________________
ગુણ જોતો નથી, ગુણ દોષને યથાર્થપણે જાણવા માટે વીતરાગ થવું જોઈએ, તે થવા માટે વીતરાગને નમવું જોઈએ. વીતરાગ પ્રત્યેની ભક્તિ કેળવવાથી જ વીતરાગ થવાય છે. રાગ દ્વેષ રહિત થવાની ઈચ્છા એ જ વીતરાગની ભક્તિનું પ્રેરક તત્ત્વ છે.
એકાંતમાં પ્રાર્થના નમસ્કાર એ ભગવદ્ભાવમાં આત્મ વિસર્જન છે. સમુદ્રમાં નદીને મળી જવાની ક્રિયા છે. નમસ્કાર એ ઉપાસ્યની અભિમુખતા છે. અનુકૂળતાનો સંકલ્પ છે. પ્રતિકૂળતાનું વિસર્જન છે. અસહાયતાનું પ્રકટન છે સંરક્ષણનો વિશ્વાસ છે. આત્માનું સમર્પણ છે. આત્મરક્ષણ માટે એકાંતમાં પ્રાર્થના છે.
* પ્રેમની પ્રથમાવસ્થા નમસ્કારનું પ્રયોજન પ્રેમ છે. પ્રેમની પૂર્વાવસ્થા ભાવ અથવા રતિ છે. આ ભાવ મનની અવસ્થા વિશેષ છે. વિષયરસમાં નિમગ્ન ચિત્ત જ્યારે ભગવદ્ અભિમુખ થાય છે, ભગવાનનું ચિન્તન કરવામાં રસ લે છે, ભગવદ્ભાવથી પ્રભાવિત થાય છે, ત્યારે તેની અંદર ભાવ ઉત્પન્ન થયો મનાય છે. ભાવ ચિત્તને રંજિત કરે છે. મનને કોમળ બનાવે છે. પ્રેમની આ પ્રથમાવસ્થા છે. ત્યાર બાદ રતિ પેદા થાય છે.
गुह्यातिगुह्यगोप्ता त्वं, गृहाणास्मत्कृतं जपं । - सिद्धिः श्रयति मां येन त्वत्प्रसादात् त्वयि स्थितम् ॥५॥
હે પ્રભુ ! ધર્મતત્ત્વગુહ્ય છે. એ અમારું રક્ષણ કરે છે અને આપ એ ધર્મતત્ત્વના સંરક્ષક છો. અર્થાતુ આપ ગુહ્યાતિગુહ્યગોપ્તા છો. અમોએ કરેલા જપનો આપ સ્વીકાર કરો. જેથી આપને અવલંબીને રહેલા-આપને વિષે રહેલા મને, આપની કૃપાથી સિદ્ધિ પ્રાપ્ત થાય.
– જિન સહસ્ત્રાનમ મંત્ર.
ધર્મ અનપેક્ષા • ૪૫