________________
છે, તે આપણે સારી રીતે સમજી શકીએ છીએ.
શાસ્ત્રકારોએ ઉ૫૨ની વાત ફરમાવવા સાથે એમ પણ ફરમાવ્યું છે કે–જો એ ચક્રવર્તીઓ જીવતે જીવતે એ નવ નિધાનોનો ત્યાગ કરી દે અને ભાવનિધાનનોને પ્રગટ કરવા માટે જિનેશ્વરદેવનું સાધુપણું સ્વીકારી, આજ્ઞાપૂર્વક તેનું પાલન કરે તો એ ચક્રવર્તીનો જીવ આઠે કર્મોનો ક્ષય કરીને મોક્ષે જાય અને જેઓ તે ભવમાં આઠે કર્મનો ક્ષય થાય તેવો પુરુષાર્થ ન કરી શકે તેઓ દેવલોકમાં જાય અને દેવલોકમાંથી ચ્યવ્યા બાદ એ જીવ ભાવનિધાનોને પ્રગટ કરવા એવો પુરુષાર્થ કરે કે—અલ્પકાળમાં તેના સર્વકર્મો ક્ષય થઈ જાય.
શાસ્ત્રકાર મહર્ષિઓએ કહેલી આ બે વાતો ઉપર શ્રદ્ધા થઈ ગયા પછી આ દેવદુર્લભ મનુષ્યભવ પામીને કયા નિધાન માટે મહેનત કરવા જેવી છે, તે વાત આપોઆપ સમજાઈ જશે.
વર્તમાન અવસર્પિણીમાં આ ભરતક્ષેત્રના બાર ચક્રવર્તીઓ પૈકી દશ ચક્રવર્તીઓએ દ્રવ્યનિધાનનો ત્યાગ કરી દઈને ભાવનિધાનોને પ્રગટ કરવાનો પુરુષાર્થ આદર્યો હતો, એથી એ દસમાંથી આઠ તો એ જ ભવમાં મોક્ષે ગયા છે અને બે ચક્રવર્તીઓ આરાધના અધૂરી રહેવાથી દેવલોકે ગયા છે. જ્યારે સુભૂમ અને બ્રહ્મદત્ત ચક્રવર્તી મરતાં સુધી દ્રવ્યનિધાનનો ત્યાગ નહિ કરી શકવાથી મરીને સાતમી નરકમાં ઉત્પન્ન થયા છે.
આમ દ્રવ્યનિધાન એ દુર્ગતિનું કારણ છે અને ભાવનિધાન એ મોક્ષનું અને સદ્ગતિનું કારણ છે. હવે ક્યા નિધાનને ઇચ્છવું તે આપણે પોતે જ વિચારી લેવાનું રહે છે.
સંસારમાં દુ:ખથી સંતપ્તપણે જો ભટકયા જ કરવું હોય તો દ્રવ્યનિધાનની ઇચ્છામાં અને તે મેળવવા ભોગવવા વગેરેની મહેનતમાં પડવું, પણ જો સંક્લેશરહિત સુખની ઇચ્છા હોય તો ભાવનિધાન પામવાની અને તેને સેવવાની મહેનતમાં રહેવું. જીવે આ વિચાર વારંવાર કરવો કે જેથી સંસારના સુખની ઇચ્છા સતાવી જાય નહિ અને મોક્ષની ઇચ્છા મંદ બની જાય નહિ.
હવે આપણે એ વિચારીએ કે ભાવનિધાન ક્યા છે અને કેટલા છે ? કેવળજ્ઞાનીની અપેક્ષાએ વિચારીએ તો નવ પ્રકારની ક્ષાયિક લબ્ધિઓ એ એમના નવ નિધાન છે :
ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૫