________________
આથી જ શ્રીનમસ્કાર મહામંત્રની સાધનાદ્વારા જીવની શુદ્ધિમાં અનન્ય કારણભૂત કૃતજ્ઞતા, પરોપકારિતા, આત્મસમદર્શિત્વ અને પરમાત્મસમદર્શિત્વ આદિ ભાવો મહામંત્રના સાધકમાં પણ ઉત્પન્ન થાય છે. શ્રીનમસ્કાર મહામંત્રમાં આ ચારે વસ્તુઓ સહજ ભાવે રહેલી છે. પરમેષ્ઠિઓ આ ચારે ભાવથી ભરપૂર છે, એટલે તેમનું આલંબન લેનારમાં પણ એ ભાવો ક્રમશઃ પ્રગટે તે સહજ છે.
ઉપરોક્ત ચારેની પ્રતિપક્ષી વસ્તુઓ :- કૃતજ્ઞતા, સ્વાર્થ રસિકતા, અનાત્મસમદર્શિતા અને અપરમાત્મસમદર્શિતા એ જ જીવની મૂળભૂત અશુદ્ધિ છે. બીજી તમામ અશુદ્ધિઓનું તે બીજ છે. જયારે કૃતજ્ઞતાદિ ચારે ભાવો એ જીવશુદ્ધિનું પરમબીજ છે.
શ્રીનવકારમાં બિરાજમાન શ્રીઅરિહંત-આદિ પાંચ પરમેષ્ઠિઓ મુખ્ય ગૌણભાવે કૃતજ્ઞતા ગુણના સ્વામી છે. પરોપકારપ્રધાન એમની તમામ પ્રવૃત્તિઓ છે આત્મસમદર્શિત્વ એમનો પ્રાણ છે અને પરમાત્મસમદર્શિત્વ એમનું સર્વસ્વ છે.
મહામંત્રના સાચા સાધક બનવા માટે તેના સાધકે પણ પરમેષ્ઠિઓના એ ગુણોને લક્ષ્યમાં રાખવાની અતિ આવશ્યકતા છે. તે વિના મહામંત્રની સાચી સાધના શક્ય નથી. સાધનામાં અતિપ્રયોજનભૂત એ ચારે વસ્તુઓને હવે અહીં ક્રમસર વિચારીએ.
કૃતજ્ઞતા
,
મહામંત્રની સાધના માટે સાધકની પહેલી યોંગ્યતા કૃતજ્ઞતા છે. નમવા યોગ્યને ન નમવું એ કર્મસત્તાનો ગુન્હો છે. તેની સજા પણ મોટી છે. શ્રીઅરિહંત આદિ પાંચ પરમેષ્ઠિઓ નમવા યોગ્ય છે, કારણ કે તેઓ આપણા પરમ ઉપકારી છે. એમની કરુણાથી જ આપણે અહીં સુધી ઊંચી દશા પ્રાપ્ત કરી શક્યા છીએ તો જેનાથી આપણે ઊંચે આવ્યા તે આપણા પરમ ઉપકારી પ્રત્યે નમ્રતાનો ભાવ ન કેળવીએ તો આપણો કૃતજ્ઞતા ગુણ નાશ પામે છે. નમવા યોગ્ય ઉપકારીને જે નમતો નથી, તે કૃતઘ્ન બને છે. કૃતજ્ઞતા એ ઘણું મોટું પાપ છે. સર્વ પાપનાં પ્રાયશ્ચિત છે, પણ કૃતજ્ઞને માટે કોઈ પ્રાયશ્ચિત્ત નથી કૃતજ્ઞતાનો ત્યાગ કરીને જ્યારે જીવ કૃતજ્ઞ બને છે, ત્યારે જ એનો છુટકારો થાય છે.
શ્રીપંચપરમેષ્ઠિ પ્રત્યે કૃતજ્ઞ બનેલો આત્મા એક એવી નિર્મળ દૃષ્ટિને પ્રાપ્ત કરે છે કે તે દૃષ્ટિનો જેમ જેમ વિકાસ થતો જાય છે, તેમ તેમ તેનામાં નમ્રતાનો ભાવ વધુને વધુ વિકાસ પામતો જાય છે. યોગ્ય પ્રત્યેનો સાચો નમ્રભાવ એ જ ભાવનમસ્કારનું બીજ છે. પરિણામે તે જગતના તમામ પદાર્થોને પોતાના ઉપકારી તરીકે જોઈ અને જાણી શકે
૧. મવઝાવેર્નવામિયત પ્રાપિતો મુવમ્ ! શ્રીવીતરાગ સ્તોત્ર ૨. તખચ નાતિ નિતિઃ | શ્રી યોગશાસ્ત્ર ટીકા
૨૨૪ • ધર્મ અનુપ્રેક્ષા