 -------------------------------------------------------------------------- ________________ સેવાને પણ સર્વ દુઃખીયાઓની સેવા જેટલી જ કે તેથી પણ અધિક હિતકર માનીને કરે છે. * મા જ્યારે પોતાના રોગી બાળકની સેવા કરે છે ત્યારે, અને વૈદ્ય કે ડૉક્ટરનું સન્માન કરે છે કે તેને ધન આપી સંતોષે છે ત્યારે પણ એની દૃષ્ટિમાં પોતાના બાળકનું આરોગ્ય રમતું હોય છે. તેમ સુમન ! જ્ઞાની પુરુષો દીન-દુઃખીયાઓને દાન કરતા હોય છે ત્યારે અને દેવ-ગુરુ વગેરેની સેવા કરતા હોય છે ત્યારે પણ તેઓની ભાવનામાં જગતના સર્વ દુઃખી જીવોનું હિત–રમતું હોય છે. સર્વ દુઃખોના મૂળથી નાશ કરનારા સદાચારના પાલન અને પ્રચાર માટે તેઓનો તે પ્રયત્ન હોય છે. સુમન ! સમજ ટુંકી હોવાના કારણે અથવા જડસુખની લાલસા વધી જવાના કારણે વર્તમાનમાં આ તત્ત્વને સમજનાર વર્ગ ઓછો મળશે, પણ સદાચારના દાન વિના સાચો ઉપકાર થઈ શકતો નથી જ, એમ તત્ત્વથી જે કોઈ સમજશે તેને શિષ્ટાચારના પાલક-પ્રચારકોની સેવાનું મૂલ્ય ઘણું અધિક છે એમ અવશ્ય સમજાશે. સુમન ! આજ પર્યન્ત આર્યાવર્તમાં સદાચારી પુરુષો પ્રત્યે અને તેઓની સેવા પ્રત્યે અધિક માન સચવાઈ રહ્યું છે તેનું મૂળ કારણ હવે તું સમજી શકીશ કે એ દ્વારા જગતના દુઃખી જીવોને શિષ્ટાચારનું દાન કરી તેઓનાં દુઃખોનો નાશ કરાવી શકાય છે. સુમન ! કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિઓને જ સુખી કરવાના ઉદ્દેશથી કરાતું દાન એ તત્ત્વથી ધર્મરૂપ બનતું નથી. જેમાં એક યા અનેક પણ અમુકને જ સુખી કરવાની ભાવના હોય, તે સિવાયના અન્ય જીવોની ઉપેક્ષા કે અનાદર હોય, તે ભાવનામાં તત્ત્વથી ધર્મ નહિ, પણ મોહની જાળ હોય છે. પરિણામે એવો પણ સંભવ છે કે પરિણામ દયાના હોવા છતાં અમુકને જ સુખી કરવાના ઉદ્દેશથી બીજા જીવોને દુઃખ થાય તેવા હિંસક માર્ગે પણ જીવ ચઢી જાય. એ જ કારણે શ્રીઅરિહંતદેવોએ “વિશ્વના હિતમાં એકનું હિત અને એકના હિતમાં પણ સમગ્ર વિશ્વનું હિત હોય તેને તાત્ત્વિક ધર્મ કહ્યો છે. એ સંભવિત છે કે સમગ્ર વિશ્વનું હિત કરવું શકય ન બને, પણ જ્ઞાની દયાળુ ધર્મી આત્માની ભાવના તો સમગ્ર વિશ્વને સુખી કરવાની–સુખી જોવાની હોય, અને હોવી જોઈએ. સુમન ! હું જ્યારે “સદાચાર' શબ્દ બોલું છું ત્યારે પણ ત્યારે તેને શિષ્ટાચાર' સમજવાનો છે. કારણ કે તત્ત્વથી સદાચાર અને શિષ્ટાચાર ભિન્ન નથી. પ્રત્યેક સદાચાર શિષ્ટાચારરૂપ છે, અથવા તેમાં અંતર્ગત શિષ્ટાચાર રહેલો હોય છે. ધર્મ અનપેક્ષા • ૧૪૯ Page #167 -------------------------------------------------------------------------- ________________ સુમન ! એ રીતે સદાચારના દાન વિના અન્ય જીવોને સાચો ઉપકાર થઈ શકતો નથી, માટે તેનું દાન એ સર્વશ્રેષ્ઠ દાન છે અને તેથી તે કરવું-કરાવવું જોઈએ, તે માટે સદાચારના પાલક-પ્રચારક સંત સાધુ વગેરેને પણ અન્નજળ વગેરેનું દાન કરવું જોઈએ. સુપાત્રદાનનો મહિમા પણ આ કારણે જ અધિક છે. એમ સુમન ! તત્ત્વજ્ઞ પુરુષ કોઈને પણ જે કંઈ દાન કરે છે ત્યારે તેના અંતરમાં વિશ્વકલ્યાણની ભાવના અને સદાચારની પરમ પાવનીય પ્રશંસનીય પ્રભાવના રહેલી હોય છે. તેવી ઉચ્ચ અને વિશાળ દૃષ્ટિ ન ઊઘડવાના કારણે આપણે દાન કરતાં આવો અનુભવ ન કરી શકીએ, તો પણ આ એક હકીકત છે, પરમ સત્ય છે, આત્માની પવિત્ર અવસ્થાનું એક આ સ્વાભાવિક સ્વરૂપ છે. તેને આપણે સ્વીકારવું જ જોઈએ. સુમન ! આત્માનો વિકાસ વધે છે તેમ તેમ તેને જડ પદાર્થોની અને જડસુખની આસ્થા ઘટતી જાય છે, ચૈતન્યનું મૂલ્ય અધિકાધિક સમજમાં આવે છે અને તેથી તે અન્ન-જળ-વસ્ત્ર-ઔષધ વગેરેનું દાન કરવા છતાં તેમાં સંતોષ પામતો નથી. એથી આગળ વધીને સદાચારનું દાન કરવાની તેની દૃષ્ટિ ખૂલે છે અને તે માટેની તમન્ના પણ જાગે છે. અન્ન-જળ કે વસ્ત્રાદિના અભાવે ટળવળતા દુઃખી જીવોને જોઈને તેને દુ:ખ થાય છે તે રીતે સદાચારવિહોણા વિલાસી-પાપી જીવનને જીવતા જીવોને જોઈને પણ તે દુ:ખી થાય છે. એની દૃષ્ટિએ દરિદ્રતા, રોગ વગેરેથી પીડાતા કે ધન-સંપત્તિ પામીને પાપાચરણ કરતા સર્વજીવો દુ:ખી દેખાય છે અને તેથી તે સર્વના ઉદ્ધાર માટે શિષ્ટાચારનું દાન કરવા કરાવવાની દિશામાં તે આગળ વધે છે. સુમન ! શિષ્ટાચારની ‘પ્રશંસા’ને ગુણ કહ્યો છે એનું કારણ એ છે કે શિષ્ટાચારનું દાન કરવાનો ઉપાય તેની પ્રશંસા કરવી તે છે. એ પ્રશંસાની અગત્યતા અને મહત્તા તું સમજી શકે એ ઉદ્દેશથી મેં તને આજે દાન અને તેમાં પણ શિષ્ટાચારનું દાન કેટલું મહત્ત્વનું છે તે કંઈક સમજાવ્યું છે. એનું તું શક્ય-ચિંતન કરજે. હવે પછી આપણે મળીશું ત્યારે પ્રશંસાથી શિષ્ટાચારનું દાન કેવું થાય છે. પ્રશંસકને અને પ્રશંસા સાંભળનારને એથી કઈ જાતના કેટલા લાભ થાય છે, તથા પ્રશંસકે એ પ્રશંસાને સફળ બનાવવા શું શું કરવા યોગ્ય છે. વગેરેની અનુપ્રેક્ષા કરીશું. ધર્મમિત્ર, શ્રેયસ્. ૧૫૦ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #168 -------------------------------------------------------------------------- ________________ શિષ્ટાચાર પ્રશંસા-૪ (શિષ્ટાચારની પ્રશંસા દ્વારા જીવમાં શિષ્ટાચાર પાળવાની પાત્રતા કઈ રીતે વધે છે, તેનું માનનીય વિવેચન આ પત્ર-લેખમાં કરવામાં આવ્યું છે. સં.) સુમન ! શિષ્ટાચારની પ્રશંસા એક એવો ગુણ છે કે તેનું ચિંતન જેમ અધિક થાય તેમ તેનું મહત્ત્વ અધિકાધિક સમજાય છે. તું જાણે છે કે વિશ્વના સકળ જીવોમાં શ્રીઅરિહંત દેવોનો આત્મા ઉત્તમોત્તમ હોય છે, તેઓની આરાધનાના ફળરૂપે તેઓને તીર્થંકરપદની પ્રાપ્તિ થાય છે અને આ તીર્થંકરપદનું શ્રેષ્ઠતમ કાર્ય શાસનની સ્થાપના છે. એથી એમ સ્વીકારવું જ પડશે કે જૈનશાસન એ વિશ્વમાં એવું કલ્યાણપ્રદ શાસન છે કે તેની તુલનામાં કોઈ ન આવે. સુમન ! આવા કલ્યાણપ્રદ સર્વશ્રેષ્ઠ શ્રીજૈન શાસનનો ઉદ્દેશ કેવળ જીવોને સદાચાર પળાવવાનો અને પ્રચારવાનો છે. જો તેના સર્વ વિધિ–નિષેધો આચારનું આદાન-પ્રદાન કરવા-કરાવવા અને અનુમોદવાની પ્રેરણા આપે છે, તો આચાર એ વિશ્વની કેટલી મૂલ્યવાન વસ્તુ છે ? તે તારે સમજવું જોઈએ. સુમન આચારના પાલન અને પ્રદાન વિના મુક્તના પંથે પ્રયાણ કરવું કોઈ રીતે શક્ય નથી, માટે તો મોક્ષમાર્ગરૂપ સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્ર એ આત્માના ત્રણે ગુણોમાં આચારનું પાલન અને પ્રશંસા વ્યાપક છે. અથવા આચાર એ જ સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્ર છે. . . સુમન ! સમ્યગ્દર્શનના આઠ આચારો પૈકી નિઃશંકતાદિ ચાર આચારો નિશ્ચયનયપ્રધાન છે અને ઉપબૃહણા, સ્થિરીકરણ, વાત્સલ્ય તથા પ્રભાવના, એ ચાર વ્યવહારનયપ્રધાન છે. વ્યવહાર અને નિશ્ચય બને તત્ત્વો પરસ્પર એવાં સાપેક્ષ છે કે એકના અભાવે બન્નેનો અભાવ થાય, એટલું જ નહિ, સુમન ! અપેક્ષાએ નિશ્ચય કરતાં વ્યવહારનું મૂલ્ય અધિક છે, નિશ્ચય સ્વ-ઉપકારક છે. વ્યવહાર સ્વ-પર ઉપકારક છે. માટે સિમ્યગ્દર્શન ગુણની આરાધના માટે ઉપબૃહણાદિ વ્યવહાર અનિવાર્ય છે. સુમન ! આ ઉપબૃહણા અન્યને આચાર પ્રત્યે આદર વધે એવા પ્રયત્નો કરવાથી થાય છે. આચાર પાલન માટે સામાનો ઉત્સાહ વધે તેમ આચારનું મહત્ત્વ સમજાવવું, તેના ફળોનું વર્ણન કરવું, અને આચારપાલન પ્રત્યે તેની પ્રીતિ વધે એ રીતે તેનું માનસન્માન-બહુમાન વગેરે કરવું. તે સઘળું ઉપવૃંહણ છે અને તે આચારની પ્રશંસારૂપ છે. ધર્મ અનુપ્રેક્ષા • ૧૫૧ Page #169 -------------------------------------------------------------------------- ________________ સ્થિરીકરણ પણ એવો જ ગુણ છે. આચારપાલન પ્રત્યે અસ્થિર—ચલવિચલ બનેલા જીવોને તેનાથી થતા લાભો સમજાવીને કે જરૂરી સહાય કરીને આચારમાં સ્થિર કરવા તેને સ્થિરીકરણ કહેવાય છે. આમાં પણ બીજાને આચારમાં સ્થિર કરવા કરાતા વિવિધ પ્રયત્નો તત્ત્વથી આચારની પ્રશંસારૂપ જ છે. દર્શનાચારનો ત્રીજો અથવા સાતમો પ્રકાર છે વાત્સલ્ય ! આ વાત્સલ્ય અન્ય સદાચારી જીવો પ્રત્યે મમતારૂપ છે. તેઓના સદાચરણથી પ્રસન્ન થવું, વગેરે ભાવ વાત્સલ્ય છે અને વિવિધ રીતે તેઓની સેવા-ભક્તિ કરવી તે દ્રવ્યવાત્સલ્ય છે. આ વાત્સલ્ય પણ તત્ત્વથી આચારના બહુમાનરૂપ હોવાથી માનસિકી આચારપ્રશંસા છે. અને સુમન ! દર્શાનાચારનો આઠમો પ્રકાર પ્રભાવના છે, જેનું મૂલ્ય ભાવનાથી પણ અધિક કહ્યું છે, તે તો આચારનું દાન કરવા માટે જ છે. જૈન શાસનનો પ્રભાવ વધે, તેના પ્રત્યે અન્ય જીવોને આકર્ષણ થાય, તેની આરાધનામાં જોડાય, તેની પ્રશંસા કરે અને તેના પ્રત્યે બહુમાનવાળા બને, તેવાં વિશિષ્ટ કાર્યો કરવા દ્વારા જગતમાં જૈનશાસનનું અર્થાત્ સદાચારનું મહત્ત્વ વધારવું તેને પ્રભાવના કહેવાય છે. જૈનશાસનની પ્રભાવના જેવું સુમન ! કોઈ પુણ્યકાર્ય નથી અને તેની અપભ્રાજના જેવું બીજું પાપ નથી. આ પ્રભાવના પણ અન્ય જીવોને જૈનશાસન પ્રત્યે અર્થાત્ આચાર પ્રત્યે સન્માન પ્રગટાવવાના ઉદ્દેશથી કરાતી હોવાથી તે પણ શિષ્ટાચારની પ્રશંસારૂપ છે. એ રીતે સુમન ! સમ્યગ્દર્શનની આરાધનામાં શિષ્ટાચારપ્રશંસા વ્યાપક છે, તેમ સમ્યજ્ઞાન પણ સદાચારના પક્ષરૂપ અને અસદાચારના પ્રતિપક્ષરૂપ હોવાથી તત્ત્વથી તે સદાચારનું પ્રશંસક છે. જે જ્ઞાન કે શાસ્ત્ર સદાચારનું પ્રેરક અને અસદાચારનું અવરોધક ન હોય તે જ્ઞાન સમ્યજ્ઞાન નથી અને એવું શાસ્ત્ર સભ્યશાસ્ત્ર નથી. શાસ્ત્રો ભણવાં, બીજાને ભણાવવાં કે ભણનારને સહાય કરવી, વગે૨ે શ્રુતજ્ઞાનની સઘળી ઉપાસના સદાચારના આદાન-પ્રદાનરૂપ છે, પાળવા-પળાવવારૂપ છે, જો શાસ્ત્રના પઠન-પાઠન વગેરેમાં સદાચારને પ્રાપ્ત કરવા-કરાવવાનું ધ્યેય ન હોય, તો તે તત્ત્વથી શ્રુતની ઉપાસના જ નથી, એથી તને સમજાશે કે શ્રુતજ્ઞાનની નાની મોટી સઘળી ઉપાસના એ તત્ત્વથી સદાચારની જ ઉપાસના છે અને તેથી તે શિષ્ટાચાર પ્રશંસારૂપ છે. સુમન ! મોક્ષસાધનામાં ત્રીજો નંબર ચારિત્રનો છે. આ ચારિત્ર એટલે સદાચારનું પાલન ! અને તેના પાલનપૂર્વક બીજા જીવોને સદાચારનું દાન કરવાનો પુણ્ય-પવિત્ર પ્રયત્ન. એમ ચારિત્ર પણ સદાચારની પ્રશંસારૂપ છે જ. ૧૫૨ • ધર્મ અનુપ્રેક્ષા Page #170 -------------------------------------------------------------------------- ________________ સુમન ! એ રીતે મોક્ષપ્રાપ્તિના ઉપાયોરૂપ આત્માના દર્શન જ્ઞાન અને ચારિત્રગુણોની આરાધના તત્ત્વથી શિષ્ટાચારની માનસિકી, વાચિકી અને કાયિકી પ્રશંસારૂપ છે અને તેથી મોક્ષની સાધના માટે શ્રીજિનેશ્વરોએ સ્થાપેલું જિનશાસન પણ તત્ત્વથી શિષ્ટાચારનું પ્રશંસક છે. સુમન ! મૃષાવાદ, કલહ, અભ્યાખ્યાન, વૈશૂન્ય, પ૨પરિવાદ અને માયામૃષાવાદ એ છ દોષો અસદાચારના પોષક અને સદાચારના ઘાતક–નિંદક હોવાથી તેને પાપસ્થાનકો કહ્યાં છે. પુણ્યપ્રાપ્ય જીલ્ડા ઇન્દ્રિયનું ફળ શિષ્ટાચારની પ્રશંસા કરવી તે છે અને તેનું પાપ અન્ય જીવોને સદાચાર પ્રત્યે અનાદર જન્મે અસદાચારનો પક્ષ વધે તે રીતે બોલવું તે છે. એ જ કારણે સુમન ! ચારિત્રની માતા તરીકે વર્ણવેલી અષ્ટપ્રવચનમાતામાં ભાષાસમિતિ અને વચનગુપ્તિનું વિધાન કરી જીહાઇન્દ્રિયને પુણ્યાનુબંધી પુણ્યનું સાધન બનાવવાની વ્યવસ્થા છે.એના પાલન વિના મૃષાવાદ વગેરે જીલ્ડાનાં પાપોથી બચી શકાય તેમ નથી. વ્રતોમાં મૃષાવાદ વિરમણરૂપ સત્યવ્રતનું વિધાન પણ જીલ્લાનાં પાપોથી બચી તેને પુણ્યાનુબંધી પુણ્યસ્વરૂપ બનાવવા માટે છે. સુમન ! અન્ય ઇન્દ્રિયો માત્ર પોતાના શબ્દાદિ વિષયોને ગ્રહણ કરી આત્માને તેના ગુણ-દોષનું જ્ઞાન કરાવે છે, જ્યારે જીલ્ડા સ્વવિષયનું જ્ઞાન કરાવવા ઉપરાંત પાંચે ઈન્દ્રિયોથી પ્રાપ્ત થયેલા જ્ઞાનનું બીજાને દાન કરવામાં પણ સાધન બને છે. એ અપેક્ષાએ જીલ્ડાનું કાર્ય ઘણું મહત્ત્વનું છે અને તત્ત્વથી તે શિષ્ટાચારની પ્રશંસારૂપ જ છે. જેઓ પોતાને પુણ્યથી પ્રાપ્ત થયેલી જીવ્હાદ્વારા સદાચારની પ્રશંસા થાય તેવું બોલે છે, તેઓ પુણ્યાનુબંધી પુણ્યના ભાગી બની ઉત્તરોત્તર આત્મવિકાસની અધિકાધિક સામગ્રીને પામી શકે છે અને તેનો સદુપયોગ કરી સ્વ-પર કલ્યાણ સાધી શકે છે. માટે સુમન ! જીવનું કર્તવ્ય છે કે તેણે પોતાને પુણ્યથી મળેલી જીહાદ્વારા ' શિષ્ટાચારની પ્રશંસા કરી અન્ય જીવોને શિષ્ટાચારના પક્ષકાર-પાલક અને પ્રચારક બનાવવા જોઈએ. સુમન ! શિષ્ટાચારની પ્રશંસાથી અન્ય જીવોને ઉપકાર કરી શકાય છે, તેમ શિષ્ટાચારના પ્રશંસકને પણ ઘણો લાભ થાય છે. શિષ્ટાચાર પ્રશંસા કરનારને એવું પુણ્ય બંધાય છે કે તેના બળે તે સદાચારનો પક્ષ, પાલન અને પ્રચાર કરવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે. આ યોગ્યતા એ જ જીવની ચારિત્રની યોગ્યતા છે અને તેના પરિણામે ધર્મ અનુપ્રેક્ષા • ૧૫૩ Page #171 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્રનો આરાધક બની જીવ ઉત્તરોત્તર મુક્તિનાં સુખોને પણ મેળવે છે. સુમન ! ગુણનો પક્ષ પ્રગટ્યા વિના તત્ત્વથી ગુણો પ્રગટતા નથી અને ગુણનો પક્ષપાતી ગુણ-ગુણીની યોગ્ય પ્રશંસા કર્યા વિના રહી શકતો નથી. એથી સમજવું જોઈએ કે ગુણની—સદાચારની પ્રશંસા જે કરતો નથી તે તત્ત્વથી ગુણી કે સદાચારી નથી. જેનામાં ગુણનો પક્ષ જન્મે છે તે તેની યોગ્ય પ્રશંસા કરે જ છે અને એ પ્રશંસાથી પ્રાપ્ત થયેલા પુણ્યના બળે ઉત્તરોત્તર વિશિષ્ટ ગુણોનું ભાજન બને છે. એમ સુમન ! ગુણપ્રાપ્તિનો પ્રબળ ઉપાય ગુણની પ્રશંસા છે અને શિષ્ટાચાર એ ગુણસ્વરૂપ છે તો તેની પ્રશંસા અનિવાર્ય છે. સુમન ! શિષ્ટાચારની પ્રશંસા એ તત્ત્વથી અરિહંતાદિ પંચપરમેષ્ટિ ભગવંતોની ભક્તિ છે, તેઓને નમસ્કારરૂપ છે. જગતના કલ્યાણ માટે તેઓએ સ્થાપેલા શાસનની સેવા છે, સદાચારના પાલક અને પ્રચારક ગુરુવર્ગની ઉપાસના છે અને ગુણપ્રાપ્તિના ઉપાયરૂપે ધર્મની સાધના છે. એમ શિષ્ટાચાર પ્રશંસા દેવ-ગુરુ અને ધર્મની સેવારૂપ છે તેથી તે જ્ઞાન-દર્શનચારિત્રની આરાધનારૂપ પણ છે. અનાદિ અસદાચારનો પક્ષ અને પ્રચાર કરી બાંધેલાં પાપ કર્મોને તોડવાનો તે ઉપાય પણ છે. અહંકારને દૂર કરી નમસ્કારભાવને પ્રાપ્ત કરવાનો પુણ્યપ્રયત્ન છે અને આ રીતે આત્માનું શ્રેયઃ ક૨ના૨ હોવાથી માર્ગાનુસારિતારૂપ પાયાના ધર્મમાં શિષ્ટાચારની પ્રશંસા કરવાનું વિધાન છે. એ રીતે સુમન ! તું જેમ જેમ ચિંતન કરીશ, તેમ તેમ ગૃહસ્થના સામાન્ય ધર્મરૂપે ઉપદેશેલી માર્ગાનુસારિતા અને તેના પ્રત્યેક પ્રકારોમાં રહેલી મોક્ષપ્રદાયક શક્તિઓનો તને ખ્યાલ આવશે, અને તે પછી ધર્મઆરાધનનું પવિત્ર સત્ત્વ પ્રગટશે. સુમન ! શિષ્ટાચાર પ્રશંસાને પુણ્યાનુબંધીપુણ્ય સાથે કેવો સંબંધ છે ? વગેરે વાતો આપણે હવે પછી વિચારીશું. ધર્મમિત્ર, શ્રેયસ્. શ્રીજિનેશ્વરદેવકથિત સદાચારના અણિશુદ્ધ પાલન દ્વારા, જીવ જગતનું ઋણ ચૂકવીને પરમપદનો અધિકારી બની શકે છે. ૧૫૪ • ધર્મ અનુપ્રેક્ષા Page #172 -------------------------------------------------------------------------- ________________ શિષ્ટાચાર પ્રશંસા-પ (સ્વ-પર ઉપકારક આર્યજીવનવ્યવસ્થામાં સેવ્યની સેવા અને સેવકની રક્ષાનું તત્ત્વ કઈ રીતે સમાયેલું છે, તેમ જ તેને શિષ્ટાચારપ્રશંસા અને તેના દાન સામે કેટલો ગાઢ સંબંધ છે તેનું— મનનીય આ પત્રલેખમાં—ખૂબ જ અસરકારક રીતે વિવેચન કરવામાં આવ્યું છે. સં.) સુમન ! શિષ્ટાચારની પ્રશંસા' નામના બીજા માર્ગાનુસારિતાના ગુણની પૂર્વે કરેલી અનુપ્રેક્ષામાં તને શિષ્ટાચારનું મહત્ત્વ સમજાયું હશે. જીવ માત્રના કલ્યાણનો આધાર શિષ્ટાચાર અથવા સદાચારનું પાલન છે. માટે તેનું દાન સર્વોત્તમ દાન છે અને તે માટે શિષ્ટાચારોની પ્રશંસા કરણીય છે. શાસ્ત્રોમાં જ્ઞાનદાનને સર્વ શ્રેષ્ઠ દાન કહ્યું છે, તેનું કારણ પણ શિષ્ટાચારની મહત્તા, અનિવાર્યતા અને દુર્લભતા કે દુષ્કરતા જ છે. જ્ઞાનદાન અને શિષ્ટાચારનું દાન તત્ત્વથી એક જ છે. જ્ઞાનદાનદ્વારા શિષ્ટાચારની સમજણ મહત્તા, અનિવાર્યતા અને દુર્લભતા વગેરેનું જ જ્ઞાન કરાવાય છે. જે જ્ઞાનદાનમાં સામાને સદાચાર પ્રાપ્ત કરાવવાનું ધ્યેય ન હોય કે અસદાચારથી બચાવવાની ભાવના ન હોય તેને જ્ઞાનદાન કહી શકાય જ નહિ. શાસ્ત્રમાં જ્ઞાન અને અજ્ઞાનનો ભેદ કહેલો છે, તેમાં પણ આ કારણ જ છે, જ્ઞાન એટલે સદાચારનું પ્રેરક તત્ત્વજ્ઞાન. જે બોધ સદાચારની પ્રેરણા ન આપે તે તત્ત્વથી અબોધ છે—અજ્ઞાન છે—મિથ્યાજ્ઞાન છે. સુમન ! સ્વ-સ્વ કર્મોદયને યોગે પોતાને પ્રાપ્ત થયેલી અવસ્થામાં તે તે અવસ્થા યોગ્ય—નીતિનું પાલન કરવું અને અન્ય જીવો પણ એ રીતે અવસ્થાને ઉચિત જીવન જીવે તે .માટે પોતાના જીવનને દૃષ્ટાન્તરૂપ બનાવવું તે શિષ્ટાચારનો તત્ત્વથી એક જ પ્રકાર છે, સર્વ સદાચારો તેમાં અંતર્ગત રહેલા છે, છતાં જીવોનાં કર્મોની વિચિત્રતાને કારણે તે તે જીવોની અવસ્થાઓ અને જીવનસામગ્રી વિચિત્ર હોય છે. તેથી પ્રત્યેક મનુષ્યના આચારો ભિન્ન ભિન્ન—વિચિત્ર હોય છે. તેમાંના કેટલાક સર્વ સાધારણ આચારોને અહીં શિષ્ટાચાર તરીકે જણાવી તેની પ્રશંસા માટે ઉપદેશ કરેલો છે. સુમન ! પ્રત્યેક આર્ય આચારો શિષ્ટાચારરૂપ છે. તેના પાલનથી જીવન ઊર્ધ્વગામી બની શકે છે. માટે મોક્ષની-ધર્મની સામગ્રી તરીકે મનુષ્યભવ પછી આર્યદેશની આવશ્યકતા વર્ણવી છે. આર્યદેશમાં જન્મેલો મનુષ્ય આર્ય આચારોનું પાલન કરી શકે છે. આર્યઆચારોમાં કેવું તત્ત્વ છે, એ જાણવા માટે આપણે એક-બે વાતોનો વિચાર કરીએ. ધર્મ અનુપ્રેક્ષા • ૧૫૫ Page #173 -------------------------------------------------------------------------- ________________ એક શ્રીમંત પોતાનો સામાન મજૂર પાસે ઉપડાવે છે, તો તે અનુચિત મનાતું નથી, ન ઉપડાવે તો લોકદષ્ટિએ અનુચિત છે અને લોકમાં અપવાદરૂપ બને નહિ તેમ વર્તવું એ શિષ્ટાચાર કહ્યો છે, એથી તેણે પોતાનો સામાન મજૂર પાસે ઉપડાવવો એ કર્તવ્ય ગણાય છે. સુમન ! સ્થૂલ દૃષ્ટિએ તો આ વ્યવહાર અનુચિત લાગશે, પોતાનું કાર્ય બીજા પાસે કરાવવું તે ઉચિત નથી, છતાં એવા કેટલાય વ્યવહારો છે કે જેમાં પોતાનું કામ બીજા પાસે કરાવાય છે, ન કરાવે તો અનુચિત ગણાય છે. ત્યારે તેમાં કંઈક રહસ્ય છે અને તે આપણે શોધવું જોઈએ. શ્રીમંત બીજા પાસે બોજો ઉપડાવે અને મજૂર તેનો બોજો ઉપાડે તેમાં બન્ને શિષ્ટાચારનું પાલન કરે છે. બોજો ઉપડાવનાર શ્રીમંત જો વિશ્વવ્યવસ્થાને, તેની સંચાલક ધર્મ મહાસત્તાને અને તે મહાસત્તાના નિયમોરૂપ શિષ્ટાચારને તથા તેના રહસ્યને સમજેલો હોય અને તેથી જે મજૂર પાસે પોતાનો બોજો ઉપડાવે છે તેમાં તેની દરિદ્રતાનું તથા તેને હલકી મજૂરની અવસ્થા પ્રાપ્ત થવાનું જે મૂળ કારણ છે તેને દૂર કરવાનું ધ્યેય હોય, પોતાની સુખશીલતાને પોષવાની વૃત્તિ કે શ્રીમંતાઈનો ગર્વ-અહંકાર ન હોય, મજૂર પ્રત્યે પણ તિરસ્કારવૃત્તિ ન હોય, પરોપકારની ભાવના હોય, તો તે શિષ્ટાચાર બને છે. કારણ કે બોજો ઉપડાવવામાં પોતાના સ્વાર્થને બલે તે મજૂરે અજ્ઞાન અને મોહથી પૂર્વે તેને મળેલી સંપત્તિ, જાતિ, કુળ, ઐશ્વર્ય વગેરેનો અહંકાર કરીને, કે બીજી કોઈ રીતે તેનો દુરુપયોગ કરીને, અથવા તેવા પુણ્યને પામેલા શ્રીમંત જાતિવંત કુલીન વગેરેની ઇર્ષ્યા કરીને, નિંદા કરીને કે ધન વગેરે ઇષ્ટ વસ્તુઓને મેળવવા માટે અન્યાય અનીતિનો આશ્રય કરીને, શિષ્ટાચારનો ભંગ કરીને, અથવા જે જે વર્તનથી ભવિષ્યમાં દરિદ્રતા, હલકું કુળ વગેરે મળે તેવું કોઈ પણ વર્તન કરીને પોતાને દરિદ્રતા પ્રાપ્ત કરાવનારું જે પાપકર્મ બાંધ્યું છે, તે કર્મને અને અવૃત્તિને દૂર કરાવી વિનય શીખવવાનું અને સુખી કરવારૂપ પરોપકારનું ધ્યેય છે તેથી બીજાને કષ્ટ આપવારૂપે અનુચિત નહિ, પણ પરોપકાર કરવારૂપ તે શિષ્ટાચાર કહ્યો છે. એ રીતે સુમન ! તે મજૂર પણ વિશ્વવ્યવસ્થાને, ધર્મમહાસત્તાને અને તેના શાશ્વત નિયમોરૂપ આર્યઆચારોને-કર્તવ્યોને સમજે અને તેથી પૂર્વે મેં ધર્મમહાસત્તાની વિશ્વ વ્યવસ્થાનો ભંગ કરવારૂપ—તેના નિયમોરૂપ આચારોનું પાલન કરવામાં કરેલી ભૂલના ફળરૂપે આ રિદ્રતા, હલકું જીવન વગેરે મને મળ્યું છે, માટે તેના પ્રાયશ્ચિત્તરૂપે વર્તમાનમાં મારી અવસ્થાને ઉચિત શ્રીમંતની સેવાદ્વારા તે ભૂલ મારે સુધારવી જોઈએ, મારા અહંકારને તજવો જોઈએ, દીનતા તજીને કર્તવ્ય બજાવવું જોઈએ, નીતિપૂર્વક બીજાની સેવા-મજૂરી કરવી જોઈએ, એમ સમજી મજૂરી કરવારૂપ કર્તવ્યપાલન કરે તો ૧૫૬ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #174 -------------------------------------------------------------------------- ________________ તેને પણ તે સદાચાર મનાય છે. સુમન ! જગતમાં સદાચાર તરીકે મનાતા લૌકિક લોકોત્તર સર્વ વ્યવહારો સેવ્યસેવક ભાવરૂપ હોવા છતાં તત્ત્વથી તે સેવારૂપ છે. પરોપકારકરૂપ છે. સેવા કરનાર જેમ સેવ્યની સેવા કરે છે તેમ સેવ્યપદે રહેલો સેવા લેવા છતાં સેવકનું હિત કરી શકે છે. માત્ર આ વ્યવહારોનું સૌ ઓછા-વધતા પ્રમાણમાં પાલન કરવા છતાં તેમાં રહેલા સ્વ૫૨ હિતના આ ૫૨માર્થને ન સમજવાથી અને અજ્ઞાનને કારણે કેવળ સ્વાર્થવૃત્તિમાં ડૂબેલા હોવાથી માનવભવ પામવા છતાં મોટો વર્ગ તેનું સાચું ફળ મેળવી શકતો નથી. સુમન ! એક શ્રીમંત અને મજૂરના પારસ્પરિક વ્યવહારમાં જેમ આ આધ્યાત્મિક તત્ત્વ રહેલું છે, તેમ રાજા-પ્રજાના, શેઠ-નોકરના, પિતા-પુત્રના, પતિ-પત્નીના, દાતા અને યાચકના તથા ગુરુ અને શિષ્યના પારસ્પરિક વ્યવહારોમાં કર્તવ્યોમાં પણ એ તત્ત્વ રહેલું છે. સેવ્યપદે રહેલો રાજા, શેઠ, પિતા, પતિ, દાતા કે ગુરુ વગેરે પોતાની સેવા કરનારનું તે તે રીતે કલ્યાણ કરવાના આશયથી સેવા લે તો તત્ત્વથી તે પરોપકાર કરે છે અને સેવકપદે રહેલી પ્રજા, નોકર, પુત્ર, પત્ની, યાચક કે શિષ્ય વગેરે સેવ્યની સેવાદ્વારા તેની યોગ્યતાને આધ્યાત્મિક બળને અધિકાધિક વિકસાવવામાં નિમિત્ત બનવારૂપે હિત કરે છે. એમ છતાં સુમન ! પરાર્થ અને સ્વાર્થ બન્ને એવાં તત્ત્વો છે કે તે એક બીજાને સિદ્ધ કર્યા વિના રહેતાં નથી. અને તેથી પરોપકાર માટે કરેલું શિષ્ટાચારનું પાલન સેવ્યસેવક બન્નેનું પણ હિત કરે છે. જો એમ ન હોય તો જગતની સર્વોચ્ચ કક્ષાને પામેલા શ્રીઅરિહંતદેવો વગેરે આ વ્યવહારનું પાલન અને પ્રરૂપણ કરે જ નહિ, શાસ્ત્રો કહે છે કે શ્રીતીર્થંકરદેવના છેલ્લા ભવમાં તેઓની સઘળી પ્રવૃત્તિ ઔચિત્યને અનુસરતી હોય છે અને તેઓ પણ લૌકિક લોકોત્તર સર્વ વ્યવહારોમાં આ સેવ્ય-સેવકભાવને અનુસરે છે, તો એ વ્યવહારરૂપ શિષ્ટાચારોમાં આ આધ્યાત્મિક તત્ત્વ રહેલું જ છે, એમ માની આપણે તેનું પાલન કરવું- કરાવવું એ અનિવાર્ય છે. સુમન ! કોઈ પણ મનુષ્યના જીવનમાં આ બંને ભાવો કેળવ્યા વિના તેનું ઊર્ધીકરણ શક્ય નથી. એક મનુષ્ય પોતાના માતા-પિતાદિ ગુરુ વર્ગની સામે સેવકભાવે અને પત્ની-પુત્ર વગેરેની સામે સેવ્યભાવે વર્તે, ત્યારે જ તેનો વ્યવહાર પૂર્ણ મનાય છે, માત્ર માતા-પિતાદિની સેવા કરે પણ પત્ની પુત્રાદિને સંભાળે નહિ, તેઓની ચિંતા કરે નહિ, તો તેની એક બાજુ અધૂરી રહે છે, તેમ માત્ર પત્ની પુત્રાદિની ચિંતા કરે, માતા પિતાદિની સેવા વિનયાદિ ન કરે તો પણ એક બાજુ અધૂરી રહે છે. એમ એક રાજા પ્રજાને જ સંભાળે, માતા-પિતા કે ધર્મગુર્વાદિ ઉપકારીઓની સેવા ન કરે અથવા માતા ધર્મ અનુપ્રેક્ષા ૦ ૧૫૭ Page #175 -------------------------------------------------------------------------- ________________ પિતા કે ધર્મગુર્નાદિની સેવા કરે અને પ્રજાનું રક્ષણ કરવાનું છોડી દે તો તે પણ રાજ્યધર્મને ચૂકે છે. એક પત્ની પણ માત્ર પુત્રાદિનું રક્ષણ કરે, પતિ વગેરેની સેવા ન કરે, અથવા પતિ વગેરે વડીલોની સેવા કરે પણ પુત્રાદિનું રક્ષણ ન કરે તો તે પોતાના સ્ત્રીધર્મને ચૂકે છે. એક ગુરુ પણ શિષ્યાદિની રક્ષા છોડીને કેવળ ગુર્નાદિની સેવા કરે, કે દેવ ગુર્વાદિ વડીલોની સેવા છોડીને કેવળ શિષ્યોને સંભાળે, તો તે પણ પોતાનો ધર્મ ચૂકે છે. એ રીતે સુમન ! મનુષ્ય જીવનને પોતાથી નીચેની કક્ષાના જીવોની રક્ષા અને વિશિષ્ટ પુણ્યવંતોની સેવા કરીને જ કૃતાર્થ કરી શકાય છે. સુમન ! આર્યદેશમાં પ્રાપ્ત થતા આર્યકુલોના આચારોમાં પૂર્વબદ્ધ અશુભકર્મોને ખપાવવાની અને વિશિષ્ટ પુણ્ય ઉપાર્જન કરાવવાની વ્યવસ્થા છે અને એ આચારો સૌ પોતાના કર્માનુસાર યથાયોગ્ય પાળી શકે એ માટે તેમાં વર્ણવ્યવસ્થા પણ જીવંત છે. તે તે વર્ણમાં જન્મ પામીને પોતાનાં શુભાશુભ ઉદયમાં આવેલાં કર્મોને અનુસરતું જીવન જીવી આત્માનો વિકાસ સાધી શકે છે, માટે શાસ્ત્રકારોએ લોકાચારને અનુસરવું, કુળધર્મનું પાલન કરવું એને પણ શિષ્ટાચારો કહ્યા છે. સુમન ! એક ભંગી પાસે ગટરને સાફ કરાવવાનો આપણે ભાવ કે હક્ક ન કરી શકીએ, પણ તે ગટરોને સાફ કરે તેને અયોગ્ય ન માની શકીએ. એને યોગ્ય બદલો આપીને તેનું હિત થાય તે રીતે તેના કર્તવ્યમાં તેને નિષ્ઠ બનાવીએ તો તે આપણે માટે અયોગ્ય નથી. કારણ કે પૂર્વ જન્મોમાં તેણે તેવું કર્મ બાંધેલું હોવાથી આજે તેને ભંગીનું કુળ મળ્યું છે. તેમાંથી મુક્ત થઈ ઉત્તમ કુળમાં જન્મ લેવાની યોગ્યતા દીનતા વિના એ કર્તવ્ય બજાવવાથી તેને પ્રાપ્ત થાય છે. સુમન ! અન્ય વર્ણોના આચારો અંગે પણ આજ ન્યાય સમજવાનો છે. સુમન ! ધર્મમહાસત્તાના નિયમોનું પાલન કરાવનારી કર્મસત્તાને વશ જીવા પોતાની યોગ્યતાને અનુરૂપ ભૂમિકાએ ઉપજે છે અને તે ભૂમિકાને ઉચિત કર્તવ્યો કરવાથી તે દુઃખ મુક્ત થઈ શકે છે. પણ અજ્ઞાન જીવ મોહને વશ થઈ તે તે ઔચિત્યનું પાલન કરતો નથી, તેથી તેનું દુઃખ ટળતું નથી. જ્ઞાનીઓએ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને દુષ્ટ કહ્યાં છે તેનું કારણ પણ એ જ છે. સુમન ! એનો અર્થ એ નથી કે કર્મસત્તાને ઉપાદેય માનવી. તત્ત્વથી કર્મ બંધનરૂપ છે, આત્માની સ્વતંત્રતામાં બાધક છે, પણ ઔષધ દુઃખદાયી છતાં રોગી અવસ્થામાં તેનો ઉપયોગ કરવાથી અને પરેજી પાળવાથી રોગમુક્ત થઈ શકાય છે માટે તે આવશ્યક છે, તેમ આત્માના ભાવરોગરૂપ કર્મોને નાશ કરવા માટે તે તે કર્મોના ૧૫૮ • ધર્મ અનુપેક્ષા Page #176 -------------------------------------------------------------------------- ________________ ઉદય અનુસાર પ્રાપ્ત થયેલી ભૂમિકાને અનુરૂપ કર્તવ્યો કરવાં એ ઔષધ છે અને તેમાં દીનતા કે “અહંકારને વશ ન થવું એ પરેજી છે. માટે તે ઔષધ અને પરેજીદ્વારા રોગમુક્ત થવું એમાં આત્માનું હિત છે. સકળ શાસ્ત્રોપદેશનો સાર પણ એ જ છે અને તેથી કવિવર પંડિત શ્રીવીરવિજયજી મહારાજ બહુસાદા શબ્દમાં કહી ગયા છે કે બંધ સમય ચિત્ત ચેતીયે, ઉદયે શો સંતાપ સલુણા, શોક વધે સંતાપથી, શોક નરકની છાપ સલુણે.”—બંધ. સુમન ! જ્ઞાની ભગવંતોએ આ કારણે જ કર્માનુસાર પ્રાપ્ત થયેલા અનિષ્ટ ભાવોને દૂર કરવાની ચિંતાને, તે ભાવો ન આવે તેની ચિંતાને તથા ઈષ્ટ પ્રાપ્ત કરવાની કે પ્રાપ્ત થયેલું હોય તે ચાલ્યું ન જાય તેની ચિંતાને આર્તધ્યાન તથા તેના ઉપાયો ચિંતવવા તેને રૌદ્રધ્યાન કહ્યું છે અને તે બંને ધ્યાનો નહિ કરવાનું ઉપદેશ્ય છે. સુમન ! વાતનો સાર એ છે કે તત્ત્વથી જીવે નવાં કર્મોનાં બંધનો વધારવા ન જોઈએ. બાંધેલાં કર્મોને તો તેના ઉદયને અનુસાર પ્રાપ્ત થયેલી અવસ્થાને ઉચિત કર્તવ્યપાલન કરવાથી જ તોડી શકાય છે, માટે તે કર્તવ્યપાલનને શિષ્ટાચાર કહ્યો છે. - સુમન ! એ રીતે મધ્યસ્થભાવે વિચારતાં સમજાશે કે લોકાચારો કે કુળધર્મો જીવનું હિત કરનારા છે. એટલું જ નહિ સુમન ! તે તે કુળધર્મોને અનુસરવાનું સત્ત્વ પણ જીવમાં તે તે કુળના નિમિત્તે પ્રગટે છે. દરિદ્રતા કે હલકું કુળ વગેરે અધિક પુણ્યવાળા જીવોની સેવા કરવાની તથા શ્રીમંતાઈ કે ઉચ્ચકુળ વગેરે અલ્પપુણ્યવાળા કે દીનદુ:ખી નિષ્ણુણ્યક જીવોની રક્ષા કરવાની પ્રેરણા આપે છે, શક્તિ આપે છે અને નિષ્ઠા પ્રાપ્ત કરાવે છે. સુમન ! તેના કુળના બળે ભંગી સૂગ કે સંકોચ વિના ગટરો સાફ કરી શકે છે, એ રીતે ક્ષત્રિયકુળના બળે ક્ષત્રી કર્તવ્યનિષ્ઠ બનીને દુઃખીયાઓની રક્ષા કરી શકે છે. નિર્ધન વગેરે પણ નિર્ધનતાના બળે લક્ષ્મીવંત વગેરેનો વિનય વગેરે કરી શકે છે અને શ્રીમંત પણ શ્રીમંતાઈને બળે દીન દુઃખીયાઓનાં દુઃખ ટાળવાની કે હળવાં કરવાની વૃત્તિ તથા તદનુરૂપ પ્રયત્નો કરી શકે છે. * સુમન ! એ રીતે કૌટુંબિક આચારો પણ પોતાના વૃદ્ધોની સેવા અને સ્ત્રી-પુત્રાદિ આશ્રિતોની રક્ષા શીખવે છે. એક જીવનની વિવિધ અવસ્થાઓ પણ એ જ શિક્ષણ આપે છે. બાલ્યાવસ્થા સેવા-વિનય વગેરેથી અને યૌવનાદિ અવસ્થાઓ વધારામાં આશ્રિતોની રક્ષાથી કૃતાર્થ થાય છે. સુમન ! એ રીતે લોકાચારો, કુળધર્મો અને બીજા પણ શિષ્ટાચારી જીવને સેવા અને રક્ષાનું શિક્ષણ પ્રેરણા તથા સત્ત્વ આપી તેના કર્તવ્યોમાં નિષ્ઠ બનાવે છે અને એ ધર્મ અનુપ્રેક્ષા • ૧૫૯ Page #177 -------------------------------------------------------------------------- ________________ કર્તવ્યો કરતો જીવ કૃતકૃત્ય બને છે. સુમન ! તત્ત્વજ્ઞો કહે છે કે માતા-પિતાદિ કે દેવ-ગુર્વાદિ પૂજ્યોની સેવા કરવાથી જીવમાં સેવાવૃત્તિ પ્રગટ થાય છે અને તેથી પોતાના આશ્રિત વર્ગનું રક્ષણ કરવાની તેનામાં યોગ્યતા પ્રગટે છે. જે પૂજ્યોની સેવામાં ઉપેક્ષા કે અનાદર સેવે છે તેનામાં આશ્રિતોનું રક્ષણ કરવાની વૃત્તિ, શક્તિ, કે નિષ્ઠા કદાપી પ્રગટતાં નથી. સુમન ! નમસ્કાર મહામંત્ર અને નમસ્કાર ભાવનું મહત્ત્વ સમજવા માટે આટલી હકીકત તને કહી છે. જૈન-અજૈન શાસ્ત્રોમાં પ્રાણને ભોગે બીજા જીવોની રક્ષા કરનારા સત્ત્વશાળી મહાત્માઓનાં જે દૃષ્ટાન્તો મળે છે, તે સત્ત્વ ખીલવવા માટે તેઓએ કરેલી પૂજ્યવર્ગની સેવાનું પરિણામ છે. શ્રીમેતાજ મુનિએ એક પક્ષીની રક્ષા માટે પ્રાણ આપ્યો, શ્રીશાન્તિનાથ પ્રભુના જીવે દશમા ભવમાં રાજા છતાં શરણે આવેલા એક પારેવાના રક્ષણ માટે કાયાનું બલિદાન કર્યું, કે મહારાજ કુમારપાળે એક મંકોડાની દયા કરતાં પોતાની ચામડી કાપી, વગેરે જે આપણે સાંભળીએ છીએ તેમાં તેઓએ કરેલી પૂજ્યોની સેવાથી પ્રગટેલા સત્ત્વનું એ ફળ હતું એમ આપણે માનવું જોઈએ. સુમન ! સેવા અને રક્ષારૂપ આ શિષ્ટાચારો એવા છે કે તેના પાલનથી જીવમાં વિનય-સેવારૂપ નમસ્કારભાવ અને અહિંસા-રક્ષારૂપ સામાયિકધર્મ પ્રગટે છે. સેવા અને રક્ષા એવા સંકલિત છે કે એકની સિદ્ધિમાં બીજાની સિદ્ધિ થાય છે અને એકના અભાવે બીજાનો અભાવ થાય છે. તેમાંથી પ્રગટ થતો નમસ્કારભાવ અને સામાયિક ધર્મ પણ એ રીતે સંકલિત છે, પરસ્પરના બળે વૃદ્ધિ પામતા તે આત્માને શાશ્વત સુખનો ભાગી બનાવે છે. સુમન ! એ રીતે ધર્મના મૂળમાં રહેલા શિષ્ટાચારોમાં ધર્મના ફળરૂપ મોક્ષને આપવાનું સામર્થ્ય છે. તેના પાલન વિના લૌકિક-લોકોત્તર એક પણ સુખને પામી શકાય નહિ. સુમન ! માર્ગાનુસારિતાના ૩૫ ગુણો એ શિષ્ટાચારનું પાલન છે અને શિષ્ટાચારની પ્રશંસારૂપ તેનો બીજો પ્રકાર તે શિષ્ટાચારનું દાન છે. સુમન ! અન્ય જીવોને શિષ્ટાચારી બનાવવાની વૃત્તિ વિનાનું કેવળ શિષ્ટાચારનું પાલન અપૂર્ણ રહે છે, યથાર્થભાવને પામતું નથી. માટે શિષ્ટાચારનું દાન કરવાનો ઉપાય તેની પ્રશંસા કરવી આવશ્યક હોવાથી અહીં તેને કહ્યો છે. એ પ્રશંસા અંગે આપણે હવે પછી વિચારીશું. ધર્મમિત્ર, શ્રેયસ્. ૧૬૦ • ધર્મ અનુપ્રેક્ષા Page #178 -------------------------------------------------------------------------- ________________ શિષ્ટાચાર પ્રશંસા-૬ (આ પત્ર-લેખમાં શિષ્ટાચારનું પાલન અને તેની ભૂરિ-ભૂરિ અનુમોદના જીવને કેટલી ઉપકારક નીવડે છે તે સરસ રીતે સ્પષ્ટ કરવામાં આવેલ છે. સં.) સુમન ! શિષ્ટાચાર એ જગતમાં સર્વ આસ્તિકદર્શનમાન્ય સાધારણ ધર્મ છે, સર્વધર્મની ભૂમિકા છે, આત્મધર્મરૂપી કલ્પવૃક્ષનું બીજ છે, લૌકિક–લોકોત્તર સર્વ સુખોનો આધાર છે, જીવોનો રક્ષક છે. ગુણ માત્રનો પિતા છે, સર્વ દુઃખોમાંથી છૂટવાનો અનન્ય અસાધારણ ઉપાય છે અથવા જીવ માત્રનો સાચો પ્રાણ છે એમ જીવનું જે કંઈ હિતકર કહો કે તે શિષ્ટાચારનું પાલન છે. એને માતા કહો, પિતા કહો, બંધુ કહો, મિત્ર કહો, સર્વ વિદ્યાની વિદ્યા કહો કે સર્વ પ્રકારનું ધન કહો, જીવનું સર્વસ્વ એક જ શિષ્ટાચારનું પાલન છે. - સુમન ! ત્રણે કાળમાં જીવનું હિત કરનાર શિષ્ટાચારને જગતમાં જીવંત રાખવો એ જ એક મનુષ્યનું કર્તવ્ય છે. સર્વ કર્તવ્યોનું તે એક કર્તવ્ય છે, તેથી તેની પ્રશંસા કરવી અનિવાર્ય છે. કારણ કે શિષ્ટાચારનું દાન કરવાનો અને તેનું પાલન અખંડ રાખવાનો ઉપાય એક જ તેની પ્રશંસા છે.. સુમન પોતાના કે બીજાઓના શિષ્ટાચારના પાલને આપણા ઉપર વિવિધ અને વિશિષ્ટ ઉપકારો કર્યા છે, તેથી તેની સેવા અથવા તેને જીવંત રાખવાનો વિધિપૂર્વકનો યથાશક્ય પ્રયત્ન આપણે ન કરીએ તો કૃતજ્ઞ બનીએ. કૃતજ્ઞતા એ મોટામાં મોટું પાપ છે. સુમન ! જન્મ દેનારી જનેતાના ઉપકારો કરતાંય શિષ્ટાચારોના ઉપકારો આપણા ઉપર ઘણા છે. એનું વર્ણન ક્યા શબ્દોમાં કરી શકાય ? સુમન ! ભૂતકાળમાં અજ્ઞાન–મોહ વગેરે આપણા દોષોથી શિષ્ટાચારનો દ્રોહ કિરીને આપણે જ્યારે દીન-દુઃખી-આંધળા-બહેરા-બોબડા-અનાથ-રાંક-નિરાધાર બની અસહ્ય દુઃખોના ભોગ બન્યા ત્યારે ત્યારે એ દુઃખોથી બચાવવા કે દિલાસો આપી દુઃખમાં સમાધિ કેળવવા જે જે શિષ્ટાચારીઓએ આપણને ઓછા-વધુ પ્રમાણમાં ઉપકાર કર્યો, અથવા કોઈ તથાવિધ પુણ્યના બળે આપણને વિવિધ વૈભવ અને ભોગસામગ્રી કે ગુણસંપત્તિ મળી હશે ત્યારે પણ અહંકારને વશ થયા વિના તેના બળે સ્વપર હિત કર્યું હશે તે સઘળો ઉપકાર તત્ત્વથી શિષ્ટાચારોનો જ છે, એમ હવે તને સમજાયું હશે. સુમન ! જગતમાં શિષ્ટાચારો કે તેના પાલકો ન હોત તો આપણી દયા કોણ ધર્મ અનુપ્રેક્ષા • ૧૬૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ કરત ? અથવા આપણે સુખના પ્રસંગે અહંકારથી બચીને સદાચારનું પાલન કઈ રીતે કરી શકત ? એમ સુખ-દુઃખનાં આકરાં આક્રમણોમાંથી આપણને બીજું કોણ બચાવી શકત ? આજે મળેલો મનુષ્યભવ, આર્યદેશ, ઉત્તમકુળ, દીર્ઘઆયુષ્ય, થોડી ઘણી બુદ્ધિ, જ્ઞાન, વિવેક કે વિનય તથા આરોગ્ય અને જીવન માટે જરૂરી ધનસંપત્તિ ઉપરાંત આત્મહિતની પણ સામગ્રી વગેરે જે કંઈ સારું મળ્યું છે, તે પૂર્વે શિષ્ટાચારનું પાલન કરવાનો જ પ્રભાવ છે. એ રીતે સુમન ! વર્તમાનમાં પણ આપણે શિષ્ટાચારની કૃપાથી જીવીએ છીએ. જો દુનિયામાંથી શિષ્ટાચારો મટી જાય અને દુરાચારોનું સામ્રાજય વર્તે તો એવો ઉલ્કાપાત પ્રગટે કે કોઈ સુખે ખાઈ પણ શકે નહિ. ત્રણે કાળમાં ત્રણે લોકમાં જેટલે અંશે શિષ્ટાચારનું પાલન નબળું પડે તેટલે અંશે દુઃખોની વૃદ્ધિ થાય છે. સુમન ! આજનો માનવી જે વિવિધ કષ્ટો ભોગવી રહ્યો છે, તે કષ્ટો શિષ્ટાચારરૂપ કર્તવ્યપાલનની સ્વ-પરની જવાબદારીને ભૂલીને અસદાચારોનું સેવન કરવાનું પરિણામ છે. એમ છતાં સુમન ! અજ્ઞાન અને મોહની નાગચૂડમાં ફસાયેલો માનવી પોતાના પાલકનો દ્રોહી બને તેમ તે શિષ્ટાચારોનો વિરોધી બનતો જાય છે. તુચ્છ એવા કૃત્રિમ સુખના લેશની પાછળ ઘેલો બનીને તે પોતાના સાચા પાલક અને રક્ષક એવાં અહિંસા, સત્ય, નીતિ, બ્રહ્મચર્ય, શીયળ, ઔદાર્ય, પરોપકાર, દાન, દયા, ક્ષમા, વિનય, સરળતા, સંતોષ વગેરેનું અપમાન કરી રહ્યો છે, ઉપરાંત જીવનું સર્વસ્વ હરણ કરનારા અને દુઃખોની ખાડીમાં ફેંકનારા હિંસા, અસત્ય, અનીતિ, અબ્રહ્મ, લોભ, કાર્પણ્ય, ક્રોધ, કલહ, ઇર્ષ્યા, અસૂયા, અહંકાર, ફૂડ-કપટ અને ક્રૂરતા વગેરે અસદાચારોનો પક્ષકાર બની રહ્યો છે. તે કાળે તેને શિષ્ટાચારનું મહત્ત્વ સમજાવવા પ્રશંસા કરવી અને તેને સન્માર્ગે વાળવો તે અતિ આવશ્યક છે. સુમન ! આ એક અટલ સત્ય છે કે જેમ જેમ શિષ્ટાચારોનું પાલન ઘટે-તૂટે તેમ તેમ દુઃખોની વૃદ્ધિ થાય ને જેમ જેમ શિષ્ટાચારનું પાલન વધે, સુદૃઢ બને, તેમ તેમ ચારે ગતિના જીવોનાં દુ:ખો ઓછાં થાય—સુખની વૃદ્ધિ થાય. કારણ કે બાહ્ય-અત્યંતર સર્વ સુખોની જનેતા શિષ્ટાચારની રક્ષા છે. માતા વિના પુત્ર ન જ જન્મે તેમ શિષ્ટાચારના પાલન વિના સુખ કદાપી ન મળે. એમ સુમન ! ભવિષ્યનું સુખ પણ શિષ્ટાચારના પાલનથી જ મળી શકે છે. સુમન ! સર્વ જીવોના સુખને જોઈ પ્રસન્ન થવું એ પણ શિષ્ટાચાર છે. તેથી ૧૬૨ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #180 -------------------------------------------------------------------------- ________________ અન્ય જીવોને સુખી જોવાની આપણી ભાવના ન જાગે કે તેઓનું સુખ આપણને ન ગમે ત્યાં સુધી આપણે કદાપી સુખી થઈ શકીએ નહિ. તેથી સર્વ સુખી થાય, તે માટે સર્વ સદાચારી બને, કોઈ પાપ ન કરે અને સર્વનાં દુઃખ નાશ પામે, એવી વૃત્તિ આપણે સેવવી જોઈએ. જ્યાં સુધી આ પરાર્થવૃત્તિ ન પ્રગટે ત્યાં સુધી આપણામાં રહેલા માનનો નાશ થાય નહિ. સુમન ! અનુપકારવૃત્તિને પણ જ્ઞાનીઓ માન કહે છે. જીવમાં જ્યાં સુધી માન છે–અહંવૃત્તિ છે, ત્યાં સુધી સ્વાર્થવૃત્તિ રહે છે અને એ સ્વાર્થવૃત્તિના ફળરૂપે અનુપકારવૃત્તિ પ્રગટે છે. એથી ફળમાં હેતુનો ઉપચાર કરીને અનુપકારવૃત્તિને માન કહેલું છે. સુમન ! એ આપણી અનુપકારવૃત્તિને-માનને દૂર કરવા માટે પણ જગતના જીવો સુખી થાય એવી પરાર્થવૃત્તિપૂર્વક તેઓને શિષ્ટાચારી બનાવવા શિષ્ટાચારની પ્રશંસા કરવી અનિવાર્ય છે. સુમન ! મનુષ્યને મળેલી મન, વચન અને કાયારૂપ મૂલ્યવાન સામગ્રીનું અને તેની અચિંત્ય શક્તિનું કોઈ પણ તાત્વિક ફળ હોય તો તે ત્રણે યોગો દ્વારા શિષ્ટાચારનું પાલન અને પ્રશંસા કરવી તે છે. મનથી શિષ્ટાચારોનો પક્ષ કરવો, તેના પ્રત્યે આદરબહુમાન-પ્રીતિ સભાવ પ્રગટાવવો, વચનથી શિષ્ટાચારપાલનનાં ઉત્તમ ફળો અને તેના ઉપકારો વર્ણવવા તથા તેના પાલન વિના થતી બાહ્ય-અત્યંતહાનિ વગેરેનું વર્ણન કરી અન્ય જીવોને શિષ્ટાચારના પક્ષકાર બનાવવા ઉપરાંત કાયાથી પણ યથાશક્ય વિધિપૂર્વક શિષ્ટાચારનું પાલન કરવું. એમ મન, વચન તથા કાયા એ ત્રણ યોગોને શિષ્ટાચારના પાલન તથા પ્રચારમાં પ્રવર્તાવવા એ શિષ્ટાચારની ત્રિવિધ પ્રશંસા છે. સુમન ! શિષ્ટાચારનો પક્ષ જાગ્યા વિના તેના લાભનું વર્ણન કરવું કે તેના પાલનનો ઉપદેશ કરવો તે શુષ્ક હોવાથી સાચી પ્રશંસારૂપ બનતો નથી. એ રીતે પક્ષ હોવા છતાં તેના પાલન વિના કરાતો ઉપદેશ પણ પ્રાય: બીજાને અસર ઉપજાવી શકતો નથી. તેથી શિષ્ટાચારની પ્રશંસા માટે સૌથી પ્રથમ તેના પ્રશંસકમાં શિષ્ટાચારનો પક્ષ પ્રગટવો જોઈએ. અને તેની સાથે યથાશક્ય પાલન પણ કરવું જોઈએ. જે જે આચારોનું પાલન ન કરી શકાય તે પણ કરવા માટેની શ્રદ્ધા હોવી જોઈએ, ઉપરાંત વચનથી તેની ૧. “હીતા નિરુપારિત્વ નિરવમાનતા વિનય પરાણપ્રચ્છનતા પતાપ માનધ્વનિનાગષિધીયને ' - ઉપદેશમાળા ગા. ૩૦૬ની શ્રીસિદ્ધર્ષિકૃત ટીકા. ધર્મ અનુપ્રેક્ષા • ૧૬૩ Page #181 -------------------------------------------------------------------------- ________________ પ્રશંસા અને અસદાચારોની નિંદા કરવી જોઈએ. શિષ્ટાચારની પ્રશંસાનો આ ઉત્સર્ગ અથવા રાજમાર્ગ છે. એમ છતાં સુમન ! એમાં એકાંત નથી. શિષ્ટાચારોનો પક્ષ કે પાલન ઇચ્છા માત્રથી શક્ય નથી. તે માટે જ્ઞાનાવરણીયાદિ કર્મોનો તથાવિધ ક્ષયોપશમ પણ જરૂરી છે. એથી જેનામાં તેવો ક્ષયોપશમ ન પ્રગટ્યો હોય તેણે પણ તેની વાચિક પ્રશંસા કરવી જોઈએ. ઉપરાંત પક્ષ વિના પણ કુળાચાર કે કર્તવ્ય સમજીને પણ તેનું પાલન કરવા પ્રયત્નશીલ બનવું જોઈએ. એમ કરવાથી શિષ્ટાચારના પાલનમાં નડતાં વિરોધી કર્મો નબળાં પડે છે અને ક્ષયોપશમના પ્રમાણમાં શિષ્ટાચારપાલન પ્રત્યે આદર તથા પાલનનું સત્ત્વ પ્રગટે છે. એમ શિષ્ટાચારની માત્ર વાચિક પ્રશંસા પણ સ્વ-પર હિતકર બને છે. સુમન ! “મહીનનો ચેન રતઃ સ સ્થાઃ' એ ઉક્તિને અનુસારે મનુષ્યનો એવો સ્વભાવ છે કે મોટા માણસો જે વર્તન કરે તેવું વર્તન કરવા તે પ્રેરાય છે. તેથી મનુષ્ય જેમ જેમ અધિક પુણ્યના બળે મહાન બનતો જાય તેમ તેમ સ્વ-પર હિતની દષ્ટિએ શિષ્ટાચારનું પાલન કરવાની તેની જવાબદારી વધતી જાય છે. તત્ત્વથી ઉંમર કે પ્રાપ્ત સંપત્તિ વગેરેના કારણે મનુષ્ય મોટો બનતો નથી, કિંતુ જેની શિષ્ટાચાર પાલનની જવાબદારી અધિક બને છે અને એ જવાબદારીને સમજીને જે તેનું પાલન કરે છે તે પુરુષ તત્ત્વથી મહાનું બને છે. સુમન ! ચારે ગતિના જીવોમાં મનુષ્યભવની કિંમત અધિક છે તે મનુષ્યની શિષ્ટાચારપાલનની જવાબદારીને કારણે છે. મનુષ્યમાં પણ જે ઉચ્ચકુળ વગેરે પામ્યો છે, તેની જવાબદારી અન્ય મનુષ્યોની અપેક્ષાએ અધિક છે અને તેમાં પણ સર્વજગતનું કલ્યાણ કરનાર વીતરાગનું શાસન જેને મળ્યું છે, તે સર્વ ધર્મીઓ કરતાં અધિક પુણ્યવાન હોવાથી શિષ્ટાચાર પાલનની અને પ્રચારની જવાબદારી તેની ઘણી વધારે છે. એ કારણે જૈનદર્શનમાં શ્રાવકના અને સાધુના આચારોના પાલન ઉપર ઘણો ભાર મૂકાયો છે. સુમન ! વાચકપ્રવર શ્રીઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થ જેવા ગંભીર અને સર્વમાન્ય ગ્રંથની આદિમાં “સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગ :” એ સૂત્રથી જે મંગળ કર્યું છે અને સમ્યગ્દર્શન જ્ઞાન તથા ચારિત્રાની જે ઉપાદેયતા જણાવી છે, તેની સાથે . શિષ્ટાચારપાલનનો અને પ્રશંસાનો કેવો ગાઢ સંબંધ છે, તે હવે પછી વિચારીશું. ધર્મમિત્ર, શ્રેયસુ. ૧૬૪ • ધર્મ અનુપ્રેક્ષા Page #182 -------------------------------------------------------------------------- ________________ શિષ્ટાચાર પ્રશંસા-૭ (ચિત્તશુદ્ધિપૂર્વક થતા સત્કાર્યને શિષ્ટાચારપ્રશંસા સાથે કેવો ગાઢ સંબંધ છે અને તેનાં કેવાં સુપરિણામ જીવને અનુભવવા મળે છે, તત્સંબંધી અનુમોદનીય પ્રકાશ—ચિંતનાત્મક–આ લેખ પાથરી રહ્યો છે. સં.) સુમન ! આજે આપણે જાણે ઘણા સમય પછી મળીએ છીએ. તેમાં તારી જિજ્ઞાસા વધારવાનો ઉદ્દેશ હતો અને તે સફળ થયો છે. મયૂર મેઘની રાહ જુએ તે રીતે આપણી મુલાકાતને અન્ય જિજ્ઞાસુઓ પણ જોઈ રહ્યા છે. સુમન ! છેલ્લી મુલાકાતને અંતે મેં તને શિષ્ટાચાર પ્રશંસાની સાથે પુણ્યાનુબંધી પુણ્યનો કેવો ઘનિષ્ઠ સંબંધ છે તે સમજવા કહ્યું હતું, તે તને યાદ હશે. સાંભળ સુમને ! સામાન્ય રીતે તો જડ-બંધનરૂપ હોવાથી આઠેય કર્મો હેય છે. પણ તેમાં એકાંત નથી. પુણ્યકર્મ એ કર્મનો જ એક પ્રકાર છે અને છતાં શાસ્ત્રોમાં તેને ઉપાદેય પણ કહ્યું છે. - સુમન ! લોકમાં લોખંડના કડાને બેડી કહેવાય છે, પણ સોનાનાં કડાંને અલંકાર માનવામાં આવે છે. બન્ને કડીરૂપે સામાન્ય છે છતાં એક બેડી છે, એક અલંકાર છે અને અલંકાર મનાતો હોવાથી માણસ તેને હરખે હરખે પહેરે છે. તેમ આશ્રવ (નવાં કર્મોનો બંધ) સામાન્યરૂપે હેય છે, છતાં અશુભ આશ્રવરૂપ પાપ લોખંડની બેડી તુલ્ય હોવાથી લોકને તે ગમતું નથી, તેનાથી બચવા પ્રયત્ન કરે છે. જ્યારે પુણ્ય સોનાની બેડી તુલ્ય છતાં સોનાના કડાની જેમ લોકને ગમે છે અને તેથી લોક તેનો આદર કરે છે. એમાં કારણ એ છે કે બેડરૂપ છતાં સોનાનું કડું જીવનોપયોગી બને છે, તેમ પુણ્યકર્મ જીવને જીવનસામગ્રી આપે છે, પાપથી મુક્ત કરે છે અને પોતે પણ છૂટી જાય છે. આવા પુણ્યને જ જ્ઞાનીઓએ ઉપાદેય કહ્યું છે. સુમન ! એવા પણ દુર્જનો હોય છે કે જેઓ સજ્જનના લેબાશમાં રહી દુર્જનનું કામ કરી લોકોને ઠગે છે. તેમ એક પુણ્ય એવું પણ હોય છે કે જે દેખાવમાં પુણ્ય છતાં જીવને પાપનો પક્ષકાર બનાવી, અનેક પાપાચરણો કરાવી, તે દ્વારા અનેકવિધ પાપકર્મનો બંધ કરાવી, પોતે ખસી જાય છે અને એના વિશ્વાસે પડેલો જીવ દુઃખી થાય છે. એવા પુણ્યને જ્ઞાનીઓએ ઉપાદેય માન્યું નથી, કિંતુ તત્ત્વથી પાપ માન્યું છે. સુમન ! મિત્રો બે પ્રકારના હોય છે, એક ઉપકાર કરી સુખસામગ્રી પ્રાપ્ત કરાવી પછી રખે, પોતાને તેનો પ્રત્યુપકાર લેવાનો પ્રસંગ આવી પડે એવા ભયથી ભાગી જાય ધર્મ અનપેક્ષા • ૧૬૫ Page #183 -------------------------------------------------------------------------- ________________ છે. આવા મિત્રને ધર્મમિત્ર કહેવાય છે. બીજો એવો પણ મિત્ર હોય છે કે જે ઉન્માર્ગે ચઢાવી, ધન-સંપત્તિ વગેરે સુખસામગ્રીનો પાપાચરણ દ્વારા દુરુપયોગ કરાવી દરિદ્ર બનાવીને પછી “રખે મારે સેવા આપવી પડે” એ ભયથી ભાગી જાય છે. આવા મિત્રને પાપમિત્ર કહેવાય છે. એ રીતે સુમન ! પુણ્ય પણ એક ધર્મમિત્રાની જેમ ઉપકારક અને બીજું પાપમિત્રની જેમ અપકારક હોય છે. જે ઉપકારક છે તેને શાસ્ત્રકારોએ પુણ્યાનુબંધી પુણ્ય કહ્યું છે અને અપકાર કરે છે તેને પાપાનુબંધી પુણ્ય કહ્યું છે, પહેલાને ઉપાદેય અને બીજાને હેય કહ્યું છે. સુમન ! આ બન્ને પ્રકારનું પુણ્ય જીવન માટે જરૂરી સામગ્રીને તો આપે છે પણ પુણ્યાનુબંધી પુણ્યનો એ સ્વભાવ છે કે તે જીવન માટે જરૂરી સઘળી સામગ્રી પૂરી પાડે છે, તેની સાથે એ સામગ્રીનો સદુપયોગ કરી શકાય તે માટે ચિત્તશુદ્ધિ પણ કરે છે. પાપાનુબંધી પુણ્ય તેથી ઉલટું કામ કરે છે, જીવન માટે જરૂરી સામગ્રી તો આપે છે, પણ તે ચિત્તને મલીન કરે છે–રાગ-દ્વેષ-મોહ-અજ્ઞાન વગેરે દોષોથી ચિત્તને તે એવું દૂષિત કરે છે કે તે તે દૂષણો દ્વારા પ્રાપ્ત સામગ્રીનો દુરુપયોગ કરી નૂતન પાપકર્મોને બાંધી આત્મા સંસારરૂપી અટવીમાં રખડતો થઈ જાય છે, એમ બન્નેમાં મોટું અંતર છે, એક ઉપકારી છે, બીજું અપકારી છે. સુમન ! આમ હોવાથી જીવ પાપને વશ પડી જેટલું ઠગાયો નથી, જેટલો દુઃખી થયો નથી, તેથી અધિક તે પાપાનુબંધી પુણ્યથી ઠગાયો છે. પાપને વશ પડવામાં પણ બહુધા પાપાનુબંધી પુણ્ય કારણભૂત છે અને આ અપેક્ષાએ એમ કહી શકાય કે જીવ આ પુણ્યના વિશ્વાસે દુઃખી થયો છે. એ કારણે સુમન ! પુણ્યાનુબંધી પુણ્યની આવશ્યકતા છે, કારણ કે તે ચિત્તશુદ્ધિ કરે છે તેથી પ્રાપ્ત થયેલી મનુષ્યજન્મ, આર્યદેશ, ઉત્તમકુળ વગેરે જીવન સામગ્રીથી સુખ ભોગવી શકાય છે, ઉપરાંત ધર્મ-સદાચારનું પાલન વગેરે પણ કરી શકાય છે. અર્થાત એમ કહી શકાય કે આવા પુણ્યાનુબંધી પુણ્યના સહકારથી જીવ પોતાની સઘળી જીવનપ્રવૃત્તિમાં પરાર્થપરાયણ બની મૈત્રી-પ્રમોદ-કરુણા તથા માધ્યશ્મભાવના બળે રાગ-દ્વેષ-કામ-ક્રોધ-મદ-મોહ-ઈષ્ય વગેરે અંતરંગશત્રુઓનો પરાજય કરી ઉત્તરોત્તર આત્મશુદ્ધિ કરતો સર્વકર્મથી મુક્ત પણ થઈ શકે છે. સુમન ! ‘પાપ દુષ્ટ છે” એ તો આબાલ-વૃદ્ધ સૌ સમજે છે, પણ પુણ્ય દ્રોહ કરે છે એ વાતને વિરલ વ્યક્તિઓ સમજે છે. સૌ સામાન્ય રીતે પુણ્યને ઇચ્છે છે અને તે ૧૬૬ • ધર્મ અનુપ્રેક્ષા Page #184 -------------------------------------------------------------------------- ________________ માટે સત્કાર્યો પણ કરે છે, તથાપિ પુણ્યાનુબંધિ અને પાપાનુબંધી એવો ભેદ ન સમજવાને કા૨ણે સત્કાર્ય કરવામાં જરૂરી શુભભાવને (ચિત્તશુદ્ધિને) મહત્ત્વ આપી શકતા નથી; એથી એ સત્કાર્યથી બંધાયેલું પાપાનુબંધીપુણ્ય ઉદય વખતે પાપમિત્રનું કામ કરી આત્માને સવિશેષ દુઃખનું પાત્ર બનાવી મૂકે છે. હવે સુમન ! તને સમજાશે કે સત્કાર્ય કરવાની જેટલી જરૂર છે તેટલી અથવા તો તેથી ઘણી અધિક જરૂ૨ ચિત્તશુદ્ધિની છે. ચિત્તશુદ્ધિ વિના કરેલું પુણ્યકાર્ય પણ પ્રાયઃ પાપમિત્રની ગરજ સારે છે, જ્યારે સંયોગ સામગ્રીના અભાવે કે પ્રતિકૂળતા પુણ્યકાર્ય ન કરી શકાય કે સદાચાર ન પાળી શકાય તો પણ ચિત્તશુદ્ધિના બળે પુણ્યકાર્યોની કે સદાચારોની અનુમોદના—પ્રશંસા કરવામાં આવે તો પણ તેથી બંધાયેલું પુણ્યાનુબંધીપુણ્ય ધર્મમિત્રનું કામ કરે છે. સુમન ! જીવને ધર્મના પ્રારંભકાળે જ્યારે ક્ષમાદિ ધર્મો કે મૈત્રી આદિ ગુણો પ્રગટેલા ન હોય, વિષય-કષાયોનું આકર્ષણ હોય, અહંકાર-ઇર્ષ્યા-દ્રોહ વગેરે પાપોનું જોર હોય ત્યારે તો એ પાપવૃત્તિઓના નાશ માટે અને મૈત્રી આદિ શુભભાવોને પ્રગટાવવા માટે શિષ્ટાચારની પ્રશંસા અતિ અગત્યની છે, કારણ કે તેથી ચિત્તશુદ્ધિ સાથે પુણ્યનુબંધીપુણ્ય પ્રાપ્ત થાય છે. સુમન ! શિષ્ટાચારોનું પાલન ગુણસ્વરૂપ છે અને ગુણની કે ગુણના લક્ષ્યથી કરેલી ગુણીની પ્રશંસાથી આત્મામાં ક્ષમાદિ ધર્મનાં બીજ વવાય છે. પછી તેના અંકુરરૂપે ચિત્તમાં જ્યારે મૈત્યાદિ ભાવો પ્રગટે છે, ત્યારે તે અનાદિ વિષયકષાયોના આકર્ષણરૂપ ચિત્તની મલીનતાને દૂર કરી ચિત્તશુદ્ધિ કરે છે. આ ચિત્તશુદ્ધિના બળે કર્તવ્યનિષ્ઠાથી કરેલાં નાનાં મોટાં લૌકિક સર્વકાર્યો શિષ્ટાચારરૂપ બની જાય છે અને સર્વ લોકોત્તર કાર્યો ધર્માચરણરૂપ બની જાય છે. આ શિષ્ટાચરણ અને ધર્માચરણથી બંધાતું પુણ્ય પુણ્યાનુબંધી બનવાથી તેના ઉદયે મળેલી ધન-શરીર-કુટુંબ વગેરે સઘળી સામગ્રી ધર્મસામગ્રી બની આત્માને જિનાજ્ઞાનો પાલક બનાવી ઉત્તરોત્તર પવિત્ર કરે છે. એમ સુમન ! ધર્મના પ્રારંભ (આદિ) કાલથી માંડીને ધર્મની છેલ્લી—ઊંચી ભૂમિકાએ પહોંચતા સુધી સઘળી જીવનસામગ્રીને ધર્મસામગ્રી બનાવવા માટે અથવા લૌકિક-લોકોત્તર સર્વ પ્રવૃત્તિઓને ધર્મ સ્વરૂપ બનાવવા માટે પુણ્યાનુબંધીપુણ્યની આવશ્યકતા છે અને તે માટે શિષ્ટાચારની—સદાચારની પ્રશંસા જરૂરી છે. સુમન ! દરિદ્રને પ્રથમ ધન મેળવવા માટે ધનિકની સેવા કે તેનું ધન વ્યાજે લઈ ધંધો કરવો પડે છે, તેમ ગુણદરિદ્ર–નિર્ગુણી આત્મા અન્ય ગુણવાનોની સેવા તથા ધર્મ અનુપ્રેક્ષા ૦ ૧૬૭ Page #185 -------------------------------------------------------------------------- ________________ તેઓના ગુણની–સદાચારની પ્રશંસા દ્વારા ધર્મસંપત્તિની પ્રાપ્તિ કરી શકે છે. સુમન ! જે આત્મા કુલાદિના આલંબને સદાચારનું પાલન કરવા છતાં ગુણાનુરાગના અભાવે ગુણ—ગુણીની અનુમોદના કે પ્રશંસા વગેરે કરી શકતો નથી, તે આવું નિર્મળ પુણ્ય પ્રાપ્ત કરી શકતો નથી. કારણ કે પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ માટે સદાચારના પાલનની સાથે શુભભાવની જરૂર રહે છે. માટે સદાચારનું પાલન કરતાં કે તેનું પાલન ન કરી શકાય ત્યારે પણ ગુણાનુરાગ કેળવવો જોઈએ અને તેના બળે ગુણગણની અનુમોદના, પ્રશંસા વગેરે કરવાં જોઈએ. માર્ગાનુસારિતાના પ્રત્યેક ગુણમાં સુમન ! પુણ્યાનુબંધી પુણ્યને પ્રાપ્ત કરાવવાની શક્તિ છે અને તેથી જ તેને પાયાનો ધર્મ કહ્યો છે. તત્ત્વથી પુણ્યાનુબંધી પુણ્યની સહાય વિના જીવનના અંતરંગ શત્રુઓનો પરાજય થતો નથી, માટે શિષ્ટાચારપ્રશંસા દ્વારા તેવા પુણ્યને પ્રાપ્ત કરવું જોઈએ. માર્ગાનુસારિતાના આ બીજા પ્રકાર અંગે તને જે કાંઈ કહ્યું છે, તેનું તું જેમ જેમ અધિક ચિંતન-મનન કરીશ, તેમ તેમ તને તેમાં રહેલું તત્ત્વ અધિકાધિક સમજાશે. ધર્મમિત્ર, શ્રેયસુ. જીવનના પ્રકારો જીવનવાળા જીવોના અનેક રીતે અનેક પ્રકારો પડે છે–પાડવામાં આવે છે. તેમાં આ પણ એક પ્રકાર સમજવા જેવો છે. ૧. સાધારણ જીવનવાળા, ૨. મધ્યમ જીવનવાળા, ૩. ઉત્તમ જીવનવાળા અને ૪. ઉત્તમોત્તમ જીવનવાળા. (૧) જેઓના જીવનમાં મોટો ભાગ કરુણ, ભયાનક, બીભત્સ અને રૌદ્રરસ અનુભવતો હોય એવા જીવનવાળાનું જીવન સાધારણ છે. (૨) શૃંગાર, હાસ્ય ને વીર એ રસો જીવનનો મોટો ભાગ આવરી લેતા હોય એ જીવન મધ્યમ છે. (૩) શૃંગાર, વીર, અદ્ભુત અને શાંત એ રસો જે જીવનમાં પ્રધાન ભાગ ભજવતા હોય તે જીવન ઉત્તમ છે. (૪) વીર, અદ્ભુત અને શાંત એ રસો જેમાં પ્રધાન છે તે જીવન ઉત્તમોત્તમ - પ. પૂ. પં. શ્રીધુરંધરવિજયજી ગણિવર. ૧૬૮૦ ધર્મ અનપેક્ષા Page #186 -------------------------------------------------------------------------- ________________ આર્યજીવન વ્યવસ્થા-૧ (આ લેખથી માર્ગાનુસારીતાના ત્રીજા ગુણની અનુપ્રેક્ષા શરૂ થાય છે. આર્યકુળોની વિવાહવ્યવસ્થા આત્મવિકાસમાં કઈ રીતે સહાયભૂત થતી આવી છે તેમ જ થઈ રહી છે, તત્સંબંધી મનનીય નિરુપણ આ લેખમાં છે. સં.) સુમન ! શિષ્ટાચારની પ્રશંસા પછી માર્ગાનુસારિતાના ત્રીજા ગુણમાં જ્ઞાનીઓએ આર્યકુળોની વિવાહવ્યવસ્થાનું પાલન કરવાનું કહ્યું છે. અર્થાત્ વિવાહ કરવો અનિવાર્ય બને તો પણ તે આર્યકુળોની વિવાહવ્યવસ્થાને અનુસરીને કરવો જોઈએ. સુમન ! પહેલાં આપણે વિચાર્યું છે કે તત્ત્વથી ધન મેળવવાની બુદ્ધિ એ પાપ છે, તથાપિ ગૃહસ્થને ધન વિના વ્યવહારો ચાલે નહિ. એ કારણે જો લૌકિક વ્યવહારો અટકી પડે અથવા પરિણામે ધાર્મિક વ્યવહારોથી પણ વંચિત થવાનો પ્રસંગ આવે, તો ગૃહસ્થને ધન મેળવવું જોઈએ. પણ તે ન્યાયપૂર્વક મેળવવું જોઈએ કે જેથી સંસારવૃદ્ધિનું કારણ ન બને. સુમન ! ધન મેળવવામાં પણ ન્યાયનું પાલન કરવું તે ધર્મ છે અને તેથી તેને માર્ગાનુસારધર્મનો પ્રથમ પાયાનો ગુણ કહ્યો છે. એ રીતે સુમન ! આર્યકુળોની વિવાહવ્યવસ્થા માટે પણ સમજવાનું છે. ચિંતામણી અને કલ્પવૃક્ષ વગેરેની ઉપમા પણ જેને ઓછી પડે તેવું મહામૂલ્ય મનુષ્યજીવન પામીને આત્માએ મુખ્યતયા બ્રહ્મચર્ય વગેરે આત્મગુણોની સિદ્ધિ કરવી જોઈએ. કારણ કે તેમાં જ માનવતાનું મૂલ્ય છે અને તે જ મનુષ્ય જીવનનું સાચું ફળ છે. એમ છતાં સુમન ! સર્વ કોઈ મનુષ્યો તેવી યોગ્યતાને પામેલા જ હોય તેમ બને નહિ અને યોગ્યતાને પામેલા પણ સર્વ બ્રહ્મચર્યની સિદ્ધિ કરી જ શકે તે પણ નિયમ નહિ મોંઘા માનવજીવનને પામેલા પણ જીવોમાં ઘણા જીવો આત્મગુણનાં ઘાતક મોહનીયાદિ કર્મોથી ઘેરાયેલા હોય છે તેથી પાપને પાપરૂપે સમજવા છતાં છોડી શકતા નથી. - તેથી સુમન ! એવા જીવો પણ પાપક્રિયા કરવા છતાં પાપવૃત્તિના પોષક ન બને, પાપની પરંપરારૂપ અનુબંધને ન કરે, અને પરિણામે તે પાપક્રિયાથી છૂટવાનું સત્ત્વ કેળવે એવા શુભ આશયથી જ્ઞાનીઓએ પાપક્રિયા ન છૂટે તો પણ ધર્મની સિદ્ધિ કરી 'શકાય તેવો માર્ગ બતાવ્યો છે. એ માર્ગને શાસ્ત્રોમાં માર્ગાનુસારિતા નામનો ગૃહસ્થનો સામાન્ય ધર્મ કહેલો છે. સુમન ! તેના ત્રીજા ગુણમાં બ્રહ્મચર્યના પાલનમાં અસમર્થ જીવ પણ ઉત્તરોત્તર કામવાસનાનો વિજય કરી બ્રહ્મચર્ય પાલનનું સત્ત્વ કેળવી શકે તે માટે વિવાહ કેવી રીતે કોની સાથે કરવો તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થાની મર્યાદા એવી છે કે. જેઓ કુળ અને આચારથી સમાન હોય, અને ગોત્રથી ભિન્ન હોય તેવા ગૃહસ્થોના ધર્મ અનુપ્રેક્ષા • ૧૬૯ Page #187 -------------------------------------------------------------------------- ________________ પુત્રપુત્રીનો વર-કન્યા તરીકે સંબંધ તેના વાલીઓએ ધર્મબુદ્ધિએ કરવો. અર્થાત પોતાનાં સંતાન કામવાસનાથી પીડાઈને સ્વચ્છંદી ન બની જાય, કિંતુ વાસનાનો વિજય કરવાનું સત્ત્વ પ્રગટે અને તેના બળે દુરાચારથી બચી જીવનને પવિત્ર બનાવે એવી બુદ્ધિથી વિવાહ કરવો જોઈએ. સુમન ! એ ઉપરાંત પણ વિવાહ કરવામાં બન્ને પક્ષની વૈભવ, વેષ અને ભાષાની સમાનતા, વર-કન્યાનાં ઉત્તમ લક્ષણો, અંગોપાંગની અવિકલતા, માતા-પિતા ધર્મગુરુ વગેરે પ્રત્યે કૃતજ્ઞતા, પૂજ્યભાવ, વિનય, આજ્ઞાધીનતા તથા વિદ્યા-વય વગેરે બીજા પણ ગુણો જોવા જોઈએ. સુમન ! આ મર્યાદાપૂર્વક વિવાહ કરવાનાં લૌકિક લોકોત્તર વિવિધ ફળો નીતિશાસ્ત્રમાં તથા ધર્મશાસ્ત્રોમાં પણ વર્ણવેલાં છે. તેમાં મુખ્ય ફળ શુદ્ધ અર્થાત્ સદાચારિણી (પતિવ્રતા-સતી) પત્નીની પ્રાપ્તિ થાય તે છે. તેવી પત્નીથી સુજાતઉત્તમ પુત્રની પ્રાપ્તિ થાય તે એનું બીજું ફળ છે.અને એવા ઉત્તમ પરિવારથી ચિત્તપ્રસન્નતા, ઘરનાં કાર્યોમાં નિર્વિજ્ઞતા કુલાચાર તથા ધર્માચારનું રક્ષણ–પાલન વગેરે બીજા પણ ઘણા લાભો થાય છે. તેમાં સુમન ! ઉત્તમ પુત્રથી માતા-પિતાદિને, જ્ઞાતિજનોને, સમગ્ર મનુષ્ય જાતિને અને દેવાદિ અન્ય ગતિવાળા જીવોને પણ કેવો લાભ થાય છે તે સમજવાની જરૂર છે પૂર્વે આપણે વિચાર્યું હતું કે સદાચાર એ વિશ્વના સર્વ જીવોનું અને વિશેષતયા મનુષ્યનું સાચું ધન છે. તેના રક્ષણ અને પાલનથી સર્વ જીવોનું હિત થાય છે. જીવનમાં ભોગોપભોગાદિ સામગ્રી ગમે તેવી અને ગમે તેટલી મળી હોય પણ તેનાથી સાચા સુખનો અનુભવ કરવો તે તો કોઈ જ્ઞાની વિરલ આત્મા કરી શકે છે. એ માટે આવડત જોઈએ છે અને એ આવડત ક્ષમાદિગુણ સ્વરૂપ–ધર્મરૂપ છે. આ ગુણોને પ્રગટાવવાનું, રક્ષણ કરવાનું કે વધારવાનું બળ સદાચારમાં રહેલું છે. સદાચારથી ન હોય તે ગુણો પ્રગટે છે, હોય તે સુદઢ અને વિશુદ્ધ બને છે અને ઉત્તરોત્તર વધતા જાય છે. આ સદાચારનો આધાર મુખ્યતયા મનુષ્ય જીવન છે. મનુષ્ય જેટલા સદાચારી દેવો પણ બની શકતા નથી.. એમ છતાં સુમન ! બધા જ મનુષ્યો સદાચારનું યથાર્થ કે સંપૂર્ણ પાલન કરી શકે તે શક્ય નથી. કોઈ ઉત્તમ કુલીન માતા-પિતાથી જન્મેલા પુણ્યવાન મનુષ્યો જ સાચા સદાચારી બની શકે છે. આવા એક સદાચારીથી હજારો લાખો કે તેથીયે અધિક જીવો સદાચારનો પાઠ શીખી શકે છે અને સદાચારી બની શકે છે. સુમન ! શાલીભદ્રજી કે તેવા બીજા ધન્નાજી જેવા ઉત્તમ આત્માઓના જીવનને દૃષ્ટાન્ત બનાવીને આજ પૂર્વે લાખ્ખો જીવો દાનધર્મનું પાલન કરતા થયા છે. મહાત્મા સ્થૂલભદ્રજી, વિજય શેઠ અને વિજયા શેઠાણી, તથા સુદર્શન શેઠ વગેરે અને શ્રીમતી સીતાજી વગેરે અનેક મહાસતીઓના પવિત્ર બ્રહ્મચર્ય અને શીયલનું આલંબન લઈને ૧૭૦ • ધર્મ અનુપ્રેક્ષા Page #188 -------------------------------------------------------------------------- ________________ અગણિત આત્માઓ મૈથુનના પાપથી બચ્યા છે. એ રીતે મહાતપસ્વીઓના તપનું આલંબન લઈને અનેક આત્માઓ તપ દ્વારા સ્વ-૫૨ કલ્યાણ સાધી શક્યા છે અને શત્રુ પ્રત્યે પણ પરોપકાર કરવાની બુદ્ધિવાળા મૈત્રીઆદિભાવના ભંડારભૂત સમતાના સાગર ખંધકજી, ગજસુકુમાર, મેતારજ મુનિ, વગેરે મહાત્માઓના દ્રષ્ટાન્તને અનુસરીને અનેક જીવો મૈત્રીઆદિભાવોને અને ક્ષમાદિ ધર્મોને સિદ્ધ કરી શક્યા છે. સુમન ! જેઓ તેવી દાનાદિની શક્તિ-યોગ્યતા પામ્યા નથી તેવા અનેક દેવો અને તિર્યંચો પણ તેવા સદાચારીઓની સેવાભક્તિ અને પ્રશંસા અનુમોદના વગેરેથી સ્વજીવનને ઊર્ધ્વગામી બનાવી શકે છે. એટલું જ નહિ નરકાદિગામી અન્ય જીવો પણ તેઓની દયાનું—અનુગ્રહનું પાત્ર બની વિશેષ દુઃખોથી દુર્ગતિથી બચી જાય છે. એમ એક સાચો ધર્મી—સદાચારી આત્મા વિશ્વનો ઉપકારી બની શકે છે. એક સાચા સદાચારી મનુષ્યના આલંબનથી સમગ્ર માનવ જાતિને પણ કેટલા લાભ થાય છે તેનાં માતા-પિતાદિ કે જ્ઞાતિજનોને કેવા લાભ થાય છે તે તો તું સ્વયં સમજી શકે તેવું પ્રગટ છે. સુમન ! આરોગ્ય માટે પથ્યાપથ્યનો વિવેક કરનારા મળી આવશે, ઉત્તમ ધાન્ય નીપજાવવા માટે બીજ અને ક્ષેત્રના ગુણો જોનારા ઘણા મળશે, રહેવાના મકાનમાં સુખી થવાના ધ્યેયથી તેના ગુણદોષને શોધનારા-સમજનારા પણ મળશે, ભાવી સુખ માટે શરીરના લક્ષણો વગેરેની આવશ્યકતા માનનારા જડશે, પણ એ સર્વથી અધિક જેની જરૂ૨ છે તેવા ગુણોના આધારભૂત ઉત્તમ સદાચારી સંતતીની પ્રાપ્તિ માટે વર-કન્યાના વિવાહની ઉત્તમકુળોની શાસ્ત્રીય મર્યાદાના મર્મને સમજનારા અને પાળનારા બહુ ઓછા મળશે. સુમન ! પૂર્વકાળમાં આ મર્યાદાનું પાલન આર્યકુળોમાં સારું થતું હતું તેથી માનવજાતિની શ્રેષ્ઠતા અખંડ રહી શકી હતી. ઉત્તરોત્તર કાળની વિષમતા, જીવની નિઃસત્ત્વતા, વિકારનો આવેગ વધતાં ગયાં અને આત્મીય સુખનું લક્ષ્ય ઘટતું ગયું તેમ તેમ માનવજીવનની શ્રેષ્ઠતાના આધારભૂત વિવાહની આ મર્યાદાનું મૂલ્ય ઘટતું ગયું. એના પરિણામે આજે માનવતા ઘટી રહી છે, માનવ જીવન મળવા છતાં માનવતા અવિકસિત બની રહી છે અને એથી માત્ર માનવનું જ નહિ, વિશ્વના સઘળા જીવોનું હિત ઘવાઈ રહ્યું છે. આ બધું વિચારતાં તને સમજાશે કે આર્યકુળોની વિવાહવ્યવસ્થા કેટલી મહત્ત્વની છે, એનામાં આત્મવિકાસ કરવાની કેટલી શક્તિ છે અને તેથી એને સાચવવાની કેટલી અગત્યતા છે. સુમન ! તત્ત્વથી અબ્રહ્મસેવન પાપ છે. પણ તેમાંથી છૂટવાનું સત્ત્વ આત્મામાં ન પ્રગટે ત્યાં સુધી માર્ગાનુસારિતાના આ ગુણની અતિ આવશ્યકતા છે. એના પાલનથી જે વિવિધ લાભો થાય છે તે અંગે વિશેષ વિચાર આપણે હવે પછી કરીશું.ધર્મમિત્ર, શ્રેયસ્. ધર્મ અનુપ્રેક્ષા • ૧૭૧ Page #189 -------------------------------------------------------------------------- ________________ આર્યજીવન વ્યવસ્થા-૨ (જીવનભરના બ્રહ્મચર્યવ્રતને અંગીકાર કરવાનું જેમનું સત્ત્વ પ્રગટ્યું નથી, એવા સ્ત્રીપુરુષોને આર્યજીવનવ્યવસ્થાના અંગભૂત વિવાહવ્યવસ્થાને સ્વીકારવાથી પરિણામે શો લાભ થાય છે, તેનું મનનીય નિરુપણ આ પત્ર-લેખમાં કરવામાં આવ્યું છે. સં.) સુમન ! માર્ગાનુસારિતાના ત્રીજા ગુણમાં આર્યકુળોની વિવાહવ્યવસ્થાને અનુસરવાનું વિધાન છે. આ વિવાહવ્યવસ્થાના રહસ્યને જાણવાથી તને સમજાશે કે ગૃહસ્થજીવનમાં માર્ગાનુસારિતાની પ્રાપ્તિ માટે તેની કેટલી મહત્તા છે? સુમન ! આર્યકુળોમાં પત્નીને સધર્મચારિણી અને પતિને આર્યપુત્ર તરીકે સંબોધવામાં આવે છે. પતિ અને પત્નીનાં આ વિશેષણો તને વિવાહનું તત્ત્વ સમજવા માટે ઉપયોગી થઈ પડશે.. સુમન ! “સધર્મચારિણી' એટલે પતિની સાથે અથવા પતિની સમાન ધર્મને આચરનારી સુશીલ પત્ની. એથી એ સમજવાનું છે કે પત્નીનો ધર્મ પતિની સાથે તેના સમાન ધર્મને આચરવાનો છે. એનો અર્થ એ નથી કે પતિ ગમે તેવા ખરાબ માર્ગે દોરે તો પણ પત્નીએ તેની આજ્ઞાને અનુસરવું ! કારણ કે પતિનું વિશેષણ “આર્યપુત્ર છે. આર્ય” તેને કહેવાય છે કે જે સર્વ અસદાચારોથી દૂર રહી યશાશય સ્વપરહિતકર સદાચારોને અનુસરે. એવા આર્યનો પુત્ર સર્વ અસદાચારનાં ત્યાગપૂર્વક શક્ય સદાચારનું પાલન કરનાર હોય. તેથી તેની આજ્ઞા અસદાચાર સેવવાની કદી ન હોઈ શકે. સ્ત્રીઓને પતિ એ પતિદેવ તરીકે આરાધવાનું નીતિશાસ્ત્ર કે ધર્મશાસ્ત્રનું ફરમાન પણ આ કારણથી છે કે આર્યપતિ કદાપી પોતાની નિશ્રામાં જીવન સમર્પણ કરનાર પત્નીને અસદાચારને માર્ગે ન દોરે, કિંતુ અસદાચારથી રક્ષણ કરી સદાચારપાલનમાં સહાય કરે. સુમન ! પુરુષરૂપે કે સ્ત્રીરૂપે પણ મનુષ્યનો જન્મ ઘણા પુણ્યના બળે મળે છે, આવું પુણ્ય ધર્મ કરવાથી બંધાય છે અને તેના ફળરૂપે મળેલા માનવભવને વિશિષ્ટ ફળદાયક બનાવવા માટે પુનઃ ધર્મ કરવો અનિવાર્ય છે. સુમન ! એમ છતાં જ્ઞાનીઓએ આચરેલો અને ઉપદેશેલો એ ધર્મ પ્રાપ્ત કરવો સહેલો નથી. તેના નિશ્ચય અને વ્યવહાર એમ બે પ્રકારો છે. તેમાં નિશ્ચયધર્મ કે જે આત્મશુદ્ધિરૂપ છે, તેને માટે વ્યવહારધર્મ કે જે અપેક્ષાએ શુદ્ધિ માટેના ઔષધરૂપ છે તેને જીવનમાં જીવવો પડે છે. આ વ્યવહારધર્મમાં વિવિધ બાહ્ય આલંબનોનો આશ્રય લેવો પડે છે. તે આલંબનોમાં મનુષ્યભવ પ્રથમ નંબરે છે, તેથી તેનું મહત્ત્વ છે એથી પણ ઉત્તરોત્તર અધિક મહત્ત્વ આર્યદેશ-ઉત્તમકુળ-પંચેન્દ્રિયપાટવ વગેરેનું છે. જે દેશ, જ્ઞાતિ, કે કુળ વગેરેમાં જન્મ લેવા માત્રથી પણ વિવિધ અસત્યવૃત્તિઓથી બચી જવાય છે અને ૧૭૨ • ધર્મ અનુપ્રેક્ષા Page #190 -------------------------------------------------------------------------- ________________ કુળાચાર, લોકાચાર તથા દેશાચારને અનુસરીને સદાચારને પાળવાની સગવડ મળે છે તે કુળ, જ્ઞાતિ, દેશ, વગેરે પણ ધર્મની સામગ્રીરૂપે ધર્મનાં આલંબનો ગણાય છે. કારણ કે ત્યાં જન્મ પામેલા જીવને ઉત્તરોત્તર સદાચારમાં-ધર્મમાર્ગમાં પ્રેરનારા સ્વજનો, સંબંધીઓ, જ્ઞાતિજનો, વૃદ્ધ પ્રજાજનો અને ધર્મગુરુઓનો યોગ મળે છે અને તેઓ દ્વારા જીવને ધર્મમાર્ગમાં પ્રવૃત્ત થવાનું પ્રેરક બળ મળે છે. સુમન ! આ પુણ્યપવિત્ર સહયોગથી બાલ્યકાળ સદાચારમય પસાર થવા છતાં, યૌવનવયે કામોન્માદને વશ બનતાં અનાદિ અભ્યાસથી જીવ એવો પામર બની જાય છે કે બાલ્યવયના સંસ્કારો તેમાંના કોઈકને જ બચાવી શકે છે. પ્રાયઃ સર્વ જીવો ઇન્દ્રિયોને વશ બની વિવિધ પાપોને સેવે છે. શાસ્ત્રજ્ઞો કહે છે કે નિર્દય કામ ચંડાળ પંડિતોને પણ પીડે છે. અર્થાત્ યૌવનના ઉન્માદની સામે પાંડિત્ય પણ પ્રાયઃ અકિંચિત્કર બની જાય છે. તે અવસ્થામાં સદાચારનું રક્ષણ કરવા માટે સત્ત્વશાળી પતિ અને પત્ની પરસ્પર સહાયક બની શકે છે. માટે પત્નીને સધર્મચારિણી અને પતિને આર્યપુત્ર તરીકે સંબોધવામાં આવે છે. વળી સુમન ! આ વિવાહવ્યવસ્થાના બળે વિષયવાસનાની વૃત્તિને મર્યાદિત બનાવી શકાય છે. જેમ પરિગ્રહવિરમણ, દિશિપરિમાણ, ભોગોપભોગ વિરમણ, અનર્થદંડ વિરમણ કે દેશાવગાસિક વગેરે વ્રતો દ્વારા અમર્યાદિત પાપવૃત્તિને મર્યાદિત કરી જીવ નિરર્થક પાપવૃત્તિજન્યકર્મના નવા બંધથી બચી જાય છે, તેમ વિવાહની આ વ્યવસ્થાથી સ્ત્રી સર્વ પુરુષોની અને પુરુષ સર્વ સ્રીઓની અભિલાષાને મર્યાદિત કરી વિવાહ જેની સાથે થાય તે સ્ત્રી અને તે પુરુષ સિવાયના સઘળા અન્ય સ્ત્રી કે પુરુષોની અભિલાષાથી બચી જાય છે એમ કામવાસનાની અમર્યાદિત વૃત્તિને મર્યાદિત કરવા માટે વિવાહવ્યવસ્થા સ્વ-પર હિતકર ઉપાય છે. સુમન ! પાપી મનોવૃત્તિને અંકુશમાં લેવી અતિ દુષ્કર છે. તે માટે નવવિધબ્રહ્મગુપ્તિનું પાલન વગેરે બીજા પણ વિવિધ ઉપાયોનું સતત સેવન કરવું આવશ્યક છે. કારણ કે અનાદિ અભ્યાસને ટાળવો અતિ દુષ્કર છે. શાસ્ત્રકારો કહે છે કે પૂર્વજન્મમાં રાગાદિપૂર્વક આચરેલી શુભાશુભ પ્રવૃત્તિનો અભ્યાસ જીવને ઉપયોગ વિના પણ કેટલાય કાળ સુધી સાથે રહે છે. ત્યાં જીવની અનંતાનંત જન્મોથી પોષાયેલી કામવાસના માટે તો કહેવું જ શું ? તે એટલી દૃઢ બની જાય છે કે અન્યભવોમાં તો તેને તોડવાનું સામર્થ્ય જીવને પ્રાપ્ત થતું જ નથી. એક જ મનુષ્યભવ અને તેમાં આર્યદેશ, કુળ, જાતિ વગેરેને પ્રાપ્ત કરીને કોઈ વિરલ આત્માઓ જ તેનો પરાભવ કરી શકે છે. સુમન ! વિવિધ રૂપોને ધારણ કરતી પાપવાસના જીવને પાપથી ભારે કરી વિવિધ દુ:ખોનું ભાજન બનાવી દે છે. વૈર-વિરોધ, તેજોદ્વેષ-ઇર્ષ્યા-અસૂયા, ક્રૂરતાધર્મ અનુપ્રેક્ષા ૦ ૧૭૩ Page #191 -------------------------------------------------------------------------- ________________ નિર્દયતા અને દુરાગ્રહ-વિગ્રહ-અહંકાર-મદ વગેરે સઘળાં પાપવાસનાનાં જ વિવિધરૂપો છે, તેને દૂર કરવા મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય જેવી સ્વપર હિતકર ભાવનાઓ અને તેને અનુરૂપ પરોપકારવૃત્તિ વગેરે વસ્તુઓ જ સમર્થ છે. માટે જ્ઞાનીઓએ ધર્મ માટે તેની ઉપયોગિતા વર્ણવી છે. સુમન ! મૈત્રી આદિ ભાવોને પામેલો જીવ અબ્રહ્મ આદિ સેવવામાં મહાકંપને અનુભવે છે. કારણ કે એકવાર અબ્રહ્મ સેવવાથી અસંખ્યાતા બેઇન્દ્રિય જીવો. અસંખ્યાતા સંમૂર્ણિમ પંચેન્દ્રિય જીવો અને નવલાખ ગર્ભજ પંચેન્દ્રિય જીવોની હિંસાનો સંભવ છે એમ શાસ્ત્રકારો કહે છે.એ શાસ્રવચન જાણ્યા પછી કોણ આત્મવૈરી જીવ ભોગના ક્ષણિક, કૃત્રિમ અને વિરસ એવા સુખને માટે આટલા જીવોની હિંસાનું કાર્ય આચરે ? અન્ય જીવોના હિતની થોડી પણ સંજ્ઞાને પામેલો જીવ પોતાના ક્ષણિક ભોગ-સુખ માટે થતી આ જાતની ઘોર હિંસારૂપ મૈથુનકર્મને તજવાનું જ પસંદ કરે અને એને માટે પોતાને એવા પાપમાંથી બચાવવા સમર્થ સહાયક સાધનોનો સાથ મેળવે. સુમન ! એવા સહાયકોમાં પ્રથમ નંબર ઉત્તમ ધર્મગુરુઓનો છે. મૈથુનાદિ સર્વપાપોથી બચવાના ધ્યેયપૂર્વક તેઓની નિશ્રામાં જીવનને સંપૂર્ણ સમર્પિત કરનાર સદાને માટે પાપોથી બચી જાય છે. પણ સર્વ મનુષ્યો એટલું સત્ત્વ પામેલા હોતા નથી, તેથી અલ્પ સત્ત્વવાળા જીવો ગૃહસ્થ તરીકે જીવવા છતાં ઉત્તરોત્તર મૈથુનસંજ્ઞાના પાપથી બચી જાય એ ઉદ્દેશથી યોગ્ય સ્ત્રી-પુરુષના વિધિપૂર્વકના વિવાહની વ્યવસ્થાને અનુસરે છે તેથી આર્યદેશોમાં તે અનાદિકાળથી ચાલી આવી છે. તેને અનુસરનારા પુણ્યઆત્માઓ પાણીગ્રહણ કરવા છતાં મૈથુનવૃત્તિનો નાશ કરવાની અને બ્રહ્મચર્યગુણને પ્રગટ કરવાની ભાવનાવાળા હોવાથી ચીકણાં પાપકર્મોથી લેપાતા નથી, કિન્તુ ઉત્તરોત્ત૨ ભોગકર્મનો ક્ષય કરી સંપૂર્ણ બ્રહ્મચર્યનું સત્ત્વ પ્રગટ કરી શકે છે. જૈન-અજૈન શાસ્ત્રોમાં એવા સત્પુરુષોનાં અને મહાસતીઓનાં અગણિત દૃષ્ટાન્તો છે. સુમન ! રોગી રોગ પ્રત્યે અણગમો ધરાવી આરોગ્ય મેળવવાના લક્ષ્યથી યોગ્ય ઔષધનું વિધિપૂર્વક સેવન કરે તો નિરોગી બને છે, તેમ કુલીન સદાચારનો પક્ષપાતી આત્મા, વિવાહવ્યવસ્થાના પાલનપૂર્વક લગ્ન કરી ઔષધની જેમ ગૃહવાસ સેવવા છતાં ક્રમશઃ આત્મવિશુદ્ધિ કરતો આત્માના આરોગ્યરૂપ સંપૂર્ણ બ્રહ્મચર્યનું સત્ત્વ પ્રગટ કરી શકે છે. સુમન ! ગૃહસ્થજીવનમાં ધર્મ કરતાં અધર્મનું પલ્લું ભારે-નમતું હોય છે, જ્ઞાનીઓએ ઊંચામાં ઊંચા ગૃહસ્થધર્મને પણ સાધુધર્મની અપેક્ષાએ સવા વસો (રૂપિયામાં એક આના જેટલો) કહ્યો છે. પંદર આના પાપપ્રવૃત્તિ અને એક આનો નિષ્પાપપ્રવૃત્તિ કરી શકે છે, તો પણ તેનામાં પ્રગટ થયેલી માર્ગાનુસારિતા અને સમ્યગ્દષ્ટિરૂપ એવી ૧૭૪ • ધર્મ અનુપ્રેક્ષા Page #192 -------------------------------------------------------------------------- ________________ શક્તિ પ્રગટી શકે છે કે જેના બળે એક આના જેટલા ધર્મથી પંદર આના જેટલા પાપનો નાશ કરી સોળે સોળ આના ધર્મ કરવાની શક્તિ મેળવી શકે છે. , સુમન ! નિરોગીને ઔષધ અનાવશ્યક છે. તેમ પૂર્વજન્મોમાં વિવિધ સદાચાર સેવનથી ભોગવૃત્તિને નિર્માલ્યપ્રાય બનાવી દીધી હોઈ ભોગના સર્વત્યાગનું સત્ત્વ પામેલા હોય છે તે આત્મા આજન્મ બ્રહ્મચર્યવ્રત પાળી સ્વ-પર હિત સાધી શકે છે. જ્યારે તેવી કક્ષાએ નહિ પહોંચેલો-ભોગવૃત્તિને પરાધીન જીવ ભોગવૃત્તિનો નાશ કરવાના લક્ષ્યપૂર્વક આર્યકુલોની વિવાહવ્યવસ્થાને અનુસરવાથી ઉત્તરોત્તર ભોગ વૃત્તિને ક્ષીણ કરી સંપૂર્ણ બ્રહ્મચર્યનું સર્વ પ્રગટ કરી શકે છે. સુમન ! વિવાહવ્યવસ્થા ભોગ-સુખ માટે છે, એમ માનવું તે અજ્ઞાન છે. ભોગ એ રોગ છે અને તેને ટાળવા માટે વિવાહવ્યવસ્થાદિ આર્યઆચારો એક વિશિષ્ટ ઉપાયરૂપ છે, એવી સમજ એ તાત્ત્વિક સમજણ છે. ગૃહસ્થાશ્રમ સેવવા છતાં નૈષ્ઠિક બ્રહ્મચર્યને પામેલા સંપુરુષો અને મહાસતીઓ ત્રણે લોકમાં પૂજાય છે. દેવો પણ તેમના દાસ બની સેવા કરતા હોય છે. સુમન ! આવા પવિત્ર સંતો અને સતીઓના ધર્મથી જગતના જીવો શાતાને પામે છે. તેઓના નામસ્મરણ માત્રથી પાપીઓનાં પાપો નાશ પામે છે, એ રીતે અન્ય જીવોનું પણ હિત થાય છે. . ' સુમન ! મુક્તિનું અનંતરકારણ ચારિત્ર છે, એ ચારિત્ર સર્વ સદાચારોનું કુળધર છે અને તે ચારિત્રનું મૂળ બ્રહ્મચર્ય છે અને બ્રહ્મચર્યની સિદ્ધિ કેવળ મનુષ્ય જન્મમાં વિધિપૂર્વકની વિવાહવ્યવસ્થાને અનુસરવાથી થાય છે. માટે માર્ગાનુસારિતાનો આ ત્રીજો ગુણ બીજા ગુણોને પ્રગટાવવા માટે ઘણો મહત્ત્વનો છે, એ તને હવે સમજાયું હશે એને અનુસરવાથી સ્વ-પર કલ્યાણ થાય છે એ સુનિશ્ચિત છે. સુમન ! જેઓ પોતાના કર્મોદયને અનુસાર જે જ્ઞાતિ, કુળ, દેશ, કે ધર્મમાં જન્મ્યા હોય તેઓ તે તે જ્ઞાતિ, કુળ, દેશ કે ધર્મ વગેરેના નિયમોને (આચારોને) પાળવા માટે જવાબદાર હોય છે. એમ છતાં મોહાદિને વશ થઈ જેઓ એ નિયમોને અનુસરતા નથી તેઓ કેવળ પોતાને જ નહિ, પણ તે તે સમગ્ર જ્ઞાતિ, કુળ, દેશ, ધર્મ અને પરંપરાએ સમગ્ર વિશ્વને પણ હાનિ પહોંચાડે છે, અન્યાય કરે છે અને તેથી પોતાનું સંસારભ્રમણ વધારી મૂકે છે, એ વાત આપણે હવે પછી વિચારીશું. ધર્મમિત્ર, શ્રેયસુ. ધર્મ અનુપ્રેક્ષા • ૧૫ Page #193 -------------------------------------------------------------------------- ________________ આર્યજીવન વ્યવસ્થા-૩ (જીવનભરના બ્રહ્મચર્યવ્રતને અંગીકાર કરવાનું જેમનું સત્ત્વ પ્રગટ્યું નથી, એવા સ્ત્રીપુરુષોને આર્યજીવનવ્યવસ્થાના અંગભૂત વિવાહવ્યવસ્થા તેમ જ તેને ટકાવી રાખનારા નીતિનિયમોના પાલનથી શો લાભ થાય છે અને ભંગથી કેવાં-કેવાં નુકશાન થાય છે, તેનું મનનીય નિરુપણ આ પત્ર-લેખમાં કરવામાં આવ્યું છે. સં.) સુમન ! માર્ગાનુસારિતાના ત્રીજા ગુણમાં આર્યકુળોની વિવાહવ્યવસ્થાના પાલનનું વિધાન છે. આ ગુણ વિવાહિત પતિ-પત્નીને હિત કરે છે, ઉપરાંત તેના કુટુંબને, સ્વજનોને, સંબધીઓને, જ્ઞાતિજનોને, તે તે સમાજને, રાષ્ટ્રને અને સમગ્ર વિશ્વને પણ હિત કરે છે. સુમન ! આ હકીકતને સમજવા દૃષ્ટિને વિશાળ અને સૂક્ષ્મ બનાવવી પડશે. એકાગ્રતાથી શ્રવણ, મનન અને ચિંતન કરવું પડશે. સુમન ! મોંઘા મનુષ્યભવને પામીને માણસ કેવળ જીવન જીવી જતો નથી, પોતે વિવિધ પ્રકારે લાભ કે હાનિ કરી જાય છે અને પાછળ વિવિધ પ્રકારનો વારસો મૂકતો જાય છે. સુમન ! આપણે કોઈ લક્ષ્મીનો વારસો મૂકી જાય છે, તો કોઈ દેવાનો મૂકી જાય છે એ જાણીએ છીએ પણ એ ઉપરાંત બીજો વિવિધ વારસો મૂકી જાય છે તે તરફ લક્ષ્ય ઓછું આપીએ છીએ. કોઈ સદાચારનો તો કોઈ અસદાચારનો, કોઈ રાગનો તો કોઈ વૈરાગ્યનો, કોઈ ત્યાગનો તો કોઈ ભોગનો એમ વિવિધ વસ્તુને માણસો વારસામાં મૂકી જાય છે. સુમન ! મનુષ્ય પોતાના વારસામાં એક એવો જીવનનો ઇતિહાસ પણ મૂકી જાય છે કે પાછળના જીવો તેમાંથી પોતાની યોગ્યતા પ્રમાણે ગુણ કે અવગુણને પણ ગ્રહણ કરે છે. એની પ્રશંસા કે નિંદા દ્વારા, સદ્ભાવ કે અસદ્ભાવ દ્વારા અથવા અનુકરણ કે અનુકરણ દ્વારા પોતાનું હિત અને અહિત પણ કરે છે. આજે આપણે પણ જીવન ઘડતર માટે બહુધા પૂર્વ પુરુષોના જીવનને દ્રષ્ટાંત તરીકે સ્વીકારી તે તે પ્રવૃત્તિ કરીએ છીએ એ કોને અનુભવસિદ્ધ નથી ? સુમન ! એ ઉપરાંત ગૃહસ્થાશ્રમ સેવનાર મનુષ્ય વારસામાં પોતાની સંતતિને મૂકી જાય છે. એનાથી કેવળ તેનો વંશ ચાલુ રહે છે એમ નહિ, એ સંતતિ જો ઉત્તમ ૧૭૬ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #194 -------------------------------------------------------------------------- ________________ હોય તો તેના આલંબનથી અને સહકારથી તેના કુટુંબ, જ્ઞાતિ અને યાવત્ સમગ્ર વિશ્વને પણ હિત થાય છે અને જો સંતતિ અધમ હોય તો તેનું, તેના કુટુંબનું, સ્વજન, સંબંધીઓનું કે જ્ઞાતિ, સમાજ, રાષ્ટ્ર યાવત્ સમગ્ર વિશ્વનું અહિત પણ થાય છે. સુમન ! વિશ્વના સમગ્ર જીવોના જીવનનો એવો સંબંધ છે કે તેમાંથી પરસ્પર હિતાહિત થાય છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, ‘પરસ્પરોપગ્રહો નીવાનામ્’ અર્થાત્ જીવો પોતાના જીવનથી પરસ્પર હિતાહિત કરે છે. માટે સુમન ! સુખનો અર્થી મનુષ્ય જો પૂર્ણ બ્રહ્મચર્યને પાળીને પોતાના જીવનનો એવો ઉત્તમ ઇતિહાસ ન રચી શકે તો પણ તેણે આ વિવાહવ્યવસ્થાનું ધોરણ પાળીને લગ્ન કરવું જોઈએ, કે જેથી સંતતિ થાય તો પણ સુજાત વગેરે ગુણવાળી ઉત્તમ થાય અને તેનાથી પોતાને, તે સંતતિને, તેના કુટુંબ, સ્વજન, સંબંધીઓ, જ્ઞાતિ, સમાજ, રાષ્ટ્ર, અને યાવત્ વિશ્વને પણ હિત થાય. સુમન ! અપવાદને બાજુમાં રાખી સામાન્ય ધોરણે વિચારતાં સમજાશે કે જે મનુષ્ય પોતાના જીવનમાં સંયુક્ત કૌટુંબિકજીવનના, જ્ઞાતિના, સમાજના, કે રાષ્ટ્ર વગેરેના લૌકિક કાનુનોનું પાલન કરે છે તે બીજાઓને પણ એ કાનુનોનું પાલન કરવાનું શિક્ષણ આપતો હોય છે : એથી વિપરીત જે તે તે કાનુનોનો અનાદર કે ભંગ કરે છે તે બીજાઓને પણ અનાદર અને ભંગ કરવાનું શીખવે છે. સુમન ! બીજા જીવોનું હિતાહિત જેટલું હિતકર-અહિતકર ઉપદેશ આપવાથી થાય છે, તેથી કેઈ ગુણું અધિક અને શીઘ્ર તેનું હિતાહિત તે તે પ્રકારના વર્તનથી થાય છે, ઉપદેશથી બીજાને જે અસર થાય છે તે કરતાં ઘણી, સચોટ અને શીઘ્ર અસર સારા નરસા આચરણને જોવાથી થાય છે. અજ્ઞાન એવા પણ બાળકને માતા ઉપદેશ વિના કેવળ પોતાના આચરણ દ્વારા શિક્ષણ આપી શકે છે. સુમન ! મનુષ્યોનો મોટો વર્ગ બાળક જેવો છે, તેને ઉપદેશની અસર નહિવત્ થાય છે, તેવા જીવોના હિત માટે કેવળ ઉપદેશ નહિ, પણ તેવું વર્તન પણ કરવું જરૂરી છે. સુમન ! લૌકિક કે લોકોત્તર પ્રત્યેક ઉત્તમ આચાર સમગ્ર વિશ્વના હિત માટે છે એ વાત તને પહેલાં યુક્તિપૂર્વક સમજાવી છે એટલે એ વિષયમાં હવે તને સમજાવવાની જરૂર નથી. તું સમજી શકીશ કે એક નાનામાં નાના પણ સદાચારનો અનાદર કરી જે ધર્મ અનુપ્રેક્ષા - ૧૭૭ · Page #195 -------------------------------------------------------------------------- ________________ તેનું પાલન કરતો નથી તે પોતાનો અને યાવત્ સમગ્ર વિશ્વનો પણ દ્રોહ કરે છે. એ જ તેના સંસાર પરિભ્રમણનું મૂળ કારણ છે. શાસ્ત્રમાં અસદાચારના ત્યાગને અને સદાચારના પક્ષને ધર્મ કહ્યો છે અને એની વિરુદ્ધ સદાચારના તિરસ્કારને અને અસદાચારના પક્ષને અધર્મ કહ્યો છે, તેનું રહસ્ય પણ આ જ છે. સુમન ! મનુષ્યનું જીવન અન્ય સર્વ જીવોના જીવન કરતાં વધુ જવાબદારીવાળું છે, તેનું કારણ પણ એ જ છે કે તેના સારા નરસા આચરણની અસર અન્ય જીવોને મોટી થાય છે. સુમન ! એ જ કારણે એક અસદાચાર તિર્યંચ સેવે, તેવો જ અસદાચાર મનુષ્ય સેવે તો તેને તિર્યંચ કરતાં પાપકર્મનો બંધ ઘણો મોટો થાય છે. દેવો અને નારકો માટે પણ તારતમ્ય છતાં એ જ ન્યાય કહ્યો છે. અર્થાત્ સમાન પાપ આચરવા છતાં તેનાથી મનુષ્યને જેટલો પાપકર્મનો બંધ થાય છે તેટલો, દેવોને તિર્યંચોને કે નારકોને થતો નથી. સુમન ! માનવ જાતિમાં જન્મેલા માટે પણ આ ન્યાય છે. એક ઉચ્ચકુળને પામેલો—ઉત્તમ તરીકે પંકાયેલો મનુષ્ય જે પાપ કરે તેવું જ તે પાપ હલકા જીવનને પામેલો સામાન્ય મનુષ્ય કરે તો તેને સમાન શિક્ષા કે સમાન કર્મબંધ થતો નથી. સુમન ! જેમ જેમ જીવન ઊંચું અને કીર્તિ વધારે તેમ તેમ તેના સારા નરસા કાર્યોથી તેને અને બીજાને પણ લાભ કે હાનિ મોટી. એક ચોર ચોરી કરે ત્યારે તેને જે શિક્ષા થાય છે તેનાથી કેઈ ગુણી અધિક શિક્ષા—દંડ વગેરે એક ન્યાયાધીશને નાનકડી લાંચ-રુશ્વત લેવાથી થાય છે. સુમન ! એથી તને સમજાશે કે વિશ્વવ્યવસ્થાના ધોરણે ચારે ગતિમાં મનુષ્ય જીવનનું મૂલ્ય અને મહત્ત્વ ઘણું છે તો તેની જવાબદારી પણ ઘણી મોટી છે.અને તેથી વિશ્વવ્યવસ્થાના લૌકિક કે લોકોત્તર નાનામોટા કાનૂનો પૈકી જે જે કાનૂનો માટે પોતે પાળવાને જવાબદાર છે તે તે કાનૂનોને તેણે પૂર્ણ વફાદારીપૂર્વક પાળવા જાઈએ એથી વિરુદ્ધ તે તે કુટુંબ, જ્ઞાતિ, સમાજ, રાષ્ટ્ર કે વિશ્વની એક વ્યક્તિ પણ એમાં ભૂલ કરે છે તો તે પોતાને, તે તે કુટુંબ, જ્ઞાતિ, સમાજ, રાષ્ટ્ર, અને યાવત્ વિશ્વને પણ હાનિ પહોંચાડે છે. આ હકીકતને સમજવા એક દૃષ્ટાંત છે તે સાંભળ ! શ્રીકૃષ્ણવાસુદેવની આયુધશાળામાં એક ચામડાની દેવાધિષ્ઠિત ‘ભેરી’ નામનું વાજિંત્ર (નગારું) હતું. તેને વગાડતાં એવો શબ્દ થતો કે તેને સાંભળવાથી ૧૭૮ • ધર્મ અનુપ્રેક્ષા Page #196 -------------------------------------------------------------------------- ________________ સાંભળનારના સર્વ જાતિના રોગો નાશ પામે અને છ માસ સુધી નવો રોગ થાય નહિ. પ્રજાવત્સલ કૃષ્ણવાસુદેવે પ્રજાના હિતાર્થે તે ભેરીને છ છ માસના અંતરે વગડાવવાની વ્યવસ્થા કરી અને તેને વગાડવાનો દિવસ વગેરેની સર્વત્ર જાહેરાત કરી. ઉપરાંત ભેરીના રક્ષણ માટે એક માણસને રક્ષક તરીકે નીમ્યો. સુમન ! વ્યવસ્થા પ્રમાણે દૂર દૂર દેશવિદેશથી રોગીઓ આવતા અને નિયત દિવસે ભેરી વાગતી, તેનો અવાજ સાંભળવાથી દરેક રોગીના વિવિધ રોગો શમી જતા. સુમન ! પુદ્ગલના ગુણ—ધર્મરૂપ તેના શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શમાં એવી વિવિધ શક્તિ હોય છે કે અમુક પુદ્ગલના સેવનથી તે તે રોગો જન્મે છે અને તેથી વિરુદ્ધ ધર્મવાળા પુદ્ગલના સેવનથી તે તે રોગો શમી પણ જાય છે. વૈદ્યો, ડૉક્ટરો– ઔષધ આપે છે તે પણ વિવિધ પુદ્ગલોના મિશ્રણથી જ તૈયાર થયાં હોય છે. રોગો આહારમાંથી જન્મે છે અને આહા૨થી શમે છે, એમ વૈદ્યકશાસ્ત્ર માને છે. સૌને પ્રાયઃ એનો અનુભવ પણ છે. ઔદારિક શરીરને માફક ન આવે તેવો કે તેટલો ઔદારિક પુદ્ગલનો આહાર .લેવાથી રોગ પ્રગટે છે અને તેના શમન માટે લેવાતાં ઔષધો પણ ઔદારિક પુદ્ગલો જ હોય છે. કોઈ પુદ્ગલનો રસ તો કોઈનો ગંધ, કોઈનો સ્પર્શ કે કોઈનું રૂપ, રોગોને પ્રગટ કરે છે, તેમ તેથી વિરુદ્ધ રસ વગેરેથી રોગ શમે પણ છે. એ રીતે તેના શબ્દમાં પણ રોગ પ્રગટાવવાની અને શમાવવાની શક્તિ હોય છે. સુમન ! આજની વૈજ્ઞાનિક શોધથી પણ આ હકીકત સિદ્ધ થઈ છે અને વિવિધ સંગીતના પ્રયોગથી વિવિધ રોગોને શમાવવાની યોજના પણ અમુક સ્થળોમાં ચાલુ થઈ છે. સુમન ! કૃષ્ણવાસુદેવે કરેલી વ્યવસ્થા પ્રમાણે એક વખત ભેરી તેના નિયત દિવસે વગાડવામાં આવી અને એક રોગી આવવામાં એક દિવસ મોડો પડ્યો. તેણે જાણ્યું કે ભેરી તો કાલે વાગી અને હવે છ મહિના પછી જ વાગશે, ત્યારે તેને ભારે આંચકો લાગ્યો. આ રોગ છ મહિના સુધી કઈ રીતે સહન થશે ? એ ચિંતાથી તેણે ઉપાય શોધવા માંડ્યો અને તેને સૂઝ્યું કે જે ભેરીના શબ્દશ્રવણ માત્રથી પણ રોગ શમે છે તે ભેરીનું ચામડું રોગ શમાવવા સમર્થ કેમ ન બને ? પછી તો તેણે ભેરીના રક્ષકને સાધ્યો, લક્ષ્મીની લાલચમાં સપડાવ્યો અને મોં માગ્યા દામ આપી ભેરીના ચામડામાંથી એક ટુકડો કપાવી લીધો. ધર્મ અનુપ્રેક્ષા ૦ ૧૭૯ Page #197 -------------------------------------------------------------------------- ________________ સુમન ! બસ, પહેલ કરનારની રાહ માણસ જુએ છે. તે પછી તો તે વાત ગુપ્ત રીતે પણ કર્ણોપકર્ણ બીજા દર્દીઓ સાંભળતા ગયા અને શ્રીમંત દર્દીઓ શીધ્રપણે રોગનો નાશ કરવા લાંચ આપી આપીને ભેરીમાંથી ચામડાના ટુકડાને મેળવતા રહ્યા. ભેરીના રક્ષકે પણ લક્ષ્મીના લાલચે મૂળ ચામડાને આપી તેની જગ્યાએ બીજા ચામડાના કૃત્રિમ સાંધા જોડવા માંડ્યા. પરિણામ એ આવ્યું કે છ મહિનામાં તો તે ભેરીમાંથી મૂળ ચામડું કપાઈ ગયું અને કૃત્રિમ સાંધાથી ભેરી ભરાઈ ગઈ. તેથી જ્યારે છ મહિને એને વગાડી ત્યારે તેના અવાજથી કોઈને અસર ન થઈ અને હંમેશને માટે રોગીઓ નિરાશ થયા. સુમન ! કિલ્લાની એક પહેલી ઈંટ ટૂટ્યા પછી સમગ્ર કિલ્લાનો નાશ સરળ થઈ જાય છે, નાવડીમાં એક નાનું છિદ્ર કરવાથી સમગ્ર નાવડીને સહજમાં ડૂબાવી શકાય છે. ભેરીના પ્રથમ ટુકડાને લેનારે એવો માર્ગ ચાલુ કર્યો કે પાછળ ઘણા માણસોએ તેનું અનુકરણ કર્યું અને ભેરીની શક્તિ નાશ પામવાથી રોગીઓ હંમેશને માટે નિરાશ થયા. એ રીતે સુમન ! સમગ્ર વિશ્વનું જેમાં હિત છે તે વિશ્વવ્યવસ્થાના નાના મોટા લૌકિક કે લોકોત્તર આચારને અજ્ઞાન કે મોહને વશ થઈ જે મનસ્વીપણે ભાંગે છે, કે તેનું મૂળ સ્વરૂપ બદલી નાખે છે, તે સમગ્ર વિશ્વને હાનિ કરે છે. અન્ય જીવોને એ આચારપાલનમાં અનાદર ઉપજાવે છે, શિથિલ બનાવે છે અને આચારભંગનો માર્ગ ખુલ્લો કરે છે. સુમન ! અબ્રહ્મ હેય છે, તથાપિ બ્રહ્મચર્યપાલનની વિશિષ્ટ શક્તિ જેનામાં નથી તેના માટે આ આર્યકુળોની વિવાહવ્યવસ્થાનું પાલન ઘણું અગત્યનું છે. માનવજાતિ એ ઉચ્ચ ગણાય છે, તે પ્રમાણે તેની ઉચ્ચતા અખંડ રહે એવી સંતતિ માટે આ વ્યવસ્થા કઈ રીતે ઉપકારક બને છે એ તો તને હવે પછી સમજાવીશ, પણ આજે એટલું તારે સમજી લેવું જોઈએ કે વિશિષ્ટ પુણ્યથી પોતાના ઘેર માનવ તરીકે જન્મ લેનાર ભાવિ પુત્ર પુત્રીના જીવનને સુંદર બનાવવા માટે અને એ રીતે પોતાની ઉત્તમ સંતતિનો વારસો જગતને આપવા માટે મનુષ્ય આ આર્યકુળોની વિવાહવ્યવસ્થા ખૂબ મહત્ત્વની સમજી તેનું પાલન કરવું–કરાવવું તે માનવનો એક ધર્મ છે. ધર્મમિત્ર, શ્રેયસુ. ૧૮૦ ૦ ધર્મ અનપેક્ષા Page #198 -------------------------------------------------------------------------- ________________ આચારપાલન (મનનીય આ પત્ર-લેખમાં સદાચારના પાલનની યથાર્થ મહત્તા આલેખવામાં આવી છે. સં.) સુમન ! માનવજીવન અન્ય ગતિઓની અપેક્ષાએ ઘણું ઉચ્ચ છે એમ સર્વ દર્શનકારો કહે છે અને સૌ કોઈ એ પ્રમાણે સ્વીકારે છે, તેનું કારણ માનવજીવનમાં મુખ્યતયા શિષ્ટાચાર, સદાચાર કે ધર્માચારરૂપ આચારધર્મના પાલન દ્વારા વિશિષ્ટ સાધના કરવાની હોય છે. સુમન ! મનુષ્યના આ આચારધર્મના પાલનથી અન્ય જીવોનું હિત થાય છે, એથી એનું પોતાનું પણ હિત થાય છે અને અન્ય જીવોને આચારપાલનની હિતકર પ્રેરણા મળે છે. તેથી એમ કહી શકાય કે એક સદાચારી ઉત્તમ મનુષ્ય જગતના જીવોને સંસારસમુદ્રથી પાર ઉતારનાર નાવિક છે. સુમન ! નાવિકનું કાર્ય બીજાને તારવાનું હોય છે. તે બીજા મુસાફરોને તારે છે છતાં ત્રીજાને તારતાં પોતે પણ તરે છે. સુમન ! બધા નાવિક બની શકતા નથી, નાવિક તો કોઈ અમુક જ હોય છે, બીજા તો તરનારા તરીકે મુસાફરો હોય છે, પણ નાવિક અને મુસાફરો બધાની બુદ્ધિ નાવડી નિર્વિને પાર ઉતરે અને સૌ તરે–પાર ઉતરે' એવી હોવાથી બધા પાર ઉતરે છે. નાવડીની રક્ષા માટે સૌ એકમત હોય છે અને નાવડીની રક્ષામાં સર્વની રક્ષા સમજતા હોય છે. ' : ' સુમન ! સદાચારને નાવડી, તેના પ્રરૂપક તથા પ્રચારકને નાવિક અને પાલકને તરનારા મુસાફરો કહી શકાય. સુમન ! જેમ સઘળા મનુષ્યો નાવિક કે મુસાફરો બની શકતા નથી, તેમ સર્વ જીવો આચારધર્મનું પાલન કરી શકતા નથી, પણ યથાયોગ્ય આચારધર્મનું પાલન કરનાર તો મનુષ્ય જ હોય છે, એ કારણે જ માનવજીવનની ઉચ્ચતા સૌ કોઈએ સ્વીકારી છે. સુમન ! જેમ મુસાફર નાવડીની સલામતિ માટે બેદરકાર બને તો તે સર્વ મુસાફરોનો દ્રોહીં ઠરે છે, તેમ મનુષ્ય પણ પોતાના જીવનને યોગ્ય એવા શક્ય સદાચારના પાલનમાં બેદરકાર બનવાથી દ્રોહી ઠરે છે. માટે માનવજીવન પામેલા સૌ કોઈએ આચારધર્મના પાલનની અને રક્ષણની પોતાની જવાબદારીને સમજવી જોઈએ ધર્મ અનુપ્રેક્ષા • ૧૮૧ Page #199 -------------------------------------------------------------------------- ________________ અને એનું પાલન—રક્ષણ કરવું જોઈએ. સુમન ! પોતાના જીવનને અનુરૂપ સદાચારનું પાલન કરવું અને અસદાચારનો ત્યાગ કરવો, એ જ માનવજીવનનું મુખ્ય કર્તવ્યબિંદુ છે. એમાં સર્વ કર્તવ્યોનો સમાવેશ થઈ જાય છે. શાસ્ત્રોમાં કહેલા સમગ્ર વિધિ નિષેધોનું તાત્પર્ય એક જ આ કર્તવ્યપાલનમાં રહેલું છે. સુમન ! આ કર્તવ્યપાલનરૂપ આચારધર્મના પાલનથી પોતાને મળેલા દુર્લભ માનવજન્મની સેવા થાય છે અને જે પોતે માનવજન્મની આવી નિષ્કલંક સેવા કરે છે, તેની સેવા તેનો માનવજન્મ કરે છે. એમ સુમન ! મનુષ્ય માનવતાની સેવા કરે છે, તો માનવતા તે મનુષ્યને ઉચ્ચ બનાવે છે. સુમન ! હવે તું સમજી શકીશ કે પોતાનું હિત કરનારા દુર્લભ માનવજન્મને અસદાચારથી દૂષિત કરવો એનાથી બીજું ગેરવર્તન ક્યું હોઈ શકે ? અને એની સર્વમાન્ય ઉચ્ચતા નિષ્કલંક અને અખંડ રહે, તે રીતે આચારધર્મના પાલનદ્વારા તેની સેવા ક૨વાથી વિશેષ સુંદર બીજું ક્યું કર્તવ્ય હોઈ શકે ? સુમન ! નાવડી અનેકને તરવાનું સાધન હોવાથી એક મનુષ્ય તેનો નાશ થાય તે રીતે યથેચ્છ ઉપયોગ કરી શકે નહિ. તેમ સદાચારોરૂપ આચારધર્મ પણ સર્વના હિતનું સાધન હોવાથી તેની મર્યાદાનો ભંગ કરી શકાય નહિ. માટે સ્વ-સ્વ-યોગ્ય આચારોની મર્યાદામાં રહીને જીવવું એ ધર્મ છે અને એ મર્યાદાઓને તોડીને યથેચ્છ જીવવું એ અધર્મ છે. કારણ એ છે કે સદાચારની મર્યાદાના પાલનથી સ્વ-પર સર્વ જીવોનું હિત થાય છે અને એ મર્યાદા તોડવાથી સ્વ-પર સર્વ જીવોનો દ્રોહ થાય છે. • સુમન ! એક કુટુંબના કુળાચારોને નહિ પાળનારો સમગ્ર કુટુંબનો, જ્ઞાતિના આચારોને નહિ પાળનારો સમગ્ર જ્ઞાતિનો કે દેશના આચારોને નહિ પાળનારો સમગ્ર દેશની પ્રજાનો દ્રોહી છે, તેમ શ્રીજિનશાસનના જિનકથિત નાના મોટા આચારો પૈકી જે આચારોને પાળવા માટે પોતે જવાબદાર છે, પુણ્યના બળે તેના પાલનની યોગ્યતા તથા સામગ્રી જેને મળી છે, તે જીવ એ આચારોનું પાલન ન કરવાથી સમગ્ર વિશ્વનો દ્રોહી બને છે. કારણ કે જૈનશાસન એ સમગ્ર વિશ્વનું હિતકર શાસન છે. તેમાં એક પણ જીવના હિતની ઉપેક્ષા નથી, એના પ્રરૂપક વીતરાગ અરિહંતદેવ છે, તેઓ વિશ્વના પિતા છે, ત્રણે જગતના નાથ છે, તેથી તેઓના શાસનમાં વિશ્વના સમગ્ર જીવોના ૧૮૨ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #200 -------------------------------------------------------------------------- ________________ હિતનું અમૃત છે. આ કા૨ણે સુમન ! આર્યકુળમાં જન્મેલા સૌ કોઈએ આર્યકુળોની વિવાહવ્યવસ્થાને અનુસરવું જોઈએ. એ વિવાહવ્યવસ્થા તેના પાલકને સંપૂર્ણ બ્રહ્મચારી બનાવવાની ક્ષમતા ધરાવે છે. આર્યકુળોમાં મળેલા જન્મને પણ પ્રાયઃ આર્ય આચારોના પાલનદ્વારા આત્મવિકાસ કરવાની યોગ્યતા પ્રાપ્ત કરી હોય તે સફળ કરી શકે છે, તેથી કલ્યાણના અર્થીએ આ વિવાહવ્યવસ્થાના પાલનપૂર્વક સંપૂર્ણ બ્રહ્મચર્ય પાલનની યોગ્યતા—સત્ત્વ અને સામગ્રી પ્રાપ્ત કરવાના ધ્યેયથી વિષયોની પાશમાંથી છૂટવાનો અભ્યાસ કરવો જોઈએ. સુમન ! બ્રહ્મચર્યપાલન માટેના આ અભ્યાસથી-પ્રયત્નથી જીવ પુણ્યાનુબંધી પુણ્યનો ભાગી બનીને એ પુણ્યના બળે સંપૂર્ણ બ્રહ્મચર્ય પાલનની યોગ્યતા, સત્ત્વ અને સામગ્રી પ્રાપ્ત કરી શકે છે અને પરિણામે સ્વ-પર કલ્યાણ સાધી શકે છે. સુમન ! પૂર્વજન્મમાં ઉપાર્જન કરેલા પુણ્યનો આત્મહિતાર્થે સદુપયોગ કરી સફળ બનાવવાનું સ્થાન આર્યકુળો છે, ત્યાં જન્મ લેવાથી આર્ય આચારોના પાલનદ્વારા પુણ્યને સફળ કરતો જીવ ઉત્તરોત્તર આત્મવિકાસદ્વારા સ્વ-પર કલ્યાણ કરી શકે છે અને આર્યકુળમાં જન્મ ન મળવાથી, કે મળવા છતાં તે કુળના આચારોનું યથાયોગ્ય પાલન ન કરવાથી જીવ પૂર્વોપાર્જિત પુણ્યનો દુરુપયોગ કરી. પાપનો સંચય કરી, ભવચક્રમાં ભટકતો થઈ જાય છે.એમ મહામુશીબતે મળેલા માનવજન્મને દૂષિત કરી અનર્થની પરંપરા સર્જે છે. સુમન ! મનુષ્યપણામાં અને ઉત્તમકુળોમાં જન્મ મળવો એ ઉત્તમ ગણાય છે, તેમ તેની જવાબદારીઓ પણ આકરી હોય છે. માનવજન્મની ઉત્તમતા તે જવાબદારીઓને પૂર્ણ કરવાથી અખંડ અને નિષ્કલંક રહે છે અને એથી જીવની યોગ્યતામાં પણ વધારો થાય છે. પુનઃ તેને વિશિષ્ટ અને પવિત્ર એવી જીવન સામગ્રીવાળો દેવ–મનુષ્યનો ભવ પ્રાપ્ત થાય છે અને ઉત્તરોત્તર આત્મા વિશુદ્ધ બનતો પરમપદનો અધિકારી થાય છે. એ રીતે સુમન ! આ આચારના પાલનથી જીવને પોતાને લાભ થાય છે, પોતાના જીવનના પવિત્ર ઇતિહાસથી ભાવિ પ્રજાને પણ લાભ થાય છે અને સંતતિ થાય તો પણ માતા-પિતાના સદાચારનો વારસો પ્રાયઃ તેના જીવનમાં ઊતરે છે, તેથી ધર્મ અનુપ્રેક્ષા ૦ ૧૮૩ Page #201 -------------------------------------------------------------------------- ________________ તેના બળે માતા-પિતાદિના હિતમાં તે સદા તત્પર રહી સહાય કરે છે, પોતાના જીવનથી તે પણ અન્ય જીવોને સન્માર્ગમાં પ્રેરે છે અને એનો ઇતિહાસ પણ પુનઃ ભાવિ જીવોનું હિત કરે છે. એમ આ આચારના પાલનથી પોતાના આત્માનું હિત કરવાપૂર્વક માનવજન્મની ઉચ્ચતાની નિષ્કલંક રક્ષા થઈ શકે છે. જે સ્થાને પોતાનો જન્મ થાય તે સ્થાનને (કુળ-જ્ઞાતિ-ધર્મ વગેરેને) પોતાના જીવનથી દૂષિત ન કરતાં પવિત્ર બનાવવું, તેનું મહત્ત્વ વધારવું, એ જ તત્ત્વથી સદાચારી જીવન છે. એથી વિશ્વનું હિત થાય છે અને વિશ્વના હિતથી પોતાનું હિત થાય છે. સુમન ! મારું મુખ્ય લક્ષ્ય તને પ્રત્યેક વાતમાં આચારનું મહત્ત્વ અને તેના પાલનની અનિવાર્યતા સમજાવવાનું છે તેથી વારંવા૨ એ વાતને કરું છું. કારણ કે પ્રત્યેક આચારના પ્રરૂપક કરુણા-સમુદ્ર અને વીતરાગ એવા નિષ્કારણ ઉપકારી અરિહંત દેવો છે, તેથી તેમણે પ્રરૂપેલા પ્રત્યેક આચારોમાં સમગ્ર વિશ્વનું હિત કરવાની શક્તિ છે. અને એ શક્તિ તે આચારના યથાર્થ પાલનદ્વારા અખંડ રહી શકે છે. તેથી સુખના અર્થી જીવનું કર્તવ્ય છે કે તે આચારના પાલનહારા સ્વ-૫૨ કલ્યાણ સાધે અને એ આચારોને લેશ પણ દૂષિત બનાવ્યા વિના ભાવિ જીવોને એનો ઉત્તમ વારસો આપે. ધર્મમિત્ર, શ્રેયસ્. ‘સ્વ’ અને ‘પર' વચ્ચેનો ભાવાત્મક આંતરો–ભેદભાવ–જેના પ્રભાવે ઘટે તે પરોપકાર. એવા સર્વોચ્ચ પરોપકારનું મહાબીજ તે શ્રીનવકાર. એવા અનુપમ શ્રીનવકારમાં ભાવપૂર્વકનો પ્રવેશ થાય, એટલે આત્માનો અસલી ગુણ—સર્વજીવહિતચિંતા—જરૂર પ્રગટ થાય. ૧૮૪ • ધર્મ અનુપ્રેક્ષા Page #202 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મહામંત્રના મહાન ઉપાસક, શ્રીસાગરાનંદજી મહારાજાના સમુદાયના પરમ પૂજ્ય પંન્યાસ પ્રવરશ્રીઅભયસાગરજી મહારાજા એ શ્રીનવકારનો મહિમા ઉપમા બતાવીને શ્રીનવકાર મહામંત્રનું જાપ કેવી રીતે કરવું તેની શાસ્ત્રીય મર્યાદાઓ જણાવીને શ્રીસંઘને સચોટ માર્ગદર્શન આપ્યું છે. ધર્મચક્રમાં આવેલ. નવકાર અને ઉપમા ૧૮૬ શ્રીનવકારમહામંત્રના જાપની શાસ્ત્રીય મર્યાદા ૧૮૭ મુક્તિનો સપુરુષાર્થ 20u ધર્મ અનુપ્રેક્ષા • ૧૮૫ Page #203 -------------------------------------------------------------------------- ________________ શ્રીનવકાર અને ઉપમા શ્રીનમસ્કાર મહામંત્ર ખરેખર અચિંત્ય પ્રભાવશાળી હોઈ આત્મશક્તિઓના વ્યવસ્થિત વિકાસને સાધવામાં મુમુક્ષુઓને અત્યંત ઉપયોગી અને હિતકર નીવડે છે. તેથી જ આરાધક પુણ્યાત્માઓ ચિંતામણી, કલ્પવૃક્ષ, કામધેનુ આદિ ભવ્ય ઉપમાઓ, તેના પ્રતિ કૃતજ્ઞતા દર્શાવવા સહજ ભાવે પ્રરૂપતા હોય છે. વાસ્તવિક દૃષ્ટિએ, તો અનંતશક્તિનિધાન આત્માની વિરાટ શક્તિઓના ઉદ્ગમસ્થાનસમા રાજરાજેશ્વર શ્રીનમસ્કાર મહામંત્ર માટે લૌકિકદૃષ્ટિએ ઉત્તમ ગણાતી બધી જ ઉપમાઓ સૂર્યને દીપક બતાવવા સમાન છે. કેમ કે આ ઉપમાઓ દ્વારા વ્યક્ત કરાતો જડ શક્તિઓનો ચરમ ઉત્કર્ષ પણ જે આત્મશક્તિને આધીન છે તેના સંપૂર્ણ ઉત્કર્ષની સાધના જેની આરાધનાથી સુશક્ય બને તેવા અખંડ જ્યોતિનિધાન શ્રીનમસ્કાર મહામંત્રને અજ્ઞાન, મોહના સંસ્કારો અને અનાદિકાલીન ભવવાસનાઓએ ઉપજાવેલ વિવિધ કામનાઓ અને એષણાઓના દુઃખને અનૈકાન્તિક રીતે માત્ર હડસેલવાની (દૂર કરવાની શક્તિ તો નથી જ) શક્તિ ધરાવનારા-ચિંતામણી આદિ ઉત્તમ પદાર્થોની પણ ઉપમા મેરુને રાઈના દાણાની ઉપમા આપવા સમાન છે. તાત્ત્વિકદૃષ્ટિએ મહામંત્ર શ્રીનવકા૨ અનુપમેય જ છે. તેમ છતાં અનંતપુણ્યના સંયોગે શ્રીનવકાર મહામંત્રને પામેલા આત્માઓ, શ્રીનવકારની આરાધનામાં અધિક નિષ્ઠાવાળા બને તે ભાવદયાપૂર્ણ અનુગ્રહની દૃષ્ટિએ ઉપકારી ભગવંતોએ યોજેલી આ બધી વ્યાવહારિક ઉપમાઓ, આરાધનાની પ્રાથમિક ભૂમિકાએ આરાધકભાવની દૃઢતા માટે આવશ્યક વ્યાવહારિક સમર્પણ ભાવ કેળવવામાં ઉપયોગી નીવડે છે. ચાલતાં શીખી જાય એટલે બાળક ચાલણગાડીમાં નથી મોહાતો તેમ આરાધનામાં પાકટતા આવે એટલે મુમુક્ષુ આત્મા ઉપમાના સહારા સિવાય જ આગળ વધે છે. શ્રીનવકારને મળતી વખતે મનમાં હર્ષનો જે મહેરામણ ઉમટે છે, તેની લહેરો ત્રણ લોકમાં પ્રસન્નતા પાથરે છે. ૧૮૬ • ધર્મ અનુપ્રેક્ષા Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રીનવકાર મહામંત્રના જાપની શાસ્ત્રીય મર્યાદા જાપ એટલે ? અનંત ઉપકારી જ્ઞાની ભગવંતોએ આત્મકલ્યાણના પંથે વ્યવસ્થિત વિકાસ સાધવા માટે જરૂરી જણાવેલ શ્રીનમસ્કાર મહામંત્રનો જાપ એટલે આપણા પરિણામોવિચારોને, આરાધકભાવને પોષક વિશિષ્ટ શક્તિવાળા વર્ણોના સતત ઉચ્ચારણની પવિત્ર ક્રિયામાં સાંકળી લઈ મોહના સંસ્કારોની પકડ ઢીલી પાડવાની મહત્ત્વપૂર્ણ ક્રિયા. શ્રીનવકારના જાપની મહત્તા આ દૃષ્ટિએ ખરેખર શાસ્ત્રોમાં શ્રીનમસ્કાર મહામંત્રના જાપને અત્યંતર તપના ચોથા ભેદરૂપ સ્વાધ્યાયમાં અંતર્ગત જણાવ્યો છે. શ્રીમહાનિશીથ આદિ મહામહિમશાલી અર્થ ગંભીર આગમોમાં પણ જ્ઞાનાવરણીયકર્મની વિષમતાએ સૂત્રપૌરુષીની મર્યાદા ન જાળવી શકનારા પુણ્યાત્મા મુનિભગવંતો માટે શ્રીનમસ્કાર મહામંત્રના અમુક સંખ્યાના જાપથી આરાધકભાવ જાળવવાનું વિધાન ફરમાવ્યું છે. સામાન્યતઃ પાક્ષિક—ચાતુર્માસિક અને સાંવત્સરિક આલોચનાના પ્રાયશ્ચિત્ત તરીકે દરેક આરાધકે અવશ્ય કરવા લાયક ઉપવાસ—–છઠ્ઠ અને અટ્ઠમ તપની આજ્ઞાનું પાલન તપસ્યા કરવાની કાયાશક્તિ સર્વથા જેને ન હોય તેવાઓને પણ વીશ, ચાલીશ અને સાઠ નવકારવાળી (બાંધી) ગણીને પણ શાસ્ત્રીય મર્યાદા જાળવવારૂપે કરવાનું હોય છે. આવા અનેક કારણોથી શ્રીનમસ્કાર મહામંત્રનો જાપ અત્યંત મહત્ત્વની ધર્મક્રિયા જણાય છે, તેનું મહત્ત્વ-યોગ્યબંધારણ આદિ જ્ઞાનીગુરુની નિશ્રાએ વ્યવસ્થિત રીતે સમજવાની જરૂર છે. જાપ અંગે બંધારણની જરૂર શ્રીતીર્થંકર પરમાત્માએ જગતના પ્રાણીઓના એકાંત કલ્યાણ માટે નિર્દેશેલી ધર્મની કોઈ પણ ક્રિયા જ્ઞાની ભગવંતોની યોગ્ય નિશ્રા તેમ જ તેમણે જણાવેલી મર્યાદા પ્રમાણે કરવાથી જલ્દી અને વિશેષરૂપમાં યથાર્થ ફળ આપનારી નીવડે છે. કેમ કે દ્રવ્યક્રિયામાં ભાવક્રિયાનું પડી રહેલું બીજ વિધિપૂર્વક યોગ્ય રીતે જ્ઞાની ગુરુની નિશ્રાએ આસેવન કરવાના બળે વિકસિત થઈ યોગ્ય ફળ જન્માવી શકે છે. તેથી શ્રીનમસ્કાર મહામંત્રનો જાપ ક્લિષ્ટ કર્મોના પડલને ભેદી નાંખવામાં વજ્ર સમાન તપના અત્યંતર ભેદ તરીકેની મહત્ત્વની ધર્મક્રિયારૂપ ગણી-સમજી આરાધક પુણ્યાત્માઓએ ગુરુગમ અને વ્યવસ્થિત જાણકારીના અભાવે વર્તમાનમાં ચાલુ નવકારવાળીના મણકા ફેરવવા રૂપની દ્રવ્યક્રિયામાં ભાવનું ઓજસ ભેળવવા માટે નીચે જણાવાતી શાત્રીય ધર્મ અનુપ્રેક્ષા • ૧૮૭ Page #205 -------------------------------------------------------------------------- ________________ મર્યદાઓને ચોક્કસ રીતે લક્ષ્યમાં લઈ યથાશક્તિ તે મર્યાદાઓને જીવનમાં અપનાવવા માટે પ્રયત્ન કરવો. જાપના મૌલિક તત્ત્વો સામાન્યતઃ મંત્રશાસ્ત્રના નિયમ પ્રમાણે દરેક મંત્રોનું જુદા જુદા અનુષ્ઠાનના બળે વિવિધ શક્તિઓના અનુભવ માટે અમુક નિશ્ચિત આસન, દિશા, કાળ, માળા, મુદ્રા, આદિનું બંધારણ જરૂરી હોય છે, મંત્ર તેનો તે જ પણ બંધારણીય તત્ત્વ તરીકે જરૂરી આસન, માળા, દિશા આદિના ફેરફારથી મંત્રની શક્તિનો પ્રવાહ જુદી જુદી દિશાઓમાં ચોક્કસ રીતે વાળી શકાય છે. મંત્રશાસ્ત્રના મૌલિક બંધારણની માર્મિકતા જાણનારાઓનું આ એક પરમ અનુભવ સત્ય છે. આ ઉપરથી એમ પણ સ્પષ્ટ થાય છે કે જો નિશ્ચિત બંધારણની જાળવણી નહોય તો ગમે તેટલી શક્તિ મંત્રમાં હોય પણ ચોક્કસ ભૂમિકા વિના તે શક્તિનું અવતરણ શક્ય નથી. તેથી શ્રીનમસ્કાર મહામંત્રના જાપ માટે-જાપથી ઉપજતી શક્તિઓના પ્રવાહને ઝીલવા સ્થિર થવા માટે નિયત બંધારણ આવશ્યક છે. સર્વ મંત્ર, યંત્ર અને તંત્રોની અદ્ભુત શક્તિઓના મૂળકેન્દ્રરૂપે શ્રીનમસ્કાર મહામંત્રને “શ્રીમહાનિશીથસૂત્ર”, “શ્રીપ્રવચનસારોદ્વારં” “શ્રીનમસ્કાર મહામંત્રપંજિકા’ આદિ ગ્રંથોમાં વર્ણવ્યો છે અને “મંત્રાક્ષર માતૃકા” “વર્ણશક્તિ બીજ પ્રકાશ,” “મંત્રવ્યાકરણ” “મંત્રરત્ન મજૂષા” આદિ મંત્ર શાસ્ત્રોના મૌલિક ગ્રંથોના રહસ્યને વિચારતાં ખરેખર અનાદિ સિદ્ધ શ્રીનવકાર મહામંત્રમાં અલૌકિક શક્તિઓ હોય એ નિતાંત સંગત અને યથાર્થ લાગે છે. તેથી અન્ય સામાન્ય મંત્રોની સાધના વખતે ચોક્કસ રીતે રખાતી આસન-દિશા, કાળ વગેરેની જાળવણી અને વિધિની મર્યાદા કરતાં પણ વધુ ચોકસાઈ ભરી રીતે વ્યવસ્થિત અમુક બંધારણની મર્યાદાના પાલન સાથે મહામંત્ર શ્રીનવકારનો જાપ કરવો જરૂરી છે. શ્રીનમસ્કાર મહામંત્રના જાપની મર્યાદા જાપ કરનારાઓએ નીચેની પાંચ બાબતો ખાસ લક્ષ્યમાં લેવી : નિશ્ચિત સમય નિશ્ચિત આસન ૧૮૮ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #206 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચિત દિશા નિશ્ચિત માળા નિશ્ચિત સંખ્યા ખાસ અગાઢ કારણ વિના આ પાંચ બાબતોમાં વારંવાર ફેરફાર ન કરવો. આ સંબંધી માંત્રિક રહસ્યવેત્તા પૂ. આ. શ્રીમલ્લિષેણસૂરીશ્વરજી મ. ફરમાવે છે “વિવ - વન - મુદ્રા – ડડસન-પર્શવાનાં, ખેઃ રિજ્ઞા પત્ સ મસ્ત્રી | न चान्यथा सिध्यति तस्य मन्त्रं, कुर्वन् सदा तिष्ठतु जाप्य होमं ॥" (નેવ પાવતી ~ પરિ રૂ મા. ૪) ભાવાર્થ-“મંત્રની સાધના કરનારે દિશા-કાલ-મુદ્રા આસન અને પલ્લવો (મંત્રની આદિ કે અંતમાં આવતા બીજાક્ષરો)ના ભેદ–વ્યવસ્થાને જાણીને જાપ કરવો જોઈએ. અન્યથા મંત્રને જપતો રહે કે હોમ કરતો રહે પણ મંત્ર સિદ્ધિ ન થાય.” આ રીતે સામાન્ય મંત્ર માટે જરૂરી બંધારણની વાત ઉપરથી મહામંત્ર અને મંત્રાધિરાજ તરીકે જગજાહેર શ્રીનમસ્કાર મહામંત્ર માટે વ્યવસ્થિત આસન કાળ-દિશા આદિના વિવેકની અત્યંત જરૂરીયાત સ્પષ્ટ સમજાય છે. નિશ્ચિત સમય શ્રીનવકાર મહામંત્રના જાપથી આત્મશક્તિની ખીલવણી માટે સવાર-બપોર અને સાંજની ત્રણ સંધ્યાનો સમય અત્યંત શ્રેષ્ઠ છે. - શ્રીનમસ્કાર મહામંત્રનો જાપ વિખરાઈ ગયેલ મૌલિક આત્મસ્વરૂપનું અનુસંધાન કરવા માટે પંચપરમેષ્ઠિ ભગવંતોના અપૂર્વ તાદાભ્યને પ્રાપ્ત કરવાનો હોય છે. તે સંધ્યા શબ્દમાંથી ફલિત થતી સંધિકાળની અપૂર્વશક્તિનો લાભ મેળવવા સંધ્યાના સમય તરીકે નિયત સમય સવારના ૬, બપોરના ૧૨ અને સાંજના ૬ની આગળ-પાછળ ૨૪-૨૪ મિનિટ સુધી હોય છે, એટલે બને ત્યાં સુધી તો ૬-૧૨-૬નો જ સમય નક્કી રાખવો ઘટે. તે કદાચ ન સધાય તો ૨૪-૨૪ મિનિટ આગળ પાછળની જે છે તેમાંથી નિયત કરવો. એટલે કે સૌથી શ્રેષ્ઠ જાપનો સમય સવારે છ વાગે, બપોરે બાર વાગે અને સાંજે છ વાગે જ્ઞાની ભગવંતોએ નિર્દેશ્યો છે. ત્રણ સંધ્યાએ જાપનો સમય અનુકૂળ ન આવે તેમણે નીચેની વાત ધ્યાનમાં લેવી: શ્રીનમસ્કાર મહામંત્રનો જાપ સવારે બ્રાહ્મમુહૂર્ત (પાછલી ચાર ઘડી રાત્રે)માં ધર્મ અનુપ્રેક્ષા • ૧૮૯ Page #207 -------------------------------------------------------------------------- ________________ કરવો જોઈએ. છેવટે સૂર્યોદયથી ૧૦ વાગ્યા સુધીનો સમય જાપ માટે નિયત કર્યો છે. દિવસના ૧૦ વાગ્યાથી સૂર્યાસ્ત પછી ૨ા ઘડી (૧ કલાક) સુધીનો સમય સામાન્યતઃ જાપ માટે નિષિદ્ધ છે. આ વાત વિશિષ્ટ, વ્યવસ્થિત અને ધોરણસરના જાપ માટે જાણવી. ચાલુ દૈનિક સ્મરણ અગર ૧૫ લક્ષાદિ જાપના અનુષ્ઠાન તથા ત્રિકાળજાપની મર્યાદાને તે લાગુ પડતી નથી. શ્રીનમસ્કાર મહામંત્રનું સ્મરણ ગમે ત્યારે અને વારંવાર કરવાનું શાસ્ત્રીય વિધાન સંસ્કારોની જાગૃતિ અને તે જાતની વિશિષ્ટ પરિણામોની કેળવણીની અપેક્ષાને સાર્થક સમજવું. પણ જાપની પ્રાથમિક ભૂમિકાએ થોડીક આત્મશક્તિ જાગૃત કરવા માટે ઉપર જણાવેલ સમયની મર્યાદા જાળવવી જરૂરી છે. પ્રાથમિક ભૂમિકાએ જાપ કરનારે અમુક સમય (પાછલી ચાર ઘડી રાત્રીમાંથી દિવસના દસ વાગ્યા સુધીમાં તો ગમે તે) નિશ્ચિત કરી રાખવો જોઈએ, તે સમયે ગમે તેવા કામને પણ પડતું મૂકીને જાપ કરવાની તત્પરતા કેળવવી ઘટે. તેમ કરવાથી જાપની શક્તિઓનો ધીમો પણ મૌલિક સંચાર જીવનમાં અનુભવવા મળે છે. ટુંકમાં જાપની પ્રાથમિક શક્તિઓના અનુભવ માટે સમયની ચોકસાઈ જાળવવી જરૂરી છે. નિશ્ચિત આસન શ્રીનવકાર મહામંત્રના જાપ માટે શ્વેત, શુદ્ધ ઉનનું આસન રાખવું, તેમ જ એક જ જગ્યા નિશ્ચિત રાખવી. એક જ સ્થાન ઉપર શ્રીનમસ્કાર મહામંત્રના જાપથી વિશિષ્ટકોટિનું વાતાવરણ સર્જાય છે. જ્યાં ત્યાં શ્રીનવકાર મહામંત્રનો જાપ ઐચ્છિક રીતે કરતા રહેવાથી જાપના આંદોલનો બરાબર વાતાવરણ સર્જી ન શકે અને શક્તિ જ્યાંત્યાં વિખરાઈ જાય, તેથી ખાસ જરૂરી કારણ સિવાય જાપનું સ્થળ ફેરવવું નહિ. અનિવાર્ય કારણે સ્થાનાંતર કરવું પડે તો પણ શ્વેત, શુદ્ધ ઉનનું આસન એક જ રાખવું, ગમે ત્યાં પણ એ જ એક આસન પર વ્યવસ્થિત જાપ ચાલુ રહેવો જોઈએ. નિશ્ચિત દિશા મંત્રની જુદી જુદી શક્તિઓ દિશાના હેરફેરથી ઉપજતી હોવાનું મંત્રશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. તેથી શ્રીનમસ્કાર મહામંત્રના જાપ માટે પૂર્વ અને ઉત્તર દિશા જ્ઞાનીઓએ વિહિત કરી છે. ૧૯૦ • ધર્મ અનુપ્રેક્ષા Page #208 -------------------------------------------------------------------------- ________________ તેમાં પણ સવારના દશ વાગ્યા સુધીના જાપ માટે પૂર્વ દિશા અને સૂર્યાસ્તથી રા ઘડી કલાક પછીના જાપ માટે ઉત્તર દિશાનું વિધાન છે. - રોજ જાપ નિશ્ચિત કરેલી દિશામાં મુખ રાખીને જ કરવો. વિના કારણે વારંવાર દિશાનો હેરફેર ન કરવો. નિશ્ચિત માળા શ્રીનમસ્કાર મહામંત્ર ગણવા માટે પ્રાથમિક જાપ (ઓછામાં ઓછો ૧૨૫૦૦ નવકારનો) નવકારવાળી વડે કરવો જોઈએ. માળા શ્વેત-શુદ્ધ સુતરની લેવી. પણ જે સુતરની માળા ગૂંથવાની ઓછી મહેનત પડે તે હેતુથી અંદર જૂનું કપડું ભરી ઉપર થોડુંક ગૂંથીને બનાવેલ મણકાવાળી હોય તે અશુદ્ધ અને જાપ માટે અગ્રાહ્ય જાણવી. બજારમાં સસ્તા ભાવે વેચાતી સુતરની માળાઓ લગભગ બધી આવી અશુદ્ધ હોય છે. તે પણ જે માંળાના મણકા અંદરથી તે ઉપર સુધી અખંડ સુતરથી ગૂંથીને જ બનાવેલ હોય તેવી માળા જામ માટે વિહિત જાણવી. ખરી રીતે તો સુતરની કોકડી-સોટો અને બીજા જે કંઈ સાધન હોય તે દરેકને ૪૧ નવકાર મંત્રથી અભિમંત્રિત કરી શુદ્ધ વસ્ત્ર–પવિત્ર દેહપણે એકેક નવકાર મહામંત્રના પદના ઉચ્ચાર સાથે એકધારા સળંગ દોરાથી (અંદર નીચેથી ઉપર સુધી) ગૂંથીને તૈયાર કરેલ મણકાવાળી માળા જાપ માટે શ્રેષ્ઠ કહેવાય. તેવી માળાથી કરાતો જાપ, ઝણઝણાટી ઉપજાવે અને આત્માને સુંદર શક્તિઓના વહેતા ધોધને ઝીલવાનો અનુભવ કરાવે. તે છતાં આજે જેટલી શક્ય હોય તેટલી પવિત્રતા જાળવવા સાથે ગૂંથાયેલા માળા માટે તત્પરતા રાખવાથી તરતમતાએ જાપની અપૂર્વ શક્તિ સહજ રીતે અનુભવાય છે. અસલી સ્ફટિકની માળા શ્રેષ્ઠ છે, પણ નકલી સ્ફટિક (જે આજે મોટા ભાગે બજારમાં જોવા મળે છે)ની માળા કરતાં તો ઉપર બતાવી તેવી સુતરની માળા અત્યંત શ્રેષ્ઠ જાણવી. ચાંદીની માળા ગૃહસ્થો માટે ઉત્તમ ખરી. પણ તેમાં લાકડા પર ચાંદી મઢીને અગર નક્કર ચાંદીના મણકા હોય તો. અન્યથા અંદર મીણ કે લાખ જેવી અશુદ્ધ ચીજ ભરેલ સસ્તા ભાવની પ્રચલિત ચાંદીની માળા કરતાં પૂર્વોક્ત સુતરની માળા સર્વશ્રેષ્ઠ છે. ધર્મ અનુપ્રેક્ષા • ૧૯૧ Page #209 -------------------------------------------------------------------------- ________________ ટુંકમાં શ્રીનમસ્કાર મહામંત્રના જાપ માટે શુદ્ધ સુતરની, અસલી સ્ફટિકની અને નક્કર ચાંદીની માળા શાસ્ત્રીય મર્યાદાથી વિહિત જાણવી. વર્તમાનકાળે બહુ પ્રચલિત થઈ ગયેલ પ્લાસ્ટિક અને રેડિયમનાપ્રકાશવાળી માળા તો નિતાંત વર્ષનીય છે. કેમ કે પ્લાસ્ટિક પોતે જ અત્યંત અશુદ્ધ-અપવિત્ર દ્રવ્યોના મિશ્રણરૂપ છે. પ્લાસ્ટિક એ ઝાડનો રસ હોવા છતાં તેને શોધવામાં અને આજના મોહક સ્વરૂપમાં લાવવા માટે છૂટે હાથે સૂકાં હાડકાંનો ભૂકો વપરાય છે. શ્રીનમસ્કાર મહામંત્રનો જાપ ઉપર બતાવ્યા મુજબની વિશિષ્ટ માળાથી કરવામાં પણ એક બહુ મહત્ત્વની વાત જાણવી જરૂરી છે. તે એ કે :- “માળા કઈ રીતે રાખવી ? અને કઈ રીતે મણકા ફેરવવા ?” કેમકે જ્ઞાનીઓના બંધારણની મર્યાદા પ્રમાણે નિયત વિધિપૂર્વક કરાતી ક્રિયા પરંપરાએ પણ આંતિરક આત્મશુદ્ધિને જન્માવનારી થાય છે અને મંત્ર-શાસ્ત્રના ધોરણે પણ એક જ મંત્રના જુદા જુદા મોહન, વશીકરણ, મારણ આદિ કાર્યોમાં કરાતા જાપમાં ભિન્ન ભિન્ન પલ્લવબીજ, આસન, દિશા આદિ ફે૨વવાની સાથે મુદ્રાનો ફેરફાર એટલે કઈ રીતે મણકા ફેરવવા ? અને માળા કઈ રીતે રાખવી ? તેની વ્યવસ્થા પણ . મહત્ત્વની છે. એટલે આધ્યાત્મિક શક્તિઓના વિકાસાર્થે કર્મનિર્જરા દ્વારા આત્મશુદ્ધિના લક્ષ્યથી કરાતા શ્રીનમસ્કાર મહામંત્રના જાપમાં પણ ગીતાર્થ જ્ઞાનીઓના વચનો અને શાસ્ત્રમર્યાદાથી ફલિત થતા અમુક ચોક્કસ બંધારણને લક્ષ્યમાં લેવાની જરૂર છે. વર્તમાનકાળે શ્રીનવકારવાળી ગણવાની જુદી જુદી ઘણી રીતો જોવા મળે છે :(૧) અંગુઠા ઉપર માળા રાખી તર્જની (અંગુઠા પાસેની પહેલી આંગળી)થી ગણવાની. (૨) મધ્યમા (સૌથી મોટી વચલી આંગળી, અંગુઠાથી બીજી) પર માળા રાખી અંગુઠો અને તર્જનીના સંયુક્ત સહકારથી ગણવાની (આ રીત વધુ પ્રચારમાં ચાલે છે). (૩) અંગુઠા ઉપર માળા રાખી અનામિકા (પૂજાની આંગળી-છેલ્લી-ટચલી આંગળી પાસેની)થી ગણવાની. આ સંબંધી કારણોની સમીક્ષામાં તે તે રીતે પાછળ વિવિધ તર્કો જાણવા મળ્યા છે જેમકે : પ્રથમ રીતના સમર્થનમાં પ્રવચનમુદ્રાની વાત, બીજીમાં કર્મશત્રુનું તર્જન ક૨વા સાથે માળા પડી ન જાય તે માટે અંગુઠાનો ઉપયોગ, અને છેલ્લી રીતમાં પૂજા માટેની ૧૯૨ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #210 -------------------------------------------------------------------------- ________________ પવિત્રતમ. આંગળીથી જાપ બહુ શ્રેષ્ઠ હોવાની વિચારણા વગેરે. " પરંતુ વાસ્તવિકતાના ધોરણે શાસ્ત્રીય અક્ષરોની ગવેષણા કરતાં નીચે મુજબ જાણવા મળ્યું છે : “આધ્યાત્મિક દૃષ્ટિએ શ્રીનમસ્કાર મહામંત્રના જાપની મૌલિક શક્તિનો વિકાસઅધખુલી મુઠ્ઠીરૂપે ચાર આંગળીઓ વાળી, તર્જનીના વચલા વેઢા ઉપર માળા રાખી અંગુઠાના પહેલા ટેરવાથી (નખ ન અડે તે રીતે) મણકા ફેરવવા દ્વારા–થાય છે.” આ બાબત મળેલા શાસ્ત્રીય પ્રમાણોનું સમર્થન નીચે મુજબ છે :(૧) “મોક્ષા-fમવાર-શક્તિ-વશ્ય- Éપુ યોગવેત્ મશઃ | ___ अङ्गुष्ठाद्यङ्गुलिका, मणयोऽङ्गष्ठेन चाल्यन्ते ॥ टीका:- अङ्गष्ठाद्यङ्गलिका-अङ्गष्ठमादि कृत्वा अङ्गली: मोक्षादिकर्मसु योज्यते, कथम् ? क्रमश:-क्रमपरिपाट्य मणयः-प्राक्कथित मणयः-अडगुष्टेन, चालयन्ते । “મોક્ષાર્થી અને વાત, अभिचारकर्मणि तर्जन्या-शान्तिक-पौष्टिकयोः मध्यमाङ्गल्या-वश्यकर्मणि अनामिकाङ्गल्या-आकर्षणकर्मणि कनिष्ठिकाङ्गल्या-चालयेत्" ॥ ભાવાર્થ - મોક્ષ આદિ કાર્યોને નિમિત્તે કરાતા જાપમાં અંગુષ્ઠ આદિ આંગળીઓ યોજવી, એટલે કે–મોક્ષના અર્થીએ અંગુઠાથી પૂર્વોક્ત (નાના પ્રકારની માળા સંબંધી) મણકાઓ ફેરવવા. કે શત્ર નિગ્રહાદિ કાર્યમાં તર્જની વડે–શાંતિ-પુષ્ટિના કાર્યમાં મધ્યમા વડે– પશ્યકર્મમાં અનામિકા વડે–આકર્ષણ કાર્યમાં કનિષ્ઠિકા વડે–મણકા ફેરવવા. .. - પૂ. આ. શ્રીમલ્લિષેણસૂરિ રચિત, શ્રીભૈરવ પદ્માવતી કલ્પ પરિ. ૩–શ્લો. ૧૨ની ટીકા.' (૨) “એક પુરુષ તસ ઉપર સોહે, ચાર સખિશું ખેલે રે, એક બેર છે તેહને માથે, તે તસ કેડ ન મેલે રે કહેજો ચતુર નર ! એ કુણ નારી? ધરમી જનને પ્યારી રે.” - પૂ. ઉપા. શ્રીવિનયવિજયજી મ.ના શિષ્યરત્ન પૂ. રૂપવિજયજી મ. કૃત, સમસ્યા પ્રહેલિકામય શ્રીનવકારવાલીની સઝાય-ગા. ૩ ભાવાર્થ :- “હે ચતુર સજજનો ! ધર્મીજનને વહાલી એવી તે કઈ નારી છે ? જેના ઉપર એક પુરુષ શોભે છે, વળી જે નારી ચાર સહીયારીઓ સાથે ખેલે છે અને એક બોર તેના માથે છે કે જે તેની કેડ નથી છોડતું ?” ધર્મ અનુપ્રેક્ષા • ૧૯૩ Page #211 -------------------------------------------------------------------------- ________________ - આ પ્રહેલિકાના ભાવાર્થ તરીકે ૧૦૮ મણકાની નવકારવાળી સુજ્ઞપુરુષોએ નિર્દેશેલ છે, તેથી તેમાં ચાર સખીરૂપ ચાર આંગળીઓ (જેના પર માળા રાખવાની છે. તેની પર માળા ફરે એટલે વિવક્ષાએ) તેની સાથે ખેલ કરતી નારી તરીકે ઘટી શકે–અને ઉપર એક પુરુષ એટલે અંગુષ્ઠ-(જેનાથી મણકા ફેરવાય છે) તે શોભે છે. એ જે મેરુ અથવા ફુમતું હોય છે તે બોર તેના માથે છે, તે તેની કેડ એટલે કટિપ્રદેશ નહીં પણ પીછો નથી છોડતું. આ પ્રમાણે અર્થ સંગતિથી અંગુષ્ઠથી મણકા ફેરવવાની વાત સમર્થિત થાય છે. મોક્ષાનુલક્ષી જાપ જ વાસ્તવિક નિષ્કામ ભક્તિ-ઉપાસનાનું તત્ત્વ હોઈ જાહેરમાં વર્ણન-ગુણગાન તેના જ હોઈ શકે, બાકીના વશીકરણાદિની કામનાથી થતો જાપ વાસ્તવિક રીતે મોહના સંસ્કારવાળો હોઈ એકાંત હિતકર કે સજ્જનોની પ્રશંસાને પાત્ર ન હોઈ અહીં અંગુઠજાપની પ્રધાન વિવફા ઉચિત લાગે છે. (૩) “મોક્ષ જાપ અંગુઠડે, વૈરી રૂડે રે તર્જનાંગુલી હોય, બહુસુખદાયક મધ્યમાં, અનામિકા રે વણ્યારથ હોય. આકર્ષણ ટચી આંગળી, વળી સુણજો રે ગમવાની રીત, મેરુ ઉલ્લંઘન મત કરો, મમ કરજો રે નખ અગ્રે પ્રીતિ.” - પૂ. લબ્લિવિજયજી મ. રચિત શ્રીનવકારવાલી સજઝાય ગા. ૩-૪ (૪) “મોક્ષ જાપ અંગુઠડે, વૈરી રૂઠàરે તર્જની આંગળી જોય, બહુસુખદાઈ મધ્યમાં, અનામિકા રે વશ્યારથ હોય કે, આકર્ષણ ટચી આંગળી, ઇણ રીતે જપજો નવકાર.” - પૂ. સમયસુંદર ગણી રચિત શ્રીનવકાર મહામંત્રની સઝાય ગા. ૪-પા (આ સજઝાય બરોરા (વર્ધા-હિંગનઘાટથી ભાંડક તીર્થે જતાં વચલા મુકામે)ના ઉપાશ્રયના કબાટમાં પડી રહેલ અસ્તવ્યસ્ત દશામાં લગભગ કચરારૂપે ઉપેક્ષિત પ્રાચીન હસ્તલિખિત પત્રોના છૂટક પાનાંમાના સંગ્રહમાંથી મળી આવેલ પ્રાચીન લિપિવાળા હસ્તલિખિતિ પાનામાંથી ઉતારેલ છે.) (૫) “મટ્ટી યજ્ઞપ્ત, યજ્ઞd મેરૂના व्यग्रचित्तेन यज्जप्तं, तत्प्रायोऽल्पफलं भवेत् ॥" ભાવાર્થ :- આંગળીના અગ્રભાગથી, મેરુને ઓળંગવાપૂર્વક અને વ્યગ્રચિત્તપણે જે જાપ કરાય તે પ્રાયઃ અલ્પફળદાયી થાય. આ ઉપરથી અંગુલીથી જાપ કરવો ઉચિત નથી એમ ધ્વનિત થતું લાગે છે. ૧૯૪• ધર્મ અનુપ્રેક્ષા Page #212 -------------------------------------------------------------------------- ________________ (અહીં કેટલાક આપ્ત પુરુષોના મત પ્રમાણે “ક ” પદનો અર્થ “નખ' કરી “નખ અડાડીને જાપ ન કરવો’ એમ પણ થાય છે. . (૬) “**અંગુઠાથી નિરંતર ગણો તો મોક્ષપદની પ્રાપ્તિ થાય, તર્જનીથી ગણે તો વૈરી નાશ પામે, મધ્યમાથી ગણીએ તો સર્વ દાસ થાય, અનામિકાથી ગણીએ તો લક્ષ્મીની પ્રાપ્તિ થાય, કનિષ્ઠાથી જાપે તો ખેંચી વસ્તુ આવે ***.” - શ્રીઆત્મકમલ લબ્ધિસૂરીશ્વરજી જૈન શાસ્ત્રસંગ્રહ, ઈડરના હસ્તલિખિત ભંડાર, પ્રત નંબર ૧૭૭૩ “પંચપરમેષ્ઠી પ્યાન" નામની પ્રત પરથી. (આ પ્રતમાં અત્યંત મહત્ત્વપૂર્ણ ઘણી ઘણી અદ્દભુત આમ્નાયો શ્રીનમસ્કાર મહામંત્ર સંબંધી જણાવતાં ઉપરની વાત નોંધી છે. દુર્ભાગ્યે આ પ્રતનું પ્રથમ પાનું જ મળ્યું છે. આગળનો ભાગ ત્રુટક છે–નહીં તો ઘણી નવી ચીજો સાંપડત.) (૭) “દુષ-પ્રવાના-ખૂન-હેમ-પત્ર-વસ્ત્રનો 8મુaફત્નીfમઃ |. मोक्षेऽभियारे शमने वशे च आकर्षणे कर्मणि-चालयेद्धि" ॥ - પૂ. આ. શ્રીસાગરચંદ્રસૂરિ પ્રણીત અતિ પ્રાચીન શ્રીમંત્રાધિરાજ ચિંતામણિ બૃહત્ કલ્પ–પટલ-૫ ગા. ૧૮ ભાવાર્થ :- દષત્ (સ્ફટિક), પ્રવાલ, કમલ, સ્વર્ણ અને પત્રજીવ (પુત્રજીવ નામની વનસ્પતિ)ની માળાઓ ક્રમશઃ મોક્ષ, અભિચાર, શાંતિ, વશીકરણ અને આકર્ષણ કાર્યમાં અંગુષ્ઠ આદિ આંગળીઓથી ફેરવવી. (૮) “મંથિનાપો મોક્ષાય, ૩પવારે તુ તર્ગની ! मध्यमा धनसौख्याय शान्तिं कुर्यादनामिका ॥ . आकर्षणे कनिष्ठा च षड् कर्माणि समाचरेत् ॥ - મુહરી પાર્શ્વનાથ તીર્થ–ટીટોઈના જૈન ઉપાશ્રયના હસ્તલિખિત પાનાંઓના સંગ્રહમાંથી મળી આવેલ “નમન્નિા વિવાર” નામના સંસ્કૃતમાં જાપની ઘણી ઘણી પ્રાચીન ગુરુગમની આમ્નાય–પંરપરાઓના સંગ્રહરૂપના એક પાનામાંથી. (૯) “*** ૧. સુતર રી માળા જપ્યાં સુખ ૨. રૂપાની માળા જયાં સૌભાગ્ય ૩. મુંગીયા રી માળા જપ્યાં સુખ ૪. સોના રી માળા જયાં સૌભાગ્ય ૫. મોતીયાં રી માળા જયાં સુખ ૬. ફિટક રી માળા જપ્યાં સુખ ધર્મ અનુપ્રેક્ષા • ૧૫ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૭. કપૂર રી માળા જપ્યાં સૌભાગ્ય ૮. રૂદ્રાક્ષ રી માળા જપ્યાં સુખ ૯. જીવાપોતા (પુત્રજીવ)ની માળા જપ્યાં સૌભાગ્ય. (ત્તિ માતા વિવાર) એથી માળા જૈનાચાર્ય ભલી કહી, કાષ્ઠાદિકની માળા વર્જવી. (૧) ૧. મોક્ષરે અર્થે અંગુઠા સૌ જાપ ૨. કિણહી ઉપચા(રા)થે તર્જની જાપ ૩. ધનાર્થે મધ્યમાં સૌ જાપ ૪. અનામિકા સુખને અર્થે જાપ ૫. ચિટિ (ટચલી આંગળી) આકર્ષણ અર્થે જાપ.” - મેતા (પાલણપુરથી મેત્રાણા તીર્થ જતાં છેલ્લો મુકામ) જૈન ઉપાશ્રયના મેડા પર જુના પડી રહેલા હસ્તલિખિતિ છૂટક પાનાં સંગ્રહમાંના એક મોટી ગુટકા જેવી નોંધપોથી પૃ. ૧૩૩માંથી. ૧૧. “નંદ્યાવર્ત–નવપદાવર્ત–શંખાવર્ત આદિ તમામ આવર્નોનો જાપ અંગુષ્ઠથી જ થાય છે અને માળા કરતાં આવર્નાદિથી કરાતો જાપ શ્રીઉપદેશપ્રાસાદ આદિ ગ્રંથોના આધારે ઉત્તમ મનાય છે.” (વિ. સં. ૨૦૧૩, શ્રાવણ વદ ૫ રાત્રિધ્યાન પ્રસંગે શ્રીનમસ્કાર મહામંત્ર ચિંતન પ્રસંગે થયેલી સહજ ફુરણા). આ ઉપરાંત અન્યદર્શનીઓમાં પ્રચલિત જાપ આદિની મૌલિક પ્રણાલીકા કેટલાક તત્ત્વો આત્મશક્તિના વિકાસ માટે લગભગ સરખા ઉપયોગી જણાય છે. જાપને લગતા મૂળસિદ્ધાન્તો ગણિતના સિદ્ધાંતોની માફક લગભગ દરેકને માન્ય હોય તો તે અનુચિત નથી. આ રીતે વિચારતાં અત્યંત પ્રાચીન પં. શ્રીલેમાનંદનાથ રચિત તાગ્નિક ગ્રંથ શ્રીનિત્યોત્સવ ગ્રં (પ્રક. ૩-પૃ. ૯૫)માં જાપની મૌલિક પ્રક્રિયાના ઘણાં તત્ત્વોના વિવેચન પ્રસંગે બતાવેલ નીચેની વાત ઉપયોગી લાગે છે : ૧૨. “xxx ક્ષિMદસ્તેન માત્ત પૃહીત્વી મધ્યHIમધ્યવસ્વિની તાં તર્નન્યા वामहस्तेन चास्पृश्न्, एकमणिग्रहणो चान्यमनुपाददान: क्रमादङ्गुष्ठाग्रेण मणीन् परिवर्तयन्, વૃન્મ-કુંતાદ્યjર્વનું ૪૪૪". | ભાવાર્થ :- “xxx જમણા હાથવડે માળાને લઈને મધ્યમા આંગળીના વચલા વેઢા પર રાખી તેને (માળાને) તર્જની અને ડાબા હાથથી ન અડતો, એક મણકો લેતી ૧૯૬ • ધર્મ અનપેક્ષા Page #214 -------------------------------------------------------------------------- ________________ વખતે બીજા (મણકા)ને ન લેતો, ક્રમે કરીને અંગુષ્ઠના અગ્રભાગથી મણકાઓ ફેરવતો, બગાસું છીંક વગેરે ન કરતો xxx”. - ૧૩. આ જ પ્રમાણે મંત્રશાસ્ત્રના મૌલિક બંધારણોને ખૂબ ચીવટ-ઝીણવટથી જણાવતાં “મંત્રરત્નમંજૂષા” (પટલ-૩)માં પણ ભૈવરપદ્માવતીકાલ્પમાં પૂ. આ. શ્રીમલ્લિષેણસૂરિજીએ જણાવેલ મોક્ષામવાર ગાથા અક્ષરશઃ- શબ્દશઃ મળે છે. ૧૪ વૈદિક આદિ તમામ જૈનેતર દર્શનને માનનારાઓમાં અંગુઠાથી ગણવાની એકધારી રીત આજે જોવા મળે છે. ૧૫. શ્રદ્ધોપજીવી તર્કની દૃષ્ટિએ વિચારતાં આંગળીઓ નારીજાતિ અને અંગુષ્ઠ પુરુષરૂપ હોઈ સત્ત્વ-શક્તિનો વ્યવસ્થિત વિકાસ અંગુષ્ઠથી કરાતા જાપથી થાય તે બંધબેસતું લાગે છે. ૧૬. અનુભવની સરાણે અંગુઠજાપની વાતને ચકાસતાં તો આજે શ્રીનમસ્કાર મહામંત્રના ચિંતન-મનન અને નિદિધ્યાસનમાં આકંઠમગ્ન મહાપુરુષોના સંવેદનાત્મક આત્માહુંકારથી એ વાત સ્પષ્ટરૂપે નિષ્ઠકિત થાય છે કે - “અંગુઠજાપ અત્યંત શક્તિપૂરક અને સાધકોને ઉપયોગી છે.” ૧૭. અહીં એક વાત વિચારવી ઘટે છે કે–ઉપર જણાવેલ ઉલ્લેખો સામે તપાગચ્છમાન્ય પ્રતિષ્ઠા પ્રાપ્ત કવિરાજ શ્રી ઋષભદાસ શ્રાવક રચિત “હિતશિક્ષાના સસનારહસ્ય” નામના પુસ્તકનો નીચેનો ઉલ્લેખ કંઈક બીજી વાત રજૂ કરે છે– ' “૪૪ હવે નવકારવાળી કઈ આંગળીએ અને કેવી રીતે ગણવી ? તે કહે છે, જે મુક્તિના અર્થી ભવ્ય જીવો હોય તો તે અંગુઠા ઉપર નવકારવાળી રાખીને તેની પાસેની તર્જની વડે ગણે છે તેને તેવા પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે, મધ્યમાવડે ગણે તેને દ્રવ્યાદિકની પ્રાપ્તિ થાય છે, અનામિકાવડે ગણે તો ઘરમાં શાંતિ થાય છે અને કનિષ્ઠાવડે ગણે તો શત્રુ તેની પાસે આવીને નમે છે ***”. અહીં અંગુઠથી જાપ કરવાની વાતને ટેકો નથી પણ ઘણા ઘણા પ્રયત્ન છતાં હિતશિક્ષાના ઉક્ત રાસની મૂળગાથા ન મળી–મૂળગાથા વિના અનુવાદ પરથી કંઈ ધોરણ ન બંધાય. વર્તમાનકાળે અનુવાદકની સમજફેર કે ચાલુ વાતને વિચારવાની શૈલી પ્રમાણે મૂળગ્રંથકારના આશયથી વિપરીત વાત પણ ક્યારેક અજાણ્યે બીજી રીતે રજૂ થઈ–થતી હોવાનું ઘણાં ઘણાં પ્રમાણોથી અનુભવસિદ્ધ છે. તે છતાં જે કવિએ હિતશિક્ષાના રાસમાં અનુવાદકના મત પ્રમાણે જો ઉપરની વાત કહી હોય તે જ કવિ પરમાત્ કુમારપાળ મહારાજાના રાસ (આનંદ કાવ્યમહોદધિ ધર્મ અનુપ્રેક્ષા - ૧૯૭, Page #215 -------------------------------------------------------------------------- ________________ મૌ. ૮ પા. ૧૬૮-૧૬૯)માં નીચે મુજબની ત્રીજી જ વાત રજૂઆત કરે તે જરા વિચારણીય થઈ પડે છે “મોક્ષ તણો જે અરથી હોઈ, મધ્યમ અંગુલીસે ગુણ ઈ સોય, બીજી ત્રીજી સંસાર કાજ ઋદ્ધિરમણી તે આપઈ રાજ.”. આમાં કવિ મોક્ષાર્થી માટે મધ્યમાં અંગુલિનું વિધાન કરતા દેખાય છે, સાથે જ સંસારની ઋદ્ધિ આદિ માટે બીજી-ત્રીજી આંગળીનું વિધાન કરે છે–તો અંગુઠની અપેક્ષાએ “બીજી તર્જની કહેવાય, તેનાથી સાંસારિક સુખની પ્રાપ્તિ શી રીતે ? ઉપરના અનેક પ્રમાણોથી મધ્યમાથી સાંસારિક સુખોની પ્રાપ્તિ જણાવી છે. કદાચ અંગુષ્ઠની અપેક્ષાએ “ત્રીજી' શબ્દથી મધ્યમાં આવે ખરી, પણ તેમાં બીજી સંગતિ કેમ કરવી ? અને મોક્ષ માટે “મધ્યમા'નો સ્પષ્ટ ઉલ્લેખ પોતે કર્યો છે તેનું કેમ? આ એક વિચારણીય મુદ્દો છે. ખરી વાત મને એમ લાગે છે કે–ઋષભદાસ કવિ જેવા પ્રામાણિક, શ્રમણોપાસક આવી પૂર્વાપરવિરોધી વાતની રજૂઆત કરે તે સંગત નથી જણાતું. એટલે મારી ટુંકી મતિ અનુસાર હિતશિક્ષાના રાસમાં અંગુષ્ઠ જાપ મોક્ષ માટે વિદિત કર્યો હશે (મૂળગાથા ઉપલબ્ધ ન હોવાથી નિશ્ચિત ન કહી શકાય) અને કુમારપાળ રાસમાં તે વખતની કોઈ પ્રચલિત વાતનું પ્રતિપાદન કર્યું હોય, કેમ કે તેમાં સાંસારિક કર્મોની સિદ્ધિ માટે બીજી-ત્રીજી શબ્દો કવિ પોતે સ્પષ્ટ સમજણપૂર્વક વાતની રજૂઆત ન કરી હોવાનું સૂચવે છે, માત્ર સાંભળેલી-જાણેલી વાતની ગૂંથણી કરી હોય એમ સમજાય છે. આ બધી વિચારણામાં પૂ.આ. શ્રીવિજયસેનસૂરિજી મ. અને પૂ. આ શ્રીવિજયદેવસૂરીશ્વરજી મ. આદિ સમર્થ ગીતાર્થોએ સાધુ-સાધ્વીને પણ આવશ્યક ક્રિયામાં જેની કૃતિ બોલવાનું માન્ય કર્યું છે તે મહાભાગધેય પુણ્યાત્મા શ્રાદ્ધરત્ન શ્રી ઋષભદાસ કવિની વાતની અવહેલના કરવાનો જરા પણ આશય નથી. આ બધા લખાણનો મૂળહેતુ અંગુઠજાપની વાતનો બધી રીતે વિચાર કરવાનો છે. આમાં જે કાંઈ જ્ઞાનીઓની મર્યાદા કે મહાપુરુષોના અર્થગંભીર વાક્યોની જુદા સ્વરૂપે રજૂઆત થઈ હોય તો તે સંબંધી સકલ સંઘ સમક્ષ ત્રિવિધ મિથ્યા દુષ્કૃત માંગું છું. ૧૮ વળી પ્રાચીન ગુરુમૂર્તિઓમાં શિલ્પશાસ્ત્રની મર્યાદા પ્રમાણે આચાર્ય ભગવંતોની પ્રવચનમુદ્રા, ઉપાધ્યાય ભગવંતોની અનુયોગમુદ્રા અને સાધુ ભગવંતોની સ્વાધ્યાયમુદ્રાનું વિધાન છે. તે પ્રમાણે ફક્ત સાધુઓની મૂર્તિમાં સ્વાધ્યાયમુદ્રા દર્શાવવા પરમોત્કૃષ્ટ ૧૯૮ • ધર્મ અનપેક્ષા Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રીનમસ્કાર મહામંત્રનો સ્વાધ્યાય કરી રહ્યા હોવાનું દર્શાવવા નવકારવાળી હાથમાં બતાવાતી. પૂ. આચાર્ય ભગવંતોની મૂર્તિમાં માત્ર પ્રવચનમુદ્રા શિલ્પશાસ્ત્રાનુસાર વિદિત હતી પણ શા કારણે હાલમાં ઉપલબ્ધ પૂ. આચાર્ય ભગવંતોની મૂર્તિઓમાં માળા વપરાય છે તે ગીતાર્થો પાસેથી સમજવા જેવું છે. બાકી સૂક્ષ્મ નિરીક્ષણ કરતાં જે જે સૂરિભગવંતોની મૂર્તિમાં માળા બતાવાઈ છે તે માત્ર દર્શાવવા ખાતર જ હોય તેમ સ્પષ્ટ જણાય છે, પ્રવચનમુદ્રા સાથે માળાનો ક્રમ સંગત નથી લાગતો. જેમ જેમ પ્રાચીન ગુરુમૂર્તિઓ તપાસીએ તેમ તેમ આ વાત વધુ સ્પષ્ટ થતી જાય છે. ક્યારેક તો અતિ પ્રાચીન આચાર્યોની મૂર્તિમાં તો માળા દેખાતી પણ નથી. તે છતાં નીચેના શિલ્પશાસ્ત્રના કેટલાક નમૂના અંગુષ્ઠજાપની વાતનું સમર્થન કરનાર જાણવા મળ્યા છે— આ વાત ઉપરથી વાસ્તવિક પરંપરા પૂ. આચાર્ય ભગવંતોની મૂર્તિમાં શી હોઈ શકે ? તે પણ તારવી શકાશે. (૧) ઉદયપુર (મેવાડ)માં જડીઓની ઓળમાં દુગ્ગડોના મંદિર તરીકે પ્રખ્યાત શ્રીશીતલનાથ પ્રભુના જિનાલયમાં રંગમંડપમાં જમણે હાથે પત્થરના જૂના ભંડકિયામાં એક બાજુના ઢીંચણનો જરા ભાગ ખંડિત જેવો હોવાથી અપૂજિત અવસ્થામાં રાખી મૂકેલ (લોકોકિત પ્રમાણે પૂ. ગૌતમસ્વામીજીની) ૧૫' ઇંચી ગુરુ મૂર્તિ અત્યંત સુંદર ભવ્ય શિલ્પકળાના બેનમૂન ઉદાહરણરૂપ છે. જેમાં અંગુષ્ઠથી માળા ગણતા હોવાનું અને ચાર આંગળી (અધખુલી મુઠીરૂપે) પર માળા રાખી હોવાનું સ્પષ્ટ છે. વળી આ મૂર્તિની વિશેષતા એ છે કે ઐતિહાસિકોના ધા૨વા પ્રમાણે ચૌદમી સદીના પૂર્વાર્ધ સુધી જે રિવાજ પ્રચલિત હતો તે મુહપત્તીને જમણા ખભે રાખવાનો—આ મૂર્તિમાં સ્પષ્ટ જોવા મળે છે. (૨) ઉદયપુર (બડા બજાર)માં રસ્તા ઉપર શ્રીચૌમુખજીનું ભવ્ય જિનાલય છે, તેમાં ગભારામાં ડાબી બાજુ ખૂણે, દક્ષિણ સન્મુખ ગુરુમૂર્તિ સુંદર કલાત્મક કમળના ઝીણા પાંદડાની કોરણીવાળા આસન પર પ્રાયઃ ૧ા ફૂટની છે—જેના પર નીચે વિ. સં. ૨૭૮૨ વર્ષે વૈ. સુ. ૧ શનિ બાકીનો લેખ પાછલી બાજુ સીમેન્ટમાં દબાયેલ છે. આ મૂર્તિમાં પણ ચાર આંગળી પર માળા રાખી અંગુષ્ઠથી જાપની મુદ્રા સ્પષ્ટ છે. (૪) ઉદયપુર (ધાનમંડી)માં ભવ્ય ઊંચી બેઠકવાળું શ્રીઋષભદેવ પ્રભુનું ધર્મ અનુપ્રેક્ષા - ૧૯૯ · Page #217 -------------------------------------------------------------------------- ________________ જિનાલય છે, તેમાં રંગમંડપમાં જમણે, ઝરૂખા જેવા ભાગમાં ભવ્ય શ્વેત પાષાણની પ્રાયઃ ૧ ફૂટની ગુરુમૂર્તિ છે–જેમાં સ્પષ્ટ રીતે અંગુઠાથી માળા ફેરવવાની મુદ્રા દેખાય છે. જેના પર વિ. સં. ૧૬૧ર ને. . રૂનો ઉલ્લેખ છે. લેખ વધુ મોટો મૂર્તિને ચોફેર છે, પણ અસ્પષ્ટ બહુ છે. (૪) આ જ જિનાલયમાં એક બીજી ગુરુમૂર્તિ ત્યાં જ છે–જેમાં પણ ચાર આંગળી પર માળા સ્પષ્ટ રીતે દેખાય છે અને અંગુષ્ઠજાપ સમર્થિત થતો દેખાય છે. જેના પર વિ. સં. ૨૭૫૨ . સુ રૂનો ઉલ્લેખ છે. લેખ બહુ મોટો છે, પણ અસ્પષ્ટ છે. આ રીતે શ્રીનમસ્કાર મહામંત્રનો જાપ અંગુષ્ઠથી કરવાના વિધાનને સમર્થક શાસ્ત્ર પ્રમાણાદિનો વિચાર યથામતિ કર્યો છે. આ પ્રમાણે શાસ્ત્રીય જાપની મર્યાદાના અંગ તરીકે અંગુષ્ઠથી નિયતરૂપે જાપ અતિ મહત્ત્વની વસ્તુ છે, તે ધ્યાનમાં રાખી શ્રીનમસ્કાર મહામંત્રનો જાપ સહુએ કરવો ઘટે.. અંગુષ્ઠજાપનો પ્રભાવ તર્જનીના વચલા વેઢા ઉપર માળા રાખીને અંગુઠાના પહેલા ટેરવાથી ફેરવવાથી ચિત્તસમાધિ જન્મે છે અને તત્કાળ નાભિ, હૃદય અને બ્રહ્મરંધ્રમાં ન વર્ણવી શકાય તેવા આલ્હાદનો સ્પર્શ થાય છે. તેના પ્રભાવે પરિણામશુદ્ધિની વિશિષ્ટ કોટીની પ્રક્રિયાનો સુગમ માર્ગ આરાધક આત્માને સદાને માટે જડી જાય છે. ' માળાની પ્રતિષ્ઠા શ્રીનમસ્કાર મહામંત્રના જાપમાં લેવાતી માળા વિશિષ્ટ કોટિના માંત્રિક સંસ્કારોવાળી જોઈએ. અર્થાતુ જે રીતે કારીગરને ત્યાં ઘડાઈને તૈયાર થયેલી પ્રભુમૂર્તિમાં વિશિષ્ટ પ્રશસ્ત દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિની સામગ્રીએ ચોક્કસ વિધિ-વિધાનદ્વારાં અધિકારી પુરુષોના વરદ હસ્તે અંજનશલાકાના બળે અત્યુત્તમ ભાવનું સંચારણ થવા રૂપ પ્રાણપ્રતિષ્ઠાદિ સંસ્કારોની અપેક્ષા રહે છે. તથા આવા માંત્રિક સંસ્કારોના બળે જ મૂર્તિ પ્રભુસ્વરૂપ બની દર્શન-વંદનપૂજાદિને યોગ્ય બને છે અને પ્રશસ્ત ભાવોલ્લાસ–નિર્જરાદિનું અંગ બને છે. તેમ જ અપ્રશસ્તઅશુચિ વાતાવરણ કે મહત્ત્વની આશાતનાદ્વારા તે સંસ્કારોની અસરમાં પરિવર્તન થવાથી પુન અઢાર અભિષેક આદિ કરાવવા પડે છે. તથા ખંડિત મૂર્તિઓને ભૂગર્ભ કે જળાશયમાં પધરાવતાં પહેલાં માંત્રિક સંસ્કારોથી સંચારિત પ્રાણતત્ત્વનું વિસર્જન વિશિષ્ટ માંત્રિક રીતે કરવું પડે છે. તે મુજબ શ્રીનમસ્કાર મહામંત્રનું સ્મરણ જે માળા દ્વારા કરી પ્રબળ મોહના ૨૦૦ • ધર્મ અનપેક્ષા Page #218 -------------------------------------------------------------------------- ________________ સંસ્કારોના અપસર્પણ કરવારૂપ મહત્ત્વનું કાર્ય સાધવું છે તે માળાને પણ માંત્રિક સંસ્કારોની અપેક્ષા, સાધનાના માર્ગે વિહરતા મુમુક્ષુઓ માટે અત્યંત જરૂરી છે. . ગમે તેવી માળા બજારમાંથી લાવી ગણવા માટે ઉપયોગમાં લેવી ઠીક નથી. પણ જાપ માટે લેવાતી માળા ૧૮ અભિષેક કરેલી, માળાના (આચાર દિનકર)ના પ્રતિષ્ઠામંત્રથી પ્રતિષ્ઠિત અને સૂરિમંત્ર કે વર્તમાન વિદ્યાથી અભિમંત્રિત જોઈએ. જે રીતે પાષાણની મૂર્તિ વિશિષ્ટ આત્મશક્તિસંપન્ન મહાપુરુષોના વરદહસ્તે પ્રાણપ્રતિષ્ઠાદ્વારા પ્રભુ-ભગવાન સ્વરૂપ બને છે, તે રીતે યોગ્ય અધિકારી મહાપુરુષના આત્મબળના વાહક વિશિષ્ટ માંત્રિક તત્ત્વના સંચારથી માળા એ મોક્ષમાર્ગે સંચરવા ઉદ્યત થયેલ કલ્યાણકામી મુમુક્ષુઓ માટે મોહના સંસ્કારોને હટાવવા અમોઘ શક્તિધર સાધનરૂપ બની જાય છે. - શ્રીનમસ્કાર મહામંત્રનો જાપ જે માળાથી કરાતો હોય તે માળાથી અન્ય કોઈ પણ દેવ-દેવીના મંત્રનો જાપ ન કરવો. જ્ઞાની-ગીતાર્થોએ તો અમુક પ્રાથમિક ભૂમિકાવાળા આરાધકો માટે તો સાપેક્ષભાવે એવું પણ જણાવ્યું છે કે શ્રીનમસ્કાર મહામંત્રી ગણવાની માળાથી શ્રીનમસ્કાર મહામંત્ર સિવાય શ્રી સિદ્ધચક્રજી કે શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ આદિ શાસનની મર્યાદાનુસારનો કોઈ પણ ધાર્મિક તપનાં ગણણાં વગેરેનો જાપ અમુક સમય સુધી ન કરવો હિતાવહ છે.” આ વાત સાપેક્ષ રીતે સાધકની પ્રાથમિક શક્તિઓના વ્યવસ્થિત વિકાસની માત્રાના ઘડતર માટે અત્યંત જરૂરી લાગે છે. શ્રીનમસ્કાર મહામંત્રનો જાપ રોજ એક જ માળાથી કરવો. માળાની ફેરબદલી ન કરવાથી શક્તિઓનાં જે બીજકો માળાના મણકા પર અમુક ચોક્કસ રીતે આપણી આંતરિક શુદ્ધિ કે ભાવની ભૂમિકાના બળે કેન્દ્રિત થયા હોય તેનો ઉત્તરોત્તર સામૂહિક લાભ એક જ માળા ઉપર એકધારો અખંડપણે જાપ કરવાથી મળી શકે છે. કોઈની ગણેલી માળાથી શ્રીનમસ્કાર મહામંત્રનો જાપ ન કરવો. તેમ જ આપણી માળા પણ બીજાને ગણવા આપવી નહી. કોઈના હાથનો સ્પર્શ પણ આપણી માળાને થવા દેવો નહિ. મંત્રશક્તિ વિશે ઊંડાણથી અવગાહન કરતાં એમ પણ જાણવા મળે છે કે “દરેક જીવ વિષેની શુભાશુભ કર્મપ્રકૃતિઓની પૌદ્ગલિક અસર બે હાથ અને બે પગના અગ્રભાગ-આંગળીઓ અને દૃષ્ટિદ્વારા બહારના વાતાવરણમાં ફેલાય છે. ધર્મ અનુપ્રેક્ષા - ૨૦૧ Page #219 -------------------------------------------------------------------------- ________________ તેમાં પણ દષ્ટિથી તો વિશેષ રીતે આત્મા ઉપર રહેલ શુભાશુભ કર્મપ્રકૃતિની અસર વહેવાનું અનુભવીઓ દર્શાવે છે.” તેથી અંતરંગ વિકાસની સહુની પોતપોતાની યથાયોગ્ય ભૂમિકાના આધારે જે અમુક જાતના શ્રીનમસ્કાર મહામંત્રના જાપદ્વારા ઉપજેલ શક્તિબીજકો માળા ઉપર કેન્દ્રિત થયેલ હોય તે બીજાઓની દૃષ્ટિ પડવાથી વિખરાઈ જાય તે સ્વાભાવિક છે. માટે બને તો શ્રીનમસ્કાર મહામંત્રનો જાપ એકાંતમાં કરવો, અને માળા પણ કોઈને બતાવવી નહિ. બહુ જ મર્યાદાપૂર્વક નિધાનની જેમ સાચવીને રાખવી. પણ અધિકારી મહાપુરુષોની વિશિષ્ટ આત્મશક્તિનો લાભ મેળવવા માટે માળાને તેવા મહાપુરુષોની દષ્ટિતળે કાઢવા કે તેવાઓના પુનિત સ્પર્શથી પવિત્ર બનાવવાનું મહત્ત્વ પણ ભૂલવા જેવું નથી જ. આ રીતે શ્રીનમસ્કાર મહામંત્રની અનંતશક્તિઓમાંથી આપણી યોગ્યતાનુસાર તે તે શક્તિઓને આપણા જીવનમાં સંચારિત કરવા સારું જાપમાં ઉપર જણાવેલ બીજાના સ્પર્શ, દષ્ટિપાત આદિ વર્જવાની વાત અત્યંત મહત્ત્વની છે. . આનું વધુ રહસ્ય ગીતાર્થ જ્ઞાનીઓ પાસેથી સમજવા જેવું છે. ટૂંકમાં પ્રતિષ્ઠિત-અભિમંત્રિત અને અધિકારી મહાપુરુષના હસ્તસ્પર્શ કે વાસક્ષેપથી દિવ્યશક્તિઓના સંચારવાળી એક જ માળાથી એકાંતમાં વ્યવસ્થિત રીતે કરાતા શ્રીનમસ્કાર મહામંત્રના જાપદ્વારા પ્રત્યેક આરાધકની વિકસિત આત્મશક્તિ નવકારવાળીના તે તે મણકાઓ ઉપર કેન્દ્રિત થાય છે. પરિણામે અમુક સમય ગયા પછી આત્મશક્તિના કેન્દ્રવાળા તે તે મણકાવાળી માળાથી જાપ કરવાથી આત્મશક્તિઓનો ઝડપી વિકાસ થાય છે. અને શૂરાસુભટને લડાઈના મેદાનમાં ઝઝુમતાં શિરોહીની પાણીદાર તલવારની જેમ આરાધક પુણ્યાત્માને મોહના સંસ્કારોથી ઉપજતા સંકલેશ અવસરે આધ્યાત્મિક વિકાસના પંથે ધપવારૂપે સાચી સફળતા વરવા માટે અમોઘ હથિયારરૂપ શ્રીનમસ્કાર મહામંત્રનો જાપ બની રહે છે. તેથી જ શ્રીનમસ્કાર મહામંત્રને ચૌદપૂર્વના સારરૂપ જ્ઞાનીઓએ બિરદાવ્યો છે. કેમ કે સંકલેશ વખતે બીજા બધાં સાધનો જ્યારે પોતાની અસમર્થતા જાહેર કરે ત્યારે પણ પોતાના અખૂટ શક્તિઓના પૂરતા જથ્થા સાથે આરાધક ભવ્યાત્માને પડખે રહી સંક્લેશની નાગચૂડમાંથી સહેલાઈથી તે છોડાવી દે છે. માટે માળા સંબંધી ચોકસાઈ ગુરુગમથી બરાબર સમજી શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ કરવો ઘટે. ૨૦૨• ધર્મ અનુપ્રેક્ષા Page #220 -------------------------------------------------------------------------- ________________ | નિશ્ચિત સંખ્યા શ્રીનમસ્કાર મહામંત્રનો જાપ કરનારે પોતાની વૃત્તિઓને જગતમાંથી ફેરવીને આત્માભિમુખ કરવા માટે રોજ નિશ્ચિત કરેલ સંખ્યાને વળગી રહેવું જરૂરી છે. ઔષધ વિજ્ઞાનમાં અમુક નિશ્ચિત કરેલ પ્રમાણસર વપરાતાં ઔષધો કે રસાયણો ચોક્કસ ફળની પ્રાપ્તિ કરાવવામાં મદદગાર થાય છે. તેમ આંતરિક કર્મમળને ઘટાડવા જ્ઞાનીઓએ જણાવેલ મર્યાદાને વળગી રહી સતત પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. આપણી ફલલિપ્સાને આધીન બની ક્યારેક વધુ કરી લેવાની લાલચમાં જ્ઞાનીઓના અમુક ચોક્કસ બંધારણની વફાદારી વિના ક્યારેક સમૂળગું રહી જવાની સ્થિતિનું વારણ કરી શકતા નથી. આ જેટલી સંખ્યાથી જાપ શરૂ કર્યો હોય, તે ધોરણ રોજ નિયતરૂપે ટકાવી રાખવું. મરજી પ્રમાણે બેદરકારીથી અવ્યવસ્થિતપણે સંખ્યાના ધોરણ વિના કરાતો જાપ શક્તિઓના કેન્દ્રને સર્જી શકતો નથી. કેમ કે મૂળમાં જ સ્વચ્છંદનું પ્રાધાન્ય રહેલું છે. જ્ઞાનીઓમાં બંધારણને આધારે કરવાની વૃત્તિને બદલે આપણી સગવડે કરવાની વૃત્તિ પ્રધાન છે. આંતરિક શક્તિઓનાં વિકાસની દિશા સંખ્યાના ધોરણને ચોક્કસ રીતે જાળવવાથી સફળ રીતે મેળવાય છે. જો સંખ્યામાં ફેરફાર કરવો હોય તો વધારો થઈ શકે, પણ ઘટાડો તો ન જ કરાય. અને વધારો પણ એકવાર કર્યો એટલે પછી તે વધારાયેલી સંખ્યા જ ઠેઠ સુધી જાળવવાના દઢ સંકલ્પ સાથે નભાવવી જરૂરી છે. . . આ પ્રમાણે શ્રીનમસ્કાર મહામંત્રના જાપ માટે જરૂરી સમય-આસન-દિશા-માળા અને સંખ્યાના નિયત બંધારણની મહત્તાનો વિચાર કર્યો છે. ' ઉપરના વિવેચનથી કદાચ કોઈને એમ લાગે કે “શ્રીનવકાર મહામંત્ર ગણવામાં આ બધી માથાકૂટ શી ? શ્રીનવકાર તો ગમે તેમ પણ ગણી શકાય...વગેરે. . પરંતુ ખરીવાત એ છે કે, જ્ઞાનીઓએ ધર્મનાં અન્ય સાધનો કરતાં શ્રીનમસ્કાર મહામંત્રને આશય શુદ્ધિ માટે વધુ ઉપયોગી જાણી અસ્થિમજ્જાનુગત દઢ કરવા માટે વારંવાર અને ગમે તેવી સ્થિતિમાં તેને ગણવાની ભલામણ કરી છે, પણ ઉત્તમ–સુંદર ચીજ પણ વ્યવસ્થિતરૂપે ઉપયોગમાં લેવાય તો જ તેનું વાસ્તવિક ફળ મળી શકે. એટલે “તિપરિયવિજ્ઞા”ની જેમ નવકાર મહામંત્ર માટે બનવા પામ્યું હોઈ આરાધકો તેના વ્યવસ્થિત ઉપયોગની દિશા કંઈક અંશે ભૂલી જવાના કારણે અત્યધિક પ્રમાણમાં શ્રીનવકારનો જાપ કરવા છતાં આજે કેટલીકવાર તેની સામાન્ય-શક્તિઓ પણ ધર્મ અનુપ્રેક્ષા • ૨૦૩ Page #221 -------------------------------------------------------------------------- ________________ નથી દેખાતી, પરિણામે મહામંત્ર અને સકલદિવ્યશક્તિના નિધાનરૂપ બિરદાવાયેલા પણ શ્રીનવકાર મહામંત્ર પ્રતિ આરાધકોની જગતના અન્ય તુચ્છ મંત્રો પ્રતિ રખાતી વિવેકબુદ્ધિ-આદરવૃત્તિ જેવી પણ મનોવૃત્તિ નથી રહેતી. માટે એકડે એક ઘૂંટવાની જેમ શ્રીનવકાર મહામંત્રને જાપની પ્રાથમિક ભૂમિકાથી આરાધવાની અત્યંત ઉપયોગીતા હોઈ ઉપરની પાંચ બાબતો દરેક આરાધકે આત્મશક્તિના વિકાસની માંગણી કરવા માટે આદરપૂર્વક અપનાવવી ઘટે. વળી આધુનિક વિજ્ઞાનના કેટલાક પ્રયોગોથી એ વાત સાબિત થાય છે કે–નિયત જગ્યાએ, નિયત સમયે અને નિયત સંખ્યામાં ધારાબદ્ધ રીતે જાપ કરવાથી અમુક પ્રકારનું ચોક્કસ વાતાવરણ બંધાય છે. જેમાં પ્રવેશનાર ભયંકર આચાર-વિચારવાળો પણ ચમત્કારિક રીતે તે વાતાવરણના પવિત્ર સંસ્કારોથી ઘડીભરને માટે રંગાઈ જાય છે. કેટલાક વર્ષો પહેલાં અનુભવી એક વિદ્વાન વ્યક્તિ પાસેથી જાણવા મળેલ કે નક્કી કરેલ જગ્યાએ, નક્કી કરેલા સમયે માત્ર પાંચ જ મિનિટ પોતાના ગમે તે (અરિહંત, રામ, કૃષ્ણ, ઈશુ કે અલ્લાહ વગેરે) ઈષ્ટદેવના નામનો જાપ લાગલગાટ, (એક પણ દિવસની ખામી પડવા દીધા સિવાય) બાર વર્ષ સુધી જો કરવામાં આવે તો રોજના ફક્ત પાંચ જ મિનિટના જાપમાં નિયત આસન અને નિયત સમયનું બળ મળવાથી ત્યાંના વાતાવરણમાં જાપના અક્ષરોના આંદોલનનું એવું વિદ્યુબળ પેદા થઈ સ્થાયીરૂપે બન્યું રહે છે કે ભયંકર બદમાશી, લૂંટફાટ અને ચારસોવીશને છાજે તેવા કુકર્મને કરનારાને ગમે તેવી લાલચ આપીને તે આસન પર બેસાડવામાં આવે તો સમય–સંખ્યા અને આસનની નિયતતા જળવાયાથી બંધાયેલા વાતાવરણથી તે ગુંડાના માનસ પર એવો પ્રભાવ પાડશે કે તે ગમે તે કોમ કે ધર્મનો હશે છતાં આપોઆપ વગર પ્રેરણાએ આપણે જેનો જાપ બાર વર્ષ સુધી કર્યો હશે તે જ તે ગુંડાના મુખમાંથી નીકળવા માંડશે !” આ છે આધુનિક વૈજ્ઞાનિક સત્ય ! આ છે સ્થાન, સમય અને સંખ્યાની ચોકસાઈ જાળવવાનો મહિમા !! આ છે શબ્દશક્તિના વિદ્યુત તરંગોનો અનુભવ !!! માટે મોક્ષે ગયેલ અનંતાનંત પુણ્યાત્માઓના વિશુદ્ધ આત્મબળના વાહકરૂપે દિવ્યશક્તિનિધાન અને અનાદિસિદ્ધ શ્રીનવકારમહામંત્રના અડસઠ વર્ણોને સમય, સ્થાન, સંખ્યા, માળા અને દિશાની નિયમિતતા વ્યવસ્થા અને મર્યાદાને જાળવી અખૂટ આત્મશક્તિઓના સ્રોતને વહેતો કરવાનું કામ હસ્તામલકની જેમ ગુરુગમથી સહેલું કરવાની આરાધકોની પવિત્ર ફરજ છે. ૨૦૪ • ધર્મ અનપેક્ષા Page #222 -------------------------------------------------------------------------- ________________ મુક્તિનો સપુરુષાર્થ (‘શિવમસ્તુ સર્વગતિઃ'નું રહસ્ય) * પૂ.શ્રીદશપૂર્વધર આ. શ્રીઉમાસ્વાતિજી મહારાજે સંક્ષેપરુચિ બાલજીવોના હિતાર્થે રચેલ શ્રીઅહિત્યવચનસંગ્રહ (શ્રીતત્ત્વાર્થાધિમ સૂત્રોના પાંચમા અધ્યાયમાં પદ્રવ્યોના સ્વરૂપના વિવેચન પ્રસંગે જીવદ્રવ્યનું વ્યવહાર–સાપેક્ષબુદ્ધિથી સ્વાભાવિક લક્ષણ બતાવતાં જણાવ્યું છે કે પરસ્પરોપગ્રહો ગીવાના' (અ. ૫. સૂ. ૧૭) અર્થાત “પરસ્પર સહકારની લેવડદેવડ” એ જીવદ્રવ્યની ખાસીયત છે. તેમાં પણ સામાજિક રીતે જીવનાર માનવો માટે તો એક-બીજાના આચારવિચારના સહકારની પૂર્ણ જરૂર પડે એ દીવા જેવી સ્પષ્ટ વાત છે. પરંતુ “હું અને મહારું”ના ચક્રાવામાં અટવાઈ ગયેલ આપણને સહજ રીતે અતૃપ્તિ, અસ્થિરતા અને કલુષિતભાવ જન્માવનારા જગતના મોહકપદાર્થોના ટેકાથી જીવનની શક્તિઓના વિકાસનું ભ્રામક લક્ષ્યબિંદુ મોટે ભાગે નજર સામે હોય છે, કે જેથી આપણે પામર દીન-હીન, અલ્પશક્તિક અને કંગાલપણાના માની લીધેલા વિચારોના ગાઢ સંસ્કારોથી અસંહાય જેવી અવસ્થામાં વર્તીએ છીએ. પરિણામે આપણા જેવાના ભવ્ય ઉત્થાન માટે અનંત ઉપકારી નિષ્કારણ કરુણાના ભંડાર અને વિશ્વવત્સલ આત્માઓએ વહેવડાવેલ અખૂટ આત્મશક્તિના સ્રોતમાંથી વણમાગ્યા મળતા સહકારની આપણે જરા પણ કદર કરી જાણતા નથી, અને સ્વાભાવિક રીતે કર્મ-મોહરાજાના સાગ્રીત તરીકે આપણા નિજસ્વરૂપની શુદ્ધતાને આવરવાનું કાર્ય આપણા જ સહકારના દુરુપયોગ કરનારા જગતના પદાર્થો પાછળ અને તેના અશુભ સંસ્કારોને જીવનનું લક્ષ્ય માનનારા મોહમૂઢ જીવો પાછળ આપણી વાસના-કામનાની ભૂખ મટાડવાની ગરજથી ભટક્યા કરીએ છીએ. તેમ છતાં પૌલિકભાવોનો ભીખના ટુકડારૂપે મેળવેલો સહકાર છેવટે આપણા વિષમ ભવભ્રમણના કાર્યને વધુ વેગવંત બનાવી સરવાળે આપણને વધુને વધુ જડભાવના સહકારના વધુ ભિખારી જ બનાવે છે. - આ રીતે “મળે કંઈ નહિ અને ભીખ અટકે નહિ.” આવી કઢંગી સ્થિતિનું મૂળ આપણી પોતાની સહકારની લેવડ-દેવડ કરવાની નીતિ-રીતિના મૂળમાં રહેલી “હું અને મહારું”ની ભાવના છે. જો તેના બદલે ‘શિવમસ્તુ સર્વનતિઃ'ની ઉદાત્ત ભાવનાના અદ્ભુત બીજને સ્થાપી તદનુકૂળ જીવન જીવવાના લક્ષ્યપૂર્વક જે કંઈ વ્યાવહારિક કે આધ્યાત્મિક પુરુષાર્થ ફોરવાય ધર્મ અનપેક્ષા - ૨૦૫ Page #223 -------------------------------------------------------------------------- ________________ તો આપણો બધો જ પુરુષાર્થ તે બીજના વિકાસમાં સહયોગી નીવડે, અને પરિણામે તેમાંથી દરેક ધર્મક્રિયાના પાયારૂપ અને સમ્યકત્વના પ્રધાન કારણરૂપ મોહના ક્ષયોપશમની માતા સમાન મૈત્રી આદિ ચાર ભાવનાઓરૂપ સુગંધી ફૂલો વિકસ્વર થાય અને તેમાંથી નિર્જરા અને આત્મસ્વરૂપની સંપૂર્ણ નિર્મળતા અને તેમાં સ્થિરતારૂપ મોક્ષરૂપી ફલ પણ સહજભાવે સિદ્ધ થાય. બીજને વાવવામાં જ પૂર્ણ વિવેક જોઈએ ! “બીજ સડેલું તો નથી ને ? મારે જે ફળ મેળવવું છે તેનું જ આ બીજ છે ને ? આ જાતનો વિવેક બીજ વાવતી વખતે ન રાખ્યો હોય તો આંબો કે ઘઉં મેળવવાની ગમે તેટલી તીવ્ર ઉત્કંઠા હોય, પણ બાવળનું બીજ કે સેકેલું–સડેલું (ઘઉંનું) બીજ વાવો તો પરિણામ વિપરીત જ આવે તેમાં કંઈ આશ્ચર્ય જેવું નથી ! આજે આપણી સ્થિતિ પણ લગભગ આવી જ છે. '' વિપુલ ધર્મક્રિયાઓ અને આરાધનાઓમાંથી જરા પણ નિવૃત્તિ નહિ થનારા કેટલાક પુણ્યાત્માઓને કયારેક ઊંડે ઊંડે હાર્દિક અનુતાપ ઉપજે છે “ધર્મક્રિયા માટે જોડાયા હતા ત્યારે–સંસારનો સર્વથા ત્યાગ કરી સર્વવિરતિ કે દેશવિરતિના પંથે વળતી વખતે કેવો ? ને કેટલો થનગનાટ હતો ? કે જેને શાસ્ત્રકારોએ પણ આખા જીવનમાં સોનેરી તકની જેમ અત્યંત દુર્લભ બતાવી કાળજાની કોરની માફક કે મહામૂલ્યવાનું ઝવેરાતની માફક જતન કરી રાખવા જેવો જણાવેલ, તે અવસર્પિણી કાલરૂપે આજે કેમ પરિણમ્યો ? આટલા લાંબા પ્રયત્ન પણ જે મેળવવું હતું, કે જે તેના આછા-અસ્પષ્ટ પણ દર્શન કે નહિ ?” વગેરે વગેરે. " છેવટે આવા પુણ્યાત્માઓ કાલની વિષમતા, આરાધકભાવની તરતમતા, ભવસ્થિતિની અપરિપકવતા કે કર્મશક્તિની પ્રબળતા આદિ ગમે તે કારણની કલ્પના કરી માનસિક શાંતિ મેળવે છે. પણ ખરી રીતે પાંચ સમવાયથી થતી કાર્યસિદ્ધિના જિનશાસનના ટંકશાળી સિદ્ધાંતના આધારે આપણી વર્તમાન સ્થિતિએ પુરુષાર્થ સિવાયના ચારે કારણો લગભગ કૃતાર્થ થઈ ગયેલા હોઈ પૂર્વોક્ત હેતુઓની કલ્પના વાસ્તવિક ન કહેવાય કેમ કે નિયતિની પ્રધાનતાએ અવ્યવહારરાશિમાંથી નિષ્ક્રમણ થયું. અકામનિર્જરામાંથી જન્મતી કર્મલઘુતાના યોગે સંજ્ઞીપંચેન્દ્રિયપણું પ્રાપ્ત થયું અને કર્મલઘુતાથી અકામનિર્જરાના યથોત્તરપ્રકર્ષરૂપ અનંતપુણ્યના બલની ખીલવણી થતાં ઉત્તમક્ષેત્ર, ઇન્દ્રિયપટુતા આદિ ધર્મારાધનાની સામગ્રી મળી. કાલની પ્રધાનતાએ શુક્લપાક્ષિકપણું પ્રાપ્ત થયું. કે જેથી ધર્મક્રિયાઓ પ્રતિ રુચિ ૨૦૬ • ધર્મ અનુપ્રેક્ષા Page #224 -------------------------------------------------------------------------- ________________ થવાથી ચરમાવર્તપણું ફલિત થાય છે. તથાભવ્યત્વરૂપ સ્વભાવ તો આત્મા સાથે છે જ તેમાં કંઈ થવાપણું છે નહિ. * આ રીતે આત્મકલ્યાણસિદ્ધિરૂપ કાર્ય માટે જરૂરી પાંચે સમવાયમાંના ચાર કારણો પોતપોતાની હદપૂરતું કામ કરી, લગભગ કૃતાર્થ બની ગયેલ છે. હવે તો બધા હથિયારોનો ઉપયોગ કરવા છતાં કાબૂમાં ન આવતા પ્રતિવાસુદેવ કે હરીફને કબજે લેવા જેમ વાસુદેવ કે ચક્રવર્તી છેલ્લામાં છેલ્લા અસ્ત્ર તરીકે ચક્રરત્નનો ઉપયોગ કરે છે તેમ કર્મરાજાના સકંજામાંથી છૂટવા ભવ્યાત્મા અવ્યવહારરાશિમાંથી નીકળ્યા પછી જ્ઞાનીની દષ્ટિએ સમયે સમયે મુક્તિ તરફ આગળ વધવા માટે ગડમથલ કરતો હોય છે, છતાં જયાં સુધી પુરુષાર્થરૂપ ચક્રરત્નનો આશ્રય ન લેવાય ત્યાં સુધી કર્મના બંધનોમાંથી ક્રમશઃ છુટકારો થઈ સાચી રીતે ભવ્યાત્માઓ કેવી રીતે આગળ વધી શકે ? એટલે આજે અંતિમ હથિયાર ઉગામવાની જરૂરિયાત ન સમજનારા આપણે કાલની વિષમતા આદિ ભળતા હેતુઓની કલ્પના કરી કેટલીકવાર મન મનાવતા હોઈએ છીએ ! પણ ખરી રીતે ઉંડું આત્મનિરીક્ષણ કરી આરાધનામાં ખૂટતા તત્ત્વને ઉમેરવાનો સત્ક્રયત્ન કરવો જરૂરી છે. - તે ખૂટતું તત્ત્વ છે પુરુષાર્થની ખામી ? પણ પુરુષાર્થ કયો ? કાયાથી વચનથી તો આપણે પુરુષાર્થ કરીએ છીએ અને કરતા આવ્યા છીએ ! પણ તેના મૂળમાં “હું અને મહારું”ની ભાવનાબીજને કાયમ રાખવાના પરિણામે આપણો સઘળો પુરુષાર્થ ઉંધી દિશામાં વળી ધર્માનુકૂલ વાચિકકાયિક બહોળી સારી પણ પ્રવૃત્તિઓનું સરવૈયું કાઢતાં એક ઠેકાણે કરેલ નાની ભૂલ જેમ આગળ ઉપર જઈ હજારોનો ફરક ઊભો કરે તેમ અશુભ અને ભવભ્રમણ વધારનારો થઈ રહે છે. માટે આપણા સપુરુષાર્થની ખામીને દૂર કરવા અમોઘ ઉપાયરૂપ ધર્મ રસાયણ તરીકે શાસ્ત્રોમાં વર્ણવાયેલ મૈત્રી આદિ ચર ભાવનાઓને ઉત્પન્ન કરનાર “શિવBg સર્વગતિઃ'ની ભાવના હૃદયંગમ કરી “હું અને મારું”ની ભાવનાને વિદાય આપીએ તો આપણી બધી ધર્મપ્રવૃત્તિઓ આરાધકભાવને વિકસિત કરી આત્મકલ્યાણના મુખ્ય ફળને જન્માવનારી નીવડી શકે. તેથી વિવેકબુદ્ધિનો સદુપયોગ કરી “શિવમસ્તુ સર્વનાતઃ”ની ભાવના સાથે ધર્મક્રિયાઓનો સપુરુષાર્થ કરવો જોઈએ. ધર્મ અનુપ્રેક્ષા • ૨૦૭ Page #225 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય, ન્યાયવિશારદ, અનેક યુવાનોનાં સંયમદાતા, આચાર્યદેવ શ્રીમદ્વિજયભુવન ભાનુસૂરીશ્વરજી મહારાજાએ ધર્મચક્રમાં આપેલા લેખો... નવકારની પૂર્વ ભૂમિકા નવકારની અણમોલ, તાત્ત્વિક વચનોની મહેક ૨૧૩ ધ્યાનયોગ ૨૧૭. પરોપકારના શાસ્ત્રીય પ્રમાણો ૨૨૦ ૨૦૮ - ધર્મ અનુપ્રેક્ષા Page #226 -------------------------------------------------------------------------- ________________ નવકારની પૂર્વ ભૂમિકા (મહામંત્ર શ્રીનવકાર આરાધકને શેની ભૂખ હોય, તે ભૂખ કઈ રીતે જાગે, તે ભૂખ જેના જીવનમાં જાગી હોય તે ભવ્યાત્માના વિચાર, વાણી ને વર્તન કેવા હોય, તેના જીવનનો સ્વાભાવિક ઝોક કઈ દિશામાં હોય, એવી એવી સુકોમળ, સુરુચિકર, સત્ત્વ-પરાગપૂર્ણ પાંખડીઓના બનેલા પદ્મ સરખો આ લેખ શ્રીજિનપ્રવચન, શ્રીનવકાર અને શ્રીપંચપરમેષ્ટિ ભગવંતો પ્રત્યેના પરમપૂજ્યભાવને વધુ નિર્મળ, વ્યાપક અને અચળ બનાવવામાં અણમોલ બક્ષીસ સમાન છે શ્રીનવકાર અને શ્રીપંચપરમેષ્ટિ ભગવંતો પ્રત્યેના મઘમઘતા ભાવ પ્રત્યેનો સાચો આદર, લાવનાર છે. સં.) શ્રીનમસ્કાર મહામંત્ર અને પંચપરમેષ્ઠિભગવંતોની ભક્તિ ઉપાસના કરવાનું પ્રાપ્ત થાય એ કોઈ અનેરો ભાગ્યોદય છે. એની ભક્તિઉપાસના વિકસાવવાના ઉદ્દેશથી ‘ધર્મચક્ર' માસિક પત્ર ગતિમાન થાય એ પણ એ ભાગ્યોદયમાં પૂરક બનશે. તેથી પ્રારંભે ‘ધર્મચક્ર'એ ઉદ્દેશ બર લાવવામાં સારી સફળતા મેળવે એવી શુભેચ્છા પ્રગટ કરી એમ ઇચ્છીએ કે પત્રના સંચાલકો એ પણ ધ્યાન રાખે કે,– (૧) શ્રીનવકાર અને પંચપરમેષ્ઠિના ભક્તને આજુબાજુની ભૂમિકારૂપે કયા ગુણોની જરૂર છે ? (૨) જીવનના પ્રસંગે પ્રસંગે શ્રીનવકાર અને પંચપરમેષ્ઠિ પ્રધાન સ્થાન કેમ પામે. અહીં આપણે પહેલી વાત વિચારીએ. નવકાર અને પંચપરમેષ્ઠિ ભિન્ન ભિન્ન દૃષ્ટિએ એટલી ઊંચી વસ્તુ છે કે એને હૃદયમાં વસાવીએ ત્યારે સાથે ભૂમિકારૂપે અમુક અમુક ગુણ તો હોવા જ જોઈએ. કોઈ સારા માણસને ઘરે નોંતર્યા હોય તો એના આવતાં પહેલાં ઘરને સાફસૂફ અને ઠીકઠાક કરવું પડે છે, તો પછી શ્રીનવકાર મહામંત્ર અને પંચપરમેષ્ટિ ભગવંતને હૃદયઘરમાં વસાવવા પહેલાં આ ઘરને સાફસૂફ અને ઠીકઠાક કરવું પડે કે નહિ ? બાહ્યમાં એ વિધિ સાચવવાની ખબર પડે છે અને અભ્યન્તરમાં એવું કાંઈ જો જરૂરી નથી લાગતું, એ તરફ કોઈ જો દૃષ્ટિ જ નથી જતી, તો એ હજી જુગજુની ચાલી આવતી અજ્ઞાન દશા ઊભી જ છે. ઉચ્ચ માનવ અવતારમાં જે બુદ્ધિની વિશિષ્ટ સંપત્તિ, અલૌકિક સંપત્તિ મળી છે, ધર્મ અનુપ્રેક્ષા • ૨૦૯ Page #227 -------------------------------------------------------------------------- ________________ એની તો ઊંચી કદર કરવી ઘટે છે અને શક્ય સારામાંસારો ઉપયોગ કરી લેવો ઘટે છે. નહિતર છતી સંપત્તિએ દારૂડિયા કે વેશ્યાલંપટ પુરુષની જેમ મહાસંપત્તિને વેડફી નાખવાનું થશે. બુદ્ધિની મહાસંપત્તિનો ઉપયોગ આપણને આ ખ્યાલ કરાવી શકે કે નવકાર અને પંચપરમેષ્ઠિ જેવા મોંઘેરા મેમાનને હૃદયઘરમાં વસાવતાં, ઘરમાં સારી સાફસૂફી અને ઠીકઠાક શોભા કરવી જ જોઈએ. આ લક્ષ જાગ્યા પછી બુદ્ધિ સંપત્તિનો ઉપયોગ કરીને શોધી કાઢવું જોઈએ કે હૃદયઘરમાં કઈ કઈ મૌલિક ખરાબીઓ વર્તી રહી છે અને એને હટાવવા માટે કેવી કેવી સાવધાની સાવચેતીઓ આદરવી. જગતના મોટામોટા તાપસ, જોગી, સંન્યાસી કરતાં પણ શ્રાવકને ઊંચું પાત્ર ગણવામાં આવ્યું છે, એનું કારણ આ છે, કે પેલા તાપસ વગેરે કરતાં શ્રાવકની આંતરિક શુદ્ધિ અને વિકાસ ઊંચા છે. આ ઊંચાપણું એ મોક્ષરુચિ બનીને તત્ત્વ શ્રદ્ધાના પગથિયા પર આવી પહોંચવાના લીધે છે. નવકારમંત્ર અને પંચપરમેષ્ઠિ ઉપર શ્રદ્ધા ધરી, એને સર્વશ્રેષ્ઠ માન્યા ‘મારે તો સાચો આધાર એ,’- એવી માન્યતા ધરી, તો આ પગથિયું ચડવાનું લીધેલ છે. માટે જ વિચારવા જેવું છે કે તો પછી એ શ્રદ્ધા કોઈ પાયાની સાફસૂફી અને ઠીકઠાક સ્થિતિ માગે કે નહિ ? સાફસૂફી અને ઠીકઠાક સ્થિતિ કરવામાં શું આવશે ? શું કરવું જરૂરી છે ? આનો વિચાર શાસ્ત્રીય રીતે જુઓ. નવકાર અને પંચપરમેષ્ઠિની શ્રદ્ધા તથા સ્મરણ એ એક મહાન ધર્મ છે. ધર્મના પાયામાં મૈત્રી આદિ ચાર ભાવો જરૂરી છે એમ આચાર્ય ભગવાન શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ ધર્મબિંદુ નામના મહાશાસ્ત્રમાં ધર્મની વ્યાખ્યા કરતાં, ધર્મનું સ્વરૂપ બતાવતાં કહે છે. આત્મામાં ધર્મનું ચણતર કરવું હોય તો પાયામાં મૈત્રી, પ્રમોદ, કરુણા, અને મધ્યસ્થભાવ વસાવો એ એમનો ઉપદેશ છે. એ ચાર ભાવના કોની પ્રત્યે કરવાની ? તત્ત્વાર્થસૂત્રકાર કહે છે ‘સત્ત્વશુળાધિક્તિશ્યમાના-વિનયેષુ' અર્થાત્ જીવ (સત્ત્વ) માત્ર પ્રત્યે મૈત્રીભાવ, અધિક ગુણી પ્રત્યે પ્રમોદ ભાવ, દુ:ખિત પ્રત્યે કરુણાભાવ અને અવિનીત યાને અસાધ્ય પાપરોગી પ્રત્યે ઉપેક્ષાભાવ નવકારમંત્ર અને પંચપરમેષ્ઠિની આરાધના શું ? કિંતુ કોઈ પણ ધર્મ માટે પાયામાં આ ચાર ભાવ વસાવવા જ જોઈએ. એ કરવું હોય તો એના ચાર વિરોધી ભાવના કચરાને હૃદયમંદિરમાંથી દૂર હટાવવા જ જોઈએ. એ વિરોધી ભાવ ક્રમશઃ આ છે. ૧. જ્યાં ને ત્યાં વૈર વિરોધ પરની અકલ્યાણ-ભાવના, અથવા બીજા પ્રત્યે ૨૧૦ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #228 -------------------------------------------------------------------------- ________________ ઉપેક્ષા કરી સ્વાર્થની રખાતી તત્પરતા. ૨. ઇર્ષ્યા, અસૂયા, અસહિષ્ણુતા, નિંદા, અસરોપ, ચાડી-ચુગલી. ૩. નિર્દયતા, નિષ્ઠુરતા, સ્વાર્થાંધતા, કૃપણતા— ૪. અધમાધમ પરચિંતા, પરદોષદૃષ્ટિ, સ્વોત્કર્ષના ગુણગાન, મદ ઇત્યાદિ— આ ચાર કચરા દૂર કરી મૈત્રી આદિ ચાર ભાવોને દિલમાં વસાવાય તો એના ઉપર નવકાર અને પંચપરમેષ્ઠિની આરાધના વગેરે ધર્મની ઈમારત પાયાવાળી બને. બીજી રીતે વિચારીએ તો ધર્મ, દાન-શીલ-તપ-ભાવ એમ ચાર પ્રકારે છે. એમાં પહેલો પાયાનો ધર્મ દાનધર્મ છે. નવકાર અને પંચપરમેષ્ઠિની શ્રદ્ધા તથા ઉપાસના એ શીલ ધર્મમાં આવે તેમ તપ અને ભાવના ધર્મરૂપ પણ હોઈ શકે. પરંતુ એના માટે પાયામાં દાનધર્મ જોઈએ, એ દાનધરમની સાધના માટે અંશે પણ સ્વાર્થનો ત્યાગ કરવો પડે, શક્ય સંપત્તિભોગ આપવો જ પડે. એકલું મારું તે મારું જ કરી બેસવામાં આ પાયો નહિ રચી શકાય. વળી જુઓ કે—ધર્મસાધના માટે પ્રણિધાન, પ્રવૃત્તિ, વિઘ્નજય, સિદ્ધિ અને વિનિયોગ એ પાંચ આશય જરૂરી કહ્યા છે. ત્યાં પહેલે પગથિયે પ્રણિધાનમાં પણ પરાર્થવૃત્તિ જરૂરી છે, એમ તેનું શાસ્ત્ર બાંધેલું લક્ષણ કહે છે. તો નવકાર સાધનાના મહાન ધર્મ માટે અંશે પણ સ્વાર્થત્યાગ કરી પરહિતને હૈયે ખાસ વસાવવું પડશે. સ્વની સાથે પરનો વિચાર પણ અવશ્ય રાખવો જોઈએ. તો જ બીજાના ધર્મયોગને વ્યાઘાત પહોંચાડવાનું કે બીજાને તુચ્છકારવાનું અને એમ કરીને પાયાના પ્રણિધાનનો ભંગ કરવાનું અટકાવી શકાશે. બીજી રીતે જોઈએ તો, વિશુદ્ધ હૃદયની નવકાર તથા પંચપરમેષ્ઠિની શ્રદ્ધા એ સમ્યગ્દર્શનનું સ્વરૂપ છે. એ દૃષ્ટિએ વિચારીએ તો એના માટે મોક્ષરુચિ, આસ્તિક્ય અને ઉપશમ જરૂરી છે. પણ એ માટે સમ્યક્ત્વના ઘાતક ભવબહુમાન, તત્ત્વ-અરુચિ, અને અનંતાનુબંધી કષાયોને તિલાંજલિ આપવી જોઈએ. જો આ ત્રણને છોડવા નહિ હોય તો નવકાર અને પંચપરમેષ્ઠિ ભગવાનની સાધના વાસ્તવિકરૂપમાં આકાર નહિ પામી શકે. જો સંસાર ખટકતો નથી, જિનવચન પર એકરાગ નથી, ક્રોધ લોભ મદ માયા-મત્સર વગેરે કષાયો ઉગ્ર કોટિના વર્તે છે એટલે કે એમાં અકર્તવ્યના ખ્યાલ જેટલોય ઉપશમ નથી કરવો, કષાય કર્યા એટલે ગુનો કર્યો એવું માનવું નથી, તો એનો અર્થ એ છે કે ભવરાગ, તત્ત્વ-અરુચિ, અને અપ્રશમભાવ જીવતા જાગતા છે. ત્યાં સુધી શ્રદ્ધાયુક્ત ધર્મ અનુપ્રેક્ષા ૦ ૨૧૧ Page #229 -------------------------------------------------------------------------- ________________ નવકાર સાધના ક્યાંથી અસ્તિત્વમાં આવી શકે ? વળી જુઓ પંચપરમેષ્ઠિની ઉપાસના એ માર્ગાનુસારીની ભૂમિકા કરતાં ઉપરની ભૂમિકા છે, એ દષ્ટિએ વિચારીએ તો એના માટે માર્ગાનુસારીના પાંત્રીસ ગુણોભર્યું જીવન બનાવવું પણ તેટલું જરૂરી છે. એ માટે ગુણોના પ્રતિપક્ષી દોષોનો ત્યાગ કરવો જોઈએ. ત્યારે એ પણ જુઓ કે નવકારનો જાપ, સ્મરણ કે ચિંતન એ મહામંગળમય સ્વાધ્યાય ધર્મ છે, જ્ઞાનોપાસના છે, તો એ તો પવિત્ર જ્ઞાનાચારમાં ૬-૭-૮મે નંબરે છે, એના માટે પૂર્વના પાયાભૂત પાંચ આચાર, કામ, વિનય, બહુમાન, ઉપધાન અને અનિદ્વવ,-એ સાધવા જરૂરી છે. ત્યાં ગુણનો અવિનય, અબહુમાન, નિદ્વવ (અપલાપ) વગેરેનો ત્યાગ પણ કરવો જ જોઈએ. બીજી રીતે જોઈએ તો નવકાર એ પંચપરમેષ્ઠિની આરાધના સમ્યગ્દર્શનની પણ એક મહાન આરાધના છે અને દર્શનની આરાધના માટે નિઃશંકપણું નિરાકાંક્ષીપણું, વગેરે આઠ દર્શનાચાર બહુ જરૂરી છે. એમાંના સાધર્મિકની ઉપબૃહણા (પ્રશંસાપ્રોત્સાહન), સ્થિરીકરણ અને વાત્સલ્ય ખાસ જરૂરી છે. એ માટે એના વિરોધી સંઘ સાધર્મિકની નિંદા-અવગણના, કોઈનુંય શ્રદ્ધા-પાલનાદિ ધર્મમાં અસ્થિરીકરણ, તથા સંઘસાધર્મિક પ્રત્યે અપ્રીતિ અરુચિ, વગેરેને ખાસ દૂર રાખવા જોઈએ. બીજી દષ્ટિએ જોતાં, પંચપરમેષ્ઠિનું ચિંતનસ્મરણ એ ઉભય યોગબીજ છે. યોગદષ્ટિ સમુચ્ચય શાસ્ત્રમાં કહ્યું છે, “વિનેષુ કુશવં વિત્ત’ - ઇત્યાદિ, આ યોગબીજની ઉપાસના માટે બે વસ્તુ જરૂરી છે. ૧. ઓઘદૃષ્ટિનો અર્થાત્ ભવાભિનંદીપણાનો ત્યાગ, અને ૨. યોગની પૂર્વસેવા. ભવાભિનંદિતા અર્થાત સંસારરસિકતાના ત્યાગ માટે ક્ષુદ્રતાલોભ રતિ-દીનતા (માગણિયાપણું) માત્સર્ય-ભય-શઠતા-અદાતા-નિષ્ફલાભસંગિતા,એ આઠ દોષોનો ત્યાગ જરૂરી છે. યોગની પૂર્વસેવા અર્થાત્ યોગ-પૂર્વભૂમિકા માટે માતાપિતા, વિદ્યાગુરુ અને ધર્મગુરુના વિનય સેવાદિ, દેવપૂજા, શિષ્ટપુરુષોના આચારનું પાલન, તપ અને મુક્તિ પ્રત્યે અદ્વેષ જરૂરી છે. તો એના વિરોધી દોષો, વડીલના અવિનયાદિ, એકાંત સાંસારિક પ્રવૃત્તિની રક્તતા, આહારલંપટતા અને મોક્ષ અરુચિ દૂર કરવા જોઈએ. ૨૧૨ • ધર્મ અનુપ્રેક્ષા Page #230 -------------------------------------------------------------------------- ________________ * નવકારની અણમોલ, તાત્ત્વિક વચનોની મહેક . (‘અણમોલ માનવજીવનની પ્રત્યેક ક્ષણ શ્રીનવકારમય બની રહે, અંતરાય અને આપત્તિ વખતે આપણું હૈયું બેવડા બળપૂર્વક શ્રીનવકારને જ રટે, સુખ અને સાનુકૂળતાને શ્રીનવકારની આરાધનાના માત્ર આંશિક ફળ તરીકે સમજે અને સ્વીકારે અને કદીયે ન ચલિત થાય એવા પરમપદની નિષ્ઠાપૂર્વકની આરાધનામાં અધિક વીર્ય ફોરવે, તેમ જ શ્રીનવકારનો કેવળ સ્વાર્થ ખરીદવાના ચલણી સિક્કા તરીકે ભૂલ યા પ્રમાદથી પણ ઉપયોગ ન કરી બેસે,’ એવાં અનેક અણમોલ, તાત્ત્વિક અને ઉપકારક વચનોની સુરભિ વડે મહેકતો આ લેખ સૌને ઉપયોગી થશે. .) અનેક દૃષ્ટિએ જોતાં શ્રીનમસ્કારમંત્ર અને પંચપરમેષ્ઠીની ઉપાસના અનેક પ્રકારના ધર્મરૂપ બનવાથી એ એની ભૂમિકામાં ઉપાસક પાસે વિવિધ યોગ્યતાની, વિવિધ ગુણોની અપેક્ષા રાખે છે. તેથી જેવી રીતે બીજનું વાવેતર કરી પાકની અપેક્ષા રાખનારો ખેડૂત ભૂમિને ખેડીને મુલાયમ બનાવવાની ઉપેક્ષા કરી શકે નહિ, જેવી રીતે કપડા પર રંગ ચઢાવવા ઇચ્છનાર રંગરેજ ભૂમિકારૂપે કપડામાંથી મેલ કાઢી સાફ કરવાની ઉપેક્ષા કરી શકે નહિ, જેમ મકાનનો પાયો નાખવા ઇચ્છનાર કારીગર ભૂમિમાંથી ધૂળ, શલ્યો વગેરે હટાવવામાં બેદરકાર રહે નહિ, એવી રીતે શ્રીનવકારમંત્રની ઉપાસના કરવા ઇચ્છનાર ભવ્યાત્મા ભૂમિકાના દોષત્યાગ અને ગુણસંપાદનની ઉપેક્ષા કરી શકે નહિ. આ કહેવતનો એ અર્થ નથી કે તો પછી ભૂમિકાના અભાવે મહામૂલા શ્રીનવકારમંત્રને ગણનારને નિરુત્સાહી કરવા. કહેવું તો એ છે કે આવો કિંમતી શ્રીનવકાર ગણીએ ને લાખનો માલ પાંચ રૂપિયામાં લીલામ થવા જેવું ન બને એ જોવાનું છે. સર્વ પાપનો નાશક અને સર્વમંગલમાં શ્રેષ્ઠ મંગળભૂત શ્રીનવકારમંત્ર ગણવાના કેટલા બધા ઊંચા લાભ છે ! એ ગુમાવીને કેવળ ઐહિક હેતુ માટે એને ગણવો એ દયાપાત્ર સ્થિતિ છે. વિચારવું ઘટે છે કે આમેય આ વિરાટ વિશ્વમાં નવકારમંત્ર ક્યાં મળે છે? અહીં જો એ મળ્યો છે તો એની અન્ય લાભદાયી આરાધના કરવામાં કચાશ શા માટે રાખીએ ? - શ્રીનવકારના મહાન લાભમાં બળવાન પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જવા ઉપરાંત અનાદિકાળથી ચાલી આવતી કુવાસનાઓ અને દોષોમાં ધરખમ હૃાસ કરવાનો છે. આ તો જ શક્ય બને કે ભૂમિકાના ગુણો અને પ્રશસ્ત ભાવ તરફ જરાય ઉપેક્ષા કર્યા વિના એ માટે પ્રયત્નશીલ રહીએ, અને શ્રીનવકારમંત્ર પર શ્રદ્ધા એટલી બધી વિકસાવીએ કે જીવનમાં એ પ્રધાન સ્થાન પામે. ધર્મ અનુપેક્ષા - ૨૧૩ Page #231 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં શ્રીનવકારને પ્રધાન સ્થાન કેવું આપીએ છીએ એ ગંભી૨૫ણે વિચારવાની જરૂર છે. અહીં, પ્રધાનનો એ અર્થ નથી કે એની એકને બદલે પાંચ દશ માલા ગણતા હોઈએ, અથવા માત્ર સુતાં જાગતાં શ્રીનવકાર પાંચ-સાત ગણતા હોઈએ તો એને પ્રધાન કર્યો ગણાય. પ્રધાનનો અર્થ છે કે વિવિધ દુઃખ નિવા૨વામાં અને વિવિધ સુખ મેળવવામાં જેમ ભિન્ન ભિન્ન સાધનો મગજમાં ઝટ ઉપસ્થિત થાય છે. એના બદલે પહેલો ઝટ શ્રીનવકાર ઉપસ્થિત થઈ જાય. દા. ત.તાવ આવ્યો કે ઝટ સુદર્શન, કવીનાઈન કે વૈદ ડાક્ટર તરફ નજર જાય છે. માથું દુખ્યું ઝટ બામ કે એવા સાધન તરફ દૃષ્ટિ જાય છે, જાય પણ એ પછી, પહેલાં તો શ્રીનવકાર તરફ જ દૃષ્ટિ જાય. જો શ્રીનવકાર પર એવી અટલ શ્રદ્ધા હોય કે—‘સમસ્ત દુઃખોનો નાશ કરવાની શ્રીનવકારમાં તાકાત છે, તો તાવ, શિરદર્દ વગેરે દુઃખ કેમ નહિ ટાળે ? જરૂર ટાળશે,'—આવી જો શ્રદ્ધા છે, તો સહેજે દુઃખ આવતાં ઝટ પહેલાં શ્રીનવકા૨ યાદ આવવો જ જોઈએ. પ્રશ્ન થશે કે તો શું શ્રીનવકાર રટતા બેસી રહેવું ને દવા ન લેવી ? ઉત્તર એ છે કે હા, જો ધૈર્ય હોય સમાધિ રહેતી હોય તો એમ કરવું. પરંતુ ચિત્તની સ્થિરતા ન રહેતી હોય દવા લેવા–વાપરવા જતા હોઈએ, તો પણ પહેલાં નવકાર યાદ કરીને. તેય બે પાંચ નહિ, ૫૦-૧૦૦-૨૦૦. ભડકશો નહિ, ડાક્ટરના દવાખાને આજની ભીડમાં કેટલો સમય જાય છે ? દવા ખાવા છતાંય પથારીમા `કલાકો કે દિવસો પડી રહેવું પડે છે ને ? તો આ શું ખોટું છે ? પણ આ શ્રદ્ધા જોઈએ કે મારા સર્વ દુ:ખ જશે તો તે નવકારના પ્રભાવે જ. સર્વ દુઃખોનો નિવારક અને સર્વ સુખોનું કારણ એક માત્ર નમસ્કારાદિ ધર્મ જ છે. માટે તે સર્વપ્રધાન પુરુષાર્થ છે. એટલે બીજા કોઈપણ પુરુષાર્થ કરતાં આને પહેલું સ્થાન આપું, પ્રધાન, મુખ્ય સમજીને આદ.—આવી દૃઢ શ્રદ્ધા હોય તો ઉચિત પ્રવૃત્તિ માત્રમાં પહેલો શ્રીનવકાર યાદ આવે. ત્યારે શ્રીનવકા૨નો ગણનારો અનુચિત તો કશું આદરે નહિ, એટલે કહો કે એની પ્રવૃત્તિમાત્રમાં પહેલું શ્રીનવકારસ્મરણ હોય પંચપરમેષ્ઠિને નમસ્કાર હોય. એટલું સમજવાનું છે કે શ્રીનવકા૨ ગણીને એ શું ઇચ્છે છે ? શું માત્ર લૌકિક લાભ ? ના, પર્યન્તવર્તી મોક્ષના લાભ, ને એનાં સાધનભૂત ઉચ્ચ દર્શન-જ્ઞાનચારિત્રના લાભ. એટલે એને વિષક્રિયાનો દોષ નથી લાગતો. શું જગતમાં કે શું મોક્ષમાં, સર્વત્ર સુખ નમસ્કારાદિ ધર્મમંગળથી મળે છે,—એવી એની સચોટ પ્રતીતિ અને માટે જ ખરો પુરુષાર્થ ધર્મનો જ છે—એવું એનું દૃઢ માનસિક ધોરણ, એને વાતભેગો શ્રીનવકા૨ ભજવા પ્રેરે છે. પછી બીજા લૌકિક સાધનને આદરતાં પણ આ વિશ્વાસ છે કે ૨૧૪ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #232 -------------------------------------------------------------------------- ________________ મારા શ્રીનવકારના પ્રભાવે જ આ સાધનો પણ સફળ થઈ શકવાના છે. સાધનોનો પુરુષાર્થ એટેલે કે દવા લેવાનું કરવું, દુકાન ચલાવવી, વગેરે પુરુષાર્થ તો પાતળા પુરુષાર્થ છે. ખરો પુરુષાર્થ, આત્માને શોભાદાયી પુરુષાર્થ, શ્રીનમસ્કારાદિ ધર્મનો પુરુષાર્થ જ છે. એ જ મને સર્વ દુઃખ, સર્વ વિટંબણા, સર્વ નાલેશીના કારણભૂત કર્મબંધનોમાંથી છોડાવી કેવળ હાલના મંગળ-પ્રકાશ સાથે મુક્તિ મહેલમાં શાશ્વત વાસ કરાવશે.” બસ, વાત આ છે કે, (૧) રોગમાં દવા, ધનેચ્છામાં ધંધો, દાવામાં વકીલ, કાર્યની ભીડમાં સહાય વગેરે વગેરે સાધન ભજતા પહેલાં શું નવકારને ભજીએ છીએ ? (૨) અવરનવર ૨૦૦-૫૦૦-૧૦૦૦-૫૦૦૦ શ્રીનવકારનો પ્રયોગ કરીએ છીએ ? અર્થાતુ દા. ત. ક્લેશની શાન્તિ કરવી છે, તો લાવ, બે હજાર શ્રીનવકાર ગણી લઉં.. દુનિયા કોઈ વિષય લોભમાં તણાય છે, લાવ હું શ્રીનવકારજાપમાં લાગુ, આજે વહેલો જાગ્યો છું તો બેસું હજાર બે હજાર શ્રીનવકાર ગણવા...સામો નકામી કુથલી નિંદા કરવા આવ્યો છે, ત્યાંથી ચાલી જવાની કે ઉઠાડી મૂકવાની હિંમત નથી, તો લાવ હું મારે મનમાં શ્રીનવકારનું ધ્યાન કરતો બેસું...ગાડીમાં આડુંઅવળું જોવા સાંભળવામાં નકામા પાપ બંધાશે, અને મોહના સંસ્કારો દઢ થશે, એના કરતાં લાવ સળંગ શ્રીનવકાર સ્મરણ કર્યા કરું...લોકો કહે છે દવા કરો રોગ મટી જશે, પણ લાવ હું શ્રીનવકાર ઉપર મંડીને જ દ્રવ્ય-ભાવ બંને રોગ કાઢું...ઇત્યાદિ ઇત્યાદિ પ્રયોગ પ્રયત્ન કરાય છે ખરા ? (૩) કષાયના આવેશમાં ચડ્યા વિના રહેવાતું નથી, પણ શું એ શ્રદ્ધા છે કે લાવ પહેલાં ધ્યાનપૂર્વક શ્રીનવકાર ૫-૫૦ ગણવાદે. કદાચ આવેશ શમી જશે અગર ઓછો તો થઈ જશે જ ? એમ કરીને ક્રોધ, અભિમાન, ઇર્ષ્યા, લોભ, લાલસાના ઉછાળા આવે ત્યારે ત્યારે પહેલાં ૫-૫૦ શ્રીનવકારનું સ્મરણ કરાય છે ખરું? (૪) કોઈ પાપ થઈ જાય તો મન ડંખે છે કે “અરે પાપ થઈ ગયું, ત્યાં શું એવું રાખ્યું છે તો લાવ પહેલી સજા તરીકે ૫૦૦-૧૦૦૦-૨૦૦૦ શ્રીનવકાર ગણી લેવા દે? જૂઠું બોલાઈ ગયું, લાવ બસો શ્રીનવકાર ગણી લઉં, માયા, અનીતિ થઈ ગઈ, લાવ ૫૦૦-૧૦૦૦ શ્રીનવકાર ગણી લઉં, ઉગ્રતા કરી, કોઈની સાથે વિખવાદ કર્યો, લાવ હજાર શ્રીનવકાર ગણી લઉં,–જેથી સાચો પશ્ચાત્તાપ થાય, પાપમાં વળતર મળે, ને નમસ્કારાદિ ધર્મનું શરણ ખરું સ્વીકાર્યું ગણાય. રોજીંદા જીવનમાં પોતાના અને કુટુંબીઓના માટે આવી કોઈ પ્રવૃત્તિ ખરી ? ધર્મ અનુપ્રેક્ષા ૨૧૫ Page #233 -------------------------------------------------------------------------- ________________ (૫) મલિન વિચારો કે ફજુલ વિચારો મનમાં આવ્યા જ કરે છે, આમ રોક્યા રોકતા નથી, તો લાવ જયારે જયારે એવા વિચાર ચાલુ થવાનું દેખાય કે તરત શ્રીનવકાર રટવા માંડે. આવું કંઈક ખરું? (૬) કોઈપણ ધાર્મિક પણ પ્રવૃત્તિ શરૂ કરતાં પહેલાં શ્રીનવકાર ચિંતન થાય છે ને? આ પ્રશ્નો એ તપાસવા માટે છે કે જીવનમાં શ્રીનવકારને કેવુંક પ્રધાન સ્થાન આપીએ છીએ, તેમ એ સમજવા માટે છે કે પ્રધાન સ્થાન આપવા શું શું કરવું જોઈએ. આપણી શ્રદ્ધાની, આપણી ભક્તિની, આપણી પરલોકદષ્ટિની અને આપણા માનવભવનાં મૂલ્યાંકનની કસોટી અહીં થાય છે. શ્રીનવકાર મહામંત્રને જીવનમાં પ્રધાન સ્થાન આપવાથી કોઈ નવું જોમ, નવી સ્કૂર્તિ અને નવીન જ જિનશાસન-સ્પર્શનાનો અનુભવ થાય છે. આ મહાન શ્રીનવકારમંત્રની આરાધનામાં અનુમોદના અને પ્રાર્થનાના બે મહાન તત્ત્વ સામેલ કરાય એ કેટલું જરૂરી અને કેવું લાભદાયી છે એની વિચારણા વળી કોઈ અવસરે જોઈશું. આયનામાં જોવા માટે મોં બરાબર તેના સરસું લઈ જવું પડે છે તે પ્રમાણે “નમો’ શબ્દ મનના મોંને શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતો પ્રતિ લઈ જવામાં અચિંત્ય સહાય કરે છે. નમસ્કારભાવ સિવાય જીવનના સમગ્ર પ્રવાહનું વહેણ પોતાની દિશા બદલી શકતું નથી. વ્યવહારથી એમ પણ કહી શકાય કે, નમો એ શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતો સાથે ભાવ-સંબંધ બાંધવા માટેની ટિકિટ છે. એ ટિકિટ મેળવવાને પાત્ર બનવું એ વિશ્વ-માનવની કક્ષામાં (Class) પ્રવેશવા બરાબર છે. એ કક્ષામાં આવ્યા પછી દેવાધિદેવની પરમમંગલમય ભાવના અને આજ્ઞા એ જ જીવનના અંગભૂત બની જતી વર્તાય છે અને મન નમોમયતા ધારણ કરે છે. ૨૧૬ • ધર્મ અનુપ્રેક્ષા Page #234 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનયોગ (ચિત્તની શાંતિ અને એકાગ્રતાની સાથે શ્રીજિનેશ્વરદેવકથિત ક્રિયાને પ્રાણવંતી બનાવવાનો સચોટ માર્ગ ચિંતનાત્મક આ લેખમાં દર્શાવવામાં આવ્યો છે. ધ્યાનયોગને લગતી પાયાની હકીકત આ લેખમાં સુંદર રીતે વ્યક્ત થઈ છે. સં.) આજે ચોમેર શું પ્રસરી રહ્યું છે ? એવાં કેઈ કારણો ઉપસ્થિત થાય છે કે જે તમારા કોમળ દિલને કેટલુંય વિહ્નલ, અસ્વસ્થ, અશાંતિવાળું બનાવવામાં સહાયભૂત થાય છે. વિવેકી માણસ હૈયે શાંતિ અને ચિત્તમાં સ્વસ્થતા ગમે તેટલી ઇચ્છતો હોવા છતાં એ કારણોએ તે પ્રાપ્ત કરવા માટે અસમર્થ બને છે. આજનો જડવાદ, જકડાઈ ગયેલા વેપા૨, સ્નેહીકુટુંબીની ચિંતાઓ, આંતરરાષ્ટ્રીય વિખવાદ, આર્થિક મુંઝવણો, કાયદાના નિયંત્રણો વગેરેમાં શાંતિસ્વસ્થતા ચાંથી અનુભવે ? તો પ્રશ્ન થાય કે સુખશાંતિ કેવી રીતે સુલભ બને ? આવા મામૂલી પ્રશ્નનો ઉત્તર ઘણો મોટો છે, કેમ કે એના માટે તત્ત્વદૃષ્ટિ, ઇન્દ્રિયદમન, કષાયનિગ્રહ, મૈત્રી આદિ ભાવનાઓ વગેરેની ઘણી પ્રક્રિયા પ્રયોગમાં લાવવાનું આવશ્યક હોય છે. પરંતુ અત્રે એનો એક ઉપાય—ધ્યાનનો વિચા૨ પ્રસ્તુત કરવામાં આવે છે. ધ્યાનયોગથી હૃદયને ઘણી શાંતિ અને ચિત્તને સારી સ્ફુર્તિ મળે છે. આ લગભગ બધા આસ્તિક દર્શનોવાળા માને છે. કેમ કે અનેક અશુભ આલંબનોનો સહારો લેવાથી ચિત્ત અસ્વસ્થતા અશાંતિનો ભોગ બનેલું હોવાથી, હવે કેટલાંય શુભ આલંબનનો સહારો આપ્યા સિવાય શાંત-સ્વસ્થ થવું અશક્ય છે. એમ કહેવાય કે ચિત્તસ્વસ્થતા એ જ ધ્યાન છે. ધ્યાનની સાધના કરવા માટે ઇષ્ટદેવ અથવા મંત્રનો જાપ અને એકાગ્રચિંતન એ ઉપાય છે અને એ રીતે ધ્યાન કરનારા આજે દેખાઈ આવે છે. પરંતુ બીજી બાજુ દિવસભરમાં કેટલાંય ચિત્તવિક્ષેપ, ધનમૂર્છા, અહંત્વ, રોષ, ઇર્ષ્યા, અસહિષ્ણુતા વગેરેને આધીન થઈ ચિત્ત ભારે અસ્વસ્થતાનું પરાધીન બન્યું રહે છે, તો વિચારણીય છે કે ધ્યાનનો પ્રયત્ન ક્યાં સફળ થયો ? તેથી એવો કોઈ ઉપાય હાથ ધરવો જોઈએ કે જેથી ચિત્તને સ્વસ્થ અને શાંત કરનાર ધ્યાનયોગની સાધના થતી રહે. એવો અદ્ભુત ઉપાય જિનેન્દ્રકથિત ગૃહસ્થ અને સાધુના આચાર અને અનુષ્ઠાન છે અને એ અનુષ્ઠાનો આચારોમાં ધ્યાન ભેળવવું જરૂરી છે. ધ્યાનનું મહત્વ એ જ છે કે મનનું અસ્ખલિત રીતે ચાલવું. દાખલા તરીકે— સવારે ઉઠતાંની સાથે નમસ્કારમંત્રનું સ્મરણ કરીએ છીએ તેમાં અખંડ-ધારાએ ધર્મ અનુપ્રેક્ષા ૦ ૨૧૭ Page #235 -------------------------------------------------------------------------- ________________ એક પદથી બીજા પદ પર, બીજા પદથી ત્રીજા પદ ઉપર. એમ યાવતુ છેલ્લા પદથી ફરી પ્રથમ પદ પર મન લાગ્યું રહે, એટલું જ નહિ પરંતુ મનની સામે દરેક પદ લખેલા જેવું ઉપસ્થિત થાય અને આપણે વાંચતા હોઈએ અથવા તેના અર્થનું ચિત્ર તરવરે, જેમ કે અનંત અરિહંત દેવનું, અનંત સિદ્ધભગવંતોનું. વળી સામાયિક-ચૈત્યવંદન-પ્રતિક્રમણમાં સૂત્રોચ્ચારણ કરતી વખતે દરેક સૂત્રની ગાથાઓ જાણે નજર સામે કૉલમબદ્ધ લખેલી આવે અર્થાત્ પહેલા એક ગાથા, પછી બીજી ગાથા...અથવા એના ભાવનું આબેહુબ ચિત્ર જાણે કે સાક્ષાત્ સામે હોય તેવું મનની સામે આવે. જેમ કે “ઈરિયાવહિયં સૂત્રની ગાથાઓ મનની સામે અલગ અલગ કૉલમ (કોઠા)માં લખેલી એક પછી એક આવતી જાય. અથવા સામે એક ચિત્ર એવું ખડું થાય કે જેમાં ગુરુદેવ ન્યાયાધીશના સ્થાનમાં બેઠા છે અને આપણે ગુનેગાર તરીકે જીવઘાતનો એકરાર કરતા સામે ઊભા છીએ અને તીવ્ર પશ્ચાત્તાપપૂર્વક ક્ષમાની વિનવણી કરી રહ્યા છીએ ! તેમાં પહેલા સામાન્યથી ગમનાગમન સંબંધી જીવની વિરાધના, પછી ક્રમસર ધાન્ય, વનસ્પતિ-ઓસ-કીડીનું-નગ-નિગોદ-માટી-પાણી કરોળીયાના જાળાની વિરાધના, એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવની જુદી-જુદી રીતથી થયેલી વિરાધનાનું દેશ્ય ખડું થાય. એ પ્રમાણે આ સૂત્ર પૂરું થતાં માત્ર બીજા કોઈ વિચાર-વિક્ષેપ વગર ચિત્ર સામે તરત જ “તરૂ૩ત્તરી'. સૂત્રના પદો દેખાવા લાગે અને તે પૂર્ણ થતાં જ “અન્નત્થ.” સૂત્રના પદો. એવી રીતે ચૈત્યવંદનની ક્રિયામાં ચિત્તનો ઉપયોગ સતત ધારાબદ્ધ વહેતો રાખવો. તેમાં પણ સૂત્ર-સ્તોત્ર-સ્તવન અને સ્તુતિના પદાર્થોના ચિત્ર ક્રમસર મનની સામે ખડા કરતા જવું જોઈએ. જેમ કે “સંકલકુશલવલ્લી પુષ્પરાવર્તમેઘો બોલતાં જ મનમાં બધી શુભ વસ્તુઓને ઉત્પન્ન કરવા માટે ઉત્કૃષ્ટ મેઘસમાને પરમાત્માનું દશ્ય ખડું થાય. ત્યારપછી “દુરિતતિમિરભાનુ ” બોલતાં સર્વ દુર્ભાગ્ય અને પાપવૃત્તિનો અંધકાર દૂર કરાવવાળા પરમાત્મારૂપી સૂર્ય ઉપસ્થિત થાય, પછી એ સર્વ વાંછિતને આપનાર કલ્પવૃક્ષ સમાન દેખાય, બાદ સંસારસાગરથી પાર કરાવવા માટે જહાજ સમાન દેખાય. એવી જ રીતે જંકિચિ‘સૂત્ર વખતે સ્વર્ગ પાતાલ અને મનુષ્ય ત્રણે લોકના તીર્થ અને શ્રીજિનેશ્વર ભગવંતની પ્રતિમા ચિત્તની સામે ઉપસ્થિત થાય અને “વંદામિ' બોલતા ભગવાનને નમસ્કાર થાય. ત્યાર પછી “નમુત્થણ' સૂત્ર માટે અરિહંત પરમાત્મા સમવસરણમાં બેઠેલા યા વિચરતા નજરે પડે અને “નમુત્યુë.” સૂત્રની શરૂઆત કરતા જ નમસ્કાર કરીને દરેક પદના ભાવવાળા અરિહંત પરમાત્માની વિશેષતાના ચિત્ર ક્રમસર ઉપસ્થિત થાય. આ ન આવડે ત્યાં સુધી આ સૂત્રની જુદી-જુદી સંપદા એક પછી એક ૨૧૮ • ધર્મ અનુપ્રેક્ષા Page #236 -------------------------------------------------------------------------- ________________ ક્રમસર જાણે લખેલી નજર સામે આવતી જાય. - ઉપરોક્ત બધું બનાવવા માટે ક્રિયા સિવાયના કાળમાં દરેક સૂત્ર, પદ અથવા તે સૂત્રની ગાથાનું કલ્પના ચિત્ર તૈયાર કરવું જોઈએ અને તેને રટવું જોઈએ. જેથી ક્રિયા વખતે તે જલ્દી ઉપસ્થિત થાય. જુદી જુદી જાતના કલ્પના ચિત્રો કેવા કેવા હોય છે તે ઘણો મોટો વિષય છે તેથી અહીં નાના લેખમાં એનો ઉલ્લેખ કરી શકાતો નથી. વાત એટલી છે કે સંપૂર્ણ ક્રિયા વખતે ચિત્તને બીજે નહિ લઈ જતાં માત્ર તે ક્રિયામાં, તેના અર્થ જાણતા ન હોય ત્યાં સુધી તેના અક્ષરોમાં ક્રમસર લગાડવું જોઈએ. અહીં ધ્યાનયોગનો સારો અભ્યાસ થાય છે. સ્તવન બોલતા હોઈએ, સ્વાધ્યાય કરતા હોઈએ યા વ્યાખ્યાનવાણી સાંભળતા હોઈએ ત્યાં પણ કલ્પના ચિત્ર દશ્યમાન થવાં જોઈએ અને બીજું ખાસ એક ઉત્તરોત્તર પદાર્થોનું અનુસંધાન અને સંકલન કરવું એ ધ્યાનશક્તિને ખૂબ ખીલવનાર છે. ત્યારે આ રીતે ધ્યાનયોગના સારાં અભ્યાસ અને ચિત્તની એકાગ્રતાથી ચિત્તસ્વસ્થતા-શાંતિ પ્રાપ્ત થતી જાય છે.' અહીં એક વિશેષતા છે કે વિવિધભાવોનું માનસ દર્શન કરતા કરતા સાથે સાથે ચિત્તની તેવા તેવા પ્રકારની લેંગ્યા ઊભી કરવી પડે છે. દાખલા તરીકે ઇરિયાવહિય, દેવસિય આલોઉં, વંદિત્ત. ઈત્યાદિ સૂત્રોમાં પાપની તીવ્ર પશ્ચાત્તાપની વેશ્યા, નમુત્થણે.' વગેરે સૂત્રોમાં ઉત્કટ ભક્તિ-બહુમાનની વેશ્યા, “વાંદણામાં અત્યંત નમ્રતાદિની લેશ્યા...વગેરે. ઉચિતક્રિયાઓ છોડીને માત્ર ધ્યાન લગાવવાથી આ જાતનો લાભ પ્રાપ્ત થતો નથી. . . ઉચિતક્રિયાઓમાં સુપાત્રદાન, અભયદાન, દેવદર્શન-પૂજન, સત્સમાગમ, વ્રત નિયમ, તપસ્યા વગેરે અનેક પવિત્ર આચારો આવે. એમાં શુભભાવોનો ધ્યાનાભ્યાસ સારી રીતે કરવો જરૂરી છે. ધ્યાનનો અભ્યાસ ત્યાં સુધી વધારવો જોઈએ કે બીજી બાહ્ય દુનિયાની પ્રવૃત્તિમાં પણ ચિત્ત ગમે તેમ રખડે નહિ, ફોગટના ઉધરતીધરના વિકલ્પોથી પીડિત ન થાય અને અશુભભાવને પરવશ ન થાય બલ્ક વૈરાગ્યાદિ શુભભાવથી પરિપૂર્ણ (ભરચક) રહે. અહીં માત્ર ધ્યાનયોગના અભ્યાસનું સંક્ષિપ્ત દિગ્દર્શન છે, પરંતુ ગુરુગમથી આનો વિસ્તાર સમજવા અને સાધવાની જરૂર છે. ધર્મ અનુપ્રેક્ષા - ૨૧૯ Page #237 -------------------------------------------------------------------------- ________________ પરોપકારનાં શાસ્ત્રીય પ્રમાણો પરોપકાર-પરમાર્થવૃત્તિ એ ધર્મના પાયામાં જરૂરી એટલા માટે કે (૧) દાનાદિ ધર્મમાં પહેલું દાન કહ્યું છે, (૨) પ્રણિધાનાદિ પાંચ ધર્મ-આશય (ધર્મવૃત્તિ)માં પ્રણિધાન પહેલું છે. તેનું સ્વરૂપ કથતાં એમાં પરોપકાર મૂક્યો છે. (૩) વિનય-ભક્તિ ધર્મનું મૂળ છે, તે પરાર્થવૃત્તિ બનવાથી—પર—જે—ગુણી પુરુષો, તેમનાં માન-સન્માન-સગવડ-અર્થે ખડા રહેવાથી સિદ્ધ થાય છે. (૪) ધર્મ ઉપશમમાંથી જન્મે છે, એ ઉપશમ એટલે ઉગ્નકોટીના ક્રોધ-માન-માયાલોભનાં શમન. આમાં ક્રોધના શમન માટે પરના ભલાનું હૃદય, ભલાનો વિચાર જોઈએ, સામાનો વાંક નથી, વાંક દેખાતો હોય તોય—તે એના કર્મનો છે, એને સબુદ્ધિ મળો. મારા ક્રોધ કરવાથી એને વધુ ક્રોધ ચઢે. એનું બગડે માટે પણ હું ક્રોધ ન કરું, એમ પરાર્થવૃત્તિ જરૂરી છે. એવું માન-માયા દુભાવવામાં પણ પરાર્થવૃત્તિ. લોભ દુભાવવામાં પણ એ દિલ રહેવું જોઈએ કે વિશ્વ મારો મિત્ર છે, એનું પડાવી મારે ‘તર’ કેમ થવાય ? મારા લોભથી બીજાને ખોટો દાખલો મળશે, તો એનું બગડશે વગેરે. (૫) અહિંસા પરમો ધર્મ :' જીવનમાં સિદ્ધ કરવા માટે “શ્રીદશવૈકાલિક સૂત્ર”માં કહ્યું છે કે, “સ∞ પાળા પરમાદમ્નિયા' સર્વ જીવો ‘૫૨મધર્મ'વાળા છે. આત્માનો ‘પરમધર્મ’ સુખકામના છે. તો એનો વિચાર રાખી ‘કોઈનાય સુખને હું ન લુંટું', કોઈનેય ‘હું દુઃખ ન આપું,' આ વિચાર જોઈએ. આમાં પણ પરાર્થવૃત્તિ જ જરૂરી છે. (૬) “સમ્યક્ત્વ”ના પાંચ લક્ષણમાં ઉત્પત્તિક્રમ શાસ્ત્ર ‘આસ્તિક્ય, અનુકંપા, નિર્વેદ, સંવેગ, શમ એમ કહ્યાં છે. ત્યાં આસ્તિકય એટલે ‘નં નિળેર્દિ વેડ્યું તમેવ સત્ત્વ નિÉ' એટલે કે શ્રીજિનવચન ઉપર સચોટ શ્રદ્ધા જન્મ્યાનું પ્રતીક એ છે કે એમાંથી અનુકંપા—‘દુ:ખીની દ્રવ્યદયા અને પાપીની ભાવદયા’–જન્મે. આ પરાર્થવૃત્તિ જ છે કે દુ:ખીના દુઃખ હું કેમ ફેડું ? (૭) શ્રીઉપદેશપદ, શ્રીયોગબિંદુ વગેરેમાં ઔચિત્યને બહુ પ્રાધાન્ય આપ્યું છે. દા.ત.—અપુનર્બન્ધકના ત્રણ લક્ષણમાં તીવ્રભાવે પાપ ન કરવું, ભવાબહુમાન અને સર્વત્ર ઔચિત્યપાલન. એ રીતે સહજમળના ક્ષયના પણ સર્વઉપાયોમાં ઔચિત્ય મૂક્યું છે. વળી તે તે ધર્મના અધિકારી બનવા તદ્બહુમાન, તદ્ધિધિપર વગેરે લક્ષણ કહ્યાં, તેમાં ૨૨૦ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #238 -------------------------------------------------------------------------- ________________ વિધિપર અંગે કહ્યું છે કે આ લોકના કૃત્યમાં ઉચિત વિધિ, ઉચિત વૃત્તિવાળો ન હોય તે પરલોકવિધિમાં પણ ન હોય. તાત્પર્ય કે ઔચિત્ય પાલન, અનૌચિત્ય ત્યાગ એ ધર્મસિદ્ધિમાં અતિ જરૂરી છે. એ પરાર્થવૃત્તિ વિના નહિ આવી શકે. પરને તકલીફ ના આપું, પરને શાતા આપું, પરને ન દુભાવું વગેરે વલણ રાખવું જ જોઈએ. (૮) સહજમળ ક્ષય વિના યોગબીજનો સંગ્રહ નથી થઈ શકતો કે જે સંગ્રહ પહેલી યોગદષ્ટિમાં જ જરૂરી છે. એ સહજમળક્ષયના લક્ષણમાં પહેલું “દુઃવિતેપુ યાત્યન્તમ્” છે. એ દયા પરાર્થવૃત્તિ બનવાથી જ શક્ય છે. (૯) ધર્મની વ્યાખ્યા (ધર્મબિંદુમાં) “મૈચદ્વિમાવસંયુ$" એ વિશેષણવાળી છે. ત્યાં પણ મૈત્રી પરહિતચિંતા અને પરાર્થવૃત્તિ બનવાથી જ આવે. - (૧૦) માર્થાનુસારી ગુણોમાં પરોપકાર તો છે જ. ઉપરાંત, પોષ્યપોષણ, માતાપિતાની પૂજા, અતિથિ, સાધુ દિન-પ્રતિપત્તિ, પરનિંદાદિ નિંદ્ય પ્રવૃત્તિનો ત્યાગ, દયા, સૌમ્યતા વગેરે પરાર્થવૃત્તિ બન્યાથી આવે. - (૧૧) શ્રાવકધર્મની યોગ્યતાના ૨૧ ગુણોમાં પહેલો ગુણ અક્ષુદ્રતા તથા બીજા પણ કેટલાક ગુણ પરાર્થવૃત્તિવાળા હૃદયની અપેક્ષા રાખે જ છે. (૧૨) સાધુ ધર્મને “શ્રીલલિતવિસ્તરામાં સકલ-સત્ત્વ-હિતાશય-અમૃત-સ્વરૂપ, ' કહ્યો છે. એ પરાર્થવૃત્તિની ઊંચી કક્ષાથી શક્ય બને–શ્રાવકધર્મને એ ચારિત્રધર્મના અભિલાષરૂપ કહ્યો છે. એમાં પણ–પરાર્થવૃત્તિની તમન્ના રાખવી પડે. (૧૩) ભવનો રાગ, વિષયોનો રાગ, સ્વાર્થવૃત્તિ પર નભે છે, એ ટાળવા પરાર્થવૃત્તિ ખાસ જોઈએ. (૧૪) યોગનું પહેલું બીજ “નિનેષુ શતં વિત્ત' (દ્વિતન) એ વિચારથી કહી શકાય કે “અહો “જિનેશ્વરદેવ કેવા જગત ઉપકારી ?' કેવા વિશ્વવત્સલ ? કેવા સર્વ દયાળુ? આ ભાવના કરવા માટે, આ ભાવનાથી ભાવિત થવા માટે, પરઉપકાર, પરવાત્સલ્ય અને પરદયાના અનુપમ ગુણનો અનુરાગ જોઈએ અને એ સાચો અનુરાગ એની અભિલાષાથી, એના તરફના ઝોકથી આવે છે એટલે પણ યોગબીજાર્થીએ પરોપકાર, પરવાત્સલ્ય, પરદયાની તમન્ના જગાડવી જ પડે. ધર્મ અનપેક્ષા - ૨૨૧ Page #239 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય, હાલારના હીરલા, આચાર્યદેવશ્રીમદ્વિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજા મહામંત્ર નવકારની સાધના મહામંત્રની સાધનામાં પથ્યા પથ્ય શ્રાવકોના કર્તવ્યો સદ્ગુણ મીમાંસા માનસિકરોગ ટાળવાનો રામબાણ ઉપાય પાત્રતા કેળવવાના ઉપાયો સુખકારક શ્રીનવકાર સાધનામાં સાધક-બાધકતત્ત્વો સદ્ગુણ નામાવલિ ૨૨૨ ૦ ધર્મ અનુપ્રેક્ષા ૨૨૩ ૨૩૨ ૨૪૦ ૨૪૩ ૨૪૬ ૨૪૭ ૨૪૯ ૨૫૨ ૨૫૫ Page #240 -------------------------------------------------------------------------- ________________ ની ,,, તે મહામંત્ર શ્રીનવકારની સાધના શ્રીનવકાર એ સર્વ મંત્રોમાં શિરોમણિભૂત મહામંત્ર છે અને ઉત્તમ સામગ્રી સહિતનો માનવજન્મ એ સર્વ જન્મોમાં શ્રેષ્ઠતમ જન્મ છે. શ્રેષ્ઠની સાથે જયારે શ્રેષ્ઠનો સુયોગ થાય છે, ત્યારે એમાંથી મહાન ફળ નીપજે છે, એ નિર્વિવાદ છે. શ્રીનમસ્કાર મહામંત્રમાં બિરાજમાન પાંચ પરમેષ્ઠિઓ પરમપદે પહોંચી ચૂકેલી જગતની પાંચ મહાવિભૂતિઓ છે અને આપણો આત્મા તો અત્યારે ઘણી જ નીચી ભૂમિકામાં રહેલો, અનેક અશુદ્ધિઓથી ભરેલો, અતિ પામર દશા અનુભવી રહેલો છે, એ પણ એક અનુભવસિદ્ધ હકીકત છે. છતાં પણ યોગ્ય આલંબનના બળથી નીચે રહેલો મનુષ્ય પણ ઊંચે ચડી શકે છે. જીવનો આજ સુધી મોક્ષ થયો નથી, તેનું મુખ્ય કારણ બીજું કોઈ નથી, પણ જીવે પૂર્વે કદી પણ પોતાની અશુદ્ધિઓ દૂર કરી નથી. બીજી રીતે કહેવું હોય તો અશુદ્ધિઓ જેનાથી દૂર થાય, તે ઉપાયોનું સાચું આલંબન તેણે કદી લીધું નથી. નવકાર એટલા માટે મહામંત્રની ઉપમાને લાયક ઠરે છે કે જીવવિશુદ્ધિ માટે તે એક મુખ્ય અને અજોડ સાધન છે. બીજા બધાં સાધનો પણ આ નવકાર મૂળમાં હોય તો જ સફળ બને છે. અન્યથા નહિ. પરંતુ આ નવકાર જીવની અશુદ્ધિઓ કેવી રીતે ટાળે છે? જીવની મૂળભૂત અશુદ્ધિઓ કઈ કઈ છે? અને વિશુદ્ધિ કેવી રીતે પ્રગટે છે? તેનું સ્પષ્ટ જ્ઞાન કરી લેવું એ મહામંત્રના સાધકને માટે અતિ જરૂરી છે. મહામંત્રની મહામંત્રતા સમજવા માટે નવકારના અંદરના ભાગમાં પ્રવેશ કરવો પડશે. જો કે આ મહામંત્ર અનંત ગમ-પર્યાય અને અર્થનો પ્રસાધક, તથા સર્વ મહામંત્ર અને પ્રવર વિદ્યાઓના ઉત્કૃષ્ટ બીજ સ્વરૂપ છે, તેથી તેનો તાગ પામવો દુષ્કર છે, તો પણ તેની ચાર બાબતો મહામંત્રની સાધનામાં વેગ લાવવા માટે અત્યંત પ્રેરણાદાયક હોવાથી તેને સમજી લેવી જરૂરી છે. તે ચાર વસ્તુઓ નીચે મુજબ છે : શ્રીમહાનિશીથ સૂત્ર (૧) શ્રીનવકાર એ કૃતજ્ઞતા ગુણનું પ્રતીક છે. (૨) શ્રીનવકાર એ પરોપકાર ગુણનો આદર્શ છે. (૩) શ્રીનવકાર એ સર્વજીવો પ્રત્યે આત્મસમદર્શિત્વ ભાવને લાવનાર છે. (૪) શ્રીનવકાર એ પરમાત્મસમદર્શિત્વભાવનો ઉદ્ઘોધક છે. १. अणतगमपज्जवत्थपसाहग, सव्वमहामंतपवरविज्जाणं परमवीयभूयम् ॥ ધર્મ અનપેક્ષા • ૨૨૩ Page #241 -------------------------------------------------------------------------- ________________ આથી જ શ્રીનમસ્કાર મહામંત્રની સાધનાદ્વારા જીવની શુદ્ધિમાં અનન્ય કારણભૂત કૃતજ્ઞતા, પરોપકારિતા, આત્મસમદર્શિત્વ અને પરમાત્મસમદર્શિત્વ આદિ ભાવો મહામંત્રના સાધકમાં પણ ઉત્પન્ન થાય છે. શ્રીનમસ્કાર મહામંત્રમાં આ ચારે વસ્તુઓ સહજ ભાવે રહેલી છે. પરમેષ્ઠિઓ આ ચારે ભાવથી ભરપૂર છે, એટલે તેમનું આલંબન લેનારમાં પણ એ ભાવો ક્રમશઃ પ્રગટે તે સહજ છે. ઉપરોક્ત ચારેની પ્રતિપક્ષી વસ્તુઓ :- કૃતજ્ઞતા, સ્વાર્થ રસિકતા, અનાત્મસમદર્શિતા અને અપરમાત્મસમદર્શિતા એ જ જીવની મૂળભૂત અશુદ્ધિ છે. બીજી તમામ અશુદ્ધિઓનું તે બીજ છે. જયારે કૃતજ્ઞતાદિ ચારે ભાવો એ જીવશુદ્ધિનું પરમબીજ છે. શ્રીનવકારમાં બિરાજમાન શ્રીઅરિહંત-આદિ પાંચ પરમેષ્ઠિઓ મુખ્ય ગૌણભાવે કૃતજ્ઞતા ગુણના સ્વામી છે. પરોપકારપ્રધાન એમની તમામ પ્રવૃત્તિઓ છે આત્મસમદર્શિત્વ એમનો પ્રાણ છે અને પરમાત્મસમદર્શિત્વ એમનું સર્વસ્વ છે. મહામંત્રના સાચા સાધક બનવા માટે તેના સાધકે પણ પરમેષ્ઠિઓના એ ગુણોને લક્ષ્યમાં રાખવાની અતિ આવશ્યકતા છે. તે વિના મહામંત્રની સાચી સાધના શક્ય નથી. સાધનામાં અતિપ્રયોજનભૂત એ ચારે વસ્તુઓને હવે અહીં ક્રમસર વિચારીએ. કૃતજ્ઞતા , મહામંત્રની સાધના માટે સાધકની પહેલી યોંગ્યતા કૃતજ્ઞતા છે. નમવા યોગ્યને ન નમવું એ કર્મસત્તાનો ગુન્હો છે. તેની સજા પણ મોટી છે. શ્રીઅરિહંત આદિ પાંચ પરમેષ્ઠિઓ નમવા યોગ્ય છે, કારણ કે તેઓ આપણા પરમ ઉપકારી છે. એમની કરુણાથી જ આપણે અહીં સુધી ઊંચી દશા પ્રાપ્ત કરી શક્યા છીએ તો જેનાથી આપણે ઊંચે આવ્યા તે આપણા પરમ ઉપકારી પ્રત્યે નમ્રતાનો ભાવ ન કેળવીએ તો આપણો કૃતજ્ઞતા ગુણ નાશ પામે છે. નમવા યોગ્ય ઉપકારીને જે નમતો નથી, તે કૃતઘ્ન બને છે. કૃતજ્ઞતા એ ઘણું મોટું પાપ છે. સર્વ પાપનાં પ્રાયશ્ચિત છે, પણ કૃતજ્ઞને માટે કોઈ પ્રાયશ્ચિત્ત નથી કૃતજ્ઞતાનો ત્યાગ કરીને જ્યારે જીવ કૃતજ્ઞ બને છે, ત્યારે જ એનો છુટકારો થાય છે. શ્રીપંચપરમેષ્ઠિ પ્રત્યે કૃતજ્ઞ બનેલો આત્મા એક એવી નિર્મળ દૃષ્ટિને પ્રાપ્ત કરે છે કે તે દૃષ્ટિનો જેમ જેમ વિકાસ થતો જાય છે, તેમ તેમ તેનામાં નમ્રતાનો ભાવ વધુને વધુ વિકાસ પામતો જાય છે. યોગ્ય પ્રત્યેનો સાચો નમ્રભાવ એ જ ભાવનમસ્કારનું બીજ છે. પરિણામે તે જગતના તમામ પદાર્થોને પોતાના ઉપકારી તરીકે જોઈ અને જાણી શકે ૧. મવઝાવેર્નવામિયત પ્રાપિતો મુવમ્ ! શ્રીવીતરાગ સ્તોત્ર ૨. તખચ નાતિ નિતિઃ | શ્રી યોગશાસ્ત્ર ટીકા ૨૨૪ • ધર્મ અનુપ્રેક્ષા Page #242 -------------------------------------------------------------------------- ________________ છે અને એથી મરણાંત ઉપસર્ગ કરનારને પણ અપકારી દૃષ્ટિથી નહિ પણ પોતાને પરમ સમાધિભાવ લાવવામાં નિમિત્તભૂત થનાર તરીકે અને પરિણામે કર્મ ક્ષયમાં સહાય કરનાર પરમ બાંધવથી પણ અધિક ઉપકારીની દૃષ્ટિથી જોઈ શકે છે. આવા કૃતજ્ઞા જીવમાં જગતના જીવોના કરેલા અપરાધરૂપ ઋણમાંથી મુક્ત થવા માટે તત્પરતા સ્વાભાવિક રીતે જ વધી જાય છે. કૃતજ્ઞતાની બુદ્ધિમાંથી ઉત્પન્ન થયેલ ઋણમુક્તિના વિચારમાંથી જે પરોપકારની પ્રવૃત્તિ થાય છે, તે જ સાચો પરમાર્થ–પરોપકાર ભાવ છે, કારણ કે એમાં અહંકારને સ્થાન નથી. “હું બીજાનું ભલું કરું છું, એવી તુચ્છ વૃત્તિ પણ નથી. હું તમામ વિશ્વનો દેવાદાર છું. અનાદિકાળથી અનેકના દુ:ખમાં હું નિમિત્ત બન્યો છું. અનેક જીવોએ અનેકવાર મારું ભલું કર્યું છે માટે એ ઋણમાંથી મુક્ત થવા માટે મારે સૌનું ભલું ઇચ્છવું જ જોઈએ અને શક્તિ મુજબ મારે સૌનું ભલું કરવું એ મારી ફરજ છે. કૃતજ્ઞતા ગુણની આ પરાકાષ્ઠા છે. પરંતુ તેની શરૂઆત તો પરમ ઉપકારી શ્રીઅરિહંત આદિ પાંચે પરમેષ્ઠિઓને ભાવપૂર્વક નમસ્કાર કરવાથી થાય છે, જીવને વિશુદ્ધ ધર્મની શરૂઆત પણ કૃતજ્ઞ બુદ્ધિથી કરેલા નમસ્કારથી થાય છે. આ કૃતજ્ઞતા ગુણના પાલનપૂર્વક કરાતા નમસ્કારનો પ્રભાવ એવો અચિંત્ય છે કે તે આપણા તમામ અંતરાયોને દૂર કરાવી આપણા સર્વ ઇચ્છિતોની પ્રાપ્તિ કરાવી આપે છે. - પરોપકારિતા શ્રીમહામંત્રની સાધના માટે સાધકની બીજી યોગ્યતા પરોપકારભાવ છે. મન, વચન, કાયા અને બીજી પણ પ્રાપ્ત સામગ્રીને પરનું હિત થાય એ રીતે યોજવી એનું નામ પરોપકાર છે. મનુષ્યોને સુખી કરવા માટે જગતમાં અનેક પ્રકારના વાદો ચાલે છે. પરંતુ નમ્રપણે બીજાનું ભલું કરવું, અર્થાત બીજાનું ભલું ચાહ્યા વિના કે બીજાનું શક્ય ભલું કર્યા વિના આપણું ભલું કદી પણ થઈ શકતું નથી આ જાતિના ભલાઈવાદ પાસે બીજા બધા વાદો પાંગળા બની જાય છે. સમગ્ર દ્વાદશાંગીના સાર અને ચૌદપૂર્વના સમ્યમ્ ઉદ્ધારસ્વરૂપ મહામંત્ર નવકાર છે અને એ નવકારનું રહસ્ય મહામંત્રનું પ્રથમ પદ “નમો અરિહંતા' છે. આ “નમો અરિહંતા' પદ એ પરોપકાર ગુણની જ પ્રતિષ્ઠા છે. સર્વ કર્મરહિત સિદ્ધ ભગવંતો કરતાં પણ શ્રીઅરિહંત ભગવંતોને મહામંત્રના પ્રથમ પદમાં બિરાજમાન કરવામાં આવ્યા છે, તેમાં મૂળ રહસ્ય એમની પરોપકારિતા છે. વિશ્વમાં શ્રીઅરિહંતો સૌથી વધુ પરોપકારી છે. વિશ્વના તમામ જીવો એમના ઋણતળે દબાયેલા છે. કારણ કે એમણે સંપૂર્ણ વિશ્વના તમામ જીવોના સમગ્ર દુઃખોના નાશની અને એમને અનંત સુખની પ્રાપ્તિ થાય તે માટે તીવ્ર ભાવના અને એ માટે સતત પુરુષાર્થ કર્યો છે. એમની એ ઉદાત્તભાવના અને ઉત્તમ અવસ્થાનું વર્ણન શાસ્ત્રોમાં નીચે મુજબ કરવામાં આવ્યું છે. ધર્મ અનુપ્રેક્ષા - ૨૨૫ Page #243 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થંકરોની પૂર્વભવોની ભાવના “અહો ! આશ્ચર્ય છે કે શ્રીજિનેશ્વરદેવ પ્રરૂપિત સ્ફુરાયમાન પ્રકાશવાળું પ્રવચન વિદ્યમાન હોવા છતાં મોહાન્ધકારથી જેમનો સન્માર્ગ લુપ્ત થયો છે, એવા દુઃખપરીત ચિત્તવાલા જંતુઓ આ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે. હું તેઓને આ ભયંકર સંસારથી, આ તારક પ્રવચન વડે પાર ઉતારું એ રીતે વિચાર કરીને જે જે પ્રકારે બીજાઓને ઉપકાર થાય તે તે પ્રકારે શ્રીતીર્થંકર પરમાત્માના આત્માઓ ઉદ્યમ કરે છે:” "अहो ! चित्रमेतत्, यत् - सत्यपि पारमेश्वरे प्रवचने स्फुरत्तेजसि, मोहान्धकारविलुप्तसत्पथि दुःखपरीतचेतसो जन्तवः परिभ्रमन्ति तदहमेतानतः संसारात् अनेन प्रवचनेन यथायागमुत्तारयामीति વં ચ ચિત્તયિત્વા યથા યથા રેષામુપારો ભવતિ તથા તથા જેતે ।' શ્રીપંચસંગ્રહ ટીકા. આ રીતે નમસ્કાર મહામંત્રમાં સારભૂત અરિહંતપદ પોતે જ પરોપકારભાવથી ભરપૂર છે કે જે અરિહંતપદ આપણી સમગ્ર આરાધનાના કેન્દ્રરૂપ છે. શ્રીઅરિહંતોને આદર્શરૂપ બનાવ્યા વિના કોઈપણ સાધક આરાધનામાં આગળ વધી શકતો નથી. એનો અર્થ પણ એ જ છે કે પરોપકારભાવને આદર્શરૂપ બનાવ્યા વિના આરાધનામાં આગળ વધી શકાતું નથી. વિશ્વનું ભલું કરવાની ભાવનાથી ભરપૂર બન્યા વિના નવકા૨માં બિરાજમાન પાંચે પરમેષ્ઠિઓમાંથી એક પણ પરમેષ્ઠિ, પરમેષ્ટિપદ સુધી પહોંચી શકતા નથી, તો જે મહામંત્રમાં, વિશ્વહિતની જ ભાવના ભરી છે. તેનું આરાધન કરનાર સાચા સાધકમાં પણ પરોપકારભાવ પ્રગટ્યા વિના કેમ રહે ? અને પરહિતનો ભાવ આદર્શ ન બને ત્યાં સુધી મહામંત્રની સાધનાની યોગ્યતા સાધકમાં આવી છે, એમ પણ શી રીતે કહી શકાય ? જીવનમાં પરોપકાર ભાવને આદર્શ બનાવ્યા વિના નવકારમંત્રની સાચી આરાધના બીજા હજારો ઉપાયોથી પણ શક્ય નથી. સંક્ષેપમાં ધર્મનું સર્વસ્વ કંઈપણ હોય તો તે પણ પરોપકારભાવ જ છે ?૧ અર્થ—મૈત્રીભાવનો વિકાસ, પરોપકાર કરવો અને શમભાવની ઉપાસના કરવી એ ધર્મનું અતિ સ્પષ્ટ સ્વરૂપ છે. અહીં ધર્મના સ્વરૂપ તરીકે મૈત્રી, પરોપકાર, અને શમ એ ત્રણ વસ્તુ બતાવી છે. પરંતુ આ ત્રણમાં પણ પરોપકાર મુખ્ય છે. કારણ કે મૈત્રી અને શમભાવને ટકાવી રાખનાર, વધારે પવિત્ર બનાવનાર પરોપકાર ભાવ છે. પરોપકાર અને કૃતજ્ઞતા ગુણનું પ્રાધાન્ય જણાવવા માટે અન્યત્ર પણ કહ્યું છે કેર ૧. ધર્મસ્ય તત્ત્વ સુસ્પષ્ટ, મૈત્રીમાવ વિજ્રાસનમ્ । परोपकारनिर्माणं, शमवृत्तेरुपासनम् ॥ ૨. વો પુરિસે ધરડ ધરા, અહવા દ્રોહિપિ ધારિયા વસુહા । વયારે નસ્લ મડું, વયરિત્રં નો ન પન્નુસફ ॥ શ્રીધર્મરત્નપ્રકરણ ટીકા. ૨૨૬ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #244 -------------------------------------------------------------------------- ________________ “પરોપકારમાં જેની બુદ્ધિ છે અને કરેલા ઉપકારને જે ભૂલતો નથી એવા માત્ર બે જ પુરુષોને પૃથ્વી ધારણ કરો.” અથવા આવા બે પુરુષથી જ આ પૃથ્વી ટકી રહી છે. અહીં ‘બે પુરુષથી જ' એમ લખ્યું છે તે જાતિમાં એક વચન છે. અર્થાત્ આવી જાતના પરોપકારવૃત્તિવાળા અને કૃતજ્ઞ મનુષ્યો દુનિયામાં વસે છે, તેથી જ આ પૃથ્વી ટકી રહી છે. જે દિવસે બધા જ સ્વાર્થપરાયણ અને કૃતઘ્ન બની જશે, તે દિવસે પૃથ્વી ઉપર સત્ તત્ત્વ ટકી શકશે નહિ અને સત્ તત્ત્વનો નાશ થવો એ જ પરમાર્થથી નાશ છે. એટલે સત્ તત્ત્વને-ધર્મતત્ત્વને ટકાવવામાં પ્રધાન ફાળો કૃતજ્ઞભાવ અને પરોપકારવૃત્તિનો છે. વળી શક્ય પરોપકાર કર્યા વિના મુક્તિસાધક યોગોની પરંપરા પણ અવિચ્છિન્ન બની શકતી નથી. જે બીજાને આપતો નથી, તેને જન્માંતરમાં ઉત્તમ સામગ્રી મળતી નથી એટલે વસ્તુતઃ તો પરનું હિત કરનારો જ પોતાનું સાચું હિત સાધી શકે છે. આ રીતે મહામંત્ર નવકાર એ મુમુક્ષુ જીવોમાં પરોપકારભાવ ખીલવવા માટેનો એક સુંદર પદાર્થપાઠ પૂરો પાડે છે. આત્મસમદર્શિત્વ મહામંત્રની સાધના માટે સાધકની ત્રીજી યોગ્યતા સર્વ જીવો સાથે આત્મસમદર્શિત્વભાવ કેળવવો તે છે. આત્મસમદર્શિત્વભાવ એટલે જગતના તમામ આત્માઓ આપણા આત્માની સમાન છે. એવો ભાવ આપણા આત્માની સમાન છે એટલે આપણને જેમ સુખ ઇષ્ટ છે અને દુ:ખ અનિષ્ટ છે, તેમ જગતના તમામ જીવોને સુખ ઇષ્ટ છે અને દુઃખ અનિષ્ટ છે. જે વસ્તુ આપણને અનિષ્ટ હોય તે બીજા પ્રત્યે પણ ન ઇચ્છવી, ન આચરવી અને સૌનું શુભ ઇચ્છવું, કરવું એ ન્યાયબુદ્ધિનું લક્ષણ છે. ધર્મનો એ સંક્ષેપમાં સાર છે. અનાદિકાળથી જીવને જડ પદાર્થોની સાથે સહજ ભાવે પ્રીતિ છે અને જગતના જીવો સાથે અપ્રીતિભાવ છે. તે ભાવ અતિ મલીન છે, કારણ કે તેમાં ચૈતન્યનું અપમાન છે. જે તત્ત્વ અતિમહિમાવંતુ હોય, તેનું સન્માન કરવું જોઈએ. તમામ જ્ઞાની પુરુષોએ ચૈતન્યનું બહુમાન કર્યું છે. જ્યાં જ્યાં ચૈતન્ય છે, ત્યાં ત્યાં સર્વત્ર શુભની ચાહના કરી છે ચૈતન્ય માત્રનું બહુમાન કરવા શાસ્ત્રોમાં જ્યાં ત્યાં ‘સર્વ' શબ્દનો પ્રયોગ યોજવામાં આવ્યો છે. જેમકે– 'खामेमि सव्व जीवे,' 'सव्वे जीवा खमंतु मे, 'मित्तीमे सव्व भूएसु', 'सव्वस्स जीवरासिस्स', 'सव्वं खमावइत्ता', 'खमिअ सव्व जीवनिकाय', 'सव्वे जीवा कम्मवस', 'सव्वं खमाविआ', ‘शिवमंस्तु सर्वजगतः ' 'सर्व कल्याणकारणम्', 'दुःस्थां भवस्थिति' स्थेम्ना ‘સર્વનીવેષુ વિત્યન્’, ૧. સવ્વ સૂયમૂબમ્સ, સમાં ભૂયારૂં પાસો । શ્રી દશવૈકાલિક સૂત્ર ૪/૯ ધર્મ અનુપ્રેક્ષા ૦ ૨૨૭ Page #245 -------------------------------------------------------------------------- ________________ ‘સર્વત્ર સર્વે સુહિનો ભવન્તુ', ‘સવ્વ મૂયળમૂયસ્ત’. ઇત્યાદિ આ ‘સર્વ’ શબ્દોના પ્રયોગની પાછળ એ રહસ્ય છે કે ચૈતન્યવાળા એક પણ જીવને તેમાંથી બાદ કરી શકાય નહિ. એક જીવની ઉપેક્ષાથી સર્વની ઉપેક્ષા આવી જાય છે. કારણ કે કર્મની પરતંત્રતાથી જીવો ભલે જુદીજુદી વિષમ અવસ્થાઓ ધારણ કરતા હોય અને ભલે જુદીજુદી રીતે ઓળખતા હોય પણ ચૈતન્યની અપેક્ષાએ જગતના તમામ જીવો સમાન છે. એ રીતે પોતાના આત્માથી અભિન્નપણે એટલે કે જગતના તમામ જીવોને પોતાના આત્માની સમાન- આત્મસમશિત્વભાવે જોનાર આવો સમદષ્ટિજીવ મોક્ષને પ્રાપ્ત કરનાર બને છે.૧ કારણ કે તેને જીવ માત્ર ઉપર સમાન ભાવ છે. જીવોનું નિરુપાધિક સ્વરૂપ શુદ્ધ છે, તેને લક્ષ્યમાં રાખીને જીવ માત્ર ઉપર તે બહુમાનવાળો બને છે અને એથી જ તે સાચો દષ્ટા છે. એનું જ નામ સાચું સમ્યગ્દર્શન છે. આત્મસમદર્શિત્વભાવ પ્રગટ્યા વિના ક્ષમા વગેરે ધર્મો કે વાસ્તવિક મૈત્રી આદિ ભાવો પણ પ્રગટી શકતા નથી. જીવમાં મૈત્રી આદિ ભાવો તો ભરેલા જ છે. પણ મોહના કા૨ણે તે માત્ર પોતા પૂરતા જ મર્યાદિત છે. ક્રૂરમાં ક્રૂર ગણાતાં અને ઝેરીમાં ઝેરી ગણાતાં પ્રાણીઓમાં પણ પોતા સુધી તો મૈત્રીનો ભાવ બરાબર હોય જ છે. ક્રોધમાં અંધ બનીને ચંડકૌશિક સર્વે જ્યારે ભગવાનશ્રીમહાવીરના ચરણે દંશ આપ્યો, ત્યારે તેણે વિચાર્યું કે મારા વિષથી આક્રંત થઈને હમણાં જ આ નીચે પડી જશે, પરંતુ તે મારા ઉપર ન પડે, હું છુંદાઈ ન જાઉં એમ માની પોતાને પીડા ન થાય તે માટે પોતે દૂર ખસી ગયો. તાત્પર્ય એ છે કે મૈત્રી આદિ ભાવો પોતા પૂરતા તો સૌમાં હોય છે. એટલે આ મૈત્રી આદિ ભાવો નવા પ્રગટાવવાના નથી, પણ તેને સ્વમાંથી ખેંચી–માત્ર સ્વાર્થમાંથી ખેંચી સર્વ તરફ વાળવાના છે. મૈત્રી આદિ ભાવોને અકાળે ટાળી શકાતા નથી, પણ તેમને યોગ્ય દિશામાં વાળી જરૂર શકાય છે. ભગવાને એ ભાવ સર્વ જીવો સુધી વિસ્તાર્યો હતો. એક પણ જીવને તેમાંથી બાકાત રાખેલ નહિ. અને તેથી જ દંશવા આવેલ ચંડકૌશિક ઉપર પણ ભગવાન પોતાનો અખંડ મૈત્રીભાવ ટકાવી શક્યા હતા, કારણ કે ભગવાનના આત્મામાં જગતના તમામ જીવો પ્રત્યે આત્મસમદર્શિત્વનો ભાવ પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. ભગવાનના આ આત્મસમદર્શિત્વભાવે ચંડકૌશિક જેવા ઘોરાતિઘોર અપરાધીના હૃદયમાં પણ જાદુઈ અસર કરી. ક્રોધી સર્પમાંથી સ્વાર્થભાવ વિલીન થઈ ગયો. પ્રભુની કરુણાપૂર્ણ દૃષ્ટિએ એનામાં પરહિતચિંતાનો ભાવ એવો જાગ્રત કર્યો કે પ્રાણાંતે પણ સર્પનો એ ભાવ હણાયો નથી. આ મૈત્રી આદિ ભાવો જ્યાં ૧. અનિચ્છન્ ર્મવૈષમ્ય, બ્રહ્માંશેન સમં નાત્ । આત્માડમેરેન યઃ પશ્ય-સૌ મોક્ષાની શમી /// શ્રીજ્ઞાનસાર ૬/૨ ૨૨૮ • ધર્મ અનુપ્રેક્ષા Page #246 -------------------------------------------------------------------------- ________________ સુધી પોતા પૂરતા મર્યાદિત રહે છે, અથવા સ્વાર્થદૃષ્ટિએ જ્યાં જ્યાં પોતાપણું માન્યું હોય, તેટલા પૂરતા જ મર્યાદિત રહે છે, ત્યાં સુધી તેમાં સ્વાર્થભાવ મુખ્ય હોવાથી તે ઝેર-સ્વરૂપ બને છે અને તે જ ભાવો નિઃસ્વાર્થભાવે જ્યારે સર્વ તરફ વળે છે ત્યારે જીવને અજરામર સ્વરૂપ બનાવનાર અમૃતતુલ્ય બની જાય છે. જગતના જીવોની સાથે નિઃસ્વાર્થ આત્મીયભાવ જેટલા પ્રમાણમાં વિસ્તાર પામે છે, તેટલા પ્રમાણમાં આ મૈત્રી આદિ ભાવો આપોઆપ વિસ્તારને પામે છે. એટલે મૈત્રી આદિ ભાવો વિકસાવવાનો પણ વાસ્તવિક ઉપાય નિઃસ્વાર્થ આત્મીય ભાવને વિસ્તારવો તે છે. આ આત્મીયભાવ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે, ત્યારે જગતના તમામ જીવોની સાથે આત્મસમદર્શિત્વ સહજ બને છે. શ્રીપંચપરમેષ્ઠિઓમાં એ ભાવ સંપૂર્ણપણે પ્રગટ થઈ ચૂક્યો છે. એમને નમવાથી, એમની કૃપાથી આપણામાં પણ એ ભાવ પ્રગટે છે, સ્થિર બને છે. આ રીતે શ્રીપંચપરમેષ્ટિ ભગવંતોને નમસ્કા૨ ક૨વામાં આપણું મુખ્ય ઘેય આપણા આત્મામાં આત્મસમદર્શિત્વનો ભાવ પ્રગટાવવો તે છે. જેમ પ્રગટેલો દીવો પોતાના આલંબનથી બીજા અપ્રગટ દીવાને પણ પ્રગટાવે છે. તેમ પરમેષ્ઠિઓના આલંબનથી આપણામાં એ ભાવ પ્રગટે છે. એ ભાવ પ્રગટાવવા માટે જ્યારે આપણે પરમેષ્ઠિઓને નમીએ છીએ ત્યારે આપણો નમસ્કાર વાસ્તવિક લક્ષ્યપૂર્વકનો બને છે અને એ જ ખરો ભાવ નમસ્કાર છે. એ નમસ્કાર મોક્ષનું અવંધ્ય બીજ છે. આપણા આત્મામાં તે અવશ્ય મોક્ષનું બીજારોપણ કરે છે. શુદ્ધ અંતઃકરણથી સર્વનું હિત ઇચ્છવું, સર્વનું સુખ ઇચ્છવું, સર્વને ક્ષમા આપવી, મનથી સર્વની ક્ષમા માગવી, મનથી સર્વને ક્ષમા આપવી, મનથી સર્વને પરમમિત્ર મોર્નવા, સર્વનું દુઃખ નાશ થાઓ એમ ઇચ્છવું, એ સઘળું આત્મસમદર્શિત્વનો ભાવ કેળવવા માટે જરૂરી છે. અનાદિકાલીન અસમદર્શિત્વનો ભાવ પલટાવવા માટે એકાગ્રતા અને ઉપયોગપૂર્વક સમગ્ર પુરુષાર્થ ફોરવીને આત્મસમદર્શિત્વનો ભાવ કેળવવાની જરૂર છે. માનવજીવનમાં એ સૌથી શ્રેષ્ઠ પુરુષાર્થ છે. શ્રીઅરિહંત પરમાત્માની એ સાચી ભાવભક્તિ છે. તમામ જીવોનું ભલું ઇચ્છવું, એ પરમાત્માને સૌથી ઇષ્ટ વસ્તુ હતી. ભગવંતનો એ મુખ્ય આશય હતો. પરમાત્માના એ આશયને અનુસરવું એ જ ભગવાનની ભક્તિનો ઉત્તમોત્તમ પ્રકાર છે. અધિકાર ભેદે ભક્તિના બીજા તમામ પ્રકારો પણ એની જ સિદ્ધિ માટે છે. ધર્મ અનુપ્રેક્ષા ૦ ૨૨૯ Page #247 -------------------------------------------------------------------------- ________________ સમગ્ર જગતના તમામ જીવોની સાથે જ્યાં સુધી સમદર્શીપણું આવી શકતું નથી ત્યાં સુધી મોક્ષના સાચા અધિકારી બની શકાતું નથી. મોક્ષમાં અનંત જીવોની સાથે સમાઈ જવાનું છે. સંસાર અવસ્થામાં તેની મનથી તાલીમ લેવાની છે. અર્થાત્ પોતાના મનમાં જગતના તમામ જીવોને જે સમાવી શકે છે, તેને જ મોક્ષનો અધિકાર મળે છે. મુમુક્ષુ આત્માઓ માટે આ અંતિમ પરીક્ષા છે. એમાં ઉત્તીર્ણ થનારને મોક્ષ પ્રાપ્તિરૂપ સર્વશ્રેષ્ઠ ઇનામ મળે છે. આ રીતે મહામંત્ર શ્રીનવકારમાંથી આપણને મોક્ષના અનન્ય કારણભૂત આપણા શ્રેષ્ઠ કર્તવ્યોની ઝાંખી થાય છે. આ મહામંત્ર તો સનાતન સત્યોનો ભંડાર છે. ગુરુકૃપાથી જ તે સત્યો સમજવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય છે. ' પરમાત્મસમદર્શિત્વ મહામંત્રની સાધના માટે સાધકની ચોથી યોગ્યતા પરમાત્મસમદર્શિત્વ ભાવ છે. પરમાત્મસમદર્શિત્વ ભાવ એટલે મારો આત્મા પરમાત્મા સમાન છે. એવો ભાવ સિદ્ધનો જે સ્વભાવ છે, તે જ સાધકની યોગ્યતા છે. જેમ બીજ વિના વૃક્ષ હોય નહિ, તેમ યોગ્યતા વિના કોઈ પણ પ્રવૃત્તિનું ફળ મળી શકે નહિ. મારો આત્મા પરમાત્માની સમાન છે એ શુદ્ધ નિશ્ચય છે અને જગતના તમામ જીવો મારા આત્માની સમાન છે, માટે તેમને પીડારૂપ ન થાય તેવો યોગ્ય વ્યવહાર મારે કરવો જોઈએ એ શુદ્ધ વ્યવહાર છે. નિશ્ચયના લક્ષ્યપૂર્વકનો શુદ્ધ વ્યવહાર જીવને મોક્ષનગરમાં લઈ જાય છે. એકલો વ્યવહાર કે એકલો નિશ્ચય મોક્ષસાધક બની શકતો નથી. શુદ્ધ વ્યવહારના પાલન સિવાય સાચો નિશ્ચય કદી પણ પ્રગટી શકતો નથી. એટલે મોક્ષમાર્ગમાં શુદ્ધ વ્યવહારના પાલનની પ્રથમ જરૂર રહે છે. આ શુદ્ધ વ્યવહાર નિશ્ચયનો પરિશોધક છે. જગતના તમામ જીવો મારા આત્મા સમાન છે. આવો આત્મસમદશિત્વભાવ આવ્યા વિના જ મારો આત્મા પરમાત્મા સમાન છે એ માનવા માત્રથી પરમાત્મપદની પ્રાપ્તિ થતી નથી, અને એ સાચું પરમાત્મસમદર્શિપણું નથી પણ તે એક પ્રકારની ભ્રમણા છે. કારણ વિના જ કાર્યસિદ્ધિ માની લેવા જેવી બાળચેષ્ટા છે. એટલે પરમાત્મસમદર્શિત્વનો ભાવ આત્મામાં પ્રગટાવવા માટે પ્રથમ જગતના તમામ જીવો સાથે આત્મસદર્શિત્વનો ભાવ જગાડવાની મુખ્ય જરૂર રહે છે. પરમાત્મસમદર્શિત્વનો ભાવ પ્રગટાવવાનો એ જ સાચો ઉપાય છે. ૧. સિદ્ધહ્ય હિ સ્વભાવો:, સૈવ સીધયો થતા | શ્રીઅધ્યાત્મસાર ૨૩૦ • ધર્મ અનુપ્રેક્ષા Page #248 -------------------------------------------------------------------------- ________________ મહામંત્ર શ્રીનવકારમાં આત્મસમદર્શિત્વ અને પરમાત્મસમદર્શિત્વ એ બન્ને ભાવોનો સુમેળ સધાયેલો છે. એને સમજયા વિના અને જીવનમાં ઉતાર્યા વિના નવકારની સાધના અધૂરી રહે છે. એટલે જ્ઞાનીઓની દષ્ટિએ નવકાર સાધનાનું અંતિમ ધ્યેય એ બન્ને ભાવોને જીવનમાં ઉતારવા એ છે. એ બંને ભાવો જયારે જીવનમાં ઉતરે છે, ત્યારે મહામંત્રની સાધના સંપૂર્ણ બને છે. મહામંત્ર નવકારની સાધનાથી કેવી રીતે તે બંને ભાવો જીવનમાં ઉતરે છે તે હવે તપાસીએ. નવકારની ચૂલિકામાં જણાવ્યા મુજબ નવકારનું મુખ્ય પ્રયોજન પાપોને અટકાવવાનું અને મંગલની પ્રાપ્તિ કરાવવાનું છે. પરંતુ આત્મસમદર્શિત્વ આવ્યા વિના પાપ રોકાતું નથી અને પરમાત્મસમદર્શિત્વનો ભાવ ઉઘડ્યા વિના આત્મલાભરૂપ મુખ્ય મંગળની પ્રાપ્તિ થઈ શકતી નથી. સર્વ પાપનું મૂળ અનાત્મસમદર્શિત્વ છે અને સર્વ મંગળોનું મૂળ પરમાત્મસમદર્શિત્વ છે. તેથી નવકારની આરાધનાની પાછળ ઉદ્દેશ “આત્મસમદર્શિત્વ” અને “પરમાત્મસમદર્શિત્વના ભાવને પામવાનો હોવો જોઈએ. અને એના પરિણામે ઉભયલોકના સુખનો લાભ થવો એ મહામંત્રની સાધનાનું ફળ છે. એ રીતે પ્રયોજન અને ફળ વચ્ચે રહેલું અંતર તપાસતાં નવકાર ગણતી વખતે પાપનાશ અને મંગલનું આગમન પ્રયોજન તરીકે રહેવું જોઈએ. એ બન્નેને ઉદ્દેશીને નવકાર ગણાવવો જોઈએ. પાપ નાશનો અર્થ અહીં પાપના બીજનો નાશ સમજવાનો છે. પાપનું બીજ એટલે જ અનાત્મસમદર્શિત્વ. મંગલનું આગમન એટલે પરમાત્મપદની પ્રાપ્તિ. તેનું બીજ પરમાત્મસમદર્શિત્વનો ભાવ છે. અંશથી પણ તે બન્ને પ્રકારનો ભાવ જો નવકારની આરાધના વડે ન વિકસે તો નવકાર નિષ્ફળ છે. પ્રયોજન વિના મંદ બુદ્ધિ પણ પ્રવૃત્તિ કરતો નથી. તેથી નવકારનાં બન્ને પ્રયોજન નક્કી કરીને તેની આરાધના થાય તો જ તેની પ્રવૃત્તિમાં વેગ આવે અને તેના ફળના સાચા અધિકારી થઈ શકાય. અર્થાત્ આ રીતે સમજીને વિધિપૂર્વક આરાધેલો આ મહામંત્ર અવશ્ય મોક્ષ સુખનું કારણ બને છે અને જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી પણ આ લોકમાં સર્વત્ર પ્રશસ્ત અર્થ, કામ, આરોગ્ય અને અભિરતિ (આનંદ-મંગળ), તથા પરલોકમાં દેવ અથવા મનુષ્યની ઉત્તમગતિ અને બોધી વગેરેને પ્રાપ્ત કરાવી અંતે સિદ્ધિના અનંત સુખને આપનારો બને છે." - પા ૧. રૂદત્તો બOામ, મારુ બિરુ ન નિત્તી | સિદ્ધી આ સન સુત્ર પવાયાડુ ય પરત્નો | શ્રીનમસ્કાર નિયુક્તિ ધર્મ અનુપ્રેક્ષા • ૨૩૧ Page #249 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રની સાધનામાં પથ્યાપથ્ય (આત્મભાવની સાધનાના પરમમંગલમય માર્ગમાં અનેક પ્રકારના જે આન્તરબાહ્ય ભયસ્થાનો છે તેને ટાળવાની હિતકર હકીકત અત્ર સરળ ભાષામાં, સરસ રીતે વ્યક્ત થઈ છે.) જીવનમાં શ્રીનમસ્કાર મહામંત્રની સાધના કરવી એ અહંકારાદિ આત્મિક રોગોને ટાળવાના એક ઔષધરૂપ છે, દરેક ઔષધને પથ્ય અને અપથ્ય એમ બન્ને બાજુઓ હોય છે. પથ્યના પાલનથી ઔષધ તરત, અનેક રીતે ગુણકારી બને છે અને અપથ્યના સેવનથી ઔષધ ગુણકારી તો બનતું નથી, પણ કેટલીકવાર ઉલટી અસર પણ કરે છે. એટલા માટે પથ્યાપથ્યનો વિવેક કરી અપથ્યના આસેવનથી દૂર રહેવામાં અને પથ્યપાલનમાં સાધક જેટલો અધિક આદરવાળો બને છે, તેટલો તે સાધના માર્ગમાં વધારે પ્રગતિ કરી શકે છે. પથ્યમાં આદરવાળા થવું એ પ્રત્યેક વિવેકી સાધકનું પરમકર્તવ્ય છે. બહારનાં વિદ્ગો સાધકને બે પ્રકારનાં વિનો છે. એક બહારનાં અને બીજા અંદરનાં. બહારનાં વિદનોમાં મુખ્ય વિન ખરાબ સોબત છે. ખરાબ સોબત એટલે ખરાબ માણસોની સોબત. ખરાબ પુસ્તકોનો સંસર્ગ. ખરાબ દેખાવોનો સંસર્ગ. ખરાબ વિચારોનું રટણ. વૈરાગ્યને, શાંતરસને અને સાત્વિકરસને પોષનારી વીતરાગ પુરુષોની મુદ્રાએ, તેમનાં વચનો, તેમની અદ્ભુત કથાઓ અને ઉત્તમ સંગીતાદિ જેમ ઉત્તમ સાત્ત્વિક ભાવોને જાગૃત કરે છે, તેમ ખરાબ આલંબનો ખોટી અસર ઉપજાવવામાં પ્રબળ નિમિત્તભૂત બને છે. યોગશાસ્ત્રના નવમાં પ્રકાશમાં આપવામાં આવેલું તે સંબંધી નીચેનું મંતવ્ય ખાસ ઉપયોગી છે : नासध्यानानि सेव्यानि, कौतुकेनापि किन्त्विह ।। स्वनाशायैव जायन्ते, सेव्यमानानि तानि यत् ॥ કુતૂહલવૃત્તિથી એટલે કે પરીક્ષા કરવા અર્થે જેમ કે હું પરીક્ષા કરી જોઉં કે, આનાથી મને શું અસર થાય છે ? અથવા “મને કંઈ અસર થાય જ નહિ' એવી રીતે કુતૂહલવૃત્તિથી પણ અસદ્ આલંબનોનો પરિચય કરવો નહિ, કારણ કે તેથી પોતાનો નાશ જ થાય છે. મનુષ્યનું મન પાણી જેવું છે કે જેના સંસર્ગમાં આવે છે તેના આકારનું બની જાય છે. ખરાબ સંસર્ગમાં ખરાબ બને છે અને જ્યારે અરિહંતાદિ પંચપરમેષ્ઠિઓના સંસર્ગમાં આવે છે ત્યારે તેમના જેવું બની જાય છે. આ પ્રમાણે વસ્તુસ્થિતિ હોવાથી ૨૩૨ • ધર્મ અનુપ્રેક્ષા Page #250 -------------------------------------------------------------------------- ________________ મનને ખરાબ સંસર્ગથી બચાવી લેવું જોઈએ અને સારા સંસ્ટંગમાં જોડવું જોઈએ. દુરાચારી માણસો મોટા ભાગે ખરાબ સંસર્ગથી જ દુરાચારી બન્યા હોય છે. મોટા મોટા ગણાતા ગુન્હાઓની ઉત્પત્તિ અનુક્રમે આ પ્રમાણે થાય છે. કામમાં ક્રોધ, ક્રોધમાંથી મોહ, મોહમાંથી સ્મૃતિભ્રંશ, સ્મૃતિભ્રંશથી બુદ્ધિનાશ અને બુદ્ધિનાશથી પાપાચરણ ઉત્પન્ન થાય છે. પરંતુ એ કામાદિનું પણ મૂળ કારણ તો ખરાબ સંસર્ગ છે. કામ-ક્રોધાદિ તથાવિધ કર્મોદય દરેકની અંદર હોય છે. પવન જેમ અગ્નિને પ્રદીપ્ત કરે છે તેમ કુસંસર્ગ તે કામ-ક્રોધાદિને ઉત્તેજિત કરે છે. ખરાબ સાંભળવું, ખરાબ જોવું, ખરાબ ગાવું, ખરાબ બોલવું, ખરાબ ચાલવું, ખરાબ વસવું, ખરાબ સંકલ્પો કરવા વગેરે, અંદરના છૂપા રહેલા દોષોને અને વિઘ્નોને એકદમ વધારી મૂકે છે. ત્રિભુવનપતિ શ્રીતીર્થંકર પરમાત્મા ભગવાન શ્રીમહાવીરદેવ આદિ મહાપુરુષોને પણ અંદ૨ના શત્રુઓ સાથે ઘોર યુદ્ધ કરવું પડ્યું હતું. તો બીજાઓ કે જે તેઓના પગની રજ સરખા પણ નથી, તેઓએ ખરાબ સંસર્ગમાં રહીને, દોષોને જીતવાની વાત કરવી એ ખૂબ જ જોખમી છે. એથી જ ખરાબ સંસર્ગનો ત્યાગ કરી સારા સંસર્ગમાં રહેવું એ સાધના માર્ગમાં સૌથી પ્રથમ શરત છે. સંદાચારી પુરુષોની વચ્ચે વસવા માત્રથી અનેક પાપી આત્માઓનો પણ ઉદ્ધાર થયો છે. સાધના માર્ગમાં એ ઉત્તમ પ્રકારના પથ્યનું પાલન આવશ્યક છે અને કુસંસર્ગમાં રહેવું એ સૌથી મોટું કુપથ્ય તજવા યોગ્ય છે. બહારનું સૌથી મોટામાં મોટું એ વિઘ્ન છે. અંદરનાં વિઘ્નો (૧) કામ :- અંદરના વિઘ્નોમાં કામ એ સૌથી પ્રથમ વિઘ્ન છે. કામવાસના અનેક દોષોની ઉત્પત્તિનું સ્થાન છે. શિકાર, જુગાર, દિવસે નિદ્રા, પરનિંદા, ખરાબ સ્ત્રીઓનો સંગ, ગીત, નૃત્ય, વાજિંત્ર અને રખડવું, એ દશ કુટેવો કામી પુરુષોની વૃત્તિમાં હોય છે. ઉત્તમ સદાચારી પુરુષોની વચ્ચે વિનમ્રભાવે વસવું તથા બ્રહ્મચર્યની નવ વાડોનું પાલન કરવું, એ કામવાસના ઉપર કાબૂ મેળવવાનો સરળ ઉપાય છે. તથા નીચેના વિચારોનું પુનઃ પુનઃ પરિશીલન તથા અનુભાવન પણ કામવાસના ઉપર કાબૂ મેળવવા માટે પરમ સહાયકારક છે. ૧. સર્વ વિશ્વ પ્રત્યે અને સ્ત્રી જાતિ પ્રત્યે દિવ્ય માતૃભાવ કેળવવો. માતા સંબંધી વિચાર પવિત્રતા ટકાવવા માટે પ્રબળ પ્રેરણાદાયક બને છે. ધર્મ અનુપ્રેક્ષા ૦ ૨૩૩ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨. આધ્યાત્મિક જીવનના વિકાસ માટે અખંડ બ્રહ્મચર્યની અતિ આવશ્યકતા છે. બ્રહ્મચર્ય એ ઉત્તમ તપ છે. ૩. શરીર એ આત્મ મંદિર છે માટે તેને પવિત્રતમ રાખવું જોઈએ. બ્રહ્મચર્ય પાળવું એ જ શરીરને પવિત્રતમ રાખવાનો ઉપાય છે. ૪. ભારે અને માદક ખોરાક કામોત્તેજક છે. કઠણ શય્યા અને વહેલું શયન એ બ્રહ્મચર્ય માટે સહાયક છે. ઉપવાસ અને ઉનોદરી પણ તેમાં સહાયક છે. આસન, મુદ્રા અને પ્રાણાયામ ખરાબ વિચારોને અટકાવે છે. ૫. રાગજનક પદાર્થો ઉપરનો પ્રેમ, વાસના ગણાય છે અને એ જ પ્રેમને વીતરાગની સાથે જોડવાથી શુભભાવના ગણાય છે. વાસના સર્વ દુર્ગુણોનું મૂળ છે અને શુભભાવના સર્વ સદ્ગુણોની જનેતા છે. એટલે અયોગ્ય સ્થાનેથી પ્રેમને પલટાવીને તેને પ્રભુમાં જોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. તે વિના ભયંકર દોષો જીતી શકવા અશક્ય છે. એ રીતે પ્રેમનું રૂપાંતર કરવું એ કામને જીતવાનો એક ઉત્તમમાં ઉત્તમ ઉપાય છે અને તેથી આત્મિક આનંદનો પણ અનુભવ થાય છે. આત્મિક આનંદનો અનુભવ થયા વિના વૈષયિક આનંદની વૃત્તિ સંપૂર્ણપણે ખસે નહિ. ૬. ગૃહસ્થ સાધકોએ પણ બની શકે તો સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવું અને તેમ ન જ બની શકે તો ઓછામાં ઓછું સ્વસ્રીમાં સંતુષ્ટ બની પરંદારાનો અભિલાષ તજવો. (૨) ક્રોધ :- અંદરનાં વિઘ્નોમાં ક્રોધ પણ એક ભયંકર કોટિનું વિઘ્ન છે. ક્રોધને જીતવાનો એક ઉપાય ક્રોધથી થતા અનર્થોની વિચારણા કરવી તે છે. વારંવાર અનુપ્રેક્ષાપૂર્વક વિચારણા કરવાથી ધીરે ધીરે ક્રોધ ઉપર કાબૂ આવતો જશે. તે વિચારણા નીચે મુજબ થઈ શકે : ૧. કોઈ પણ દુર્ગુણ એકલો હોતો જ નથી, તેની પાછળ બીજા અનેક દુર્ગુણોની હારમાળા હોય જ છે. તેથી એક દુર્ગુણને જીતવાથી તેના સહચારી બીજા પણ અનેક દુર્ગુણો વિના પ્રયત્ને જીતાઈ જાય છે. ૨. ક્રોધની સાથે વૈશુન્ય, દુ:સાહસ, દ્રોહ, ઇર્ષ્યા, અસૂયા, કઠોરવચન, અસત્ય, અભ્યાખ્યાન, આદિ અનેક દોષો રહેલા હોય છે. એટલે એક ક્રોધને જીતવાથી એ બધા દોષો પણ નબળા પડી જાય છે. ૩. ક્રોધથી ચહેરો બીહામણો થાય છે, આંખો ફૂલીને લાલ ટેટા જેવી થઈ જાય છે, હોઠ ફફડે છે, શ્વાસોશ્વાસ જોરથી ચાલે છે, અમાનુષી દેખાવ અને આકૃતિ થાય છે, ઉગ્ર ક્રોધથી પરસ્પરની પ્રીતિનો નાશ થાય છે, શરીરની કાન્તિનો નાશ થાય છે, લોહી ૨૩૪ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #252 -------------------------------------------------------------------------- ________________ વધારે વેગથી ફરવા માંડે છે, જ્ઞાનતંતુઓ નબળા પડી જાય છે, માનસિક નબળાઈ વધી જાય છે, પરિણામે વાઈ, હિસ્ટીરીયા, ગાંડપણ વગેરે અનેક રોગો ક્રોધીપણામાંથી પ્રગટ થાય છે. ક્રોધથી પાચનશક્તિ મંદ પડી જાય છે અને કોઈક વખતે ક્રોધથી આપઘાત કે બીજી રીતે મરણ પણ થાય છે. આ રીતે ક્રોધથી થતા અનર્થોની વારંવાર વિચારણા કરવી. ૪. ક્રોધ આવે ત્યારે ક્રોધજનક વસ્તુ ને વ્યક્તિથી દૂર થઈ જવું. ક્રોધાવેશ વખતે મૌન રહેવું અને ક્રોધ ઉતરી ગયા પછી જ બીજું કામ કરવું. ક્રોધ શમ્યા પછી ભૂલ કબૂલ કરવી અને સામાની માફી માગવી. ક્રોધ આવે ત્યારે એકસો વખત ઇષ્ટ દેવનું નામ લેવું અથવા એકસો વાર ઇષ્ટ મંત્રનો જાપ કરવો. તેટલા સમયમાં પ્રાયઃ ક્રોધનો આવેશ ઉતરી જાય છે, અપમાન સહન કરવાની ટેવ પાડવી. નુકસાન અપમાન કરનારને થાય છે, સહનારને થતું નથી. જે માણસ ક્ષમા આપતાં શીખે છે તેને પછી ભવભ્રમણ રહેતું નથી અને જે માણસ સહન કરતાં શીખે છે તેને બદલામાં મોક્ષનાં અનંત સુખો મળે છે. આ પ્રમાણે વિચારવાથી પણ ક્રોધ ઉપર કાબૂ આવી શકે છે. ૫. નીચેની વિચારણા પણ ક્રોધ ઉપર કાબૂ મેળવવા માટે ઉપયોગી છે : (અ) અંતે તો સત્યનો જ જય થાય છે, અસત્યનો નહિ. (બ) ક્રોધ કરતાં માયાળુ વર્તનથી ધારેલું કામ સારી રીતે પાર પડે છે. (ક) બળતા તણખલાથી સાગરનું પાણી ઉકળી શકે નહિ, તેમ ક્રોધથી કોઈ પણ પુરુષાર્થ સિદ્ધ થઈ શકતો નથી. (ડ) નમ્રતાને કાંઈ અસાધ્ય નથી, કોઈ વખત ક્રોધ કરવાનો પ્રસંગ આવે ત્યારે પણ મહાપુરુષોની જેમ ક્રોધની લાગણી વિના માત્ર બહારથી ક્રોધનો દેખાવ જ કરવો, પણ ક્રોધને આધીન ન બનવું. ૬. સતત ઇષ્ટમંત્રના સ્મરણથી ક્રોધદોષ નાશ પામે છે. (૩) લોભ :- અંદરનાં વિઘ્નોમાં કામ, ક્રોધ પછી લોભનો નંબર આવે છે. બીન જરૂરી સંગ્રહ કરવો અને બીજાને જરૂર હોય તો પણ ન આપવું, એ લોભનું લક્ષણ છે. લોભ અને તૃષ્ણા એ બન્ને એક જ કુમતિમાંથી જન્મેલાં ભાઈ-બહેન છે. આકાશની જેમ તૃષ્ણાનો છેડો નથી, તેમ લોભનો ખાડો કદી જ પૂરાતો નથી. સ્વયંભૂરમણ સમુદ્ર બે હાથે કદાચ કોઈક તરી શકે, પરંતુ દેવ-ગુરુની કૃપા વિના લોભસાગર તરવો શક્ય નથી. આ લોભ વૃત્તિ ઉપર વિજય મેળવવા માટે એકાંતમાં બેસીને સ્થિરચિત્તે નીચે મુજબ વિચારણા કરવી. ધર્મ અનુપ્રેક્ષા ૦ ૨૩૫ Page #253 -------------------------------------------------------------------------- ________________ હું શાનો લોભ રાખું છું ? તેની પ્રાપ્તિથી મળનારું સુખ કેટલો વખત ટકશે ? અંતે તેનાથી શો લાભ થવાનો છે ? લોભનું મૂળ અજ્ઞાન છે. ભોગની અસ્થિરતાનું તથા વસ્તુની અનિત્યતાનું જ્ઞાન થતાં જ લોભ ઓસરી જાય છે. પર્વતથી પડતો ધોધ, ઝાકળનું બિંદુ, શરદઋતુનાં વાદળાં, પાણીના પરપોટા, ઝાંઝવાનાં નીર, કુપથ્ય અન્ન કે ખારું પાણી વગેરેની ઉપમાને પામેલા ભોગો અનિત્ય અસાર, કષ્ટકારક અને અતૃપ્તિકર છે. આજે ભોગવેલા કાલે સ્મૃતિ અને સ્વપ્નરૂપ બની જાય છે. કામનાઓ મનુષ્યના કટ્ટર શત્રુઓ છે. તૃષ્ણાઓની તૃપ્તિ માટે પ્રયત્ન કરવા એ બળતામાં ઘી હોમવા જેવું છે. એક માણસની કામનાને પણ સંસારના સર્વ પદાર્થો પણ પૂરી કરી શકે તેમ નથી લોભ એ માનસિક રોગ છે, અસાધ્ય વ્યાધિ છે, સંતોષ અને સંયમ એ જ એના માટે રામબાણ ઉપાય છે. નાનામાં નાની કામનાને પણ સંયમથી દાબી દેવા પ્રયત્ન કરવો એ જ કામનાને જીતવાનો મંત્ર છે. ' વળી વિચારવું કે આપણને જેના વગર ચાલે જ નહિ એવી કેટલી કઈ વસ્તુઓની આ દુનિયામાં આપણને સાચી જરૂર છે ? મધ્યસ્થપણે વિચાર કરતાં જણાશે કે જરૂરીયાતો ઘણી થોડી જ છે, મળેલી વસ્તુઓ પણ જરૂર કરતાં ઘણી વધારે છે. સંતોષીને માટે પૃથ્વી પલંગ છે, હાથ ઓશીકું છે, આકાશ છત્ર છે, ચંદ્રમા દીપક છે, દિશાઓનો પવન પંખો છે, વિરાગ પત્ની છે અને ન્યાયપૂર્વક પ્રવૃત્તિ કરતાં ભાગ્યાનુસાર સહજભાવે જે મળી આવે તે ભોજન છે. વાસ્તવમાં મનુષ્યને ઘણા જ ઓછા પદાર્થોની અને તે પણ અલ્પ સમયને માટે જ જરૂર છે. આ પ્રમાણે વિચાર કરવાથી લોભવૃત્તિ પાતળી પડે છે. (૪) મોહ - મોહનું કારણ અવિદ્યા છે. પોતાની ન હોય તે વસ્તુને પોતાની માનવી તેનું નામ મોહ, મનુષ્યને શરીર આદિમાં પોતાપણાની બુદ્ધિ થાય છે તેમાં કારણ મોહ છે. શરીર પોતાનું હોય તો એક પણ ધોળાવાળને કાળો કેમ કરી શકાતો નથી ? ઘર પોતાનું હોય તો મરજીમાં આવે ત્યાં સુધી તેમાં કેમ રહી શકાતું નથી ? મોહનું માહાભ્ય કેવું અગમ્ય છે, કે જે દેખતી આંખમાં ધૂળ નાખીને ખરાબ અને ગંદામાં ગંદા પદાર્થોને પણ સુંદર અને આકર્ષક તરીકે દેખાડે છે. મોહ એટલે અજ્ઞાન. જેમ સૂર્યથી અંધકાર ટળે છે, તેમ જ્ઞાનરૂપી સૂર્યથી જ અજ્ઞાનરૂપ અંધકાર ટળે છે અને તે જ્ઞાન હું કોણ છું ? અને મારું શું છે ? તે સમજવારૂપ છે. જેને આ બરાબર સમજાઈ જાય છે તે બહારની કોઈ પણ વસ્તુથી લેપાતો નથી. પ્રારબ્ધ કર્મને અનુસાર જે મનુષ્ય પોતાને ઉચિત કરણી કરે છે, પણ તેમાં પોતાના કર્તુત્વનું ખોટું અભિમાન રાખતો નથી, તે પોતાની વિવેક બુદ્ધિથી ચોક્કસ ૨૩૬ • ધર્મ અનુપેક્ષા Page #254 -------------------------------------------------------------------------- ________________ રીતિએ માને છે કે અધર્મ અને અનીતિ એ જ મનુષ્ય જાતિના શત્રુઓ છે, નહિ કે અમુક માણસ યા વસ્તુ, તેથી તે અધર્મ અને અનીતિ ભર્યા આચરણથી હંમેશાં બચતો રહે છે. માત્ર પોતાના પૂરતી જ મર્યાદિત સ્વાર્થની લાગણીથી મોહ અત્યંત વૃદ્ધિ પામે છે. તેથી મોહને ઘટાડવા માટે વિવેકી આત્મા નિઃસ્વાર્થ પ્રેમનું ક્ષેત્ર વિસ્તારે છે અને ક્રમશઃ પ્રેમને વિશ્વવ્યાપી બનાવે છે. પોતાના સુખ કરતાં પણ પ્રાણી માત્રના સુખને તે અધિક ચાહે છે. આ ભાવના જ મોહનાશ માટેનું છેલ્લામાં છેલ્લું અને અતિ ઉગ્ર શસ્ત્ર છે. તેનાથી મોહનો એવો સમૂલ નાશ થાય છે કે જે કદી પણ પાછો ઊભો થઈ શકતો જ નથી. સ્વાર્થનો ત્યાગ કરી સમગ્ર વિશ્વના તમામ જીવો સુધી મૈત્રી ભાવનાને વિસ્તાર્યા વિના કોઈ પણ આત્મા સર્વથા દોષ રહિત-વીતરાગ બની શકતો નથી. (૫) મદ. :- મદ એટલે પ્રાપ્ત વસ્તુનો ગર્વ, આત્મનિરીક્ષણ કરવાથી મદ કે મિથ્યાભિમાન ટકી શકતું નથી. વિદ્યાનો ગર્વ હોય તેણે વિચારવું કે તારા પોતાના વિષયમાં તું કેટલું જાણે છે ? દેહના અવયવો, ઇન્દ્રિયોનાં કાર્યો, લોહીનાં બિંદુઓ અને રજકણો, શરીરની રચના વગેરે સંબંધી કેટલું જ્ઞાન છે ? અને કદાચ હોય તો પણ તારા પોતાના પ્રયત્નથી તે : જ્ઞાન મેળવ્યું કે બીજાની સહાયથી ? રેતીનો કણ શાનો બને છે ? લોહચુંબક લોઢાને શાથી આકર્ષે છે ? વગેરે. વકતૃત્વ શક્તિનો ગર્વ હોય તેણે વિચારવું કે હારી આ વકતૃત્વ શક્તિ ક્યાંથી આવી છે ? શું ‘તે' હંમેશાં એક સરખી રહેનારી છે ? વળી તેમાં તારો ફાળો કેટલો છે? અને શ્રોતાઓનો ફાળો કેટલો છે ? ભૂતકાળના વક્તાઓનાં વક્તવ્યો, મહાન ગ્રંથકારોના રચેલા ગ્રંથો અને ગુરુઓના આશીર્વાદ, આદિ અનેકનો એમાં ફાળો છે. ઉછીની વસ્તુઓનો ગર્વ શી રીતે કરી શકાય ? વળી ગર્વ વખતે વિચારવું કે મહાન કવિઓ, ગણિતશાસ્ત્રીઓ, યોદ્ધાઓ, કે કળાકારોનો ગર્વ કેટલો વખત ટકે છે ? પોતાની શક્તિઓ ઉ૫૨ પણ પોતાનો કાબૂ કેટલો છે ? શરીર, રોગ, જરા અને મૃત્યુ ઉપર કાબૂ કેટલો છે ? શક્તિઓ, ધારણાઓ અને આશાઓ કેટલી ક્ષણભંગુર છે ? નાનામાં નાની શક્તિ પણ મનુષ્યની નથી, કુદરતની છે. ચૈતન્યની સહાય વિના એક તણખલું પણ બાળી શકાતું નથી. સર્વ શક્તિઓ ચૈતન્યને અવલંબીને રહેલી છે. નેત્રોનું તેજ, વાચાની વાચા અને મનનું મનન પણ એક આત્મા જ છે. બાકી બધું માગી લાવેલા દાગીના સમાન છે, છતાં તેને પોતાનું માનવું એ મૂર્ખાઈ છે. જ્ઞાન, ડહાપણ, ધર્મ કે નીતિ વગેરે હોય તો પણ તે મોટે ભાગે બીજાની કૃપાથી પ્રાપ્ત થયેલાં છે અને તેથી પારકાં જ છે. તેનો ગર્વ મનુષ્ય શી રીતે કરી શકે ? ધર્મ અનુપ્રેક્ષા • ૨૩૭ Page #255 -------------------------------------------------------------------------- ________________ મદ નાશ માટે નીચેની વિચારણા અને ઉપાયો પણ ઉપયોગી છે : (૧) પોતાના દોષોની એક યાદી બનાવો અને તેને રોજ લક્ષ્યપૂર્વક જોઈ જાઓ. (૨) મદમાંથી ઉત્પન્ન થતા ભયંકર દોષોનો વિચાર કરો. મદમાંથી નીચે મુજબ દોષો ઉત્પન્ન થાય છે. અન્ય મનુષ્યો ઉપર તિરસ્કાર, બીજાને પીડવાની વૃત્તિ, દોષ દષ્ટિ, અસત્ય વચન, ક્રોધ, ચીડીયાપણું, અદેખાઈ, જુલ્મ, કિન્નાખોરી, કટુભાષણ, બુદ્ધિનાશ, ઉદ્વેગ ઈત્યાદિ. (૩) પ્રભુ હૃદયમાં આવે છે ત્યારે “અહં બહાર જાય છે અને “અહુરૂપી મદ હૃદયમાં આવે છે ત્યારે પ્રભુ બહાર જાય છે અગ્નિ અને જળ બને જેમ એક જ સ્થળમાં રહી શકે નહિ, તેમ “અહં અને અહં (પ્રભુ) એક સ્થાને રહી શકે નહિ. એ માટે એક જગ્યા નથી. બેમાંથી એકે તો બહાર નીકળવું જ જોઈએ. (૪) કોઈ પણ માણસ એમ કહી શકશે કે મેં મારું જીવન તદન ભૂલ વિનાનું અને નિષ્કલંક ગાળ્યું છે (૫) જેનો ગર્વ થાય છે, તે પદાર્થો મૃત્યુ બાદ પોતાના મટી પારકા બને છે. કેટલીક વાર તો મૃત્યુ પહેલાં પણ તેમ થાય છે. (૬) દરેક માણસ કોઈને કોઈ વિષયમાં તો પોતાનાથી ચઢિયાતો હોય છે. આ વિચારથી પણ મદજવર ગળી જાય છે. (૬) ઈર્ષ્યા :- કામ, ક્રોધ, લોભ, મોહ અને મદની જેમ. ઈર્ષ્યા પણ અંદરનો એક મહાન શત્રુ છે. ઈર્ષ્યા એ ઉધઈ જેવી છે, તે જેને લાગુ પડે છે તેને ધીરે ધીરે ખલાસ કરીને જ જંપે છે. ઈર્ષાને જીતવાનો ખરો ઉપાય પ્રેમ છે. જેના પર પ્રેમ હોય છે, તેના ઉપર ઇર્ષ્યા કદી થતી નથી. જેના હૃદયમાં ઈર્ષા હોય છે, તેની જીભમાં નિંદા પણ હોય જ છે. માટે નિંદા છોડવાનો ઉપાય પણ હૃદયમાંથી ઈષ્યને તિલાંજલિ આપી તેના સ્થાને પ્રેમ પ્રગટાવવો તે છે. હૃદયમાંથી ઇર્ષા દોષને ટાળવા માટે પોતાના દોષોને જોયા કરવા અને બીજાની સારી બાજુ જોતા રહેવું. ખરાબમાં ખરાબ માણસના પણ ગુણો શોધવાની વૃત્તિ રાખવી. ખરા દિલથી જે પવિત્રતાને અને શુદ્ધ ચારિત્રને ચાહે છે, તેને જયાંથી અને ત્યાંથી સદ્દગુણો શોધી શોધીને પોતાના ચારિત્રમાં ઘટાવવા પડે છે, તેથી ગુણની હરિફાઈ-સ્પર્ધા થાય છે. પણ ઈર્ષ્યા થતી નથી, ગુણોની હરિફાઈથી ઉન્નતિ થાય છે અને દોષ દૃષ્ટિથી અવનતી થાય છે. ઇર્ષ્યાવાન દયાપાત્ર બને છે. જે વસ્તુઓ જોવાથી બીજાઓને આનંદ થાય છે, તે ૨૩૮ • ધર્મ અનપેક્ષા Page #256 -------------------------------------------------------------------------- ________________ વસ્તુઓ જોઈને તે અત્યંત ઉદ્વેગ પામે છે. તેને મન અમૃત એ ઝેર જેવું, સ્વર્ગ એ નરક જેવું, અને પૂર્ણિમા અમાવાસ્યા જેવી લાગે છે. ઇર્ષ્યાવાન જેવો અભાગીઓ બીજો ભાગ્યે જ હોઈ શકે ! ઝેરની અસર જેવી શરીર પર થાય છે, તેવી કે તેથી કેઈ ગુણી ઇર્ષ્યાની અસર મન પર થાય છે. ઇર્ષાળુનું મન બેચેન રહે છે, શરીર તંદુરસ્ત રહેતું નથી, મન ખાલી થઈ નબળું પડી જાય છે, કોઈ કામ કરવું તેને ગમતું નથી, તેનો સઘળો આનંદ ખલાસ થાય છે, ઘણાખરા કજીયાઓનું મૂળ ઇર્ષ્યા હોય છે. ઇર્ષ્યાએ કજીયા કરાવી કેટલીયે પ્રજાઓનો અને વ્યક્તિઓનો નાશ કરાવ્યો છે. જે માણસમાં પોતામાં ગુણો હોતા નથી, તે જ પ્રાયઃ બીજાના ગુણની ઇર્ષ્યા કરે છે. કારણ કે મનુષ્યનું મન તો પોતાના ગુણોમાં અથવા પારકાના દુર્ગુણોમાં રાચે છે. જેને પોતાનામાં ગુણ નહિ હોય તે મોટે ભાગે બીજાના દુર્ગુણોને જોયા કરશે. જે નબળો હશે તેજ બીજાના બળની ઇર્ષ્યા કર્યા કરશે. બીજાના ગુણોને સંપાદન કરવાની શક્તિ જેનામાં નથી હોતી તે જ માણસ પારકાના ગુણોને ઉતારી પાડી તેની બરોબરી કરવા મથે છે. તુચ્છ અને નબળા અંતઃકરણમાં જ ઇર્ષ્યાનો વાસ હોય છે. દરેક મનુષ્ય કોઈક નહિ તો કોઈક અમુક કામમાં તો ખ્યાતિ મેળવવાને લાયક હોય છે. કારણ કે- સુખ, વૈભવ, કીર્તિ અને ખ્યાતિ મેળવવાનાં અનેક સાધનો છે. તે દરેકને જુદાં-જુદાં મળેલાં હોય છે અને તે દ્વારા તેઓને ખ્યાતિ મળતી હોય છે. તેની ઇર્ષ્યા કરવી તે કોઈ રીતે વ્યાજબી નથી. સૌ પોત-પોતાના પ્રારબ્ધ અને પુરુષાર્થ `અનુસાર કીર્તિ સંપાદન કરે છે. તેમની ઇર્ષ્યા કરવી એ નરી અજ્ઞાનતા છે. ઇર્ષ્યા કરવાથી કોઈને કંઈ પ્રાપ્ત થતું નથી. ઇર્ષ્યાને સ્થાને ગુણ દૃષ્ટિ કેળવવાથી દરેક વ્યક્તિમાંથી અને દરેક પ્રસંગમાંથી કંઈને કંઈ સદ્ગુણ પ્રાપ્ત કરી શકાય છે. મહામંત્રના સાધકો માટે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને ઇર્ષ્યા, આ છ વસ્તુઓ અપથ્યના સ્થાને છે, દોષોની ખાણરૂપ છે અને તેથી તે અત્યંત ત્યાગ કરવા લાયક છે. અહીં સંક્ષેપમાં તે સ્વરૂપ બતાવ્યુ છે. તેના પુનઃ પુનઃ વાંચન, મનન અને પરિશીલન દ્વારા આપણે એ દોષોની પકડમાંથી ક્રમે ક્રમે મુક્ત થવાનું બળ કેળવવા ભાગ્યશાળી બનીએ એવી આશા છે. પોતાના આત્મા ઉપરની વિજાતીય બળોની પકડમાંથી સર્વથા મુક્ત થવા માટે સજાતીય એવા આત્મતત્ત્વને સાચો ભાવ આપવો જોઈએ. જીવના જીવ પ્રત્યેના ભાવના પ્રભાવે, જીવનો મૂળ સ્વભાવ પ્રગટ થાય જ છે. ધર્મ અનુપ્રેક્ષા ૦ ૨૩૯ Page #257 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકોનાં કર્તવ્યો 'देवपूजा गुरूपास्तिः, स्वाध्यायः संयमस्तः । दानं चेति गृहस्थानां, षट्कर्माणि दिनेदिने ॥' (૧) દેવદર્શન-પૂજન દેવાધિદેવ શ્રીઅરિહંત પરમાત્મા સર્વદોષથી રહિત (વીતરાગ) અને સર્વગુણસંપન્ન છે. તેમના દર્શન, પૂજન અને ગુણોત્કીર્તન એ ઉત્તમ આત્માઓ માટે પ્રતિદિન કરવા લાયક અવશ્ય-કર્તવ્ય છે. પરમ ગુણ પ્રકર્ષને પામેલા વીતરાગ પરમાત્માની હૃદયના બહુમાનપૂર્વક દ્રવ્યભાવ ઉભય પ્રકારે સેવા-ભક્તિ કર્યા સિવાય ઉત્તમ ગુણોની પ્રાપ્તિ પ્રાયઃ સુલભ નથી. “પ્રશમરસ નિમગ્ન, પરમ કરુણારસની મૂર્તિ, નિર્મળ અને નિરુપાધિક એવી શ્રીજિનેશ્વરદેવની પ્રતિમાના દર્શન કરવા હું જાઉં” આવા સંકલ્પ માત્રથી પાપની રાશિઓ પીગળવા માંડે છે અને જેમ જેમ એ દિશામાં આગળ પગલાં ભરે છે, તેમ તેમ અધ્યવસાયની શુદ્ધિથી અધિક અધિક નિર્જરાનો ભાગી બનતો જાય છે. ભગવાનના યથાર્થ ગુણોને વિષે બહુમાન યુક્ત બનેલા આત્માને કેવળજ્ઞાન અને કેવળદર્શન પણ સુલભ બને છે, તો પછી બીજા ફળ મળે એમાં કંઈ નવાઈ નથી. એ એક સાધારણ નિયમ છે કે જે જેનું પ્રતિદિન ધ્યાન ધરે છે, તે મોડો વહેલો એક દિવસ અવશ્ય તેના જેવો થાય છે. તેથી જેમને પરમાત્મપદ પ્રાપ્ત કરવું હોય તેમણે પરમાત્માના ગુણોને લક્ષ્યમાં રાખીને તેમની તન, મન અને ધનથી સેવા બજાવી, મોક્ષના મીઠા મેવા પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બનવું જરૂરી છે. ' (૨) ગુરુવંદન પાંચ મહાવ્રતોને ધારણ કરનારા, સર્વથા કંચન કામિનીના ત્યાગી, સામાયિકમાં રહેનારા અને ધર્મનો ઉપદેશ આપનારા ગુરુઓ કહેવાય છે. આવા ગુરુઓને વંદન કરવાથી તીર્થંકર પરમાત્માની આજ્ઞાનું પાલન થાય છે. માનરૂપી પર્વત ગળી જાય છે. નમ્રતા, લઘુતા, વગેરે ગુણોની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રશ્રવણ અને શાસ્ત્ર અધ્યયનની સુંદર તક મળે છે. તેમની વૈયાવચ્ચ અને ભક્તિ, સંસાર સમુદ્રથી તારવા માટે નાવડીનું કામ કરે છે. તેમની કૃપાથી જ વિનય, વિવેક, ઉદારતા, ક્ષમા આદિ નિર્મળ ગુણોની પ્રાપ્તિ થાય છે. તેમને કરેલું વંદન નીચ ગોત્ર ખપાવે છે અને ઉચ્ચ ગોત્ર બંધાવે છે. સુગુરુના સમાગમ વિના જીવને કદીપણ સાચું જ્ઞાન થતું નથી. પુણ્ય-પાપ, ભક્ષ્યાભઢ્ય, ૨૪૦ • ધર્મ અનપેક્ષા Page #258 -------------------------------------------------------------------------- ________________ પેયાપેય આદિ વસ્તુનો વિવેક પણ ગુરુગમ વિના પ્રગટતો નથી. માટે જ જીવનને ઉન્નત બનાવવાની ઇચ્છાવાળાઓને ગુરુ ઉપાસનાની ઘણી જરૂર છે. (૩) સ્વાધ્યાય મોક્ષાર્થીએ પ્રતિદિન જ્ઞાન વૃદ્ધિ કરવી જોઈએ. નિત્ય નવીન નવીન જ્ઞાન વૃદ્ધિમાં ઉપયોગવંત રહેનાર યાવતું તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે. શ્રીજિનશાસનમાં સ્વાધ્યાયને મોક્ષનું પરમ અંગે કહ્યું છે. આત્માને મોક્ષની સાથે જોડનારા અસંખ્ય વ્યાપારો છે. એ અસંખ્ય વ્યાપારોમાંથી કોઈ પણ યોગમાં વર્તતો જીવ પ્રતિ સમય અસંખ્ય ભવના કર્મોને ખપાવે છે. તો પણ સ્વાધ્યાયયોગમાં વર્તતો જીવ સ્થિતિ અને રસવડે કર્મોને વિશેષ કરીને ખપાવે છે. મન, વચન અને કાયાના અશુભ વ્યાપારોનો નિગ્રહ અને એ ત્રણેનું શુભ વ્યાપારોમાં પ્રવર્તન, સ્વાધ્યાય યોગમાં જે રીતે સિદ્ધ થાય છે, તે રીતે પ્રાય અન્ય વ્યાપારો વખતે થઈ શકતું નથી. આ સ્વાધ્યાય ઉત્કૃષ્ટ ચૌદ પૂર્વધરોને હોય છે એ ઘટતાં ઘટતાં જેને બીજું કાંઈ પણ ન આવડતું હોય તેને પણ પંચપરમેષ્ઠિ નમસ્કારનો સ્વાધ્યાય હોય છે. કારણ કે આ પંચપરમેષ્ઠિ નમસ્કાર દ્વાદશાંગીનો સાર છે. વાચના, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા, આ પાંચે પ્રકારનો સ્વાધ્યાય કર્મક્ષયમાં અસાધારણ હેતુ બની પરંપરાએ પરમપદની પ્રાપ્તિ કરાવે છે. એ કારણથી શ્રીજિનવચનને પરમમંત્ર સ્વરૂપ માનીને અતિ આદર અને ભક્તિપૂર્વક સ્વાધ્યય યોગમાં પ્રયત્ન કરવો એ મુમુક્ષુનું પરમ કર્તવ્ય છે. (૪) સંયમ - ઇન્દ્રિયનિગ્રહની બુદ્ધિથી અનાદિ સંજ્ઞાઓને કાપવા તથા ઇન્દ્રિયોની સહજ વિષયોનુંખ વૃત્તિને પ્રતિકૂળ વર્તવાનો અભ્યાસ વધારવો અને અનુકૂળ વર્તવાનો અભ્યાસ ઘટાડવો એ જ ખરો સંયમ ધર્મ છે. ઇન્દ્રિયો જ સ્વર્ગ અને નરકનો હેતુ છે. નિગ્રહ કરાયેલી ઇન્દ્રિયો સદ્ગતિનો હેતુ થાય છે અને નહિ નિગ્રહ કરાયેલી ઇન્દ્રિયો જ દુર્ગતિનો હેતુ થાય છે. ઇન્દ્રિયોનો અસંયમ આપત્તિનો માર્ગ છે અને ઇન્દ્રિયોનો સંયમ સંપત્તિનો માર્ગ છે. તેથી શક્તિ મુજબ ક્રમે ક્રમે સંયમને જીવનમાં અમલી બનાવી તેના પ્રત્યે અત્યંત આદર કેળવવાની જરૂર છે. આજનો એ અભ્યાસ એક દિવસે સંપૂર્ણ સંયમી બનાવવામાં કારણભૂત બને છે. (૫) તપ અનાદિ આહારસંજ્ઞાને કાપવા માટે તપ એક પરમ શસ્ત્ર છે. તથા અનેક ધર્મ અનુપેક્ષા ૨૪૧ Page #259 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધિઓનું નિદાન છે. કર્મક્ષયનું અમોધ સાધન છે. નરકમાં અને પશુ પક્ષીઓની યોનિમાં પરતંત્રપણે તો ભૂખ, તરસ, ટાઢ અને તડકા આદિની અનેકવિધ તકલીફો આ જીવે અનેકવાર સહન કરી છે. પરંતુ તેમાં ધર્મબુદ્ધિ નહિ હોવાથી માત્ર અકામ નિર્જરા જ થવા પામી છે. ધર્મની ભાવના વિના જે દુઃખો સહન કરવામાં આવે છે અને તેનાથી જે કર્મ ક્ષય થાય છે, તેને અકામ નિર્જરા કહેવાય છે. નારકીમાં રહેલો આત્મા અકામ નિર્જરા વડે અસહ્ય દુઃખોને સહન કરવાથી સો વર્ષમાં જેટલાં કર્મો ખપાવે છે, તેટલા જ કર્મો માત્ર સવારે નવકારશી (સૂર્યોદય પછી બેઘડી સુધી)નું પચ્ચખ્ખાણ કરનારો ખપાવી શકે છે. પોરસીથી એક હજાર વર્ષના. આ પ્રમાણે વધતાં વધતાં એક આયંબિલથી હજાર ક્રોડ વર્ષના અને એક ઉપવાસથી દશ હજાર ક્રોડ વર્ષના કર્મો ખપાવી શકાય છે. એટલા માટે ઉત્તમ માનવભવ પામીને સકામ પણે-ઈચ્છાપૂર્વક, ધર્મબુદ્ધિથી શ્રીજિનેશ્વર ભગવંતની આજ્ઞા મુજબ નવકારશીથી માંડીને પોરિટી, એકાસણું, આયંબિલ, ઉપવાસ વગેરે પચ્ચખાણનો અભ્યાસ શરીરની અનુકૂળતા મુજબ ચાલુ રાખવો એ બુદ્ધિમાનોનું પરમ કર્તવ્ય છે. (૬) દાન ચાર પ્રકારના ધર્મમાં દાન એ ધર્મનું પ્રથમ અંગ છે. તે વગર તકલીફ સહેલાઈથી આચરી શકાય તેવું અનુષ્ઠાન છે. દાનથી ધનનો નાશ થતો નથી પણ વૃદ્ધિ થાય છે. દાનના અભ્યાસ વિના પરિગ્રહ સંજ્ઞા છેદાતી નથી. તેથી પરિગ્રહ સંજ્ઞાને કાપવાની બુદ્ધિપૂર્વક નિત્ય દાન ક્રિયાનો અભ્યાસ કેળવવો જરૂરી છે. પરિગ્રહ સંજ્ઞા એટલે પરપુદ્ગલ પદાર્થમાં મહેં-મમ'ની કલ્પના. અભયદાન, જ્ઞાનદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, આમ દાનના અનેક પ્રકારો છે. કોઈ પણ ઠેકાણે અપાયેલું દાન નિષ્ફળ જતું નથી. સાત ક્ષેત્રમાં અપાયેલું દાન ધર્મવૃદ્ધિનું કારણ બને છે. તેથી શાસન અવિચ્છિન્ન બને છે. અનુકંપા દાનથી હૃદયની કોમળતા અખંડ રહે છે અને જગતમાં જૈન શાસનની પ્રભાવના થાય છે. દાનવડે અનેક પ્રકારના વેર-વિરોધ નાશ પામે છે અને પ્રાણીઓ વશ થાય છે. વ્યક્તિના વિકાસનું અને વિશ્વભરમાં શાંતિની સમતુલા જાળવવાનું અમોઘ સાધન દાન છે. દરિદ્રતાના સમૂળ નાશનો ઉપાય એક દાન જ છે. એવું દાન ધર્મનું રહસ્ય જે જાણે છે, તે થોડામાંથી પણ થોડું આપવાની જ વૃત્તિ કેળવે છે. ૨૪૨૦ ધર્મ અનુપ્રેક્ષા Page #260 -------------------------------------------------------------------------- ________________ સદ્ગુણમીમાંસા (સદ્ગુણોની જીવનમાં કેટલી અનિવાર્ય અગત્ય છે તેનું તેમ જ ક્ષમાના હેતુ, સ્વરૂપ અને અનુબંધનું મનનીય નિરુપણ અત્ર કરવામાં આવ્યું છે. સં.) સંસાર એટલે ભિન્ન ભિન્ન રુચિવાળા જીવોનું સંગ્રહ સ્થાન. “મુશ્કે મુશ્કે મતિમિન્ના'' એ કહેવત ઉપરની હકીકતને ચરિતાર્થ કરે છે. આ રુચિભેદનું મુખ્ય કારણ પૂર્વ જન્મોમાં જીવોએ પાડેલા તેવા તેવા સંસ્કારો હોય છે. દરેકની રુચિનું ઘડતર જુદા જુદા પ્રકારનું હોવાથી સદ્ગુણોના અર્થ જીવોમાં પણ કોઈ એક જ સદ્ગુણ તરફ દરેકને શરૂઆતમાં એક સરખું આકર્ષણ થતું નથી. પરંતુ જન્માંતરમાં જે સદ્ગુણનું ભાવપૂર્વક પુનઃ પુનઃ આસેવન થયું હોય છે, તે સદ્ગુણ તરફ તે વ્યક્તિનું સાહજિક આકર્ષણ થાય છે. સ્વાભાવિક રીતે જ કેટલાકને દાન રુચે છે અને તેથી તેઓ ગમે તેટલું આપે છે છતાં તેમનો ઉત્સાહ કદી ઘટતો નથી. જ્યારે કેટલાકને તપ અને ક્રિયા સુકર લાગે છે. વળી કેટલાકને ભણવું વધારે સરળ લાગે છે અને તેમાં વધુ રસ હોય છે. કેટલાક સ્વભાવથી જ શાંત હોય છે અને કેટલાક સ્વભાવથી જ પરગજુ—પારકાનું ભલું કરવાની વૃત્તિવાળા અને દયાળુ પણ દેખાય છે. આ બધું દુનિયામાં પ્રત્યક્ષ જોઈ શકાય છે. ધાર્મિક સભામાં પરોપકારનિરત ધર્મગુરુઓ દરેક શ્રોતાઓને એક સરખો ઉપદેશ આપે છે, પરંતુ તેમાંથી દરેક માણસ પોતાની રુચિ અનુસાર તત્ત્વને ગ્રહણ કરે છે. આ ભેદનું મુખ્ય કારણ પૂર્વના સંસ્કારો સિવાય બીજું નથી. મોક્ષપ્રાપ્તિના અસંખ્ય યોગો છે અને તે એક એક યોગનું આલંબન પામીને પરંપરાએ અનંત જીવો મોક્ષમાં ગયા છે. તેથી જેને જે સદ્યોગ ગમે તે દ્વારા તે પોતાનો વિકાસ કેળવે તેમાં વાંધો લઈ શકાય નહિ. શરત માત્ર એટલી જ કે આરાધન ભલે અમુક સદ્ગુણનું થાય પરંતુ તેમાં ઔચિત્યનું પાલન જોઈએ, ઉપરાંત ગુણવંતનું પા૨તંત્ર્ય અને પ્રજ્ઞાપનીયપણું હોવું જોઈએ. અને જગતના કોઈ પણ સદ્ગુણ પ્રત્યે અરુચિભાવ ન હોવો જોઈએ. કારણ કે તેમ કરવાથી બીજા જે સત્ય માર્ગે પોતાનો આત્મવિકાસ સાધી રહ્યા હોય છે તેમનો અને તેમણે જે સદ્ગુણોનો આશ્રય લીધો હોય છે તેમનો અનાદર થાય છે. એક પણ ગુણી કે એક પણ સદ્ગુણનો અપલાપ કરવાથી સમગ્ર ગુણી અને સમગ્ર ગુણોનો અપલાપ થઈ જાય છે. દરેક ગુણો નામથી, હેતુથી અને સ્વરૂપાદિથી ધર્મ અનુપ્રેક્ષા • ૨૪૩ Page #261 -------------------------------------------------------------------------- ________________ ભલે ભિન્ન ભિન્ન હોય પણ તે દરેક ગુણોમાં જાતિ એક હોવાથી સર્વ ગુણોમાં અભેદપણું પણ રહેલું છે એટલે એક ગુણના અપલાપથી સર્વ ગુણનો અપલાપ થઈ જાય છે અને એટલા માટે જ એકની આરાધનાથી સર્વની આરાધના અને એકની વિરાધનાથી સર્વની વિરાધના થાય છે એમ સિદ્દાંતમાં કહેવાયું છે. કોઈ પણ એક સાચા સદ્ગુણની આરાધના કરવાથી પરિણામે સર્વ સદ્ગુણોની આરાધના થઈ જાય છે. કારણ કે કોઈ પણ સદ્ગુણની સાધના જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે, ત્યારે બીજા તમામ ગુણો તેનામાં પોતાની મેળે પ્રગટી ઉઠે છે અને એ પ્રમાણે બને ત્યારે જ એક સદ્ગુણની સાધના સંપૂર્ણ બની છે એમ કહી શકાય. “જે એકને જાણે છે તે સર્વને જાણે છે.'' કારણ કે વાસ્તવિક રીતે જે સર્વને જાણે છે તે જ એકને પણ જાણી શકે છે” આ પણ સિદ્ધાંત છે અનેકાંત દષ્ટિએ આ રીતે ભેદમાં અભેદ અને અભેદમાં પણ ભેદ રહેલો છે. સદ્ગુણોને સમજવા અને જીવનમાં ઉતારવા માટે તેનો અનેક રીતે વિચાર કરવો જરૂરી છે. દૃષ્ટાંત તરીકે ક્ષમાગુણનો વિચાર કરવો હોય ત્યારે તેના હેતુ-સ્વરૂપ અને અનુબંધ આદિ ભેદની વિચારણા નીચે મુજબ થઈ શકે છે. ક્ષમાનો હેતુ ક્રોધના ઉપશમને ક્ષમા કહેવાય છે. ક્ષમાનો પ્રતિપક્ષી ક્રોધ છે અને તે સર્વ પુરુષાર્થનો ઘાતક છે. ભૂતકાળમાં ઘણો કાળ પણ પાળેલું સંયમ ક્ષણવારના ક્રોધથી નાશ પામે છે. ક્રોધથી મન, બુદ્ધિ, ઇન્દ્રિયો અને શરીર ઉપર ઘણી .ખરાબ અસર થાય છે. ઘણા કાળથી ચાલી આવતી પરસ્પરની પ્રીતિ ક્રોધથી નાશ પામે છે. ક્રોધી માણસને વ્યવહારમાં ડગલે ને પગલે અનેક મુશ્કેલીઓ ઊભી થાય છે. આ રીતે વર્તમાનમાં પણ ક્રોધનો પરિણામ કટુ છે,અને તે અશુભ કર્મનો બંધ કરાવી પરિણામે પણ દુઃખદાયી છે, દુર્ગતિને આપનારો છે. જ્યારે ક્ષમાથી સર્વ પુરુષાર્થની અનાયાસે સિદ્ધિ થાય છે. ક્ષમા એ જીવનો સહજ ગુણ હોવાથી એમાં જીવને શ્રમ પડતો નથી, પણ ઉલ્ટો આનંદ થાય છે. ક્ષમાથી પરમાત્માની આજ્ઞાનું પાલન થાય છે. ક્ષમામાં ખર્ચ કાંઈ પડતું નથી. અને १. एगम्मि पूईण रसव्वे ते पुइया होंति । મ્મિ હીતિર્ સત્રે તે હીલિયા હાંતિ | શ્રીલલિતવિસ્તરા ૨૪૪ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #262 -------------------------------------------------------------------------- ________________ શુભ પ્રકૃતિનો બંધ તથા પરિણામે સદ્ગતિ અને મોક્ષના અનંત સુખના ભાગી બનાય છે. આ રીતે ક્રોધના કટુ વિપાકો તથા ક્ષમાના ગુણોનું ચિંતન કરવું એ ક્ષમા ગુણની ઉત્પત્તિમાં હેતુ છે. ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કરી ચૂકેલા અને સહજભાવે ક્ષમા ભાવને વરેલા મહાપુરુષો પ્રત્યે નમ્રવૃત્તિ કેળવવાથી, ભાવપૂર્વક તેમને નમસ્કાર કરવાથી અને એમના ગુણોની અનુમોદના, સ્તવના આદિ કરવાથી પણ ક્ષમાગુણ પ્રકટી શકે છે તેથી તે પણ તેના હેતુઓ છે. જગતના તમામ જીવો પ્રત્યે મૈત્રીભાવ કેળવવાથી પણ કોઈના ઉપર કષાય થતો નથી અને ક્ષમા સહજ બને છે. સાધારણ રીતે તમામ ધર્માનુષ્ઠાનના મૂળમાં મૈત્રીભાવ જરૂરી છે. મૈત્રીભાવયુક્ત અનુષ્ઠાનને શાસ્ત્રકારોએ ધર્મ કહ્યો છે એ રીતે ક્ષમામાં પણ મૈત્રીભાવ જરૂરી છે. .. ક્ષમાનું સ્વરૂપ પોતાની નિરાકુલ અવસ્થા, દૃષ્ટિમાં કરુણા, જેના સાનિધ્યમાં અશાંત અને સતત વૈરભાવથી ભરેલા આત્માઓ પણ શાંત અને વૈરભાવ વિનાના બની જાય તેવી પ્રસન્ન, ઉદાત્ત, અને શાંત તથા આનંદમય મુખમુદ્રા વગેરે ક્ષમાનું સ્વરૂપ છે. ક્ષમાનું જેમણે આવું નિરૂપાધિક સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે તેમના દર્શન માત્રથી મહાપાપીઓના પણ પાપ નાશ પામી જાય છે અને તેઓ પવિત્ર બની જાય છે. ક્ષમાનું ફૂલ . ક્ષમાનું તાત્કાલિક ફળ ચિત્તની પ્રસન્નતા, આશયની ઉદારતા, અશુભતર અને ક્લિષ્ટતમ કર્મપ્રકૃતિઓનો પ્રતિ સમય હૃાસ અને શુભ પુણ્યાનુબંધી પુણ્યનો ઉત્કૃષ્ટ બંધ વગેરે તત્કાલિક ફળ છે અને પરંપરાએ દેવ, મનુષ્યની ઉત્તમગતિ, ધર્મની સામગ્રી, બોધી, સમાધિ અને સર્વ કર્મ રહિતપણું પરંપરા ફળ છે. - આ રીતે બીજા પણ દરેક સગુણોના હેતુ, સ્વરૂપ અને અનુબંધ (ફળ)થી વિચાર કરવા વડે સદ્ગણો ઉપર અંતરંગ પ્રીતિ જાગૃત થાય છે. વસ્તુના ગુણ જાણ્યા પછી વસ્તુ ઉપર જે ભાવ જાગૃત થાય છે તે ભાવનો સંસ્કાર ઘણો જ ઊંડો ઉતરે છે અને જન્માંતર સુધી પહોંચે છે. ધર્મ અનપેક્ષા - ૨૪૫ Page #263 -------------------------------------------------------------------------- ________________ માનસિક રોગ ટાળવાનો રામબાણ ઉપાય ખરાબ વિચારો એ માનસિક રોગ છે. ભલે તે જુદા જુદા અનેક આકારે પ્રગટ થાય પણ મૂળ તો તે બધા વિકૃત મનના પરિણામો છે. જુદા જુદા તે તમામ ખરાબ વિચારોને અટકાવવાનો અને માનસિક રોગોને ટાળવાનો સિદ્ધ રામબાણ ઉપાય શ્રીપંચપરમેષ્ઠિ નવકાર મંત્રના પવિત્ર જાપથી મનને વાસિત કર્યા કરવું તે છે. અથવા મહામંત્રના પ્રથમ પદ સ્વરૂપ “નમો અરિહંતાĪ'નું રટણ કર્યા કરવું તે છે. તે સંબંધી કહ્યું છે કે– “નમસ્કાર અરિહંતને વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃતપુણ્ય તે, જીવિત તાસ પવિત્ત. આર્તધ્યાન તસનવિ હુએ, નવિ હુએ દુર્ગતિ વાસ, ભવક્ષય કરતાં સમરતાં, લહીએ સુકૃત અભ્યાસ.’’ ૧ જેમ કુશળ વૈદ્ય હજારો રોગોની એક જ દવા શોધી કાઢે છે તેમ જ્ઞાની ભગવંતોએ મનુષ્યોના માનસિક હજારો રોગના નાશ માટે અમોઘ જડીબુટ્ટી સમાન આ મંત્રને ફરમાવ્યો છે. આ નવકારરૂપી કેશરી કિશોર જ્યાં સુધી આપણા મનમાં નિર્ભયપણે ફરે છે, ત્યાં સુધી પાપ વિચારરૂપી તુચ્છ સત્ત્વો પ્રવેશ પામી શકતા નથી. “સર્વજગતનું કલ્યાણ થાઓ' એવી શુભ ભાવનાપૂર્વક મહામંત્ર શ્રીનવકારના સતત સ્મરણથી માત્ર માનસિક ખરાબ વિચારો અટકે છે, એટલું જ નહિ પણ ખરાબ વિચારને ઉત્પન્ન થવાની મૂળભૂત યોગ્યતા જ નાશ પામે છે. મહામંત્ર શ્રીનવકા૨ની એ જ વિશેષતા છે. ‘‘સવ્વપાવપ્પળાસળો” એ પદમાં આ અર્થ છુપાયેલો છે. મોટો ભાઈ, પોતાના નાના ભાઈના ધગધગતા કપાળ ઉપર ચંદનનો લેપ લગાવે તેમ સાધકે પોતાના ચિત્તને ‘શિવમસ્તુ સર્વજ્ઞાતઃ 'ની ભાવનાના દિવ્યચંદનનો લેપ કરવો જોઈએ. ૨૪૬ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #264 -------------------------------------------------------------------------- ________________ પાત્રતા કેળવવાના ઉપાયો નીચેના ગુણોને ખૂબ મહત્ત્વના માની તેને જીવનમાં ઉતારવા માટે શક્ય પ્રયત્ન કરવાથી જીવનમાં પાત્રતા કેળવાય છે. અંતે તો જીવનમાં કેળવાયેલી પાત્રતા એ જ સર્વ સદ્ગણોને ટકાવનાર, વધારનાર અને સાનુબંધ બનાવનાર એક અજોડ જડીબુટ્ટી છે. (૧) કોઈને પણ નિંદનીય માનવો નહિ. પાપીમાં પાપી જીવ પ્રત્યે પણ ભવસ્થિતિ ચિંતવવી. (૨) કોઈ પણ એક અસાધારણ ગુણને વરેલ આત્મા પ્રત્યે પણ હૃદયમાં બહુમાન ધારણ કરવું. ગુણનો લેશ પણ કોઈ જગ્યાએ જોવા મળે તો આનંદિત થવું. (૩) લોકસંજ્ઞાને છોડી દેવી, શાસ્ત્રસંશાને કેળવવી. | (૪) હિતકર વચન નાના બાળકનું હોય તો પણ ગ્રહણ કરવું. (૫) દુર્જન પ્રત્યે દ્વેષ ન કરવો. બીજા ઉપર દ્વેષબુદ્ધિ એ તત્ત્વજ્ઞાન પ્રાપ્તિમાં પ્રતિબંધક છે. તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિમાં નીચે મુજબ અદ્વેષ આદિ આઠ અંગો છે : (a) અદ્વેષ એટલે બીજા જીવો અથવા તત્ત્વો ઉપર અપ્રિયતાનો અભાવ. (b) જિજ્ઞાસા એટલે તત્ત્વને જાણવાની ઇચ્છા. (c) શુશ્રુષા એટલે તત્ત્વને સાંભળવાની ઇચ્છા. (1) શ્રવણ એટલે તત્ત્વને સાંભળવું. (e) બોધ એટલે સાંભળેલ તત્ત્વોનો અવગમ. (1) મીમાંસા એટલે અવગમ પછીનું તત્ત્વનું મનન. () પ્રતિપત્તિ એટલે મનન પછી તત્ત્વનો સ્વીકાર. અર્થાત્ તત્ત્વ નિશ્ચય “આ આવું જ છે” એવો નિર્ણય. (૧) પ્રવૃત્તિ એટલે તત્ત્વનિર્ણય પછીનું તદનુસાર અનુષ્ઠાન. આ રીતે તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ અષ્ટાંગી છે. તેની પ્રાપ્તિમાં અદ્વેષભાવ એ પ્રથમ હેતુ છે. તેથી કોઈ પણ જીવ પ્રત્યે દ્વેષ ન કરવો એ રહસ્ય છે. (૬) પોતાના ભૌતિક કાર્યો માટે પારકી આશા કદી સેવવી નહિ. સ્વાશ્રયી રહેવું. . (૭) સ્વજનસંયોગોને નિઃસ્વાર્થભાવે વેદવા. સર્વ સંયોગસંબંધને બંધનરૂપ ધર્મ અનુપ્રેક્ષા • ૨૪૭, Page #265 -------------------------------------------------------------------------- ________________ જાણવા. કરવી. (૮) કોઈ સ્તુતિ કરે તો ફુલાવું નહિ. નિંદા કરે તો કોપાયમાન થવું નહિ. (૯) સદાચારી ધાર્મિક પુરુષોની સેવા કરવી. (૧૦) તત્ત્વની જિજ્ઞાસા રાખવી. (૧૧) જીવન પવિત્ર ગાળવું. (૧૨) કષ્ટ વખતે સ્થિર-ધીર રહેવું. (૧૩) નિર્દંભ જીવન ગાળવું. (૧૪) ઇન્દ્રિયોના અનુકૂળ વિષયો પ્રત્યે વૈરાગ્ય કેળવવો. (૧૫) સંસારનું નિરુપપણું ચિંતવવું. (૧૬) શરી૨, ધન, વૈભવ આદિની મૂર્છા ઉતારતા રહેવું. (૧૭) ભગવાન પ્રત્યે ભક્તિ વધારવી. (૧૮) સ્વાધ્યાય, ધ્યાન, જાપ માટે શાંત અને પવિત્ર સ્થાન પસંદ કરવું. (૧૯) સમ્યક્ત્વ દૃઢ કરવું. (૨૦) પ્રમાદનો વિશ્વાસ ન કરવો. (૨૧) આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા સદા ઝંખના રાખવી. (૨૨) વય, સદાચાર અને જ્ઞાનથી વૃદ્ધ પુરુષોને અનુસરવું. (૨૩) કુવિકલ્પો છોડવા. (૨૪) આત્મતત્ત્વનો સાક્ષાત્કાર કરવા નિત્ય તલસવું. (૨૫) શક્ય પ્રવૃત્તિનો જ આરંભ કરવો. (૨૬) પૂર્ણના પક્ષપાતી થવું. (૨૭) આત્મજ્ઞાનીની સેવા કરવી. (૨૮) રત્નપાત્ર સમાન શ્રીજિનેશ્વરદેવ અને ઉત્તમ પુરુષો પ્રત્યે ભક્તિ ધારણ ૨૪૮ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #266 -------------------------------------------------------------------------- ________________ સુખકારક શ્રીનવકાર . हरइ दुहं कुणइ सुहं जणइ जसं सोसए भव समुदं । इह लोय पारलोइय, सुहाण मूलं नमुक्कारो ॥१॥ અર્થ :- શ્રીનમસ્કાર મહામંત્ર દુઃખને હરે છે, સુખને કરે છે, યશને ઉત્પન્ન કરે છે, ભવસમુદ્રને શોષવે છે તથા આ નવકાર આલોક અને પરલોકનાં સઘળાં સુખોનું મૂળ છે. શાસ્ત્રોમાં ઠેર ઠેર મહામંત્ર શ્રીનમસ્કારનો જે મહિમા બતાવવામાં આવ્યો છે તે કેવળ શ્રદ્ધોક્તિ નથી, તેમાં અતિશયોક્તિભર્યું કંઈ પણ નથી. પરંતુ જ્ઞાનીઓની દષ્ટિએ એક સિદ્ધ થયેલી હકીકત છે. આજે પણ સમર્પિતભાવે જેઓ મહામંત્રને શરણે જાય છે અને વિધિપૂર્વક તેનું આરાધન કરે છે, તેમને પોતાની યોગ્યતાનુસાર યત્કિંચિત્ પણ સ્વાનુભવ થયા સિવાય રહેતો નથી. માત્ર તે અનુભવ મેળવવા માટે સાધકે પોતાની યોગ્યતા વધારવાની જરૂર રહે છે. શ્રીનમસ્કારનું સ્મરણ દુઃખને હરે છે, સુખને કરે છે ઇત્યાદિક કહેવાની પાછળ જે રહસ્ય રહેલું છે, તે સ્થિર બુદ્ધિથી વિચારવાથી એ વાત સમજી શકાય તેવી છે. આપણા ચિત્તમાં સત્ત્વ, રજસુ, અને તમસ નામની ત્રણ વૃત્તિઓ રહેલી છે. તેમાં જ્યારે ચિત્ત તમોવૃત્તિથી આવૃત્ત થાય છે, ત્યારે તેમાં કામ, ક્રોધ, લોભ, મોહ, ઇર્ષ્યા, અહંભાવ, માયા, અસત્યતા, કઠોરતા, ઈર્ષ્યાળુતા, ચિંતાતુરતા, દીનતા, નિર્માલ્યતા, લુબ્ધતા, મૂઢતા આદિ ક્લિષ્ટ લાગણીઓ ઉત્પન્ન થાય છે અને ચિત્તની એ ક્લિષ્ટ લાગણીઓ જ આપણા દુઃખમાં મુખ્ય હેતુભૂત હોય છે. ચિત્તનો એવો ધર્મ છે કે તે જેવા ભાવમાં ભળે છે, તેમાં તે તદાકાર બની જાય છે. જ્યારે તે ક્રોધાદિ ક્લિષ્ટ ભાવોની અસર નીચે આવે છે, ત્યારે તે તદ્રુપ બની જાય છે. એ ક્લિષ્ટ વૃત્તિઓ આત્મામાં વિવિધ પ્રકારના સંક્લેશો ઉત્પન્ન કરે છે, એ એક અનુભવ સિદ્ધ હકીકત છે. હવે એ જ ચિત્ત જ્યારે સાત્વિકાદિ ભાવોથી ભરપૂર પંચપરમેષ્ઠિઓનું ઉત્તમ આલંબન પામી તેમાં લીન થાય છે, ત્યારે તે દુઃખકારક ક્લિષ્ટ વૃત્તિઓથી એટલો વખત નિરાળું બને છે અને પોતે સત્ત્વપ્રધાન વૃત્તિઓ સાથે તદાકાર બને છે. આ સત્ત્વગુણનો પ્રભાવ જ એવો છે કે તે ચિત્તમાં આહ્વાદ, પ્રસન્નતા અને પ્રમોદ આદિ ઉત્તમ ભાવોને ઉત્પન્ન કરે છે, કે જે ભાવો ઉત્પન્ન થતાં દુઃખ ટકી શકતું નથી. | સુખ અને દુઃખ એ બહારથી આવતાં નથી, પણ બન્ને ચિત્તના ધર્મ હોવાથી ધર્મ અનુપ્રેક્ષા - ૨૪૯ Page #267 -------------------------------------------------------------------------- ________________ અંદરથી જ પ્રગટે છે અને તે બન્નેનો સ્વભાવ પ્રકાશ અને અંધકારની જેમ પરસ્પરવિરોધી છે. જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર ટકે નહિ, અને જ્યાં અંધકાર હોય ત્યાં પ્રકાશની વિદ્યમાનતા છે એમ કહી શકાય નહિ. એક કાળે બન્ને ભાવો પ્રધાનપણે એક સાથે ટકી શકતા નથી, તેથી પંચપરમેષ્ઠિઓના આલંબનથી ચિત્ત જ્યારે સત્ત્વપ્રધાન બને છે, ત્યારે તેટલો વખત દુઃખથી તે મુક્ત બને છે અને તેમાં સુખ આપોઆપ ઉત્પન્ન થાય છે. પ્રકૃતિના નિયમ પ્રમાણે જ્યારે મનુષ્યનું ચિત્ત સર્વપ્રધાન બને છે, ત્યારે તેમાં એક એવું સામર્થ્ય પ્રગટ થાય છે કે તેના પ્રભાવે તે સારા માઠા તમામ નિમિત્તોને લાભકારી બનાવી શકે છે. સામાન્ય ઉપદ્રવથી માંડી મરણાંત ઉપસર્ગ સુધીનો એક પણ પ્રસંગ એવો નથી કે સ્થિર અને શાંત ચિત્તવાળાને તે લાભ કરનારો ન બને. તેનાથી ઉલટુ જેનું ચિત્ત સ્થિર નથી, અને જેની બુદ્ધિ નિર્મળ નથી, તેના માટે ઊંચામાં ઊંચું ગણાતું આલંબન પણ લાભ કરનારું બનતું નથી. ચંચળ ચિત્તની સ્થિરતા ઉત્તમ આલંબનોના પુનઃ પુનઃ અભ્યાસથી સાધ્ય છે, તે વિના શક્ય નથી. આત્માના વિકાસ માટે ઉત્તમ આલંબનોના બળથી દિન પ્રતિદિન પોતાની યોગ્યતા પ્રગટાવવા સદા અપ્રમત્ત રહેવું એ માનવ જીવનમાં કરવા લાયક એક મહાન કાર્ય છે. જેટલા પ્રમાણમાં યોગ્યતા પ્રગટે છે, તેટલા પ્રમાણમાં આત્માનો વિકાસ વેગવંત બને છે. પરમેષ્ઠિઓના સ્મરણ, જાપ, ધ્યાન, આદિથી ચિત્ત સાત્ત્વિક બને છે. સાત્ત્વિક ચિત્ત અનેક ગુણ રત્નોની ખાણ સ્વરૂપ છે. શીલ અને સત્ત્વગુણથી ભરપૂર પૂર્વકાલીન મહાપુરુષોના પવિત્ર ચરિત્રો સાંભળતાં આજે પણ આપણી રોમરાજી વિકસ્વર બને છે અને અનેક આત્માઓને ઊંચે ચડાવવામાં એ દષ્ટાન્તો આલંબનભૂત બને છે, તેમાં મુખ્ય કારણ એમણે સત્ત્વપ્રધાન વૃત્તિ કેળવી હતી, તે છે. પંચપરમેષ્ઠિઓના આલંબનથી ચિત્ત જ્યારે સત્ત્વપ્રધાન બને છે, ત્યારે ચિત્તમાં ધીરતા, વીરતા, ગંભીરતા, કરુણા, મૈત્રી, પ્રેમ, ઉદારતા, ક્ષમા, સંતોષ, સમતા, સરળતા, પ્રામાણિકતા, મધ્યસ્થતા, સત્ય, ન્યાયનિષ્ઠા, કૃતજ્ઞતા, પરોપકારિતા, પ્રસન્નતા, પ્રશાન્તતા, સહૃદયતા, નમ્રતા, ગુણપ્રમોદ, સમર્પિતતા આદિ અનેક ગુણોની હારમાલા પ્રગટ થતી જ રહે છે. ૨૫૦ • ધર્મ અનુપ્રેક્ષા Page #268 -------------------------------------------------------------------------- ________________ અહીં એટલું સમજવું જરૂરી છે કે—પંચપરમેષ્ઠિઓનું સ્મરણ એટલે અમુક સમયમાં કે અમુક સંખ્યામાં માત્ર ઉપર ઉપરથી નવકાર ગણી જવા એટલો જ એનો અર્થ નથી, પરંતુ આપણા ચિત્તમાં મહામંત્રની સ્થિરતાપૂર્વક સ્થાપના કરવી જરૂરી છે. તેના સ્મરણાદિમાં આત્માને તદાકાર બનાવવો જોઈએ. શુદ્ધ ભાવ, પ્રેમ અને દિવ્ય ભક્તિથી પરમેષ્ઠિઓનું સ્મરણ કરવું જોઈએ. જેવી રીતે જલથી પરિપૂર્ણ સરોવરમાં ઘડાને ડુબાડવામાં આવે છે, તેવી રીતે પરમેષ્ઠિઓના પરમ તેજને આપણા આત્મ પ્રદેશમાં કલ્પી તેમાં આપણા ચિત્તરૂપી ઘટને ડુબાડી દેવો જાઈએ, તેમાં તન્મય થવું જોઈએ, તે ત્યાં સુધી કે આપણે અને પરમેષ્ઠિઓ હવે જુદા નથી, એવી રીતે ચિત્તને તેમાં વિલીન કરવાનું હોય છે. જેમ વ્યાયામ કરનાર માત્ર થોડો સમય જ વ્યાયામ કરે છે પણ તે દ્વારા મેળવેલાં બળ અને સ્ફૂર્તિ તેને ચોવીસે કલાક કામ આપે છે, તેવી રીતે પરમેષ્ઠિઓની સાથે વિધિપૂર્વક થયેલો મિલાપ ભલે હોય અલ્પ સમય માટે પણ તે જીવનના વિકાસક્રમમાં પ્રતિક્ષણ ઉપયોગી બને છે. જ્યારે જ્યારે ચિત્ત તમોવૃત્તિથી આવૃત્ત થઈ ઉદ્વિગ્ન બને, ત્યારે ત્યારે ચિત્તને પ્રસન્ન કરવા માટે અંતઃકરણમાં બિરાજમાન પરમેષ્ઠિઓના તેજમાં ચિત્તને વિલીન કરવાનો અભ્યાસ કેળવવો એ દુઃખનાશનો અને સુખપ્રાપ્તિનો એક ઘણો જ સરળ, નિરપાય અને નિર્ભય ઉપાય છે. શ્રીપંચપરમેષ્ઠિઓની સાથે ચિત્તની એકાગ્રતા સાધવા માટે દેવગુરુ પ્રત્યે હાર્દિક બહુમાન, નિર્દોષ જીવન, સર્વત્ર ઔચિત્યનું પાલન, પવિત્ર વાતાવરણ, બ્રાહ્મ મુહૂર્ત અથવા ત્રિસંધ્યનો પવિત્ર સમય, સ્થિર આસન, ભાવનાઓનું પરિબળ, વિષયોથી ચિત્તની પરાંગમુખતા, ધ્યેયની એકાગ્રતા, નિશ્ચિત કરેલા સમયે નિયમિતપણે આદ૨ અને સત્કા૨પૂર્વકનો પ્રયત્ન જરૂરી છે. શ્રદ્ધા, ઉત્સાહ અને ખંતપૂર્વકનો આ વિષયમાં કરેલો પુનઃ પુનઃ અભ્યાસ પરમેષ્ઠિઓની એકતા-તન્મયતા કરાવવામાં ઘણો જ સહાયક બને છે. ઉપરોક્ત રીતે હૃદય કમલ આદિ કોઈ પણ એકાદ ધ્યેય સ્થાનમાં પરમેષ્ઠિઓની કલ્પના કરી ચિત્તનું ત્યાં સ્થાપન કરવાથી પોતાને અનુભવમાં આવી શકે તેવી ઘણી પ્રતીતિઓ ઉત્પન્ન થાય છે.૧ સૌ કોઈ નમસ્કારના પરમ તેજને પ્રાપ્ત કરો એ જ શુભેચ્છા. १. एषा मेकत्र कुत्रापि स्थाने स्थापयतो मनः । उत्पद्यन्ते स्वसंवित्ते र्बहवः प्रत्ययाः किल ॥ योगशास्त्र प्र० ६ श्लो० ८ ધર્મ અનુપ્રેક્ષા ૦ ૨૫૧ Page #269 -------------------------------------------------------------------------- ________________ સાધનામાં સાધક-બાધક તત્ત્વો સાધનામાં પ્રતિબંધક તત્ત્વો : વસ્તુને ચારે બાજુથી વિચારવા માટે સાધકની સાથે બાધક તત્ત્વોનો વિચાર પણ જરૂરી છે, તેથી અહીં સાધનામાં પ્રતિબંધક તત્ત્વો ક્યાં ક્યાં છે, તેને જાણવા પણ જરૂરી છે. ગુણીજન માત્સર્ય. નિર્ગુણીપર દ્વેષ, ક્ષુદ્રતા, તુચ્છતા, અગંભીરતા, અસહિષ્ણુતા, તમોગુણપ્રધાનતા, સન્ક્રિયા પ્રતિ અરુચિ અને અનાદર, પરનિંદા સ્વશ્લાધા, પૈશૂન્ય અને અભ્યાખ્યાનાદિ આ બધા સાધનામાં પ્રતિબંધક તત્ત્વો છે. તત્કાળ ટાળવા જેવી ત્રૂટિઓ : ધર્મકાર્યમાં પ્રમાદ, આલસ્ય, દેહમાં અહંબુદ્ધિ, સુકુમાલતા, શરીર ઉપર અત્યંત મૂર્છા ઇત્યાદિ સાધના માર્ગમાં આગળ વધવા ઇચ્છનારે તત્કાળ ટાળવા જેવું છે. મહા અનર્થકર ત્રુટિઓ ઃ મિથ્યાભિનિવેશ, દુરાગ્રહ, સ્વચ્છંદમતિ, મિથ્યાહંકાર, અહંમાનિતા, આ બધા મહા અનર્થકર દુર્ગુણો છે, તેનો થોડો પણ આદર મહાન હાનિકા૨ છે. તેમ જ અતિ હર્ષ, અતિ શોક, અતિ ભય, અતિ જુગુપ્સા વગેરેને પણ તિલાંજલી આપવા લાયક છે. સાધના માર્ગથી ચલિત કરનારા દોષો : નીચેના દોષો સાધના માર્ગથી જીવને વિચલિત કરનારા છે, તેથી તેમને બરાબર ઓળખી તેમાંથી બચવા હંમેશાં પ્રયત્નશીલ રહેવું. કામવિકાર, ક્રોધશીલતા, આપવડાઈ, માયાપ્રપંચ, તીવ્ર લોભ, અસત્યપ્રિયતા, કઠોરતા, વાચાળતા, વાદશીલતા, મોહમૂઢતા, ઇર્ષ્યા, ખોટી ચિંતાતુરતા, દીનતા, નિર્માલ્યતા, લુબ્ધતા, અવ્યવસ્થિતતા, એકલપેટાપણું, નિરાશાવાદિતા, દેહાધ્યાસ, વિશેષ આહાર, તુચ્છ વસ્તુથી આનંદ, પારકું અનિષ્ટ ઇચ્છવું, વ્યસનાસક્તિ, અયોગ્ય સ્થાને જવું, ધર્મ નિરપેક્ષ કેવળ સાંસારિક વ્યવહાર–કુશળતા ઇત્યાદિ. નિયમિત અભ્યાસ દ્વારા પ્રાપ્ત કરવા લાયક ગુણો : ધૈર્ય, કરુણા, મૈત્રી, પ્રેમ, ઉદારતા, ક્ષમા, સંતોષ, બ્રહ્મચર્ય, સમતા, સરળતા, પ્રામાણિકતા, મધ્યસ્થતા, સત્ય, ન્યાયનિષ્ઠતા, કૃતજ્ઞતા, પરોપકારિતા, નિઃસ્વાર્થતા, સેવાભાવ, તપશ્ચર્યા, જપ, ત્યાગ, જ્ઞાનાદિની રુચિ, મિતાહાર, મૌન, પ્રસન્નતા, સહૃદયતા, પવિત્રતા, નમ્રતા, ગુણપ્રમોદ, નિયમિતતા નિશ્ચયબળ (પ્રણિધાન) સમર્પિતતા વગેરે. આ ગુણો પ્રાપ્ત કરવા માટે પ્રથમ સ્વરુચિ અનુસાર કોઈ એક ગુણને ગ્રહણ ૨૫૨ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #270 -------------------------------------------------------------------------- ________________ કરીને તેનો દરરોજ થોડો સમય પણ નિયમિત અભ્યાસ કરવો ખાસ જરૂરી છે. ગુણો બધા પરસ્પર સંકળાયેલા છે. સાચા ભાવથી સાચા એક પણ સદ્ગુણને કેળવવાથી બીજા સદ્ગુણોને પણ સાહજિક રીતે ઉત્તેજન મળે છે અને તે પણ પુષ્ટ થાય છે. હકીકતરૂપે તે સત્ય હોવા છતાં સદ્ગુણના વિશિષ્ટ અભ્યાસ માટે તો કોઈ એક સદ્ગુણને મુખ્ય બનાવી તેની આરાધના કરવી એ સદ્ગુણને કેળવવાનો સરળ ઉપાય છે. એક સદ્ગુણનો વિશેષ અભ્યાસ થયા પછી બીજા ગુણનો અભ્યાસ શરૂ કરવો. એ પ્રમાણે એક પછી એક એમ સદ્ગુણોનો ક્રમસર અખંડિત અભ્યાસ ચાલુ રાખવાથી થોડા જ મહીનાઓ પછી અભ્યાસીના જીવનમાં મોટો ફેરફાર થતો અનુભવાય છે સદ્ગુણોના અભ્યાસથી જીવન પવિત્ર, પ્રસન્ન અને શાંત બને છે. જીવનને પવિત્ર, પ્રસન્ન અને શાંતિમય બનાવવું એ જ તમામ સાધનાનું પ્રધાન ફળ છે. સદ્ગુણના સાધકે પોતાની આંતરિક પરિણિત વારંવાર તપાસ્યા કરવી જોઈએ. જીવનમાં જો પવિત્રતા, પ્રસન્નતા અને શાંતતા વધતા દેખાય તો સમજવું કે સદ્ગુણની સાધના લાગુ પડી છે અને તેના અભ્યાસનું ફળ પોતાને પ્રાપ્ત થઈ રહ્યું છે. “ખંત અને ઉત્સાહપૂર્વકના નિયમિત અભ્યાસ દ્વારા દુષ્કર કાર્યો પણ સુકર બને છે.” એવા વિશ્વાસને દૃઢ કરીને સદ્ગુણના અભ્યાસમાં શરૂઆતમાં કંટાળો આવે તો પણ તેને વળગી રહેવું તેમાં આત્માનું એકાંત કલ્યાણ છે. સદ્ગુણ સાધના માટે જેટલો પુરુષાર્થ ફો૨વવામાં આવે છે, તે કદી પણ નિષ્ફળ જતો નથી, અવસર પ્રાપ્ત થયે તેનો અનેકગણો બદલો અભ્યાસીને અવશ્ય મળે છે. ખાસ લક્ષ્યમાં રાખવા લાયક : સદ્ગુણની સાધના માટે તત્પર થયેલ આત્માર્થી જનોએ નીચેની હકીકત ખાસ લક્ષ્યમાં રાખવા લાયક છે. (૧) શાસ્ત્ર એ પરમ દીવો છે, એમ માનીને તેનું પરિશીલન જેટલું વધે તેટલું વધારવા ઉદ્યમી રહેવું. સમ્યગ્દષ્ટિ—મહર્ષિ પ્રણિત ઉપલબ્ધ આગમ અને ધર્મશાસ્ત્રોને આપણાથી જેઓ અધિક જાણે છે, તેમના દાસ થઈને રહેવું અને તેમની આજ્ઞામાં જ એકાંતે હિત રહેલું છે, એવો વિશ્વાસ વધુને વધુ કેળવવો, એ જ આ મનુષ્યજન્મને સફળ કરવાનો ઉપાય છે એમ વારંવાર ચિંતવવું અને તે મુજબ જીવન ઘડવું. (૨) જ્ઞાનીઓનો વિનય અને ગુણવંત આત્માઓનું પારતંત્ર્ય એ બે મુક્તિ પર્યન્ત પહોંચાડનાર અત્યંત નિર્ભય અને સહિસલામત રાજમાર્ગો છે. તે બન્નેને બરાબર પકડી રાખવા, તેમાંથી એક પણ છૂટી ન જાય તેની ખૂબ જ કાળજી રાખવી. ધર્મ અનુપ્રેક્ષા ૦ ૨૫૩ Page #271 -------------------------------------------------------------------------- ________________ (૩) સંસારની નિર્ગુણતા અને મોક્ષની ગુણમયતાને સદા લક્ષ્ય સન્મુખ રાખવી અને એ બે વસ્તુને રોજ ને રોજ ખૂબ ભાવિત કરવી. એ વિના જીવનમાં સંયમશુદ્ધિ ટકવી દુષ્કર છે. બધા યોગોમાં એને જ મોટો યોગ સમજવો. તેવું જ વાંચવું, તેવું જ સાંભળવું અને તેવું જ વિચારવું કે જેનાથી એ બે વસ્તુ દઢ થાય. (૪) પ્રારબ્ધ કર્મના યોગે પ્રાપ્ત થયેલ સઘળા સંયોગ સંબંધોને સમભાવે વેદવા અને મનથી સર્વ જીવોની સાથે મૈત્રીભાવ ધારણ કરી સર્વની સાથે યથા ઉચિત વ્યવહાર કરવો. સમાન ધર્મી પ્રત્યે ધર્મપ્રેમ ખૂબ વધારવો, ગુણવંત આત્માઓ પ્રત્યે પ્રમોદભાવ ધારણ કરવો, વિરુદ્ધ ધર્મી પ્રત્યે માધ્યચ્યભાવ અને દુ:ખી પ્રત્યે કરુણાભાવ કેળવવો. આ ચાર ભાવનાથી વિપરીત ભાવ ન સ્પર્શે તે માટે સતત જાગરુક રહેવું. આત્માને હંમેશાં ચાર ભાવનામાં રમણતા કરાવવાનો પ્રયાસ કરવો એ યોગ અધ્યાત્મ માર્ગનું સર્વસ્વ છે. તે એક મહાન યોગ છે, એટલું જ નહિ પણ બીજા તમામ યોગો માટે પ્રાણપૂરક તત્ત્વ પણ છે. તેનાથી દોષોની સત્તા નિર્મૂળ બને છે. હંમેશાં ચાર ભાવનામાં રમણ કરનારો આત્મા પોતાના સહજ ગુણોમાં રમણ કરનારો હોવાથી તેને કેટલાક “બ્રહ્મવિહાર” પણ કહે છે. (૫) આપણો આત્મા નિશ્ચયથી સિદ્ધ સ્વરૂપ હોવા છતાં વર્તમાનમાં અજ્ઞાની, નિર્ગુણી, પાપી અને સર્વ પ્રકારના દોષોથી ભરેલો છે, એ ન ભૂલવું એના પ્રતિકાર માટે નિત્ય અધિક જ્ઞાની, અધિક ગુણી, અધિક પુણ્યશાળી અને અધિક નિર્દોષ પુરુષોની સત્સંગતિને ચાહવી અને એમની શીતળ છાયા નીચે રહેવું. (૬) ચારિત્રધર્મ એ વીર પુરુષોનો માર્ગ છે. તેને સિંહની જેમ સ્વીકારવો અને સિંહની જેમ પાળવો એ આપણો આદર્શ હોવો જોઈએ. સાધનાનું અંતિમ રહસ્ય: સાચા ભાવે દેવ, ગુરુ, ધર્મનું પાતંત્ર્ય કેળવવું. તેમને સમર્પિત રહેવું મન, વચન, કાયા તેમની આધીનતાએ પ્રવર્તે તેવો અભ્યાસ કેળવવો. પ્રાપ્ત થયેલ સર્વ વસ્તુઓ ઉપર પોતાપણાની માલીકીની બુદ્ધિ ઉઠાવી લેવી અને દેવ, ગુરુ, ધર્મની માલીકી છે, એ પ્રકારની બુદ્ધિને દઢ કરવી અને શક્ય પ્રમાણમાં તેને વર્તનમાં લાવવા ખૂબ જ પ્રયાસ કરવો, એ સાધક જીવનનું રસાયણ છે. સાધનાનું અંતિમ રહસ્ય છે અને સાધ્યસિદ્ધિનો અમોઘ ઉપાય છે. ૫૪ • ધર્મ અનુપ્રેક્ષા Page #272 -------------------------------------------------------------------------- ________________ સગુણ નામાવલિ . (જુદા જુદા સદગુણોના માત્ર નામો જ આપવામાં આવે છે. તેમાંથી સાધકે પોતાની પ્રકૃતિને માફક આવે તેવા સદ્ગણોને પુનઃ પુનઃ અભ્યાસ દ્વારા પોતાના અંતઃકરણમાં ભાવિત કરવા પ્રયત્ન કરવો. લે.) સદ્ગુણોનો અભ્યાસ શરૂ કર્યા બાદ તેમાં પ્રગતિ સાધવા માટે ચારે બાજુનો પ્રયત્ન ચાલુ રાખવો જરૂરી છે. કોઈ પણ વિષયમાં ઔચિત્યનો ભંગ ન થાય તેવી રીતે સદ્ગણોના અભ્યાસમાં રચ્યાપચ્યા રહેવું જોઈએ. સાધકે બધી પ્રવૃત્તિને એવી રીતે ગોઠવવી કે તે દ્વારા સાહજિક રીતે સગુણ સાધનામાં પુષ્ટિ મળતી રહે જે સગુણોનો અભ્યાસ શરૂ કર્યો હોય તે સદ્ગણોને પુષ્ટ કરે તેવા સાહિત્યનું વાંચન, મનન અને પરિશીલન વધારવું જોઈએ. શરૂ કરેલ સદ્ગણના સંસ્કારને અંતઃકરણમાં વધારે પુષ્ટ કરવા માટે તે વિષયના વિશેષ જાણકારો પાસેથી યુક્તિ, દલીલો અને દૃષ્ટાંતો તથા તેમના સ્વાનુભવો જાણવા માટે નમ્ર બનીને પ્રયાસ કરવા જોઈએ. અનુભવી પુરુષોના સાન્નિધ્યમાં સહજભાવે એક ક્ષણમાં જે મળે છે તે બીજી રીતે વર્ષો સુધીના સેંકડો પ્રયત્નોથી પણ સુલભ થતું નથી. તેથી સદ્દગુણની પ્રાપ્તિમાં સૌથી શ્રેષ્ઠ અને સરળ ઉપાય સગુણી પુરુષોના સાન્નિધ્યમાં જિજ્ઞાસુભાવે વસવું તે છે. તેમને પરતંત્ર થવું. તેમની હિતશિક્ષા પ્રેમપૂર્વક સ્વીકારવી અને યથાશક્તિ અમલમાં પણ મૂકવી. સદ્ગણોની પ્રાપ્તિ અને તેના સંસ્કારોને હૃદયમાં દઢ કરવા માટે આ બધી અનુકૂળ સામગ્રી ગણાય. સર્વ સામગ્રી સહિત વસ્તુ ફળદાયક બને છે. '' અંતે તો જીવનમાં ઉતારેલા સદ્ગુણો જ મનુષ્યને દિવ્ય બનાવે છે. એમ માની નીચે લખેલા કોઈ પણ સદ્ગુણને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવો. મિષ્ટાન્નના માત્ર નામ ગણી જવાથી તેના સ્વાદનો અનુભવ થતો નથી કે પેટ ભરાતું નથી, પણ તેને પેટમાં ઉતારવાથી તેના સ્વાદની ખબર પડે છે. પેટ ભરાય છે અને તૃપ્તિ અનુભવાય છે. સદ્ગણોના વિષયમાં પણ એમ જ છે. સદ્ગણોને માત્ર ગણી જવાથી સદ્ગુણ આવી જતા નથી પણ તેને પ્રયત્નપૂર્વક હૃદય સુધી ઉતારવા પ્રયત્ન કરવાનો હોય છે. હૃદય સુધી ઉતારવા આપણે યોગ્ય પ્રયત્ન કરવાનો છે અને પછી સગુણ પોતે જ આપણું રક્ષણ કરશે. “ધ રક્ષતિ ક્ષતઃ” એ જ વાત સદ્ગણના વિષયમાં સમાન રીતે લાગુ પડે છે. સદ્ગુણો એ ધર્મના જ અલગ અલગ પ્રકારો છે. હૃદયમંદિરમાં તેને પ્રેમપૂર્વક પધરાવવાથી તે જરૂર રક્ષણ કરે છે. સદ્દગુણો અનંત છે. તે બધા લખી શકાય નહિ છતાં કેટલાક સદ્ગુણોના નામ માત્ર અહીં જણાવવામાં આવે છે. પ્રત્યેક સદ્દગુણોનો જો વિસ્તાર કરવામાં આવે તો તેનું એક મોટું પુસ્તક થાય. તેથી અહીં તો જીવનવિકાસમાં ઉપયોગી સદ્ગુણોના માત્ર નામ જ જણાવવામાં આવ્યા છે. ધર્મ અનપેક્ષા • ૫૫ Page #273 -------------------------------------------------------------------------- ________________ સગુણોના નામોઃ ૧. ક્ષમાશીલતા ૨. નમ્રતા ૩. સરળતા ૪. સંતોષવૃત્તિ ૫. અહિંસા ૬. સત્ય ૭. અચૌર્ય ૮. બ્રહ્મચર્ય ૯. અપરિગ્રહ ૧૦. મૈત્રીભાવ ૧૧. પ્રમોદભાવ ૧૨. કરુણાભાવ ૧૩. મધ્યસ્થભાવ ૧૪. શમ ૧૫. સંવેગ ૧૬. નિર્વેદ ૧૭. અનુકંપા ૧૮. આસ્તિક્ય ૧૯, દાનપ્રિયતા ૨૦. શીલસંપન્નતા ૨૧. તપશ્ચર્યા ૨૨. ભાવનાપ્રિયતા ૨૩. જ્ઞાનરસિકતા ૨૪. સમ્યગુ શ્રદ્ધાન ૨૫. ચારિત્રસંપન્નતા (સંયમપ્રિયતા) ૨૬. ધર્ય ૨૭. ધૈર્ય ૨૮. ગાંભીર્ય ૨૯. દાક્ષિણ્ય ૩૦. સૌજન્ય ૩૧. ઔદાર્ય ૩૨. સૌહાર્દ ૩૩. માધુર્ય ૩૪. માર્ગાનુસારિતા ૩૫. ન્યાયપ્રિયતા ૩૬. કૃતજ્ઞતા ૩૭. પરોપકારરસિકતા ૩૮. શિષ્ટાચાર પ્રશંસા (શિષ્ટનો આદર) ૩૯. અવિસંવાદિતા ૪૦. પાપભીરુતા ૪૧. સત્સંગપ્રિયતા ૪૨. ધર્મશ્રવણ રસિકતા ૪૩. સાત્ત્વિકતા ૪૪. ઔચિત્ય વેદિતા ૪૫. અનભિનિવેશિતા ૪૬. ગુણ પક્ષપાતતા ૪૭. વિમૃશ્યકારિતા ૪૮. લોકપ્રિયતા ૪૯. લજ્જાળુતા ૫૦. દયાળુતા ૫૧. વૃદ્ધાનુસારિતા ૫૨. સૌમ્યતા ૫૩. વિશેષજ્ઞતા ૫૪. લબ્ધલક્ષતા ૫૫. દીર્ધદર્શિતા પ૬, અક્રૂરતા ૫૭. અશઠતા ૫૮. મધ્યસ્થતા ૨૫૬ • ધર્મ અનુપ્રેક્ષા Page #274 -------------------------------------------------------------------------- ________________ ૫૯. મધુરભાષિતા ૬૦. પ્રસન્નદષ્ટિતા ૬૧. સારગ્રાહકતા ૬૨. દીનાક્યુદ્ધરણાદર ૬૩. અદીનતા ૬૪. ઓજસ્વિતા ૬૫. પ્રચ્છન્નદાનિતા (ગુપ્તદાન) ૬૬. સદાચારરસિકતા ૬૭. ગુરુજન પૂજકતા (વડીલવર્ગ) ૬૮. સ્વાધ્યાયરસિકતા ૬૯. સહિષ્ણુતા ૭૦. ભાતૃભાવ ૭૧. સહાયતા ૭૨. વિનય ૭૩. વિવેક ૭૪. સ્વાશ્રય ૭૫. નિર્ભયતા ૭૬. નિષ્પક્ષપાતિતા ૭૭. સેવારસિકતા ૭૮. ઉત્તમતા ૭૯. ઇંદ્રિયવિજયતા. ૮૦. પરનિંદાત્યાગ ૮૧. લોકાપવાદભીરતા ૮૨. ભદ્રકપરિણતિ ૮૩. મિતભાષણ ૮૪. કોમલતા ૮૫. પ્રજ્ઞાપનીયતા ૮૬. અક્ષુદ્રતા ૮૭. નિર્ગુણીદયાપરતા ૮૮. ગુરુપરતંત્રતા ૮૯. શ્રીનમસ્કાર મહામંત્ર રટણતા ૯૦. દેવગુરુભક્તિતત્પરતા ૯૧. મિતાહાર ૯૨. મૌનપ્રિયતા ૯૩. નિયમિતતા ૯૪. નિશ્ચયેબલ (પ્રણિધાન) ૯૫. ઉદ્યમશીલતા (સત્કર્તવ્યોમાં) ૯૬. નિખાલસતા ૯૭. સુઘડતા (વ્યવસ્થિતતા) ૯૮. પ્રશાંતતા ૯૯. પવિત્રતા (મન-વાણી અને ક્રિયાની) ૧૦૦. પ્રસન્નતા ૧૦૧. માનવતા ૧૦૨. સહૃદયતા ૧૦૩. નિઃસ્વાર્થતા ૧૦૪. ગુણાનુરાગ ૧૦૫. વાત્સલ્યતા ૧૦૬. ગુણવંતપાતંત્ર્ય ૧૦૭. શ્રદ્ધાળુતા ૧૦૮. શુભધ્યાન રસિકતા ૧૦૯. સંવરપ્રિયતા ૧૧૦. ઉપશમપ્રધાનતા ૧૧૧. ચતુ:શરણગમન ૧૧૨. સુકૃતઅનુમોદન ૧૧૩. દુષ્કૃતગર્તા ૧૧૪. પ્રાયશ્ચિત્ત (પશ્ચાતાપના પરિણામો) ૧૧૫. અધ્યાત્મપ્રિયતા ૧૧૬. ષડાવશ્યકરસિકતા ૧૧૭. યમનિયમાદિયોગાંગપ્રિયતા ૧૧૮. સ્થાનાદિયોગપ્રિયતા ધર્મ અનપેક્ષા • ૨૫૭ Page #275 -------------------------------------------------------------------------- ________________ પ્રિયતા ૧૧૯. પ્રીતિભક્તિ આદિ અનુષ્ઠાનરક્તતા ૧૨૦. ખેદાદિદોષ પરિહારપરાયણતા ૧૨૧. અમૃતાનુષ્ઠાનસદનુષ્ઠાનતત્પરતા ૧૨૨. પ્રણિધાનાદિપૂર્વકશુદ્ધક્રિયાપક્ષપાતિતા ૧૨૩. અદ્વેષાદિ ગુણપ્રિયતા ૧૨૪. પિંડસ્થાદિ ધ્યાનપ્રવિણતા ૧૨૫. પરમતત્ત્વજિજ્ઞાસા ૧૨૬. પરમતત્ત્વચિંતન ૧૨૭. વૈરાગ્ય ૧૨૮. ત્યાગપ્રિયતા ૧૨૯, સમર્પણતા (પરમતત્ત્વોપ્રત્યે) ૧૩૦. અપ્રમત્તતા ૧૩૧. નિઃસ્પૃહતા ૧૩૨. નિર્લેપતા ૧૩૩. ઔદાસિન્યતા ૧૩૪. સમભાવિતા ૧૩૫. નિર્વિકલ્પતા ૧૩૬. સદામગનતા ૧૩૭. સર્વત્ર આત્મસમદર્શિત્વ ૧૩૮. પરમાત્મ સમદર્શિત્વ અહીં સગુણો અને સદ્ગણોને ઉપકાર કરનારા તત્ત્વોનો પણ સંગ્રહ કરી લેવામાં આવ્યો છે. આમાં દર્શાવેલા કોઈ કોઈ સગુણો જો કે સમાન અર્થવાળા લાગે છે. પરંતુ સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારતાં દરેક શબ્દોનો કાંઈક સ્વતંત્ર અર્થ પણ હોય છે. સમભિરૂઢ નયનો એવો મત છે કે શબ્દ ફરે છે એટલે અર્થમાં પણ ફેરફાર થાય છે. એ અપેક્ષાએ દરેક શબ્દમાં કંઈક વિશેષતા પણ રહેલી હોય છે. અહીં એટલી વાત યાદ રાખવાની ખાસ જરૂર છે કે સગુણોને સાનુબંધ બનાવનાર સદ્ગુણ અને સદ્દગુણવાન ઉપરનો પ્રેમ છે. પરમેષ્ઠિઓ સગુણના ભંડાર છે. તેમનામાં અનંત સદ્ગુણો ભર્યા છે : તેમનામાં રહેલા એ સદ્ગણોનું ચિંતન, મનન અને અનુભાવન સદ્ગુણો પ્રત્યે પ્રેમ જગાડવામાં અને સદ્દગુણોની પ્રાપ્તિમાં પ્રબળ નિમિત્તભૂત છે. પ્રીતિપૂર્વકના નિયમિત અભ્યાસથી હૃદયમાં સગુણોના સંસ્કારો ઘણા ઊંડા ઉતરી શકે છે અને તેથી જન્માંતરમાં સગુણોની પ્રાપ્તિ, રુચિ, પાલન અને પાર પામવાપણું સુલભ બને છે. ભિન્ન ભિન્ન રુચિવાળા જીવોને સગુણની સાધનામાં પણ ભિન્ન ભિન્ન રુચિ સ્વાભાવિક હોય છે. સાધક કોઈ પણ વાસ્તવિક સગુણ પ્રત્યે અરુચિભાવ રાખ્યા વિના પોતાને યથારુચિ સદ્ગુણની સાધના દ્વારા પોતાના આત્માનો વિકાસ સાધી શકે તેથી અહીં અનેક સદ્ગુણોના નામો દર્શાવવામાં આવ્યા છે. સૌ કોઈ સગુણોના નિયમિત અભ્યાસ દ્વારા તેના પ્રત્યે પ્રીતિવાળા બની નિર્મળતા પ્રાપ્ત કરી સ્વ-પરનું કલ્યાણ સાધનારા બનો એ જ શુભેચ્છા. ૨૫૮ - ધર્મ અનપેક્ષા Page #276 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય મિત્રાનંદસૂરીશ્વરજી મહારાજાએ ધર્મચક્રમાં આપેલ નવકારમંત્રના લેખો. પ.પૂ. આચાર્યદેવશ્રીમદ્વિજય મિત્રાનંદસૂરીશ્વરજી મહારાજા શ્રીપંચપરમેષ્ઠિ નમસ્કાર પદ્ધતિ મંત્રાધિરાજની ઉપાસના લોકોત્તર ધર્મની પ્રાપ્તિ ધર્મની પ્રાપ્તિ યોગ્યતા સાધકને માર્ગદર્શન આત્મનિરીક્ષણ સાધના પ્રક્રિયા ધર્મ અનુપ્રેક્ષા ૦ ૨૫૯ ૨૬૦ ૨૬૪ ૨૬૮ ૨૭૫ ૨૮૨ ૨૮૭ ૨૯૩ Page #277 -------------------------------------------------------------------------- ________________ શ્રીપંચપરમેષ્ઠિ નમસ્કાર પદ્ધતિ મંત્રાધિરાજની ઉપાસના (પ્રાચીનકાળથી શ્રીસંઘમાં પંચપરમેષ્ટિ ભગવંતના ધ્યાનની પ્રણાલિકા ચાલે છે, પૂર્વના મુનિવરોએ તથા સુશ્રાવકોએ પરમેષ્ટિ ભગવંતોના ધ્યાનને વિકસાવનારા સાહિત્યનું સારા પ્રમાણમાં સર્જન કર્યું છે, તેમાં કેટલાક ટબાઓ મળે છે. જે પૂર્વમુનિઓએ રોજ પરમેષ્ઠિ ભગવંતોના ધ્યાન અને ગુણાનુવાદ માટે બનાવેલી કૃતિઓ છે. એ ટબાઓમાં પરમેષ્ટિ ભગવંતોના સ્વરૂપનું તથા વિશિષ્ટ કોટિના ગુણોનું તાત્ત્વિક દિગ્દર્શન કરાવ્યું છે. તેમ જ ધ્યાનયોગમાં પ્રવેશ માટે પ્રાથમિક માર્ગદર્શન આપ્યું છે. જુની ગુજરાતી ભાષામાં લખાયેલા એ ટબાઓના આધારે આજની ગુર્જર ભાષામાં શ્રીપંચપરમેષ્ઠિ નમસ્કાર પદ્ધતિનું અહીં આલેખન કરવામાં આવ્યું છે. શ્રીનમસ્કાર મહામંત્રના જાપ તથા પરમેષ્ટિ ભગવંતોના–ધ્યાનપૂર્વે આનું વાંચન સાત્ત્વિક સ્ફૂર્તિ આપશે અને જાપ તથા ધ્યાનમાં તન્મયતા લાવશે.) “નમો અરિહંતાણં' મારો નમસ્કાર શ્રીઅરિહંત ભગવંતોને થાઓ. જે અરિહંત ભગવંતો (૧) દાનાંતરાય (૨) લાભાંતરાય (૩) ભોગાંતરાય (૪) ઉપભોગાંતરાય (૫) વીર્યંતરાય (૬) હાસ્ય (૭) રતિ (૮) અરિત (૯) ભય (૧૦) શોક (૧૧) જુગુપ્સા (૧૨) મિથ્યાત્વ (૧૩) અજ્ઞાન (૧૪) અવિરતિ (૧૫) નિદ્રા (૧૬) કામ (૧૭) રાગ (૧૮) દ્વેષ આ અઢારદોષોથી રહિત છે. ચોત્રીસ અતિશય સહિત છે. વાણીના પાંત્રીસ ગુણોથી પરિકલિત છે. (૧) પોતપોતાના દેહથી બારગણું ઊંચુ અશોકવૃક્ષ (૨) કુસુમવૃષ્ટિ (૩) દિવ્યધ્વનિ (૪) ચામર (૫) રત્નજડિતસુવર્ણમય સિંહાસન (૬) સૂર્ય કરતાં અધિક તેજસ્વી ભામંડલ (૭) દેવદુંદુભિ (૮) છત્રત્રય આ આઠમહાપ્રાતિહાર્યથી વિભૂષિત છે. ચોસઠ ઇન્દ્રોથી પૂજિત છે. શાંત-પ્રશાંત અને ઉપશાંત છે. કરુણાના સાગર છે. ગુણરત્નોના ભંડાર છે. પુણ્યના આકર છે. ત્રણે જગતની પીડાને હરવા માટે સમર્થ છે. ત્રણ જગતના નાથ છે. ત્રણ જગતના સ્વામી છે. ત્રણ જગતના ગુરુ છે. ત્રણ જગતના પિતામહ છે. વજ્રઋષભનારાચસંઘયણવાળા છે. સમચતુરસ્ર સંસ્થાનના ધારક અને એક હજાર આઠ લક્ષણોથી લક્ષિત છે. અનુપમરૂપ– ૨૬૦ • ધર્મ અનુપ્રેક્ષા Page #278 -------------------------------------------------------------------------- ________________ અનુપમલાવણ્ય-અનુપમબળ-અનુપમવીર્ય—અનુપમયશ-અનુપમચારિત્ર અને અનંત કેવળજ્ઞાનના ધોરક છે. * વિશ્વના પશુપ્રાયઃ જીવોની રક્ષા માટે મહાગોપ છે. મત્સ્યગલાગલન્યાયે હણાઈ રહેલા જીવો માટે અહિંસા ધર્મના ઉપદેશક હોવાથી મહામારણ છે. દુસ્તર સંસાર સાગરને તરવા અને તારવા માટે મહાનિર્ધામક છે. ભયાનક ભવાટવીનો પાર પામી સુખપૂર્વક મોક્ષ નગર પહોંચવા અને પહોંચાડવા માટે મહાસાર્થવાહ છે. મહાજ્ઞાની, મહાધ્યાની, મહાદાની અને મહામૌની છે. મહાવિરાગી, મહાયોગી, મહાતપસ્વી અને મહાવ્રતી છે. મહાવીર-મહાવીર અને મહાગંભીર છે. ઔચિત્ય, ઔદાર્ય અને ઓજસના ભંડાર છે. અભયદાતાઓમાં શિરોમણિ, સ્યાદ્વાદી, પરાર્થવ્યસની અને કૃતજ્ઞતાગુણના સ્વામી છે. પરિષદો અને ઉપસર્ગોના વિજેતા છે. વિશ્વના સમગ્ર ભાવોના જ્ઞાતા અન દ્રષ્ટા છે શ્રતધર્મની આદિ કરનારા છે. ચતુર્વિધ સંઘરૂપી તીર્થની સ્થાપના કરનારા છે. સ્વયંસંબુદ્ધ છે. " પરોપકારાદિ ગુણો વડે પુરુષોત્તમ છે. શૌર્યાદિ ગુણોથી પુરુષોમાં સિંહ સમાન છે. ભોગ અને કર્મની નિર્લેપતામાં પુંડરિક કમળ સમાન છે. સ્વચક્ર પરચક્રાદિ સાત પ્રકારની ઇતિઓ દૂર કરવા માટે ગંધહસ્તિ સમાન છે. ભવ્ય પ્રાણીરૂપ લોકમાં પોતાના તથાભવ્યત્વાદિથી ઉત્તમ છે. વિશિષ્ટ ભવ્ય લોકોના યોગ અને ક્ષેમ કરવા વડે નાથ છે. વ્યવહાર રાશિમાં આવેલા પ્રાણીઓનું સમ્યગું પ્રરૂપણા વડે હિત કરનારા છે. સંજ્ઞી પ્રાણીઓના હૃદયમાં રહેલા મિથ્યાત્વરૂપ પ્રગાઢ અંધકારને દૂર કરનારા હોવાથી લોકમાં દીપક સમાન છે. વિશિષ્ટ ચૌદ પૂર્વધરોના સૂક્ષ્મ સંદેહને દૂર કરનારા હોવાથી લોકપ્રદ્યોતકર (સૂર્ય) છે. અભય (ધર્ય)ને આપનારા છે. શ્રદ્ધારૂપી ચક્ષુના દાતા છે, કર્મના વિશિષ્ટ ક્ષયોપશમરૂપ માર્ગના દર્શક છે. આંતર શત્રુઓથી પરાભવ પામેલા પ્રાણીઓને શરણ આપનારા છે. બોધીબીજના દાયક છે શ્રુતચારિત્રરૂપ ધર્મનું દાન કરનારા છે. ધર્મના ઉપદેશક છે. ધર્મના નાયક (સ્વામી) છે. ધર્મરથને ચલાવનારા નિષ્ણાત સારથી છે. ધર્મરૂપી ચક્ર (ચતુર્ગતિનાશક)ના ધારક ચક્રવર્તી છે. અસ્મલિત કેવળજ્ઞાન અને દર્શનને ધરનારા છે. સર્વ પ્રકારના ઘાતી કર્મોથી મુક્ત છે. સ્વયં રાગવેષને જીતી જિન બનેલા છે. ઉપદેશ વડે બીજાઓને પણ જિન બનાવનારા છે. સમ્યગ્દર્શનાદિ જહાજ વડે મોહ (સંસાર) સાગરને તરી ગયા છે. બીજાઓને પણ તારનારા છે. પોતે કેવળજ્ઞાન પામી બુદ્ધ બન્યા છે. બીજાઓને પણ મુક્તિ અપાવનારા છે. જેઓનું ધ્યાન મંગળરૂપ છે. જેઓને કરેલો ભાવ નમસ્કાર ભવ્યોના ભવક્ષયને કરે છે. સર્વશ્રેષ્ઠ તીર્થંકર નામકર્મના વિપાકોદયથી પ્રાપ્ત થતી સમવસરણાદિ ઋદ્ધિના જેઓ ધર્મ અનુપ્રેક્ષા • ૨૬૧ Page #279 -------------------------------------------------------------------------- ________________ ભોક્તા છે. શ્રીઅરિહંત ભગવંતો સમવસરણમાં બેસી અગ્લાનપણે ધર્મદેશના આપે છે. જે ક્ષેત્રમાં સમવસરણ રચાય છે તે ક્ષેત્રની ભૂમિમાંથી એક યોજન સુધી ચારે બાજુથી વાયુકુમાર દેવતાઓ કચરો વગેરે સાફ કરી ભૂમિને શુદ્ધ કરે છે. મેઘકુમાર દેવતાઓ સુગંધી જળની વર્ષા કરી ભૂમિની રજને શમાવે છે. છએ ઋતુના અધિષ્ઠાયક દેવો નીચા ડીંટવાળા પાંચવર્ણના સુગંધી કુસુમોની વૃષ્ટિ કરે છે, ત્યારબાદ વાણવ્યંતર દેવતાઓ મણિ, સુવર્ણ અને રત્નોથી સુશોભિત પીઠબંધ (ભૂમિકા) રચે છે. એ પીઠબંધ ઉ૫૨ ભવનપતિ દેવતાઓ સોનાનાં કાંગરાવાળો રૂપાનો બહારનો ત્રીજો ગઢ રચે છે. જ્યોતિષી દેવતાઓ રત્નોના કાંગરાવાળો સુવર્ણમય મધ્યનો બીજો ગઢ રચે છે અને વૈમાનિક દેવો મણિમય કાંગરાવાળા રત્નમય અંદરના પ્રથમ ગઢની રચના કરે છે. પૃથ્વી ઉપ૨થી એક હાથ પહોળા અને એક હાથ ઊંચા દશ હજાર પગથીયાં ચઢીએ ત્યારે બહારનો પ્રથમ ગઢ આવે પછી પચાસ ધનુષ સપાટ ભૂમિવાળો ભાગ ચાલીએ ત્યારે પાંચ હજાર પગથીયાં ચઢવાના આવે ત્યારબાદ બીજો ગઢ આવે. ત્યાં પણ પચાસ ધનુષ સપાટ ભૂમિ ચાલી, પાંચ હજાર પગથીયાં ચઢીએ એટલે ત્રીજો ગઢ આવે ત્યાં પણ એક ગાઉ અને છસો ધનુષ પ્રમાણની સપાટ ભૂમિ હોય છે. તે સપાટ ભૂમિના મધ્ય ભાગમાં ચારે બાજુ ચાર દ્વારવાળી, પ્રત્યેક દ્વારે ‘ત્રણ-ત્રણ પગથીયાંવાળી તેમ જ શ્રીજિનેશ્વરદેવના શરી૨ પ્રમાણ ઊંચાઈવાળી બસો ધનુષ લાંબી, પહોળી, ચોરસ અને પૃથ્વીતલથી ઊંચી મણિપીઠિકા હોય છે. તે તે જિનેશ્વરદેવના શરીરથી બારગણું ઊંચું અને એક યોજનથી કંઈક અધિક વિસ્તારવાળું અશોકવૃક્ષ હોય છે. એના તળે (દેશના દેવાની ભૂમિએ) દેવછંદક હોય છે. તેની ઉપર પાદપીઠથી યુક્ત સ્ફટિક રત્નમય ચાર સિંહાસન હોય છે. ચારે દિશાના એ ચારે સિંહાસનોને પ્રત્યેક ત્રણ ત્રણ છત્રો હોય છે. ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ દિશાના સિંહાસનો ઉ૫૨ વ્યંતરોએ વિપુર્વેલા પ્રભુના ત્રણ પ્રતિબિંબ હોય છે. ચારે દિશામાં સુવર્ણકમલ ઉ૫૨ સ્ફટિક રત્નમય ચાર ધર્મચક્રો હોય છે. ત્રણે ગઢની ચાર બાજુના મળી બાર દ્વાર આગળ ધ્વજ, છત્ર, મકર, અષ્ટમંગળ, પુતળી, પુષ્પમાળા, વેદિકા પૂર્ણકળશ, મણિમય તોરણ, ત્રિક અને ધૂપઘટા આ સર્વ વસ્તુઓ વ્યંતર દેવો વિકુર્વે છે. સમવસરણની બહાર ચારે દિશામાં એક હજાર યોજન પ્રમાણ દંડવાળા નાની નાની ઘંટડીઓ અને ધ્વજાઓથી યુક્ત (૧) ધર્મધ્વજ, (૨) માનધ્વજ, (૩) ગુજધ્વજ, (૪) સિંહધ્વજ નામના ચાર ધ્વજો હોય છે. અહીં તે તે પ્રભુના આત્માંગુલથી ધ્વજ વગેરેનું પ્રમાણ ગણાય છે. શ્રીઅરિહંતો પૂર્વ દિશાના દ્વારેથી પ્રવેશ કરી પ્રદક્ષિણા ૨૬૨ • ધર્મ અનુપ્રેક્ષા Page #280 -------------------------------------------------------------------------- ________________ આપી, પૂર્વ દિશાના સિંહાસન ઉપર બિરાજમાન થાય છે. બંને પગ પાદપીઠ ઉપર સ્થાપે છે અને “નમો તિથ્થસ"ના વચનોચ્ચારપૂર્વક તીર્થને નમસ્કાર કરી કલ્યાણમય ધર્મદેશના ફરમાવે છે. સમવસરણમાં વિદિશાઓને વિષે પર્ષદાઓ બેસે છે. મુનિવરો, વૈમાનિક દેવીઓ અને સાધ્વીઓ એ ત્રણ પર્ષદાઓ પૂર્વ દિશાના દ્વારથી પ્રવેશ કરી અગ્નિ ખૂણામાં બેસે છે. આગળ પહેલા મુનિઓ તેમની પાછળ વૈમાનિક દેવીઓ અને તેમની પાછળ સાધ્વીજીઓની પર્ષદા બેસે છે. ભવનપતિની દેવીઓ, જ્યોતિષીની દેવીઓ અને વ્યંતરની દેવીઓ એ ત્રણ પર્ષદાઓ દક્ષિણ દિશાના દ્વારથી પ્રવેશ કરી નૈઋત્ય ખૂણામાં બેસે છે. I - સોય જેવા થજો, કાતર જેવા નહિ સોય સાંધવાનું કામ કરે છે અને કાતર કાપવાનું કામ કરે છે. બે જુદા હોય તેને સોય એક કરી આપે છે. બે એકમેક હોય–અખંડ હોય તેને કાતર છૂટા પાડે છે. એ પ્રમાણે કેટલાક માણસો સોય જેવા હોય છે. તેઓ એકબીજાને સમજાવીને મેળવી આપે છે–સંપ કરાવી આપે છે. ગમે તેવા વેર-વિરોધ દૂર કરીને એક કરી આપવાનું કામ એવા માણસોને ગમે છે. તેમના વચનો કેટલીક વખત સોયની અણીની માફક શરૂઆતમાં જરા તીખા લાગે પણ પરિણામ ઘણું મીઠું લાગે છે. જ્યારે કેટલાક માણસો કાતર જેવા હોય છે. તેમનું કામ એકબીજાને લડાવી મારવાનું–છૂટા પાડવાનું. એ માણસો બહારથી મોટા જેવા દેખાતા હોય પણ તેમનું કાર્ય ઘણું જ ભયંકર છે. દરજીને ત્યાં સોય ને કાતર બને હોય છે, પણ તેના કાર્યને હિસાબે તે બન્નેને દરજી યોગ્ય સ્થાને રાખે છે. સોયને પાઘડીમાં ભરાવે છેમાથે ચડાવે છે, કારણ કે તે સાંધવાનું સારું કાર્ય કરે છે. કાતરને પગ નીચે દભાવે છે, કારણ કે તે કાપવાનું ખરાબ કામ કરે છે. સોય જેવા થજો પણ કાતર જેવા નહિ, જો સોય જેવા થશો તો ઊંચે સ્થાન મળશે અને કાતર જેવા થશો તો નીચે. - પ. પૂ. પં. શ્રીધુરન્ધરવિજયજી ગણિવર T ધર્મ અનુપ્રેક્ષા • ૨૬૩ Page #281 -------------------------------------------------------------------------- ________________ મંત્રાધિરાજની ઉપાસના (આ લેખમાં મંત્રાધિરાજના સાધકની યોગ્યતા, પ્રતિભા તેમ જ જાપના પ્રકારો અને જાપ સંબંધી ઉપયોગી હકીકતો સરળ ભાષામાં રજૂ કરવામાં આવી છે મંત્રાધિરાજની ઉપાસનામાં ઉપયોગી થશે. સં.) નમસ્કાર મહામંત્ર એ સર્વોપરિમંત્ર છે. જગતભરમાં આ મંત્રથી અધિક પ્રભાવશાળી કોઈ મંત્ર નથી. આ મંત્રની સમ્યગ્ ઉપાસનાથી ઇષ્ટ ફળની અવશ્ય સિદ્ધિ થાય છે, એવી સચોટ શ્રદ્ધાપૂર્વક પંચપરમેષ્ઠિઓ-પ્રત્યે આત્મસમર્પણ કરી શ્રીનમસ્કાર મહામંત્ર જપનારમાં આકર્ષક વ્યક્તિત્વ, આંખોમાં તેજ, વાણીમાં બળ અને ચહેરા પર વિલક્ષણ કાંતિ ઝગમગતી દેખાય છે. સાધક ધીર અને ગંભીર હોઈને આમજનતા ઉપ૨ તેનો સારો પ્રભાવ પડે છે. સંપર્કમાં આવતા લોકો તેનાથી પ્રભાવિત થાય છે, એ તેની આજ્ઞાને આધીન રહીને વર્તે છે અને સન્માર્ગમાં પ્રગતિશીલ બને છે. સાધકને પોતાના અંતરમાં મંત્ર-ચૈતન્યની હાજરી હોય તેવો અનુભવ થાય છે અને કોઈ પ્રકારની અલૌકિક આધ્યાત્મિક શક્તિનો પ્રાદુર્ભાવ થયાનો આંતિરક અનુભવ થાય છે. પાપકાર્યો તરફ તેને તિરસ્કાર છૂટે છે, સત્કાર્ય તરફ આકર્ષણ જામે છે. કોઈ અઘટિત કાર્ય પોતાને હાથે થઈ જાય તો ભારે ખેદ અને પશ્ચાત્તાપ થાય છે. દુઃખમાં દીનતા કે સુખમાં છકેલપણું યા આફતમાં અધીરતા વગેરે નબળાઈઓ સાધકમાંથી નાબૂદ થાય છે. એક વિશિષ્ટ પ્રકારની કુણાશ, કોમળતા, દયાર્દ્રતા તેના હૃદયમાં પ્રગટે છે. ભવિષ્યમાં થનારા બનાવોની પહેલેથી જ મનમાં આગાહી—ભાસ થાય છે. સામા માણસનો ચહેરો જોઈને જ તેના ગુણદોષ જાણી જાય છે. પોતાની સૂક્ષ્મદષ્ટિથી, મંત્રપૂત બુદ્ધિથી બીજાનાં ગુણદોષો, વિચારો, આચરણો પારદ્રષ્ટાની માફક તે જાણી શકે છે. પોતાના પવિત્ર વિચારોનો બીજાના અંતઃકરણમાં સહેલાઈથી પ્રવેશ કરાવી શકે છે. આ મહામંત્રનો સાધક જ્યાં રહે છે ત્યાં આસપાસનું વાતાવરણ ખૂબ શાંત અને સાત્ત્વિક બની જાય છે. તેના સંનિધાનમાં લોકોને પણ શાંતિ-સાત્ત્વિકતા અને પવિત્રતાનો રસ ચાખવા મળે છે. શરી૨માં સ્ફૂર્તિ તેમ જ સુગંધ, મનમાં ઉત્સાહ, સ્વભાવમાં ગંભીરતા વગેરે ચિન્હો સાચા સાધકમાં પ્રગટ્યા વિના રહેતા નથી. જપના પ્રકારો : કમલબંધ-હસ્તજાપ-માળાજાપ વગેરે જાપના પ્રકારો છે. કમલબંધ જાપ :- આ જાપને સર્વોત્તમ કહ્યો છે. આઠ પાંખડીઓવાળા કમળની ૨૬૪૦ ધર્મ અનુપ્રેક્ષા Page #282 -------------------------------------------------------------------------- ________________ (આલેખેલા અથવા હૃદયમાં કલ્પેલા) મધ્યમાં કર્ણિકાના સ્થાને “નમો અરિહંતાણં” એ પ્રથમ પદ ચાર મુખ્ય દિશાઓની ચાર પાંખડીઓમાં ક્રમશઃ નવકારમંત્રનું બીજું ત્રીજુંચોથું. અને પાંચમુ પદ અને વિદિશાઓમાં બાકીના ચાર પદો સ્થાપી કમળબંધ જાપ કરાય છે. શરૂઆતમાં નમસ્કાર મહામંત્રના અક્ષરોમાં ચિત્તને એકાગ્ર બનાવવું જોઈએ. શ્રદ્ધા સદ્ભાવપૂર્વક તન્મયતાથી કમળબંધ જાપ વડે જપેલો એક જ નવકાર એક લાખ નવકારના જાપનું ફળ આપનાર થયા છે. હસ્તજાપ :- નંદાવર્ત, શંખાર્વત વગેરે પ્રકારોથી હસ્તજાપ (કરજાપ) થાય છે. ઇષ્ટકાર્યની સિદ્ધિ, પિશાચાદિ વ્યંતરોના ઉપદ્રવની શાંતિ, ક્લેશ-વિનાશ ઇત્યાદિ ફળો આ હસ્તજાપનાં શાસ્ત્રકારોએ દર્શાવ્યા છે. એની રીત ગુરુગમથી જાણવી. માલાજાપ :- કમળબંધ જાપ કે હસ્તજાપ કરવાની શક્તિના અભાવે સુતર, રત્ન કે સ્ફટિક ઇત્યાદિની માળા પોતાના હૃદયની સમશ્રેણીમાં રાખી જાપ કરવો. પહેરેલા વસ્ત્ર કે પગ સાથે માળાનો સ્પર્શ ન થવા દેવો. અજપાજાપ :- હજારો કે લાખોની સંખ્યામાં મંત્રજાપ થયા પછી જાપ સિવાયના કાર્યો કરતી વેળાએ પણમંત્રાક્ષરોનું અંતરમાં રટન ચાલુ રહે. બહારમાં હોઠ વગેરે ફરકે નહિ તે અજપા જાપ કહેવાય છે. મંત્રજાપનો અભ્યાસ વધી જાય છે, ત્યારે તદાકારતા અનુભવના૨ને આ અજપા જાપ સિદ્ધ થાય છે. ત્રિવિધ જાપ ઃ- (૧) કેવળ મનોવૃત્તિથી ઉત્પન્ન થયેલો અને માત્ર પોતે જાણી શકે તે રીતે થતો પહેલો ‘માનસ જાપ' શાંતિ આદિ ઉત્તમ કાર્યો માટે થાય છે. (૨) વ્યક્ત વર્ણ ન સંભળાય એ રીતે મંત્રાક્ષરો બોલીને જાપ કરવો તે બીજો ‘ઉપાંશુજાપ’ છે. (૩) બીજાઓ સાંભળી શકે તે રીતે કરાતો ત્રીજો ‘ભાષ્યજાપ.’ લિખિત જાપ :- લિખિત જાપ ઘણો જ લાભકારી છે. લિખિત જાપમાં ચિત્ત અવશ્ય એકાગ્ર બને છે. હૃદય પવિત્રતાથી ભરપૂર બને છે. એક જ આસને લાંબો કાળ બેસવાનો અભ્યાસ થાય છે.ઇંદ્રિયો સ્વવશ બને છે. મંત્ર લખવાના સમયે મંત્રોચ્ચારણ કરતાં રહેવું જોઈએ. જપયોગમાં પ્રથમ પ્રવેશકને આ લિખિત જાપ અતિ સહાયક બને છે. જપ અંગે જાણવા લાયક : જપની રીત :- (૧) સ્તોત્ર પ્રાર્થના : જપની પૂર્વે શ્રીજિનેશ્વરદેવની ગંભીર ભાવથી ભરેલી પ્રાર્થના-સ્તવના ક૨વી ધર્મ અનુપ્રેક્ષા • ૨૬૫ Page #283 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક છે. તેનાથી સાધકમાં સાત્ત્વિક ભાવનું ઉદ્દીપન-આવિર્ભાવ થાય છે. (૨) જાપની દિશા : જાપ માટે પૂર્વ યા ઉત્તર દિશા પસંદ કરવી. દિશાનો પણ પ્રભાવ રહેલો છે. જપમાં કલ્પનાતીત સહાયતા દિશા દ્વારા મળે છે. (૩) જાપનો સમય : શ્રીનમસ્કાર મહામંત્ર ગણવા માટે બ્રાહ્મમુહૂર્તનો (સવારે સૂર્યોદય પહેલાં ચાર ઘડી) સમય તથા સાંજે ગોધુલીનો સમય અતિ શ્રેષ્ઠ છે. તે વખતે નવકારનો જાપ કરવો જોઈએ. પ્રાતઃકાળે માણસનું મન કોરા કાગળ જેવું સ્વચ્છ હોય છે. ગોરજનો સમય પણ વ્યગ્રતા વિનાનો હોય છે. તે વખતે ન બની શકે તો પોતાને અનુકૂળ એવા અન્ય સમયે કરવો. રોજ નિયત સમયે જાપ થાય તો જાપમાં સ્વૈર્યએકાગ્રતા શીઘ્રપણે અનુભવી શકાય છે. (૪) જાપનું સ્થળ : જાપ માટે સ્થાન એકાંતવાળું પસંદ કરવું. બીજાઓની અવરજવરવાળા કે ઘોંઘાટવ્યાક્ષેપવાળા સ્થાનમાં ચિત્તનું સ્વૈર્ય રહી શકે નહિ. હંમેશ માટે નિયત સ્થાને જાપ થાય તે ખાસ સાચવવું. વારંવાર સ્થાન બદલવું નહિ. નિયત સ્થાને કરેલો જાપ બહુ લાભદાયી થાય છે. (૫) જાપની મુદ્રા : પદ્માસન વગેરે કોઈ પણ, સુખે બેસી શકાય એવા આસને બેસી જાપ કરવો. કરોડરજ્જુ સીધી રાખવી. દરરોજ નિયત સંખ્યામાં જાપ ચાલુ રાખવો. વચમાં આંતરું ન પડે તે ખાસ લક્ષમાં રાખવું. નિયત સંખ્યામાં જાપ પૂર્ણ કર્યા પછી જ ઉઠવું. બ્રહ્મચર્ય : બ્રહ્મચર્ય તો સદાય હિત કરે છે, પરંતુ જપસાધનાના દિવસોમાં તો તેનું વિશેષ પાલન થવું જોઈએ. વ્યસન ત્યાગ : સાધકે તમામ પ્રકારના માદક પદાર્થો, તમાકુ-પાન-બીડી, છીંકણી વગેરે વ્યસનો અને માદક પદાર્થોનો ત્યાગ કરવો જોઈએ. આ પદાર્થો પરમ આવશ્યક એવી એકાગ્રતાના ઘાતક છે. અંગુલીના અગ્રભાગથી, વ્યગ્નચિત્તથી અને મેરુના ઉલ્લંઘનથી કરેલો જાપ પ્રાયઃ અલ્પફળ આપનારો થાય છે. મૌન વિના, ધ્યાન વિના, ચિત્તના નિરોધ વિના, સ્વસ્થતા વિના કરેલો જાપ ૨૬૬ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #284 -------------------------------------------------------------------------- ________________ જઘન્ય જાપ કહેવાય છે. ઇંદ્રિયોના વિષયોથી મનને ખસેડી લઈને, મંત્રના અર્થમાં તન્મય મંનવાળા બનીને, ઘણી ઉતાવળથી પણ નહિ અને ઘણા વિલંબથી પણ નહિ એમ સરખી રીતે મંત્ર જાપની ક્રિયા કરવી જોઈએ. મંત્ર પંચાંગી : કોઈ પણ મંત્ર હોય તેમાં મંત્રઋષિ, મંત્રછંદ, મંત્રદેવતા, મંત્રવિનિયોગ અને મંત્રન્યાસ આ પાંચ અંગો અવશ્ય હોય છે. આ પાંચ અંગ વિનાના મંત્રને મંત્ર કહી શકાય નહિ. (૧) મંત્ર ઋષિ : નવકાર મંત્રના ઋષિ શ્રીસુધર્માસ્વામી છે કે જેઓએ વર્તમાન શાસનમાં સૂત્રરૂપે મંત્રનો પ્રથમ સાક્ષાત્કાર કર્યો અને બીજાઓને આપ્યો. (૨) મંત્ર છંદ : એક ચૂલિકા તથા પાંચ અધ્યયનાત્મક ગાથાછંદ છે. (૩) મંત્ર દેવતા : અર્હઅરિહંતાદિ પંચપરમેષ્ઠિઓ આરાધ્ય તત્ત્વો છે. (૪) મંત્રવિનિયોગ : (પ્રયોજન) સર્વ પાપોનો મૂળથી નાશ અને મંગળનું આગમન. (૫) મંત્રન્યાસ : અંગન્યાસ વજ્રપંજર સ્તોત્ર, કરન્યાસ, આવર્ત જાપ આદિ. જાપ સાધકના લક્ષણો : (૧) ઉપશાંત ઃ- કષાયોના તાપથી રહિત ચંદન જેવા શીતળ હોય. (૨) એકાગ્રચિત :- બીજા આડા અવળા વિચારો દૂર કરનાર. (૩) સુનિશ્ચિત :- આનાથી મારું ઇષ્ટ સિદ્ધ થશે જ, એવી અટલ શ્રદ્ધાવાળો. (૪) ઉપયુક્ત :- ચાલુ જાપની ક્રિયામાં જ મગ્ન. (૫) અવ્યાક્ષિપ્ત :- ચિત્તની વ્યગ્રતા કે વ્યાકુળતા વિનાનો. (૬) વિરક્ત :- વૈરાગ્યસંપન્ન-સમચિત્ત રતિ અને અતિના હુમલાથી પર બનેલો હોવો જોઈએ. ધર્મ અનુપ્રેક્ષા • ૨૬૭ Page #285 -------------------------------------------------------------------------- ________________ દ્વેષ અને સુખ ઉપરનો રાગ ટળ્યા વિના મોક્ષ થાય નહિ. માટે; ધર્મના અર્થીએ પોતાના દુ:ખ ઉપરનો દ્વેષ અને પોતાના સુખ ઉપરનો રાગ કે જે આર્તધ્યાનનું બીજ છે, તેને ઘસી નાખવા પ્રયત્ન આદરવો જરૂરી છે. પરંતુ એ વૃત્તિ આત્મામાં એટલી ઓતપ્રોત થઈ ગઈ છે કે એને આત્મભૂમિમાંથી ઉખેડી નાંખવી એ ઘણું કપરું કાર્ય છે. પત્થર તળે આવી ગયેલી આંગળી બળથી નહિ પણ કળથી નીકળી શકે છે. બળ વાપરવા જતાં આંગળી જ તૂટી જાય અને કાર્ય સિદ્ધ થાય નહિ, જે કાર્ય બળથી થઈ શકતું નથી, તે કાર્ય કળથી સહેલાઈથી થઈ શકે છે. તેમ અહીં પણ કળથી અર્થાત્ એ વૃત્તિના ઉન્મેલનનો પ્રયત્ન કરવાથી એ કપરું કાર્ય સરળ બનાવી શકાય. ' ઉર્વીકરણનો ઉપાય સ્વાર્થવૃત્તિનું ઉદ્ઘકરણ એટલે “સ્વ'ને ઠેકાણે “સર્વનો વિચાર કરતા થવું તે. સ્વાર્થવૃત્તિ કે જેના ઉપર સર્વ પાપો અને સર્વ અધર્મો નભે છે તેને આત્મામાંથી ઉખેડી નાંખવાનો આ અમોઘ કીમિયો છે. તેથી, મોક્ષની ઇચ્છા પણ કેવળ “સ્વ” માટે નહિ પણ સર્વ માટે કરવાની આજ્ઞા શાસ્ત્રકારોએ કરી છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે યોગશાસ્ત્રમાં રાત્રે જ્યારે નિદ્રા ઉડી જાય ત્યારે શ્રાવકને આ ભાવના કરવા ફરમાવ્યું છે ? दुःस्थां भवस्थिति स्थेम्ना सर्वजीवेषु चिंतयन् । નિસ સુધ્વસ તેäપવા વિમાત્ તે પ્રકાશ ૩, શ્લો. ૧૩૭ “સંસારમાં રહેવું તે સર્વ જીવોને દુઃખરૂપ છે, એમ સ્થિર ચિત્તથી વિચાર કરતાં, સર્વ જીવોને માટે સ્વાભાવિક સુખના સંસર્ગવાળું મોક્ષપદ માગવું.” '' સંસારની ભીષણ યાતનાઓમાં રીબાતા પ્રાણી સમુદાયને દુખાર્ત જોઈને શ્રાવકનું હૈયું, જીવમાત્રને પીડા આપનાર એવા આ સંસાર અને તેના હેતુઓ ઉપરથી ઊડી જાય, અને એ નિર્વેદમાંથી સર્વને માટે મોક્ષના નિરુપમ સુખની માગણી કરવા એ પ્રેરાય છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી ફલિત થતા નિર્વેદ અને સંવેગનું આ લક્ષણ કહી શકાય. જગતના જીવોને દુઃખી જોવા છતાં, એમને માટે કોઈ લાગણી અનુભવ્યા વિના, કેવળ પોતા માટે જ મોક્ષસુખની માગણી સાચો શ્રાવક કરી જ ન શકે. દુઃખીના દુઃખ જોઈને શ્રાવકનું હૈયું તદવસ્થ રહી જ ન શકે. એનું હૈયું અનુકંપાથી સદાય ભીનું હોય. બીજાને દુઃખી જોઈ એ દ્રવી ઊઠે. પોતાની પાસે શક્તિ-સામગ્રી હોય તો એનું દુઃખ દૂર કરવા કંઈક કરે. અનુકંપાશૂન્ય વ્યક્તિ શ્રાવક નથી. અનુકંપા તો શ્રાવક કરતાં નીચેની ભૂમિકાએ ધર્મ અનપેક્ષા • ૨૬૯ Page #286 -------------------------------------------------------------------------- ________________ દ્વેષ અને સુખ ઉપરનો રાગ ટળ્યા વિના મોક્ષ થાય નહિ. માટે ધર્મના અર્થીએ પોતાના દુઃખ ઉપરનો દ્વેષ અને પોતાના સુખ ઉપરનો રાગ કે જે આર્તધ્યાનનું બીજ છે, તેને ઘસી નાખવા પ્રયત્ન આદરવો જરૂરી છે. પરંતુ એ વૃત્તિ આત્મામાં એટલી ઓતપ્રોત થઈ ગઈ છે કે એને આત્મભૂમિમાંથી ઉખેડી નાંખવી એ ઘણું કપરું કાર્ય છે. પત્થર તળે આવી ગયેલી આંગળી બળથી નહિ પણ કળથી નીકળી શકે છે. બળ વાપરવા. જતાં આંગળી જ તૂટી જાય અને કાર્ય સિદ્ધ થાય નહિ, જે કાર્ય બળથી થઈ શકતું નથી, તે કાર્ય કળથી સહેલાઈથી થઈ શકે છે. તેમ અહીં પણ કળથી અર્થાત્ એ વૃત્તિના ઉન્મેલનનો પ્રયત્ન કરવાથી એ કપરું કાર્ય સરળ બનાવી શકાય. - ઉર્વીકરણનો ઉપાય સ્વાર્થવૃત્તિનું ઉર્તીકરણ એટલે “સ્વ”ને ઠેકાણે “સર્વનો વિચાર કરતા થવું તે. સ્વાર્થવૃત્તિ કે જેના ઉપર સર્વ પાપો અને સર્વ અધર્મો નભે છે તેને આત્મામાંથી ઉખેડી નાંખવાનો આ અમોઘ કીમિયો છે. તેથી, મોક્ષની ઇચ્છા પણ કેવળ “સ્વ” માટે નહિ પણ “સર્વ' માટે કરવાની આજ્ઞા શાસ્ત્રકારોએ કરી છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે યોગશાસ્ત્રમાં રાત્રે જ્યારે નિદ્રા ઉડી જાય ત્યારે શ્રાવકને આ ભાવના કરવા ફરમાવ્યું છે ? दुःस्थां भवस्थिति स्थेम्ना सर्वजीवेषु चिंतयन् । નિસ સુસ તેથ્વપવ વિયેત્ . પ્રકાશ ૩, શ્લો. ૧૩૭ સંસારમાં રહેવું તે સર્વ જીવોને દુઃખરૂપ છે, એમ સ્થિર ચિત્તથી વિચાર કરતાં, સર્વ જીવોને માટે સ્વાભાવિક સુખના સંસર્ગવાળું મોક્ષપદ માગવું.” * સંસારની ભીષણ યાતનાઓમાં રીબાતા પ્રાણી સમુદાયને દુખાર્ત જોઈને શ્રાવકનું હૈયું, જીવમાત્રને પીડા આપનાર એવા આ સંસાર અને તેના હેતુઓ ઉપરથી ઊડી જાય, અને એ નિર્વેદમાંથી સર્વને માટે મોક્ષના નિરુપમ સુખની માગણી કરવા એ પ્રેરાય છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી ફલિત થતા નિર્વેદ અને સંવેગનું આ લક્ષણ કહી શકાય. જગતના જીવોને દુઃખી જોવા છતાં, એમને માટે કોઈ લાગણી અનુભવ્યા વિના, કેવળ પોતા માટે જ મોક્ષસુખની માગણી સાચો શ્રાવક કરી જ ન શકે. દુઃખીના દુઃખ જોઈને શ્રાવકનું હૈયું તદવસ્થ રહી જ ન શકે. એનું હૈયું અનુકંપાથી સદાય ભીનું હોય. બીજાને દુઃખી જોઈ એ દ્રવી ઊઠે. પોતાની પાસે શક્તિ-સામગ્રી હોય તો એનું દુઃખ દૂર કરવા કંઈક કરે. અનુકંપાશૂન્ય વ્યક્તિ શ્રાવક નથી. અનુકંપા તો શ્રાવક કરતાં નીચેની ભૂમિકાએ ધર્મ અનુપ્રેક્ષા • ૨૬૯ Page #287 -------------------------------------------------------------------------- ________________ રહેલ સમકિતના પણ લિંગોમાંનું એક છે. અનુકંપા એટલે શું ? શ્રીયોગશાસ્ત્રકાર ભગવંત અનુકંપાની ઓળખાણ આ રીતે કરાવે છે : "दुःखितेषु अपक्षपातेन दुःखप्रहाणेच्छा अनुकंपा । सा च द्रव्यतः शक्तौ सत्यां દુ:સ્વપ્રતિષ્ઠાોળ, માવતઃ આર્દ્ર હૃદ્યત્વેન ।' વિરતિધર બનવા માટે પોતે કોઈને દુઃખ ન આપવું એટલું જ પૂરતું નથી, પણ કોઈનું પણ દુઃખ જોતાં પીગળી ઊઠે એવું હૈયું બની જવું જોઈએ. એવું કોમળ અંતઃકરણ બન્યા પછી જ વિરતિધર્મની વાસ્તવિક પ્રાપ્તિ થઈ શકે. ધર્મનું પ્રથમ પગથિયું દાન કહ્યું છે. કારણ કે એથી એકલપેટાવૃત્તિ ટળે છે અને પોતાને પ્રાપ્ત સુખો અને તેની સામગ્રીમાંથી બીજાને ભાગ આપવાની પ્રવૃત્તિથી ધીમે ધીમે પરાર્થવૃત્તિનું આત્મક્ષેત્રે વાવેતર થાય છે. દાનોમાં પણ અનુકંપાદાન પ્રથમ છે. “માટે ભવ્ય જીવે શક્તિ અનુસાર અનુકંપા સહિત દાન-ધર્મનું પાલન કરવું જોઈએ. એનાથી જ શેષગુણોની પ્રાપ્તિ થાય છે.” અનુકંપા એ ‘સર્વ’ના વિચારનો-પરાર્થનો પ્રારંભ છે. જગતના બીજા દુખાર્દ જીવોને રીબાતા જોઈ તેમને માટે હૈયામાં કરુણાની કોઈ લાગણી ન જાગે અને કેવળ પોતાનું ભવદુઃખ ટળીને પોતાને વહેલું વહેલું મોક્ષનું સુખ મળી જાય એવી સ્વમનઃકલ્પિત ઇચ્છા કરનાર મુમુક્ષુ તત્ત્વતઃ આર્તધ્યાનના વમળમાં જ અટવાઈ રહેલો છે. બીજાનાં દુ:ખ પ્રત્યે લાગણીશૂન્ય હૈયે, કેવળ પોતાનું જ દુઃખ ટાળવાની ઇચ્છામાંથી થતી પ્રવૃત્તિને આપણે ભલે અહિંસા, ક્ષમા, તપ, જપ કે સંયમના નામથી ઓળખીએ તો પણ પરમાર્થથી તો એ આર્તધ્યાન જ રહે છે. પરના જરાપણ વિચાર વિના કેવળ સ્વના વિચારમાંથી—કોરા સ્વાર્થમાંથી ઉદ્ભવેલ એ પ્રવૃત્તિનો બાહ્ય દેખાવ ભલે ધર્મનો હોય પણ એથી આપણે આપણા ક્ષુદ્ર અતિમર્યાદિત અહંની જ ઉપ્રાસના કરીએ છીએ. પરમાર્થથી ધર્મ “ભવિષ્યમાં મને દુ:ખ ન મળે માટે અહિંસા પાળું.” એ રીતે, વિપાકની કે ભાવિ નુકશાનની વિચારણાથી પાળેલી અહિંસા એ પરમાર્થથી ધર્મ નથી. ધર્મ પરાર્થભાવમાંથી જન્મે છે. રસ્તે જતાં, કીડી ઉપર પગ ન આવે એવી કાળજીની પાછળ આશય શો છે, એના ઉ૫૨ જ પરમાર્થથી એ ધર્મ છે કે નહિ એનો વિભાગ કરી શકાય. “જો કીડી ઉપર પગ આવી જાય તો એને દુઃખ થાય—જેમ મને દુઃખ થાય છે તેમ, માટે ૧. ‘‘ધર્મીસ્સારૂપમિાં નન્દા સીાં મસ્ત પનંતે ।' - દાનવિંશિકા ગા. ૧૯ " तम्हा सत्तऽणुरूवं अणुकंपा संगण्ण भव्वेणं । अणुचिट्ठियव्वमेयं इत्तोच्चिय सेसगुणसिद्धी ॥" ૨૭૦૦ ધર્મ અનુપ્રેક્ષા દાનવિંશિકા ગા. ૨૦ - Page #288 -------------------------------------------------------------------------- ________________ એને દુઃખ ન થાય એટલા માટે મારે ઈર્યાસમિતિ સાચવવી.” એ વિચારમાંથી જન્મેલી, કીડી ઉપર પગ ન આવે એની કાળજી એ ધર્મ છે. કારણ કે એમાં પરાર્થવૃત્તિ રહેલી છે. પરંતુ “કીડી મરી જાય તો મને કર્મબંધ થશે અને તેથી ભવિષ્યમાં મને દુઃખ મળશે. માટે મને ભવિષ્યમાં એ નિમિત્તક દુઃખ ન આવે માટે “ઇર્યાસમિતિ' પાળું.” આ વિચારમાંથી જન્મેલ કીડીને બચાવવાની કાળજી એ પરમાર્થથી ધર્મ નથી. કીડી ન મરે એની કાળજી બંને ઠેકાણે સરખી હોવા છતાં, જ્યાં પરાર્થથી–સનસત્ત્વહિતાશયથી નહિ પણ ભાવિ સ્વદુઃખ ટાળવા માટે, એ કાળજી રખાય છે ત્યાં એ પરમાર્થથી ધર્મ નથી. આર્તધ્યાનના પહેલા પાયામાં એનો સમાવેશ છે“મનોજ્ઞાન સંપ્રયોજે તત્ વિપ્રયોજાયસ્મૃતિસમન્વીહાર: ” - તત્ત્વાર્થ અ. ૯૩૧ વર્તમાન અનિષ્ટવિયોગની ચિંતા એ જેમ આર્તધ્યાન છે તેમ ભાવિ અનિષ્ટ વિયોગની ચિંતા એ પણ આર્તધ્યાન જ છે. ટૂંકમાં, સંતત્ત્વિહિતાશયની – પરાર્થનાવિચારમાંથી જન્મતી પ્રવૃત્તિ જ ધર્મ છે, એ વિચાર વિના–કેવળ પોતાનું જ ભાવિ દુઃખ ટાળવાના વિચારમાંથી જન્મતી પ્રવૃત્તિ અહિંસા, ક્ષમા, તપ, જપ, સંયમ વગેરે ગમે તે સ્વરૂપે હોય તો પણ તે પરમાર્થથી ધર્મ નથી. ધર્મના પાંચ પ્રકાર : પ્રથમ નજરે કદાચ આ વાત ચોંકાવનારી લાગશે. પરંતુ ઉપા. શ્રીયશોવિજયજી મહારાજનું નીચેનું વચન વિચારતાં આ વાત સ્પષ્ટ થઈ જશે : “લૌકિક લોકોત્તર ક્ષમા, દુવિધ કહી ભગવંત, તેહમાં લોકોત્તર ક્ષમા, પ્રથમ ધર્મ છે તંત. ૨. ઉપકારે અપકારથી, લૌકિક વળી વિવાગ, બહુ અતિચારતીરી ક્ષમા, નહિ સંયમને લાગ. ૫ મદ્દવ અજવ મુત્તિ તવ, પંચભેદ એમ જાણે, ત્યાં પણ ભાવ નિયંઠને, ચરમભેદ પ્રમાણ.” ૭—યતિધર્મ બત્રીશી કોઈ પણ ધર્મ પ્રવૃત્તિ–નમ્રતા, સરળતા, સંતોષાદિના ઉપરોક્ત પાંચ પ્રકાર પડી જાય છે. દા.ત. ક્ષમા લઈએ, તો નીચે મુજબ એના પાંચ વિભાગ પડે : ' (૧) ઉપકાર ક્ષમા એટલે “અમુકે મારા ઉપર ઉપકાર કરેલો છે માટે મારાથી એની સામે ન બોલાય” એમ વિચારીને, અથવા આ પ્રસંગે ક્ષમા રાખવાથી લાભ છે, એમ સમજીને ક્ષમા રાખવી તે. | (૨) અપકાર ક્ષમા એટલે “જો હું શાંત નહિ રહું તો સામી વ્યક્તિ મારી અપકારી બની જશે - બળવાન આદિ હોવાના કારણે)” એમ વિચારીને રખાતી ક્ષમા. (૩) વિપાક ક્ષમા એટલે “ક્ષમા ન રાખું તો એથી થતા કર્મબંધથી નરકાદિ . ભવોમાં કેવાં કડવાં ફળ ભોગવવાં પડે !” એ ભયથી, કે મનુષ્યભવમાં જ એથી પ્રાપ્ત ધર્મ અનપેક્ષા • ૨૭૧ Page #289 -------------------------------------------------------------------------- ________________ થતા અનર્થોના ભયથી રખાતી ક્ષમા.૧ (૪) વચન ક્ષમા એટલે આગમવાક્યોના સ્મરણથી—“શ્રીજિનેશ્વરદેવે કહ્યું છે માટે મારે ક્ષમા રાખવી જોઈએ,” એમ વિચારીને રાખવી તે. (૫) ધર્મોત્તરા ક્ષમા—વચન ક્ષમાના ચીરકાળના અભ્યાસથી સ્વભાવગત બની ગયેલ ક્ષમા. આ ક્ષમા મહાત્માઓમાં ચંદનગંધન્યાયે એકમેક થઈ ગઈ હોય છે. જેમ ચંદનને કાપો કે બાળો તો પણ તે સુગંધ જ આપે છે, તેમ કોઈ મારે કે કાપે તો પણ, સહજપણે એનો ઉપકાર થાય એ રીતે વર્તવાનો મહાત્માઓનો સ્વભાવ જ બની ગયો હોય છે. એ સ્વભાવરૂપ બની ગયેલ ક્ષમા તે ધર્મોત્તરા ક્ષમા. આમાંની પ્રથમની ત્રણ ક્ષમા લૌકિક કહી છે અને છેલ્લી બે લોકોત્તર કહી છે, ધર્મની શરૂઆત લોકોત્તર ક્ષમાથી જ થાય છે—“...લોકોત્તર ક્ષમા પ્રથમ ધર્મ છે તંત.” જ્યારે ઉપકારાદિ પ્રથમની ત્રણ લૌકિક ક્ષમામાં વાસ્તવિક—મુક્તિપ્રદાયક ધર્મ નથી. ઉપા. શ્રીયશોવિજયજી મહારાજનાં ઉપરોક્ત વચનો વિચારતાં આ સ્પષ્ટ સમજાશે. લૌકિક ધર્મ પૂર્વધરોના નિકટના સમયમાં થયેલા હોવાથી પૂર્વેના જ્ઞાનનાં રહસ્યોનું પાન કરવાનું સદ્ભાગ્ય જેમને પ્રાપ્ત થયેલું, અને પૂર્વેના રહસ્યભૂત એ જ્ઞાનને પચાવીને ભાવિ પ્રજાના હિત માટે ૧૪૪૪ ગ્રંથોનું નવનિર્માણ કરનાર સુરિપુરંદર શ્રીહરિભદ્રસૂરિ મહારાજ પણ ‘વિંશતિ વિંશિકા” નામના પ્રકરણમાં ફરમાવે છે કે— “उवगारवगारि विवाग वयण धम्मुत्तरा भवे खंती । ''' साविक्खं आदितिगं लोगिंगमियरंदुगं जइणो ॥" “ઉપકાર ક્ષમા, અપકાર ક્ષમા, વિપાક ક્ષમા, વચન ક્ષમા અને ધર્મોત્તરા ક્ષમા, એમ પાંચ પ્રકારે ક્ષમા છે, એમાંની પ્રથમ ત્રણ ક્ષમા સાપેક્ષ છે અને લૌકિક છે, છેલ્લી બે નિરપેક્ષ અને લોકોત્તર છે, તે બે ક્ષમા યતિને હોય.” - યતિધર્મ વિંશિકા ગા. ૩ ચરમક્ષમાદ્વિક નિરપેક્ષ છે—–નિષ્કામ છે, તેમાં ફળ ઉપર નજર નથી. પ્રથમની ત્રણ ક્ષમામાં ફળ ઉપર દૃષ્ટિ છે માટે તેને સાપેક્ષ અને લૌકિક કહી. આમ દેખીતી પ્રવૃત્તિ ક્ષમાની હોવા છતાં તે લોકોત્તર ધર્મરૂપ નથી. એવી જ રીતે આર્જવ, માર્દવ અને મુક્તિ પણ પાંચ-પાંચ ભેદે છે. તેમાં પણ પૂર્વોક્ત ન્યાયથી યતિને છેલ્લા બે પ્રકાર હોય.૨ १. “कर्मफलविपाकं नरकादिगतममनुपश्यतो दुःखभीरुतया मनुष्यभव एव वाऽनर्थपरम्परामालोचयतो विपाकदर्शनपुरस्सरा विपाकक्षान्तिः ।" ષોડશક ૧૦, ગાથા ૧૦, ટીકા ૯ - ૨. एमेवऽहवमज्जवमुत्तीओ हुंति पंचभेयाओ । पुव्वोइयनाण्णं जइणो इत्थंपि चरमदुगं ॥ ૨૭૨ • ધર્મ અનુપ્રેક્ષા Page #290 -------------------------------------------------------------------------- ________________ આ ઉપરથી એ વિચાર સ્થિર થઈ જવો જોઈએ કે કર્મ વિપાકના ચિંતનથીઅર્થાત “અમુક રીતે વર્તવાથી પોતાને કર્મબંધ થઈ ભાવિમાં દુઃખ મળશે, એ દુઃખ પોતાને ન મળે માટે એ રીતે ન વર્તવું, અને દુઃખ ટળીને પોતાને સુખ મળે એ રીતે વર્તવું.” આ વિચારમાંથી થતો નિવૃત્તિ કે પ્રવૃત્તિરૂપ ધર્મ, એ લૌકિક ધર્મ છે, લોકોત્તર ધર્મ નથી. જ્યાં કેવળ સ્વના સુખ-દુઃખની ચિંતા છે ત્યાં હજી દેહભાવ જ છે, આત્માનો વિચાર વાસ્તવિક ઉગ્યો જ નથી. નિર્મળચિત્તમાં આત્માનું પ્રતિબિંબ ચિત્ત નિર્મળ અને સાત્વિક બન્યા પછી જ તેમાં આત્માનું પ્રતિબિંબ પડવા માંડે છે અને આપણને અનુભવયુક્ત ખાતરી થવા માંડે છે કે આપણે શરીરથી-મનથી અલગ છીએ, અને તેના સાક્ષી–નિયંતા છીએ. | ચિત્તમાં આત્માનો પ્રકાશ પડવા માંડે પછી તે વ્યક્તિ કેવળ પોતાના જ સુખની પરિતૃપ્તિમાં નિમગ્ન રહી બીજા જીવો પ્રત્યે તદ્દન ઉદાસીન રહી શકતી નથી. જીવજગત પ્રત્યે ઉદાસીનતા અને જડજગત પ્રત્યે પ્રીતિ–આકર્ષણ, એ મોહની પ્રબળતા સૂચવે છે. મોહનું આવરણ ગાઢ હોય ત્યારે જ પોતાના સજાતીય આત્માઓ પ્રત્યે તદ્દન ઉદાસીન રહી શકાય. વિદેશમાં રહેતા બે હિન્દીઓને પરસ્પર સહાનુભૂતિની લાગણી સહજ જન્મે છે. સંસાર એ આત્મદ્રવ્ય માટે વિદેશ છે, એનો સ્વ-દેશ મુક્તિપુરી છે. પોતાના જેવા જ સમૃદ્ધિમાન પોતાના સજાતીય બીજા આત્માને એ વિદેશમાં ધનમાલ (આનંદ, જ્ઞાનાદિ અનંત ઐશ્વર્ય) હીન ખુવાર થયેલ દુઃખી સ્થિતિમાં જોઈને પણ જેના અંતરનો એક પણ તાર ન હાલે એવી કઠોર વ્યક્તિને કેવી ગણવી ? લોકોત્તર ધર્મ ધર્મની વાત તો દૂર રહી, ધર્મ માટેની યોગ્યતા પણ આત્મામાં ત્યારે જ આવે છે જ્યારે એનામાં બીજા જીવો માટે કંઈક પણ વિચાર જાગે છે. પોતાના સજાતીય આત્મતત્ત્વની ઉપેક્ષા એ મોટો આશ્રવ છે. તે મોટા આશ્રવનો ત્યાગ ન થાય ત્યાં સુધી હિંસાદિ બીજા આશ્રયોને છોડવાનો પ્રયાસ ચાલુ હોય તો પણ લોકોત્તર ધર્મનો પ્રારંભ થઈ શકતો નથી. સમગ્ર પ્રવચનના સારભૂત શ્રીમહાનિશીથ સૂત્રે આ ચેતવણી સ્પષ્ટ રીતે ઉચ્ચારી ૧. આ માટેના શાસ્ત્રોક્ત પ્રમાણોની વિચારણા આ લેખમાં અન્યત્ર કરી છે. ધર્મ અનુપ્રેક્ષા • ૨૭૩ Page #291 -------------------------------------------------------------------------- ________________ છે. ‘“ોયમા ! પઢમં નાળ તો વ્યા, ત્યા ય સવ્વજ્ઞાનીવાળમૂયસત્તાનું અત્તસમરિસિત્ત, सव्वजगजीवपाणभूयसत्ताणं अत्तसमदंसणाओ य तेसिं चेव संघट्टणपरियावणकिलावणोद्धावणाइदुक्खुप्पायण भय विवज्जणं, तओ अणासवो.... ।" “હે ગૌતમ ! પ્રથમ (આત્મ)જ્ઞાન થાય પછી દયા આવે છે અને દયાથી જગતના સર્વ જીવ-પ્રાણી-ભૂત અને સત્ત્વો પ્રત્યે આત્મસમદર્શિપણું આવે છે અને જગતના સર્વ જીવ-પ્રાણી-ભૂત અને સત્ત્વો પ્રત્યે આત્મસમર્દષ્ટિ થવાથી તેમને સંઘટ્ટાદિથી દુ:ખ ઉપજાવનાર કે ભય પમાડનાર પ્રવૃત્તિનો તે આત્મા ત્યાગ કરે છે, તેથી અનાશ્રવ થાય....' ,, શ્રી મહાનિશીથ સૂત્ર. એ આત્મજ્ઞાન થવાથી સર્વજીવો પ્રત્યે આત્મતુલ્ય દૃષ્ટિ જાગે છે. આત્મતુલ્યદૃષ્ટિથી પ્રેરાઈને, નહિ કે કેવળ સ્વ-સુખની કામનાથી પ્રેરાઈને, જીવ જ્યારે અહિંસાદિનું પાલન કરે ત્યારે કર્મબંધ અટકે છે. એ કારણે શ્રીદશવૈકાલિકસૂત્રના ચોથા અધ્યયનમાં કહ્યું છે કે : " सव्वभूअप्पभूयस्य सम्मं भूयाइ पासओ । पिहिआसवस्स दंतस्स पावं कम्मं न बंधइ ॥ " “સર્વ જીવોને આત્મતુલ્ય જાણે, જુએ, સંયમ પાળે તેને પામકર્મ ન બંધાય.” અનુભવી ઝવેરી ઉકરડા ઉપર પણ પડેલ રત્નને આવકારે છે, તેમ આત્મતત્ત્વનું જ્ઞાન થયા પછી તે મહાત્મા ચેતનાશક્તિને ગમે ત્યાં પડેલ—કીટ-પશુની તુચ્છ કાયામાં, ચંડાળના ઘરમાં, કે ચોર અને ખૂની તરીકે કેદની કોટડીમાં પણ દેખે તોયે એની અવહેલના કે અવગણનાની બુદ્ધિ તેને ન જાગે, તેના અંતઃકરણમાં એના પ્રત્યે પણ આદરની–સહાનુભૂતિની લાગણી જ જન્મે છે. શાસ્ત્ર અને સાચા આરાધકોનો અનુભવ આ વાતની શાખ પૂરે છે. વર્તમાન કાળે પણ જે વિરલ આરાધકો આત્મજ્ઞાન મેળવી શક્યા છે તેમનો અનુભવ આવો જ છે. જીવ જ્યારે, જડ પ્રત્યેનો પ્રેમ અને આત્મદ્રવ્ય પ્રત્યેની ઉદાસીનતા ઓછી ક૨વા માંડે છે ત્યારે જ તે ધર્મસન્મુખ બને છે. ૨૭૪ • ધર્મ અનુપ્રેક્ષા Page #292 -------------------------------------------------------------------------- ________________ ધર્મ પ્રાપ્તિની યોગ્યતા (આ લેખમાં ધર્મપ્રાપ્તિની યોગ્યતા, ધર્મનો પ્રારંભ, ધર્મનો માપદંડ, ધર્મનું ધ્યેય એ વગેરે અગત્યના ઉપકારક મુદ્દાઓને શાસ્ત્રકાર ભગવંતોની આજ્ઞાના પ્રકાશમાં સ્પષ્ટ કરવામાં આવ્યા છે. સં.) કોઈ પણ ધર્મપ્રવૃત્તિ પરાર્થભાવ–“સકલ-સત્ત્વ હિતાશય”થી પ્રેરાઈને નહિ, પણ કેવળ ભાવિ સ્વદુઃખ ટાળવા માટે એટલે કે સ્વાર્થથી પ્રેરાઈને કરવામાં આવે તો તે પરમાર્થથી ધર્મ નથી. આટલી વાત આપણે ગયા વખતે વિચારી ગયા. હવે આગળ જોઈએ. શાસ્ત્ર પ્રમાણે ધર્મ પ્રાપ્તિની યોગ્યતા કેળવવા શાસ્ત્રકારો જે ઉપાયો બતાવે છે તેનું આપણે પરિશીલન કરીએ તો આ વાત તેમાં તરી આવે છે : ૧. શ્રીયોગબિંદુ ગ્રન્થમાં યોગની પૂર્વ સેવા અર્થાત્ યોગ માટેની પૂર્વ તૈયારી બતાવી છે. તેમાં ગુરુદેવાદિપૂજન, દાન અને દીનાભ્યદ્ધરણ, દાક્ષિણ્યાદિ ગુણો કહ્યા છે, ગુરુ-દેવાદિપૂજનમાં માતા-પિતાદિ વડીલવર્ગની સેવા-ભક્તિનું, દાનમાં પાત્રને અને દીનાદિ (સકલ પુરુષાર્થમાં ક્ષીણ શક્તિવાળા, આંધળા, સત્પુરુષોની દયાના સ્થાનભૂત કોઢાદિ રોગવાળા, દરિદ્રિ—નિર્વાહના કારણભૂત વ્યાપારો ક૨વામાં અસમર્થ)ને અન્ન, વસ્ત્ર, ઔષધ વગેરે તેમની જરૂરીયાતોના દાનનું, દીનાભ્યદ્વરણમાં દીન-અનાથને ઉપકાર થાય તેવા પ્રયત્ન કરવાનું અને દાક્ષિણ્યમાં સ્વભાવથી જ પર કાર્યમાં સહભાગી બનવાનું.૧ સૂચન કર્યું છે. ૨. વિંશતિ વિંશિકા ગ્રંથના પ્રારંભમાં જ તત્ત્વપ્રાપ્તિના ઉપાયો બતાવતાં અને ચરમાવર્તની ઓળખાણ આપતાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજ કહે છે કે, मज्झत्थयाइ नियमा, सुबुद्धिजोएण अत्थियाए य । नज्जइ तत्तविसेसो, न अन्नहा इत्थ जइयव्वं ॥१८॥ गुणगुरुसेवा, सम्मं विणओ तेसिं तदत्थकरणं च । साहूणमणाहाण य सत्तणुरुवं निओगेणं ॥१९॥ ૧. દાક્ષિણ્યની ઓળખ ‘ષોડશ' આ રીતે કરાવે છે : “દક્ષિળ્યું પત્યેપિ યોાપરઃ શુમાશયો જ્ઞેયઃ ।"- બીજાના કામમાં પણ ઉત્સાહવાળો અધ્યવસાય. ? ધર્મ અનુપ્રેક્ષા ૦ ૨૭૫ - Page #293 -------------------------------------------------------------------------- ________________ भव्वस्स चरमपरियट्टवत्तिणो परं एयं । एसोऽविय लक्खिज्जइ भवविरहफलो इमेणं तु ॥२०॥ મધ્યસ્થતા, સદ્બુદ્ધિનો યોગ અને અર્થિતા વડે અવસ્થ તત્ત્વવિશેષનું જ્ઞાન થાય છે. આ ત્રણ ગુણ વિના તત્ત્વજ્ઞાન થતું નથી. માટે આ (ગુણો સહિત આગમના પરિશીલન)માં પ્રયત્ન કરવો જોઈએ. સાથે સાથે ગુણી પુરુષોની સેવા, તેમનો વિનય, તેમની આજ્ઞાનું પાલન અને શક્તિ મુજબ સાધુ અને અનાથ જનોની સેવા પણ અવસ્થ જોઈએ. ચરમપરાવર્તમાં રહેલા ભવ્યમાં આ ગુણો ખીલેલા હોય છે અને ભવનો અંત જેનું ફળ છે એવો ચરમાવર્ત પણ આ ગુણોથી કળી શકાય છે. ૩. જીવ જયારે ચરમાવર્તિમાં આવે છે અને તેનો ભાવમળ ક્ષીણ થાય છે, ત્યારની એની સ્થિતિનું વર્ણન કરતાં “યોગદષ્ટિ સમુચ્ચય”માં ગ્રંથકાર કહે છે કે “ટુ વિષ ચિત્તવો ગુણવત્યું 2 ! રિયાસેવનું વૈવ, સર્વત્રવાવિશેષતઃ ” ગ્લો. ૩૨ “દુઃખી માત્ર પ્રત્યે અત્યંત દયા, ગુણવાન પ્રત્યે અદ્વેષ અને સર્વત્ર ઉચિત પ્રવૃત્તિનું આસેવન” એ જીવ કરે છે. - ધર્મ પ્રાપ્તિ માટે જે સામાન્ય સદ્ગુણોની મૂડી જોઈએ તેનો ખ્યાલ જ્ઞાનીઓ ઉપરોક્ત વચનોમાં આપી દે છે. ગુણી, ઉપકારી અને દીન-દુઃખીની સેવા-ભક્તિ અને સહાયતા-ઓછામાં ઓછો આટલો પરાર્થ જીવનમાં આવ્યા વિના ધર્મ પ્રાપ્તિની યોગ્યતા પણ નથી આવતી– ધર્મપ્રાપ્તિ માટે આ Qualification યોગ્યતા જોઈએ જ, આ હકીકત ઉપરોક્ત શાસ્ત્રવચનોથી દીવા જેવી સ્પષ્ટ થઈ જાય છે. ધર્મનો પ્રારંભ માર્ગાનુસારી આત્માના ગુણોમાં પ્રથમ ગુણ ન્યાયસંપન્નવૈભવ કહ્યો છે. એમાં પણ પરના વિચારની–પરાર્થભાવની કેળવણી છે. આત્મવિકાસની એ પ્રારંભિક ભૂમિકામાં બીજા જીવને પોતે સુખ ન આપી શકે એ બને, પરંતુ “બીજાને જે સુખ કે સુખની સામગ્રી મળેલી છે. એનાથી એમને પોતાના સ્વાર્થવશ વંચિત તો ન જ કરવા એટલા પરાર્થની ખીલવટનો અને સ્વાર્થવૃત્તિને અંકુશમાં લેવાનો આ પ્રારંભિક અભ્યાસ છે. જેટલા પ્રમાણમાં સ્વાર્થપરાયણતા વધારે તેટલા પ્રમાણમાં અનીતિમત્તા પણ વધારે, ૨૭૬ • ધર્મ અનુપ્રેક્ષા Page #294 -------------------------------------------------------------------------- ________________ નિઃસ્વાર્થતા અને નીતિમત્તા આ પર્યાય શબ્દો છે. આમ, ધર્મનો પ્રારંભ પરાર્થભાવના બીજથી થાય છે અને ધર્મની પૂર્ણતા પણ પરાર્થની સિદ્ધિ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. "दशसंज्ञाविष्कंभणयोगे सत्यविकलं ह्यदो भवति । પતિનિરતસ્ય સવા ગંભીરોવરમાવસ્ય ।'' ષોડશક ૫, ગા. ૧૦. “શ સંજ્ઞાઓના નિરોધથી કે નિરોધના ઉત્સાહથી સદા પરહિતમાં રત રહેનાર, ગંભીર અને ઉદાર વ્યક્તિનું સદનુષ્ઠાન પરિપૂર્ણ બને છે.” એટલે કે સ્વાર્થપરાયણ વ્યક્તિો દશ સંજ્ઞાઓના નિરોધનો પ્રયત્ન સફળ નથી બની શકતો, કારણ કે જ્યાં સુધી મનમાં સ્વાર્થવૃત્તિ છે, ત્યાં સુધી તેમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરે અધમ વૃત્તિઓનું અસ્તિત્વ હોય જ. સુખેથ્થુ, સંકુચિત અને સ્વાર્થી મન ઇંદ્રિયોની દોરવણી સ્વીકારી આખરે આત્માને વાસનાના કીચડમાં જ ખેંચી જાય છે, નિષ્કામ સેવા, દાન અને પ્રેમના અભ્યાસપૂર્વકની આરાધનાથી જ આધ્યાત્મિક ઉન્નતિ સાધી શકાય છે. આ વિચાર મનમાં સંસ્થિર થવો જોઈએ. ધર્મનો માપદંડ હવે, પ્રશ્ન થશે કે “હિંસાદિ પાપો કરવાથી નરકાદિ દુર્ગતિ પ્રાપ્ત થાય છે.” એ રીતે વિપાકનું દર્શન શાસ્ત્રકારો ઠેર ઠેર કરાવે છે અને એ રીતે વિપાકદર્શન કરાવી જીવોને એ પાપો કરતા વાળી લેવાનો તેમનો આશય જણાય છે, એનું શું ? સમાધાન : જગતના જીવો જ્યારે ધર્મના પરિચયમાં આવે છે ત્યારે પ્રારંભકાળમાં તો તેમાંનો મોટો ભાગ “સ્વ”માં જ પૂરાયેલો હોય છે. તે પ્રારંભિક અવસ્થામાં એમને બીજાનું શું થાય છે એની પડી નથી હોતી, પણ મારું દુ:ખ કોઈ રીતે ટળે છે ? મને સુખ આપનાર કોઈ પ્રવૃત્તિ કે જીવનપદ્ધતિ છે ?” એ વિચારમાં તેઓ ગળાડૂબ હોય છે. એ અવસ્થામાં તેઓ ‘સ્વ'ને સ્પર્શતી વાત પ્રત્યે જ ખેંચાય એ સ્વાભાવિક હોવાથી, પરમ કરુણાળુ જ્ઞાનીઓ સ્વાર્થમાં પૂરાયેલા એવા જીવોનું પણ હિત કરવાની બુદ્ધિથી પ્રારંભ કાળમાં એમને પાપાચરણના વિપાકનું દર્શન કરાવી પહેલાં એમને પાપપ્રવૃત્તિમાંથી બહાર કાઢે છે. તીવ્ર સંક્લેશવાળા જીવોને મંદ સંકલેશવાળા કરવાનો એમનો એ પ્રારંભિક પ્રયાસ છે. એ રીતે સદ્વ્યવહારમાં જોડીને એ જીવોને પ્રથમ લઘુકર્મી બનાવવાનો જ્ઞાનીઓનો આશય છે. જેથી વૃત્તિઓની શુદ્ધિ-અશુદ્ધિ સમજવા માટે તેઓ યોગ્ય બને. પરમાર્થિક ધર્મ તો વૃત્તિની સુધારણામાં છે, નહિ કે માત્ર પ્રવૃત્તિની ફેરબદલીમાં. ધર્મ અનુપ્રેક્ષા ૦ ૨૭૭ Page #295 -------------------------------------------------------------------------- ________________ ધર્મની વ્યાખ્યા કરતાં યોગવિંશિકાની ટીકામાં પૂ. ઉપા. શ્રીયશોવિજયજી મહારાજ કહે છે કે, “ધતાવા મિત્ર વિમેન પુષ્ટિ શુદ્ધિમન્વિમેવ ” રાગાદિ મળનો હ્રાસ થવાથી પુષ્ટ અને નિર્મળ બનેલું ચિત્ત એ ધર્મ છે.” નિર્મળ ચિત્ એ ધર્મ છે અને ચિત્તને મલીન કરનાર રાગ-દ્વેષ અને મોહરૂપ મળ છે. સ્વસુખનો રાગ, સ્વદુઃખનો વૈષ અને મોહ એટલે કે પોતાની જેમ બીજા જીવો પણ સુખના અર્થ છે, દુઃખથી પીડિત છે, એ નજરે દેખાતી વસ્તુસ્થિતિને ન સમજી શકવારૂપ મૂઢતા, આ ત્રણ મળો મનને મલિન રાખે છે, એ મળો ઓછા થાય ત્યારે આત્મામાં ધર્મને પ્રવેશ મળે. અર્થાત કેવળ સ્વસુખ ઉપરનો રાગ અને સ્વદુઃખનો દ્વેષ ટળે નહિ તથા બીજા દુ:ખીના દુઃખ દૂર થાય, સુખ મળે એવી ઈચ્છા જાગે નહિ, એટલે કે પરાર્થપ્રધાનવૃત્તિ બને નહિ ત્યાં સુધી નિર્મળ ધર્મ આત્મામાં આવે નહિ. આથી એ વિચાર સુસ્પષ્ટ થઈ જાય છે કે તપ, જપ કે સંયમાદિ પ્રવૃત્તિ કેટલી થઈ એના આંકડા ઉપરથી “આટલો ધર્મ થઈ ગયો” એવો સંતોષ માની લઈએ તો કોઈ વાર ભ્રમમાં રહી જઈએ. જેમ કોઈ વેપારી પેઢી કેવળ પોતાના વેપારના આંકડાથી સંતોષ નથી માનતી, પરંતુ સરવૈયામાં નફાનો આંકડો જુએ છે, તેમ આપણે પણ આપણી ધર્મપ્રવૃત્તિથી આપણી વૃત્તિની સુધારણા કેટલી થઈ–સ્વાર્થવૃત્તિ કેટલી ટળી અને પરાર્થવૃત્તિ કેટલી ખીલી ?–એ માપદંડથી આપણા ધર્મનું માપ કાઢવું જોઈએ. આજ્ઞા બહુમાન જેટલી આપણી વૃત્તિ બદલાઈ તેટલો જ ધર્મ થયો. “ધર્મ શુભાત્મપરિણામ હોવાથી સદા આંતરિક (ચિત્તગત) છે.” આવો નિર્મળ આત્મપરિણામ કર્મની લઘુતાથી પ્રાપ્ત થાય છે અને વિપાકદર્શનથી પણ જીવ જ્યારે પાપાચરણ છોડીને સવ્યવહારમાં રહે છે ત્યારે તેથી કર્મલઘુતા પ્રાપ્ત કરી શકે છે. તેથી, પરમ કરૂણાવાળા જ્ઞાનીઓ વિપાકનો ભય બતાવીને પણ જીવોને ધર્મપ્રવૃત્તિમાં જોડે છે. પરંતુ ધર્મ પામવા પહેલાંની એ પ્રારંભિક અવસ્થા છે, એ આપણે ભૂલવું ન જોઈએ. ધર્માનુષ્ઠાનોની આપણી પ્રવૃત્તિની પાછળ આપણા અંતરમાં કઈ વૃત્તિ રહેલી છે એનું સંશોધન નિત્ય કરતા રહેવું જોઈએ. તો એ પ્રવૃત્તિ આપણને વૃત્તિની સુધારણારૂપ વાસ્તવિક ધર્મ સુધી લઈ જાય. ધર્મ પ્રવૃત્તિના વધારા સાથે આપણી વૃત્તિની સુધારણા થઈ રહી છે કે નહિ એ ૧. “પણો સતપરિણામરૂવો નવરં સરૂ સંતો મો ” શ્રીહરિભદ્રસૂરિ મ. વિશિંકા ૯, ગા. ૪. ૨૭૮ - ધર્મ અનુપ્રેક્ષા Page #296 -------------------------------------------------------------------------- ________________ જોતા રહેવું જોઈએ, “આંબેલ સો થયાં”, “પૌષધ પચાસ થયા”, “પચીસ આગમનું વાંચન થઈ ગયું,” અને “સંયમ પર્યાય ૨૦ વર્ષનો થયો.” એ ગણત્રી રાખીએ છીએ તેમ એ બધી આરાધનાથી “આપણી સ્વાર્થવૃત્તિ કેટલી ઘટી ? પરાર્થવૃત્તિ કેટલી આવી ?” મોહ કેટલો ઘટ્યો ? નિર્મોહતા કેટલી આવી ? એ આત્મનિરીક્ષણ પણ સાથે સાથે કરતા રહેવું જરૂરી છે. તાવ માપવા જેમ થરમોમીટરનો ઉપયોગ કરીએ છીએ તેમ આપણા આત્મામાં વિકસતા ધર્મને પણ માપતા રહેવું જોઈએ. પરાર્થવૃત્તિ એ ધર્મની પારાશીશી છે. લોકોત્તર ધર્મ પરાર્થવૃત્તિમાંથી કે શ્રી જિનેશ્વરદેવના વચનના આલંબનથી જન્મે છે, કારણ કે, શ્રીજિનેશ્વરદેવની આજ્ઞા ૫૨માર્થમાંથી “સવી જીવ કરું શાસનરસી’ અર્થાત્ સકળ જગતની હિતચિંતામાંથી—જન્મેલી છે. કેવળ પોતાનું જ સુખ ઇચ્છવું અને જિનાજ્ઞા પાળવી એ બે વાતને મેળ જ નથી.૧ પરાર્થભાવનો લેશ પણ આવ્યા વિના, માત્ર સ્વાર્થવૃત્તિમાંથી જાગતી, કેવળ પોતાનું જ દુ:ખ ટાળવાની ઇચ્છા કે એ ઇચ્છામાંથી જન્મતી પ્રવૃત્તિ—પછી ભલે તે વિષયોથી દૂર રહેવાની હોય તો પણ—તાત્ત્વિક ધર્મ નથી, આર્તધ્યાન સૂક્ષ્મરૂપે એમાં બેઠેલું છે. સર્વ જીવ દુઃખી છે, એ દુ:ખ જોઈને એનું પોતાને સંવેદન થાય—એટલે કે જેમ પોતાનું દુઃખ દૂર કરવાની ઇચ્છા રહે છે તેમ સર્વ જીવનું દુઃખ દૂર કરવાની ઇચ્છા જાગે ત્યારે જ સમજવું કે ધર્મની શરૂઆત થઈ. “સર્વ જીવોનું દુઃખ ટળો.” એટલું જ નહિ પણ એ ભાવનામાંથી જન્મતી “સર્વ જીવોને સુખ મળો” એવી એવી ઇચ્છા–અનુકંપા— અને એ ઇચ્છાપૂર્વક પ્રવૃત્તિ એ જ ધર્મ છે. લોકોત્તર ધર્મની પ્રાપ્તિ માટે પરાર્થવૃત્તિ અને પરાર્થપ્રવૃત્તિ અવશ્ય જોઈએ. સર્વવરિત કે દેશિવરતિધર્મની વાત તો દૂર રહી, પણ વિરતિ રહિત એવા જીવને પણ જ્યારે માત્ર સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે ત્યારે એનામાં આ બુદ્ધિ જાગ્યા વિના રહેતી નથી.’’ " दट्ठूण पाणिनिवहं भीमे भवसागरम्मि दुक्खत्तं । अविसेस कंपं दुहावि सामत्थओ कुणइ ॥" “ભયાનક ભવસાગરમાં પ્રાણીસમૂહને દુઃખાર્દ જોઈને પોતાનું કે પરાયું એવો १. “... सत्त्वादिषु मैत्र्यादिभावः - तेषु यत्संज्ञानं शुद्धसंवेदनरूपं तेन विनिर्मुक्तं क्रियामात्रं प्रायः શુદ્ધાના બહુમાન વિદીનાનામિતિ ।'' શ્રીમુનિચંદ્રસૂરિ મ., ઉપદેશપદ ગા. ૨૪૧ ટીકા. ધર્મ અનુપ્રેક્ષા ૦ ૨૭૯ Page #297 -------------------------------------------------------------------------- ________________ કોઈ ભેદ પાડ્યા વિના પોતાના સામર્થ્ય અનુસારે તે દ્રવ્ય-ભાવ અનુકંપા કરે છે.”— સદ્ધર્મવિંશિકા ગા. ૧૨. પ્રણિધાનાદિ આશયો પ્રણિધાનાદિ આશયપૂર્વકની ક્રિયાને જ શાસ્ત્રકારો ફલસાધક કહે છે. પ્રણિધાનાદિ આશય વિનાની ધર્મપ્રવૃત્તિને અસાર–‘દ્રવ્યયિા તુા" તરીકે જ્ઞાનીઓ ઓળખાવે છે. આપણી ધર્મપ્રવૃત્તિમાં પ્રણિધાનાદિ પાંચ આશયોમાંથી એક—પ્રણિધાન આશય પણ છે. પ્રણિધાન આશયનું સ્વરૂપ બતાવતાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજ કહે છે કે, ‘...નિરવદ્યવસ્તુ વિષય પરાર્થનિષ્પત્તિસારં ચ ।'' ષોડશક ૩, ગા. ૭ “...જેમાં પ્રવૃત્તિનો વિષય નિરવઘ હોય અને જેમાં પરોપકાર મુખ્ય હોય.” કારણ કે, “સર્વસ્થાપિ સતાં પ્રવૃત્તેહપસર્નનીષ્કૃત સ્વાર્થપ્રધાનીકૃત પાર્થત્વાત્ ।” “સજ્જનોની પ્રત્યેક પ્રવૃત્તિમાં સ્વાર્થ ગૌણ અને પરાર્થ મુખ્ય હોય છે.” ઉપા. શ્રીયશોવિજયજી મ., ષોડશક ટીકામાં. જો સજ્જનની પણ પ્રત્યેક પ્રવૃત્તિમાં પરાર્થ મુખ્ય હોય તો સ્વાર્થને મુખ્ય રાખીને—કેવળ પોતાની જાત માટે જ ભવદુઃખથી મુક્તિની ઇચ્છાપૂર્વક પ્રવૃત્તિ કરીને ધર્મી શી રીતે બની શકાય ? પ્રણિધાન આશયનો એક અંશ—“નવદ્યવસ્તુવિષયં” છે તેને જેમ યાદ રાખીએ છીએ તેમ એનો બીજો અંશ—“પરાર્થ નિષ્પત્તિસાર” છે તે પણ ભૂલી જવા યોગ્ય નથી. પરાર્થવૃત્તિ, પરાર્થપ્રવૃત્તિને ખેંચી લાવશે. જેમ અપ્રમત્તમુનિથી કંઈ જીવ-વિરાધના થઈ પણ જાય છતાં એનું પાપ એને નથી લાગતું. કારણ ? એની પાછળ જીવહિંસાની વૃત્તિ નથી, જીવહિંસાની વૃત્તિ વિના થયેલી એ હિંસા જેમ પાપબંધ નથી કરાવતી—તેમ પરાર્થવૃત્તિ વિના થતી “ધર્મપ્રવૃત્તિ” પણ ધર્મ શી રીતે બની શકે ? ધર્મનું ધ્યેય પોતાની જાત ઉપરનો રાગ વિવિધ સ્વરૂપો ધારણ કરીને આવે છે. કેટલીકવાર દેખીતી રીતે પરાર્થ માટે થતી પ્રવૃત્તિમાં પણ એ “અહં” પોતાની પુષ્ટિ માટે મથે છે. તપ, જપ અને શ્રુતદ્વારા પણ એ અહંવૃત્તિ પોતાનું ધારણ-પોષણ કરાવી જાય છે, જે તપ-જપ કરીને પોતાની જાત ઉપરનો એ દુર્નિવાર રાગ ઘટાડવાનો હતો, તે તપ-જપ કરીને આપણે આપણા ઉપરનો રાગ ઘટાડવાને બદલે બેવડો તો નથી કર્યોને ? ૨૮૦ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #298 -------------------------------------------------------------------------- ________________ “રાગહરણ તપ જપ શ્રત દાખ્યાં, • તેહથી પણ જેણે ભવફળ ચાખ્યાં રે, કોઈ ન છે તેમનો પ્રતિકારો રે, અમિયવિષ હોય ત્યાં શો ચારો રે.” ઉપા. શ્રીયશોવિજયજી મ. આત્મનિરીક્ષણની શાંત પળોમાં “અહ”ના સૂક્ષ્મરૂપોને પણ ઓળખી કાઢી અનાદિથી ઘર ઘાલી બેઠેલી સ્વાર્થવૃત્તિને આત્મભૂમિમાંથી ખોતરી કાઢીએ. નવ્યયતિજીતકલ્પ ટીકા અધુરા ભાજન સરખા જે જીવોને મૃદુતા લાવનારું જ્ઞાન પણ જો મદનો હેતુ થાય છે તો તેઓને માટે ઔષધ પણ વિષનું આચરણ કરે છે. एतेषु मदस्थानेषु निश्चये न च गुणोऽस्ति कश्चिदपि । વનમુનાવઃ સ્વહૃદયસ્થ સંસારવૃદ્ધિ શ . પ્રશમરતિ શ્લો. ૯૭ સ્વાર્થવૃત્તિ ઘટી, જીવનમાં પરાર્થે આવશે પછી શાસનનો ઉત્કર્ષ પણ આપોઆપ થવાનો, કારણ કે કોઈ પણ સંસ્થા, સમાજ કે સંઘના ઉત્કર્ષનો આધાર તેમાં રહેલી વિશાળ વૃત્તિવાળી, નિઃસ્વાર્થી, સંયમી અને આત્મસમદર્શિત્વની ભાવનામાં સ્થિર થયેલી વ્યક્તિઓ ઉપર છે. જે સમુદાયમાં આવા મહાનુભાવો વધારે પ્રમાણમાં હોય છે તે સમુદાય ત્વરિત ગતિથી આગળ વધે છે અને જેમાં આવી દરિયાદિલ વ્યક્તિઓનો અભાવ હોય છે, તેની અવનતિ થાય છે. માટે, શાસ્ત્રકાર ભગવંતોના ઉપરોક્ત વચનોને સદા સ્મૃતિપથમાં રાખી તપજપ-અધ્યયનાદિ આપણી ધર્મપ્રવૃત્તિને જાત ઉપરનો રાગ વધારનારી નહિ, પણ પરાર્થ નિષ્પત્તિ સાર' બનાવીએ. જેથી, “ મામતે પરાર્થવ્યસનિનઃ” બિરુદ પામેલા શ્રીજિનેશ્વરદેવોની વિશ્વકલ્યાણકારિણી આજ્ઞા સાથે આપણી પ્રવૃત્તિનો મેળ મળે, અને શાસનનો ભાવ ઉદ્યોત થાય. એવી મંગળ કામના. १. मदुवकरणं नाणं तेणेव उ जे मयं समुइहंति । ऊणगभायणसरिसा अगदो वि विसायए तेसिं ॥ ધર્મ અનુપેક્ષા ૨૮૧ Page #299 -------------------------------------------------------------------------- ________________ સાધકને માર્ગદર્શન સાધક કોને કહેવાય તેમ જ આરાધક એટલે શું તેની મૌલિક સ્પષ્ટતા સાથે મનનીય આ લેખમાં શુદ્ધ ધર્મના સાધકને માર્ગદર્શક તેમ જ પ્રેરક સામગ્રી રજૂ કરવામાં આવી છે. (૩) સાધક અને આરાધક જૈનકુળમાં જન્મ માત્રથી શ્રીનવકાર મહામંત્ર, જિનપૂજા, સાધુઓની ભક્તિ, સુપાત્ર દાનાદિ ધર્મની આપણને પ્રાપ્તિ થઈ ગઈ છે. એ ધર્મનું આપણે નિયમપૂર્વક પાલન કરતા હોઈએ–શ્રીનવકારનું સ્મરણ, શ્રીજિનેશ્વરદેવની પૂજા અને સુપાત્રભક્તિ કર્યા વિના અનાજનો દાણો કે પાણીનું ટીપું પણ આપણે મોઢામાં ન નાખતા હોઈએ– તો આપણને ધર્મની પ્રાપ્તિ થઈ ગઈ ગણાય જ ને ? કુલાચાર કે ધર્મ ? “લૌકિક—ધર્મ એટલે અન્ય ધર્મો અને લોકોત્તરધર્મ એટલે જૈનધર્મ.” એવો અર્થ જો આપણા મનમાં ગોઠવાઈ ગયો હોય તો આપણે લોકોત્તરધર્મ મેળવી ચૂક્યા છીએ એમ જરૂર કહી શકાય. પરંતુ, જૈનકુળના અનુષ્ઠાનોના આચરણ માત્રથી લોકોત્તરધર્મ આત્મામાં આવી ગયેલ સમજવો એ કેવળ ભ્રાન્તિ છે. એ વાત આ લેખના પહેલા બે હપ્તામાં આપણે વિચારી ગયા. પરાર્થવૃત્તિ વિના ધર્મ નથી, અને ઔદાર્યાદિ ગુણો વિના અપુનર્બંધકપણું પણ નથી.` અપુનર્બંધકાવસ્થામાં, જીવ જ્યારે ધર્મ માટે અધિકારી બને છે ત્યારે તેનામાં શુકલપક્ષના ચંદ્રમાની જેમ ઔદાર્ય-દાક્ષિણ્યાદિ ગુણો દિન પ્રતિદિન વધતા જાય છે. આથી એ જીવને શાસ્ત્રો “શુક્લપાક્ષિક” સંજ્ઞા પણ આપે છે. એ ગુણો વિના પૂજા, સામાયિક અને દાનાદિ ક્રિયાઓ એ માત્ર કુલાચાર છે—જૈનકુળનો આચાર માત્ર છે. જૈનકુળમાં જન્મ પામવા છતાં જેને જૈનકુળના આ આચાર પ્રત્યે પણ અચિ છે તે તો ધર્મથી વેગળા છે જ, પરંતુ આ કુલાચારનું પાલન કરનાર બધા સાચા અર્થમાં ધર્મી જ છે એવું પણ નથી. સાધકવૃત્તિ બીજો એક વર્ગ એવો મળે છે કે જેને આ બધી સાધના કરવા માત્રથી સંતોષ ૧. ‘...વર્ધમાનનુપ્રાયો ાપુનર્વન્ધો મતઃ ।'' - શ્રીયોગબિંદુ, શ્લો. ૧૭૮ स्वोपज्ञटीका- “शुक्लपक्षक्षपापति मण्डलमित्र प्रतिकुलमुल्लसन्तो गुणा औदार्यदाक्षिण्यादयः प्रायो बाहुल्येन यस्य स अपुनर्बन्धको धर्माधिकारी मतोऽभिप्रेतः ।" ૨૮૨ • ધર્મ અનુપ્રેક્ષા Page #300 -------------------------------------------------------------------------- ________________ નથી મળતો. પૂજા, તપ, જપ, સામાયિકાદિ આરાધના કર્યા પછી તે પોતાનું નિરીક્ષણ કરે છે કે કાલ કરતાં આજે હું કંઈક આગળ વધ્યો કે નહિ ? દિનપ્રતિદિન પોતાની ઉન્નતિ થતી રહે છે કે નહિ ? કાલ કરતાં આજે વૃત્તિઓમાં કેટલો ફરક પડ્યો ? વગેરેનો પ્રત્યક્ષ અનુભવ કરવાની એને પ્રબળ જિજ્ઞાસા હોય છે. ક્રિયા કર્યા પછી એનું કંઈ પણ ફળ ન અનુભવાય તો એને જંપ વળતો નથી—એને ચેન પડતું નથી, એ સાધક વર્ગ છે. શ્રીસિદ્ધગિરિની યાત્રાએ ગયા, પગપાળા ગિરિરાજ ચડ્યા, ગભારામાં પહોંચ્યા, દાદાના દર્શન કર્યાં—એથી, યાત્રા થઈ ગયાનો સંતોષ ઉપાસક માણી શકે છે. ગિરિરાજ ચડ્યા, પ્રભુના દર્શન કર્યાં એટલા માત્રથી સાધકને સંતોષ નથી થતો એના મનમાં તો વિચારો ઘોળાય છે કે હું અહીં સુધી આવ્યો, શ્રીસિદ્ધગિરિ જેવા પરમપાવન તીર્થના પવિત્ર વાતાવરણમાં પેઠો, કરુણાના અમૃતરસથી ભરપૂર પ્રભુની દૃષ્ટિ સાથે ષ્ટિ મેળવવાનો મંગળ અવસર મને પ્રાપ્ત થયો—આવી અનુપમ સામગ્રી મળી તો કંઈક અપૂર્વ ભાવોલ્લાસ જાગવો જોઈએ. દેહ રોમાંચિત થવો જોઈએ, હર્ષાશ્રુની ધારા વહેવી જોઈએ. પણ, એવું તો કશું થયું નહિ. એને યાત્રા અપૂર્ણ લાગે છે. ઉપાસક વ્યવહારપ્રધાન હોય છે, સાધક નિશ્ચયપ્રધાન હોય છે. વ્યવહાર નય પાંચે વર્ણયુક્ત ભમરાને, તે બહારથી કાળો છે માટે, “કાળો” કહે છે, નિશ્ચયનય અંદર ડોકિયું કરે છે—બહારથી તો ભ્રમર કાળો દેખાય છે પણ અંદર કેવો છે ? તેમ ધર્મના માત્ર બાહ્ય અનુષ્ઠાનો જોઈને “અહીં ધર્મ છે.” એમ વ્યવહારનય સ્વીકારે છે, કે સાધુનો વેશ માત્ર જોઈને “આ સાધુ છે.” એમ તે માને છે, પણ નિશ્ચયનય બહારના આકારને વીંધી, અંતસ્તલ કેવું છે તેની કસોટી કરે છે. તેથી, સાધકને ધર્મની ક્રિયા માત્રથી કે વેશ માત્રથી “હું ધર્મી છું,” કે “હું સાધુ છું.” એવો સંતોષ થતો નથી, એ પ્રશ્ન કરે છે—આત્મનિરીક્ષણ કરે છે કે “મારી પાસે ધર્મક્રિયા તો છે પણ અંદર ભાવ કેવો છે ? વેશ તો છે પણ વૃત્તિ કેવી છે ?” એમ, એનું આત્મનિરીક્ષણ સતત ચાલુ જ રહે છે. તેથી, ઉપાસકની જેમ ક્રિયા માત્રથી તે નિરાંત નથી અનુભવી શકતો. દવા લીધા પછી રોગ ઘટે છે કે નહિ, તેની પ્રતીક્ષા દરદી સતત કરતો રહે છે, દવા લેવા છતાં રોગનાં ચિહ્નો મોળા ન પડે તો એ દવા બદલે છે, કોઈ નિષ્ણાત દાક્તરની સલાહ લે છે, તેમ ધર્મ-ઔષધનું સેવન કરવા છતાં ભવરોગ મોળો પડતો ન દેખાય તો સાધકને ચિંતા થાય છે. ભાવારોગ્યની તેની ઝંખના એટલી તીવ્ર હોય છે કે પોતે સેવન કરી રહેલ ઔષધ, તેની સેવનવિધિ અને પથ્ય બરાબર છે કે તેમાં કંઈ ભૂલ ધર્મ અનુપ્રેક્ષા • ૨૮૩ Page #301 -------------------------------------------------------------------------- ________________ થાય છે, એનું અન્વેષણ કર્યા વિના તે રહી શકતો નથી. રત્ન કે કાચ ! દરેક ધર્મના અને દરેક મતના અનુયાયીઓ પોતાને મળેલ સાધનાપદ્ધતિને સર્વાગ સંપૂર્ણ માનતા હોય છે. એક દિવસ પૂજા ન થાય તો મૂર્તિપૂજકને તે ખટકે છે, સ્થાનકવાસી જીવનભર પ્રભુપૂજા ન કરે તોયે એને ડંખ નહિ. કારણ, એને જન્મથી એ જાતના સંસ્કાર મળ્યા છે, તેમ તેરાપંથીને જન્મથી એ જાતના સંસ્કાર મળ્યા છે કે બીજા દુઃખીના દુઃખ દૂર ન કરીએ–દુઃખી પ્રત્યે દયા ન બતાવીએ છતાં ધર્મ થઈ શકે છે. તેથી, દયા ચૂકાય છે, એનું એને દુઃખ નથી. | ઉપાસક કોટિના આરાધકો, એ રીતે, પોતાને કુળપરંપરાથી પ્રાપ્ત થયેલ ધર્મારાધનામાં કંઈ પ્રશ્ન ઊઠાવતા નથી, અને પોતાના એ કુળાચારમાં પોતાને જો રુચિ જાગી ગઈ હોય તો પોતાને મુક્તિ માર્ગની પ્રાપ્તિ થયેલી માને છે. એટલું જ નહિ, એ રુચિ થોડી વધુ તીવ્ર હોય તો પોતાને સમકિતની, સાચા ધર્મની, પ્રાપ્તિ થઈ ગઈ છે એવું ખરા અંતઃકરણથી માનવા લાગે છે. સમ્યગ્દર્શન તો ખરેખર અણમોલ રત્ન છે. શાસ્ત્રકારોએ એને પાંચ રત્ન સાથે સરખાવ્યું છે. એની તુલનામાં દૃષ્ટિરાગરુચિસ્વ કુળના આચારની ઉપરોક્ત આંધળી રુચિ–એ કાચ છે. એ કાચને અજ્ઞાન જીવ પાંચરત્ન. માંની, “સમક્તિ રત્નની સંપત્તિ પોતાની પાસે આવી ગઈ.” એ બ્રાન્તિમાં રાજી રહે છે, “દષ્ટિરાગરુચિ કાચ પાંચ સમકિત ગણું” એમ કહીને આપણા પૂર્વાચાર્યો આ અવસ્થાનો નિર્દેશ કરે છે. રત્નનું પાણી પરખનાર અનુભવી ઝવેરીને જીવોની આ દશા જોઈને કરુણા ઉપજે છે, પણ મૌન રહે છે. તમને થતું હશે કે તો પછી....તે અનુભવીઓ, જ્ઞાનીઓ, અજ્ઞાન જીવોને ચેતવતા કેમ નથી ? એની પાછળ એક રહસ્ય છે. એક નાનકડા દિષ્ટાંતથી એ સ્પષ્ટ સમજાશે. એક ધનાઢય ઝવેરી હતો. પાછલી વયે એને એક પુત્ર થયો, પણ સ્થિતિ પલટાઈ ગઈ, ધન ગયું. છોકરો ચાર-પાંચ વર્ષનો થયો. શેઠ બિમાર પડ્યા. શેઠને મૃત્યુ નિકટ લાગ્યું. પોતાના મૃત્યુ પછી પોતાની સ્ત્રી હિંમત હારી ન બેસે તે માટે એમણે એક યુક્તિ કરી, પત્નીને એક રત્ન આપીને કહ્યું કે હું તો હવે ઘડી-બેઘડીનો મહેમાન છું. આ રત્ન સાચવીને મૂકજો. આપત્તિ આવે ત્યારે મારા મિત્ર અમુક શેઠ પાસે જ જઈ આ રત્ન વટાવી લેજો. પત્નીને ધરપત વળી, દિવસો ઉપર દિવસ અને વર્ષ ઉપર વર્ષ વીતી ગયાં, છોકરો ચૌદ વર્ષનો થયો, નાણાંભીડ વધી, શેઠાણીએ છોકરાને તેના પિતાએ ૨૮૪ • ધર્મ અનુપ્રેક્ષા Page #302 -------------------------------------------------------------------------- ________________ સોપેલ રત્ન કાઢી આપ્યું અને પિતાના મિત્ર પેલા શેઠ પાસે જઈ વેચી દેવા જણાવ્યું. શેઠે રત્ન હાથમાં લઈ, તે રત્ન છોકરાને પાછું આપ્યું અને કહ્યું કે હમણાં બજારમાં મંદી છે, નાણાંની બહુ તંગી હોય તો થોડા રૂપિયા હમણાં મારી પાસેથી લઈ જાઓ. બજાર સુધર્યા પછી રત્ન વેચીશું. હવે છોકરો એ શેઠની દુકાને બેસે છે, અનુભવ લે છે. થોડા વખતમાં તો એ કાબેલ ઝવેરી બને છે. એક દિવસ શેઠે કહ્યું કે હવે પેલું રત્ન લાવજો. છોકરાએ મા પાસેથી રત્ન લીધું. પણ આ શું ! જુએ છે તો કાચનો ટુકડો ! . છોકરાએ દુકાને જઈને શેઠને વાત કરી, શેઠ કહે મને તો તે દિવસે જ એ સમજાયું હતું. પરંતુ તે વખતે હું તને એ વાત કરત તો મારા ઉપર વિશ્વાસ ન બેસત. તને અને તારી માને શંકા થાય કે શેઠની દાનત બગડી લાગે છે, રત્નની પુરી કિંમત આપ્યા વિના એ પડાવી લેવું છે, બીજું, તે વખતે આવકનું કોઈ સાધન તમારી પાસે નહોતું, તે અવસ્થામાં આ ખરી વસ્તુસ્થિતિ સમજાત તો તમે નિરાશ થઈ જાત, તેથી ત્યારે મેં ફોડ ન પાડ્યો, અને તમને “આપણી પાસે આ રત્ન છે.” એ આશ્વાસનમાં રહેવા દીધા. “ • જ્ઞાનીઓની કરુણા તેમ, ધર્મરત્નને પારખનારા ઝવેરીઓ, જ્ઞાનીઓ, અનુભવીઓ કરુણાબુદ્ધિથી મૌન સેવે છે. જીવને તેની અજ્ઞાન-અવસ્થામાં, જો તેઓ કહે કે ભાઈ ! તું જેને સમક્તિરત્ન માની બેઠો છે તે તો દૃષ્ટિરાગરુચિરૂપ કાચ છે ! તો અજ્ઞાન જીવ ઝવેરીને જ ચોર ગણી કાઢે, અને સાચા ધર્મની હાંસી ઉડાવે. - “ર વેત્તિ યો ય ગુIBøર્ષમ, સતી સતતં રોતિ નિનામ્. यथा किराती करिकुंभजाताम्, मुक्तां परित्यज्य बिभर्ति गुंजाम् ॥" ભીલડી ગજમૌતિકને નકામો પથરો સમજી ફેંકી દે છે અને ચણોઠીના આભૂષણો બનાવી તે પહેરીને રાજી થાય છે તેમ, અજ્ઞાન અવસ્થામાં જીવ પારમાર્થિક ધર્મની અવજ્ઞા કરી પાપમાં ન પડે, એ કરુણા બુદ્ધિથી જ્ઞાનીઓ ચૂપ રહી રાહ જુએ છે– યોગ્યકાળની. પોતે કરી રહેલ આરાધનામાં કંઈ ખામી છે, એ વાત સાંભળવા જેટલી પણ મધ્યસ્થ બુદ્ધિ, અને એના ઉપર શાંત ચિત્તે વિચાર કરવાની વૃત્તિ, જીવમાં ન દેખાય ત્યાં સુધી જ્ઞાનીઓ–અનુભવીઓ ચૂપ રહેવામાં સાર જુએ છે. ધર્મ અનપેક્ષા • ૨૮૫ Page #303 -------------------------------------------------------------------------- ________________ સાધક પરંતુ, સાધકવૃત્તિવાળો આત્મા અજ્ઞાન અંધકારમાં લાંબો સમય રહી નથી શકતો. ગતાનુગતિક ધર્મપ્રવૃત્તિથી એને તૃપ્તિ નથી થતી. આત્મસ્વરૂપની નિર્મળતાનો અનુભવ લેવા એનું અંતર તલસતું હોય છે. ને આ માનવ પ્રકૃતિ છે કે તેના અંતરમાં કોઈ જોરદાર લગની પેદા થયા પછી તે લગની તેનાથી દાબી નથી શકાતી, પરંતુ એને વશ થઈ જવાય છે. આ નિયમાનુસાર “સાચું તત્ત્વ શું છે ?” એ પોતાની જિજ્ઞાસા સંતોષવા સાધક પોતે જ પ્રયાસ આદરે છે. તે માટે તે પ્રવાસ પણ ખેડે છે, સત્પરુષોની શોધ કરે છે. જ્ઞાનીઓ અને અનુભવીઓના અનુભવ પ્રકાશમાં એ પોતાની સાધનાની આકરી કસોટી કરી જુએ છે. સફળ વેપારી જેમ સાંજે મેળ મેળવે છે, તેમ સાધક પોતાને પ્રાપ્ત થયેલ સાધનાથી આત્મનિર્મળતા–ઉદારતા, ગંભીરતા, ચિત્તની પ્રસન્નતા, આદિ આત્મિક ગુણસંપત્તિ વધે છે કે નહિ ? તે સદા તપાસતો રહે છે. સાધ્ય એની દૃષ્ટિ સન્મુખ સદા તરવરે છે, સાધ્યની પ્રાપ્તિમાં વિજ્ઞભૂત પરિસ્થતિનો અંત આણવા અને તેની સાધકસામગ્રીને મેળવવા તે કટિબદ્ધ થયેલ હોય છે. આપણા હિતની વાત હવે વિચારી જુઓ કે તમારી પ્રકૃતિનો ઢાળ કેવો છે ? ઉપાસક જેવો કે સાધક જેવો ? દુર્લભ માનવભવની સફળતા તો તમે ઇચ્છો જ છો. ધર્મની આરાધના વિના તે સફળ ન બને એ તમે જાણો છો, અને માનો પણ છો. જે તત્ત્વથી દેવદુર્લભ માનવભવની સાર્થકતા નિર્મિત થાય છે એ છે “ધર્મની આરાધના”... માત્ર “ધર્મ”ની આરાધના નહિ, પણ “શુદ્ધધર્મ”ની આરાધના. કારણ કે, શુદ્ધ શ્રમણભાવને યોગ્ય પ્રત્યુપેક્ષણા–પ્રમાર્જનાદિ સઘળી ચિનોક્ત ક્રિયાઓ પણ (અવ્યવહાર રાશિગત અને તેમાંથી નીકળ્યાને જેને ઘણો વખત થયો નથી એવા જીવોને મૂકીને) સૌને અનંતવાર મળી, એમ શાસ્ત્રો કહી જાય છે. છતાં, ભવભ્રમણ તો ઊભું જ રહ્યું. તેથી, સાધકવૃત્તિ કેળવી, આત્મનિરીક્ષણ કરી, આપણને પ્રાપ્ત આરાધના શુદ્ધ ધર્મની–લોકોત્તર ધર્મની—છે કે નહિ તેની કસોટી કરી લેવી શું હિતાવહ નથી ? ૧. “...શુદ્ધઝમનમાવયોગ્ય: પ્રત્યુપેક્ષણ પ્રમાર્ગનાવિકોશેટ્ટ: મનન્તા: વ્યતિક્રાન્તા મને, परिपूर्णा अपि, सर्वेषां भवभाजां प्रायेण, अव्यवहारिकराशिगतानल्पकालतन्निर्गतांश्च मुक्तत्वेत्यर्थः ।"શ્રીઉપદેશપદ શ્લો. ૨૩૩-ટીકા ૨૮૬• ધર્મ અનુપ્રેક્ષા Page #304 -------------------------------------------------------------------------- ________________ આત્મનિરીક્ષણ આપણી જરૂરીયાત સાધકે હંમેશાં પોતાનું–પોતાની સાધનાનું, પોતાની મનોવૃત્તિઓનું–નિરીક્ષણ કરતા રહેવું જોઈએ. સામાન્ય માણસ બીજાના દોષો શોધી કાઢવામાં જેટલો રસ લે છે તેથીયે અધિક જાગૃતિ સાધકને પોતાની ત્રુટીઓ શોધી કાઢવામાં હોય. બીજાની ભૂલ જોવા માણસ જેટલો તત્પર રહે છે, તેટલી તત્પરતા પોતાની ભૂલ જોવા-સમજવામાં રાખે તો તેનો વિકાસ થયા વિના ન રહે, સાધક તો સદા વિકાસશીલ હોવો જોઈએ, માટે એણે પોતાની તપાસ રાખવી અનિવાર્ય છે, એ આત્મનિરીક્ષણ વિના આત્મોન્નતિના માર્ગે પ્રયાણ અખંડ ન રહી શકે. આપણને પ્રાપ્ત થયેલ આરાધનાપદ્ધતિ શ્રી સર્વજ્ઞ અને વીતરાગકથિત હોવાથી સર્વાગ સંપૂર્ણ છે. તો પણ એમાં વિધિ-નિષેધોનું જે નિરુપણ છે, તેને તે જે ભાવમાં છે તે જ ભાવમાં, આપણે સમજયા છીએ કે કેમ ? એ કસોટી તો કરવી જ રહી. કારણ કે ભગવાનની પણ આજ્ઞા જો વિપરીત રીતે આદરવામાં આવે તો જીવો પોતાને અને પોતે જેના ઉપર ઉપકાર કરવા ઇચ્છે છે, તેવા પોતાનાઓ (કુટુંબીજનો, શિષ્યો કે અનુયાયીઓ)ને ઉપકાર કરી શકતા નથી.' સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરિ મ. કહે છે : “શુદ્ધતિ યત્રાસવામ: સુપરિશુદ્ધઃ | તનાવે તદ્દેશ: શિલ્યોન્યથા ગ્રાન્ II” ષોડશક ૧૬, શ્લો. ૧૨. આના ઉપર ટીકા કરતાં શ્રીયશોભદ્રસૂરિ મહારાજ સ્પષ્ટતા કરે છે કે : જેમાં શ્રીજિનેશ્વરદેવની આજ્ઞાનું ઔદંપર્ય સ્કુટ થતું હોય તે આગમવચન પ્રમાણભૂત ગણાય. તે વિના, એટલે કે ઐદંપર્યશુદ્ધિ વિના શ્રીજિનેશ્વરદેવના વચનનો કોઈ અંશ એ અન્યનું વચન બની જાય છે. કારણ કે તેમાં શ્રીજિનેશ્વરદેવની આજ્ઞાનો જે વિષય છે, તેનો અવળો સ્વીકાર છે. * માત્ર શ્રુતજ્ઞાનથી શ્રીજિનેશ્વરદેવની આજ્ઞાના ઔદંપર્ય સુધી નથી પહોંચાતું, શ્રત ૧. “બાયપરિશ્વાનો માનજોવે રૂરી નિયમ | - શ્રીઉપદેશપદ, ગા. ૩૬ टीका:- आत्मपरपरित्यागः आत्मनः स्वस्यपरेषा चानुगृहीतु मिष्टानां देहिनां परित्यागः दुगर्तिगर्तान्तगतानां प्रोज्झनं कृतंभवति आज्ञाकोपेन भगवद्वचनवितथासेवनरूपेण" - શ્રીમુનિચંદ્રસૂરિ મ. ધર્મ અનુપ્રેક્ષા • ૨૮૭ Page #305 -------------------------------------------------------------------------- ________________ અને ચિંતન પછી જયારે ભાવનાજ્ઞાન જીવ મેળવે છે ત્યારે તેને ઐદંપર્યનું ભાન થાય છે. ૨. “વાવયાર્થમત્રવિષયંકૃતમ્ | २. यत्तु महावाक्यार्थजमतिसूक्ष्मसुयुक्तिचिन्तयोपेतं...चिन्तामयं तत्स्यात् । રૂ. પપ્પય્યતં હતત્ (માવનામયંજ્ઞાનમ) ' પોડષક ૧૧, શ્લો. ૭/૯ “શ્રુતજ્ઞાનનો વિષય વાક્યર્થ માત્ર છે. મહાવાક્ષાર્થમાંથી નીપજતું અને અતિસૂક્ષ્મ સુયુક્તિઓપૂર્વકની વિચારણાવાળું જે જ્ઞાન તે ચિંતાજ્ઞાન છે. ભાવનાજ્ઞાન ઐદંપર્ય સુધી પહોંચે છે.” “આ ભાવનામય જ્ઞાનથી જાણેલું તે જ જ્ઞાન કહેવાય, અને ક્રિયા પણ ભાવનાપૂર્વકની હોય છે જ, ટુંક સમયમાં, મોક્ષસાધક બને છે. - મને દિ જ્ઞાતિ જ્ઞાનં નામ ક્રિયાયે વિવેવ મોક્ષાયાક્ષેપેણ સમ્પને ' ષોડશક ૧૧, શ્લો. ૯-ટીકા. જીવનું હિત સધાય છે...ભાવનાજ્ઞાનથી માટે સ્વહિત સાધવું હોય તો, શ્રુતજ્ઞાનને ભાવનાજ્ઞાન સુધી પહોંચાડવું રહ્યું. તે વિના, કેવળ શ્રુતજ્ઞાન તો કોઠારમાં પડેલ બીજ જેવું છે, એનાથી ધર્મસિદ્ધિનો પાક ન લખી શકાય. જિનાજ્ઞાની ભાવથી પ્રાપ્તિ ભાવનાજ્ઞાન થતાં તે આત્માની પ્રવૃત્તિ સર્વજીવહિતકર બને છે. “ભાવના જ્ઞાને સતિ સર્વોપુ નીવેષ દિતદેતુઃ પ્રવૃત્તિ: ” . ષોડશક ૧.૧, ગ્લો. ૧૧-ટીકા ઐદંપર્યયુક્ત હોય તે ભાવના જ્ઞાન. અને ભાવનાજ્ઞાન આવે કે “સર્વત્ર હિતાવૃત્તિ" સર્વ જીવોના હિતની વૃત્તિ આવી જાય છે. અર્થાત્ સર્વજીવવત્સલ શ્રીઅરિહંત પરમાત્માની આજ્ઞાનું ઐદંપર્ય એ થયું કે “સર્વનું હિત થાય તે રીતે વર્તે.” શ્રુતજ્ઞાનને જ મોક્ષસાધક જ્ઞાન માની બેસી ન રહેતાં શ્રુતજ્ઞાનના કુંડાળામાંથી બહાર નીકળી, શ્રવણ પછી ચિંતન-મનન કરી, ભાવનાજ્ઞાન મેળવીએ તો સર્વજીવોના ૧. " વરમં હિતi I” ટીના:- “વરમં ભાવનામયં તૃતીયં (જ્ઞાન), હિનર્વર્તન ગ્લો. ૬ નં અસ્થ ” ષોડશક ૧૧, ૨૮૮ • ધર્મ અનુપ્રેક્ષા Page #306 -------------------------------------------------------------------------- ________________ હિતની કામનામાંથી જેનો ઉદ્ગમ છે એ પ્રભુ આજ્ઞાના ઔદંપર્યનું જ્ઞાન થાય. એ પછી આરાધના કરવી એટલે માત્ર પોતાના “હિત માટે જ સાવધાન રહેવું. એવો સંકુચિત આભાસ પેદા ન થતા, આજ્ઞા સર્વનું હિત થાય તે રીતે વર્તવાની છે, એ મૂળભૂત વાત ચિત્તમાં સુસ્થિર બનશે, એ પછી જ શ્રીઅરિહંતપરમાત્માની આજ્ઞાની ભાવથી પ્રાપ્તિ થઈ ગણાય. ઐદંપર્યશુદ્ધિ વિના, શ્રીજિનેશ્વરદેવના વચનનો કોઈ અંશ એ અન્યનું વચન બની જાય છે, કારણ કે તેમાં શ્રીજિનેશ્વરદેવની આજ્ઞાનો જે વિષય છે તેનો અવળો સ્વીકાર છે,” એ શ્રીયશોભદ્રસૂરિ મહારાજની વાણી ઉપર લક્ષ આપ્યા વિના, આપણી આરાધનાને આપણા શ્રીજિનેશ્વરદેવે બતાવેલ અનુષ્ઠાન તરીકે માની લઈએ તો પણ તે જેમાંથી કપૂર ઉડી ગયું છે તેવી “કપૂરની પેટી” તુલ્ય છે. - આત્મનિરીક્ષણમાં તટસ્થતા અનિવાર્ય આત્મ નિરીક્ષણ વૃત્તિવાળો આરાધક વૈજ્ઞાનિક ક્ષેત્રે પ્રયોગ કરનાર વૈજ્ઞાનિક વીર જેવો હોય છે. પોતાનાં સાધનો બરાબર કામ આપે છે કે નહિ તેનું કોઈપણ વૈજ્ઞાનિક તટસ્થતાથી નિરીક્ષણ કરે છે અને તેમાં કાંઈ ત્રુટિ દેખાય તો સુધારે છે, જરૂર જણાય તો તેને બદલે પણ છે. એમાં સાધન પ્રત્યેના પોતાના મમત્વને તે આડે આવવા દેતો નથી. - ત્રણ વર્ષ પહેલાં, ૧૯૫૮ના ઓગસ્ટ મહિનાની ૧૦મી તારીખે, અમેરિકાએ ચંદ્ર ઉપર રોકેટ મોકલવાનો પ્રયાસ કર્યો હતો. તે રોકેટ ઉપડ્યા પછી ૭૭ સેકંડે બેકાબૂ બન્યું. તરત કેનેવરલભૂસિર પર આવેલા રોકેટ મથકે બટન દાબીને રેડિયો મોજાં વડે રોકેટમાં ધડાકો કરીને તેને તોડી પાડવામાં આવ્યું. પછી સમુદ્રમાં તૂટી પડેલ એ રોકેટનો ભંગાર હાથ કરવા બર્જર્સ મરીન સાલ્વેજ કોન્ટેકટર્સને સંદેશો મોકલવામાં આવ્યો કે મળે તેટલો ભંગાર દરિયામાંથી કાઢો. વર્ષોની ભારે જહેમત અને લાખોના ખર્ચે તૈયાર કરેલ, એક ઇંચે દોઢ લાખ રતલનો ધક્કો ધરાવતા તોતિંગ એન્જનવાળું એ રોકેટ ઉપડ્યું કે બીજી જ મિનિટે તેને તોડી પાડતાં એ વૈજ્ઞાનિકોનો જીવ કેમ ચાલ્યો હશે ? પણ...સાધ્યને નજર સામે રાખી પ્રયોગ કરનારને પોતાના સાધન પ્રત્યે આંધળું મમત્વ પરવડતું નથી. એ કિંમતી રોકેટને તોડી પાડી, એનો ભંગાર હાથ કરી, એ બેકાબૂ કેમ બન્યું તેનું સંશોધન કરવા પાછળ બુદ્ધિ, શ્રમ અને ધન ત્રણે ખરચતા એ વૈજ્ઞાનિકો ન અચકાયા, આજે જે સફળ અવકાશી ઉડ્ડયનના સમાચાર આપણને મળે છે તે આવા ધર્મ અનુપ્રેક્ષા • ૨૮૯ Page #307 -------------------------------------------------------------------------- ________________ મધ્યસ્થબુદ્ધિના અન્વેષણનું પરિણામ છે. સાધકવૃત્તિનો આરાધક આંતરજીવનમાં પ્રયોગ કરવા નીકળનાર વૈજ્ઞાનિક છે. પોતાને પ્રાપ્ત સાધન, પદ્ધતિથી ધારેલું પરિણામ નીપજતું ન દેખાય તો તે અટકે છે, એનું કારણ શોધી કાઢવા પ્રયાસ કરે છે. પોતાની સાધનામાં રહી જતી સ્ખલનાનું તે અન્વેષણ કરે છે. પોતાના મતનો આંધળો આગ્રહ નથી રાખતો. મધ્યસ્થબુદ્ધિ, પૂર્વ ગ્રહોનો પરિત્યાગ, નિપૂણતા અને સત્ય પામવાની તીવ્ર ઝંખના હોય તો જ એ અન્વેષણ-આત્મનિરીક્ષણ-એને એની સાધનાનું યથાર્થ દર્શન કરાવી શકે. વૈજ્ઞાનિકો પ્રયોગોના આધારે સિદ્ધાંત તારવે છે. એ સિદ્ધાંતની સત્ય લેબોરેટરીમાં Practical-demonstration પ્રયોગ દ્વારા નવા અભ્યાસીઓને (આજે સ્કૂલો અને કોલેજોના વિદ્યાર્થીઓને પણ) બતાવવામાં આવે છે. કોઈ પણ થીયરી જો સાચી હોય તો, તેમાં જણાવેલું પરિણામ, તેના આધારે કરવામાં આવતા પ્રયોગમાં દેખાવું જોઈએ. આપણી ચરણકરણની પ્રવૃત્તિ એ પ્રયોગ છે, આપણો એ પ્રયોગ જો શ્રીજિનેશ્વરદેવે સ્થાપિત કરેલ Theory - આરાધના પદ્ધતિ અનુસારનો જ હોય તો તે પ્રયોગમાં, તેની Theoryમાં જણાવેલ પરિણામો દેખાવાં જોઈએ. ધર્મસાધનાની પ્રતીતિ ધર્મના ફળરૂપે જેમ કર્મનિર્જરા, સદ્ગતિ-વૈમાનિકદેવભવ કે સુમાનવભવની પ્રાપ્તિ અને અંતે મુક્તિ છે, તેમ આ જીવનમાં અનુભવાય એવાં આંતરબાહ્ય પરિણામો પણ છે કે જેની વાત પણ શાસ્ત્રોએ કરી છે, ધર્મના ફળને કેવળ. પરલોક અને પુર્નજન્મ સાથે જ સંબંધ છે, એવું નથી. આ જીવનમાં પણ જેનું પ્રત્યક્ષ દર્શન એને પ્રતીતિ થાય એવાં પરિણામો પણ સાથે સાથે જ નીપજે છે. તેથી “શ્રીધર્મબિંદુ'માં શાસ્ત્રકાર મહર્ષિએ, ધર્મના ફળના બે વિભાગ પાડીને, આ વાત સ્પષ્ટ રીતે ઉચ્ચારી છે. “દ્વિવિધ ∞ અનન્તરપરમ્પર મેવાવિત્તિ ।' અધ્યાય ૭, સૂત્ર ૨. ધર્મનું ફળ બે પ્રકારનું છે, અનંતર ફળ અને ૫રં૫૨ ફળ, કાર્યની સાથે જ તેનું જે ફળ આવે તે અનંતર-આંતરા વિનાનું-ફળ કહેવાય, અર્થાત્ તરત મળતું ફળ તે અનંતર ફળ અને દૂરનું ફળ તે પરંપર ફળ. ધર્મના અનંતર-આ જીવનમાં અનુભવાય તેવા-ફળનો નિર્દેશ કરતાં ગ્રંથકાર મહર્ષિ કહે છે કે— ૨૯૦૦ ધર્મ અનુપ્રેક્ષા Page #308 -------------------------------------------------------------------------- ________________ तत्रानन्तर फलमुपद्रव हास इति । तथा भावैश्वर्यवृद्धिरिति । तथा जनप्रियत्वमिति । ધર્મનું તરતનું ફળ એ મળે છે કે રાગ-દ્વેષ, વગેરે આત્માને ઉપદ્રવ કરનારા ભાવોનો હ્રાસ થાય છે તે ઘટવા માંડે છે. ભાવ-ઐશ્વર્યની વૃદ્ધિ થાય છે અને લોકપ્રિયતા પ્રાપ્ત થાય છે.–અધ્યાય ૭, સૂત્ર ૩/પ. ધર્મમાં પ્રવેશ થતાં જ તે આત્મામાં અદ્વેષ ગુણ ખીલે છે. તે કોઈનો તિરસ્કાર કરતો નથી, દીન, દુઃખી અને પાપી મનુષ્યો પ્રત્યે પણ તેના અંતઃકરણમાં કરુણાનો પ્રવાહ શરૂ થઈ જાય છે. પાપીને જોઈને તેના ઉપર તે ક્રોધ કરતો નથી, પરંતુ નિઃસીમ પ્રેમથી તેના કલ્યાણની ભાવના રાખે છે. હનગુણી પ્રત્યે જો અંતરમાં દ્વેષ જાગે તો સમજવું કે હજી ધર્મનો અંકુર આપણા આત્મામાં ઉગ્યો નથી. ભાવૈશ્વર્ય એટલે ભાવરૂપ સમૃદ્ધિ-આત્મગુણોની વૃદ્ધિ. એની ઓળખાણ કરાવતાં ટીકાકાર મહર્ષિ શ્રીમુનિચંદ્રસૂરિ મહારાજ લખે છે કે, “પાર્વશ્વર્ય-વાર્યક્રખ્ય પાપનુગુપ્તાવિમુખત્તમત્તક્ષાર્થ વૃદ્ધિઃ-૩ : ”આત્મઘરમાં ધર્મનાં પગરણ થતાં જીવનવ્યવહારમાં ઉદારતા, પરોપકારવૃત્તિ, પાપકર્યો તરફ સહજ સુગ અને સંતોષ વગેરે સગુણો વિકસતા જોવા મળે છે. - ધર્મની સાથે આવતી ત્રીજી વસ્તુ છે લોકપ્રિયતા એટલે કે લોકોને એનો સંસર્ગ આનંદદાયી લાગે, “આ કાળમાં લોકોને ધર્મ ગમતો નથી, તેથી ધર્મી આત્મા લોકપ્રિય બને એ વાત આ કાળ માટે નથી, આ કાળમાં તો ધર્મી જીવ પ્રત્યે લોકોનું વલણ વિપરીત જે હોય.” એવી શંકા ન કરવી, વર્તમાન કાળમાં બહોળો લોકસમૂહ ધર્મથી વિમુખ છે એ વાત સાચી. પણ એનો અર્થ એટલો જ કે ધર્મનું આચરણ કરવાની વાત એમને રુચતી નથી, ધર્મનું ફળ તો બધાને ગમે છે. સામાન્ય લોકસમૂહ ધર્મની નિંદાદ્વેષ કરવા પ્રેરાય છે, તે ઘણીવાર ધર્મીની માત્ર છાપ મેળવેલી વ્યક્તિઓના અપકૃત્યોના કારણે પણ હોય છે. જે માણસ ખરો ધર્મિષ્ઠ છે, તે સદાચારી હોય છે અને કોઈ પણ પ્રાણીને પીડા થાય તેવા કાર્યમાં પ્રવર્તતો નથી. તેથી પરિણામ એ આવે છે કે સર્વ લોકોને તે પ્રિય થઈ પડે છે. ધર્મી માણસના પરિચયમાં આવતી વ્યક્તિઓ–એના ૧. જેના વિના અનુષ્ઠાનો “તુચ્છ દ્રવ્યક્રિયા' જ રહે છે, તે આશયોમાંના પ્રણિધાન આશયનો એક અંશ છે કે “..તધ: પાનું: ” અર્થાત્ ધર્મી આત્મા પોતાના કરતાં નીચલી ભૂમિકાના જીવો પ્રત્યે કરુણાયુક્ત હોય છે. ધર્મ અનુપ્રેક્ષા ૨૯૧ Page #309 -------------------------------------------------------------------------- ________________ નોકરચાકર, સંબંધીઓ ઘરાકો, મિત્રો વગેરે...અરે, શત્રુવર્ગ પણ એની સુજનતા, અકુટિલતા પરોપકારવૃત્તિ, અદ્વેષ, ઉદારતા, વગેરે ગુણોથી આકર્ષાઈ એની પ્રશંસા કરવા પ્રેરાય છે. સંયમની આરાધનામાં એક સાધક સાધુ જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ તેના બાહ્ય જીવનમાં, આહાર અને ઉંઘ ઉપર કાબૂ આવતો દેખાય છે. દીક્ષિત થઈ મુનિજીવનનો તે પ્રારંભ કરે છે, ત્યારે એને બે પ્રહરની ઉંઘ હોય તે ઘટીને, સાધનામાં તેની પ્રગતિ વધતાં તે વૃષભ બને ત્યારે એક પ્રહરની બને છે અને આચાર્ય પદ સુધી પહોંચે છે ત્યારે સામાન્ય સંયોગોમાં પૂરા એક પ્રહરની નિદ્રાની પણ તેને આવશ્યકતા રહેતી નથી. આહારાદિનો સંયમ અને વિકલ્પ રહિત ચિત્તની અવસ્થાનું આ પરિણામ આવે છે. સંયમના વિકાસ સાથે આંતરજીવનમાં પણ કેવાં પરિણામો પ્રગટે છે, તે જણાવતાં શાસ્ત્રો કહે છે કે દીક્ષા પર્યાય એક વર્ષનો થતાં સાધુ અનુત્તરવાસી દેવો કરતાં અધિક આનંદ અનુભવે...એટલે એનું ચિત્ત નિર્મળ અને પ્રશાંત બની જાય છે, એક વર્ષની સંયમસાધના થતાં, એનાં ક્ષમા આદિ દશ યતિધર્મો પણ વિશુદ્ધ બની જાય છે, અને વિશુદ્ધ ભાવપૂર્વક સાધુચર્યાનું પાલન કરતાં, થોડા જ વખતમાં, મૈત્રી-કરુણાપ્રમોદ અને ઉપેક્ષા એ ચાર ભાવનાઓ એને હસ્તગત થઈ જાય છે. પોતાની સાધનાનો રથ જો સાધ્યભણી નિશ્ચિતપણે આગળ વધી રહ્યો હોય તો માર્ગમાં આવો કંઈ આંશિક પણ અનુભવ થવો જોઈએ. એ ન થતો હોય તો, “પોતાની સાધનામાં ક્યાંય કંઈ ભૂલ તો નથી થતી ને ? એ વિચાર જાગૃત સાધકને આવ્યા વિના રહેતો નથી. ઉપર કહેલાં આ જીવનમાં દેખાવા જોઈતાં શાસ્ત્રોક્ત પરિણામો ન દેખાય છતાં, પોતાની આરાધનાથી “કર્મનિર્જરા થઈ રહી છે.” એવા વિશ્વાસમાં રહી, ભાવધર્મનું જ્ઞાનીઓએ જે ગૌરવ કર્યું છે, તેનાં જે ગુણગાન ગાયાં છે, એ બધું પોતાની આરાધનાને માથે ઓઢાડી દઈ નિરાંતની પલાંઠી સાધકવૃત્તિવાળો આરાધક વાળી શકે ખરો ? १. वचनक्षान्तिरिहादौ धर्मक्षान्त्यादिसाधनं भवति । शुद्धं च तपो नियमाद्यमश्च सत्यं च शौचं च ॥ आकिञ्चन्यं मुख्यं ब्रह्मापि परं सदागमविशुद्धम् । સર્વ સુલ્તવુિં વતુ નિયમાન્સંવત્સરાવુર્ણમ્ II ષોડશક ૧૨, શ્લો. ૧૨-૧૩. इति चेष्टवतउचै विशुद्धभावस्य सद्यतेः क्षिप्रम् । મૈત્રી કરુણા કુતિતોપેક્ષાઃ વિત્ત સિદ્ધિમુપત્તિ | ષોડશક ૧૩, શ્લો. ૭. ૨૯૨• ધર્મ અનપેક્ષા Page #310 -------------------------------------------------------------------------- ________________ સાધના પ્રક્રિયા (આપણી સાધનાપ્રક્રિયાની સ્પષ્ટતાથી સભર આ શાસ્ત્રીય તેમ જ મનનીય લેખમાં આત્મનિરીક્ષણ'નો જે પ્રધાન ધ્વનિ ગૂંજી રહ્યો છે, તે ધર્મના સાધક માત્રને જરૂર પ્રેરક નીવડશે એવી શ્રદ્ધા છે. સં.) ધર્મસાધના એ આત્મા અને કર્મ (Spirit and matter)ને જુદા પાડવાનો પ્રયોગ છે–એક process- પ્રક્રિયા છે. એ પ્રક્રિયાનું માનવદેહ એ મુખ્ય સાધન-apparatus છે. વર્તમાનકાળે આપણને પ્રાપ્ત એ સાધન પરિપૂર્ણ નથી તેથી એ પ્રક્રિયાના અંતિમ પરિણામ–વિશુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ સુધી આપણે ન જઈ શકીએ એ બને, પરંતુ સાધનાપ્રક્રિયા જો યથાયોગ્ય રીતે થાય તો વર્તમાનકાળે, આ ક્ષેત્રમાં અને આ દેહથી પણ આત્મસ્વરૂપની ક્ષણિક અનુભૂતિ સુધીનું પરિણામ તો પ્રકટી શકે છે. - આપણી સાધના આ દિશામાં ચાલી રહી છે કે નહિ એની કોઈ પ્રતિતિ આ જીવનમાં આપણને મળી શકે ખરી ? આપણી સાધના યોગ્ય દિશામાં ગતિ કરી રહી છે કે નહિ એ સમજી શકવા આરાધનાના બે મુખ્ય અંગો-જ્ઞાન અને ક્રિયાનું કંઈક સ્પષ્ટ દર્શન કરી લેવું અનિવાર્ય છે. “જ્ઞાનજિયાખ્યાં મોક્ષ: ” એ સૌને પરિચિત સૂત્ર છે. મોક્ષ છે આપણું અંતિમ ધ્યેય. ત્યાં સુધી પહોંચાય સાધનાથી. જ્ઞાન અને ક્રિયા બે પૈડાં છે એ સાધના રથના. એ બે ઉપર જ આપણા સાધનારથે ગતિ કરવાની છે. જેના આધારે સાધનાનો રથ મુક્તિપુરી ભણી દોડાવવાનો છે એ આપણાં જ્ઞાન અને ક્રિયાના ચક્રો સાજાં સમાં છે કે નહિ ? એનું પૂર્વ પરીક્ષણ કરી લેવાનો આ આપણો શ્રમ વ્યર્થ તો ન જ લેખાવો જોઈએ. અવકાશયાત્રા માટે રોકેટ ઉપડે છે એ પૂર્વે એની કેટલી ચકાસણી કરે છે આ વૈજ્ઞાનિકો ? આપણે તો એથીયે દૂર દૂર પહોંચવાનું છે. એ બેમાંથી આજે આપણે ક્રિયાયોગની વિચારણા કરીશું. - આત્મા અને કર્મ ખીર અને નીર–દૂધ અને પાણીની જેમ એકમેક થઈ ગયેલ છે. જેમ પ્રક્ષાલ કરતાં પાણીમાં દૂધ મેળવે છે ત્યારે પાણીના સ્વભાવમાં પરિવર્તન આવેલું દેખાય છે. એ મિશ્રણનો રંગ કંઈક ધોળો, જ્યારે પાણીને કોઈ રંગ નથી. પાણી પારદર્શક હોય છે પણ દૂધ મળતાં એ પારદર્શક રહેતું નથી. તેમ કર્મ સાથે ભળવાથી આત્માના સ્વભાવમાં પણ પરિવર્તન થયેલું દેખાય છે. વિકૃતિ આવી જાય છે સુખ, આનંદ, જ્ઞાન અને પરોપગ્રહ જીવનો સ્વભાવ છે, પણ કર્મના સંયોગથી તે દુઃખી, - ૧. “પરસ્પરોપગ્રહો નીવાનામ્ " - શ્રીતત્ત્વાર્થસૂત્ર. ધર્મ અનુપ્રેક્ષા • ૨૯૩ Page #311 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાની અને સ્વાર્થી બની ગયો છે. હવે જો આપણે આત્માને કર્મથી જુદો પાડી શકીએ તો આત્માનો સુખ, આનંદ, જ્ઞાન, વગેરે ગુણસમૂહ પાછો પ્રાપ્ત થાય. ખીર અને નીર એ તો આપણી સ્કૂલમતિને સમજાવવા સ્કૂલ દૃષ્ટાન્ત છે. એમાં આત્મા અને કર્મના સંબંધનું પરિપૂર્ણ સ્વરૂપ નથી આવી જતું, તેથી એ સંબંધને શાસ્ત્રકારોએ બીજી એક ઉપમા પણ આપી છે—તપ્ત લોઢાના ગોળાની. તેમાં જેમ અગ્નિ અને લોહ એકમેક થઈ ગયેલાં હોય છે, તેમ આત્મા અને કર્મ એકરૂપ થઈ ગયાં છે. જેમ સંબંધ દૃઢ તેમ એને તોડવાની પ્રક્રિયા જટિલ હોય, ખીચડીમાં ભેગા રહેલ ચોખા અને મગ ઝટ જુદા પાડી શકાય, પણ એમાંનાં મીઠું, હળદર અને પાણી જુદાં પાડવાં હોય તો એને માટે કોઈ વિશિષ્ટ પ્રક્રિયાનો આશરો લેવો પડે. લુણેજના તેલના કૂવામાંથી નીકળતા તેલને શુદ્ધ કરવા, શોધનના અનેક તબક્કાવાળી શુદ્ધીકરણની દીર્ઘ પ્રક્રિયા અપનાવવી પડે છે અને તે માટે જંગી યંત્રસામગ્રીવાળી રીફાઈનરી ઊભી કરવી પડે છે. કર્મ અને તેમાંથી ઊભી થયેલ અનેક અશુદ્ધિઓ દૂર કરી આત્માને તેના શુદ્ધ સ્વરૂપમાં પ્રાપ્ત કરવાની પ્રક્રિયા તો એથીયે જટિલ, ગૂઢ, અટપટી અને કષ્ટસાધ્ય હોય એમાં કંઈ આશ્ચર્ય નથી. એ પ્રક્રિયાના એક બે પગથીયાં જ નથી. અનેક પગથીયાંનું એક નિશ્ચિત pattern ગોઠવણક્રમમાં સંયોજન થતાં સાધનાપ્રક્રિયા પૂર્ણ બને છે. સાધનાના એ પગથીયાં ક્યાં ? અને એની ગોઠવણીની pattern - રચના પદ્ધતિ કઈ ? કોઈ જિજ્ઞાસુ આવીને આપણને પૂછે કે તેને મોક્ષની ઇચ્છા જાગી છે, મોક્ષ પ્રાપ્તિ માટે સાધના કરવી છે તો તેણે શું કરવાનું રહે છે ? તો આપણે તેને વ્રત, નિયમ, તપ, ત્યાગ, સંયમ અને વૈરાગ્યની વાત કરીશું. પ્રશ્ન કરનાર જિજ્ઞાસુ જો સાધના કરવાની પોતાની ઉત્કટ ઇચ્છા દેખાડે તો આપણે કહીશું “મોક્ષ પ્રાપ્તિની તમારી ઇચ્છા તીવ્ર હોય તો વધુ કડક નિયમો લો, વધુ ત્યાગ કરો, આકરાં તપ તપો, ચારિત્ર માર્ગનો સ્વીકાર કરી ઉગ્રસંયમ પાળો, અને રાત અને દિવસ આગમગ્રંથોના અધ્યયનમાં મગ્ન બની જાઓ.” એથી આગળ વધીને પ્રાયઃ આપણે બીજું કંઈ બતાવી શકતા નથી, કારણ કે આરાધનાની આપણી દૃષ્ટિ વ્રત, નિયંમ, સંયમ, તપ, શ્રુતજ્ઞાન–એટલામાં સીમિત થઈ ગઈ છે. કોઈ દૂરના સ્થાને જવા નીકળેલ પથિક પોતાને કાપવાના માર્ગનો કંઈક પરિચય મેળવી લે છે, મળે તો પોતાના માર્ગનો નકશો મેળવી લે છે અને પોતાના ઇષ્ટ સ્થળે પહોંચતાં સુધીમાં માર્ગમાં આવતાં મુખ્ય મુખ્ય શહેરોનાં નામ જાણી લે છે. તો માર્ગે આગળ વધતાં જેમ જેમ પ્રથમના શહેરો માર્ગમાં આવતાં જાય તેમ એને હૈયે ધરપત રહે છે કે પોતે જે માર્ગે ચાલી રહ્યો છે તે માર્ગ બરાબર છે, વચ્ચે ક્યાંય ભૂલ થઈ નથી, અને અંતિમ ધ્યેય વચ્ચેનું અમુક અંતર કપાયું તેમ મોક્ષ માર્ગે પ્રયાણ કરનાર સાધકે પણ ૨૯૪૦ ધર્મ અનુપ્રેક્ષા Page #312 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ સુધી લઈ જનાર પોતાના સાધના માર્ગનો પરિચય પ્રાપ્ત કરી લેવો, એનો નકશો મેળવી લેવો અને મોક્ષ તરફ આગળ વધતા વચ્ચે પ્રાપ્ત થતી આત્મવિકાસની વિવિધ ભૂમિકાઓની પિછાન કરી લેવી શું જરૂરી નથી ? આપણને મોક્ષ જોઈએ છે. એની પ્રાપ્તિનો ઉપાય શો ? ઉપાયના યથાર્થજ્ઞાન વિના ઉપેયની સિદ્ધિ ન થઈ શકે, એ તો સૌ સમજી શકે તેવી વાત છે, તેથી મોક્ષના ઉપાયોનો કંઈક પરિચય આપણે મેળવી લઈએ. મોક્ષના ઉપાયની વાત કરતાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિમહારાજ કહે છે કે મોક્ષ ક્ષયવેવ સ ચાત્મજ્ઞાનનો ભવેત્ | ध्यानसाध्यं मतं तच्च, तद्ध्यानं हितमात्मनः ॥ - શ્રીયોગશાસ્ત્ર, પ્ર. ૪, શ્લો. ૧૧૩. મોક્ષ કર્મક્ષયથી જ થાય, કર્મક્ષય આત્મ જ્ઞાનથી થાય અને એ (આત્મજ્ઞાન) ધ્યાન સાધ્ય છે. માટે તે ધ્યાન આત્માને હિતકારી છે.” મોક્ષ સુધીના ચાર પગથીયાંનો અહીં નિર્દેશ છે : એક તો ધ્યાન, ધ્યાનથી આત્મજ્ઞાન, આત્મજ્ઞાનથી કર્મક્ષય અને કર્મ ક્ષયથી મોક્ષ. અહીં “ધ્યાન” શબ્દથી તેઓશ્રી શું કહેવા માગે છે તે તેમણે નીચેની પંક્તિમાં કહી દીધું છે : "मुहूर्तांतर्मनः स्थैर्य, ध्यान छद्मस्थ योगिनाम् । ઘર્મ શુનં ર તત્ થા....' પ્રકાશ ૪, શ્લો. ૧૧૫. એક અંતર્મુહૂર્ત સુધી એક જ આલંબનમાં મનની સ્થિરતાને છvસ્થ યોગીઓનું ધ્યાન સમજવું. (વિશુદ્ધિ અને વિષયભેદથી) તેના ધર્મધ્યાન અને શુક્લધ્યાન એમ બે ભેદ પડે છે. “ધર્મધ્યાન” શબ્દથી કેવળ શુભ વિચારણાનું અનેક શુભ વિષયોમાં ફરતા ચિત્તનું સૂચન નથી કરતાં, પણ કોઈ એક શુભ આલંબનમાં અંતર્મુહૂર્ત પર્યત ચિત્તની એકાગ્રતાની સ્થિતિનો નિર્દેશ એ શબ્દથી કરે છે. તો શું મોક્ષ મેળવવા, આજે જ આપણે ધ્યાનમાં બેસી જવું ? એનો જવાબ તેઓશ્રીએ નીચેના શ્લોકમાં આપી દીધો છે. સમત્વમેવવ્યાથ સ્થાને યોગી સમાયેત્ | વિના સાત્વિમાથે ધ્યાને સ્વીત્યા વિવંધ્યતે પ્ર. ૪, શ્લો. ૧૧૨. સમત્વ પ્રાપ્ત કરી, પછી એના આલંબને ધ્યાનાભ્યાસ કરવો કારણ કે સમત્વ વિના ધ્યાનનો પ્રારંભ કરવામાં આવે તો ધ્યાનમાં પ્રવેશ થતો નથી અને આત્મા વિડંબના પામે છે.” અર્થાત્ ધ્યાન પહેલાનું પગથીયું સમત્વ છે. ધર્મ અનુપ્રેક્ષા • ૨૫ Page #313 -------------------------------------------------------------------------- ________________ સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્યદૃષ્ટિ કેળવવાથી સમત્વ સિદ્ધિ થઈ શકે. બીજા જીવો પ્રત્યે આત્મતુલ્ય દૃષ્ટિ એટલે કે જેમ પોતાના હિતની ચિંતા, પોતાને પ્રાપ્ત ગુણ કે સુખની કે સામગ્રીથી આનંદ, પોતાના દુઃખ નિવારવાની ઇચ્છા અને પોતાના દોષો માટે બીજા તરફથી બચાવ મેળવવાની વૃત્તિ રહે છે તેમ બીજા જીવોની હિતની ચિંતા રાખવી, એમને પ્રાપ્ત ગુણ કે સુખથી આનંદિત થવું, એમના દુ:ખ કે મુશ્કેલીનું નિવારણ થાય એની ઇચ્છા અને શક્ય પ્રવૃત્તિ કરવી અને એમના દુર્નિવાર દોષો માટે તેમને ક્ષમા આપવી. શાસ્ત્રકારો આ વૃત્તિને મૈત્રી, પ્રમોદ, કરુણા, અને ઉપેક્ષાના નામથી ઓળખાવે છે. ધ્યાનની સાધનામાં આ ભાવોનું મહત્ત્વ કેટલું છે તે નીચેના બે શ્લોકો કહી જાય છે : मैत्रीप्रमोद कारुण्य माध्यस्थानि नियोजयेत् । ધર્મધ્યાન મુપનું તદ્ધિ તસ્ય રસાયનમ્ । - શ્રીયોગશાસ્ત્ર, પ્ર. ૪, શ્લો. ૧૧૭. आत्मानं भावयन्नाभि-र्भावनाभिर्महामतिः । ત્રુટિતામપિ સંધત્તે, વિશુદ્ધાં ધ્યાનસંતતિમ્ । - શ્રીયોગશાસ્ત્ર, પ્ર. ૪, શ્લો. ૧૨૨. “ધર્મધ્યાનની પ્રાપ્તિ ક૨વા માટે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થભાવ આત્મામાં લાવવો, કારણ કે જેમ રસાયણ-ઔષધિઓ કાયાને પુષ્ટિ આપે છે અને તેને બળ-વીર્યસંપન્ન બનાવે છે, તેમ ધર્મધ્યાનને માટે આ ચાર ભાવનાઓ રસાયણ છે.” “મહાબુદ્ધિમાન આત્માઓ, આ ભાવનાઓ વડે આત્માને ભાવિત કરતાં– વાસિત કરતાં—ત્રુટેલી ધ્યાનધારાને પણ સાંધી દે છે.' અર્થાત્ જેને વિશુદ્ધ ધર્મધ્યાન સિદ્ધ કરવું હોય તે આત્માએ આ ભાવનાઓથી પોતાનું ચિત્ત વાસિત કરી લેવું આવશ્યક બની રહે છે, કારણ કે આપણે ઉપર જોઈ ગયા તેમ ધ્યાન માટે ચિત્તથૈર્ય–ચિત્તની એકાગ્રતા અનિવાર્ય છે...ને’સાત્ત્વિક ભાવોમાં તે ચિત્ત જ એકાગ્ર બની શકે, જે ચિત્ત નિર્મળ હોય. મલિનચિત્ત સાત્ત્વિક વિચારોમાં સ્થિર ન રહી શકે. સ્વાર્થ, ઇર્ષ્યા, અસુયા, માત્સર્ય, દ્વેષ વગેરે ચિત્તના મળ છે. ચિત્તના આ મળો દૂર થાય, ચિત્તમાં મૈત્ર્યાદિભાવનાના વાસથી. સ્વાર્થી, સંકુચિત, સુખેથ્થુ, ભોગની કામનાથી ખરડાયેલા ચિત્તમાં આ ઉદાત્ત ભાવો પ્રકટે નહિ, પ્રકટે તો ટકે નહિ બીજાના હિતના વિચારથી ભરેલા આ મૈત્ર્યાદિભાવોને સ્થિર કરવા, વિકસાવવા પોતાના જીવન ઉપર નિયંત્રણ આવશ્યક બને છે. પોતાની ભોગેષણાને છુટા દોર આપી, નિરંકુશ જીવન જીવીને, ઉપરોક્ત વિશુદ્ધભાવોને ચિત્તના આસન ઉપર સ્થિર ન કરી શકાય તેથી, પોતાના ભોગપ્રધાન જીવનને નિયંત્રિત કરવું એ સાધકની પ્રાથમિક જરૂરિયાત થઈ પડે છે. આ કાર્ય યમ ૨૯૬ • ધર્મ અનુપ્રેક્ષા Page #314 -------------------------------------------------------------------------- ________________ નિયમના આસેવન દ્વારા પાર પાડવાનું છે. ટુંકમાં, આપણી સાધનાનું ચિત્ત આ રીતે રજૂ કરી શકાયું : • ૧. મોક્ષ કર્મક્ષયથી, ૨. કર્મક્ષય માટે આત્મજ્ઞાન આવશ્યક છે. ૩. આત્મજ્ઞાન ધ્યાન સાધ્ય છે. ૪. ધ્યાન માટે પ્રથમ ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થવી જોઈએ. ૫. એકાગ્રતા માટે ચિત્તની નિર્મળતા અને શરીરશુદ્ધિ આવશ્યક છે. ૬. ચિત્ત નિર્મળ બને મૈત્યાદિભાવોની સાધનાથી, ૭. મૈત્યાદિભાવને જીવનમાં ઉતારવા અને સ્થિર કરવા માટે જીવનવ્યવહાર વ્રત, નિયમ, ત્યાગ, વૈરાગ્ય અને સંયમથી નિયંત્રિત હોવો જોઈએ અને– ૮. શરીરશુદ્ધિ આદિ માટે તપની સાધના જોઈએ. આ છે આત્મા અને કર્મને જુદા પાડી આપનાર આપણી આધ્યાત્મિક process - સાધના પ્રક્રિયા. ઉપરોક્ત બધા અંગો steps - ભેગાં મળે ત્યારે એ પ્રક્રિયા પૂર્ણ બને, અને તો...અનાદિથી એકરૂપ થઈને રહેલ આત્મા અને કર્મ જુદાં પાડી શકાય, જેમ એકરૂપ–પાણીરૂપ–થઈ ગયેલ Hydroxen અને Oxyzen હાઇડ્રોજન અને ઓકસીજન વાયુઓને વૈજ્ઞાનિકો છૂટા પાડી શકે છે. પાણીનું વિભાજન કરવા પાણીને પ્રથમ તેજાબવાળું કરી પછી એમાંથી વિદ્ધતું electricity . પસાર કરવાથી પાણીરૂપ થઈને રહેલા હાઇડ્રોજન અને ઓકસીઝન વાયુઓ જુદા પડે છે અને પાણીનું વિસર્જન થઈ જાય છે. તેમ આત્મા અને કર્મને જુદા પાડવા માટેની આપણી સાધના પ્રક્રિયામાં પણ વ્રત, નિયમ, સંયમનો તેજાબ માત્ર મેળવી અટકી જવાથી આપણું કામ ન સરે, તેમાં ધ્યાનની વિદ્યુત્ મેળવવી જ રહી. આમ, આપણા સાધ્ય-મોક્ષનું અંતિમ સાધન ધ્યાન છે અને ધ્યાનની સિદ્ધિ માટે, પૂર્વતૈયારીરૂપે, બાકીનું બધું વ્રત, નિયમ, તપ, સંયમ, ભાવના, સ્વાધ્યાય, જપ વગેરે છે. આ હકીકત પ્રત્યેક આરાધકના ચિત્તમાં સ્થિર થઈ ગયેલી હોવી જરૂરી છે. તો તે જ સાધનામાં વેગ આવશે. - આપણા શાસ્ત્રગ્રંથો અને આપણી પ્રાચીન પરંપરામાં આ સત્ય વણાયેલું સ્પષ્ટપણે દૃષ્ટિગોચર થાય છે. ચિત્તવૃત્તિઓને જીવંત પાત્રોરૂપે રજૂ કરી, આપણી સમગ્ર સાધના પદ્ધતિને અને સંસારી જીવના આધ્યાત્મિક ઉન્નતિક્રમને એક અજોડ કથામાં ગુંથી, સમગ્ર શાસ્ત્રના સાર-digest - નવનીત જેવી અનુપમ કૃતિ–ઉપમિતિ ભવપ્રપંચ કથાનું ધર્મ અનપેક્ષા - ૨૯૭ Page #315 -------------------------------------------------------------------------- ________________ નિર્માણ કરનાર શ્રીસિદ્ધર્ષિગણિમહારાજા આ વાત ઉપર ભાર મૂકતાં, “આગમાર્થનો સર્વ સા૨ દ્વાદશાંગીનો નિચોડ શો ?' એવી જિજ્ઞાસાવાળા એક ગીતાર્થમુનિના પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે, ‘....આર્થ ! મારોત્ર વિજ્ઞેયો, ધ્યાનયોગ: યુનિર્મલઃ ॥ યત: મુત્નોત્તરમુળા: સર્વે, સર્વાનેય વહ્નિયિા । मुनीनां श्रावकाणांच, ध्यानयोगार्थमीरिता ॥ - ઉપમિતિ પ્રસ્તાવ ૮, શ્લો૦ ૭૨૫-૨૬. “હે આર્ય ! સાગર જેવી વિસ્તીર્ણ દ્વાદશાંગીનો સાર નિર્મળધ્યાનયોગ છે– શ્રાવકના અને સાધુઓના જે મૂલગુણો અને ઉત્તરગુણો બતાવ્યા છે તે સર્વે, અને જે કંઈ બાહ્ય ક્રિયાઓ છે તે બધી જ, ધ્યાનયોગની સિદ્ધિ અર્થે કહેલ છે.’ મોક્ષ માટે જેમ ધ્યાન જરૂરી છે, તેમ ધ્યાન માટે ચિત્તશુદ્ધિ આવશ્યક છે, કારણ કે વિશુદ્ધ અને એકાગ્ર બનેલું ચિત્ત એ જ ધ્યાન છે, શ્રીસિદ્ધર્ષિગણિ મહારાજના શબ્દોમાં જ ધ્યાનસિદ્ધિનો ક્રમ અને ઉપાયો જોઈએ. “તથાહિ-મન: પ્રસાર: માધ્ધોત્ર મુયર્થ જ્ઞાન ( ધ્યાન) સિદ્ધયે । अहिंसादिविशुद्धेन, सोऽनुष्ठानेन साध्यते ॥ अतः सर्वमनुष्ठानं चेतः शुद्धर्थमिष्यते । વિશુદ્ધ = યવેળાX, ચિત્તે તથ્થાનમુત્તમમ્ ।।'' પ્રસ્તાવ ૮, શ્લો. ૭૨૭-૨૮. “મુક્તિ માટે જરૂરી ધ્યાનની સિદ્ધિ માટે પ્રથમ મનઃપ્રસાદ–ચિત્તની પ્રસન્નતા— સાધવી જોઈએ અને તે સધાય અહિંસાદિ વિશુદ્ધ અનુષ્ઠાનોના આસેવનથી.” ૧. પ્રશ્ન નીચે મુજબ છે : ततोऽसावागमार्थस्य, सर्वसारं सुनिर्मलम् । जिज्ञासुर्विनयेनेत्यं गुरुं पप्रच्छ भावतः || મન્ત ! દાવશાદૃશ્ય, વિસ્તીર્ણસ્યોèરિવ। ભાવદ્રષિતસ્ય, જિ સારમિતિ ઘ્યતામ્ ॥ - પ્રસ્તાવ ૮, શ્લો. ૭૨૩-૨૪. ૨. પ્રણિધાનાદિ આશયવિશુદ્ધિથી યુક્ત. "हीनगुणद्वेषाभाव, परोपकारवासनाविशिष्टोऽधिकृत धर्मस्थानस्य कर्तव्यतोपयोगः प्रणि ધાનમ્ ।'' “પોતાથી હીનગુણવાળા પ્રત્યે દ્વેષ રહિત અને પરોપકારની વાસનાયુક્ત તથા કરાતા અનુષ્ઠાનમાં કર્તવ્યબુદ્ધિ શક્તિનો ઉપયોગ એ છે પ્રણિધાન.”...ને પ્રણિધાનાદિ આશય વિનાની ક્રિયા દ્રવ્યક્રિયા છે અને તે પોતાના ફળની સાધક નથી, આ વાત અહીં સ્મૃતિમાં તાજી રાખવી. ૨૯૮૦ ધર્મ અનુપ્રેક્ષા Page #316 -------------------------------------------------------------------------- ________________ “તેથી બધાં જ અનુષ્ઠાનો ચિત્તશુદ્ધિના ઉદ્દેશથી કરવાં જોઈએ, કારણ કે વિશુદ્ધ અને એકાગ્ર ચિત્ત એ જ ઉત્તમ ધ્યાનરૂપ છે.” - અહીં શ્રીસિદ્ધષિગણિ મહારાજાએ આપણી આરાધના પદ્ધતિના સંપૂર્ણ માળખાનો નિર્દેશ કરી દીધો છે, માર્ગાનુસારીપણાના ગુણોના અભ્યાસથી માંડીને દેશવિરતિ શ્રાવકપણાના વિવિધ અનુષ્ઠાનો-વ્રતો અને નિયમો કે સર્વવિરતિપણાનું, મહાવ્રતોનું બાહ્ય આચરણ એ જિનશાસન નિર્દિષ્ટ આધ્યાત્મિક જીવનની શરૂઆત માત્ર છે. પ્રારંભિક નીતિમય જીવન, દાનાદિનો અભ્યાસ અને વ્રત-નિયમો જીવનશુદ્ધિ અને સંપૂર્ણ જીવજગત સાથે અમાપ પ્રેમના વિકાસ અર્થે ઉપદેશેલ છે. હૃદયની વિશાળતા તથા ચિત્તની નિર્મળતા અને એકાગ્રતા દ્વારા આધ્યાત્મિક વિકાસનો આગળનો માર્ગ સરળ કરવો એ છે એ બધાનું ધ્યેય. આમ આપણાં વત, નિયમ, સંયમાદિ અનુષ્ઠાનો હૃદયની વિશાળતા, વિશ્વપ્રેમ અને મૈત્ર્યાદિભાવનાના વિકાસમાં સહાયક બની, આપણા ચિત્તની મલિનતા દૂર કરી તેને ધર્મધ્યાન માટે યોગ્ય બનાવે છે. ધ્યાન વડે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. આત્મજ્ઞાન પછી જ મોક્ષપ્રાપક ધર્મજીવનની ખરી શરૂઆત થાય છે. આત્મજ્ઞાન એટલે શું ? લોકભાષામાં જેને માટે “આત્મસાક્ષાત્કાર” શબ્દ વપરાય છે, એ અનુભવને શાસ્ત્રકારો “આત્મજ્ઞાન” શબ્દ વડે ઓળખાવે છે. • "आत्मज्ञानं च नात्मनः कर्मभूतस्य पृथक् किंचित्, अमित्वात्मनश्चिद्रुपस्य स्वसंवेदनमेव મૃત, નાડોચાત્મજ્ઞાનં નામ ” ' અર્થાત સ્વાનુભૂતિ એ જ આત્મજ્ઞાન છે, આત્મજ્ઞાન એ આનાથી જુદી કોઈ ચીજ નથી.” - શ્રી યોગશાસ્ત્ર અ. ૪, શ્લો. ૩ ટીકા. ' સમ્યક્ત્વની પ્રતિષ્ઠા આ આત્માનુભૂતિની દઢ પીઠિકા ઉપર છે. “આત્મા છે” અર્થાત્ જીવ નામે એક સ્વતંત્ર દ્રવ્યનું અસ્તિત્વ છે અને તે દેહથી ભિન્ન છે એટલું જ નહિ પણ કર્મથી પણ ભિન્ન છે એવી દઢ પ્રતીતિ ઉપર સમ્યકત્વનું મંડાણ છે. ઉપાધ્યાયજી શ્રીયશોવિજયજી મહારાજ આ વાત કરતાં કહે છે કે, “ઠરે તિહાં સમકિત તે થાનક, તેહનાં ષટવિધ કહીએ રે, તિહાં પહિલું થાનક “છે ચેતન-લક્ષણ આતમ લહીએ રે, ખીરનીર પરે પુગલમિશ્રિત, પણ એહથી છે અલગો રે, અનુભવહંસ ચંચુ જો લાગે, તો નવિ દીસે વલગો રે - શ્રીસમકિત સડસઠ બોલની સજઝાય, ૬૨, “સમકિત વિના ઉગ્ર ચારિત્ર પણ નિરર્થક છે “એમ કહીને, શાસ્ત્રકારો આપણને ધર્મ અનુપ્રેક્ષા • ૨૯૯ Page #317 -------------------------------------------------------------------------- ________________ આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થે સદા જાગૃત રહેવા પ્રેરે છે. એ આત્મજ્ઞાનનું મહત્ત્વ આપણા ચિત્તમાં વસવું જોઈએ. આત્મજ્ઞાન વિના સંસારનો-કર્મનો નાશ શક્ય નથી. શ્રીહેમચંદ્રસૂરિ મહારાજે કહ્યું છે કે "आत्माज्ञानभवंदुःखमारमचानेन हन्यते । तपसाप्यात्मविज्ञानहीनैच्छेत्तुं न शक्यते ॥" “આત્માના અજ્ઞાનપણાથી જન્મેલું દુઃખ આત્મજ્ઞાન વડે નાશ પામે છે, તે વિના–આત્મજ્ઞાન વિનાના જીવો તપ વડે પણ તેને છેદી શકતા નથી.”—શ્રી યોગશાસ્ત્ર, અ. ૪, શ્લો. ૪. “આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે.” - વાસુપૂજય જિનસ્તવન, ગા. ૬. એમ આનંદઘનજી મહારાજે પણ ગાયું છે. છતાં, ભાવનું આરોપણ કરીને દેશ કે સર્વચારિત્ર અપાય છે, અર્થાતુ શ્રાવકપણાનાં અને સાધુપણાનાં અનુષ્ઠાન કરવા દેવામાં આવે છે. આ વ્યવહારનો નિષેધ નથી, પરંતુ સાધકે એ કદી વિસરવું ન જોઈએ કે એ દ્રવ્યપાલન છે, એમાંથી ભાવમાં જવાનું બાકી છે, ભાવની પ્રાપ્તિ અર્થે જ એનું આસેવન છે. એ સ્મૃતિને સતત જાગતી રાખી, પોતાની વ્રત-તપ-સંયમની સાધના આત્મસાક્ષાત્કાર સુધી પોતાને લઈ જાય એ રીતે યોજવી જોઈએ. સાધનાપથનો સમગ્ર નકશો જો દૃષ્ટિ સામે હોય તો વ્રત-નિયમ-તપ-સંયમને જ સાધ્ય માની લઈ એની આરાધનામાં પરીપૂર્ણતા સમજવાની ભૂલ ન થાય, આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં સાધન તરીકે એ બધાનો સ્વીકાર થાય. ને તેથી, માત્ર ડોળ અને દેખાવની વૃત્તિ એમાં ન ભળે અને સાધનામય જીવનનાં વર્ષો વીતતાં જાય તેમ તેમ જીવનમાં અધિકાધિક શક્તિ, સમતા અને સ્વસ્થતા અનુભવાય. - હવે, ક્ષણભર શાંતપણે વિચારો કે આપણી ધર્મારાધનાનું સાધ્ય શું રહ્યું છે ? આત્મજ્ઞાન–આત્મસાક્ષાત્કાર-ની પ્રાપ્તિનાં સાધન સમજીને વ્રત-નિયમ-તપ સંયમનું આસેવન આપણે કરીએ છીએ કે વ્રત-નિયમ-તપ-સંયમને જ સાધ્ય માની લઈ, તેમાં જ ઇતિકર્તવ્યતા સમજીએ છીએ ? આપણો આત્મવિકાસ થતો અનુભવી શકીએ છીએ ? કે વર્ષોની સાધના પછી પણ “હતા ત્યાંના ત્યાં” એવો અનુભવ થાય છે ? ધર્મની આરાધના વધતાં સાચી ધર્મસાધનાની સાથે અવશ્ય જન્મતી પ્રસન્નતા, શાંતિ અને સ્વસ્થતાથી આપણો જીવનવ્યવહાર સભર બનતો જાય છે કે હજી પણ વિષાદ, ચિંતા, ભય, વ્યાકુળતા આપણા જીવનને ડારી રહ્યાં છે ? ૩૦૦ • ધર્મ અનપેક્ષા Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ૩૧૯ ૩૨૪ ૩૨૭ ૩૩૧ પ.પૂ. મુનિરાજ શ્રીતત્વાનંદવિજયજી મહારાજ મન્ટાધિરાજ-ઉપનિષદ્ ધર્મનું હૃદય ધર્મનું સ્વરૂપ ધર્મની પરિણામિકારણતા નમો' પદ શ્રીઅરિહંત પરમાત્માની ભક્તિ શ્રીનવકારનો સંક્ષેપાર્થ શ્રીનવકારનો વિસ્તાર્થ નિશ્ચય અને વ્યવહારનું રહસ્ય પ્રસન્ન બનો! પ્રતિષ્ઠાનું હાર્દ ૩૩૪ ૩૩૬ ૩૪૨ ૩૪૫ ૩૪૮ ૩પ૦ ધર્મ અપેક્ષા • ૩૦૧ Page #319 -------------------------------------------------------------------------- ________________ મન્ટાધિરાજ-ઉપનિષ (૧) મન્નાધિરાજ ગઈ | (અ) મહિમા ત્રણે લોકમાં રહેલી શાશ્વત જિનપ્રતિમાઓનાં દર્શન, પૂજન, સ્તવન વગેરેથી જે ફળ પ્રાપ્ત થાય છે, તે “ગઈ' મન્નાધિરાજના ૧૦૮ જપથી સાધકને સ્વયં પ્રાપ્ત થાય છે. સર્વવર્ણસ્વરૂપ મન્નાધિરાજ “મનું સુષુમ્ભાનાડીમાં ધ્યાન કરનાર શ્રીસૂરિ ભગવાનું ભ્રાંતિ રહિત થઈને સર્વ આગમોના અર્થોના પ્રવકતા (મહાપ્રવચનકાર) બને છે. મંત્રાધિરાજ “ગરના જપથી ક્ષય, અરુચિ, અપચો, કોઢ, આમદોષ, ખાંસી, શ્વાસ વગેરે સર્વ રોગો નાશ પામે છે. જાપ કરનાર અપ્રતિમ વાચાશક્તિવાળો બને છે અને મહાપુરુષો પણ તેનું બહુમાન કરે છે. તેને પરલોકમાં ઉત્તમ પુરુષોએ પ્રાપ્ત કરેલી ગતિ પ્રાપ્ત થાય છે.” “' કાર જેની આદિમાં છે, “દ કાર જેના અંતમાં છે, “રકાર જેની મધ્યમાં છે અને જે બિંદુ (અને કલાથી) સહિત છે, તે જ મત્રાધિરાજ ‘મ પરમ તત્ત્વ છે. તેને જે સારી રીતે જાણે છે, તે તત્ત્વનો જ્ઞાતા છે. સમાન મોક્ષલક્ષ્મી તેની સમીપ આવીને ઊભી થાય છે. ૧. સૈનીવયવર્તિશાશ્વતનનરર્શન-પૂબન-સ્તુતિમવેન ! fબનપતિવી નાખશત અન્ ત્તેન સ્વયં બ્રિયતે II શ્રીસિંહતિલકસૂરિકૃત મંત્રરાજરહસ્ય, ૪૬૪ ૨. તિ સર્વવમૂર્તિમત્તે સર્વતમન્તઃ | ધ્યાયન સૂચિ: સત્તામાર્થવરુ અતિપ્રાન્તિઃ | શ્રીમંત્રરાજરહસ્ય, ૪૫૦ ૩. સુષુમ્માનાડીમાં ધ્યાન કેવી રીતે કરવું, તે હવે પછીના લેખોમાં ક્રમશઃ આપવાની ભાવના છે. ४. 'अहं' जपात् क्षयमरोचकमग्निमान्धं, कुष्ठोदरामकसनश्वसनानि हन्ति । प्राप्नोति चाप्रतिमवाक् महतीं महद्भ्यः पूजां परत्र च गतिं पुरुषोत्तमाप्ताम् ।। શ્રીમંત્રરાજરહસ્ય, ૪૫ર ૫. અરવિ હજ્જારાન્ત રેમä સવિન્દ્ર ! तदेव परमं तत्त्वं यो जानाति स तत्त्ववित् ॥ - કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રીહેમચંદ્રાચાર્ય વિરચિત “યોગશાસ્ત્ર,” પ્ર. ૮, શ્લો. ૨૩ ૬. મહાત-વૈમિત્ યો યવ ધ્યાતિ Dિ: I તવૈવાનંદ્રસં૫Çમુ$િશ્રીપતિછતે “યોગશાસ્ત્ર,' પ્ર. ૮. ગ્લો. ૨૪ (અહીં આપવામાં આવેલા અને પછીના લેખોમાંના શ્લોકો સાધકે પોતાની નોટમાં નોંધી લેવા અને તે દ્વારા આત્માને પુનઃ પુનઃ ભાવિત કરવો.) ૩૦૨૦ ધર્મ અનુપ્રેક્ષા Page #320 -------------------------------------------------------------------------- ________________ આ મન્ત્રાધિરાજ અર્ફે સર્વાતિશાયી છે અને સર્વસદ્ધસ્તુઓની પ્રાપ્તિનું બીજ છે, તે સર્વ આગમોનાં રહસ્યનું પણ રહસ્ય છે અને સર્વ વિઘ્નરૂપ પર્વતોને ક્ષણવારમાં ભેદી નાખવા માટે મહાવજતુલ્ય છે, વગેરે માહાત્મ્ય સાધકના મનમાં દૃઢ થવું અત્યંત આવશ્યક છે. તેથી આ લેખથી તે મંત્રાધિરાજના મહિમાની શરૂઆત કરવામાં આવે છે. આ અને પછીના લેખોમાં જે માહાત્મ્ય આપવામાં આવશે તેને વાંચીને સાધકોના મનમા એ વિશ્વાસ સુદૃઢ થવો જોઈએ કે એ મંત્રાધિરાજ પરમ શ્રદ્ધેય છે, પરમ ધ્યેય છે, પ૨મ શરણ્ય છે અને પરમ સ્પૃહણીય છે. આવા પ્રકારના દૃઢ વિશ્વાસથી મન્ત્રાધિરાજની સાધનામાં નવો ઉત્સાહ અને નવો વેગ આવશે. ૧. મન્ત્રાધિરાજ અર્દૂ મહિમા ‘અહં’ એ ત્રણ અક્ષરો વડે જેઓ પરમેષ્ઠિ નમસ્કારને સ્મરે છે, તેઓ સર્વ ભયોને ઓળંગીને ઋદ્ધિ અને સિદ્ધિઓથી યુક્ત બને છે. જે આત્માનું ગર્હ સ્વરૂપે ધ્યાન કરે છે, તે આ લોકમાં યોગીઓમાં શ્રેષ્ઠ છે.૨ હે મુનિવર ! સાક્ષાત્ શ્રીજિનપતિરૂપ એવા આ મંત્રરાજ અહંનું તું સ્મરણ કર ! મન્ત્રાધિરાજ઼ ગર્દમાંથી ઉત્પન્ન થયેલા અનાહતનાદમાં સ્થિર છે ચિત્ત જેનું એવા મુનિને અણિમાદિ સર્વ સિદ્ધિઓ સ્વયં પ્રાપ્ત થાય છે.૪ ‘અર્દ'નું સુષુમ્નાનાડીમાં ધ્યાન કરનાર યોગીને તે તે ભવોમાં સિદ્ધિસદશ સામ્રાજ્ય પ્રાપ્ત થાય છે.પ અર્હ એ મંત્રદેહવાળા સાક્ષાત્ શ્રીજિનેશ્વર ભગવંત છે, અર્થાત્ એ શ્રીજિનપતિનો સદાવિદ્યમાન મંત્રદેહ છે. ‘ત્ર'થી શરૂ થતી અને ‘હૈં'માં અંત પામતી એવી પ્રસિદ્ધ માતૃકા (બારાખડી) યુગની યાદિમાં શ્રીઋષભદેવ ભગવંતે સ્વયં કહી હતી. તેમાંનો પ્રત્યેક અક્ષર તત્ત્વરૂપ ૧. પરમેષ્ઠિ-ળમોગરો, ‘અહં' તિત્તિ અવરેહિ ને સરહિ । તે ત્તષિય સન્નમયા, રિદ્ધિ-સિદ્ધિનુયા દ્રુતિ ॥ ૨. ‘અદ’ સ્વ પતિ સોઽત્ર યોગિન્દ્રઃ । - મન્ત્રરાજ રહસ્ય, ૩૫૮ ૩. સ્મર બિનપતિજજ્યં મંત્રાનં યતીન્દ્ર । - મંત્રરાજ રહસ્ય, ૪૫૩ ४. मन्त्रराजसमुद्भूतानाहतस्थितचेतसः । સિન્તિ સિદ્ધયઃ સર્વા અળિમાદ્યા: સ્વયં યતેઃ ॥ - મંત્રરાજ રહસ્ય, ૪૫૭ (અનાહતનાદનું સ્પષ્ટીકરણ આગળ પ્રક્રિયા વખતે કરવામાં આવશે). ૫. ‘અર્હ’ મેરુધ્ધાતુસ્તત્તજીવસિદ્ધિ સામ્રાગ્યમ્ । - મંત્રરાજ રહસ્ય, ૪૫૮ ૬. (ગર્હ) મન્નતનુ: બિનપતિ: સાક્ષાત્ । - મંત્રરાજ રહસ્ય, ૪૬૩ ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૦૩ તેરસ-મેઝ-નવાર-પડાં । Page #321 -------------------------------------------------------------------------- ________________ છે. તેમાં પણ ‘અહં’એ ત્રણ તત્ત્વો શ્રેષ્ઠ છે, કારણ કે તેમાં શ્રીસર્વજ્ઞ ભગવંત રહે છે.૧ આ મન્ત્રાધિરાજ અહં સર્વ મંત્રોની જન્મભૂમિ છે. એ અષ્ટમહાસિદ્ધિઓનો આપનાર, સર્વ પાપોનો નાશ કરનાર, સર્વ પુણ્યોનું આદિમ કારણ, સર્વ ગુણ-રૂપ રત્નોનો રત્નાકર અને અચિત્ત્વ પ્રભાવવાળો છે. પૂર્વ જન્મોમાં જેણે પ્રચુર પુણ્ય કર્યું હોય તેને જ આ મન્ત્રાધિરાજની સમ્યક્ પ્રાપ્તિ થાય છે. એની સુંદર રીતે આરાધના કરનારને આ લોકમાં એવી કોઈ પણ શુભ વસ્તુ નથી કે જે પ્રાપ્ત ન થાય તેથી હે મુમુક્ષુ ! તારા કલ્યાણ માટે આ મંત્રાધિરાજને તારા સર્વસ્વનું ભાવપૂર્વક સમર્પણ કર ! તારા અને સમગ્ર જગતના કલ્યાણ માટે જ સાક્ષાત્ શ્રીજિનેશ્વર ભગવંત અર્હ રૂપ મંત્રદેહ ધારણ કરીને સદા મંત્રશરીરથી જીવે છે. પ્રકાશ કરનારું જ્ઞાન અને શુદ્ધ કરવાનો તપ તથા આવતાં કર્મને રોકનાર સંયમ, એ ત્રણે વસ્તુ એકત્ર મળવાથી શ્રીજિનશાસનમાં મોક્ષ કહ્યો છે. પ્રકાશ કરનારું જ્ઞાન, સમગ્ર દ્વાદશાંગી છે. તેમાંથી અને તેના સારભૂત શ્રીનવકારમાંથી એક જ પ્રકાશ મળે છે અને તે છે ‘આત્મસમદર્શિત્વ’નો, બીજા શબ્દોમાં સમ્યક્ત્વનો, સામાયિકનો. સર્વ જીવો સાથે આત્મતુલ્યદર્શિપણું પ્રાપ્ત થવું અને તેના ફળ સ્વરૂપે સર્વવિરતિ સામાયિક અને નિર્વાણની પ્રાપ્તિ થવી એ જ શ્રીનવકાર અને દ્વાદશાંગીના જાપ અને અધ્યયનનું મુખ્ય ફળ છે. ૨. મન્ત્રાધિરાજ અર્દનું સ્વરૂપ મન્ત્રાધિરાજ માં પ્રથમ અક્ષર ‘' છે. તે માતૃકા—બારાખડીનો પ્રથમ વર્ણ છે. એ મન્ત્રાધિરાજનો અંતિમ અક્ષર ‘દ’ છે. તે માતૃકા—બારાખડીનો અંતિમ વર્ણ છે. આ ‘F’ ઊર્ધ્વ અને અધો રેફ (7 કાર)થી, તેમ જ કલા () અને બિંદુ (.) થી યુક્ત છે. ઊર્ધ્વ રેફ (~), ‘ઞ' અને ‘'ની વચ્ચે છે. આ રેફથી બારાખડીના ‘’અને ‘TM’ વચ્ચેના સર્વ વર્ણો ( ‘'થી ‘સ્’ સુધીના સૂચવાય છે, એ રીતે ' વર્ણ વચલા સર્વ વર્ણોનો ૧. બારાદ્રિ-દ્દારાન્તા, પ્રસિદ્ધા સિદ્ધમાતૃા | युगादौ या स्वयं प्रोक्ता, ऋषभेण महात्मना ॥ एकैकमक्षरं तस्यां तत्त्वरूपं समाश्रितम् । तत्रापि त्रीणि तत्त्वानि येषु तिष्ठति सर्ववित् ॥ - શ્રીજયસિંહસૂરિ વિરચિત ‘ધર્મોપદેશમાલા’ ‘અ' અક્ષરસ્તવ, ૩-૪. (અહીં જે અવતરણો આપવામાં આવ્યાં છે, તે બધાનો સંગ્રહ ‘નમસ્કાર સ્વાધ્યાય' નામક ગ્રંથમાં કરવામાં આવ્યો છે.) ૩૦૪ • ધર્મ અનુપ્રેક્ષા Page #322 -------------------------------------------------------------------------- ________________ પ્રતિનિધિ છે. તાત્પર્ય કે ‘અહૈં'માં સમગ્ર માતૃકા આવી જાય છે. અધોરેફ ‘’કારને સમર્થ મન્ત્રબીજ બનાવે છે. રાં, રા, દુ, દૂ, હૂઁ, ડ્રો, મૈં, હૂઁ અને દૂ: એ મન્ત્રાક્ષરો પણ ‘F’કાર, અધોરેફ, કલા અને બિંદુના સંયોગથી બનેલા છે. મન્ત્રાધિરાજ અર્હમાં, જ્ઞ, હૈં અને ને નજીક લાવવાથી અમ્ બને છે, તે આત્માનો સૂચક છે. ઊર્ધ્વરેફ ( કાર) રત્નત્રયનો સૂચક છે. અહમ્ રૂપ આત્મા જ્યારે શુદ્ધ રત્નત્રયથી યુક્ત બને છે, ત્યારે તે ગર્હ - અર્હત્ બને છે. “ એ અગ્નિબીજ પણ છે, તે કર્મેન્ધનને બાળવા માટે અતિસમર્થ અગ્નિ છે. આગ્નેયી ધારણામાં એ અગ્નિબીજમાંથી અગ્નિને ઉત્પન્ન કરવાનો હોય છે. અર્હ ઉ૫૨ ૨હેલી કલા અર્હત્તા અતિશયોની કલા છે. તે વડે પ્રાતિહાર્યાદિ અતિશયો સહિત અર્હત્ સૂચવાય છે. કલાની ઉપર રહેલ બિંદુ અર્હત્તા મુક્તિસ્થ શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપનું સૂચક છે. ઊર્ધ્વરેફ બનીને કાર સર્વવર્ણોની ઉપર ચઢી જાય છે, એવી જ રીતે કલા અને બિંદુ પણ વર્ણોની ઉપર લખાય છે. વર્ણોમાં ર્ અને મ્ એ બે અક્ષરો એવા છે કે વર્ણોની ઉપર ચઢી જાય છે, તેમાં એક છત્રની જેમ અને બીજો મુકુટમણિની જેમ શોભે છે.૨ માતૃકા તે શબ્દબ્રહ્મની સૂચક છે, જે ઞ અને હૈં વડે સૂચવાય છે. ‘રૅ તે રત્નત્રય છે. ચંદ્રકલા તે સિદ્ધિપદ (અથવા સિદ્ધશિલા) છે. તેના ઉપર બિંદુ તે અનાહતરૂપ અર્હત્ છે. અહીં શબ્દબ્રહ્મ એટલે દ્વાદશાંગી સમજવી. થી ૪ સુધીના વર્ણો વડે દ્વાદશાંગી રચાય છે. તાત્પર્ય કે માતૃકામાંથી જ શ્રુતજ્ઞાનની ઉત્પત્તિ છે, એ રીતે ત્ર અને હૈં વડે દ્વાદશાંગી, શ્રુતજ્ઞાન વગેરે પણ સૂચવાય છે. ઞથી શરૂ થતી અને માં અંત પામતી એવી માતૃકાબારાખડી શ્રીઋષભદેવ ભગવંતે યુગની આદિમાં સ્વયં કહી હતી. તેમાંનો પ્રત્યેક અક્ષર તત્ત્વરૂપ છે. તેમાં પણ ૧. પાર્થિવાદિ ધારણાઓનું સ્વરૂપ યોગશાસ્ત્ર પ્રકાશ ૮માં છે. ૨. સરખાવો– एक छत्र एक मुकुटमणि, सव वर्णन पर जोय । तुलसी रघुवर नाम के, वर्ण विराजत दोय ॥ સંત તુલસીદાસ કૃતઃ ‘રામચરિતમાનસ’. ૩. માથં હાન્ત શબ્રહ્મોાંધો ‘ર' તસ્ત્રિનયુતમ્ । चन्द्रकला सिद्धिपदं बिन्दुनिभोऽनाहतः सोऽर्हन् ॥ - લખાયું છે. મન્ત્રરાજરહસ્ય, ૪૪૭. ૪. અહીંથી શરૂ થતું અહંનું સ્વરૂપ શ્રીજયસિંહસૂરિ કૃતઃ ‘ધર્મોપદેશમાલા’ના આધારે ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૦૫ Page #323 -------------------------------------------------------------------------- ________________ સ, ૨ અને ૨ એ ત્રણ તત્ત્વો પ્રધાન છે, કારણ કે તેમાં શ્રીસર્વજ્ઞ ભગવાન રહે છે.. મ'કાર એ પ્રથમ તત્ત્વ છે. તે સર્વભૂતોને અભય આપનારું છે, તે સર્વ પ્રાણીઓના કંઠદેશને આશ્રીને રહેલું છે. તે સર્વાત્મક, સર્વગત, સર્વવ્યાપી, સનાતન, દિવ્ય અને પાપનાશક છે. સર્વ વર્ષોમાં તે મોખરે છે. વગેરે સર્વવ્યંજનોમાં તે રહેલું છે. તે પૃથિવ્યાદિ પાંચ મહાભૂતો, સર્વ શાસ્ત્રો, સર્વ લોકો, સર્વ મહાસાગરો, સર્વ મત્રતસ્નાદિ યોગો, સર્વ વિદ્યાઓ વગેરેમાં આકાશની જેમ વ્યાપકરૂપે રહેલું છે એ જ પરબ્રહ્મ છે, એનાથી શ્રેષ્ઠ અન્ય કોઈ બ્રહ્મ નથી. જે દેવ (ગ)ની આદિમાં એ છે, તે દેવના નામનું મુમુક્ષુઓએ અવશ્ય ધ્યાન કરવું જોઈએ. કાર પ્રદીપ્ત અગ્નિ જેવો છે તે સર્વ દેહિઓના શિરોભાગને વિષે રહે તે પુણ્ય, પવિત્ર અને મંગલ છે, દ કાર સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો છે. લૌકિકશાસ્ત્રો એને “મહાપ્રાણી કહે છે. એમાંથી જુદા જુદા સંયોગો વડે અનેક મન્ચાક્ષરોની નિષ્પત્તિ થાય છે. બિંદુ સર્વ પ્રાણીઓના નાસાગ્રને વિષે રહે છે, તે સર્વ વર્ણોની ઉપર રહે છે, જલબિંદુની જેમ વર્તુલાકાર છે અને યોગીઓને મોક્ષ આપનાર છે લગભગ બધા મંત્રબીજો બિંદુથી યુક્ત હોય છે. ઉપર કહેલ ત્રણ અક્ષરો ૧, ૨ રુ અને બિંદુ વડે જેનું નામ નિષ્પન્ન થાય છે, તેને પંડિતપુરુષો સર્વજ્ઞ કહે છે : મ'થી વિષ્ણુ (ધ્રૌવ્ય), “'થી બ્રહ્મા (ઉત્પાદ) અને “દથી મહેશ (વ્યય) સૂચવાય છે. કલાથી મુક્તિસ્થાન અને બિંદુથી પરમપદ વ્યક્ત થાય છે. એ રીતે મર્દમાં લૌકિક દેવો, ત્રિપદી, અહંતુ, સિદ્ધ વગેરે પણ આવી જાય છે. આ રીતે મત્રાધિરાજ અને તેના અંગોનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું છે. હવે પછીના લેખમાં તેના ધ્યાન વિશે માહિતી આપવામાં આવશે. હવે ધ્યાનની પૂર્વભૂમિકા સંક્ષેપમાં વિચારીશું. આ યુગમાં આપણા માટે શુક્લધ્યાન શક્ય નથી કારણ કે તેની અધિકારિતા આજે આપણામાં નથી. શુક્લધ્યાનના અધિકારી તો વજઋષભનારાચ સંઘયણથી યુક્ત, પૂર્વધર અને શ્રેણી પર ચઢવામાં સમર્થ એવા મહામુનિઓ હોય છે, તેથી આજે આપણા માટે ધર્મધ્યાન જ અભ્યસનીય છે. એ ધર્મધ્યાનને બાદ કરીએ તો આજે આપણી આરાધનામાં કશું જ ન રહે. આપણા માટે આજે ધર્મધ્યાન એ જ મહાન આરાધના છે. મુમુક્ષુઓએ ધર્મધ્યાન માટેની નીચેની સપ્તાંગી અવશ્ય જાણવી જોઈએ. ધ્યાતા ૧, ધ્યાન ૨, ધ્યાનનું ફળ ૩, ધ્યેય ૪, દેશ ૫, કાળ ૬ અને અવસ્થા ૭. ૩૦૬ • ધર્મ અનુપ્રેક્ષા Page #324 -------------------------------------------------------------------------- ________________ ‘ધ્યાતા ૧’–લઘુકર્મી, વિરક્ત, પરિગ્રહરહિત, તપ અને સંયમથી સંપન્ન, પ્રમાદરહિત, જીવાદિ તત્ત્વોનો જાણકાર, આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના ત્યાગથી પ્રસન્ન ચિત્તવાળો, અપેક્ષારહિત, અમર્યાદ કરુણાવાળો, સર્વના કલ્યાણની કામનાવાળો, સંવેગપરાયણ, ઉપસર્ગ અને પરિષહોથી ન ડ૨ના૨, ક્રિયાયોગનો અભ્યાસી, ધ્યાનયોગમાં ઉદ્યમશીલ, સત્ત્વશીલ અને અશુભ લેશ્યા તથા વાસનાઓથી રહિત હોવો જોઈએ. તાત્પર્ય કે, અપ્રમત્ત મહામુનિ, પ્રમત્ત મહામુનિ, દેશવિરતિ શ્રાવક તથા સમ્યગ્દષ્ટિ એ ચાર ધર્મધ્યાનના ધ્યાતા૧ સમજવા. ૧. ધ્યાતાનું લક્ષણ ‘યોગશાસ્ત્ર' પ્રકાશ ૭માં, સુંદર રીતે આપેલું છે, વિશેષ જિજ્ઞાસુઓએ તે અવશ્ય જોવું જોઈએ. એકાગ્ર ચિંતન તે ‘ધ્યાન ૨' સમજવું. નિર્જરા અને સંવર તે ધ્યાન ફળ ૩' છે. ‘ધ્યેય ૪’ વસ્તુ યથાર્થ હોવી જોઈએ; કાલ્પનિક નહીં ‘દેશ ૫, કાળ ૬ અને અવસ્થા ૭’ તેવા પસંદ ક૨વા જોઈએ કે જેમાં ચિત્ત પ્રસન્ન રહેતું હોય અને ધ્યાન નિર્વિઘ્ન સિદ્ધ થતું હોય. ‘અવસ્થા’ એટલે, પોતાની શારીરિક આદિ સ્થિતિ. ધર્મધ્યાનની વ્યાખ્યાઓ મુમુક્ષુઓએ સમજવી જોઈએ. તે આ રીતે છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે ધર્મ છે. તેનાથી યુક્ત એવું ધ્યાન તે ધર્મધ્યાન છે. અથવા મોહ અને ક્ષોભથી રહિત એવો આત્મપરિણામ તે ધર્મ છે, તેનાથી યુક્ત એવું ધ્યાન, તે ધર્મધ્યાન કહેવાય. અથવા ધર્મ એટલે વસ્તુસ્વરૂપ, તેનું એકાગ્રચિંતન તે ધર્મધ્યાન છે, અથવા ધર્મ તે ક્ષમાદિ દવિધ સમજવો, તેનાથી સહિત એવું ધ્યાન તે ધર્મધ્યાન સમજવું. સારાંશ કે સ્વીકૃત શુભ આલંબનમાં તત્પર અને તેનાથી ભિન્ન વિષયની સ્મૃતિથી રહિત એવું એકાગ્ર ચિંતન તે ધર્મધ્યાન છે. મૈત્ર્યાદિ શુભ ભાવનાઓનું ચિંતન, સ્વાધ્યાય, જપ અને ઇન્દ્રિયજય એ ધ્યાનમાં ચઢવા માટેનાં શ્રેષ્ઠ પૂર્વસાધનો છે. ધ્યાન માટેનું સ્થાન રમણીય, નિર્જન, અચિત્ત, વિઘ્નરહિત જોઈએ. કાયોત્સર્ગ મુદ્રા, પદ્માસન અથવા સુખાસનમાં સ્થિર રહેવું જોઈએ. ધ્યાન વખતે શરીર અક્કડ ન રાખવું, મેરુદંડ સરળ રાખવો. દૃષ્ટિ નાસાગ્રે રાખવી. ઓષ્ઠ સારી રીતે બંધ રાખવા, ઉપરના દાંતોનો નીચેના દાંતો સાથે સ્પર્શ ન થાય તેની કાળજી રાખવી. ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોથી ખેંચી લેવી. મનને સ્વીકૃત આલંબનમાં ('અ' વગેરેમાં) સ્થિર કરવું અને અન્યત્ર જતા મનને રોકવું. ધ્યાન વખતે નિદ્રા, આળસ વગેરે ન જોઈએ. “ધર્મધ્યાનમાં આ જીવનમાં વિકાસ સાધવો જ છે,” એવો સંકલ્પ વારંવાર સેવવો જોઈએ. આ યુગમાં ધર્મધ્યાનથી ચઢીયાતી બીજી કોઈ પણ સાધના નથી એવો દૃઢ નિર્ણય જોઈએ. ધર્મધ્યાનને જ જીવનનું લક્ષ્ય બનાવવું જોઈએ. ધર્મધ્યાનની સિદ્ધિ ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૦૭ Page #325 -------------------------------------------------------------------------- ________________ અરિહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુ ભગવંતોના અનુગ્રહ વિના કદાપિ થતી નથી, તેથી તે અનુગ્રહ માટે સદૈવ ચિત્ત તલસતું-ઝંખતું રહેવું જોઈએ. અનુગ્રહને પ્રાપ્ત કરવાનું સર્વ શ્રેષ્ઠ સાધન અનુરાગ છે. તેથી પાંચ પરમેષ્ઠિ ભગવંતોને વિશે પ્રતિક્ષણ પ્રવર્ધમાન, ગાઢ, અવિચળ અને વિનયસહિત એવો અનુરાગ હૃદયમાં હોવો જોઈએ. સુંદર સ્તોત્રોના ભાવપૂર્વક સ્વાધ્યાયથી અને જપ વગેરેથી અનુરાગમાં અપૂર્વ વૃદ્ધિ થાય છે. એ ભગવંતોના શરણે પુનઃ પુનઃ જવાથી અનુગ્રહ અને અનુરાગ, બંને વધે છે. “પંચપરમેષ્ઠિ ભગવંતો વિના આ જગતમાં આપણા માટે કોઈ પણ આધાર નથી, આધાર છે તો એ જ છે. એ જ આપણાં જીવન, પ્રાણ, વગેરે છે.” વગેરે ભાવના વારંવાર ભાવવી જોઈએ. અનુરાગ અને અનુગ્રહથી ધર્મધ્યાન માટેની આપણી પાત્રતા વિકસે છે અને ધ્યાનને અનુકૂળ એની સર્વ સામગ્રી આપણી પાસે કુદરતી રીતે ખેંચાઈને આવે છે. યોગનાં આસન, પ્રાણાયામ, શરીરમાં રહેલા ધ્યાનનાં સ્થાનો, સુષમ્યાદિ નાડીઓ, પ્રત્યાહાર, પાર્થિવી આદિ ધારણાઓ વગેરે અંગોનું સ્વરૂપ સાધકે અવશ્ય જાણી લેવું જોઈએ. કલિકાલસર્વજ્ઞકૃત યોગશાસ્ત્રમાં આ વિષયોનું સુંદર વર્ણન છે. કાલિકાલસર્વજ્ઞનું યોગવિષયકજ્ઞાન અગાધ હતું. તે જ્ઞાનને સર્વાગપરિપૂર્ણ રીતે તેમણે યોગશાસ્ત્રમાં પ્રથિત કર્યું છે. ધ્યાનાભ્યાસીએ એ ગ્રંથ અવશ્ય વાંચવો જોઈએ. એથી ધ્યાનવિષયક અનેક વિષયોની તેને સ્પષ્ટતા થશે. • ધ્યાનનું માહાભ્ય બતાવતાં “પંચપરમેષ્ઠિ મંત્રરાજ, ધ્યાનમાલામાં કવિ નેમિદાસ' કહે છે કે તરણિકિરણથી જાશું અંધારા, ગરુડમંત્ર જિમ વિષપ્રતિકાર, જિમ રોહણગિરિ રત્નની ખાણ, તિમ જ્ઞાનાદિક ગુણમણિ ધ્યાન. જેમ સૂર્યકિરણથી અંધકાર નાશ પામે, જેમ જાંગુલીમંત્રથી વિષનો પ્રતિકાર થાય. અને જેમ રોહણાચળ પર્વત રત્નોની ખાણ છે, તેમ ધ્યાનથી અજ્ઞાનાંધકાર નાશ પામે, મોહવિષનો પ્રતિકાર થાય અને જ્ઞાનાદિક ગુણરત્નોની પ્રાપ્તિ થાય છે. તેથી તે મુમુક્ષુઓ ! તમારા જીવનનું ધ્યેય-પરમ લક્ષ્ય ધર્મધ્યાનને બનાવો ! ૧. નાભિ, હૃદય, કંઠ, નાસિકાગ્ર, તાળવું, મુખ, કાન, નેત્ર, લલાટ, ભૂમધ્ય અને મસ્તક એ યોગશાસ્ત્ર મુજબ ધ્યાનના સ્થાનો છે. આ સ્થાનોની વિશેષ ચર્ચા પ્રાયઃ પછીના લેખમાં થશે. આ સ્થાનોમાં ધારણા કરવાથી ચિત્ત શીવ્રતઃ પ્રશાંત બને છે અને ધ્યેયમાં સુંદર રીતે એકાગ્ર બની શકે છે. ૨. પ્રત્યાત્ત્વિદિયાનાં વિખ્યો સમતિ –બાહ્ય અને આંતર ઇન્દ્રિયોને વિષયોમાંથી ખેંચી લેવી, તે પ્રત્યાહાર છે. વિશેષ માટે જુઓ યોગશાસ્ત્ર' પ્રકાશ છો. . ૩૦૮• ધર્મ અનપેક્ષા Page #326 -------------------------------------------------------------------------- ________________ ધર્મદ્યાનરૂપ ચિંતામણિ પ્રાપ્ય હોવા છતાં કાચના કટકાઓની પાછળ દોડવું તે કોઈ રીતે હિતાવહ નથી. મન્ત્રાધિરાજ ‘અર્દ'ની વિવિધ રીતે વિચારણા મન્ત્રાધિરાજ ‘જ્જૈ’નો કલિકાલ સર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યકૃત શબ્દાનુશાસન તથા તેની તત્ત્વપ્રકાશિકા ટીકા ને શબ્દાવર્ણનન્યાસમાં નીચેના દ્વારો વડે વિચાર કરવામાં આવ્યો છે. ૧. સ્વરૂપ, ૨. અભિધેય, ૩. તાત્પર્ય, ૪. ક્ષેમ, ૫. યોગ, ૬. પ્રણિધાન અને ૭. તાત્ત્વિક નમસ્કાર. એ દ્વા૨ોને આપણે પણ અહીં ચિંતવીશું. (૧) સ્વરૂપ :- ‘ગર્દ’એ અક્ષર છે. વ્યાકરણની દૃષ્ટિએ એ નિપાત-અવ્યય છે. અક્ષર એટલે બીજ.‘‘મર્દ’ એ સિદ્ધચક્રરૂપ તત્ત્વનું પ્રથમ બીજ છે. અથવા અક્ષર એટલે સ્વરૂપથી ચૂત ન થનાર એવું બ્રહ્મ. અર્ફે એ ફૂટ મંત્રાક્ષર છે મંત્રશાસ્ત્રમાં સંયુક્ત વર્ણીવાળા મંત્રને ‘ફૂટ’ સંજ્ઞા છે, એ મંત્રાક્ષરમાં ‘હૈં' તે મંત્રાક્ષર છે અને બાકીના ‘મ’ વગેરે વર્ણો તે તેનો પરિકર સમજવો. પરિકરવાળો મંત્ર કાર્યસાધક હોય છે. મુદ્રા વગેરે બાહ્યપરિકર છે, કલા, બિંદુ વગેરે આભ્યન્તર પરિકર સમજવો. , (૨) અભિધેય :- મન્ત્રાધિરાજ અર્જુના અભિધેય–વાચ્ય પ્રથમ પરમેષ્ઠિ શ્રીઅરિહંત પરમાત્મા છે. એ મંત્રાધિરાજ તેમનો વાચક અક્ષર છે. અર્હ એટલે સર્વ જગતને હિતકર, અનુપમ સૌંદર્યવાળા, અનેક અતિશયોથી શોભતા, આમર્ષોષધિ વગેરે અનેક લબ્ધિઓથી સંપન્ન, સમવસરણમાં દેવનિર્મિત છત્રત્રય અને કલ્પવૃક્ષનીચે ચતુર્મુખ સિંહાસન પર બિરાજમાન, સર્વ સત્ત્વોના હિત માટે દેશનામાં પ્રવૃત્ત, અત્યંત મનોહર, જીવોની શારીરિક અને માનસિક પીડાઓનું પરમ ઔષધ, સર્વ સંપત્તિઓનું અવંધ્ય બીજ, ચક્રાદિ લક્ષણોથી યુક્ત, સર્વોત્તમ પુણ્યના પરમાણુઓથી બનેલા, રાગાદિ મલોથી સર્વથા રહિત, પૃથ્વી ૫૨ ભવ્યોને માટે નિર્વાણનું પરમ સાધન, અસાધારણ મહિમાવાળા, દેવેંદ્રો અને યોગીંદ્રોને પણ વંદનીય, આપ્તોમાં પરમ-આપ્ત, દેવોના પણ દેવ, ધાતિકર્મથી રહિત, અનંતચતુષ્ટયથી સહિત, સૂર્ય કરતાં પણ અધિક તેજસ્વી, સર્વ તેજોમાં ઉત્તમ તેજરૂપ, સર્વજ્ઞ, ભવ્યોના યોગ અને ક્ષેમને વહન કરનારા, સદા સુપ્રસન્ન અને આરાધ્ય તત્ત્વોમાં પ્રથમ સ્થાને બિરાજતા એવા શ્રીઅરિહંત પરમાત્મા. (૩) તાત્પર્ય :- મંત્રાધિરાજ અર્જુ એ વિદ્યાપ્રવાદ પૂર્વના સારભૂત શ્રીસિદ્ધચક્રનું આદિ બીજ છે. જેમ બીજમાંથી અંકુર, શાખા, ફળ વગેરે થાય છે, તેમ આ અહં બીજમાંથી પુણ્યાનુબંધીપુણ્ય, ભક્તિ અને મુક્તિ ઉત્પન્ન થાય છે. ગર્દમાં જે ૐ બીજ છે, તે સર્વ બીજોમાં અગ્રણી અને વ્યાપક છે. હ્રાં હ્રીઁ વગેરે બીજોમાં પણ એ રહેલ છે. અન્ય ધર્મ અનુપ્રેક્ષા . ૩૦૯ Page #327 -------------------------------------------------------------------------- ________________ દર્શનોમાં પણ ત્રૈલોકચવિજય, ઘંટર્નલ, સ્વાધિષ્ઠાન વગેરે ચક્રો પ્રસિદ્ધ છે. તેમનું પણ બીજ છે. મંત્રાધિરાજ અર્જુને શ્રીસિદ્ધચક્રના બીજ તરીકે ઓળખવું એ પ્રથમ તાત્પર્યનું જ્ઞાન થયું કહેવાય. એ મંત્રાધિરાજનું બીજું તાત્પર્ય એ છે કે એ મંત્રાધિરાજ સમસ્ત દ્વાદશાંગ આગમનું ઉપનિષદ્-રહસ્ય' છે. બીજા શબ્દોમાં કહીએ તો દ્વાદશાંગી તે અર્જુનો જ વિસ્તાર છે. દ્વાદશાંગીનું એવું એક પણ પદ નથી કે જેમાં આ મંત્રાધિરાજ વ્યાપીને ન રહેલો હોય. વધુ સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારતાં એમ લાગે છે કે સમસ્ત દ્વાદશાંગીનું પ્રયોજન અર્હ રૂપ દિવ્ય આત્મસ્વરૂપનું જીવને ભાન કરાવવું, તે છે. (૪) ક્ષેમ :- અને (૫) યોગ :- આરાધકને જ્યારે દૃઢ વિશ્વાસ થાય છે કે આ મંત્રાધિરાજ અર્હ તેના ક્ષેમ અને યોગને વહન કરવામાં સર્વ સમર્થ છે, ત્યારે તેની આરાધ્ય પ્રત્યેની ભક્તિ વિકસ્વર બને છે. અહીં પ્રાપ્ત થયેલી સદ્ વસ્તુઓનું રક્ષણ તે ક્ષેમ સમજવું અને અપ્રાપ્ત એવી સટ્વસ્તુઓની પ્રાપ્તિ કરાવવી તે યોગ સમજવો. શ્રીઅરિહંત પરમાત્મા સકલ ભવ્યોના યોગ અને ક્ષેમને વહન કરવામાં સર્વ સમર્થ છે, એ મુમુક્ષુએ કદી પણ વિસરવું જોઈએ નહીં, આવા ભાવને પુનઃ પુનઃ ભાવવો જોઈએ. એથી ચિત્તની પ્રસન્નતા વધે છે. આપણા સર્વ વિઘ્નોને મંત્રાધિરાજ નષ્ટ કરે છે, એ એની ક્ષેમવહનતા છે. વિઘ્નોનો આ મંત્રાધિરાજ એવી રીતે મૂળથી નાશ કરે છે કે જેથી તેઓ પુનઃ ઉત્પન્ન જ ન થાય. જેમ મદોન્મત્ત હાથી મદની પરવશતાથી મોટાં મોટાં વૃક્ષોને મૂળથી ઉખેડી નાખે છે, તેમ ભક્તિને પરવશ બનેલો આ મંત્રાધિરાજ સર્વ વિઘ્નોને પ્રણષ્ટ કરવામાં અત્યંત સમર્થ છે. દષ્ટ એવાં રાજ્ય વગેરે ફળો અને અદૃષ્ટ એવાં મોક્ષ અને સ્વર્ગરૂપ ફળોનું સંપાદન કરવામાં આ મંત્રાધિરાજ કલ્પવૃક્ષતુલ્ય છે. કલ્પવૃક્ષ તો ચિંતિત ફળને જ આપી શકે, જ્યારે આ મંત્રાધિરાજ સંકલ્પાતીત ફળને પણ આપે છે. બીજા મંત્રો તો અનુક્રમે ફળ આપે, જ્યારે આ મંત્રાધિરાજ તો એકી સાથે અનેક સંકલ્પોને સંપૂર્ણ કરી શકે છે. (૬) પ્રણિધાન :- પ્રણિધાન એટલે ધ્યાન. ખાસ કરીને કોઈ પણ શાસ્ત્રના અધ્યયન કે અધ્યાપનની શરૂઆત કરતાં આ મંત્રાધિરાજનું પ્રણિધાન કરવું જોઈએ, જ્યાં સુધી તે અધ્યયન કે અધ્યાપન ચાલુ રહે ત્યાં સુધી તેનું પ્રણિધાન ચાલુ જોઈએ અને પૂર્ણાહુતિ પછી પણ તે કરવું જોઈએ. અધ્યયનાદિ સિવાયના કાળમાં પણ એ પ્રણિધાન જવું ન જોઈએ. ૧. ‘અત્તિ આ સા’ એ પંચાક્ષરી મંત્રને અને ‘અરિહંત સિદ્ધ આરિય-વન્નાય સાદુ' એ ષોડષાક્ષરી મંત્રને પણ દ્વાદશાંગીનું રહસ્ય કહેવાય છે. ૩૧૦ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #328 -------------------------------------------------------------------------- ________________ પ્રણિધાનના બે પ્રકારો છે. સંભેદ પ્રણિધાન અને અભેદ પ્રણિધાન. એ બે પ્રકારોના વર્ણનને જાણવા માટે જિજ્ઞાસુઓએ હવે પછીના લેખને જોવા માટે ઉત્સુક બનવું. સંભેદ પ્રણિધાન સંભેદ એટલે સંશ્લેષરૂપ અથવા સંબંધરૂપ ભેદ. ધ્યાતાનું ધ્યેય સાથેનું જે માનસિક મિલન તે અહીં સંશ્લેષ અથવા સંબંધ સમજવો. અહીં ધ્યાતા ધ્યેયરૂપ જે ‘અહં' તેનું અર્હ રૂપે, પરમાત્મારૂપે ધ્યાન કરે છે. ‘પરમાત્મા તે પોતે જ છે,' અથવા ‘પોતે તે પરમાત્મા જ છે,' એવું અભેદ પ્રણિધાન તેને હોતું નથી. મન વડે તે પરમાત્માને પૂજ્ય અને પોતાને પૂજક માને છે. આવા ધ્યાનથી ધ્યાતામાં અભેદ પ્રણિધાનની યોગ્યતા ઉત્પન્ન થાય છે. સંભેદ પ્રણિધાનની પ્રક્રિયા આપણા મસ્તકના ઉપરના ભાગની મધ્યમાં ‘બ્રહ્મરંધ્ર’ નામનું ધ્યાનનું શ્રેષ્ઠ સ્થાન છે, તેમાં પ્રથમ ‘અહૈં” એ બીજનું સૂર્યસમાન તેજસ્વી અક્ષરોમાં ધ્યાન કરવું. પછી ‘દૂ'કારની મધ્યમાં આત્માને સ્વદેહાકારે ચિંતવવો. એ રીતે ધ્યેય અને ધ્યાતાના સંશ્લેષરૂપ પ્રણિધાન થાય છે. આ પ્રક્રિયામાં પ્રથમ અ અથવા ' એનું બીજ બ્રહ્મધમાં સ્થિર કરવું. તેમાં ‘દૂ'ની વચ્ચે સ્વાત્માને આવી રીતે–દૂર ચિંતવવો—અહીં (*) આ ચિહ્નના સ્થાને સ્વદેહાકારે આત્મા વિરાજમાન કરવો, તાત્પર્ય કે સમગ્ર આકૃતિ આવી બનશે : ऽह ३ સંભેદ પ્રણિધાન બીજી રીતે પણ કરી શકાય. આ રીતમાં પ્રથમ બ્રહ્મરંધ્રમાં સ્વાત્માને સ્વદેહાકારે ચિંતવવો. પછી તેની ચારે બાજુએ ‘અર્હ' એવા અનેક અક્ષરો લખેલા છે એમ ચિંતવવું. તાત્પર્ય કે અનેક અહંકારો વડે પોતે વેષ્ટિત છે, એમ ચિંતવવું. અભેદ પ્રણિધાન અભેદ એટલે અર્જુના અભિધેય પ્રથમ પરમેષ્ઠિ જેમનું સ્વરૂપ પૂર્વના લેખના અભિધેય દ્વારમાં વર્ણવવામાં આવ્યું છે, તેમની સાથે સ્વાત્માનો એકીભાવ, અહીં પ્રથમ સ્વાત્મા સ્વદેહાકારે બ્રહ્મમાં સમવસરણ અંતર્ગત અરિહંતરૂપે વિરાજમાન થઈને દેશના આપી રહેલ છે, એમ ચિંતવવું. અહીં સ્વાત્મારૂપ અરિહંત અથવા અરિહંતરૂપ સ્વાત્મા ૧. અહીં અના સ્થાને અવગ્રહ ચિહ્ન લખેલ છે. એવું ચિહ્ન શ્રીસિદ્ધચક્ર વગેરે યંત્રોમાં હોય છે. ૨. આ સ્થાને શ્રીઅરિહંત પરમાત્માને પણ આલેખવામાં આવે છે. ૩. શ્રીસિદ્ધચક્રાદિ યંત્રોમાં. ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૧૧ Page #329 -------------------------------------------------------------------------- ________________ અરિહંતના સર્વ અતિશયોથી સમૃદ્ધ છે, એમ ચિંતવવું. આવું અભેદ પ્રણિધાન એ જ તાત્ત્વિક નમસ્કાર છે.' જેને સંભેદ પ્રણિધાન કહેવામાં આવ્યું છે, તેને શ્રીઅરિહંત પરમાત્માનું પદDધ્યાન પણ કહેવામાં આવે છે. અહં મર્દ એ પદ અરિહંત પરમાત્માનું વાચક હોવાથી, તેમાં પદરૂપે-મંત્રદેહરૂપે શ્રીઅરિહંત પરમાત્મા રહે છે. આ “ને નામધ્યેય પણ કહેવામાં આવે છે. ધ્યાનમાર્ગના નિષ્ણાતોએ ધ્યાનના ચાર પ્રકાર પણ પાડેલા છે. પદDધ્યાન, પિંડWધ્યાન, રૂપDધ્યાન અને રૂપાતીતધ્યાન, એ ધ્યાનોની વ્યાખ્યાઓ અનેક ગ્રંથોમાં જુદી જુદી રીતે કરવામાં આવેલ છે. સદેહ એવા શ્રીઅરિહંત પરમાત્માની સમવસરણ સિવાયની અવસ્થાના ધ્યાનને પિંડWધ્યાન કહેવામાં આવે છે, અથવા શ્રીઅરિહંત પરમાત્માની પ્રતિમાનું ધ્યાન તે પણ પિંડસ્થ સમજવું. સમવસરણમાં દેશના આપતા શ્રીઅરિહંતનું ધ્યાન તે રૂપસ્થ સમજવું. શ્રીસિદ્ધરૂપે રહેલા શ્રીઅરિહંતનું ધ્યાન અથવા તેમના કેવલજ્ઞાનાદિ ગુણોનું ધ્યાન તે રૂપાતીત સમજવું. રૂપાતીતધ્યાન મહાન યોગીઓને જ હોય છે. અભેદ પ્રણિધાનના વિષયમાં ઘણી વ્યક્તિઓને એવી શંકા થાય છે કે જો તમારો આત્મા અરિહંત નથી તો પછી તેનું અરિહંતરૂપે પ્રણિધાન કરતા તમને ભ્રાન્તિ તો થતી નથી ને ? આવી શંકા બરોબર નથી. અહીં (અભેદ પ્રણિધાન)માં આત્માની ભાવઅરિહંતરૂપે અર્પણ કરવાની હોય છે, અરિહંતના ધ્યાનમાં નિષ્ઠ એવો આત્મા આગમથી ભાવ-અરિહંત છે. તેથી અહીં ભ્રાન્તિ નથી. જે ભાવવંડે આત્મા પરિણમે છે, તે ભાવવડે તે તન્મય બને છે, તેથી અરિહંતના ધ્યાનમાં નિષ્ઠ એવો આત્મા અરિહંતમય બને છે. તે વખતે તે પોતે જ ભાવ-અરિહંત બને છે. જેમાં નિર્મળ સ્ફટિકમણિ સામે રહેલી વસ્તુના રૂપને ધારણ કરે છે તેમ આત્મા પણ ધ્યાન વડે ધ્યેયમય બને છે. સર્વ દ્રવ્યોમાં દ્રવ્યાત્મક એવા ભૂત અને ભવિષ્યના પર્યાયો દ્રવ્યરૂપે સદા રહે છે. તેથી ભવિષ્યમાં થનારો જે અત્ (કવલી) પર્યાય તે અત્યારે દ્રવ્યરૂપે સર્વભવ્યોમાં રહેલો છે, તો પછી વિદ્યમાન એવા તે પર્યાયનું ધ્યાન કરવામાં બ્રાંતિ શી રીતે હોઈ શકે ? ૧. ‘શયમેવ દિ તાત્વિક્ટો નમ: I' - શ્રી “સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન'ની “તત્ત્વપ્રકાશિકા'ટીકા. ૨. “મને માત્મનઃ સર્વતઃ સંમેદ્ર રૂત્યુ પામ્ !' - ઉપર્યુક્ત ગ્રંથની “ન્યાસસારસમુદ્ધાર' નામની ટિપ્પણી ૩૧૨ • ધર્મ અનુપ્રેક્ષા Page #330 -------------------------------------------------------------------------- ________________ જો આ અભેદ પ્રણિધાનને ભ્રાંત માનવામાં આવે તો, જેમ કલ્પિત જળથી તૃષાનો નાશ કદાપી ન થાય તેમ, એ ધ્યાનથી ફળ પ્રાપ્તિ કદાપી ન થવી જોઈએ, કિંતુ એથી. ધ્યાતાને ધ્યાનના બળે શાંતિ વગેરે અનેક પ્રકારના ફળોની પ્રાપ્તિ થતી દેખાય છે. તેથી તે ભ્રાંત નથી. કેટલાક યોગીઓ અગ્નિનું અભેદ પ્રણિધાન કરીને પોતે અગ્નિરૂપ બને છે અને પીડિતના શીતજવર વગેરેને હરી શકે છે. તેઓ અમૃતનું અભેદ પ્રણિધાન કરીને, તે વડે પીડિતના દાહજવરને શાંત કરે છે, એ રીતે અભેદ પ્રણિધાને સફળ હોવાથી તે ભ્રાંતિરૂપ નથી. ટુંકમાં કહીએ તો સમસ્ત દ્વાદશાંગીનું પ્રયોજન જીવને અહત્ના અભેદ પ્રણિધાન તરફ લઈ જવાનું છે. દ્વાદશાંગીનું આ પ્રયોજન મનમાં પૂરેપૂરું સ્થિર થવું જોઈએ. આ લેખ પછી મન્નાધિરાજ મર્દ ના ધ્યાનની પ્રક્રિયા દર્શાવવામાં આવશે. તે પ્રક્રિયામાં “મન્નાધિરાજ સઈ નાભિચક્રમાંથી ઉત્થિત થઈને મધ્યમાર્ગમાં આવતા ચક્રોને ભેદીને બ્રહ્મરંધ્રમાં જાય છે.” વગેરે વર્ણનનો સમાવેશ કરવામાં આવશે. એ વર્ણન બરોબર સમજમાં આવે તે માટે આધારાદિ ચક્રોનું જ્ઞાન આવશ્યક હોવાથી આ લેખમાં ચક્રોને સંક્ષેપમાં સમજાવવાનો પ્રયત્ન કરેલ છે. આ વર્ણન મંત્રશાસ્ત્રના સમર્થ વિદ્વાન આચાર્ય ભગવંત શ્રીસિંહતિલકસૂરિ મહારાજાના “પંચપરમેષ્ઠિ-મંત્ર-કલ્પ' નામના ગ્રંથને ઓધારે કરવામાં આવ્યું છે. - આચાર્ય ભગવાન શ્રીસિંહતિલકસૂરિએ પોતાના ઉપર્યુક્ત ગ્રંથમાં નવ ચક્રોના નામો નીચે મુજબ આપ્યાં છે : - (૧) ધાર ચક્ર, (૨) સ્વાધિષ્ઠાન ચક્ર, (૩) મણિપૂર્ણ ચક્ર, (૪) અનાહત ચક્ર; (૫) વિશુદ્ધ ચક્ર, (૬) લલના ચક્ર, (૭) આજ્ઞા ચક્ર, (૮) બ્રહ્મ ચક્ર અને (૯) સુષુમ્મા ચક્ર. આધાર ચક્ર (કમળ) ગુદાના મધ્યભાગ પાસે રહેલું છે. તે ચાર દલવાળું અને રક્ત વર્ણવાળું છે. - આધાર ચક્રમાં કુંડલિની શક્તિ પ્રસુપ્ત રીતે રહેલી છે, તે સદ્દગુરુના દષ્ટિપાત, સંકલ્પ અથવા સ્પર્શમાત્રથી પ્રબુદ્ધ થઈને ઊર્ધ્વગમન કરે છે. એ ગમન વખતે સ્વર્ણકલાની જેમ તપ્ત થયેલી તે સહેલાઈથી ચક્રોને ભેદી નાખે છે. સ્વાધિષ્ઠાન ચક્ર લિંગના મૂળ પાસે રહેલું છે. છ દલવાળું અને અરુણ વર્ણવાળું મણિપૂર્ણ (નાભિ, મણિપુર) ચક્ર નાભિની પાસે છે. તે દસ દલવાળું અને ધર્મ અનપેક્ષા ૩૧૩ Page #331 -------------------------------------------------------------------------- ________________ શ્વેતવર્ણવાળું છે. અનાહત ચક્ર હૃદય પાસે છે. તે બાર દલવાળું અને પીતવર્ણવાળું છે. વિશુદ્ધ ચક્ર કંઠ પાસે છે. તે સોળ દલવાળું અને શ્વેતવર્ણવાળું છે. લલના ચક્ર પડજીભ પાસે છે. તે વીસ દલવાળું અને રક્તવર્ણવાળું છે. આજ્ઞા ચક્ર ભૂમધ્યમાં છે. તે ત્રણ દલવાળું અને રક્તવર્ણવાળું છે. બ્રહ્મ ચક્ર લલાટમાં છે. તે સોળ દલવાળું અને રક્તવર્ણવાળું છે. સુષુણ્ણા ચક્ર મસ્તકના અત્યંત ઊર્ધ્વભાગમાં છે. તે હજાર દલવાળું અને શ્વેતવર્ણવાળું છે.૧ આ ધ્યાનની પ્રક્રિયા અત્યંત ગંભીર છે. વિશિષ્ટ અનુભવથી રહિત એવો હું એ વિષયને સંપૂર્ણ સ્પષ્ટ રીતે ન વર્ણવી શકું, એ સ્વાભાવિક છે. છતાં પણ ધ્યાનમાર્ગ પ્રત્યેની અત્યંત તીવ્ર રુચિના કારણે અને મંત્રાધિરાજ પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને આ દિશામાં પ્રયત્ન થઈ રહ્યો છે. આ વિષયના નિષ્ણાતો માટે આ લખાણ નથી, કારણ કે હું તો તેમની કરુણાનો પાત્ર છું. આ વિષયમાં કાંઈક જાણવા ઇચ્છતા મુમુક્ષુઓને ઉદ્દેશીને આ લેખ લખાઈ રહ્યો છે. પવિત્ર પદ (ગર આદિ)ને અવલંબીને જે ધ્યાન કરવામાં આવે છે, તેને અનુભવી મહાપુરુષો પદસ્થ ધ્યાન કહે છે. પૂર્વના લેખોમાં આપણે જો ઈ ગયા છીએ કે મંત્રાધિરાજ મઈ માતૃકા (બારાખડી)ના સારભૂત છે. તાત્પર્ય કે નઈના ધ્યાનથી માતૃકાનું ધ્યાન થઈ જ જાય છે અને માતૃકાના ધ્યાનથી પણ મર્દનું ધ્યાન થાય છે. માતૃકાનું ધ્યાન શ્રુતજ્ઞાનના રહસ્યોને પામવા માટે અત્યંત ઉપયોગી છે. તે માતૃકાના ધ્યાનની પ્રક્રિયા આ રીતે છે : પ્રથમ નાભિસ્થાનમાં સોળ પાંખડીવાળું પદ્મ (ચક્ર, કમળ) ચિંતવવું. તેની પાંખડીઓમાં અનુક્રમે ગ મા રૂ ૩ 8 8 નૃ છે . ગૌ : એ સોળ સ્વરો ચિંતવવા. પછી હૃદયના સ્થાને ચોવીસ પાંખડીવાળું કમળ ચિંતવવું. તેની પાંખડીઓમાં અનુક્રમે થી પ સુધીના વ્યંજનો ચિંતવવા અને કર્ણિકામાં “' ચિતવવો. પછી મુખના સ્થાનમાં આઠ પાંખડીવાળું કમળ ચિતવવું. તેની પાંખડીઓમાં ૧. ઈતરોમાં ‘ પ નિરૂપણ' વગેરે અનેક ગ્રંથોમાં ચક્રોનું વર્ણન છે. આ લેખમાં જે વર્ણન આપવામાં આવ્યું છે. ૩૧૪ • ધર્મ અનુપ્રેક્ષા Page #332 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમે ય ર ત વ શ ષ સ દ એ વર્ષો ચિંતવવા. આ રીતે રોજ નિયમિતતાપૂર્વક માતૃકાનું ધ્યાન કરતો સાધક શ્રુતજ્ઞાનનો પારગામી થાય છે માતૃકાના ધ્યાનમાં શ્રુતજ્ઞાનનાં આવરણોને તોડવાની અમાપ શક્તિ છે. એ શક્તિનો અનુભવ સાધકને થોડા જ કાળમાં થાય છે. શ્રુતજ્ઞાનના રહસ્યભૂત પદાર્થોને સમજવા માટે નિર્મળ પ્રજ્ઞાની જરૂર છે. પ્રજ્ઞાને નિર્મળ બનાવવાનાં ત્રણ સાધનો છે : (૧) આગમનો યથાવિધિ અભ્યાસ, (૨) તેના ઉપર મનન અને (૩) ધ્યાનના અભ્યાસનો રાસ. જે સાધકને આ ત્રણે અંગો સકલ (વિકલતા રહિતી પ્રાપ્ત થાય છે, તે ધન્ય છે, કૃતપુણ્ય છે અને આસન્નભવ્ય છે ! આ ત્રણ સાધનોથી પ્રકલ્પિત થયેલી પ્રજ્ઞા વિના આગમના ભાવોને યથાર્થ રીતે જાણી શકતા નથી. આવી પ્રજ્ઞા તેને પ્રાપ્ત થાય છે કે જેનું ચિત્ત મૈસૂયાદિ ભાવોથી અત્યંત ભાવિત થયું હોય. આવી પ્રજ્ઞાની પ્રાપ્તિ માટે મૈયાદિથી પ્રસન્ન થયેલું ચિત્ત અનિવાર્ય છે. એવી પ્રજ્ઞા આત્મિક આનંદ સાથે સંકળાયેલી છે. જ્યાં આવી પ્રજ્ઞા હોય છે, ત્યાં પરમાનંદનો મહાસાગર ઉછળે છે.આવી પ્રજ્ઞા તે શુક્લ પક્ષની બીજનો ચંદ્રમાં છે, તેનું બિંબ સામે આવતાં જ આનંદ સમુદ્રમાં ભરતી આવે છે. પ્રજ્ઞા અને ચિત્તપ્રસન્નતાનો પરસ્પર કાર્યકારણ ભાવ છે, તે પરસ્પરને વિકસાવે છે. અહંકાર પ્રજ્ઞાનો નાશક છે. જો કોઈ છમસ્થ એમ સમજે કે હું તો શ્રુતજ્ઞાનનો પારગામી છું, હું જે અર્થો કરું છું, તે જ બરોબર છે, તો સમજવું કે તેની મતિ અહંકારથી આંધળી થઈ ગઈ છે. આવો અહંકાર મૈત્યાદિથી અભાવિત અને ધ્યાનાભ્યાસના રસ વિનાના પુરુષોમાં થવાની સંભાવના છે. તેથી સાધકે આ વિષયને નિપુણ બુદ્ધિથી વિચારવો. ધ્યાનયોગ તે દ્વાદશાંગીનું રહસ્ય છે, એમ ઉપમિતિકાર ભગવાન શ્રીસિદ્ધષિએ ભારપૂર્વક જણાવ્યું છે. જે આગમના અભ્યાસ અને મનનને ધ્યાનયોગની પ્રાપ્તિનું ધ્યેય નથી, તે મોક્ષસાધક ન બની શકે એટલું જ નહિ, દેશવિરત અને સર્વવિરતના અનુક્રમે જિનપૂજાદિ તેમ જ ઇર્યાસમિતિ વગેરે સર્વ અનુષ્ઠાનોનું ચરમ લક્ષ્યપણ ધ્યાનયોગની પ્રસિદ્ધિ છે. ધ્યાનયોગ તે પ્રધાન છે અને બાકીનો બધો પ્રપંચ એનો જ પરિકર છે, એમ શ્રીઉપમિતિકાર કહે છે. * હવે આપણે મંત્રાધિરાજ ના ધ્યાનની સર્વશ્રેષ્ઠ પ્રક્રિયા વિચારીશું. પ્રથમ નાભિકંદની નીચે આઠ પાંખડીવાળું એક બહુ જ સુંદર પા ચિંતવવું. તેની કર્ણિકાના પરિઘપરની કેસરામાં અનુક્રમે ફરતા ગ મા વગેરે સોળ સ્વરો ચિંતવવા. શ્રીસિદ્ધચક્રના બૃહદ્ યંત્રમાં સોળ સ્વરોની ગોઠવણ જોવાથી આ વસ્તુ વધુ સ્પષ્ટ થશે, તે પછી આઠ પાંખડીઓમાં અનુક્રમે : વર્ગ, વ વર્ગ, વર્ગ, વર્ગ, ત વર્ગ, વર્ગ, વર્ગ અને વર્ગ ચિંતવવા. ધર્મ અનપેક્ષા • ૩૧૫ Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૪ વર્ણાદિ આઠ વર્ગો નીચે મુજબ છે : ૧. વર્ગ =૩ માં રૂ ૩ ૪ ઝું – નૃ 7 મો ગૌ મં :, ૨. લ વર્ગ = વ ા પ ૩ રૂ. ૨ વર્ગ = છ ગ ણ .. ૪. ર વર્ગ = ૩૩ઢ . છે. વર્ગ = થ ટુ ધ . ૬. ૫ વર્ગ = + વ = ૫. ૭. ૨ વર્ગ =ચ ર ત વ, ૮. શ વર્ગ =શ ષ સ ટુ પ્રત્યેક પાંખડીમાં ઉપરના ભાગમાં ૐ શ્રીં એ મંત્ર બીજો ચિંતવવા. દરેક બે પાંખડીઓ વચ્ચેના આંતરામાં સિદ્ધસ્તુતિ ( 3Ò Ê નમો રિહંતા (?)નું ચિંતન કરવું. શ્રી સિદ્ધચક્રનું બૃહદ્ યંત્ર જોવાથી આ વસ્તુની સમજ સરળ બનશે. તે કમળની કર્ણિકાના મધ્ય ભાગમાં જાણે હિમકણોથી લખેલ ન હોય એવો નિર્મળ ગઈ ચિંતવવો. મંત્રાધિરાજ જઈનું ધ્યાન કરવા ઈચ્છતા સાધકે ઉપરની પ્રક્રિયાનું બરોબર અવધારણ કરી લેવું. હવે પછીની પ્રક્રિયા બહુ જ ગંભીર છે, તેને આપણે આ પછીના લેખમાં વિચારીશું. કેટલાક ગ્રંથોમાં ઉપર જેટલી (કર્ણિકામાં ગઈ કેસરામાં સોળ સ્વરો અને અષ્ટદલમાં અણવર્ગ, દલાગ્ર પર ૩ૐ દૂ અને દલાંતરોમાં સિદ્ધસ્તુતિ) પ્રક્રિયા બતાવી છે તેટલી જ પ્રક્રિયાને પણ અપેક્ષાએ સંપૂર્ણ પ્રક્રિયા બતાવવામાં આવી છે. કેટલાંક સ્થળોમાં તે પછી લબ્ધિપદો પણ ઉમેરવામાં આવે છે. આવા પ્રકારના ધ્યાનથી શ્રુતજ્ઞાનમાં અનુપમ વિકાસ થાય છે. ‘મરીના ધ્યાનની પ્રથમ રીત કર્દમાં ‘દ' કાર તે મહાપ્રાણ છે, તેથી મર્દનો ઉચ્ચાર, ધ્વનિ ઉત્પાદક સ્થાનોમાંના સૌથી નીચલા સ્થાનમાંથી થાય છે. એ સ્થાન નાભિકંદની નીચે રહેલું છે. આ સ્થાનમાં પ્રથમ ઈનો હૃસ્વ ઉચ્ચાર કરવો. પછી દીર્ઘ ઉચ્ચાર કરવો. તે ૧. મનુષ્યને કાંઈ પણ કહેવાની ઇચ્છા થાય ત્યારે તેની ઇચ્છાથી પ્રેરાયેલો પ્રાણવાયુ નાભિ તરફ ઘસે છે. ૩૧૬ • ધર્મ અનુપેક્ષા Page #334 -------------------------------------------------------------------------- ________________ પછી પ્લત ઉચ્ચાર કરવો. તે પછી સૂક્ષ્મ ઉચ્ચાર કરવો અને તે પછી અતિસૂક્ષ્મ ઉચ્ચાર કરવો. • . હવે અતિસૂક્ષ્મ ધ્વનિસહિત તે સુષુમ્ભાનાડી દ્વારા ઉપર જાય છે, એમ ચિંતવવું. ઉપર જતો તે ગર્લ્ડ વચ્ચે માર્ગમાં આવતા નાભિ, હૃદય, કંઠ, ઘંટિકા વગેરે ચક્રોને ભેદીને બ્રહ્મધ્યમાં આવે છે, એમ ચિંતવવું." બ્રહ્મરંધ્રમાં મર્દ અક્ષરની વચ્ચે પોતાના આત્માને ચિંતવવો, તે પછી નીચે મુજબ ચિંતવવું : - મના બિંદુ અને તપ્તકલામાંથી પોતાના આત્મા ઉપર દુગ્ધસદશશ્વેત અમૃતની ઊર્મિઓ વડે પોતાનો અભિષેક થઈ રહ્યો છે. એ અમૃતની એટલી બધી વર્ષા થાય છે કે તે સ્થાનમાં એક અમૃત સરોવર બની જાય છે. તેમાં પોતે ડૂબી જાય છે. પછી તેમાંથી એક સોળ પાંખડીવાળું સુંદર કમળ બહાર આવે છે. તેની કર્ણિકામાં પોતે વિરાજમાન છે. સોળ પાંખડીઓમાં સોળ વિદ્યાદેવીઓ છે. તે વિદ્યાદેવીઓના હાથમાં દુગ્ધસદશશ્વેત અમૃતથી ભરેલા દેદીપ્યમાન સ્ફટિક રત્નના કળશો છે. વિદ્યાદેવીઓ તે કળશો વડે પોતાના આત્મા પર અભિષેક કરી રહી છે. તે પછી મંત્રાધિરાજ ના અભિધેય, શુદ્ધસ્ફટિક જેવા નિર્મળ પ્રથમ શ્રીપરમેષ્ઠિનું મસ્તકમાં (બ્રહ્મચ્છમાં) ધ્યાન કરવું. તે પછી ધ્યાનના જોશમાં “સોડમ, સોડમ્' એમ વારંવાર રટણ કરતાં પોતાની અને પરમાત્માની એકતા અનુભવવી. એ રીતે પોતાને રાગરહિત, દ્વેષરહિત, મોહરહિત, સર્વજ્ઞ, સર્વદર્શી, દેવતાઓવડે પૂજનીય, સમવસરણમાં ધર્મદશનાને આવતા પરમાત્માથી અભિન્ન જુએ. એ રીતે અભેદ ધ્યાનથી પાપરહિત થઈને ધ્યાની પરમાત્માને પરમાત્મસ્વરૂપને પામે છે. મર્દ ના ધ્યાનની બીજી રીત આ રીતમાં અનાહતથી (બે વલયથી) વેષ્ટિત એવા મંત્રાધિરાજ નું ધ્યાન નીચે મુજબના ચિંતનવડે કરવાનું છે : ૧. યોગગ્રંથોમાં કહ્યું છે કે પ્રાણવાયુની સીમાનો જે સ્થળે અંત થાય છે ત્યાંથી અપાનવાયુની સીમા શરૂ થાય છે. આ સ્થળે પ્રાણવાયુ અને અપાનવાયુનું ગમન જુદી-જુદી દિશામાં હોય છે, પરંતુ અક્ષરના નાદમય ઉચ્ચારણથી બન્નેનો પ્રવાહ એક તરફ વહે છે, તેથી ઉષ્ણતા થાય છે અને સુષુમ્ભાનાડીનું મુખ ખૂલી જાય છે. તેથી કુંડલિની જે સુષુણ્ણાનું મુખ અટકાવીને સુષુપ્ત દશામાં રહેલી છે તે જાગ્રત થઈ સુષુખ્ખામાં ઊર્ધ્વગતિ કરે છે. અઈનો અતિસૂક્ષ્મ ધ્વનિ ચક્રોને ભેદવામાં અત્યંત સમર્થ હોય છે. ધર્મ અનુપેક્ષા • ૩૧૭ Page #335 -------------------------------------------------------------------------- ________________ તે અર્ફે ચંદ્રના કિરણોની જેમ નિર્મળ છે અને સુવર્ણકમળની કર્ણિકામાં રહેલું છે. તે બિંદુ, કલા વગેરે સર્વ અવયવોથી પરિપૂર્ણ છે. તે અનુક્રમે આકાશમાં સંચરે છે, દિશાઓને વ્યાપ્ત કરે છે, મુખકમળમાં પ્રવેશે છે, બ્રૂમધ્યમાં ભમે છે, નેત્રપત્રોમાં પ્રકાશે છે, ભાલમંડળમાં થોડીક વાર સ્થિર થાય છે, તાલુરંધ્રથી બહાર આવે છે, અમૃતરસને ઝરે છે, ચંદ્રની સાથે સ્પર્ધા કરે છે, જ્યોતિમાં પ્રકાશે છે, આકાશમાં સંચરે છે અને મોક્ષલક્ષ્મીની સાથે જોડે છે. અનક્ષર ધ્યાન તે પછી રેફ, બિંદુ અને કલાથી રહિત એવા મંત્રાધિરાજનું ( અહંનું) ધ્યાન કરવું, એટલે કે ‘હૈં' વર્ણનું ધ્યાન કરવું. તે પછી તે જ ‘' અક્ષરને અનક્ષરતાને પ્રાપ્ત થયેલ ચિંતવવો. આ વખતે તેનો ઉચ્ચાર હોતો નથી. અહીં કલાને અનક્ષર કહેવાય છે, તેથી અહીં કલાનું ધ્યાન કરવું. આ કલાને ‘અનાહત’ નામના દેવ કહેવામાં આવે છે. તે ચંદ્રમાની કલા જેવા આકારવાળો, સૂક્ષ્મ સૂર્યસદશ તેજસ્વી અને અત્યંત પ્રકાશમાન ચિંતવવો. તે પછી તે અનક્ષરતાને પ્રાપ્ત કલાને અનુક્રમે સૂક્ષ્મ ચિંતવવી. એ ત્યાં સુધી સૂક્ષ્મ થવી જોઈએ કે અંતે એ વાળના અગ્રભાગ સદેશ સૂક્ષ્મ દેખાય તે પછી ક્ષણવાર જગતને અવ્યક્ત (નિરાકા૨) અને જ્યોતિર્મય જોવું. એ રીતે મનને લક્ષ્યમાંથી અલક્ષ્યમાં સ્થિર કરવું. આવી રીતે મનને સ્થિર કરનારના અંતરમાં અનુક્રમે અતપ્રિય અને શાશ્વત જ્યોતિ પ્રગટ થાય છે. એ પ્રમાણે લક્ષ્ય (સાલંબન ધ્યાન)નું આલંબન લઈને અલક્ષ્ય (નિરાલંબન ધ્યાન)ની પ્રાપ્તિનો નિર્દેશ કર્યો છે. એ અલક્ષ્યમાં સ્થિર મનવાળા યોગીને સર્વ અભીષ્ટ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. સર્વ ભવ્ય જીવો મંત્રાધિરાજ ના અભિધેય સાથે સમાપત્તિ પામીને પરમસુખને વરો, એ જ મંગળ કામના. પોતાના અલ્પવિકસિત સ્વરૂપની પોતાના જ પરમસ્વરૂપને પૂર્ણ ભાવપૂર્વક ભેટ ધરવાની સર્વોત્તમ પ્રક્રિયા ધ્યાનના પ્રભાવે ખૂબ જ સુલભ બની રહે છે. ૩૧૮ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #336 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું હૃદય (અહીં ધર્મના હૃદયભૂત ભાવ અને તે ભાવના અંગભૂત પ્રણિધાનાદિ આશયપંચકની હૃદયસ્પર્શી સમાલોચના કરવામાં આવી છે. ધર્મ” અને “ભાવ” પદાર્થની સ્પષ્ટતા ઉપર અનુમોદનીય પ્રકાશ થાય છે. સં.). જેના વિના ધર્મનાં સર્વ અનુષ્ઠાનો નિષ્ણાણ બને, તે ધર્મનું હૃદય કહેવાય. ધર્મનું હૃદય “ભાવ” છે. ભાવ વિનાની ધર્મક્રિયા દ્રવ્યક્રિયા છે. તે સ્વફળની સાધક નથી, તેથી શાસ્ત્રકારો તેને તુચ્છ કહે છે. ભાવ જોઈએ, ભાવ વિનાની ક્રિયા તુચ્છ છે એમ આપણે બધાયે કહીએ છીએ, પણ ભાવ એટલે શું? આજે આપણે એ ભાવ વિષે વિચારીશું. તે પૂર્વે આપણને “ધર્મ' પદાર્થની સ્પષ્ટતા થવી જોઈએ કારણ કે ભાવ એ તેનું એક અંગ છે. | ધર્મ ચિત્તમાં ઉત્પન્ન થાય છે. ધર્મ કાર્ય છે. કાર્ય ક્રિયાના અધિકરણમાં ઉત્પન્ન થાય છે. તેથી ધર્મ એ પોતાના અધિકરણ ચિત્તમાં રહે છે. એ રીતે ધર્મરૂપ કાર્ય પ્રત્યે ચિત્ત તે અધિકરણાત્મક કારણ છે. અહીં કારણમાં કાર્યનો ઉપચાર કરીને શ્રીશાસ્ત્રકાર ભગવંતો ચિત્તને જ ધર્મ કહે છે. અહીં એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે કેવું ચિત્ત તે ધર્મ છે ? તેના ઉત્તરમાં શાસ્ત્રકાર મહર્ષિઓ કહે છે કે, “રાગ-દ્વેષ અને મોહરૂપ મળો જેમાંથી દૂર થયા છે અને જે પુષ્ટિ અને શુદ્ધિવાળું છે, તે ચિત્ત ધર્મ છે.” રાગાદિ મળોનું દૂરીકરણ તથા ચિત્તની પુષ્ટિ અને શુદ્ધિ આગમોક્ત ક્રિયાથી થાય છે. - પુણ્યનો ઉપચય-વૃદ્ધિ તે અહીં ચિત્તની પુષ્ટિ સમજવી અને જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષયાદિથી થતી નિર્મળતા તે અહીં ચિત્તની શુદ્ધિ સમજવી. તાત્પર્ય કે જેમાંથી રાગાદિ મળો દૂર થયા છે અને જે પુષ્ટિ અને શુદ્ધિવાળું છે, એવા ચિત્તની જે પવિત્ર ક્રિયા તે ધર્મ છે, અહીં એ ન ભૂલવું જોઈએ કે “ધર્મરૂપ ક્રિયા ચિત્તમાં થાય છે.” ધર્મ વધુ-વધુ શક્તિશાળી ત્યારે જ બને કે જ્યારે પુષ્ટિ અને શુદ્ધિ સતત અખ્ખલિત રીતે વધતી રહે. આવી સતત અખ્ખલિત રીતે વિકાસ પામતી પુષ્ટિ અને શુદ્ધિને શ્રીશાસ્ત્રકાર ભગવંતે અનુબંધવાળી પુષ્ટિ અને શુદ્ધિ કહે છે. અવિચ્છિન્ન અને સતત પ્રવર્ધમાન એવો વિકાસ તે અહીં અનુબંધ સમજવો. એ અનુબંધથી જ શુદ્ધિના પ્રકર્ષરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે એ અનુબંધ વિના કદાપિ મોક્ષની પ્રાપ્તિ ન થાય. ધર્મ અનુપ્રેક્ષા • ૩૧૯ Page #337 -------------------------------------------------------------------------- ________________ હવે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે એ પુષ્ટિ અને શુદ્ધિ અનુબંધવાળી કેવી રીતે બને ? તેના ઉત્તરમાં શ્રીશાસ્ત્રકાર મહર્ષિઓ કહે છે કે એ અનુબંધ ભાવથી પ્રાપ્ત થાય છે, ભાવ વિના અનુબંધ નથી અને તેથી જ મોક્ષ પણ નથી. અહીં ભાવ એટલે પ્રણિધાનાદિ આશયપંચકનું સંવેદન-અનુભવ. પ્રણિધાન, પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ અને વિનિયોગ, એ પાંચ આશયો -ભાવો છે. આશય એટલે વિશેષ પ્રકારનું અધ્યવસાયસ્થાનક, આ પાંચ આશયો જ્યારે ચિત્તમાં સફળતાને પામે છે, ત્યારે જ તે ચિત્તે કરેલી ક્રિયા તે ધર્મ કહેવાય છે. એ જ તાત્ત્વિક ધર્મ છે. પ્રણિધાન એટલે અહિંસાદિ ધર્મસ્થાનને સિદ્ધ કરવા માટે તે ધર્મસ્થાનમાં સ્થિતિ કરવી રહેવું, તે માટે અન્ય સર્વ વિષયોમાંથી ચિત્તને ખેંચીને સ્વકીય અહિંસાદિ ધર્મસ્થાનમાં લાવવું નિતાંત આવશ્યક છે. જયારે આપણે ચૈત્યવંદનાદિ ધર્મસ્થાનની આરાધના કરવા જઈએ, ત્યારે તે ચૈત્યવંદનના આલંબનો-વિષયો (મુદ્રા, વર્ષોચ્ચાર, અર્થ, પ્રતિમા વગેરે) સિવાયના વિષયોમાંથી મનને નિવૃત્ત કરી ચૈત્યવંદનના આલંબનોમાં મનને સ્થિતિવાળું બનાવવું તે પ્રણિધાન છે. અથવા એ આલંબનોમાંથી મન ખસી ન જાય તેવો દઢ સંકલ્પ તે પ્રણિધાન છે. તે ધર્મધ્યાનરૂપ પ્રાસાદની પ્રથમ ભૂમિ છે. પ્રવૃત્તિ વગેરે ઉપર ઉપરની ભૂમિઓ છે. ઉપર કહ્યું તે તો પ્રણિધાનનું સામાન્ય સ્વરૂપ છે. હવે તેના વિશેષ સ્વરૂપ તરફ વળીએ. સ્વકીય ધર્મસ્થાન (અહિંસા-ચૈત્યવંદનાદિ) જે જીવોને પ્રાપ્ત થયું નથી, તેમના પ્રત્યે કૃપા-કરુણા હોવી જોઈએ, અર્થાત્—જે જીવો આરાધનાની તેટલી ઊંચી ભૂમિકા સુધી પહોંચ્યા નથી, તેમના પ્રત્યે કરુણા હોવી જોઈએ. આપણા કરતાં તેમની ભૂમિકા નીચલી છે, માટે તેમના તરફ દ્વેષ ન હોવો જોઈએ. દ્વેષ થાય તો પ્રણિધાન ન રહે. પ્રણિધાન ગયું એટલે ભાવ ગયો. અને ભાવ નથી ત્યાં ધર્મ પણ નથી. એવી જ રીતે સમાન ગુણવાળા પ્રત્યે મૈત્રી હોવી જોઈએ, ઈર્ષ્યા નહી. અને અધિક ગુણવાળી વ્યક્તિઓ પ્રત્યે પ્રમોદ હોવો જોઈએ. સાથે સાથે પરોપકારનું સંપાદન પણ જોઈએ. તાત્પર્ય કે ધ્યાન સિવાયની દશામાં ચિત્ત કરુણાદિ ભાવનાઓથી ભાવિત હોવું જોઈએ અને જીવનમાં યથાશક્તિ સક્રિય પરોપકાર પણ હોવો જોઈએ, કારણ કે સપુરુષોનાં સર્વ કાર્યોમાં સ્વાર્થગૌણ અને પરમાર્થ પ્રધાન હોય છે. “જે જીવો મારા જેવી ભૂમિકાને નથી પામ્યા તે જીવો એ ભૂમિકાને પ્રાપ્ત કરો, હું તે જીવોને કયારે એ ભૂમિકા પમાડું” વગેરે ભાવના તે સક્રિય પરોપકારનું બીજ છે. ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન પૂર્વે કરુણાદિ ભાવનાઓ ભાવવી જોઈએ કે જેથી સુંદર પ્રણિધાનની પ્રાપ્તિ થાય. એ ભાવનાઓના અભાવમાં સુંદર પ્રણિધાન ન આવે. ૩૨૦ • ધર્મ અનુપ્રેક્ષા Page #338 -------------------------------------------------------------------------- ________________ સારાંશ એ છે કે સ્વભૂમિકામાં સ્થિતિવાળું, નિરવદ્યવસ્તુને વિષય કરનારું, અધોભૂમિકાવર્તી જીવો પ્રત્યે કરુણાપરાયણ અને પરાર્થની નિષ્પત્તિ જેમાં સારભૂત છે, એવો પ્રથમ આશય પ્રણિધાન છે. ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન વખતે પણ મૈત્યાદિભાવો સંસ્કારરૂપે આત્મામાં હોય છે, એટલું જ નહીં કિન્તુ ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન પોતે જ પ્રમોદાદિ ભાવરૂપ છે. સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારતાં સ્પષ્ટ દેખાય છે કે પ્રત્યેક ધર્માનુષ્ઠાન મૈત્યાદિ ચાર ભાવમાંથી એકાદ ભાવરૂપ પણ હોય છે. જેમ કે અહિંસા મૈત્રીરૂપ છે અથવા કરુણારૂપ છે, ચૈત્યવંદન પ્રમોદરૂપ છે, તપ-સંયમ વગેરે માધ્યસ્થ્યરૂપ છે. વધુ સૂક્ષ્મદષ્ટિએ વિચારતાં દેખાય છે કે પ્રત્યેક ધર્માનુષ્ઠાન મૈત્ર્યાદિ ભાવોમાંથી જન્મે છે, તે અનુષ્ઠાન પોતે તે ભાવરૂપ પણ હોય છે અને તેના ફળ તરીકે પણ મૈત્યાદિ ભાવોનો વિકાસ પ્રાપ્ત થાય છે. આવું થાય તો જ ધર્માનુષ્ઠાન આદિમાં, મધ્યમાં અને અંતે પણ કલ્યાણકર કહેવાય છે. એવું હોવાના કારણે જ પ્રણિધાનાદિ આશયોના વર્ણનમાં પણ શ્રીશાસ્ત્રકાર ભગવંતો કરુણા, મૈત્રી, વગેરે ઉપર ભાર મૂકે છે. અહીં ભાવ અને ભાવના વચ્ચેનો સૂક્ષ્મ ભેદ અવશ્ય સમજવો જોઈએ. ધ્યાન વખતે ભાવના ન હોય પરંતુ ભાવ (ભાવનાજન્ય સંસ્કાર) અવશ્ય હોય છે. ભાવના પ્રયત્નજન્ય ઉપયોગરૂપ છે. જ્યારે ભાવ ક્ષયોપશમ-લબ્ધિરૂપ છે. કોઈ પણ સભ્યક્રિયા વખતે જેમ તેના પ્રાણભૂત સમ્યગ્દર્શન અને સમ્યગ્નાન કાયમ રહી શકે છે, તેમ સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શનના પણ પ્રાણભૂત મૈત્ર્યાદિ ભાવો લબ્ધિરૂપે રહી શકે છે. કાલાદિ સામગ્રી પામીને એ ભાવોની અભિવ્યક્તિ થાય છે. ક્રિયા પણ ભાવની સિદ્ધિ માટે વિહિત થયેલી છે. ઉપાધ્યાય ભગવંત શ્રીયશોવિજયજી મહારાજ શ્રીસીમંધર સ્વામીના સ્તવનમાં કહે છે કે— ભાવ નવો ક્રિયાથી આવે, આવ્યો તે વળી વાઘે નવિ પડે ચઢે ગુણશ્રેણે, તેણે મુનિકિરિયા સાધે પ્રણિધાનાદિમાં મૈત્ર્યાદિ ભાવ સંયુક્તતા અનિવાર્ય માનેલી છે, તેનું કારણ એ છે કે ધર્મની ઉત્પત્તિ ‘સર્વભૂતાત્મભાવ'ના યથાર્થ જ્ઞાનમાંથી થાય છે. તે જ્ઞાનની યથાર્થતા જીવમાત્ર પ્રત્યેના મૈત્યાદિ ભાવોમાં રહેલી છે. મૈત્ર્યાદિથી વિરુદ્ધ ભાવ આવે ત્યારે નિશ્ચયથી જ્ઞાન જ યથાર્થ મટીને અયથાર્થ થઈ જાય છે. એ રીતે જ્ઞાન વિપરીત થવાથી સમ્યક્ ક્રિયા પણ રહેતી નથી. હવે પ્રવૃત્તિનું લક્ષણ વિચારીએ. અહીં પ્રવૃત્તિ તે આંશય-ભાવરૂપી સમજવી, કારણ કે પ્રવૃત્તિ એ આશયનો બીજો પ્રકાર છે. બાહ્ય ક્રિયા તો એ પ્રવૃત્તિનું દ્વાર છે. એ ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૨૧ Page #339 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિ શુભ અને સારભૂત ઉપાયોથી (ચૈત્યવંદનાદિની અપેક્ષાએ સારાં સ્તવનો સ્તુતિઓ વગેરેથી) યુક્ત જોઈએ, મનમાં અપ્રમાદ ભાવથી ઉત્પન્ન થયેલ અધિકૃત ધર્મસ્થાનને વિષે સુંદર પ્રયત્ન હોવો જોઈએ. સાથે સાથે મન, ઉત્સુકતા-ત્વરા વગેરે દોષોથી રહિત હોવું જોઈએ આ પ્રવૃત્તિ નામનો આશય કથંચિત્ ક્રિયારૂપ પણ છે. તેથી પ્રસ્તુત ક્રિયા પણ શ્રેષ્ઠ ઉપાયોથી સહિત પ્રયત્નના અતિશયવાળી અને ત્વરાદિ દોષો વિનાની જોઈએ. ચૈત્યવંદનાદિની અપેક્ષાએ સ્થાનાદિ યોગોનું પાલન તે પ્રવૃત્તિ છે. સારાંશ એ છે કે ચિત્તને ઇતર વસ્તુઓમાંથી નિવૃત્ત કરીને એક (ચૈત્યવંદનાદિ) વિષયમાં સ્થાપવું અને તે વિષયમાંથી તેને બહાર ન જવા દેવું તે પ્રણિધાન છે અને તે વિષયમાં ચિત્તને આગળ-આગળ સિદ્ધિ સુધી વધારવું તે પ્રવૃત્તિ છે. એ રીતે સાધનામાં ચિત્તની પ્રવૃત્તિ થતી હોય ત્યારે તેમાં વિઘ્નો આવવાની પણ સંભાવના છે. વિપ્ન ત્રણ પ્રકારના છે. હીન, મધ્યમ અને ઉત્કૃષ્ટ. મનમાં થતી ભ્રાંતિ, સંદેહ, ચંચળતા વગેરે ઉત્કૃષ્ટ વિનો છે, શરીરમાંના રોગો તે મધ્યમ વિપ્નો છે અને બહારથી આવતા શીતોષ્ણાદિ પરીષહો તે હીન વિહ્નો છે. એ બધા ઉપર પ્રતિપક્ષી ભાવનાદિ ઉપાયો દ્વારા વિજય તે વિનય સમજવો તિતિક્ષા ભાવ વડે હીન, હિતાહાર-મિતાહારાદિ વડે મધ્યમ અને સમ્યજ્ઞાન અને ગુરુભક્તિ વડે ઉત્કૃષ્ટ વિઘ્નો જીતાય છે. તાત્પર્ય કે પ્રવૃત્તિમાં વિનો આવે તો પણ તેમને પ્રતિપક્ષી ભાવનાઓ વડે જીતીને પ્રવૃતિમાં સ્થિરતાપૂર્વક વિકાસ કરવો તે વિધ્વજય છે. તેનાથી પ્રવૃત્તિ પરિપૂર્ણ બને છે– અહીં વિધ્વજય પણ આશય-ભાવરૂપ છે. તે ન ભૂલવુ. સિદ્ધિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રણિધાન, પ્રવૃત્તિ અને વિજ્ઞજયની વિદ્યમાનતા હોય છે. અહિંસા-ચૈત્યવંદનાદિમાં વિષ્ણજય પછી થતી એકાગ્રતાપૂર્વકની પ્રવૃત્તિની પરિપૂર્ણતા તે સિદ્ધિ છે. સિદ્ધિ એટલે વિશિષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિ. અહિંસાદિ પ્રસ્તુત ધર્મસ્થાનમાં નિષ્ણાતતા તે સિદ્ધિ છે. આરંભેલ ધર્મસ્થાનનું ઉત્કૃષ્ટ રીતે સંપાદન તે પણ સિદ્ધિ છે. આવી સિદ્ધિ વખતે પણ પૂર્વે કહેલ કરુણા, પ્રમોદ વગેરે ગુણો તો હોવા જ જોઈએ. તે વિનાની સિદ્ધિ તાત્ત્વિક નથી. અહીં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ સિદ્ધિ તે પૂર્વોક્ત આશય–ભાવનો ચોથો ભેદ છે. સિદ્ધિ પછી થતું કાર્ય તે વિનિયોગ નામનો આશયનો પાંચમો પ્રકાર છે. અહિંસાદિ ધર્મસ્થાનની સિદ્ધિ થયા પછી સ્વ અને પરના ઉપકાર માટે અવિચ્છિન્ન રીતે તે જ અહિંસાદિ ધર્મસ્થાનનું પોતે પરિપાલન કરવું અને બીજાઓને તેમાં જોડવા તે વિનિયોગ છે. બીજા શબ્દોમાં કહીએ તો પોતાને અહિંસાદિની જેવી સિદ્ધિ થઈ છે, તેવી જ અન્યને કરાવવી તે વિનિયોગ છે. સ્વના સામીપ્યમાં આવતાં જ પોતે આરાધેલ ૩૨૨• ધર્મ અનુપ્રેક્ષા Page #340 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ કરેલ વસ્તુ જો અન્યને શીઘ્રતઃ સિદ્ધ થાય તો તે સિદ્ધિ અને વિનિયોગ બંને ઉત્કૃષ્ટ સમજવા. વિનિયોગથી સાધનાની આગળની ભૂમિકાઓ આ જન્મમાં તેમ જ ભવાંતરમાં પ્રાપ્ત થાય છે. શ્રીતીર્થંકર ભગવંતોની સમીપમાં આવતા જન્મજાત ક્રૂર પ્રાણીઓના પણ પરસ્પર પ્રત્યેના વિરોધો શમી જાય છે, તે ઉત્કૃષ્ટ સિદ્ધિ સમજવી, અથવા શ્રીતીર્થંકર ભગવંતોને પામીને અનેક આત્માઓ વીતરાગ બને છે, તે પણ તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિ અને વિનિયોગ છે. આ પાંચે પ્રકારના આશયો લૌકિક કાર્યોમાં પણ દેખાય છે. કુંભાર જ્યારે ચાકડા ઉપર ઘડો બનાવવા બેસે છે, ત્યારે તેને ‘ઘટ’રૂપ કાર્યનું પ્રણિધાન હોય છે—સ્વ-કર્તવ્યમાં તેનું મન સ્થિતિવાળું બને છે. તેનું મન તે કર્તવ્યમાં પ્રયત્નશીલ છે, તે પ્રવૃત્તિ છે. તે આવેલાં વિઘ્નોને જીતે છે, ઘટનું ઉત્પાદન તે સિદ્ધિ છે. તે ઘડાનો ઉપયોગ, પોતાના કુટુંબીઓને તે કળાનું શિક્ષણ, વગેરે વિનિયોગ સમજવો. અનાદિકાલીન વાસનાઓનાં કારણે જીવનું મન સાંસારિક કાર્યોમાં પ્રણિધાનવાળું અનાયાસે બની જાય છે. જ્યારે ધાર્મિક કાર્યોમાં તો એ દિશામાં વિશિષ્ટ પ્રયત્નો પછી જ વિકાસ થાય છે. આપણા પ્રત્યે અનુષ્ઠાનને એ આશયપંચકરૂપ ભાવથી યુક્ત બનાવવું જોઈએ. આ પાંચે પ્રકારના આશયો શુભભાવરૂપ છે. પ્રત્યેક શુભભાવ શ્રીજિનેશ્વર ભગવંતના અનુગ્રહથી જ પ્રાપ્ત થાય છે. તેમની ભક્તિમાં પરાયણ એવા આત્મા તેમના અનુગ્રહને ઉત્તરોત્તર સારી રીતે પ્રાપ્ત કરે છે. તેથી તેની આગળ આગળની ભૂમિકાને યોગ્ય એવા ભાવોની પ્રાપ્તિ સહજ બને છે. શ્રીજિનેશ્વર ભગવંતોએ સંસારને તરવા માટેના અસંખ્ય યોગો-ઉપાયો બતાવ્યા છે.. તેમાંથી જીવ પોતાને યોગ્ય યોગો પસંદ કરે છે. તેમાંથી એકાદ યોગમાં મનની સ્થિતિ વગેરે તે પ્રણિધાનાદિ છે. પ્રણિધાનાદિ વિના સાધનામાં વિકાસ થતો નથી. ઉપર જે પાંચ પ્રકારના આશયોનું વર્ણન કર્યું, તે વર્ણન અત્યંત સામાન્ય છે. તત્ત્વજ્ઞ પુરુષોએ એ પાંચ આશયોને સૂક્ષ્મબુદ્ધિથી વિશેષપણે વિચારીને પોતાના હૃદયમાં તેમનું રહસ્ય સ્પષ્ટ કરવું જોઈએ, કારણ કે એ પાંચ આશયો તે જ ભાવ છે. તે વિનાની મન-વચન-કાયાની ચેષ્ટા તે દ્રવ્યક્રિયા છે. १. आशय भेदा एते सर्वेऽपि तत्त्वतोऽवगन्तव्याः । भावोऽयमनेन विना चेष्टा द्रव्यक्रिया तुच्छा ! શ્રીહરિભદ્રસૂરિષ્કૃત ‘ષોડશક પ્રકરણ’ શ્લો. ૩ : આર્યા ૧૨ ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૨૩ Page #341 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું સ્વરૂપ (‘ધર્મ’ પદાર્થની અનુમોદનીય સ્પષ્ટતા કરવામાં આવી છે. પોતે ધર્મ આચરી રહ્યો છે, તે શા આધારે નક્કી થાય તેની સ્પષ્ટતા પણ અહીં સં.) धर्मो मे केवलज्ञान -प्रणीतः शरणं परम् । चराचरस्य जगतो य आधारः प्रकीर्तितः ॥ - શ્રીસિદ્ધસેનસૂરિ કૃત ‘નમસ્કાર માહાત્મ્ય’ ઉપરના શ્લોકમાં બે વસ્તુઓનો સ્પષ્ટ નિર્દેશ છે : ૧. કેવલીભાષિત ધર્મ જ ચરાચર વિશ્વનો આધાર છે અને ૨. તે જ પરમ શરણ છે. ધર્મ તે જ હોઈ શકે કે જે કેવલિકથિત હોય. ધર્મ એટલે વિશ્વનો સનાતન નિયમ. અનાદિ કાળથી એ નિયમ એક સરખો, અસ્ખલિત ગતિએ અખંડિત રીતે પ્રવર્તે છે. એ નિયમનું પાલન કરવાથી જ સુખ મળે છે અને એ નિયમનો ભંગ તે જ દુ:ખનું મૂલભૂત કારણ છે. ધર્મ, આજ્ઞા, શાસન વગેરે શબ્દો એકાર્થક છે. કેવલિ ભગવંતોને ધર્મનો સંપૂર્ણપણે સાક્ષાત્કાર હોવાથી ધર્મનું જે સ્વરૂપ તેઓ બતાવે છે, તે જ યથાર્થ છે. ‘ધર્મ’ પદનો અર્થ અતિગંભીર છે. તે જુદા જુદા નયોથી સમજવો જોઈએ. શાસ્ત્રોમાં ધર્મની વ્યાખ્યા અનેક દૃષ્ટિએ કરવામાં આવી છે. તે બધી વ્યાખ્યાઓનો સમન્વય કરીને તેમાંથી ૫રમાર્થ શોધવો જોઈએ. ધર્મની કેટલીક વ્યાખ્યાઓ વિષે આપણે અહીં વિચાર કરીશું. 'सहष्टिज्ञानवृत्तानि धर्मं धर्मेश्वरा बिदुः ।' શ્રીતીર્થંકર ભગવંતોએ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને ધર્મ કહ્યો છે. ‘આત્મન: પરિણામો યો, મોલોમવિવતિઃ સ ચ ધર્મ ।' મોહના વિકારથી રહિત આત્મપરિણામ તે ધર્મ છે. ‘વસ્તુસ્વરૂપં હિં, પ્રાદુ ધર્મ મહર્ષયઃ ।' મહર્ષિઓ વસ્તુસ્વરૂપને જ ધર્મ કહે છે. ‘ધર્માં હિ વસ્તુયાથાત્મ્યમ્ ।' વસ્તુનું યાથાત્મ્ય-સ્વરૂપ તે ધર્મ છે. ૩૨૪ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #342 -------------------------------------------------------------------------- ________________ વત્થલહાવો ધબ્બો ' વસ્તુસ્વભાવ તે ધર્મ છે. • ઉપરની બધી વ્યાખ્યાઓ દૃષ્ટિ વિશેષની અપેક્ષાએ કરવામાં આવી છે, એ બધાનું તાત્પર્ય શ્રીચિદાનંદજીએ એક જ પદમાં સુંદર રીતે સમજાવ્યું છે– મૂરખ કુલ આચારકું, માનત ધર્મ સજીવ, વસ્તુસ્વભાવ ધર્મ શુદ્ધ, કહત અનુભવી જીવ.” સામાન્ય માણસો કુલાચારને જ ધર્મ માને છે, કિંતુ અનુભવી મહાપુરુષો વસ્તુસ્વભાવને ધર્મ કહે છે. આપણે બધા આત્મ-વસ્તુ છીએ. એ વસ્તુના ધર્મ દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. તેથી દર્શન-જ્ઞાન-ચારિત્ર તે જ ધર્મ છે. વિવેકી પુરુષો દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધનામાં તત્પર રહે છે. કેવલી ભગવંતો દર્શન-જ્ઞાન-ચારિત્રને ધર્મ કહે છે. દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ધર્મ તે ચરાચર વિશ્વનો આધાર છે. ચર વિશ્વ એટલે સમસ્ત જીવાસ્તિકાય અને અચર વિશ્વ એટલે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાલ. વિશ્વ એટલે જીવાસ્તિકાયાદિ છ દ્રવ્યો, તે દ્રવ્યોના સર્વ ગુણો અને તે દ્રવ્યોના સર્વ પર્યાયો. એથી એ પ્રતિફલિત થાય છે–કે સર્વ દ્રવ્યો, સર્વ ગુણો અને સર્વ પર્યાયોનો આધાર ધર્મ છે અને તે પણ કેવલી ભાષિત ધર્મ. ન ધર્મ પર ગહન વસ્તુ છે. તેના સ્વરૂપને, મારા જેવા તદ્દન અબૂઝ, શબ્દોમાં શી રીતે લાવી શકે ? અહીં તો ધર્મના તે મહાન રૂપને વ્યક્ત કરવાનો અલ્પ પ્રયાસ છે. અહીં એ યાદ રાખવું જોઈએ કે આ કથન અપેક્ષા વિશેષ છે. હવે “ધર્મબિંદુ' ગ્રંથમાં દર્શાવેલ ધર્મ પદના અર્થને વિચારીએ. “ધર્મબિંદુમાં આગમોક્ત અનુષ્ઠાનને ધર્મ કહેવામાં આવ્યો છે. તે અનુષ્ઠાન મૈત્ર્યાદિભાવોથી સંયુક્ત હોવું જોઈએ. જૈનેતર ધર્મોમાં પણ જે દયાદિ અનુષ્ઠાન શ્રીજિનવચનથી અવિરુદ્ધ હોય અને મૈચાદિથી સંયુક્ત હોય તે પણ ધર્મ છે. અનુષ્ઠાન એટલે પ્રવૃત્તિ. શાસ્ત્ર જે અર્થોને હેય કહ્યા છે, તેમનું હાન અને શાસ્ત્ર જે અર્થોને ઉપાદેય કહ્યા છે, તેમનું ઉપાદાન તે અહીં પ્રવૃત્તિનું લક્ષણ સમજવું, એ પ્રવૃત્તિ પણ શાસ્ત્રોક્ત રીતિએ હોવી જોઈએ. આવી પ્રવૃત્તિ તે ધર્મ છે. ધર્મ અનુપ્રેક્ષા • ૩૨૫ Page #343 -------------------------------------------------------------------------- ________________ આવી પ્રવૃત્તિ કે અનુષ્ઠાનને શાસ્ત્રકારો ધર્મકલ્પવૃક્ષ કહે છે. એ કલ્પવૃક્ષનાં ફળો સ્વર્ગ કે અપવર્ગ (મોક્ષ) છે. શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે એ કલ્પવૃક્ષનું મૂળ મૈત્રીપ્રમોદ-કરુણા-માધ્યચ્ય ભાવો છે. શાસ્ત્રકાર ભગવંતોએ મૈત્યાદિ ભાવોને અહીં ધર્મકલ્પ વૃક્ષનાં મૂળ તરીકે વર્ણવ્યા છે, એ બતાવે છે કે ધર્મનાં અંગોમાં મૈત્યાદિનું સ્થાન અતિ મહત્ત્વનું છે. ધર્મરૂપ જે અનુષ્ઠાનનું સ્વરૂપ પૂર્વે દર્શાવવામાં આવ્યું છે, તે અનુષ્ઠાન દુર્ગતિમાં પડતા જીવોના સમૂહોને “ધારણ કરે છે. ધારણ કરે છે એટલે કે દુર્ગતિમાં પડવા દેતું નથી. તે અનુષ્ઠાન જીવોને દુર્ગતિમાં પડવા દેતું નથી એટલું જ નહિ અપિતુ સ્વર્ગાદિ સગતિમાં તેનું “ધાન” કરે છે. ધાન કરે છે એટલે લઈ જાય છે. આવાં બંધારણ અને ધાન’નાં કારણે તે અનુષ્ઠાન ધર્મ કહેવાય છે. પૂર્વે આપણે જોયું કે ધર્મ તે વિશ્વનો આધાર છે. બંધારણ” અને “ધાન' એ શબ્દો પણ આધારરૂપ અર્થનું જ સૂચન કરનારા છે. ધર્મબિંદુ’માં એ પણ કહ્યું છે કે અનુષ્ઠાનને ઉપચારથી ધર્મ કહેવાય છે, પરમાર્થથી તો જીવશુદ્ધિ-આત્મશુદ્ધિ તે જ ધર્મ છે. અનુષ્ઠાનથી આત્મશુદ્ધિ થાય છે. અહીં અનુષ્ઠાન તે કારણ અને આત્મશુદ્ધિ તે કાર્ય છે. કારણમાં કાર્યનો ઉપચાર કરીને અનુષ્ઠાનને ધર્મ કહેવામાં આવે છે. આત્મશુદ્ધિ શુદ્ધ અનુષ્ઠાનથી પ્રગટ થાય છે, તે કર્મમલના અપગમ (વ્યય)રૂપ છે અને તેનું ફળ સમ્યગુ દર્શનાદિનો લાભ છે. જીવશુદ્ધિ એવો જે અર્થ ધર્મપદનો કરવામાં આવ્યો છે, તે પણ પૂર્વે કહેલ બધા અર્થો સાથે સાદેશ્ય ધરાવનારો છે. તેથી ચરાચર જગતનો આધાર તે જીવશુદ્ધિરૂપ ધર્મ છે. જીવશુદ્ધિ કહો કે દર્શન-જ્ઞાન-ચારિત્ર કહો કે વસ્તુસ્વભાવ કહો બધાનો પરમાર્થ એક જ છે. પૂર્વે કહેલ ધર્મના ફળરૂપને બતાવતાં ધર્મબિંદુમાં કહ્યું છે કે તે ધર્મ ધનના અર્થીઓને ધન આપે છે, કામ (પ્રશસ્ત શબ્દાદિ ઇંદ્રિયાર્થો)ના અર્થીઓને કામ આપે છે અને મોક્ષના અર્થીઓને મોક્ષ આપે છે. તાત્પર્ય કે આ જગતમાં જે કાંઈ સારુ કહેવાય છે, તેને આપનાર ધર્મ છે. જેનું મન ધર્મમાં છે તેને સર્વ સુખો સ્વયં વરે છે. ૩૨૬ • ધર્મ અનુપ્રેક્ષા Page #344 -------------------------------------------------------------------------- ________________ ધર્મની પરિણામિકારણતા धर्मो मे केवलज्ञान -प्रणीतः शरणं परम् । चराचरस्य जगतो य आधारः प्रकीर्तितः ॥ ઉપરના શ્લોક પર ‘ધર્મ’ પદની વ્યાખ્યાઓની દૃષ્ટિએ વિચાર કરવામાં આવ્યો હતો. કેવલીપ્રણીત ધર્મ જ ચરાચર જગતનો આધાર છે, એ પણ અમુક દૃષ્ટિએ રજૂ કર્યું હતું. હવે ધર્મની વિશ્વાધારતાને એક જુદી જ અપેક્ષાએ વિચારીશું. એ અપેક્ષા છે : ધર્મની પરિણામિકારણતા. ધર્મની પરિણામિકારણતાનો વિષય સૂક્ષ્મ અને ગંભીર છે. એનો આધાર છે ‘ધર્મબિંદુ' ગ્રંથ ગ્રંથકાર ભગવાન શ્રીહરિભદ્રસૂરિજીએ બહુ જ અલ્પ અક્ષરોમાં એ અતિગંભીર પદાર્થને ગ્રંથમાં દર્શાવેલ છે. એમના જ શબ્દોમાં કહીએ તો– 'धर्म एवापवर्गस्य पारम्पर्येण साधकः ' ધર્મ એ જ પરંપરાએ મોક્ષનો સાધક છે. ઉપલક દૃષ્ટિએ જોતાં આ પંક્તિ સામાન્ય લાગશે, પણ તેની ગંભીરતા ટીકા વડે વ્યક્ત થાય છે. 'अपवर्गः - मोक्षः, तस्य पारम्पर्येण - अविरतसम्यग्दृष्टिगुणस्थानाद्यारोहणलक्षणेन सुदेवत्वमनुजत्वादिस्वरूपेण वा साधक:- सूत्रपिंड इव पटस्य स्वंय परिणामिकारण- भावमुपगम्य निर्वर्त्तक इति ॥ ' ટીકા બતાવે છે કે જેમ વસ્ત્રનું પરિણામિકારણ સૂતરનો પિંડ છે તેમ મોક્ષનું પરિણામિકારણ ધર્મ છે, જે કારણ કાર્યરૂપે સ્વયં પરિણમે તે પરિણામિકારણ કહેવાય. માટી તે ઘડાનું પરિણામિકારણ છે, અર્થાત્ માટી સ્વયં ઘડારૂપે બને છે—પરિણામ પામે છે. એવી જ રીતે ધર્મ સ્વયં મોક્ષરૂપે પરિણમે છે. મોક્ષ તે ધર્મરૂપ પરિણામિકારણનું કાર્ય છે. એ કાર્ય બીજાં કાર્યો કરતાં વિલક્ષણ છે. જગતનાં બીજાં કાર્યો નાશ પામે છે, જ્યારે મોક્ષ એ શાશ્વત કાર્ય છે, તે કદી પણ નાશ પામતું જ નથી—જગતમાં અનેક કાર્યો અને અનેક કારણો છે તે બધામાં મહાન્ કાર્ય મોક્ષ છે અને તેનું કારણ હોવાથી જ ધર્મ પણ મહાન્ કારણ છે. જેમ માટીના પિંડમાંથી ઘડો બને છે, તેમ ધર્મમાંથી મોક્ષ બને છે. માટીનો પિંડ અને ઘડારૂપ કાર્યની વચ્ચે એ માટીનો પિંડ અનેક અવસ્થાઓને પામે છે–અનેક પર્યાયોને ધારણ કરે છે. એ બધી અવસ્થાઓમાં કે પર્યાયોમાં પણ એ પિંડ જ સ્વયં ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૨૭ Page #345 -------------------------------------------------------------------------- ________________ કારણ છે. એવી જ રીતે મોક્ષ પ્રાપ્તિ પૂર્વેની સર્વ શુભ અવસ્થાઓમાં ધર્મ જ કારણ છે. માટીના અને ઘડારૂપ કાર્યની વચલી અવસ્થાઓ તે પરંપરા કહેવાય. એ વચલી અવસ્થાઓરૂપ પરંપરા—પા૨મ્પર્ય વડે માટીનો પિંડ ઘડાનો સાધક છે. એવી જ રીતે ધર્મરૂપ પરિણામિકારણ અવિરત સમ્યગ્દષ્ટિ આદિ ગુણસ્થાનોનું આરોહણ અથવા સુદેવપણું, સુમનુષ્યપણું વગેરેની પ્રાપ્તિરૂપ અવસ્થાઓ—પારંપર્ય વડે મોક્ષનો સાધક છે. અવિરત સમ્યગ્દષ્ટિ આદિ ગુણસ્થાનો તે અંતરંગ પારંપર્ય છે અને સુદેવત્વાદિ અવસ્થાઓ તે બહિરંગ પારંપર્ય છે. અંતરંગ પારંપર્યમાં કારણભૂત ધર્મનું સ્વરૂપ નિર્જરા છે અને બહિરંગ પારંપર્યમાં કારણભૂત ધર્મનું સ્વરૂપ પુણ્યાનુબંધીપુણ્ય છે. અંતરંગ પારંપર્ય અને બહિરંગ પારંપર્ય બન્ને મળીને મોક્ષને સાધે છે. જેમ પુણ્યને આપણે ધર્મ કહીએ છીએ તેમ પુણ્યથી પ્રાપ્ત થયેલી વસ્તુઓ પણ ધર્મ જ છે. પુણ્ય તે સ્વરૂપ ધર્મ છે, જ્યારે પ્રાપ્ત વસ્તુઓ તે ફલધર્મ છે. ‘ઉપમિતિભવ પ્રપંચા કથા'માં ધર્મ ત્રણ પ્રકારનો દર્શાવવામાં આવ્યો છે : હેતુ ધર્મ, સ્વરૂપધર્મ અને ફલધર્મ. હેતુરૂપ ધર્મ તે હેતુ ધર્મ. બાહ્ય સદ્ અનુષ્ઠાન તે હેતુરૂપ ધર્મ છે. ધર્મનું તાત્ત્વિક સ્વરૂપ પુણ્યાનુબંધીપુણ્ય કે નિર્જરા છે. તેમાં અનુષ્ઠાન હેતુભૂત હોવાથી તેને પણ ધર્મ કહેવામાં આવે છે. ધર્મથી પ્રાપ્ત થતાં ફળો તે પણ ધર્મ છે. તેને ફલધર્મ કહેવામાં આવે છે. ફલધર્મ બે પ્રકારનો છે : અંતરંગ ફલધર્મ અને બહિરંગ ફલધર્મ, સુદેવત્વાદિની પ્રાપ્તિ તે બહિરંગ ફલધર્મ છે. મોક્ષ તે અંતરંગ ફલધર્મ છે. બહિરંગ ફલધર્મ નશ્વર હોવાથી વિવેકી પુરુષો તે માટે ધર્મ કરતા નથી. અનુષ્ઠાન અને સુમનુષ્યત્વાદિ ફળ તે ધર્મનું દશ્યરૂપ છે. અનુષ્ઠાનરૂપ ધર્મનાં દર્શનમાં, તેમ જ ફલરૂપ ધર્મનાં દર્શનમાં જો વિવેક ભળે તો ધર્મનો સુંદર અનુબંધ પડે છે. અનુબંધ પુણ્યાનુબંધીપુણ્ય (આત્મપુષ્ટિ) અને નિર્જરા (આત્મશુદ્ધિ)માં સતત નિરંતર વૃદ્ધિ. સ્વયં અનુષ્ઠાન કરવું તે સાધના છે, જ્યારે વિશ્વવર્તી સર્વ ધર્મ પુરુષોના સર્વકાલીન અને સર્વ ક્ષેત્રમાં થતા ધર્માનુષ્ઠાનની ભાવપૂર્વક અનુમોદના કરવી તે અને મારી સાધના દ્વારા નીપજતા સુકૃતનો લાભ સર્વ જીવોને મળો એવી શુભેચ્છા સેવવી તે વિવેક છે૧ વિવેક સહિત સાધના તે જ વાસ્તવિક ધર્મ છે. વિવેક વિનાનો ધર્મ કદાપી ૧. આવી ભાવના પૂર્વના અનેક મહાપુરુષોએ સેવી છે. બાહ્ય કે અત્યંતર સર્વ સામગ્રી જો જગતના હિત માટે આપી શકાતી હોય તો તેમાં મહાપુરુષો કદી પણ પાછા પડતા નથી. જેમ ઘરમાં આવેલી કોઈ સારી ખાદ્ય વસ્તુ સર્વ કુટુંબીઓના ઉપભોગમાં આવે, એવી સજ્જન ગૃહસ્થની ભાવના હોય છે, તેમ મહાપુરુષોના મનમાં પણ એ ભાવ હોય છે કે ‘મને પ્રાપ્ત થયેલ ૩૨૮ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #346 -------------------------------------------------------------------------- ________________ અનુબંધવાળો ધર્મ બની શકતો નથી. અનુમોદના તે પ્રમોદભાવ છે. પ્રમોદની સાથે સાથે કરુણા પણ જોઈએ. જેઓ ધર્મ નથી પામ્યા અથવા આપણા કરતાં અલ્પ ધર્મ પામ્યા છે, તેમના પ્રત્યે કરુણા જોઈએ. એ જીવો પણ સુંદર ધર્મને શીઘ્રતઃ પામે, એવી આપણી આંતરિક લાગણી હોવી જોઈએ. સમકક્ષાવાળા જીવોની સાથે મૈત્રી જોઈએ. આ પ્રમોદાદિ ભાવો તે વિવેક છે. વિવેકવાળો ધર્મ જ ધર્મ છે. વિવેકવાળો ધર્મ જ જગતને ધારણ કરે છે. વિવેકવાળો ધર્મ જ ચરાચર વિશ્વનો આધાર છે. સુકૃતની અનુમોદનારૂપ વિવેક આરાધનામાં જેટલો ઉપયોગી છે, તેટલો જ ઉપયોગી ફલદર્શનવિષયક વિવેક છે. ધર્મનાં ફળોને જોઈને તેના કારણભૂત ધર્મની સ્મૃતિ તે ફલદર્શનવિષયક વિવેક છે. જગતની કોઈ પણ સારી વસ્તુ જોયા પછી આપણા મનમાં તેનું કારણ જે ધર્મ, તેનું મહત્ત્વ ભાસવું જોઈએ. સામાન્ય માણસો વસ્તુ તરફ જુએ છે. પણ કારણભૂત ધર્મ તરફ જોતા નથી. વિવેકી પુરુષો સદા સર્વત્ર સર્વનાં કારણરૂપ ધર્મનાં દર્શન કરતા હોય છે. કોઈને સારું મકાન મળ્યું, તો તે વખતે તે મકાનને અપાવનાર ધર્મ યાદ આવવો જોઈએ. અહીં બે પ્રકારના ધર્મને યાદ કરવો જોઈએ : ૧. જે સુકૃતદ્વારા તે મકાન મળ્યું તે સુકૃતરૂપ ધર્મ અને ૨. તે દ્વારા આત્મામાં પ્રાપ્ત થયેલ પુણ્ય. ધર્મ વિના કોઈ પણ સુંદર વસ્તુની પ્રાપ્તિ થતી જ નથી. એ રીતે આ વિવેકમાં સર્વત્ર ધર્મનાં દર્શન થવાં જોઈએ. સુંદર વસ્તુ તે ધર્મનું એક પ્રકારનું રૂપ છે. પૂર્વે આપણે જોઈ ગયા કે મોક્ષનું પરિણામિ કારણ ધર્મ છે. મોક્ષ પૂર્વે થતા શુભ કે કાર્યોનું પરિણામિકારણ પણ ધર્મ છે. સમ્યક્ દૃષ્ટિ આદિ ગુણસ્થાનોનું આરોહણરૂપ કાર્ય સુકૃતનો લાભ સૌને મળો.' સુકૃત કરતાં ચઢીયાતી વસ્તુ આ જગતમાં નથી. એવી વસ્તુ પ્રાપ્ત થયા પછી મહાપુરુષો તેનો લાભ સૌને પ્રાપ્ત થાય એવું કેમ ન ઇચ્છે ? કલિકાલસર્વજ્ઞ આચાર્યશિરોમણિ શ્રીહેમચંદ્રાચાર્ય મહારાજા ‘યોગશાસ્ત્ર'ના અંતમાં આવા જ પ્રકારની ઇચ્છાને વ્યક્ત કરતાં કહે છે કે— संप्रापि योगशास्त्रात्तद्विवृतेश्चाऽपि यन्मया सुकृतम् । तेन जिनबोधिलाभप्रणयी भव्यो जनो भवतात् ॥ ं યોગશાસ્ત્ર અને તેની ટીકાને રચવાથી મારા વડે જે સુકૃત (પુણ્ય) પ્રાપ્ત કરાયું, તેનાથી સર્વ ભવ્ય જીવો જિનબોધિની પ્રાપ્તિમાં અનુરાગવાળા બનો. એવી જ જાતના આશયને સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરિજીએ પણ પોતાના અનેક ગ્રંથોનાં અંતમાં વ્યક્ત કરેલ છે. ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૨૯ Page #347 -------------------------------------------------------------------------- ________________ તેમજ સુદેવત્વાદિની પ્રાપ્તિરૂપ કાર્યનું પરિણામિકારણ પણ ધર્મ છે. એ આરોહણ અને એ પ્રાપ્તિરૂપે ધર્મ સ્વયં પરિણમે છે. ધર્મ અને આત્માનો કથંચિત્ અભેદ છે. ધર્મરૂપે પરિણમતા આત્માને પણ ધર્મ કહેવાય. સુદેવત્વાદિ કે સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનાદિ પરિણામો તે આત્માના જ પરિણામો છે. મોક્ષ પણ આત્માનો જ પરિણામ છે. ઉપર આપણે જોઈ ગયા કે સુદેવત્વાદિનું પારિણામિક કારણ ધર્મ છે. જો એમ જ છે તો પછી પુણ્યાનુબંધીપુણ્યથી પ્રાપ્ત થયેલું ધન કે પુણ્યાનુબંધીપુણ્યથી પ્રાપ્ત થયેલા કામોનું પારિણામિક કારણ પણ ધર્મ જ છે. પુણ્યાનુબંધીપુણ્યના ઉદયરૂપે પરિણમેલા આત્માનું જ ધન પ્રાપ્તિ કે કામ પ્રાપ્તિ એ બાહ્ય રૂપ છે. એ રૂપને શાસ્ત્રકારો અભ્યુદયફલક ધર્મ કહે છે. ધર્મ (પુણ્યાનુબંધીપુણ્ય) જે કામોને આપે છે તે કામો મનોહર, અલિષ્ટ પ્રકૃતિવાળા, પરમ આહ્લાદને આપનારા અને પરિણામ સુંદર હોય છે. અહીં કામો એટલે ઇન્દ્રિયના શબ્દાદિ પ્રશસ્ત વિષયો સમજવા. ઉપર કહેલી અપેક્ષાઓને સામે રાખીએ છીએ ત્યારે આપણને ધર્મની મહત્તાનો આછો ખ્યાલ આવે છે, બાકી ધર્મરાજની મહત્તા, વ્યાપકતા, સર્વકલ્યાણકારિતા, સર્વધારતા અને સર્વકા૨ણતા છદ્મસ્થને અગમ્ય અગોચર છે. સર્વ જીવોને કેવલજ્ઞાન વડે ધર્મનો સાક્ષાત્કાર થાઓ, એ જ મંગલ કામના. ધર્મનો પ્રારંભ અને પરાકાષ્ઠા ધર્મની શરૂઆત દુ:ખીના દુઃખ દૂર કરવાની બુદ્ધિથી થાય છે અને ધર્મની પૂર્ણાહુતિ સર્વના દુઃખ દૂર કરવાની શક્તિ પ્રગટવાથી થાય છે. પરના દુઃખ દૂર કરવાની બુદ્ધિથી શરૂ થયેલો ધર્મ, સર્વના દુઃખ દૂર કરવાની શક્તિમાં વિરામ પામે છે. ૩૩૦ • ધર્મ અનુપ્રેક્ષા Page #348 -------------------------------------------------------------------------- ________________ કામો’ પદ (મંત્રાધિરાજ શ્રીનવકારના ‘મો' પદમાં રહેલી સ્વપરહિતકર શક્તિનું સરસ વર્ણન અત્ર કરવામાં આવ્યું છે. સં.) નમો રિહંતાનું મો પદ સંસ્કૃત નમ: શબ્દપરથી બનેલ છે. નમ: શબ્દ “શું' ધાતુ પરથી બનેલ છે, “નમ્' ધાતુનો અર્થ નમન (નમવું) છે. નમન એટલે નમ્રતા. નમ્રતા મનોવૃત્તિનો ધર્મ છે. નમ્રતા વૃત્તિને માનસશાસ્ત્રકારો અતિ સૂક્ષ્મ માને છે, નમ્રતા ગુણની પરાકાષ્ઠા પ્રાપ્ત થતાં જ અણિમા નામની પ્રથમ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ૧. સિદ્ધિઓ આઠ છે : અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ, અણિમા સિદ્ધિ પ્રાપ્ત થતાં સાધક અણુસમાન સૂક્ષ્મ બની શકે. પ્રાકૃત ભાષામાં અક્ષરોનો વિપર્યય પણ કેટલેક સ્થળે થાય છે, દા.ત.-રેપૂ= #ળે, વારાણસી=વાળરસી વગેરે. એ રીતે સંસ્કૃત મન: શબ્દ ઉપરથી બનો પદ બને છે, એથી નમોનો અર્થ મનોવૃત્તિ થઈ શકે. મનોવૃત્તિ સૂક્ષ્મ હોવાથી અમો પદના ધ્યાનથી “અણિમા' સિદ્ધિ પ્રાપ્ત છે. નમો'માં મ્ અને ગો શબ્દો છે. અમ્ વાક્યાલંકારના અર્થમાં છે. મને આકાર અને કારના સંયોગથી બને છે. પ્રકારનું સ્થાન કંઠ છે અને સકારનું સ્થાન ઓઇ છે. કંઠમાં ઉદાનવાયુ રહે છે. યોગશાસ્ત્રો કહે છે કે ઓષ્ઠોને બંધ કરીને જો ઉદાનવાયુનો સંયમ કરવામાં આવે તો અણિમા સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એ અપેક્ષાએ ‘ામો'ના ધ્યાનથી અણિમા સિદ્ધિ પ્રાપ્ત થાય છે. નમો’ શબ્દ “ મા ' એ અક્ષરોના સંયોગથી બનેલ છે, તે સૂચવે છે કે ધ્યાતાએ પ્રકારનું સ્થાન જે મૂર્ધા (બ્રહ્મપ્ર) તેમાં “મા' એટલે આન્યલક્ષ્મીની ૩ એટલે અનુકંપા (કરુણા)નું ધ્યાન કરવું જોઈએ. સારાંશ એ છે કે મૂર્ધા સ્થાનમાં સમવસરણસ્થિત શ્રીઅરિહંત ભગવંત કરુણાવડે સર્વ જગતનું હિત કરી રહ્યા છે, એવું ધ્યાન કરવું જોઈએ.૧ १. सर्वजगद्धितमनुपममतिशयसंदोहमृद्धिसंयुक्तं ध्येयं जिनेंद्ररुपं सदसि गदत्....। સર્વ જગતનું હિત કરનાર, અનુપમ, અતિશયોથી સહિત, ઋદ્ધિવાળા, સમવસરણમાં દેશના આપતા શ્રીનિંદ્ર પરમાત્માના રૂપનું ધ્યાન કરવું જોઈએ–શ્રીષોડશક પ્રકરણ समस्तजगदनुग्रहप्रवणं हि भगवतो भावरुपं परिभावनीयम् । સમસ્ત જગત ઉપર અનુગ્રહ કરવામાં તત્પર એવા ભગવંતના ભાવરૂપની પરિભાવના કરવી જોઈએ.-શ્રીઉપમિતિભવપ્રપચા કથા. ધર્મ અનુપ્રેક્ષા • ૩૩૧ Page #349 -------------------------------------------------------------------------- ________________ હવે આપણે જૈનેતર યોગગ્રંથના આધારે “' કાર વિષે થોડુંક વિચારીશું. એ આધારે સમજાશે કે “નો'ના “ઘ'માં પણ કેટલી મહત્ત્વની વસ્તુઓ રહેલી છે. વર્ણોદ્ધારતંત્રમાં કહ્યું છે કે– कुण्डलीत्वगता रेखा, मध्यतस्तत ऊर्ध्वतः । वामादधोगता सैव, पुनरूर्ध्वं गता प्रिये ॥१॥ ब्रह्मेशविष्णुरूपा सा, चतुवर्गफलप्रदा । ध्यानमस्य ण कारस्य, प्रवक्ष्यामि च तच्छृणु ॥२॥ અર્થ :- “'કાર અક્ષરના મધ્યભાગમાં કુંડલિનીરૂપ રેખા છે, એ પછી તે ઉર્ધ્વગત (ઉપર ગયેલી) છે, પછી તે જ વાગભાગથી નીચેની તરફ ગઈ છે અને તે પ્રિયે ! પછી તે જ ઉપર ગઈ છે, એ ત્રિવિધ રેખા બ્રહ્મા, શંકર અને વિષ્ણુરૂપ છે અને ચતુર્વર્ગરૂપ ફળને આપનારી છે. હવે હું ‘'કારના ધ્યાનને કહું છું, તે તું સાંભળ (એ પછીના શ્લોકોમાં “'કારથી વાચ્ય જે શક્તિ તેનું રૂપસ્થ ધ્યાન કેવી રીતે કરવું, તે બતાવેલ છે. કામધેનુ તંત્રમાં કહ્યું છે કે णकारं परमेशानि ! या स्वयं परकुण्डली । पीत विद्युल्लताकारं, पंचदेवमयं सदा ॥१०॥ पंचप्राणमयं देवि ! सदा त्रिगुणसंयुतम् । आत्मादितत्त्वसंयुक्तं, महामोहप्रदायकम् ॥२॥ હે પરમેશ્વરિ ! જે સ્વયં પર કુંડલી છે, તે તું નકારરૂપ જાણ તેનું સ્વરૂપ પીતવર્ણની વિદ્યુત જેવું છે. તે પંચદેવમય, પંચપ્રાણમય અને સદા ત્રણ ગુણોથી યુક્ત છે. તે આત્માદિ તત્ત્વોથી યુક્ત છે અને મહાન વશીકરણને આપનાર (કરનાર) છે. નાનાતંત્ર' નામક ગ્રંથમાં “T'કારના ૨૪ અર્થો આપેલા છે, તેમાનાં નિર્ગુણ, રતિ જ્ઞાન, જન્મભન, જયા, શંભુ, નરકજિતુ, નિષ્કલા, યોગિનીપ્રિય, શ્રોત્ર, સમૃદ્ધિ, બોધની, ત્રિનેત્ર, વ્યોમ, માધવ, શંખિની, વીર અને નિર્ણય એ અર્થોને જૈન દષ્ટિએ ૧. જો નિ[vi તિજ્ઞન, નમૂન: પક્ષવાદનઃ | जयशम्भो नरकजित्, निष्फला योगिनीप्रियः ॥१॥ द्विमुखं कोटवी श्रोत्रं, समृद्धि बोधनी मता । त्रिनेत्रो मानुषी व्योम, दक्षपादांगुलेर्मुखः ॥२॥ માધવ: શંઘની વીરો, નારાયગઢ નિયઃ રૂા- નાનાતંત્ર. ૩૩૨૦ ધર્મ અનુપ્રેક્ષા . Page #350 -------------------------------------------------------------------------- ________________ પણ સમન્વય કરી શકાય છે. દા. ત–નિર્ગુણ એટલે અત્યાદિ જે છાઘસ્થિક જ્ઞાનાદિ ગુણો તેનાથી રહિત, રતિ એટલે પરમાત્મ રતિ, વગેરે. 1. પૂર્વે આપણે જોયું કે “નમો'માં અણિમા નામની સિદ્ધિ ગર્ભિત છે. શ્રી ઋષભદેવ શબ્દના અર્થમાં ઉપલક્ષણથી શેષ ત્રેવીસ તીર્થકરો લઈ શકાય છે, તેમ અહીં “અણિમા' શબ્દથી શેષ સાત સિદ્ધિઓ પણ ઉપલક્ષણથી લઈ શકાય છે. એ રીતે નવકારના પ્રથમ પદ ‘મા’માં આઠે સિદ્ધિઓ આવી જાય છે. પૂર્વે જે જૈનેતર તંત્રોના શ્લોકો આપ્યા છે, તેનો જૈન દૃષ્ટિએ અર્થ કરીએ તો દેખાય છે કે “'કાર કુંડલિનીરૂપ છે, બ્રહ્મા-વિષ્ણુ-મહેશ એટલે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ છે. ધર્મ-અર્થ-કામ અને મોક્ષ એ ચતુર્વર્ગને આપનાર છે, પંચદેવમય એટલે પંચપરમેષ્ઠિમય છે, ભાવપ્રાણોનો વાચક છે, જ્ઞાનાદિ રત્નત્રયીરૂપ ત્રિગુણથી યુક્ત છે. જીવાદિ તત્ત્વોનો પ્રકાશક છે અને મહાન વશીકરણ માટેનો મંત્ર છે. વર્ષોમાં રહેલી અચિંત્ય શક્તિનો જેમને ખ્યાલ છે, તેમને ઉપર કહેલા અર્થો કરતાં અનેક અપૂર્વ અર્થો તે તે વર્ષોમાં દેખાય એ સ્વાભાવિક છે. શ્રીગણધર ભગવંતનાં શ્રતના પ્રત્યેક પદના અનંત અર્થો છે. એ સર્વ અર્થોને પ્રકાશનારું કેવળજ્ઞાન સૌને પ્રાપ્ત થાઓ, એ જ મંગળ કામના. ચૈતન્ય સ્વરૂપ ચૈતન્ય અખંડ, અભિન નિત્ય છે. સુખ-દુઃખથી પર છે. ચૈતન્યમાં સુખદુઃખાદિ વૈષમ્ય ઘટતું નથી. વૈષમ્ય હોય ત્યાં રૂપાંતર પણ હોય. રૂપાંતર થાય તેનો નાશ પણ થાય. બંધ અને મોક્ષ ચૈતન્યમાં નહિ, પણ અંતઃકરણમાં છે. અંતઃકરણની ઉત્પત્તિ શુભાશુભ કર્મથી છે. તે પ્રતિ શરીર ભિન્ન છે. બંધ મોક્ષ ઉપાધિને છે. મૂળ ચૈતન્યને નહિ. એ સત્યને સ્થિર કરવા માટે બંધ મોક્ષનું વર્ણન છે. ચૈતન્ય નિત્ય મુક્ત છે. એ સમજ ઉપર મોક્ષ માર્ગ આધારિત છે. ધર્મ અનુપ્રેક્ષા • ૩૩૩ Page #351 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅરિહંત પરમાત્માની ભક્તિ પૂર્વના અનેક મહર્ષિઓએ ભક્તિ વિષે ઘણું ઘણું લખ્યું છે. ભક્તિની અનેક વ્યાખ્યાઓ છે અને અનેક પ્રકારો છે. ભક્તિમાં સૌથી પ્રથમ મહત્ત્વની વસ્તુ ઉપાસ્ય છે. આપણી ઉપાસનામાં ઉપાસ્ય કોને બનાવવા, એ પ્રશ્ન બહુ જ મહત્ત્વનો છે. ઉપાસ્યમાં એવી અદ્ભુત શક્તિ હોય છે કે ઉપાસના દ્વારા તે ઉપાસકને આત્મહૂલ્ય બનાવે છે. તેથી આ જગતમાં સૌથી જે શ્રેષ્ઠ હોય, તેને જ આપણે ઉપાસ્ય બનાવવા જોઈએ. અને તે છે શ્રીઅરિહંત પરમાત્મા. એમનાથી શ્રેષ્ઠ ઉપાસ્ય ત્રણે કાળમાં અસંભવિત છે. શાસ્ત્રકાર મહર્ષિઓ જેમાં વીતરાગપણું અને સર્વજ્ઞપણું હોય તેને ઉપાસ્ય કહે છે. આમ તો સર્વ પરમેષ્ઠિ ભગવંતો ઉપાસ્ય છે અને તેઓ કઈ કઈ દષ્ટિએ ઉપાય છે. એ વિષયને આપણે અત્યારે નહીં સ્પર્શીએ. અત્યારે તો એટલું જ દઢ કરવાનું છે. કે સર્વ વીતરાગ અને સર્વજ્ઞ ભગવંતોમાં શિરોમણિભૂત એવા શ્રીઅરિહંત પરમાત્મા જ ઉપાસ્યતમ છે. અનાદિ અનંત આ વિશ્વ તરફ સૂક્ષ્મ દૃષ્ટિએ જોતાં આ વિશ્વનું પ્રયોજન જ સર્વ જીવોને પરમ સુખમય ધામ તરફ લઈ જવાનું હોય એમ લાગે છે એ પ્રયોજનની સિદ્ધિ શ્રીતીર્થંકરનામકર્મની પ્રકૃતિ દ્વારા થાય છે. એ કર્મ પ્રકૃતિના પ્રભાવથી જ શ્રી તીર્થકર ભગવંતોને વાણી આદિના અનેક અતિશયો પ્રાપ્ત થાય છે. તે દ્વારા ધર્મતીર્થનું પ્રવર્તન થાય છે અને તેની સહાય લઈને અનેક જીવો પરમધામ તરફ પ્રયાણ કરતા થઈ જાય છે. એ દૃષ્ટિએ વિચારતાં, શ્રી તીર્થંકર નામકર્મની પ્રકૃતિને મોક્ષમાર્ગની માતા કહી શકાય અને શ્રી તીર્થંકર પરમાત્માને મોક્ષમાર્ગના પિતા કહી શકાય. અથવા વધુ સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારતાં શ્રી તીર્થંકર નામ કર્મના બંધ તરફ દષ્ટિ જાય છે. એ કર્મપ્રકૃતિની નિકાચના વખતે શ્રીતીર્થકર ભગવંતોના આત્મામાં જે કરુણાભાવ હોય છે, તેનું જ સર્જન આ તીર્થંકરનામ છે. તેથી શ્રીતીર્થંકર નામકર્મરૂપ માતાની પણ માતા કરુણાભાવના છે તેથી સર્વ જીવોના મોક્ષમાર્ગનું આદિમ બીજ શ્રીતીર્થંકરભગવંતોની કરુણામાં રહેલું છે, એમ સ્પષ્ટ થાય છે. તાત્પર્ય એ છે કે આ બધા કાર્યમાં શ્રી તીર્થંકરભગવંતનો આત્મા મુખ્ય ભાગ ભજવે છે, તેમનાથી જ સર્વ જીવોના અભ્યદય અને નિઃશ્રેયસનો માર્ગ આ ૩૩૪ • ધર્મ અનુપ્રેક્ષા Page #352 -------------------------------------------------------------------------- ________________ જગતમાં પ્રવર્તે છે અને તેથી જ તેઓશ્રી ઉપાસ્યતમ છે. પ્રત્યેક આત્માના મોલમાં પુણ્યનું ઉપાર્જન, સંવર અને નિર્જરા એ તત્ત્વો મુખ્ય ભાગ ભજવે છે. જો આ જગતમાં શ્રી તીર્થંકર પરમાત્મા જ ન હોત, તો પુણ્યોપાર્જન, સંવર અને નિર્જરાનો માર્ગ કોણ બતાવત? એ માર્ગ જ ન હોત તો કોઈનો પણ મોક્ષ કેવી રીતે થાત? એ દૃષ્ટિએ પણ શ્રી તીર્થંકર પરમાત્મા ઉપાયતમ છે. હવે પ્રશ્ન એ છે કે એ ઉપાસ્યતમની ભક્તિ કેવી રીતે થાય? તે પૂર્વે આપણે ભક્તિના સ્વરૂપને સંક્ષેપમાં વિચારીશું. - એક સ્થળે ભક્તિની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે “માહાભ્યજ્ઞાન દ્વારા ઈષ્ટદેવ પ્રત્યે સર્વ કરતાં અધિક સુદઢ સ્નેહ થવો તેનું નામ ભક્તિ છે.” | સર્વ પ્રથમ શ્રીઅરિહંત પરમાત્માનું સર્વાતિશાયિ મહાભ્ય આપણા હૃદયમાં અત્યંત દઢ થવું જોઈએ. એ થયા પછી તેમના પર તાત્ત્વિક પ્રેમ જાગે છે અને તેથી ભક્તિની પ્રાપ્તિ સહજ થાય છે. ભરત નૃપ ઇલાચી જીરણ શ્રેષ્ઠિ ભાવે, વળી વલકલચીરી કેવળ જ્ઞાન પાવે, હલધર હરિણા ક્યું પંચમે સ્વર્ગ જાએ, 'ઈહજ ગુણ પસાએ તાસ વિસ્તાર થાઓ...૨ સૂક્તમુક્તાવલી ધર્મવર્ગ ગાથા-૪૬ અર્થ - ભાવનાના પ્રભાવે, ભરત ચક્રવર્તી અને ઈલાચીકુમાર કેવળ જ્ઞાન પામ્યા તથા જીરણશેઠે ભાવનાના બળથી સ્વર્ગીય સુખને પ્રાપ્ત કર્યું. વલકલચીરીએ ભાવનાના બળથી કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. તથા બળભદ્રમુનિ, રથકાર અને હરિણ પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયા. એ રીતે ભાવનાના પ્રભાવથી અનેક જીવોનો વિસ્તાર થયો છે અને ભવિષ્યમાં થશે. ધર્મ અનુપ્રેક્ષા • ૩૩૫ Page #353 -------------------------------------------------------------------------- ________________ શ્રીનવકારનો સંક્ષેપાર્થ (શ્રીમહાનિશિથ” સૂત્રગત પાઠના આધારે) (૧) ગુણપ્રાપ્તિનો ક્રમ પ્રથમ જ્ઞાન અને પછી દયા. દયાવડે જીવે જગતના સર્વ જીવોને આત્મસમ જોવું. સર્વને આત્મસમ જોનાર તેમને દુઃખ કે ભય આપતો નથી. તેથી તેને અનુક્રમે નીચેના ગુણોની પ્રાપ્તિ થાય છે : અનાશ્રવ, સંવર, દમ, ઉપશમ, સમતા, અરાગદ્વેષતા, અક્રોધતા, અમાનતા, અમાયિતા, અલોભતા, અકષાયતા, સમ્યત્વ, જીવાદિપ્રદાર્થોનું વિજ્ઞાન, અપ્રતિબદ્ધતા, અજ્ઞાન-મોહ-મિથ્યાત્વનો ક્ષય, વિવેક, હેયોપાદેય વસ્તુની વિચારણાથી બદ્ધલક્ષ્યતા (મોક્ષલક્ષ્યતા) અહીં ત્યાગ, હિતાચરણમાં અત્યંત ઉદ્યમ, ક્ષમાદિ દશવિધ ઉત્તમ ધર્મ અને અહિંસાલક્ષણ ધર્માનુષ્ઠાનને કરવા-કરાવવામાં આસક્તચિત્તતા, સર્વોત્તમ ક્ષમા, સર્વોત્તમ મૃદુતા, સર્વોત્તમ ઋજુતા, સર્વસંગપરિત્યાગ, અત્યંત ઘોર, વીર, ઉગ્ર, કષ્ટકર દ્વાદશવિધ તપ અને ચારિત્રના અનુષ્ઠાનમાં રમણતા, સત્તર પ્રકારના સંયમાનુષ્ઠાનના પરિપાલનમાં એકાગ્રતા, સર્વોત્તમ સત્યભાષિત્વ, સર્વ જીવનિકાયોનું હિત, અનિગૂહિત બલ, વીર્ય, પુરુષાર્થ, પરાક્રમની વૃદ્ધિ અને સર્વોત્તમ સ્વાધ્યાય અને . ધ્યાનરૂપ જલવડે પાપકર્મરૂપ મલના લેપોનું પ્રક્ષાલન. . (૨) પ્રથમ સાધનનું બીજ પૂર્વે કહેલ સર્વ વસ્તુઓની પ્રાપ્તિમાં સર્વ પ્રથમ સ્થાન જ્ઞાનનું છે. તેથી એકાંતિક, અત્યંત, પરમ, શાશ્વત, ધ્રુવ, નિરંતર અને સર્વોત્તમ સુખના કાંક્ષી મુમુક્ષુએ દ્વાદશાંગ શ્રુતજ્ઞાનનું અત્યંત આદરસહિત અને વિધિપૂર્વક અધ્યયન કરવું જોઈએ. સર્વ સુખોના પરમ હેતુરૂપ તે દ્વાદશાંગ શ્રુતજ્ઞાન અપાર અને સુવિસ્તીર્ણ એવા સ્વયંભૂરમણ મહાસાગરની જેમ દુરવગાહ છે. ઈષ્ટ દેવતાના નમસ્કાર વિના તેના પારને કોઈ પણ પામી શકતું નથી. ઈષ્ટદેવતાને નમસ્કાર તે પંચમંગલ જ છે, તે વિના અન્ય નહીં જ. તેથી નમસ્કાર મંત્ર એ જ્ઞાનરૂપ પ્રથમ સાધનનું બીજ છે. (૩) નમસ્કારનું રટન તેથી સર્વપ્રથમ સ્વર, વ્યંજન, માત્રા, બિંદુ, પદ, અક્ષર, પદચ્છેદ, ઘોષબદ્ધતા ઇત્યાદિ ગુણોવડે સુવિશુદ્ધ રીતે વિધિપૂર્વક નમસ્કાર મંત્રનું અધ્યયન કરવું જોઈએ. એ १. पढमं नाणं तओ दया, दयाए सव्वपाणभूअजीवसत्ताणं अत्तसमदरिसित्तं । શ્રીમહાનિશીથસૂત્ર નમસ્કાર સ્વાધ્યાય પૃ. ૩૬ ૨. વિધિ માટે જુઓ શ્રી “મહાનિશીથસૂત્રસંદર્ભ, નમસ્કાર સ્વાધ્યાય, પૃ. ૩૮.. ૩૩૬ • ધર્મ અનપેક્ષા Page #354 -------------------------------------------------------------------------- ________________ પંચમંગલ મહાશ્રુતસ્કંધને તેવી રીતે સમુપસ્થિત કરવો જોઈએ કે જેથી તે પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વીથી જિલ્લાગ્ર ઉપર અખ્ખલિત રીતે અનાયાસે સ્વભાવથી ક્રીડા કરે. . (૪) મંત્રગ્રહણ સમયના ભાવો પંચમંગલમહાશ્રુતસ્કંધને ગ્રહણ કરવા માટે શ્રીમહાનિશીથ સૂત્રમાં સુંદર વિધિ બતાવવામાં આવી છે. તેમાંની કેટલીક વસ્તુઓ અહીં રજૂ કરીએ છીએ : (૧) નમસ્કારમંત્રનું ગ્રહણ શુભ મુહૂર્ત થવું જોઈએ. (૨) તે વખતે વિશેષ પ્રકારનો તપ હોવો જોઈએ. (૩) ગ્રહણ કરવા માટેનું સ્થાન પ્રશસ્ત હોવું જોઈએ. (૪) ગ્રહણ કરતી વખતે ગ્રહણ કરનારના મનમાં શ્રદ્ધા, સંવેગ અને પ્રવર્ધમાન શુભ અધ્યવસાયોથી સહિત એવાં ભક્તિ-બહુમાન હોવાં જોઈએ. મન નિયાણા-લૌકિક ફલાદિની આશંસાથી રહિત હોવું જોઈએ. ભક્તિના આવેગથી ગ્રહણ કરનારની રોમાવલી વિકસિત અને વદન પ્રફુલ્લ હોવું જોઈએ. તેની દષ્ટિ પ્રશાંત, સૌમ્ય અને સ્થિર હોવી જોઈએ. (૫) નવનવા સંવેગથી મહાસાગરની ઉર્મિઓની જેમ અત્યંત ઉછળતા શુભ પરિણામોવડે તેનું જીવવીર્ય અત્યંત ઉલ્લસિત થયેલું હોવું જોઈએ. વીર્યની પ્રવૃદ્ધિથી તેનું અંતઃકરણ પ્રમુદિત, સુવિશુદ્ધ, નિર્મલ, વિમલ, સ્થિર અને દઢતર થયેલું હોવું જોઈએ. (૬) તેનું માનસ શ્રી ઋષભાદિ તીર્થકરના બિંબમાં એકાગ્ર થયેલું હોવું જોઈએ. (૭) મંત્રને આપનાર ગુરુ સમયજ્ઞ, દઢ ચારિત્રાદિ ગુણવાળા અને શાસ્ત્રોક્ત અનુષ્ઠાન કરવામાં બદ્ધલક્ષ હોવા જોઈએ. એવા ગુરુના મુખકમલમાંથી નિર્ગત નમસ્કાર મંત્રને વિનય, બહુમાન અને પરિતોષપૂર્વક લેવો જોઈએ. ગ્રહણ કરનાર મુમુક્ષુએ ગુરુની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ અને તેમને પરિતોષ આપવો જોઈએ. (૫) ભવસમુદ્રની નૌકા શોક, સંતાપ, ઉદ્વેગ, વ્યાધિ, વેદના દુઃખ, દારિદ્રય, ક્લેશ, રોગ, જન્મ, જરા, મરણ, ગર્ભવાસ વગેરે અનેક દુષ્ટ જલચર જંતુઓથી ભરપૂર એવા ભવસમુદ્રમાં આ નવકાર નૌકાસમાન છે. તે સર્વ આગમોમાં અંતર્વર્તી છે. મિથ્યાત્વ દોષથી ઉપહત એવા કુશાસ્ત્રપ્રણેતાઓની સર્વ યુક્તિજાતને છેદવા માટે આ નવકાર સમર્થ છે. તે શ્રેષ્ઠ એવા પ્રવચન દેવતાઓથી અધિષ્ઠિત છે. (૬) નમસ્કારનાં અધ્યયનો અને ચૂલિકા - પ્રથમ અધ્યયન “નમો અરિહંતા' છે, તે ત્રણ પદો (નમો રિહંતા)થી પરિચ્છન્ન ધર્મ અનુપ્રેક્ષા • ૩૩૭ Page #355 -------------------------------------------------------------------------- ________________ અને એક આલાપકવાળું છે. તેનું પરિમાણ સાત અક્ષર પ્રમાણ છે. તેના ગમો, પર્યાયો અને અર્થો અનંત છે. તે સર્વ મહામંત્રો અને પ્રવર વિદ્યાઓનું પરમ બીજ છે. બીજું અધ્યયન ‘નમો સિદ્ધાણં' છે. તેનાં બે પદ છે અને એક આલાપક છે. તેનું પરિમાણ પાંચઅક્ષરપ્રમાણ છે. તે અનેક અતિશયો અને ગુણોરૂપ સંપદાઓથી યુક્ત છે. એમ અનુક્રમે ‘નમો આયરિયાળ' વગેરે ત્રણ અધ્યયનો અને ‘જ્ઞો પંચનમુક્કારો' આદિ એક ચૂલિકા છે. (૭) પંચમંગલ મહાશ્રુતસ્કંધનો સૂત્રાર્થ જેમ તલમાં તેલ, કમળમાં મકરંદ અને સર્વલોકમાં પંચાસ્તિકાય વ્યાપ્ત છે, તેમ શ્રીનમસ્કારમંત્ર સર્વ આગમોમાં અંતરવર્તી છે, એ એનો પ્રથમ સૂત્રાર્થ છે.૧ શ્રીપંચમંગલ મહાશ્રુતસ્કંધનો બીજો સૂત્રાર્થ એ છે કે તે નમસ્કાર યથાર્થક્રિયાના અનુરાગસહિત સદ્ભુત ગુણોનું કીર્તન કરનાર અને યથેષ્ટ ફળ આપનાર ૫૨મસ્તુતિવાદ છે. પરમસ્તુતિવાદમાં નીચેના ગુણો અવશ્ય હોય છે : ૨ (૧) તેમાં પરમસ્તુત્ય તરીકે લોકોત્તમ પુરુષો હોવા જોઈએ. (૨) તેમાં તેમના યથાર્થ-વાસ્તવિક ગુણોનું કીર્તન હોવું જોઈએ. (૩) તે કીર્તનનું લક્ષ્ય તે લોકોત્તમ પુરુષોએ બતાવેલ યથાર્થ ક્રિયા. (અનુષ્ઠાનસાધના)ની પ્રાપ્તિનું હોવું જોઈએ. તે લક્ષ્યની સિદ્ધિનું ૫૨મકારણ યથાર્થક્રિયા પ્રત્યેનો ગાઢ અનુરાગ છે. તે અનુરાગ કીર્તનમાં અનુસ્યૂત હોવો જોઈએ. તે પરમસ્તુતિવાદ ઉપર્યુક્તગુણોવાળો હોવાથી ઇષ્ટફળ મોક્ષને આપે છે જ. (૫) આવો પરમસ્તુતિવાદ સર્વ આગમોમાં વ્યાપ્ત હોય છે.૪ (૪) (૮) નવકારનો ગર્ભાર્થસદ્ભાવ પૂર્વે બતાવેલ સૂત્રાર્થની જેમ જ આ ગર્ભાર્થ સદ્ભાવનું અત્યંત મહત્ત્વ છે. ૧. તાત્પર્ય કે સર્વ આગમવાક્યોમાં પાંચ પરમેષ્ટિપદોને શોધવાનું છે, એટલે કે જગતના ભવ્ય જીવોને ૫૨મેષ્ટિપદોમાં લાવવા એ દ્વાદશાંગીનું પ્રયોજન છે. २. जहत्थकिरियाणुरायसब्भूयगुणकित्तणे जहिच्छियफलपसाहगेचेव परमथुईवाए । શ્રી ‘મહાનિશીથ’ સૂત્ર, નમસ્કાર સ્વાધ્યા, પૃ. ૪૧. ૩. યથાખ્યાત ચારિત્ર. ૪. આ પરમસ્તુતિવાદરૂપ સૂત્રાર્થ અતિગંભીર છે. તેનું વિવેચન વધુ અવકાશ માગે છે. પ્રસ્તુત લેખમાં તેનો માત્ર અંગુલિનિર્દેશ છે. ૩૩૮ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #356 -------------------------------------------------------------------------- ________________ (૪) અરિહંતપદનો ગર્ભાર્થસદ્ભાવ ઃ અરિહંત પદ અરહંત, અરિહંત, અરુહંત વગેરે અનેક પ્રકારે પ્રજ્ઞાપિત કરવામાં આવ્યું છે, પ્રરૂપવામાં આવ્યુ છે, દર્શાવવામાં આવ્યું છે, ઉપદેશવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે. સિદ્ધાદિ પદોની પણ અનેક પ્રકારે પ્રજ્ઞાપનાદિ છે. અરહતું—અષ્ટવિધ મહાપ્રાતિહાર્યાદિરૂપ પૂજાદિથી ઉપલક્ષિત, અનન્યસદેશ, અર્ચિત્ય, કેવલાધિષ્ઠિત, પ્રવર અને ઉત્તમ એવા માહાત્મ્યને જેઓ અરહ-અર્હ-યોગ્ય છે, તેઓ ‘અરહંત' કહેવાય છે. અરિહંત—અષ્ટવિધ કર્મરૂપ દુર્જેય અરિ-શત્રુનું હનન-નિર્મથન, નિર્હનન, નિર્દેલન, નિપીલન, પરિષ્ઠાપન અને અભિભવન કરનારા હોવાથી તેઓ ‘અરિહંત' કહેવાય છે. અરુહંત–સકલ કર્મોનો ક્ષય થવાથી ભવના અંકુર (કર્માદિ) નિર્દગ્ધ થવાના કારણે તેઓ આ સંસારમાં ફરી રહેતા નથી, જન્મતા નથી, અને ઉત્પન્ન થતા નથી, તેથી તેઓ ‘અરુહંત' કહેવાય છે.૧ ( ૬ ) સિદ્ધપદનો ગર્ભાર્થ સદ્ભાવ : જેમણે નિષ્પ્રકમ્પ શુકલધ્યાનાદિની અચિંત્ય શક્તિ અને સામર્થ્ય વડે, સજીવવીર્ય વડે અને યોગનિરોધાદિ મહાપ્રયત્ન વડે પરમાનંદ, પરમમહોત્સવ, પરમમહાકલ્યાણ અને પરમનિરુપમસુખ સિદ્ધ કર્યાં છે, તેઓ ‘સિદ્ધ’ કહેવાય છે. અથવા, આઠ પ્રકારના કર્મના સર્વથા ક્ષય વડે જેમનું સાધ્ય સિદ્ધ થયું છે, તેઓ ‘સિદ્ધ' કહેવાય છે. અથવા, જેમનું ધ્યાન પૂર્વે શ્વેત હતું, તેઓ ‘સિદ્ધ' કહેવાય છે. અથવા, જેઓએ શીત (કર્મ)નો નાશ કર્યો, તેઓ ‘સિદ્ધ' કહેવાય છે, અથવા, જેમનાં સર્વપ્રયોજનો નિષ્ઠિત-પરિપૂર્ણ થયાં છે, તેઓ ‘સિદ્ધ' કહેવાય છે. તે સિદ્ધો સ્ત્રીલિંગસિદ્ધાદિ પંદર પ્રકારે છે. ( ) આચાર્યપદનો ગર્ભાર્થ સદ્ભાવ ઃ જેઓ અઢાર હજાર શીલાંગથી અધિષ્ઠિત દેહવાળા હોય છે અને જેઓ છત્રીશ પ્રકારના આચારને યથોક્ત રીતે, ખેદવિના, અહર્નિશ, પ્રતિસમય સ્વયં આચરે છે અને બીજાઓને તેમાં પ્રવર્તાવે છે, તેઓ ‘આચાર્ય' કહેવાય છે. અથવા, જેઓ પરના અને સ્વના હિતને આચરે છે,૨ તેઓ ‘આચાર્ય' કહેવાય છે. અથવા, જેઓ સર્વ સત્ત્વોના ૧. નવકારવાળીના એક એક પારા ઉપર ‘અરહંત-અરિહંત-અરુહંત' એ નવ અક્ષરોના જાપમાં શ્રીઅરિહંત પરમાત્મા પ્રત્યેના ભાવો વધુ વિકાસ પામે છે. એ વખતે ઉપર કહેલ ગર્ભાર્થસદ્ભાવ આંખ સામે રાખવો. ૨. પરમળો ય હિઅમાયરંતિ આયરિયા । सव्वसत्तस्स सीसगणाणं वा हियमायरपंति आयरिया || શ્રી ‘મહાનિશીથ’સૂત્ર, નમસ્કાર સ્વાધ્યાય, પૃ. ૪૩. ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૩૯ Page #357 -------------------------------------------------------------------------- ________________ અથવા પોતાના સર્વ શિષ્યસમૂહોના હિતને આચરે છે, તેઓ ‘આચાર્ય’ કહેવાય છે. અથવા, જેઓ પ્રાણસંકટમાં પણ પૃથિવ્યાદિના સમારંભને આચરતા નથી, આરંભતા નથી અને અનુમોદતા નથી, તેઓ ‘આચાર્ય' કહેવાય છે. અથવા, જેઓ કોઈ પણ અત્યંત મહાન અપરાધીને વિષે પણ મનથી પણ પાપ આચરતા નથી તેઓ ‘આચાર્ય’ કહેવાય છે. (૬) ઉપાધ્યાયપદનો ગર્ભાર્થ સદ્ભાવ ઃ જેઓએ આશ્રવનાં દ્વારો સારી રીતે સંવૃત કર્યાં છે, જેઓ આગમોક્ત યોગોમાં (અનુષ્ઠાનોમાં) મન, વચન, કાયાથી ઉપયુક્ત છે અને જેઓ વિધિપૂર્વક સ્વર, વ્યંજન માત્રા, બિંદુ, પદ, અક્ષરાદિથી વિશુદ્ધ રીતે દ્વાદશાંગ શ્રુતજ્ઞાનના અધ્યયન અને અધ્યાપન વડે પરના અને સ્વના મોક્ષના ઉપાયોનું ધ્યાન કરે છે, તેઓ ‘ઉપાધ્યાય’ કહેવાય છે.૧ અથવા, સ્થિરપરિચિત એવા દ્વાદશાંગ શ્રુતજ્ઞાનને જેઓ અનંત ગમો, પર્યાયો અને અર્થોવડે એકાગ્ર મને વિચારે છે, અનુસરે છે અને ધ્યાવે છે, તેઓ ‘ઉપાધ્યાય’ કહેવાય છે. (૩) સાધુપદનો ગર્ભાર્થ સદ્ભાવ : જેઓ અત્યંત કષ્ટમય, ઉગ્ર, ઉગ્રતર, ઘોર, ઘોરતર, વીર, વીતર વગેરે તપોનાં આચરણાદિ, અનેક વ્રતો અનેક નિયમો, નાનાવિધ અભિગ્રહો, વિશેષ સંયમનું પરિપાલન, અનેક ઉપસર્ગો અને પરીષહોનું સહન વગેરે વડે કરીને મોક્ષની સાધના કરે છે, તેઓ ‘સાધુ' કહેવાય છે. ( હ્ર) ચૂલિકાનો ગર્ભાર્થ સદ્ભાવ ઃ આ પંચનમસ્કાર સર્વપાપનો પ્રણાશ કરે છે, અર્થાત્, આ પંચનમસ્કાર જ્ઞાનાવરણીયાદિ સર્વ કર્મોને અત્યંત પ્રકર્ષથી હણી હણીને દશે દિશાઓમાં નસાડી મૂકે છે. સર્વપાપપ્રણાશક એ પંચનમસ્કાર સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. મંગલ બે પ્રકારનાં છે : દ્રવ્યમંગલ અને ભાવમંગલ. દધિ વગેરે દ્રવ્યમંગલો છે. ધર્મ એ ભાવમંગલ છે. દ્રવ્યમંગલની મંગલતા-શુભકારિતાનો આધાર પણ ભાવમંગલ છે, કારણ કે ધર્મથી પ્રાપ્ત થયેલ પુણ્યના ઉદયના અભાવમાં દ્રવ્યમંગલ લાભ કરતું નથી. નિર્વાણ સુખનો પરમ હેતુ, અહિંસાલક્ષણ અને સમ્યગ્દર્શનાદિરૂપ આર્હત ધર્મ એ १. परमप्पणो य मोक्खोवायं झायंति ति उवज्झाए । શ્રી ‘મહાનિશીથ’સૂત્ર, નમસ્કાર સ્વાધ્યાય, પૃ. ૪૩. (અહીં પ્રથમ પરનું હિત અને પછી સ્વનું હિત એ ક્રમ છે, સૂજ્ઞ પુરુષોએ શ્રી ‘મહાનિશીથ’સૂત્રના આ ગંભી૨ ક્રમને સૂક્ષ્મ અને નિપુણબુદ્ધિથી વિચારવો). ૩૪૦ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #358 -------------------------------------------------------------------------- ________________ જ ભાવમંગલ છે. તે અહિંસા, સંયમ વગેરે ભેદે અનેક પ્રકારનો છે. એ બધા પ્રકારોમાં પરમસ્તુતિવાદરૂપ આ પંચનમસ્કાર એ પ્રથમ મંગલ છે. આ રીતે શ્રીમહાનિશીથસૂત્રમાં શ્રીપંચમંગલ મહાશ્રુતસ્કંધનો જે સમાસાર્થસંક્ષેપાર્થ કહ્યો છે. તેમાંથી કેટલુંક આ લેખમાં કહ્યું છે. ‘મહાનિશીથ'સૂત્રમાં તેનો વિસ્તારાર્થ પણ છે. જિજ્ઞાસુઓએ તે માટે ‘નમસ્કાર-સ્વાધ્યાય' પૃ. ૪૫થી અવલોકન કરવું. સર્વને ભાવનમસ્કારની પ્રાપ્તિ થાઓ, એ જ મંગલકામના. નમસ્કારનો ‘ન’ વિશ્વપ્રાણ શ્રીનવકારના ‘ન’ અક્ષરની નમસ્કારમુદ્રા તેના સાધકને સ્વાર્થના પરિત્યાગનું અને પરમાર્થના સેવનનું સતત સ્મરણ કરાવે છે. માત્ર પોતાના સ્વાર્થનો વિચાર કરવાને ટેવાઈ ગયેલા મનને શ્રીનવકારસર્વહિતચિતાની દિશામાં એ રીતે વાળે છે જે રીતે ઘંટનો અવાજ શાણા વિદ્યાર્થીઓને શાળાની દિશામાં વાળે છે. સર્વજીવહિતચિંતાની ભૂમિકા શ્રીઅરિહંત પરમાત્માના સર્વોચ્ચ ભાવના સ્પર્શે ઘડાય છે. તે ભૂમિકાનું ઘડતર થતું જાય છે તેમ તે સાધકના આંતર્-બાહ્ય જીવનમાં તેનાં અનેક લક્ષણો છતાં થાય છે. શ્રીનવકાર સાથેના આંતરિક જોડાણ પછી પાપના પંકમાં પગ મૂકતાં સાધકનાં શરીર શીત વળી જાય છે તેમ જ ક્યારેક તે બેહોશ જેવો પણ બની જાય છે. શ્રીનવકારના પ્રથમાક્ષર ન'ની સાચી ઓળખ પછી જ આખા શ્રીનવકારને ઓળખવાની પાત્રતા પ્રગટે છે. શ્રીનવકારની ઓળખ પછી જીવ, જીવને જીવરૂપે ઓળખી શકે છે. જીવના હિતની ચિંતામાં પોતાનું હિત જોઈ શકે છે. નમસ્કારના ‘ન’માં બરાબર ગોઠવાઈ શકનારો સાધક સામાયિકયોગની સાધનામાં ઝડપથી એકાકાર બની શકે છે. ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૪૧ Page #359 -------------------------------------------------------------------------- ________________ શ્રીનવકારનો વિસ્તારાર્થક શ્રીનવકારનો વિસ્તારાર્થ “અરિહંત' છે. શ્રીનવકારનો વિસ્તારાર્થ “અરિહંત' શા માટે તે આ જ લેખમાં સ્પષ્ટ થશે. શ્રી “અરિહંત'નું સંક્ષિપ્ત સ્વરૂપ “શ્રીનવકારનો સંક્ષેપાર્થ' નામક લેખમાં પૂર્વે આપ્યું છે. શ્રીઅરિહંતને ધર્મતીર્થંકર પણ કહેવામાં આવે છે. “ધર્મતીર્થકર' શબ્દ બહુ જ મહત્ત્વનો છે. તેનો શ્રી “મહાનિશીથ' સૂત્રમાં પુનઃ પુનઃ પ્રયોગ દેખાય છે. સં. પાંચે પરમેષ્ઠિ ભગવંતોનું સ્વરૂપ તે સર્વ શ્રેષ્ઠ શેય પદાર્થ છે. પાંચે પરમેષ્ઠિઓનું સ્વરૂપ ત્યારે જ સંપૂર્ણ અવગત કહેવાય કે જ્યારે અરિહંતનું સ્વરૂપ સ્પષ્ટ થાય. અરિહંતનું સ્વરૂપ ત્યારે જ સ્પષ્ટ થાય કે જયારે આત્મા દ્રવ્ય-ગુણ-પર્યાયવડે અરિહંતના અભેદ ધ્યાનમાં આગળ વધે. “શ્રીઅરિહંત ભગવંતનું સ્વરૂપ વર્ણવતાં શ્રી મહાનિશીથ' સૂત્ર કહે છે કે ૧. તે “અરિહંત ભગવંત ધર્મતીર્થકર ત્રણે લોકનાં જીવોના મનમાં સર્વાતિશાયી પરમ આનંદને ઉત્પન્ન કરનારા છે એ આનંદનું કારણ એ છે કે તેઓ, ન ચિંતવી શકાય એવા, ન માપી શકાય એવા, ન ઉપમા આપી શકાય એવા અને બીજા કોઈમાં પણ ન સંભવી શકે એવા સર્વશ્રેષ્ઠ ઉત્તમોત્તમ ગુણોના સમૂહવડે અધિષ્ઠિત છે. ૨. તે અરિહંત ભગવંત ધર્મતીર્થકર સર્વ ભવ્ય જીવોના પાપકર્મરૂપ સંતાપને સર્વથા હરનારા છે. તે પાપકર્મ જીવો ગાઢ રાગ, અતિ દ્વેષ, મહામોહ, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ તથા દુષ્ટ અને સંકિલષ્ટ અધ્યવસાયાદિ વડે ઉપાર્જિત કરે છે. ઘોર પાપને હરવા માટે અતિ પ્રબલ પુણ્યકર્મના ઉદય વખતે અપાયેલ ઉપદેશ જ સર્વ સમર્થ સાધન છે. એવો ઉપદેશ કેવળ તીર્થકર ભગવંત જ આપી શકે, બીજા નહિ, સદ્ગુરુઓ વગેરે પણ જે ઉપદેશ આપે છે, તેનું આદિ બીજ તીર્થંકર નામકર્મના ઉદયથી અન્વિત * આ લેખ “શ્રીમહાનિશીથ સૂત્ર'ના આધારે લખવામાં આવેલ છે. ૧. આનંદના પ્રગટીકરણનું બીજ ગુણોમાં રહેલું છે. કોઈ પણ વ્યક્તિમાં રહેલ એકાદ પણ ગુણ સ્વને અને પરને આનંદ આપે છે. ૩૪૨ • ધર્મ અનપેક્ષા Page #360 -------------------------------------------------------------------------- ________________ એવા ઉપદેશમાં જ રહેલું છે. એ વિના તે કર્મસંતાપને ન હરી શકે. સારાંશ એ છે કે પૂર્વજન્મમાં સંચિત કરેલ સર્વ શ્રેષ્ઠ પુણ્યરૂપ તીર્થંકરનામકર્મના ઉદયવડે ૫૨મ હિતોપદેશના પ્રદાનાદિ વડે તે ધર્મતીર્થંકર સર્વના સંતાપને હરે છે. જે અતિદીર્ઘ ગ્રીષ્મઋતુના તડકાના સંતાપથી પીડાતા મયૂરોના સમૂહનો સંતાપ પ્રથમ જ વાર ઘણી વર્ષાને વરસાવતો મેઘોનો સમૂહ હરે, તેમ તે ધર્મતીર્થંકર સર્વ ભવ્ય જનોના સંતાપને હરે છે. ૩. તે અરિહંત ભગવંત ધર્મતીર્થંકર સર્વજ્ઞ અને સર્વદર્શી છે, અર્થાત્ લોકાલોકના સર્વ દ્રવ્યોના સર્વ કાળના સર્વ ભાવોને એકી સાથે જાણનારા અને જોનારા છે, તેમનાં જ્ઞાનમાં કે દર્શનમાં ન આવે એવી કોઈ પણ વસ્તુ કોઈ પણ ક્ષેત્રમાં કે કાળમાં હોતી જ નથી. ૪. તે અરિહંત ભગવંત ધર્મતીર્થંકરનો દેહ અતુલ બલ, અતુલ વીર્ય, અતુલ ઐશ્વર્ય, અતુલ સત્ત્વ અને અતુલ પરાક્રમથી અધિષ્ઠિત હોય છે. આ બધું તેમણે પૂર્વના અનેક ભવોમાં સંચિત કરેલ શ્રેષ્ઠ પુણ્યના પ્રભાવથી પ્રાપ્ત થાય છે. ૫. તે અરિહંત ભગવંત ધર્મતીર્થંકરનું રૂપ સર્વાતિશાયિ હોય છે. જેમ સૂર્યની આગળ ચંદ્રમા, ગ્રહો, નક્ષત્રો અને તારાઓનું તેજ ઢંકાઈ જાય તેમ તે ભગવંતના અંગુઠાના અગ્રભાગની કાંતિ, દીપ્તિ, સુંદરતા વગેરેની આગળ સર્વ વિદ્યાધરો, સર્વ વિદ્યાધરીઓ, સર્વ દેવો, સર્વ દેવીઓ, સર્વ ઇંદ્રો અને ઇંદ્રાણીઓનું રૂપ, સૌભાગ્ય, કાંતિ, દીપ્તિ, લાવણ્ય, શોભા વગેરે પરાસ્ત થઈ જાય છે. ૬. તે અરિહંત ભગવંત ધર્મતીર્થંકરના નિરુપમ એવા ચોત્રીસ અતિશયોનું દર્શન કરતાં જ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક, અહમિદ્રો, કિંનરો, મનુષ્યો, વિદ્યાધરો, વગેરે સૌને અત્યંત આશ્ચર્ય થાય છે. તેઓ આશ્ચર્યમાં વિચારે છે કે “અહો ! અહો ! અહો ! આવું બધું અમે પૂર્વે કદી પણ જોયું નથી ! આજે અમે અનુપમ, મહાન, અચિંત્ય અને સર્વ શ્રેષ્ઠ એવા આશ્ચર્યોને એક જ કાળમાં એક જ સ્થાનમાં એકત્ર થયેલ જોઈએ છીએ.” આ બધું જોતાં જ તેમને તે જ ક્ષણે અત્યંત અત્યંત પ્રમોદ થાય છે. તે વખતે પ્રતિક્ષણ પ્રવર્ધમાન હર્ષ, પ્રીતિ અને અનુરાગવડે તેમને નવા નવા સુંદર શુભ અધ્યવસાયોની પ્રાપ્તિ થાય છે. આશ્ચર્ય અને હર્ષના અતિરેકથી તેમના મુખમાંથી ભગવાનના અતિશયો વિશે વિસ્મય અને પ્રમોદને વ્યક્ત કરતી વાણીનો પ્રવાહ વહેવા ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૪૩ Page #361 -------------------------------------------------------------------------- ________________ માંડે છે. તે પછી જ્યારે તે અરિહંત ભગવંત ધર્મતીર્થંકર વિહાર કરીને અન્યત્ર ચાલ્યા જાય છે, ત્યારે તે દેવતાઓ વગેરેને વિષાદ પ્રાપ્ત થાય છે. હા ! હા ધી ! ધી ધિક્કાર હો અમને ! અમે નિપુણ્યક છીએ ! અધન્ય છીએ ! વગેરે ઉદ્ગારો વડે તેઓ આત્મનિંદા કરે છે તે અરિહંત ભગવંત ધર્મતીર્થંકરના વિહારથી કેટલાકને અતિ લોભના કા૨ણે ત્યાંને ત્યાં જ મૂર્છા આવી જાય છે. મૂર્છા ઉતર્યા પછી પણ તેમનાં ગાત્રો અતિ શિથિલ બની જાય છે. તેમના આકુંચન, પ્રસારણ ઉન્મેષ, નિમેષ, વગેરે શારીરિક વ્યાપારો પણ જાણે બંધ પડી ગયા હોય એવા તેઓ દેખાય છે. કેવળ મંદ મંદ દીર્ઘ અને ઉષ્ણ શ્વાસોચ્છવાસ વડે તેઓ જીવંત છે એમ ઓળખી શકાય છે. તે વખતે ઘણાંને એવો સુવિચાર આવે છે કે “આ બધો પૂર્વ જન્મના મહાન તપનો પ્રભાવ છે. અમે કેવો તપ કરીએ કે જેથી આવી શ્રેષ્ઠ ઋદ્ધિને પામીએ ?’ એવા (ઉપર્યુક્ત) તો અનંત ગુણોવડે તે સુગૃહિતનામધેય અરિહંત ભગવંત ધર્મતીર્થંકરનું શરીર અધિષ્ઠિત હોય છે. ઇંદ્ર કે કોઈ અતિશયજ્ઞાની છદ્મસ્થ પુરુષ કરોડો વર્ષો સુધી તે ગુણોનું અહર્નિશ અનુસમય હજારો જીલ્લાઓ વડે વર્ણન કર્યા જ કરે તો પણ કરોડો વરસો પછી પણ પાર આવે નહિ, કારણ કે તે અરિહંત ભગવંત ધર્મતીર્થંક૨ અપરિમિત ગુણોવાળા હોય છે. વધુ શું કહીએ ! તે ત્રિલોકનાથ, જગદ્ગુરુ ધર્મતીર્થંકરના પગના અંગુઠાના અગ્રભાગના ગુણોનું વર્ણન પણ સર્વ દેવતાઓ એકી સાથે કરવા લાગે તો પણ તેઓ તે વર્ણનના પારને કદી પણ ન જ પામે. સારાંશ એ છે કે–તીર્થંકરોના ગુણોને કેવળ તીર્થંકરો જ કહી શકે, કારણ કે તેમની વાણી અતિશયવાળી હોય છે, બીજાઓ કદાપી ન જ કહી શકે. શ્રીનવકારનો વિસ્તા૨ાર્થ એટલે શ્રીઅરિહંત ભગવંત ધર્મતીર્થંકરના ગુણોનો સમૂહ. તે ગુણો જેમ અનંત, અપરિમિત, અસામાન્ય, અપ્રમેય, અચિંત્ય અનિર્વચીનય, સર્વ શ્રેષ્ઠ, સર્વાતિશયી, ઉત્તમોત્તમ છે, તેમ નવકારનો વિસ્તારાર્થ પણ એવો જ છે. શ્રી અરિહંત ભગવંત ધર્મતીર્થંકરના ગુણોનું ધ્યાન એ જ નવકારના વિસ્તાર્થનું ધ્યાન છે. સર્વ ભવ્ય જીવો આવા વિસ્તારાર્થને પામી સર્વોચ્ચ કલ્યાણને પ્રાપ્ત કરે, એ જ અતિ ઉત્કટ અભિલાષા. ૩૪૪ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #362 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચય અને વ્યવહારનું રહસ્ય (ટુંકા છતાં ચોટદાર આ સંવાદમાં નિશ્ચય અને વ્યવહારના આલંબન વડે આત્મહિત સાધવાની વાત રજૂ કરવામાં આવી છે. સં.) આ સંસારમાં જરા, રોગ, મરણ, દુર્જનતા, કુરૂપતા, દરિદ્રતા અને દૌર્ભાગ્ય એ સાત વિષતત્ત્વો સર્વત્ર પ્રસરેલાં દેખાય છે. આ બધાં વિષતત્ત્વો અધર્મરૂપ કારણમાંથી ઉત્પન્ન થાય છે અને લોકમાં અનેક પ્રકારનાં દુ:ખો ફેલાવે છે. અહીં સાત અમૃતતત્ત્વો પણ છે તેમનાં નામ છે : યૌવન, નિરોગતા, જીવન, સૌજન્ય, સુરૂપતા, ઐશ્વર્ય અને સુભગતા. આ બધાંને અહીં અમૃતતત્ત્વ એટલા માટે કહ્યાં છે કે તેઓ ધર્મરૂપ સ્વકારણમાંથી ઉત્પન્ન થાય છે અને પ્રાણીઓને સુખ આપે છે. આ બધાં અમૃતતત્ત્વોમાં પ્રધાન ‘સૌજન્ય' તત્ત્વ છે. એ જ્યાં હોય ત્યાં ધૈર્ય, ગંભીરતા, વિનય, નમ્રતા, સ્થિરતા, પ્રિયવચન, પરોપકાર, ઉદારતા, દાક્ષિણ્ય, કૃતજ્ઞતા, પાપજુગુપ્સા, નિર્મળ પ્રજ્ઞા, જનપ્રિયતા વગેરે અનેક અમૃતગુણો સ્વયમેવ સમુપસ્થિત થાય છે. સૌજન્ય તત્ત્વ સાથે એ બધાનો અવિનાભાવ છે. એટલે કે સૌજન્ય એમના વિના ન રહે અને એઓ સૌજન્ય વિના ન રહે. આજે આપણને લોકમાં જે કાંઈ પણ સુવ્યવસ્થા દેખાય છે, તેનું મૂળ કારણ પણ સૌજન્ય છે. લોકોનાં હૃદયમાં રહેલું એ સૌજન્ય જ તેમનાં મનને અમૃતમય બનાવે છે, લોકોમાં અરસ-પરસ પ્રેમ, વિશ્વાસ વગેરેને જન્માવે છે અને એ રીતે લોકની મર્યાદાઓને ધારણ કરી રાખે છે. આ તો પ્રસ્તુત લેખની પૂર્વભૂમિ થઈ. હવે પ્રકર્ષ અને વિમર્શ એ બે વ્યક્તિઓના સંવાદ વડે નિશ્ચય અને વ્યવહારના રહસ્યને સ્પષ્ટ કરવા યત્કિંચિત્ પ્રયાસ કરવામાં આવે છે : પ્રકર્ષ :- “ઉપર જે સાત વિષતત્ત્વો કહ્યાં છે, તેમના પ્રસારને કોઈ રોકી શકે કે નહિ ?” વિમર્શ ઃ- “એ સાત વિષતત્ત્વોને રોકવા માટે જગતમાં કોઈ પણ સમર્થ નથી, તેથી એ તત્ત્વો પોતાનું કાર્ય સર્વત્ર નિરંકુશપણે કરતા રહે છે.” પ્રકર્ષ :- “ત્યારે એ વિષતત્ત્વોને દૂર કરવા માટે કોઈ પણ પ્રાણીએ ઉપાય ન જ કરવો ?’ ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૪૫ Page #363 -------------------------------------------------------------------------- ________________ વિમર્શ :- “વત્સ ! નિશ્ચયદષ્ટિથી જો જોઈએ તો પ્રયત્ન ન જ કરવો જોઈએ કારણ કે જો એ વિષતત્ત્વો અવશ્યમેવ કાર્યાન્વિત થવાનાં જ હોય, તો તેને રોકવા માટે કોઈ પણ શક્તિમાન નથી જ તેથી, વિચારશીલ પુરુષે અશક્ય અર્થમાં શા માટે પ્રયત્ન કરવો જોઈએ ? એ વિષતત્ત્વો જ્યારે કર્મ કાલ, સ્વભાવ, લોકસ્થિતિ, ભવિતવ્યતા વગેરે સર્વ સંપૂર્ણ કારણ સામગ્રીથી અન્વિત થઈને પ્રવર્તતાં હોય અને એ વિષતત્ત્વો જરૂર પ્રવર્તે એવાં સર્વ નિમિત્તો સમુપસ્થિત થઈ ગયાં હોય, અર્થાત્ કોઈ કાર્યવિશેષ કે જે સ્વસામગ્રીબળે અવશ્યમેવ થવાનું હોય, ત્યારે તેના નિવારણ માટે પ્રયત્ન કરતો પુરુષ કષ્ટ સિવાય શું પામે ?” પ્રકર્ષ :- “પૂર્વે તો આપે આ વિષતત્ત્વોનાં કારણો હિંસા વગેરે બતાવ્યાં છે. અત્યારે કર્મપરિણામાદિ કારણોનો કેમ નિર્દેશ કરો છો ?” વિમર્શ :- “સૌમ્ય ! હિંસાદિ તો વિશેષ કારણો છે. ખરી રીતે તો આ જગતમાં કર્મપરિણામાદિ કારણ-સામગ્રી વિના આંખના પલકારા જેટલું નાનામાં નાનું કાર્ય પણ બની શકતું નથી.” પ્રકર્ષ :- “ત્યારે શું પોતાના કે બીજાના શરીરમાં રોગ વગેરે આવ્યા હોય અથવા આવવાનાં હોય ત્યારે માણસે તેમના નિવારણાદિ માટે ઔષધોદિ ન લેવાં જોઈએ ? શું આ પુરુષ હિતકર કાર્યોમાં પ્રવર્તવામાં કે અહિતકર, કાર્યોમાંથી નિવૃત્ત થવામાં તદ્દન શક્તિ વિનાનો છે ? ઉપાય કરવાથી ધારેલ પરિણામ નીપજાવતાં પ્રાણીઓ આ જગતમાં દેખાય તો છે જ.” વિમર્શ :- “વત્સ ! જરા શાંત થા ! વચનના તાત્પર્યને બરોબર વિચાર. પુરુષે પ્રયત્ન ન કરવો જોઈએ. એવું જે મારું વચન હતું તે નિશ્ચયથી હતું, બાકી વ્યવહારથી તો તેવા પ્રકારની પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરવામાં જીવને કોણ રોકે છે ?” “પુરુષે પોતાના પાપરૂપ મળને સદનુષ્ઠાનરૂપ નિર્મળ જળ વડે વારંવાર ધોવું, એ તદ્દન યોગ્ય છે. તે માટે તો એ કાંઈને કાંઈ પ્રવૃત્તિ કર્યા જ કરે છે, પ્રવૃત્તિ કરતી વખતે એ પ્રાણી જાણતો નથી કે ભવિષ્યમાં આ કાર્યનું પરિણામ કેવું આવવાનું છે. તેથી તે વ્યવહારથી તજવા યોગ્ય સર્વ વસ્તુઓના ત્યાગના કારણોને યોજે છે અને આદરવા યોગ્ય સર્વ બાબતોને આદરવાનાં સાધનોને યોજે છે. એની ઇચ્છા હોય તો પણ એ અપ્રવર્તમાન રહી શકે તેમ નથી, કારણ કે કર્મપરિણામોદિ સામગ્રીથી એ જીવ જાણે ભૂતના વળગાડવાળો હોય તેમ પ્રવૃત્તિથી બંધાયેલો છે. પાછો એ જ જીવ વિચારે છે કે જીવ જ બધાં કારણોમાં પ્રધાન છે, કર્મપરિણામાદિ તો માત્ર એનાં ઉપકરણ–સહકારી ૩૪૬ • ધર્મ અનુપ્રેક્ષા Page #364 -------------------------------------------------------------------------- ________________ છે, તેથી અહીં કાંઈ પણ કર્યા વિના બેસી રહેવું તે શ્રેયસ્કર નથી, કારણ કે વ્યવહારથી તો પુરુષની પ્રવૃત્તિ હિતના સંપાદનમાં કે અહિતને અટકાવવામાં સમર્થ છે.” “એ જ વસ્તુને નિશ્ચયથી વિચારીએ તો પ્રત્યેક કાર્ય પોતાનાં સર્વ કારણોનાં સમ્યક્ પરિણમનથી જ સાધ્ય છે—થાય છે, તેથી જ્યારે ધાર્યા કરતાં જુદું પરિણામ આવે ત્યારે પુરુષે હર્ષ કે શોક કરવો નહિ. તે વખતે તેણે નિશ્ચયના અભિપ્રાયનું આલંબન લેવું અને આ કાર્ય આવી જ રીતે થવાનું હતું, વગેરે ભાવના વડે મધ્યસ્થભાવ ધારણ કરવો. એ વખતે તેણે એવું ન વિચારવું કે જો મેં અમુક રીતિએ કાર્ય કર્યું હોત તો આવું પરિણામ ન જ આવત, કારણ કે અવશ્ય થનાર કાર્યને કોણ ફેરવી શકે ?” “નિશ્ચય દૃષ્ટિથી જોતાં આ વિશ્વમાં બનવાની અને બનતાં અંતરંગ અને બાહ્ય કાર્યોની પર્યાયમાળા નિયત છે અને નિયત એવી કારણ—સામગ્રીથી ઉત્પન્ન થનારી છે. તે પર્યાયમાળા તેવી જ રીતે સર્વકાળ માટે સર્વ સર્વજ્ઞોના જ્ઞાનનો વિષય પણ બને છે. અર્થાત્ વિશિષ્ટ નિયતિ મુજબ સર્વ કાર્યપરિણામો તે તે કાળે અવશ્ય બન્યા જ કરે છે. સર્વજ્ઞ ભગવંતોએ એ કાર્યપર્યાયમાળાને જે અનુક્રમથી ગોઠવાયેલી જોઈ હોય છે અને જે કારણોને પામીને તે પ્રગટ થવાની હોય છે, તે જ વ્યવસ્થા પ્રમાણે તે જ કારણોને પામીને તે પ્રગટ થાય છે. એમાં જરા પણ ફેરફાર થતો નથી.” “તેથી ભૂતકાળમાં બનેલ બાબત વિષે ચિંતા કરવી તે વ્યામોહ છે. વ્યવહારથી પણ પોતાનું હિત સાધવા તત્પર બનેલ કે અહિતથી નિવૃત્ત થવા માટે તૈયાર થયેલ વિદૃશ્યકારી પુરુષે જરાદિનાં નિવારણ માટે ઔષધાદિ વ્યભિચારી કારણોમાં બહુ આસ્થા ન રાખવી, પણ ધર્માનુષ્ઠાનરૂપ સંપૂર્ણ નિર્દોષ ઉપાય શોધવો અને એવા ઉપાયમાં જ સંપૂર્ણ આસ્થા રાખવી.” સારાંશ એ છે કે કારણોમાં પ્રવર્તતી વખતે વ્યવહારને આગળ કરવો અને તે પ્રવૃત્તિ વડે થતી ફલપ્રાપ્તિમાં નિશ્ચયને આગળ કરવો. કા૨ણોમાં પ્રવર્તતી વખતે જો વ્યવહારને આગળ ન કરે તો પુરુષાર્થની હાનિ થાય અને ફળ વખતે નિશ્ચયનું આલંબન ન લે તો રાગ દ્વેષની વૃદ્ધિ થાય. આ તો ફક્ત કાર્ય અને કારણ પૂરતું જ નિશ્ચય અને વ્યવહારનું ક્ષેત્ર કહ્યું છે, બાકી એ બંનેનું ક્ષેત્ર તો એથી ઘણું જ વિશાળ છે. તે ક્ષેત્રને મુમુક્ષુએ નયોમાં નિષ્ણાત એવા સદ્ગુરુ પાસેથી સમજીને સ્વપર શ્રેયમાં રક્ત બનવું જોઈએ. ધર્મ અનુપ્રેક્ષા • ૩૪૭ Page #365 -------------------------------------------------------------------------- ________________ પ્રસન્ન બનો ! જીવનમાં એવા અનેક પ્રસંગો ઉપસ્થિત થાય છે કે જ્યારે માણસને મુંઝવણ થાય છે, એ પ્રસંગોમાં એનું મુખ મ્લાન અને મન ઉદાસીન (નકામા વિચારોના અથવા હાનિકર વિચારોના ભારથી આક્રાન્ત, ચિંતાથી ભરપૂર) ગમગીન બની જાય છે. એનું Mood) બગડી જાય છે. કારણ વિના કાર્ય ન થાય. મ્લાનતા અને ઉદાસીનતાનું કારણ શોધવું જોઈએ. કારણનું વારણ કરતાં જ કાર્યનું વારણ સહજ થાય છે. કારણનું વારણ કર્યા વિના કાર્યને અટકાવી દેવું એ કદાપિ શક્ય નથી. વિદ્યુત્ની જ્યારે નવી શોધ થઈ, ત્યારે કેટલાક અનભિજ્ઞ લોકો ફૂંકથી બલ્બને બુઝાવવાનો પ્રયત્ન કરતા, પણ એ ફૂંક દેવાથી બુઝે શી રીતે ? એ તો સ્વિચ દબાવવાથી જ બુઝે, એવી જ રીતે ક્યા કારણથી ઉદાસીનતાનો નાશ થાય છે, તે જાણવું જોઈએ. ઉદાસીનતાનો પ્રસંગ તો દરેકના જીવનમાં આવે પણ એ ઉદાસીનતાને અટકાવવી કે લંબાવવી, એનો આધાર એનાં પ્રયત્નો ઉપર છે. એ વખતે તેની જો એવી જ ઇચ્છા હોય કે મારે આ ઉદાસીનતા લંબાવવી નથી, તો તે તેમ કરી શકે છે, માત્ર તેના કારણોનું જ્ઞાન તેને હોવું જોઈએ. ઉદાસીનતા સાથે લડાઈ કરવામાં—ઉદાસીનતાને બળજબરી અટકાવવાના પ્રયત્નોમાં ઉદાસીનતા પ્રાયઃ ઘટતી નથી પણ વધે છે. મનોવિજ્ઞાનના નિષ્ણાતોએ એ સિદ્ધ કર્યું છે કે ધનની શક્તિ કરતાં, વૈભવની શક્તિ કરતાં, વચનની શક્તિ કરતાં, કાયિક શક્તિ કરતાં, અને એવી અનેક શક્તિઓ કરતાં પણ વિચારોને નિયંત્રિત કરવાની શક્તિનું બળ અનેકગણું છે. વિચારોનું નિયંત્રણ કરનાર ઇષ્ટ વસ્તુને શીઘ્રતઃ પ્રાપ્ત કરી શકે છે. શાસ્ત્રોમાં પણ મનની એકાગ્રતાથી પ્રાપ્ત થતી અનેક મહાન સિદ્ધિઓ બતાવવામાં આવી છે. ઉદાર અને સર્વકલ્યાણકર વિચાર એ અનેક મહાન સ્વયં શક્તિ છે, એટલું જ નહિ પણ બીજી શક્તિઓ વિકસાવનાર છે, ઉદાર વિચાર માણસના જીવન ઉધાનને નંદનવન બનાવે છે, જ્યારે સ્વાર્થી અને સંકુચિત વિચારો વડે જીવન બાગ ઉજ્જડ બની જાય છે. સ્વાર્થ (લોભ વગેરે)થી ખરડાયેલ સંકુચિત વિચાર આત્માને સર્વથી અધિક હાની કરનારું વિષ છે. હલાહલ વિષ તો એની તુલનામાં કાંઈ પણ નથી એ વિષનો અલ્પ પણ સ્પર્શ તમારા જીવનને થવા દેશો નહિ. જો એ વિષ તમને સ્પર્શશે તો જેમ અનેક મનુષ્યોનું જીવન ક્ષુદ્ર બની જાય છે, તેમ તમારું જીવન પણ શુદ્ર બનશે. એ વિષથી દૂર રહો. સર્વજીવહિતકર વિચાર તે અમૃતનો સાગર છે. તે એવું અમૃત છે કે જેની આગળ અમૃત શબ્દનો પ્રચલિત અર્થ પણ મૂલ્યરહિત બને છે. ૩૪૮ • ધર્મ અનુપ્રેક્ષા Page #366 -------------------------------------------------------------------------- ________________ બીજાના સારા વિચારોને સમજવા માટે આપણે પોતાના આત્માને આગ્રહથી રહિત બનાવવો જોઈએ. ઘણીવાર એવું પણ થાય છે કે પોતાનો આગ્રહ પોતાને સમજાતો પણ નથી. અસત્ વસ્તુને સત્ માનીને જે આગ્રહ સેવાય, તે મનને ઉદાસીન બનાવી નાખે છે. આગ્રહને દૂર કરવા માટે પણ કેટલીકવાર શુભ (મૈત્યાદિમય) વિચારોની જરૂર પડે છે. કેટલીકવાર એવું પણ થાય છે કે માણસ પોતાના દોષોના ટોપલાને પોતા કરતા નાના લોકો પર ઢોળી નાખે છે. એ વખતે તેને એ ખબર હોય છે કે ‘ભૂલ મારી છે,' પણ પોતાના ‘અદ્ભુ’ના કારણે તે ભૂલને કબૂલ કરતો નથી. આવી રીતે ભૂલને કબૂલ ન કરવું તે ઉદાસીનપણાનું મોટું કારણ છે. જે માણસ ‘અહં’નો ત્યાગ કરીને પોતાની ભૂલને સ્વીકારે છે, તેની ઉદાસીનતા ચાલી જાય છે અને તેનું મન પ્રસન્ન બને છે. ભૂલ કબૂલ ન કરવી તે શલ્ય છે, જે આત્મામાં કાળક્રમે ઊંડું ઊંડું ઊતરતું જાય છે. એ શલ્યને દૂર કરીને મનને પ્રસન્ન બનાવવા માટે શાસ્ત્રકારોએ પ્રાયશ્ચિત્તાદિનાં વિધાન કર્યાં છે. શું તમે કોઈ ૫૨ અકારણ ક્રોધ કર્યો છે ? કોઈનું દિલ દુભાવ્યું છે ? કોઈને કટુ પત્ર લખ્યો છે ? પોતાની પ્રગતિ માટે બીજા કોઈના ન્યાય હક્કો પર અતિક્રમણ કર્યું છે ? અથવા બીજો કોઈ અન્યાય કર્યો છે ? એવું કાંઈ પણ કર્યું હોય, તો તમે પોતાની ભૂલ કબૂલ કરવા માટે સદા તૈયાર રહો ! એથી તમારા મનની અપ્રસન્નતા અવશ્ય દૂર થશે. અસ્થિર મગજના માણસો ઘણીવાર પોતાના જીવનમાં નકામી ઉદાસીનતા ઉત્પન્ન કરે છે. તેમના મનમાં કોઈ કાર્ય વિશે સ્થિર નિર્ણય ન હોવાથી મન કેટલીકવાર એક કાર્ય તો કેટલીકવાર બીજા પૂર્વ કરતાં વિરુદ્ધ કાર્ય તરફ વહે છે. આવી સ્થિતિમાં ઉદાસીનતા વધે છે. એથી પ્રત્યેક કાર્યને વિશે સ્થિરમતિવાળા બનવા માટે પણ પ્રયત્નો સેવવા જોઈએ. કેટલીકવાર અંતર્ગત વૈરાદિ મલિન વૃત્તિઓથી પ્રેરાયેલો માણસ બહારથી પરાર્થનો દેખાવ કરતો હોય છે, એથી એનું મન અંદરથી ગમગીન અને વિષાદયુક્ત બની જાય છે. એ રીતે એ પોતાના જ દુઃખને નોતરે છે. કેટલીકવાર ભય—આદિના કારણે મન ઉદાસીન બને છે. એ વખતે મૈત્ર્યાદિ ભાવનાઓને ચિંતવીને મનને શાંત પાડવું જોઈએ. જે જીવો પોતાના આત્માને મૈત્ર્યાદિથી અત્યંત ભાવિત કરે છે, તેમનું મન પ્રાયઃ ઉદાસીન બનતું નથી. સર્વ પ્રાણીઓની સર્વ નિરર્થક ચિંતાઓ દૂર થાઓ. સૌને પ્રસન્ન મનની પ્રાપ્તિ થાઓ. સૌના ચિત્તરત્નમાં શ્રીઅરિહંત ભગવંત ધર્મતીર્થંકર ધ્યાનવડે પ્રતિબિંબિત થાઓ એ જ મંગલ કામના. ધર્મ અનુપ્રેક્ષા • ૩૪૯ Page #367 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષ્ઠાનું હાર્દ (આ લેખ, શ્રીજિનબિંબની પ્રતિષ્ઠાના મૌલિક તેમ જ કલ્યાણકર રહસ્યને સરસ રીતે સ્પષ્ટ કરે છે. સં.) વિધિપૂર્વક બનાવેલા શ્રીજિનભવનમાં વિધિસહિત નિર્મિત શ્રીજિનબિંબની પ્રતિષ્ઠા કરવાની હોય છે. શ્રીજિનબિંબમાં પ્રતિષ્ઠા કોની કરવી, એ પ્રશ્ન અત્યંત મહત્ત્વનો છે અને એ પ્રશ્નના ઉત્તરમાં પ્રતિષ્ઠાનું મહાન રહસ્ય રહેલું છે જેને પ્રત્યેક ઉપાસકે અવશ્યમેવ જાણવું જોઈએ. મુક્તિમાં રહેલા શ્રીઋષભાદિ ભગવંતની બિંબમાં પ્રતિષ્ઠા અસંભવિત છે, કારણ કે મંત્રાદિ વડે તેમનું બિંબમાં આનયન શક્ય નથી. જો તેમનું બિંબમાં આનયન શક્ય હોય તો તેમનું મુક્તત્વ જ ન રહે. સંસારસ્થ એવા ઇન્દ્રાદિ દેવતાની પણ અહીં પ્રતિષ્ઠા નથી, કારણ કે મંત્રાદિ વડે તે બિંબમાં આવે જ, એવો નિયમ નથી, તો પછી પ્રતિષ્ઠા કોની ? પ્રતિષ્ઠા કરાવનારના ભાવની પ્રતિષ્ઠા શ્રીજિનબિંબમાં ક૨વાની હોય છે, તે સિવાયની અન્ય કોઈ પણ વસ્તુની તેમાં પ્રતિષ્ઠા હોતી નથી. આ પ્રતિષ્ઠા આગમોક્ત વિધિમુજબ કરવાની હોય છે. એ વિધિમાં ‘ૐ નમ: ૠષમાય' વગેરે મંત્રોનો બિંબમાં ન્યાસ કરવાનો હોય છે, તે પૂર્વે પ્રતિષ્ઠા કરાવનારને શ્રીસિદ્ધ પરમાત્માનું સ્મરણ કરવાનું હોય છે. ‘સર્વ ગુણો વડે તે (શ્રીઋષભાદિ પરમાત્મા) જ હું છું,' એવો ભાવ તે વખતે પ્રતિષ્ઠાપકના મનમાં ઉત્પન્ન થવો જોઈએ. પ્રતિષ્ઠાપકના મનમાં ઉત્પન્ન થયેલો આ ભાવ તે તાત્ત્વિક પ્રતિષ્ઠા છે. આ તાત્ત્વિક પ્રતિષ્ઠા બાહ્ય જિનબિંબમાં નહીં, કિન્તુ મનમાં-આત્મામાં કરવાની હોય છે. પછી પ્રતિષ્ઠાપકના હૃદયમાં જાગેલા એ ભાવને બાહ્ય જિનબિંબમાં સ્થાપવામાં આવે છે એ બાહ્ય પ્રતિષ્ઠા છે. તેથી દર્શન કરવા આવનારને એવો ખ્યાલ આવે છે કે આ મૂર્તિ આગમોક્ત રીતે’પ્રતિષ્ઠિત છે.’ આવા ખ્યાલથી દર્શન કરનારના મનમાં આ (મૂર્તિ) તે (ઋષભાદિ પરમાત્મા) છે,’એવો ભાવ ઉત્પન્ન થાય છે. એ રીતે તેને પણ ભગવંતનું સ્મરણ થાય છે. આ સ્મરણના અચિંત્ય પ્રભાવથી અંતે ‘તે (પરમાત્મા) જ હું છું,' એવા ભાવરૂપ તાત્ત્વિક પ્રતિષ્ઠા વિચક્ષણ એવા દર્શન કરનારના આત્મામાં પણ થાય છે. ‘આ મૂર્તિ આગમોક્ત રીતે પ્રતિષ્ઠિત છે,' એવા વિચારમાં પ્રધાનતા આગમવચનની છે. એથી પ્રતિષ્ઠાવિધિને વચનાનુષ્ઠાન કહેવાય છે. એ વચનની સાથે શ્રીજિનેન્દ્ર પરમાત્માનો સંબંધ છે, કારણ કે એ વચન એમનું છે. તેથી વચનને અનુસરવાથી—હૃદયમાં ધારણ કરવાથી તત્ત્વથી હૃદયમાં પરમાત્માનું જ ધારણ થાય છે, સ્મરણ થાય છેઃ આવું સ્મરણ કર્મરૂપ ઇંધનને ભસ્મસાત્ કરવા માટે પ્રબળ દાવાનળતુલ્ય છે. ૩૫૦ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #368 -------------------------------------------------------------------------- ________________ પૂર્વોક્ત તાત્ત્વિક પ્રતિષ્ઠાને “તે જ હું છું,' એવા ભાવને શ્રીશાસ્ત્રકાર ભગવંતો ભાવરસેંદ્ર (પારો, પારસમણિ) કહે છે, તેથી જીવરૂપ તામ્ર અનુક્રમે સિદ્ધરૂપ સુવર્ણ બને છે. આ પ્રક્રિયામાં વચનાનુષ્ઠાન અગ્નિના સ્થાને છે. તેનાથી જીવમાં રહેલ કર્મમલ બળી જાય છે અને તે ઉજ્જવળ બને છે. બીજાં અનુષ્ઠાનો કરતાં પ્રતિષ્ઠાવિધિની મહત્તા એ છે કે બીજાં અનુષ્ઠાનોમાં “આ અનુષ્ઠાનને બતાવનાર શ્રીજિનવચન છે,” એવા વિચાર વડે પરમાત્માના વચનપ્રકાશકતારૂપ એક જ ગુણ વડે તેમનું સ્મરણ થાય છે, કિન્તુ પ્રતિષ્ઠાવિધિમાં “સર્વ ગુણો વડે તે જ હું છું,' એવા ભાવ હોવાથી સર્વ ગુણો વડે પરમાત્માનું સ્મરણ થાય છે. સર્વ ગુણો વડે તે જ હું છું,” એવો ભાવ પ્રત્યેક ભવ્યાત્મામાં જાગે એ જ પ્રતિષ્ઠાનું પ્રયોજન છે. એવા ભાવને યોગવિત્ર પુરુષો “સમરસાપત્તિ'' કહે છે. સમરસીભાવ, સમતા, સમાપત્તિ, અભેદ વગેરે અનેક નામોથી તે ઓળખાય છે, આવો ભાવ જ્યારે પુનઃ પુનઃ આત્મામાં જાગે છે, ત્યારે તેના અંતિમ ફળ તરીકે “પરમ સમરસાપત્તિ' પ્રાપ્ત થાય છે. તાત્પર્ય કે એ ભાવના અચિંત્ય પ્રભાવથી આત્મા સ્વયં પરમાત્મા બને છે. પ્રતિષ્ઠાને પુણ્યાનુબંધી પુણ્ય અથવા સમ્મસ્વરૂપ બીજનો ન્યાસ પણ કહેવાય છે, કારણ કે તે વખતે પવિત્ર એવી અંતઃકરણમાં શ્રીસિદ્ધ ભગવંત ભાવરૂપે બિરાજમાન હોય છે. એ ભાવથી અનુક્રમે સર્વ સસ્તુઓની પ્રાપ્તિ થાય છે. એ ભાવની મહત્તા બતાવતાં શ્રી ષોડશકકાર મહર્ષિ ફરમાવે છે કે આ ભાવ સર્વ અપાયોથી રહિત છે. એમાં સર્વ પ્રયોજનોની સિદ્ધિ છે. એ આત્મામાં જ રહે છે. એ ભાવ સર્વ મંત્રોનો મહારાજા છે, સર્વ સંગોથી રહિત છે, પરમાનંદ છે અને બ્રહ્મરસ છે. એ ભાવ પુનઃ પુનઃ અભ્યાસનીય છે, કારણ કે તત્ત્વવિત પુરુષોના તત્ત્વજ્ઞાનનો એ સાર છે. આવા ભાવનું ઉચિત પ્રવૃત્તિ, ક્ષમાદિ ગુણો અને મૈત્યાદિ ભાવનાઓ વડે સંવર્ધન થાય છે. સર્વ ભવ્ય જીવો એ પરમભાવને પામો, એવી સદૈવ કામના. ૧. પરમાત્માના સ્વરૂપમાં જેનો એકાગ્ર ઉપયોગ છે, તે પોતે જ તે વખતે પરમાત્મરૂપતાને ધારણ કરે છે. આવા એકાગ્ર ઉપયોગને “સમરસાપત્તિ' કહેવાય છે. મનનું આલંબનાકારે પરિણમન તે “સમરસાપત્તિ' સમજવી. સમાપત્તિ તે ધ્યાનનો એક પ્રકાર છે. નિર્મલ જાત્ય સ્ફટિકમણિ જેમ પાસે રહેલા પુષ્પાદિના સક્તાદિરૂપને ધારણ કરે છે, તેમ આત્મા પણ અન્ય ઉપયોગ વડે પરમાત્મરૂપતાને પામે છે. ધર્મ અનુપ્રેક્ષા • ૩૫૧ Page #369 -------------------------------------------------------------------------- ________________ શરણ માટે સમર્પણ ભાવનો પ્રભાવ ચિંતક પૂજ્ય ગુરુભગવંતોનાં લેખો શ્રીજિનાજ્ઞાનું સ્વરૂપ પૂ. મુનિરાજશ્રી કલ્યાણપ્રભવિજયજી મ. ધર્મનો વાસ્તવિક પ્રારંભ કેવી રીતે ? ગીત ગા પરમેષ્ઠિઓના પૂર્ણની ઝંખના પૂ.આચાર્યશ્રી ભદ્રગુપ્તવિજયજીમ. પૂ.આચાર્યશ્રી ભદ્રગુપ્તવિજયજીમ. પૂ. મુનિરાજશ્રી મહાપ્રભવિજયજી મ. પૂ. મુનિરાજશ્રી જયન્તવિજયજી મ. પૂ. મુનિરાજશ્રી ચંદ્રપ્રભસાગરજી મ. ૩૫૨ • ધર્મ અનુપ્રેક્ષા ૩૫૩ ૩૫૫ ૩૬૦ ૩૬૨ ૩૬૪ ૩૬૭ : ૩૭૦ Page #370 -------------------------------------------------------------------------- ________________ શરણ માટે સમર્પણ પરમપૂજ્ય મુનિરાજશ્રી ભદ્રગુપ્તવિજયજીમ.સા. (હાલ આચાર્ય) (“નમો પદનો યથાર્થ મહિમા અત્ર વ્યક્ત થયો છે. મહાપુણ્યશાળી આરાધકોને તે ગમશે જ.) દુઃખો, આપત્તિઓ, અગવડો વગેરેમાં જ્યારે જીવાત્મા મુંઝાય છે ત્યારે તે દુઃખોથી, આપત્તિઓથી અને અગવડ વગેરેથી બચવા કોઈનું...કોઈ વ્યક્તિનું શરણ સ્વીકારે છે–શરણભાવ સ્વીકારે છે. પરમ મહર્ષિઓએ દુઃખ–સંકલેશ–અસમાધિના ટાણે શ્રીપંચપરમેષ્ઠિઓના શરણભાવને સ્વીકારવાનું કહ્યું છે. અતિ અસમાધિમાં–સખત સંકલેશમાં અને દારુણ દુઃખોમાંથી જયારે આપણે પસાર થતા હોઈએ ત્યારે વારંવાર તે પરમ પૂજનીય પરમેષ્ઠિઓને શરણે જવાનું સૂચવ્યું છે. - ત્યારે, “શરણે જવું એટલે શું ? તે પ્રશ્ન શરણે જનારને મુંઝવી જાય છે. તે પ્રશ્નનો ઉકેલ લાવવા તે વિચારે છે–ચિંતન કરે છે...અને તેની એ સમજ દઢ થાય છે કે શ્રીપંચપરમેષ્ઠિનું શરણ સ્વીકારવું એટલે એમનો જાપ કરવો–એમનું ધ્યાન ધરવું. શરણભાવ અંગેની આટલી જ સમજ પર્યાપ્ત નથી. શરણભાવને સ્વીકારવો એટલે આપણું સમર્પણ કરવું. એ શરણભાવ ત્યારે સ્વીકારાય જ્યારે આપણું સમર્પણ કરાય. નમ પદ દ્વારા આપણે શ્રીપંચપરમેષ્ઠિઓને આપણું સમર્પણ કરીએ છીએ. - આપણું સમર્પણ એટલે આપણા દેહનું, આપણી વાણીનું અને આપણા મનનું સમર્પણ.. દેહ, વાણી અને મનનું સમર્પણ કર્યું એટલે આપણે દેહ, વાણી અને મન પરથી આપણો અધિકાર ઉઠાવી લીધો, આપણી માલિકી ઉઠાવી લીધી. અર્થાત્ આપણા દેહ, વાણી અને મન પર પરમેષ્ઠિઓનો અધિકાર સ્થાપિત થયો, એમની માલિકી નિર્ણાત થઈ. હવે એ દેહ, વાણી અને મનનો ઉપયોગ આપણાં કાર્યો માટે કરી શકાય ખરો ? આપણાં કાર્યો એટલે એમને અભિમત નથી એવાં કાર્યો. એમને–પંચપરમેષ્ઠિઓને અભિમત નથી એવાં કાર્યોમાં દેહ, વાણી અને મનનો ઉપયોગ કરવાનો આપણો અધિકાર નથી, છતાં કરીએ તો આપણે ત્રિભુવનની શ્રેષ્ઠ ધર્મ અનુપ્રેક્ષા • ૩૫૩ Page #371 -------------------------------------------------------------------------- ________________ વિભૂતિઓના અપરાધી ઠરીએ છીએ. શ્રીપંચપરમેષ્ઠિઓને પ્રિય હોય તે કાર્યોમાં જ આપણા દેહની પ્રવૃત્તિ. શ્રીપંચપરમેષ્ઠિઓને અનુમત હોય તે માર્ગે જ આપણી વાણીનું પ્રવર્તન. શ્રીપંચપરમેષ્ઠિઓને માન્ય હોય તે સ્થળોએ જ આપણા મનનું સ્થાપન. ત્યારે દેહની પ્રવૃત્તિ કરતાં આ પ્રવૃત્તિ શ્રીપંચપરમેષ્ઠિઓને અભિમત છે કે નહિ ?' એ વિચારવું આપણું કર્તવ્ય બની જાય છે. વાણીને ઉચ્ચારતાં “આ ઉચ્ચારણ શ્રીપંચપરમેષ્ઠિઓને માન્ય છે કે નહિ ?' આ ખ્યાલ રાખવો અનિવાર્ય બને છે. મનથી વિચારતાં “આ વિચાર શ્રીપંચપરમેષ્ઠિઓને પ્રિય છે કે નહિ ?' આ સાવચેતી રાખવી આવશ્યક બને છે. સમર્પણ માટેની આટલી વ્યાપક સમજ આવ્યા પછી એ દિશામાં આપણો પુરુષાર્થ પાણીદાર બનશે. પછી દુ:ખો, આપત્તિઓ, અગવડો વગેરેમાં તે જરાય નહિ મુંઝાય. દુઃખો, આપત્તિઓ એની પાસે જતાં જ વિચાર કરશે ને ! ભક્તિનો ઉપાય ભક્તિભાવ પ્રગટાવવાના બે ઉપાય છે : એક તો ગુણોનું ચિંતન અને બીજું આજ્ઞાનું પાલન ! એક ભક્તિભાવ અને બીજો સેવાભાવ ! સેવા કરવાથી ભક્તિ ટકે છે - વધે છે. ન હોય તો ઉત્પન્ન થાય છે. ગુણોનું, વિશેષતાઓનું, ઉપકારતાદિનું ચિંતન કરવાથી ભક્તિનું અંતરંગ સાધન જે આંતરિક બહુમાન તે જાગ્રત થાય છે. ૩૫૪ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #372 -------------------------------------------------------------------------- ________________ ભાવનો પ્રભાવ પરમપૂજ્ય મુનિરાજશ્રી ભદ્રગુપ્તવિજયજીમ.સા. (હાલ આચાર્ય) (નાનકડા પણ છોડમાંથી ક્યારેક અદ્ભુત ઔષધી મળી આવે છે, તેમ નાનકડા આ લેખમાં જીવનને શુભભાવ તરબોળ કરનારું બહુમૂલ્યવાન રસાયણ રહેલું છે. વાચકબંધુને તેનું બહુમાનપૂર્વક સેવન કરવાની ભલામણ છે. સં.) ‘બીજા મારા માટે અશુભ ચિંતવી રહ્યા છે...' ‘મારું કોઈ અશુભ ચિંતવતું નથી...’ મનુષ્ય જ્યારે ભવની ભ્રમણાઓમાં ખૂબ ખૂબ ઘેરાઈ જાય છે...ચારેકોરથી તે પોતાના અશુભના અણસારા થતા જુએ છે, ત્યારે તે આમ વિચારે છે. પણ આ વિચારના ઉંડાણમાં ડુબકી મારવી પડશે. બીજા મારા માટે અશુભ ચિંતવી રહ્યા છે' આ વિચારમાં મનુષ્ય શું બીજાનું અશુભ નથી ચિંતવી રહ્યો ? બીજાના માટે દોષની ભૂમિકાએથી વિચારવું તે અશુભ ચિંતન છે અને આ અશુભ ચિંતન કરીને મનુષ્ય શું બીજાને પોતાના અંગે શુભ ચિંતન કરતો કરી શકશે ? ‘મારું કોઈ શુભ ચિંતવતું નથી...' આ વિચાર તો છે જ અજ્ઞાનમૂલક. શું મનુષ્ય વિશ્વના સર્વે જીવોના ભાવને નિહાળી શકે છે ? જો નિહાળી શકતો હોય તો જ આ વિચારને હજુ અવકાશ છે. વળી, એવો કોઈ કાળ નથી હોતો કે જ્યારે જીવાત્માનો કોઈ શુભચિંતક જ ન હોય ! મોટું નુકશાન તો તે થાય છે કે, મારું કોઈ શુભ ચિંતવતું નથી આ વિચાર દ્વારા મનુષ્ય પોતે કોઈનું શુભ ચિંતવી શકતો નથી. અર્થાત્ મનુષ્ય ત્યારે જ સર્વે જીવોનું શુભકલ્યાણ ચિંતવી શકશે કે જ્યારે એ વિચારશે—“સર્વે જીવો મારું શુભ ચિંતવી રહ્યા છે.’’ અરે, એટલી વિચારવિદ્યુત આત્મઘરમાં વહેતી કરી ઘો કે—“અનંત અનંત તીર્થંકરોએ મારું શુભ ચિંતવ્યું છે...મને પરમ સુખી બનાવવાનો સર્વોત્કૃષ્ટ ભાવ વહેતો મૂક્યો છે...” બસ, આ વિદ્યુત તમારા આત્મઘરને ઉજ્જવલ પ્રકાશથી ભરી દેશે. એ પ્રકાશમાં તમારી સર્વ મુંઝવણોનો અંત આવી જશે. તમારી સમક્ષ વિકાસના માર્ગો સ્પષ્ટ દેખાતા થઈ જશે. ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૫૫ Page #373 -------------------------------------------------------------------------- ________________ દ્રોણાચાર્યે ભલે એકલવ્યનું શુભ ન ચિંતનું પણ એકલવ્ય તો જંગલમાં જઈને આ જ વિચાર્યું–“દ્રોણાચાર્ય ગુરુ મારું શુભ જ ચિંતવી રહ્યા છે...એમના શુભ આશીર્વાદથી જ હું બાણાવળી બનીશ.” તો એ વિચારે એકલવ્યનું કેવું મહાન શુભ કર્યું? બીજાઓના શુભ ભાવો મારા પર વરસી રહ્યા છે...” આ વિચારથી વિશ્વના જીવાત્માઓ પ્રત્યે મૈત્રી. પ્રેમ અને સ્નેહ છલકાશે અને તો જ બીજા પર આપણા શુભ ભાવોની અસર નિપજાવવાની શક્તિ આપણે પ્રાપ્ત કરીશું. સદ્ધોધ-સુધા માતૃહૃદય માતાને બે બાળકો છે. એક છે તંદુરસ્ત બીજો છે નાદુરસ્ત. માતૃહૃદય નાદુરસ્ત-બિમાર પુત્ર પ્રત્યે અધિક કરુણ બનવાનું. અધિક સંભાળ રાખનારું બનવાનું. એના પ્રત્યે તિરસ્કારવાળું કે ધિક્કારવાળું નહિ. એમ સાધુહૃદય એટલે માતૃહૃદય છે. જગતના દોષિત આત્માઓ પ્રત્યે એમનું હૃદય કરુણાભીનું હોય. દોષિત આત્માઓ અંગે તેઓ સદૈવ ચિંતાતુર રહે છે. દોષિત પ્રત્યે તેમના હૈયામાં ધિક્કાર કે તિરસ્કાર ન હોય. રોગી માણસોની ત્રણ કક્ષા પાડી શકાય. (૧) પોતાના રોગની ભયંકરતા સમજીને તેને દૂર કરવા તૈયાર થનાર. (૨) રોગની ભયંકરતા સાંભળતાં હતાશ થઈ જનાર. (૩) રોગની ભયંકરતા બતાવનાર પ્રત્યે તિરસ્કાર બતાવનાર. દોષિત આત્માઓ પણ આ ત્રણ કક્ષાના કહી શકાય. આપણે એની કક્ષાનો વિચાર કરીને પછી એ દૂર કરવાનો ઉપાય શોધવો જોઈએ. પણ એ માટે માતૃહૃદય જોઈએ. વિચાર કરો તમે દેશના કોઈ મહાન નેતાને તમારે ઘેર આમંત્રણ આપ્યું. દેશનેતા તમારે ઘેર ૩૫૬ • ધર્મ અનુપ્રેક્ષા Page #374 -------------------------------------------------------------------------- ________________ આવ્યા પણ ખરા. પરંતુ એમને એક મેલા-ઘેલા ઓરડામાં ઉતારો આપો...જે તે ખાવાનું-પીવાનું આપો, એમની સાથે શાંતિથી બેસીને વાત પણ ન કરો તો શું પરિણામ આવે ? એમ, તમે શ્રીનવકારવાળી (માળા) હાથમાં લીધી એટલે પરમાત્માને તમારે ઘેર આમંત્રણ આપ્યું. પણ તેમને મેલા-ગંદા મનના ઓરડામાં ઉતારો આપ્યો...ઉતારો આપીને તેમની સાથે વર્તવ કેવો રાખ્યો ? શું માળા હાથમાં લઈ, જે તે વિચારો કરો, તેમાં આમંત્રિત પરમપુરુષ પરમાત્માનું અપમાન નથી થતું ? અને એવું અપમાન કરીને એ પરમપુરુષ પાસેથી કલ્યાણની આશા રાખો છો ? ભગવંતની મૂર્તિને જેમ પવિત્ર ભૂમિ ૫૨ સ્થાપન કરો છો તેમ ભગવંતના નામને પણ પવિત્ર મનોમંદિરમાં સ્થાપન કરવું જોઈએ અશુદ્ધ અને મલીન ભૂમિ પર મૂર્તિની સ્થાપના કરવાથી આશાતના થાય તેમ મલીન મનમાં નામનું સ્થાપન કરવાથી આશાતના થાય છે, એ વિચાર આવે છે ? પછી મન શુદ્ધ શાથી થાય ? ગુણને શોધો સૂર્ય અને ચંદ્રની હાજરી હોય એટલે માણસનો પડછાયો પડવાનો જ, અને એવા પડછાયા તમે જોયા છે ને ? પણ શું પડછાયાની તમે ગણના કરો છો ? પાંચ માણસ તમારા ઘેર આવ્યા, તો શું તમે દસની રસોઈ કરાવવાના ? બસ ! કર્મોની હાજરી જ્યાં સુધી છે, ત્યાં સુધી મનુષ્યમાં દોષો દેખાવાના જ. પણ. તે દોષોની આપણે ખૂબ ગણના કરીએ છીએ. દોષના માપે આપણે માણસનું માપ કાઢીએ છીએ. પણ, પડછાયો કાળો હોય તેથી શું માણસ કાળો હોય ? ધોળા માણસનોય પડછાયો તો કાળો જ હોય એમ શું ગુણીયલ માણસમાં દોષ ન હોય ? દોષ હોય તેથી શું સંપૂર્ણ મનુષ્ય દોષિત બની જાય ? અરે, કાળો પડછાયો જોયો, એટલે કોઈ ગુલાબી મનુષ્ય હોય જ, એવો આપણે નિર્ણય કરીએ છીએ, તેમ દોષ દેખાય એટલે ગુણ હોવો જ જોઈએ એમ નિર્ણય કરવો જોઈએ. દોષ હોય ત્યાં ગુણ હોવાનો જ. દોષ જોઈને અટકી ન જાવ, ગુણની શોધ કરો. ગુણની ગણના કરો અને ગુણના આધારે માણસનું માપ કાઢો. ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૫૭ Page #375 -------------------------------------------------------------------------- ________________ | દિવ્ય ટેલિફોન તમારે શું જોઈએ છે? ગુણો ને ? જાઓ, શ્રીપરમેષ્ઠિ ભગવંતોની દુકાને તે મળશે, શું તમે ચાલવા અસમર્થ છો? કંઈ વાંધો નહિ. તમે ટેલિફોન કરો ને ! તમે જાણો છો એ દિવ્ય ટેલિફોન કયો છે ? શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોનું નામસ્મરણ...ધ્યાન...એ ટેલિફોન છે, એના દ્વારા તમે કલાકો સુધી પેટ ભરીને વાતચીત કરી શકશો. અરે, જ્યારે મુશ્કેલી આવે, મુંઝવણમાં પડો ત્યારે સીધો આ ટેલિફોન હાથમાં લેવો ! શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોની દુકાન એટલે ગુણોની દુકાન છે. એમની દુકાને આપણે જઈએ છતાં ગુણો લીધા વિના પાછા વળીએ તે તો કેટલી બધી મૂર્ખાઈ કહેવાય! મિઠાઈવાળાની દુકાને જાઓ...કહીને કે “હું મિઠાઈવાળાની દુકાને જાઉં છું...” અને ઘેર પાછા આવો... હાથ હલાવતા, ત્યારે ઘરમાંથી પ્રશ્ન થાય ને, કે મિઠાઈવાળાના ત્યાં જવું તમારું વ્યર્થ છે... આપણે પરમાત્માના મંદિરે રોજ જઈએ છીએ ને ? ઘરે કોઈ પ્રશ્ન પૂછનાર છે ? માંગલિક દૃષ્ટિ નારિયેળને આપણે મંગલ માનીએ છીએ. ઘણાં છોતરાં અને કાચલા હોવા છતાં નારિયેળ પ્રત્યે આપણી દૃષ્ટિ માંગલિક રહે છે ! એનાં છોતરાં અને કાચલાના રક્ષણ તળે રહેલા ટોપરા અને પાણી પર આપણી નજર ઠરે છે. ત્યારે જીવાત્મા પ્રત્યે આપણી દૃષ્ટિ કેવી ? જીવાત્માના દર્શન આપણને માંગલિક લાગે છે ? દોષો ને દુર્ગુણોનાં છોતરાં તથા કાચબાની નીચે દબાયેલા શુદ્ધ ચૈતન્ય તરફ આપણી દૃષ્ટિ જાય છે. અને જ્યાં સુધી શુદ્ધ ચૈતન્ય પ્રત્યેનો અનુરાગ ઉદ્ભવે નહિ ત્યાં સુધી એક જીવ બીજા જીવને વિશુદ્ધ પ્રેમનું અર્પણ નહિ કરી શકે. ચામડાં અને હાડકાં સુધી જ દૃષ્ટિ ૩૫૮ • ધર્મ અનુપ્રેક્ષા Page #376 -------------------------------------------------------------------------- ________________ પહોંચે છે ત્યાં સુધી મલીન રાગ અને દુષ્ટ દ્વેષની બેડીઓમાંથી જીવ મુક્ત નહિ બને. શુદ્ધ ચૈતન્યની અવગણના કરીને નારિયેળને માંગલિક માનનાર કેવો અજ્ઞાની કહેવાય? શુદ્ધ ચૈતન્યનું બહુમાન કરનાર આત્માને માટે સમસ્ત વિશ્વ માંગલિક બની જવાનું ! ગુણાનુરાગી પગ ઉપર ગુમડાં દેખાતાં હોય, હાથ પર ચાઠાં દેખાતાં હોય...પરંતુ મુખનું સૌન્દર્ય અદ્ભુત હોય, તો તમે શું જોવાના ? ગુમડાં અને ચાઠાં જોઈને ધૃણા કરવાના કે સુંદર મુખ જોઈને આકર્ષાઈ જવાના? એમ આત્મામાં ક્રોધ...માન...માયા...લોભ વગેરે દોષો દેખાતા હોય...પરંતુ સેવા, પરોપકાર વગેરે કોઈ ગુણ અદ્ભુત હોય તો તમે શું જોવાના ! એ અદ્ભુત ગુણ જોઈને આકર્ષી જવાના ખરા ? કે દોષનાં ગુમડાં જોઈને ધૃણા કરવાના? દેહનો એકાદ ગુણરૂપ, ઘાટ, બાંધો..જોઈને પણ રાગ થાય છે તેમ આત્માનો એકાદ ગુણ, ક્ષમા, નમ્રતા, સેવા, પરોપકાર જોઈને આપણને અનુરાગ થવો જોઈએ. તો આપણે ગુણાનુરાગી કહેવાઈએ. અને વ્યક્તિનો એકાદ ગુણ પણ આપણને આકર્ષનારો બનશે, પછી એના દોષો જોઈ તિરસ્કાર કે ધૃણા નહિ જાગે, પરંતુ એના દોષોને દૂર કરવાની કરુણા જાગશે. ગુણાનુરાગ અને કરુણા જાગશે. ગુણાનુરાગ અને કરુણા પ્રગટ્યા પછી એના દોષો બીજાને કહેવાની અધમતા રહે જ ક્યાંથી ? ધર્મનું આદિ પદ ધર્મનું પ્રથમ સોપાન દાન છે. દાનમાં અભયદાન શ્રેષ્ઠ છે. અભયદાનનું મૂળ પણ અનુકંપા છે. તેથી ધર્મની આદિમાં અનુકંપાપરતા હોવી જોઈએ. અનુકંપાપરતા એટલે દુઃખીના દુઃખને જોઈને હૃદયમાં લાગતો આંચકો ! ધરતીકંપ ધરતીને ધ્રુજાવે છે, તેમ પરનું દુઃખ હૃદયમાં ધ્રુજારી પેદા કરે, ત્યારે એ હૃદયમાં દયાનો વાસ હોવાની સાબિતી સાંપડે છે ! ધર્મ અનુપ્રેક્ષા • ૩૫૯ Page #377 -------------------------------------------------------------------------- ________________ ચિંતક પ્રશ્ન :- બાર નવકાર શા માટે ? ઉત્તર ઃ- બાર જ નવકાર ગણવા એવો એકાંત નથી. ૧૦૮ ગણાય તો શ્રેષ્ઠ છે, કારણ કે પરમેષ્ઠિઓના ગુણો (૧૨+૮+૩૬+૨૫+૨૭) ૧૦૮ છે. એટલા ગણવાની અનુકૂળતા ન હોય તો ૧૨ નવકાર ગણવાથી ૧૦૮ પદોની સંખ્યા વડે પંચપરમેષ્ઠિના ૧૦૮ ગુણોની આરાધના થાય છે. ૧૦૮માં ૧+૮=નો આંક અભંગ છે, એ રીતે પણ ૧૦૮ની સંખ્યાનું મહત્ત્વ છે. નવકારવાળીમાં મણકા પણ ૧૦૮ હોય છે, એમ ૧૦૮ની સંખ્યાને ઉદ્દેશીને જેઓ ૧૦૮ ન ગણી શકે તેઓ બાર ગણે તો પણ ૧૦૮ પદો ગણાય એ પણ ઉદ્દેશ છે. શાસ્ત્રમાં નવકાર ગણવાનું વિધાન તો ઠેર ઠેર છે જ. નંદિની ક્રિયા પ્રસંગે ચારે દિશામાં ત્રણ નવકાર ગણવાનું વિધાન પણ બારની સંખ્યા બતાવે છે. વળી ૩-૯-૧૨ આદિ સંખ્યા મંગળભૂત છે. કારણ કે ત્રણથી દેવાદિ ત્રણ તત્ત્વરૂપે અગર જ્ઞાનાદિ ત્રણ ગુણરૂપે, નવથી નવપદજીના નવપદ રૂપે, બારથી અરિહંતના બાર ગુણ રૂપે—અરિહંતનું સ્મરણ થાય છે. કોઈ પણ આરાધનાની પાછળ શાસ્ર અબાધિત હિતકર અપેક્ષા લક્ષ્યમાં લઈને આરાધના કરવી એ શાસ્ત્રોક્ત છે. દેશ, કાળ, પુરુષ અને પર્ષદાને અનુરૂપ ધર્મવૃદ્ધિ થાય, તે રીતે કોઈ પણ વિષયનું કથન કરવાની છૂટ છે. વ્યાખ્યાનને અંતે કેટલાક ‘૩પસર્ગા: ક્ષયં યાન્તિ' કહે છે, કેટલાક સર્વમંગલ સૌને સાથે બોલાવે છે, તેમ અધિક મંગલ માટે અથવા વ્યાખ્યાનમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિવર્ધક ઉપદેશ સંભળાવ્યો, તેની સ્થિરતા માટે સામૂહિક બાર નવકારનો જાપ થાય, તો તેમાં વ્યાખ્યાનની વિહિત વિધિમાં કોઈ ભંગ થતો નથી. વળી તે પ્રમાણે બધા સાધુઓએ કરવું જ એવું વિધાન પણ કરાતું નથી. શ્રોતાની યોગ્યતાનો ખ્યાલ રાખી સૌ સૌની અભિરુચિ અને ક્ષયોપશમ પ્રમાણે સૌ ઉપદેશ આપે છે, કોઈ દાન ઉપર, કોઈ શીલ ઉપર, કોઈ તપ ઉ૫૨, કોઈ ભક્તિ ઉ૫૨, એમ ઉપદેશ આપ્યા પછી તેની સ્થિરતા માટે નવકાર ગણવાથી વધુ શાંતિ, વધુ સ્થિરતા, વધુ ભાવિતતા પ્રાપ્ત થાય છે અને તે ઘણાને અનુભવ સિદ્ધ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, ‘પંચનમુર હતુ, સુમરિષ્ના સવાલંપિ ।' આ વિધાનનું પણ આંશિક પાલન થાય છે. સમૂહ સાથે જે વખતે વ્યાખ્યાન સાંભળીને સર્વનાં ચિત્ત શુદ્ધ થયાં છે, તે વખતે નવકાર ગણવાના પરિણામે ભક્તિ અને વીર્યોલ્લાસ વધવા સાથે ઘણો લાભ થવાની શકયતા છે. પૂ. ઉપાધ્યાયજીમહારાજ કહે છે કે— ૩૬૦ • ધર્મ અનુપ્રેક્ષા Page #378 -------------------------------------------------------------------------- ________________ ‘શુભવીર્ય તિહાં સુવિહિત કિરિયા દેખા દેખે વાધે રે’ પંચપરમેષ્ઠિ સ્મરણાદિ સુવિહિત ક્રિયામાં મંદ પડેલો ઉલ્લાસ,—બધાને સાથે ગણતાં દેખીને વૃદ્ધિ પામે છે. શ્રીજૈનસંઘમાં નવકારનું સ્થાન અતિ ગૌરવવાળું છે. માટે જ પ્રત્યેક કાર્યની શરૂઆતમાં, મધ્યમાં કે અંતમાં નવકાર ગણવાનું વિધાન છે. વ્યાખ્યાનનો પ્રારંભ જેમ નવકા૨થી થાય છે, તેમ તેનો અંત પણ નવકાર ગણવાપૂર્વક કરવામાં આવે, તો તે મંગળની વૃદ્ધિ માટે જ થાય છે. મોટા અનુષ્ઠાનો અને મહાપૂજાઓમાં શાંતિ અર્થે અને સંઘની સમાધિ માટે નવસ્મરણ, ઋષિમંડળ આદિસ્તોત્રો વડે પરાપૂર્વથી મંગળ કરવાનો રિવાજ ચાલુ છે અને એવી જરૂર દેખાય તો સંઘની શાંતિ અને સમાધિ માટે આથી પણ વધુ મંગળ કરી શકાય છે. ચારિત્ર ગુણનું મૂળ ચારિત્ર ગુણનું મૂળ સ્નેહ પરિણામ છે અને તે સમસ્ત જીવરાશિ પ્રત્યે પ્રગટાવવાથી જ સમ્યક્ દૃષ્ટિ જીવને સર્વવિરતિનો તીવ્ર અભિલાષા જાગે છે. જીવરાશિ પ્રત્યે આત્મતુલ્ય સ્નેહ પરિણામથી શૂન્ય ચારિત્ર તો અભવ્યને પણ અનંતવાર આવે છે. તેનું કશું મૂલ્ય નથી અને વિશેષ ચર્ચા શ્રી ઉપદેશપદાદિ ગ્રંથોમાં છે. સાધુ અને શ્રાવક સર્વ જીવોને અભયદાન દેવાની જેને અભિલાષા નથી, તેનામાં સમિત કે દેશવિરતીના પરિણામ નથી. સાધુ છે. જે સર્વને અભયદાન દેતો નથી, તે સર્વવિરતી ગુણસ્થાનકને પામેલો નથી. સર્વને ‘અભય' દેવાની અભિલાષાવાળો શ્રાવક છે અને અભયને દેનારો ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૬૧ Page #379 -------------------------------------------------------------------------- ________________ શ્રીજિનાજ્ઞાનું સ્વરૂપ પ.પૂ. મુનિરાજ શ્રી કલ્યાણપ્રભવિજયજી મહારાજ सुनिउण-मणाइणिहणं भूयहियं-भूयभावण मणग्धं । अमिय-मजियं-महत्थं-महाणुभावं महाविसयं ॥ ધ્યાનશતક ગાથા-૪૫ અનંત ઉપકારી શ્રીજિનેશ્વર ભગવંતોની આજ્ઞાનું અચિંત્ય સ્વરૂપ અને અમાપ ગાંભીર્ય ઉપરની ગાથાના દશ વિશેષણોમાં રહેલું છે. (૧) સુનિધન એટલે સુનિપુણઃ સૂક્ષ્મબુદ્ધિગમ્ય, સૂક્ષ્મ જીવાદિતત્ત્વો અને ધર્માસ્તિકાયાદિ ષડૂ દ્રવ્યોના પ્રતિપાદનવાળી, આપ્તપુરુષોના વચનરૂપ શ્રુતજ્ઞાનથી જ સમજી શકાય તેવી. (૨) મUTIળહળે એટલે અનાદિનિધન, ત્રિકાલાબાધ્ય, અનુત્પન્નસ્થિરેકસ્વભાવવાળી, શાશ્વતી. (૩) મૂહર્ષ એટલે સર્વનું હિત કરનારી. મૂડધ એટલે જળસ્થળમાં રક્ષક પ્રભાવશાળી. પૂ+ધિવા એટલે પૃથ્વીમાં અમૃત જેવી (દધિ કે તકને ભૂલોકનું અમૃત કહ્યું છે.) (૪) પૂજ્યભાવળ એટલે ભૂતભાવન-સત્યને જણાવનારી-ચાદી, ક્રૂર જીવો પણ જિનાજ્ઞાથી ભાવિત મતિવાળા બનીને સુખ આપનારા થાય તેવી, ભૂતકાળને પણ જણાવનારી. મૂત+માવ+ અર્થાત્ તે કેવળ ભૂતકાલીન નથી, ત્રિકાળવર્તી હોવાથી સદાજીવંત છે. (૫) મધું એટલે અનર્થ-અમૂલ્ય-ઋણમ્બ. ઋણ એટલે કર્મ, તેને હણનારી. અન્યના ત્રણ-ઉપકારરૂપ દેવામાંથી મુક્ત કરાવનારી. મહષ્ય પણ પાઠાંતર હોવાથી મહામૂલ્યવંતી પણ કહી શકાય. (૬) મા એટલે અમૃત જેવી મીઠી. અમિતા, અપરિમિત અર્થને જણાવનારી, અમૃતા એટલે નિત્યજીવંત. (૭) નિયં એટલે અજિતા-અજેય. ઇતરદર્શનોથી અપરાભૂત. અર્થાત્ સર્વદર્શનોને પોતામાં સમાવનારી. (૮) મહહ્યું એટલે મહાર્યા. પૂર્વાપરવિરોધરહિત. મહસ્થા એટલે મહાસમ્યગ્દષ્ટિ ૩૬૨• ધર્મ અનપેક્ષા Page #380 -------------------------------------------------------------------------- ________________ જીવોમાં રહેલી. મહા એટલે મહનીય-પૂજાને પાત્ર. દેવેન્દ્રો પણ શ્રુતજ્ઞાની શ્રીગણધરાદિને પૂજે છે. શ્રુતજ્ઞાનની પ્રધાનતાવાળી. * (૯) મહાનુભાવ એટલે મહાનુભાવા–મહાપ્રભાવવાળી, મહાસામર્થ્યયુક્ત હોવાથી આવી આજ્ઞાના પ્રભાવે યાવતુ ચૌદપૂર્વીઓ આ લોકમાં પણ સર્વલબ્ધિસંપન્ન બને છે અને પરલોકમાં જઘન્યથી વૈમાનિક દેવગતિ અને ઉત્કૃષ્ટ સર્વાર્થસિદ્ધ વિમાન કે સિદ્ધિને પામે છે. (૧૦) મહાવિસ એટલે મહાવિષયા. જિનાજ્ઞાનો વિષય સર્વ દ્રવ્યો હોવાથી તેને સર્વવિષયા કે મહાન એટલે મોક્ષપ્રધાન પુરુષાર્થને વિષય કરનારી એટલે મુખ્યપણે મોક્ષને જ ઉપાદેય જણાવી તેને જ મેળવી આપનારી. આત્માની શક્તિને સારી પેઠે ઢંઢોળનારાં આ લેખમાંના દશ વિશેષણોમાં પુણ્યશાળી આત્માઓને ખૂબ-ખૂબ રમણતા પ્રાપ્ત થાઓ ! ક્રોધને જીતવાનો ઉપાય ક્રોધને જીતવાનો ઉપાય સાકર છે. એક ગાંગડો પોતે ખાવો અને એક સામાને ખવડાવવો. તેથી બંનેના મોઢા સાકરની મીઠાશ ચાખવા માટે બંધ થઈ જશે અને | ક્રોધની લાગણીનો આવેશ શમી જશે. - - આધ્યાત્મિક અર્થમાં સાકર તે પ્રેમના સ્થાને છે. પ્રેમનો એક શબ્દ બોલવાથી અને સામાને સાંભળવાથી ક્રોધાતુવિષ્ટનું મુખ અને મન તેનો સ્વાદ ચાખવામાં, તેનું T સ્મરણ કરવામાં તેનો આધ્યાત્મિક આસ્વાદ લેવામાં લીન થઈ જશે અને ક્રોધાવેશની લાગણીઓ આપોઆપ શાંત થઈ જશે. રત્નત્રયીનો પ્રભાવ જ્ઞાન મંગળ છે, દર્શન ઉત્તમ છે, ચારિત્ર શરણ છે. જ્ઞાનથી રાગ જાય છે, તેથી સ્વદોષ દર્શન થાય છે. દર્શનથી ષ જાય છે, તેથી પરગુણ દર્શન થાય છે. ચારિત્રથી મોહ જાય છે, તેથી પ્રભુની આજ્ઞા રૂડી રીતે પળાય છે. ધર્મ અનુપ્રેક્ષા • ૩૬૩ Page #381 -------------------------------------------------------------------------- ________________ ધર્મનો વાસ્તવિક પ્રારંભ કેવી રીતે ? પ.પૂ. મુનિરાજ શ્રીમહાપ્રભવિજયજી મહારાજ (અહીં, ધર્મ પામવા અને પાળવાની લાયકાતના આધારભૂત ભદ્રપ્રકૃતિ આદિ ચાર ગુણોનું મનનીય નિરૂપણ કરવામાં આવ્યું છે. સં.) સંસારના અનંતા પ્રવાસોમાં દુ:ખો ભોગવ્યાં તેમ સુખ પણ ચિરકાળ અનેક વખત દેવ અને માનવભવમાં ભોગવ્યાં પણ કલ્યાણનો પંથ સમજાયો નથી, સમજાયો હોય તો જચ્યો નથી, અને જચ્યો હોય તો જીવનમાં ઉતાર્યો નથી. સુખની પ્રાપ્તિ અને દુઃખના નાશ માટે જગતની ચોમેર સતત પ્રવૃત્તિઓ ચાલી રહી છે, છતાં સુખનું સ્વપ્ન પણ આજે દૂર-સુદૂર બની રહ્યું છે. આ સ્થિતિનું કારણ એ છે કે વાસ્તવિક સુખના સ્વરૂપની કે તેના સાચા સાધનોની પીછાન થઈ નથી. અખંડ-અનંત અને સ્વાધીન તે જ સાચું સુખ છે. તેના સાધન લાડી-વાડી-ગાડીદેહ-સંપત્તિ કે સ્નેહી નથી પણ સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્ર છે. આ રત્નત્રયી જ અભીષ્ટ સાચા સુખ માટે ખરેખર એકાંત અને આત્યંતિક સાધન છે. પરમપદની પ્રાપ્તિના ચાર દુર્લભ સાધનોમાં માનવપણાનો પ્રથમ નંબર છે. તે માનવતાના અભાવમાં અન્ય ત્રણ (ધર્મશ્રવણ-શ્રદ્ધા-સંયમમાં ઉદ્યમ) સાધનો અપ્રાપ્ય જ બને છે. નરકમાં ધકેલનાર કે મોક્ષમાં મોકલનાર મનુષ્યપણું છે. તેનો સદુપયોગ મોક્ષ આપી શકે છે. જ્યારે તેનો દુરુપયોગ તો નકાદિ અધઃપતનનું જ કારણ બને છે. सद्वृत्तणस्स जुग्गो, भट्टगपगई विसनिपुणमई । नयमग्गर तह दढ - नियवयणठिई विणिदिट्ठो માનવજીવનમાં ધર્મની સાધના માટે ઉપર્યુક્ત શ્લોકમાં બતાવેલા ચાર ગુણ પ્રધાન ભાગ ભજવે છે. આ ગુણના અભાવમાં માનવ વાસ્તવ ધર્માનુષ્ઠાન કરી શકતો નથી. આ ચાર ગુણોને પામેલ આત્મા સુગુરુ આદિ સામગ્રીના યોગે સમકિત આદિ પામી શ્રાવક ધર્મ પામવા અને પાળવા લાયક બની પરંપરાએ મોક્ષ પામે છે. તે ચાર ગુણો તે ભદ્રકપ્રકૃતિપણું, વિશેષનિપુણમતિપણું, ન્યાયમાર્ગરતિપણું અને દૃઢનિજપ્રતિજ્ઞપણું છે. (૧) ભદ્રકપ્રકૃતિ એટલે સાચું તે મારું એવી માન્યતા. કોઈ વાતમાં પક્ષપાત ન ૩૬૪ • ધર્મ અનુપ્રેક્ષા Page #382 -------------------------------------------------------------------------- ________________ રાખતાં મધ્યસ્થ રહે. કોઈ સમજાવનાર મળે તો પોતાની થતી ભૂલ છોડી દે. અને તેથી તે કદાગ્રહ પકડે નહિ. “રાગી, દ્વેષી, મૂઢ અને વ્યુાહિત,” આ ચાર પ્રકારના આત્મા ધર્મ પામવા લાયક નથી. રાગી દોષ દેખી શકતો નથી, દ્વેષી ગુણ દેખી શકવા અસમર્થ છે, મૂઢ દોષ કે ગુણ બન્ને દેખી શકતો નથી અને વ્યુાહિત એટલે ઉંધુ સમજાવેલો હોઈ વિશ્વાસુપણાથી કે સ્વતંત્રપણાથી કંઈ વિચાર ન કરી શકે. આ કારણે આ ચાર પ્રકારના આત્મા ધર્મ પામી શકતા નથી. એવા જે ન હોય તે ભદ્રકપ્રકૃતિ હોય—મધ્યસ્થ હોય તે ધર્મ પામી શકે છે. ભુવનભાનુ કેવલીનો જીવ પૂર્વભવમાં વિશ્વસેન નામનો રાજપુત હતો, જે દૃષ્ટિરાગી હતો. તે ત્રિદંડીનો ભક્ત થયો. તેને જૈનગુરુએ ઘણી મહેનતે પ્રતિબોધી અંગીકાર કરેલા સમકિતમાં દૃઢ કર્યો તો પણ પૂર્વપરિચિત ત્રિદંડીના વચનથી પુનઃ દૃષ્ટિરાગનો ઉદય થતાં પામેલ સમકિત વમી અનંતાકાળ સુધી સંસારમાં રખડ્યો. ધર્મદ્વેષી વરાહમિહિર જે ભદ્રબાહુસ્વામીના મોટા ભાઈ હોવા છતાં પ્રતિબોધ ન પામતા ભવમાં ભમ્યા. મૂઢ આત્મા ગુરુવચનનો ભાવાર્થ જાણી શકતો નથી. અલમસ્ત માણસ ભીખ માટે નીકળેલ છે. મૂર્ખ છે. તેને એક પટેલે ખાવાનું આપી કહ્યું કે તું મારે ત્યાં કામ કરે તો રોજ આવું સારું ખાવાનું આપું. પેલો કહે ‘મને કંઈ આવડતું નથી' ત્યારે પટેલે કહ્યું “હું કરું તેમ તારે કરવું.” પેલાએ હા પાડી કામ કરવા રહ્યો. પટેલે પોતાને માથે છાણનો ટોપલો લીધો ને પેલાને માથે પાણીથી ભરેલો માટીનો ઘડો મૂક્યો. બન્ને ખેતરે ગયા. પટેલે માથેથી ટોપલો જમીન ઉપર નાખ્યો તો તે જોઈ પેલાએ ઘડો જમીન ઉપ૨ નાખ્યો. ને ફોડ્યો. પટેલ કહે શું કર્યું ? ત્યારે પેલો કહે તમે શું કર્યું ? પટેલ એને મારે છે તો પેલો પટેલને મારે છે. એમ મોટું તોફાન થઈ પડ્યું ને મૂર્ખે કાંઈ સમજ્યો નહિ. સોનાથી વ્યુાહિત થયેલા આહીરે સોની પાસે સોનાનું કડું કરાવરાવ્યું. ચોકસીએ કહ્યું પિત્તળનું છે છતાં ન માન્યું ને ઠગાયો. આ રાગદ્વેષાદિ ચાર દોષથી રહિત આત્મા ભદ્રક પ્રકૃતિવાળો હોય તે બોધ પામી શકે છે. જેમ અનાર્યદેશનો આર્દ્રકુમાર જે અભયકુમારે મોકલેલ પ્રતિમા દ્વારા મધ્યસ્થપણાથી બોધ પામ્યા. ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૬૫ Page #383 -------------------------------------------------------------------------- ________________ (૨) વિશેષનિપુણમતિ વસ્તુના તત્ત્વને ખેંચવાની બુદ્ધિ, બુદ્ધિના આઠ ગુણવાળી મતિ તે વિશેષનિપુણ મતિ કહેવાય. (૩) ન્યાયમાર્ગરતિ મને સુખ વહાલું છે ને દુઃખ અનિષ્ટ છે, તેમ સર્વને છે. એમ સમજી વર્તન કરવું તે. આવો માણસ કોઈને દ્રોહ કે અન્યાય કરી શકશે નહિ. જે મિત્ર દ્રોહ કે સ્વામીદ્રોહાદિથી અટક્યો નથી તે ધર્મદ્રોહથી શી રીતે અટકી શકશે ? આ ન્યાયમાર્ગરતિ ગુણ છે. (૪) દઢનિજવચન સ્થિતિ એટલે બોલેલું ફરી જવું નહિ–એકવચનીપણું તે દૃઢનિજવચન સ્થિતિ–દઢ પ્રતિજ્ઞપણું. જે માનવમાં ભદ્રક પ્રકૃતિપણું, વિશેષ નિપુણપતિપણું અને ન્યાયમાર્ગરતિપણું એમ ત્રણ ગુણ નથી તે કેવળ કદાગ્રહી, મૂઢ અને અન્યાયી હોવાથી શ્રાવકધર્મ પામવા લાયક નથી. આ ત્રણ ગુણ હોય તો પામી શકે પણ દઢપ્રતિજ્ઞા નામનો ચોથો ગુણ ન હોય તો તે કદાચ શ્રાવકધર્મ અંગીકાર કરે તો પણ જેમ વાંદરાના ગળામાં પહેરાવેલો હાર કદી ટકી શકતો નથી, તેમ તે માણસ માવજીવ ધર્મ પાળી શકતો નથી. ભદ્રક પરિણતિ સમ્યગ્દર્શનગુણનું મૂળ છે. વિશેષ નિપુણમતિ સમ્યજ્ઞાનગુણનું મૂળ છે. ' ન્યાયમાર્ગરતિ સમ્યક્યારિત્રગુણનું મૂળ છે. દઢ નિજવચન સ્થિતિ સમ્યફ તપગુણનું મૂળ છે. ધર્મનો પ્રારંભ સમ્યગ્દર્શનથી થાય છે. તે સિવાયનો ધર્મ મુક્તિ આપનાર નથી. એવો ધર્મ તો જીવે અનંતીવાર કર્યો, પણ મુક્તિ થઈ નહિ માટે તે સાચો ધર્મ જ નહોતો. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ શી રીતે છે, તે જાણવા જેવી છે. મંદ મિથ્યાદર્શન હોય તેને આ ચાર ગુણ કે શ્રાવકના ૨૧ ગુણ કે માર્ગાનુસારિના પાંત્રીશ ગુણ હોઈ શકે. આ ચાર ગુણ સિવાય ધર્મરત્ન મળે નહિ. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ સંપૂર્ણ ખીલે છે ત્યારે ધર્મની પૂર્ણાહુતિ છે. ભદ્રક પરિણતિ આદિ ચાર ગુણથી ધર્મનો વાસ્તવ પ્રારંભ થાય છે, તેમ કહી શકાય. કારણ કે તે સમ્યગ્દર્શનાદિના કારણો છે. સૌ વાસ્તવ ધર્મ પ્રારંભી આત્મકલ્યાણ પામો એ જ એક મંગલકામના. ૩૬૬ • ધર્મ અનુપ્રેક્ષા Page #384 -------------------------------------------------------------------------- ________________ ગીત ગા પરમેષ્ઠિઓના - પ.પૂ. મુનિરાજ શ્રીજયન્તવિજયજી મહારાજ. માનવ ! તારા ઉપર કોઈ ઉપકાર કરે, તને દુઃખમાંથી છૂટો કરાવે તો તું પોતાની સભ્યતા ખાતર પણ શું શું નથી કરતો ? કોઈ દ્રવ્યથી મદદગાર થાય તો તેને વળતું સવામણું પાછું આપવા જાય. કોઈ નિઃસ્વાર્થી બનીને મદદનીશ બને તો તેની ગુણગાથા લોકો સામે જીવનભર ગાતો ફરે. અને વળી કંઈ કંઈ કરે. આટલામાત્રથી તું સભ્ય બન્યો છે એવું કેવી રીતે કહી શકાય? કારણ ? તારે તારી સભ્યતાને કેળવવી હજુ બાકી છે. તારા ચર્મચક્ષુઓથી દેખી શકાય તેની તું પ્રશંસા કરેજને ? પણ તને ખબર છે ? જ્ઞાન અને વિવેકની નયનાવલીથી ક્યારે નિરખું પણ છે? કે, બાહ્ય ઉપકારીઓ જ નહિ, આત્યંતર ઉપકારીઓ પણ વિશ્વમાં વિદ્યમાન છે. એક નહિ પાંચ છે. અનંત ઉપકારી છે, પરમેષ્ઠિ છે. પરમ શ્રેષ્ઠ અને પરમોચ્ચપદે બિરાજેલા છે. પ્રત્યક્ષ અને પરોક્ષ, બન્ને રીતે ઉપકારી છે. એવા પરમેષ્ઠિઓની પ્રશંસા કરવા તારી જિલ્લા કક્યારે પ્રવૃત્ત થઈ ? એમની નિઃસ્વાર્થી ઉપકારિતાને નિહાળવા તે ક્યારે પણ પ્રયત્ન કરી જોયો છે? એ ઋણમાંથી મુક્ત થવા તારી ઇન્દ્રિયો અને મનોબળ સાથે તે કેટલી જહેમત ઉઠાવી, કે ઉઠાવી રહ્યો છે? ભાઈ મારા ? વિચાર શુદ્ધ કરવા ક્યારે બેઠો છે ? અથવા વિચાર કર્યો છે કે એ ઉપકારીઓના સબળ સવિશુદ્ધ શરણની શરણાગતી સ્વીકારું ? - વ્હાલા સહૃદયી બંધુ? ધર્મ અનુપ્રેક્ષા • ૩૬૭ Page #385 -------------------------------------------------------------------------- ________________ વિવેકની આંખો ખોલજે. ક્ષિતિજમાં દૂર દૂર નયનોને ફેલાવજે. જેમના દર્શન માત્રથી આત્મભાવની ઉષ્મા પ્રગટી જાય. એવા તારકોની અકલંકી મુદ્રાઓ તારા નેત્રોમાં નવજયોતિ જગાવશે. એ પરમેષ્ઠિ ભગવંતોના અનંત ઉપકારોનો ચિતાર જ્યારે આંખો સામે તરવરે છે, ત્યારે ખરેખર એમના અપૂર્વકરણનો સાક્ષાત્કાર થઈ આવે છે. તારી પતિતાવસ્થાનો સમુદ્ધાર કરવા અનંત કરુણાના સિંધુ શ્રીઅરિહંતદેવોએ કેવું સુંદર માર્ગદર્શન કર્યું, સન્માર્ગમાં પ્રચલન કરવા એમણે ખૂબ ખૂબ કહ્યું અને સાચું તત્ત્વનું તારવણ સમજાવવા છતાં તારા પાસેથી ન કિંમત માગી કે ન આપવાનું કહી ગયા. કેટકેટલો ઉપકાર. આ સિદ્ધ પરમાત્માઓ, જેમનો ઉપકાર અસીમ અને કલ્પનાતીત. જ્યારે તે લોકાંત પ્રદેશે પહોંચ્યા ત્યારે તું નિગોદમાંથી નીકળ્યો અને અહીં સુધી આવવા શક્તિવંત થયો. પરમ તારક જિનશાસનની રૂડી અને શીતળ છાંયડી માટે મિથ્યાત્વની અંધારી અમાવાસ્યાના અંધકારને ભેદતા ચંદ્રમાના પ્રકાશપુંજ સમા આચાર્ય ભગવંતો, ભવાર્ણવમાં ભટકી રહેલા અને નિરાધાર જીવોને એ આશ્રય તરફ દોરી જઈ રહ્યા છે. | જિનેન્દ્રવાણીનું દોહન, અવગાહન કરી અમીપાન કરી રહેલા ઉપાધ્યાય મહારાજાઓ, એ માર્ગમાં અવરોધ ઊભા કરનાર આત્મશત્રુઓના નિહતા અને નિયંતા થવા માટે પ્રેરી રહ્યા છે. વાચના આપી જીવનના સત્ત્વને સમજાવી રહ્યા છે. આ છે સાધુ મહારાજાઓ, સમતાની મૂર્તિ દેખી લે. મમતાનો અંશ જેને સ્પર્શવામાં જોખમ સેવી રહ્યો છે. સાધનાની કેડીઓ વટાવી આરાધનાના વિરાટ રાજમાર્ગ પર પગરણ માંડનારા એ પૂજયો. તને પણ આરાધક બનવા સંબોધી રહ્યા છે. દેખ્યું, કેટલું છે ઋણ એમનું તારા માથે ! છતાંય ક્યારે યાદ આવ્યું એમના ગીત ગાવાનું ? હવે પણ ઋણમાંથી મુક્ત થવાની ભાવના છે ? જો હોય તો હજુ પણ સમય છે.ચાલ આ ચીલે. ૩૬૮૦ ધર્મ અનપેક્ષા Page #386 -------------------------------------------------------------------------- ________________ જે ચીલે ચાલીને શેઠ સુદર્શને પોતાનું શ્રેય સાધ્યું. શ્રીપાળ–કુંવરે ઈષ્ટફલ સિદ્ધ કર્યું. અમરકુમારે સાચી અમરતા વરી. પરમેષ્ઠિ ભગવંતોના સામે શરણાર્થી બની, સર્વસ્વ તેમને સોંપી દઈ નિઃશંક બની પોતાને હળવા બનાવી દીધા. અરે, ભાઈ ? બોલ તો ખરો ! તારે ભારે બનવું છે કે હળવા ? તું જ વિચાર કર. ભાવનાના દીપકો પ્રગટાવ. અને, ભવના ફેરા ઘટાડી દે. ઘણું ફર્યો, હવે વિશ્રામ કરી લે એ પરમેષ્ઠિઓની સુંવાળી ગોદમાં, એમની ગોદમાં ગયા પછી હળવાશનો અનુભવ થશે. ભાવનાના દીવડા પ્રગટશે એ પરમેષ્ટિઓના પરમોત્કૃષ્ટ આલંબનથી. અને ત્યારે જ ભવની સાંકળીની આંકડીઓ વિખેરાઈ જશે. અરે! એ સાંકળીઓ ફક્ત નામશેષ જ થઈ જશે. તારો પુરુષાર્થ, તારું પરિબળ, અને તારી શક્તિને જગાવશે એ પરમેષ્ઠિ ભગવંતોનો સુખદ આશ્રય. એવા ઉપકારીઓની પ્રશંસા કરતાં તારી જિલ્લા થોભવી ન જોઈએ. એ પરમેષ્ઠિઓના જ ગીત ગા. માથે ચડેલ એમના ઋણને ચૂકવવા ઉદ્યમ કર. એ માગનાર નથી, આપનારા જ છે. છતાં તારી સભ્યતાનો પરિચય તારે જ આપવાનો છે. ધર્મ અનુપ્રેક્ષા ૩૬૯ Page #387 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણની ઝંખના - પ.પૂ. મુનિરાજ શ્રી ચંદ્રપ્રભસાગરજી મહારાજ ગતિ અને પ્રગતિમાં ફેર છે. ગતિ વર્તુળમાં હોય છે. પ્રગતિ ચોક્કસ દિશા તરફ હોય છે. ઘાણીનો બળદ ગતિ કરે છે. માત્ર એ વર્તુળમાં જ ફરે છે. ક્યાંય પહોંચે નહિપ્રગતિ ન કરે. જ્યારે પ્રગતિ કોઈ નિશ્ચિત દિશા પ્રતિનું પ્રયાણ સૂચવે છે. એ પ્રમાણમાં કોઈક લક્ષ્યબિંદુનું સ્વપ્ન હોય છે. ચૈતન્યમાં આ પ્રગતિ છે. વિકાસ છે અને તેથી જ ગઈકાલનું વૃક્ષબીજ એ આજે માનવ બન્યો છે અને આજનો માનવ એ આવતી કાલે પરમાત્મા બનવાનો છે. કારણ કે વૃક્ષબીજમાં ચૈતન્ય છે માનવમાં પણ ચૈતન્ય છે અને પૂર્ણ પરમાત્મામાં પણ એ જ ચૈતન્ય છે. એક અણવિકસિત છે. બીજું અર્ધવિકસિત છે. ત્રીજું પૂર્ણ વિકસિત છે. આ ત્રણે ભૂમિકામાં મૂળે તો ચૈતન્ય જ છે. પણ આ અણવિકસિત ચેતના પૂર્ણ વિકસિત કેમ બને છે એ પ્રશ્ન છે. કારણ કે ચૈતન્યના મૂળમાં પૂર્ણતાની ઝંખના પોઢી છે. આ ઝંખના જીવનને સતત વિકાસ તરફ દોરે છે. આ જ ઝંખના માણસને જીવમાત્રને આગળ વધવા વેગ આપે છે. અલબત ભૌતિક વસ્તુઓ એને ક્ષણભર ગમે છે. પણ એથી એને સંતોષ તો. નથી જ. બીજાને ભલે એમ લાગતું હોય કે આ માણસ પોતામાં અને પોતાને મળેલા સાધનોમાં તૃપ્ત છે, મગ્ન છે. પણ ના, એમ નથી. એનું હૃદય તો અતૃપ્ત જ છે. જે છે એનાથી એને કંઈક શ્રેષ્ઠ જોઈએ છે. ધન, વૈભવ, રૂપ, બળ, ઐશ્વર્ય ગમે તે આપો એ એથી સુખી નથી. શાંત નથી. તૃપ્ત નથી. એ કહેશે આથી કંઈક શ્રેષ્ઠ જોઈએ છે ! આ શ્રેષ્ઠ એટલે શું ? એનું નામ એને ખબર નથી, કારણ કે એ અનામી છે. એનો આકાર પણ એને ખબર નથી કારણ કે એ આકાર વિનાનું અરૂપી છે. જેને ભાષા નથી આવડતી એવું બાળક ભૂખ લાગતાં રડ્યા કરે છે. એને કંઈક જોઈએ છે. પણ શું જોઈએ છે એ કહી શકતું નથી. આજે ચૈતન્ય પણ એ જ અવસ્થા ભોગવે છે. એને જોઈએ છે તેની નિશાની આપી શકતું નથી, કારણ કે તે અગમ છે. અગોચર છે. ૩૭૦ • ધર્મ અનુપેક્ષા Page #388 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક ભવ્ય આત્માની જીવનયાત્રા આ પૂર્ણતા તરફનું પ્રયાણ છે.એ પૂર્ણ છે અને વધારે પૂર્ણને પામવા ઝંખે છે. પ્રત્યેક જળ બિંદુ સપ્રમાણ પૂર્ણ છે. એવાં અનંત પૂર્ણ જળ બિંદુઓ સરિતામાં છે. સરિતા એટલે અનંત પૂર્ણતાનો સ્રોત. આ સરિતાને પણ પૂર્ણતાની એક સ્વપ્ન ઝંખના છે અને તે સાગર. તેમ પ્રત્યેક ચેતનમાં આ પૂર્ણતા છે. પૂર્ણતાની આ ઝંખનાએ એને વૃક્ષબીજમાંથી માનવની ભૂમિકાએ પહોંચાડ્યો છે અને આ જ ઝંખના માનવમાં રહેલ ચેતનાને પૂર્ણ પરમાત્માની પરમ ભૂમિકાએ પહોંચાડશે. સાધનાનો ક્રમ વાસનાને સુધારવી તે પ્રથમ ધ્યેય છે અને વાસનાથી મુક્ત થવું તે અંતિમ ધ્યેય છે. દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આદિમાં બેઠેલી મારાપણાની બુદ્ધિ છૂટી જવી તે વાસના મુક્તિ છે અને બધાના દેહ-ઇન્દ્રિયાદી એ મારા છે, એ વિચાર વાસનાનું રૂપાંતર છે. પહેલા બધાના દેહાદિમાં મારાપણાની બુદ્ધિ અને પછી મારા દેહાદિમાં પણ પરાયાપણાની બુદ્ધિ એ સાધનાનો ક્રમ છે. ચૌદ પૂર્વનો સાર ચૌદ પૂર્વ અને દ્વાદશાંગીમાંથી આપણને જે પ્રકાશ મળે છે, તે એ છે કે આત્મદૃષ્ટિએ કોઈ જીવ આપણાથી ઉતરતો નથી અને દેહ દૃષ્ટિએ કોઈ જીવ આપણા કરતા ચઢિયાતો નથી. કર્મ મુક્ત જીવની અવસ્થા સર્વની સુખદાયક છે. કર્મબદ્ધ અવસ્થા સૌની કષ્ટદાયક છે. એમ સર્વ જીવો સાથે પોતાની તુલનાની ભાવના વડે જન્મ પામતું સમત્વ એ જ મોક્ષનું અસાધારણ કારણ છે. મદ આઠ, કષાય ચાર, દંડ ત્રણ અને ઇન્દ્રિયો પાંચ, જીવને મોક્ષ માર્ગમાં વિઘ્નભૂત છે, તેને ધર્મમાર્ગ વડે જીતવા બે પરમ પુરુષાર્થ છે. ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૭૧ Page #389 -------------------------------------------------------------------------- ________________ - શ્રી કાંતિલાલ મોહનલાલ પારેખ (કિરણ) ૩૭૩ એટમયુગનો માનવી વિજ્ઞાન અને ધર્મ માનવભવનું મહત્ત્વ વિશ્વશાસન સામાયિક ધર્મ એટલે શું? સામાયિક ધર્મનો પાયો સમત્વભાવ રસાધિરાજ શાંતરસ સામાયિક ધર્મનું વિજ્ઞાન સામાયિક ધર્મની સાધના ૩૭૮ ૩૮૩ ૩૮૮ ૩૯૨ ૩૯૭ ૪૦૨ ૪૦૮ ૪૧૪ ૪૧૮ ૩૭૨ - ધર્મ અનપેક્ષા Page #390 -------------------------------------------------------------------------- ________________ એટમયુગનો માનવી આજે આપણે માનીએ છીએ કે આપણે ઘણી પ્રગતિ કરી છે. ઉન્નતિ અને સભ્યતાની ટોચ ઉપર આપણે જઈ રહ્યા છીએ. શું આ સત્ય છે ? આજની વૈજ્ઞાનિક શોધો આપણને આશ્ચર્યમાં મૂકે છે. રેડીઓ અને ટેલીવિઝન, વિમાન અને યંત્રમાનવ, એટમ-બોમ્બ અને સ્ફુટનિક—સેંકડો પ્રકારના જુદાં જુદાં વિશિષ્ટ યંત્રો જોઈને કેટલાકને એવું લાગે છે, કે આપણા પૂર્વજોથી ન જાણે કેટલાય આગળ આપણે વધ્યા છીએ ! શું આપણે વિશેષ સભ્ય બન્યા છીએ ? શું આપણે વિશેષ ઉન્નત થયા છીએ ? વિજ્ઞાનની શોધોમાં આજે અમે ઘણા આગળ વધ્યા. ઇચ્છાનુસાર ઠંડી-ગરમી તથા ઋતુઓના અનુકૂળ ફેરફાર કરવાની શક્તિ અમને મળી છે, પરંતુ તેની સાથે હજારો માનવીઓનો સંહાર કરવાની ઘાતક શક્તિ પણ અમે કેળવી છે. આજે એક એટમ-બોમ્બ લાખો માનવીઓનું ઠંડુ ખૂન સભ્ય રીતે કરી શકે છે. સભ્યતાની સાચી વ્યાખ્યા પણ શું અમે જાણીએ છીએ ? માનવીની માનવતા શું છે ? વિશ્વમાં મનુષ્ય થવાથી અમારા ઉપર કંઈ પણ જવાબદારી (Responsibility of being Human) છે ખરી ? વાસ્તવિક ઉન્નતિ કોને કહેવાય ? અમારી આજની ઉન્નતિ કેવી છે ? જડવાદનું કેન્સર આજનો માનવી જેને ઉન્નતિ માને છે, તે ભૌતિકતાનો મહારોગ છે. અનેક કાર્યો કરનારા યંત્રો શોધાયાં છે તેની સાથે અનેક માનવીઓનો સંહાર કરવાની શક્યતા પણ વધી છે. અમે વીસમી કે એકવીસમી સદીના માનવી કહેવરાવવામાં ગૌરવ અનુભવીએ છીએ. સાચી રીતે શું અમે પ્રગતિ સાધી છે કે અમારી અવગતિ થઈ છે ? એક ક્ષણવાર તો વિચાર કરીએ. વૈજ્ઞાનિક શોધોનો આપણને ગર્વ છે પરંતુ માનવતાનાં મૂલ્યો નીચા ઉતર્યા છે, તેની કંઈ વેદના છે ? બુદ્ધિ અને બળનું આપણને અભિમાન છે, પરંતુ અહંભાવ, સ્વાર્થ અને ભય વધ્યા છે, તેનું કંઈ ભાન છે ? ધર્મ અનુપ્રેક્ષા • 393 Page #391 -------------------------------------------------------------------------- ________________ આજે ભય, દ્વેષ અને ખેદ વધ્યા છે, શાંતિ અને સુખ ક્યાં દેખાય છે ? , પ્રત્યેક વ્યક્તિ પોતાના સ્વાર્થનો વિચાર કરે છે. પરાર્થ અને સહાનુભૂતિ ક્યાં દેખાય છે? જીવનની સગવડો વધી લાગે છે પણ સાચી રીતે જીવનમાં ગૂંચો વધી છે. ધન વધું સમજાય છે પણ ભોગની લાલસા વધી છે. સાધનો વધ્યા દેખાય છે, પણ અસંતોષની આગ વધી છે. આ પરિસ્થિતિનું કારણ માત્ર એક જ છે. એટમયુગના માનવીનું જડવાદનું કેન્સર થયું છે, ભૌતિકતાનો રોગ લાગ્યો છે. જીવ પ્રત્યેનો દ્વેષ અને જડ પ્રત્યેનો રાગ જ્ઞાન મેળવવાના અમારા પ્રયત્નો ભલે વધ્યા હોય, અમને માત્ર વેરવિખેર વિગત મળી છે. અમારી આજની કેળવણી જ્ઞાનનો પ્રકાશ પ્રગટાવતી નથી માત્ર નિર્જીવ વિગતો (Collection of dead facts) રજૂ કરે છે. આજની કેળવણી સમગ્ર જીવનને કેળવવા અર્થે નથી પણ માત્ર બુદ્ધિને શણગારવા માટે છે. જીવનનાં નૈતિક મૂલ્યો પ્રત્યે ઉપેક્ષા થતી જાય છે અને આધ્યાત્મિક મૂલ્યો તો બિલકુલ વિસરાયા છે. આજે અમારો ઉછેર આંતરુ પ્રત્યે નહિ, બાહ્ય પ્રત્યે થઈ રહ્યો છે. હૃદયને પવિત્ર બનાવવા તથા આત્માને ઓળખવા માટે નહિ પણ શરીરને ભોગવિલાસ આપવા તથા બુદ્ધિને તે કાર્યમાં સહાયક બનાવવા થઈ રહ્યો છે. એટમયુગના માનવીને જડનું મૂલ્ય છે તેટલું ચેતનનું નથી. ધન અને સત્તાની લાલસા છે, તેટલી ધર્મની નથી. સ્વાર્થ વધ્યો છે અને પરાર્થ વિસરાયો છે. દાન, દયા, સહાનુભૂતિ અને પરોપકાર ભૂલાયા છે તથા સંગ્રહવૃત્તિ-પરિગ્રહની ભૂખ વધી છે. . જડ પ્રત્યેનો રાગ અધ્યાત્મના પ્રકાશના પ્રકાશને પ્રગટવામાં વિનરૂપ છે. જ્ઞાનનો પ્રકાશ ત્યારે પ્રગટે છે જ્યારે જીવ પ્રત્યેનો દ્વેષ ઘટે છે, જડ પ્રત્યેનો રાગ ઘટે છે, અહંકાર ભાવ ઓગળે છે, નમસ્કાર ભાવ પ્રગટે છે. સ્વાર્થ ગૌણ બને છે અને પરાર્થ મુખ્ય બને છે. હૃદય અને મસ્તિષ્ક માનવીના બે મુખ્ય અંગ છે - હૃદય અને મસ્તિષ્ક, લાગણી અને બુદ્ધિ, ભાવ ૩૭૪ • ધર્મ અનુપ્રેક્ષા Page #392 -------------------------------------------------------------------------- ________________ અને વિચાર. એટમયુગનો માનવી મસ્તિષ્કને કેળવે છે. પણ હૃદયની ઉપેક્ષા કરે છે. બુદ્ધિને તીર્ણ બનાવે છે પણ લાગણીને જડ થવા દે છે. જેટલી કાળજી બુદ્ધિની લેવાય તેટલી જ જો હૃદયની લેવાય તો વિકાસ પ્રાપ્ત થાય. નહિ તો લાગણીવિહોણા હૃદયવાળાની તીક્ષ્ણ બુદ્ધિ ભારે હાનિકારક છે. પોતાને નુકશાન કરે છે, સર્વને નુકશાન કરે છે. માત્ર બુદ્ધિ કેળવાય અને લાગણી ન કેળવાય તો પરિણામ શું આવે ? અહંભાવ અને સ્વાર્થ વધે, પોતાના દૂષણો છુપાવવાનો દંભ જાગે. બુદ્ધિ અને લાગણી બંનેને કેળવ્યા વિના આપણે વિકાસ નહિ સાધી શકીએ. માત્ર બુદ્ધિ વડે તર્કથી પર ભાવનાનું જે વિશાળ વર્તુલ રહેલું છે, તેમાં પ્રવેશ થઈ શકતો નથી. . બુદ્ધિ અને લાગણી, મસ્તિષ્ક અને હૃદય બંનેને પવિત્ર બનાવવા પડશે. હૃદય સગુણોનું ઉદ્ભવસ્થાન છે. દૈવી પ્રેરણાઓ પવિત્ર હૃદયમાં પ્રગટે છે અને સમ્યગુ બુદ્ધિ વડે તેનો સદુપયોગ થાય છે. . અનુકંપા, કૃતજ્ઞતા, સમતા અને પ્રેમ હૃદયમાં પ્રગટે છે. જેમ સર્વજીવો પ્રત્યે સહાનુભૂતિ અને પ્રેમ વિશેષ, તેમ સુખ-શાંતિ વિશેષ. હૃદયને કેળવ્યા વિના સદાચાર શક્ય નથી. સુખ શક્ય નથી. શાંતિ શક્ય નથી. આત્માની ઉપેક્ષા . એટમયુગનો માનવી માત્ર મસ્તિષ્કને કેળવી રહ્યો છે. બુદ્ધિ તીક્ષ્ણ ધારદાર બની રહી છે. લાગણી બિલકુલ બુઠ્ઠી બની રહી છે. નવી વૈજ્ઞાનિક શોધો વધી છે પણ સદાચાર ઘટ્યો છે. ઇંદ્રિયસુખનાં સાધનો વધ્યા છે, પણ સહાનુભૂતિ અને પ્રેમ ઘટ્યા છે, દુર્ગુણી વિદ્વાન કરતાં સદાચારી અભણ વધુ સારો છે. દુર્ભાવો ઓછા થયા નથી તો વિદ્વાન કદાચ પોતે પ્રાપ્ત કરેલા જ્ઞાનનો દુરુપયોગ કરશે. કવિએ કહ્યું છે કે : કામ, ક્રોધ, મદ, લોભકી, જબલગ ઘટમેં ખાણ, કહા પંડિત, મુરખ કહા, સબહી એક સમાન.” - ' જો હૈયામાં દુર્ગુણો ભરેલા છે તો પંડિત અને મૂર્ખ વચ્ચે શો ફેર ? ધર્મ અનુપ્રેક્ષા • ૩૭૫ Page #393 -------------------------------------------------------------------------- ________________ આજે અમને ક્રોધ, માન, માયા તથા લોભની ગ્લાનિ નથી, બુદ્ધિની તીક્ષ્ણતાનો ગર્વ છે. અમે આત્માની ઉપેક્ષા (Neglect of soul) કરી રહ્યા છીએ તેની વેદના નથી, ભોગવિલાસની સુલભ પ્રાપ્તિનું અભિમાન છે. આજે આપણે ક્યાં ઊભા છીએ? ક્યાં જઈ રહ્યા છીએ? સમય અને શક્તિનો શો સવ્યય થઈ રહ્યો છે? આ સર્વે વિચારણાઓ અતિ અગત્યની છે. હદયની પવિત્રતા આવી વિચારણાથી સ્પષ્ટ સમજાશે કે આપણે મસ્તિષ્ક અને હૃદય બંનેને કેળવવા પડશે. સમ્યગુ વિચારો અને પવિત્ર ભાવો બંનેના સમન્વય વડે જ સદાચાર પાળી માનવી જીવનનું સાર્થક કરી શકશે. સાધનામાં હૃદયનું સરલપણું તથા બુદ્ધિનું સ્થિરપણું બંને અગત્યના છે, ઋજુતા તથા પ્રજ્ઞા બંને જોઈએ. વક્ર બુદ્ધિ અને જડ હૃદય વડે માનવજીવન નિષ્ફળ જશે. બુદ્ધિ વધુ હોય કે ઓછી હોય, તેનું મહત્ત્વ નથી. સમ્યફ બુદ્ધિનું મહત્ત્વ છે બુદ્ધિનું શુદ્ધપણું, સ્વચ્છપણું, અવક્રપણું અગત્યનાં છે. શુદ્ધ-નિર્મળ બુદ્ધિ બોધનું સાધન બને છે. જ્ઞાનનું સાચું સાધન રાગ-દ્વેષથી નહિ લેપાયેલી બુદ્ધિ બની શકે. બુદ્ધિની નિર્મળતા લાવવા માટે હૃદય કેળવવું જોઈએ. હૃદયમાં પવિત્રતા પ્રગટાવી જોઈએ. અહંભાવ જવો જોઈએ. આપણે કહીએ છીએ કે “આ વાત મારી બુદ્ધિમાં ઉતરતી નથી.” આપણે જ્યારે મારી બુદ્ધિ કહીએ છીએ, ત્યારે તેમાં “મારી” વિશેષણ અહંભાવનું સૂચક છે. આપણે તો “મારી” વિશેષણ છોડી દઈને બુદ્ધિ-સમ્યફ બુદ્ધિ શું કહે છે એ વિચાર કરવાનો છે. આજના એટમયુગમાં પ્રત્યેક શબ્દ સાથે અહંભાવસૂચક અથવા મમત્વસૂચક વિશેષણો લાગેલાં જ હોય છે. આજે ભાષામાં સર્વથી વિશેષ વપરાશમાં આવતાં વિશેષણ “હું” અને “મારું” છે. માત્ર “હું”નો વિચાર કેટલો ઘાતક છે, તે ઘાતક અણુશસ્ત્રોના આ યુગમાં શી રીતે સમજાશે ? કયા માર્ગે ? સમ્યગુ-બુદ્ધિ અગ્નિના તણખા તુલ્ય છે. અગ્નિનો એક તણખો રૂના ઢગલાને ૩૭૬ • ધર્મ અનપેક્ષા Page #394 -------------------------------------------------------------------------- ________________ બાળી શકશે. બુઝાયેલું મોટું લાકડું રૂના પુમડાને પણ નહિ બાળી શકે. એટમયુગના માનવીની બુદ્ધિ તીક્ષ્ણ ભલે હોય, સમ્યક્ નથી. આપણે માત્ર “સ્વ”નો વિચાર કરીએ છીએ. પોતે તથા જે પોતાના છે, તેમનું જ સુખ વિચારીએ છીએ. આજનું વિજ્ઞાન શરીરસુખ માટે, શરીર સુખનાં સાધનો માટે મથે છે. મનનું નિર્મળ સુખ તથા આત્માનાં દિવ્ય સુખ સંબંધી આપણને કલ્પનાય નથી, ઇચ્છાય નથી. જે કાર્ય માટે આપણે મનુષ્ય થયા છીએ, એ કાર્યનું આપણને લક્ષ્ય પણ નથી. એક ક્ષણભર થોભી જઈએ. વિચાર કરીએ. શું માનવજીવનનો કંઈ હેતુ છે ? મસ્તિષ્ક અને હૃદય બંનેને સમ્યગ્ રૂપે કેળવવાની કોઈ પદ્ધતિ છે ? ધર્મ જો આવી પદ્ધતિ હોય તો ધર્મનું સ્વરૂપ કેવું છે ? વિજ્ઞાન અને ધર્મનો સંબંધ શું છે ? આ ધર્મ સર્વનું હિત કઈ રીતે સાધી શકે ? સર્વના હિત સાથે ‘સ્વ’ના હિતને શો સંબંધ છે ? આજનાં એટમયુગના માનવીને સામાયિક ધર્મ શી રીતે ઉગારી શકે ? એ હવે અવસરે. મહામાનવ न तद्भासयते सूर्यो, न शशांको न पावकः । यद् गत्वा न निवर्तन्ते, तद् धाम परमं मम ॥ પરમાત્મા પ્રાપ્તવ્ય છે, તેનું સાધન યોગ છે, યોગ પરવૈરાગ્યને આધીન છે, પરવૈરાગ્ય અપર વૈરાગ્યને આધીન છે, અપર વૈરાગ્યનો પાયો મૈત્ર્યાદિ ભાવો છે. એ ભાવોનો ઉત્કર્ષ એટલે મનુષ્યત્વ. આ અર્થમાં જે મનુષ્ય છે એ જ ચોથા પુરુષાર્થનો અધિકારી. સદ્ગુણનો બેહદ વિકાસ સાધીને જ નિર્ગુણને પમાય છે. નિર્ગુણને મેળવી સદ્ગુણમાં આનંદ પામે છે. મૈત્રી આદિ દ્વારા ઇર્ષ્યા, અસૂયાદિ અને પ્રતિપક્ષ ભાવના દ્વારા અવિદ્યા, અસ્મિતાદિ ક્લેશ અને ઉપક્લેશનો નાશ સાધે, તેને નામશેષ કરે તે સાધન સંપન્ન માનવ મહામાનવ બને છે. ધર્મ અનુપ્રેક્ષા • ૩૭૭ Page #395 -------------------------------------------------------------------------- ________________ | વિજ્ઞાન અને ધર્મ વ્યવહાર જીવનમાં વિજ્ઞાન અને ધર્મ બંને એકબીજાના પૂરક છે. પ્રકૃતિનું સંશોધન એટલે વિજ્ઞાન. જે અભ્યદય અને નિઃશ્રેયસની સિદ્ધિ કરાવે તે ધર્મ. વિજ્ઞાન-વિશિષ્ટજ્ઞાન એટલે “સ્વ” અને “સર્વ”ના સંબંધ (Relation befween Self and Cosmos)ની સમજણ. ધર્મ એટલે આવી સમજણના પાયા ઉપર રચાયેલી જીવનના સર્વાગીણસર્વતોભદ્ર વિકાસ માટેની પદ્ધતિ. વિજ્ઞાન એટલે સમ્યગ્દર્શનપૂર્વકનું વિમલજ્ઞાન. ધર્મ એટલે સમ્યક્યારિત્ર. વિજ્ઞાન અને ધર્મ બંને એકબીજાના પૂરક છે. વિજ્ઞાનનો સંબંધ મસ્તિષ્ક સાથે છે. ધર્મનો સંબંધ હૃદય સાથે છે. વિજ્ઞાનના પાયામાં સદ્વિચાર અને તર્ક છે. ધર્મના પાયામાં સભ્યશ્રદ્ધા અને ક્રિયા છે. વિજ્ઞાન દ્વારા વિમલજ્ઞાન પ્રાપ્ત કરીને ધર્મારા સમ્યકક્રિયા આચરીને માનવજીવન સાર્થક કરવાનું છે. सम्यग्दर्शनशुद्धं यो ज्ञानं विरतिमेव चाप्नोति । दुःखनिमित्तमपीदं तेन सुलब्धं भवति जन्म ॥ પૂજય શ્રીઉમાસ્વાતિવાચક કહે છે કે, જે આત્મા સમ્યગ્દર્શનથી શુદ્ધ થયેલા જ્ઞાન અને ચારિત્ર પામી શકે છે, તે આત્મા માટે દુઃખોનું નિમિત્ત છતાં આ જન્મ સફળ છે. આ જન્મ તો દુઃખોનું નિમિત્ત છે. જો સજ્ઞાન અને ચારિત્ર પ્રાપ્ત ન થઈ શકે તો માનવજન્મ નિષ્ફળ જાણવો. જીવનની સફળતા સમ્યગ્દર્શનથી શુદ્ધ જ્ઞાન અને વિરતિ પ્રાપ્ત કરવામાં છે. આપણી પ્રવૃત્તિઓ સ્વાર્થની નહિ, પરાર્થની હોય. આપણે દુર્ભાવોનો ક્ષય કરીએ અને સદૂભાવોનું સેવન કરીએ, સર્વહિતનું ચિંતન કરીએ. સાચું વિજ્ઞાન તથા ધર્મ આ કાર્યમાં સહાયક બની શકે. વિજ્ઞાન અને ધર્મની સીમારેખા ૩૭૮ ધર્મ અનુપ્રેક્ષા Page #396 -------------------------------------------------------------------------- ________________ વિશ્વના સર્વજીવોમાં જે જીવત્ત્વ છે, તે તુલ્ય (Similar) છે. આ જીવત્ત્વ, આત્મત્ત્વ કેવું છે ? તેમાં દેખાતી ભિન્નતા શાથી છે ? જીવ અને જડ આ બન્ને તત્ત્વોનું સ્વરૂપ શું છે ? તેમનો સંબંધ કેવો છે ? દેશ (Space) શું છે ? કાળ (Time) શું છે ? વિશ્વની વ્યવસ્થા શી રીતે ચાલે છે ? આ વિચારણાઓ વિજ્ઞાનનો વિષય છે. “વિશ્વના સર્વ જીવોમાં જીવત્ત્વ રહેલું છે. મને સુખ પ્રિય છે, દુઃખ અપ્રિય છે. માટે જો હું દુ:ખથી બચવા ઇચ્છું તો કોઈને દુઃખ ન આપું. જો હું સુખ પ્રાપ્ત કરવા ઇચ્છું તો અન્યનું હિત કરું.” આવી ભાવનાઓ ધર્મનો વિષય છે. 'आत्मनः प्रतिकूलानि परेषां न समाचरेत् ।' જેવું વર્તન આપણને ન રુચે, તેવું વર્તન અન્ય સાથે ન કરવું. શિવમસ્તુ સર્વજ્ઞાત: । ‘જગતના સર્વ જીવો સુખી થાઓ.' આ ભાવના વડે ધર્મ છે. તુલસીદાસજીએ કહ્યું છે કે, પરહિત સરિસ ધર્મ નહિ ભાઈ પરપીડા સમ નહિ અધમાઈ. પરહિત એ ધર્મ છે. પરપીડા એ અધર્મ છે. “સ્વ” સાથે “સર્વ”ના સંબંધનું વિજ્ઞાન સમજાતાં, આપણો સંબંધ જગતના સર્વ જીવો સાથે રહેલો છે આ સત્ય સમજાતા, આ ધર્મ સ્પષ્ટ થાય છે. આંતર્ શાંતિ અને નિર્મળસુખ આપનારા આત્મશુદ્ધિ ધર્મની શ્રદ્ધા જાગતા “સ્વ” અને “સર્વ”ના સંબંધનું વિજ્ઞાન સમજાય છે. માનવીના અંતરમાં અનેક વાસનાઓ હોય છે. આ વાસનાઓનો પરિચય વિજ્ઞાન આપે છે. આ વાસનાઓને શુદ્ધ કરવાના કાર્યમાં ધર્મ સહાય કરે છે. અર્વાચીન વિજ્ઞાનની વ્યાપક અસર : આધુનિક વિજ્ઞાનનાં સાધનો એટમયુગના માનવીના મનની વાસનાઓને વિશેષ વેગ આપે છે. આજના વિજ્ઞાનના કેટલાંક સાધનો આપણી અંદર રહેલી વાસનાઓને પ્રજવલિત કરે છે. પ્રાચીન કાળમાં વાસનાને વંટોળરૂપે વેગ આપનારા આટલા બધા બાહ્ય સાધનો નહોતા. જીવન સાદું અને સરળ હતું, બાહ્ય વાતાવરણ આંતર્ વૃત્તિઓને શાંત ધર્મ અનુપ્રેક્ષા • ૩૭૯ Page #397 -------------------------------------------------------------------------- ________________ કરવામાં, શુદ્ધ કરવામાં સહાયક થતું. ત્યારે માનવી પ્રકૃતિની વિશેષ નજીક હતો. આજના વિજ્ઞાનના સાધનોથી માનવી વિકૃતિની વિશેષ નજીક આવ્યો છે અને તેથી વધુ સંસ્કારી નહિ, પણ વધુ વાસનાસક્ત બન્યો છે. વધુ ધાર્મિક નહિ પણ વધુ પૌદ્ગલિક સુખમાં રાચનારો બન્યો છે. શાંત અને સ્થિર નહિ, પણ ચંચળ અને વ્યગ્ર થયો છે. | વિજ્ઞાનનાં નવાં સાધનોથી આજનો માનવી અભય બન્યો નથી પરંતુ વધુ ભયગ્રસ્ત બન્યો છે. દિવસે દિવસે વિજ્ઞાનનાં સાધનો વધતાં જાય છે. સામાન્ય માનવીની ધર્મ ઉપરની શ્રદ્ધા ઘટતી જાય છે. નવી કેળવણી લીધેલા વર્ગને જેટલી વિજ્ઞાન ઉપર શ્રદ્ધા છે તેટલી ધર્મ ઉપર નથી. એટમયુગનો માનવી એક ધર્મગુરુના કથનને જેટલું મહત્ત્વ આપે તેથી વિશેષ એક ડૉક્ટરના કે વૈજ્ઞાનિકના કથનને મહત્ત્વ આપે છે. ભૌતિકતાનો મહારોગ જ્યારે વિજ્ઞાન એકાંગી વિકાસ સાથે છે, ધર્મની ઉપેક્ષા કરે છે, હૃદય કરતાં મસ્તિષ્કને વિશેષ માને છે, ભાવનાની અવગણના કરે છે, ત્યારે હાનિકારક બને છે. ત્યારે વિજ્ઞાન વિમલજ્ઞાનનું પ્રકાશક નહિ બને. પણ વિકૃતજ્ઞાનની વિગતો જણાવશે. અર્વાચીન વિજ્ઞાન દ્વારા આવી અનેક વિગતો વહેતી થઈ છે. મનુષ્ય વાનરનો વંશ જ છે. માનવદેહ કેલ્શિયમ, ફોસ્ફરસ વગેરે પદાર્થોનો સંગ્રહ માત્ર છે. અર્વાચીન વિજ્ઞાન મનુષ્યદેહને પૂર્ણ આત્મપ્રકાશ પ્રાપ્તિ માટેનું સાધન ન માનતાં કેલ્શિયમ વગેરેનો સંગ્રહ માત્ર માને છે. અર્વાચીન વિજ્ઞાન આપણા જન્મ માટે માતાપિતાને ઉપકારી ન માનતાં તેમના ભોગવિલાસનું પરિણામ માત્ર માને છે. અર્વાચીન વિજ્ઞાન અનંતગુણમય આત્મદ્રવ્યના અસ્તિત્વને ન માનતાં રાસાયણિક દ્રવ્યોના પરિવર્તનરૂપ માને છે. એકાંગી બુદ્ધિ વડે આજનું વિજ્ઞાન એકાંગી બન્યું છે. તાત્કાલિક લાભની સ્કૂલ દષ્ટિએ પ્રકૃતિનાં તત્ત્વો પર કાબૂ મેળવવા આજનું વિજ્ઞાન મળે છે. માનવી ઉપર યંત્રોનો કાબૂ વધતો જાય છે અને માનવજીવન પણ યંત્રતુલ્ય બનતું જાય છે. ૩૮૦ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #398 -------------------------------------------------------------------------- ________________ એકાંગી બુદ્ધિ માત્ર તર્ક ઉપર ભાર મૂકે છે. પ્રત્યેક વ્યક્તિ પોતાના વિચારને, વર્તનને તર્ક વડે યોગ્ય સાબિત કરવા મથે છે. જેવો પોતાનો મત છે તે તરફ યુક્તિને ખેંચવાની ચેષ્ટા કરે છે. “જે સાચું તે મારું” એમ નહિ પણ “જે મારું તે સાચું” એવી વૃત્તિ વધતી જાય છે. આજે દરેક વ્યક્તિ પોતાને બુદ્ધિમાન માને છે. વિનય અને શીલ ઘટતાં જાય છે. અહંકાર અને કૃતજ્ઞતા વધતાં જાય છે. આજે નમ્રતા સદ્ગણ નહિ પણ નબળાઈ ગણાય છે. ઔદાર્ય પ્રશંસનીય નહિ પણ મૂર્ખતા મનાય છે. ત્યાગ અને તપ આદરપાત્ર નહિ પણ હાસ્યસ્પદ બન્યાં છે. આજની યંત્ર સંસ્કૃતિ વડે વિનાશને માર્ગે - આ યંત્રો દિનપ્રતિદિન વધતાં જશે. એટમ બોમ્બ, હાઇડ્રોજન બોમ્બ અને તેની પછી કોબાલ્ટ બોમ્બ આવશે. રોકેટ પછી ફુટનિક અને તેની પછી લાઈટ એક્સપ્રેસ આવશે, જો માનવબુદ્ધિ સમ્યફ નહિ બને તો આ યંત્રો અકલ્પનીય વિનાશ લાવશે. ડૉ. આલ્બર્ટ આઇન્સ્ટાઇનને કોઈકે પૂછ્યું “ત્રીજા વિશ્વયુદ્ધમાં કેવા અણુશાસ્ત્રો વપરાશે ?” - તે સુપ્રસિદ્ધ અણુવૈજ્ઞાનિકે પ્રત્યુત્તર વાળ્યો “તે સંબંધી આજે હું કંઈ ન કહી શકું. પરંતુ જો ચોથું વિશ્વયુદ્ધ થશે તો પથ્થરયુગની જેમ માનવીઓ એકબીજા ઉપર પથ્થરના સાધનોનો ઉપયોગ કરશે.” જો એકાંગી બુદ્ધિ નિર્મળ નહિ થાય તો આજની યંત્રસંસ્કૃતિ આપણને પથ્થરયુગ પ્રત્યે. લઈ જશે. જો બુદ્ધિ અને હૃદયનો સમન્વય નહિ થાય, જો વિજ્ઞાન અને ધર્મ એકબીજાના પૂરક નહિ બને તો માનવજાતિ પોતાનું પતન શીધ્ર બનાવશે. - આધુનિક વિજ્ઞાન એટલું ફેલાતું જાય છે, વ્યાપક બની રહ્યું છે કે પોતાના ધર્મ સંસ્કારો ટકાવી રાખવા મથતો સામાન્ય માનવી તો અસ્થિર બની જાય છે. - સાચું વિજ્ઞાન અને સાચું તત્ત્વજ્ઞાન એકબીજાનાં વિરોધક નહિ પણ એકબીજાનાં 425.59 (Not Contradictory but Complimentary to each other). 241 2424 gu? સમજાશે ત્યારે પ્રત્યેક વૈજ્ઞાનિક માટે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ તથા પ્રત્યેક વિચારક માટે વિજ્ઞાનનો અભ્યાસ સહાયક બનશે. જેને સત્ય પામવું હશે, તેને એકેયની ઉપેક્ષા કરે નહિ પાલવે. ધર્મ અનુપ્રેક્ષા • ૩૮૧ Page #399 -------------------------------------------------------------------------- ________________ ધર્મ એટલે જીવનનો પ્રાણવાયુ વર્તમાનયુગના અનેક અનિષ્ટોમાંનું એક અને મુખ્ય અનિષ્ટ વિજ્ઞાન છે, એમ માની વિજ્ઞાનની ઉપેક્ષા કરે નહિ ચાલે. વિકૃતજ્ઞાનને સ્થાને વિમલજ્ઞાનની સ્થાપના કરવી પડશે. એકાંગી બુદ્ધિને સમ્યબુદ્ધિ બનાવવી પડશે. માનવદેહમાં મસ્તિષ્ક અને હૃદય અને અગત્યનાં છે. ભાવના વિનાની બુદ્ધિ અપંગ છે. બુદ્ધિ વિનાની ભાવના અંધ છે. જીવનમાં ધર્મની અનિવાર્ય અગત્ય છે. ધર્મશ્રદ્ધાવિહોણું જીવન પશુતુલ્ય બની જશે. હૈયામાં સુદેવ, સુગુર, સદ્ધર્મને સ્થાન નહિ હોય તો અનેક પ્રકારનાં દુઃખો સહન કરવાની તાકાત નહિ પ્રગટે. હૃદયમાં સર્વના હિતનો ભાવ નહિ હોય, તો ક્રોધાદિ કષાયો થયા સિવાય નહિ રહે. | સર્વના હિતનો ભાવ ડોલર અને સ્ટર્લિંગ વડે પ્રગટતો નથી. કૃતજ્ઞતા અને પરોપકારવૃત્તિ ફુટનિક વડે જાગતી નથી. જો જીવનમાં ધર્મ નહિ આવે તો શરીર સ્વસ્થ નહિ રહે, માનસિક વ્યગ્રતા નહિ ટળે, આધ્યાત્મિક આનંદ નહિ પ્રગટે. જો જીવનમાં પાણી અને હવાની અગત્યતા છે, તો ધર્મની તેથી પણ વિશેષ અગત્યતા છે. શ્વાસોચ્છવાસ લોહીને શુદ્ધ કરે છે, ધર્મ વિચારો તથા વૃત્તિઓને શુદ્ધ કરે છે. જીવનમાં ધર્મ ઉતારવા માટે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યચ્યથી હૃદયને ઓતપ્રોત કરવું પડશે. તે માટે “માત્ર હું જ સુખી થાઉં” એવી કનિષ્ટ ઇચ્છાનો ત્યાગ કરવો પડશે. “જગતના સર્વ જીવો સુખી થાઓ” એ ભાવથી હૈયાને ભરવું પડશે. અને ત્યારે જ સમજાશે કે વિજ્ઞાન એટલે વિમલજ્ઞાનના પાયા ઉપર ધર્મનું ચણતર થયું છે અને ધર્મ એટલે ચિત્તની શુદ્ધિ અને પુષ્ટિ વડે જ વિશિષ્ટજ્ઞાનઅનુભવાત્મકજ્ઞાન પ્રગટે છે. “સ્વ” અને “સર્વના સંબંધના શ્રેષ્ઠતમ માધ્યમરૂપ શ્રીનવકારને અપાયેલો ભાવ કોઈ પણ સંયોગોમાં નિષ્ફળ થતો નથી. ૩૮૨૦ ધર્મ અનુપ્રેક્ષા Page #400 -------------------------------------------------------------------------- ________________ માનવભવનું મહત્ત્વ જીવનમાં ધર્મ પ્રગટાવવા માટે માનવભવનું મહત્ત્વ સમજાવું જોઈએ. ધર્મનો પરિપૂર્ણ પ્રયોગ માત્ર માનવભવમાં જ શક્ય છે અને તેથી જ સર્વ ભારતીય ધર્મશાસ્ત્રોએ મનુષ્યભવનો ઘણો મહિમા ગાયો છે. શાસ્ત્રમાં કહ્યું છે કે— कम्माणं तु पहाणाए, आणुपुव्वीकयाइउ । जीवा सोहिमणुपत्ता, आययन्ति मणुस्सयं ॥ - શ્રીઉત્તરાધ્યયન સૂત્ર અનેક યોનિઓમાં ભયંકર દુઃખ ભોગવતાં ભોગવતાં જ્યારે અશુભ કર્મ ક્ષીણ થાય છે અને આત્મા નિર્મળ બને છે, ત્યારે મનુષ્યપણાને પ્રાપ્ત કરે છે. ફરી ફરીને મનુષ્યપણું પામવું સુલભ નથી. માનવભવ એક વિશિષ્ટ તક છે. આત્માની સર્વ શ્રેષ્ઠ શક્તિઓ પ્રગટાવવા માટે આ તક આપણને મળી છે. પ્રત્યેક મનુષ્ય આ તકનો સંપૂર્ણ સદુપયોગ કરી લેવો જોઈએ. પશુ અને માનવીમાં જમીન અને આકાશ જેટલું અંતર છે. માનવીને વિચારશક્તિ મળી છે બીજા કેટલાક પ્રાણીઓને પણ વિચારશક્તિ મળી છે પરંતુ માનવીની વિચારશક્તિ ઉચ્ચ પ્રકારની છે. માત્ર માનવી વિચારને આચારમાં ઉતારી શકે છે. અન્ય પ્રાણીઓની અપેક્ષાએ ઘણું ઓછું શરીરબળ મનુષ્યને પ્રાપ્ત થયું છે, કારણ કે માનવીનો આધાર શરીરબળ નહિ, વિચારબળ છે. માનવીએ શ૨ી૨શક્તિ નહિ, વિચારશક્તિ કેળવવાની છે. શરીરસુખ નહિ, વિચારસુખ મેળવવાનું છે. પશુ શરીરસુખ દ્વારા પ્રગટતા ભોગનો આનંદ માણે છે. વિચારસુખ દ્વારા પ્રગટતા જ્ઞાનનો આનંદ માણવાનો અધિકાર માનવીનો છે. પશુ કરતાં માનવીની વિશિષ્ટતા દાનમાં હોય, શીલમાં હોય કે તપમાં હોય— સાચી વિશિષ્ટતા ‘ભાવ’માં છે. આ ભાવ વિશિષ્ટ વિચારશક્તિ છે. માત્ર કોરી કલ્પના નહિ. સભ્યચારમાંથી પ્રગટેલી સમ્યક્ વિચારશક્તિ. માનવ જીવનની શ્રેષ્ઠતાનું વૈજ્ઞાનિક સત્ય ચંડિદાસ કહે, “સુનરે માનુષભાઈ, સબાર ઉપરે માનુષ સત્ય, તાહાર ઉપરે નાઈ.’ કવિ ચંડિદાસ કહે છે, ‘હે માનવ બંધુ ! સાંભળ. સર્વની ઉપર મનુષ્ય સત્ય છે, ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૮૩ Page #401 -------------------------------------------------------------------------- ________________ એની ઉપર કશું નથી.' કવિ અહીં માનવજીવનની જે શ્રેષ્ઠતા ગાય છે, તે માત્ર કલ્પના નથી, એક પરમ વૈજ્ઞાનિક સત્ય છે. સર્વ જીવ સૃષ્ટિમાં માનવી ઉચ્ચ છે. પરંતુ માનવી એટલે માત્ર મનુષ્ય દેહ નહિ. જેનામાં મનુષ્યત્વ છે, તે માનવી. મનુષ્યદેહ તે માટે દુર્લભ છે કે તે દ્વારા મનુષ્યત્વ પ્રાપ્ત થાય છે. જીવનનું મહત્ત્વ મનુષ્યત્વ પ્રાપ્ત કરવામાં, વિકસાવવામાં છે. જ્યાં મનુષ્યત્વ છે, માનવતા છે, માર્ગાનુસારીપણું છે, ત્યાં ધર્મ છે અને ધર્મ પ્રગટ્યા પછી જ અધ્યાત્મ પ્રત્યે ગતિ છે. મનુષ્યદેહ તો એટલા પ્રાપ્ત કર્યા કે જો તેનું રુધિર એકત્ર કરવામાં આવે તો અસંખ્ય સમુદ્રો ભરાઈ જાય. જો હાડકાં ભેગાં કરવામાં આવે તો અસંખ્ય પર્વત જેટલા ઢગલા થાય. શાસ્ત્રવચનો કહે છે કે અસંખ્યવાર મનુષ્યદેહ પ્રાપ્ત કર્યા પરંતુ મનુષ્યત્વ કેળવ્યું નહિ, તો ભવભ્રમણનો અંત નથી. પ્રાચીન કાળમાં એથેન્સ નગરમાં ડાયોજીનિસ ખરે બપોરે હાથમાં સળગતું ફાનસ લઈને સંપૂર્ણ મનુષ્યની શોધમાં નીકળ્યો હતો, પરંતુ તેને એવો એક પણ માણસ મળ્યો નહોતો. એક વાર બજારમાં તે ઉચ્ચ સ્વરે પોકારી ઉઠ્યો “હે મનુષ્યો ! મારી વાત સાંભળો.” અને જ્યારે તેની આજુબાજુ એક ટોળું એકઠું થયું ત્યારે તે બોલ્યો કે “મેં તો મનુષ્યોને બોલાવ્યા હતા, કંઈ તેમના પડછાયાને બોલવ્યા નહોતા !” માનવી સુધરેલું પશુ નથી મનુષ્યદેહ પ્રાપ્ત કરીને, મનુષ્યત્વ કેળવવાનું છે. કૃતજ્ઞતા અને પરોપકાર, અનુકંપા અને દયા, નમ્રતા અને ઇન્દ્રિજય, પાપભીરુતા અને સૌમ્યતા કેળવવાના છે. નિરર્થક રીતે જો જીવન વહ્યું જાય તો માનવી અને પશુમાં શો ફેર ? આજે આપણે સ્થૂલ સાધનોની પ્રાપ્તિથી બાહ્ય જીવનને વધુ સગવડભર્યું. બનાવ્યું છે. આહાર, આરામ અને ભોગનાં સાધનોનો વિસ્તાર વધારતા જઈએ એમાં મનુષ્યત્વ ૩૮૪ • ધર્મ અનુપ્રેક્ષા Page #402 -------------------------------------------------------------------------- ________________ નથી. માત્ર પોતાનાં જ સુખના અર્થીપણામાં મનુષ્યત્વ નથી. મનુષ્યત્વ એટલે સર્વના હિતની જવાબદારીનું ભાન. મનુષ્યત્વ એટલે ધર્મમહાસત્તાના વિશ્વઉત્ક્રાંતિ (Cosmic Evolution)ના મહાકાર્યનું પ્રવેશદ્વાર. મનુષ્યત્વ એટલે જેમાં સમય સમયની જાગૃતિ છે, એવા સમ્યગ્દર્શન અને સર્વવિરતિની પૂર્વભૂમિકા. જેનો ન્યાયસંપન્ન વૈભવ છે, તે મનુષ્ય છે. દીન-દુઃખી પ્રત્યે જેના હૈયામાં અનુકંપા છે, તેમનાં દુઃખ દૂર કરવાનો શક્ય એટલો પ્રયત્ન છે, ઉપકારીના નાના સરખા ઉપકારને કદી નહિ ભૂલવારૂપ જેનામાં કૃતજ્ઞતા છે, આપત્તિમાં જેને દીનતા નથી, સુખના સમયમાં જે ગર્વિષ્ઠ નથી તે મનુષ્ય છે. જો લોભ, ભય, સ્વાર્થ અને કપટ ઓછાં નહિ થાય, તો મનુષ્યત્વ ક્યાંથી પ્રગટશે ? પશુથી વિશિષ્ટ એવું માનવીમાં કંઈક છે. માનવી કંઈ સુધરેલું પશુ (Advanced Animal) નથી. પશુમાં સ્વાર્થ છે. માનવીમાં પરાર્થ છે. પારકાનું હિત કરવાની શક્તિ મનુષ્યમાં છે. સર્વ વિરતિનો અધિકાર માત્ર માનવીનો એમર્સન કહે છે કે ટેલીરેન્ડ સદા મુખ્ય પ્રશ્ન જ પૂછે છે. તે એમ પૂછતો નથી કે અમુક માણસ શ્રીમંત છે ? તેની લાગવગ ક્યાં સુધી છે ? તેની માલમિલ્કત કેટલી છે ? પરંતુ ટેલીરેન્ડ માત્ર એટલો જ પ્રશ્ન પૂછે છે કે શું તે મનુષ્ય છે ? તેનામાં મનુષ્યત્વ છે? સાદી સમજણ ધરાવનાર પ્રત્યેક વ્યક્તિએ મનુષ્યત્વની અપેક્ષા રાખવી જોઈએ. ચરમવિકાસ મનુષ્ય માટે જ શક્ય છે, અન્ય જીવો માટે નહિ. સંસાર અને મોક્ષ વચ્ચેનો પુલ મનુષ્ય છે. સ્વાર્થને ઓળંગી પરમાર્થમાં પહોંચાડનારું પરાર્થપણું એટલે મનુષ્યત્વ. માનવી ધર્મને વિચારમાં પ્રગટાવી શકશે, આચારમાં પાળી શકશે. માનવી સર્વના માત્ર સુખનો નહિ, સર્વના હિતનો વિચાર કરે છે. માનવીની સાધનામાં મહાન સત્ય માનવી પોતે જ છે—દેવતાઓ નહિ. તેથી ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૮૫ Page #403 -------------------------------------------------------------------------- ________________ દેવો પણ ચારિત્રસંપન્ન એવા મહામાનવોના ચરણે નમે છે. દેવોને પણ દુર્લભ સિદ્ધિગતિ–મોક્ષસુખ માત્ર મનુષ્ય મેળવી શકે. કવિ જોક કહે છે કેજો ફિરતે કર સકતે હૈ, કર સકતા ઇન્સાન ભી ! પર ફરિતેસે ન હો, જો કામ હૈ ઇન્સાનકા ! જે દેવો કરી શકે છે, તે પ્રયત્ન કરે તો મનુષ્ય પણ કરી શકે છે. પરંતુ જે મનુષ્ય કરી શકે છે, તે દેવો પણ કરી શકતા નથી. વિરતિ માત્ર મનુષ્ય અંગીકાર કરી શકશે. ત્યાગ માત્ર મનુષ્ય કરી શકશે. સર્વહિતના કાર્યમાં વિશેષ પ્રકારની રતિ, દેઢ પ્રેમ માત્ર મનુષ્ય કરી શકે. માનવ-એક અદ્ભુત આશ્ચર્ય માનવભવ મળે છે તેનો માત્ર એક જ હેતુ છે અને તે મોક્ષ પુરુષાર્થ છે. ધર્મમહાસત્તાનું સર્વહિતનું મહાકાર્ય સક્રિયપણે કરવા માટે જ માનવભવ મળે છે. તે માટેની સર્વ સામગ્રી માનવદેહ અને માનવમનમાં રહેલી છે. અર્વાચીન વિજ્ઞાનમાં જે કંઈ સાધનો શોધાય છે, ભવિષ્યમાં શોધાશે, તે સર્વ “માનવદેહ”માં છે જ. વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ માનવદેહ એક અદ્ભુત યંત્ર છે, આ યંત્રની સંપૂર્ણ રચનાથી આજે આપણે અજાણ છીએ. માનવદેહમાં જે વિસ્મયજનક શક્તિઓ રહેલી છે, તેની આપણને કલ્પનાય નથી. આપણા માટે તો મન:શક્તિનો સામાન્ય પ્રયોગો પણ આશ્ચર્યકારક છે. આત્મશક્તિનું સંપૂર્ણ પ્રાકટ્ય તો એટમયુગના માનવીની કલ્પનાથી પણ પરનું સત્ય છે. ધર્મની ક્રિયા દ્વારા આત્મશક્તિઓ પૂર્ણપણે પ્રગટ થવી માનવદેહ તથા માનવમન દ્વારા જ શક્ય છે. શાસ્ત્રોએ કહેલી માનવભવની મહત્તા પાછળ ઘણું ઊંડું વૈજ્ઞાનિક રહસ્ય સમાયેલું છે. જો સદુપયોગ કરવામાં આવે તો માનવદેહમાં જે કંઈ છે, તે માત્ર મોક્ષપ્રાપ્તિ માટે જ ઉપયોગી બની રહે. મોક્ષની પ્રાપ્તિ માત્ર માનવભવ દ્વારા જ શક્ય છે. (Human Body is the ૩૮૬• ધર્મ અનપેક્ષા Page #404 -------------------------------------------------------------------------- ________________ only Laboratory for the Sublimation of Soul) માનવદેહમાંની પ્રત્યેક વસ્તુ માત્ર સર્વજીવોના હિતનું મહાન કાર્ય પાર પાડવા માટે જ હોઈ શકે. મોક્ષ માટેનું સ્ફુટનિક જો આત્મશુદ્ધિનું લય પામવા માટેનું સ્ફુટનિક યંત્ર માનવદેહ છે, તો આ સ્ફુટનિક યંત્રમાં એક સ્ક્રુ પણ નિરર્થક વધારે-ઓછો ન હોય, ન હોવો જોઈએ, નથી. સૂક્ષ્મ વિચાર ક્ષેત્રના અંતરાલને પ્રાપ્ત કરનાર વિચારશીલ, વિવેકી આરાધક આ પ્રત્યેક સ્ક્રુ (Screw)નો ઉપયોગ કરી શકશે. માનવભવને સફળ કરવા માટે પ્રત્યેક વ્યક્તિએ પ્રયત્ન કરવો જોઈએ. આવું વિરલ સાધન વેડફાઈ ન જાય, તે માટે આપણે જાગૃત રહેવું જોઈએ. આ અમૂલ્ય સાધનનો સમ્યક્ ઉપયોગ ન થવાથી ક૨વા યોગ્ય મહાનકાર્ય થતું નથી. જે મહાન કાર્ય પશુ માટે શક્તિ બહારનું છે, જે મહાન કાર્ય દેવોનીય શક્તિ બહારનું છે. સમગ્ર વિશ્વમાં માત્ર માનવી આ મહાન કાર્ય કરી શકશે. માનવીની આ વિશેષતા છે. જ્યારે આ સત્ય સ્પર્શે છે ત્યારે માનવભવ પ્રાપ્ત થયાની જવાબદારી (Responsibility of being Human) સમજાય છે. પ્રાપ્ત થયેલાં પ્રત્યેક સાધનના સદુપયોગની, સમય સમયની જાગૃતિની અગત્યતા સમજાય છે. માનવભવ જે મહાન કાર્ય માટે મળ્યો છે તે કાર્ય માટે તેનો ઉપયોગ ન કરવો તે અક્ષમ્ય અપરાધ છે. સંપૂર્ણ આત્મશુદ્ધિનું કાર્ય ભલે આ એક દેહ દ્વારા ન થાય પરંતુ તે માટેના સીધા કે આડકતરા પ્રયત્નોમાં જ જો આ સાધનનો ઉપયોગ થતો રહેશે, તો ફરીફરીને માનવદેહનું સુયોગ્ય સાધન (more equipped instrument) અવશ્ય પ્રાપ્ત થશે જ. જે કંઈ પ્રાપ્ત થયું છે, તેનો શ્રેષ્ઠ સદુપયોગ કરનારને વિશેષ પ્રાપ્ત થાય છે, જે કંઈ પ્રાપ્ત થયું છે, તેનો અનુપયોગ કે દુરુપયોગ કરનારને તે ફરી ફરી પ્રાપ્ત થતું નથી. સાધનની સાર્થકતા સાધ્ય માટે તેનો ઉપયોગ કરવામાં છે. માનવભવ આવું અમૂલ્ય, અદ્ભુત, અનન્ય સાધન છે અને તેનું સાધ્ય માત્ર સંપૂર્ણ આત્મશુદ્ધિ—મોક્ષ છે. (Man only is capable of this Highest good). ધર્મ અનુપ્રેક્ષા • ૩૮૭ Page #405 -------------------------------------------------------------------------- ________________ વિશ્વશાસન માનવભવનું મહત્વ સમજાયા પછી જીવનમાં ધર્મનું મહત્વ સમજાવું જોઈએ. મનુષ્યદેહ આપણને પ્રાપ્ત થયો છે. ધર્મની જિજ્ઞાસા આપણે કેળવવાની છે. અર્વાચીન વિજ્ઞાન, જીવન તથા જગતના સ્થૂલ સ્વરૂપનું વિશ્લેષણ કરે છે. જીવનનું તથા જગતનું સૂક્ષ્મ સ્વરૂપ પણ છે. આ સૂક્ષ્મ સ્વરૂપના જ્ઞાન તથા દર્શન કરી માત્ર માનવી તે અનુસાર જીવન જીવી શકશે. આજની પ્રજાને પ્રકૃતિના જડ વિજ્ઞાન Material Aspect)માં ઘણો રસ રહ્યો છે. એટમયુગના માનવીને જડ પ્રકૃતિ ઉપર જે શ્રદ્ધા છે તેથી અત્યંત અધિક શક્તિસંપન્ન ધર્મમહાસત્તા છે. ધર્મની આ મહાસત્તાને કર્મસત્તા પણ અનુસરે છે. ત્રણ ભુવનમાં તેથી ડિયાતું બીજું કોઈ બળ નથી. આજના આ એટમયુગમાં આ ધર્મમહાસત્તાનો પરિચય કરવાની અનિવાર્ય અગત્ય છે. આ પરિચયમાં ધર્મપ્રેમનું તાત્ત્વિક બીજ રહેલું છે. ધર્મ એટલે ધર્મમહાસત્તાના સ્વરૂપનો પરિચય. ધર્મ એટલે આ સ્વરૂપનો પરિચય પામી તે અનુસાર જીવન જીવવાની પ્રક્રિયા. તેથી ધર્મમાં વિજ્ઞાન છે, તથા ધર્મમાં કલા પણ છે. • જીવનનું સર્વશ્રેષ્ઠ વિજ્ઞાન તથા જીવનની સર્વશ્રેષ્ઠ કલા (Science of Life and Art of Life) એટલે ધર્મ. ધર્મ મહાસત્તાનો પરિચય થયા પછી સ્પષ્ટપણે સમજાશે કે ધર્મના સર્વે વિધિવિધાનો સ્વ અને સર્વના સંબંધ ઉપર, વિશ્વવ્યવસ્થા તથા વ્યક્તિના સંબંધ (Relation of cosmic Order and Human Soul) ઉપર રચાયા છે. સમગ્ર વિશ્વ સાથે આપણો સંબંધ શું છે ? પ્રત્યેક જીવાત્માનો આપણા ઉપર કેટલો ઉપકાર છે ? સ્વ અને સર્વનો એક બીજા સાથેનો સંબંધ કેવો છે ? આ સમજાયા પછી ધર્મના વિધિવિધાનો પાછળ રહેલાં રહસ્યો સ્પષ્ટ થાય છે. પૂર્ણતા પ્રગટાવવાનું સાધન એટલે ધર્મ અર્વાચીન વિજ્ઞાનનું લક્ષ્ય વિગતો ઉપર કેન્દ્રિત થયું છે. આ વિગતોના સંબંધનું, વ્યક્તિ અને વિશ્વના સંબંધનું, જગતમાં પ્રવર્તતા સંબંધોના નિયમ (Law of Relation)નું આજના વિજ્ઞાનને જ્ઞાન નથી. તેથી આટઆટલી સ્થૂલ શોધો થવા છતાં માનવજાતિ અધિક વિહ્વળ, અધિક વ્યગ્ર અને અધિક દુઃખી થઈ રહી છે. છેલ્લા પચીસ ૩૮૮ • ધર્મ અનુપ્રેક્ષા Page #406 -------------------------------------------------------------------------- ________________ વર્ષની શોધોએ મનુષ્યના અસ્તિત્વને પણ ભયમાં મૂક્યું છે. ભયમાંથી બચવાનો એક માત્ર ઉપાય ધર્મમહાસત્તાનો પરિચય છે, ધર્મનું શરણ છે. વિજ્ઞાનની પૂલ શોધો પ્રત્યે આજની પ્રજાને એક પ્રકારનો મોહ પ્રગટ્યો છે. ખોટા વિજ્ઞાનને બદલે સાચા વિજ્ઞાન પ્રત્યે આ મોહના પ્રવાહને વાળવાની આજે અગત્યતા છે. ધર્મ ઊંચા પ્રકારનું વિજ્ઞાન છે આધ્યાત્મિકતા (Spirituality) સૂક્ષ્મ ટેસ્ટ ટ્યુબના પ્રયોગમાં સફળ પૂરવાર થઈ શકે છે. પ્રકૃતિના મહાશાસન સાથે જીવનને સંબંધ ધર્મના નિયમો સ્પષ્ટ સમજાવે છે. | સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક વોરન વીવર જણાવે છે કે “હું ખાત્રીથી કહું છું કે ધર્મ, વિજ્ઞાન કરતાં ઘણો ચઢિયાતો છે, કારણ કે ધર્મે સંપૂર્ણતા પ્રાપ્ત કરી છે અને વિજ્ઞાન સંપૂર્ણતાની સમક્ષ પણ આવ્યું નથી.” (Religion has attained and actual identification with perfection, whereas science has to content itself with a never ending: and Hence never realized, approach to perfection.) - વિજ્ઞાનદ્વારા જે સમજાય છે, ક્યારેક સમજાતું પણ નથી, ધર્મદ્વારા તે અનુભવાય છે. વિજ્ઞાન સદા અપૂર્ણ છે અને અપૂર્ણ જ રહેવાનું. ધર્મ તેના આરાધકને દરેક ભૂમિકા ઉપર પૂર્ણતાનો ઓછો-વધુ અનુભવ કરાવે છે. વિજ્ઞાન પૂર્ણતા પ્રત્યે નહિ, અપૂર્ણતા પ્રત્યે આંગળી ચીંધે છે. ધર્મ પૂર્ણતાને માત્ર સમજવાનું નહિ, અનુભવવાનું–પ્રગટાવવાનું સાધન છે. સર્વ જીવોના કલ્યાણનો માર્ગ સર્વ પ્રકારની કસોટીઓમાંથી સામાયિક ધર્મ પાર ઉતરી શકે છે, કારણક કે સામાયિક ધર્મ પ્રકૃતિના શાશ્વત નિયમો અનુસાર છે. પરમ ઉપકારી શ્રી તીર્થકર ભગવંતોએ ત્રણ લોકના સર્વ જીવોના કલ્યાણને અર્થે સામાયિક ધર્મ ફરમાવ્યો છે. શ્રીતીર્થકર ભગવંતોનો સંબંધ ત્રણ લોકની સાથે રહેલો છે, ત્રણે લોકના સર્વ જીવોના કલ્યાણની કામના તેમણે કરેલી છે. તીવ્ર ભાવના ભાવેલી છે. સર્વ જીવોનું આત્યંતિક કલ્યાણ થાય તે માટેનો માર્ગ શું હોઈ શકે તેના સંપૂર્ણ સાક્ષાત્કાર માટે અને તેમાં પ્રતિબંધક કર્મના નિર્મુલ ક્ષય માટે તીવ્ર તપ તપ્યા છે, ઉગ્ર સંયમ પાળ્યા છે, ઘોર પરિષદો અને ઉપસર્ગો સહ્યા છે. આવી સમગ્ર સાધનાના પરિણામે સર્વ પુણ્ય ધર્મ અનુપ્રેક્ષા ૩૮૯ Page #407 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિઓમાં ઉત્કૃષ્ટ એવી તીર્થંકરનામકર્મની પ્રકૃતિ નિકાચિત થાય છે. તે પુણ્યપ્રકૃતિના વિપાકોદય વખતે તેઓ વીતરાગ હોવા છતાં ત્રણ ભુવનને સુખ કરનારું અને ભવસમુદ્રમાંથી તારનારું તીર્થ સ્થાપે છે. શ્રીતીર્થંકર પરમાત્માઓ સામાયિક ધર્મ પ્રરૂપે છે. આ ધર્મ લોક-પરલોકમાં હિતકારક તથા અયોગ્ય માર્ગેથી અટકાવવા અને યોગ્ય માર્ગે પ્રવૃત્તિ કરાવવારૂપ છે. સામાયિક ધર્મ દુર્ગતિમાં પડતા પ્રાણીને ધારી રાખે છે અને તેને સુગતિમાં પહોંચાડે છે. સામાયિક ધર્મ પ્રાણી માત્ર પ્રત્યે સ્નેહના પરિણામ એટલે મૈત્રી, આપણા કરતાં અધિક ગુણવાળા આત્માઓ પ્રત્યે હાર્દિક ભક્તિરાગ એટલે પ્રમોદ, દીન, દુ:ખી અને રોગી વગેરે પ્રતિ દયાની અને દુઃખ ફેડવાની લાગણી એટલે કરુણા, તથા અયોગ્ય આત્મા પ્રત્યે રાગ-દ્વેષનો અભાવ એટલે માધ્યસ્થ વગેરે ભાવોથી યુક્ત છે. નિસર્ગનું મહાદર્શન સામાયિક ધર્મ વિજ્ઞાન નથી, મહાવિજ્ઞાન છે. માત્ર ધર્મ નથી, શાશ્વત ધર્મ છે. યોગ નથી, ૫૨મ યોગ છે. પરમ ઉપકારી શ્રીતીર્થંકર ભગવંતોએ સામાયિક ધર્મ દર્શાવ્યો છે. બુદ્ધિશાળી માનવીઓ વિશ્વ માટે, જીવન માટે, ઉત્ક્રાંતિ માટે, સુખ-દુઃખ માટે, દેશકાળ માટે અનેક પ્રકારના સિદ્ધાંતો, વિચારો, માન્યતાઓ (Theories) રચે છે. આવી માન્યતાઓ કેટલાક લોકોને આકર્ષે પણ છે. આવી માન્યતાઓ સત્યના એકાદ અંશને સ્પર્શે છે, સત્યની સમગ્રતાને સ્પર્શતી નથી. (Such theories would give a subjective view of things and not Absolute Total Truth) જ્યારે સામાયિક ધર્મના સત્યો શ્રીતીર્થંકર ભગવંતોએ પૂર્ણ જ્ઞાન વડે જોયા છે અને ફરમાવ્યા છે. સામાયિક ધર્મ માત્ર “પ્રકૃતિનું દર્શન” નથી, “પ્રકૃતિનું મહાદર્શન” છે, “પરમ પ્રકૃતિ, સર્વોચ્ચ સ્થિતિ પ્રગટાવવાનો મહાપ્રયોગ” છે. ઉપકારી પુરુષોએ જે જેવું છે તે તેવું દર્શાવ્યું છે, એટલું જ નહિ પણ જે જેવું હોવું જોઈએ, થવું જોઈએ, થઈ શકે—તે કેવું હોય ? કઈ રીતે થઈ શકે ? તે અસંદિગ્ધપણે દર્શાવ્યું છે. સામાયિક ધર્મ સંપૂર્ણ કર્મ ક્ષયનો માર્ગ બતાવે છે, સંપૂર્ણ આત્મશુદ્ધિનો અનુભવ કરાવે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે— ૩૯૦ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #408 -------------------------------------------------------------------------- ________________ जे कवि गया मोक्खं, जे वि य गच्छंति जे गमिस्संति । ते सव्वे सामाइअं - माहप्पेणं मुणेयव्वा ॥ જે કોઈ મોક્ષે ગયા, જશે અને જાય છે તે સર્વે સામાયિકના પ્રભાવથી, એમ જાણવું. વિશ્વ શાસન વિશ્વહિતની શાશ્વત વ્યવસ્થા એટલે જૈનશાસન. સર્વ સત્ત્વોનું હિત જૈનશાસનમાં રહેલું છે, માટે ત્રણ કાળ અને ત્રણ લોકમાં જૈનશાસન જયવંતુ વર્તે છે. સામાન્ય માનવી એટલે “જન” ઉપર બે માત્રાઓ એક સ્વાર્થ ઉપસર્જનની અને બીજી પાર્થકરણની લાગે છે ત્યારે તે “જૈન” બને છે. અહંને ઓગાળવા માટે સ્વાર્થને ઓછો કરવો પડશે. સ્વાર્થ ઓછો ક૨વાનો સરળ અને સહજ માર્ગ પરાર્થકરણ છે. પ્રાણી માત્રના હિતનો ભાવ જૈનના હૈયામાં વસેલો હોય. જૈનશાસન એટલે સર્વનું હિત જેમના હૈયે હોય તેમનું શાસન છે. (For the absolute good of all and Everyone) સર્વના કલ્યાણમાં આપણા સર્વ કલ્યાણ રહેલા છે માટે જ જૈનશાસન સર્વના કલ્યાણનું કારણ છે. જૈનશાસન એટલે સર્વના હિતની શાશ્વત વ્યવસ્થા. જૈનશાસન એટલે વિશ્વ ઉત્ક્રાંતિ (Cosmic Evolution) માટેના સર્વ સહાયક સાધનોનો સંગ્રહ. જૈનશાસન એટલે સર્વ હિત સાથેનો સ્વહિતનો રાજમાર્ગ. અને તેથી જૈનશાસન વિશ્વશાસન છે. ધર્મ અનુપ્રેક્ષા - ૩૯૧ . Page #409 -------------------------------------------------------------------------- ________________ સામાયિક ધર્મ એટલે શું ? સામાયિક ધર્મ અનાદિ કાળથી છે. પરમ ઉપકારી શ્રીતીર્થંકર ભગવંતોએ આ ધર્મ કણો છે. સામાયિક ધર્મ શાશ્વત ધર્મ છે. આત્માની પરિપૂર્ણ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાની સહજ, સરળ, અને સર્વોત્તમ પ્રક્રિયા (The Unique Process of Soul Subimation) છે. જ્યારે પણ જે કોઈ આત્માએ સંપૂર્ણ વિકાસ સાધ્યો છે, ત્યારે તેને અવશ્ય સામાયિક ધર્મનું શરણ લીધું છે. આત્માના સર્વ ગુણો સામાયિક ધર્મદ્વારા પ્રગટે છે. સમત્વાદિ આત્મગુણો પ્રગટાવનારી પદ્ધતિ સામાયિક ધર્મ છે. સમત્વથી મોક્ષ છે. અસમત્વથી સંસાર છે. રાગ-દ્વેષ કર્મબંધનું કારણ છે. સામાયિક કર્મબંધનથી મુક્ત થવાની, રાગ-દ્વેષરૂપી રોગથી આત્માનેં મૂકાવનારી સહજ ક્રિયા છે. સામાયિક ધર્મથી જીવનદૃષ્ટિમાં મૌલિક પરિવર્તન આવે છે સર્વ નિરપેક્ષ માત્ર પોતાના સુખની પરિમિત દૃષ્ટિ બદલાઈને સર્વના હિતની વિશાળ દૃષ્ટિ ઉઘડે છે, સર્વના કલ્યાણનો ભાવ પ્રગટે છે. સામાયિકવડે આત્મામાં સમત્વભાવ આવે છે અને આત્મગુણો વિકસે છે. સામાયિક સ્વ પ્રત્યેની અને સર્વ પ્રત્યેની સ્યાદ્વાદ દૃષ્ટિ ઉઘાડે છે. સામાયિક-સર્વ ગુણોનો આધાર રાગ-દ્વેષના અભાવરૂપ આત્માના મધ્યસ્થ પરિણામ અને એ પરિણામ વખતે થતો જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણોનો આત્માને લાભ તેને સામાયિક કહે છે. રાગ-દ્વેષમાં મધ્યસ્થ રહેવું એટલે સમ. અને સમરૂપ મધ્યસ્થભાવનો આય એટલે લાભ તે સામાયિક. સમ એટલે સર્વ જીવો પ્રત્યે સમભાવ અને તેથી સાવદ્યયોગનો ત્યાગ તથા નિરવઘ યોગનું અનુષ્ઠાન. જે ક્રિયા આ રીતે સમભાવના લાભવાળી છે, તે સામાયિક છે. ‘‘સમાનિ-જ્ઞાનવર્શનવારિત્રાળિ, તેવુ અયનું ગમનમ્ સમાય:, સ વ સામાયિત્ ।' મોક્ષ માર્ગના સાધન જ્ઞાન, દર્શન, ચારિત્ર “સમ” કહેવાય છે, તેને વિષે પ્રવૃત્તિ કરવી તે સામાયિક છે. જે પરિણામને ધારણ કરવાથી આત્મા સમવૃત્તિવાળો બને, રાગદ્વેષ રહિત થાય ૩૯૨ • ધર્મ અનુપ્રેક્ષા Page #410 -------------------------------------------------------------------------- ________________ સર્વ પ્રાણીઓને પોતાના આત્માની જેમ જુએ અને વર્તે, તે સામયિકના પરિણામ છે. “સખ્ય શબ્દાર્થ સમદ્ધિઃ સયન વર્તનમ્ સમયઃ સ વ સામયિમ્ ” શ્રેષ્ઠ આચરણ એટલે સામાયિક. મોક્ષનો નિરૂપમ ઉપાય સામાયિક છે. सामायिकं गुणानामाधारः खमिव सर्वभावानाम् । न हि सामायिकहीना चरणागिगुणान्विता येन ॥ तस्माज्जगाद भगवान् सामायिकमेव निरुपमोपायम् । * શારીરમારસાનેવ-યુદ્ધનાથી મોક્ષ છે આકાશ જેમ સર્વભાવોનો આધાર છે, તેમ સામાયિક સર્વ ગુણોનો આધાર છે. સામાયિકથી રહિત એવા જીવો ચારિત્રાદિ ગુણોથી સંપન્ન થઈ શકતા નથી. - તે કારણે શારીરિક અને માનસિક અનેક દુઃખોના નાશરૂપ મોક્ષનો નિરૂપમ ઉપાય ભગવાને એક સામાયિકને જ કહ્યો છે. આત્મસમદર્શિત સામાયિક ધર્મ એટલે અહિંસા ધર્મ. સામાયિક ધર્મમાં આત્મૌપમ્યની દૃષ્ટિ છે, તેથી જીવનમાં અહિંસાના આચાર માટે સામાયિક વ્રતની પ્રતિજ્ઞા અનિવાર્ય છે. “માત્મનઃ પ્રતિવૃનિ પરેષાં ન સમારે ” પોતાને પ્રતિકૂળ વસ્તુઓ બીજા પ્રત્યે ન આચરવી. શાસ્ત્રમાં કહ્યું છે કે, "सव्वेपाणा पियाउया, सुहसाया, दुक्खपडिकूला । अजियवहा, पियजीविणो, जीविउकामा, सव्वेसिं जीवियं पियं ॥" - શ્રીઆચારાંગ સૂત્ર. સર્વ જીવોને પોતપોતાનું આયુષ્ય પ્રિય છે, સુખ અનુકૂલ છે, દુઃખ પ્રતિકૂલ છે. વધ સર્વને અપ્રિય છે, જીવવું સર્વને પ્રિય છે, સર્વ જીવો લાંબુ જીવવાની કામના કરે છે, સર્વને જીવન પ્રિય લાગે છે. સર્વ પ્રાણીઓ આત્મતુલ્ય છે, એ સાધનાનો સક્રિય અભ્યાસ, એ સામાયિક છે. સામાયિક ધર્મ આત્મૌપજ્યદષ્ટિને પરિપૂર્ણપણે ખીલવે છે. સુખ-દુઃખની વૃત્તિ, પ્રિય અપ્રિયની વૃત્તિ સર્વ જીવોમાં છે. તેથી સામાયિક ધર્મ ધર્મ અનુપ્રેક્ષા • ૩૯૩ Page #411 -------------------------------------------------------------------------- ________________ ફરમાવે છે કે મત્તલ મન્નિષ્ણ છબિ ' “છ જવનિકાયને પોતાના આત્માની સમાન સમજો.” પ્રાણી માત્રને આત્મતુલ્ય સમજો. શાસ્ત્ર કહે છે કે “હે પુરુષ, તું જેને મારવાની ઇચ્છા કરે છે, વિચાર કર કે સુખદુઃખનો અનુભવ કરનાર તે તારા જેવો જ જીવ છે. તું જેના ઉપર હકૂમત કરવાની ઇચ્છા કરે છે, વિચાર કર કે તે તારા જેવો જ જીવ છે. તું જેને દુઃખ આપવાનો વિચાર કરે છે, વિચાર કરે તે તારા જેવો જ જીવ છે. તું જેને પોતાના વશમાં રાખવાની ઇચ્છા કરે છે, વિચાર કર કે તે તારા જેવો જ જીવ છે. તું જેના પ્રાણ લેવાની ઇચ્છા કરે છે, વિચાર કર કે તે તારા જેવો જ જીવ છે.” સપુરુષ આ પ્રમાણે વિવેક રાખીને જીવન વીતાવે છે. નિષેધક વ્યાખ્યા અને વિધાયક વ્યાખ્યા સામાયિકનો વિચાર કરતાં સામાયિકના નિષેધક તેમ જ વિધાયક બંને સ્વરૂપો સમજવા પડશે. આ બંને સ્વરૂપો સમજવાથી જ આરાધક આત્મા જીવનમાં સામાયિક ધર્મ આચરી શકશે. અહિંસા એટલે હિંસા ન કરવી, પ્રાણોનો ઘાત ન કરવો (Non Violence) આ નિષેધક વ્યાખ્યા છે. અહિંસા એટલે સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ, જીવત્વનું સન્માન કરવું (Reverence for Life) આ વિધાયક વ્યાખ્યા છે. બ્રહ્મચર્ય એટલે મૈથુનનો ત્યાગ આ નિષેધક વ્યાખ્યા છે. બ્રહ્મચર્ય એટલે શુદ્ધ આત્મગુણોમાં રમણતા કરવી. આ વિધાયક વ્યાખ્યા છે. સામાયિકની નિષેધક તથા વિધાયક વ્યાખ્યાઓ સંબંધ સૂક્ષ્મ વિચાર કરવો પડશે. શાસ્ત્રમાં કહ્યું છે કે “સમતા સર્વભૂતેષુ, સંયમ: ગુમ માવના | માર્જરી પરિત્યાદ્ધિ સામાયિક વ્રતમ્ " સર્વ જીવો પ્રત્યે સમભાવ રાખવો એટલે સમતા, પાંચ ઇન્દ્રિયોના વિકારોને વશ રાખવા એટલે સંયમ, શુભ ભાવના રાખવી અને આર્ત તથા રૌદ્રધ્યાનનો ત્યાગ કરવો ૩૯૪ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #412 -------------------------------------------------------------------------- ________________ તે સામાયિક વ્રત છે. અહીં સમતા વિધાયક છે, સંયમ નિષેધક છે. શુભભાવના વિધાયક છે, અશુભ ધ્યાનનો ત્યાગ નિષેધક છે. સામાયિકના લક્ષણો સામાયિકનાં આ ચાર લક્ષણો ઘણા મહત્વનાં છે. આર્ત તથા રૌદ્રધ્યાનનો ત્યાગ કરવાથી મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યથ્ય વગેરે શુભ ભાવનાઓ સુગમ બને છે. જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રી, આદિ ભાવો હૃદયમાં પ્રગટ્યા પછી જ પજીવનિકાયની રક્ષા અને પાંચ ઇન્દ્રિયો તથા મનના વિકારોને વશ કરવા સુલભ છે. શુભભાવના અને સંયમ જેનામાં છે, તેનામાં સમતા પ્રગટે છે. સમતા એટલે મનની સ્થિરતા, રાગદ્વેષનો નિગ્રહ. સમતા આત્માનું સ્વરૂપ છે. વિષમતા કર્મોનું સ્વરૂપ છે. સમતા એટલે રાગદ્વેષાદિ વિષમ ભાવોને દૂર કરી સ્વરૂપમાં રમણતા. જેમ પુષ્પનો સાર સુગંધ છે, દૂધનો સાર ઘી છે, તલનો સાર તેલ છે, તેમ જિનપ્રવચનનો સાર સમતા છે. યં કમાવઃ પરમ: સમસ્વસ્થ પ્રયતામ્ | ત્યાપિન: ક્ષતાપિ પરમિવૃતિ શાશ્વતમ્ ” સમતાનો આ પરમ પ્રભાવ છે કે જેનાથી પાપી આત્મા પણ એક ક્ષણવારમાં શાશ્વત પદને પ્રાપ્ત કરે છે. સમતા એ સામાયિકનો પ્રાણ છે. તપ, જપ અને ચારિત્રને જીવંત બનાવનાર સમતા છે. "किं तिव्वेण तवेण किं च जवेण किं च चरित्तेणं । સમયાવિ મુવલ્લો ફુમો વાવિ દુહો ” –શ્રીભગવતી સૂત્ર ગમે તેવું તીવ્ર તપ કરાય, જપ થાય અને ચારિત્ર લેવામાં આવે, પરંતુ સમતા - વિના કોઈનો મોક્ષ થયો નથી, થતો નથી થશે નહિ. સર્વ પ્રકારની વિષમતાઓ દૂર કરવા માટે સમતા એક પ્રબળ શસ્ત્ર છે. સામાયિક જીવનમાં સમત્વ પ્રગટ કરવાનો મહાપ્રયોગ છે. સમતા એટલે બાહ્ય અને આંતર સમભાવ (Outer Poise and Inner Harmony). ધર્મ અનુપ્રેક્ષા • ૩૫ Page #413 -------------------------------------------------------------------------- ________________ જીવત્વનું મૂલ્યાંકન સર્વ જીવો સાથેના સ્વના સંબંધને લક્ષ્યમાં રાખીને મન, વચન, અને કાયાથી સંસારમાં વ્યવહાર કરવો જોઈએ. વ્યવહારમાં ભલે વિષમતા દેખાતી હોય, જુદી જુદી વ્યક્તિઓ સાથેનો વ્યવહાર ઉચિત હોય તે પ્રમાણે ભલે ભિન્ન ભિન્ન પ્રકારનો હોય, પરંતુ આત્મદષ્ટિથી સર્વ પ્રત્યે સમભાવ પ્રગટાવવાનો છે. જગતના સર્વ જીવો પ્રત્યે સામાયિકધર્મનો સાધક સમભાવ રાખે છે અને સર્વના સુખ-દુ:ખને પોતાના સુખ-દુઃખ પ્રમાણે ગણે છે. સર્વ પ્રાણીઓ પોતાના આત્માની તુલ્ય છે અને પોતાનો આત્મા પરમાત્માની તુલ્ય છે, આ સત્યનું દર્શન પ્રગટ થતાં સર્વ પ્રાણીઓમાં સુષુપ્ત રહેલા પરમાત્મતત્ત્વનું દર્શન થાય છે. આ યથાર્થદર્શન એ વાસ્તવિક સમતા છે. આવી વાસ્તવિક સમતા સામાયિકદ્વારા પ્રગટ થાય છે. સામાયિક આત્મસમદર્શિત્વનું આચરણ છે, આત્મૌપમ્યદષ્ટિપૂર્વકનું જીવન છે. જીવત્વ પ્રત્યે બહુમાન થયા સિવાય આત્મૌપમ્ય દૃષ્ટિ શી રીતે કેળવાશે ? જીવત્વના કારણે નરકનિગોદમાં રહેલા જીવો પણ મૂલ્યવાન સમજાય છે ! પ્રત્યેક જીવનું જીવત્વ ત્રણ ભુવનની સર્વ સમૃદ્ધિ કરતાં અધિક છે. સર્વ જીવોમાં રહેલા જીવત્વના મૂલ્યની સમજણ એ જીવતત્ત્વનો પરિચય છે. સામાયિક ધર્મનો સાધક જીવમાત્રને આત્મૌપમ્યદૃષ્ટિથી જુએ છે, પોતાની તુલ્ય જાણે તથા આ સમજણના પાયા ઉપર પોતાનું જીવન જીવે છે. ત્રણ જગતના બધા જીવોને પોતાના ભાવમાં સ્થાન આપવા માટે, ત્રણ જગતના બધા જીવોના પરમ ઉપકારી શ્રીઅરિહંત પરમાત્માને ખૂબ-ખૂબ ભાવપૂર્વક ત્રિવિધ નમસ્કાર કરવો પડે. એ નમસ્કારના પરમપ્રભાવે ત્રણ જગતના બધા જીવો પ્રત્યે આત્મતુલ્યભાવ જાગે છે એ ભાવની અમાપ શક્તિ, જીવને વિષય-કષાયના હુમલાઓથી “પર” રાખે છે અને મોક્ષની દિશામાં ઝડપભેર આગળ વધવામાં સઘળી સાનુકૂળતાઓ બક્ષે છે. ૩૯૬ • ધર્મ અનુપ્રેક્ષા Page #414 -------------------------------------------------------------------------- ________________ સામાયિક ધર્મનો પાયો સામાયિક ધર્મ ઇંદ્રિયોના વિકારોને તથા મનોવૃત્તિઓની મલિનતાને ટાળવાનો સરળ માર્ગ દર્શાવે છે. તેથી વિશ્વવ્યાપક વિશાળતા આત્મામાં પ્રગટે છે. સ્વાર્થનું સંકુચિતપણું દૂર થઈ સર્વ સાથેનો આત્મીય ભાવ આવે છે. પ્રત્યેક જીવમાં સ્વસંરક્ષણ વૃત્તિ અનાદિકાળથી હોય છે. આ સ્વસંરક્ષણ વૃત્તિને સર્વસંરક્ષણ વૃત્તિમાં બદલવાનો પ્રયોગ સામાયિક છે. આ સ્વરક્ષણ વૃત્તિ સર્વપ્રથમ માત્ર પોતાના દેહની રક્ષા, સુખ, ભોગવિલાસ સુધી પહોંચે છે. ત્યાર પછી પોતાના પરિવારનું સુખદુઃખ તેને સ્પર્શે છે. સામાયિકનો આદર્શ આપણને દર્શાવે છે કે સ્વરક્ષણની આ વૃત્તિ માત્ર પોતાના દેહ સુધી કે પરિવાર સુધી સીમિત ન હોવી જોઈએ. જગતના સર્વ જીવોનું રક્ષણ એ જ માનવ જીવનનો હેતુ છે. પ્રાણીમાત્રને આત્મવત્ સમજી તે અનુસાર જીવન જીવવું એટલે સામાયિક. સામાયિકધર્મ દર્શાવે છે કે આ આદર્શ કાલ્પનિક નથી, જીવનના વ્યવહારમાં શક્ય છે. સુખ, શાંતિ અને આનંદ માત્ર આ માર્ગે જ પ્રગટશે. જ્યાં સુધી માત્ર સ્વરક્ષણ વૃત્તિ છે, ત્યાં સુધી સ્વશુદ્ધિ નહિ થાય, પોતાના આત્માની અશુદ્ધિઓ દૂર નહિ થાય. અશુદ્ધિઓ દૂર થયા વિના, સ્વશુદ્ધિ કર્યા વિના સર્વ સાથેનો સંબંધ કઈ રીતે જોડાશે ? સ્વશુદ્ધિ તથા સર્વ સાથેનો સંબંધ બન્ને એકબીજાના પૂરક છે. દુર્ભાવોની મલિનતા ટાળ્યા વિના આત્મામાં સર્વને સમાવવાની વિશાળતા ક્યાંથી આવશે ? આત્માને વિશાળ બનાવ્યા વિના દુર્ભાવો કઈ રીતે ટળશે ? મનુષ્યને વિશ્વદૃષ્ટિ પ્રાપ્ત થઈ શકે છે તેથી મનુષ્યની એ ફરજ છે કે જગતના સર્વ જીવોની રક્ષામાં એ રસ લે. જીવમાત્ર પ્રત્યેની અનુકંપા, સર્વ જીવોના હિતનો ભાવ મનુષ્યમાં હોવો જોઈએ, કારણ કે મનુષ્ય સ્વાર્થ કરતા ઊંચી દષ્ટિથી સારાસારનો વિવેક કરી શકે છે. સર્વ જીવોના હિતનો ભાવ એ મનુષ્યનો અસાધારણ ધર્મ છે. મનુષ્યના મનુષ્યત્વમાંથી આ ધર્મ પ્રગટે છે. પરંતુ દુઃખદ છે કે મનુષ્યને તેના આ અસાધારણ ધર્મનું દર્શન થયું નથી. પોતાના દેહ માટે, ઘર માટે, પરિવાર માટે જેમ સર્વ બુદ્ધિ, શક્તિ, ચિંતન, ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૯૭ Page #415 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ વગેરેનો ઉપયોગ થાય છે, તેમ જીવ માત્રની દયા માટે થાય તો સામાયિકધર્મનું આરાધન થયું ગણાય. માત્ર પોતાના જ સુખની ચિંતા આપણું પોતાનું હિત વિશ્વના હિત સાથે સંકળાયેલું છે. અનાદિ ભવભ્રમણમાં સર્વ જીવો સાથે સર્વ પ્રકારના સંબંધો કર્યા છે, પણ ધર્મ સંબંધ કર્યો નથી. સદાય સ્વરક્ષણની વૃત્તિ રાખી છે. કયારેય સર્વરક્ષણની વૃત્તિ કેળવી નથી. “માત્ર હું સુખી થાઉં” એવી કનિષ્ટ ઇચ્છા કરી છે. “જગતના સર્વ જીવો સુખી થાઓ” એવો ભાવ કર્યો નથી. સર્વ સાથેના અધર્મ સંબંધના કારણે ભવભ્રમણ થયું છે. અધર્મ સંબંધ એટલે પરસ્પરને પીડાકારક, અહિતકારક, અસુખકારક સંબંધ. ક્યારેય સમત્વભાવ કેળવ્યો નથી, જીવનમાં સામાયિક આવ્યું નથી. એકબીજાને પીડા આપીને જીવ્યા છીએ. સુખ આપનાર પ્રત્યે પણ કૃતજ્ઞતાનો ભાવ દર્શાવ્યો નથી. દુઃખ આપ્યા પછી પણ ક્ષમા માંગી નથી. દુઃખ આપનારને પણ ક્ષમા આપી નથી. પ્રાણી માત્ર પ્રત્યે સ્નેહના પરિણામ કર્યા નથી. આપણા કરતા અધિક ગુણવાળા વડીલો પ્રત્યે નમન આદિથી અને આપણાથી નાના પ્રત્યે પ્રસન્નતા આદિથી હાર્દિક ભક્તિરાગરૂપી પ્રમોદ દર્શાવ્યો નથી. દીન, દુઃખી અને રોગી પ્રત્યે દયાની અને તેમના દુ:ખ ફેડવાની લાગણી બતાવી નથી. પાપી પ્રત્યે, અયોગ્ય આત્માઓ પ્રત્યે સહનશીલતા દાખવી નથી. સર્વ જીવો પ્રત્યે પ્રેમ કર્યો નથી, સમત્વ ધર્યું નથી. માત્ર પોતાના જ સુખની ચિંતા કરી છે અને બીજા સર્વનાં સુખ-દુઃખ પ્રત્યે ઉપેક્ષા ભાવ કે અનાદરભાવ ધારણ કર્યો છે. એનું જ બીજું નામ મિથ્યાત્વનું સેવન અને અનંતાનુબંધી કષાયોનું રક્ષણ કર્યું છે. સદા સર્વદા વિષમતા ભાવ ધાર્યો છે. અનંત સંસારમાં ભટકાવનાર મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયો છે. તે બન્નેનો પ્રતિકાર ન થાય ત્યાં સુધી કોઈ પણ સગુણનું સેવન સાનુબંધ ટકાઉ થતું નથી. મિથ્યાત્વનું સેવન મિથ્યાત્વના પાપ અંધકારમાંથી ઉગારી લેનાર અને સભ્યત્વના સૂર્યને પ્રગટાવનાર સામાયિક ધર્મ છે. ધર્મ એટલે સર્વ સાથે ઉચિત વ્યવહાર. જીવ માત્ર સાથે મૈત્રીપૂર્વકનો વ્યવહાર. અજીવ માત્ર સાથે મધ્યસ્થપૂર્વકનો વ્યવહાર. ૩૯૮૦ ધર્મ અનુપેક્ષા Page #416 -------------------------------------------------------------------------- ________________ મૈત્રી અભ્યાસનું સાધન છે. જીવ સાથે મૈત્રીનો અભ્યાસ વારંવાર કરવો પડશે. માધ્યસ્થ વૈરાગ્યનું સાધન છે અજીવ પ્રત્યે માધ્યસ્થનો વૈરાગ્ય કેળવવો પડશે. ઉચિત વ્યવહારનું પાલન જીવને મોક્ષનો અધિકારી બનાવે છે. ઉચિત વ્યવહારના પાલનવડે જ આત્મામાં સમત્વભાવ પ્રગટે છે. વિષમતા દૂર કરવા માટે જીવરાશિ પ્રત્યેના દ્વેષભાવને તથા પુદ્ગલરાશિ પ્રત્યેના રાગભાવને ટાળવો પડશે. સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ અને પુદ્ગલ પ્રત્યે માધ્યસ્થભાવ કેળવવો પડશે. જીવરાશિ પ્રત્યે દ્વેષભાવ અને પુદ્ગલરાશિ પ્રત્યે રાગભાવ એ વિપર્યાસ છે. જીવમાં અજીવબુદ્ધિ અને અજીવમાં જીવબુદ્ધિ એ મિથ્યાત્વ છે. કોઈ કહે છે કે અનાદિ સંસારમાં વિષયોના કારણે જીવ ભટકે છે, કોઈ કહે છે કે કષાયોના કારણે જીવ ભટકે છે. કોઈ કહે છે કે પ્રમાદના કારણે જીવ ભટકે છે. કોઈ કહે છે કે અશુભ યોગોના કારણે જીવ ભટકે છે. પણ તે બધાની પાછળ પ્રાણ પૂરનાર દોષ એક જ છે અને તે મિથ્યાત્વનું સેવન છે. સામાયિક ધર્મનો પાયો બીજા જીવો પોતાના જેવા જ જીવો છે. પોતાની જેમ સુખદુઃખની લાગણી અનુભવનારા છે. (Similarity of Substance) સર્વ જીવો સુખ ઇચ્છે છે. સર્વ જીવોનું અંતિમ ધ્યેય “સુખ” છે. (Sameness Purpose) આ સત્ય તરફ દુર્લક્ષ આપવું એ જ મિથ્યાત્વનો અંધાપો છે, આ ગાઢ અંધકાર છે અને સર્વ જીવો પ્રત્યે સમાનભાવ ધરાવવો એ જ સમ્યક્ત્વરૂપી સૂર્યનો ઉજ્જવળ પ્રકાશ છે. સર્વ જીવોનો હિતભાવ એ સામાયિક ધર્મનો પાયો છે. સામાયિક ધર્મની સમતા જીવમાત્ર પ્રત્યેની ઉપેક્ષા રૂપે નથી. સામાયિકધર્મની સમતા નિષ્ક્રિયપણું નથી, સામાયિકધર્મની સમતા નિષેધાત્મક નથી. અનાદિ ભવભ્રમણમાં અનેકવાર સર્વ જીવોની ઉપેક્ષા કરી છે, અનેકવાર નિષ્ક્રિયપણું ધર્યું છે, અનેકવાર માત્ર નિષેધાત્મક વ્યવહાર આચર્યો છે. બધાને સુખ મળો અને બધાનું દુઃખ ટળો. સર્વનું હિત થાઓ અને અહિત ટળો. એ વિચાર આજ પર્યંત અંતરથી જીવે કદી કર્યો નથી, જો કર્યો હોત તો તેનું ભવભ્રમણ હોત નહિ. કારણ કે એ વિચારમાં જ અનંત વિષાયાભિલાષ નિવારવાનું સામર્થ્ય છે, અનંતાનુબંધી કષાયોને રોકવાનું બળ છે, અત્યંત પ્રમાદ અને અત્યંત અશુભ યોગોને ન પ્રવર્તવા દેવાની શક્તિ છે. ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૯૯ Page #417 -------------------------------------------------------------------------- ________________ પોતાના ઉપકારીઓને યાદ કરો, અપકારીઓને ભૂલી જાઓ. અપકાર કરવો છોડી દો અને અપકારીઓ પ્રત્યે પણ ઉદાર બનો. દુઃખી થવાનો માર્ગ અપકારીઓને ન ભૂલવામાં અને ઉપકારીઓને ભૂલવામાં છે. સુખી થવાનો માર્ગ અપકારીઓને ભૂલવામાં અને ઉપકારીઓને ન ભૂલવામાં છે. જીવ માત્રના હિતના સંકલ્પ પ્રગટાવતાં કંજૂસ થશો નહિ. પોતાના હિતનો એ એક જ રાજમાર્ગ છે. દુઃખ ન જોઈતું હોય તો દુ:ખ આપવું બંધ કરો. સુખ જોઈતું હોય તો સુખ આપવું શરૂ કરો. દુઃખ આપનારને ભૂલો, સુખ આપનારને સતત યાદ કરો. આજ સુધી કેટલાને દુઃખ આપ્યું છે, તે યાદ કરો, આજ સુધી કેટલાની પાસેથી સુખ લીધું છે, તે યાદ કરો. “વિશ્વમાં કોઈ પણ જીવ દુ:ખી ન થાઓ” એ ભાવના બીજાને આપેલા દુ:ખનું પ્રાયશ્ચિત્ત છે. “વિશ્વમાં સર્વ જીવો સુખી થાઓ” એ ભાવના લીધેલા સુખના ઋણમાંથી મુક્ત થવાની ચાવી છે. જીવ માત્રના જીવત્વનું બહુમાન જગતના સર્વ જીવો આપણી તુલ્ય છે. જ્યાં જ્યાં જીવત્વ છે, ત્યાં ત્યાં આત્માના અનંતગુણો રહેલા છે. જ્યાં જીવત્વ છે, ત્યાં અકલ્પનીય વિશાળ શકયતાઓ ભરી સ્વતંત્ર ભાવ સૃષ્ટિ છે. તેથી કોઈ પણ જીવને ક્યાંય ક્યારેય કોઈ પણ પ્રકા૨નો ઉપદ્રવ ન થવો જોઈએ, આપણને પ્રત્યેક જીવ પ્રત્યે હિતભાવ-સક્રિય હિતભાવ હોવો જોઈએ. જીવનની મહત્તા એટલે માત્ર પોતાના જીવનની મહત્તા નહિ, પણ જીવ માત્રના જીવનની મહત્તા સમજાવી જોઈએ. જીવ માત્રના જીવત્વનું બહુમાન (Reverence for Life) હૈયાના ઉંડાણમાંથી જાગવું જોઈએ. આ સામાયિકધર્મનો પાયો છે. અહંકારભાવને દૂર કરી પરમ ઉપકારી શ્રીતીર્થંકર ભગવંતાદિ પ્રત્યે નમસ્કાર ભાવ પ્રગટાવવો જોઈએ. આ સામાયિક ધર્મનો પાયો છે. નિસર્ગનો એવો નિયમ છે કે સ્વાર્થવડે વ્યક્તિ પોતાને તથા અન્યને હાનિ કરે છે. પરાર્થવડે પોતાને તથા અન્યને હિત કરે છે. જીવનમાં સ્વાર્થને ગૌણ કરી પરાર્થને ૪૦૦ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #418 -------------------------------------------------------------------------- ________________ મુખ્ય કરવાનો ભાવ જાગવો જોઈએ. આ સામાયિકધર્મનો પાયો છે. આપણે અન્યની જે સહાય લીધી છે કે લઈ રહ્યા છીએ તે માટે આપણે સર્વના જબ્બર ઋણી છીએ એવો કૃતજ્ઞતાનો ભાવ (Law of Cosmic Obligation) સ્પર્શવો જોઈએ તથા પરાર્થે પરોપકારરૂપે જે કંઈ કરીએ તે આપણી અનિવાર્ય ફરજ છે, આ ભાવ (Law of Sacrifice) હૈયામાં સ્પષ્ટ થવો જોઈએ. આ સામાયિકધર્મનો પાયો છે. મોટી લીટીને નાની કરતાં શીખો’ એક રાજસભામાં મહાન યોગી જઈ ચડ્યા. સભા ચિક્કાર ભરાયેલી હતી ત્યાં યોગીએ બધાને ઉપદેશ આપવા માટે એક પાટિયું (Black Board) મંગાવ્યું અને તેના ઉપર એક લીટી (—) દોરી અને સભાને કહ્યું કે, આ લીટીને નાની કરવાની છે. જેને આવડતું હોય તે ઊઠો અને લીટીને નાની કરી આપો. ઘણા માણસો લીટીને નાની કરવા માટે ઊઠ્યા પણ યોગીએ કહ્યું કે લીટીને ભૂંસ્યા વગર નાની કરવાની છે માટે તે રીતે જેને આવડતું હોય તે આવો અને લીટીને નાની કરી બતાવો. ઊભા થયેલા માણસો શરમાઈ ગયા ને બેસી ગયા. થોડો સમય યોગીએ રાહ જોઈ પણ જ્યારે કોઈ આગળ આવ્યું નહિ એટલે યોગીએ જાતે જ તે લીટીની નીચે એક મોટી લીટી દોરી અને તે બધાને પૂછ્યું કે ઉપરની લીટી કેવડી છે ? બધા બોલી ઊઠ્યા કે “નાની” આમ ઉપરની લીટીને ભૂંસ્યા વગર યોગીએ તેને નાની કરી બતાવી અને કહ્યું કે, “તમે બધા લીટીને ભૂંસીને નાની કરવાનું શીખ્યા છો પણ તે બરાબર નથી. લીટીને ભૂંસીને નાની કરવી તેનું નામ ઇર્ષા છે અને લીટીની નીચે બીજી મોટી લીટી દોરીને નાની કરવી તેનું નામ સ્પર્ધા છે. ઇર્ષાવાળો માણસ પોતે આગળ વધવા પ્રયત્ન નથી કરતો પણ આગળ વધેલાને પાછળ પાડવા મથે છે ને તેમ કરી પોતે મોટો થવા માગે છે પણ તેમાં પોતે મોટો થતો નથી. કદાચ બીજો પાછો પડે પણ પાછો પાડનારને કશો લાભ થતો નથી. સ્પર્ધાવાળો માણસ સામાથી આગળ વધવા માટે ખૂબ પ્રયત્નો કરે છે ને એ આગળ વધી જાય છે. સ્પર્ધા એ ગુણ છે. મોટી લીટીને ભૂંસ્યા વગર નાની કરતાં શીખો ને મોટા બનો.’' પ.પૂ.પં. શ્રીધુરન્ધરવિજયજી ગણિવર ધર્મ અનુપ્રેક્ષા - ૪૦૧ • Page #419 -------------------------------------------------------------------------- ________________ સમત્વભાવ મમતા અને સમતા વીજળીનો દીવો જો ફ્યુઝ (Fuse) ઉડી જાય તો પ્રગટતો નથી, ગ્લોબ બરાબર છે, વાયર બરાબર છે, વીજળીની શક્તિ બરાબર છે, માત્ર એક તાંબાના તારના અભાવે અંધારું દૂર થતું નથી. તેવી રીતે સમતા વિના અધ્યાત્મનો પ્રકાશ નહિ પ્રગટે. સામાયિકધર્મની સાધના એ સમત્વભાવ જીવનમાં પ્રગટાવવાની પ્રક્રિયા છે. આ સાધનામાં સમતા સાધન છે અને સાધ્ય પણ સમતા છે. જેવું પોતાને સુખ વહાલું લે, તેવું સર્વ જીવોને સુખ વહાલું છે. સર્વ જીવોનું જીવત્વ શુદ્ધ આત્મસ્વરૂપની અપેક્ષાએ તુલ્ય છે. પદાર્થોમાં પ્રિય અપ્રિયપણાનો વ્યવહાર પણ આપણી કલ્પના માત્ર છે. નિશ્ચયનયથી જોતાં કોઈ પણ પદાર્થ સર્વથા અનિષ્ટ પણ હોતો નથી, પરંતુ પોતાના પ્રયોજનને લીધે જ જીવને પદાર્થો ઇષ્ટ અને અનિષ્ટ લાગે છે. આ પ્રમાણે સુયોગ્ય રીતે વિચાર કરીને પદાર્થો પરના પ્રિયપણા અને અપ્રિયપણાના સંકલ્પનો ત્યાગ કરી જે નિશ્ચળ પરિણામ રાખવા તેને જ સમતા–સર્વત્ર તુલ્યતા પરમ ઉપકારી શ્રીજિનેશ્વર ભગવંતોએ કહી છે. એકાંતે પદાર્થો પ્રિય નથી તેમ જ અપ્રિય પણ નથી. માત્ર પોતાનો સંકલ્પ જ ઇષ્ટ કે અનિષ્ટરૂપ થાય છે, તેથી જેમને આધ્યાત્મિક સાધના કરવી છે તેવા મુમુક્ષુએ તેવા સંકલ્પો તજી સર્વત્ર સમતા રાખવી કારણ કે— મોક્ષમાર્ગના સાધકનું સાધ્ય સમતા છે, તેમ જ સાધન પણ સમતા છે. સાધનાની કસોટી સમતા એ આત્માની અવિચલ શાંતિનો મુખ્ય આધાર છે. સંસારના સર્વ સંઘર્ષો, આઘાત-પ્રત્યાઘાતો તથા સમસ્ત ક્રિયાઓમાં પણ અંદરની શાંતિને જાળવી રાખવા માટે સમતા એ અમૂલ્ય સાધન છે. સામાયિકધર્મનો સાધક સમતાના સેવનપૂર્વક આત્માના વાસ્તવિક સમત્વને પામે છે. સામાયિકધર્મની સાધનાની કસોટી સમતા છે. જીવોમાં જે કંઈ વૈષમ્ય દેખાય છે, તે કર્મોને લીધે છે. પદાર્થોમાં જે ઇષ્ટપણું અને અનિષ્ટપણું લાગે છે, તે પોતાની કલ્પનાને કારણે છે. સમતાના સાધન દ્વારા સાધક રાગદ્વેષથી બચવાનો પ્રયત્ન કરે છે. ૪૦૨ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #420 -------------------------------------------------------------------------- ________________ સમતા સર્વ અનિષ્ટોને હરનારી અને ઇષ્ટને સંપાદન કરાવનારી છે. ના નરા, મોક્ષમાર્ણ રીપિI I समता गुणरत्नानां, संग्रहे रोहणावनिः ॥१॥' સમતા એ નરકમાં પ્રવેશ કરતા જીવોને રોકનારી અર્ગળા સમાન છે તથા મોક્ષમાર્ગનો પ્રકાશ કરવામાં દીપમાળારૂપ છે. ગુણરૂપી રત્નોનો સંગ્રહ કરવામાં સમતા રોહણાચળ પર્વત સમાન છે. “મોદી છીનનેત્રામભિરુપમસ્થિતીમ્ | - વિવ્યાનશતાવેવ, સમતા તોષનાશવૃત્ રા' મોહ વડે જેમના નેત્રો આચ્છાદિત થયેલાં છે અને તેથી જેઓ આત્મસ્વરૂપને જોઈ શકતા નથી, તેમને માટે સમતા એ અજ્ઞાનનો નાશ કરનારી દિવ્ય અંજનની શલાકા જેવી છે. સમત્વનો પરિપાક સામાયિકધર્મનું વિજ્ઞાન એ આત્માના વાસ્તવિક સમત્વભાવનું વિજ્ઞાન છે. આપણને આત્માના અસમત્વભાવનો પરિચય છે. કર્મો વડે આત્માની અચિંત્ય શક્તિઓ આવરાયેલી છે. અર્વાચીન વિજ્ઞાનવેત્તાઓ કહે છે કે પાણીના એક ટીંપાના અણુઓને તોડીને જો તેનો ઉપયોગ કરવામાં આવે તો આખા ન્યુયોર્કને એક વર્ષ સુધી વિદ્યુતશક્તિ મળી રહે. - આત્માના એક એક પ્રદેશમાં અનંત ગુણો રહેલા છે. આત્માની શક્તિ અચિંત્ય છે. સામાયિકધર્મનું વિજ્ઞાન એ આત્મા ઉપર કર્મના લાગેલા પડલો દૂર કરવાનું જ્ઞાન મેળવવા માટેનું વિજ્ઞાન છે. આ વિજ્ઞાન કંઈ સામાન્ય વિજ્ઞાન નથી, પરંતુ અધ્યાત્મનું મહાવિજ્ઞાન છે. આ વિજ્ઞાન વડે જ આત્માના વાસ્તવિક સમત્વભાવનો પરિચય થાય છે. સામાયિક વડે જ સમત્વ પ્રગટે છે, પુષ્ટ થાય છે અને તેના પરમ પરિપાકને પામે છે. સામાયિક વડે અશુભ કર્મોનો નાશ થાય છે. આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટે છે. સાફિયવ -જુરો, નાવ મને રોફ નિયમ-સંગુત્તો ! छिन्नइ असुहं कम्मं, सामाइय जत्तिया वारा ॥१॥' સામાયિકવ્રતધારી જ્યાં સુધી અને જેટલીવાર મનમાં નિયમ રાખીને સામાયિક કરે છે, ત્યાં સુધી અને તેટલીવાર તે અશુભ કર્મનો નાશ કરે છે. ધર્મ અનુપ્રેક્ષા • ૪૦૩ Page #421 -------------------------------------------------------------------------- ________________ સામાયિક મોક્ષ પ્રાપ્તિનું મુખ્ય અંગ છે. જ્યાં સુધી હૃદયમાં સમત્વભાવ નહિ પ્રગટે ત્યાં સુધી પરમ આત્મશુદ્ધિ પ્રાપ્ત નહિ થાય. અહંકાર અને મમકારનું ઝેર સમતા પ્રાપ્ત કરવા માટે અત્યંત અનર્થકારી મમતાનો ત્યાગ કરવો પડશે. અહંતા અને મમતા વડે જ આત્માની સર્વ શક્તિઓ દબાયેલી છે. અહંકારભાવ નવકાર વડે દૂર થશે અને મમકારભાવ સામાયિક વડે દૂર થશે. ‘વિષઃ વિપરિત્યજ્ઞાતિ મમતા ય ા. त्यागात् कञ्चकमात्रस्य भुजंगो न हि निर्विषः ॥१॥' જો હૃદયમાં મમતા જાગૃત હોય તો વિષયોનો ત્યાગ કરવાથી શું ફળ? કેમકે માત્ર કાંચળીનો ત્યાગ કરવાથી સર્પ વિષરહિત થતો નથી. મહાકષ્ટથી પ્રાપ્ત થયેલા સર્વ ગુણો મમતા વડે નાશ પામે છે.' શાસ્ત્રકાર જન્મથી અંધ જીવ અને મમતાથી અંધ જીવ વચ્ચેનો તફાવત નીચે મુજબ દર્શાવે છે : “મમતાન્યો દિ યજ્ઞાતિ, તત્પશ્યતિ ન પતિ : जात्यन्धस्तु यदस्त्येतभ्देद इत्यनयोर्महान् ॥१॥" મમતાથી અંધ થયેલો પ્રાણી જે વસ્તુ હોતી નથી તેને જુએ છે અને જન્મથી અંધ પ્રાણી જે વસ્તુ વિદ્યમાન છે તેને જોતો નથી. એ પ્રમાણે એ બન્નેમાં મોટો તફાવત છે. આ મમતા અધ્યાત્મનો નાશ કરનારી છે. શાસ્ત્રો ફરમાવે છે કે મુમુક્ષુએ યોગને-મુનિવેષને ધારણ કર્યો, પરંતુ જો મમતાનું નિરાકરણ કર્યું નહિ. તથા સર્વ જીવોને વિષે મમતાનો આદર કર્યો નહિ અને જીવાદિક તત્ત્વને જાણવાની ઇચ્છા કરી નહી, તેનો આ જન્મ નિરર્થક ગયો એમ જાણવું. જિજ્ઞાસા તથા વિવેક એટલે તત્ત્વ-અતત્ત્વનો યથાર્થ વિચાર એ બે મમતાનો નાશ કરનારા છે, તેથી સામાયિકધર્મના સાધકે જિજ્ઞાસા અને વિવેક વડે મમતાને દૂર કરવી. જેમ જેમ મમતા ઓછી થતી જશે, તેમ તેમ સમતા પ્રગટ થશે. જેમ સ્ફટિકમણિમાંથી મેલ દૂર થાય છે ત્યારે તેનો નિર્મલતાનો ગુણ સ્વતઃ પ્રકાશે છે. સહનશીલતાનો મહામંત્ર ક્ષમા, નમ્રતા, સહિષ્ણુતા સમત્વને કેળવવા માટે છે. ૪૦૪ • ધર્મ અનુપ્રેક્ષા Page #422 -------------------------------------------------------------------------- ________________ પ્રાથમિક અવસ્થામાં “સર્વ જીવોનો હું મિત્ર છું અને મારે કોઈ સાથે શત્રુતા નથી, મારો કોઈ અપરાધી નથી.” આ ભાવપૂર્વક સહનશીલતા કેળવવી પડશે. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થની ભાવનાઓનું સેવન આત્માના સામર્થ્યને પ્રગટાવનારી સાધનાનું બીજ છે. અન્યના અપરાધને સહવાની શક્તિ નહિ કેળવાય ત્યાં સુધી સમતા નહિ પ્રગટે અને સમતા વિના આત્માનો વાસ્તવિક સમત્વભાવ કેવો ? વિશ્વના સર્વ જીવો સાથેના મૈત્રીભાવને કેળવવા માટે સર્વ પ્રથમ સહનશીલતા કેળવવી પડશે. સત્તરમી સદીની એક કથા છે : સમસ્ત જાપાનમાં મંત્રી ઓ-ચી-સાનના પરિવારની સહૃદયતા પ્રખ્યાત હતી. મંત્રીનો પરિવાર ઘણો મોટો હતો. આશરે એક હજાર કુટુંબીઓ વચ્ચે એકતાનો અતૂટ સંબંધ જળવાઈ રહ્યો હતો. સર્વ સાથે રહેતા અને સાથે ભોજન કરતા. આ પરિવારથી કલહ સદાય દૂર રહેતો. કોઈ ક્યારેય ઝઘડતું નહિ. મંત્રીના પરિવાર માટે કંઈ કંઈ વાતો લોકોમાં પ્રચલિત હતી. આવી દંતકથાઓની સત્યતા જાણવા એકવાર જાપાનના સમ્રાટ યામાતો પોતે જાતે વૃદ્ધ મંત્રીને ઘેર આવ્યા. | સ્વાગત થઈ રહ્યા પછી સમ્રાટે પૂછ્યું : “મહાશય ! તમારા પરિવારમાં ઐક્ય તથા મિલનસારપણા માટે મેં ઘણી વાતો સાંભળી છે. આપ મને કહેશો કે કઈ રીતે એક હજારથી અધિક કુટુંબીઓ વચ્ચે આવો ઉચ્ચ સૌહાર્દભર્યો સ્નેહસંબંધ રહ્યો છે ? મંત્રી -ચો-સાન ઘણા વૃદ્ધ હતા. વધુ સમય સુધી તે વાત કરી શકતા નહિ. પોતાના પૌત્રને સંકેત કરી તેમણે કાગળ-કલમ મંગાવ્યા. કંપતા હાથે મંત્રીએ કેટલીયે વાર સુધી કંઈ લખ્યા કર્યું. કાગળ સમ્રાટ યામાતોને આપ્યો. આતુરતાથી સમ્રાટે કાગળ ઉપર દૃષ્ટિ નાંખી અને આશ્ચર્યથી અવાક્ થઈ ગયા. મંત્રીએ એક જ શબ્દ કાગળ ઉપર સો વાર લખ્યો હતો : સહનશીલતા સમ્રાટને આ રીતે ચકિત અને આવક થયેલા જોઈ કંપતા અવાજે વૃદ્ધ રાજમંત્રી બોલ્યા : . “મહારાજ ! મારા પરિવારના સૌહાર્દનું રહસ્ય આ એક જ શબ્દમાં સમાયેલું છે. ધર્મ અનુપ્રેક્ષા • ૪૦૫ Page #423 -------------------------------------------------------------------------- ________________ સહનશીલતાનો આ મહામંત્ર અમારા પરિવાર વચ્ચે એકતાના દોરૂપે રહ્યો છે. આ મહામંત્ર જેટલો અધિક ઘૂંટાય તેટલો ઓછો છે.'' સહનશીલતા અને સમત્વભાવ કુટુંબના કે સમાજના ઐક્ય મટે સહનશીલતા એ મહામંત્ર છે. માનવીએ પોતાનામાં માનવતા વિકાસવવા માટે, માર્ગાનુસા૨ી બનવા માટે સહનશીલતાને મહામંત્ર બનાવવો જોઈએ. આવશે. સામાયિકધર્મની સાધના માટે સહનશીલતા એ મહામંત્ર છે. આ સહનશીલતા પ્રસન્ન ચિત્તે કેળવવાની છે. ઉપસર્ગો અને પરિષહો પ્રસન્નચિત્તે સહવાના છે. જે કંઈ સહન કરો તે બબડાટ કરતા ગુલામ માફક નહિ, ક્ષુદ્ર જંતુ માફક નહિ, મહાન વીરની માફક સહન કરો. ઉદાર ચિત્તે સહન કરો. સાત્વિક પ્રસન્નતાપૂર્વક સહન કરો. જ્યાં સહનશીલતા નિર્બળનું શસ્ત્ર હશે, ત્યાં સમતા નહિ પ્રગટે. જ્યાં સહનશીલતા સબળનું શસ્ર બનશે ત્યાં સમતાનો અમૃતરસ પ્રગટશે. સહનશીલતા એક માત્ર સાધન છે. વિચારપૂર્વકની સહનશીલતાથી સમભાવ સમભાવની પ્રાપ્તિ એટલે સામાયિક. સામાયિક એ આત્માનો જ સ્વાભાવિક ગુણ છે. કર્મબંધ થવાનું કારણ મમત્વભાવ છે. મમત્વભાવથી અસહિષ્ણુતા છે. સહિષ્ણુતાથી સમત્વભાવ આવે છે. સમત્વભાવ વડે મમત્વભાવનો મૂળથી નાશ થાય છે અને સમત્વભાવ વડે જ સર્વ કર્મોનો ક્ષય થાય છે. અસમત્વથી ભવનું ભ્રમણ છે. ભવભ્રમણથી મુક્ત થવા માટે સમત્વભાવ કેળવવાનો છે. સામાયિકની સાધના સમત્વભાવ કેળવવા માટે છે. માનવભવ સામાયિકની શ્રેષ્ઠ સાધના કેળવવા માટે જ પ્રાપ્ત થયો છે. સામાયિકરૂપી શલાકા સુખ-દુઃખમાં, લાભ-હાનિમાં અનુકુળ-પ્રતિકૂળ સંયોગોમાં સમતાભાવ રાખવા માટે કર્મવિપાકનું ચિંતન અગત્યનું છે, કર્મના વિપાકની હૃદયસ્પર્શી સમજણ વડે. આ સમત્વભાવ ટકી રહે છે. ૪૦૬ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #424 -------------------------------------------------------------------------- ________________ અંતરમાં જાગતા દુર્ભાવોને રોકવા, વિષય-કષાયોથી બચવું એ જરૂરી છે અને તેનું સાધન પણ સમતા છે. આ સમત્વભાવને પ્રગટાવવા માટે, ટકાવી રાખવા માટે, વધારવા માટેનું એક સાધન પરમ ઉપકારી શ્રીતીર્થંકર ભગવંતો ઉપરની ભક્તિ છે. ભક્તિરૂપી શ્રેષ્ઠ ભાવ ઉત્પન્ન થતાં જગતના સર્વ પદાર્થો ઉપરનો રાગ ક્ષય પામે છે. જેમ જેમ વિષયો ઉપર વિરાગ થશે તેમ તેમ શ્રીપંચપરમેષ્ઠિ ઉપર, શ્રીતીર્થંકર ભગવંતો ઉપર, આત્માના સહજ સ્વરૂપ ઉપર અનુરાગ થતો જશે. જેમ જેમ શ્રીપંચપરમેષ્ઠિ ઉ૫૨, શ્રીતીર્થંકર ભગવંતો ઉપર, આત્માના શુદ્ધ સ્વરૂપ ઉપર અનુરાગ થતો જશે, તેમ તેમ વિષયો પ્રત્યે વિરાગ થતો જશે. આપણામાં રહેલા અનાદિકાળના અસમત્વભાવને દૂર કરવા માટે જેમણે સમત્વ સંપૂર્ણપણે પ્રગટાવ્યું છે, તેમનું શરણ, તેમની ભક્તિ, તેમની પ્રત્યેનો પ્રશસ્ત રાગ અત્યંત સહાયક છે. સમતાની પ્રાપ્તિ માટે કર્મસત્તા અને તેના વિપાકનું ચિંતન અગત્યનું છે, તેમ ધર્મ સત્તા અને તેના માહાત્મ્યનું ચિંતન પણ અગત્યનું છે. વળી સમતાની પ્રાપ્તિ માટે જેમ સ્વસ્વરૂપનું ચિંતન અગત્યનું છે, તેમ ષડદ્રવ્યનું ચિંતન પણ અગત્યનું છે. ચિંતન વડે સમત્વભાવ કેળવવાનો છે, સમતા પ્રગટાવવાની છે. આ રીતે પ્રાપ્ત થતી સામાયિકની સાધના આત્માના અનંત સામર્થ્યને ઉઘાડે છે. પૂ. શ્રીહેમચંદ્રાચાર્ય મહારાજે કહ્યું છે, ‘ર્મ નીવ ચ મસ્તિષ્ટ, પરિજ્ઞાતાત્મનિશ્ચયઃ । विभिन्नीकुरुते साधुः, सामायिकशलाकया ॥१॥' रागादिध्वान्तविध्वंस, कृते सामायिकांशुना । स्वस्मिन् स्वरूपे पश्यन्ति योगिनः परमात्मनः ॥२॥ પરસ્પર એકમેક થયેલા જીવ અને કર્મને, આત્માનો નિશ્ચય જેણે કર્યો છે, એવો સાધુ સામાયિકરૂપી શલાકા વડે બંનેને જુદા પાડે છે. સામાયિકરૂપી સૂર્ય વડે રાગાદિ અંધકાર નાશ પામે છતે યોગી પુરુષો પોતાના આત્મામાં પરમાત્માના સ્વરૂપને જુએ છે. એક અપેક્ષાએ વિચાર કરતાં સામાયિકનું મૂળ સમ્યગ્દર્શન છે અને સામાયિકનું ફળ સમ્યક્ચારિત્ર છે. ધર્મ અનુપ્રેક્ષા • ૪૦૭ . Page #425 -------------------------------------------------------------------------- ________________ રસાધિરાજ શાંતરસ સામાયિક એટલે જીવનમાં રસાધિરાજ શાંતરસને પ્રગટાવનારી મંથન ક્રિયા. આ રસાધિરાજ શાંતરસ સુશાસ્ત્રસમુદ્રના મંથનમાંથી પ્રાપ્ત અમૃતરસ સમાન છે. સર્વ રસોમાં સારભૂત છે. આલોક અને પરલોક સંબંધી અનંત આનંદ સમૂહની પ્રાપ્તિનું સાધન છે. સામાયિકધર્મની પ્રક્રિયા વડે સુગમતાથી રસાધિરાજ શાંતરસ પ્રગટે છે. આ શાંતરસ વડે જીવત્વની ધાતુમાંથી આત્મત્વનું સુવર્ણ બને છે અને પરમાત્મતત્ત્વનું પારસ પ્રગટે છે. તેથી સામાયિકયોગ એ શાંતરસને પ્રગટાવનારો મહાયોગ છે. આ શાંતરસ પ્રગટ થતાં આત્મસુખ અનુભવાય છે. સમતા પરિપથતિષયપ્રદચતા ! यया विशदयोगानां, वासीचन्दन तुल्यता ॥१॥ સમતાનો પરિપાક થવાથી વિષયોને વિષે આગ્રહનો અભાવ થાય છે અને તેથી કરીને નિર્મળ યોગવાળા યોગીઓને કુહાડાના પ્રહારમાં તથા ચંદનની પૂજામાં તુલ્યતા અનુભવાય છે. આ રસાધિરાજ શાંતરસના સેવનથી ચક્ષુમાં રહેલું કામવિકારરૂપી વિષે શોષણ પામે છે, નિર્વિકાર દૃષ્ટિ પ્રાપ્ત થાય છે, કામ વિકારનો અભાવ થાય છે, ક્રોધરૂપી તાપ ક્ષય પામે છે અને અવિનયરૂપી મળનો નાશ થાય છે. પૂજય શ્રી મુનિસુંદરસૂરિજી મહારાજશ્રી અધ્યાત્મ કલ્પદ્રુમમાં ફરમાવે છે કે'सर्वमंगलनिधौ हदि यस्मिन्, संगते निरुपमं सुखमेति । मुक्तिशर्म च वशीभवति द्राक्, तं बुधा भजत शांतरसंद्रम् ॥१॥' સર્વ માંગલિકનો નિધાન એવો શાંતરસ જેના હૃદયમાં પ્રાપ્ત થાય છે, તે અનુપમ સુખ પામે છે અને મોક્ષનું સુખ તેને તરત જ વશ થાય છે. હે પંડિતો ! આવા શાંતરસને તમે સેવો. આ શાંતરસ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા (Process) સામાયિકધર્મ સમજાવે છે. જે કર્મો ક્રોડો જન્મ સુધી તીવ્ર તપસ્યા કરવા છતાં પણ તોડી શકાય નહિ, તે કર્મો આ ઉત્કૃષ્ટ શાંતરસ, સમતાને અવલંબવાથી ક્ષણ માત્રમાં નાશ પામે છે. ૪૦૮ • ધર્મ અનપેક્ષા Page #426 -------------------------------------------------------------------------- ________________ દુઃખનું મૂળ મમતા છે, સુખનું મૂળ સમતા છે. આ રસાધિરાજ શાંતરસને જાણવો, ઓળખવો પણ દુર્લભ છે. નાન્તિ મવિના: સંજ્ઞા, अर्थं नराः केऽपि च केऽपि धर्मम् । जैनं च केचिद्, गुरुदेवशुद्धं, केचित् शिवं केऽपि च केऽपि साम्यम् ॥१॥ સર્વ સંજ્ઞાવાળા પ્રાણીઓ કામને જાણે છે, તેમાંથી કેટલાક અર્થ (ધનપ્રાપ્તિ)ને જાણે છે. તેમાંથી પણ કેટલાક જ ધર્મને જાણે છે. તેમાંથી થોડા જૈનધર્મને જાણે છે. તેથીય થોડા શુદ્ધ દેવ-ગુરુયુક્ત જૈનધર્મને જાણે છે. તેમાં પણ બહુ થોડા પ્રાણી મોક્ષને ઓળખે છે અને તેથી પણ બહુ થોડા સમતાને, સમત્વને રસાધિરાજ શાંતરસને જાણે છે. રસસિદ્ધિનો પ્રયોગ : - ચિત્ત ચંચળ છે, રાગ-દ્વેષ વડે અસમત્વના ભાવથી ભરેલું છે. ચિત્તની અસમાધિનો સર્વને અનુભવ છે. સામાયિકધર્મ સમજણપૂર્વકની ચિત્તની સમતુલા કેળવે છે. સામાયિકધર્મ સમ્પક્સમાધિ પ્રગટાવે છે. સામાયિકધર્મથી પ્રાપ્ત થતી સમાધિ સાધક અહીં જ અનુભવે છે. પૂજ્ય શ્રીઉમાસ્વાતિ વાચકપર કહે છે : 'नैवास्ति राजराज्यस्य, तत्सुखं नैव देवराजस्य । यत्सुखमिहैव साधोर्लोकव्यापाररहितस्य ॥१॥' લોકવ્યાપારથી રહિત એવા સાધુને આ લોકમાં જે સુખ છે, તે સુખ ચક્રવર્તીને અને ઇન્દ્રને પણ નથી. સમતા એટલે માત્ર ચિત્તની શાંત સ્થિતિ એટલું જ નહિ, સમતોમાં એથી ઘણું વિશેષ છે. - સમતા નિષ્ક્રિય નથી, સંપૂર્ણપણે સક્રિય છે. રસાધિરાજ શાંતરસ શાસ્ત્રનો સાર છે. ધર્મની પ્રત્યેક ક્રિયા સમતાપૂર્વક કરવાની છે. મૈત્રીઆદિ ભાવનાઓ પણ સમતાપૂર્વક સેવવાની છે. “સમતા વિણ જે અનુસરે, પ્રાણી પુણ્ય કામ, છાર ઉપર તે લીંપણું, ઝાંખર ચિત્રામ.” ધર્મ અનુપ્રેક્ષા • ૪૦૯ Page #427 -------------------------------------------------------------------------- ________________ 'संत्यज्य समतामेकां, स्याद्यत्कष्टमनुष्ठितम् । तदीप्सितकरं नैव, बीजमुप्तमिवोषरे ॥१॥' મોક્ષને સાધનારી સમતાને છોડીને જે જે કષ્ટકારી ક્રિયાઓ કરી હોય, તે ઉપર ભૂમિમાં વાવેલ બીજની જેમ વાંછિત ફળને આપનારી થતી નથી. સામાયિકધર્મની સાધના આત્માના વાસ્તવિક સમતારસને સિદ્ધ કરવાનો પરિપૂર્ણ પ્રયોગ છે. પૂજ્ય શ્રીયશોવિજયજી મહારાજ ફરમાવે છે કે_ 'किं स्तुमः समतां साधो, या स्वार्थप्रगुणीकृता । वैराणि नित्यवैराणामपि, हन्त्युपतस्थुषाम् ॥१॥' હે સાધુ ! અમે સમતાની કેટલી સ્તુતિ કરીએ ? કે જે સમતા આત્માને અર્થે સજ્જ કરવાથી પાસે રહેલા નિત્યવિરોધી જીવોના વૈરનો પણ નાશ કરે છે. ' ' સમતાપૂર્વક જ્ઞાન, ધ્યાન, ભાવના, સંયમ અને તપને વિષે સજજ થયેલા યોગી પુરુષની સમીપ રહેલા સિંહ અને મૃગ, બિલાડી અને હંસ, મોર અને સર્પનું જાતિ વૈર પણ નાશ પામે છે. આ રસાધિરાજ શાંતરસ અન્ય પ્રાણીઓના વૈરને પણ સમાવી દે છે. સમતા વિના દાન, તપ, સ્વાધ્યાય સાર્થક થતા નથી. किं दानेन तपोभिर्वा, यमैश्च नियमैश्च किम् । I hવ સમતા સેવ્યા, કારી સંસારવારથી II દાન વડે તથા તપ વડે કરીને શું? તથા યમ અને નિયમે કરીને પણ શું? માત્ર સંસારરૂપી સમુદ્રને વિષે વહાણ સમાન એક સમતાનું જ સેવન કરવું. સામાયિકધર્મની સમતાનું સ્વરૂપ આધ્યાત્મિક છે. સર્વોત્કૃષ્ટ કોટિનું છે. સામાયિકધર્મની સમતા સામાન્ય જીવન વ્યવહારમાં ઉચ્ચતા પ્રગટાવે છે, પરંતુ તેથી તેમાં ઘણું વિશેષ છે. આ સમતામાં એવું તે શું છે ? એમ કહી કોઈ તેની ઉપેક્ષા ન કરે. આ સમતા સાધકને આધ્યાત્મિક ક્ષેત્રની ઉચ્ચ-ઉચ્ચતર ભૂમિકાઓ ઉપર લઈ જાય છે. ઉપશમ સાર છે પ્રવચને આ રસાધિરાજ શાંતરસ દ્વારા આત્મા નિરપેક્ષ સુખ અને શાંતિ અનુભવે છે. 'स्वर्गसुखानि परोक्षाणयत्यन्तपरोक्षमेव मोक्षसुखम् । प्रत्यक्षं प्रशमसुखं न परवशं न च व्ययप्राप्तम् ॥१॥' । ૪૧૦ • ધર્મ અનુપેક્ષા Page #428 -------------------------------------------------------------------------- ________________ સ્વર્ગ સુખ પરોક્ષ છે. મોક્ષનું સુખ તો તેથી પણ વધારે પરોક્ષ છે. પ્રશમ સુખ પ્રત્યક્ષ છે અને પ્રાપ્ત કરવામાં કંઈ વ્યય નથી અને તે પરવશ નથી. - સમતાનું સુખ મનની સમીપે રહેલું છે. રાગદ્વેષાદિ રહિત મનની પરિણતિથી ઉત્પન્ન થયેલું સ્વાભાવિક અને સ્વાધીન એવું તે સુખ માત્ર અનુભવગમ્ય છે. રસાધિરાજ શાંતરસ દ્વારા પ્રગટતો આનંદ શબ્દો વડે વર્ણવી શકાતો નથી. આ આનંદનું વર્ણન થઈ શકતું નથી. ‘ક્ષળ શ્વેત: સમાષ્ય, સમતા ર્િ સેવ્યતે। - स्यात्तदा सुखमन्यस्य यद्वक्तुं नैव पार्यते ॥१॥' જો એક ક્ષણવાર પણ ચિત્તનું આકર્ષણ કરીને સમતાનું સેવન કરાય તો તેથી એવું સુખ થાય છે, જે બીજાને કહી શકાય નહિ. સમતાના આનંદને તે અનુભવનાર જ જાણે છે, બીજો કોઈ જાણી શકતો નથી. 'कुमारी न यथा वेत्ति सुखं दयितभोगजम् । न जानाति तथा लोको, योगिनां समतासुखम् ॥१॥ જેમ કુમારી કન્યા પતિના ભોગથી ઉત્પન્ન થયેલું સુખ જાણતી નથી, તેમ જ લોકો યોગીજનોના સમતાના સુખને જાણી શકતા નથી. સામાયિક એટલે આત્મા આત્માનું અનિર્વચનીય સુખ સમતા દ્વારા પ્રાપ્ત થાય છે. સામાયિકની સાધના દ્વારા પ્રાપ્ત થાય છે. નિશ્ચયનયની દૃષ્ટિએ આત્મા એ જ સામાયિક છે. સામાયિક એટલે આત્માનુભવ. શ્રીભગવતીસૂત્રના પ્રથમ શતકના નવમા ઉદ્દેશમાં શ્રીપાર્શ્વનાથ ભગવંતના ચાતુર્યમધર્મને અનુસરનારા શ્રીકાલાસ્યવેષિ અણગારે શ્રમણ ભગવંત શ્રીમહાવીર પ્રભુના પાંચ મહાવ્રતધારી સ્થવિરોને જે પ્રશ્નો પૂછ્યા હતા તેમાંનો એક પ્રશ્ન એ હતો – છે ? “ મે અગ્ગો ! સામારૂપ ? જે મે અન્નો ! સામાયસ્સ અટ્ટે ?'' હે આર્ય ભગવંતો ! આપનું “સામાયિક” શું છે અને સામાયિક”નો અર્થ શો તે વખતે સ્થવિરોએ જણાવ્યું હતું કે– ધર્મ અનુપ્રેક્ષા ૦ ૪૧૧ Page #429 -------------------------------------------------------------------------- ________________ “ગાય ને મળો ! સામgs, માયા ને મળ્યો ! સામરૂ અદ્દે ” , હે આર્ય ! આત્મા એ અમારું “સામાયિક” છે અને આત્મા એ જ અમારા સામાયિકનો અર્થ છે. સામાયિક એટલે આત્માની સ્વાભાવિક સ્થિતિને પ્રાપ્ત થવું. શુદ્ધ આત્મ પરિણતિરૂપ સામાયિક પ્રાપ્ત કરવા માટે બાહ્ય સાધના અનિવાર્ય છે. નિશ્ચય સામાયિક સાધ્ય છે, વ્યવહાર સામાયિક સાધન છે. ક્રમશ: અભ્યાસ દ્વારા બાહ્ય સાધના વડે વ્યવહાર સામાયિકના વારંવારના સેવનથી આત્માની સ્વાભાવિક સ્થિતિરૂપ સામાયિક પ્રગટે છે. વ્યવહાર નયની દૃષ્ટિએ આત્માની સ્વાભાવિક સ્થિતિ પ્રત્યે લઈ જનારા સર્વ સાધનો, ક્રિયાઓ કે અનુષ્ઠાનો એ “સામાયિક” છે. જો આપણે સામાયિકધર્મનું વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવું હશે, તો સામાયિક સંબંધી અનેક સૂક્ષ્મ તત્ત્વોની વિચારણા કરવી પડશે. જો આપણે રસાધિરાજ શાંતરસ સિદ્ધ કરવો હશે, તો સામાયિયોગનું પરિપૂર્ણ અવલંબન લેવું પડશે. આત્માનું ગૂઢ અને પરમ રહસ્ય જેમ સૂર્યની પ્રભા અંધકારનો નાશ કરે છે, તેમ કોટી કોટી જન્મો વડે બાંધેલા કર્મોનો આ શાંતરસ વડે નાશ થઈ જાય છે. જ્ઞાનનું ફળ પણ સમતા જ છે. જો સમતા ન હોય તો કદાગ્રહ વડે જ્ઞાન મિથ્યા બને છે. શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જ્યાં સમતા ન હોય ત્યાં ચારિત્ર પણ ન હોય. ઉપાય સમલૈવૈ, મુરજોઃ મિ . तत्तत्पुरुदर्भदेन, तस्या एव प्रसिद्धये ॥१॥' મુક્તિનો ઉપાય માત્ર એક સમતા જ છે અને તે સિવાયની બીજી સર્વ ક્રિયાઓ તે તે પુરુષના ભેદે કરીને તે સમતાની જ સિદ્ધિ માટે છે. આ રસાધિરાજ શાંતરસ એ આત્માનું ગૂઢ તત્ત્વ છે અને પરમ રહસ્ય છે. સામાયિયોગ વડે આ રસની સિદ્ધિ થાય છે. તેથી આ સમતાયોગ સર્વ યોગો કરતા ઉત્કૃષ્ટ યોગરૂપ છે. જેઓ અન્યલિંગે સિદ્ધ થયા છે, તેમને સિદ્ધપણું પામવામાં એક સમતા જ ૪૧૨• ધર્મ અનુપક્ષા Page #430 -------------------------------------------------------------------------- ________________ આધાર-અવલંબન છે. મુમુક્ષુએ સમતા પ્રાપ્ત કરવા, પુષ્ટ કરવા માટે જ પ્રયત્ન કરવો. સામાયિકધર્મના સાધકે વારંવાર વિચારવું કે, “સર્વ પ્રાણીને સુખ પ્રિય છે દુઃખ પર દ્વેષ છે, સર્વ પ્રાણીઓને મૃત્યુનો ભય છે અને જીવવાની ઇચ્છા છે, તેથી મારે સર્વ પ્રાણીનું હિત જ કરવું. કેમ કે તે સર્વ મારી સમાન જ ધર્મવાળા છે.” આ પ્રમાણેના વિચારથી સર્વત્ર સર્વ જીવ ઉપર સમષ્ટિ રાખવી. રસાધિરાજ શાંતરસ કોરી કલ્પના માત્ર નથી, પરંતુ સામાયિકધર્મની સાધનામાં વિશેષ પ્રગતિ થતાં પ્રગટતો આત્માનુભવ છે. મન એજ મહાવ્યાધિ જ્યાં સુધી જગત છે, ત્યાં સુધી ઉપાધિઓ રહેવાની. એ ઉપાધિઓ વૈરાગ્ય કરાવવામાં અગર થયેલા વૈરાગ્યની દૃઢતામાં કારણ બની શકે છે. જગતના પદાર્થોમાં મન ગયું કે અસ્વસ્થતા આવે છે. જગતના પદાર્થોને અડચા કે દાઝ્યા જ સમજવું. આ શરીર જ મહાઉપાધિ છે અને મન તેને “હું” કરીને માને તે મોટી વ્યાધિ છે. મન જો શરીરને બદલે આત્મામાં, પ્રભુમાં, સાક્ષીમાં સમી ગયું, તો પછી શરીર રહો કે જાઓ બંને સરખું છે. મન એ જ માયા છે. મન પકડાયું તો માયા પકડાઈ ગઈ સમજો. માટે શરીર વગેરેને ભૂલીને આત્મસ્થ રહેવામાં જીવનનું સાફલ્ય છે. આઘાતો આવવાના અને જવાના. તેમાં મનનું સમતોલપણું રાખવું એ જ ધર્મ છે. ધર્મ અનુપ્રેક્ષા ૦ ૪૧૩ Page #431 -------------------------------------------------------------------------- ________________ સામાયિક ધર્મનું વિજ્ઞાન સામાયિક ધર્મ સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ છે, કારણ કે જીવનની સર્વોત્કૃષ્ટ સ્થિતિ, શુદ્ધ આત્મતત્ત્વ પ્રગટાવવામાં તે અચૂક સહાયક છે. સામાયિક ધર્મની આરાધના સર્વ જીવો પ્રત્યેના સદ્ભાવ વડે જ શરૂ થઈ શકશે. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થની ચાર ભાવનાઓથી હૈયાને ઓતપ્રોત કર્યા વિના જડ અને જીવ પ્રત્યેના સમત્વની માત્ર વાતો વ્યર્થ છે. - શ્રેષ્ઠ મંગળનું મૂળ જીવરાશિ પ્રત્યેની મૈત્રી છે. પાપનું મૂળ પુદ્ગલરાશિ પ્રત્યેની આસક્તિ છે. પુદ્ગલરાશિ પ્રત્યેની આસક્તિ દૂર કરવાની છે અને સમસ્ત જીવરાશિ પ્રત્યે મૈત્રી ધરવાની છે. પુદ્ગલ ઉપરનો રાગ દૂર કરીને, જીવમાત્રના જીવત્વ ઉપર, જ્ઞાનાદિ ગુણો ઉપર રાગ કરવાનો છે. મોક્ષમાર્ગની સાધનામાં જીવની મૈત્રી અને જડની વિરક્તિ બંને અગત્યના છે. સંસાર તરફ જતી ચિત્તવૃત્તિને રોકવા માટે અને મોક્ષના મહામાર્ગ ઉપર લઈ જવા માટે મૈત્રીનો અભ્યાસ અને જડનો વૈરાગ્ય બંને જોઈએ. જીવની મૈત્રીવિહોણી માત્ર જડની વિરક્તિમાં મોક્ષ સુધી પહોંચાડનારું બળ નહિ પ્રગટે. જડની વિરક્તિ વિનાની માત્ર જીવની મૈત્રીની વાતો સંસારભ્રમણથી મુક્ત નહિ થવા દે. સંસારથી મુક્ત થવા માટે, મોક્ષ પ્રાપ્ત કરવા માટે બંને અગત્યના છે. સામાયિક એ જીવથી મૈત્રી અને જડથી વિરક્તિ માટેની સાધના છે. સામાયિક એ જીવનમાં જીવવાનો અભ્યાસ છે. સામાયિક એ આત્માને કર્મોથી મુક્ત કરવાની પ્રક્રિયા છે. સામાયિક એ આત્મસ્વરૂપનું પ્રાગટ્ય છે. સામાયિક એ આત્મા છે. સાધનાનું પરમ રહસ્યભૂત તત્ત્વ વિષયોની આસક્તિ એ કષાયની જડ છે. પરમેષ્ઠિઓની ભક્તિ એ મૈત્રીનું મૂળ છે. વિષયો સ્વયં જડ, અચેતન અને ભાવથી વિહીન છે. પરમેષ્ઠિઓ સર્વ શ્રેષ્ઠ ભાવોથી ભરેલા છે. પરમેષ્ઠિઓ પરમપદે બિરાજમાન છે. તેમાં કારણ તેઓનો જીવમાત્ર પ્રત્યે, જીવમાં રહેલા જીવત્વ પ્રત્યે, જ્ઞાનાદિ ગુણો પ્રત્યે પ્રગટેલો પ્રેમ છે. ચૈતન્યનો પ્રેમ એ મંગળનું મૂળ છે, જડનો પ્રેમ એ પાપનું મૂળ છે. ૪૧૪ • ધર્મ અનુપ્રેક્ષા Page #432 -------------------------------------------------------------------------- ________________ નવકાર સર્વ પાપોનો નાશક છે, કારણ કે તેમાંથી ચૈતન્ય ઉપરનો પ્રેમ અને જડ ઉપરનો વિરાગ ઉદ્ભવે છે. જડની પ્રીતિ અનાદિની હોવા છતાં વિષભરી છે. ચૈતન્યની પ્રીતિનો નવો પ્રારંભ હોવા છતાં તે નિત્ય વૃદ્ધિ પામનારી છે, અંત વિનાની છે. પરમેષ્ઠિઓ જ્ઞાનાનંદથી પૂર્ણ છે, જીવમાત્ર પ્રત્યે આત્મસમભાવથી ભરેલા છે. આત્મસમદર્શીત્વ એ બધા ગુણોનું મૂળ છે. એ ગુણ હોય તો બધા ગુણો ગુણ ગણાય છે. એ ન હોય તો બીજા ગુણો ગુણાભાસ છે. સામાયિક એટલે સર્વ જીવો આત્મતુલ્ય છે એવી સાધનાનો સક્રિય અભ્યાસ. જીવરાશિને આત્મસમ જોવી અને પુદ્ગલરાશિને આત્મભિન્ન જોવી એ મોક્ષનો માર્ગ છે. શ્રીપરમેષ્ઠિ ભગવંતોમાં આ બન્ને ગુણો પરાકાષ્ઠાએ પહોંચેલા છે. તેથી નવકારપૂર્વકના સામાયિક વડે જીવ સાથે તાદાભ્ય અને જડ સાથે ભેદ સાધી શકાય છે. જીવને જડ તત્ત્વ સાથે અનાદિકાળથી મૈત્રી છે. તે ચેતન તત્ત્વ સાથે જોડવી એ જ સર્વ સાધનાનું પરમ રહસ્યભૂત તત્ત્વ છે. સામાયિકની સાધનાનું આ ઐદંપર્ય છે. રત્નત્રયીનો સાર , સામાયિકધર્મ સ્પષ્ટપણે મોક્ષ માર્ગ દર્શાવે છે, અધ્યાત્મ અને યોગ બને સામાયિકમાં ભરેલા છે. નવકારના પરમેષ્ઠિવાચક પદો અધ્યાત્મના બીજ છે અને સામાયિકની કોઈ પણ ક્રિયામાં યોગ ભરેલો છે. યોગ ચિત્તધૈર્યરૂપ છે. અધ્યાત્મ ચિત્તવિશુદ્ધ રૂપ છે. સામાયિક વડે ચિત્તની સ્થિરતા સધાય છે, તેમ ચિત્તની વિશુદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. સામાયિકમાં સર્વોચ્ચ અધ્યાત્મ પ્રગટાવવામાં સહાયક સર્વ યોગો રહેલા છે. પંચપરમેષ્ઠિમાં પોતાનો આત્મા અને પોતાના આત્મામાં પંચપરમેષ્ઠિ જોવાનો અભ્યાસ, તે નવકારની સાધના છે. સર્વ જીવોમાં પોતાનો આત્મા અને પોતાના આત્મામાં સર્વ જીવોનો જોવાનો અભ્યાસ એ સામાયિકની સાધના છે. શ્રતધર્મનો સાર શ્રીનવપદમાં આત્મા અને આત્મામાં શ્રીનવપદ જાણવા તે છે. સર્વ જીવોમાં પોતાનો આત્મા અને પોતાના આત્મામાં સર્વ જીવોને જોવા તે છે મૃતધર્મ તથા ચારિત્રધર્મ પરસ્પર પૂરક છે. નવકાર અને સામાયિક પરસ્પર પૂરક છે. બન્ને પરસ્પર પૂરક એટલા માટે છે કે નવપદ સામાયિકમય છે અને સામાયિક અંતે નવપદમય છે, એ રીતે પરસ્પરનો અંતર્ભાવ કરી જાણે તે જ્ઞાની, ગીતાર્થ અને ધર્મ અનુપેક્ષા • ૪૧૫ Page #433 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રજ્ઞ છે અને તેણે જ રત્નત્રયીનો સાર મેળવ્યો છે, રત્નત્રયીનું ફળ પ્રાપ્ત કર્યું છે. તાત્ત્વિક ચિત્ત સમાધાન સંસારમાં બે વસ્તુઓ અત્યંત દુર્લભ છે. સજ્જનની સંગતિ અને સદ્ગુચન શ્રુતિ મહાપુણ્ય પ્રાપ્ત થાય છે. નવકારમાં આ અત્યંત દુર્લભ બન્ને વસ્તુઓ છે. સર્વ શ્રેષ્ઠ સજ્જનોની સંગતિ નવકા૨ વડે પ્રાપ્ત થાય છે અને નવકાર સ્વયં શ્રેષ્ઠ સદ્ગુચન છે. સર્વ સદ્ઘચનના સંગ્રહરૂપ ચૌદપૂર્વનો સાર નવકાર છે. સચન શ્રવણ અને સજ્જનની સંગતિનું ફળ ચિત્તનું સમાધાન છે અને તેનું જ સમતા સામાયિક છે. સાચું સુખ સંયોગમાં નથી પરંતુ ચિત્ત સમાધાનમાં છે. સમાધાન જીવનની શુદ્ધિ વિના થતું નથી, જીવનની શુદ્ધિ સમજણ વિના થતી નથી, તેથી ચિત્તના સમાધાન માટે સમ્યગ્દર્શન જ્ઞાન, ચારિત્ર ત્રણેય આવશ્યક છે. સામાયિકધર્મ જેટલો ઊંડો, વિશાળ અને વ્યાપક છે તેટલો તેનો સ્પષ્ટ બોધ થવા માટે સામાયિકવંતને નમવાની જરૂર છે. સામાયિકવંતનો, સર્વ વિરતિનો આદર એ સામાયિક ધર્મનો આદર છે, તેનું જ નામ નવકાર છે. સામાયિકમાં સર્વ જીવો સાથે, તેમના વર્તન સાથે અને સદ્ગુણો સાથે ઔચિત્યનો સંબંધ છે. જીવત્વેન સર્વ સમાન છે, તેથી મૈત્રી. કર્મ પરવશત્વેન સમાન છે, તેથી કરુણા અને માધ્યસ્થ. ક્ષયક્ષયોપશમત્વેન સમાન છે, તેથી સર્વ ગુણો પ્રત્યે સમાન પ્રમોદ. આ અનુક્રમે સામાયિકમાં રહેલી સામ, સમ અને સમ્મની ભાવના છે. સામ, સમ અને સમ્મ. સામ એટલે સર્વ જીવો સાથેના મૈત્રીના મધુર પરિણામ. સમ એટલે રાગદ્વેષમાં મધ્યસ્થપણાના તુલ્ય પરિણામ. સમ્મ એટલે ખીર-ખાંડની જેમ પરસ્પર મળી જવાના પરિણામ. સામમાં માધુર્ય છે. સમમાં ન્યાય છે. સમ્મમાં સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રનો અનુરૂપ સંયોગ છે. સામને સક્રિય બનાવવા માટે અહિંસા અને ઔદાર્ય સહાયક છે. ૪૧૬ ૦ ધર્મ અનુપ્રેક્ષા Page #434 -------------------------------------------------------------------------- ________________ સમને સક્રિય બનાવવા માટે ક્ષમા અને અને ઉપશમ સહાયક છે. સમ્મને સક્રિય બનાવવા માટે સદ્નાન અને અક્ષુદ્રતાદિ ગુણો સહાયક છે. · સામાયિકમાં સર્વ ધર્મોને આવરી લેવાની સર્વ સંયોગોને પચાવી લેવાની અને સર્વ પરિસ્થિતિઓને પહોંચી વળવાની તાકાત છે. સર્વ સંસારી જીવો, જીવો ઉપર લાગેલા કર્મના સર્વ વિપાકો, કર્મમુક્ત સિદ્ધ ભગવંતો તથા સિદ્ધિના સાધકો—આ સર્વ પ્રત્યે યથાયોગ્ય મન, વાણી અને કર્મથી થતું ઔચિત્યભર્યું સર્તન એ જ સામાયિકધર્મ છે. આ ધર્મ સર્વ ધર્મોમાં અગ્રણી છે. સામાયિકવાળું ચિત્ત સર્વ યોગોની વિશુદ્ધિવાળું હોવાથી શ્રેષ્ઠ છે, તેને વાસીચંદન કલ્પની ઉપમા છે. મનરૂપી ભૂત અહંની જાગૃતિને રોકવી એ જ જ્ઞાન, એ જ ભક્તિ અને એ જ યોગ છે. કયા કામને શ્રેષ્ઠ અને કયાને કનિષ્ઠ માનવું ? આત્માના રંગથી રંગાયેલું હોય તે શ્રેષ્ઠ છે. અહંના રંગથી રંગાયેલું કનિષ્ઠ છે. જગતમાં એક જ તત્ત્વ છે. બીજું છે જ નહિ. અહંને જગાડીને ભેદ અનુભવવો કે અહંને મટાડીને અભેદ અનુભવવો એ પોતાના હાથની વાત છે. ભેદાનુભવ એ દુઃખ અને અભેદાનુભવ એ જ સુખ છે. કાંઈ પણ દુઃખમય હોય કે વિરોધી જેવું લાગે ત્યારે એટલું જ વિચારવાનું કે - અહં એકદમ જાગી ઉઠ્યો છે. એ અહંની જાગૃતિ રોકવી એ જ ખરો યોગ, ખરું જ્ઞાન અને ખરી ભક્તિ છે. આત્માનુભવથી જ તે રોકાય છે. એટલે અનુભવ એ જ જીવન જીવવાની ચાવી છે. ભૂત પિશાચ વગેરે જગતમાં ક્યાં રહે છે ? એની વિચારણા પછી કરશું. • પહેલાં આપણું મન એ જ ભૂત છે. એ નિર્ણય પર આવીને તેની પક્કડમાંથી દૂર થવાની જરૂર છે. ધર્મ અનુપ્રેક્ષા • ૪૧૭ Page #435 -------------------------------------------------------------------------- ________________ સામાયિક ધર્મની સાધના પરિચય શ્રીભગવતી સૂત્રના પ્રથમ શતકના નવમા ઉદેશમાં શ્રી પાર્શ્વનાથ ભગવંતના ચાતુર્યામ ધર્મને અનુસરનારા શ્રીકાલાસ્યવેષિ અણગારે શ્રમણ ભગવંત શ્રીમહાવીર સ્વામીના પાંચ મહાવ્રતધારી સ્થવિરોને કેટલાક પ્રશ્નો પૂક્યા હતા. આ પ્રશ્નો પૈકીનો એક પ્રશ્ન એવો હતો કે :“ મો ! સામારૂ ? મળ્યો ! સામાફિયરલ ગદ્દે ?' હે આર્ય ભગવંતો ! આપનું સામાયિક શું? અને “સામાયિકનો અર્થ શો ? તેના પ્રત્યુત્તરમાં તે સ્થવિરોએ જણાવ્યું હતું કે“મા અજ્ઞો ! સામારૂ, માયા ને મળ્યો ! સામાફિયસ મટ્ટે ' હે આર્ય ! આત્મા એ અમારું “સામાયિક છે અને આત્મા એ જ “સામાયિક'નો અર્થ છે. નિશ્ચય દષ્ટિએ આત્મા એ જ સામાયિક છે, એટલે સામાયિકની ક્રિયા આત્મતત્ત્વને પ્રગટાવનારી છે, આત્મતત્ત્વનો અનુભવ કરાવનારી છે. વ્યવહાર દષ્ટિએ આત્માની સ્વાભાવિક સ્થિતિ પ્રત્યે લઈ જનારાં તમામ સાધનો, ક્રિયાઓ કે અનુષ્ઠાનો એ સામાયિક છે. સામાયિકને અર્થથી કહેનારા શ્રીઅરિહંત ભગવંતો છે અને સૂત્રથી ગૂંથનારા ગણધર ભગવંતો છે. કહ્યું છે કે : “અરિહંતો અર્થને કહે છે, શાસનના હિત માટે, ગણધરો તેને નિપુણ રીતે સૂત્રમાં ગૂંથે છે અને તેથી સૂત્ર પ્રવર્તે છે.” સામાયિકથી માંડીને ચૌદમું પૂર્વ બિંદુસાર સુધી શ્રુતજ્ઞાન છે. તે શ્રુતજ્ઞાનનો સાર ચારિત્ર છે અને ચારિત્રનો સાર નિર્વાણ એટલે મોક્ષસુખ છે. મોક્ષસુખ પ્રાપ્ત કરાવનારા સામાયિક માટે આવશ્યક સૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે'केण कयं सामायिकं ? अर्थं समाश्रित्य जिनवरैः सुत्तं गणहरेहिं !' (પ્રશ્ન) સામાયિક કોણે કર્યું? ૪૧૮ - ધર્મ અનુપેક્ષા Page #436 -------------------------------------------------------------------------- ________________ (ઉત્તર) અર્થની અપેક્ષાએ શ્રીજિનેશ્વર ભગવતોએ અને સૂકાની અપેક્ષાએ શ્રીગણધર ભગવંતોએ. * સામાયિક અધ્યયનનું સ્થાન આવશ્યક સૂત્રમાં પ્રથમ છે. તે માટે ખુલાસો કરતાં ટીકાકાર શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ ફરમાવે છે કે “સમભાવ લક્ષણવાળું સામાયિક એ અહીં પ્રથમ અધ્યયન છે. ચતુર્વિશતિસ્તવ આદિ તેના જ ભેદ હોવાથી સામાયિકને પ્રથમગપ્યું છે - કોઈ પણ તીર્થકરના તીર્થમાં કોઈ પણ મુનિ દીક્ષા અંગીકાર કરીને શ્રુતજ્ઞાનના પારગામી થયા હોય એમ જણાવવું હોય, ત્યારે શાસ્ત્રકારો નીચેના શબ્દોનો ઉલ્લેખ કરે છે. 'सामाइयमाझ्याइं एक्कारस अंगाइ अहिज्जइ ।' 'सामाइयाइं चोदृसपुव्वाइं अहिज्जइ ।' સામાયિક આદિ અગિયાર અંગોને ભણે છે અથવા સામાયિક આદિ ચૌદપૂર્વો– બાર અંગોને ભણે છે. - અહીં શાસ્ત્રકાર મહર્ષિઓ સામાયિકથી માંડીને અગિયાર કે બાર અંગનું અધ્યયન જણાવે છે, તેમાં પ્રથમ સામાયિક જ શા માટે ? શ્રીજિનમતમાં સામાયિક એ સાવઘયોગની નિવૃત્તિરૂપ અને નિરવઘયોગની પ્રવૃત્તિરૂપ છે. - સાવઘયોગથી વિરામ પામવું અને નિરવદ્યયોગોમાં પ્રવૃત્ત થવું અને પરિણામે સ્વ સ્વરૂપમાં સ્થિર થવું, એ ચારિત્રગુણનું લક્ષણ છે. ચારિત્રગુણ પાછળ સ્વ પર ઉભયના સર્વ પ્રકારના દુઃખોનો અંત આણવાની સર્વોત્કૃષ્ટ ભાવના છે અને એ ભાવનાની સિદ્ધિ સાવઘયોગના વિરામથી અને નિરવદ્યયોંગના આસેવનથી જ થઈ શકે છે. સાવદ્યયોગ એટલે પાપવાળો વ્યાપાર. પાપ અઢાર પ્રકારના છે, તેમાંથી એક પણ પાપ મન, વચન, કાયાથી સેવવું, સેવરાવવું કે સેવતાને સારું માનવું નહિ એ જાતની જીવનપર્યત કે નિયત કાળ માટેની પ્રતિજ્ઞા એ સામાયિક છે અને એ જ વાસ્તવિક ચારિત્ર છે.. એ ચારિત્રનું પાલન એ દ્વાદશાંગીનો સાર તે અને તેનાથી મોક્ષ નજીક આવે છે. આવા ચારિત્રગુણનો અભ્યાસ એ જીવની સદ્ગતિનું મૂળ છે અને તે માત્ર મનુષ્યનું જ નહિ પણ સચરાચર વિશ્વના તમામ જીવોની પીડા હરનારું અનુપમ સાધન છે. સ્વરૂપરમણતા કે આત્મગુણોમાં સ્થિરતા સુધી પહોંચવા માટે સામાયિક એ પરમધાર છે. ધર્મ અનપેક્ષા • ૪૧૯ Page #437 -------------------------------------------------------------------------- ________________ સામાયિક સૂત્ર નીચે પ્રમાણે છે करेमिभंते । सामाइयं, सावज्जं जोगं पच्चक्खामि । जाव नियमं पज्जुवासामि, दुविहं तिविहेणं, मणेणं वायाए काएणं, न करेमि न कारवेमि । तस्स भंते । पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि ॥ હે ભગવંત ! હું સામાયિક, સાવઘયોગનું પ્રત્યાખ્યાન કરું છું. જ્યાં સુધી હું નિયમને સેવું, ત્યાં સુધી મન, વચન, કાયા વડે અશુભ પ્રવૃત્તિ કરીશ નહિ કે કરાવીશ નહિ, હું સાવદ્યયોગનો ત્યાગ કરું છું. અત્યાર સુધી જે કંઈ સાવદ્યયોગો થયા હોય તેનું હું પ્રતિક્રમણ કરું છું, આત્મા સમક્ષ તેની નિંદા કરું છું, ગુરુ સમક્ષ તેની ગહ કરું છું અને સાવદ્ય પ્રવૃત્તિ કરનાર મારા (તે કષાયાત્મા) આત્માનો હું ત્યાગ કરું છું. પંચનમસ્કાર કરીને સામાયિક કરવાનું છે. નવકારના ફળ બે પ્રકારના છે. આલોકના ફળ અને પરલોકના ફળ. જેમાં પરલોકના ફલ સિદ્ધિગમન કે દેવલોક છે. અથવા ઉત્તમકુળમાં જન્મ અને બોધીલાભની પ્રાપ્તિ છે. નવકાર એ સામાયિકનું અંગ છે. સામાયિક સૂત્ર એ સામાયિકની પ્રતિજ્ઞારૂપ સૂત્ર છે. સૂત્રનું પ્રથમ પદ “ ' એટલે કરવાને ઇચ્છું છું, સ્વીકાર કરું છું. કોઈ પણ કાર્ય કરવા માટે પોતાના હૃદયમાં જાગેલી ઇચ્છા શિષ્ય ગુરુ પાસે નિવેદન કરવી જોઈએ. ત્યાર પછી તેમની આજ્ઞા પ્રાપ્ત થયા પછી જ તે અંગે પ્રવૃત્તિ થઈ શકે. પ્રથમપદના આ અર્થમાં વિનયગુણનો યોગ્ય ઉપચાર છે. “ભંતેના ત્રણ અર્થ છે. ભદંત એટલે કલ્યાણ કરનાર. ભયાત એટલે ભયનો અંત કરનાર. ભવાન્ત એટલે ભવનો અંત કરનાર. આ શબ્દ પૂજયભાવનો બોધક છે. સામા”િ એટલે સામાયિકને. જ્ઞાનદર્શન ચારિત્રરૂપી જે ભાવ “સમ' તેનો “આય એટલે લાભ, તે સામાયિક. ૪૨૦ • ધર્મ અનુપ્રેક્ષા Page #438 -------------------------------------------------------------------------- ________________ સામ, સમ અને સમ્મ એ ત્રણ સામાયિકના પર્યાય શબ્દો છે. परदुःखाकरणपरिणामो भावसामः । અન્યને દુઃખ નહિ ઉપજાવવાનો આત્મપરિણામ એટલે ભાવસમ. ‘“અહવા સામે મિત્તી ।' સામ, અહિંસા એટલે અથવા સામ એટલે મૈત્રી. આ પ્રકારના ‘સામનો જે લાભ તે સામાયિક. સામ એટલે મધુર પરિણામ. સર્વ જીવો સાથે મૈત્રીના પરિણામ, શાંતિ, નમ્રતા. સમ એટલે ત્રાજવા જેવા માન પરિણામ, રાગદ્વેષમાં મધ્યસ્થપણું, સર્વ સંયોગો અને વિયોગો પ્રત્યે સરખા પરિણામ. સમ એટલે સમસ્થિતિ, વિષમતાનો અભાવ, સ્વરૂપલીનતા કે સ્વરૂપમાં મગ્નતા. અનાદિકાળથી આત્માની સ્થિતિ વિષમ છે, તે મટાડીને સમ કરવી. સમ એટલે સમભાવ, મિત્રતા કે બંધુત્વ, અન્ય સર્વ જીવોને પોતાના આત્માતુલ્ય માની તેમની સાથે સમાન રીતે વર્તવું. 7 સમ એટલે રાગદ્વેષ ‘રહિત અવસ્થા, મધ્યસ્થતા કે વીતરાગતા. આસક્તિના કારણે પદાર્થોમાં કરેલી મનોજ્ઞ અને અમનોજ્ઞ અથવા ઇષ્ટ અને અનિષ્ટ કે પ્રિય અને અપ્રિયની કલ્પના દૂર કરવી. સમ્મ એટલે ખી૨ખાંડની જેમ પરસ્પર મળી જવાના પરિણામ જ્ઞાન, દર્શન, ચારિત્રની એકતાના પરિણામ, ચારિત્રરૂપી ખીરની સાથે જ્ઞાન દર્શનરૂપી ખાંડનું એકત્ર મળી જવું તે સમ્મ પરિણામ છે. સામાયિક એ સર્વ પાપ વ્યાપારોના ત્યાગની અને નિષ્પાપ વ્યાપારોના સેવનની પ્રતિજ્ઞારૂપ છે, તેથી તેમાં સર્વ જીવોની મૈત્રી, સર્વ સંયોગોમાં માધ્યસ્થ્ય અને સર્વ સદ્ગુણોના પાલન પ્રત્યેનો ઉત્સાહ તે રૂપ પ્રશસ્ત અધ્યવસાય રહેલા છે. હે પૂજ્ય ! જ્ઞાન દર્શન ચારિત્રના લાભને હું સ્વીકાર કરું છું. મોક્ષના સાધનરૂપ જ્ઞાનાદિ પ્રવૃત્તિઓનો હું સ્વીકાર કરું છું. સાવદ્ય એટલે અવઘથી, પાપથી સહિત. મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ આ ત્રણ અવઘ છે. યોગ એટલે પ્રવૃત્તિ, વ્યાપાર. સાવદ્ય યોગના, પાપવાળી અશુભ પ્રવૃત્તિના હું પચ્ચક્ખાણ કરું છું. ધર્મ અનુપ્રેક્ષા ૦ ૪૨૧ Page #439 -------------------------------------------------------------------------- ________________ જ્ઞપરિક્ષાથી જાણવું અને પ્રત્યાખ્યાન પરિક્ષાથી પરિહરવું, છોડવું. સંસારના કારણભૂત સર્વ મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિના વ્યાપારને જાણીને તેનાથી હું વિરમું છું, તે છોડી દઉં છું. તેનો ત્યાગ કરું છું, નિષેધ કરું છું. સામાયિક એ સમભાવને સાધવાની ક્રિયા છે. તેનો સંબંધ મુખ્યત્વે ચિત્તની શુદ્ધિ સાથે છે. ચિત્તની શુદ્ધિ આર્દ્રધ્યાન અને રૌદ્રધ્યાન છોડવાથી તથા ધર્મધ્યાન અને શુક્લધ્યાન ધારણ કરવાથી થાય છે. તેવું ધ્યાન એક જ વિષય પર એક અંતર્મુહૂર્ત કે બે ઘડીથી વધારે વાર ટકી શકતું નથી, તેથી સામાયિક વ્રતનો કાલ એક મુહૂર્ત કે બે ઘડીનો ઠરેલો છે. શ્રીપાર્શ્વદેવે શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે— ‘व्रतावस्थानकालश्च जघन्येनापि किल मुहूर्तः ।' વ્રતોનો અવસ્થાન-કાલ ઓછામાં ઓછો મુહૂર્ત જેટલો હોય છે, એક મુહૂર્તની ૪૮ મિનિટ થાય છે. જ્યારે મુમુક્ષુ સંવેગ પામીને, સંસારના સ્વરૂપથી તથા કામભોગો પ્રત્યે નિર્વેદ અનુભવીને સાધુ જીવનની પવિત્ર દિક્ષા ગ્રહણ કરે છે ત્યારે જે પાઠ બોલે છે ત્યાં નાવગ્નીવાર્ બોલે છે, એટલે તેનું સામાયિક જીવનભરનું બની જાય છે. વળી તે સામાયિક ત્રિવિધ-ત્રિવિધ ઉચ્ચારવામાં આવે છે, એટલે કે તેમાં સાવઘયોગનું પ્રત્યાખ્યાન મન, વચન અને કાયાથી કરવું નહિ, કરાવવું નહિ અને અનુમોદવું નહિ, એ રીતે નવ કોટિથી થાય છે, તેથી તેને સર્વવિરતિ સામાયિક કહેવાય છે. જ્યારે શ્રાવક-શ્રાવિકાઓ જે સામાયિક કરે છે, તે દેશવિરતિ સામાયિક કહેવાય છે. શાસ્ત્રમાં સામાયિક ચાર પ્રકારના કહ્યા છે. શ્રુતસામાયિક એટલે જિનોક્ત તત્ત્વોનું સંક્ષેપથી કે વિસ્તારથી જ્ઞાન અને તેથી ઉપજતો અવિપરીત બોધ. સમ્યક્ત્વ સામાયિક એટલે મિથ્યાત્વમલનો અપગમ અને તેથી ઉપજતી જિનવચનમાં શ્રદ્ધા. દેવરિત સામાયિક એટલે પાપની આંશિક નિવૃત્તિરૂપ પ્રયત્ન. સર્વવિરતિ સામાયિક એટલે પાપથી સર્વંશ નિવૃત્તિરૂપ પ્રયત્ન. શ્રુતસામાયિક અમુક સમય સુધી શાસ્રપાઠ ભણવાના નિયમરૂપ છે, સમ્યક્ત્વ સામાયિક શ્રદ્ધાગુણની શુદ્ધિરૂપ છે, દેશવિરતિ સામાયિક બે ઘડી પ્રમાણ સાવઘ ૪૨૨ • ધર્મ અનુપ્રેક્ષા Page #440 -------------------------------------------------------------------------- ________________ વ્યાપારના ત્યાગના નિયમરૂપ છે. સર્વવિરતિ સામાયિક જીવન પર્યંત નિરવ વ્યાપારના પાલનની પ્રતિજ્ઞારૂપ છે. • શ્રુતસામાયિક શાસ્ત્રાભ્યાસ વડે થઈ શકે છે. સમ્યત્વ સામાયિક શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય આદિ ગુણોના આસેવન વડે થઈ શકે છે. દેશવિરતિ સામાયિક સ્થૂલ હિંસા, સ્થૂલ અસત્ય વગેરે પાપ વ્યાપારોને તજવા વડે થઈ શકે છે. | સર્વવિરતિ સામાયિક હિંસાદિક પાપ પ્રવૃત્તિઓનો સર્વથા ત્યાગ કરવા વડે થઈ શકે છે. શ્રુતસામાયિક એટલે સર્વ આત્માઓને જિનવચનાનુસારે આત્મસ્વૈન સમાન જાણવા ઇત્યાદિ. સમત્વ સામાયિક એટલે સર્વ આત્માઓને આત્મસ્વૈન સમાન સહવા ઇત્યાદિ.. દેશવિરતિ સામાયિક એટલે સર્વ આત્માઓને નિષ્કારણ અપીડવા ઇત્યાદિ. સર્વવિરતિ સામાયિક એટલે સર્વ આત્માઓને સર્વથા અપીડવા ઇત્યાદિ. તિવિહં તિવિહેણું એટલે ત્રણ યોગ, ત્રણ કરણ વડે મનથી કરું નહિ, કરાવું નહિ અને અનુમોદું નહિ, ત્રણ પ્રકાર–વચનથી કરું નહિ. કરાવું નહિ, અને અનુમોદું નહિ, ત્રણ પ્રકાર કાયાથી કરું નહિ, કરાવું નહિ, અને અનુમોદુ નહિ. મન, વચન, કાયાથી વર્તમાન સમયથી માંડીને મારું આયુષ્ય છે ત્યાં સુધી સાવઘ કરું નહિ, કરાવું નહિ, કરનારને સારો માનું નહિ. હે ભગવંત ! પૂર્વે જે કંઈ પાપ કર્યું હોય, કરાવ્યું હોય અને અનુમોડ્યું હોય તેને સારું માનું નહિ, તે પાપનું હું પ્રતિક્રમણ કરું છું. અપરાધની વિશુદ્ધિ માટે આત્મ સાક્ષીએ નિંદા કરું છું, પર સાક્ષીએ ગહ કરું છું, અને મારા કષાયાત્માને વોસિરાવું છું. . નિંદા એટલે આત્મસંતાપ. નિંદા કરીને પણ તેનું આસેવન કરે તે દ્રવ્ય નિંદા. ભાવનિંદા એટલે આ મેં દુષ્ટ કર્યું, આ મેં દુષ્ટ કરાવ્યું, આ મેં દુષ્ટનું અનુમોદન કર્યું, આ પ્રમાણે પશ્ચાત્તાપ કરતો અંતરમાં ગ્લાનિ અનુભવે. ગઈ એટલે બીજાની પાસે પ્રગટ કરે છે. દ્રવ્ય ગઈ એટલે બીજાની સાક્ષીમાં બાહ્ય આલોચન કરે. ધર્મ અનપેક્ષા • ૪૨૩ Page #441 -------------------------------------------------------------------------- ________________ ભાવ ગઈ એટલે ગુરુ પાસે જઈને વિનયપૂર્વક અંજલિ કરી જેમ પોતાની જાત પાસે નિંદા કરે તેમ ગુરુ પાસે અંતરથી નિવેદન કરે. સામાયિકની પ્રતિજ્ઞા એટલે બે ઘડી માત્ર પણ સમભાવમાં રહેવાની પ્રતિજ્ઞા છે. ત્રણ યોગ, ત્રણ કરણ વડે સાવદ્ય વ્યાપાર એટલે મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ, તેનો ત્યાગ, પૂર્વે સેવેલા સાવદ્ય વ્યાપારની નિંદા, વર્તમાનનો ત્યાગ, ભવિષ્યમાં નહિ કરવાની ભાવના તેમાં ભરી છે. પડિક્કમામિ એ વૈરાગ્ય વાચક છે. અહીં વૈરાગ્ય એ વિવેચન તુલ્ય છે. નિંદા એ જ્ઞાનવાચક છે, જ્ઞાન કુપથ્ય ત્યાગના અધ્યવસાયરૂપ છે. ગાહ એ શ્રદ્ધાવાચક છે. શ્રદ્ધા એ પથ્ય સેવનની લાલસારૂપ છે. વ્યુત્સર્ગ એ ચારિત્રવાચક છે ચારિત્ર એ રસાયન સેવન તુલ્ય છે. પડિક્કમામિ, નિંદામિ, ગરિયામિ, અપ્પાણે વોસિરામિ આ ચારે પદો ભાવશુદ્ધિ માટે, ચિત્ત વિશુદ્ધિ માટે અત્યંત આવશ્યક છે. અનુપયોગ હોય તે દ્રવ્ય કાયોત્સર્ગ છે અથવા ધર્મના અનુષ્ઠાનમાં પ્રવૃત્ત હોય, કાઉસ્સગ્નમાં રહેલો હોય અને આર્તરૌદ્ર ધ્યાન સહિત હોય તે દ્રવ્ય કાયોત્સર્ગ છે. ભાવ કાયોત્સર્ગમાં આત્મા, કાયાનું ભાન છોડી દઈને અંતરાત્મભાવમાં પ્રવેશે છે અને ત્યાં રહીને પરમાત્માનું સ્મરણ કરે છે. ત્યારે અંતરાત્મભાવને પણ ભૂલીને પરમાત્મભાવમાં તલ્લીન થાય છે. એ તલ્લીનતાથી આત્મ પ્રદેશોમાં વ્યાપેલા અશુભ કર્મોનો ઘાત થાય છે. સામાયિકની જનેતા અષ્ટ પ્રવચન માતાઓ છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ અષ્ટ પ્રવચન માતા છે, સમ્યફ પ્રવર્તનમાં સમિતિ છે અને નિગ્રહમાં ગુપ્તિ છે. સામાયિકનું મૂળ આ અષ્ટ પ્રવચન માતા છે.. સામાયિકમાં મોક્ષસાધક સર્વ યોગ માર્ગનો સંગ્રહ છે.. નવકાર અને કરેમિભંતે ધર્મના આરંભ અને સમાપ્તિ હોવાથી નવકારને શ્રુતનો સાર અને કરેમિભંતેને શ્રુતનો સંક્ષેપ કહ્યો છે. સંક્ષેપ એટલે ટુંકો અર્થ અને સાર એટલે ફળ. સામાયિકરૂપ દ્વાદશાંગીના ટુંકા અર્થની સાચી સાધના વડે પરમેષ્ઠિપદની પ્રાપ્તિ થાય છે. ૪૨૪ • ધર્મ અનપેક્ષા Page #442 -------------------------------------------------------------------------- ________________ : પ્રકાશક : ભદ્રંકર પ્રકાશના 49/1, મહાલક્ષ્મી સોસાયટી, શાહીબાગ, અમદાવાદ - 380004. V VARDHMAN 079-22860785 M:9227527244