SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ તેમાં પણ સવારના દશ વાગ્યા સુધીના જાપ માટે પૂર્વ દિશા અને સૂર્યાસ્તથી રા ઘડી કલાક પછીના જાપ માટે ઉત્તર દિશાનું વિધાન છે. - રોજ જાપ નિશ્ચિત કરેલી દિશામાં મુખ રાખીને જ કરવો. વિના કારણે વારંવાર દિશાનો હેરફેર ન કરવો. નિશ્ચિત માળા શ્રીનમસ્કાર મહામંત્ર ગણવા માટે પ્રાથમિક જાપ (ઓછામાં ઓછો ૧૨૫૦૦ નવકારનો) નવકારવાળી વડે કરવો જોઈએ. માળા શ્વેત-શુદ્ધ સુતરની લેવી. પણ જે સુતરની માળા ગૂંથવાની ઓછી મહેનત પડે તે હેતુથી અંદર જૂનું કપડું ભરી ઉપર થોડુંક ગૂંથીને બનાવેલ મણકાવાળી હોય તે અશુદ્ધ અને જાપ માટે અગ્રાહ્ય જાણવી. બજારમાં સસ્તા ભાવે વેચાતી સુતરની માળાઓ લગભગ બધી આવી અશુદ્ધ હોય છે. તે પણ જે માંળાના મણકા અંદરથી તે ઉપર સુધી અખંડ સુતરથી ગૂંથીને જ બનાવેલ હોય તેવી માળા જામ માટે વિહિત જાણવી. ખરી રીતે તો સુતરની કોકડી-સોટો અને બીજા જે કંઈ સાધન હોય તે દરેકને ૪૧ નવકાર મંત્રથી અભિમંત્રિત કરી શુદ્ધ વસ્ત્ર–પવિત્ર દેહપણે એકેક નવકાર મહામંત્રના પદના ઉચ્ચાર સાથે એકધારા સળંગ દોરાથી (અંદર નીચેથી ઉપર સુધી) ગૂંથીને તૈયાર કરેલ મણકાવાળી માળા જાપ માટે શ્રેષ્ઠ કહેવાય. તેવી માળાથી કરાતો જાપ, ઝણઝણાટી ઉપજાવે અને આત્માને સુંદર શક્તિઓના વહેતા ધોધને ઝીલવાનો અનુભવ કરાવે. તે છતાં આજે જેટલી શક્ય હોય તેટલી પવિત્રતા જાળવવા સાથે ગૂંથાયેલા માળા માટે તત્પરતા રાખવાથી તરતમતાએ જાપની અપૂર્વ શક્તિ સહજ રીતે અનુભવાય છે. અસલી સ્ફટિકની માળા શ્રેષ્ઠ છે, પણ નકલી સ્ફટિક (જે આજે મોટા ભાગે બજારમાં જોવા મળે છે)ની માળા કરતાં તો ઉપર બતાવી તેવી સુતરની માળા અત્યંત શ્રેષ્ઠ જાણવી. ચાંદીની માળા ગૃહસ્થો માટે ઉત્તમ ખરી. પણ તેમાં લાકડા પર ચાંદી મઢીને અગર નક્કર ચાંદીના મણકા હોય તો. અન્યથા અંદર મીણ કે લાખ જેવી અશુદ્ધ ચીજ ભરેલ સસ્તા ભાવની પ્રચલિત ચાંદીની માળા કરતાં પૂર્વોક્ત સુતરની માળા સર્વશ્રેષ્ઠ છે. ધર્મ અનુપ્રેક્ષા • ૧૯૧
SR No.005782
Book TitleDharm Anupreksha
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy