________________
નથી. જ્ઞાન વિનાની એકલી ક્રિયા પણ ભાવરૂપ બનતી નથી. તેથી એક બાજુ નવકારનું જ્ઞાન અને બીજી બાજુ નવકારની ક્રિયા મળીને ભાવ-નમસ્કાર થાય છે. ભાવનમસ્કાર એટલે આત્માના શુદ્ધ પરિણામ, નમસ્કારના ભાવરૂપ શુદ્ધ પરિણામ. તે પરિણામ બોધરૂપ છે, શ્રદ્ધારૂપ છે અને આશ્રવ નિરોધરૂપ હોવાથી કથંચિત્ ચારિત્રરૂપ પણ છે. ભવનાશક ભક્તિ
બીજામાં રહેલા ગુણોનું દર્શન લઘુતાની સાથે કૃતજ્ઞતા પણ શીખવાડે છે. એ ગુણો જોવાથી પોતાને તે ગુણો મેળવવાની પ્રેરણા જાગે છે. પ્રેરણા જગાડનાર હોવાથી ઉપકાર થાય છે. ઉપકાર કરનાર પ્રત્યે કૃતજ્ઞતાભાવ મનુષ્યને સહજ છે. એકપણ ભૂલરહિત અને સર્વ કોઈ ગુણ સહિત જીવન પરમાત્માનું છે. તેથી તેમનું સ્મરણ નમ્રતા અને કૃતજ્ઞતાની સાથે ભક્તિ પણ જગાડે છે. એ ભક્તિ ભવનો નાશ કરનારી થાય છે. નવકાર એ ભક્તિ જગાડનાર છે, તેથી ભવનો નાશક છે. ભક્તિ એક પ્રકારનો શુભ ભાવ છે.
જીવ અને કર્મ
ભાવ નમસ્કારની આરાધનાથી કષાયોનો નિર્મૂળ ક્ષય થાય છે, નમસ્કારનું ‘નમો’ પદ કર્મના બળને સૂચવે છે. અરિહંતપદ જીવના બળને સૂચવે છે. નવકારમાં નમ્રતા અને નિર્ભયતા ઉભય રહેલા છે. નમ્રતા માટે કર્મના સ્વરૂપનો વિચાર અને નિર્ભયતા માટે જીવના સ્વરૂપનો વિચાર આવશ્યક છે.
જ્ઞાન અને ધ્યાન
નવકારનું ચિંતન શ્રુતજ્ઞાનરૂપ છે. શ્રુતજ્ઞાન એ પાંચે જ્ઞાનમાં સ્વરૂપ પ્રકાશક હોવાથી પ્રધાન છે. જ્ઞાન આત્માનો ગુણ છે, નવકારના ધ્યાનથી શ્રુતજ્ઞાનના આધારરૂપ આત્માનું ધ્યાન થાય છે. ગુણ ગુણી કથંચિત્ અભિન્ન છે. આત્મધ્યાન આત્મજ્ઞાનનું કારણ છે તેથી નવકાર એ પરંપરાએ આત્માના જ્ઞાનનો હેતુ છે.
કૃતજ્ઞતા અને નિરીહતા
નમસ્કાર એ કૃતજ્ઞતા અને નિરીહતાનું પ્રતીક છે. લોકમાં પણ કૃતજ્ઞ અને નિરીહ જ આદરને પાત્ર બને છે. ધર્મના આદ્ય પ્રકાશક, આઘપ્રચારક અને આચારક પરમેષ્ઠિઓ પ્રત્યે કૃતજ્ઞતા ભાવ હોવો અને એના બદલામાં એમની આજ્ઞાના પાલન સિવાય કંઈ ન ઇચ્છવું, એ સાચો નમસ્કાર છે.
નમસ્કારનો બીજો પર્યાય નમવું, ઝૂકવું, નમસ્કાર્થે જે કર્યું, જે કહ્યું તે પ્રત્યે આદર, તે કરવાની વૃત્તિ તેને સૂચવનાર પદ તે નમસ્કાર. રાગી દોષ જોતો નથી, દ્વેષી ૪૪ • ધર્મ અનુપ્રેક્ષા