________________
શિવમસ્તુ સર્વજગતઃ
(જગતના સર્વ જીવોના કલ્યાણની ભાવનાના મહા છંદ સરખો આ લેખ, જગતના સર્વ જીવો સાથે આત્મભાવ કેળવવામાં સુંદર માર્ગદર્શન કરાવે છે. સં.)
અનાદિ, અનંત એવા આ સંસારમાં આપણે અનાદિકાળથી ચારગતિરૂપ સંસારમાં વિષય-કષાયને આધીન બનીને પરિભ્રમણ કરી રહ્યા છીએ. આજ સુધીમાં આપણે જીવવાને માટે, આપણા દુઃખના નિવારણના આશયથી અને આપણે માનેલા સુખની આપણને પ્રાપ્તિ થાય એ હેતુપૂર્વક, કદાચ અનંતાનંત જીવોનો સહારો લીધો હશે. એ અનંતા જીવોમાંથી મોટા ભાગના જીવોને તો આપણે મોટે ભાગે દુઃખ જ દીધું હશે. એ વખતે તો આપણને ભાન પણ નહોતું કે આપણે આપણા ક્ષણિક અને કલ્પિત સ્વાર્થને માટે આ શું કરી રહ્યા છીએ ? પણ આજે આપણને એ વાતનું ભાન થયું છે, કારણ કે આપણને આપણી સુંદર ભવિતવ્યતાના યોગે અને આપણાથી થઈ ગયેલા સુંદર પુણ્યના ઉદય આદિના યોગે શ્રીજિનેશ્વર ભગવંતોએ પ્રવર્તાવેલા પરમતારક શાસનની નિકટતા પ્રાપ્ત થઈ છે.
અને એથી જ આપણને એ વિચાર આવે છે કે, અત્યાર સુધી આપણે જે જે જીવોનો જીવવા વગેરે માટે સહારો લીધો અથવા તો આપણે આપણા સ્વાર્થથી પ્રેરાઈને જે જે જીવોને અત્યાર સુધીમાં દુ:ખી કર્યા, તે તે જીવો પ્રત્યે આપણું કર્તવ્ય શું છે ?
હવે આપણે સમજુ બન્યા પછી તો અણસમજુની જેમ વર્તી શકીએ જ નહિ, પણ સમજુ બન્યા પછી તો આપણું વર્તન એવું હોવું જોઈએ કે જે વર્તનથી સુજ્ઞજન જાણી શકે કે, ‘આ સમજુ છે.’
એટલે આપણામાં જો કૃતજ્ઞતા હોય તો આપણને એમ થાય કે આજ સુધીમાં આપણે તો જગતના જીવ માત્રના ઋણી-દેવાદાર બની ગયા છીએ. અને આપણને એ ઋણને અદા કરવાનો હવે મોકો મળી ગયો છે.
કૃતજ્ઞતા એ ધર્મની પ્રાપ્તિ અને પ્રાપ્ત ધર્મની સ્થિરતા માટે પ્રાથમિક ગુણ છે. પણ એ એવો ગુણ છે કે તેના વિના મહાધર્મીને પણ ચાલે નહિ. એટલે આ ગુણની અપેક્ષાએ પણ આપણને એમ થવું જોઈએ કે—સારાય જગતના જીવો નિરુપદ્રવ દશાને પામો ! અને મેં જેમ સ્વાર્થરક્ત બનીને અનંતા જીવોને હાનિ કરી તેમ તેઓ સ્વાર્થરક્ત બનીને અનંતા જીવોને હાનિ ન કરો, પણ પરહિતરત બનીને જીવ માત્રના હિતની કામનામાં રક્ત બનો, અને એ કામનાને અનુકૂળ એવી શક્ય તથા શિષ્ટ પ્રવૃત્તિમાં રક્ત બનો.
આપણે જો વિચાર કરીએ તો આપણને લાગશે કે આપણા આજ પર્યંતના
ધર્મ અનુપ્રેક્ષા - ૧૧
•