________________
ભાવવધક શક્તિ
(પોતાના સ્વાર્થને પ્રભુજીની આજ્ઞામાં વિલીન કરવારૂપ નમસ્કારનું તાત્ત્વિક નિરુપણ આ લેખની પ્રત્યેક પંક્તિમાં–શુભભાવવધક શક્તિરૂપે–ઓતપ્રોત છે. પ્રભુજીની આજ્ઞાને સમર્પિત થવાની પવિત્ર ભાવના ઉત્પન્ન કરનાર આ લેખ છે. સં.)
નમસ્કાર વડે રક્ષણ તા' =રક્ષણ તેનું કારણ ‘રિહં' = યોગ્યતા અને તે યોગ્યતાનું કારણ “નમો’ =નમસ્કાર છે. નમસ્કાર વડે યોગ્યતા અને યોગ્યતા વડે રક્ષણ, એ પ્રથમ પદનો સુઘટિત અર્થ છે. નમસ્કાર એ પુણ્યના પ્રકર્ષથી અને શ્રીઅરિહંત પરમાત્માની કૃપાથી પ્રાપ્ત થાય છે. તેથી બધાનું મૂળ પરમાત્માની કૃપા છે. પરમાત્માની કૃપાથી પુણ્યનો પ્રકર્ષ, પુણ્યના પ્રકર્ષથી પરમેષ્ઠિ નમસ્કાર, પરમેષ્ઠિ નમસ્કારથી જીવમાં પાત્રતા યોગ્યતા અને યોગ્યતા વડે રક્ષણ યોગ્યને નમવાથી યોગ્યતા આવે છે. અયોગ્યને નમવાથી અયોગ્યતા આવે છે. વિષયો નમવાને અયોગ્ય છે. છતાં જીવ સહજમળના દબાણથી અનાદિકાળનો વિષયોને નમતો આવ્યો છે. તેથી તેની અયોગ્યતા વધતી રહી છે. હવે કોઈ પ્રબળ પુણ્યના યોગે તેને યોગ્યને નમવાનો અવસર મળ્યો છે. નમવાને ખરેખર યોગ્ય પંચપરમેષ્ઠિ ભગવંતો છે, તેથી તે યોગ્યને નમસ્કાર છે. યોગ્યને નમવાથી જીવની યોગ્યતામાં આપોઆપ વધારો થાય છે. તેથી શ્રીનમસ્કારમંત્ર જીવને પરમાર્થરક્ષણનો મહામંત્ર સાબીત થાય છે.
સ્વાર્થનું વિલીનીકરણ - ' નો+તાનં=નમસ્કાર એ રક્ષણ કરે છે. જે પોતાની જાતને ભૂલે, તેને આખું જગત યાદ કરે છે. જે જગતને ભૂલે અને પોતાને જ યાદ રાખે, તેને આખું જગત ભૂલી જાય છે નમો પદ વડે પોતાની જાતનું વિસ્મરણ કરવામાં આવે છે, તેથી આખું વિશ્વ તેને સ્મરણ કરવા તૈયાર થાય છે. પોતાની જાતનું તુચ્છ સ્વાર્થનું અરિહંતમાં વિલીનીકરણ કરવામાં આવે ત્યારે અવશ્ય રક્ષણ થાય છે, એવો કોલ શ્રીનવકારનું પ્રથમ પદ આપે છે. પોતાની જાતને તુચ્છ સ્વાર્થને ભૂલો પણ પરમાત્માને કદી ન ભૂલો તો તમારું રક્ષણ અવશ્ય થશે. પરમાત્માને ભૂલ્યા અને કેવળ જાતને જ નમ્યા, તુચ્છ સ્વાર્થને ન ભૂલ્યા તો ત્રાણ કે રક્ષણ છે નહિ. ત્રાણ કે રક્ષણનો ઉપાય જાતને ભૂલી પરમાત્માને યાદ કરવા તે છે.
ધર્મ અનપેક્ષા ૦ ૭૩