________________
મહામંત્રની સાધનામાં પથ્યાપથ્ય
(આત્મભાવની સાધનાના પરમમંગલમય માર્ગમાં અનેક પ્રકારના જે આન્તરબાહ્ય ભયસ્થાનો છે તેને ટાળવાની હિતકર હકીકત અત્ર સરળ ભાષામાં, સરસ રીતે વ્યક્ત થઈ છે.)
જીવનમાં શ્રીનમસ્કાર મહામંત્રની સાધના કરવી એ અહંકારાદિ આત્મિક રોગોને ટાળવાના એક ઔષધરૂપ છે, દરેક ઔષધને પથ્ય અને અપથ્ય એમ બન્ને બાજુઓ હોય છે. પથ્યના પાલનથી ઔષધ તરત, અનેક રીતે ગુણકારી બને છે અને અપથ્યના સેવનથી ઔષધ ગુણકારી તો બનતું નથી, પણ કેટલીકવાર ઉલટી અસર પણ કરે છે. એટલા માટે પથ્યાપથ્યનો વિવેક કરી અપથ્યના આસેવનથી દૂર રહેવામાં અને પથ્યપાલનમાં સાધક જેટલો અધિક આદરવાળો બને છે, તેટલો તે સાધના માર્ગમાં વધારે પ્રગતિ કરી શકે છે. પથ્યમાં આદરવાળા થવું એ પ્રત્યેક વિવેકી સાધકનું પરમકર્તવ્ય છે.
બહારનાં વિદ્ગો સાધકને બે પ્રકારનાં વિનો છે. એક બહારનાં અને બીજા અંદરનાં. બહારનાં વિદનોમાં મુખ્ય વિન ખરાબ સોબત છે. ખરાબ સોબત એટલે ખરાબ માણસોની સોબત. ખરાબ પુસ્તકોનો સંસર્ગ. ખરાબ દેખાવોનો સંસર્ગ. ખરાબ વિચારોનું રટણ.
વૈરાગ્યને, શાંતરસને અને સાત્વિકરસને પોષનારી વીતરાગ પુરુષોની મુદ્રાએ, તેમનાં વચનો, તેમની અદ્ભુત કથાઓ અને ઉત્તમ સંગીતાદિ જેમ ઉત્તમ સાત્ત્વિક ભાવોને જાગૃત કરે છે, તેમ ખરાબ આલંબનો ખોટી અસર ઉપજાવવામાં પ્રબળ નિમિત્તભૂત બને છે. યોગશાસ્ત્રના નવમાં પ્રકાશમાં આપવામાં આવેલું તે સંબંધી નીચેનું મંતવ્ય ખાસ ઉપયોગી છે :
नासध्यानानि सेव्यानि, कौतुकेनापि किन्त्विह ।।
स्वनाशायैव जायन्ते, सेव्यमानानि तानि यत् ॥ કુતૂહલવૃત્તિથી એટલે કે પરીક્ષા કરવા અર્થે જેમ કે હું પરીક્ષા કરી જોઉં કે, આનાથી મને શું અસર થાય છે ? અથવા “મને કંઈ અસર થાય જ નહિ' એવી રીતે કુતૂહલવૃત્તિથી પણ અસદ્ આલંબનોનો પરિચય કરવો નહિ, કારણ કે તેથી પોતાનો નાશ જ થાય છે.
મનુષ્યનું મન પાણી જેવું છે કે જેના સંસર્ગમાં આવે છે તેના આકારનું બની જાય છે. ખરાબ સંસર્ગમાં ખરાબ બને છે અને જ્યારે અરિહંતાદિ પંચપરમેષ્ઠિઓના સંસર્ગમાં આવે છે ત્યારે તેમના જેવું બની જાય છે. આ પ્રમાણે વસ્તુસ્થિતિ હોવાથી
૨૩૨ • ધર્મ અનુપ્રેક્ષા