________________
અજ્ઞાની અને સ્વાર્થી બની ગયો છે. હવે જો આપણે આત્માને કર્મથી જુદો પાડી શકીએ તો આત્માનો સુખ, આનંદ, જ્ઞાન, વગેરે ગુણસમૂહ પાછો પ્રાપ્ત થાય.
ખીર અને નીર એ તો આપણી સ્કૂલમતિને સમજાવવા સ્કૂલ દૃષ્ટાન્ત છે. એમાં આત્મા અને કર્મના સંબંધનું પરિપૂર્ણ સ્વરૂપ નથી આવી જતું, તેથી એ સંબંધને શાસ્ત્રકારોએ બીજી એક ઉપમા પણ આપી છે—તપ્ત લોઢાના ગોળાની. તેમાં જેમ અગ્નિ અને લોહ એકમેક થઈ ગયેલાં હોય છે, તેમ આત્મા અને કર્મ એકરૂપ થઈ ગયાં છે. જેમ સંબંધ દૃઢ તેમ એને તોડવાની પ્રક્રિયા જટિલ હોય, ખીચડીમાં ભેગા રહેલ ચોખા અને મગ ઝટ જુદા પાડી શકાય, પણ એમાંનાં મીઠું, હળદર અને પાણી જુદાં પાડવાં હોય તો એને માટે કોઈ વિશિષ્ટ પ્રક્રિયાનો આશરો લેવો પડે. લુણેજના તેલના કૂવામાંથી નીકળતા તેલને શુદ્ધ કરવા, શોધનના અનેક તબક્કાવાળી શુદ્ધીકરણની દીર્ઘ પ્રક્રિયા અપનાવવી પડે છે અને તે માટે જંગી યંત્રસામગ્રીવાળી રીફાઈનરી ઊભી કરવી પડે છે. કર્મ અને તેમાંથી ઊભી થયેલ અનેક અશુદ્ધિઓ દૂર કરી આત્માને તેના શુદ્ધ સ્વરૂપમાં પ્રાપ્ત કરવાની પ્રક્રિયા તો એથીયે જટિલ, ગૂઢ, અટપટી અને કષ્ટસાધ્ય હોય એમાં કંઈ આશ્ચર્ય નથી. એ પ્રક્રિયાના એક બે પગથીયાં જ નથી. અનેક પગથીયાંનું એક નિશ્ચિત pattern ગોઠવણક્રમમાં સંયોજન થતાં સાધનાપ્રક્રિયા પૂર્ણ બને છે. સાધનાના એ પગથીયાં ક્યાં ? અને એની ગોઠવણીની pattern - રચના પદ્ધતિ કઈ ?
કોઈ જિજ્ઞાસુ આવીને આપણને પૂછે કે તેને મોક્ષની ઇચ્છા જાગી છે, મોક્ષ પ્રાપ્તિ માટે સાધના કરવી છે તો તેણે શું કરવાનું રહે છે ? તો આપણે તેને વ્રત, નિયમ, તપ, ત્યાગ, સંયમ અને વૈરાગ્યની વાત કરીશું. પ્રશ્ન કરનાર જિજ્ઞાસુ જો સાધના કરવાની પોતાની ઉત્કટ ઇચ્છા દેખાડે તો આપણે કહીશું “મોક્ષ પ્રાપ્તિની તમારી ઇચ્છા તીવ્ર હોય તો વધુ કડક નિયમો લો, વધુ ત્યાગ કરો, આકરાં તપ તપો, ચારિત્ર માર્ગનો સ્વીકાર કરી ઉગ્રસંયમ પાળો, અને રાત અને દિવસ આગમગ્રંથોના અધ્યયનમાં મગ્ન બની જાઓ.” એથી આગળ વધીને પ્રાયઃ આપણે બીજું કંઈ બતાવી શકતા નથી, કારણ કે આરાધનાની આપણી દૃષ્ટિ વ્રત, નિયંમ, સંયમ, તપ, શ્રુતજ્ઞાન–એટલામાં સીમિત થઈ ગઈ છે.
કોઈ દૂરના સ્થાને જવા નીકળેલ પથિક પોતાને કાપવાના માર્ગનો કંઈક પરિચય મેળવી લે છે, મળે તો પોતાના માર્ગનો નકશો મેળવી લે છે અને પોતાના ઇષ્ટ સ્થળે પહોંચતાં સુધીમાં માર્ગમાં આવતાં મુખ્ય મુખ્ય શહેરોનાં નામ જાણી લે છે. તો માર્ગે આગળ વધતાં જેમ જેમ પ્રથમના શહેરો માર્ગમાં આવતાં જાય તેમ એને હૈયે ધરપત રહે છે કે પોતે જે માર્ગે ચાલી રહ્યો છે તે માર્ગ બરાબર છે, વચ્ચે ક્યાંય ભૂલ થઈ નથી, અને અંતિમ ધ્યેય વચ્ચેનું અમુક અંતર કપાયું તેમ મોક્ષ માર્ગે પ્રયાણ કરનાર સાધકે પણ
૨૯૪૦ ધર્મ અનુપ્રેક્ષા