________________
ટુંકમાં શ્રીનમસ્કાર મહામંત્રના જાપ માટે શુદ્ધ સુતરની, અસલી સ્ફટિકની અને નક્કર ચાંદીની માળા શાસ્ત્રીય મર્યાદાથી વિહિત જાણવી.
વર્તમાનકાળે બહુ પ્રચલિત થઈ ગયેલ પ્લાસ્ટિક અને રેડિયમનાપ્રકાશવાળી માળા તો નિતાંત વર્ષનીય છે. કેમ કે પ્લાસ્ટિક પોતે જ અત્યંત અશુદ્ધ-અપવિત્ર દ્રવ્યોના મિશ્રણરૂપ છે.
પ્લાસ્ટિક એ ઝાડનો રસ હોવા છતાં તેને શોધવામાં અને આજના મોહક સ્વરૂપમાં લાવવા માટે છૂટે હાથે સૂકાં હાડકાંનો ભૂકો વપરાય છે.
શ્રીનમસ્કાર મહામંત્રનો જાપ ઉપર બતાવ્યા મુજબની વિશિષ્ટ માળાથી કરવામાં પણ એક બહુ મહત્ત્વની વાત જાણવી જરૂરી છે. તે એ કે :- “માળા કઈ રીતે રાખવી ? અને કઈ રીતે મણકા ફેરવવા ?”
કેમકે જ્ઞાનીઓના બંધારણની મર્યાદા પ્રમાણે નિયત વિધિપૂર્વક કરાતી ક્રિયા પરંપરાએ પણ આંતિરક આત્મશુદ્ધિને જન્માવનારી થાય છે અને મંત્ર-શાસ્ત્રના ધોરણે પણ એક જ મંત્રના જુદા જુદા મોહન, વશીકરણ, મારણ આદિ કાર્યોમાં કરાતા જાપમાં ભિન્ન ભિન્ન પલ્લવબીજ, આસન, દિશા આદિ ફે૨વવાની સાથે મુદ્રાનો ફેરફાર એટલે કઈ રીતે મણકા ફેરવવા ? અને માળા કઈ રીતે રાખવી ? તેની વ્યવસ્થા પણ . મહત્ત્વની છે.
એટલે આધ્યાત્મિક શક્તિઓના વિકાસાર્થે કર્મનિર્જરા દ્વારા આત્મશુદ્ધિના લક્ષ્યથી કરાતા શ્રીનમસ્કાર મહામંત્રના જાપમાં પણ ગીતાર્થ જ્ઞાનીઓના વચનો અને શાસ્ત્રમર્યાદાથી ફલિત થતા અમુક ચોક્કસ બંધારણને લક્ષ્યમાં લેવાની જરૂર છે.
વર્તમાનકાળે શ્રીનવકારવાળી ગણવાની જુદી જુદી ઘણી રીતો જોવા મળે છે :(૧) અંગુઠા ઉપર માળા રાખી તર્જની (અંગુઠા પાસેની પહેલી આંગળી)થી
ગણવાની.
(૨) મધ્યમા (સૌથી મોટી વચલી આંગળી, અંગુઠાથી બીજી) પર માળા રાખી અંગુઠો અને તર્જનીના સંયુક્ત સહકારથી ગણવાની (આ રીત વધુ પ્રચારમાં ચાલે છે). (૩) અંગુઠા ઉપર માળા રાખી અનામિકા (પૂજાની આંગળી-છેલ્લી-ટચલી આંગળી પાસેની)થી ગણવાની.
આ સંબંધી કારણોની સમીક્ષામાં તે તે રીતે પાછળ વિવિધ તર્કો જાણવા મળ્યા છે જેમકે :
પ્રથમ રીતના સમર્થનમાં પ્રવચનમુદ્રાની વાત, બીજીમાં કર્મશત્રુનું તર્જન ક૨વા સાથે માળા પડી ન જાય તે માટે અંગુઠાનો ઉપયોગ, અને છેલ્લી રીતમાં પૂજા માટેની ૧૯૨ ૦ ધર્મ અનુપ્રેક્ષા