________________
શ્રીનવકારનો વિસ્તારાર્થક
શ્રીનવકારનો વિસ્તારાર્થ “અરિહંત' છે. શ્રીનવકારનો વિસ્તારાર્થ “અરિહંત' શા માટે તે આ જ લેખમાં સ્પષ્ટ થશે.
શ્રી “અરિહંત'નું સંક્ષિપ્ત સ્વરૂપ “શ્રીનવકારનો સંક્ષેપાર્થ' નામક લેખમાં પૂર્વે આપ્યું છે.
શ્રીઅરિહંતને ધર્મતીર્થંકર પણ કહેવામાં આવે છે. “ધર્મતીર્થકર' શબ્દ બહુ જ મહત્ત્વનો છે. તેનો શ્રી “મહાનિશીથ' સૂત્રમાં પુનઃ પુનઃ પ્રયોગ દેખાય છે. સં.
પાંચે પરમેષ્ઠિ ભગવંતોનું સ્વરૂપ તે સર્વ શ્રેષ્ઠ શેય પદાર્થ છે. પાંચે પરમેષ્ઠિઓનું સ્વરૂપ ત્યારે જ સંપૂર્ણ અવગત કહેવાય કે જ્યારે અરિહંતનું સ્વરૂપ સ્પષ્ટ થાય. અરિહંતનું સ્વરૂપ ત્યારે જ સ્પષ્ટ થાય કે જયારે આત્મા દ્રવ્ય-ગુણ-પર્યાયવડે અરિહંતના અભેદ ધ્યાનમાં આગળ વધે.
“શ્રીઅરિહંત ભગવંતનું સ્વરૂપ વર્ણવતાં શ્રી મહાનિશીથ' સૂત્ર કહે છે કે
૧. તે “અરિહંત ભગવંત ધર્મતીર્થકર ત્રણે લોકનાં જીવોના મનમાં સર્વાતિશાયી પરમ આનંદને ઉત્પન્ન કરનારા છે એ આનંદનું કારણ એ છે કે તેઓ, ન ચિંતવી શકાય એવા, ન માપી શકાય એવા, ન ઉપમા આપી શકાય એવા અને બીજા કોઈમાં પણ ન સંભવી શકે એવા સર્વશ્રેષ્ઠ ઉત્તમોત્તમ ગુણોના સમૂહવડે અધિષ્ઠિત છે.
૨. તે અરિહંત ભગવંત ધર્મતીર્થકર સર્વ ભવ્ય જીવોના પાપકર્મરૂપ સંતાપને સર્વથા હરનારા છે. તે પાપકર્મ જીવો ગાઢ રાગ, અતિ દ્વેષ, મહામોહ, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ તથા દુષ્ટ અને સંકિલષ્ટ અધ્યવસાયાદિ વડે ઉપાર્જિત કરે છે. ઘોર પાપને હરવા માટે અતિ પ્રબલ પુણ્યકર્મના ઉદય વખતે અપાયેલ ઉપદેશ જ સર્વ સમર્થ સાધન છે. એવો ઉપદેશ કેવળ તીર્થકર ભગવંત જ આપી શકે, બીજા નહિ, સદ્ગુરુઓ વગેરે પણ જે ઉપદેશ આપે છે, તેનું આદિ બીજ તીર્થંકર નામકર્મના ઉદયથી અન્વિત
* આ લેખ “શ્રીમહાનિશીથ સૂત્ર'ના આધારે લખવામાં આવેલ છે.
૧. આનંદના પ્રગટીકરણનું બીજ ગુણોમાં રહેલું છે. કોઈ પણ વ્યક્તિમાં રહેલ એકાદ પણ ગુણ સ્વને અને પરને આનંદ આપે છે.
૩૪૨ • ધર્મ અનપેક્ષા