________________
પર “હુંપણાની કે “મારાપણાની બુદ્ધિનો હું ત્યાગ કરું છું અને તે જેમના પ્રભાવે પ્રાપ્ત થયેલાં છે, તેમને મન-વચન-કાયાથી સમર્પણ કરું છું.
પાંચ આજ્ઞાઓને નમસ્કાર નમો + રિહંત + માં | શ્રી અરિહંતોની આજ્ઞાને નમસ્કાર. નમો સિદ્ધ+ | શ્રીસિદ્ધોની આજ્ઞાને નમસ્કાર. નમો+ગારિય+માં | શ્રીઆચાર્યોની આજ્ઞાને નમસ્કાર. નમો+૩વાય+મi | શ્રીઉપાધ્યાયોની આજ્ઞાને નમસ્કાર. નમો+નો+સહૂિ+ગાળ ! લોકમાં રહેલા સર્વ સાધુઓની આજ્ઞાને નમસ્કાર. એ પાંચ જ્ઞાને કરેલો નમસ્કાર સર્વપાપનો સમૂળ નાશ કરે છે. સર્વ મંગળોમાં પહેલું મંગળ છે.
આજ્ઞા તે આજ્ઞા છે, તેમાં તર્ક કે દલીલને અવકાશ નથી. એ આજ્ઞાની મર્યાદામાં રહે તેનું કલ્યાણ છે. એ આજ્ઞાનો ભંગ કરનારને શિક્ષા છે, શાસન છે. - આજ્ઞા ત્રાણ પણ કરે છે અને શાસન-શિક્ષા પણ કરે છે. આજ્ઞા પાલન કરનારનું ત્રાણ કરે છે અને વિરુદ્ધ વર્તનારનું શાસન કરે છે. આજ્ઞા અકૃત્રિમ છે. અનાદિનિધન છે, ભૂતહિતકર છે, ભૂતભાવન છે, સત્ય છે, અવિતથ છે, અમિથ્યા છે, તેનાથી સર્વ પદાર્થો જણાય છે, યથાયોગ્ય આચરણ થાય છે, અજ્ઞાનને આધીન સમગ્ર વિશ્વ છે, ઇન્દ્રાદિ દેવોને પણ નમનીય છે, આજ્ઞા પ્રત્યેનો આદર પણ પાપનાશક છે, અનાદરનો અંશ પણ ઘાતક છે, આજ્ઞાની આધીનતાથી સૂર્યચંદ્ર નિયમતિ ફરે છે, પૃથ્વી નિરાધાર ટકી છે. શ્રીનમસ્કાર એટલે એ આજ્ઞાનો આદર. આજ્ઞાનો આદર એટલે શ્રીનમસ્કાર.
આજ્ઞાનો આદર અરિહંતોની આજ્ઞા વિશ્વમૈત્રીભાવની છે.
ધર્મ અનુપ્રેક્ષા • ૭૫