________________
સિદ્ધોની આજ્ઞા પરમાત્મસમદર્શિત્વની છે. આચાર્યોની આજ્ઞા સદાચાર પાલનની છે. ઉપાધ્યાયોની આજ્ઞા શ્રાધ્યયનની છે.
સાધુઓની આજ્ઞા આચારપાલન અને શ્રુતાધ્યયનમાં સહાય કરવાની છે. એ પાંચ પ્રકારની આજ્ઞાના પાલનમાં મંગળ છે, વિરુદ્ધ વર્તનમાં અમંગળ છે, પાપ છે, દુર્ગતિ અને ભવભ્રમણ છે. એ આજ્ઞા અનાદિસિદ્ધ છે. કોઈ તેમાંથી છટકી શકતું નથી. આજ્ઞાની સિદ્ધિમાં મુક્તિ છે, અસિદ્ધિમાં બંધન છે. તેમાં તર્ક કે દલીલને અવકાશ નથી. કાં તો આરાધન કરો અને સુખ પામો કાં તો વિરાધન કરો અને દુઃખ પામો. ત્રીજો કોઈ માર્ગ નથી. આજ્ઞામાં મધ્યસ્થ રહેવું તે પણ ગુન્હો છે, આજ્ઞાની સામે થવા જેવું છે. તેને તો નમે જ છુટકો. ન નમ્યો તે ગયો, નમ્યો તે રહ્યો. એ રીતે સનાતન અને શાશ્વત આજ્ઞા પ્રત્યે સદા નમનશીલ રહેવાનું શીખવનાર મંત્ર મહામંત્ર છે. એ આજ્ઞાનું સ્વરૂપ નીચે મુજબ છે :
सुनिउणमणाइनिहणं भूयहिअं भूयभावणमणग्धं ।
મિયનિયં મહત્થ મહાનુભાવં મહાવિષN Iઝા ધ્યાન-શતક અર્થ :- (આજ્ઞા) સુનિપુણ, અનાદિ અનંત, ભૂતહિતકર, ભૂતભાવન, અર્થ, અમિત, અજિત, મહાર્થ, મહાનુભાવ અને મહાવિષય યુક્ત છે. •
વિરલ જન
'नागुणी गुणिनो वेत्ति गुणी गुणिषु मत्सरी ।
गुणी गुणानुरागी च सरलो विरलो जनः' ॥१॥ અર્થ :- ગુણહીન મનુષ્ય ગુણી પુરુષને જાણી શકતો નથી. ગુણી પુરુષ ગુણીજનોનો મત્સરી હોય છે. પોતે ગુણી અને બીજાના ગુણોનો અનુરાગી એવો સરળ પુરુષ આ જગતમાં વિરલ હોય છે.
૭૬ • ધર્મ અનપેક્ષા