________________
આઠ અક્ષરનો જાપ
‘મો'માં પશ્ચાનુપૂર્વી ઉચ્ચાર કરતાં ‘તળ' થાય છે તેનો અર્થ “ૐ મિતી પ્રતિપદ્યસ્વ નાથ નાતઃ પરં ધ્રુવે" -કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્ય
અર્થાત્ હું તારો દાસ છું એમ સ્વીકાર કર. એ સિવાય હું બીજું કાંઈ માંગતો નથી. અથવા પશ્ચાનુપૂર્વીથી ‘મો'નું ઉચ્ચારણ કરીને પછી પૂર્વાનુપૂર્વી ઉચ્ચારણ કરવામાં આવે તો સાત અક્ષરના બદલે ૮ અક્ષરનો નવો મંત્ર બને છે. જેમકે-“નમો અરિહંતાન' વળી ‘ૐનમો' એ ‘નમો'નું સંપુટ બને છે.
રક્ષાનો હેતુ
શત્રુને હણનારા, માટે પૂછ્યું, અને તેથી રક્ષણ કરનારા, તેને નમસ્કાર થાઓ એટલે તેમની આજ્ઞા જ મને પ્રમાણભૂત હો. તેમની આજ્ઞા એટલે ‘આત્મસમર્શિત્વ’ જેના મૂળમાં છે એવા ૫૨મધર્મનું આચરણ. અહિંસાદિ ક્ષમાદિ અને તપસંયમાદિનું જીવનમાં સેવન કરવાથી ‘આત્મસમદર્શિત્વ'નો ભાવ જળવાઈ રહે છે. મન-વચનકાયાની એકતા અને જ્ઞાન દર્શન ચારિત્રનો અભેદ સચવાય છે.
નમસ્કાર વડે ભાવશત્રુ-કષાય-રાગદ્વેષ-હણાય છે. શત્રુ-હણાવાથી પૂજ્યતા પ્રાપ્ત થાય છે. પૂજ્યતા પ્રાપ્ત થવાથી પૂજકની રક્ષા થાય છે. તેથી પૂજ્યની પૂજારૂપ નમસ્કાર રક્ષાનો હેતુ બન્યો. પૂજ્યની પૂજા પૂજ્યની આજ્ઞા પ્રત્યે પ્રેમભાવ પેદા કરે છે અને તેથી તે આજ્ઞાનું પ્રેમપૂર્વક પેદા કરે છે અને તેથી તે આજ્ઞાનું પ્રેમપૂર્વક પાલન થાય છે. પ્રભુની આજ્ઞાનું પ્રેમપૂર્વક પાલન થાય છે. પ્રભુની આજ્ઞાનું પ્રેમપૂર્વક પાલન કરવાથી સર્વ જીવો સાથે મૈત્રી સધાય છે અને સર્વ જીવોની મૈત્રી રાગદ્વેષનો ક્ષય કરાવી પરમપદની પ્રાપ્તિ કરાવી આપે છે. આ રીતે શ્રીનમસ્કારમંત્ર ભવ્ય જીવોના માટે સર્વ મંગળમાં પ્રથમ મંગળરૂપ, મૂળ મંગળરૂપ બને છે.
સર્વ સમર્પણ
નમો =ન મમ, મારું નથી. અરિહંતાણં =અરિહંતોનું છે. અર્થાત્ મારું કાંઈ નથી, બધું અરિહંતોનું છે, એ રીતે બધું સિદ્ધોનું છે. બધું આચાર્યોનું છે, બધું ઉપાધ્યાયોનું છે અને બધું સાધુ ભગવંતોનું છે. મારું કાંઈ નથી. મને પ્રાપ્ત થયેલ ક્ષયોપશમભાવ પણ મારો નથી, અરિહંતાદિનો છે. કેમ કે તેમના આલંબને મળેલો છે. મને પ્રાપ્ત થયેલ શુભ ઔદિયક ભાવ-પુણ્યપ્રકૃતિના ઉદય પણ મારાં નથી. જેમના આરાધનના અને આલંબનના પ્રભાવે તે પ્રાપ્ત થયા છે, તેમના છે. તેથી ઔયિકભાવ કે. ક્ષયોપશમભાવ
૭૪ • ધર્મ અનુપ્રેક્ષા