________________
પરહિત પરાયણતા (પરહિત પરાયણતા એ શક્તિશાળી અને ઉપકારક આત્મગુણ છે સં.)
‘શિવમસ્તુ સર્વજ્ઞાતિઃ ' અંગેની એક વિચારધારા પ્રગટ થઈ છે. એના જ અનુસંધાનમાં આ બીજી વિચારધારા વાચકો સમક્ષ રજૂ કરવામાં આવે છે.
ખરેખર મૈત્રી આદિ આ ભાવનાનો વિષય જ એવો છે કે–એને અંગે જેમ જેમ વિચારણા કરવામાં આવે, તેમ તેમ નવી નવી વિચારધારાઓ ફરે અને જેમ જેમ નવી નવી વિચારધારાઓ સ્ફરતી જાય તેમ તેમ મન વધુ ને વધુ પ્રફુલ્લ બને.
કૃતજ્ઞતાની દૃષ્ટિએ, પરસ્પર થયેલ સંબંધોની દષ્ટિએ અને માનસિક પ્રાયશ્ચિત્તની દષ્ટિએ જીવ માત્રના હિતની અભિલાષા સેવવી જોઈએ. એ વાત તો આપણે ગત અંકમાં વિચારી ગયા પણ એથીય આગળ વધીને વિચારીએ તો આપણે આપણા પોતાના પણ ભલા માટે જીવ માત્રના હિતની જ અભિલાષા સેવવી જોઈએ.
જીવ માત્રના હિતની અભિલાષાએ જ શ્રીઅરિહંત પરમાત્માને સર્યા છે. એ અભિલાષા વિના નથી તો સિદ્ધ થવાતું, નથી તો આચાર્ય થવાતું, નથી તો ઉપાધ્યાય થવાતું નથી તો સાધુ થવાતું, નથી તો દેશવિરતિધર થવાતું–કે નથી તો સમ્યગ્દષ્ટિ થવાતું. જરૂર ! એ ભાવની માત્રામાં તારતમ્ય હોય. જ સમ્યગ્દષ્ટિથી માંડીને વાવતુ અરિહંતપણાની પ્રાપ્તિમાં કોઈ બીજભૂત ભાવના હોય તો તે “જીવ માત્રના હિતના અભિલાષી બનવું'-તે છે. આપણે અરિહંત પરમાત્માથી માંડીને ઉચ્ચ કોટિના સમ્યગ્દષ્ટિ જીવોના ચરિત્રો વાંચીએ અને વિચારીએ તો આપણને જણાશે કે—સૌથી પહેલાં એ પુણ્યપુરુષો પરહિતના અભિલાષી બન્યા હતા અને જ્યારથી તેઓ પરહિતના અભિલાષી બન્યા ત્યારથી તેમનામાં વિશિષ્ટ ગુણોના પ્રગટીકરણનું એક સુંદર ચીજ નંખાયું હતું.
અનાદિકાળથી જીવ કર્મના બંધનમાં જકડાયેલો છે. એમાં પણ અજ્ઞાન અને મિથ્યાત્વનું બંધન સૌથી ભારે બંધન છે. મોહ જેટલો જોરદાર એટલું જ અજ્ઞાન અને . મિથ્યાત્વનું બંધન જોરદાર.
મોહ જીવને કેવી રીતે ફસાવે છે? “ગÉ' અને “'' - આ બે મંત્ર મોહ જીવને આપે છે અને જે જીવ એ બે મંત્રને ગ્રહણ કરે છે તે જીવ ભાવ અંધાપાનો ભોગ બને છે. આ બે મંત્રની અસર નીચે દબાયેલો જીવ વસ્તુને યથાર્થ રીતે જોવા માટે અંધ બની જાય છે. એટલે એ જીવ બહું' તરીકે પોતાના આત્માને માનવાને બદલે પોતાની શરીરને માને છે અને “મમ' તરીકે એ જીવ આત્મિક ગુણોને માનવાને બદલે મનગમતા
ધર્મ અનુપ્રેક્ષા - ૧૩