________________
નિશ્ચય અને વ્યવહારનું રહસ્ય
(ટુંકા છતાં ચોટદાર આ સંવાદમાં નિશ્ચય અને વ્યવહારના આલંબન વડે આત્મહિત સાધવાની વાત રજૂ કરવામાં આવી છે. સં.)
આ સંસારમાં જરા, રોગ, મરણ, દુર્જનતા, કુરૂપતા, દરિદ્રતા અને દૌર્ભાગ્ય એ સાત વિષતત્ત્વો સર્વત્ર પ્રસરેલાં દેખાય છે. આ બધાં વિષતત્ત્વો અધર્મરૂપ કારણમાંથી ઉત્પન્ન થાય છે અને લોકમાં અનેક પ્રકારનાં દુ:ખો ફેલાવે છે.
અહીં સાત અમૃતતત્ત્વો પણ છે તેમનાં નામ છે : યૌવન, નિરોગતા, જીવન, સૌજન્ય, સુરૂપતા, ઐશ્વર્ય અને સુભગતા. આ બધાંને અહીં અમૃતતત્ત્વ એટલા માટે કહ્યાં છે કે તેઓ ધર્મરૂપ સ્વકારણમાંથી ઉત્પન્ન થાય છે અને પ્રાણીઓને સુખ આપે છે.
આ બધાં અમૃતતત્ત્વોમાં પ્રધાન ‘સૌજન્ય' તત્ત્વ છે. એ જ્યાં હોય ત્યાં ધૈર્ય, ગંભીરતા, વિનય, નમ્રતા, સ્થિરતા, પ્રિયવચન, પરોપકાર, ઉદારતા, દાક્ષિણ્ય, કૃતજ્ઞતા, પાપજુગુપ્સા, નિર્મળ પ્રજ્ઞા, જનપ્રિયતા વગેરે અનેક અમૃતગુણો સ્વયમેવ સમુપસ્થિત થાય છે. સૌજન્ય તત્ત્વ સાથે એ બધાનો અવિનાભાવ છે. એટલે કે સૌજન્ય એમના વિના ન રહે અને એઓ સૌજન્ય વિના ન રહે.
આજે આપણને લોકમાં જે કાંઈ પણ સુવ્યવસ્થા દેખાય છે, તેનું મૂળ કારણ પણ સૌજન્ય છે. લોકોનાં હૃદયમાં રહેલું એ સૌજન્ય જ તેમનાં મનને અમૃતમય બનાવે છે, લોકોમાં અરસ-પરસ પ્રેમ, વિશ્વાસ વગેરેને જન્માવે છે અને એ રીતે લોકની મર્યાદાઓને ધારણ કરી રાખે છે.
આ તો પ્રસ્તુત લેખની પૂર્વભૂમિ થઈ. હવે પ્રકર્ષ અને વિમર્શ એ બે વ્યક્તિઓના સંવાદ વડે નિશ્ચય અને વ્યવહારના રહસ્યને સ્પષ્ટ કરવા યત્કિંચિત્ પ્રયાસ કરવામાં આવે છે :
પ્રકર્ષ :- “ઉપર જે સાત વિષતત્ત્વો કહ્યાં છે, તેમના પ્રસારને કોઈ રોકી શકે કે
નહિ ?”
વિમર્શ ઃ- “એ સાત વિષતત્ત્વોને રોકવા માટે જગતમાં કોઈ પણ સમર્થ નથી, તેથી એ તત્ત્વો પોતાનું કાર્ય સર્વત્ર નિરંકુશપણે કરતા રહે છે.”
પ્રકર્ષ :- “ત્યારે એ વિષતત્ત્વોને દૂર કરવા માટે કોઈ પણ પ્રાણીએ ઉપાય ન જ
કરવો ?’
ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૪૫