________________
નિશ્ચયથી હેય છે. ધર્મ એ નિર્વિકલ્પદશામાં પ્રવર્તે ત્યારે પ્રગટ થાય છે અને સંકલ્પ
વિકલ્પ દશામાં શુભાશુભ કર્મ બંધાય છે. ૯. પાપથી અશાતા, પુણ્યથી શાતા, કર્મથી સંસાર અને ધર્મથી મોક્ષ થાય છે. ૧૦. પાપ અને કર્મબંધની ચતુર્ભગી :
૧. પાપ ઘણું અને કર્મબંધ ઓછો–સમ્યગ્દષ્ટિ ચક્રવર્તીઓને. ૨. પાપ ઘણું અને કર્મબંધ ઘણો–મિથ્યાદષ્ટિ રાજાઓ આદિને. ૩. પાપ ઓછું અને કર્મબંધ ઓછો–પુણિયા શ્રાવક આદિને.
૪. પાપ ઓછું અને કર્મબંધ ઘણોતંડલિયા મચ્છ આદિને. ૧૧. વેદના તથા નિર્જરાની ચતુર્ભાગી :
૧. અલ્પ વેદના અને અલ્પ નિર્જરા–દેવતાઓને. ૨. મહાવેદના અને અલ્પ નિર્જરા–નારકીઓને ૩. મહાવેદના અને મહા નિર્જરા–ગજસુકુમાલઆદિ મુનિવરોને.
૪. અલ્પ વેદના અને મહા નિર્જરા–ચૌદમા ગુણસ્થાનકવર્તી જીવોને. ૧૨. ઉપાદાન અને નિમિત્તની ચતુર્ભગી :
૧. ઉપાદાન સત્ય ભવ્ય અને નિમિત્ત સત્ય અરિહંત–મોક્ષરૂપી કાર્ય થાય. ૨. ઉપાદાન સત્ય ભવ્ય અને નિમિત્ત અસત્ય રાગીદેવ-સંસારરૂપ કાર્ય થાય.
૩. ઉપાદાન અસત્ય અભવ્ય અને નિમિત્ત સત્ય અરિહંત–સંસારરૂપ કાર્ય થાય. 1. ૪. ઉપાદાન અસત્ય અભવ્ય અને નિર્મિત્ત અસત્ય રાગીદેવ–સંસારરૂપ કાર્ય થાય. ૧૩. આત્મા દ્રવ્યાર્થિકનયે તુંબી-મૃત્તિકાત્યાયકર્મની સાથે મળેલો છે, એટલે જેમ તુંબડી
ઉપર માટીનો થર લાગ્યો હોય પણ તુંબડીની અંદર કોઈ પણ જાતનો બગાડ ન હોય તેમ. તથા પર્યાયાર્થિકનયે આત્મા ક્ષીરનીરન્યાયે અગર લોહાગ્નિ ન્યાયે
કર્મની સાથે એકરૂપે લોલીભૂત થઈને ચારે ગતિમાં પરિભ્રમણ કરે છે. ૧૪ ચેતના બે પ્રકારની છે :
(૧) જ્ઞાનચેતના અને (૨) અજ્ઞાનચેતના.
અજ્ઞાન ચેતના બે પ્રકારની છે : (૧) કર્મચેતના અને (૨) કર્મફલચેતના. જ્ઞાનચેતના આત્માના શુદ્ધ ઉપયોગરૂપ છે. પદાર્થને સામાન્ય વિશેષરૂપે યથાર્થ જોવા અને જાણવારૂપ જ્ઞાનચેતના એ જ જીવનું
ધર્મ અનુપેક્ષા • ૩૧