________________
પામે છે ? જો તું નિધાનનો અર્થી છે, તો સ્થિરતા તારી પાસે જ રહેલ નિધાનને દેખાડશે.
આત્માના સ્વાભાવિક એવા જે જ્ઞાનાદિ ગુણો, એ એવા નિધાનરૂપ છે કે—એ નિધાનોની તુલનામાં જગતનો કોઈ પણ પદાર્થ મૂકી શકાય તેમ નથી. આ ઉપરાંત આપણને એમ પણ લાગશે કે—આપણો આત્મા ગુણ નિધાનોનો સ્વામી હોવા છતાં, આજે આપણા એ ગુણરૂપી નિધાનો કર્મરૂપી કચરા નીચે દબાઈ ગયા છે. પણ આપણે એ ગુણરૂપી નિધાનોને પ્રગટ કરવા છે. એ ગુણરૂપી નિધાનો તો જ પ્રગટ થઈ શકે કે જો આપણે એના ઉપર જે કર્મરૂપી કચરો પડ્યો છે તેને દૂર કરી શકીએ. એ કચરાને દૂર કરવાનો સહેલો અને પહેલો ઉપાય એ છે કે—જેમણે એ કચરો સર્વથા દૂર કર્યો છે અને જેઓ એ કચરાને દૂર કરવાનો તનતોડ પ્રયત્ન કરી રહ્યા છે—એ પંચપરમેષ્ઠિ ભગવંતોની શરણાગતિ સ્વીકારવી. એમની શરણાગતિ સ્વીકાર્યા વિના કોઈ પણ જીવ પોતાના ગુણોને પ્રગટ કરી શક્યો નથી અને પ્રગટ કરી શકશે પણ નહિ.
એમની શરણાગતિ સ્વીકારવી એટલે, એમની આજ્ઞા મુજબ પોતાની ભૂમિકાને અનુરૂપ જીવન જીવવું. આવી સમજના કારણે આપણને એમ થશે કે—જગતનો મોટો ભાગ અણસમજથી નાશવંત અને કર્મરૂપી કચરાને વધારે તેવા નિધાનની પૂંઠે પડીને દુ:ખી દુ:ખી થઈ રહ્યો છે. આથી તે લોકોને હું સાચા નિધાન વિષે કાંઈ સમજ આપું.
જગતમાં મોટામાં મોટા જે નવ નિધાન ગણાય છે, તે નવેય નિધાનો ચક્રવર્તી થનારા દરેક જીવને પ્રાપ્ત થાય છે. એ નવે નિધાનોને દ્રવ્યનિધાન કહેવાય છે. એ નવેય દ્રવ્યનિધાન જેમને મળે છે, તેઓ જો એ નિધાનમાં આસક્ત બનીને પોતાનું જીવન પૂરું કરે તો એ નિધાનના ઉપભોગના પ્રતાપે અને એની આસક્તિના કારણે તેમને જે ફળ મળે છે, તે ફળ શાસ્ત્રોમાં બતાવ્યું છે. જો એ ફળ આપણા જાણવામાં આવે તો આપણને દ્રવ્યનિધાનની ઇચ્છા પણ ભયંકર નુકશાન કરનારી છે એમ લાગે. આપણને કદાચ સંજોગવશાત્ કોઈ દ્રવ્યનિધાનની ઇચ્છા થઈ પણ જાય, તોય આપણને લાગે કે—આ ઇચ્છા પણ મારું ભૂંડું કરનારી છે, તો પછી એ દ્રવ્યનિધાનના ભોગ આદિના ફળની તો વાત જ શી કરવી ? અને એથી આપણી દ્રવ્યનિધાનની ઇચ્છા પહેલાં તો પાંગળી બની જશે અને પછી એ ઇચ્છા સર્વથા નામશેષ થઈ જશે.
શાસ્ત્ર ફરમાવે છે કે દરેક ચક્રવર્તી નવે નિધાન પ્રાપ્ત કરે છે અને જો એ ચક્રવર્તી એ નિધાનોનો ભોગવટો કરતે કરતે મરણ પામે તો મર્યા બાદ નિયમા નરકે જાય છે. આટલા વિવેચન ઉપરથી દ્રવ્યનિધાનના ભોગવટાનો કેવો બૂરોં નતીજો આવે ૩૪ ૦ ધર્મ અનુપ્રેક્ષા