________________
અનંતકાલીન જીવનમાં ભાગ્યે જ કોઈ જીવ એવો હશે કે જેની સાથે આપણે માતાપિતાદિક કોઈ પ્રકારનો સંબંધ નહિ બાંધ્યો હોય. આ વાત ધ્યાનમાં આવે એટલે અન્ય સર્વ જીવોને આપણા સંબંધી તરીકે જોવાની અનુપમ નિર્મળ દૃષ્ટિ આપણને પ્રાપ્ત થાય અને એથી એમ થાય કે, આ સર્વ જીવો નિરુપદ્રવી બનો, પરહિતકર બનો, દોષરહિત બનો. અને એમ કરીને સર્વ પ્રકારે સુખી બનો !
બીજી પણ એક દૃષ્ટિ છે.
પરહિતરતપણું એ એક પ્રકારે પ્રાયશ્ચિત્તરૂપ છે. આજ પર્યંત આપણે જગતના જીવોને જે દુઃખ ઉપજાવ્યું, ક્લેશ ઉપજાવ્યો, ત્રાસ આપ્યો, એ વગેરેને જવાબ મળે એવું આપણે શું કરી શકીએ ? આપણે કાંઈ એવા જ્ઞાની તો નથી કે ક્યારે, કોનું, શું આપણે બગાડ્યું છે તે બધું જાણી શકીએ. અને આપણે એવા શક્તિશાળી પણ નથી કે એ જાણીને એ જીવોનું બધું જ ભલું કરી શકીએ. પણ આપણામાં એક સામર્થ્ય તો રહેલું જ છે અને તે છે માનસિક. એ જીવો ક્યાંય પણ હોય, એ જીવો કોઈ પણ હોય. પણ આપણે એ જીવોના હિતની-ભલાની ભાવના તો ભાવી જ શકીએ છીએ અને સાચા હૃદયની ભાવના એ તો સર્વશ્રેષ્ઠ પરિબલને ધરનારી વસ્તુ છે.
આ સંસારમાં જીવે વચન અને કાયાથી જેટલાં પાપ ઉપાĒ છે તે કરતાં અનંતગુણાં પાપ મનથી ઉપાĒ. છે. એમ ભલું પણ વચન અને કાયાથી જે થઈ શકે છે તેનાથી અનન્તગણું ભલું મનથી થઈ શકે છે. મનને જો કેવળ સ્વ-પરના ભલામાં યોજવું હોય તો આપણે શું કરવું જોઈએ ? સૌથી પહેલાં તો આપણે એ ઇચ્છીએ કે જીવ માત્રને સર્વદેશ અને સર્વકાલે સર્વ પ્રકારનું નિરૂપદ્રવપણું પ્રાપ્ત થાઓ ! પછી ઇચ્છીએ કે—જીવ માત્ર પરહિતને વિષે રત બનો ! પછી થાય કે, એટલાથી એ સુખી થાય ? ના, માટે ઇચ્છીએ કે, જીવ માત્ર દોષથી (પાપથી) મુક્ત બનો. અને જ્યાં દોષ (પાપ) નથી ત્યાં દુ:ખ નથી અથવા દુ:ખ રહી શકવાનું નથી એ નિશ્ચિત વાત છે.
જો આ વાત આપણે આપણા આત્માની સાથે વિચારીએ તો આપણને થાય કે—હું શું ઇચ્છું છું ? હું જે કાંઈ પણ મને મળે એમ ઇચ્છું છું, તે જીવ માત્રને મળે તો સારું એમ મારે ઇચ્છવું જોઈએ. એટલા જ માટે શાસ્ત્રકાર પરમર્ષિએ શ્રીબૃહત્કલ્પમાં ફરમાવ્યું છે કે–
जं इच्छसि अप्पणतो जं च ण इच्छसि अप्पणतो ।
તે ફચ્છ પરÆ વિ યા, પુત્તયાં નિાસામળયું ॥ (બૃહત્કલ્પ-ભા. ૪-ગા. ૪૫૮૪)
આ ગાથામાં શ્રીજિનશાસનનો સાર છે. આટલામાં તો આખું શ્રીજિનશાસન સમાઈ જાય છે. આપણે જે સુખાદિકને ઇચ્છતા હોઈએ તે સુખાદિક જગતના જીવ માત્રને મળે એવું ઇચ્છીએ અને જે દુઃખાદિકને આપણે ઇચ્છતા ન હોઈએ તે દુઃખાદિક જગતના જીવ માત્રને ન મળે એવું ઇચ્છીએ, એ જ આપણે શ્રીજૈનશાનને પામ્યાનો ખરો પરમાર્થ છે.
૧૨ • ધર્મ અનુપ્રેક્ષા