________________
કોઈ ભેદ પાડ્યા વિના પોતાના સામર્થ્ય અનુસારે તે દ્રવ્ય-ભાવ અનુકંપા કરે છે.”— સદ્ધર્મવિંશિકા ગા. ૧૨.
પ્રણિધાનાદિ આશયો
પ્રણિધાનાદિ આશયપૂર્વકની ક્રિયાને જ શાસ્ત્રકારો ફલસાધક કહે છે. પ્રણિધાનાદિ આશય વિનાની ધર્મપ્રવૃત્તિને અસાર–‘દ્રવ્યયિા તુા" તરીકે જ્ઞાનીઓ ઓળખાવે છે. આપણી ધર્મપ્રવૃત્તિમાં પ્રણિધાનાદિ પાંચ આશયોમાંથી એક—પ્રણિધાન આશય પણ છે. પ્રણિધાન આશયનું સ્વરૂપ બતાવતાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજ કહે છે કે,
‘...નિરવદ્યવસ્તુ વિષય પરાર્થનિષ્પત્તિસારં ચ ।'' ષોડશક ૩, ગા. ૭
“...જેમાં પ્રવૃત્તિનો વિષય નિરવઘ હોય અને જેમાં પરોપકાર મુખ્ય હોય.” કારણ કે, “સર્વસ્થાપિ સતાં પ્રવૃત્તેહપસર્નનીષ્કૃત સ્વાર્થપ્રધાનીકૃત પાર્થત્વાત્ ।” “સજ્જનોની પ્રત્યેક પ્રવૃત્તિમાં સ્વાર્થ ગૌણ અને પરાર્થ મુખ્ય હોય છે.”
ઉપા. શ્રીયશોવિજયજી મ., ષોડશક ટીકામાં.
જો સજ્જનની પણ પ્રત્યેક પ્રવૃત્તિમાં પરાર્થ મુખ્ય હોય તો સ્વાર્થને મુખ્ય રાખીને—કેવળ પોતાની જાત માટે જ ભવદુઃખથી મુક્તિની ઇચ્છાપૂર્વક પ્રવૃત્તિ કરીને ધર્મી શી રીતે બની શકાય ? પ્રણિધાન આશયનો એક અંશ—“નવદ્યવસ્તુવિષયં” છે તેને જેમ યાદ રાખીએ છીએ તેમ એનો બીજો અંશ—“પરાર્થ નિષ્પત્તિસાર” છે તે પણ ભૂલી જવા યોગ્ય નથી. પરાર્થવૃત્તિ, પરાર્થપ્રવૃત્તિને ખેંચી લાવશે.
જેમ અપ્રમત્તમુનિથી કંઈ જીવ-વિરાધના થઈ પણ જાય છતાં એનું પાપ એને નથી લાગતું. કારણ ? એની પાછળ જીવહિંસાની વૃત્તિ નથી, જીવહિંસાની વૃત્તિ વિના થયેલી એ હિંસા જેમ પાપબંધ નથી કરાવતી—તેમ પરાર્થવૃત્તિ વિના થતી “ધર્મપ્રવૃત્તિ” પણ ધર્મ શી રીતે બની શકે ?
ધર્મનું ધ્યેય
પોતાની જાત ઉપરનો રાગ વિવિધ સ્વરૂપો ધારણ કરીને આવે છે. કેટલીકવાર દેખીતી રીતે પરાર્થ માટે થતી પ્રવૃત્તિમાં પણ એ “અહં” પોતાની પુષ્ટિ માટે મથે છે. તપ, જપ અને શ્રુતદ્વારા પણ એ અહંવૃત્તિ પોતાનું ધારણ-પોષણ કરાવી જાય છે, જે તપ-જપ કરીને પોતાની જાત ઉપરનો એ દુર્નિવાર રાગ ઘટાડવાનો હતો, તે તપ-જપ કરીને આપણે આપણા ઉપરનો રાગ ઘટાડવાને બદલે બેવડો તો નથી કર્યોને ?
૨૮૦ ૦ ધર્મ અનુપ્રેક્ષા